________________
શારદા શિરમણિ ]
[૧૧
જિનવાણી સુણી સૌ આરાધના કરવા તૈયાર થજે. આજે બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજીને ૧૨મો ઉપવાસ છે. આ જોઈ આપ બધા પણ તપના ભાવ કરજો. વધુ અવસરે.
અષાડ વદ એકમ ને બુધવાર વ્યાખ્યાન -૨ તા. ૩-૭-૮૫
અનંતના આરાધક, સત્યના સાધક, પરમ પંથના પ્રકાશક એવા વીતરાગ ભગવંતે ભવ્ય જેના કલ્યાણ માટે આગમના જ્ઞાનની ગંગા વહાવી. જે આત્માઓએ આ ગંગા નદીમાં નાન કર્યું તેમનો આત્મા નિમળ, વિશુદ્ધ બની ગયો.
જ્ઞાનરૂપ ભગવંત તણી છે વાણીની અમીધારા,
જ્યાં વરસી ત્યાં વિકાસ પામ્યા અમૃતના ઝરણાં, ભાંખ્યું ભગવંતે જગામાં તે ન ભાખે કઈ પરમ જ્ઞાન અને અટલ સત્યના એમાં અજવાળા,
જિનેશ્વર ભગવંતની વાણીની અમીધારા જ્યાં વરસી છે, જે જીવોએ એને ઝીલી છે તેમના જીવનમાં પ્રકાશ થયેલ છે. તેમના જીવનમાંથી વિષયેના વિષ નીકળી ગયા છે અને ત્યાગ વૈરાગ્યના અમૃત ઝરણું વહેવા લાગ્યા છે. ભગવાનની વાણીમાં સત્યના અને જ્ઞાનના અટલ અજવાળા છે. એવા કરૂણાસાગર ભગવંતે મોક્ષને માર્ગ બતાવ્યો. આત્મા અનાદિકાળથી ચતુર્ગતિરૂપી ભવવનમાં રખડી રહ્યો છે. હવે જે થાક લાગે છે, તો જ્ઞાનીએ વિસામો બતાવ્યો છે. વિસામાની જરૂર કેને હોય? જેને થાક લાગે તે વિસામે છે. જીવને સંસારમાં કામ કરતાં થાક લાગે છે, પણ હજુ આ પરિભ્રમણને થાક નથી લાગે. થાક લાગશે ત્યારે વિસામો ધશે. તમને રેગ ખટકે તો ડોકટર કે વૈદને શોધે. કોઈ મૂંઝવણમાં આવી જાવ તો સારી અને સાચા સલાહકાર છે. આ રીતે આપણો આત્મા અનંતકાળથી ભવની ભૂલવણીમાં ભૂલો પડયો છે. તેને તીર્થકર ભગવાન મિયા મળી ગયા છે. આપણે નમોળુણેમાં ભગવાનની સ્તુતિ કરતાં બોલીએ છીએ કે “ભગવાન કેવા છે?” “મમ્મદયાણ” ૮૪ લાખ જીવાનીમાં ભૂલા પડેલા જેને માર્ગ બતાવનાર છે. હવે શ્રદ્ધાથી તેમના બતાવેલા માર્ગે ચાલ્યા જા. ચાર કદમ ચાલો ને કહે હજુ માર્ગ દેખાતું નથી તો એમ નહિ દેખાય. કૂવામાંથી પાણી મેળવવું છે તે માટે કઈ ચાર કેશ એક જગ્યાએ મારે, ચાર કેશ બીજી જગ્યાએ મારે તો એમ પાણી ન મળે. એક જ જગાએ કેશથી ખોદ જાય તે પાણી મળે, તેમ આપણે માર્ગ ઘણો દૂર છે. ચાર કદમ ચાલે ક્યાંથી દેખાશે ? એ માટે તે આગળ આગળ ગતિ કરવી પડશે. ત્યાં વિશ્વાસ રાખવો પડશે કે ભગવાન ! તમારો માર્ગ સત્ય છે. તેના પર મને શ્રદ્ધા છે.