________________
શારદા શિરેમણિ ] ભગવાન મહાવીર સ્વામીના પટ્ટશિષ્ય છે. તેઓ આ શું કરે છે? એક ઘરમાંથી નીકળે છે ને બીજા ઘરમાં જાય છે! “મહુકાર સમા બુદ્ધા” સાધુ શું કરે? એક ઘરની ગૌચરી ન લે. તે ઘરઘરમાં ગૌચરી જાય છે.
ના બાલુડો ગૌતમ સ્વામીને ગૌચરી કરતાં જઈને તેમની પાસે ગયો. જઈને પૂછે છે હે ભદન્ત! આપ કે છે અને શા માટે ફરી રહ્યા છે? અતિમુક્તનો આ જાતને પ્રશ્ન સાંભળી ગૌતમ સ્વામીએ કહ્યું- હે દેવાનુપ્રિય! હું શ્રમણ નિગ્રંથ છું. અમે લોકો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત એવા ગુપ્ત બ્રહ્મચારી છીએ. અમે ગૌચરીને માટે ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળોમાં જઈએ છીએ. આ સાંભળીને બાલુડો કહે ભગવાન! તે આપ મારા ઘેર પધારેને! હું પણ આપને ભિક્ષા આપીશ. એમ કહીને ગૌતમ સ્વામીની આંગળી પકડી લીધી. અતિમુક્તની માતા શ્રીદેવી જઈ રહી છે કે મારો પુત્ર ગૌતમ સ્વામીની આંગળી પકડીને આવી રહ્યો છે. એ જોઈને તે ખૂબ હરખાઈ ગઈ. હું બડી ભાગ્યવાન છું, પુણ્યવાન છું કે મારા દીકરાને દેવ, ગુરૂ, ધર્મ ગમે છે. ગૌતમસ્વામી શ્રીદેવીના મહેલમાં આવ્યા, ત્યારે તેણે ખૂબ હૃષ્ટતુષ્ટ થઈને ગૌતમ સ્વામીને ત્રણ વાર વિધિ સહિત વંદન કર્યા, પછી ખૂબ ઉત્કૃષ્ટ ભાવથી આહારપાણી વહેરાવ્યા. ગૌતમ સ્વામી ગૌચરી વહેરી પાછા વળ્યા, ત્યારે રાણું મહેલના દરવાજા સુધી ગયાં અને અતિમુક્ત કુમાર ગૌતમ સ્વામીની સાથે ચાલ્યા. ચાલતાં ચાલતાં પૂછે છે હે ભગવાન! આપ ક્યાં રહે છે? ગૌતમ સ્વામીએ કહ્યું–મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક તીર્થકર ભગવાન મહાવીર પ્રભુ આ નગરની બહાર ઉદ્યાનમાં બિરાજે છે. તેઓ તપ, સંયમથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. હું ત્યાં તેમની પાસે રહું છું. ભગવંત! હું પણ આપની સાથે ભગવાનનાં દર્શન કરવા માટે આવું છું. અતિમુક્ત ગૌતમ સ્વામીની સાથે ભગવાનને વંદન કરવા જાય છે.
અહીં ગ્રંથકાર એ વાત બતાવે છે કે આ અતિમુક્ત કુમારે ગૌતમસ્વામીને કહ્યું, પ્રભુ ! આપની ઝોળી મને પક્ટવા માટે આપ ને ! કુમાર ! તને આ ઝેળી ન અપાય. કેમ પ્રભુ ? જે દીક્ષા લે, અમારા જેવા અને તેમને અપાય. સાધુ પિતાને ભાર પોતે જાતે લે, તને ન અપાય. તમે કઈ દિવસ ભાર માંગે છે ખરો? તને કે આવું કહેનાર મળ્યું છે ખરું? કઈ દિવસ માં જ નહિ હોય. કદાચ માં હશે ને કેઈએ આવું કહ્યું પણ હશે છતાં હજુ ઊભા થતા નથી. જાગતા નથી. આ અતિમુક્ત કુમાર ગૌતમ સ્વામીની સાથે જ્યાં ભગવાન મહાવીર પ્રભુ હતા ત્યાં ગયો. ભગવાન જોતાં જ તેનું મનડું ઠરી ગયું. અહો કે મારા ભગવાન ! તમને એક વાર નિહાળ્યા પછી હવે મારી આંખડી, મારું દિલ બીજે ક્યાંય કરશે નહિ. જ્યાં સુધી તમને નહાતા જોયા ત્યાં સુધી હું ભટક્યો, રખડ્યો, બસ હવે આપ જ મારા ઉદ્ધારક છે. હજુ માત્ર ભગવાનને જોયા, દર્શન કર્યા છતાં આત્મામાં કે રંગ આવ્યે! કેવા ભક્તિભાવ આવ્યા! કે વેગ ઊપડ્યો !