________________
શારદા શિરામણી ]
[૯
આ મારી નાવ તીરે, નાવ તીરે એ રીતે ખેલતાં નાવિક નાવડીને જલપ્રવાહમાં તરાવે છે એવી રીતે આ ખાલમુનિ તે પાત્રને પાણીમાં તરાવવા લાગ્યા. આ પ્રમાણે રમતા મુનિને સ્થવિર મુનિએ જોઈ ગયા, પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે જઈ ને અતિમુક્ત મુનિની ઠેકડી ઉડાવતા હેાય તેમ પ્રભુને પ્રશ્ન કર્યાં–હે પ્રભુ ! આપના અતિમુક્ત નામના ખાલ મુનિ જે શિષ્ય છે. તે અત્યારે ખાળકો જેવી રમત રમે છે. ઠંડીલ ગયા હતા તેા તેણે આ રીતે પાણીના પ્રવાહમાં પાત્ર તરવા મૂકયું. તે। અમે આપની પાસે એ જાણવાની ઈચ્છા રાખીએ છીએ કે આ ખાલમુનિ કેટલા ભવ કરીને મેક્ષે જશે ? ત્યારે ભગવાને કહ્યું, હું મારા શ્રમણેા ! તમે તે ખાલમુનિની ઘૃણા કરશે। નહિ, નિંદા કરશે। નહિ, તેના અનાદર અપમાન કરશે નહિ, તેને ક્રોધિત કરશેા નહિ, આ તે ચરમશરીરી જીવ છે. આ જ ભવમાં મેક્ષે જવાના છે. તમે એની અવહેલના, નિંદા કરીને કર્માં આંધ્યા હવે આપણી મૂળ વાત પર આવું. “ ભાવ તૂટા ’',
કપાસના ભાવ વધ્યા તેા શેઠને કરોડપતિ કહેવા લાગ્યા. માન-સન્માન મળવા લાગ્યા અને કપાસના ભાવ તૂટયા તેા શેઠના ભાવ ઘટચા, પછી કોઈ એમને લાવતુ' : નથી. અહી` એ જ વાત લાવવી છે. અતિમુક્ત મુનિ ભગવાન પાસે આવ્યા ને વંદન કયા, ત્યારે ભગવાને કહ્યુ... હે અણુગાર ! તમે પાણીમાં નાવ તરાવી તેથી તમને પાપ લાગ્યું છે. અપકાયના જીવેાની જબરજસ્ત ખૂબ હિંસા થઈ તેનું પ્રાયશ્ચિત કરશે. તે માટે ઇરિયાવહિયાના કાઉસગ્ગ કરો. અહે ભગવાન ! મને આટલું બધુ' પાપ લાગ્યું. ઇરિયાવહિયા પડિક્કમતા પેાતાના પાપાની નિંદા કરી પાપના એવા અતરથી પશ્ચાતાપ કર્યાં, કે તેમના પાપ ધેાવાઈ ગયા. તેમના આત્મામાં પરિણામેાની ધારા વિશુદ્ધ બનતી ગઈ. એ પિરણામેા ધીમે ધીમે એવા વિશુદ્ધ નિર્મળ બનતા રહ્યા કે એ ભવમાં મેાક્ષમાના પથિક બની ગયા. એ અતિમુક્ત મુનિ શ્રમણમાંથી મોટા કરોડપતિ એટલે તે જ ભવમાં સિદ્ધ દશાને પામી ગયા. આ અતિમુક્ત મુનિના તેા ભાવ વધ્યા તે આખી જિંદગી વધતા રહ્યા. પેલા વેપારીને તે પહેલાં કપાસના ભાવ વધતાં એમના ભાવ વધ્યા અને ભાવ તૂટતા એમના ભાવ તૂટયા, પણ અહીં તે આ મુનિના ભાવ વધ્યા તે વધ્યા. કારે પણ એ ભાવ તૂટવાના નથી. અતિમુક્ત મુનિએ ઇરિયાવહિયા ક્રિયા કરીને પાપાના કચરા સાફ કર્યાં ને એવી વિશુદ્ધિ કરી કે જીવનમાં પામી ગયા. તે જ ઇરિયાવહિયા ક્રિયા આપણે કેટલી વાર કરીએ છીએ ! છતાં હજુ આપણા ઠેકાણા નથી, કારણ કે આપણા ભાવ તૂટ્યા છે. આ પાઠ આપણે ઘણીવાર ખેલી ગયા પણ એમાં ભાવ વધ્યા નથી. એ શબ્દોના ભાવ આપણામાં આવ્યા નથી. માત્ર ખેલવા પૂરતા બોલી જઈ એ છીએ. ભાવની કંમત છે. ભાવ ઊંચકાયા તેા કરોડપતિ અન્યા ને ભાવ તૂટયા તા રોડપતિ જેવી દશા થઈ તેમ આત્માના ભાવ ઊંચકાય તે
આત્મા પામી જાય.