________________
૧૨ ]
[ શારદા શિરેમ હે પરમાત્મા! તમે જે દીધી છે તે આજ્ઞા હંમેશા અમે પાળવાના.
જ્યારે જિનવચનમાં અનુક્ત બનશું, તેમાં પુરા શ્રદ્ધાવાન બનશું, ત્યારે આત્મામાંથી આ ઉદ્દગાર નીકળશે હે પ્રભુ! તમારી જે આજ્ઞા છે તે અમારા જીવ સાટે પણ પાળશું. કદાચ સંકટ આવે, દુઃખ આવે કે કસોટી આવે તો પણ તારા માર્ગથી, તારી આજ્ઞાથી ચલિત નહિ થઈએ. સેંકડો, લાખે માણસેને રમઝમ કરતી ટ્રેઈન જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દે છે, તે ગાડી જે બે પાટા પર ચાલે છે તે પાટા કેટલા નાના હોય છે. ગમે તેટલા ડબ્બા હોય છતાં ગાડી બે પાટા પર ધમધોકાર ચાલી જાય છે. એ ગાડી કદાચ વિચાર કરે કે આ પાટાની શી જરૂર છે? એમ માનીને ગાડી પાટો ચૂકે તો ગાડી ગબડી જાય, તેમ તમે શું ચૂકી રહ્યા છે ? આ જૈન ધર્મ - અને વીતરાગ શાસન આજે જ આપણને મળ્યું છે? ના. ના.....હે વીતરાગ ભગવાનના સમોસરણમાં જઈ આવ્યા છીએ. તેમની વાણી પણ સાંભળી છે. તે થયું શું? જીવે માન્યું કે મને આ આજ્ઞાનું બંધન શું ? ગાડી જરા પાટો છડે તે ગબડી જાય. કદાચ પાટો ન છોડે ને સીધી ચાલે પણ રસ્તામાં પાટા પર જરા કાંકરે કે લાકડાનો નાનો ટુકડો આવી જાય તો પણ ગાડી ગબડયા વિના નહિ રહે. આ રીતે આપણે આત્મા એક પ્રવાસી છે. તેને જિનશાસન મળ્યું. જિનેશ્વર ભગવાનને માર્ગ મળ્યો. હવે જો જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલશું તો મક્ષ દૂર નથી, અને આજ્ઞાને છેડી દઈશું તો આપણું ગાડી પણ આ ભવસાગરમાં ગબડી પડશે.
ત્રણે લેકમાં ઉર્વલેક, અલેક અને ત્રિછલકમાં વિના કેટે, વિના કચેરીએ અને વિના વકીલ કે બેરીસ્ટરે એકધાર્યું અને ધમકાર કેઈનું રાજ્ય ચાલતું હોય તો તે એકમાત્ર કર્મ સત્તાનું છે. ધર્મસત્તા અને રાજ્યસત્તાને પાણી પાનારા મહારથીઓ કર્મ સત્તાની ગર્જના આગળ બકરી જેવા બની જઈ તેની આજ્ઞાને ચૂપચાપ વધાવી લે છે. બકરી જેવા બનીને વધાવવી તેનાં કરતાં સિંહ જેવાં શૂરવીર થઈને જિનેશ્વરની આજ્ઞાને હસતા મુખે વધાવવી એ ડહાપણ છે. સુગંધ વગરનું પુષ્પ, છાયા વગરનું વૃક્ષ, ચંદ્ર વિનાની રાત અને ધર્મ વિનાને મનુષ્ય જેમ શેભાને પામતો નથી, તેમ જિનાજ્ઞા વગરનો ધર્મ પણ શેભાને પામતો નથી.
રૂપક–એક વિશાળ રાજમહેલ સંપૂર્ણ રીતે ખૂબ સુંદર તૈયાર થઈ ગયો. પૂનમની રાત્રે ચંદ્રના શીતલ પ્રકાશમાં નીરવ શાંતિમાં રાજમહેલના સ્તંભે નીચે પ્રમાણે ચર્ચા કરી રહ્યા હતા.
અમે જ આ મહેલના આધારસ્તંભ છીએ, તેથી મહેલના કારીગરોએ અમારા પર સુંદર કતરણી કરી છે. અમે સીધા અને સરળ છીએ તેથી આ મહેલ ટકી રહ્યો છે. અમારા વિના બધું ચણતર નકામું છે. ત્યાં શિખરના કુંભ સમાન આકૃતિને એક આરસ પથ્થર બોલ્ય, અમારું નામ શિખરને કળશ છે. અમારા વિના ગમે તેવી આકર્ષક