________________
[૧]
શારદા શિરમણ ] કતરણીવાળો મહેલ હોય તો પણ અધુરો ગણાય. માથા વિનાનું ઘડ અને શિખર વિનાને મહેલ નકામો છે. માટે થાંભલાભાઈ! બડાઈ ન હાંકો. બટું અભિમાન ન કરશે. પછી ચારે બાજુની દિવાલે મીઠા અને ઝીણા સ્વરે બેલી કે તમે બધા કે બકવાટ કરો છો ! અમારા વિના તમારી હાજરી અસંભવિત છે. તમારા બધાનું રક્ષણ અમે કરીએ છીએ. અમે ન હોઈએ તો ફેક ધરીને બોલતાં શિખરના પથ્થરનું સ્થાન
ક્યાં હોત ! તમે બધા સમજ્યા વગર નકામી બડાઈ હાંકી રહ્યાં છો. તમારામાં દેખાવ હશે, ઉપરનો આડંબર હશે, પણ આખા રાજમહેલને આધાર તે પાયામાં રહેલ પથ્થર પર છે. આખા મહેલમાં એમણે પ્રાણ પૂર્યા છે.
આ વાત માત્ર પથ્થરાઓની નથી. આ રૂપક દ્વારા જ્ઞાની પુરૂષો આપણને એ સમજાવે છે કે મહેલની આખી ઈમારત ઉભી રાખવા માટે જેટલી જરૂર પાયાના પથ્થરની છે એના કરતાં પણ વધુ આ સંસાર સમુદ્રને પાર પામવા માટે વીતરાગ પરમાત્માની આજ્ઞાની જરૂર છે. જિનેશ્વર દેવની આજ્ઞાની આરાધના કરવી એ મોક્ષમાર્ગની સાધના છે પણ વિરાધના કરે છે? સંસારના દુઃખરૂપ ફળને પામે છે. જિનેશ્વર દેવેની આજ્ઞા મોક્ષના ફળને આપનારી છે. તેમની આજ્ઞાને ભંગ કરે એ દોષનું કારણ છે.
रत्नो आणभंगे ईक्कुच्चिअ निग्गहो हवई लोओ । सव्व नाणाभंगे अणंतसो निग्गहं लहइ ।
કદાચ રાજાની આજ્ઞાને ભંગ કરવામાં આવે તે આલેકમાં એક વાર દુઃખ પા છે, પણ સર્વજ્ઞ વીતરાગ દેવની આજ્ઞાનો ભંગ કરવાથી જીવ આ સંસારમાં અનંતીવાર પરિભ્રમણ કરે છે. જિનેશ્વર દેવની આજ્ઞા એ જ એક મોક્ષની સુવર્ણ ચાવી છે. જે એમની આજ્ઞા પ્રમાણે ચાલે છે તેને માટે મોક્ષ દૂર નથી, માટે જ્ઞાનીઓ કહે છે કે, તારા સ્વઘરમાં આવ. તૃણું અને મેહને છેડ. સ્વઘરમાં જતાં જીવને અનંતકાળથી. રોક્યો છે કેણે? ભગવાન બેલ્યા છે.
जहाय अण्डप्पभवा बलागा, अंडं बलागप्पभवं जहाय । મેવ મોહાય, હું તાં, મોટું ૨ તાચળ વચન || ઉત્ત. અ. ૩૨. ગા. ૧
જેવી રીતે પક્ષી ઈડામાંથી ઉત્પન્ન થાય છે અને જે રીતે ઈંડું પક્ષીમાંથી ઉત્પન્ન થાય છે, આ રીતે તૃષ્ણા મોહમાંથી ઉત્પન્ન થાય છે, અને તૃષ્ણામાંથી મોહ ઉત્પન્ન થાય છે. કેઈ તમને પૂછે કે ઈંડું પહેલું કે પંખી પહેલું ? તમે એ નહિ કહી શકો કે ઈડું પહેલું છે કે પંખી પહેલું છે, કારણ કે ઈંડાંમાંથી પંખી બન્યું છે અને પંખીમાંથી ઈડું થાય છે, માટે તેનું પહેલું એ આપણે નહિ કહી શકીએ. એ પ્રમાણે મેહમાંથી તૃષ્ણા ઉત્પન્ન થાય છે અને તૃષ્ણામાંથી મોહ ઉત્પન્ન થાય છે. કેઈ કહે છે સંસાર ક્યારને ? તે કહેશે કે અનાદિકાળને. કમેને કારણે રખડતો જીવ ક્યારને ?