Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004634/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ &#mર્થિ00 પંડિત સુખલાલજી Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ 300000 205 पंडित सुखलालजी ( आगस्ट : १९५६) Page #4 -------------------------------------------------------------------------- ________________ - દર્શન ચિંતન ચિતન. પંડિત સુખલાલજીના ગુજરાતી લેખોનો સંગ્રહ પુસ્તક-૧ : પ્રકાશક : પંડિત સુખલાલજી સન્માન સમિતિ ગુજરાત વિદ્યાસભા, ભદ્ર અમદાવાદ-૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ સંપાદક-મંડલ શ્રી. દલસુખભાઈ માલવણિયા (મુખ્ય સંપાદક) શ્રી. પં. બેચરદાસ જીવરાજ દેશી શ્રી. રસિકલાલ છોટાલાલ પરીખ શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહ શ્રી. બાલાભાઈ વિરચંદ દેસાઈ “જયભિખ્ખું [ ગ્રંથ પ્રકાશનના સર્વ હક જૈન સંસ્કૃતિ સાધન મંડળ-બનારસને સ્વાધીન.] વિ. સં. ૨૦૧૩ : વીર નિ, સં. ૨૪૮૩; ઈ. સ. ૧૫૭ મૂલ્ય : બે પુસ્તકોના . ૧૪ પુસ્તક-પ્રાપ્તિ–સ્થાન (1) જૈન સંસ્કૃતિ સંશાધન મંડળ, F/3, B. H. U, બનારસ (ઉત્તર પ્રદેશ) (૨) ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્ત, અમદાવાદ (ગુજરાત) (૩) શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫-૪૭, ઘનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ પ્રકાશક: શ્રી. દલસુખભાઈ માલવણિયા, મંત્રી, પંડિત સુખલાલજી સન્માન સમિતિ, ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ-૧, મુદ્રક શ્રી, મણિલાલ છગનલાલ શાહ, નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ, Page #6 -------------------------------------------------------------------------- ________________ સ'પાદકીય નિવેદન विद्वत्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥ વિભૂતિપૂજા એ દુનિયાના દરેક દેશને માટે આવશ્યક કાર્ય છે. સમયે સમયે દેશની મહાન વિભૂતિઓના આદર-સત્કાર થતા જ રહે છે; અને તે પ્રજાજીવનની જાગૃતિ અને જીવનવિકાસનું ચિહ્ન છે. જે વિભૂતિનું સન્માન કરવા માટે અમે આ ગ્રન્થરત્ન પ્રગટ કરીએ છીએ તે કેવળ જૈતાની કે ફક્ત ગુજરાતની જ આદરપાત્ર વ્યક્તિ છે એવું નથી; તેઓ તે આખા દેશની વિદ્યાવિભૂતિ છે. અને એમનુ સન્માન એ ભારતની ભારતીદેવીનું સન્માન છે. : પંડિતથી સુખલાલજી સંધવી તા. ૮-૧૨-૫૫ના દિવસે પેાતાના વનનાં ૭૫ વર્ષ પૂરાં કરવાના હતા. એટલે આખા દેશ તરફથી એમનુ સન્માન કરવાના વિચારથી અમદાવાદમાં તા. ૪-૯-૧૯૫૫ના રાજ · પંડિત સુખલાલજી સન્માન સમિતિ 'ની રચના કરવામાં આવી અને નીચે મુજબ સન્માનની ચેાજના ઘડવામાં આવી : (૧) પંડિત સુખલાલજીના સન્માનાથે અખિલ ભારતીય ધેારણે એક સન્માનિધિ એકઠો કરવા. (૨) આ સન્માનનિધિમાંથી પંડિત સુખલાલજીના લેખાના એક સંગ્રહુ બહાર પાડવા. (૩) તે જ નિધિમાંથી, આગામી ડિસેમ્બર માસ બાદ, મુંબઈમાં, ચેાગ્ય સમયે, પંડિત સુખલાલજી અંગે એક સન્માનસમારંભ યેાજવા. (૪) બાકી રહેલ સન્માનનિધિની રકમ, ઉપર જણાવેલ સન્માનસમાર’ભ પ્રસંગે, પંડિતજીને અર્પણ કરવી. (૫) ઉપર જણાવેલ કાર્યને પાર પાડવા માટે અમદાવાદ ખાતે એક [ 3 ] Page #7 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી મધ્યસ્થ સન્માન સમિતિ ઊભી કરવી અને તેનું મુખ્ય કાર્યાલય અમદાવાદમાં રાખવું. (૬) આ જ હેતુ પાર પાડવા માટે મુંબઈ, કલકત્તા તેમ જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં એક એક સ્થાનિક સમિતિ ઊભી કરવી અને મા સ્થાનિક સમિતિના સર્વ સભ્યાને મધ્યસ્થ ર્સ્ટમિતિના સભ્ય લેખવા. (૭) આવી સ્થાનિક સમિતિ ન ઊભી કરવામાં આવેલ હાય તેવા સ્થળની વિશિષ્ટ વ્યક્તિઓને પણ મધ્યસ્થ સમિતિમાં સામેલ કરવી, આ સમિતિના પ્રમુખપદે લાકસભાના સ્પીકર માનનીય શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની વરણી કરવામાં આવી હતી. અને શ્રી. માવળ કરના સ્વવાસ પછી ભારતના વેપાર-ઉદ્યોગ ખાતાના પ્રધાન માનનીય શ્રી. મારાભાઈ દેસાઈ સમિતિના પ્રમુખ બન્યા છે. સન્માનની યાજનાની ખીજી કલમને મૂર્તરૂપ આપવા માટે સમિતિની વ્યવસ્થાપક કમીટીએ તા. ૧૪-૧૦-૫૫ના રોજ આ પ્રમાણે ઠરાવ કર્યાં હતા ઃ : (૧) ૫ડિતજીનાં જે લખાણા હિંદીમાં ાય તે હિંદી ભાષામાં અને ગુજરાતીમાં હોય તે ગુજરાતી ભાષામાં...એમ જુદા જુદા એ ગ્રંથા છપાવવા. (૨) આ ગ્રંથના સંપાદન માટે નીચે મુજબ પાંચ સભ્યાનું સંપાદકમંડળ નીમવામાં આવે છે અને તેમાં શ્રી. દલસુખભાઈ માલવણીયા મુખ્ય સંપાદક તરીકે કામ કરશે ઃ (૧) શ્રી. દલસુખભાઈ માલવણિયા (મુખ્ય સંપાદક ) (૨) શ્રી. ૫. બેચરદાસ જીવરાજ દેશી (૩) શ્રી. રસિકલાલ છેોટાલાલ પરીખ (૪) શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહ (૫) શ્રી. ખાલાભાઈ વીરચă દેસાઈ ‘જયભિખ્ખુ ’ (૩) ગ્રંથા કથાં છપાવવા તેને નિણૅય સંપાદકમડળ કરશે; અને આ ગ્રંથા તૈયાર કરવાનું જરૂરી તમામ ખર્ચ સંપાદકમંડળની ભલામણ મુજબ કરવામાં આવશે. (૪) ગ્રંથ ડેની આપેછ સાઈઝમાં છપાવવા, (૫) હિંદી તથા ગુજરાતી બંને પ્રથાની ખે–બે હજાર નકલ છપાવવી. (૬) સન્માનનિધિમાં એછામાં ઓછા રૂ।. ૨૫) અ કે રૂ।. પચીશને ફાળા આપે તેમને હિંદી તથા ગુજરાતી અને ગ્રંથ ભેટ આપવા. [ TM ] Page #8 -------------------------------------------------------------------------- ________________ આ ઠરાવ મુજબ “દર્શન અને ચિન્તન’ નામના આ પુસ્તકમાં પંડિતજીના ગુજરાતી લેખને સંગ્રહ કરવામાં આવ્યો છે. આ ગુજરાતી સંગ્રહમના લેખે ધાર્યા કરતાં લગભગ બેગણું થઈ જવાથી એને બે ભાગમાં વહેંચીને બે પુસ્તકે કરવામાં આવ્યા છે. * આ બન્ને પુસ્તકમાં પંડિતજીએ ગુજરાતીમાં લખવાને આરંભ કર્યો ત્યારથી લઈને તે, પાંચ માસ પહેલાં, સંવત ૨૦૧૩ની સાલમાં કારતક માસમાં લખેલ “આજને યથાર્થ માર્ગ : ભૂદાન " શીર્ષક લેખ સુધીનાં મોટા ભાગનાં લખાણો સમાવી લેવામાં આવ્યા છે. સંભવ છે કે, સંગ્રહવામાં નહીં આવવાને કારણે કે અમારા ખ્યાલ બહાર રહેવાને કારણે કોઈ લેખ આમાં ન આપી શકાય હેય; પણ એવા લેખોની સંખ્યા બહુ મેરી નહિ હોય. આ સંગ્રહમાં આટલી સામગ્રી સંગ્રહવા છતાં બે મહત્ત્વના લેખે, ગ્રંથનું કલેવર બહુ વધી જાય તે કારણે, આમાં નથી આપી શકાયા. એ બે લેખો તે “તત્વાર્થસૂત્ર”ની અને સન્મતિતર્ક ની વિસ્તૃત પ્રસ્તાવનાઓ છે. આ બંને પુસ્તકે અત્યારે ઉપલબ્ધ છે એટલે જિજ્ઞાસુઓ એ એમાંથી મેળવી શકશે. પંડિતજીએ આત્મનિવેદન, પ્રવાસવર્ણક કે વિશિષ્ટ વ્યક્તિઓનાં સંભારણા રૂપ સામાન્ય જનસમૂહને રસ પડે એવા વિષયે; સામાજિક, ધાર્મિક કે રાષ્ટ્રીય પ્રશ્નોની છણાવટ કરીને સામાજિક કે રાષ્ટ્રીય લેકસેવકને માર્ગદર્શક થઈ પડે એવા વિડ્યો; અને સાહિત્ય, દર્શન કે તત્ત્વજ્ઞાનને સ્પર્શતા વિદ્રોગ્ય ગહન વિષયો–એમ જુદા જુદા વિષે ઉપર બહાળા પ્રમાણમાં લખ્યું છે. એટલે એ બધાં લખાણનું પૃથક્કરણ કરીને આ ગ્રંથમાં એને આ પ્રમાણે સાત વિભાગોમાં વહેંચવામાં આવ્યાં છે: (૧) સમાજ અને ધર્મ (૨) જૈનધર્મ અને દર્શન; (૩) પરિશીલન; (૪) દાર્શનિક ચિંતન; (૫) અ; (૬) પ્રવાસકથા અને (૭) આત્મનિવેદન. આ સંગ્રહમાંના મોટા ભાગના લેખોની નીચે, એ ક્યાંથી ઉદ્ધત કરવામાં આવ્યા છે એ સ્થળ-નિર્દેશ કરવામાં આવેલ છે; છતાં કેટલાક લેખોની નીચે આ નિર્દેશ નથી આપી શકાયો, એટલે બધા જ લેખેને સ્થળનિર્દેશ અનુક્રમણિકામાં આપી દીધો છે; તેમ જ ગ્રંથને અંતે શબ્દસૂચી પણ આપેલ છે. આ લેખસંગ્રહની જેમ, પંડિતજીનાં હિન્દી લખાણોનો સંગ્રહ “ન ઔર જિન્તન ” નામે, આની સાથે જ પ્રગટ કરવામાં આવેલ છે. પણ લખાણના વિસ્તાર અને વિષયના વૈવિધ્યની દૃષ્ટિએ આ લેખસંગ્રહ વધારે સમૃદ્ધ અને વધારે રસપ્રદ છે, એમ કોઈને પણ જણાયા વગર નહીં રહે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ લેખસંગ્રહ જેમ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવામાં પંડિતજીનાં અર્પણનું સૂચન કરે છે તેમ એ ગહનમાં ગહન વિષયનું પણ સફળતા પૂર્વક નિરૂપણ કરવાની ગુજરાતી ભાષાની ક્ષમતાનું દર્શન કરાવે છે. આ ગ્રંશે જોઈને રખે કઈ એમ માની લે કે પંડિતજીની સાહિત્યસાધના આટલામાં જ સમાઈ જાય છે. આ લખાણ ઉપરાંત પંડિતજીએ સમયે સમયે ભિન્ન ભિન્ન વિષયો ઉપર કરાવેલી પુષ્કળ ને, એમનાં સંસ્કૃત ભાષામાં લખાણો અને એમણે લખેલા પત્રને સારે એ સંગ્રહ પ્રગટ થવો હજી બાકી છે. અને પંડિતજીની ખરી સાહિત્ય સાધના તે એમણે સંપાદિત કરેલા સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે એમ છે. પંડિતજીના સામાજિક અને ધાર્મિક લેખનું મુખ્ય તત્ત્વ છે–બુદ્ધિ શુદ્ધ શ્રદ્ધાથી સમન્વિત સુસંવાદી ધાર્મિક સમાજની રચના. વ્યક્તિના વ્યક્તિગત તેમજ સામાજિક બન્ને પ્રકારનાં કાર્યોમાં સુમેળ હોવો જરૂરી છે. કેવળ પ્રવૃત્તિ કે કેવળ નિવૃત્તિ પ્રેરક સાચો ધર્મ ન થઈ શકે, પરંતુ પ્રવૃત્તિ અને નિવૃત્તિને સમન્વયે જ સાચો ધર્મ બની શકે છે. જે આંતર શુદ્ધિમાં ઉપયોગી થાય તે જ બાહ્ય આચારાની ઉપયોગિતા છે, અન્યથા નહીં. શાસ્ત્ર અને બુદ્ધિને આધારે પિતાના લેખોમાં પંડિતજીએ આ વાતનું જ વિશદ રીતે નિરૂપણ કર્યું છે. | દાર્શનિક ક્ષેત્રમાં પંડિતજીએ ભારતીય દર્શનના પ્રમાણ-પ્રેમય વિષય અંગે જે કંઈ લખ્યું છે તેથી એમનું બહુકૃતપણું પ્રગટ થવાની સાથે સાથે એમની સમન્વયદષ્ટિ અને મધ્યસ્થવૃત્તિ પણ પ્રગટ થાય છે. આ ગુણે એમનામાં કેવળ જૈન દર્શનના અધ્યયનથી જ આવ્યા છે એવું નથી, પણ ગાંધીજીના સંસર્ગમાં રહીને એમના જીવનથી જીવંત અનેકાન્તના જે પાઠ પંડિતજીએ લીધા છે તેનું પણ આ ફળ છે. એથી જ તે તેઓ નિરાગ્રહી બનીને, દાર્શનિક ભિન્ન ભિન્ન મન્તની તુલના કરીને એને સાર તટસ્થ રીતે ગ્રહણ કરી શકે છે. એ સાચું છે કે, પંડિતજીનું કાર્યક્ષેત્ર વિશેષે કરીને, જૈન ધર્મ અને જૈન દર્શન રહ્યું છે, પણ એને અર્થ એ નથી કે એમને જૈનધર્મ અને દર્શનમાં કદાગ્રહ છે; એ વાતની ખાતરી આ લેખસંગ્રહમાં દરેક લેખ કરાવી શકે એમ છે. કોઈ પણ વિષયનું પ્રતિપાદન કરવામાં પંડિતની બે ખાસ વિશેષતાઓ બધેય જોવા મળે છે. એક છે, ઐતિહાસિક દષ્ટિ અને બીજી છે, તુલનાત્મક દૃષ્ટિ. આ બે દષ્ટિઓને આધારે કઈ પણ વિષયનું પ્રતિપાદન કરીને તેઓ વાચકની સમક્ષ વસ્તુસ્થિતિ રજુ કરી દે છે. નિર્ણય ક્યારેક તેઓ આપે છે અને ક્યારેક વાચકના ઉપર મૂકી દે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ એટલું તે નિર્વિવાદ રીતે કહી શકાય એમ છે કે હિન્દી કે અંગ્રેજીમાં દર્શનને અનુલક્ષીને ઘણું લખાયું છે, પરંતુ દાર્શનિક એક એક પ્રમેયને લઈને એનું ઐતિહાસિક દૃષ્ટિએ ક્રમિક તુલનાત્મક વિવેચન પ્રાયઃ નથી થયું. આ દિશામાં પંડિતજીએ દાર્શનિક લેબેકાનું માર્ગદર્શન કર્યું છે—એમ કહેવામાં આવે તે એ અત્યુક્તિ નહીં લેખાય. “દાર્શનિક ચિંતન” વિભાગમાંના લેખે વાચકને આ વાતની પ્રતીતિ કરાવી દેશે. - “જેનધર્મ અને દર્શન” વિભાગમાં પંડિતજીના જૈન ધર્મ અને દર્શનને કેન્દ્રમાં રાખીને લખાયેલા લેખો છે. એ લેખ જૈનધર્મના મર્મને તે પ્રગટ કરે જ છે, સાથે સાથે જેને મંતવ્યની અન્ય દર્શનેનાં મંતવ્યો સાથે તુલના પણ કરે છે. “ દાર્શનિક ચિંતન” વિભાગની વિશેષતાઓ આ લેખમાં પણ જોઈ શકાય છે. જૈનધર્મ અને દર્શનના વિષયમાં ગુજરાતીમાં બહુ ઓછું લખાયું છે, અને જે કંઈ લખાયું છે તે પણ પ્રાયઃ સાંપ્રદાયિક દૃષ્ટિએ લખાયું છે. એટલે આ લેખસંગ્રહ વાચકને નવીન દૃષ્ટિ આપશે એમાં શંકા નથી. - આ પુસ્તકમાં પંડિતજીનો ટૂંક પરિચય આપવામાં આવ્યું છે. એના ઉપરથી જ્ઞાનસાધના અને જીવનસાધના માટેના એમના પુરુષાર્થને કંઈક પરિચય મળી શકશે એમ માનીએ છીએ. આવડો મટે ગ્રંથ અમારે ટૂંક વખતમાં પૂરું કરવાનું હતું. એટલે અનેક મિત્રાની મદદ ન હેત તે આ કામ વખતસર પૂરું થયું મુશ્કેલ હતું. શ્રી. શાંતિલાલ મણિલાલ વોરા, શ્રી. અનિરુદ્ધ જસભાઈ પરીખ અને શ્રી કાંતિલાલ હશે આનાં મુદ્દે જોવામાં અને શ્રી. કિશોરચંદ્ર ગોપાળજી ઠકુરે શબ્દસૂચી તૈયાર કરવામાં મદદ કરી છે. અમદાવાદના નવપ્રભાત પ્રેસના માલિક શ્રીયુત મણિલાલ છગનલાલ શાહ અને ચંદ્રિકા પ્રેસના માલિકોએ આ ગ્રંથને વખતસર છાપી આપે છે. જાણીતા ચિત્રકાર શ્રી. શિવે આના જેકેટનું મનહર ચિત્ર બનાવી આપ્યું છે. અમે એ સૌને આભાર માનીએ છીએ. આ ગ્રંથમાંના જીવનપથ' સિવાયના બધા લેબ પૂર્વે પ્રકાશિત થઈ ચૂકેલા છે. તેથી એ બધા પ્રકાશકોને અમે હાર્દિક આભાર માનીએ છીએ. છેવટે સન્માન સમિતિને પણ અમે આભાર માનીએ છીએ કે એણે પંડિતજીનાં લખાણોનું સંકલિત રૂપે પુનર્મુદ્રણ કરીને એમને ગ્રંથસ્થ રૂપે જનતાની સમક્ષ ઉપસ્થિત કરવાનો અવસર આપો. અક્ષય તૃતીયા; છે વિ. સં. ૨૦૧૩ ઈ સંપાદકે [...] Page #11 -------------------------------------------------------------------------- ________________ મ RESS અનુક્રમણિકા r fકરી P = સમાજ અને ધર્મ ૧. મંગળ પ્રવચન [ “પ્રબુદ્ધ જૈન' : ૮-૧૯૪પ ] ૨. મંગળ પ્રવચન [ “બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર, ૧૯પર ]. ૩. જીવનશિલ્પનું મુખ્ય સાધન [ જીવનશિલ્પ' : ૮, ૧૯૫૩] ૧૪ ૪. જીવનપથ [ અપ્રકાશિત ] ૫, ધર્મ ક્યાં છે? [ શ્રી મુંબઈ અને માંગરોળ જેન સભા, સુવર્ણ મહત્સવ અંક ] ૬. ધર્મ પ્રવાહ અને આનુષગિક સમસ્યાઓ [ ધર્મોનું મિલનની પ્રસ્તાવના] ૭. ધર્મ અને પંથ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનેઃ ૨૧-૮-૧૯૭૦) ૩૬ ૮. નીતિ, ધર્મ અને સમાજ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ૧૯૩૨) ૪૧ હ, ધર્મ અને એના ધ્યેયની પરીક્ષા [ પર્યુષણ પર્વના વ્યાખ્યાનો ઃ ૧૯૩૭] ૧૦. ધાર્મિક શિક્ષણ [“અખંડ આનંદ: ૧૯૫૧] ૧૧. ધર્મદષ્ટિનું ઊર્ધ્વીકરણ [“પ્રબુદ્ધ જીવન' : ઓકટોબર, ૧૯૫૫] ૭૨ ૧૨. પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ [ પ્રબુદ્ધ જીવન’: સપ્ટેમ્બર, ૧૫૪ ] ૭૭ ૧૩. યુવકને જૈન યુવક સંમેલન, અમદાવાદ, સ્વાગત પ્રમુખ તરીકના ભાષણમાંથી : ૧૯૩૫ ] ૧૪. પાંચ પ્રશ્નો [ “ગૃહમાધુરી' : ૧૨, ૧૯૫૪] ૧૫. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ [ પ્રબુદ્ધ જીવન’: ૧૯-૯-૧૯૫૨] ૧૮ ૧૬. જે સમાજ : હિંદુ સમાજ [ પંડિત શ્રી. મહેન્દ્રકુમારજી ન્યાયાચાર્ય ઉપર લખેલ પત્ર : તા. ૧૮-૯-૧૯૪૯] ૧૦૮ [૮] Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જેન ધર્મ–જેન સમાજ: હિંદુ ધર્મ-હિંદુ સમાજ [ પ્રબુદ્ધ જૈન' : ૧૫–૧–૧૯૪૯] ૧૧૪ ૧૮. પુણ્ય અને પાપ: એક સમીક્ષા પ્રબુદ્ધ જૈન: ૧૫-૩-૧૯૪૭] ૧૧૯ ૧૯ શાસ્ત્ર મર્યાદા [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને : ૧૯૩૦] ૧૨૧ ૨૦. શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શું ફેર ? [ પર્યુષણ પર્વની વ્યાખ્યાને : ૧૯૩૨] ૧૩૬ ૨૧. સંપ્રદાય અને રાષ્ટ્રીય મહાસભા [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને : ૧૯૩૮] ૧૪૧ ૨૨. સ્વતંત્રતાને અર્થ [ “પ્રબુદ્ધ જૈન ': ૧-૯-૪૭] ૧૫૩ ૨૩. લેકતંત્રને મુખ્ય પાયે [ સંસ્કૃતિ': જાન્યુઆરી, ૧૯૫૪] ૧૫૯ ૨૪. સત્તાબળ અને સત્યબળ [“પ્રસ્થાન'; આગસ્ટ, ૧૯૫૫] ૧૬૨ ૨૫. સ્વરાજ્યને છઠું વર્ષો [ પ્રસ્થાન': ઓગસ્ટ, ૧૫૨] ૧૬૫ ૨૬. સ્વરાજ્ય અને સુરાજ્ય [ “પ્રસ્થાન ': ઓગસ્ટ, ૧૫૩] ૧૭૩ ૨૭. હરિજને અને જેને [પ્રસ્થાન': જેઠ, ૨૦૦૬] ૧૭૮ ૨૮. રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ [ “જનકલ્યાણ' સદાચાર અંક : ૧૯૫૩ ] ૨૯. મેન્ટીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા અને તે સંબંધી | મારા વિચારે [ “શ્રી દક્ષિણામૂર્તિ ' : મે, ૧૯૨૫] ૧૯૪ ૩૦. વિચારકણિકા [શ્રો. કિ. ધ મ.ના સંસાર અને ધર્મની ભૂમિકા ૨૦૦ ૩૧. યુગ સમાનતાને છે [ ગૃહમાધુરી’: મે૧૯૫૬ ]. ૨૧૦ જૈન ધર્મ અને દર્શન ૧૮૯ २२० ૧. ઈતિહાસની અગત્યતા [ “જૈન” : શ્રાવણ, ૨૦૦૯ ] ૨૧૫ ૨. ભગવાન રાષભદેવ અને તેમને પરિવાર [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને : ૧૯૪૨ ] ૩. ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ “જેન પ્રકાશ” ચૈત્ર, ૧૯૯૦ ] ૨૩૯ ૪. ભગવાન મહાવીર એમના જીવનને સ્પર્શતી વિવિધ ભૂમિકાઓ [“અખંડ આનંદ' : જુન, ૧૯૪૮]. રજ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૫. ભગવાન મહાવીરના મંગળ વારસા [ અખંડ આનંદ' : ' નવેમ્બર, ૧૯૪૯ ] ૬. ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય [ ‘જૈનયુગ’ : ચૈત્ર, ૧૯૮૨ ] ૭. ભગવાન મહાવીરના ત્રિવિધ સન્દેશ : અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત [ પ્રમુદ્ધ જૈન’ : ૧૫-૧૦-૧૯૪૫ ] ૮. મહાવીરના સન્દેશ [ · પ્રબુદ્ધ જૈન' : ૧૫-૧૦-૧૯૫૦ ] ૯. વીરપર પરાનું અખંડ પ્રતિનિધિત્વ [ શ્રી આત્મારામજી જન્મ શતાબ્દી ગ્રંથ : ૧૯૩૬ ] ૧૦. ભગવાન નેમિનાથ અને કૃષ્ણ [ બુદ્ધ જૈન' : ૧૫-૧૧-૧૯૪૧ ] ૧૧. આત્મદૃષ્ટિનું આન્તરનિરીક્ષણ [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૧૧-૧૯૪૭ ] ૧૨. પર્યુષણ પર્વ અને તેના ઉપયેગ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાતા : ૧૯૩૦ ] ૩૩૪ ૩૪૧ ૩૪૪ ૧૩. ધર્માંપ કે જ્ઞાનપ[‘સુધાષા' : આશ્વિન, ૧૯૮૪ ] ૧૪. વહેમમુક્તિ [‘જૈન' પર્યુષણાંક : શ્રાવણુ, ૨૦૦૨ ] ૧૫. આપણે કચાં છીએ ? [ ‘જૈન’ પર્યુષણાંક શ્રાવણુ, ૨૦૦૩ ૩૪૯ ૧૬. મહદ્ભ[‘જૈન' પર્યુષણાંક : શ્રાવણુ, ૨૦૧૨] ૩૫૪ ૨૮૨ ૨૮૯ ૨૯૮ ૩૦૧ ૩૦૩ ૩૧૩ ૧૭. વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેના ઉપયોગ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના : ૧૯૩૦] ૧૮. જ્ઞાનસંસ્થા અને સ ંઘસસ્થા તથા તેના ઉપયેગ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૧૯. આજના સાધુએ નવીન માનસને દેરી શકે? [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાતા : ૧૯૩૭ ] ૨૦. શિષ્યચારીની મીમાંસા [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, વર્ષ જુ' ]૩૯૨ ૨૧. સાધુસંસ્થા અને તીર્થસસ્થા તથા તેના ઉપયાગ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના ઃ ૧૯૩૦ ] ૩૮૦ ૨૨. તીર્થાંની પ્રતિષ્ઠા કેમ સચવાય ? [ પર્યુષણુપનાં વ્યાખ્યાન, વર્ષે ખીજું ] [ ૧૦ ] ૩૧૭ ૩૫૮ ૩૭૩ ૪૦૫ ૪૨૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ ૪૭૩ ૪૮૨ ૨૩: ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળનો વિચાર [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, વર્ષ બીજું] ૨૪. ધાર્મિક શિક્ષણ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, વર્ષ બીજું] ૪૩૪ ૨૫. તપ અને પરિષહ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનેઃ ૧૯૩૦) ૪૪૦ ૨૬. અહિંસા અને અમારિ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનેઃ ૧૯૩૦] ૫૧ ૨૭. અસ્પૃશ્ય અને જેને સંસ્કૃતિ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને : ૧૯૩૨] ४६६ ૨૮. અસ્પૃશ્યતા અને હારજીત [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ૧૯૩૨ ]. ૪૭૧ ૨૯. જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦ ] ૩૦. ગૃહસ્થધમીને નિર્વાણ સંભવી શકે ખરું? [ પ્રબુદ્ધ જીવન’ ઃ ૧-૨-૧૯૫૪] ४७७ ૩૧. સાચે જૈન [ જૈનયુગ' : ભાદ્ર-આશ્વિન, ૧૯૮૩ ] ४५८ ૩૨. શુદ્ધિપર્વ [ “પ્રબુદ્ધ જૈન' : ૧-૮-૧૯૪૫] ૩૩ આપણું કૃત પ્રત્યેની જવાબદારી [ જેન' પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૮ ] ૩૪. કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ [ જેન' : ૧૩-૯-૧૯૩૬ ] ૫૦૧ ૩૫. જેની દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ સ્વતંત્ર પુસ્તિકા ] ૫૦૭ ૩૬. પુનઃ પંચાવન વર્ષે [શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈના વાર્તાસંગ્રહ “અભિષેક 'ની પ્રસ્તાવના ] ૩૭. ગાંધીજી અને જૈનત્વ [ પ્રસ્થાન': ગાંધીમણિમહોત્સવાંક - ૧૯૮૫]. પ૬૮ ૩૮. જેને જન [ “પ્રબુદ્ધ જીવન' : ૧-૧૧-૧૯૫૪ ] ૩૯ કલિકાલસર્વસને અંજલિ [ “જેન' : ૨૮-૧૧-૧૯૪૮] ૧૭૮ ૪૦. વિજયધર્મસૂરિ અને શિક્ષણસંસ્થાઓ [‘સમયધર્મ': વર્ષ ૧૬, અંક ૨૦ ] ૫૮૨ પરિશીલન ૧. વિદ્યાની ચાર ભૂમિકાએ “બુદ્ધિપ્રકાશ' : જુલાઈસપ્ટેમ્બર, ૧૯૪૭] [૧૧] ૪૮૯ ૫૪૮ પ૭૪ ૫૮૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ * ૨૪ અ ય | ૨. નચિકેતા અને નેવે અવતાર [ નચિકેતા': મે, ૧૯૫૩] ૧૦૨ ૩. હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [શ્રી, ધર્માનન્દ કેસીજીના પુસ્તકની પ્રસ્તાવના ] ૪. “ગીતાધર્મ'નું પરિશીલન [સંસ્કૃતિ': એપ્રિલ, ૧૯૫૬] ૬૧૫ ૫. સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યધશતક [આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ ] ૬૩૫ ૬. તથાગતની વિશિષ્ટતાને મર્મ [ “અખંડ આનંદ': મે, ૧૯૫૬] ૫૭ ૭. બુદ્ધ અને પા [“અખંડ આનંદ': જુલાઈ, ૧૯૫૪] ૬૭૧ ૮. સુગતને મધ્યમમાર્ગ : શ્રદ્ધાને મેધાને સમન્વય [‘જન્મભૂમિ' : ૨૪ મે, ૧૯૫૬ ] ૬૮૩ ૯. સિદ્ધાર્થ પત્નીને પુણ્યપ્રકેપ [‘ગૃહમાધુરી ' : જુલાઈ, ૧૯૫૪] ૬૮૧૦. હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [ “પ્રબુદ્ધ જીવન' : ૧૫ જૂન, ૧૯૪૯ ] ૨૯૧ ૧૧. આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને : ૧૯૩૨ ] ૭૦૧ ૧૨. વારસાનું વિતરણ ( શ્રો. મનુભાઈ પંચોળી-દર્શક'ના પુસ્તક “ આપણો વારસો અને વૈભવ 'ની પ્રસ્તાવના ]. ૭૧૧ ૧૩. ચેતન- [“પ્રબુદ્ધ જીવન ' : ૧ નવેમ્બર, ૧૯૪૭] ૭૧૯ ૧૪. “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન ( [ સંસ્કૃતિ' : ફેબ્રુઆરી, ૧૯૫૪]. “પરિશીલન” પુસ્તક બીજામાં થાલ ] ७२3 : - [૧૨] Page #16 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી ટૂંક પરિચય) Page #17 -------------------------------------------------------------------------- ________________ सच्चस्स आणाए उवट्ठिए से मेहावी मार तर સત્યની આજ્ઞા ઉપર ઊભેલે બુદ્ધિમાન મૃત્યુને તરી જાય છે. –શ્રીઆચારાંગ સૂત્ર. Page #18 -------------------------------------------------------------------------- ________________ Illi). 25 એશિયાખંડ એટલે ધર્મપ્રવર્તક, તત્વચિંતકે અને સાધકોની જન્મભૂમિ; એશિયાખંડનું આવું ગૌરવ સ્થાપવામાં ભારતવર્ષે મેટે ફાળો આપ્યો છે. પુરાણ કાળે ભગવાન રામચંદ્ર અને કર્મયોગી શ્રીકૃષ્ણ, ઇતિહાસકાળે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ અને આધુનિક યુગે મહાત્મા ગાંધી, યોગી શ્રી અરવિંદ અને સંત વિનોબા જેવા પુરુષોત્તમોને જન્મ આપીને યુગે યુગે ભારતવર્ષે, ધર્મચિંતનના ક્ષેત્રે, જગતનું ગુરુપદ સાચવ્યું છે. સમયના આ વિશાળ ફલક ઉપર ભારતવર્ષે કંઈ કેટલા તત્વચિંતકો, શાસ્ત્રપ્રણેતાઓ, સાધકે, યોગીઓ અને શાસ્ત્રવેત્તાઓની જગતને ભેટ આપી છે. પંડિત સુખલાલજી ભારતવર્ષની આવી જ એક ધર્મ-દર્શન–શાસ્ત્રવેત્તા, જીવનસાધક વિદ્યાવિભૂતિ છે. સતત પુરુષાર્થપરાયણ, સત્યશોધક અને સદા અણનમ એવા આ પંડિતપુરુષે જ્ઞાનમાર્ગે પિતાના અંતરને અજવાળીને સચ્ચરિત્ર દ્વારા જીવનને નિર્મળ અને ઊર્ધ્વગામી બનાવવાને હમેશાં પ્રયત્ન કર્યો છે. સમતાભર્યું એમનું શીલ છે. સત્યમૂલક સમન્વયગામી એમની પ્રજ્ઞા છે; ત્યાગ, તિતિક્ષા અને સંયમને વરેલું એમનું જીવન છે. જન્મ, કુટુંબ અને બાલ્યકાળ સંતો, સતીઓ, શરાઓ અને સાહસિકની ખાણસમી સૌરાષ્ટ્રની ભૂમિ તે જ પંડિતજીની જન્મભૂમિ. ઝાલાવાડ જિલ્લામાં સુરેન્દ્રનગરથી છ માઈલ પર આવેલું નાનું સરખું લીમલી ગામ એ પંડિતજીનું વતન. પંડિતજીને જન્મ વિ. સં. ૧૯૩ના માગશર સુદિ ૫, તા. ૮-૧૨-૧૮૮૦ ના રોજ થયેલું. એમના પિતાનું નામ સંઘજીભાઈ જ્ઞાતિ વિશાશ્રીમાળી જૈન વણિક અટક સંધવીની અને ગોત્ર ધાકડ (પર્કટ). દસમી સદીના કવિ ધનપાલનું પણ આ જ ગોત્ર હતું. [૧૫] Page #19 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી ચાર વર્ષની ઉંમરે માતાનો સ્વર્ગવાસ થયો, અને ઘરમાં નવી માતાનાં પગલાં થયાં. એમનું નામ જડીબાઈ એ જેટલાં રૂપાળાં એટલાં જ હસમુખાં, અને જેટલાં હેતાળ એટલા જ કામગરાં આદર્શ માતૃત્વની મૂર્તિ. પંડિતજી કહે છે, “અમે ઘણુ વર્ષે જાણ્યું કે આ અમારી નવી મા છે!' કુટુંબને વ્યવહાર અને બાળકોને સાચવવાનું કામ મૂળજીકાકાનું. એ હતા તે નેકર પણ ભારે ખાનદાન. સુખલાલ ઉપર તે એમને સગા દીકરા જેટલું હેત. પંડિતજી એમને “પુરુષમાતા"ના લાગણીભર્યા નામે આજે પણ સંભારે છે. નાનપણથી જ સુખલાલને રમતગમત તરફ ખૂબ પ્રેમ, અને સાહસિક તો એવા કે એક વાર તરતાં શીખવાનું મન થયું તે કોઈની પણ મદદ લીધા વગર સીધું કૂવામાં જ ઝંપલાવ્યું અને તરતાં શીખ્યા. ઘોડેસવારીને પણ એટલે જ શેખ. સરકસના સવારની જેમ ઘડાની પીઠ ઉપર ઊભા રહીને ઘડાને દેડાવવામાં એમને જ આવતી. એમ કરતાં પછાડે પણ ખાધેલી. એક વાર બે મિત્ર સાથે સુખલાલ તળાવમાં નાહવા ગયેલા. વાતવાતમાં ત્રણે મિત્રો હેડે ચડડ્યા કે અહીંથી પાછલે પગે ચાલીને કેણું પહેલું પાળ વટાવી જાય છે ? બસ, સુખલાલે તે માંડયું ચાલવા, અને જઈ પડ્યા હાથલારિની વાડમાં. ઝેરી કાંટા સેંકાવાથી એ વાડમાં જ બેભાન બની ગયા. ત્યાં એમના ઓઘડકાકા આવીને ઘેર લઈ ગયા. ચાર કલાકે ભાનમાં આવીને સુખલાલે જોયું તે આખા શરીરે તેલના ગાડા ચાલ્યા જાય છે અને હજામ એક એક કરીને શરીરમાંથી કાંટા કાઢી રહ્યો છે ! પણ ઉંહકારે કરે એ બીજા. પણ નવાઈની વાત તે એ હતી કે આવા રમતિયાળ અને સાહસપ્રિય સુખલાલ કામગરા, કહ્યાગરા અને જાતમહેનતુ પણ એટલા જ હતા. ઠાવકાઈ અને સુધડતા એમના દરેક કામમાં દેખાઈ આવે. કોઈને કંઈ પણ કામ હોય તે સુખલાલ તૈયાર. ભણવાની ચીવટ એટલી કે એમાં જરીકે આળસ ન કરે. બુદ્ધિ એવી ઝીણી કે આકરામાં આકરે વિષય પણ સહેજે સમજી જાય; અને સ્મરણશક્તિ પણ એટલી તીવ્ર કે જે કંઈ વાંચે તે જાણે હૈયામાં કોતરાઈ જાય. ચોપડીઓની સાચવણી પણ એવી કે આખું વર્ષ વાપરી હેય તેય જુઓ તો જાણે નવીનર | ગુજરાતી સાત ચોપડી પૂરી કરી, અને એમનું મન, મોટાભાઈની જેમ, અંગ્રેજી ભણવા તરફ દોડવા લાગ્યું. પણ વડીલેને એમ કે આવા હોંશિયાર છોકરાને ભણતર કરતાં વેપારની ધુંસરીએ જેડીએ તે થોડા વખતમાં જ [૧૬] Page #20 -------------------------------------------------------------------------- ________________ ટૂંક પરિચય આપણે ભાર ઉપાડવામાં ભાગીદાર બને. સુખલાલ દુકાને બેસવા લાગ્યા. સુખલાલ ધીરે ધીરે વેપારી બનવા લાગ્યા. વેપાર ધમધોકાર ચાલકે હતે, તેમ કુટુંબનો વ્યવહાર પણ ધમધોકાર ચાલતો હતો. સગપણ, લગ્ન, કારજ કે એવો કોઈ પણ અવસર આવે એટલે પૈસે પાણીની જેમ વપરાય. પરોણાગતમાં પણ પાછું વાળીને ન જુએ. પંડિતજી કહે છે, આ બધું હું તે, એ બધું ગમતું પણ ખરું, છતાં મનમાં ઊંડે ઊંડે લાગ્યા કરતું કે, આ કંઈ બરાબર નથી થતું. ભણતરને ખીંટીએ મૂકવું ને આવા ખર્ચાળ રિવાજોમાં મહાલ્યા કરવું એથી કંઈ ભલીવાર ન થાય! જાણે છે કે અગમ્ય ભાવીના ભમકારા હતા. ચૌદ વર્ષની ઉંમરે નવી મા ગુજરી ગયાં. સુખલાલનું સગપણ નાનપણમાં જ થયેલું, એટલે વિ. સં. ૧૯પરમાં, પંદર વર્ષની ઉંમરે, લગ્નની તૈયારીઓ થવા લાગી. પણ સાસરિયા પક્ષના કોઈ કારણસર એ વખતે લગ્ન મુલતવી રહ્યાં. ત્યારે તો કેણ જાણતું હતું કે એ લમે સદાને માટે મુલતવી રહેવાનાં હતાં? બળિયાને ઉપદ્રવ વેપારમાં ભાગ લેતા સુખલાલ આખા કુટુંબની આશા બની ગયા. પણ મધુરી લાગતી આશા ઘણીવાર ઠગારી બનીને આદર્યા અધૂરાં રાખી દે છે. આ કુટુંબને પણ એમ જ થયું: વિ. સં. ૧૯૫૩માં, યૌવનમાં ડગ ભરતી ૧૬ વર્ષની વયે, સુખલાલ બળિયાના ભયંકર રોગમાં ઝડપાઈ ગયા. કાયાના મેમે આ વ્યાધિને પંજો ફરી વળ્યા. મરણ પળે પળે ડોકિયાં કરવા લાગ્યું. છેવટે જીવન અને મરણ વચ્ચે અનેક ઝોલાં ખાઈને સુખલાલ બીમારીને તે જીતી ગયા, પણ એમણે જોયું કે આંખેનાં તેજ ઓઝલ થઈ ગયાં હતાં ! આ જીત હાર કરતાંય વસમી થઈ પડી અને જીવન મરણ કરતાંય અકારું થઈ પડયું ! નેત્રના અંધકારે અંતરમાં નિરાશાને સૂનકાર ફેલાવી દીધો. પણ દુઃખના સાચા ઓસડ સમા કેટલાક દિવસો ગયા અને સુખલાલને પિતાના અપાર દુઃખની કળ વળવા લાગી. આંખોમાંથી ચાલ્યાં ગયેલાં તેજ અંતરમાં પ્રસરવા માંડયાં; અને એ નિરાશા, એ સૂનકાર, એ બેચેની, કમળપત્ર ઉપરથી જળબિંદુ સરી પડે એમ, અંતરમાંથી સરી પડ્યાં. પછી તે ગમે તે થાય તોય ન હૈવું વાવ નો મંત્ર અજમાવીને, મહારથી કર્ણની જેમ મહાસત્ત તુ પૌરષ ના શસ્ત્રથી ભાગ્યની સામે ઝૂઝવાને એમણે સંકલ્પ કરી લીધે; અને વિપત્તિને ઉન્નતિનું વાહન બનાવી દીધી. વિરઃ લતુ ન રાશ્વત્ –મહાભારતકારે ૧૭] Page #21 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી કુતી માતાના મુખમાં મૂકેલું એ વાક્ય આજે પણ એમને એટલું જ પ્રિય છે. બળિયાના આ ઉપદ્રવમાંથી બચીને સુખલાલ સાચે જ ન અવતાર પામ્યાઃ બાહોશ વેપારી થવા સર્જાયેલ સુખલાલ વિદ્યા-ઉપાસના માર્ગે વળ્યા, અને જન્મ વૈશ્ય હતા તે કમે બ્રાહ્મણ (સરસ્વતીપુત્ર) બનવા લાગ્યા. પણ, ૧૬ વર્ષની પલટાતી વયે, જિત્વને આ સંસ્કાર કેવી ભયંકર રીતે થે હતો વિદ્યા-ઉપાસનાને માગે અંતર્મુખ થયેલું મન આત્મા તરફ વળ્યું અને સુખલાલ વિદ્યા-ઉપાસનાને માર્ગે વળ્યા. પોતાની જિજ્ઞાસાને સંતોષવા તેઓ સાધુ-સાધ્વીઓ અને સતિફકીરેને સત્સંગ કરવા લાગ્યા. આ સત્સંગનું પરિણામ બે રીતે લાભકારક આવ્યું. એક બાજુ ધર્મશાસ્ત્રોના અભ્યાસથી પ્રજ્ઞામાં વૃદ્ધિ થતી જતી હતી; બીજી બાજુ વ્રતો, નિયમ અને તપને માર્ગે વન શીલસંપન્ન બનતું જતું હતું વિ. સં. ૧૯૫૩થી ૧૯૬૦ સુધીને છ-સાત વર્ષને આ સમય સુખલાલના જીવનમાં સક્રાંતિને સમય બની ગયો. એ સમય દરમ્યાન એકવાર એક મુનિરાજના સંગથી મન અવધાનના પ્રયોગો શીખવા તરફ વળ્યું. એકીસાથે પચીસ, પચાસ કે સો વાત યાદ રાખીને બધાના કડીબદ્ધ જવાબ આપવા એ કેવું અદ્દભુત ગણાય ! પણ થોડા વખતમાં જ સુખલાલને લાગ્યું કે આ પ્રયોગ ન કેવળ વિદ્યપાનમાં બાધક છે, પણ એથી તે બુદ્ધિમાં વંધ્યત્વ અને જિજ્ઞાસામાં શિથિલતા આવે છે, અને તરત જ એમણે મનને શાસ્ત્ર અભ્યાસમાં પરોવી દીધું. આજે પણ કોઈ અવધાન શીખવાની વાત કરે છે તે પંડિતજી સ્પષ્ટ કહે છે કે બુદ્ધિને વંધ્ય અને જિજ્ઞાસાને કુંઠિત બનાવી દેવી હોય તે એ માર્ગે જજો. આ જ રીતે એક વાર સુખલાલનું મન મંત્રતંત્ર તરફ ગયું. નવરાશ તો ઘણી જ હતી, અને નવા નવા બૌદ્ધિક પ્રયોગ કરવાની હિંમત પણ હવે આવી ગઈ હતી. એમને થયું જેથી સર્પનું ઝેર ઊતરી જાય કે ઈષ્ટની સિદ્ધિ થાય એવા પ્રયોગો સિદ્ધ કરીએ તે શું ખોટું? પણ થડા અનુભવે જ એમને સમજાઈ ગયું કે એમાં સત્યાંશ જે કાંઈ હો તે હે, પણ મેટે ભાગે તો એ બધું બગ જ છે; અને એથી કેવળ અજ્ઞાન, અંધશ્રદ્ધા અને વહેમનું જ પિષણ થાય છે. ખ મંત્ર તે અખંડ બ્રહ્મચર્ય છે. અને તરત જ તેઓ જ્ઞાનના માર્ગે લાગી ગયા. વિ. સં ૧૯૬૦ સુધીમાં લીમલી જેવા ગામમાં જે કંઈ જ્ઞાનોપાર્જન થઈ શકે એટલું થઈ ગયું. અર્ધમાગધી ભાષાના આગમ તેમ જ બીજા ગ્રંથ [૧૮] Page #22 -------------------------------------------------------------------------- ________________ ટૂંક પરિચય વાંચી-વિચારીને મુખપાઠ કરી લીધા. અનેક સંસ્કૃત રચનાઓ અને રાસાઓ, સ્તવને, સઝાયો જેવી સંખ્યાબંધ ગુજરાતી કૃતિઓ કંઠસ્થ થઈ ગઈ. હવે નવું કહ્યું ત્યાં મળી શકે એમ ન લાગ્યું. બીજી બાજુ શાસ્ત્રજ્ઞાનને વ્યવસ્થિત કરવું હોય તે સંસ્કૃત ભાષાનું પૂરું જ્ઞાન મેળવ્યા વગર ન ચાલે એ પણ સમજાયું. સારસ્વત વ્યાકરણ તો પૂજ્ય લાધાજી સ્વામી અને તેમના વિદ્વાન શિષ્ય પૂજ્ય ઉત્તમચંદજી સ્વામી પાસે ભણી લીધું જ હતું, પણ એથી સંતોષ કેમ થાય ? અને સંસ્કૃતના વિશિષ્ટ અધ્યયનને માટે લીમલી જેવા ગામમાં બીજી સગવડ પણ શી મળે ?– સુખલાલનો આત્મા તલસાટ અનુભવી રહ્યો. પણ હવે કરવું શું? - કાશીમાં વિદ્યાધ્યયન એટલામાં એમણે જાણ્યું કે પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધર્મવિજયજીએ (પછીના શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીએ) જૈન વિદ્યાથી એ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પંડિત બને એ માટે કાશીમાં શ્રી. યશવિજ્ય જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી છે. સુખલાલને તે ભાવતું ભોજન મળી ગયું. એમણે કુટુંબીજનોથી છૂપી રીતે પત્રવ્યવહાર કરીને બનારસથી મહારાજશ્રીની અનુમતિ પણ મેળવી લીધી. પણ આવા આંખ વિનાના યુવાનને બનારસ એટલે દૂર મોકલવા માટે કોણ સગાં-વહાલાં તૈયાર થાય? - પણ સુખલાલનું મન મક્કમ હતું. જિજ્ઞાસાને વેગ એટલે પ્રબળ હતો કે એ કશા પણ અવરોધને માનવા તૈયાર ન હતો. સાહસિક વૃત્તિ તે જન્મથી જ મળી હતી. એ વૃત્તિએ જિજ્ઞાસાને સંતોષવા પુરુષાર્થનું રૂપ લીધું. અને એક દિવસે એમણે વડીલને કહ્યું: “તમે હવે કોઈ મને રોકી શકશે નહીં; જવું એ નક્કી જ છે. નકારશે તે અમંગળ થશે હું તે જવાનું જ છું.” પંડિતજી એમના સાથી નાનાલાલ સાથે બનારસ માટે રવાના થયા. સાવ અજાણ્યો પ્રદેશ, બહુ લાંબી મુસાફરી અને સાથી સાવ ભલા–મેળા એટલે રસ્તામાં મુશ્કેલી ઠીક ઠીક પડી. એક વાર તે કુદરતી હાજત માટે એક સ્ટેશને ઊતર્યા તે ગાડી જ ઊપડી ગઈ. પણ છેવટે કાશી પહોંચ્યા ખરા. પંડિતજીના જીવનનું પ્રેરક બળ જાગ્રત જિજ્ઞાસા અને એ માટેના અવિરત પુરુષાર્થમાં જ સમાયેલું છે. એ બેથી એમનું જીવન સદા તાજગીભર્યું બની રહે છે. જિજ્ઞાસાને સંતોષવા તેઓ ગમે તેવો પુરુષાર્થ ખેડવા તૈયાર થઈ જાય છે. - કાશીમાં પહોંચીને, ભૂખ્યો ભજનમાં લાગી જાય એમ, સુખલાલ [૧૯] Page #23 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી અભ્યાસમાં નિમગ્ન બની ગયા. વિ. સં. ૧૯૬૩ની સાલ સુધીમાં, માત્ર ત્રણ જ વર્ષમાં, અઢાર હજાર લેક પ્રમાણ સિદ્ધહેમ' વ્યાકરણ એમણે કંઠસ્થ કરી લીધું. (આજે પણ એ વ્યાકરણનાં સૂત્રે જાણે પંડિતજીની આંગળીઓનાં ટેરે બેઠાં હોય એ રીતે તેઓ એને યાદ કરી શકે છે.) વ્યાકરણની સાથે સાથે ન્યાય અને સાહિત્યના અભ્યાસનો પણ પ્રારંભ કરી દીધો હતો. અભ્યાસ વધતો ગયો તેમ જિજ્ઞાસા પણ વધતી જ ગઈ અને નવ નવે પુરુષાર્થ કરવાની પ્રેરણું કરતી જ રહી. સુખલાલને લાગ્યું કે હવે અભ્યાસમાં ધારી રીતે આગળ વધી શકાય એવું પાઠશાળાનું વાતાવરણ નથી, એટલે તેઓ સંસ્થાથી જુદા થઈને બનારસમાં જ ગંગા તીરે, ભદૈનીધાટ ઉપર રહેવા લાગ્યા. સાથે એમના મિત્ર વ્રજલાલજી પણ ગયા. બનારસ જેટલો દૂર દેશ, કઈ સગુંવહાલું નહીં, પાસે પૈસાની પૂરતી સગવડ પણ નહીં—પણ જિજ્ઞાસા સંતોષવા માટેના પુરુષાર્થની આડે આ કઈ વિચાર સુખલાલને આવ્યો નહીં. છતાં દિવસે તે કઠણાઈના હતા જ ઃ ઓછામાં ઓછી જરૂરિયાતને પૂરી કરવા માટે ખપપૂરતા પૈસા તે જોઈએ જ ને ! પણ બન્ને યુવાને સ્વપનદર્શી બન્યા હતા. એમણે વિચાર્યું : અહીંયાં આર્થિક સગવડ મળી જાય તે ઠીક, નહીં તે અમેરિકાના મિ. રૉકફેલર ઘણી સ્કેલશ આપે છે, તે એ મેળવીને જઈ પહોંચીશું અમેરિકા ! પણ ભાવિ યોગે જરૂરી આર્થિક સગવડ મળી ગઈ અને અમેરિકાને વિચાર વિસારે પડ્યો, હવે તે વિદ્યા-ઉપાર્જનને ખરેખર સમય શરૂ થશે. તે કાળે વણિક વિદ્યાથીને બ્રાહ્મણ પડતે પાસેથી સંસ્કૃત વિદ્યા શીખવી ભારે કઠણ કામ હતું. પણ, બળબળતા તાપમાં કે કડકડતી ટાઢમાં, રોજ આઠ-દસ માઈલ ચાલીને અને પંડિતાને ઘેર ઘેર ફરીને પણ તેઓ થાક્યા નહીં. છેવટે ગુરુઓને પ્રસન્ન કરીને તેઓએ પિતાને હેતુ પાર પાડવ્યો. ધીરે ધીરે સુખલાલ, પંડિત સુખલાલજી બનવા લાગ્યા અને એમનું જ્ઞાન તલસ્પર્શી બનવા લાગ્યું. આ ગંગાતીરના વસવાટ દરમ્યાન, કોઈ કોઈ વાર, પંડિતજી હાથને કાંડે દેરડું બાંધી, એને છે કેઈને સોંપી, ગંગાસ્નાનને આનંદ માણું લેતા. એક વાર, ઓસરત પૂર, કારતક માસમાં, એમ ને એમ નદીમાં ઝંપલાવ્યું અને લાગ્યા તણવા; પણ એમના મિત્ર વ્રજલાલજી વખતસર મદદે જઈ ચડયા. વિ. સં. ૧૯૬૬માં સુખલાલજીને ન્યાયાચાર્યની પરીક્ષા આપવાનું વિચાર [ ૨૦]. Page #24 -------------------------------------------------------------------------- ________________ ટૂંક પરિચય થયા. પરીક્ષા આપવા ગયા તે શહીઓ માથાને મળ્યો : સુખલાલજી લખાવે કંઈ અને લહી લખે કંઈ! એમણે પિતાની મુશ્કેલી કૅલેજના પ્રિન્સિપાલ શ્રી વેનિસ સાહેબને કહી. એ અંગ્રેજ વિદ્વાને, વિદ્યાર્થીનું દિલ પારખીને, તરત મૌખિક પરીક્ષાની ગોઠવણ કરી દીધી અને પોતે પણ પરીક્ષકની સાથે બેઠા. પંડિતજીના ઉત્તર સાંભળી શ્રી. વેનિસ ખૂબ રાજી થયા. અને પરીક્ષકોમાંના એક શ્રી. વામાચરણ ભટ્ટાચાર્ય તે એટલા પ્રસન્ન થયા કે એમણે સુખલાલજીને પિતાની પાસે ભણવા આવવાનું કહ્યું. પંડિતજીનું વિદ્યાર્થી જીવન ધન્ય બન્યું. આ પછી ન્યાયના આચાર્યના ત્રણ ખંડની પરીક્ષા પણ આપી દીધી. પણ છેલ્લી પરીક્ષા વખતે, વિ. સં. ૧૯૬માં, પરીક્ષકનો એવો કડવો અનભવ થશે કે પરીક્ષા માટે એ કોલેજ-ભવનમાં ફરી નહીં પ્રવેશવાને સંકલ્પ કરીને પંડિતજી ચાલતા થયા ! આ પછી છેક ૨૨-૨૩ વર્ષ, વિ. સં. ૧૯૯રમાં, પાઠ્યક્રમસંશોધન સમિતિના સભ્ય તરીકે જ તેઓ એ ભવનમાં માનપૂર્વક ગયા ! મિથિલાને પ્રવાસ વિ. સં. ૧૯૬૬-૬૭ સુધીમાં બનારસમાંથી પોતે જે કંઈ મેળવી શકે એમ હતું તે મેળવી લીધું હતું, અને છતાંય જિજ્ઞાસા તે વધતી જ જતી હતી. એટલે મન હવે બિહારના વિદ્યાધામ મિથિલા પ્રદેશ તરફ દોડવા લાગ્યું. મિથિલા પ્રદેશ એટલે દરિદ્રતાની જ ભૂમિ. પણ ત્યાંના વિદ્યાધન જ્ઞાનતપસ્વી પંડિત વિઘાના એવા વ્યાસંગી કે દરિદ્રતાનું દુઃખ જ વીસરી જાય. પંડિતજીએ મુખ્ય મથક તો બનારસમાં જ રાખ્યું, પણ અવારનવાર ત્યાં જઈને વિધાઅધ્યયન કરી આવે. ત્યાંના એમના અધ્યયનને ખાસ વિષય હતો નવ્યન્યાયનો. મિથિલામાં ખાવાનું તે મુખ્ય ભાત-દાળ-શાક જ પણ ક્યારેક દહીં મળી જાય તે જમણવાર જેવું લાગતું ત્યાંનાં ટાઢ અને વરસાદ પણ તેબા પોકરાવે એવાં; એમાં રહેવાનું ઘાસફૂસના છાપરામાં અને સુવાનું ઘાસની પથારીમાં. પંડિતજી પાસે એક ગરમ વેટર–જિંદગીમાં પહેલી જ વાર ખરીલું. સખત શિયાળા ચાલે. ગુરજીએ એનાં બહુ વખાણ કર્યા. પંડિતજી સમજી ગયા ? પિતાનું શું થશે એની ચિંતા કર્યા વગર એ ગુરુજીને અર્પણ કરી દીધું અને પોતે ધાસની પથારી અને જર્જરિત કાંબળાના આધારે શિયાળો વિતાવી દીધું. મિથિલા પ્રદેશમાં પંડિતજી ત્રણ ગામોમાં ફર્યા. પણ દરભંગામાં જે ગુરુ મળ્યા તેથી એમણે પિતાને પરિશ્રમ સફળ થયો લાગે. મહામહોપાધ્યાય શ્રી. [૨૨] Page #25 -------------------------------------------------------------------------- ________________ - - પંડિત સુખલાલજી બાલકૃષ્ણ મિશ્ર હતા તે પંડિતજી કરતાં નાની ઉંમરના, પણ ન્યાયશાસ્ત્ર અને ખાસ કરીને સર્વ દર્શનના પૂરા પારંગત વિદ્વાન સાથે કવિ પણ ખરા; અને સૌથી વિશેષ તે એ ભારે સહદય અને સજજન પુરુષ. પંડિતજીનું મન એમની પાસે ઠર્યું. અને ગુરુ પણ આ નવા શિષ્ય ઉપર ખૂબ પ્રસન્ન થયા. શ્રી બાલકૃષ્ણ મિશ્ર પાછળથી બનારસની ઓરિયેન્ટલ કોલેજના પ્રિન્સિ પાલ બન્યા અને એમની ભલામણથી મહામના પંડિત માલવીયજી અને સાક્ષરવર્ય શ્રી આનંદશંકર ધ્રુવે, સને ૧૯૩૩ની સાલમાં, પંડિતજીની જેનદર્શન નના અધ્યાપક તરીકે નિમણૂક કરી. બનારસમાં અધ્યાપક બનીને ગયા છતાં પંડિતજી લગભગ હમેશાં શ્રી. બાલકૃષ્ણ મિશ્રના વર્ગમાં હાજરી આપતા – એવો તે પંડિતજીને જીવંત વિદ્યાથીભાવ! પંડિતજીના મન ઉપર આ ગુરુના પાંડિત્ય અને સૌજન્યની ભારે અસર છે. આજે પણ એમનું નામ આવતાં પંડિતજી ભક્તિ, આદર અને આભારની લાગણીથી ગદ્ગદિત બની જાય છે. આ રીતે વિ. સં. ૧૯૬ થી ૧૯૬૯ સીધીનાં નવ વર્ષ અધ્યયનમાં ગયાં; અને પંડિતજીને અભ્યાસકાળ એક રીતે પૂરે થે. હવે મેળવેલ જ્ઞાનધનનું વિતરણ કરવાનો સમય પાકી ગયો. ત્યારે પંડિતજીની ઉંમર ૩૨ વર્ષની હતી. એક વાત અહીં નોંધવી જોઈએ કે અભ્યાસકાળને આ બધા સમય દરમ્યાન પંડિતજી કેવળ વિદ્યાધ્યયન જ કરતા રહ્યા એમ નથી; બંગભંગથી શરૂ થઈને જુદા જુદા રૂપે વિકસી રહેલી રાષ્ટ્રીય આંદોલનથી પણ એ માહિતગાર રહેતા, તેમ જ ધાર્મિક અને સામાજિક સમસ્યાઓને પણ વિચાર કરતા રહેતા. આમ પંડિતજીની દૃષ્ટિ આરંભથી જ વ્યાપક બનવા લાગી હતી. એમ કહી શકાય કે, આ પણ સદા જાગતી રહેતી જિજ્ઞાસાનું જ એક અંગ હતું. અધ્યાપન, ચંથરચના અને બીજી પ્રવૃત્તિ શ્રી. બાબુ દયાલચંદજી જોહરી વગેરે તરવરતા યુવાનોથી આકર્ષાઈ પંડિતજીએ બનારસના બદલે હવે આગ્રાને કેન્દ્ર બનાવ્યું ત્યાંથી જુદા જુદા સ્થળે મુનિવરેને ભણાવવા ચાર-છ માસ જાય અને વળી પાછા આગ્રા આવી જાય. આમ ત્રણ-ચાર વર્ષ વીત્યાં ત્યાં તે ગાંધીયુગનાં ત્રબાળાં દેશના ખૂણે ખૂણે ગાજવા માંડયાં. પછી તે પંડિતજીથી કેમ રહી શકાય ? તેઓ ગાંધીછના કર્મોથી આકર્ષાઈને અમદાવાદમાં શરૂઆતમાં કોચરબ આશ્રમમાં અને પછી સાબરમતી આશ્રમમાં અવારનવાર જવા લાગ્યા. ગાંધીજીની ના [૨] Page #26 -------------------------------------------------------------------------- ________________ ટૂંક પરિચય સાથે બેસીને ઘંટી તાણવાને લહાવો લેતાં લેતાં હાથમાં ફરફેલા ઊડ્યાની પંડિતજીની વાત આજે પણ સાંભળનારને ઈર્ષ્યા ઉપજાવે છે. પણ થોડા વખતમાં એમણે જોઈ લીધું કે પિતાના જેવી પરાધીન સ્થિતિવાળાને માટે આ કર્મવેગનું પૂર્ણ પણે અનુસરણ કર્યું નથી એટલે એ પાછા બનારસ અને આગ્રા રહેવા ચાલ્યા ગયા. ગાંધીજીના આ સહવાસની કાયમી અસર થઈ સાદાઈ અને જાતમહેનત તરફ મન વધારે ઢળ્યું દળવું, વાસણ માંજવાં વગેરે કામે કરવામાં એ આનંદ માનવા લાગ્યા. આ સમય હતો વિ. સં. ૧૯૭૩ને. જીવનને વધારે સંયમશીલ બનાવવા પાંચ વર્ષ સુધી તે ઘી-દૂધને પણ ત્યાગ કર્યો અને ખાવા-પીવાની ઝાઝી માથાકૂટ ન કરવી પડે તેમ જ ઝાઝે ખર્ચ વેઠ ન પડે એ માટે સાવ સાદા ખોરાકને ભસે દિવસે કાઢવા લાગ્યા. પણ છેવટે સને ૧૯૨૦માં પંડિત ભયંકર હરસના રોગમાં સપડાયા અને મરતા મરતા માંડ બચ્યા. આ બોધપાઠે પંડિતજીને શરીરની દરકાર લેતા કર્યા. અત્યાર સુધી તે પંડિતજીનું મુખ્ય કાર્ય અધ્યાપનનું જ હતું. પણ વિ. સં. ૧૯૭૪ની સાલમાં પૂ. શાંતમૂર્તિ, સન્મિત્ર મુનિશ્રી કરવિજ્યજીએ પંડિવછના મિત્ર વ્રજલાલજીને એક વેળા કહ્યું કે તમે લખી શકે એમ છે, એટલે ગ્રંથ રચે, અને સુખલાલજીથી લખી શકાય એમ નથી એટલે એ વિદ્વાને તૈયાર કરે. પંડિતજીને આ વાતથી ચાનક ચડી, અને પોતાની લાચારી ખટકવા લાગી. એમને થયું, ભલે હું જાતે લખી ન શકું, પણ લખાવી શકું તે ખરે ને ? અને તરત જ એમણે કર્મતત્ત્વજ્ઞાનને પ્રાકૃતભાષાને “કર્મગ્રંથ' હાથ ધર્યો. હિન્દીભાષામાં અનુવાદ, વિવેચન અને અભ્યાસ પૂર્ણ પ્રસ્તાવના સાથે એ કઠિન ગ્રંથ પ્રગટ થયો ત્યારે પંડિતજીના ગંભીર પાંડિત્યને વિદ્વાનને પહેલવહેલે પરિચય થયો. પછી તે ગ્રંથરચનાની પરંપરા જ શરૂ થઈ, જે અત્યારે પણ ચાલુ છે. આમ ત્રણેક વર્ષ ગયાં, અને પંડિતજીએ આગ્રામાં સન્મતિત જેવા મહાન દાર્શનિક ગ્રંથના સંપાદનનો આરંભ કર્યો. પણ ત્યાં તો અમદાવાદમાં મહાત્મા ગાંધીજીએ સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠના ગુજરાત પુરાતત્ત્વ મંદિરમાં ભારતીય દર્શનશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાવાનો મિત્રોએ આગ્રહ કર્યો. ગાંધીજી પ્રત્યેનું આકર્ષણ તે હતું જ, એમાં જ્ઞાન સાથે એમના સહવાસને આ સુગ મળે. પંડિતજી વિ. સં. ૧૯૭૮માં ત્યાં જોડાઈ ગયા. ગુજરાત વિદ્યાપીઠ અને સાબરમતીને સત્યાગ્રહ આશ્રમ તો તે કાળે દેશનાં તીર્થધામ બની ગયાં હતાં. વિદ્યાપીઠમાં ઉચ્ચ કોટીના અનેક વિદ્વાને [૨૩]. Page #27 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી જૂથ જામ્યું હતું. કાકા કાલેલકર, આચાર્ય કૃપલાની, નાનાભાઈ ભટ્ટ, આચાર્ય ગિડવાણી, પંડિત બેચરદાસજી, આચાર્ય જિનવિજયજી, અધ્યાપક ધર્માનદ કોસમ્બી, નરહરિભાઈ પરીખ, કિશોરલાલ મશરૂવાળા, શ્રી રામનારાયણ પાઠક, શ્રી. રસિકલાલ પરીખ વગેરે કંઈ કંઈ વિદ્વાને મૂઠી લઈને ખોબે આપવાની સમર્પણવૃત્તિથી ત્યાં આવ્યા હતા. પંડિતજીને આ સુગ બહુ ગમી ગયે. વિદ્યાપીઠમાં રહ્યા તે દરમ્યાન પંડિતજીએ અધ્યાપન સાથે અધ્યાપક કસબીજી પાસેથી પાલીભાવાનું અધ્યયન કર્યું; ઉપરાંત, ૮-૯ વર્ષના સતત પરિશ્રમને અંતે, પંડિતશ્રી બેચરદાસજીના સહકારમાં, સન્મતિતર્કના સંપાદનનું મહાભારત કામ પણ પૂરું કર્યું. વિદ્વાનોએ એ ગ્રંથ (મૂળ પાંચ ભાગમાં અને અનુવાદ-વિવેચનને છઠ્ઠો ભાગ)ના મુક્તક ઠે વખાણ કર્યા. ડો. હર્મન યાકેબી, છે. લેયમન અને પ્રે. લ્યુડર્સ જેવા પશ્ચિમના વિદ્વાનોએ પણ એની ખૂબ પ્રશંસા કરી. ગાંધીજીને પણ એથી ખૂબ સતિષ થયે; અને એમણે તે કહ્યું કે–આટલે શ્રમ લીધા પછી ભલે સુખલાલજી એકાદ વર્ષ આરામ કરે. - ત્યાં તે સને ૧૯૩૦ની ઐતિહાસિક સાલ આવી પહોંચી. દેશમાં સર્વત્ર સ્વાતંત્ર્યસંગ્રામનાં નગારાં ગગડી રહ્યાં. સત્યાગ્રહના સંગ્રામની હાકલ થઈ ગાંધીજીએ એતિહાસિક દાંડીકૂચ કરીઅને પંડિતજીના બધા સાથીઓ લડતમાં જોડાઈ ગયા. પંડિતજીનું મન પણ સૈનિક બનવા તલપાપડ બની રહ્યું, પણ એમને માટે એ શક્ય ન હતું. છેવટે મનને સંયમમાં લઈને, એ સમયનો ઉપયોગ એક વધુ સિદ્ધિ મેળવવામાં એમણે કરી લીધે. અંગ્રેજી ભાષામાં દરેક વિષયના નવાનવા ગ્રંથો પ્રગટ થતા જોઈને પંડિતજીને અંગ્રેજી ભાષાની બિનજાણકારી ભારે ખટકતી હતી. એમણે ૧૯૩૦૩૧નાં વર્ષો દરમ્યાન અંગ્રેજી ભાષાનું પ્રાથમિક જ્ઞાન મેળવી લીધું. આ માટે તેઓ સને ૧૯૩૧માં, ત્રણ માસ માટે, શાંતિનિકેતનમાં પણ રહી આવ્યા. પછી સને ૧૯૩૩માં પંડિતજી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે જોડાયા. આ સ્થાને દશ વર્ષ સુધી કામ કરીને પંડિતજી સને ૧૯૪૪માં નિવૃત્ત થયા તે દરમ્યાન એમણે અનેક વિદ્વાને (જેને પંડિતજી ચેતનગ્રંથ ' કહે છે) તૈયાર કર્યા અને અનેક ગ્રંથોનું સંપાદન પણ કર્યું. પંડિતજી બનાસમાંથી નિવૃત્ત થયા ત્યારે, તે વખતના હિન્દુ યુનિવર્સિ ટીના વાઈસ ચાન્સેલર અને અત્યારના ઉપરાષ્ટ્રપતિ સર રાધાકૃષ્ણને યુનિ [૨૪] Page #28 -------------------------------------------------------------------------- ________________ ટૂંક પરિચય વર્સિટીમાં પિતાને યથેષ્ટ સંપાદનનું કામ કરવાનું અને એ માટેના જરૂરી ખર્ચની જોગવાઈ કરી આપવાનું પંડિતજીને કહેવડાવ્યું હતું, પણ પંડિતજીનું મન હવે ગુજરાત તરફ વળ્યું હતું એટલે એમણે એ માગણીને સ્વીકાર ન કર્યો. વળી આ પહેલાં, કલકત્તા યુનિવર્સિટીના તે વખતના વાઈસ ચાન્સેલર શ્રી.શ્યામાપ્રસાદ મુખરજીએ પણ સર આશુતેષ ચેઅરના જૈન દર્શનના અધ્યાપક તરીકે જોડાવા કહેવરાવેલું, પણ એને પણ પંડિતજીએ સ્વીકાર કર્યો નહીં. સમવયસાધક પાંડિત્ય પંડિતજીના અધ્યાપન કે સાહિત્યસર્જનની ત્રણ મુખ્ય વિશેષતાઓ છે – પહેલું તે એ કે સામૂરું સ્ટિટ્ય વિચિત-જે કંઈ ભણાવવું કે લખવું તે આધારભૂત જ હોવું જોઈએ અને એમાં અક્તિ , અતિશયોક્તિ કે કલ્પિત વાતને મુલ સ્થાન હોવું ન જોઈએ. બીજું, ઐતિહાસિક દષ્ટિ એટલે કે સત્યશેધક દૃષ્ટિ. કઈ પણ મુદ્દાને ઉપગ પતે માની લીધેલી વાતને સાચી ઠરાવવા માટે નહીં, પણ એ વાતનું સત્ય રૂપ પામવા માટે જ કર જોઈએ. ત્રીજું, તુલનાત્મક દૃષ્ટિ. કોઈ પણ ગ્રંથની રચનાની પાછળ અનેક પ્રેરક બળાએ કામ કર્યું હોય છે; ઉપરાંત, એ ગ્રંથમાં પૂર્વકાલીન કે સમકાલીન ગ્રંથોની અસર કે એનાં અવતરણ સુધ્ધાં હવાને સંભવ છે. વળી સમાન વિષયના ગ્રંથમાં, ભાષાભેદ છતાં, વિષયનિરૂપણની અમુક સમાનતા હેવી સ્વાભાવિક છે. એટલે જેણે સત્યની શોધ કરવી હોય તેણે તુલનાત્મક દૃષ્ટિને સ્વીકાર કરવો જ રહ્યો. આમ કરીને પંડિતજીએ અનેક સાંપ્રદાયિક રૂઢ માન્યતાઓને ફટકે લગાવવા સાથે કેટલાય નવાં વિધાનો કે સત્ય રજુ કર્યા છે. અને તેથી તેઓ જેમ વિદ્વાનના પ્રતિભાજન બન્યા છે તેમ રૂઢિચુસ્તોના ભારે અપ્રીતિભાજન પણ બન્યા છે. પંડિતજી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, પાલી, મરાઠી અને અંગ્રેજી એટલી ભાષાઓ જાણે છે, અને પહેલી ત્રણ ભાષાઓમાં તે એમણે લખ્યું છે પણ ખરું. શરૂઆતમાં એમનું વલણ પ્રસ્તાવના વગેરે સંસ્કૃતમાં લખવાનું હતું; પણ પછી એમણે ગુજરાતી કે હિન્દી જેવી કસુગમ ભાષાને જ આગ્રહ રાખે. કંઈ પણ લખવું હોય ત્યારે પંડિતજી અનેક ગ્રંથ સાંભળી જઈને એમાંથી કેટલીક ને કરાવી લે છે, અને કેટલું યાદ રાખી લે છે, પછી સ્વસ્થતાપૂર્વક એકધારું લખાવે જાય છે. એમની સ્મૃતિ, અને જુદાજુદા મુદ્દાએને ખલાબદ્ધ કરીને રજુ કરવાની રીત આશ્ચર્ય ઉપજાવે એવી છે. ના Page #29 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી પંડિતજીને મુખ્ય વિષય ભારતીય દર્શનશાસ્ત્રો અને તેમાંય જેના દર્શન છે. છતાં દરેક દર્શનનાં મૂળ તત્તનો અભ્યાસ, તે તે દર્શનના એક સાચા અભ્યાસી તરીકે, પંડિતજીએ કર્યો છે, એટલે તે તે દર્શનની તાત્ત્વિક માન્યતાને પંડિતજી મૂળભૂત રીતે સ્પર્શી શક્યા છે. અને આને પરિણામે, આપણા બીજા પંડિતેને જ્યાં એકબીજા દર્શનોની માન્યતાઓ વચ્ચે પરસ્પર વિરોધ દેખાય છે ત્યાં, પંડિતજીને એમાં સુમેળ સ્થાપી શકે એવાં સમન્વયસાધક તો દેખાય છે. આ રીતે સર્વ ભારતીય દર્શનની વચ્ચે સમન્વયદષ્ટિની સ્થાપના એ પંડિતજીનું આ ક્ષેત્રમાં મૌલિક અર્પણ લેખાવું જોઈએ. અને હવે તે કેવળ ભારતીય દર્શને જ શા માટે, દુનિયાનાં બીજાં દર્શનેના છેડા પણ અવલોકને પંડિતજીને એમાં પણ સમવયસાધક તત્વનું દર્શન કરાવ્યું છે. એટલે પંડિતજી સાચા અર્થમાં “સર્વદર્શનસમન્વયના સમર્થ પંડિત' બની ગયા છે. જીવનપદ્ધતિ પંડિતજીની જીવનપદ્ધતિમાં સૌથી પહેલી વાત તે એ છે કે વધારેમાં વધારે સ્વતંત્રતા ભોગવવા મળે–એટલે કે ઓછામાં ઓછી પરાધીનતા વેઠવી પડે અને બીજાની સેવા ઓછામાં ઓછી લેવાને વખત આવે–એ રીતે એમણે પિતાનું જીવન સાદું અને ઓછામાં ઓછી જરૂરિયાતવાળું કેળવ્યું છે. ખાન-પાન, વાચન-લેખન કે મેળ-મુલાકાતને પંડિતજીને આખા દિવસને કાર્યક્રમ નિયત જ હોય છે. દરેક કાર્ય નિયત સમયે કરવાને તેઓ આગ્રહ રાખે છે અને નિરર્થક કાળક્ષેપ તે એમને નાણાંના દુર્વ્યય જે અસહ્ય લાગે છે. ખોરાકની પરિમિતતા અને ફરવાની નિયમિતતા એ છે પંડિતજીની તનની તંદુરસ્તી અને મનની તાજગીની ચાવી. ખાધા પછી આળસ આવે તે એ ખાધું ન કહેવાય, એમ પંડિતજી કહે છે. અને શરીરને જેટલું પોષણ આપે તેથી વધારે એની પાસેથી કામ લે તે જ એમને નિરાંત થાય છે. ધનસંચયની જેમ શરીરશક્તિનો સંચય પણ માનવીના પતનનું કારણ બનતું હોવાથી તેઓ શરીરને પુષ્ટ બનાવે એવાં દવા કે ખેરાક કદી નથી લેતાં. અને તબિયત અસ્વસ્થ થાય ત્યારે પણ ન છૂટકે જ દવાને આશ્રય લે છે. એ સને ૧૯૩૮માં પંડિતજીને મુંબઈમાં એપેન્ડિસાઈટીસનું ઓપરેશન કરાવવું પડયું હતું. પિતાને આવું દર્દ થયું તેને પંડિતજી પિતાની શરીર તરફની બેદરકારીનું ફળ માને છે અને ત્યારથી ખાન-પાનમાં વિશેષ સાવધ રહે છે... [૨૬] Page #30 -------------------------------------------------------------------------- ________________ ટૂંક પરિચય કરકસરને પતિછમિત્ર સમાન લેખે છે, પણ પોતાના સાથીને સાચવવામાં પૂરેપૂરા ઉદાર રહે છે. પિતાના નિમિત્તે કોઈનું શેષણ તે નથી થતું ને, એની એ પૂરેપૂરી જાગૃતિ રાખે છે. કોઈ સાચો જિજ્ઞાસુ કે કોઈ નવી વાતને જાણકારી મળી જાય તે પંડિતજી રાજીરાજી થઈ જાય છે. પોતાની કે બીજાની જિજ્ઞાસા સંતોષવી એ પંડિતજીને પ્રિયમાં પ્રિય વાત છે. પંડિતજી કહે છે, બીજા ગમે તે કરે કે કહે, પણ આપણું મનને સ્વસ્થ રાખવું એ આપણા હાથની વાત છે. આ માટે એક વાર એમણે કહેલું કે : - “આપણા મન ઉપર આપણે કાબુ રાખી શકીએ છીએ એ વાતનું આપણને ભાન થયેલું હોવું જોઈએ. દાખલા તરીકે, મેં કોઈની પાસે રસને લે માગે. રસ ભરેલો પ્યાલો લાવતાં લાવતાં, ગમે તે કારણે, પડી ગયે, ફૂટી ગયો અને એમને રસ ઢોળાઈ ગયો. આ રીતે દેખીતી રીતે આપણને ગુસ્સો કરવાનું નિમિત્ત મળી જાય છે. પણ આ ગુસ્સે આવતું હોય ત્યારે આપણે–જેને આધ્યાત્મિક સાધના પસંદ હોય એણે --આટલું જ વિચારવું જોઈએ કે ખાલાને પડતો કે તૂટતો બચાવ કે રસ ઢોળાઈ જતો અટકાવવો એ ભલે મારા હાથની વાત ન હાય; પણ મારા ચિત્તને ક્રોધ કરીને પડતું બચાવી લેવું, એને કાબૂમાં રાખવું એ તે મારા હાથની વાત છે ને!” વ્યાપક દષ્ટિ પંડિતજી મુખ્યત્વે તે જ્ઞાનોપાસનાને જ વરેલા છે, છતાં જ્ઞાનને જ સર્વસ્વ માની બેસે એવી સંકુચિત દષ્ટિ એમની નથી. પિતે દર્શનશાસ્ત્રના નિષ્ણાત કે સંસ્કૃત-પ્રાકૃત–પાલી સાહિત્યના જાણકાર હેવા છતાં જેમ વિદ્યાની જ્ઞાન અને વિજ્ઞાનરૂપે વિકસતી વિવિધ શાખાઓ, જેવી કે માનસશાસ્ત્ર, માનવવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરેનું મૂલ્યાંકન કરી શકે છે, તેમ જીવનઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓનું મહત્ત્વ પણ બરાબર સ્વીકારે છે. અને તેથી તેઓ શાસ્ત્રીય ચિંતન જેટલો જ રસ લેકસેવાની રચનાત્મક પ્રવૃત્તિ, ઢોરઉછેર, ખેતીવાડી, સ્વચ્છતા, અંબર ચરખે, જાહેર સુખાકારી, હરિજનઉદ્ધારને પ્રશ્ન, સ્ત્રીઓના પ્રશ્નો, કેળવણી, બેધભાષા જેવા રાષ્ટ્રનિર્માણનાં વિવિધ કાર્યોમાં પણ લે છે, અને પિતાના જીવનનું સમગ્ર માનવજીવન સાથે તાદામ્ય સાધે છે. અજ્ઞાન, અંધશ્રદ્ધા, વહેમ અને રૂઢિચુસ્તતાની સામે પંડિતજીને ભારે અણ [ ૨૭]. Page #31 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી - ગમે છે. પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે કે માનવ માનવ વચ્ચે ઊંચ-નીચપણાની ભાવનાનું પોષણ કરતી સામાજિક વિષમતા જોઈને એમનો આત્મા કકળી ઊઠે છે. જે ધર્મે જનતાને અજ્ઞાન, અંધશ્રદ્ધા અને વહેમમાંથી મુક્તિ અપાવવા માટે ઝુંબેશ ચલાવી હતી તે જ ધર્મ કે એનાં શાસ્ત્રોને નામે એ બધા પ્રગતિરાધક દુર્ગણોનું પોષણ થતું જોઈને પંડિતજીને પુણ્યપ્રકેપ જાગી ઊઠે છે અને તેઓ બેલી ઊઠે છે કે આ તે કક્ષાક્ષેત્રે કાર્યરત–જેવું થઈ રહ્યું છે! જ્ઞાનને હેતુ સત્યનું શોધન અને ક્રિયાને હેતુ જીવનધન એટલે કે અહિંસાનું પાલન છે. એટલે શાસ્ત્રને નામે અંધશ્રદ્ધા કે અજ્ઞાનનું અને ક્રિયાને નામે જડતાનું પિષણ થતું જોઈ પંડિતજી એને ઉગ્ર વિરોધ કર્યા વગર રહી શકતા નથી. પરિણામે તેઓ જુનવાણું કે રૂઢિચુસ્ત વર્ગમાં આકરી ટીકાને પાત્ર થાય છે. જ્ઞાન-સાધનાને સફળ કરવા તેઓ સત્યને સંપ્રદાયથી મહાન માને છે; અને સાંપ્રદાયિક કદાગ્રહ કે મેહને કદી વશ થતાં નથી. બુદ્ધિના વિકાસ કે હૃદયની વિશાળતાને રૂંધે એવી કોઈ પણ વાતનું એમને મન કશું જ મૂલ્ય નથી. આ રીતે પંડિતજી કાતિપ્રિય હાઈ પ્રગતિશીલતા તરફ જ એમનું મન ઢળે છે; અને જ્યાં ક્યાંય પણ અન્યાય કે દમન જુએ છે ત્યાં એ ઊકળી ઊઠે છે. સામાજિક અન્યાયને ભેગ બનેલી બહેનો કે બીજી વ્યક્તિઓને જોઈને એમનું હૃદય દ્રવી જાય છે, અને એ માટે કંઈક કરે ત્યારે જ એમને સંતોષ થાય છે. ધાર્મિક અને સામાજિક રોગોના પંડિતજી સાચા પારખુ અને ચિકિત્સક છે. નિવૃત્તિને નામે સમાજમાં કેળવાતી પ્રવૃત્તિ પ્રત્યેની ઉદાસીનતા એમને બહુ ખટકે છે. ધાર્મિક પ્રવૃત્તિનો આદર્શ મિત્તિ મે સવ પુ–સમગ્ર વિશ્વ સાથે અદ્વૈત ભાવ એટલે કે અહિંસાને પૂર્ણ સાક્ષાત્કાર–હોઈ એમાં સંપ્રદાયવાદ કે વાડાબંધીને મુદ્દલ અવકાશ ન હોઈ શકે એમ તેઓ માને છે. અને સામાજિક પ્રવૃત્તિને એમને આદર્શ સ્ત્રી-પુરુષની અને મનુષ્યમાત્રની સમાનતા છે. પંડિતજી પ્રેમના સદા ભૂખ્યા છતાં ખુશામતથી સદા અળગા રહે છે, અને જેટલા વિનમ્ર છે એટલા જ મક્કમ છે. સાચી વાત શાંતિથી મીઠાશપૂર્વક તેઓ કહી શકે છે. અને જરૂર પડે કડવું કહેતાં પણ તેઓ ખમચાતા નથી. પંડિતજીની વ્યવહારકુશળતા જાણીતી છે. કુટુંબના કે ઘરના અટપટા પ્રશ્નોમાં તેઓ સાચે વ્યવહારુ ઉકેલ સૂચવી શકે છે. અને ચકેર તે એવા કે એક વખત કોઈ વ્યક્તિ કે સ્થળની મુલાકાત લીધી હોય તે એને કદી ભૂલે નહીં, [૨૮] Page #32 -------------------------------------------------------------------------- ________________ ટૂંક પરિચય અને ક્યારેક એનું વર્ણન કરવા બેસે તે સાંભળનાર ન માની શકે કે આ કહેનાર વ્યક્તિ ચક્ષુહીન છે. એમના હૃદયનાં દ્વાર સદા ખુલ્લા હેય છે. એટલે તેઓ અનેક ભાઈ-બહેનેના મિત્ર, મુરબ્બી કે પિતા તરીકેનું સ્થાન ભોગવે છે. ગાંધીજી પ્રત્યે પંડિતજીને ખૂબ ભક્તિ છે, અને એમની રાષ્ટ્રનિર્માણની બધી પ્રવૃત્તિઓ તેમજ પૂ. વિનોબાજીની ભૂદાનપ્રવૃત્તિમાં તેઓ ખૂબ આદર અને શ્રદ્ધા ધરાવે છે. પોતાની લાચાર સ્થિતિના કારણે પોતે આવી રચનાત્મક પ્રવૃત્તિમાં સીધેસીધે ભાગ લઈ નથી શક્તા એનું એમને દુઃખ લાગ્યા કરે છે. ગુજરાતના ભૂદાનકાર્ય કરીએ તે પંડિતજીને પિતાના જ બનાવી દીધા છે. પૂજ્ય રવિશંકર મહારાજ પ્રત્યે તે આદર હેય જ; પણ “જુના પૂગાથા ગુણિપુર રહિ વયઃ” એ વચન મુજબ મો. નારાયણ દેસાઈ જેવા નવયુવકોની સેવાપ્રવૃત્તિ પ્રત્યે પણ આદર અને ભકિત વ્યક્ત કરતાં પંડિતજીને સંકોચ થતો નથી. પ્રવૃત્તિપરાયણ નિવૃત્તિ બનારસથી નિવૃત્ત થઈને પંડિતજી મુંબઈમાં ભારતીય વિદ્યા ભવનમાં માનદ અધ્યાપક તરીકે જોડાયા. પણ મુંબઈને વસવાટ પંડિતજીને બહુ ફાવ્યું નહીં, એટલે ત્યાંથી છેડે વખત બનારસ જઈ આવી, સને ૧૯૪૭થી તેઓ અમદાવાદની ગુજરાત વિદ્યાસભાને શ્રો. જે. જે. વિદ્યાભવનના માનદ અધ્યાપક તરીકે કામ કરે છે, અને અમદાવાદમાં કાયમી વસવાટ કરીને રહે છે. આમ તે પંડિતજી અત્યારે નિવૃત્ત ગણાય છે; પણ એમને આ નિવૃત્તિ. કાળ એમના પ્રવૃત્તિકાળ કરતાં જરાય ઓછો ઊતરે એવું નથી. વિદ્યાની પ્રવૃત્તિ તે આજે, ૭૭ વર્ષની ઉંમરે પણ, અખંડ ધારાએ ચાલ્યા જ કરે છે; અને જાણે કોઈ પ્રાચીન ઋષિઆશ્રમના કુલપતિ હોય એમ અનેક વિદ્યાર્થીઓ, અધ્યાપક અને વિદ્વાને એમનું માર્ગદર્શન મળ્યા જ કરે છે. પિતાની પાસે જે કઈ આવે એને કંઈક ને કંઈક આપી છૂટીને માનવતા પ્રત્યેનું પિતાનું ઋણ અદા કરવા પંડિતજી સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં (તા. ૧૬-૨-પ૭ના રેજ) ગુજરાતના યુવાન ભૂદાનકાર્યકર શ્રી. સૂર્યકાંત પરીખ ઉપર પત્ર લખતાં પૂ. વિનોબાજીએ પંડિતજી માટે સાચું જ કહ્યું છે કે – " पं. सुखलालजीकी आपको विचारशोधनमें मदद मिलती है यह जानकर मुझे खुशी हुई। मदद देनेको तो वे बैठे ही हैं। मदद लेनेवाला [૨૯] Page #33 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી कोई मिल जाता है उसीका अभिनन्दन करना चाहिये।" વિદ્વત્તાનું બહુમાન છેલ્લાં દસ વર્ષમાં પંડિતજીની વિદ્વત્તાનું નીચે મુજબ બહુમાન થયું છે – - સને ૧૯૪૭માં, જેન સાહિત્યની નેધપાત્ર સેવા બજાવવા બદલ, ભાવનગરની શ્રી. યશોવિજ્ય જૈન ગ્રંથમાલા તરફથી શ્રોવિજ્યધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક (પ્રથમ) અર્પણ થયે. સને ૧૯૫૧માં તેઓ ઐલ ઈન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સના લખનૌ મુકામે મળેલ મા અધિવેશનમાં જેન અને પ્રાકૃત વિભાગના અધ્યક્ષ થયા. - સને ૧૯૫૫માં અમદાવાદની ગુજરાત વિદ્યાસભાની સ્ત્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળામાં “અધ્યાત્મવિચારણ” સંબંધી ત્રણ વ્યાખ્યાને આપ્યાં, સને ૧૯૫૬માં વર્ધાની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ તરફથી, દર્શન અને આધ્યાત્મિક ગ્રંથો રચીને હિન્દી ભાષાની સેવા કરવાના બદલામાં, રૂા. ૧૫૦૧)ને મહાત્મા ગાંધી પુરસ્કાર (પાંચ) મળે. (ચોથે પુરસ્કાર પૂ. વિનોબાજીને મળ્યો હતે.) સને ૧૯૫૭માં મ. સ. યુનિવર્સિટી ઓફ બરોડા તરફથી મહારાજા સયાજીરાવ ઓનરેરિયમ લેકચર્સમાં “ભારતીય તત્ત્વવિદ્યા' ઉપર પાંચ વ્યાખ્યાને આપ્યાં. સને ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીએ ડોકટર ઓફ લેટર્સ (D, Litt.)ની માનદ ડિગ્રી આપવાને નિર્ણય કર્યો. સને ૧૯૫૭માં, અખિલ ભારતીય ધેરણે રચાયેલ “પંડિત સુખલાલજી સન્માન સમિતિ દ્વારા, મુંબઈમાં પંડિતજીનું જાહેર સન્માન કરીને એમને સન્માનથેલી અર્પણ કરવામાં આવી, અને એમના લેખસંગ્રહ (બે ગુજરાતી અને એક હિન્દી એમ ત્રણ ગ્રંથ)નું પ્રકાશન જાહેર કરવામાં આવ્યું. સાહિત્ય-સર્જન પંડિતજીએ સંપાદિત, સંશોધિત, અનૂદિત અને વિચિત કરેલા ગ્રંથની યાદી નીચે મુજબ છે – (૧) આત્માનુશાસ્તિક્લક ઃ (પૂર્વાચાર્યકૃત) મૂળ પ્રાત: ગુજરાતી અનુવાદ (ઈ. સ. ૧૯૧૪-૧૫). [૩૦] Page #34 -------------------------------------------------------------------------- ________________ ટૂંક પરિચય (૨–૫) કર્મગ્રંથ: પ્રથમ ચારઃ દેવેન્દ્રસુરિકૃતક મૂળ પ્રાત: હિન્દી અનુવાદ, વિવેચન, પ્રસ્તાવના, પરિશિષ્ટ યુકત; ઈ. સ. ૧૯૧૭ થી ૧૯૨૦ સુધીમાં, પ્રકાશક-શ્રી. આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડલ, આગ્રા. (૬) દંડકઃ પૂર્વાચાર્યવૃત પ્રાપ્ત જેન પ્રકરણ ગ્રંથ હિન્દી સાર; ઈ. સ. ૧૯૨૧; પ્રકાશક ઉપર મુજબ. (૭) પંચ પ્રતિકમણ : જેન આચાર વિષયક ગ્રંથ; મૂળ પ્રાકૃત, હિન્દીઅનુવાદ, વિવેચન, પ્રસ્તાવના યુક્ત; ઈ. સ. ૧૯૨૧; પ્રકાશક ઉપર મુજબ. (૮) યોગદર્શન : મૂળ પાતંજલ યોગસુત્ર; વૃત્તિ ઉપાધ્યાય યશોવિજયજક્ત; તથા શ્રીહરિભદ્રસૂતિ પ્રાકૃત ગવિંશિકા મૂળ, ટીકા સંસ્કૃત, ઉપાધ્યાય યશોવિજ્યજીત, હિન્દી સાર-વિવેચન તથા પ્રસ્તાવના યુકત; ઈ. સ. ૧૯૨૨; પ્રકાશક ઉપર મુજબ. (૯) સન્મતિતક : મૂળ પ્રાકૃત સિદ્ધસેન દિવાકરકૃત ટીકા સંસ્કૃત શ્રી અભયદેવસૂરિકૃત; પાંચ ભાગ; છો ભાગ મૂળ અને ગુજરાતી સાર-વિવેચન તથા પ્રસ્તાવના યુક્ત; પંડિત શ્રી બેચરદાસજીના સહકારમાં; ઈ. સ. ૧૯૨૫થી ૧૯૩૨ સુધીમાં પ્રકાશક-ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ( છણા ભાગને અંગ્રેજી અનુવાદ ઈ. સ. ૧૯૪૦ના જૈન વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સ તરફથી પ્રગટ થયો છે.) (૧૦) જેનદષ્ટિએ બ્રહ્મચર્ય વિચારઃ ગુજરાતી, પંડિત બેચરદાસજીના સહકારમાં, પ્રકાશક ઉપર મુજબ. (૧૧) તત્વાર્થસૂત્ર : ઉમાસ્વતિ વાચકત સંસ્કૃત, સાર-વિવેચન, વિસ્તૃત પ્રસ્તાવના યુક્ત; ગુજરાતી તથા હિન્દીમાં; ઈ. સ. ૧૯૩૦; ગુજરાતીને પ્રકાશક, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, ત્રણ આવૃત્તિ, હિન્દી પ્રથમ આવૃત્તિના પ્રકાશક શ્રી. આત્માનન્દ જૈન પુસ્તક પ્રચારક મંડલ, આગ્રા; બીજી આવૃત્તિને પ્રકાશક જૈન સંસ્કૃતિ સંશોધન મંડલ બનારસ. (૧૨) ન્યાયાવતાર સિદ્ધસેનાદિવાકરકૃત મૂળ સંસ્કૃત, અનુવાદ-વિવેચન પ્રસ્તાવના યુક્ત; ઈ. સ. ૧૯૨૭; “જૈન સાહિત્ય સંશોધક”માં પ્રગટ થયું. (૧૩) પ્રમાણમીમાંસ: હેમચંદ્રાચાર્યત મૂળ સંસ્કૃત, હિન્દી પ્રસ્તાવના તથા ટિપ્પણયુક્ત; ઈ. સ. ૧૯૩૯; પ્રકાશક, સિંઘી જૈન ગ્રંથમાલા, મુંબઈ (૧૪) જેનતભાષા ઉપાધ્યાય યશોવિજયજીકૃત મૂળ સંસ્કૃત, હિન્દી પ્રસ્તાવના તથા સંસ્કૃત ટિપ્પણયુક્ત સંપાદન; સાલ તથા પ્રકાશક ઉપર મુજબ. . (૧૫) જ્ઞાનબિન્દુ: ઉપાધ્યાય યશોવિજયજીત મૂળ સંસ્કૃત, હિન્દી [ ૩૧] Page #35 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી પ્રસ્તાવના તથા સંસ્કૃત ટિપ્પણયુક્ત સંપાદન; ઈ.સ. ૧૯૪૦; પ્રકાશક ઉપર મુજબ. (૧૬) તરપબ્લવસિંહ જયરાશિકૃત ચાર્વાક પરંપરાને સંસ્કૃત ગ્રંથ; અંગ્રેજી પ્રસ્તાવના યુક્ત સંપાદન; ઈ. સ. ૧૯૪૦; પ્રકાશક ગાયકવાડ એરિયેન્ટલ સિરીઝ, વડોદરા. (૧૭) હેતુબિંદુ બૌદ્ધ ન્યાયને સંસ્કૃત ગ્રંથ; મૂળકતો ધર્મકીતિ; ટીકાકાર અર્ચ; અનુટીકાકાર દુર્વેક મિશ્ર; અંગ્રેજી પ્રસ્તાવનાયુક્ત સંપાદન; ઈ. સ૧૯૪૯; પ્રકાશક ઉપર મુજબ. (૧૮) વેદવાદાવિંશિકા : સિદ્ધસેન દિવાકરકૃત સંસ્કૃત, ગુજરાતીમાં સાર-વિવેચન, પ્રસ્તાવના; ઈ. સ. ૧૯૪૬; પ્રકાશક ભારતીય વિદ્યા ભવન મુંબઈ. (આ ગ્રંથનું હિન્દી ભાષાંતર પણ ભારતીય વિદ્યા ભવનના “ભારતીય વિદ્યા” નૈમાસિકના “સિંઘી સ્મારક ગ્રંથમાં પ્રગટ થયેલ છે.) (૧૯) આધ્યાત્મિક વિકાસકમ : ગુણસ્થાનના તુલનાત્મક અધ્યયનને લગતા ત્રણ લેખો; ઈ. સ. ૧૯૨૭; પ્રકાશક : શંભુલાલ જ, શાહ, અમદાવાદ. (૨૦) નિગ્રંથ સંપ્રદાયઃ અગત્યના પ્રાચીન મુદ્દાઓનું ઐતિહાસિક નિરૂપણ, હિન્દીમાં; ઈ.સ. ૧૯૪૭; પ્રકાશક જૈન સંસ્કૃતિ સંશોધન મંડલ બનાસ. (૨૧) ચાર તીર્થંકર ભગવાન ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ તથા મહાવીર વિષયક લેખોને સંગ્રહ; હિન્દીમાં; ઈ. સ. ૧૫૪; પ્રકાશક ઉપર મુજબ. (૨૨) ધર્મ ઔર સમાજ લેખને સંગ્રહ; હિન્દીમાં; ઈ. સ. ૧૯૫૧; પ્રકાશક, હિન્દી ગ્રંથ રત્નાકર કાર્યાલય, મુંબઈ (૨૩) અધ્યાત્મવિચારણ: ગુજરાત વિદ્યા સભાની શ્રો.પપટલાલ હેમચંદ અધ્યાત્મવ્યાખ્યાનમાળામાં આપેલ આત્મા, પરમાત્મા અને સાધનાને લગતાં ત્રણ વ્યાખ્યાન; ગુજરાતીમાં; ઈ. સ. ૧૯૫૬; પ્ર. ગુજરાત વિદ્યા સભા, અમદાવાદ. (૨૪) ભારતીય તરવવિઘા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા તરફથી મહારાજા સયાજીરાવ આનરેરિયમ લેયર્સમાં આપેલ જગત, જીવ અને ઈશ્વરને લગતાં પાંચ વ્યાખ્યાને. (વડોદરા યુનિવર્સિટી તરફથી પ્રેસમાં) આ ઉપરાંત દાર્શનિક, ધાર્મિક, સાહિત્યિક, સામાજિક અને રાષ્ટ્રીય વિષયને લગતા ઘણા લેખે પંડિતજીએ ગુજરાતી કે હિન્દી ભાષામાં લખેલ છે, જેમાંના મોટા ભાગના લેખે “પંડિત સુખલાલજી સન્માન સમિતિ” તરફથી પ્રગટ થયેલ “દર્શન અને ચિંતન” નામના ગુજરાતી ભાષાના બે ગ્રંથમાં અને “દર્શન ઔર ચિંતન ” નામક હિન્દોના એક ગ્રંથમાં સંગ્રહીત થઈ ગયા છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ સમાજ અને ધર્મ Page #37 -------------------------------------------------------------------------- ________________ Page #38 -------------------------------------------------------------------------- ________________ મંગળપ્રવચન [૧] મારે પરિચય કરાવતાં શ્રીયુત મેતીચંદભાઈએ કહ્યું છે કે હું વીસમી સદીના વિચારપ્રવાહ અને દૃષ્ટિબિંદુઓથી પરિચિત છું. તેમના આ કથનમાં સત્ય હેય તે હું મારી દૃષ્ટિએ તેનું સ્પષ્ટીકરણ કરવા ઈચ્છું છું. ભાગ્યે જ આઠસે માણસની વસ્તીવાળા એવા એક ગંદા ગામડામાં ભારે જન્મ અને ઉછેર છે. આધુનિક સંસ્કાર, શિક્ષણ અને સાધનનો સાવ અભાવ હોય તેવા જ વાતાવરણમાં હું ઓગણીસમી સદીમાં ઊછર્યો અને ભણ્યો છું. ગુજરાતી ગામડિયા નિશાળથી આગળ મારે માટે કઈ શિક્ષણનું વાતાવરણ હતું જ નહિ. મને યાદ છે ત્યાં સુધી મેં વીસેક વર્ષની ઉંમરે એકાદ સાંપ્રદાયિક માસિકનું નામ સાંભળ્યું હતું. ઓગણીસમી કે વીસમી સદીના કોલેજ અને યુનિવર્સિટીના શિક્ષણવિષયક લાભો મેં મેળવ્યા નથી. આ દૃષ્ટિએ હું એક રીતે ઓગણીસમી સદીને નહિ, પણ ચૌદમી સદીને ગણવા યોગ્ય છું. આ બધું સત્ય હોવા છતાં, તેઓ કહે છે તેમ, જે હું વીસમી સદીનો હાઉં તે એક અર્થમાં તે સાચું છે. તે અર્થ એટલે ગમે તે કાળના, ગમે તે દેશના કે ગમે તે વિષયના જુના કે નવા વિચારો મારી સન્મુખ આવે છે ત્યારે હું તે ઉપર કશા જ બંધન સિવાય સંપૂર્ણ મુક્તમને વિચાર કરું છું, અને તેમાંથી સત્યાસત્ય તારવવા હું યથાશક્તિ પ્રયત્ન કરું છું. મારા આ પ્રયત્નમાં મને જાતિ, ધર્મ, સંપ્રદાય, શાસ્ત્ર કે ભાષાના પૂર્વગ્રહો ભાગ્યે જ જકડી રાખતા હશે. હું આચરી શકું કે નહિ તે પ્રશ્ન પુરુષાર્થને છે, પણ હું જિજ્ઞાસા અને વિચારની દષ્ટિએ મારા મનનાં બધાં દ્વારે એટલે સુધી ખુલ્લાં રાખવા કાળજી લેવું છું કે રખે કોઈ જ્ઞાતવ્ય એવો સત્ય અંશ માત્ર પૂર્વગ્રહ અને ઉપેક્ષાને કારણે ધ્યાન બહાર રહી ન જાય. મનને પૂર્વગ્રહે અને સંકુચિતતાનાં બંધનોથી પર રાખી તથ્ય જાણવા, વિચારવા અને તેને સ્વીકારવાની તત્પરતા સેવવી એ જે વીસમી સદીનું લક્ષણ હોય તે, હું તે અર્થમાં વીસમી સદીનો ગણાઉં ખરે; ભલે બીજા અર્થમાં હું ઓગણીસમી કે ચૌદમી સદીને હેઉં. હું એમ માનું છું કે સત્યની જિજ્ઞાસા અને શોધ કઈ પણ એક સદીને વરેલી નથી. દરેક સદી અને યુગમાં, ઇચ્છે તેને માટે, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૪] દર્શન અને ચિંતન એના સંભવ છે અને બીજાને માટે ગમે તે સદીમાં અને ગમે તે યુગમાં પણ એનાં દ્વાર બુધ જ છે. આ અંગત ચર્ચાથી હું આપ બધાનું ધ્યાન એ મુદ્દા તરફ્ ખેંચુ' હુ' એક તે જીવનમાં હ ંમેશાં વિદ્યાર્થી પણું ચાલુ રાખવું અને કેળવવું, અને બીજો મુદ્દો એ કે વિદ્યાર્થી પડ્યું પણ મુક્તમને એટલે કે નિન્જન અને નિર્ભયપણે કેળવવું. વિદ્યાર્થીત માનસતત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તા વિદ્યાર્થીપણાનાં એટલે સંસ્કાર ગ્રહણ કરવાની યાગ્યતાનાં બીજે બાળકનાં માતા-પિતા દાંપત્યજીવનમાં પ્રવેશ કરેત્યારથી જ તેમની મનેાભૂમિકા રૂપે સંચિત થવા લાગે છે, અને તે બીજો ગર્ભાધાનના સમયથી વ્યક્ત રૂપ ધારણ કરતાં જાય છે. પણ આપણું ગુલામી માનસ આ સત્ય વસ્તુનું આકલન કરી શકતું નથી. શિશુ, કિશાર અને કુમાર અવસ્થાના વિદ્યાર્થીજીવનને કાળજીભરેલી સુવિચારિત દેરવણી મળતી હેાય એવા દાખલા આપણે ત્યાં બહુ પ્રયત્ને પણ ભાગ્યે જ જોવા મળશે. આપણા સામાન્ય વિદ્યાર્થીઓનું જીવન નદી—પટમાંના પાષાણની પેઠે આકસ્મિક રીતે જ ઘડાય છે, અને આગળ વધે છે. નદીના પટમાં પથ્થર જેમ અવારનવાર પાણીના પૂરના ધસારાથી ધસાતા કયારેક આપમેળે ગેાળમટાળ સુંદર આકાર ધારણ કરે છે, તેમ આપણા સામાન્ય વિદ્યાર્થીવ નિશાળ અને સ્કૂલનાં, સમાજ, રાજ્યતેમજ ધ શિરતાજનાં વિવિધ નિયંત્રણાવાળી શિક્ષણપ્રણાલિકાના જંતરડામાંથી પસાર થઈ એક યા બીજી રીતે ઘડાય છે. સેાળ વર્ષ સુધીનું વિદ્યાર્થીજીવન ખીજાના ગળણે વિદ્યાપાન કરવામાં વીતે છે. એટલે આપણે ત્યાં ખરા. વિદ્યાર્થીજીવનને પ્રારંભ સ્કૂલ છેાડી કૉલેજમાં પ્રવેશ કરતી વખતે જ થાય છે. એ વખતે વિદ્યાર્થીનું માનસ એટલું તો પકવ થઈ જાય છે કે હવે તે આપમેળે શું શીખવું, શું ન શીખવું? શું સત્ય અને શું અનુપયેાગી ?એ બધું વિચારી શકે છે. તેથી વિદ્યાર્થીજીવનમાં કૅલેજકાળ ભારે અગત્યના ભાગ ભજવે છે. પહેલાંની અપવ અવસ્થામાં રહી ગયેલી ત્રુટિઓ કે થયેલી. ભૂલો સુધારવી એ કામ કરવા ઉપરાંત કૉલેજજીવનમાં આખા જીવનને સ્પર્શે અને ઉપયોગી થાય એવી સમથ તૈયારી કરવાની હોય છે, અને તે વખતે એટલી જવાબદારી વિચારવા અને નિભાવવા પૂરતી બુદ્ધિ અને શરીરની તૈયારી પણ હેાય છે. તેથી આ સમય દરમ્યાન વિદ્યાર્થીએ લેશ પણ ગાફેલ રહેવુ એ જીવનના મધ્યબિંદુ ઉપર જ કુઠારાધાત કરવા જેવું છે. હું થાડુ ધણું કૉલેજના વિદ્યાર્થીઓ વચ્ચે રહ્યો છું. અને મે જોયુ છે Page #40 -------------------------------------------------------------------------- ________________ મંગળપ્રવચન કે તેમાંના બહુ જ ઓછા વિદ્યાર્થીઓ મળેલ તક અને શક્તિનો સંપૂર્ણ જાગૃતિપૂર્વક ઉપયોગ કરે છે. પરીક્ષામાં યેન કેન પ્રકારેણ પસાર થઈ જવું એ ધોરણ સામાન્ય હોવાથી વિદ્યાર્થીનો પુષ્કળ કીમતી સમય અને તેની શક્તિસંપત્તિ કાર્યસાધક રીતે વપરાતાં નથી. મારા એક મિત્ર, જેઓ કુશળ વકીલ અને પ્રજાસેવક છે, તેમણે મને કહેલું કે અમે વિદ્યાર્થીઓ– ખાસ કરીને બુદ્ધિમાન ગણતા વિદ્યાર્થીઓ–દિવસ અને રાતનો મેટો ભાગ ગપગેળા અને અનાવશ્યક વાગ્યુદ્ધમાં વેડફી નાંખતા અને એમ માની લેતા કે પરીક્ષા પાસ કરવી એમાં તે શું? જ્યારે પરીક્ષા નજીક આવશે ત્યારે તૈયારી કરી લઈશું અને એ પ્રમાણે કરી પણ લેતા, પરંતુ જ્યારે બી. એ. પાસ થયા અને આગળ ઊંડા અધ્યયનનો વિચાર આવ્યો ત્યારે એમ જણાયું કે અમે શરૂઆતનાં ચાર વર્ષોનો ઘણો સમય બેટી રીતે બરબાદ કર્યો છે. એ વખતે બધા જ સામર્થ્ય અને સમયનો ગ્ય રીતે કરકસરપૂર્વક નિયમિત સદુપયોગ કર્યો હોત તો અમે ખાતરીથી કૉલેજછવનમાં મેળવ્યું છે તે કરતાં બહુ વધારે મેળવી શક્યા હોત. હું ધારું છું કે મારા એ મિત્રની વાત તદ્દન સાચી છે અને દરેક કૅલેજિયનને ઓછેવત્તે અંશે લાગુ પડે છે. તેથી હું દરેક વિદ્યાર્થી, જે અત્યારે કોલેજમાં નવો દાખલ થયા હોય કે આગળ વધેલો હિય, તેનું ધ્યાન આ મુદ્દા તરફ ખેંચું છું. કોલેજના છવનમાં એટલી બધી સારી તકો છે કે માણસ પોતે ધારે તો પિતાનું સંપૂર્ણ નવસર્જન કરી શકે છે. તેમાં જુદા જુદા વિષયના સમર્થ અધ્યાપકે, જોઈએ તેવું પુસ્તકાલય, અને નવીન શેણિતના ઉત્સાહથી થનગનતા વિદ્યાર્થીઓનો સહચાર, એ જીવન તૈયાર કરવા વાસ્તેની મૂલ્યવતી સંપત્તિ છે. માત્ર તેનો ઉપયોગ કરવાની જીવનકળા હસ્તગત હોવી જોઈએ. જીવનકળા વિદ્યાર્થી જીવનમાં જે કંઈ સિદ્ધ કરવા જેવું તત્ત્વ મને લાગ્યું હોય તો તે જીવનકળા છે. જે જીવવાની કળા હસ્તગત કરે છે તેને સાધનો તથા સગવડની ઊણપ વિષે ફરિયાદ કરવાપણું હોતું નથી. તે તો પિતાની સામે જેટલાં અને જેવાં સાધને હૈય, જેટલી અને જેવી સગવડ હોય તેને એવી સજીવ કળાથી ઉપયોગ કરે છે કે તેમાંથી જ તેની સામે આપોઆપ નવાં સાધનોની સૃષ્ટિ ઊભી થાય છે, તે વણમાગી આવી ઊભી રહે છે. જે આવી જીવનકળા જાણતો ન હોય તે હંમેશાં આ નથી, તે નથી, આવું નથી, તેવું નથી એવી કરિયાદ કર્યા જ કરે છે, અને તેની સન્મુખ ગમે તેટલાં અને ગમે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૬] દર્શન અને ચિંતન તેવાં સાધને ઉપસ્થિત હોય તો પણ તેને તેનું મૂલ્ય સમજાતું નથી, કારણ કે તે જંગલમાંથી મંગલ કરવાની કળા જ ધરાવતો નથી. પરિણામે એવા વિદ્યાથી મળેલ સગવડના લાભથી તો વંચિત રહી જ જાય છે, અને ભાવી સગવડના લાભો તે માત્ર તેમના મનોરાજ્યમાં જ રહી. ઊલટી વ્યાકુળતા ઊભી કરે છે. તેથી આપણે ગમે તે ક્ષેત્રમાં ગમે તે કરતા હોઈએ, છતાં એમાં જીવનકળાનો જ પ્રથમ જરૂર છે અને એ કળા એટલે ઓછામાં ઓછી અને નજીવી ગણાતી સાધનસામગ્રીમાં પણ સંતુષ્ટ મને આગળ વધવામાં તેનો ઉપયોગ કરી લેવો અને સ્વપુરુષાર્થથી જ પોતાને જોઈતી સૃષ્ટિ ઊભી કરવી તે. અગવડને અતિભાર જે જીવનને કચડી નાખતા હોય તો એ દેજ સગવડોના ઢગલામાં પણ રહેલે જ છે. જેને બહુ સગવડ તે હંમેશાં પ્રગતિ કરી જ શકે અથવા કરે છે, એ ધ્રુવ નિયમ નથી. તેથી ઊલટું, જે વધારે અગવડ કે મુશ્કેલીમાં હોય તે પાછળ રહી જાય છે કે ડાઈ જાય છે, એ પણ ધ્રુવ નિયમ નથી. પણ ધ્રુવ નિયમ તો એ છે કે બુદ્ધિ અને પુરુષાર્થ હોય તો જ ગમે તે સ્થિતિમાંથી આગળ વધી શકાય. જેનામાં એ તત્ત્વ વિકસાવવાની ભૂખ હોય છે તે સગવડ-અગવડની તથામાં બહુ પડતા નથી.. ઘણી વાર તો તે વિદઃ સન્તુ નઃ શાશ્વત્ એ કુન્તીના વાક્યથી અગવડોને નોતરે છે. મેં એવા એક મહારાષ્ટ્રીય વિદ્યાથીને જોયેલે કે જે માતા-પિતા તરફથી મળતી બધી સગવડ છોડી દઈને આપપુરુષાર્થે જ કૈલેજમાં ભણત હતો અને બી. એસ–સી. નો અભ્યાસ કરવા સાથે ખર્ચલાયક કમાવા ઉપરાંત સ્વયંપાક કરી છેડા ખર્ચમાં રહેવાની કલા સિદ્ધ કરતો હતો. મેં તેને પૂછયું કે “વાંચવા વિચારવાનું બહુ ઓછું બનતું હશે?” તે કહે કે મેં ગોઠવણ જ એવી કરી છે કે આરોગ્ય અને અભ્યાસ સચવાય તેમ જ સ્વાશ્રયવૃત્તિમાં આત્મવિશ્વાસ વધે. છેવટે તેણે ઉચ્ચ વર્ગમાં બી.એસસી. ની. પરીક્ષા પસાર કરી. આપણે એ જાણીએ છીએ કે માત્ર વ્યાપારીવૃત્તિવાળાં માતા-પિતા પિતાની સંતતિને વધારે સંપત્તિને વારસો આપી જવાની જ ખેવના રાખતા હોય છે. તેઓ કેટલીયે પેઢી સુધીની સ્વસંતતિના સુખની ચિંતા સેવતાં હોય છે, પણ આનું પરિણામ ઊલટું જ આવે છે અને સંતતિની કાયમી સલામતીની તેમની ધારણા જ ધૂળમાં મળી જાય છે. તેથી મારી દૃષ્ટિએ જીવનની ખરી ખૂબી એ જ છે કે ગમે ત્યાં ને ગમે તે સ્થિતિમાં હોઈએ, છતાં વિદ્યાર્થીપણું ચાલુ જ રાખવું જોઈએ અને તેને ઉત્તરોત્તર વિકસાવવું જોઈએ. Page #42 -------------------------------------------------------------------------- ________________ મંગળપ્રવચન [ ૭ ખુલ્લું અને નિર્ભય મન જ્ઞાન અને વિદ્યા એ માત્ર બહુ વાચનથી જ મળી જાય છે એમ નથી. એછું કે વધું વાંચવું એ રુચિ, શક્તિ અને સગવડતાનો સવાલ છે. પણ, ગમે તેટલું ઓછું વાંચવા છતાં જે વધારે સિદ્ધિ અને લાભ મેળવવો હોય તે, તેની અનિવાર્ય શરત એ છે કે, મનને ખુલ્લું રાખવું અને સત્ય-જિજ્ઞાસાની સિદ્ધિમાં કોઈ પણ પૂર્વગ્રહોને કે રૂઢ સંસ્કારને આડે આવવા દેવા નહિ. મારે અનુભવ એમ કહે છે કે આ માટે સૌથી પહેલાં નિર્ભયતાની જરૂર છે. ધર્મને કાંઈ પણ ખરે અને ઉપયોગી અર્થ થતો હોય તે તે નિર્ભયતા સાથેની સત્યની શોધ છે. તત્ત્વજ્ઞાન એ સત્યશોધને એક માર્ગ છે, અને ગમે તે વિષયનું અધ્યયન કરતા હોઈએ છતાં ધર્મ અને તત્વજ્ઞાનનો સંબંધ રહેલે જ છે. એ બન્ને વસ્તુઓ કઈ ચેકામાં બંધાતી નથી. મનનાં બધાં દ્વારા સત્ય માટે ખુલ્લાં હોય અને નિર્ભયતા એની પૃષ્ઠભૂમિમાં હોય તો જે કાંઈ વિચારીએ કે કરીએ તે બધું જ તત્ત્વજ્ઞાન કે ધર્મમાં સમાઈ જાય છે. જીવનસંસ્કૃતિ જીવનમાંથી મેલ અને નબળાઈ દૂર કરવી અને તેને સ્થાને સર્વાગીણ સ્વચ્છતા તેમ જ સામંજસ્યપૂર્ણ બળ આણવું——એ જ જીવનની સાચી સંસ્કૃતિ છે. આ જ વસ્તુ પ્રાચીન કાળથી દરેક દેશ અને જાતિમાં ધર્મને નામે પ્રસિદ્ધ છે. આપણા દેશમાં સંસ્કૃતિની સાધના હજારો વર્ષ પહેલાંથી શરૂ થયેલી અને આજે પણ ચાલે છે. આ સાધના માટે ભારતનું નામ સુવિખ્યાત છે. તેમ છતાં ધર્મનું નામ સૂગ ઉપજાવનારું થઈ પડયું છે અને તત્વજ્ઞાન એ નકામી કલ્પનાએમાં ખપવા લાગ્યું છે. એનું શું કારણ?—એ આજનો પ્રશ્ન છે. એને ઉત્તર ધર્મગુરુ, ધર્મશિક્ષણ અને ધર્મસંસ્થાઓની જડતા તેમ જ નિષ્ક્રિયતામાંથી મળી જાય છે. ધર્મ કે તત્ત્વજ્ઞાન પોતે તો જીવનનું સર્વવ્યાપી સૌરભ છે. એમાંથી આવતી દુર્ગધ એ તેના દાંભિક ઠેકેદારેને લીધે છે. જેમ કાચું અન્ન અજીર્ણ કરે અને વાસી કે સડેલું અન્ન દુર્ગધ કે તેથી ભોજનમાત્ર ત્યાજ્ય બનતું નથી અને જેમ તાજા અને પિષક અન્ન વિના જીવન ચાલતું જ નથી, તેમ જડતાપેષક ધર્મનું કલેવર ત્યાજ્ય છતાં સાચી સંસ્કૃતિ વિના માનવતા કે રાષ્ટ્રીયતા નથી સરજાતી કે નથી ટકતી. વ્યક્તિની બધી શક્તિઓ, સિદ્ધિઓ અને પ્રવૃત્તિઓ એકમાત્ર સામાજિક કલ્યાણની દિશામાં જાય ત્યારે જ ધર્મ યા સંસ્કૃતિ ચરિતાર્થ થાય છે. ધર્મ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનની વિકૃત સમજ દૂર કરવા અને સૈકાઓ-જૂના વહેમનું મૂલ ઉચ્છેદવા વાસ્તે પણ સંસ્કૃતિની સાચી અને ઊંડી સમજ આવશ્યક છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૮ ] આ દૃષ્ટિએ ગાંધીજી આપણે જાણીએ છીએ કે ગાંધીજી એક મહાન રાજપુરુષ છે. તેમની રાજકીય પ્રવૃત્તિ અને હિલચાલના મૂળમાં સતત વહેતા અમૃત ઝરા પૂરેશ પાડનાર કાઈ અખૂટ ઊગમસ્થાન હેાય તો તે તેમની સંસ્કૃતિ વિષયક સાચી સમજ છે. તેમની નિર્ણાયક શક્તિ, સુનિયને વળગી રહેવાની મક્કમતા અને ગમે તેના ગમે તેવાં જુદાં પડતાં દૃષ્ટિબિંદુને સહાનુભૂતિથી સમજવાની મહાનુભાવતા–એ બધું તેમની સંસ્કૃતિની સાચી સમજને જ આભારી છે. એ સિવાય તેમની પાસે બીજું કશું ધબળ નથી. આવી સંસ્કૃતિપ્રધાન વિદ્યાનું વાતાવરણ રચવું એ જેમ સંસ્થાના સંચાલકા અને શિક્ષકા પર અવલંબિત રહે છે તેમ વિદ્યાર્થીઓ ઉપર પણ તેને! ધણા આધાર છે. દર્શન અને ચિતન ધંધાદારી અને કુટુંબપતિને આપણે એમ માનીએ છીએ કે જે કાંઈ શીખવાનું છે તે તે માત્ર વિદ્યાથી ઓને જ શીખવાનુ છે અને આપણે ધંધાદારી કે કુટુંબમાં પડેલા શું શીખીએ? અને કેવી રીતે શીખી શકીએ ? પણુ, આ માન્યતા સાવ ભૂલભરેલી છે. મેન્ટેન્સારીની શિક્ષણપદ્ધતિમાં માત્ર શિશુ અને બાલકના જ શિક્ષણ ઉપર ભાર નથી અપાતા, પણ તેના વડીલો સુદ્ધાંમાં સુસંસ્કારનું વાતાવરણુ જમાવવાની હિમાયત કરાય છે; કેમ કે, એમ થાય તે જ શિશુ અને બાળકાનું જીવન ધર અને શાળાના સંસ્કારભેદની અથડામણી વચ્ચે વેડફાતું અટકે. તે જ રીતે મેટી ઉમરના વિદ્યાથીઓની બાબતમાં પણ છે. ગમે તે ધંધાર્થી અને કુટુંબી હોય તેાપણુ તે બચત સમય અને શક્તિના ઉપયેગ સુસ સ્કારિતા મેળવવા અને વિકસાવવામાં કરી શકે. એટલું જ નહિ, પણ તેણે તેમ કરવું પણ જોઈ એ. નહિ તો તેની અને તેનાં સતાનેાની વચ્ચે એવી એક દીવાલ ઊભી થવાની કે સંતાન તેને ઉવેખશે અને તે સતાનને ઉવેખશે. એવી સ્થિતિ કદી પણ ઇષ્ટ નથી કે જ્યારે સંતાને કહે કે વડીલો વહેમી, જડ અને રૂઢિચુસ્ત છે; અને વડીલો કહે કે ભગેલા ગણાતા વિદ્યાર્થીએ માત્ર હવામાં ઊડે છે. વડીલા અને વિદ્યાર્થીઓ વચ્ચેની ખાઈ વધારે ઊડી ન અને તેનો રામબાણ ઇલાજ મુખ્યપણે વડીલેાના હાથમાં જ છે, પછી ભલેને તે ગમે તેવા ધધાદારી અને કુટુંબી હોય. એ ઇલાજ એટલે તેમણે પેતે પેાતાની સમજને શુદ્ધ કરવાના પ્રયત્ન કરવા તે. —પ્રબુદ્ધ જૈન ૮. ૪૫. તા. ૧૪–૭–૪૫ ના રોજ સત્રારભ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈના વિદ્યાર્થીઓ સમક્ષ કરેલુ પ્રવચન, Page #44 -------------------------------------------------------------------------- ________________ મંગળપ્રવચન [૨] મંગળપ્રવચનને ખ્યાલ એવો છે કે સત્રને આરંભે મંગળરૂપે કાંઈક કહેવું. દરેક કામની શરૂઆતમાં મંગળ-અનુદાન કરવાનો રિવાજ છે. લગ્ન વગેરે શુભ કાર્યોમાં ગણેશ માંડવા, એની પૂજા કરવી વગેરે માંગલિક અનુછાને જાણીતાં છે. આપણું ક્ષેત્ર વિદ્યાનું હોઈ તેના સત્ર-પ્રારંભે વિદ્યા વિશે વિચાર કરવો એ જ માંગલિક ગણાય. - એક ઉપનિષદમાં સ્વાધ્યાય અને પ્રવચન એ જ તપ છે એમ કહ્યું છે. આપણું વિદ્યાક્ષેત્ર એટલે સ્વાધ્યાય અને પ્રવચનનું જ ક્ષેત્ર. તેથી ફલિત એમ થયું કે આપણું વિદ્યાક્ષેત્ર એ તપનું ક્ષેત્ર છે. અહીં જ વિચારવું પ્રાપ્ત થાય છે કે ઋષિએ સ્વાધ્યાય અને પ્રવચનને તપ કર્યું તે કઈ દષ્ટિએ અને કયા અર્થમાં ? તપને અર્થ એવો સસ્તો નથી કે આપણે થોડુઘણું વાંચીએ, 'વિચારીએ કે ઊંચે મને બેલીએ, લખીએ એટલે તે તપ થઈ જાય. તપનો અર્થ એથી બહુ વધારે ઊડે અને અઘરે પણ છે. તપ એ નિષ્ઠામાં– બુદ્ધિપૂર્વકની નિષ્ઠામાં જ સમાય છે. વિદ્યાવિષયક પરિશીલન નિઝા વિનાનું હોય તો તે તપની કટિમાં ન આવે અને એવું પરિશીલન માંગળિક પણ ન નીવડે, એટલે કે જીવનમાં પ્રાણ ન પૂરે. નિષ્ઠાને અર્થ સમજવો ઘટે. જે કામ સ્વીકાર્યું હોય તેમાં એકરસ થવું, પિતાની બધી શક્તિઓ તેમાં જ કેન્દ્રિત કરવી અને ગમે તેવા વિદ્ધોને સામનો કરવામાં આનંદ અનુભવો તેમ જ ઉત્સાહને કદી ઓસરવા દે નહિ એ નિશાનો અર્થ છે. આવી નિષ્ઠા સાથેનું વિદ્યાકાર્ય એ જ તપ છે, અને એ પોતે સ્વયં મંગળરૂપ છે; એને ઇતર મંગળની જરૂર નથી. દીપકને પ્રકાશિત કરવા કોઈ બીજે દીવે પ્રકટાવતું નથી, કેમકે તે સ્વતઃપ્રકાશમાન છે. આપણે સૌ જાણીએ છીએ કે લેકે ઉપવાસ અને એવાં બીજાં કઠણ વ્રતને તપ કહે છે. એવાં વ્રત આચરનાર તપસ્વી ગણાય છે. સખત શરદી કે ગરમી ઈચ્છાપૂર્વક સહનાર પણ તપસ્વી ગણાય છે. પરંતુ જરા બારીકીથી વિચારીએ તો જણાશે કે વિદ્યાતપ અને ઉપવાસતપ વચ્ચે કેટલું અંતર છે? Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] દર્શન અને ચિંતા કોઈ પણ નાની કે મોટી ઉંમરનો સહિષ્ણુ હોય તો તે એક જ નહિ પણ અનેક ઉપવાસ સહેલાઈથી કરી શકે. વિદ્યાની સાધના એવી સહેલી નથી. પચીસ પચીસ વર્ષ લગી સતત અને ખંતપૂર્વક એવી સાધના કરી હોય. તે પણ તે આજકાલના ધરણની દૃષ્ટિએ અધૂરી પડે છે. વ્રત વિશે એમ. નથી. આજે જ બેચાર ઉપવાસ ખેંચી કાઢે. લાગણીવાળા સ્નેહીઓ તમને તપ કર્યું એમ કહેશે અને વધારામાં તે તપ ઊજવશે પણ. પરંતુ તે જ લેકે વિદ્યાનું એવું મૂલ્યાંકન કરી નહિ શકે. અને છતાંય એ તપ છે જ, કેમકે વિદ્યા વિના અંદર અંધારું રહે છે અને ગ્રંથિઓ ભેદતી નથી. ઘણું લેકે એમ સમજે છે કે ભણવું અને વિદ્યાભ્યાસ કરે એટલે કાંઈ પ્રવૃત્તિ ન કરવી, પુરુષાર્થ ન કરે, પણ ખરી વાત બીજી છે. જે ખરા અર્થમાં વિદ્યા સાધવી હોય તો તેમાં જમ્બર પુક્ષાર્થની જરૂર છે. એ કામ માત્ર નિવૃત્તિરૂપ કે આરામદેહ નથી. એમાં તો ભારે પરસેવો ઉતારવો. પડે છે, અને તેથી જ તે તપ કહેવાય છે. જે મન, વચન અને શરીરને. તપાવે, થકવી નાખે અને પરિણામે તેમાંથી ઉચ્ચ ધ્યેય સિદ્ધ થાય તે તપ. આ અર્થમાં વિદ્યાની સાધના –ખરી સાધના – ઉપવાસ આદિ કહેવાતાં તપ કરતાં પણ દુષ્કર તપ છે. ઉપનિષદના ઋષિએ એ જ અર્થમાં સ્વાધ્યાય અને પ્રવચનને તપ કહી તેમાં પ્રમાદ ન સેવવાની ભલામણ કરી છે. હવે આપણે આપણી વિદ્યાપ્રવૃત્તિ વિશે થડે વિચાર કરી, એ જોઈએ કે આપણી પ્રવૃત્તિ તપ કહેવા લાયક છે ? સામાન્ય રીતે એમ જોવામાં આવે છે કે મોટા ભાગ ન છૂટકે ભણે છે. ભણ્યા વિના ક્યાંય ગજ નથી. વાગતો તે લાવો ભણીએ, એમ ધારી ઘણું ભણે છે. માબાપ કે વડીલે. પણ એમ ધારીને ભણાવે છે કે છોકરાં નહિ ભણે તે ઠેકાણે નહિ પડે. આવી લાચાર વૃત્તિથી શરૂ કરેલ ભણતર ફળદાયી નથી નીવડતું. એ કદાચ ડિગ્રી મેળવાવી આપે, પણ આત્મામાં પ્રકાશ ન અપ શકે. આવી લાચાર. વૃત્તિથી ભણનારા પરીક્ષા પૂરતું વાંચે છે, ને પરીક્ષાના દિવસોમાં જ ડી. ઘણી મહેનત કરે છે. બાકીને ઘણો સમય તેઓ વેડફે છે. વડીલે માને છે કે છોકરાંઓ ભણે છે, જ્યારે છોકરાંઓ ઘણી વાર તો શક્તિ, સમય અને ધનનો દુરુપયોગ કરે છે. ઉચ્ચ વિદ્યાના ક્ષેત્રમાં પણ આવું ચાલતું જોવાય. છે. અનેક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ એવાં મળી આવશે કે જેઓ પરી-- ક્ષાના દિવસો સિવાય ભાગ્યે જ વાંચે-વિચારે. જે તેમને એમ ને એમ પ્રમાણપત્ર મળી જતું હોય તો તેઓ એટલું પણ ન વાંચે. આ દષ્ટિએ Page #46 -------------------------------------------------------------------------- ________________ મંગળપ્રવચન [ ૧૧ જોતાં એમ કહેવું પડે છે કે ઉંમરે પહોંચ્યા પછી પણ આપણે વિદ્યાર્થીવર્ગનો મેટો ભાગ જીવનદ્રોહ જ કરે છે. ખાસ કરી અભ્યાસની ખરી રીત એ છે કે વર્ગમાં ગયા પહેલાં શીખવાનું પહેલેથી જ વાંચી રાખવું, જેથી અધ્યાપક કહે તે પૂરું સમજાય અને અધ્યાપકને અનેક પ્રશ્નો કરી તેની પાસેથી અનેકગણું નવું મેળવી શકાય. જો આમ નથી થતું તો વર્ગમાં અધ્યાપક કહે તે બહુ ઓછું સમજાય છે ને મહત્ત્વના પ્રશ્નો કરવાનું તો બાજુએ જ રહી જાય છે. પરિણામે અધ્યાપક પણ વધારે મહેનત કરવાનું બાજુએ મૂકે છે અને સમજે છે કે, ગાડું એમ જ ચાલવાનું. એને લીધે સમગ્ર ઉચ્ચ અભ્યાસનું ક્ષેત્ર છીછરું બની જાય છે. આજે મોટે ભાગે આપણે ત્યાં આ જ વસ્તુ દેખાય છે. વિદ્યાર્થીઓએ માત્ર પ્રથમથી વાંચીને જ વર્ગમાં જવું એટલું બસ નથી, પણ તેમણે વર્ગમાંથી આવ્યા બાદ અધીત અને ચાલતા વિષયોનું મનન પણ કરવું જોઈએ. એમ કરે તે જ વિદ્યાપ ફળે અને અધ્યાપકોને પિતાના વિષયમાં. વધારે તૈયારી કરવી પડે. જે વિદ્યાર્થીવર્ગ ખરેખર જાગરૂક હોય તો અધ્યાકને પણ વધારે સચેત રહેવું પડે અને તેમને એવા વિદ્યાર્થીઓ પ્રત્યે વધારે માન પણ થાય, તેમ જ મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલય પાછળનો રાષ્ટ્રિય હેતુ બર આવે. અમદાવાદ એ ઉદ્યોગપ્રધાન શહેર છે. ઉદ્યોગમાં પડેલાઓની નિષ્ઠાથી. આપણે પરિચિત છીએ. જ્યારે દેખે ત્યારે અને જ્યાં ઉદ્યોગનાં ક્ષેત્રમાં જુઓ ત્યાં, એમાં પડેલા ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગ સિવાય બીજા વિચારો ભાગ્યે જ કરે છે. આ એમની ધંધા પ્રત્યેની નિષ્ઠા છે. આવા નિછાવાળા વાતાવરણમાં રહી અભ્યાસ કરનારને પિતાના વિષય પરત્વે નિકા કેળવવાનું કામ એક રીતે સહેલું છે. પણ મોટે ભાગે એવું દેખાય છે કે ભણનાર ધધો કરી શકતો નથી અને ભણવામાં ચિત્ત પૂરું પરોવી શકતો નથી. તેથી ભણનાર ઘરનો કે ઘાટનો નથી રહેતો. આ જ કારણે હું નિછા કેળવવાનું કહું છું. શાસ્ત્રોમાં આદિ, મધ્ય અને અન્ત મંગળની વાત કહેવામાં આવી. છે, પણ વિદ્યાભ્યાસ એ તે અખંડ અને સતત મંગળમય છે, જે એમાં પૂરી નિષ્ઠા સાધીએ તે જ. - આજકાલ અભ્યાસમાં – ખાસ કરી ઉચ્ચ અભ્યાસમાં–માધ્યમનો પ્રશ્ન ઉગ્રતાથી ચર્ચાઈ રહ્યો છે. માતૃભાષા જ શિક્ષણ સામાન્યનું ખરું વાહન હોઈ શકે, એ વસ્તુ આખી દુનિયાને દીવા જેવી હેવા છતાં આપણું જ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] દર્શન અને ચિંતન દેશના ઘણાય ઉચ્ચ કેળવણી પામેલા અને સમર્થ મનાતા પુરુષોનાં મનમાં એ વિશે સંદેહ છે. પણ તેઓ જોઈ નથી શકતા કે માતૃભાષા માધ્યમ ન હોવાથી દેશની મસ્તિષ્કશક્તિ અને આવિષ્કારશક્તિ કેટલી કુંઠિત થઈ ગઈ છે? માતૃભાષામાં શીખવાનું અને તેમાં જ પ્રશ્નો લખવાનું હોય તે થોડી મહેનતે કેટલું લાભ થાય ! કેટલું સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય ! અને બચત સમયને બીજાં જરૂરી કામમાં કેટલે સાર્થક ઉપયોગ થાય! એ વસ્તુ કેળવણુના ક્ષેત્રમાં પડેલાઓએ વિચારવા જેવી છે. અત્યારે તો વિદ્યાર્થીવર્ગ દુવિધામાં પડ્યો છે. માતૃભાષાની સરળતા એ જતી કરી શકતો નથી અને અંગ્રેજીનો એકાંગી પક્ષપાત છેડી શકતો નથી, તેથી એ નથી અંગ્રેજી પૂરું જાણતો કે નથી માતૃભાષા ઠીક જાણતો. વિચાર અને સૂક્ષ્મ દર્શનથી તે તે વેગળા જ રહે છે. આપણે યુરોપના અનેક વિષયના અનેક ધુરંધર વિદ્વાનોની અને સંશોધકોની વાત કરીએ છીએ, તેમની યશોગાથા ગાઈએ છીએ, પણ એ નથી વિચારતા કે એમની સિદ્ધિનું એક અગત્યનું સાધન તેમની માતૃભાષામાં લેવાયેલું શિક્ષણ એ છે. હિંદુસ્તાનની મસ્તિષ્કશક્તિ કાંઈ બીજા રાષ્ટ્ર કરતાં ઊતરતી નથી, પણ આપણા આગેવાન નિષ્ણાતે જ એ શક્તિને દિવસનુદિવસ ઊતરતા પ્રકારની બનવામાં નિમિત્ત થતા રહ્યા છે. વિદ્યાર્થીઓ આ બાબત પિતાનો સ્પષ્ટ મત કેળવી આગેવાનો ઉપર દબાણ લાવે તો એમાં એમનું અને બીજાનું પણ ભલું છે, શ્રેય છે. અભ્યાસને માંગળિક અને તરૂપ બનાવવો હોય તો એની એક રીત એ પણ છે કે પિતાના વિષયમાં જેઓ આગળ વધેલા હોય તેમની સાથે ચર્ચા કરવી, તેમના સંપર્કમાં રહેવું અને કાંઈક નવું શીખવું, તેમ જ જેઓ પિતાનાથી નીચલી કક્ષાના હોય તેમને શીખવતા પણ રહેવું અને વર્ગના સમય ઉપરાંત પિતાના અધ્યાપકોને પણ પૂરા કસવા. અમુક સમયને અંતરે સહપાઠી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ મળી તિપિતાના વિષય પર ખૂબ છૂટથી પણ અધ્યયનપૂર્વક મૌખિક અને લેખિત ચર્ચા કરવી. આ એક સંભૂયસંવાદ છે જેને આજે “Debate” તરીકે ઓળખાવવામાં આવે છે. આ પ્રથા હજાર વર્ષની જૂની છે. એને જ લીધે અનેક વિષયનાં અનેક શાસ્ત્ર રચાયાં છે, ને તે સર્વત્ર આદરપાત્ર બનતાં આવ્યાં છે. પૂરા સત્રકાળ દરમિયાન તેમ જ આખા વર્ષ દરમિયાન આપણું અધ્યયન માંગળિક નીવડે તે માટે છેલ્લે એક જ મુદ્દો હવે મારે કહેવાનો Page #48 -------------------------------------------------------------------------- ________________ મંગળપ્રવચન [ ૧૩. છે, અને તે એ કે ગીતાના સંદેશ તરફ આપ સૌનું ધ્યાન ખેંચવું. ગીતા એ ગમે તે ક્ષેત્રમાં અને ગમે તે કાળમાં ગમે તે સમ્પ્રવૃત્તિ કરનારને પુસ્નાર્થમાં પ્રેરનારું એક અનુપમ પ્રતીક છે. આપણું એટલે અધ્યેતા અને અધ્યાપકોનું ધર્મક્ષેત્ર તે તે વિદ્યાક્ષેત્ર જ છે. એ ક્ષેત્રમાં પ્રવૃત્ત પણ ઢીલુંપોચું થયેલું, સદેહશીલ તેમ જ મુખ્ય ધ્યેયથી સહેજ પણ ફંટાતું મન એ જ અર્જુન છે અને અંદરને જાગતો, વિવેકી અંતરાત્મા એ કૃષ્ણ છે. તે અર્જુનને નિષ્ઠાવાન થવા, વિવેક કેળવવા, તેમ જ અપ્રમત્ત બની ધ્યેય ભણી આગળ. વધવા સંકેત કરે છે. આપણે સૌ એ સંકેતને અર્થ જેટલા પ્રમાણમાં વધારે સમજીએ તેટલા પ્રમાણમાં સૌનું મંગળ છે. તા. ૧૧-૯-૪૨ ને રાજ ભે, જે. વિદ્યાભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકે: આગળ કરેલું પ્રવચન. Page #49 -------------------------------------------------------------------------- ________________ જીવનશિલ્પનું મુખ્ય સાધન [૩] જીવન એ માત્ર શારીરિક નથી. તેથી ઊંડું અને સૂક્ષ્મ જીવન માનસિક છે અને તેથી પણ વધારે સૂક્ષ્મ અને સ્થાયી જીવન આધ્યાત્મિક છે. એવા જીવનમાં શિલ્પ રચવું એટલે એની વિવિધ કારીગીરી હસ્તગત કરવી. સામાન્ય રીતે આપણે બધા જ જીવનના કોઈ ભાગને સ્પર્શે તેના ધડતર ઉપર લક્ષ આપીએ છીએ. પરિણામે જીવન ઘડાતું નથી અને ઘડાય છે તે એકાંગી હાઈ વિકૃત જેવું બની જાય છે. તત્વજ્ઞાન એ જીવનના બધા અંશોને સ્પર્શી વિચાર કરે તે જ એ વસ્તુનું યથાર્થજ્ઞાન છે એમ કહી શકાય. તત્ત્વજ્ઞાનની અનેક વિચારસરણીઓ છે. પરિભાષાઓ પણ જુદી જુદી છે. આ ભેદને લીધે સામાન્ય જનને તો કે તત્વ જુદાં જુદાં ભાસે છે. શબ્દનિરૂપણ અને તજન્ય બોધની જે ભિન્ન ભિન્ન છાપ મન ઉપર પડે છે તે માણસને મૂળ વસ્તુના અભેદ ભણી વિચાર કરતા મોટે ભાગે રોકે છે. આનો વ્યાવહારિક ઉપાય છે એ પ્રશ્ન પણ જીવનશિલ્પી કે જીવન ઘડવૈયાને થાય છે, એનો ઉત્તર ઋષિઓએ આપે છે અને તે એ કે જે તત્વજ્ઞાન અંતરમાં વસ્યું કે સમજાયું હોય તે પ્રમાણે જીવન જીવવાનો પ્રામાણિક પ્રયત્ન એ જ તત્વજ્ઞાનની ભિન્ન ભિન્ન સમજણમાં રહેલા અભેદને સ્પષ્ટપણે સમજાવી આપે છે. જેઓ એ પ્રામાણિક પ્રયત્ન કરે છે તે ગમે તે વિચારસરણ અને ગમે તે પરિભાષા સ્વીકારતા હોય, છતાં જીવનશુદ્ધિની એક જ સમાનભૂમિકા ઉપર આવી ઊભા રહે છે. પછી તેમને પરંપરા અને શાસ્ત્રના શાબ્દિક ભેદે આડે નથી આવતા. તેમને બાહ્ય આચાર અને જીવન પ્રણાલીઓના ભેદ પણ નથી નડતા. એ ભેદનું ખોખું તેમને માટે ઉપરછલ્લું રહી જાય છે અને શુદ્ધિની અભેદ ભૂમિકા જ વાસ્તવિક બની રહે છે. આથી જ કહેવાયું છે કે વિચારની શુદ્ધિ આચારથી થાય છે. અહીં સમજવું ઘટે કે આચાર એટલે બીજાઓ દેખી શકે એવો માત્ર સ્થળ આચાર નહિ, પણ શ્વાસે શ્વાસની પેઠે જીવનમાં વણાયેલ અને આત્મસાક્ષીએ પ્રતીત થાય એવી સવૃત્તિઓના સંસ્કારને આચાર. બીજી રીતે એમ કહી શકાય Page #50 -------------------------------------------------------------------------- ________________ જીવનશિલ્પનું મુખ્ય સાધન [ ૧૫ કે આચારની શુદ્ધિ વિચારથી થાય છે. જેમ જેમ સૂક્ષ્મ અને સમભાવી વિચાર કરવામાં આવે તેમ તેમ આચારના કલ્પિત જાળાં ધ્યાનમાં આવે છે, અને તેનાં બંધનમાંથી છૂટા થવાને ઉત્સાહ પણ પ્રગટે છે. આ જ અર્થમાં દરેક સંપ્રદાયે જ્ઞાન અને ક્રિયા બનેને સરખું મહત્ત્વ આપ્યું છે. પણ એ જ્ઞાન એટલે માત્ર શાબ્દિક જ્ઞાન નહિ, અને એ ક્રિયા એટલે માત્ર સમાજગત કે સંપ્રદાયસંગત પ્રણાલી નહિ. એટલે જ્ઞાન એટલે તત્ત્વનું જ્ઞાન, મૂળ વસ્તુનું જ્ઞાન અને એ ક્રિયા એટલે એ જ જ્ઞાનને જીવનમાં એકરસ કરવાની સાધના. આ જ જીવનનું શિલ્પ છે, એમ મને લાગે છે. જીવનશિલ્પ એટલે કે વિકાસ જીવનશિલ્પને અર્થ વિકાસ થઈ શકે. વિકાસ બે પ્રકારનું છે. શારીરિક અને માનસિક, શારીરિક વિકાસ માત્ર મનુષ્યમાં નહિ, પરંતુ પશુપક્ષીમાં પણ દેખાય છે. ખાનપાનને સ્થાન સુંદર મળે અને કોઈ ભય ન રહે તે પશુ પણ ખૂબ બળવાન ને પુષ્ટ થાય. મનુષ્ય જ માત્ર ખાનપાન ને સ્થાનની યોગ્યતાથી શારીરિક વિકાસ નથી કરી શકતો. તે સઘળાં પાછળ તે ગ્ય મનોવ્યાપાર અર્થાત્ બુદ્ધિગ ને સંયમ રાખે તો જ તે શારીરિક વિકાસ કરી શકે. માનસિક વિકાસ માનવમાં જ સંભવિત છે. દેગ વિના તે સંભવિત નથી. છતાં ગમે તેટલું શરીરબળ કેમ ન હોય, પણ સમુચિત રીતથી યોગ્ય દિશામાં મનની ગતિ નથી થતી ત્યાં સુધી પૂરે માનસિક વિકાસ થતું નથી. એટલે કે, મનુષ્યનો પૂર્ણ શારીરિક કે માનસિક વિકાસ કેવળ વ્યવસ્થિત અને જાગ્રત બુદ્ધિયોગની અપેક્ષા રાખે છે. આપણે શોધવું જોઈએ કે વિકાસની અસલી જડ શેમાં છે? મુખ્ય ઉપાય કર્યો છે કે જે ન હોવાથી બીજું બધું હોય છે તે, ન હોવા બરાબર થાય છે. આનો જવાબ બહુ સરળ છે અને આપણું આસપાસના જીવનમાંથી જ તે જવાબ મળી શકશે. તમે જોશે કે જવાબદારી એ જ વિકાસનું પ્રધાન બીજ છે. મનને વિકાસ તેના સર્વઅંશની યોગ્યતા ને પૂર્ણ જાગૃતિ પર છે. આ સત્વ અંશને રજસ ને તેમસ અંશરૂપ પ્રમાદ દબાવી દે છે. જ્યાં સુધી જવાબદારી નથી રહેતી ત્યાં સુધી મનની ગતિ કુંઠિત થાય છે અને પ્રમાદનું તત્ત્વ વધી પડે છે, જેને રોગશાસ્ત્રમાં મનની ક્ષિત ને મૂઢ અવસ્થા કહે છે. જેવી રીતે શરીર પર શક્તિથી અધિક બે નાખવાથી સ્નાયુબળ કાર્યસાધક નથી બનતું તે રીતે ક્ષિત ને મૂઢ અવસ્થાનો જે પડવાથી મનની સ્વા Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] દર્શન અને ચિંતન ભાવિક વિચારશક્તિ નિષ્ક્રિય બને છે. જવાબદારી ન હોવાને લીધે આવતી નિયિતાથી રજસ ને તમસ ગુણને ઉક થાય છે. આથી જ સૌથી વધુ જરૂર જવાબદારીની છે. જવાબદારી અનેક પ્રકારની છે. ક્યારેક ક્યારેક તે મેહમાંથી આવે છેઃ એક યુવક મોહવશાત્ તેની પ્રેમિકા પ્રત્યે પિતાની જાતને જવાબદાર સમજે છે. ક્યારેક ક્યારેક સ્નેહમાંથી આ જવાબદારી આવે છે. માતા સ્નેહવશાત જ બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરે છે. ક્યારેક જવાબદારી ભયમાંથી આવે છે: રાતના જંગલમાં વાઘ આવવાનું હોય ત્યારે જાગ્રત રહી બચાવ કરવાની જવાબદારી સૌ પર આવે છે. આ રીતે લેભવૃત્તિ, પરિગ્રહકાંક્ષા, ક્રોધભાવના, માનમત્સર વિ. રાજસ-તામસ અંશેમાંથી જવાબદારી આવે છે. વિકાસના પ્રધાન સાધનરૂપ જે જવાબદારી કહી તે આ બધી જવાબદારીઓ નથી. આ બધી મર્યાદિત ને સંકુચિત જવાબદારીઓ છે, ક્ષણિક ભાવવાળી છે. પણ હું જે જવાબદારી કહું છું તે એક એવા ભાવમાંથી જન્મે છે, જે ન તો ક્ષણિક છે, ન તો સંકુચિત અને ન મલિન. એ ભાવ છે પોતાની જીવનશક્તિનો યથાર્થ અનુભવ કરવાને. જ્યારે આ ભાવમાંથી જવાબદારી પ્રગટ થાય છે ત્યારે તે સતત વેગવાળી નદીના પ્રવાહની જેમ રેકી શકાતી નથી. પિતાના પંથ પર કાર્ય કરતી તે જાય છે, ત્યારે નિક્રિયતા કે કુટિલતા રહેતી જ નથી. મેહ, સ્નેહ, ભય, લેભ આદિ અસ્થિર સંકુચિત ને સુદ્ર ભામાંથી પ્રગટતી જવાબદારી એક વસ્તુ છે અને જીવનશક્તિના યથાર્થ અનભવ પછી પ્રગટતી જવાબદારી એક બીજી વસ્તુ છે. ઉપરના બે ભાવોમાં શું અંતર છે ને બેમાંથી કયો ભાવ શ્રેષ્ઠ છે તે જેવું જરૂરી છે. મોહમાં રસાનુભૂતિ ને સુખસંવેદન પણ છે, પણ તે એટલા તો પરિમિત અને અસ્થિર છે કે તેના આદિ મધ્ય ને અંતમાં શંકા, દુઃખ અને ચિંતાને ભાવ ભર્યો છે. કેઈ યુવક તેના પ્રેમપાત્ર તરફ સ્કૂલ મેહવશ દતચિત્ત રહે છે, પણ પછી પહેલાના પ્રેમપાત્રની અપેક્ષાએ બીજું પાત્ર અધિક સુંદર, અધિક સમૃદ્ધ ને અધિક બળવાન મળે તો તેનું ચિત્ત પહેલી જગ્યાએથી છૂટી બીજી જગ્યાએ મૂકી પડશે અને તેની જવાબદારી કે કર્તવ્યપાલનની ગતિની દિશા બદલાશે. માતા હવશ અંગજાત બાળક પ્રત્યે પોતાનું સઘળું આપીને રસાનુભવ કરે છે, પણ તે રસનુભવ બિલકુલ સંકુચિત ને અસ્થિર છે; કારણ, તેની પાછળ મોહનો ભાવ છે. માને કે તેનું બાળક મરી ગયું ને તેથી વધુ Page #52 -------------------------------------------------------------------------- ________________ જીવનશિલ્પનું મુખ્ય સાધન [ ૧૭ સુંદર એક માતૃહીન બાળક તેને આશ્રયે આવ્યું. પણ આ નિરાધાર બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરવામાં એ માતાને એટલે રસાનુભવ નહિ થાય. આને અર્થ એ કે માતાની અર્પણવૃત્તિને પ્રેરક ભાવ કેવલ મેહ હતો, શુદ્ધ ને વ્યાપક સ્નેહ નહોતો. એ અપરિણત સ્નેહ હતો. જેવી રીતે રાંધેલું પણ ન પચેલું સુંદર અન્ન ન તો લોહી બનીને શરીરને સુખ પહોંચાડે કે ન તો બહાર નીકળી શરીરને હલકું કરે; માત્ર અંદર અંદર સડીને શરીર અને ચિત્તને અસ્વસ્થ બનાવે. આ જ સ્થિતિ માતાના કર્તવ્યપાલનમાં અપરિણુત સ્નેહની હતી. હવે ભય લઈ એ. રક્ષણ માટે ઝૂંપડું બંધાવ્યું. બચવા માટે અખાડામાં બળ મેળવ્યું. કવાયત ને નિશાનબાજી શીખ્યા. પણ પિતાના પર તે ભય ન રહ્યો છે જેને પિતાના સમજ્યા છે તેઓ પર પણ ભય ન રહ્યો, તો કર્તવ્યપાલનમાં પ્રેરણુ થતી નથી, પછી ભલેને રક્ષણ કરવાની કેટલીયે શક્તિ કેમ ન હોય. આ બધી જવાબદારીઓ સંકુચિત ભાવમાંથી ઉત્પન્ન થઈ છે. મેહ જેવા સધળા ભાવો બિલકુલ અધૂરા, અસ્થિર ને મલિન છે. જીવનશક્તિને યથાર્થ અનુભવ તે બીજો ભાવ છે, જે ન તો ઉદય થયા પછી નાશ પામે છે, ન મર્યાદિત કે સંકુચિત છે કે ન તો મલિન છે. પ્રશ્નઃ જીવનશક્તિના યથાર્થ અનુભવમાં એવું તે કેવું તત્ત્વ છે જેનાથી જન્મતું કર્તવ્યપાલન હમેશાં સ્થિર, વ્યાપક ને શુદ્ધ જ હોય છે ? જવાબ : આને જવાબ મેળવવા માટે જીવનશક્તિના સ્વરૂપ પર વિચાર કરવો જોઈએ. તમે પોતે જ વિચારો કે જીવનશક્તિ એ શું વસ્તુ છે. કોઈ પણ સમજદાર વ્યક્તિ માત્ર શ્વાસોચ્છવાસ કે પ્રાણને જીવનની મૂળ આધાર શક્તિ નહિ માને; કારણ કે, જ્યારે જ્યારે ધ્યાનની વિશિષ્ટ અવસ્થામાં પ્રાણને સંચાર ચાલુ નથી હોતો, ત્યારે પણ જીવન ચાલુ જ હોય છે. આથી માનવું પડે છે કે પ્રાણસંચારરૂપ જીવનની પ્રેરક ને આધારભૂત શક્તિ કેઈક બીજી જ વસ્તુ છે. અત્યાર સુધીના આધ્યાત્મિક સૂક્ષ્મ અનુભવીઓએ એ શક્તિને ચેતના કહી છે. ચેતના એ એક એવી સ્થિર ને પ્રકાશમાન શક્તિ છે કે જે દૈહિક, માનસિક ને ઍન્દ્રિય આદિ સર્વ કાર્યોનું થોડું ઘણું ભાન રાખે જ છે. આપણે પ્રત્યેક અવસ્થામાં આપણી ઐહિક, માનસિક કે અંકિય ક્રિયાને થોડે ઘણો પરિ. ચય રાખી શકીએ છીએ, તે શાથી? આપણું ક્રિયાઓનું આવું સંવેદન આપણને ચેતનાશક્તિ દ્વારા થાય છે. ગમે તે થાય, પણ આપણે ક્યારેય ચેતનાન્ય થઈ શકવાના નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] દર્શન અને ચિંતન ચેતનાની સાથે એક બીજી શક્તિ પણ ઓતપ્રેત થઈ છે, જેને આપણે સંકલ્પશક્તિ કહીએ છીએ. ચેતના જે કાંઈ સમજે તે સધળાને ક્રિયાકારી બનાવવા અથવા તે તેને મૂર્ત સ્વરૂપ આપવા તેની પાસે જે બીજું કોઈ બળ ન હોય તો તેની સમજણ બેકાર બને અને આપણે જ્યાં છીએ ત્યાં જ પડ્યા રહીએ. આપણે અનુભવીએ છીએ કે સમાજને અનુસરી એક વાર સંકલ્પ થતાં ચેતના કાર્યાભિમુખ થાય છે. જેવી રીતે કૂદવાવાળો સંકલ્પ કરે છે ત્યારે પિતાનું બધું બળ એકઠું કરીને કૂદકો મારે છે. બળને વીખરાઈ જતું રોકવું તે સંકલ્પશક્તિનું કાર્ય છે. સંકલ્પની મદદ મળી એટલે ચેતના ગતિશીલ થઈને પિતાનું સાધ્ય સિદ્ધ કરીને જ સંતુષ્ટ બને છે. આ ગતિશીલતાને ચેતનાનું વીર્ય સમજવું જોઈએ. આ રીતે જીવનશક્તિના પ્રધાન ત્રણ અંશ છે : ચેતના, સંકલ્પને વીર્ય. દરેક જણ સર્જનકાર્યથી આ ત્રણ શક્તિનો અનુભવ કરી શકે છે. અત્યારે આપણે સૌ તેનું અનુમાન જ કરીએ છીએ. તેને યથાર્થ અનુભવ એક જુદી જ વસ્તુ છે. સામે રહેલી દીવાલનો ઇન્કાર કરી તેને ન માનનાર જેમ દીવાલને લાત મારીને તેના અસ્તિત્વનો અનુભવ કરી શકે છે, તેમ આપણે સર્વમાં રહેલ ત્રિઅંશી જીવનશક્તિનો અનુભવ કરી શકીએ તેમ છીએ. આવા અનુભવ પછી જીવનદષ્ટિ બદલાઈ જાય છે. પછી એક નવી જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિ વિશ્વ પ્રત્યે પ્રાપ્ત થાય છે. મેહની કોટિમાં આવનાર ભાવથી પ્રેરિત કર્તવ્યદૃષ્ટિ અખંડ ને નિરાવરણ નથી હોતી. જીવનશક્તિના યથાર્થ અનુભવથી પ્રેરિત કર્તવ્યદૃષ્ટિ સાહજિક છે, સાત્વિક છે, અખંડ અને નિરાવરણ છે. તે રજન્સને તમસ અંશેથી પરાજિત થતી નથી. બુદ્ધ ને મહાવીરે માનવતાના ઉદ્ધારની આવી જવાબદારી શિર પર લીધી. શિષ્યોના પ્રલેભનથી સોક્રેટિસ મૃત્યુના મુખમાં જતાં બચી શકત, પણ જવાબદારી છોડવી તેણે ઉચિત ધારી નહિ. નો પ્રેમસંદેશ આપવાની જવાબદારી માટે જિસસે શુળીને પણ સિહાસન ગયું. ગાંધીજી બ્રાહ્મણની સેંકડો કુરૂઢિ રૂપી પિશાચિનીઓથી કે મુસ્લિમોની દંડાબાજીથી ડરીને કર્તવ્યચલિત ન થયા. આ સર્વે આપણા જેવા જ મનુષ્ય હતા, છતાં તેની જવાબદારી સ્થિર, વ્યાપક ને શુદ્ધ હતી; કારણ કે, તે જવાબદારી જીવનશક્તિના યથાર્થ અનુભવમાંથી આવી હતી. મારી દૃષ્ટિએ આવી જવાબદારી જ વિકાસનું મુખ્ય સાધન છે, જીવનશિલ્પનું મુખ્ય સાધન છે. –જીવનશિલ્પ ૮. ૫૩. Page #54 -------------------------------------------------------------------------- ________________ જીવનપથ [૪] જીવન સમુદ્ર જેવું અગાધ છે અને આકાશ જેવું અનંત છે. સમુદ્રને સપાટી છે, જીવનને પણ સપાટી છે. સપાટી ઉપર નાનાં મોટાં રંગબેરંગી હારબંધ અને હાર વિનાનાં આડાઅવળાં અનેકવિધ જાઓ ઊઠે છે, આગળ વધે છે, પાછાં વળે છે, અંદરોઅંદર અથડાય છે. એ અથડામણીમાંથી વળી નવાં તફાની મજા ઊઠે છે અને છેવટે તે કિનારે પહોંચ્યા પહેલાં વચ્ચે અથવા તો કિનારે પહોંચીને પણ વિલીન થઈ જાય છે. સપાટી ઉપરનું આ તરંગનૃત્ય એક પણ પળ થંભ્યા વિના રાત અને દિવસ સતત ચાલ્યા કરે છે. જ્યાં દેખે ત્યાં સુક્ષ્મ-સ્થૂલ કીટપતંગેની, વિવિધ પશુપક્ષીઓની અને માનવજાતિની સર્જન-સંહાર લીલા જોવા મળે છે. સપાટી ઉપરના ખેલ કરતાં ઊંડાણમાં ખેલ જેમ સમુદ્રમાં કાંઈક જુદા જ પ્રકારના હોય છે, જેમ જેમ તળ તરફ ઊંડા જઈએ તેમ તેમ પાણું એકવિધ જ હોવા છતાં એનાં વહન-પ્રતિવહનનાં પરિવર્તેમાં ફેર પડતો જ જાય છે, તેમ સપાટી ઉપરના જીવનને સ્પર્શતા જીવનસૃષ્ટિમાંના દેહગત વૈવિધ્ય કરતાં એ જીવનના ઊંડાણમાં રહેલ ભગત અને વાસનાગત વહેણોનું વિવિધ્ય બહુ જ જુદા પ્રકારનું અને જટિલ હોય છે. એમ તે સમુદ્ર અગાધતલસ્પર્શ વિનાને-કહેવાય છે, પણ માનવબુદ્ધિની છેલ્લી શોધોએ એનું તળિયું ભાખ્યું છે, તેમ છતાં હજી સુધીની કોઈ માનવશેઠે જીવનના તળનો લેશ પણ સ્પર્શ કર્યો નથી. તેથી જીવન ખરા અર્થમાં જ અગાધ છે. એના તળનોઊંડાણુને સ્પર્શ જેમ કલ્પનાતીત રહ્યો છે તેમ એના કાલિક કે દેશિક આદિ અને અવસાન બને અને કોઈ માનવબુદ્ધિ સ્પર્શી શકી નથી. આકાશપ્રદેશમાં ગમે ત્યાં જઈને ઊભા રહે, ગમે તેટલે દૂર જાઓ, છતાં ત્યાંનું ક્ષિતિજ નવનવું વિસ્તર્યો જ જવાનું. જીવનની બાબતમાં પણ એમ જ છે. કઈ પણ કક્ષાએ જઈને જીવનનો વિચાર કરે, એને વિશે કલ્પનાઓ સજે, પણ એ વિચારે અને એ કલ્પનાઓ સાવ અધૂરાં જ લાગવાનાં. જીવનના પૂર્ણ અને યથાવત્ સ્વરૂપને તે વિચારે કે કલ્પનાઓ પકડી શકવાનાં જ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] દર્શન અને શિંતન નહિ. એ એની પૂરી પકડથી પહેલાંના જેટલું જ વેગળું કે અલિપ્ત રહેવાનું. તેથી જ ખરા અર્થમાં જીવન અનંત છે, અમાપ છે, અગ્રાહ્ય છે, અય છે. જીવન અગાધ પણ છે, અનંત પણ છે એમ અનુભવીઓ હજારે. વર્ષ થયાં કહેતા આવ્યા છે. તેમ જાણવા છતાં માણસની બુદ્ધિ અને જિજ્ઞાસા તેનું તળ માપવા અને અંત જાણવા મળ્યા જ કરે છે. મનુષ્યમાં એવું કયું તત્ત્વ છે કે જેને લીધે તેની બીજી બધી સુધાઓ, જિજ્ઞાસાએ અને વાસનાઓ શમે, છતાં જીવનનું સ્વરૂપ જાણવાની તેની વૃત્તિ (આજ લગી કોઈની એવી વૃત્તિ પૂર્ણપણે શમી નથી એમ જાણવા છતાં) કોઈ પણ રીતે શમતી જ નથી ? આને ઉત્તર ભાણસાઈમાં પણ છે અને જીવનના મૂળ સ્વરૂપમાં પણ છે. માણસ એ અજ્ઞાત કાળથી જીવનતત્વે અનુભવેલ વિકાસક્રમની અસંખ્ય કક્ષાઓના વારસાગત સંસ્કારોનો છેલે સરવાળે છે. એ અજ્ઞાત વારસો જ એને વિકાસનાં નવાં ક્ષેત્રે અને નવી કક્ષાઓ તેમ જ તેની, શક્યતાઓની ભૂખ-જિજ્ઞાસા જગાડે છે. જીવનનું મૂળ સ્વરૂપ—એનું વ્યાવક લક્ષણ જ એ લાગે છે કે તે બીજું બધું ગમે તે જાણે કે ન જાણે, છતાં તેને પિતાનું રૂપ-સ્વરૂપ ઉત્તરોત્તર વધારે ને વધારે જાણ્યા વિના અને તે માટે પ્રયત્ન કર્યા વિના જપ જ વળતો નથી. પોતાના સ્વરૂપને જાણવાનો અજપ એ જ જીવનનું – ચેતનાનું છવાતુભૂત તત્ત્વ છે. આ જ તત્વથી પ્રેરાઈ દુનિયાના બધા જ ભાગમાં નવનવી શોધ ચાલ્યા જ કરે છે. કેઈ ભૌતિકશાસ્ત્ર લઈને કોઈ માનસશાસ્ત્ર લઈ, કોઈ ચિત્ર શિલ્પ કે સંગીત લઈ કે કોઈ ભાષાતત્વ લઈ જ્યારે તેની ઊંડામાં ઊંડી શોધમાં ગરક થાય છે ત્યારે તે ખરી રીતે પોતાની ચેતનામૂર્તિની આસપાસ જ કોઈને કોઈ ભમતીમાં પ્રદક્ષિણા કરતો હોય છે. પોતે શોધ માટે પસંદ કરેલ વિષયની ભમતીમાં એક એવું નાનું દ્વાર હોય છે કે એ ભમતીમાં પ્રદક્ષિણા કરતાં કરતાં તે દ્વારનું નાનકડું શું બારણું ઊઘડી જાય તે તેને પિતાની એ સ્થૂલ કે બાહ્ય લેખાતા વિષયની પ્રદક્ષિણામાંથી જ જીવનના ઊંડાણમાં રહેલ ચેતનામૂર્તિનું અધૂરું અને ઝાંખું ઝાંખું પણ દર્શન થવા પામે છે. અને એ જ દર્શન એને અખૂટ શ્રદ્ધાથી તરબોળ કરી નવું જીવન, નો ઉલ્લાસ અને નવી પ્રેરણા આપે છે. ભૌતિક શોધ અર્થે શરૂ કરેલ યાત્રા ક્યારેક આધ્યાત્મિક શોધનું રૂપ ધારણ કરે છે અને આધ્યાત્મિક શોધ માટે શરૂ કરેલ યાત્રા ભૌતિક શોધને. Page #56 -------------------------------------------------------------------------- ________________ જીવન પથ [ ૨૧ પણ સર્વથા ટાળી શકતી નથી. શેધને યાત્રાપથ જેટલું લાંબે છે તેટલું જ પ્રાચીન છે. એ યાત્રાએ નીકળેલ બધા જ યાત્રીઓ કઈ એક જ પડાવ ઉપર વિસામે કે વાસ કરતા નથી હોતા. કઈ ધના એક બિંદુએ, કઈ બીજા બિંદુએ તે કોઈ ત્રીજા બિંદુએ પડાવ નાખે છે અને વળી પાછો આગળ ચાલે છે. કેટલીક વાર ધકે કોઈ એક પડાવને જ કાયમને વાસ કે રહેઠાણ બનાવી લે છે. લક્ષ્મ એક જ હોવા છતાં શક્તિ, જિજ્ઞાસા, પ્રયત્ન અને રુચિના તારતમ્યને લીધે ક્યારેક માર્ગમાં તો ક્યારેક વિશ્રાન્તિસ્થાનમાં શોધકે શેધક વચ્ચે અંતર દેખાય છે. આધ્યાત્મિક વિષયની શેધને ઉદ્દેશી સ્પષ્ટીકરણ કરવું હોય તે એમ કહી શકાય કે કોઈ શોધક તપમાર્ગને જ અવલંબી યાત્રા શરૂ કરે છે અને કોઈને કોઈ પ્રકારનાં તપને જ આશ્રય લઈ ત્યાં વિસામો કરે છે અને એમાંથી જ એક કાયમી “તપ” પડાવ સ્થિર થાય છે. બીજો શોધક ધ્યાન અને અને માર્ગે પ્રસ્થાન શરૂ કરે છે ને એ જ માર્ગે ક્યાંઈક સ્થિરવાસ કરે છે. ત્રીજો શોધક જ્ઞાન-વિજ્ઞાનની નવી નવી દિશાઓને સ્પર્શ કરતા કોઈ એક બિંદુએ જઈ થંભે છે ને ત્યાં જ ડેરે ડાલે છે. કેઈ ઉપાસના, નિકા કે ઇષ્ટ તત્ત્વની ભક્તિમાં લીન થતું. થત ભક્તિના અમુક બિંદુએ વિસામે લે છે, ને પછી તે જ તેનું કેન્દ્ર બને છે. જેમ માર્ગની બાબતમાં તેમ વિષયની બાબતમાં પણ બને છે. કઈ શેધક વિશ્વચેતના કે જીવનના સામાન્ય સ્વરૂપને લક્ષમાં રાખી શોધ કરે છે, તો કોઈ બીજો વિશ્વચેતનાના દેખાતા અને અનુભવાતા વિવિધ પાસાઓ અને ભેદના સ્વરૂપ તેમ જ તેના કારણ વિશે શેધ ચલાવે છે. કોઈ એ કારણની શોધમાંથી કર્મતત્વને વિચાર કરવા, તે કઈ ઈશ્વરતત્વને વિચાર કરવા, તે બીજો કોઈ કાળતત્વ કે નિયતિ, સ્વભાવ આદિ તની શોધ અને વિચારણામાં ગૂંથાઈ જાય છે. આને લીધે ભારતીય આધ્યાત્મિક ચિંતનની દીર્ધ યાત્રામાં અનેક માર્ગોના જુદાં જુદાં પ્રસ્થાન તેમ જ નાનાવિધ વિષયનાં જુદાં જુદાં નિરૂપણે જોવા મળે છે. એક રીતે એમ કહી શકાય કે જેટલું ભારતીય કે વિશ્વ વાક્ય ઉપલબ્ધ છે તે બધું એકંદર આ શિધને જ પ્રત્યક્ષ પુરા છે. –અપ્રકાશિત Page #57 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કયાં છે? [ પ ] ધર્મના એ રૂપા છેઃ એક તો નજરે ચડે તેવું અને ખીજું નજરે ન ચડે પણ માત્ર મનથી સમજી શકાય તેવુ. પહેલા રૂપને ખીજા રૂપને તેને આત્મા કહી શકાય. ધર્મના દેહ અને જરૂર દુનિયાના બધા ધર્મોના ઇતિહાસ કહે છે કે બધા ધર્મોને દેહ હાય છે. પહેલાં એ જોઈએ કે એ દેહ શાથી બને છે? દરેક નાના મોટા ધર્માં પથનું અવલોકન કરીએ તે આટલી ખાખતા તે સર્વસાધારણ જેવી છે - શાસ્ત્ર, તેને રચનાર અને સમજાવનાર પંડિત કે ગુરુ, તીથ મંદિર આદિ પવિત્ર લેખાતાં સ્થળે, અમુક જાતની ઉપાસના અગર ખાસ જાતના ક્રિયાકાંડા, એવાં ક્રિયાકાંડા અને ઉપાસનાઓને પોષનાર અને તે ઉપર નભનાર એક વ. સર્વ ધર્મપથની અંદર, એક અથવા બીજે રૂપે, ઉપર જણાવેલી વસ્તુ મળી આવે છે અને તેજ તે તે ધર્મપથના દેહ છે. હવે જોવું રહ્યું. કે. ધર્મ ના આત્મા એ શું છે? આત્મા એટલે ચેતના કે જીવન. સત્ય, પ્રેમ, નિઃસ્વાર્થપણું, ઉદારતા અને વિવેક–વિનય આદિ સદ્ગુણા તે ધન આત્મા છે. દેહ ભલે અનેક અને જુદા જુદા હાય, પણ આત્મા સત્ર એક જ હાય છે. એક જ આત્મા અનેક દેહ દ્વારા વ્યક્ત થાય છે અથવા એમ કહીએ કે એક જ આત્મા અનેક દેહામાં જીવન પાષે છે, જીવન વહાવે છે. તે જીવન અનેક દેહામાં એક જ હાય અને અનેક દેહા એ તે માત્ર જીવનને પ્રગટ થવાનુ વાહન હેાય તેા પછી એ બધા જુદા જુદા દેહામાં વિરાધ, તકરાર, ક્લેશ અને અથડામણી કેમ સભવે, એ મુદ્દાને પ્રશ્ન છે. એક જ શરીરના અંગ બની રહેલા અને જુદે જુદે સ્થાને ગાવાયેલા તેમ જ જુદું જુદું કામ કરવા નિયેાજાયલા હાથ, પગ, પેટ, આંખ, કાન વગેરે અવયવા કાંઈ અંદરોઅંદર લડતા કે અથડાતા નથી, તા પછી એક જ ધર્મના આત્માને ધારણ કરવાના દાવા કરનાર જુદા જુદા ધર્મપથના જુદા જુદા દેહ દાદર કેમ લડે છે?એમના આખા ઇતિહાસ અંદરા Page #58 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩ ધર્મ ક્યાં છે? અંદરની લડાઈથી કેમ રંગાયેલો છે? એ પ્રશ્ન ઉપર દરેક વિચારકનું ધ્યાન જવું ઘટે છે. નિરીક્ષણ કરનાર અને વિચાર કરનારને સ્પષ્ટ જણાશે કે દરેક પળે જ્યારે આત્મા વિનાના મડદા જેવા થઈ કેહવા માંડે છે અને તેમાંથી ધર્મના આત્માનું નર લેપ થઈ જાય છે ત્યારે જ તેઓ સંકુચિતદષ્ટિ બની એક બીજાને વિધી અને દુશ્મન માનવા–મનાવવા મંડે છે. આ કેહવાણ કેવી રીતે શરૂ થાય છે અને તે કેમ વચ્ચે જાય છે એ જાણવું હેય તે બહુ ઊંડાણમાં જવું પડે તેમ નથી. શાસ્ત્ર, તીર્થો અને મંદિરે વગેરે પિતે જડ હાઈ કેાઈને પકડી રાખતાં, ધકેલતાં કે આ કરવા કે તે કરવાનું કહેતાં નથી. એ પિતે જડ અને નિષ્ક્રિય હેઈ બીજા ક્રિયાશીલ દ્વારા જ પ્રેરાય છે. એવા ક્રિયાશીલે એટલે દરેક ધર્મપંથના પંડિત, ગુરુ અને ક્રિયાકાંડીઓ. જ્યારે એવા પંડિતે, ગુરુ અને ક્રિયાકાંડીઓ પિતે જાણે-અજાણે ધર્મની ભ્રમણામાં પડી જાય છે અને ધર્મના મધુર તેમ જ સરલ આશર નીચે તેઓ વગર મહેનતિયું, સગવડિયું અને બિનજવાબદાર જીવન જીવવા લલચાય છે ત્યારે જ ધર્મપંથના દેહે આત્મવિહોણું બની સડવા લાગે છે, કેહવા મંડે છે. અનુયાયી વર્ગ ભળે હેય, અભણ હોય કે અવિવેકી હોય ત્યારે તે ધર્મને પિષવાની ભ્રમણામાં ઊલટું ધર્મદેહનું કેહવાણ જ પષે છે અને આ પોષણની મુખ્ય જવાબદારી પેલા સગવડિયા પંડિત કે પુરે હિતવર્ગની હોય છે. દરેક પંથના પંડિત કે પુરોહિતવર્ગને જીવન તો સુખશીલ જીવવાનું હોય છે. પિતાની એબ બીજાની નજરે ન ચડે અને પિતે અનુયાયીવર્ગની નજરમાં મેટે દેખાય એવી લાલસા તે સેવતો હોય છે. આ નિર્બલતામાંથી તે અનેક જાતના આડંબરે પિતાના વાડામાં પિળે જાય છે અને સાથે સાથે ભોળા અનુયાયીવર્ગ રખે બીજી બાજુ તણાઈ જાય એ ધાસ્તીથી તે હંમેશા બીજા ધર્મપથના દેહની ખામીઓ બતાવ્યા કરે છે. પિતાના તીર્થનું મહત્ત્વ તે જ્યારે ગાય છે ત્યારે તેને બીજાઓનાં તીર્થોના મહત્વને ખ્યાલ નથી આવતો. એટલું જ નહિ, પણ તે બીજા ધર્મપથના તીર્થોને ઉતારી પાડતાં પણ ચૂકતા નથી. સનાતનધર્મને પંડ્યો કાશી અને ગયાનું મહત્વ વર્ણવે ત્યારે તે કદી તેની જ પાસે આવેલ સારનાથ અને રાજગૃહનું મહત્વ નહિ વર્ણવે. ઊલટું, તે એ તીર્થોને નાસ્તિકધામ કહી ત્યાં જતા પિતાના અનુયાયીવર્ગને રોકશે. પાલીતાણું અને સમેતશિખરનું મહત્વ વર્ણવનાર Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] દર્શન અને ચિંતન કોઈ ગરજી ગંગા અને હરિદારનું મહત્ત્વ ભાગ્યે જ સ્વીકારશે. કઈ પાદરી જેરૂસલેમની પેઠે મક્કા, મદિનાને પવિત્ર નહિ માને. એ જ રીતે એક પંથના પંડિતો બીજા પંથના પિતા કરતા અતિમહત્ત્વનાં શાસ્ત્રોનું પણ મહત્વ નહિ સ્વીકારે. એટલું જ નહિ, પણ તેઓ બીજા પંથનાં શાસ્ત્રને અડવા સુધ્ધાંની પિતાના અનુયાયી વર્ગને મનાઈ કરશે. ક્રિયાકાંડની બાબતમાં તો કહેવું જ શું? એક પંથને પુહિત પિતાના અનુયાયીવર્ગને બીજા પંથમાં પ્રચલિત એવું તિલક સુધ્ધાં કરવા નહિ દે. આ ધર્મપંથનાં કલેવરેની અંદરોઅંદરની સૂગ તેમ જ તકરારેએ હજારો વર્ષ થયાં પંથમાં એતિહાસિક જાદવાસ્થળી પિષી છે. ' આ રીતે એક જ ધર્મના જુદા જુદા દેહનું યુદ્ધ ચાલ્યા કરે છે. તેનું એક કારણ તે ઉપર બતાવવામાં આવ્યું જ છે અને તે એ કે તે ઉપર નભતા વર્ગની અકર્મણ્ય અને સગવડપ્રિય જિંદગી. પણ એનું બીજું પણ એક કારણ છે, અને તે છે દરેક પંથના અનુયાયીવર્ગની મતિમંદતા તેમ જ તેજહીનતા. જે આપણે ઈતિહાસને આધારે એમ સમજીએ કે મોટે ભાગે પંથના પિષકે માનવતાને સાંધવાને બદલે ખંડિત જ કરતા આવ્યા છે તે આપણી અનુયાયી વર્ગની એ ફરજ છે કે આપણે પોતે જ ધર્મનાં સૂત્ર હાથમાં લઈએ અને તેને વિષે સ્વતંત્ર વિચાર કરીએ. એક વાર અનુયાયીવર્ગમાંથી આ વિચારી અને સાહસી વર્ગ બહાર પડે તો એ પંથના દેહપિષકોમાંથી પણ કોઈ એને સાથ આપનાર જરૂર મળી રહેવાનો. ધર્મપંથના પિષકોમાં કોઈ યોગ્ય નથી જ હતો કે એગ્ય નથી જ સંભવતે એવું કાંઈ નથી, પણ ધીરે ધીરે દરેક પંથનું વાતાવરણ એવું અન્યોન્યાશ્રિત થઈ જાય છે કે તેમાં એક સારો પુરોહિત કે પંડિત કે ગુરુ કાંઈક ખરું કહેવા કે વર્તવા ધારે તેય તે બીજાથી ડરે છે અને બીજો ત્રીજાથી ડરે છે. જેમ બધા જ લાંચિયા કામ કરતા હોય તેવે સ્ટેશન આદિ સ્થળે એકાદ બિનલાંચિયાને જીવન ગાળવું કાંઈક અઘરું થઈ પડે છે તેમ પંથદેહના પિષકોમાં કોઈ યોગ્ય વ્યક્તિ વિષે બને છે. અસાધારણ શક્તિ ન હોય ત્યાં લગી પુરહિત, પંડિત કે ગુરુવર્ગમાં ઊછરેલ હોય તેવાને તેની જ કુલપરંપરાગત પ્રવૃત્તિને વિરોધ કરવાનું અગર તેમાં ઉદાર દષ્ટિબિન્દુ દાખલ કરવાનું ભારે અઘરું થઈ પડે છે. જે ધર્મ સૌને એકસરખો પ્રકાશ આપવાની અને સૌને સમાનભાવે જોવાની દૃષ્ટિ અર્પવાની શક્તિ ધરાવે છે તે જ ધર્મ પથમાં અટવાઈ અસ્તિત્વ ગુમાવી દે છે. પથપોષક વર્ગ જ્યારે ધર્મનાં પ્રવચન કરે ત્યારે આખા જગતને સમભાવે જોવાની અને સૌની નિર્ભેળ સેવા કરવાની વાત કરે છે અને એ વાત પિતાનાં શાસ્ત્રોમાંથી Page #60 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ક્યાં છે? [ ૨૫ તારવી બતાવે છે, પણ જ્યારે એમના વર્તન તરફ નજર કરીએ ત્યારે જે અસંગતિ તેમની રહેણી-કહેણી વચ્ચે હોય છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. સેવા, સંપૂર્ણ ત્યાગ અને અહિંસાને મહિમા ગાનાર તેમ જ તેના પ્રચાર માટે ભેખ લેનાર વર્ગ લોકોએ પરસે ઉતારી પેદા કરેલ પિસા જ્યારે માત્ર પિતાની સેવા ખાતર વપરાવે છે અને તદ્દન નકામા તેમ જ બોજારૂપ થઈ પડે એવા ક્રિયાકાંડ, ઉત્સવો, આડંબરે અને પધરામણીઓમાં તે પૈસો ખર્ચાવી ઊલટું ધર્મકૃત્ય કર્યાને સતિષ પિષે છે, ત્યારે સમજદાર માણસનું મન કકળી–પિકારી ઊઠે છે કે આવા આડંબરે અને ધર્મને શી લેવા દેવા ? જે આડંબરે અને પધરામણીઓમાં જ ધર્મની પ્રભાવના અને વૃદ્ધિ હેય તે ગુણકારને હિસાબે જે વધારે આડંબર કરે-કરાવે તે વધારે ધાર્મિક ગણાવો જોઈએ. જે તીર્થો અને મંદિરે નિમિત્તે માત્ર ધનસંચય કરે એ ધર્મનું એક લક્ષણ હોય છે જે પેઢી તેવું ધન વધારે એકત્ર કરે અને સાચવે તેજ વધારે ધાર્મિક ગણાવી જોઈએ. પણ બીજી બાજુ પથદેહના પોષકે જ તેથી ઊલટું કહે છે અને માને-મનાવે છે. તેઓ પિતાના વાસ્તે થતા આડંબર સિવાય બીજાઓના આડંબરનું મહત્ત્વ કે તેનું ધાર્મિકપણું નથી ગાતા. એ જ રીતે તેઓ દુનિયાના કોઈ પણ બીજા ધર્મપંથની પેઢીની પુષ્કળ દેલતને ધાર્મિક દેલત નથી ગણતા. જે આમ છે તો એ પણ ખુલ્લું છે કે બીજા પંથના પિષકે પહેલા પંથના પિષકોના આડંબર તેમ જ તેની પેઢીઓને ધાર્મિક ન ગણે. જે બન્ને એક બીજાને અધાર્મિક જ લેખે તો આપણે શું માનવું? શું બધા ધર્મપથના આડંબરે ધાર્મિક છે કે કેઈ એક પંથના જ કે બધા જ પંથના આડંબરેને ધર્મ સાથે કશી લેવાદેવા નથી? આપણું વિવેકબુદ્ધિ જાગરિત હોય તો આપણે જરા પણ મુશ્કેલી સિવાય નક્કી કરી શકીએ કે માનવતાને ન સાંકળે, એમાં અનુસંધાન પેદા કરે એવા ગુણે ન પ્રગટાવે તેવી કોઈ પણ બાબત ધાર્મિક હોઈ જ ન શકે; એને ધર્મભાવના કહી જ ન શકાય. અનુયાયી વર્ગમાં ઉપરની સમજ પેદા કરવી, તે સમજ ઝીલવા અને બીજાને કહેવા જેટલું નમ્ર સાહસ કેળવવું એ જ ધર્મનું શિક્ષણ છે. આ શિક્ષણ લઈએ તે આપણને સ્પષ્ટપણે જણાય કે ધર્મ કર્યો છે? આપણને એ શિક્ષણ દીવા પેઠે બતાવી શકે કે ધર્મ એ એના આત્મામાં છે અને તેને આત્મા એટલે જીવનમાં સદાચાર અને સંગી વર્તન. આ આત્મા હોય તે દેહની કિંમત છે, પણ આત્મા ન હોય તે તે દેહની મડદાથી જરાયે વધારે કિંમત Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] દર્શન અને જિતનથી. જાતજાતના પંથે ઊભા કરેલ હોના આશરા વિના પણ ધર્મને. આત્મા જીવનમાં પ્રકટી શકે અને એવા દેહોને ગમે તેટલે આશ્રય લેવા. છતાં પણ ઘણી વાર એ આત્માનું જીવન જીવી ન શકાય. ઉપરની બધી ચર્ચાને સાર એટલે જ છે કે સાધનની તંગીવાળા, અને અનેક જાતની મુશ્કેલીવાળા આ યુગમાં માનવતાને સાધવાને અને તેને જીવવાને એક જ ઉપાય છે, અને તે એ કે આપણે ધર્મની બ્રમણ અને તેના વહેમેથી જલદી મુક્તિ મેળવીએ અને અંતરમાં ધર્મને સાચો અર્થ સમજીએ.. –શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, સુવર્ણ મહોત્સવ અંક Page #62 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવાહ અને આનુષંગિક સમસ્યાઓ [૬]. શ્રી રાધાકૃષ્ણનના આ પુસ્તક ધર્મોનું મિલન'માં તેમની ત્રણ વિશેષતાઓ વિશેષ રૂપે નજર આગળ તરી આવે છે : (૧) કંટાળો ઊપજે એવું લંબાણ કર્યા સિવાય અત્યંત મનોહર શૈલીએ તદ્દન ફુટ ચર્ચા કરવી, (૨) ચર્ચાના વિષય પર ગંભીરપણે લખનાર સંખ્યાબદ્ધ લેખકેની સાક્ષીઓ આપી તેમનાં કામલાયક અવતરણોના સમુચિત સંકલનથી પિતાના વક્તવ્યને સ્ફટ ને સમૃદ્ધ કરવું, (૩) એમનાં તર્કપાટવ અને સમભાવ. ભૂતકાળની પેઠે આ યુગમાં પણ ભારતે અનેક સમર્થ ધર્મચિન્તકે અને. ધર્મ વિષે સાધિકાર લખનારબેલનારાઓ નિપજાવ્યા છે. અસાધારણતા તે. બધાને સામાન્ય ગુણ છે, છતાં તે સૌની ભૂમિકા જુદી જુદી છે. ભારત અને ભારત બહારના વિશ્વ ઉપર ધર્મ વિષેની પિતાની વિચારણા અને અનુભૂતિની વિશિષ્ટ છાપ પાડનાર પાંચ પુ સુવિદિત છે. શ્રી અરવિંદ ગૂઢ તાકિ સાધન દ્વારા ને ગૂઢ વાણુ દ્વારા ધર્મનાં ગૂઢ ત પ્રકાશે છે; તે પારાના રસાયન જેવા હેઈ સર્વભોગ્ય નથી. કવિવર રવીન્દ્ર પિતાની કવિસુલભ સર્વતોમુખી પ્રતિભા અને સહજસિદ્ધ ભાષાસમૃદ્ધિના હત્યંગમ અલંકારથી ધર્મના તત્વનું રસપૂર્ણ નિરૂપણ કરે છે. તે ઉપનિષદ અને ગીતાની ગાથાઓ. સમું સરલતમ અને ગૂઢતમ બન્ને પ્રકારનું કાવ્ય બની રહે છે, તેથી તે બહુભોગ્ય છતાં વસ્તુતઃ અલ્પગ્ય જ છે. ગાંધીજીનાં ધર્મ વિષેના ઉદ્ગારે ને લખાણે સર્વલક્ષી હોઈ તે ગંભીર છતાં પણ સંતસમા તપસ્વીની વાણીરૂપે સર્વગમ્ય બને છે. તેથી તે અધિકારીભેદે બકરી અને ગાયના દૂધની પિષક ગરજ સારે છે. ડે. ભગવાનદાસનાં ધર્મચિન્તન અને વિચારલેખન એ અનેક ઉદ્યાને માંના અનેકવિધ પુષ્પમાં રહેલ મકરંદને પચાવી શૃંગરાજે કરેલા મધુસંચય જેવાં છે. તે મધુર અને પથ્ય હોવા છતાં દૂધના જેટલાં સુપચ નથી. શ્રી રાધાકૃષ્ણનનાં ધર્મપ્રવચને એ અનેક ઉદ્યાનોમાંથી અનેકવિધ લતાવૃક્ષ પરથી ચૂંટી એકત્ર કરેલા અને રંગી ને અનેક જાતનાં કુસુમો વડે અસાધારણ કુશળતા ધરાવનાર માલાકારે ગૂંથેલી એક મરમ પુષ્પમાળા સમાન છે. તે ગમે તે પ્રેક્ષક અધિકારીની દૃષ્ટિને લેભાવે છે, અને પિતાની મહેકથી. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ]. દર્શન અને ચિંતન તેમ જ વિવિધવણું સુન્દરતાથી વાંચનાર કે શ્રોતાને વિષયમાં લીન બનાવી રસ લેતા કરે છે. ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ, તેમ જ એ બે તની દોરવણી નીચે ઘડાતો જીવનવ્યવહાર. આ જ ધર્મ પારમાર્થિક છે. બીજા જે વિધિનિષેધ, ક્રિયાકાંડે, ઉપાસનાના પ્રકારે વગેરે ધર્મની કટિમાં ગણાય છે, તે બધાં જ વ્યાવહારિક ધર્મો છે અને તે ત્યાં લગી અને એટલે જ અંશે યથાર્થ ધર્મના નામને પાત્ર છે, જ્યાં લગી અને જેટલે અંશે તે ઉક્ત પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ ધરાવતા હોય છે. પારમાર્થિક ધર્મ એ જીવનની મૂલગત તેમ જ અદશ્ય વસ્તુ છે. તેને અનુભવ કે સાક્ષાત્કાર તે ધાર્મિક વ્યક્તિને જ હોય છે, જ્યારે વ્યાવહારિક ધર્મ દશ્ય હેઈ પરપ્રત્યેય છે. પારમાર્થિક ધર્મને સંબંધ ન હોય તો ગમે તેટલા જૂના અને બહુસંમત બધા જ ધર્મો વસ્તુતઃ ધર્માભાસ જ છે. આધ્યાત્મિક ધર્મ એ કોઈ એક વ્યકિતના જીવનમાંથી નાના-મોટા સ્ત્રોતરૂપે પ્રગટ થાય છે, અને તે આસપાસના ભાનવસમાજની ભૂમિકાને લાવિત કરે છે. એ સ્ત્રોતનું બળ કે પ્રમાણ ગમે તેટલું હોય, છતાં તે સામાજિક જીવનની ભૂમિકાને અમુક અંશે જ આર્ટ કરે છે. ભૂમિકાની એ અધૂરી ભીનાશમાંથી અનેક કીટાણુ જન્મે છે, અને તે પિતાની આધારભૂત ભૂમિકાને જ ભરખે છે. એવામાં વળી કોઈ બીજી વ્યક્તિમાં ધર્મને સ્ત્રોત ઉદ્ભવે છે, અને તે પ્રથમના કીટાણુજન્ય સડાને ધોઈ નાખવા મથે છે. આ બીજો સ્ત્રોત પ્રથમના સ્ત્રોત ઉપર બાઝેલી લીલને ધોઈ નાખી જીવનની ભૂમિકામાં વધારે ફલદાયી કાપ મૂકે છે. વળી એ કાંપના બીજા થર ઉપર લીલ જામે છે, અને ક્યારેક કાલક્રમે ત્રીજી વ્યક્તિમાં પ્રભવેલ ધર્મસ્ત્રોત એનું માર્જન કરી નાખે છે. આવી રીતે માનવજીવનની ભૂમિકા પર ધર્મોતનાં અનેક વહેણે વહેતાં રહે છે, અને એ રીતે ભૂમિકા વિશેષને વિશેષ યોગ્ય તેમ જ ફળદ્રુપ બનતી જાય છે. ધર્મોતનું પ્રકટીકરણ એ કોઈ એક દેશ કે એક જાતિની પૈતૃક સંપત્તિ નથી. એ તે માનવજાતિરૂપ એક વૃક્ષની જુદી જુદી શાખા પર ઉ૬ભવનાર સુફળ છે. તેને પ્રભાવ વિરલ વ્યક્તિમાં હોય છે ખરે, પણ તે દ્વારા સમુદાયમાં અમુક અંશે વિકાસ અવશ્ય થાય છે. તે જ રીતે ધર્મની આકર્ષકતા, તેની પ્રતિષ્ઠા અને તેના નામ નીચે બધું જ સારું-નરસું કરવાની શક્યતા, તેમ જ નરસાને ત્રાણ આપવાની એની શક્તિ, એ બધાં બળેને લીધે માનવસમુદાયમાં અજ્ઞાન ને વાસનાજન્ય અનેક ભયસ્થાને પણ ઊભાં Page #64 -------------------------------------------------------------------------- ________________ ધમપ્રવાહ અને આનુષંગિક સમસ્યાઓ [ ર૯ થાય છે. કોઈ પણ ધર્મપંથે આવાં એક યા બીજા પ્રકારનાં ભયસ્થાનોથી. છેક જ મુક્ત હોતા નથી. તેથી જ આ લેક અને પરલકનો ભેદ મટાડવાની, પ્રેમ અને શ્રેય વચ્ચે અભેદ સાવધાની, તેમ જ આવતા બધી જાતના વિક્ષેપિને ટાળી માનવજીવનમાં સામંજસ્ય સ્થાપવાની ધર્મની મૌલિક શક્તિ કુંઠિત બને છે. ધર્મનાં ઉત્થાન અને પતનના ઈતિહાસનું આ જ હાર્દ છે. ધર્મનદીને કિનારે અનેક તીર્થો ઊભાં થાય છે, અનેક પંથના ઘાટે બંધાય છે. એ ઘાટ પર નભનાર વાડાવી સર્વ પંડા કે પુરોહિતે પોતપિતાના તીર્થ અને ઘાટની મહત્તા કે શ્રેષ્ઠતા ગાઈને જ સંતોષ નથી પામતા, પણ મેટે ભાગે તેઓ બીજાં તીર્થો અને બીજા પંથરૂપ ઘાટની ઊણપ બતાવવામાં વધારે રસ લે છે. તેઓ ધર્મની પ્રતિષ્ઠા સાથે કેટલાંક તને. સેળભેળ કરી નાખે છે. તેમાંનું એક તત્ત્વ તો એ કે અમારે ધર્મ એ મૂલતઃ શુદ્ધ છે, અને તેમાં જે કંઈ અશુદ્ધિ હોય તો તે પરપંથની આગંતુક અસર છે. બીજું તત્ત્વ એ કે બીજા ધર્મપથમાં કંઈ સારું હોય તેને પિતાના ધર્મની અસર તરીકે બતાવવું. ત્રીજું તત્વ એ કે સનાતનતા સાથે જ શુદ્ધિ અને પ્રતિષ્ઠાનો સંબંધ વિચારે. આ અને આના જેવા બીજા વિકારી, તોથી લેકનું ધાર્મિક જીવન પણ સુબ્ધ બને છે. દરેક પંથ પિતાની સનાતનતા ને પોતાની શુદ્ધિ સ્થાપવા મથે છે, અને બીજા ધર્મમાં રહેલ ઉચ્ચ તત્વો સામે આંખ મીચી દે છે. ધાર્મિક જીવનના આ સડાને દૂર કરવાનાં અનેક માર્ગો પૈકી એક માર્ગ–અને સુપરિણામદાયી માર્ગ–એ પણ છે કે દરેક ધર્મજિજ્ઞાસુને ધર્મનું જ્ઞાન ઐતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિએ આપવું, જેથી ધર્મનું શિક્ષણ માત્ર એકપંથગામી મટી સર્વપથગામી બને, અને સ્વ કે પર દરેક પંથના પૂલ તેમ જ સૂક્ષ્મ જીવનના ઈતિહાસનું પણ ભાન થાય. આ જાતના. શિક્ષણથી પિતાના પંથની પેઠે બીજા પંથમાં પણ રહેલ સુતોને સહેલાઈથી જાણી શકાય છે અને પરપંથની જેમ સ્વપંથમાં રહેલી ત્રુટિઓનું પણું. વાસ્તવિક ભાન થાય છે. તેની સાથેસાથે પ્રાચીનતામાં જ મહત્તા અને શક્તિને બંધાયેલે ભ્રમ પણ સહેલાઈથી ટળે છે. આ દષ્ટિએ ધર્મના ઐતિહાસિક અને તુલનાત્મક શિક્ષણનું બહુ ઊંચું સ્થાન છે. ધર્મનું વ્યાપક અને તટસ્થ દષ્ટિએ એતિહાસિક ને તુલનાત્મક શિક્ષણ. આપવું હોય તે તે માટે પૂર્ણ યોગ્ય સ્થાન તે સાર્વજનિક કલેજે ને યુનિ. વર્સિટીઓ જ છે. એમ તે દરેક દેશમાં અનેક ધર્મધામે છે, અને જ્યાં જ્યાં ધર્મધામ હોય ત્યાં ત્યાં નાનાં-મોટાં વિદ્યાધામ હોવાનાં જ. પણ આપણે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] : દર્શન અને ચિતન જાણીએ છીએ કે એ વિદ્યાધામા જે જે પથના હોય તેજ પ ંથના વિદ્યાીં અને મોટે ભાગે તે જ પંથના અધ્યાપકે તેમાં હોય છે. તે વિદ્યાધામ ગમે તેટલું ઉદાર વાતાવરણ ધરાવતુ હોય છતાં તેમાં પરપથાના વિદ્યાર્થીઓ કે અધ્યાપકા જતા નથી, અને જાય તો તેમાં એકરસ થઈ શકતા નથી. એટલે પરિણામ એ આવે છે કે દરેક પથ દ્વારા ચલાવાતાં વિદ્યાધામેામાં ધર્મનું શિક્ષણ એકદેશીય જ રહી જાય છે. એને લીધે પંથ પથના અનુયાયીઆની વિચારણામાં રહેલું અંતર કે તેમાં રહેલી ભ્રાન્તિએ મટવાને ખદલે, વિશેષ વધે નહિ તાપણુ, કાયમ તો રહે છેજ. જ્યારે વર્તમાન યુગ દૂરવર્તી ભિન્નભિન્ન ખંડના માણસાને સહેલાઈથી મળવાનાં સાધના ધરાવે છે. અને અનેક બાબતો પરત્વે વિશ્વસ ધની વ્યવસ્થા કરવાની શક્તિ ધરાવે છે, ત્યારે તે યુગમાં માણુસજાતનાં હાડમાંસ સાથે સંકળાયેલ ધર્માંતત્ત્વનું એકદેશીય શિક્ષણ કદી નભી ન શકે, નલવું ન જોઈએ. ખરી રીતે આ યુગે જ સમિલન યોગ્ય કૉલેજો અને યુનિવર્સિટીએ ઊભી કરી છે, અને તે જ સંસ્થાએ પ્રાચીન વિદ્યાધામા અને ધર્માશિક્ષણનાં ધામાનું સ્થાન લઈ રહેલ છે. તેને જ અનુરૂપ ઐતિહાસિક તેમ જ તુલનાત્મક ધર્માશિક્ષણના પાયા નંખાયા છે. આ શિક્ષણ કાં તે પ્રાચીન ધર્માંધામાને પોતાની ઉદારતાથી અજવાળશે; અને કાં તો, જો તેઓ પોતાની સકીણ તા નહીં છેડે તા, તેમને અવશ્યમેવ તેજોહીન બનાવશે. શ્રી રાધાકૃષ્ણન સાચું જ કહે છે કે કોલેજો ને યુનિવર્સિટીએ એ ધર્મપ્રચારનાં ધામેા નથી, એ તેા શુદ્ધ ને વ્યાપક જ્ઞાન પૂરું પાડનાર શિક્ષણ સંસ્થા છે. આજે જ્યાં જુએ ત્યાં દરેક વિષયના સાર્વજનિક શિક્ષણની મહત્તા વધી રહી છે. આ યુગમાં ધર્મના પણ સર્વગ્રાહ્ય સાર્વજનિક શિક્ષણની કેટલી અગત્ય છે, અને તે વિષે લેાકેા કેટલી રુચિ ધરાવે છે એ વસ્તુ દિવસે દિવસે વધતા જતા અને લોકપ્રિય થતા ધવિષયક ઐતિહાસિક અને તુલનાત્મક શિક્ષણથી સિદ્ધ થાય છે. જોકે આવા શિક્ષણુની શરૂઆત યુરેપિયના દ્વારા તે યુરોપની ભૂમિ પર જ થઈ, છતાં ખુશીની વાત તો એ છે કે ભારતના એક સાચા બ્રાહ્મણે એ યુરોપની ભૂમિમાં પણ આ વિષયનું ગુરુપદ પ્રાપ્ત કર્યું છે. જ્યારે મનુએ કહેલું કે કાઈ પણ દેશના વાસીએ ભારતમાં આવીને વિદ્યા મેળવવી, ત્યારે કદાચ તેના ઊંડા આશય એ પણ હાય કે ભારતના યુગાનુરૂપ બ્રાહ્મણા ભારતની બહાર જઈને પણ યુગાનુરૂપ ભાષામાં યુગાનુરૂપ શિક્ષણ આપરો. જ્યારે સનાતન સંસ્કારના એ દ્વિજો મનુના એ રાતે આ જ પણ વળગી રહ્યા છે, ત્યારે મનુના જ્ઞાનના વારસે ધરાવનાર એક શ્રી રાધાકૃષ્ણન જેવા સનાતની માત્ર તેના શબ્દોને વળગી ન રહેતાં તેના ગર્ભિત અને અમલમાં મૂકે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧ ધમપ્રવાહ અને આનુષંગિક સમસ્યાઓ બુદ્ધિ, સ્મૃતિ, વિશાળ વાચન, સંકલનશક્તિ અને ભાષા પરનું અસાધારણ પ્રભુત્વ એ બધું હોવા છતાં જે શ્રી રાધાકૃષ્ણનને આર્યધર્મ અને તેનાં તનું વિશદ, સૂક્ષ્મ અને સમભાવી જ્ઞાન ન હોત તે તેઓ આટલી સફળતાથી દુનિયાના બધા જ ધર્મોની તાત્વિક અને વ્યાવહારિક મીમાંસા ભાગ્યે જ કરી શક્ત. આ પુસ્તકમાં પદે પદે વિશદતા ટપકતી હોવા છતાં વાચકને તેને એકાદ નમૂનો સૂચવવો હોય તે પૃ. ૧૪૯ પર આવેલ “નિવૃત્તિ વિ. પ્રવૃત્તિ” એ મથાળા નીચે દેરાયેલું ચિત્ર સૂચવી શકાય. વાચકે જોઈ શકશે કે એમાં પૂર્વ કે પશ્ચિમના ધર્મોને સ્વરૂપભેદ, તેમને ભાનસભેદ અને ઉદ્દેશ્યભેદ કેટલી તાદશતાથી ચિત્રિત કર્યા છે. તેમની વિચારસૂક્ષ્મતા માટે બે-ત્રણ સ્થળો સૂચવ્યા વિના સન્તોષ નથી થતો. શ્રી રાધાકૃષ્ણન મેક્ષનું સ્વરૂપ ચર્ચતાં ધર્મોના એક ગૂઢ કોયડાને ઉકેલે છે. કેટલાક મોક્ષને ઈશ્વરની કૃપાનું ફળ માની બહારથી મળી આવનાર એક બક્ષિસ માને છે, જ્યારે બીજા કેટલાક તેને આત્મપુરુષાર્થનું ફળ ગણે છે. એને ઝીણવટભરેલે ઉકેલ લેખક કરે છે, ત્યારે ખરેખર તેઓ યોગશાસ્ત્રની “ચિત્તભૂમિકાઓ', જૈનશાસ્ત્રનાં “ગુણસ્થાને” અને બૌદ્ધ પિટકના “માર્ગો નું જ અત્યંત સરળ ભાષામાં સૂચન કરે છે. તેઓ કહે છે : “મોક્ષ એ આપણા હૃદયમાં વસતા ઈશ્વરત્વને ધીમે ધીમે થત વિકાસ છે...ઈશ્વરની કૃપા ને આત્માનો પુરુષાર્થ એ એક જ ક્રિયાનાં બે જુદાં જુદાં પાસાં છે.” (પૃ. ૯૯) કર્મ અને પુનર્જન્મ વિષે ચર્ચા કરતાં પાપીનું પાપ ધોઈ કાઢવા બીજે જ માણસ દુ:ખ ભોગવે છે એવા ખ્રિસ્તી ધર્મના સિદ્ધાન્તની તેઓ બારીકાઈથી સમીક્ષા કરે છે, અને સમર્થ રીતે સિદ્ધ કરે છે કે સ્વકૃત કર્મ અન્યથા થઈ શકે નહિ, અને થાય તે કર્તાના પિતાના પુરુષાર્થ વડે જ. આ આખી ચર્ચા પૃ. ૧૧૦ થી વાંચતાં ભારે રસ પડે તેમ છે. ભિન્ન ભિન્ન સંપ્રદાયમાં પરમાત્મદર્શન માટેનાં સાધનોની બાબતમાં કેટલાક ન ભૂંસાય એવા વિરે દેખાય છે. કોઈ પરમાત્મદર્શન માટે એક અથવા બીજા પ્રકારની મૂર્તિનું અવલંબન લે છે, જ્યારે બીજા કેટલાક મતિને સાવ નિરર્થક માની જ૫ કે ચિત્તનને જ પરમાત્મદર્શનનું સાધન માને છે. આ બે માર્ગો વચ્ચે જે ઊડે વિરોધ છે તેણે ભાઈ–ભાઈ અને કામ–કેમ વચ્ચે સંક્રામક ઝેર સીંચ્યું છે, ને અનેકના પ્રાણ હર્યા છે. આ વિરોધને પરિહાર શ્રી રાધાકૃષ્ણને જે શાસ્ત્રીયતા ને મૌલિકતાથી કર્યો છે તે સાંભળતાં મને મારા જ જીવનનો એક અદ્ભુત પ્રસંગ યાદ આવ્યા. હું Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] દર્શન અને ચિંતન જન્મથી મૂર્તિપૂજા ન માનનાર ફિરકાને હતે. અનેક તીર્થો ને મંદિરમાં જવા છતાં એમાં પાષાણની ભાવના સિવાય બીજી ભાવના સ્કુરતી નહિ. કયારેક પ્રખર જૈન તાર્કિક યશોવિજયજીનું “પ્રતિમાશતક ” મારા વાંચવામાં આવ્યું. એમાં તેમણે એક સરળ દલીલ કરી છે કે પરમાત્માનું સ્મરણ કરવું એ ઉપાસકનું ધ્યેય છે. હવે તે મરણ જે નામથી થતું હોય તે રૂપથી પણ થાય છે જ. એવી સ્થિતિમાં સ્મરણના કેઈ એક સાધનને જ માનવું ને બીજાને તરછોડી કાઢવું એ શું યેગ્ય છે ? આ દલીલ મારે કાને પડી તે જ ક્ષણે ભારે જન્મસિદ્ધ કુસંસ્કાર સરી ગયો. શ્રી રાધાકૃષ્ણને મૂર્તિ ન માનનારને સંબોધીને આ જ વસ્તુ બહુ વિસ્તારથી ને અતિ ઝીણવટથી કહી છે. તેમણે કહ્યું છે કે પરમાત્મતત્ત્વ એ તે ખરી રીતે વાણું ને મનને અગેચર જ છેપણ આપણે જેવા અપૂર્ણ અધિકારીને માટે તે માર્ગે આગળ વધવાને, તેનું સ્મરણ પુષ્ટ કરવાને, અનેક પ્રતીક છે; પછી ભલે તે પ્રતીકે કાઇ, પાષાણ કે ધાતુનાં મૂર્ત રૂપ હય, અગર કલ્પના કે જપસ્વરૂપ માનસિક ને અમૂર્ત હોય. આખરે તે એ બધાં મૂર્ત—અમૂર્ત પ્રતીકે જ છે. તેમણે આ ચર્ચા પ્રસંગે માનસશાસ્ત્રનાં સિદ્ધાન્ત અને તત્ત્વજ્ઞાનને જે સુમેળ સાધ્યું છે તેના ઉપર કોઈ તટસ્થપણે વિચાર કરે તે એના મનમાંથી મૂર્તિપૂજા સામેનો કાળજાનો વિરેાધ સરી પડ્યા વિના ન રહે. શ્રી રાધાકૃષ્ણનના નિરૂપણની ખૂબી એમના સમભાવમાં છે. તેઓ સહિષ્ણુતા, દયા અને ઉદારતા કરતાં પણ સમભાવને, ગાંધીજીની પેઠે જ, ઊંચું સ્થાન આપે છે. જ્યારે તેઓ ઈસ્લામની સમીક્ષા કરે છે ત્યારે પણ ઇસ્લામનાં બે ત —ઈશ્વરનું પિતૃત્વ અને માનવોનું ભ્રાતૃત્વને અપનાવવા અને જીવનમાં ઉતારવા હિંદુઓને કહે છે. તેઓ મુખ્યત્વે ખ્રિસ્તીઓ સમક્ષ એલતા હાઈ ખ્રિસ્તી ધર્મની ભ્રમણાઓ વિષે વધારે ટીકા કરે છે; છતાં. પણ ખ્રિસ્તી ધર્મનાં માનવસેવા, વ્યવસ્થા આદિ તને અપનાવવા સૂચવે છે. હિંદુઓને તેમની અણઘડ ને જંગલી પ્રથાએ ફેંકી દેવાનો દઢાગ્રહ રાખવા કહ્યું છે તે રાધાકૃષ્ણનની સમતલ બુદ્ધિનું પ્રમાણ છે. પરંતુ રાધાકણનની ખરી સંસ્કારિતા અને સૌંદર્યદષ્ટિ તે ત્યારે વ્યક્ત થાય છે જ્યારે તેઓ કહે છે કે “અહિંસાની જે છટાભેર વાત કરે છે તેઓ પશયને ઉત્તેજન આપતા દેખાય છે;” (પૃ. ૧૩૬) તેમ જ જ્યારે તેઓ કહે છે કે “એક બીજાનું ખંડન કરવામાં રચ્યાપચ્યા રહેલા અનેક વાદ, બુદ્ધિ ન સમજી શકે એવા તત્વનાં ટૂંપણું અને જુલમગાર પ્રથાઓ, જેની નીચે મનુષ્યને આત્મા સાવ કચડાઈ જાય છે, તે બધાંને નાબૂદ કરતાં આપણને આવડવું જોઈએ.” (પૃ. ૧૩૭) Page #68 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવાહ અને આનુષગિક સમસ્યાઓ [ ૩૩ શ્રી રાધાકૃષ્ણન “ધર્મ અને રાષ્ટ્રાભિમાન” એ મથાળા નીચે આજે વિચારકોનાં મનમાં ઘળાઈ રહેલા એક અગત્યના પ્રશ્નને છણે છે. એમને મુદ્દો એ છે કે ધર્મસંઘોએ મિથ્યા રાષ્ટ્રાભિમાનને વશ ન થવું જોઈએ. તેમણે આ બાબતમાં મુખ્યપણે ખ્રિસ્તી ધર્મને લક્ષીને કહ્યું છે. ખ્રિસ્તી ધર્મો રાષ્ટ્રાભિમાનને વશ થઈ પિતાને આત્મા ગુમાવ્યો છે. ખ્રિસ્તી સંઘે પિતાના રાષ્ટ્રને જ વફાદાર રહે છે, ઈસુના સિદ્ધાન્તને નહિ. આ દોષ મુસલમાનમાં પાકિસ્તાન રૂપે પુનઃ આજે અવતરે છે; કેમ કે, પછી એમ થશે કે ઈસ્લામ ધર્મ પાળનાર જેમાં રહે તે દેશ જ સર્વોચ્ચ, નહિ કે કુરાનના સિદ્ધતિ. જે હિંદુ મહાસભા એ પ્રમાણે કરે છે તે પણ હિંદુ ધર્મમાં વિકાર લાવે. જાપાની બૌદ્ધોએ પોતાના બૌદ્ધ ધર્મને જાપાનની રાજસત્તાને હવાલે કરી દીધું છે. આ રીતે ધર્મનું તેજ હણતાં તે તે રાષ્ટ્ર લડે ત્યારે ધર્મગુરુઓ. તેમને લડાઈથી મુક્ત કરવાનું ધાર્મિક બળ ગુમાવી બેસે છે. ગાંધીજી રાજકારણમાં પણ ધર્મ દાખલ કરે ત્યારે તે ધર્મ એટલે કે સંપ્રદાય નહિ, પણ સર્વસંપ્રદાયસંમત પ્રેમ, સેવા ને ત્યાગને ધર્મ છે. ગાંધીજી રાષ્ટ્રને માટે લડે છે, પણ તે ધર્મને નિર્જીવ કે ગૌણ કરીને નહિ. રાષ્ટ્ર આડે રસ્તે જાય ત્યાં તેને પણ તેઓ ધર્મદષ્ટિએ જ ચેતવે છે. તેઓ જેમ પરાધીનતામાંથી મુક્ત થવા ધર્મને આશ્રય લઈ કાર્યની યોજનાઓ ઘડે છે તેમ સ્વરાષ્ટ્ર પણ શુદ્ધ ધર્મથી વિહોણું ન થાય તેવી સાવચેતી રાખે છે. ઘણા કહે છે કે ગાંધીજી રાષ્ટ્રીય નહિ પણ ધાર્મિક છે, ત્યારે એમ સમજવું કે તેઓ છે તે રાષ્ટ્રીય, પણ રાષ્ટ્રને આડે રસ્તે ન જવા દેવામાં સાવધ રહે છે, માટે જ તેઓ ધાર્મિક છે. માત્ર ધાર્મિક હોત તો તેઓ બીજ નિષ્ક્રિય બાવાઓની પેઠે એકાંતમાં બેસી જાત; પણ તેઓ તે ધર્મ વાટે જ રાધાર કરવામાં ધર્મ માને છે, અને તે દ્વારા જ ધર્મ છે કે નહિ તેની પરીક્ષા કરે છે. ગાંધીજી માત્ર ધાર્મિક હોત તો ધર્મનું નામ લઈ આખા દેશને ઉશ્કેરતા અને તેને બીજા ધર્મોની સામે થવા કહેત, પણ તેઓ તો બીજાઓની લૂંટારુવૃત્તિની સામે થાય છે, નહિ કે બીજાઓના અસ્તિત્વ સામે. એ જ રીતે તેઓ સ્વદેશની નિર્બળતા સામે થાય છે, અને સાથે જ રાષ્ટ્રના ઉદ્ધારમાં ઉદાસીનતા પણ જરાયે દાખવતા નથી. જ્યારે ધર્મ રાષ્ટ્રને વશ થાય ત્યારે રાષ્ટ્રના આક્રમણકાર્યમાં તે સહાયક બને છે, અને બીજાઓની ગુલામીને પોષે છે. તેમ જ સાથે સાથે સ્વરાજમાં ગુલામીનાં બીજે પણ વાવે છે; જેમ ચીસ. રેમ, અરબસ્તાન આદિમાં થયું છે તેમ. આજે જાપાની બૌદ્ધ ધર્મ આ જ વસ્તુ કરી રહ્યો છે. વળી જ્યારે ધર્મ રાષ્ટ્રને આધીન થાય છે ત્યારે રાષ્ટ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] દર્શન અને ચિંતન પિતાના બચાવ માટે અધર્માચરણ કરે તેમાં પણ ધર્મ સહાયક બને છે; જેમ કે ચીનને બૌદ્ધ ધર્મ. ચીન દુશ્મનો સામે હિંસક લડાઈ લડે છે ત્યારે ત્યાંને બૌદ્ધ ધર્મ તેમાં સહાયક બને છે. આ જ ધર્મની રાષ્ટ્રાધીનતા. જે ધર્મ પ્રધાન સ્થાને રહે તો તે રાષ્ટ્રને આક્રમણ કરવા ન દે; તેમાં તે સહાયક ન બને; અને સ્વરાષ્ટ્ર ગુલામીથી મુક્ત થતું હોય ત્યારે પણ તે અધર્મી સાધનોથી તેમાં મદદ ન કરે. ઊલટું, ધમ્ય સાધનો તદ્દન નવાં યોજી તે દેશને ગુલામીથી છોડવે. આ દૃષ્ટિએ જોતાં જે કોઈ પણ દેશ આજે ધર્મની સ્વતંત્રતા સાચવવા મથતું હોય તે તે ભારત જ છે, અને તે પણ ગાંધીજીને હાથે. ગાંધીજીનો ધર્મ સયિ છે અને નિષ્ક્રય પણ છે. પરસવ કરવામાં તે નિયિ છે, જ્યારે સ્વસર્વ સિદ્ધ કરવામાં તે સક્રિય છે. ભારત આક્રમણ તે કરતું જ ન હતું. એટલે તેના ધર્મોમાં આક્રમણકાર્યમાં મદદ કરવાને દોષ તે આવ્યો જ ન હતા, જેવો ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં આવ્યો છે. પણ તેનામાં બીજાનું આક્રમણ સહેવાને દેષ કે અન્યાય ખમવાને દોષ પૂરેપૂરે આવેલે; તેને જ ગાંધીજી દૂર કરવા મથે છે. ધર્મ દ્વારા રાષ્ટ્રને ગુલામીથી મુક્ત કરવાને ગાંધીજીને અપૂર્વ પંથ છે. શ્રી રાધાકૃષ્ણન કે ટાગેર આદિ જ્યારે ધર્મ ને રાષ્ટ્રભિમાનને સેળભેળ થતા અટકાવવા કહે છે ત્યારે તેમની સામે બધાં અધર્મગામી રાષ્ટ્રનું સજીવ ચિત્ર હોય છે. આ પુસ્તકનું નામ “ધર્મોનું મિલન” રાખેલું છે તે બહુ જ ઉચિત છે. એમાં સંગ્રહાયેલાં બધાં જ લખાણ ને પ્રવચને મુખ્યત્વે ધર્મમિલનમાં જ પર્યવસાન પામે છે. ધર્મમિલનનું સાધ્ય શું, એ મુખ્ય પ્રશ્ન છે. તેને ઉત્તર શ્રી રાધાકૃષ્ણને પિતે જ “મહાસમન્વય”ની ચર્ચા દ્વારા આપ્યો છે. દરેક ધર્મનાં વિચારી અનુયાયી અને જ્ઞાતાઓને આજે નિશ્ચિત મત છે કે ધર્માન્તરની વટાળ પ્રવૃત્તિ અનિષ્ટ જ છે. સાથે સાથે કોઈ ધર્મને ઉચ્ચતર અભ્યાસી અને વિચારક એવો નથી જે પિતાના પરંપરાગત ધર્મના સ્વરૂપમાં જ સંતુષ્ટ હોય. દરેક સુવિચારી ઉત્સાહી પિતાની પરંપરાગત ધર્મભૂમિકાને છે તે કરતાં વિશેષ ઉન્નત ને વિશેષ વ્યાપક બનાવવા માગે છે. એક તરફથી પત્થાન્તર કે ધર્માન્તરને વધતે જ અણગમે અને બીજી તરફથી પિતપિતાના ધર્મને વિકસાવવાની, વિશેષ વ્યાપક અને શુદ્ધ બનાવવાની ઉત્કટ અભિલાષા–એમાં દેખીતા વિરોધ છે. પણ એ વિરોધ જ “મહાસમન્વય”ની કિયા સાધી રહ્યો છે. કોઈ એક ધર્મ સંપૂર્ણ નથી, જ્યારે બીજો કોઈ પૂર્ણ. પણે પાંગળો નથી. માત્ર જાગરૂક દૃષ્ટિ અને વિવેકશીલ ઉદારતા હોય તે હરકોઈ ધર્મ બીજા ધર્મમાંનું સારું એટલું બધું અપનાવી શકે અને બીજો Page #70 -------------------------------------------------------------------------- ________________ ધમપ્રવાહ અને આનુષગિક સમસ્યાઓ પહેલામાંથી. આ રીતે દરેક ધર્મનું ઉચ્ચીકરણ સંભવે છે; અને એ જ ખરા ધર્મજિજ્ઞાસુઓની ભૂખ છે. આ ભૂખ શ્રી રાધાકૃષ્ણનના સર્વધર્મ વિષયક ને તટસ્થ તુલનાત્મક અધ્યયનથી સંતોષાય છે. અને તે પોતે ગાંધીજીના જેટલા જ ધર્માન્તરના કટ્ટર વિરોધી હોવા છતાં પિતાના આવા નિરૂપણુ દ્વારા જુદા જુદા દરેક ધર્મના અનુયાયીઓને પિતાપિતાના ધર્મમાં રહીને ઉચ્ચીકિરણ સાધવાની તક પૂરી પાડે છે. –ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પુસ્તક “ધર્મોનું મિલન ની પ્રસ્તાવના. Page #71 -------------------------------------------------------------------------- ________________ ઘર્મ અને પંથ પહેલામાં એટલે ધર્મમાં અંતર્દર્શન હોય છે, એટલે તે આત્માની', અંદરથી ઊગે છે અને તેમાં જ ડોકિયું કરાવે છે કે તે તરફ જ માણસને વાળે છે; જ્યારે બીજામાં એટલે પંથમાં બહિર્દર્શન હોય છે, એટલે તે બહારના વાતાવરણમાંથી જ અને દેખાદેખીમાંથી જ આવેલ હોય છે, તેથી બહાર જ નજર કરાવે છે અને માણસને બહારની બાજુ જોવામાં જ રેકી રાખે છે. ધર્મ એ ગુણજીવી અને ગુણાવલંબી હોવાથી તે આત્માના ગુણો ઉપર જ રહેલું હોય છેજ્યારે પંથ એ રૂપજીવી અને રૂપાવલંબી હોવાથી. તેનો બધો આધાર બહારના રૂપરંગ અને ડાકડમાળ ઉપર હોય છે. તેથી તે પહેરવેશ, કપડાને રંગ, પહેરવાની રીત, પાસે રાખવાનાં સાધનો અને ઉપકરણોની ખાસ પસંદગી અને આગ્રહ કરાવે છે. પહેલામાં એકતા અને અભેદના ભાવો ઊઠે છે અને સમાનતાની ઊર્મિઓ ઊછળે છે; જ્યારે બીજામાં ભેદ અને વિષમતાની તરાડો પડતી અને વધતી જાય છે. એટલે પહેલામાં માણસ બીજા સાથે પોતાને ભેદ ભૂલી અભેદ તરફ જ ખૂકે છે, અને બીજાના દુઃખમાં પિતાનું સુખ વીસરી જાય છે; અથવા એમ કહો કે એમાં એને પિતાનાં જુદાં સુખ-દુઃખ જેવું કાંઈ તત્ત્વ જ નથી હોતું; જ્યારે પંથમાં માણસ પોતાની અસલની અભેદ ભૂમિને ભૂલી ભેદ તરફ જ વધારે અને વધારે મૂકતા જાય છે અને બીજાનું દુઃખ એને અસર નથી કરતું, પિતાનું સુખ એને ખાસ લલચાવે છે, અથવા એમ. કહો કે એમાં માણસનાં સુખ અને દુઃખ સૌથી છૂટાં જ પડી જાય છે. એમાં માણસને પોતાનું અને પારકું એ બે શબ્દ ગેલે અને પગલે યાદ આવે છે. પહેલામાં સહજ નમ્રતા હોવાથી એમાં માણસ લઘુ અને હલકે દેખાય છે. તેમાં મોટાઈ જેવી કોઈ વસ્તુ જ નથી હોતી અને ગમે તેટલી ગુણસમૃદ્ધિ કે ધનસમૃદ્ધિ છતાં તે હમેશને માટે સૌ કરતાં પિતાને નામે જ દેખે છે; કારણ કે, ધર્મમાં બ્રહ્મ એટલે સાચા જીવનની ઝાંખી થવાથી તેની વ્યાપકતા, સામે માણસને પિતાની જાત અલ્પ જેવી જ ભાસે છે, જ્યારે પંથમાં એથી ઊલટું છે. એમાં ગુણ કે વૈભવ ન પણ હોય છતાં માણસ પિતાને બીજાથી. Page #72 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પથે [ ૩૭ મેટ માને છે અને તેમ મનાવવા યત્ન કરે છે. એમાં નમ્રતા હોય તે તે બનાવટી હોય છે અને તેથી તે માણસને મેટાઈને જ ખ્યાલ પૂરો પાડે છે. એની નમ્રતા એ મેટાઈને માટે જ હોય છે. સાચા જીવનની ઝાંખી ન હોવાથી અને ગુણની અનન્તતાનું તેમ જ પિતાની પામરતાનું ભાન ન હોવાથી પંથમાં પડેલે ભાણસ પિતામાં લઘુતા અનુભવી શકતું જ નથી, માત્ર તે લઘુતા દર્શાવ્યા કરે છે. - ધર્મમાં દષ્ટિ સત્યની હોવાથી તેમાં બધી બાજુ જોવા-જાણવાની ધીરજ અને બધી જ બાજુઓને સહી લેવાની ઉદારતા હોય છે. પંથમાં એમ નથી હોતું. તેમાં દષ્ટિ સત્યાભાસની હોવાથી તે એક જ અને તે પણ પિતાની બાજુને સર્વ સત્ય માની બીજી બાજુ જોવા-જાણવા તરફ વલણ જ નથી આપતી, અને વિધી બાજુઓને સહી લેવાની કે સમજી લેવાની ઉદારતા પણ નથી અર્પતી. ધર્મમાં પોતાનું દોષદર્શન અને બીજાઓના ગુણનું દર્શન મુખ્ય હોય છે, જ્યારે પંથમાં તેથી ઊલટું છે. પંથવાળે માણસ બીજાના ગુણ કરતાં દે જ ખાસ જોયા તેમ જ ગાયા કરે છે, અને પિતાના દોષો કરતાં ગુણ જ વધારે જોયા તેમ જ ગાયા કરે છે, અથવા તે એની નજરે પિતાના દે ચડતા જ નથી. ધર્મગામ કે ધર્મનિટ માણસ પ્રભુને પિતાની અંદર જ અને પિતાની આસપાસ જ જુએ છે. તેથી તેને ભૂલ અને પાપ કરતાં પ્રભુ જોઈ જશે એવો ભય લાગે છે, તેની શરમ આવે છે; જ્યારે પંચગામી માણસને પ્રભુ કાં તે જેરૂસલેમમાં, કાં તો મકકા-મદીનામાં, કાં તો બુદ્ધગયા કે કાશીમાં અને કાં તો શત્રુંજય કે અષ્ટાપદમાં દેખાય છે અથવા તે વૈકુંઠમાં કે મક્તિસ્થાનમાં હોવાની શ્રદ્ધા હોય છે. એટલે તે ભૂલ કરતાં પ્રભુથી પિતાને વેગળો માની, જાણે કઈ જાણતું જ ન હોય તેમ, નથી કોઈથી ભય ખાતો કે નથી શરમાતો. એને ભૂલનું દુ:ખ સાલતું જ નથી અને સાલે તે ફરી ભૂલ ન કરવાને માટે નહિ. ધર્મમાં ચારિત્ર ઉપર જ પસંદગીનું ધોરણ હોવાથી તેમાં જાતિ, લિંગ, ઉમર, ભેખ, ચિહ્નો, ભાષા અને બીજી તેવી બહારની વસ્તુઓને સ્થાન જ નથી, જ્યારે પંથમાં એ જ બાહ્ય વસ્તુઓને સ્થાન હોય છે. કઈ જાતિનો? પુરુષ કે સ્ત્રી? કઈ ઉમરનો ? વેશ શો છે? કઈ ભાષા બોલે છે ? અને કઈ રીતે ઊઠે કે બેસે છે?—એ જ એમાં જોવાય છે; અને એની મુખ્યતામાં ચારિત્ર બાઈ જાય છે. ઘણી વાર તે લેકે માં જેની પ્રતિષ્ઠા ન હોય એવી જાતિ, એવું લિંગ, એવી ઉમર કે એવા વેશ કે ચિહ્નવાળામાં જે ખાસું ચારિત્ર Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] દર્શન અને ચિંતe હોય તે પણ પંથમાં પડેલ માણસ તેને લક્ષમાં લેતાં જ નથી અને ઘણીવાર તે તેવાને તરછોડી પણ કાઢે છે. ધર્મમાં વિશ્વ એ એક જ રોકે છે. તેમાં બીજા કોઈ નાના ચકા ન હોવાથી આભડછેટ જેવી વસ્તુ જ નથી હોતી અને હોય છે તો એટલું જ કે તેમાં પિતાનું પાપ જ માત્ર આભડછેટ લાગે છે. જ્યારે પંથમાં ચોકાવૃત્તિ એવી હોય છે કે જ્યાં દેખે ત્યાં આભડછેટની ગંધ આવે છે અને તેમ છતાં ચેકાવૃત્તિનું નાક પિતાના પાપની દુર્ગધ સુંઘી શકતું જ નથી! તેને પોતે માનેલું એ જ સુવાસવાળું અને પિતે ચાલતો હોય તે જ રસ્તે શ્રેષ્ઠ લાગે છે, અને તેથી તે બીજે બધે બદબો અને બીજામાં પિતાના પંથ કરતાં ઉતરતાપણું અનુભવે છે. - ટૂંકમાં કહીએ તે ધર્મ માણસને રાતદિવસ પિષાતા ભેદસંસ્કારમાંથી અભેદ તરફ ધકેલે છે અને પંથ એ પિછાતા ભેદમાં વધારે અને વધારે ઉમેરે કરે છે, અને ક્યારેક દેવગે અભેદની તક કોઈ આણે તે તેમાં તેને સંતાપ થાય છે. ધર્મમાં દુન્યવી નાની–મોટી તકરાર પણ (જર, જોર, જમીનના અને નાનમ-મોટપના ઝઘડાઓ) શમી જાય છે, જ્યારે પંથમાં ધર્મને નામે જ અને ધર્મની ભાવના ઉપર જ તકરાર ઊગી નીકળે છે. એમાં ઝઘડા વિના ધર્મની રક્ષા જ નથી દેખાતી. રીતે જોતાં ધર્મ અને પંથનો તફાવત સમજવા ખાતર એક પાણીને દાખલો લઈએ. પંથ એ સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં પડેલા. પાણી જેવો જ નહિ, પણ લેકોના ગાળામાં, ખાસ કરીને હિંદુઓના ગેળામાં પડેલ પાણી જેવો હોય છે. જ્યારે ધર્મ એ આકાશથી પડતા વરસાદના પાણુ જેવો છે. એને કોઈ સ્થાન ઊંચુ કે નીચું નથી. એમાં એક જગાએ એક સ્વાદ અને બીજી જગાએ બીજે સ્વાદ નથી. એમાં રૂપરંગમાં પણ ભેદ નથી અને કોઈ પણ એને ઝીલી કે પચાવી શકે છે. જ્યારે પંથ. એ હિંદુઓના ગળાના પાણી જેવો હોઈ તેને મન તેના પિતાના સિવાય બીજાં બધાં પાણી અસ્પૃશ્ય હોય છે. તેને પિતાને જ સ્વાદ અને પિતાનું જ રૂપ, ગમે તેવું હોવા છતાં, ગમે છે અને પ્રાણુતિ પણ બીજાના ગોળાને હાથ લગાડતાં રેકે છે. પંથ એ ધર્મમાંથી જન્મેલ હોવા છતાં અને પિતાને ધર્મપ્રચારક માનવા છતાં તે હમેશાં ધર્મને જ વાત કરતે જાય છે. જેમ જીવતા લોહી અને માંસમાંથી ઊગેલે નખ જેમ જેમ વધતો જાય તેમ તેમ તે લેહી અને માંસને જ હેરાનગતિ કરે છે, તેથી જ્યારે એ વધુ પડતે નખ કાપવામાં Page #74 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ [ ૩૯ આવે ત્યારે જ હાડપિંજરની સલામતી સચવાય છે, તેમ ધર્મથી વિખૂટો પડેલે પંથ (એક વાર ભલે તે ધર્મમાંથી જન્મ્યો હોય છતાં) પણ જ્યારે કાપ પામે અને છેદાય ત્યારે જ માણસજાત સુખી થાય. અલબત્ત, અહીં એ પ્રશ્ન જરૂર થશે કે ધર્મ અને પંથ વચ્ચે મેળ છે કે નહિ અને હોય તે તે કેવી રીતે ? એને ઉત્તર સહેલું છે. જીવતા નખને કઈ નથી કાપતું. ઊલટો એ કપાય તે દુઃખ થાય છે, લેહી અને માંસની સલામતી જોખમમાં આવે છે, તે સડવા લાગે છે; તેમ જે પંથની અંદર ધર્મનું જીવન હોય તો તે પંથ એક નહિ હજાર હો—શા માટે માણસ જેટલા જ ન હોય?–છતાં લેકેનું કલ્યાણ જ થવાનું કારણ કે, એમાં પ્રકૃતિભેદ અને ખાસિયત પ્રમાણે હજારે ભિન્નતાઓ હોવા છતાં ક્લેશ નહિ હોય, પ્રેમ હશે; અભિમાન નહિ હોય, નમ્રતા હશે; શત્રભાવ નહિ હોય, મિત્રતા હશે; ઉકળવાપાણું નહિ હોય, ખમવાપણું હશે. પંથે હતા, છે અને રહેશે પણ તેમાં સુધારવા જેવું કે કરવા જેવું હોય તો તે એટલું જ છે કે તેમાંથી વિખૂટા પડેલે ધર્મને આત્મા તેમાં ફરી આપણે પૂરવો. એટલે આપણે કોઈ પણ પંથના હોઈએ છતાં તેમાં ધર્મનાં તત્વો સાચવીને જ તે પંથને અનુસરીએ. અહિંસાને માટે હિંસા ન કરીએ અને સત્યને માટે અસત્ય ન બોલીએ. પંથમાં ધર્મનો પ્રાણ ફૂંકવાની ખાસ શરત એ છે કે દૃષ્ટિ સત્યાગ્રહી હોય. સત્યાગ્રહી હોવાનાં લક્ષણે ટૂંકમાં આ પ્રમાણે છેઃ (૧) પોતે જે માનતા અને કરતા હોઈએ તેની પૂરેપૂરી સમજ હોવી જોઈએ અને પિતાની સમજ ઉપર એટલે બધે વિશ્વાસ હોવો જોઈએ કે બીજાને સચોટતાથી સમજાવી શકાય. (૨) પોતાની માન્યતાની યથાર્થ સમજ અને યથાર્થ વિશ્વાસની કસોટી એ છે કે બીજાને તે સમજાવતાં જરા પણ આવેશ કે ગુસ્સો ન આવે અને એ સમજાવતી વખતે પણ એની ખૂબીઓની સાથે જ જે કાંઈ ખામીઓ દેખાય તે તેની પણ વગર સંકોચે કબૂલાત કરતા જવું. (૩) જેમ પોતાની દૃષ્ટિ સમજાવવાની ધીરજ તેમ બીજાની દૃષ્ટિ સમજવાની પણ તેટલી જ ઉદારતા અને તત્પરતા હોવી જોઈએ. બને અથવા જેટલી બાજુએ જાણી શકાય તે બધી બાજુઓની સરખામણી અને બળાબળ તપાસવાની વૃત્તિ પણ હોવી જોઈએ. એટલું જ નહિ, પણ પિતાની બાજુ નબળી કે ભૂલભરેલી ભાસતાં તેનો ત્યાગ તેના પ્રથમના સ્વીકાર કરતાં વધારે સુખદ મનાવો જોઈએ. (૪) કોઈ પણ આખું સત્ય દેશ, કાળ કે સંસ્કારથી પરિમિત નથી હોતું, માટે બધી બાજુએ જવાની અને દરેક બાજુમાં જે ખંડ સત્ય દેખાય તે તે બધાનો સમન્વય કરવાની વૃત્તિ હોવી જોઈએ, પછી ભલે જીવનમાં ગમે તેટલું ઓછું સત્ય આવ્યું હોય. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] - દશને અને ચિંતન પંથમાં ધર્મ નથી, માટે જ પથ સમાજ અને રાષ્ટ્રને વાત કરે છે. જ્યાં જ્યાં સમાજ અને રાષ્ટ્રમાં એકતા આવવાના પ્રસંગે આવે છે ત્યાં ત્યાં બધે જ નિષ્ણાણ પથે આડે આવે છે. ધર્મજનિત પથે સરજાયા તે હતા માણસજાતને અને વિશ્વમાત્રને એક કરવા માટે–પથે દાવ પણ એ જ કાર્ય કરવાનો કરે છે—અને છતાં આજે જોઈએ છીએ કે આપણને પંથ જ એક થતાં અને મળતાં અટકાવે છે. પશે એટલે બીજું કાંઈ નહિ પણ ધર્મને નામે ઊતરેલું અને પિવાયેલું આપણું માનસિક સંકુચિતપણું કે મિથ્યા અભિમાન. જ્યારે લોકકલ્યાણ ખાતર કે રાષ્ટ્રકલ્યાણ ખાતર એક નજીવી બાબત જતી કરવાની હોય છે ત્યારે પંથના ઝેરીલા અને સાંકડા સંસ્કારો આવીને એમ કહે છે કે “સાવધાન! તારાથી એમ ન થાય. એમ કરીશ તે ધર્મ રસાતળ જશે. લેકે શું ધારશે અને શું કહેશે !” કઈ દિગંબર પિતાના પક્ષ તરફથી ચાલતા તીર્થના ઝઘડામાં ભાગ ન લે, કે ફંડમાં નાણાં ભરવાની પૈસા છતાં ના પાડે, અગર લાગવગ છતાં કચેરીમાં સાક્ષી થવાની ના પાડે તો તેને પથે તેને શું કરે ? આખું ટોળું હિંદુ મંદિર પાસે તાજિયા લઈ જતું હોય અને કેઈ એક સાચો મુસલમાન હિંદુઓની લાગણી ન દુખવવા ખાતર બીજે રસ્તે જવાનું કહે અગર ગેકશી કરવાની ના પાડે છે તે મુસલમાનની એનો પંથ શી વલે કરે ? એક આર્યસમાજનો સભ્ય ક્યારેક સાચી દષ્ટિથી મૂર્તિની સામે બેસે તે તેનો સમાજ–પંથ તેને શું કરે? આ જ રીતે પંથ સત્ય અને એકતાની આડે આવી રહ્યા છે; અથવા એમ કહો કે આપણે પોતે જ પિતાના પંથમય સંસ્કારના શસ્ત્રથી સત્ય અને એકતાનો દ્રોહ કરી રહ્યા છીએ. તેથી જ તે પંથાભિમાની મોટા મોટા મનાતા ધર્મગુરુઓ, પંડિત કે પુરોહિતે કદી મળી શકતા જ નથી, એકરસ થઈ શકતા જ નથી; જ્યારે બીજા સાધારણ માણસો સહેલાઈથી મળી શકે છે. તમે જોશે કે એકતાનો અને લેકકલ્યાણનો દાવો કરનાર પંથના ગુરુઓ જ એકબીજાથી જુદા હોય છે. જે એવા ધર્મગુરુઓ એક થાય, એટલે કે પરસ્પર આદર ધરાવતા થાય, સાથે મળીને કામ કરે અને ઝઘડાને સામે આવવા જ ન દે, તે સમજવું કે હવે એમના પંથમાં ધર્મ આવ્યો છે. આપણું આજનું કર્તવ્ય પથમાં કાં તે ધર્મ લાવવાનું છે અને નહિ તે પથને મિટાવવાનું છે. ધર્મ વિનાના પંથ કરતાં અપંથ એવા મનુષ્ય કે પશુ સુધ્ધાં થવું તે કહિતની દૃષ્ટિએ વધારે સારું છે એની કોઈ ના પાડે ખરું ? –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, ૨૧-૮-૩૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ધર્મ અને સમાજ [ ૮ ] કીડી તરફ આરીકાથી ધ્યાન આપીશું તે જણાશે કે તે એકલી રહી શકતી નથી. તે કાઈ ના સહચાર શેાધે છે. તેને કેાડાના તે શું પણ પાતાથી જુદી જાતની કીડીને પણ સહચાર નથી ફાવતા. તે પેાતાની જ જાતના સહચારમાં મસ્ત રહે છે. આવા ક્ષુદ્ર પ્રાણીઓથી આગળ વધી પંખી તરફ નજર કરીએ. કૂકડાથી વિખૂટી પડેલી કૂકડી મેાર સાથે રહેશે તાપણુ તે સતુષ્ટ રહી નહિ શકે. તેને પણ પોતાની જ જાતિનું સાહચય જોઈ એ. એક વાંદરા અને એક હરણ એ બન્ને પોતપાતાની જાતિમાં જેટલાં પ્રસન્ન રહી શકે અને જીવન લખાવી શકે તેટલાં વિજાતિમાં ગમે તેટલી સુખસગવડ છતાં પ્રસન્ન નહિ રહી શકે. માણસજાતે પેાતાને બનાવેલ, વફાદાર સેવક, અને સહચારી શ્વાન પણ જો બીજા શ્વાન વિનાના હશે તે તે અસંતુષ્ટ હશે અને તેથી જ એ પાળેલા શ્વાન પણ, ખીજા શ્વાનની અદેખાઈ કરવા છતાં, પાછા ખીજા શ્વાનને જોઈ શરૂઆતમાં લડીને પણ, છેવટે તેની સાથે એકરસ થઈ જશે અને ગેલ કરશે. પ્રાણી, પક્ષી અને પશુજાતિને આ નિયમ આપણે મનુષ્યમાં પણ જોઈએ છીએ. મનુષ્ય, પખી કે પશુ પાળીને જંગલમાં એકલા રહેવાને ગમે તેટલા અભ્યાસ કરે પણુ છેવટે તેની પ્રકૃતિ મનુષ્યજાતિનું જ સાહચય શોધે છે. સમાન રહેણીકરણી, સમાન ટેવા, સમાન ભાષા, અને શરીરની સમાન રચનાને કારણે સજાતીય સાહચય શોધવાની વૃત્તિ જીવમાત્રમાં આપણે જોઈ એ છીએ. તેમ છતાં મનુષ્ય સિવાયના કાઈ પણ જીવવ`ને કે દેહધારીવર્ગને આપણે સમાજ નથી કહેતા. એ વ ભલે સમુદાય કે ગણુ કહેવાય, પણ સમાજની પાત્રતા તે મનુષ્યજાતિમાં જ છે; અને તેનું કારણ તે એ છે કે મનુષ્યમાં એટલી બુદ્ધિશક્તિ અને વિવેકશક્તિનું જ ખીજ છે કે તે પેાતાની રહેણીકરણી, પહેરવેશ, ભાષા, ખાનપાન, અને બીજા સંસ્કારા બદલી શકે છે, કેળવી શકે છે. માણસ ચાહે ત્યારે પ્રયત્નથી પેાતાની જન્મભાષા ઉપરાંત બીજી ભાષા શીખી લે છે, અને તે ભાષાએ ખેલનાર સાથે સહેલાઈથી હળી-મળી જાય Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] દર્શન અને ચિંતછે; પહેરવેશ અને ખાનપાન બદલીને કે બદલ્યા સિવાય ઉદારતા કેળવીને જુદા પ્રકારના પહેરવેશ અને ખાનપાનવાળા મનુષ્ય સાથે સહેલાઈથી વસી. અને જિંદગી ગાળી શકે છે. બીજાનું સારું હોય તે લેવામાં અને પિતાનું સારું બીજાને આપવામાં માત્ર મનુષ્ય જ ગૌરવ અનુભવે છે. ભિન્ન દેશ, ભિન્ન રંગ, અને ભિન્ન સંસ્કારવાળી માનવપ્રજા સાથે માત્ર મનુષ્ય જ એકતા સાધી અને વિક્સાવી શકે છે. આ શક્તિને લીધે જ મનુષ્યને વર્ગ સમાજ નામને પાત્ર થયો છે. મનુષ્ય જ્યાં હશે ત્યાં કેઈ ને કોઈ સમાજને અંશ થઈને રહેવાને. તે જે સમાજનો અંશ થઈને રહેતે હશે તે સમાજ ઉપર તેના સારાનરસા. સંસ્કારની અસર થવાની. એક મનુષ્ય બીડી પીતું હશે તે પિતાની આજુબાજુના લોકોમાં બીડીની તલપ જગાડી એ વ્યસનનું વાતાવરણ ઊભું કરશે. અફીણ પીનાર ચીને પિતાના સમાજમાં તે જ રુચિ કેળવશે. એકમાણસ ખરે કેળવાયેલ હશે તો તે પોતાના સમાજમાં કેળવણીનું વાતાવરણ જાણે કે અજાણે ઊભું કરશે જ. એ જ રીતે આખા સમાજમાં કે સમાજના મોટા ભાગમાં જે રીતભાત અને સંસ્કારો રૂઢ થયાં હશે (પછી તે ઇષ્ટ હોય. કે અનિષ્ટ) તે રીતભાત અને સંસ્કારોથી તે સમાજના ઘટક માણસને મુક્ત. રહેવું એ અશક્ય નહિ તો શક્ય જેવું થઈ પડશે. તાર કે ટિકિટ ઑફિસમાં કામ કરનારા અગર સ્ટેશનના કર્મચારીઓ વચ્ચે એકાદ જણ એ જઈને રહે કે જે લાંચને ધિક્કારતો હોય, એટલું જ નહિ પણ ગમે તેટલી લાંચની લાલચ છતાં તેનો ભોગ બનવા ઈચ્છતે ન હોય, તો તેવા સાચુલા માણસને બાકીના લાંચિયા વર્ગ તરફથી ભારે ત્રાસ પડવાનો; કારણ કે, તે લાંચ ન લે એટલે સ્વાભાવિક રીતે જ બીજા લાંચિયાઓનો વિરોધ કરે અને તેમ થતાં બીજે આખો વર્ગ એક સંપ થઈ કાં તો તેને લાંચ લેતે કરે અને કાં તો તેને હેરાન કરવામાં ભણું ન રાખે. જે પેલે ભલે આદમી અસાધારણ હિમ્મત અને બુદ્ધિવાળે ન હોય તે તે બીજું કાંઈ નહિ તે છેવટે બીજાઓ લાંચ લે ત્યારે માત્ર તટસ્થ રહી આંખમિચામણાં કરે અને તે જ રીતે તેવા વર્ગમાં નભી શકે. એ જ ન્યાયે આપણું દેશી આઈ. સી. એસ.ને પણ પરદેશીઓ. સાથે ઘણી વાર ઘણું અનિષ્ટ સહન કરવું પડે છે. આમ છતાં આવાં અનિષ્ટોથી સમાજને બચાવવા સમાજના આગેવાનો કે રાજ્યકર્તાઓ કાયદાકાનનો ઘડે છે અગર નીતિનિયમ બાંધે છે. એક વખતે મોટી ઉમર સુધી. કન્યાઓને કુમારી રાખવામાં અમુક અનિષ્ટ જણાવાથી સ્મૃતિશાસ્ત્રમાં નિયમ દાખલ થયે કે આઠ અગર નવ વર્ષની કન્યા ગૌરી હોય તે જ ઉમરે પરણવી. Page #78 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ધર્મ અને સમાજ [ ૪૩ દેવી એ ધર્મ છે. આ નિયમનું ઉલ્લંધન કરનાર કન્યાનો પિતા અને કન્યા. સમાજમાં ર્નિદાતાં. એ ભયથી એ નાની ઉમરના લગ્નની નીતિ ચાલી. વળી એ. નીતિમાં જ્યારે બહુ અનિષ્ટ વધી ગયું ત્યારે તે દૂર કરવા સમાજના આગેવાનો. અગર રાજ્યકર્તાઓને બીજો નિયમ ઘડવો પડ્યો અને હવે ચૌદકે સોળ વર્ષથી નાની ઉમરમાં કન્યાનું લગ્ન કરનાર કાં તે શિક્ષિત દ્વારા થતી નિંદાથી ડરે છે અને કાં તે રાજ્યના દંડભયથી ડરી નિયમનું પાલન કરે છે. એક કરજદાર માણસ ગમે તેટલી સંકડામણમાં પણ પિતાનું કરજ ચૂકવવા મથે છે–એટલા. માટે કે જે તે કરજ ન ચૂકવે તે તેની શાખ જાય અને શાખ જાય તો બીજાઓ ન ધીરે, અને તેમ થાય છે તેનો ધંધે જોખમાય. આ રીતે આપણે જોઈશું તે જણાશે કે સમાજમાં જે જે નીતિનિયમો પ્રચલિત હોય છે તેનું પાલન લેકે કાં તો ભયથી અને કાં તો સ્વાર્થથી કરે છે. જે અમુક કામ કરવાની પાછળ અગર અમુક કામ ન કરવાની પાછળ ભય કે લાલચ ન હોય તે તે કામ કરનાર અગર ન કરનાર કેટલા નીકળે, એ મોટો સવાલ છે. કન્યા એ પણ એક પુત્રની પેઠે સંતતિ જ છે, અને તેથી તેને પણ છોકરા એટલે જ હક હોવો જોઈએ એમ ધારીને તેને દાયજો આપનાર, માબાપ મળે તે કરતાં હજાર કે લાખગણાં વધારે માબાપ એવું સમજીને દાય કરનાર મળવાનાં કે જે ઠીકઠીક દાયજો આપવામાં નહિ આવે તો લાયક ઘર કન્યા માટે નહિ મળે અને વળી આપણું છોકરાઓ સારે ઘેર નહિ વરે. એ જ ભય કે સ્વાર્થ ઘણુ વાર છોકરા-છોકરીઓના શિક્ષણ પાછળ હોય છે અને તેથી જ વ્યવહારુ હેતુ સરતાં ઘણી વાર છોકરા-છોકરીઓનું શિક્ષણ બંધ પડે છે (પછી ભલે તે છોકરા કે છેકરીઓ શિક્ષણ લેવાને લાયક પણ હોય); કારણ કે, એ શિક્ષણ કેવળ શિક્ષણ ખાતર અપાતું ન હતું. આ રીતે આપણે કેટલાક સમાજમાં પુનર્લગ્નના પ્રતિબંધ વિશે પણ જોઈએ છીએ. જે સમાજમાં પુનર્લગ્ન નથી થતાં તેમાં પણ આજે ઘણું પુરુષો અને સ્ત્રીઓ એમ ચખું માનનારાં હોય છે કે બળાત્કારી વૈધવ્ય એ. ધર્મ નથી, છતાં તેઓ પિતાની લધુ પુત્રી કે બહેન જે વિધવા થાય છે તેની ઈચ્છા છતાં તેનું લગ્ન કરવા તૈયાર થતાં નથી. અને ઘણી વાર તે તેઓ પુનર્લગ્ન ઉપર પોતાની મરજી વિરુદ્ધ સખત જાપ્ત રાખે છે. બળાત્કારી બ્રહ્મચર્યની આ નીતિની પાછળ ભય અને સ્વાર્થ સિવાય બીજો કશો જ હેતુ હોતું નથી. ગૃહસ્થની વાત બાજુએ મૂકીએ અને ત્યાગી કે ગુરુ ગણાતા વર્ગની અંદર જઈને જોઈએ તે પણ આપણને જણાશે કે તેમના ઘણુ નીતિનિયમે અને વ્યવહારની પાછળ માત્ર ભર્યું અને સ્વાર્થ જ રહેલા હોય Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] દર્શન અને ચિંતન છે. એકાદ ત્યાગીનો શિષ્ય અનાચારી થાય તો તે ગુરુ શિષ્યની વૃત્તિ સુધરી છે કે નહિ તે જોયા સિવાય પણ એને વેશધારી બનાવી રાખવાને પૂર્ણ પ્રયત્ન કરશે; કારણ કે, તેને એ શિષ્યની ભ્રષ્ટતા દ્વારા પોતાની પ્રતિષ્ઠા જવાનો ભય છે. કોઈ ગુરુ વંઠે ત્યારે તે સંપ્રદાયના અનુગામીઓ એ વંઠેલ આચાર્યને પદભ્રષ્ટ કરતાં ખચકાશે અને તેના ઉપર બળાત્કારી બ્રહ્મચર્ય લાદવાનો પ્રયત્ન કરશે કારણ કે, તેમને પોતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા ઘટવાનો ભય છે. પુષ્ટિમાર્ગના આચાર્યનું વારંવાર સ્નાન અને જૈન ધર્મના સાધુનું સર્વથા અસ્નાન કોઈ કોઈ વાર સામાજિક ભયને લીધે જ હોય છે. મોલવીઓના ગીતાપાઠમાં અને પંડિતના કુરાનપાઠમાં પણ સામાજિક ભય અને સ્વાર્થ માટે ભાગે નડતરરૂપ હોય છે. આ સામાજિક નીતિનિયમ અને રીતરિવાજેની પાછળ મોટે ભાગે ભય અને સ્વાર્થ જ રહેલા હોય છે. ભય અને સ્વાર્થથી અનુસરતા નીતિનિયમ છેક જ ફેંકી દેવા જોઈએ, અગર છેક જ નકામા છે, અગર તેના સિવાય પણ ચાલી શકે, એમ કહેવાનો અહીં આશય નથી. અહીં તે એટલું જ બતાવવું છે કે નીતિ અને ધર્મ વચ્ચે શું તફાવત છે. જે બંધન કે જે કર્તવ્ય ભય કે સ્વાર્થમૂલક હોય છે તે નીતિ; અને જે કર્તવ્ય ભય કે સ્વાર્થમૂલક નહિ પણ શુદ્ધ કર્તવ્ય ખાતર જ હોય છે અને જે કર્તવ્ય માત્ર યોગ્યતા ઉપર જ અવલંબિત હોય છે તે ધર્મ. નીતિ અને ધર્મ વચ્ચેને આ તફાવત કાંઈ નાનસને નથી. જે આપણે જરીક ઊંડા ઊતરીને તપાસીશું તે સ્પષ્ટ દેખાશે કે નીતિ એ સમાજના ધારણ અને પિષણ માટે આવશ્યક છતાં પણ તેનાથી સમાજનું સંશોધન થતું નથી. સંશોધન એટલે શુદ્ધિ અને શુદ્ધિ એટલે જ ખરે વિકાસ-એ સમજ જે વાસ્તવિક હોય તો એમ કહેવું જોઈએ કે એ વિકાસ ધર્મને જ આભારી છે. જે સમાજમાં ઉપર કહેલ ધર્મ જેટલે અંશે વધારે અનુસરતા હોય તે સમાજ તેટલે અંશે ચડિયાત. આ વસ્તુ વધારે સ્પષ્ટતાથી સમજાય એટલા માટે કેટલાક દાખલાઓ લઈએ. બે જણ એવા કપ કે જેમાં એક ટિકિટમાસ્તર પિતાના ખાતાને હિસાબ બરાબર એકસાઈથી સાચવે છે અને રેખાતાને એક પાઈ પણ નુકસાન થાય તેટલી ભૂલ નથી કરત–એટલા સાર કે જે ભૂલ આવે તે ડાવાનો અગર નોકરી જવાને ભય છે; પણું એટલી જ ચીવટવાળો તે માસ્તર જે બીજો ભય ન હોય તે મુસાફરો પાસેથી લાંચ લે છે. જ્યારે આપણે કપેલે બીજે સ્ટેશનમાસ્તર હિસાબની ચેકસાઈ ઉપરાંત લાંચ મળવાને અને પચી જવાને ગમે તેટલે અનુકૂળ પ્રસંગ છતાં લાંચ નથી જ લેતે, એટલું જ નહિ, પણ તે લાંચરીનું વાતાવરણ જ Page #80 -------------------------------------------------------------------------- ________________ નીતિ, ધર્મ અને સમાજ [ કય. નથી પસંદ કરતો. એ જ રીતે એક ત્યાગી વ્યક્તિ ખુલ્લી રીતે પૈસા લેવામાં કે રાખવામાં અકિંચન તને ભંગ લેખી પૈસા હાથમાં નહિ લે કે પોતાની પાસે નહિ સંધરે અને છતાં જે તેના મનમાં અકિંચનપણું આવ્યું નહિ હોય, એટલે કે લેભનો સંસ્કાર ગયો નહિ હોય, તે તે ધનિક શિષ્યોને મેળવી. મનમાં ફુલાશે અને જાણે પોતે જ ધનવાન હોય એ રીતે બીજા કરતાં પિતાને ચડિયાત માની ગર્વભરેલે હુંપદને વ્યવહાર કરશે. જયારે બીજો ત્યાગી, જે ખરે ત્યાગી હશે તે, પૈસા પિતાની માલિકીના કરીને પાસે નહિ જ રાખે અને પાસે હશે તો પણ તેના મનમાં જરાય નહિ હોય અભિમાન કે જરાય. નહિ હેય પોતાના અલગ સ્વામીપણુનું ગૌરવ. તે ગમે તેટલા ધનિકની વચ્ચે રહેવા છતાં અને ધનિકોની સેવાના પ્રસંગે માં આવવા છતાં નહિ. તેનાથી ફલાય કે નહિ તેને લીધે બીજા કરતાં પિતાને ચડિયાતે માને. આનું પરિણામ એ આવવાનું કે જે નીતિની દષ્ટિએ સમાજમાં ત્યાગીઓ હશે તે. તે સમાજ ચડેલે કે શુદ્ધ નહિ હોય; કારણ કે, તેમાં ત્યાગીના વેશમાં રહી એવી રીતે ભોગ સેવાતું હશે કે જેથી ત્યાગ પાળ્યો ગણાય અને ભોગ પણ પિવાય. એવી સ્થિતિમાં ત્યાગીઓ વચ્ચે સીધી રીતે પૈસો મેળવવાની કે સંધરવાની ગૃહસ્થોની પેઠે હરીફાઈ નહિ હોય, પણ બીજા કરતાં વધારે પૈસાદાર શિષ્યોને રીઝવી, સમજાવી, પોતાના બનાવી રાખવાની ગૂઢ હરીફાઈ તે અવશ્ય હશે. અને એવી હરીફાઈમાં તેઓ જાણે કે અજાણે સમાજની સેવા. કરવાને બદલે કુસેવા જ વધારે કરતા હશે. તેથી ઊલટું, સમાજમાં જે ધર્મ દૃષ્ટિએ ત્યાગી હોય તો તેઓને નહિ હોય પૈસા મેળવવાની કે સંઘરવાની હરીફાઈ અગર નહિ હોય પૈસાદાર ચેલાઓને પિતાના જ બનાવી રાખવાની ફિકર. એટલે તેઓ શિષ્યસંગ્રહ કે શિષ્ય પરિવાર વિષે તદ્દન નિશ્ચિત હશે અને માત્ર સમાજ પ્રત્યેના પિતાને કર્તવ્યમાં જ પ્રસન્ન હશે. એટલે એવા એ ત્યાગીઓ વચ્ચે નહિ આવવાને અદેખાઈને અગર કલેશને પ્રસંગ. અને એ જ રીતે તેમને લીધે તેઓ જે સમાજમાં રહેતા હશે તે સમાજમાં પણ નહિ આવવાનો વિખવાદને પ્રસંગ. આ રીતે આપણે જોઈ શક્યા કે એક સમાજમાં ગમે તેટલા સૈતિક ભૂમિકાવાળા ત્યાગી હોય છતાં તેનાથી સમાજનું કલ્યાણ ન થતાં વધારે અકલ્યાણ જ થવાનું, જ્યારે કોઈ બીજા. સમાજમાં સાચે ધાર્મિક ભૂમિકાવાળે ત્યાગી એક હોય તે પણ તે સમાજની. શુદ્ધિ ખૂબ જ વધારવાનો. એક બીજો દાખલો લઈએ. કેઈ સંન્યાસી ભગવાસના પ્રગટ થતાં સમાજમાં અપજશ થવાના ભયથી દેખીતી રીતે ત્યાગી રહી અનાચાર, Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] દર્શન અને ચિંતન સેવ્યા કરે; જ્યારે બીજો ત્યાગી તેવી વાસના પ્રગટ થતાં, જે વાસનાને - શમાવી ન શકે તે, ગમે તેટલા અપવાદ અને તિરસ્કારને સંભવ છતાં ખુલ્લેખુલ્લું ગૃહસ્થપણું સ્વીકારે તે પેલા નૈતિક ભૂમિકાવાળા ત્યાગી કરતાં આ ગૃહસ્થત્યાગી જ સમાજની શુદ્ધિ વધારે સાચવવાનો; કારણ કે, પેલે ભયને નથી જીત્યો જ્યારે બીજાએ ભયને જીતી અંતર અને બહારની એકતા સાધી નીતિ અને ધર્મ બન્નેનું પાલન કર્યું છે. આ લાંબી ચર્ચા ઉપરથી જોઈ શકાશે કે સમાજની ખરી શુદ્ધિ અને ખરા વિકાસ માટે ધર્મની જ એટલે કે નિર્ભય, નિસ્વાર્થ અને જ્ઞાનપૂર્ણ કર્તવ્યની જ જરૂરિયાત છે. હવે આપણે જેવું જોઈએ કે દુનિયામાં હયાતી જોગવતા ક્યા પંથે, કયા સંપ્રદાયો અગર કયા ધર્મો એવા છે કે જે માત્ર એવો દાવો કરી શકે કે અમે જ ધર્મ સેવીએ છીએ અને તે રીતે બીજા કરતાં અમે વધારે સંશુદ્ધિ કરી છે. આને ઉત્તર સ્પષ્ટ છે અને તે એ છે કે એ એકેય પંથ કે સંપ્ર-દાય દુનિયામાં નથી કે જેણે માત્ર ધર્મનું જ આચરણ કર્યું હોય અને તે દ્વારા માત્ર સમાજની શુદ્ધિ જ સાધી હોય. કોઈ પંથ કે સંપ્રદાય પોતાનામાં અમક સાચી ધાર્મિક વ્યક્તિઓ થઈ ગયાનો નિર્દેશ કરી સમાજની શુદ્ધિ સાવ્યાનો દાવો કરે છે તેવો દાવો બીજો વિધી પંથ પણ કરી શકે; કારણ કે, દરેક પંથમાં ઓછી કે વધતી સાચી ત્યાગી વ્યક્તિઓ થયાને ઈતિહાસ આપણી સામે મોજૂદ છે. ધર્મનાં કહેવાતાં બાહ્ય રૂપો ઉપરથી સમાજની શુદ્ધિને આંક કાઢી કઈ પંથને ધાર્મિકપણાનું પ્રમાણપત્ર તે આપી શકાય જ નહિ; કારણ કે, બાહ્ય રૂપો એટલાં બધાં વિરોધી હોય છે કે તેને લીધે ધાર્મિકપણનું પ્રમાણપત્ર આપવા જઈએ તે કાં તો બધા જ પંથને ધાર્મિક કહેવા પડે અને કાં તે બધાને જ અધાર્મિક કહેવા પડે. દાખલા તરીકે કોઈ પંથ મંદિર અને મૂર્તિપૂજાના પોતાના પ્રચારને નિર્દેશ કરી એમ કહે કે તિણે એ પ્રચાર દ્વારા જનસમાજને ઈશ્વરની ઓળખાણમાં અગર તેની ઉપાસનામાં બહુ મદદ કરી છે અને તે રીતે સમાજમાં શુદ્ધિ આવ્યું છે તે તેથી ઊલટું તેને વિરોધી બીજો પંથ એમ પણ કહેવા કમર કસે કે તેણે મંદિરે અને મૂર્તિઓના ધ્વંસનું કામ કરી સમાજમાં શુદ્ધિ આણી છે; કારણ કે, મંદિરે અને મૂર્તિઓને બહાને વધી ગયેલાં વહેમ, આલસ્ય અને દંભને અમુક પ્રમાણમાં તેણે મંદિરે અને મૂર્તિઓના વિરોધ દ્વારા વધતાં અટકાવ્યાં છે. એક પંથ જે તીર્થસ્થાનનો મહિમા ગાતા અને વધારે હોય તે શારીરિક શુદ્ધિ દ્વારા માનસિક શુદ્ધિની દલીલ કરી પોતાની પ્રવૃત્તિને સમાજકલ્યાણકારી બતાવી શકે, જ્યારે તેને વિરોધી બીજો પંથ સ્નાનનિયમનના Page #82 -------------------------------------------------------------------------- ________________ -નીતિ, ધર્મ અને સમાજ [ ૪૭ પિતાના કાર્યને સમાજકલ્યાણકારી સાબિત કરવા એવી દલીલ કરી શકે કે બાહ્ય સ્નાનના મહત્ત્વમાં તણાતા લેકિને તે રસ્તેથી પાછા વાળી અંતરશુદ્ધિ તરફ લઈ જવા માટે સ્નાન ઉપર નિયંત્રણ મૂકવું એ જ હિતાવહ છે. એક પંથ કંઠી બંધાવીને અને બીજો તેને તેડાવીને સમાજ-કલ્યાણ કર્યાનો દાવો કરી શકે. આ રીતે દરેક પંથનાં બાહ્ય રૂપો જે ઘણી વાર એકબીજાથી તદ્દન વિરોધી હોય છે તેના ઉપરથી આપણે નક્કી ન કરી શકીએ કે અમુક પંથ ખરે ધાર્મિક છે અને અમુક પથે જ સમાજમાં વધારે શુદ્ધિ આણું છે. ત્યારે શું એવું કોઈ ધારણ છે કે જે સર્વમાન્ય હોય અને જેના દ્વારા નિર્વિવાદપણે આપણે કહી શકીએ કે જે અમુક વસ્તુ હોય તે બાથ રૂપ ગમે તે હોવા છતાં પણ તેનાથી સમાજનું ઐકાંતિક કલ્યાણ જ થવાનું ? અને તે વસ્તુ જે પંથમાં, જે જાતિમાં, કે જે વ્યક્તિમાં જેટલા પ્રમાણમાં વધારે હોય તે જ પંથ, તે જ જાતિ, કે તે જ વ્યક્તિએ સમાજની શદ્ધિમાં અગર સમાજના વિકાસમાં વધારે ફાળે આપે છે એમ કહી શકાય? અલબત્ત, એવી વસ્તુ છે, અને તે ઉપરની ચર્ચા દ્વારા સ્પષ્ટ થઈ ગઈ છે. તે વસ્તુ એટલે નિર્ભયપણું, નિર્લેપપણું અને વિવેક. વ્યક્તિના કે પંથના જીવનમાં એ વસ્તુ છે કે નહિ તે બહુ સહેલાઈથી જાણું શકાય. જેવું માનવું તેવું જ બોલવું અને બોલવું તેથી ઊલટું ન ચાલવું અગર જેવું ચાલવું તેવું જ કહી દેવું; આ તત્વ હોય તે નિર્ભયપણું. આવું નિર્ભયપણું ધારણ કરનાર કેઈ નોકર શેઠથી ડરી ખરી બીના નહિ છુપાવે અને ગમે તેવું જોખમ ખેડવા તૈયાર રહેશે. કોઈ ભક્ત ગૃહસ્થ મેટપમાં ખામી આવવાના ભયથી ધર્મગુરુ પાસે અગર બીજે ક્યાંય દોષ ઢાંકવા કે મોટા દેખાવા માટે બેટ વળ ન કરતાં સાચી બીના કહેવા તૈયાર રહેશે. કોઈ ધર્મગુરુ, જે તે નિર્ભય હશે તે, પોતાનું જીવન તદ્દન સાદું ગાળશે. નિર્લોભ પંથ ઉપર કીમતી કપડાં કે ઘરેણને તે ભાર નહિ હોય. જે કોઈ પંથમાં નિર્લેપપણું હશે તે તે પોતાની બધી જ શક્તિઓ એકાગ્ર કરી બીજાઓની સેવા લેવામાં સંતુષ્ટ નહિ થાય. જે વિવેક હશે તે તે વ્યક્તિ કે તે પંથને કોઈની સાથે કલેશમાં ઊતરવાનું કારણ જ નહિ હોય. તે પોતાની શક્તિ અને સંપત્તિને સદુપયોગ કરીને જ બીજાઓનાં હૃદય જીતશે. વિવેક હોય ત્યાં કલેશ ન જ હોય અને જ્યાં કલેશ હોય ત્યાં સમજવું કે વિવેક નથી જ. આ રીતે આપણે કોઈ વ્યક્તિ કે કઈ પંથમાં ધર્મ છે કે નહિ એ જાણવું હોય તે સહેલાઈથી જાણી શકીએ અને ઉપરની કસોટીથી કસી આપણે નક્કી કરી શકીએ કે અમુક વ્યક્તિ અગર અમુક પંથ સમાજનું કલ્યાણ કરનાર છે અને અમુક નથી. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] દર્શન અને ચિંતન નાતમાં મહાજને, પંથમાં તેના આગેવાને, અને સમસ્ત પ્રજામાં રાજ્યકર્તાઓ નીતિ ઘડે છે, અને દેશકાળ પ્રમાણે બદલે છે તેમ જ તે પળાવે છે; છતાં સમાજની શુદ્ધિનું કામ તો પાછું બાકી જ રહે છે. આ કામ કઈ મહાજન, કઈ પંડિત, કે કોઈ રાજા માત્ર તેના પદથી સાધી ન શકે. એ કામ જ મુખ્ય છે અને એ જ કાર્ય કરવું તે ઈશ્વરીય સંદેશ છે. જે વ્યક્તિને આ કાર્ય કરવાની તાલાવેલી હોય તેણે બીજાઓને પ્રથમ ન કહેતાં પોતાના જ જીવનમાં ધર્મ દાખલ કરવો જોઈએ. જે એના જીવનમાં ધર્મ દાખલ થયો તે તેટલે અંશે તેનું જીવન સમાજની શુદ્ધિ કરવાનું (પછી ભલે તે કઈને શુદ્ધ થવાનો ઉપદેશ વાણી કે લેખનથી ન પણ આપતો હોય).. સમાજની શુદ્ધિ એ જીવનશુદ્ધિમાં સમાયેલી છે, અને જીવનશુદ્ધિ એ જ ધર્મનું સાધ્ય છે. એટલે જે આપણે સમાજ અને પિતાના જીવનને નીરોગી રાખવા ઈચ્છતા હોઈએ તો આપણું પોતામાં ઉપર કહેલ ધર્મ છે કે નહિ, અને છે તો કેટલે અંશે છે, એનું જ નિરીક્ષણ કરવું જોઈએ. આ ધાર્મિક મનાતા. દિવસોમાં જે પોતાનું નિરીક્ષણ કરવાની ટેવ કેળવીએ તો તે હંમેશાં સ્થાયી બને અને તેમ થાય તે આપણી સામે પડેલા વિશાળ સમાજ અને રાષ્ટ્રના ઘટક તરીકે આપણે કોઈક સાચો ફાળે આ કહેવાય. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, ૧૯૩૨. Page #84 -------------------------------------------------------------------------- ________________ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા [૯] કેળવણી સૂર્યના પ્રકાશ જેવી છે - કેળવણી એ સૂર્યના પ્રકાશ જેવી છે. એ માત્ર બીજી વસ્તુનો જ અંધકાર ખસેડી સતિષ નથી પડતી, પણુએ તે પિતાના ઉપરના અંધકારને પણ સાંખી નથી શકતી. ખરી વાત તો એ છે કે કેળવણું પિતાના સ્વરૂપ અને પિતાનાં બધાં જ અંગે વિષેની ભ્રમણાઓ કે અસ્પષ્ટતાએ સહી નથી શકતી–તેના આ એક જ બળને લીધે તે બીજા વિષયો ઉપર પણ પ્રકાશ ફેકી શકે છે. કુશળ ચિકિત્સક પિતાનું દરદ પ્રથમ જ પારખે છે, અને તેથી જ તે બીજાના રોગોની ચિકિત્સા અનુભવસિદ્ધ બળથી કરે છે. મેકોલેની પ્રસિદ્ધ મિનિટ પ્રમાણે હિન્દુસ્તાનમાં શરૂ થયેલ કારકુની અંગ્રેજી શિક્ષણ પ્રથમ પિતાના વિષેની ભ્રમણાઓ સમજવા ને દૂર કરવા માથું ઊંચક્યું અને સાથે સાથે એ જ શિક્ષણે ધર્મ, ઇતિહાસ, સમાજ, રાજકારણ આદિ બીજા શિક્ષણના વિષય ઉપર પણ નવી રીતે પ્રકાશ નાખવો શરૂ કર્યો. જે વિષયનું શિક્ષણ અપાવું શરૂ થાય છે તે જ વિષયની, એના શિક્ષણને લીધે વિચારણા જાગૃત થતાં, અનેક દૃષ્ટિએ પરીક્ષા પણ થવા લાગે છે. જ્યાં અમે ત્યાં વિચારપરીક્ષા હેય જ ધર્મને પિતા, એને મિત્ર અને એની પ્રજા એ બધું વિચાર જ છે. વિચાર નહોય તેમાં ધર્મની ઉત્પત્તિ ન જ સંભવે. ધર્મના જીવન અને પ્રસરણ સાથે વિચાર હોય જ છે. જે ધર્મ વિચાર ન પ્રગટાવે અને ન પિષે તે પિતાને આત્મા જ ગુમાવે છે, તેથી ધર્મ વિષે વિચારણું કે પરીક્ષા કરવી એ તેને જીવન આપવા બરાબર છે. પરીક્ષાની પણ પરીક્ષાઓ ચાલે તે પરિણામે એ લાભકારક જ છે. પરીક્ષાને પણ ભયનાં બંધનો સંભવે છે. જ્યાં આપખુદ સરકારી તંત્ર હોય અને કેળવણીની મીમાંસાથી એ તન્નને ધક્કો લાગવાનો સંભવ હોય ત્યાં એવી સમાલોચના સામે કાયદે અને પિલીસ જેલનું દ્વાર બતાવતાં ઊભાં હોય છે. ૪ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ]. દર્શન અને ચિંતન ધમપરીક્ષાનાં ભયસ્થાને ધર્મની પરીક્ષાને સદ્ભાગ્યે એવો ભય નથી એ ખરું, છતાં એનાં ભયસ્થાને જુદી જાતનાં હેય છે. પરીક્ષકમાં પૂરી વિચારશક્તિ ન હોય, વિચારશક્તિ હોય છતાં સમતોલપણું સાચવવાનું બળ નહેય, એ પણ હોય છતાં એની પરીક્ષાનું વ્યાજબી મૂલ્ય આંકે એવા શ્રેતાઓ ન હોય તો એ પરીક્ષાનું ભયસ્થાન ગણાય. ધર્મ જેવા સૂક્ષ્મ અને આળા વિષયની પરીક્ષાનું મુખ્ય ભયસ્થાન તો સ્વાર્થ છે. જે કઈ સ્વાર્થની સિદ્ધિથી પ્રેરાઈ અગર સ્વાર્થ જવાના ભયથી પ્રેરાઈ ધર્મની મીમાંસા શરૂ કરે તો તે પરીક્ષાને ન્યાય આપી ન શકે. એ વાતે આવી બાબતમાં હાથ નાખતી વખતે માણસને બધી બાજુથી બનતી સાવધાની રાખવી અનિવાર્ય થઈ પડે છે—જે એને પોતાના વિચારનું કાંઈ મૂલ્ય હેય તે. સવની સદ્ગુણપષક ભાવના ધર્મને સમૂળધ્વંસ કરવા ઈચ્છનાર તરીકે જાણીતા થયેલ રશિયન સમાજવાદીઓને આપણે પૂછીએ કે તમે દયા, સત્ય, સંતોષ, ત્યાગ, પ્રેમ, ક્ષમા આદિ ગુણોનો નાશ કરવા ઈચ્છો છે ? તે એ શું જવાબ આપશે ? સમાજવાદીઓનો કટ્ટરમાં કટ્ટર વિરોધી પણ એમ પુરવાર કરી નહિ શકે કે તેઓ ઉપર્યુક્ત ગુણોને લેપ કરવા માગે છે. બીજી બાજુ ધર્મપ્રાણ કહેવાતા ધર્મજનને–ગમે તે પંથના અનુયાયીઓને–પૂછીએ કે તમે અસત્ય, દંભ, ક્રોધ, હિંસા, અનાચાર આદિ દુર્ગુણને પિષવા માગે છે કે સત્ય, મિત્રી વગેરેને પિોષવા ઈચ્છો છે? તે ધારું છું કે તેઓ એ જ જવાબ આપવાના કે તેઓ એક પણ દુર્ગુણને પક્ષ નથી કરતા, પણ બધા જ સદ્ગણોને પિષવા માગે છે. સાથે સાથે પેલા સમાજવાદીઓને પણ ઉક્ત દુર્ગુણ વિષે પૂછી લઈએ તે ઠીક થશે. કોઈએ તે નહિ જ કહે કે તે સમાજવાદીઓ પણ દુર્ગણે પિષવા માગે છે, અગર તે માટે બધી ભેજના કરે છે. જે ધાર્મિક કહેવાતા કટ્ટરપંથી અને ધર્મેચ્છેદક મનાતા સમાજવાદી એ બન્ને સગુણો પિષવા તેમ જ દુર્ગણે નિવારવાની બાબતમાં એકમત છે અને સામાન્ય રીતે સણમાં ગણાતા ગુણે અને દણમાં ગણાતા દેષો વિષે બન્નેને મતભેદ નથી, તો અહીં સવાલ થાય છે કે ઘરેડ૫થી અને સુધારવાદી એ બન્ને વચ્ચે ધર્મવ્યાણ અને ધર્મવિચ્છેદની બાબતમાં જે ભારે ખેંચતાણુ, ભારે મારામારી ને ભારે વિવાદ દેખાય છે તેનું શું કારણ? એ મતભેદ કે તકરાર ધર્મ નામની કઈ વસ્તુ વિષે છે? છતાં શાને માટે તકરાર? સવૃત્તિ કે સદ્ગત્તિજન્ય ગુણ, જે માનસિક હેઈ સુક્ષ્મ છે, તેના ધમ Page #86 -------------------------------------------------------------------------- ________________ ધમની અને એના ધ્યેયની પરીક્ષા [ ૫૧ પણ વિષે તે મતભેદ છે જ નહિ. મતભેદ એ ધર્મ તરીકે લેખાતાં, ધર્મરૂપે મનાતાં, અને ધર્મનામથી વ્યવહાર પામતાં બાહ્ય રૂપે, બાહ્ય આચરણો કે બાહ્ય વ્યવહારે વિષે છે. આવો મતભેદ એક અગર બીજે રૂપે, તીવ્ર કે તીત્રતરરૂપે, મનુષ્યજાતિના ઈતિહાસ જેટલો જ જૂને છે. સામાન્ય રીતે મતભેદના વિષયરૂપ બાહ્ય નિયમ, વિધાને કે ક્રિયાકલાપેને ત્રણ ભાગમાં વહેંચી શકાય. નિયામાં ત્રણ જાતના મતભેદ (૧) વૈયક્તિક: જે નિયમને મુખ્ય સંબંધ વ્યક્તિની ઈચ્છા સાથે છે તે; જેમ કે–ખાનપાન, સ્નાન આદિના નિયમો. કેઈ કંદમૂળને ધર્મની દષ્ટિએ તદ્દન વજ્ય માની એ ખાવામાં અધર્મ માને, જ્યારે બીજો તેને જ ખાઈ ઉપવાસ કરવામાં ધર્મ માને. એક જણ રાત પડ્યા પહેલાં જ ખાવામાં ધર્મ માને, બીજો રાત્રિભોજનમાં અધમ જ ન ગણે. એક વ્યક્તિ સ્નાનમાં જ ભારે ધર્મમાહાત્મ્ય સ્વીકારે, બીજો સ્નાનમાત્રમાં અધર્મ લેખે, અને એટલું બધું નહિ તે કોઈ પિતાને માન્ય એવી શેત્રુંજી જેવી નદીઓ સિવાયનાં જળાશમાં ધર્મમાહામ્ય સ્વીકારવાની ના પાડે. (૨) સામાજિક કેટલાક બાહ્ય વ્યવહાર સામાજિક હોય છે, જે ધર્મ તરીકે લેખાય છે. એક સમાજ મંદિર બાંધવામાં ધર્મ માની તે પાછળ પૂરી શક્તિ ખર્ચે, બીજે સમાજ પૂર્ણપણે તેનો વિરોધ કરવામાં જ ધર્મ માને. મંદિરમાં માનનાર સમાજે પણ જુદી અને વિરોધી માન્યતાવાળા છે. એક વિષ્ણુ, શિવ કે રામ સિવાય બીજી મૂર્તિના નમન-પૂજનમાં અધર્મ બતાવે, જ્યારે બીજો સમાજ એ જ વિષ્ણુ આદિની મૂર્તિઓના આદરમાં અધર્મ માને. એટલું જ નહિ, પણ એક જ દેવની મૂર્તિઓના નગ્નત્વ કે વસ્ત્રધારણ જેવા સ્વરૂપમાં પણ ભારે સામાજિક મતભેદ છે. એક જ પ્રકારના સ્વરૂપની એક જ દેવની નમ્રમૂર્તિ માનનાર વચ્ચે પણ પૂજાના પ્રકારમાં કાંઈ એ છે મતભેદ નથી. એક સમાજ પુરુષના એકસાથે કે ક્રમે ગમે તેટલા વિવાહને અધર્મી નથી લેખત, જ્યારે પારણામાં ઝૂલતી બાળવિધવાના પુનર્લગ્નના નામમાત્રથી કંપે છે. એક કામ બને તેટલા દૂરના ગેમાં લગ્નસંબંધને ધમ્ય ગણે છે, જ્યારે બીજી કેમ બને તેટલા નજીકના ખાનદાનમાં લગ્નનું શ્રેષ્ઠત્વ સ્વીકારે છે. એક સમાજ ધર્મદષ્ટિએ પશુવધનું સમર્થન કરે છે, જ્યારે બીજે એ જ દૃષ્ટિએ એનો વિરોધ કરે છે. (૩) સાર્વજનિક પ્રવૃત્તિઓ કેટલીક પ્રથાઓ એવી છે કે જેનો સંબંધ Page #87 -------------------------------------------------------------------------- ________________ પર]' દર્શન અને ચિંતન સમગ્ર જનતા સાથે હોવા છતાં તેના ધમ્યપણા વિષે તીવ્ર મતભેદ ઊભું થાય છે. અત્યારે કોઈ પ્રત્યક્ષ આક્રમણકારી દુશ્મનોની સવારીઓ સદ્ભાગે કે દુગે ચડી નથી આવતી, એટલે એવા દુશ્મનોને ઠાર મારવામાં ધર્મ છે કે અધર્મ છે એ ચર્ચા કૃપાળુ બ્રિટિશ ગવર્મેન્ટ બંધ કરી આપણે સમય બચાવીજ લીધે છે; છતાંય ઑગદેવ જેવા રોગોની સવારીઓ ઊભી જ છે. તે વખતે એવા રોગના દૂત ગણાતા ઉંદરને મારવામાં કઈ સર્વજનહિતની દષ્ટિએ ધર્મ જુએ છે, તે બીજાઓ એને તદ્દન અધર્મ લેખે છે. જ્યાં વાઘ, સિંહ વગેરે ક્રર અને ઝેરી પ્રાણીઓ કે જંતુઓને ઉપદ્રવ હોય છે ત્યાં પણ સાર્વજનિક હિતની દષ્ટિએ એને સંહારવામાં ધમધર્મને સવાલ ઊભો થાય છે. એક વર્ગ સાર્વજનિક હિતની દૃષ્ટિએ કોઈ પણ જળાશય કે જાહેર રસ્તા આદિને મળમૂત્રથી બગાડવામાં અધર્મ લેખે છે, જ્યારે બીજો વર્ગ એ વિષે તદ્દન તટસ્થ જ નહિ પણ વિરેધી વર્તન કરે છે—જાણે કે એ એમાં ધર્મ માનતો હોય! આ તો માત્ર થોડાક નમૂનાઓ થયા, પણ અનેક જાતના ઝીણાઝીણા અને મોટામેટા એવા ક્રિયાકાંડના પ્રકારે છે કે જેને એક વર્ગ બિલકુલ ધર્મ માની વળગી રહેવા આગ્રહ કરે છે, જ્યારે બીજો વર્ગ તેવા ક્રિયાકાંડેને બંધન ગણ તેને ઉખાડી ફેંકવામાં જ ધર્મ લેખે છે. આ રીતે દરેક દેશ, દરેક જાતિ અને દરેક સમાજમાં બાહ્ય રૂપિ, બાહ્ય વિધિવિધાનો અને બાહ્ય આચારે વિષે ધર્મ હોવા-ન હોવાની દૃષ્ટિએ બેસુમાર મતભેદ છે. તેથી આપણી પ્રસ્તુત. પરીક્ષા ઉપર્યુક્ત મતભેદના વિષય પરત્વેની છે. ' '. આપણે એ તે જોયું કે એવી બાબતોમાં અનાદિ મતભેદો છે અને તે ઘટે તેમ જ વધે પણ છે. મોટા ભાગે લોકોમાં એ મતભેદો પુરજોશમાં પ્રવર્તતા હોવા છતાં થોડાક પણ એવા માણસો હંમેશા મળી આવે છે કે જેમને એ મતભેદ સ્પર્શી જ નથી શકતા. એટલે વિચારવાનું એ પ્રાપ્ત થાય છે કે એવું તે શું છે કે જેને લીધે આવા બહુવ્યાપી મતભેદો એ થોડા ગણ્યાગાડ્યા કોને નથી સ્પર્શતા ? વળી જે તત્વને લીધે એથા લેકેને મતભેદ નથી સ્પર્શતા તે તત્ત્વ શું બીજાઓમાં શક્ય નથી ? આપણે ઉપર જોયું કે ધર્મનાં બે સ્વરૂપ છે. પહેલું તાત્વિક, જેમાં સામાન્યતઃ કાઈન મતભેદ નથી તે સગુણાત્મક; બીજું વ્યાવહારિક, જેમાં જાતજાતના મતભેદો અનિવાર્ય છે તે બાહ્ય પ્રવૃત્તિરૂપ. જેઓ તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મ વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે સમજે છે, જેઓ તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મના સંબંધ વિષે વિચારી જાણે છે, ટૂંકમાં તાત્વિક અને વ્યાવહારિક ધર્મના ચોગ્ય પૃથક્કરણની તેમ જ બળાબળની ચાવી જેઓને લાધી છે તેમને વ્યાવહારિક Page #88 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા ધિર્મના મતભેદો કલેશવર્ધક તરીકે સ્પર્શી નથી શકતા.એવાં પુરુષ અને સ્ત્રીઓ ઈતિહાસમાં થયાં છે અને અત્યારે પણ લભ્ય છે. આનો સાર એ નીકળ્યો કે જે ધર્મ વિષેની ખરી સ્પષ્ટ સમજ હોય તે કોઈ પણ મતભેદ કલેશ જન્માવી ન શકે. ખરી સમજ હોવી એ એક જ કલેશવર્ધક મતભેદના નિવારણનો ઉપાય છે. આ સમજનું તત્વ પ્રયત્નથી મનુષ્ય–જાતિમાં વિસ્તારી શકાય છે, તેથી એવી સમજ મેળવવી કે કેળવવી એ ઈષ્ટ છે. હવે આપણે જોઈએ કે તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મ વચ્ચે કેવા કેવા સંબંધે છે ? શુદ્ધ વૃત્તિ અને શુદ્ધ નિષ્ઠા નિર્વિવાદપણે ધર્મ છે, જ્યારે બાહ્ય વ્યવહારના ધમધર્મપણામાં મતભેદે છે. તેથી બાહ્ય આચારે કે વ્યવહારે, નિયમો કે રીતરિવાજોની ધર્માતા કે અધમ્યતાની કસોટી એ તાત્ત્વિક ધર્મ ન હોઈ શકે. શુદ્ધાશુદ્ધ, નિષ્ઠા પર ધર્માધર્મને આધાર - જે જે પ્રથાઓ, રીતરિવાજો ને નિયમો શુદ્ધ નિષ્ઠામાંથી ઉદ્ભવતા હોય તેને સામાન્ય રીતે ધર્મ કહી શકાય; અને જે આચારે શુદ્ધ-નિષ્ઠાજનિત ન હોય તેને અધર્મ કહેવા જોઈએ. આપણે અનુભવથી પિતાની જાતમાં અને સાચા અનુમાનથી બીજાઓમાં જોઈ શકીએ છીએ કે અમુક એક જ આચાર શુદ્ધ નિષ્ઠામાંથી ક્યારેક જન્મે છે તે ક્યારેક અશુદ્ધ નિષ્ઠામાંથી. વળી એક જણ જે આચારને શુદ્ધ નિષ્ઠાથી સેવે છે તેને જ બીજે અશુદ્ધ નિષ્ઠાથી આચરે છે. શુદ્ધ નિષ્ઠાનાં દષ્ટાંત જે અમુક વર્ગ શુદ્ધ કે શુભ નિષ્ઠાથી મંદિર નિર્માણ પાછળ પડી લોકોની શક્તિ, સમય અને ધનને તેમાં શેકવામાં ધર્મ માને તે બીજે વર્ગ એટલી જ અને કેઈક વાર એથી પણ વધારે શુદ્ધ કે શુભ નિષ્ઠાથી મંદિર નિર્માણનો વિરોધ કરી એ પાછળ ખર્ચાતા ધન–જનબળને બીજી જ દિશામાં વાપરવામાં ધર્મ દેખે છે, અને એ પ્રમાણે આચરી પણ બતાવે છે. એક વર્ગ કદાચ એ વિધવા બાળાના હિત ખાતર જ એના પુનર્લગ્નને વિરોધ કરે છે તો બીજો વર્ગ એ બાળાને અધિકાર જોઈ એના જ અધિકારધર્મની દષ્ટિએ શુભ નિષ્ઠાથી એના પુનર્લગ્નની હિમાયતમાં ધર્મ લેખે છે. એક વર્ગ ઉંદરે કે બીજા ઝેરી જંતુઓના દૈષને કારણે નહિ, પણ બહુજનહિતની દૃષ્ટિએ જ શુભ નિષ્ઠાથી તેની હિંસાની હિમાયત કરે; તે બીજે વર્ગ બહુજનના જીવનહકની દૃષ્ટિએ શુભ નિષ્ઠાથી જ તેની હિંસાને વિધ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] દર્શન અને ચિંતન કરવામાં ધર્મ લેખે છે. એટલે કે, ઘણું મતભેદના રીતરિવાજે કે પ્રથાઓના સમર્થન અગર વિરોધ પાછળ ઘણીવાર બન્ને પક્ષકારોની શુભ નિષ્ઠા પણ સંભવે છે. અશુદ્ધ નિષ્ઠાનાં દષ્ટાંત - એ તે જાણીતી જ વાત છે કે હજારો સ્વાર્થીઓ માત્ર પિતાની અંગત સ્વાર્થવૃત્તિ અને લોલુપ અશુભ નિકાને લીધે જ મંદિર કે તેવી બીજી સંસ્થાનું સમર્થન કરે છે, તીર્થોનાં માહાસ્ય ગાઈ માત્ર આજીવિકા ચલાવે છે. પિતાની બીજી કઈ સ્વાર્થવૃત્તિથી કે પ્રતિષ્ઠાના ભૂતના નિજી ભયથી પ્રેરાઈ, પિલી વિધવાના ભલાબૂરાનો વિવેક કર્યા સિવાય, માત્ર અશુભ નિષ્ઠાથી એના પુનર્લગ્નનું સમર્થન કરનાર પણ જડી આવે છે; જ્યારે એવી જ કે કદાચ એથીયે વધારે અશુભ વૃત્તિથી પુનર્લગ્નનું સમર્થન કરનાર પણ મળી આવે છે. મધમાંસ જેવા હેય પદાર્થોને પણ શુભ નિષ્ઠાથી, પ્રસંગવિશેષે ઉપયોગમાં લેવાને ધર્મ મનાય છે, જ્યારે અશુંભ નિષ્ઠાથી એને ત્યાગ કરવા-કરાવવામાં ધર્મ સિદ્ધ ન થવાના દાખલાઓ પણ આપી શકાય છે. કેઈ નિયમ ગણે કાળમાં એકસરખે આચારણીય રહી શકે ? આ રીતે કોઈ પણ વૈયક્તિક, સામાજિક કે સાર્વજનિક નિયમ કે આચાર, પ્રથા કે રીતરિવાજ એ નથી કે જેને વિષે સમજદાર પ્રામાણિક માણસ એમ કહી શકે કે અમુક વ્યવહાર તે ત્રણે કાળમાં સૌને માટે માત્ર એકસરખી રીતે શુભ નિષ્ઠાપૂર્વક જ સંભવે છે અને અમુક વ્યવહાર તે અશુભ નિષ્ઠાપૂર્વક જ હોવાનો સંભવ છે. આટલા વિચારથી આપણે નિશ્ચયની પહેલી ભૂમિકા ઉપર આવી પહોંચ્યા કે કોઈ પણ બાહ્ય વ્રત-નિયમ, આચાર-વિચાર કે રીતરિવાજ એવો નથી કે જે સૌને માટે—સમાજને માટે અગર એક વ્યક્તિને માટે--હંમેશાં ધર્મરૂપ જ અગર અધમ રૂપ જ કહી શકાય. એવા વ્યાવહારિક ગણાતા ધર્મોનું ધર્મપણું કે અધર્મપણું એ માત્ર તે તે વ્યવહાર–આચરનારની નિષ્ઠા અને પ્રામાણિક સમાજ ઉપર અવલંબિત છે. શુભ નિષ્ઠાથી કેાઈના પ્રાણ બચાવવા માટે તેના ઉપર થતા શસ્ત્રાઘાતને રેકી પણ શકાય અને એથી પણ વધારે સારી શુભ નિષ્ઠાથી બીજી વખતે એના ઉપર એ જ શસ્ત્ર ચલાવી પણ શકાય. શુભ નિષ્ઠાથી કોઈના ઉપર શસ્ત્ર ચલાવવાની વાત તે જાણીતી જ છે, પણ તેથીયે વધારે અશુભ નિષ્ઠાથી તેને પાળનાર ને પિષનાર પણ હોય છે. સિંહ અને સર્પ જેવાને પાળી તેના સ્વાતન્યને ભોગે આજીવિકા કરનારને કોણ નથી જાણતું ? પણ એથીયે Page #90 -------------------------------------------------------------------------- ________________ ધર્માંનાં અને એના ધ્યેયની પરીક્ષા [ પ વધારે અશુભ નિષ્ઠાથી છેકરીઓને પાળી, પાષી તેની પવિત્રતાને ભાગે આવિકા કરનાર આજે સંસ્કૃત ગણાતા સમાજમાં પણ સુરક્ષિત છે. આ બધું એક જ સૂચવે છે અને તે એ કે કાઈ પણ વ્યાવહારિક બાહ્ય ક્રિયાકાંડ અગર પ્રથાને, માત્ર એને લોકા આચરે છે એટલા જ કારણે, ધ કહી ન શકાય; અગર એને ખીજા લેાકેા નથી આચરતા કે નથી માનતા અગર તેને વિરાધ કરે છે, એટલા જ કારણે અધમ ન કહી શકાય. શું પરિણામ દૃષ્ટિએ બાહ્ય વ્યવહારને ધ માનવે ? કેટલાક ફ્લીલ કરે છે કે ઘણીવાર વ્રત નિયમા, ક્રિયાકાંડા શુભ નિષ્ઠામાંથી ન જન્મ્યા હોય છતાં તે અભ્યાસખળે શુભ નિષ્ઠા જન્માવવામાં કારણ બની શકે છે, એટલે પરિણામની દૃષ્ટિએ બાહ્ય વ્યવહારને ધર્મ માનવા જોઈ એ. આના જવાબ અધરે! નથી. કાઇપણ ખાદ્ય વ્યવહાર એવા નથી કે જે શુભ નિષ્ઠા જ જન્માવે; ઊલટુ ઘણીવાર એમ અને છે કે અમુક બાહ્ય વ્યવહારની ધમ તરીકે પ્રતિષ્ઠા જામતાં તેને આધારે સ્વાર્થ પાષણનું જ કા માટે ભાગે સધાવા મૐ છે. તેથી જ, આપણે જોઈએ છીએ કે, શુભ નિષ્ઠાથી સ્થપાયેલી મદિર–સંસ્થાની ધાર્મિક વહીવટી પેઢી છેવટે આપખુદી અને સત્તા પાષવાનું સાધન બની જાય છે. એટલું જ નહિ, પણ એક વાર ધર્મભીરુ દૃષ્ટિએ ધાર્મિ ક કુંડાની પાઈ પાઈ ને હિસાબ રાખનાર પણ એ જ નાણાંના લોભમાં, પ્રસંગ આવતાં, ક્રૂસાઈ ધાર્મિક કરજ ચૂકવવું ભૂલી જાય છે. શુભ નિષ્ઠાથી સ્વીકારેલ ત્યાગીના વેશની પ્રતિષ્ઠા અધાતાં અને ત્યાગીનાં બાહ્ય આચરણાનું લોકાકર્ષણ જામતાં તે જ વેશ અને ખાદ્ય આચરણને આધારે અશુભ વૃત્તિ પાષાવાના દાખલાએ ડગલે અને પગલે મળે છે. કાઈ વ્યક્તિ ખાદ્ય નિયમથી લાભ નથી જ ઉઠાવતી એમ ન કહી શકાય, પણ ખાદ્ય નિયમ લાભપ્રદ થાય જ છે એવા પણ એકાંત નથી. તેથી જેમ એકાંતપણે શુદ્ધ નિષ્ઠાને ઈ પણ બાહ્ય વ્યવહારનું કારણ માની ન શકાય, તેમ તેને એકાંતપણે બાહ્ય વ્યવહારનું કાર્ય પણ માની ન શકાય. એટલે કારણની દૃષ્ટિએ કે ળની દૃષ્ટિએ વ્યવહારને એક જ વ્યક્તિ વાસ્તે અગર સમષ્ટિ વાસ્તે અકાન્તિક ધર્મ હેાવાનું વિધાન ન જ કરી શકાય. એ જ સબબ છે કે જૈન શાસ્ત્ર અને ઇતર શાસ્ત્રોમાં શુદ્ધ તાત્ત્વિક ધર્મને સૌને અને સદાને માટે એકરૂપ માનેલ હૈાવા છતાં વ્યાવહારિક ધમને તેમ માનેલ નથી. નવા નિયમથી નવાણી દુભાય તેનુ કેમ? પણ વળી પ્રશ્ન થાય છે કે જો વ્યાવહારિક આચારે ઐકાન્તિક ધર્મ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] - દર્શન અને ચિંતન “રૂપે સંભવતા જ નથી તે જ્યારે એવા આચારનો કોઈ વિરોધ કરે છે, તેને સ્થાને અન્ય નિયમ અને આચાર સ્થાપવા મથે છે, ત્યારે પ્રથમ આચારને અનુસરનારાઓની લાગણી કેમ દુભાય છે ? અને એ લાગણી દુભવવી સુધારવાદીઓ વાસ્તે ઈષ્ટ છે ? જવાબ સ્પષ્ટ છે. વ્યાવહારિક ક્રિયાકાંડને ભ્રમણાથી તાત્ત્વિક ધર્મ માની લેનાર વર્ગ હમેશાં માટે હોય છે. તેઓ એવા ક્રિયાકાંડે ઉપર થતા આધાતને તાત્વિક ધર્મ ઉપરનો આઘાત માનવાની ભૂલ કરે છે. એ ભૂલમાંથી જ એમનું દિલ દુભાય છે. સુધારવાદીઓનું કર્તવ્ય છે કે પોતે જે સમજતા હોય તે સ્પષ્ટપણે ઘરેડવાદીઓ સામે મૂકે. ભ્રમણ દૂર થતાં જ એમની દુભાતી લાગણી બંધ પડી તેનું સ્થાન સત્ય-દર્શનને આનંદ લેશે. દેવ, ગુરુ, ધમ તો - જૈન પરંપરામાં તાત્વિક ધર્મ ત્રણ તત્વોમાં સમાયેલું મનાય છે. દેવ, ગુર અને ધર્મ, આત્માની પૂરેપૂરી નિર્દોષ અવસ્થા એ દેવતત્વ; એવી નિર્દેઉતા પ્રાપ્ત કરવાની સાચી આધ્યાત્મિક સાધના એ ગુરુતત્ત્વ; અને બધી જાતને વિવેકી યથાર્થ સંયમ તે ધર્મતત્વ. આ ત્રણ તને જૈનત્વનો આત્મા કહેવો જોઈએ. એ તને સાચવનાર અને પિષનાર ભાવનાને એનું શરીર કહેવું જોઈએ. દેવતત્વને સ્થૂલ રૂપ આપનાર મંદિર, એમાંની મૂર્તિ, એની પૂજા-આરતી, એ સંસ્થા નભાવવાનાં આવકનાં સાધને, તેની વ્યવસ્થાપક પેઢીઓ, તીર્થસ્થાને એ બધું દેવતત્વની પિષક ભાવનારૂપ શરીરનાં વસ્ત્ર અને અલંકાર જેવું છે. એ જ રીતે મકાન, ખાનપાન, રહેવા આદિના નિયમો અને બીજા વિધિવિધાને એ ગુરુતત્વના શરીરનાં વસ્ત્ર કે અલંકારે છે. અમુક ચીજ ન ખાવી, અમુક જ ખાવી, અમુક પ્રમાણમાં ખાવી, અમુક વખતે ન જ ખાવું, અમુક સ્થાનમાં અમુક જ થાય, અમુકના પ્રત્યે અમુક રીતે જ વરતાય, ઈત્યાદિ વિધિનિષેધના નિયમે એ સંયમતત્વના શરીરનાં કપડાં કે ઘરેણાં છે. આત્મા, શરીર, તેનાં અંગે વગેરેને પરસ્પર સંબંધ - આત્માને વસવા, કામ કરવા, વિકસવા વાસ્તે શરીરની મદદ અનિવાર્ય છે. શરીર વિના તે કશે વ્યવહાર સિદ્ધ કરી ન શકે. કપડાં પણ શરીરને રહ્યું છે. અલંકારે એની શેભા વધારે છે. પરંતુ ધ્યાનમાં રાખવું જોઈએ કે એક જ આત્મા હોવા છતાં એના અનાદિ જીવનમાં શરીર એક નથી હોતું. પ્રતિક્ષણે તે બદલાય છે–એ વાત મનમાં ન લઈએ તેય જૂના શરીરને Page #92 -------------------------------------------------------------------------- ________________ ધર્માની અને એના ધ્યેયની પરીક્ષા [ ૫૭ સ્વીકાર આત્મજીવનમાં અનિવાર્ય છે. કપડાં શરીરને રક્ષણ આપે, પણ તે રક્ષણ આપે જ એવા એકાંત નથી. ધણીવાર કપડાં ઊલટાં શરીરની વિકૃતિના કારણ અનવાથી ત્યાજ્ય બને છે; અને રક્ષણ આપે ત્યારેય શરીર ઉપર કપડાં કાંઈ એક ને એક નથી રહેતાં. શરીર પ્રમાણે કપડાં નાનાંમેટાં કરાવવાં અને બદલવાં પડે છે, એ વાત તો જાણીતી છે જ; પણ સરખા માપનું કપડુ પણ મેલું જૂનું કે જંતુમય થતાં ખલવું પડે છે, સાફ કરવું પડે છે. તદ્દન કપડા વિના પણ શરીર નીરાગ રહી શકે છે. ઊલટું એ સ્થિતિમાં વધારે નીરંગપણું અને સ્વાભાવિકપણું શાસ્ત્રમાં મનાયેલું છે, તેથી ઊલટું, કપડાના સંભાર આરાગ્યને નાશક અને બીજી અનેક રીતે નુકસાનકારક પણ સિદ્ધ થયા છે. ધરેણાંને તે શરીરની રક્ષા કે પુષ્ટિ સાથે કરશે! જ સબંધ નથી; એ તે માત્ર તરંગી અને ક્ષણે ક્ષણે બદલાતા શાખની ગણ્યાંગાંઠમાં લોકાની માતીતી વસ્તુ છે. કપડાં અને ધરેણાં કરતાં જેને આત્મા સાથે વધારે નિકટ સબંધ છે અને જેના સબંધ અનિવાય રીતે જીવનમાં આવશ્યક છે તે શરીરની ખાખતમાં પણ ધ્યાન ખેંચવા જેવું છે. શરીરનાં અનેક અંગામાં હૃદય, મગજ, ફેફ્સાં જેવાં ધ્રુવ અંગેા છે કે જેના અસ્તિત્વ ઉપર જ શરીરના અસ્તિત્વને આધાર છે. એમાંથી કાઇ અંગ ગયું કે જીવન સમાપ્ત. પણ હાથ, પગ, કાન, નાક આદિ અગત્યનાં અંગેા છતાં તે ધ્રુવ નથી. તેમાં અગાડ કે અનિવાર્ય દોષ ઉત્પન્ન થતાં તેના કાપમાં જ શરીરનું અસ્તિત્વ સમાયેલું છે. આત્મા, શરીર, તેનાં ધ્રુવ-અધ્રુવ અંગા, વસ્ત્ર, અલકારા એ અધાના પારસ્પરિક શા ો, સબંધ છે, તેએ એકબીજાથી કેટલે દૂર અને કેટલે નજીક છે, કયું અનિવાર્ય રીતે જીવનમાં જરૂરી છે અને કયું નહિં, એ વિચાર જે કરી શકે તેને ધર્મતત્ત્વના આત્મા, તેના શરીર અને તેનાં વસ્ત્રાલંકાર રૂપ ખાદ્ય વ્યવહારે વચ્ચેને પારસ્પરિક સંબંધ, તેમનું ખળાખળ અને તેમની કિંમત ભાગ્યે જ સમજાવવી પડે. ધનાશની ખાટી ખૂમ અત્યારે જ્યારે કાઈ ધનાં કપડાં અને ઘરેણાંરૂપ ખાદ્ય વ્યવહારાને અલવા, તેમાં કમી કરવા, સુધારા કરવા અને નકામા હેાય તેના છેદ ઉડાડવાની વાત કરે છે ત્યારે એક વ ખૂમ પાડી ઊઠે છે કે આ તો દેવ, ગુરુ, ધમ તત્ત્વને ઉચ્છેદ કરવાની વાત છે. આ વનું ટ્યુમરાણ એક બાળક અને યુવતી જેવું છે. બાળકના શરીર ઉપરનાં મેલાં અને નુકસાનકારક કપડાં ઉતારતાં તે મતે મારી નાખ્યા ' એવી ખૂમ પાડી ઊઠે છે. પેાતાનું " > Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] દર્શન અને ચિંતન સૌંદર્ય પિષવાથી કે વારસાગત ચાલી આવતી ભાવનાથી સાચવી, વધારી અને સમારી રાખેલા વાળ, જ્યારે તેના મૂળમાં કઈ ભારે સડાણ ઊભું થતાં કાપવામાં આવે અને તે વખતે પેલી યુવતી “મને મારી નાખી કે “કાપી નાખી” એવી વાળમેહ-વશ બૂમ પાડે, તેના જેવી બૂમ પેલા ધર્મરક્ષકની નથી લાગતી શું ? પ્રશ્ન થશે કે શું તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મને સંબંધ તેમ જ તેનું બળાબળ, ઘડપથી વિદ્વાન ગણતા આચાર્યરાજે નથી જાણતા ? જે તેમનું બુમરાણ સાચું હોય તો જવાબ એ છે કે કાં તે તે નથી જાણુતા, અને જાણે છે તે એવા અસહિષ્ણુ છે કે તેના આવેશમાં સમતલપણું ગુમાવી બાહ્ય વ્યવહારના પરિવર્તનને તાત્વિક ધર્મને નાશ કહેવાની ભૂલ કરી બેસે છે. મને પિતાને તો આવા બુમરાણનું કારણ એ જ લાગે છે કે જ્યારે જીવનમાં તાત્વિક ધર્મ રહેતું જ નથી અને વ્યાવહારિક ધર્મની બધાયેલી પ્રતિષ્ઠા તેમ જ તે પ્રત્યેની ભક્તિ ઉપર, કશા પણ ત્યાગ અર્પણ સિવાય, કેઈ પણ જાતની કર્તવ્ય-જવાબદારી સિવાય, સુખી અને એદી જીવન ગાળવાની ટેવ પડી જાય છે ત્યારે એ જીવન અને એ ટેવ બચાવવા ખાતર જ સ્થૂલદર્શી લેકેને છોડી મૂકી હોહા કરવાનું તેમને નસીબે જાયે-અજાણે આવી પડે છે. બેટી બૂમ મારનારને શિખામણ ઘડપથી ધર્માચાર્યો અને ધર્મપંડિતે એક બાજુ પિતાના ધર્મને ત્રિકાળાબાધિત, શાશ્વત કહી સદાવ્રુવ માને છે અને બીજી બાજુ કેઈપિતાની માન્યતા વિરુદ્ધના વિચારે પ્રગટ કરે કે તરત જ ધર્મને નાશ થયાની બૂમ પાડી ઊઠે છે. આ કેવો વદવ્યાઘાત ! હું તેવા વિદ્વાનને કહું છું કે જે તમારે ધર્મ ત્રિકાળાબાધિત છે તે સુખે સોડ તાણું સૂઈ રહે, કોઈને ગમે તેવા પ્રયત્ન છતાં એમાં રંચ માત્ર પણ તમારે મને ફેર પડવાનો છે જ નહિ; અને જે તમારે ધર્મ વિધીના વિચારમાત્રથી નાશ પામવા જેટલે આળે કે કોમળ છે તે તમારા હજાર ચોકીપહેરા છતાં તે નાશ પામવાને જ કારણ, વિરોધી વિચાર કઈ ને કઈ દિશામાંથી થવાના તે ખરા જ. એટલે તમે ધર્મને ત્રિકાળાબાધિત માને અગર વિનશ્વર માને, પણ તમારે વાતે તે બધી સ્થિતિમાં હાહા કરવાનો પ્રયત્નમાત્ર નકામે છે. ધર્મના ચેયની પરીક્ષા પણ ધર્મ પરીક્ષા સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી છે જ. તેથી હવે એ ઉત્તરાર્ધ ઉપર આવીએ. Page #94 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા દરેક દેશમાં પિતાને આસ્તિક માનનાર–મનાવનાર વર્ગ, ચાર્વાક જેવા કેવળ ઈહલકવાદી અગર માત્ર પ્રત્યક્ષસુખવાદી લેકેને કહેતે આવ્યો છે કે, તમે નાસ્તિક છે, કારણ, તમે વર્તમાન જન્મની પેલી પાર કેઈનું અસ્તિત્વ માનતા ન હોવાથી કર્મવાદ અને તેમાંથી ફલિત થતી બધી નૈતિક-ધાર્મિક જવાબદારીઓનો ઇન્કાર કરે છે. તમે માત્ર વર્તમાન જીવનની અને તે પણ પિતાના જ જીવનની સગવડિયા ટૂંકી દૃષ્ટિ ધરાવનાર હોઈ સામાજિક અને આધ્યાત્મિક દીર્ધદર્શિતાવાળાં જવાબદારીનાં બંધનોની ઉપેક્ષા કરે છે, તેને ઇન્કાર કરે છે અને તેમ કરી માત્ર પારલૌકિક જ નહિ પણ અહિક જીવન સુધ્ધાંની સુવ્યવસ્થાને ભંગ કરે છે. વાસ્તે તમારે માત્ર આધ્યાત્મિક હિત ખાતર જ નહિ, પણ લૌકિક અને સામાજિક હિત ખાતર પણ નાસ્તિકતામાંથી બચી જવું જોઈએ. આ પ્રકારને આસ્તિક ગણાતા વર્ગને, માત્ર પ્રત્યક્ષવાદી ચાર્વાક જેવા લેકે પ્રત્યે આક્ષેપ અગર ઉપદેશ છે, એ વાત સૌ. કઈ જાણે છે. આ ઉપરથી કર્મસિદ્ધાન્તવાદી કહો, આત્મવાદી કહે અગર, પરલોકવાદી કહે, તેમને શે સિદ્ધાન્ત છે તે આપોઆપ સ્પષ્ટ થઈ જાય છે. સિદ્ધાન્તવાદીએ વ્યવહારને લંગડે ન કરવો ઘટે કર્મવાદીને સિદ્ધાન્ત એ છે કે જીવન એ માત્ર વર્તમાન જન્મમાં જ પૂરું નથી થતું; એ તે પહેલાં પણ હતું અને આગળ પણ ચાલવાનું. કઈ પણ સારું કે નરસું, સ્થૂલ કે સૂક્ષ્મ, શારીરિક કે માનસિક એવું પરિણામ જીવનમાં નથી ઉદ્ભવતું કે જેનું બીજ તે વ્યક્તિએ વર્તમાન કે પૂર્વ જન્મમાં વાવ્યું ન હોય. એવું એક પણ સ્કૂલ કે સૂક્ષ્મ, માનસિક, વાચિક કે કાયિક કર્મ નથી કે જે આ કે પર જન્મમાં પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય વિલય પામે. કર્મવાદીની દષ્ટિ દીધું એટલા માટે છે કે તે ત્રણે કાળને સ્પર્શે છે; જ્યારે ચાર્વાકની દૃષ્ટિ દીર્ધ નથી, કેમકે તે માત્ર વર્તમાનને સ્પર્શે છે. કર્મવાદની આ દીર્ધ દૃષ્ટિ સાથે તેની વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક કે વિશ્વીય જવાબ-- દારીઓ અને નૈતિક બંધનોમાં, ચાર્વાકની અલ્પ દષ્ટિમાંથી ફલિત થતી જવાબદારીઓ અને નૈતિક બંધન કરતાં, મોટો ફેર પડી જાય છે. જે આ ફેર બરાબર સમજવામાં આવે અને તેનો અંશ પણ જીવનમાં ઊતરે તે તે. કર્મવાદીઓનો ચાર્વાક પ્રત્યે આક્ષેપ સાચે ગણાય અને ચાર્વાકના ધર્મય કરતાં કર્મવાદીનું ધર્મય ઉન્નત અને ગ્રાહ્ય છે એમ જીવનવ્યવહારથી બતાવી શકાય. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] દર્શન અને ચિંતન આપણે હવે જોવાનું એ છે કે વ્યવહારમાં કર્મવાદીઓ ચાર્વાકર્ષથી કરતાં કેટલી ચઢિયાતી રીતે જીવી બતાવે છે, તેઓ ચાર્વાકપથી કરતાં પોતાના સંસારને કેટલું વધારે સારે અને વધારે ભવ્ય બનાવી કે રચી જાણે છે ? ચર્ચામાં એક પક્ષ બીજાને ગમે તે કહે છે તેને કોઈ રોકી શકતું નથી. ઊતરતા અને ચડિયાતાપણાની કરી જીવનમાંથી જ મળી રહે છે. ચાર્વાકપંથી ટૂંકી દૃષ્ટિને લીધે પરલેક ન માને તેથી તેઓ પિતાની આત્મિક જવાબદારી અને સામાજિક જવાબદારીથી ભ્રષ્ટ થઈ માત્ર પોતાના ઐહિક સુખની ટૂંકી લાલસામાં એકબીજા પ્રત્યેની સામાજિક જવાબદારીઓ અદા ન કરે તેથી વ્યવહાર લંગડે બને. એમ બને કે ચાવકપંથી પિતાને ફાવે ત્યાં બીજા પાસેથી સગવડ લઈ લે, માબાપને વારસો પચાવી લે, સુધરાઈખાતાની સગવડે ભોગવવામાં જરાય પાછી પાની ન કરે, સામાજિક કે રાજકીય લાભોને લેશ પણ જતા ન કરે; પણ જ્યારે એ જ માબાપને પિષવાને સવાલ આવે ત્યારે આંખ આડા કાન કરે, સુધરાઈખાતાને કોઈ નિયમ પાળવાનું પિતાને શિર આવે ત્યારે ગમે તે બહાને છટકી જાય, સામાજિક કે રાષ્ટ્રીય આપત્તિ વખતે કાંઈ કરવાનું પ્રાપ્ત થતાં તે, પેટમાં દુખવાનું બહાનું કરીને નિશાળથી બચી જનાર બાળકની પેઠે, કઈ ને કઈ રીતે છટકી જાય અને એ રીતે પોતાની ચાર્વાકદષ્ટિથી કૌટુંબિક, સામાજિક અને રાજકીય બધાં જીવનને લંગડું બનાવવાનું પાપ કરે. આ એની ચાર્વાકતાનું દુષ્પરિણામ. હવે આપણે પરલકવાદી આસ્તિક કહેવડાવતા અને પિતાને વધારે શ્રેષ્ઠ માનતા વર્ગ તરફ વળીએ. કર્મવાદી પણ પોતાની કૌટુંબિક, સામાજિક અને રાજકીય બધી જ જવાબદારીઓથી છટકતો દેખાય તે એનામાં અને ચાકમાં ફેર શો રહ્યો ? વ્યવહાર બન્નેએ બગાડ્યો. આપણે જોઈએ છીએ કે કેટલાક સ્વસગવડવાદી પિતાને ખુલ્લામાં ખુલ્લા ચાર્વાક કહી પ્રાપ્ત જવાબદારીઓ પ્રત્યે તદ્દન દુર્લક્ષ કરે છે, પણ સાથે જ આપણે જોઈએ છીએ કે કર્મવાદી પણ પ્રાપ્ત જવાબદારીઓ પ્રત્યે એટલી જ બેદરકારી સેવે છે. બુદ્ધિમાં પરલકવાદ સ્વીકાર્યા છતાં અને વાણીમાં ઉચ્ચારવા છતાં પરલેકવાદ એ માત્ર નામને જ રહ્યો છે. આનું કારણ પરલોકવાદને ધર્મના ધ્યેયમાં સ્થાન આપ્યા છતાં તેની ગેરસમજૂતી એ છે. ચાર્વાકની ગેરસમજ ટૂંકી દૃષ્ટિ પૂરતી ખરી, પણ પરલકવાદીની ગેરસમજ બેવડી છે. તે વદે છે દીર્ધદષ્ટિ જેવું અને વર્તે છે ચાર્વાક જેવું એટલે એકને અજ્ઞાન છે તે -બીજાને વિપર્યાસ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા [ ૬ વિપર્યાસનાં માઠાં પરિણામ આ વિપર્યાસથી પરલકવાદી પિતાના આત્મા પ્રત્યેની સાચું વિચારવા તેમ જ વિચાર પ્રમાણે પોતાને ઘડવાની જવાબદારી તો નથી પાળતા, પણ જ્યારે કૌટુંબિક કે સામાજિક વગેરે જવાબદારીઓ ઉપસ્થિત થાય છે ત્યારે–વર્તમાન જન્મ ક્ષણભંગુર છે, એમાં કઈ કોઈનું નથી, સૌ સ્વાથી મળ્યાં છે, મેળો વિખરાવાનો તે ખરે જ, ભાગ્યમાં લખ્યું હશે તેને કોણ ભૂંસે ? બીજે તે બીજાને શી રીતે સુધારવાને ? પિતાનું હિત સાધવાનું સ્વ હાથમાં છે, એવું હિત પરલોક સુધારવામાં છે, પરલેકને સુધારવા બધું જ પ્રાપ્ત થયેલું ફેંકવું જોઈએ, ઇત્યાદિ વિચારમાળામાં પડી—પલેકની ધૂનમાં એ જવાબદારીઓને ઉવેખે છે. એ એવી એકતરફી ધૂનમાં ભૂલી જાય છે કે તેના પહેલેકવાદના સિદ્ધાન્ત પ્રમાણે તો તેને વર્તમાન જન્મ પણ પરલેક જ છે અને તેની આગલી પેઢી એ પણ પરલોક જ છે; પિતાના સિવાયની સામેની વર્તમાન સૃષ્ટિ પણ પરલોકનો એક ભાગ જ છે. એ ભૂલના સંસ્કારે કર્મવાદ પ્રમાણે તેની સાથે જવાના જ. જ્યારે તે કોઈ બીજા લેકમાં અવતરશે કે વર્તમાન લોકમાં પણ નવી પેઢીમાં જન્મ લેશે ત્યારે તેને પરલેક સુધારવાનો અને બધું વર્તમાન ફેંકી દેવાને સંસ્કાર પાછો જગશે. વળી તે એમ જ કહેવાનો કે પરલેક એ જ ધર્મનું ધ્યેય છે. ધર્મ તે પરલેક સુધારવા કહે છે, વાસ્તે અહિક સુધારણામાં કે અહિક જવાબદારીઓમાં માત્ર બદ્ધ થઈ જવું એ તો ધર્મદ્રોહ છે. એમ કહી તે, પ્રથમના હિસાબે પલેક પણ અત્યારના હિસાબે વર્તમાન જન્મને ઉવેખશે અને વળી બીજા જ પરલેક અને બીજા જ જન્મને સુધારવાની ધૂનમાં ગાંડે થઈ ધર્મ તરફ ઢળશે. એને પરિણામે–એ સંસ્કારને પરિણામે–વળી પ્રથમ માનેલે પરલેક તેને વર્તમાન જન્મ બનશે, ત્યારે પાછો તે તે ધર્મને પરલોક સુધારવાના ધ્યેયને વળગી એ પ્રાપ્ત થયેલ પરલોકને ઉવેખશે અને બગાડશે. આમ ધર્મનું ધ્યેય પરલોક છે એ માન્યતાની પણ ગેરસમજનું પરિણામ તે ચાર્વાકના પરલકવાદના અસ્વીકાર કરતાં બીજું આવવાને સંભવ જ નથી. કેટલાંક ઉદાહરણે. આ અટકળ વધારે પડતી છે એમ કઈ રખે માને. આપણે ઉદાહરણ વાસ્તે દૂર જવાની જરૂર નથી. જૈન સમાજ આસ્તિક ગણાય છે. તે કર્મવાદી છે. પલક સુધારવાનો તેને દાવો છે. તે પિતાના ધર્મનું એય પરલોક, સુધારવામાં જ પૂરું થાય છે, એમ ગર્વથી માને છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ]. દર્શન અને ચિંતન તે પણ આપણે જે જૈન સમાજની પ્રત્યેક પ્રવૃત્તિને બારીકીથી અભ્યાસ કરીશું તો આપણને દેખાશે કે તે પરલેક તો સાધી શકતો જ નથી; વધારામાં ચાર્વાક જેટલે ઈહલેક પણ સાધી શકતો નથી. એક ચાર્વાક મુસાફર ગાડીમાં બેઠો. તેણે પિતાની પૂરી સગવડ સાચવવા બીજાની સગવડના ભેગે– બીજાઓ ઉપર વધારે અગવડો મૂકીને–પિતાની સીટ પૂરેપૂરી, ઊલટી કાંઈક વધારે, મેળવી. થોડીવાર પછી ઊતરવાનું છે, એ જગ્યા જવાની છે, એની એને કાંઈ પડી ન હતી. બીજી વાર, બીજે પ્રસંગે પણ એ માત્ર પોતાની સગવડની ધૂનમાં રહેતા અને બીજાના સુખને ભોગે સુખેથી સફર કરત. બીજો પેસેંજર પરલકવાદી જેન જેવો હતો. તેને જગ્યા તે મળી, કાંઈ જોઈએ તેથી વધારે પણ, છતાં હતી તે ગંદી. એણે વિચાર્યું: હમણું તે ઊતરવું છે, પછી કોણ જાણે બીજો કોણ આવશે. ચલાવી લે. સફાઈની માથાફેડ નકામી છે. એમાં વખત ગાળવા કરતાં અરિહંતનું નામ જ ન લઈએ, એમ વિચારી તેણે એ જ ગંદી જગ્યામાં વખત ગાળ્યો. બીજે સ્ટેશને ડબો બદલાતાં બીજી જગ્યા મળી. તે હતી તો ચાખી, પણ બહુ જ સંકડાશવાળી. પ્રયત્નથી મોકળાશ કરી શકાય તેમ હતું, પણ બીજા તોફાનીઓ સાથે વાદવિવાદમાં ઊતરવું એ પરલેકની માન્યતા વિરુદ્ધ હતું. ત્યાં વળી પરલકવાદ આવ્યો : ભાઈ રહેવું છે તે ડું, નકામી માથાફેડ શાને ? એમ કરી ત્યાં પણ અરિહંતના નામમાં વખત ગાળ્યો. એની લાંબી અને ઘણા દિવસની રેલની અગર વહાણની બધી જ મુસાફરીમાં જ્યાં સગવડ મળી કે અગવડ, સર્વત્ર એને કાંઈ કરવાનું આવે ત્યાં એને પરલકવાદ એને હાથ પકડત અને ઈષ્ટસ્મરણ માટે ભલામણ કરતે. આપણે આ બન્ને પ્રવાસીઓનાં ચિત્રો હંમેશા જોઈએ છીએ. શું આ ઉપરથી એમ કહી શકાશે કે પેલા ચાર્વાક કરતાં બીજે પરલોકવાદી પેસેંજર ચડિયાત ? એકે ટૂંકી દૃષ્ટિથી બધા પ્રત્યેની જવાબદારીઓને ભંગ કરી છેવટે સ્વસગવડ તે સાધી અને તે પણ ઠેઠ સુધી, જ્યારે બીજાએ પ્રયત્ન કર્યા સિવાય સગવડ મળી ત્યારે રસપૂર્વક એને આસ્વાદી, પણ જ્યારે જ્યારે પિતાની સગવડ વાસ્તે અને બીજાની અગવડ દૂર કરવા પ્રયત્ન કરવાને પ્રસંગ આવ્યો ત્યારે ત્યારે પરલોક અને આગળનું શ્રેય સાધવું, એ નરી ભ્રમણામાં રહી ચાર્વાક કરતાંય વધારે જવાબદારીઓને તેણે ભંગ કર્યો. આ કાંઈ રૂપક નથી, પ્રતિદિન દેખાતા વ્યવહારની વાત છે. છેક ઉમરે પહોંચે અને જ્યારે માબાપને વારસો મેળવવાને હોય ત્યારે તે માટે તલપાપડ થઈ જાય. પણ માબાપની સેવાનો પ્રસંગ આવતાં જ તેની Page #98 -------------------------------------------------------------------------- ________________ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા સામે પરલકવાદીઓનો ઉપદેશ શરૂ થાય—અરે, ગાંડા! આત્માનું તે કરી લે. માબાપ એ તે આળપંપાળ.” એ ભાઈ પછી નીકળે પરલોક માટે અને ત્યાં પાછું એ જ બિનજવાબદારીનું અનવસ્થાચક્ર ચાલવું શરૂ થાય. બીજે યુવક સામાજિક જવાબદારીઓ તરફ ઢળતું હોય તેવામાં પરલોકવાદી ગુરુ તેને કહેઃ “અરે, નાતજાતના ગોળ તોડી એને વિશાળ બનાવવાની વાતમાં પડ્યો છે, પણ કાંઈ આત્માનું વિચાર્યું? પરલોક ભણું તો જે. આવી આળપંપાળમાં શું ફર્યો છે ?” પેલો યુવક ગુરુને પગલે ન જાય તેય ભ્રમણામાં પડી હાથમાં લીધેલ કામ છોડી દે દેખાય છે. એક બીજે યુવક વૈધવ્યની વારે ધાઈ પિતાની બધી સંપત્તિ અને બધી લાગવગનો ઉપગ પુનર્લગ્ન વાસ્તે કરતો હોય યા અસ્પૃશ્યોને અપનાવવામાં અને અસ્પૃશ્યતા નિવારવામાં કરતા હોય ત્યારે આસ્તિકરત્ન ગુરુ કહે–“અરે, વિષયના કીડા, આવાં પાપકારી લગ્નના પ્રપંચમાં પડી, પરલોક કાં બગાડે છે ? બિચારે તે ભરમા અને મૌન લઈ બેસી ગયે. ગરીબની વહારે ધાવા ને તેમને પૈસો નહિ તે પાઈ મળે તેવા રાષ્ટ્રીય ખાદી જેવા કાર્યક્રમમાં કોઈને પડતે જોઈ ધર્મત્રાતા ગુએ કહ્યું-“અરે, એ તો કર્મનું ફળ છે. સૌનું કર્યું સૌ ભગવે. તું તારું સંભાળ ને ? આત્મા સાચવ્યો, એણે બધું સાચવ્યું. પરલક-સુધારણા એ જ ઉચ્ચ ધ્યેય હોવું જોઈએ. આવા ઉપદેશથી એ યુવક પણ કર્તવ્યથી સરક્યો. આવા બનાવો, આ જાતના કર્તવ્યભ્રંશ સમાજે સમાજમાં અને ઘરેઘરમાં છે કે વધતે અંશે જોઈ શકીશું. ગૃહસ્થની જ વાત નથી, ત્યાગી ગણુતા ધર્મગુરુઓમાં પણ કર્તવ્યપાલનને નામે મીંડું છે. ત્યારે ચાર્વાક ધર્મ કે તેના ધ્યેયને સ્વીકાર ન કરીને જે પરિણામ ઉપસ્થિત કર્યાનું કહેવાય છે તે પરિણામ પરલેકને ધર્મનું ધ્યેય માનનારે ઉપસ્થિત નથી કર્યું, એમ કોઈ કહી શકશે? જે એમ ન હોત તે આપણું આખા દીર્ધદશ ગણાતા પરલકવાદી સમાજમાં આત્મિક, કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓની ખામી ન જ હોત. કરજ કરીને પણ ઘી પીવું એવી માન્યતા ધરાવનાર માત્ર પ્રત્યક્ષવાદી અને તે પણ સ્વસુખવાદી ચાર્વાક હોય કે પરલોકવાદી આસ્તિક હોય, પણ જે તેઓ બન્નેમાં કર્તવ્યની એગ્ય સમજ, તેની જવાબદારીનું આત્મભાન અને પુષાર્થની જાગૃતિ–એટલાં તો ન હોય તો બન્નેના ધર્મધ્યેય સંબંધી વાદમાં ગમે તેટલું અંતર હોવા છતાં તે બન્નેના જીવનમાં કે તેઓ જે સમાજના અંગ છે તે સમાજના જીવનમાં એ બન્નેના ધ્યેયભેદને કારણે , Page #99 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન કશું અંતર પડવાનું નહિ. ઊલટું એમ બને કે પરલકવાદી અન્યના જીવનને ધકકો પહોંચાડવા ઉપરાંત પિતાનું જીવન પણ વણસાડી મૂકે, જ્યારે ચાર્વાકપંથી વધારે નહિ તે વર્તમાન માત્ર પિતાના જીવન–પૂરતું થર્ડ:૫ણું સુખ સાધી લે. આથી ઊલટું, જે ચાર્વાકપંથી અને પરલોકવાદી બન્નેમાં કર્તવ્યની ચોગ્ય સમજ, જવાબદારીનું આત્મભાન તેમ જ પુરુષાર્થની જાગૃતિ સરખા પ્રમાણમાં હોય તે ચાર્વાક કરતાં પરલકવાદીનું વિશ્વ વધારે સારું હોવાની અગર પરલકવાદીને કરતાં ચાર્વાકપંથીનું વિશ્વ ઊતરતા પ્રકારનું હેવાની કોઈ સંભાવના કે ખાતરી નથી. ધ્યેયવાદ ગમે તે હોય છતાં જેનામાં કર્તવ્ય અને જવાબદારીનું ભાન તેમ જ પુસ્નાર્થની જાગૃતિ વધારે, તે જ બીજા કરતાં પિતાનું અને પિતાના સમાજ કે રાષ્ટ્રનું જીવન વધારે સમૃદ્ધ કે સુખી બનાવવાને. કર્તવ્ય અને જવાબદારીના ભાનવાળા તેમ જ પુરુષાર્થની જાગૃતિવાળા ચાર્વાક જેવા ગણાતા લોકોએ પણ બીજા પક્ષના સમાજ કે રાષ્ટ્ર જીવન કરતાં પિતાના સમાજ અને રાષ્ટ્રનું જીવન વધારે સારું ઘડ્યાનાં પ્રમાણે આપણું સામે છે. તેથી આપણે ધર્મના ધ્યેય તરીકે પરલકવાદ, કર્મવાદ કે આત્મવાદને બીજા વાદ કરતાં વધારે સારા કે વધારે ચડિયાતા છે એમ કોઈ પણ રીતે સાબિત કરી નથી શકતા. એવી સ્થિતિમાં પરલેકસુધારણાને ધર્મના ધ્યેય તરીકે માનવા-મનાવવાની જે પ્રવૃત્તિ ચાલતી આવી છે તે બરાબર નથી એમ સ્વીકારવું પડશે. ધમનું ધ્યેય કોને ગણવું? પણ ત્યારે પ્રશ્ન થશે કે ધર્મનું ધ્યેય શું હોવું જોઈએ ? કઈ વસ્તુને ધર્મના ધ્યેય તરીકે સિદ્ધાંતમાં, વિચારમાં અને વર્તનમાં સ્થાન આપવાથી ધર્મની સફળતા અને જીવનની વિશેષ પ્રગતિ સાધી શકાય ? - આને જવાબ ઉપરના વિવેચનમાંથી જ ફલિત થઈ જાય છે. તે એ કે દરેકને પિતાના વૈયક્તિક અને સામાજિક કર્તવ્યનું ઠીક ઠીક ભાન, કર્તવ્ય પ્રત્યેની જવાબદારીમાં રસ અને એ રસને મૂર્ત કરી દેખાડવા જેટલા પુષાર્થની જાગૃતિ હેવી એજ ધર્મનું ધ્યેય મનાવું જોઈએ. જે ઉક્ત તત્વોને ધર્મના ધ્યેય તરીકે સ્વીકારી તેના ઉપર ભાર આપવામાં આવે તે પ્રજાજીવન સમગ્રપણે પલટે ખાય. ધર્મ તાત્વિક હોય કે વ્યાવહારિક, પણ જે ઉક્ત તો જ એના ધ્યેય તરીકે સ્વીકારવામાં આવે અને પ્રત્યક્ષ ધારણાવાદ કે પરલેક સુધારવાનું સ્થાન ગૌણ કરી દેવામાં આવે તે પછી મનુષ્ય, Page #100 -------------------------------------------------------------------------- ________________ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા [ ૬૫ ગમે તે પક્ષનો હોય છતાં, નવજીવનના ઘડતરમાં કોઈ પણ જાતની વિસંગતિ વિના જ એકસરખો પિતાને ફાળો આપે. આવું ધ્યેય સ્વીકારવામાં આવે તો જૈન સમાજની ભાવી પેઢી બધી રીતે પિતાની વધારે ગ્યતા દર્શાવી શકશે. એ એયવાળો ભાવી જૈન પ્રથમ પિતાનાં આત્મિક કર્તવ્ય સમજી તેમાં રસ લેશે. તેથી એ પોતાની બુદ્ધિની વિશુદ્ધિ અને વિકાસ માટે પિતાથી બનતું બધું જ કરશે અને પિતાના પુરુષાર્થનું જરાય ગેપન નહિ કરે, કેમકે એ સમજશે કે બુદ્ધિ અને પુરુષાર્થના દ્રોહમાં જ આત્મદ્રોહ અને આત્મકર્તવ્યનો દ્રોહ છે. તે કુટુંબ પ્રત્યેના પિતાનાં નાનામોટાં સમગ્ર કર્તવ્યો અને જવાબદારીઓ અદા કરવામાં પોતાનું જીવન સાફલ્ય લેખશે. એટલે તેના જીવનથી તેનું કુટુંબરૂપ ઘડિયાળ બરાબર–અનિયમિતતા વિના–જ ચાલતું રહેશે. તે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની એક એક જવાબદારીના પાલનમાં જ પોતાનું મહત્ત્વ માનશે, એટલે સમાજ અને રાષ્ટ્રના અભ્યદયના માર્ગમાં એનું જીવન ભારે મદદગાર થશે. જૈન સમાજમાં એકાશ્રમ સંસ્થા એટલે કે ત્યાગાશ્રમ સંસ્થા ઉપર જ મુખ્ય ભાર અપાવાને લીધે અધિકારનો વિચાર બાજુએ રહી જવાથી જીવનમાં જે વિશૃંખલતા વ્યાપેલી દેખાય છે, તેના સ્થાનમાં અધિકારાનુરૂપ આશ્રમવ્યવસ્થા, ઉકત ધ્યેય સ્વીકારવાથી આપોઆપ સિદ્ધ થઈ જશે. આ દષ્ટિએ વિચાર કરતાં મને ચોખું લાગે છે કે અત્યારની નવી પેઢી બીજા એકેય વાદવિવાદમાં ન પડતાં પોતપોતાનાં બધી જાતનાં કર્તવ્યો અને તેની જવાબદારીઓમાં રસ લેતી થઈ જાય તો આપણે થોડા જ વખતમાં જોઈ શકીશું કે જે પશ્ચિમના કે આ દેશના પુષોને આપણે સમર્થ માની તેના પ્રત્યે આદરવૃત્તિ ધરાવીએ છીએ તેની હરોળમાં આપણે પણ ઊભા હોઈશું. અહીં એક પ્રશ્નનું નિરાકરણ કરવું જરૂરી છે. પ્રશ્ન એ છે કે ચાર્વાકદષ્ટિ માત્ર પ્રત્યક્ષ સુખવાદની છે અને તે પણ માત્ર સ્વસુખવાદની જ છે, એટલે તેમાં માત્ર પિતાના સુખનું જ ધ્યેય રહેતું હોવાથી બીજા પ્રત્યેની અને સામૂહિક જવાબદારી–પછી તે કૌટુંબિક હેય કે સામાજિક-તેને અવકાશ જ ક્યાં રહે છે, જેવો અવકાશ પરલોકવાદમાં સંભવે છે ? ચાર્વાક વાતે તે. પિતાનું સધાયે સઘળું સધાયું” અને “આપ મરે ફિર ડૂબ ગઈ દુનિયા એ જ સિદ્ધાન્ત હોય છે. પણ એને ખુલાસો એ છે કે માત્ર પ્રત્યક્ષવાદ હોય તોય જ્યાં પિતાને સ્થિર અને પાકા સુખને વિચાર આવે છે ત્યાં કૌટુંબિક, Page #101 -------------------------------------------------------------------------- ________________ $$] દર્શન અને ચિંતન સામાજિક આદિ જવાબદારીએ પ્રાપ્ત થઈ જ જાય છે. જ્યાં લગી જા પ્રત્યેની જવાબદારીઓ ન સમજાય, ન પળાય ત્યાં લગી કેવળ પોતાનું અહિક સુખ પણ સધાતું નથી. દુન્યવી કાઈ સુખ હોય, પણ તે બધું જ પરસાપેક્ષ છે; એટલે અન્ય સાથેના વ્યવહારા ખરાબર ગોઠવાયા સિવાય માત્ર પોતાનું ઐહિક સુખ પણ સિદ્ધ ન થઈ શકે. તેથી જેમ પરલોકદૃષ્ટિમાં તેમ માત્ર પ્રત્યક્ષવાદમાં પણ બધી જ જવાબદારીઓને પૂરેપૂરા અવકાશ છે. —પર્યુષણપનાં વ્યાખ્યાનો, ૧૯૩૭ Page #102 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણ [૧૦] ધાર્મિક શિક્ષણ આપવું કે નહિ એ સવાલ પર સામસામે છેડે ઊભેલા મુખ્યત્વે બે વર્ગો છેઃ એક ધાર્મિક શિક્ષણ આપવા–અપાવવાને અતિ આગ્રહ સેવે છે, જ્યારે બીજે તે વિષે ઉદાસીન જ નહિ, પણ ઘણીવાર વિરોધ સુધ્ધાં કરે છે. આ સ્થિતિ માત્ર જૈન સમાજની જ નહિ, પણ લગભગ બધા સમાજોની છે. હું આ સ્થળે વિચારવા ધારું છું તે બાબત એ છે કે વિધ કરનાર શા માટે વિરોધ કરે છે? શું એને શિક્ષણ પ્રત્યે અણગમે છે કે ધર્મ પ્રત્યે જ અણગમો છે કે ધર્મના નામથી શીખવાતી અમુક વસ્તુઓ પ્રત્યે જ અણગમે છે ? અને એ અણગમાનું કારણ શું છે? એ જ રીતે ધાર્મિક શિક્ષણ વિષે આગ્રહ સેવનાર કયા ધર્મના શિક્ષણ વિષે આગ્રહ સેવે છે અને એ આગ્રહને મૂળમાં શું રહેલું છે? વિરોધ કરનારની શિક્ષણ પ્રત્યે તે એટલી જ મમતા છે જેટલી ધર્મશિક્ષણના આગ્રહી પક્ષની. ધર્મ પ્રત્યે પણ એને અણગમે હોતે જ નથી, જે તે જીવનપ્રદ અને માનવતા પોષક હોય છે. તેને વિધ ધર્મને નામે અત્યારે શીખવાતી વસ્તુઓ વિષે જ છે અને તેનું કારણ ધર્મશિક્ષણ દ્વારા માનવતાનો વિકાસ સાધવાને બદલે એને હાસ સધાય છે એ છે. બીજી બાજુ, ધાર્મિક શિક્ષણને આગ્રહ સેવનાર મુખ્યપણે અમુક પાઠો શીખવવા અને અમક પરંપરાગત ક્રિયાકાંડ શીખવવાનો જ આગ્રહ સેવે છે. એ આગ્રહના મૂળમાં એનો પિતાનો ધર્મ વિષેને જીવંત અનુભવ નથી હોતો, પણ વારગત જે ક્રિયાકાંડના સંસ્કારે તેને મળ્યા હોય છે, એ સંસ્કારે ચાલુ રાખવામાં જે સામાજિક મેહ મનાતે આવ્યા છે અને એવા સંસ્કારો સીંચવા જે પંડિત અને ધર્મગુરુઓ સતત ભાર આપ્યા કરે છે તે છે. વિધી વર્ગ ધાર્મિક શિક્ષણને વિરોધ કરે છે, ત્યારે તે એટલું તે માને જ છે કે માનવજીવન ઊંચું અને શુદ્ધ સંસ્કારવાળું–જે દ્વારા માનવી ખાનગી અને સામાજિક જીવનમાં પ્રામાણિકપણું ન છોડે, તુચ્છ સ્વાર્થને લીધે તે સમાજ કે રાષ્ટ્રના વિકાસને રૂપે એવું કશું પણ ન કરે તેવું–હોવું જોઈએ. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] દર્શન અને ચિંતન. આવા જીવનનું પોષક ધાર્મિક શિક્ષણ કે તત્ત્વ એ વર્ગને સામાન્ય નથી હતું. આ સાર એ નીકળે કે સમૃદ્ધ અને સંસ્કારી જીવન માટે જે આવશ્યક હેય તેના જ શિક્ષણને તે વર્ગ સ્વીકારે છે. જે શિક્ષણ દ્વારા જીવન સમૃદ્ધ થવાનો કે જીવનમાં ઉદાત્ત સંસ્કાર પોષાવાનો સંભવ ભાગ્યે જ હોય. છે, તેવા શિક્ષણને વિરોધ એ જ તેમનો વિરોધ છે. આ રીતે ઊંડા ઊતરીને જોઈએ તે ધાર્મિક શિક્ષણને વિષેધ કરનાર વર્ગ ખરી રીતે ધાર્મિક શિક્ષણની આવશ્યકતા જ સ્વીકારે છે. બીજી બાજુ, એ શિક્ષણનો અત્યાગ્રહ સેવનાર શબ્દપાઠ અને ક્રિયાકાંડે પર ગમે તેટલે આગ્રહ સેવે, છતાં તે પણ જીવનમાં ઉચ્ચ સંસ્કારસમૃદ્ધિ પિલાતી હોય તે તે જોવા ઉત્સુક તે છે જ. આ રીતે સામસામે છેડે સ્થિત એ બંને વર્ગો માનવીનું જીવન ઉચ્ચ અને સંસ્કારી બને એ બાબતમાં એકમત જ છે. એક પક્ષ અમુક પ્રકારને વિરોધ કરીને તે બીજો પક્ષ તે પ્રકારનું સમર્થન કરીને છેવટે તે બંને પક્ષો નકાર અને હકારમાંથી એક જ સામાન્ય તત્ત્વ ઉપર આવી ઊભા રહે છે. જે છેક સામસામેના બંને પક્ષે એક બાબતમાં એકમત થતા હોય, તે તે ઉભયસંમત તત્વને લક્ષીને જ શિક્ષણનો પ્રશ્ન વિચારો જોઈએ અને વિવાદાસ્પદ તત્ત્વ વિષે આ કે તે જાતનું ઐકાંતિક વિધાન કે તે વાસ્તની ગોઠવણ ન કરતાં તે બાબત શિક્ષણ લેનારની રુચિ અને વિચારણા ઉપર છોડી દેવી જોઈએ, એમ જ ફલિત થાય છે. જેઓ ધાર્મિક પાઠ અને ક્રિયાકાંડના પક્ષપાતી હોય છે, તેમણે પોતાના જીવનથી જે એમ સાબિત કર્યું હોત કે પ્રવાસેવી ધાર્મિક પિતાના જીવનવ્યવહારમાં બીજા કરતાં વધારે સાચા હોય છે, બોલ્યા પ્રમાણે વર્તનાર હોય છે, તેમ જ સાદું જીવન જીવનાર હોઈ પિતાની ચાલુ ધર્મપ્રથા દ્વારા માનવતાને વધારે સાંકળે છે, તે કોઈને પણ તેમના રૂઢ શિક્ષણ વિષે વાંધો લેવાને કારણ જ ન હોત. પણ ઈતિહાસ એલી ઊલટું કહે છે. જે જે જાતિએ કે. કેમે રૂઢ ધર્મ-શિક્ષણ વધારે લીધું હોય છે, તે જાતિ કે કેમ બીજી કેમો કરતાં વધારે ભેદ પિષતી આવી છે. ક્રિયાકાંડી-શિક્ષણમાં સૌથી વધારે અભિમાન લેનાર બ્રાહ્મણ કે હિંદુ જાતિ બીજા સમાજે કરતાં વધારે વહેંચાઈ ગયેલ છે અને વધારે દાંભિક તથા વધારે બીકણું જીવન ગાળે છે. જેમ જેમ ધર્મનું શિક્ષણ વિવિધ અને વધારે, તેમ તેમ જીવનની સમૃદ્ધિ પણ વિવિધ અને વધારે હોવી જોઈએ. તેને બદલે ઈતિહાસ કહે છે કે ધર્મપરાયણ મનાતી કોમ ધર્મથી સંધાવાને બદલે ધર્મની વિપુલતાના Page #104 -------------------------------------------------------------------------- ________________ [ ૬૯ ધાર્મિક શિક્ષણ પ્રમાણમાં વધારે વિપુલતાથી એકમેકથી છૂટી પડી ગઈ છે. ઈસ્લામ ધર્મના રૂઢ શિક્ષણે જે એક અમુક વર્ગને અમુક અંશમાં સાંધ્યો હોય, તે તેથી મોટા વર્ગને અનેક અંશેમાં પહેલા વર્ગનો વિરોધી મનાવી છેવટે તે માનવતાને ખંડિત જ કરી છે. ખ્રિસ્તી ધર્મની રૂઢ શિક્ષાએ પણ માનવતાને ખંડિત જ કરી છે. અમુક ધર્મ પિતાના રૂઢ શિક્ષણને બળે અમુક પ્રમાણમાં માનવવર્ગને અંદરોઅંદર સાંકળવાનું પુણ્ય કરતો હોય, તે તેથી મોટા વર્ગને છેક વિરોધી ગણાવવાનું મહાપાતક પણ કરે છે. આ તે રૂઢશિક્ષણજન્ય માનવતાના ખંડિતપણાની વાત થઈ પણ અમુક સંપ્રદાયનું રૂઢ શિક્ષણ તે સંપ્રદાય પૂરતું પણ સરળ, પ્રામાણિક અને પરાથી જીવન સાધતું હોય, તોય ધાર્મિક શિક્ષણને વિરોધ કરનારને વિરોધ કરવાનું પૂરતું કારણ ન મળે, પણ ઇતિહાસ બીજી જ કથા કહે છે. કોઈ એક સંપ્રદાયના મુખિયાજી મનાતા ધર્મગુરુઓને લઈ વિચાર કરીએ, કે આગેવાન ગણાતા ગૃહસ્થને લઈ વિચાર કરીએ, તે જણાશે કે દરેક ધર્મગુરુ આડંબરી જીવનમાં રસ લે છે અને ભોળા માણસેમાં એ આડંબરને ધર્મને નામે પિષે છે. જે નાણાં, જે શક્તિ અને જે સમય દ્વારા તે સંપ્રદાયના અનુયાયીઓનું આરોગ્ય સાધી શકાય, તેમને કેળવણી આપી શકાય, તેમને ધંધે શીખવી સ્વાવલંબી જીવન જીવતાં બનાવી શકાય, તે જ નાણાં, શક્તિ અને વખતનો ઉપયોગ મોટેભાગે દરેક ધર્મગુરુ પિતાની આડંબર– સજિત જીવન ગાડી ધકેલવામાં કરે છે. તે શરીરશ્રમ છોડે છે, પણ શરીર– શ્રમનાં ફળોનો ભોગ નથી છેડતા. પિતે સેવા દેવી છેડે છે, પણ સેવા લેવી છોડતા નથી. બને તેટલી વધારેમાં વધારે જવાબદારીઓ ફેંકી દેવામાં ધર્મ માને-મનાવે છે, પણ પિતા પ્રત્યે બીજા જવાબદારી ન ચૂકે એની પૂરી કાળજી રાખે છે–જેવી રીતે રાજાઓ. એ જ રીતે તે સંપ્રદાયના રૂઢ શિક્ષણરસિક આગેવાન ગૃહસ્થ પિતાના જીવનમાં સદાચાર વિનાના હોય છે અને ગમે તેટલાના ભોગે પણ ઓછામાં ઓછી મહેનતે વધારેમાં વધારે પૂંછ એકત્ર કરવાને મેહ સેવતા હોય છે. અનુકૂળના હોય ત્યાં લગી ધંધામાં પ્રામાણિકપણું અને કાંઈક જોખમ આવતાં દેવાળું કાઢવાની રીત–આ વસ્તુસ્થિતિ હોય ત્યાં લગી ગમે તેટલી લાગવગ વાપરવામાં આવે, છતાં દઢ ધર્મશિક્ષણ વિષે સ્વતંત્ર અને નિર્ભય વિચારકને આંતરિક–બાહ્ય વિધ રહેવાને જ. જે વસ્તુસ્થિતિ આવી છે અને ચાલવાની છે તે વધારે સુંદર અને સલામત માર્ગ એ છે કે બન્ને પક્ષ સંમત હોય એવા જ ધર્મતત્વના શિક્ષણને પ્રબંધ જાગરૂકપણે થ જોઈએ. Page #105 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન એવા ધર્મતત્વમાં મુખ્ય બે અંશે આવે છે. એક વર્તનનો અને બીજે વિચારને. જ્યાં લગી વતનના શિક્ષણનો સંબંધ છે ત્યાં લગી નિરપવાદ. એક જ વિધાન સંભવે છે કે જે કેઈને સવર્તનનું શિક્ષણ આપવું હોય તે. તે સદ્વર્તન જીવીને જ શીખવી શકાય; એ કદી વાણીથી શીખવી ન શકાય.. સદ્વર્તન વસ્તુ જ એવી છે કે તે વાણીમાં ઊતરતાં ફીકી પડી જાય છે અને જે તે કોઈના જીવનમાં અંદરથી ઊગેલી હોય તે તે બીજાને ઓછેવત્તે અંશે વળ વિના રહેતી જ નથી. આને અર્થ એ થયો કે માનવતા ઘડનાર ને પિપનાર જે જે જાતનું વર્તન સમાજમાં કે સંસ્થામાં દાખલ કરવું હોય તે તે જાતનું વર્તન ગાળનાર કોઈ પણ સાચી વ્યકિત જ ન હોય ત્યાં લગી તે સમાજ કે તે સંસ્થામાં સવર્તનના શિક્ષણને પ્રશ્ન હાથ ધરવે એ નરી બાલિશતા છે. માબાપ કે બીજા વડીલે બાળકને કે નાનેરાંઓને ઘડવા માગતા. હોય, તે તેમણે પોતાના જીવનમાં તેવું ઘડતર સચોટપણે દાખલ કરવું જોઈએ અને એમ તેઓ ન કરે તો પિતાની સંતતિના જીવનમાં સદ્વર્તન ઊતરે એ આશાને મક્કમપણે સેવવી પણ ન જોઈએ. સંસ્થા કોઈ ભાડૂતી કે નકલી શિક્ષકને રેકી વિદ્યાથીઓમાં સદ્વર્તનનું વાતાવરણ જમાવી જ ન શકે. એ વ્યવહારને વિષય છે અને વ્યવહાર સાચી કે ખોટી દેખાદેખીમાંથી ઉત્પન્ન થઈ પછી જ વિચારના ને સંસ્કારના ઊંડા પ્રદેશ સુધી મૂળ ઘાલે છે. ધર્મશિક્ષણને બીજો અંશ વિચાર છે-જ્ઞાન છે. કોઈ પણ સંસ્થા પિતાના વિદ્યાર્થીઓમાં વિચાર અને જ્ઞાનના અંશે સચી અને પિષી શકે. દરેક સંસ્થાને વાસ્તે રાજમાર્ગ તરીકે—ધાર્મિક શિક્ષણના વિષય તરીકે એક જ વિષય બાકી રહે છે અને તે જ્ઞાન તેમ જ વિચારને. આ વાસ્તે સંસ્થાએ જેટલે ઉદાત્ત પ્રબંધ કર્યો હોય તેટલી સફળતા મળે જ છે. વિદ્યાર્થીને જાણવાની ઓછીવત્તી ભૂખ હોય જ છે. તેની ભૂખની નાડી ટ્રક પારખવામાં આવે તો એ વધારે સતેજ પણ કરી શકાય છે. તેથી અનેક વિદ્યાર્થીઓમાં તત્વની જિજ્ઞાસા પેદા કરવાનું આયોજન કરવું એ સંસ્થાનું પ્રથમ કર્તવ્ય છે. આ આયોજનમાં સમૃદ્ધ પુસ્તકાલય અને વિવિધ વિષય ઉપર વિચારક વિદ્વાનોનાં વ્યાખ્યાનો આપવાને પ્રબન્ધ તે આવે જ છે, પણ આખા આયોજનમાં કેન્દ્રસ્થાને જ્ઞાન અને વિચારમૂર્તિ શિક્ષક તથા તેની સર્વગ્રાહિણી, પ્રતિક્ષણે નવીનતા અનુભવતી પ્રતિભાસંપન્ન દષ્ટિ છે. જે સંસ્થા આવો શિક્ષક મેળવવા ભાગ્યશાળી થાય, તે સંસ્થામાં વિચાર પૂરતું ધર્મ-શિક્ષણ તે અનિવાર્ય રીતે પ્રસરવાનું અને વધવાનું જ. કરવાપણું Page #106 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણ [ so આવે છે ત્યારે વિદ્યાથી જરા ખચકાય છે, પણ જાણુવાને સવાલ હાય છે ત્યાં તેનુ મગજ અનુકૂળ શિક્ષક આગળ જિજ્ઞાસાની આગથી સૂકા ઘાસની પેટે સળગી ઊઠે છે. જીવતા અધ્યાપક એ તકને લાભ લે છે અને વિદ્યાથીમાં ઉદાર તેમ જ વ્યાપક વિચારનાં ખીજો રોપે છે. ખરી રીતે તે વિદ્યાર્થી માં જે કરવાનું અને બનવાનું શકય છે, તેના ઉપર સંસ્થા ધાર્મિક શિક્ષણનું આયાજન કરી ભાર નથી આપતી, અને જે ધાર્મિક ગણાતા અશમાં વિદ્યાર્થીને કે ખુદ શિક્ષકને રસ નથી હોતા તેવા અંશ ઉપર પર`પરાના મેહને લીધે કે અમુક વર્ગના અનુસરણને લીધે ભાર આપવા જતાં સંસ્થા અને ગુમાવે છે. આમ થવાથી શકય એવા વિચારાંશની જાગૃતિ રૂÜાય છે અને અશકય એવા રૂઢ આચારેામાંની રસત્તિ ઉત્પન્ન થવાને બદલે તે હંમેશ માટે બહેર મારી જાય છે. તેથી મારી દૃષ્ટિએ દરેક સંસ્થામાં ઉપસ્થિત થતા ધાર્મિક શિક્ષણના પ્રશ્નના ઉકેલ નીચે પ્રમાણે આણી શકાય :— (૧) કાઈ પણ ક્રિયાકાંડી કે રૂઢ શિક્ષણ આપવાનું મરજિયાત હોય, ફરજિયાત નહિ. (૨) જીવનની સૌરભ જેવા સદ્દનનુ શિક્ષણ શબ્દ વાટે આપવામાં સતષ મનાવા ન જોઈએ અને એવું શિક્ષણ આપવાની સગવડ ન હોય, તે તે વિષયમાં ચૂપ રહેવામાં જ સતેષ માનવા જોઈ એ. (૩) ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ તથા સ્વરૂપની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાનના અમુક મુદ્દાઓનું વિદ્યાર્થીઓની યાગ્યતા પ્રમાણે સારામાં સારું ઉદાત્ત શિક્ષણ આપવાના પ્રબંધ થવા જોઈએ અને તે વખત તે પૂરતું ધર્મ – શિક્ષણ ગણાવું જોઈ એ. આવા ધ-શિક્ષણ પરત્વે કાઈ ના મતભેદ નથી, સંસ્થા દ્વારા અપાવું એ રાકય પણ છે અને જુદાજુદા સંપ્રદાયાની માન્યતાએને સાંકળવામાં એ ઉપયાગી છે, તેમ જ મિથ્યા વહેમાને નાશ કરવામાં પણ સૌથી પહેલું આવું ધમ–શિક્ષણ આવશ્યક છે. —અખંડ આનંદ, ૧૯૫૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ ધર્મદૃષ્ટિનુ ઊર્ધીકરણ [ ૧૧ ] ઊધ્વી કરણના અર્થ છે શુદ્ધીકરણ તેમ જ વિસ્તારીકરણ, ધર્માંદૃષ્ટિ જેમજેમ શુદ્ધ થાય અને શુદ્ધ કરાય તેમ જ તેને વિસ્તાર થાય. અર્થાત્ માત્ર વ્યક્તિગત ન રહેતાં તેનું જેમજેમ સામુદાયિક રૂપ નિર્માણ થાય તેમતેમ તેનું ઊીકરણ થાય છે એમ સમજવું જોઈએ. એને જ Sublimation કહેવામાં આવે છે. જિવિષા યા જીવનત્તિ અને ધમષ્ટિ એ બંને પ્રાણીમાત્રમાં સહભ્ અને સહચારી છે. ધર્માંદૃષ્ટિ વિના જીવનત્તિ સતાષાતી નથી અને જીવનવૃત્ત હાય તે જ ધર્માંદૃષ્ટિનું અસ્તિત્વ સંભવે છે. આમ છતાં મનુષ્ય અને ધૃતર જીવજગત વચ્ચેની સ્થિતિ નાખી નાખી છે. પશુ-પક્ષી અને કીડી–ભ્રમર જેવી અનેક પ્રાણીતિમાં આપણે જોઈએ છીએ કે તે તે પ્રાણી માત્ર પોતાના દૈહિક જીવન અર્થે જ પ્રવૃત્તિ નથી કરતું, પણ તે પોતપોતાના નાના—મેટા જૂથ, દળ કે વર્ગ માટે કાંઈ ને કાંઈ કરેજ છે. આ એની એક રીતે ધમ વૃત્તિ થઈ. પણ આ ધર્મવૃત્તિના મૂળમાં જાતિગત પર પરાથી ચાલ્યેા આવતા એક રૂઢ સંસ્કાર હોય છે. એની સાથે એમાં સમજણુ કે વિવેકનું તત્ત્વ વિકસ્યું નથી હેતું, એની શકયતા પણ નથી હોતી; તેથી એ ધવૃત્તિને ધર્મદ્રષ્ટિની કાટિમાં સૂકી ન શકાય. મનુષ્યપ્રાણી જ એવું છે જેમાં ધર્માંદૃષ્ટિનાં ખીજો સ્વયંભૂ રીતે પડેલાં છે. એવાં ખીજોમાં એની જ્ઞાન અને જિજ્ઞાસાવૃત્તિ, સંકલ્પશક્તિ અને સારા-નરસાને વિવેક કરવાની શક્તિ, તેમજ ધ્યેયને સિદ્ધ કરવાના પુરુષાર્થ-આ મુખ્ય છે. મનુષ્ય જેટલું ભૂતકાળનું સ્મરણ અન્ય કાઈ પ્રાણીમાં નથી. એના જેટલે ભૂતકાળને વારસા સાચવવાની અને આગલી પેઢીએને એ વારસા વધારા સાથે આપવાની કળા પણ કાઈમાં નથી. તે એક વાર કાંઈપણ કરવાના સંકલ્પ કરે તો તે તેને સાધે જ છે, અને પેાતાના નિર્ણયોને પણ ભૂલ જણાતાં બદલે અને સુધારે છે. એના પુરુષાર્થની તા કાઈ સીમા જ નથી. તે અનેક નવાંનવાં ક્ષેત્રાને ખાળે અને ખેડે છે. મનુષ્યજાતની આ શક્તિ તે જ તેની ધર્મ દિષ્ટ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ધર્મદષ્ટિનું ઊર્ધ્વીકરણ [ ૭૩ પરંતુ મનુષ્યજાતિમાં અત્યારે ધર્મદષ્ટિના વિકાસની જે ભૂમિકા જણાય છે તે એકાએક સિદ્ધ થઈ નથી. આને સાક્ષી ઈતિહાસ છે. એડવર્ડ કે નામના વિદ્વાને ધર્મવિકાસની ભૂમિકાઓને નિર્દેશ ટૂંકમાં આ રીતે કર્યો છે – We look out before we look in, and we look in before we look up. ડૉ. આનંદશંકર ધ્રુવે એનું ગુજરાતી આ રીતે કર્યું છેઃ “પ્રથમ બહિર્દષ્ટિ, પછી અન્તર્દષ્ટિ અને છેવટે ઊર્ધદષ્ટિ; પ્રથમ ઈશ્વરનું દર્શન બાહ્ય સૃષ્ટિમાં થાય, પછી અન્તરઆત્મામાં (કર્તવ્યનું ભાન વગેરેમાં) થાય અને છેવટે ઉભયની એકતામાં થાય.” જૈન પરિભાષામાં એને બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્માની અવસ્થા કહી શકાય. મનુષ્ય કેય શક્તિશાળી કેમ ન હોય, પણ તે સ્કૂલમાંથી અર્થાત્ દ્રવ્યમાંથી સૂક્ષ્મમાં અર્થાત ભાવમાં પ્રગતિ કરે છે. ગ્રીસમાં શિલ્પ, સ્થાપત્ય, કાવ્ય, નાટક, તત્ત્વજ્ઞાન, ગણિત આદિ કળાઓ અને વિદ્યાઓનો એક કાળે અદ્ભુત વિકાસ થયેલે. એવે વખતે જ એક વ્યક્તિમાં અકળ રીતે ધર્મદષ્ટિ, માણસજાતને આંજી દે એટલા પ્રમાણમાં, વિકસી. એ સોક્રેટિસે કળાઓ અને વિદ્યાઓનું મૂલ્ય જ ધર્મદષ્ટિના ગજથી બદલી નાખ્યું અને એની એ ધર્મદષ્ટિ આજે તો ચોમેર સત્કારાય છે. યહોવાહે મૂસાને આદેશ આપ્યો ત્યારે એ માત્ર યદી લેકના પૂલ ઉદ્ધાર પૂરતું હતું અને બીજી સમકાલીન જાતિઓને એમાં વિનાશ પણ સૂચવાતો હતો. પરંતુ એ જ જાતિમાં ઈસુ ખ્રિસ્ત પાક્યો અને ધર્મદષ્ટિએ જુદું જ રૂપ લીધું. ઈસુએ ધર્મની બધી જ આજ્ઞાઓને અંદર અને બહારથી શિધી તેમ જ દેશ-કાળના ભેદ વિના સર્વત્ર લાગુ કરી શકવા જેવી ઉદાત્ત બનાવી. આ બધા પહેલાં પણ ઈરાનમાં જરથુત્રે નવું દર્શન આપેલું, જે અવેસ્તામાં જીવિત છે. અંદરોઅંદર લડી મરતા અને જાતજાતના વહેમના ભોગ થયેલા આરબ કબીલાઓને સાંધવાની અને કાંઈક વહેમમુક્ત કરવાની ધર્મદષ્ટિ મહંમદ પિગંબરમાં પણ વિકસી. પરંતુ ધર્મદષ્ટિના વિકાસ અને ઊર્વીકરણની મુખ્ય કથા તે મારે ભારતીય પરંપરાઓને અવલંબી દર્શાવવાની છે. વેદના ઉષમ, વરુણ અને ઈન્દ્ર આદિ સૂક્તમાં કવિઓની સૌંદર્યદષ્ટિ, પરાક્રમ પ્રત્યેનો અહોભાવ અને કોઈ દિવ્યશક્તિ પ્રત્યેની ભક્તિ જેવાં મંગળ તો વાંચીએ છીએ, પણ એ કવિઓની ધર્મદષ્ટિ મુખ્યપણે સકામ છે. તેથી જ તેઓ દિવ્યશક્તિ પાસેથી પિતાની, પિતાના કુટુંબની અને પશુ આદિ પરિવારની આબાદીની માગણી કરે છે અને બહુ બહુ તે લાંબું જીવન પ્રાર્થે છે. સકામતાની આ ભૂમિકા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] દર્શન અને ચિંતન બ્રાહ્મણકાળમાં વિકસે છે. તેમાં ઐહિક ઉપરાંત પારલૌકિક ભાગ સાધવાના નવનવા માર્ગે જાય છે. પરંતુ, આ સકામ ધર્મદષ્ટિ સમાજને વ્યાપી રહી હતી, તેવામાં જ એકાએક ધર્મદષ્ટિનું વલણ બદલાતું દેખાય છે. કેઈ તપસ્વી યા ત્રાષિને સૂઝયું કે આ બીજા લોકના સુખભોગ વાંછવા અને તે પણ પોતાપૂરતા અને બહુ બહુ તે પરિવાર યા જનપદ પૂરતા, તેમ જ બીજા કરતાં વધારે ચડિયાતા, તે આ કાંઈ ધર્મદષ્ટિ કહેવાય નહિ. ધર્મદષ્ટિમાં કામનાનું તત્વ હોય તે તે એક અધૂરાપણું જ છે. આ વિચારમાંથી નવું પ્રસ્થાન શરૂ થયું અને એને જાદુ વ્યાપક બન્યું. ઈ. સ. પહેલાના આઠસો કે હજાર વર્ષ જેટલા જુના યુગમાં અકામ ધર્મદષ્ટિના અનેક અખતરા થતા દેખાય છે. ઉપનિષદે એ જ ધર્મદષ્ટિનું વિવરણ કરે છે. જૈન, બૌદ્ધ આદિ સંઘને તો પા જ એ દષ્ટિમાં છે. આ અકામ ધર્મ દષ્ટિ એ અન્તરાભદષ્ટિ યા ધર્મવિકાસની બીજી ભૂમિકા છે. આમાં મનુષ્ય પ્રથમ પિતાની જાતને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે અને સમગ્ર વિશ્વ સાથે તાદાસ્યભાવ કેળવવા મથે છે. આમાં ઐહિક કે પારલૌકિક એવા કેઈ સ્કૂલ ભોગની વાંછાનો આદર છે જ નહિ કુટુંબ અને સમાજમાં નિષ્કામતા સાધી ન શકાય, એ વિચારમાંથી એકાન્તવાસ અને અનગારભાવની વૃત્તિ બળ પકડે છે. અને આવી વૃત્તિ એ જ જાણે નિષ્કામતા હોય યા વાસનાનિવૃત્તિ હેય એવી રીતે એની પ્રતિષ્ઠા જામે છે. કામતૃષ્ણની નિવૃત્તિ યા શુદ્ધીકરણનું સ્થાન મુખ્યપણે પ્રવૃત્તિત્યાગ જ લે છે, અને જાણે જીવન જીવવું એ એક પાપ કે શાપ હોય તેવી મનોવૃત્તિ સમાજમાં પ્રવેશે છે. આવે વખતે વળી અકામ ધર્મદષ્ટિનું સંકરણ થાય છે. ઈશાવાસ્ય ઘેષણ કરે છે કે આખું જગત આપણા જેવા ચિતન્યથી ભરેલું છે, તેથી જ્યાં જશો ત્યાં બીજા પણ ભેગીઓ તે છે જ. વસ્તુભોગ એ કઈ મૂળગત દેશ નથી, એ જીવન માટે અનિવાર્ય છે. એટલું જ કરે કે બીજાની સગવડનો ખ્યાલ રાખી જીવન જીવે અને કેાઈના ધન પ્રત્યે ન લેભાઓ. પ્રાપ્તકર્તવ્ય કર્યું જાઓ અને જિવાય તેટલું જીવવા ઈચ્છો. આમ કરવાથી નથી કેઈ કામતૃષ્ણાનું બંધન નડવાનું કે નથી બીજો કોઈ લેપ લાગવાને. ખરેખર, ઈશાવાસ્ય નિષ્કામ ધર્મદષ્ટિને અંતિમ અર્થ દર્શાવી મનુષ્યજાતને ધર્મદષ્ટિના ઊધ્વકરણ તરફ પ્રયાણ કરવામાં ભારે મદદ કરી છે. ગીતાના ભવ્ય મહેલને પાયે ઈશાવાસ્યની જ સૂઝ છે. મહાવીરે તૃષ્ણદોષ અને તેમાંથી ઉદ્ભવતા બીજા દોષે નિર્મૂળ કરવાની Page #110 -------------------------------------------------------------------------- ________________ ધર્મદષ્ટિનું ઊર્ધીકરણ [ ૭૫દષ્ટિએ મહતી સાધના કરી. બુદ્દે પણ પિતાની રીતે એવી જ સાધના કરી. પરંતુ સામાન્ય સમાજે એમાંથી એટલે જ અર્થ ઝીલ્યો કે તૃષ્ણ, હિંસા, ભય આદિ દેષ ટાળવા. લેકેની દષો ટાળવાની વૃત્તિએ આ ન કરવું, તે ન કરવું એવા અનેકવિધ નિવર્તક યા નકારાત્મક ધર્મો પિષ્યા, વિકસાવ્યા અને વિધાયક-ભાવાત્મક ધમ વિકસાવવાની બાજુ લગભગ આખા દેશમાં. ગૌણ બની ગઈ. આવી દશા હતી ત્યારે જ વળી મહાયાન ભાવના ઉદયમાં આવી. અશોકના ધર્મશાસનમાં એનું દર્શન થાય છે. પછી તે અનેક ભિક્ષુકે. પિતપોતાની રીતે એ ભાવના દ્વારા પ્રવર્તક ધર્મો વિસાબે જતા હતા. છઠ્ઠા સૈકાના ગુજરાતમાં થયેલ શાન્તિદેવે તે ત્યાં સુધી કહી દીધું કે દુનિયા દુઃખી હેય અને મોક્ષને ઝંખીએ, એવો અરસિક મોક્ષ શા કામનો ? મધ્યકાળ અને પછીના ભારતમાં અનેક સંત, વિચાર અને ધર્મદષ્ટિના ધકે થતા આવ્યા છે, પણ આપણે આપણા જ જીવનમાં ધર્મદૃષ્ટિનું જે ઊર્ધ્વીકરણ જોયું છે, અને અત્યારે પણ જોઈએ છીએ, તે અત્યાર લગી વિશ્વમાં થયેલ ધર્મદષ્ટિના વિકાસનું સર્વોપરિ સોપાન હોય એમ જણાયા વિના રહેતું નથી. ગાંધીજીએ સકામ ધર્મદષ્ટિને તે સ્થાન આપ્યું જ નથી, પણ અકામ ધર્મદષ્ટિનો ખરે ભાવ સમજી, જીવનમાં જીવી, લોકો સમક્ષ મૂક્યો છે.. ગાંધીજી ઈચ્છા અને તૃષ્ણ એ બે વચ્ચેનું અંતર બરાબર સમજ્યા હોય તે રીતે વિચારે છે અને વર્તે છે. જ્યાં ચૈતન્ય હોય ત્યાં જ્ઞાન અને સમજણ. હોવાનાં જ. સદસવિવેક કેળવવો એ જ જ્ઞાનની શુદ્ધિ છે. એવા વિવેક વિનાનું જ્ઞાન બંધન છે. આવું જ્ઞાન બંધન બને તેથી એ જ્ઞાનનાં દ્વાર બંધ કરવાના ઉપાય એ ખરે વિકાસ નથી. ખરે વિકાસ વિવેક કેળવી, જ્ઞાનની શુદ્ધિ કરી, તેને ઉપયોગ કરવામાં છે. તે જ રીતે કામના એ પણ ચેતનાને ગુણ છે. એ કામનાને પિતાપૂરતી મર્યાદિત કરવી, પૂલ વસ્તુઓમાં બાંધી રાખવી, તેમ જ અન્યને ભિન્ન ગણી એને પિષવી એનું નામ તૃષ્ણા. જ્યારે એ કામના પિતાના ભલાની પેઠે બીજાનું પણું ભલું કરવાની દિશામાં વળે અને વિસ્તરે ત્યારે એને કોઈ વિપક્ષ કે દ્વેષની છાયા સ્પર્શતી જ નથી, અને તેથી તે વ્યાપક મૈત્રી બની રહે છે. કામનામાંથી તૃષ્ણાનું ઝેર દૂર થયું એટલે તે શુદ્ધ ઈચ્છા મૈત્રીરૂપ બની રહે છે. આ જીવાત્માને સ્વયંભૂ સણુ છે ગાંધીજીએ તૃષ્ણનું ઝેર ઓછું કર્યું, પણ ઈચ્છા કે કામનાને દબાવવા. યા નિર્મૂળ કરવા પ્રયત્ન ન કર્યો; ઊલટું, એના શુદ્ધીકરણના પાયા ઉપર સત્ય, અહિંસા આદિ અનેક પ્રવર્તક અને નિવર્તક ધર્મો વિકસાવ્યા. આનું જ નામ ગીતાની ભાષામાં “ધર્માવિરુદ્ધ કામ.” Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] દર્શન અને ચિંતન તેથી જ આપણે જોઈએ છીએ કે ગાંધીજીએ સૌને પરિચિત એવાં વ્રતો, મહાવ્રતના અર્થને, સર્વહિતની દષ્ટિએ દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે, કેટલો સૂક્ષ્મ અર્થ વિકસાવ્યો છે. ધર્મદષ્ટિના ઊર્વી કરણમાં તેમને આ મહાન ફાળે છે, જેની સાક્ષી તેમના વ્રતવિચારે અને તેમણે શરૂ કરેલી પ્રવૃત્તિઓ આપે છે. ગાંધીજી નથી, પણ તેમની સંસ્કારમૂર્તિ નવે રૂપે ઉદયમાં આવી છે. અપરિગ્રહવત હજાર વર્ષ જેટલું જૂનું. તેનાથી સૌ પરિચિત અને લાખો લેકે તેને ધારણ પણ કર્યો આવતા. પરંતુ ભૂદાનના પૂલ પ્રતીક દ્વારા એને જે અર્થવિકાસ વિનોબાજીએ કર્યો છે તે ધર્મદષ્ટિના ઊર્વીકરણમાં એક મોટી ફાળ છે. આમાં પણ કામના અને ઈચ્છાનું શુદ્ધીકરણ તેમ જ સર્વસાધારણીકરણ છે. એમાં મૂચ્છરૂપે કામનો ત્યાગ છે, સર્વ કલ્યાણ સાધવાની વ્યાપક ધર્મદષ્ટિએ કામનાનો સ્વીકાર છે. આ રીતે આપણે ધર્મદષ્ટિના ઊદ્ધકરણના એક જાતના યુગમાં જીવી રહ્યા છીએ અને એવા ઊર્વી કરણને પ્રત્યક્ષ સમજવાની સાંવત્સરિક પર્વની ઘડીમાં શ્વાસે શ્વાસ લઈ રહ્યા છીએ. –પ્રબુદ્ધજીવન, ઓકટોબર ૫૫. Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિલક્ષ કલ્યાણુમાર્ગ [૧૨] સ્વસ્થ માણસને બે ફેફસાં હોય છે. બન્ને યોગ્ય રીતે કામ કરે ત્યારે જ જીવનને સંવાદ સચવાય છે. એક બગડે, નબળું પડે કે કાઢી નાખવામાં આવે ત્યારે જીવન ચાલતું હોય તોય તે એક રીતે બહુ પામર ને પાંગળા જેવું બની જાય છે. વ્યક્તિ-ધર્મ અને સમાજ-ધર્મની પણ કાંઈક એવી જ દશા છે. કોઈ વ્યક્તિ જ્યારે અંતર્મુખ થઈ પિતાની શક્તિઓને વિકસાવવા ઈચ્છે ત્યારે તેને માટે પહેલું કામ એ હેય છે કે પોતાનામાં રહેલી ખામીઓને ટાળે; પણ સાથે જ તેણે ખરેખર શક્તિઓ વિકસાવવી હેય તે તેને બીજું એ કામ કરવાનું હોય છે કે, તે પિતામાં રહેલી શક્તિઓને વધારેમાં વધારે વિવેકપૂર્વક યોગ્ય માર્ગે વાળે અને તેને ઉપયોગ કરે. આમ કરે તો જ એને વૈયક્તિક ધર્મ સચવાય અને વિકાસ પામે. સમાજધર્મની પણ એ જ રીત છે. કોઈ પણ સમાજ સબળ થવા છે ત્યારે તેણે નબળાઈઓ ખંખેરવી જ રહી. પણ તે પરિસ્થિતિ પ્રમાણે શક્તિઓને કામમાં ન લે તો એ નબળાઈઓ ખંખેરતી દેખાય, છતાં પાછલા બારણેથી તે દાખલ થતી જ રહે અને પરિણામે એ સમાજ ક્ષીણ જે જ બની રહે. ધર્મને ઈતિહાસ તપાસીએ તો એમ જણાય છે કે ક્યારેક તે વિશેષ બહિર્લક્ષી બને છે અને ક્યારેક અંતરલક્ષી. જ્યારે સાચા અર્થમાં ધર્મ અંતરલક્ષી હોય છે ત્યારે તે મુખ્યપણે વ્યક્તિમાં વિકાસ પામે છે. કોઈ એક વ્યક્તિ ખરેખર અંતરલક્ષી હોય ત્યારે એની આસપાસ સમાજ આકર્ષાય છે. સમાજમાનસ એવું છે કે તેને સંતોષવા સ્થળ પણ રસદાયક પ્રવૃત્તિઓ જોઈએ. એ વલણમાંથી અંતરલક્ષી વ્યક્તિની આસપાસ પણ ક્રિયાકાંડે, ઉત્સવો અને વિધિવિધાનોની જમાવટ થાય જ છે. આ જમાવટનું જોર વધતાં જ્યારે અંતરલક્ષી વલણ મંદ થઈ જાય છે, કે ક્યારેક સાવ ભૂંસાઈ જાય છે, ત્યારે વળી કોઈ વિરલ વ્યકિત એવું વલણ આણવા પ્રયત્ન કરે છે. એ પ્રયત્નમાંથી પાછું એકાદ ન ફાટે જન્મે છે અને કાળક્રમે તે ફાંટામાં પણ સમાજમાનસ પિતાને અનુકૂળ હોય એવા ક્રિયાકાંડે અને ઉત્સવ યોજે છે. આમ Page #113 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ધર્મવૃત્તિને સંતોષવાના પ્રયત્નમાંથી જ નિવૃત્તિ અને પ્રવૃત્તિની બે બાજુઓ ઊભી થાય છે. ક્યારેક બંને સાથે ચાલે છે, ક્યારેક એકનું પ્રાધાન્ય હોય છે તે ક્યારેક બંને પરસ્પર અથડાય છે. જૈન પરંપરા મૂળે અંતરલક્ષી અને તેથી કરીને વ્યક્તિગત નિવૃત્તિબાજુમાંથી શરૂ થઈ છે. હિંસા ન કરવી, મનને નિગ્રહ કરે, ઉપવાસ અને બીજાં એવાં ત્રો દ્વારા તપ સાધવું એ બધું નિવૃત્તિમાં આવે છે. નિવૃત્તિનો આશય મૂળે તે ચિત્તગત દેને રોકવાને જ છે, પણ એવી સૂક્ષ્મ સમજ કાંઈ સૌને હોતી નથી, એટલે સામાન્ય રીતે નિવૃત્તિની શરૂઆત જુદી રીતે થાય છે. જે જે નિમિત્તે દોષના પિષક થવા સંભવ હોય તેને ત્યજવા એ નિવૃત્તિને સ્થૂળ અર્થ અસ્તિત્વમાં આવે છે. આ અર્થ સમાજગત રૂઢ થતાં કાંઈક એવું જ વાતાવરણ સર્જાય છે કે, જ્યારે કેઈને પણ ધર્મની ભૂખ જાગે ત્યારે પ્રથમ એવાં નિમિત્તો ત્યજવા તે તૈયાર થાય છે; પણ જેમ એક જ ફેફસાથી જીવન સ્વસ્થપણે નથી ચાલતું, તેમ માત્ર તેવાં નિમિત્તે ટાળવાથી વૈયક્તિક કે સામાજિક ધર્મનું જીવન નિર્વિકારપણે નથી ચાલતું. કારણ એ છે કે જે નિમિત્તે દેવના પિષક માની ત્યજવામાં આવે તે નિમિત્તો કાંઈ એકાંત દેષના પિષક બને જ એમ નથી હોતું. દોષનું મૂળ ચિત્તમાં હોય છે. જો એ મૂળ કાયમ હોય તો જ એવાં નિમિત્તે દેશનાં પિષક બને છે. જે એ મૂળ ચિતમાં ન હોય કે અલ્પ હોય તે તેટલા પ્રમાણમાં બહારનાં નિમિત્તે પણ દેશના પોષક નથી થતાં કે ઓછો થાય છે. એ જ રીતે ચિત્તગત દોષો ઓછા કરીએ તેની સાથે સાથે ચિત્તની શકિતઓને વિસાવવા, બહલાવવા, અને તેનાં લેકહિતકારી પરિણામ લાવવા માટે પણ એ જ બાહ્ય નિમિત્તે ઉપયોગી બને છે. ચિત્તગત દેને કારણે જે સાધનો વ્યક્તિ કે સમાજને નીચે પાડે છે તે જ સાધનો ચિત્તશુદ્ધિ અને વિવેક જાગતાં વ્યક્તિ અને સમાજને ઉપકારક બને છે. આ વસ્તુ ભુલાઈ જવાથી નિવૃત્તિની બાજુ પ્રબળ થાય છે, ત્યારે બાહ્ય ત્યાગ ઉપર ભાર અપાય છે અને પરિણામે શકિતવિકાસ રૂધાઈ જાય છે. એક બાજુથી અંતરગત દે કાયમ હોય છે અને બીજી બાજુથી જીવનની સાધક શક્તિઓને વિકસાવવા માટે જોઈતું પ્રવૃત્તિક્ષેત્ર મળતું નથી. જૈન પરંપરાના ઈતિહાસમાં, બીજી નિવૃત્તિલક્ષી પરંપરાઓની પેઠે, આ વસ્તુ અનેક રીતે જોવા મળે છે. કાંઈક સમાજમાનસ એવું ઘડાઈ જાય છે કે પછી તે પૂર્વપરંપરા છોડી એકાએક પ્રવૃત્તિક્ષેત્ર પસંદ કરતું નથી અને નિવૃત્તિને સાચે ભાવ પચાવી શકતું નથી. તેને લીધે આવું માનસ નિવૃત્તિની Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિભ્રક્ષી કલ્યાણમા કૃત્રિમ સપાટી ઉપર રમતું હોય છે અને પ્રવૃત્તિમાં મક્કમપણે સમજપૂર્વક ભાગ લઈ શકતું નથી; તે તે વિના રહી પણ શકતું નથી. એટલે તેની દશા ત્રિશંકુ જેવી બને છે. આવી ત્રિશંકુ દશા આખા ઇતિહાસકાળ દરમિયાન ઓછાવત્તા પ્રમાણમાં દેખાય છે. તેમાંથી ઉધ્ધરવાના પ્રયત્ના સાવ નથી થયા એમ તેા નથી; પણ તે સમાજમાનસના મૂળ ઘડતરમાં વધારે ફેર પાડી શકયા નથી. બૌદ્ધ, જૈન અને સન્યાસ કે પરિવ્રાજક એ ત્રણ પરપરા મૂળે નિવૃત્તિલક્ષી છે. વૈયક્તિક મેાક્ષને આદર્શ એ બધામાં એકસરખા હોવાથી એમાં વૈયક્તિક સુખ અને વૈયક્તિક ચારિત્રનું તત્ત્વજ્ઞાન પ્રધાન પદ ભાગવે છે; જ્યારે પ્રવૃત્તિલક્ષી ધર્મમાં સામૂહિક સુખની દૃષ્ટિ મુખ્યપણે હોવાથી એમાં સામૂહિક ચારિત્રના ઘડતર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. નિવૃત્તિધર્મ અને પ્રવૃત્તિધર્મનું તત્ત્વજ્ઞાન એ રીતે કાંઈક જુદું પડતું હેાવાથી વ્યવહારમાં એનાં પરિણામે પણ જુદાં આવેલાં નેોંધાયાં છે, અને અત્યારે પણ એ પરિણામે જુદાં આવતાં અનુભવાય છે. બૌદ્ધ પરપરા મૂળે નિવૃત્તિલક્ષી હતી, છતાં તેમાં પ્રવૃત્તિધર્મનાં પોષક બીજો પ્રથમથી જ હતાં. તેને લીધે તે બહુ વિસ્તરી પણ શકી. અને એ વિસ્તારે જ તેને પ્રવૃત્તિધમનું કે મહાયાનનું રૂપ લેવાની ફરજ પાડી. જે ભાગ મહાયાનરૂપે અસ્તિત્વમાં આવ્યા તે જ પ્રવૃત્તિધના આંતરિક બળને લીધે દૂર દૂર અતિ વિશાળ પ્રદેશ ઉપર ફરી વળ્યા અને લોકગમ્ય પણ બન્ય1; જ્યારે બીજો નિવૃત્તિલક્ષી માર્ગ પ્રમાણમાં અહુ મર્યાદિત રહ્યો, જે હીનયાન તરીકે જાણીતા છે. ge નિવૃત્તિલક્ષી પરિવ્રાજક પરંપરામાં પણ ક્રાંતિ થઈ અને ગીતા જેવા અનુપમ ગ્રંથે એ નિવૃત્તિનું આખું સ્વરૂપ જ એવું બદલી નાખ્યું નિવૃત્તિ કાયમ રહે અને પ્રવૃત્તિને સંપૂર્ણ અવકાશ મળે. એ જ નિવૃત્તિ પ્રવૃત્તિના ગીતાપ્રતિપાદિત સુભગ સમન્વય અનાસક્ત કમ યાગ તરીકે જાણીતા છે. એ કયેાગે બહુ મોટા માણસા નિપજાવ્યા પણ છે, અને આજે પણ એની અસર ચામેર વધતી જ દેખાય છે. ઔદ્દ ઉપદેશમાં જે પ્રવૃત્તિધર્મનાં પોષક બીજો હતાં તેને ક્રાંતિકારી વિચારકાએ એવાં વિકસાવ્યાં, તેમ જ એ રીતે અમલમાં મૂકવાં કે તેને લીધે નિવૃત્તિના હિમાયતી હીનમાર્ગી બહુ પાછા પડી ગયા. એ જ રીતે પરિત્રાજક ધર્મના સૂત્રને અવલખી જે અનાસક્ત કર્મચાગ વિકસ્યા તેને લીધે નષ્કમ્ટેસિદ્ધિના નિવૃત્તિલક્ષી શકરાચાર્યપ્રતિપાદિત માર્ગ પાછળ પડી ગયા, Page #115 -------------------------------------------------------------------------- ________________ .. દર્શન અને ચિંતન અને શકરાચાર્યના જ તત્ત્વજ્ઞાન ઉપર અનાસકત કર્મયોગની સ્થાપના થઈ. આ રીતે બૌદ્ધ અને પરિત્રાજક બન્ને નિવૃત્તિ-પર પરાઓએ પ્રવૃત્તિને પુષ્કળ અવકાશ આપ્યો અને માનવીય સમગ્ર શક્તિને નવું નવું સર્જન કરવાની પૂરી તક આપી, જેનાં પરિણામા સાહિત્ય, કળા, રાજકારણ આદિ વિવિધ ક્ષેત્રે જાણીતાં છે. જૈન પરંપરાનું મૂળગત નિવ્રુત્તિલક્ષી દૃષ્ટિબિંદુ બદલાયું નહિ. કાળબળ અને ખીજા બળા જુદી અસર ઉપજાવવા મધ્યાં, પણ એમાં નિવૃત્તિલક્ષી ધમ એટલા બધા દૃઢમૂળ અને એકાંગી રહ્યો છે કે છેવટે તે પરિવર્તનકારી બળે řાવ્યાં નથી અને કાવ્યાં હોય તે બહુ જૂજ પ્રમાણમાં અને તે પણ કાયમી તા નહિ જ. આ વસ્તુસ્થિતિ આપણે ઇતિહાસ ઉપરથી જાણી શકીએ છીએ. રાજકારણમાં તિલકને અનેાખું સ્થાન અપાવનાર એ તેમને અવિચળ કયાગ જ છે. ગાંધીજીનું, જીવનનાં સમગ્ર પાસાંઓને સ્પર્શતુ, અદ્ભુત વ્યક્તિત્વ એ તેમના અનાસક્ત કયાગને જ આભારી છે. શ્રી. વિનેાખા વેદાંત અને શાંક તત્ત્વજ્ઞાનના એકનિષ્ઠ અભ્યાસી હતાં જે લેાકવ્યાપી વિચાર અને કાર્યની ક્રાંતિ કરી રહ્યા છે તેની પૃષ્ઠભૂમિકા કે તેનું પ્રેરકબળ એ તેમના ગીતાપ્રતિપાદિત અનાસક્ત કમ યાગમાં રહેલું છે. શાંતરક્ષિત જેવા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય એંસી વર્ષની ઉંમરે તિબેટ જેવા અતિ ઠંડા અને દુર્ગમ પ્રદેશમાં જઈ એકસા દશ વર્ષની ઉંમર લગી સતત કામ કરતા રહ્યા, એ મહાયાનની ભાવનાના સબળ પુરાવા છે. જૈન પરંપરામાં એવા પુરુષો પાકવાનો સંભવ જ નથી એમ માનવાને કાઈ કારણ નથી. ઊલટું એમ કહી શકાય કે જુદે જુદે સમયે એમાં પણ વિશિષ્ટ પુરુષાથી વ્યક્તિઓ પેદા થઈ છે; છતાં એ પરંપરાનું મૂળ બંધારણ જ એવું છે કે કાઈ એક સમર્થ વ્યક્તિ કાંઈક ક્રાંતિકારી કામ વિચારે કે પ્રારંભે ત્યાં તે તત્કાળ કે ચેાડા વખત પછી તેનાં મૂળ જ ઊખડી જવાનાં. આને લીધે જૈન પર પરામાં જે નવા નવા ફાંટા કાળક્રમે પડતા ગયા તે બધા આત્યંતિક નિવૃત્તિ અને યિાકાંડના આધાર ઉપર જ પડથા છે. એક પણ એવા ફ્રાંટ નથી પડ્યો કે જેના પુરસ્કર્તાએ જૈન પરંપરામાં નિવૃત્તિધમ ને પ્રવૃત્તિધમતુ વ્યવસ્થિત રૂપ આપવાની હિમાયત કરી હાય. આને લીધે શક્તિશાળી માણસાની પ્રતિભાને પરંપરામાં સમગ્ર પ્રકારની વિધાયક પ્રવૃત્તિઓ વિકસાવવાની તક મળતી નથી અને તેથી તે પર પરા ગાંધી કે વિનેબાની કાર્ટિનાં માણસોને ભાગ્યે જ જન્માવી કે પેાધી શકે. માનવતા કે રાષ્ટ્રીયતાની દૃષ્ટિએ પણ આ એક પ્રત્યવાય જ કહેવાય. Page #116 -------------------------------------------------------------------------- ________________ [૮૧ પ્રવૃત્તિલક્ષી કલ્યાણુમાર્ગ આપણે જોઈએ છીએ કે સંતબાલે વિચાર અને વિવેકપૂર્વક પ્રવૃત્તિધર્મ સ્વીકાર્યો છે, પણ નિવૃત્તિને સાચા અર્થ નહિ સમજનાર જૈન સમાજ તેમને ભાગ્યે જ સાથ આપે છે. આચાર્ય તુલસીગણિ માનવધર્મ લેખે અણુવ્રતના વ્યાપક વિચાર રજૂ કરે છે, તેમાં પણ તેમને પ્રવૃત્તિની કોઈ પણ વિધાયક બાજુ રજૂ કરતાં ખચકાવું પડે છે. જે એકાંગી નિવૃત્તિ સંસ્કારનો સાંપ્રદાયિક વળગાડ આડે ન આવતે હેત તે, એ જ તુલસીગણિનાં વિધાન અને તેમની પ્રવૃત્તિ કઈ જુદા જ રૂપમાં હોત એમ કલ્પી શકાય. મુનિ સમતભદ્રજી, જે . હમણાં જ દિગંબર મુનિ બન્યા છે અને જેમણે આખી જિંદગી સમજણપૂર્વક કેળવણીનું ઉદાત્ત કાર્ય કર્યું છે, તેઓ જે પોતાના ઉદાત્ત ધ્યેયને વધારે વ્યાપક અને અસાંપ્રદાયિક બનાવવા બાહ્ય દિગંબરત્વમાં જ કૌપીન પૂરતો. ફેરફાર કરે અને અત્યારે છે તેનાં કરતાં પણ અંતરત્યાગ વધારે કેળવે, તેય તેમને સમાજ મુનિ તરીકે ફેંકી દેવાને અને તેમની શક્તિનું કે કાર્યનું મૂલ્યાંકન નહિ કરવાનો. આ ધારણું જે સાચી હોય તે એમ કહેવું જોઈએ કે જૈન પરંપરામાં પ્રચલિત નિવૃત્તિધર્મની એકાંગી કલ્પના હવે નભાવવા જેવી નથી અને નભે તો તેને આશરે સર્વાગીણ વિકાસની શક્યતા પણ નથી. –પ્રબુદ્ધજીવન સપ્ટેમ્બર ”૫૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ યુવકોને [ ૧૩ ] કાતિ-ફેરફાર એ વસ્તુમાત્રનો અનિવાર્ય સ્વભાવ છે. કુદરત પોતે જ અણધારેલ સમયે કે ધારેલ વખતે ક્રાન્તિ. જન્માવે છે. મનુષ્ય પણ બુદ્ધિપૂર્વક એવી ક્રાન્તિ કરીને જ જીવન ટકાવે અને લંબાવે છે. વિજળી અચાનક પડે છે ને ઝાડાને ક્ષણમાત્રમાં નિર્જીવ કરી બીજા જ કઈ કામ લાયક બનાવી મૂકે છે. પણ વસંતઋતુ એથી ઊલટું કરે છે. તે પાંદડામાત્રને ખેરવી નાખે છે, પણ તેની સાથે જ કમળ, નવીન અને લીલાંછમ અપૂર્વ પાંદડાઓ જન્માવતી જાય છે. ખેડૂત ક્યારેક આખા ખેતરને સૂડી નાખીને જ નવેસર ખેતીની તૈયારી કરે છે, ત્યારે વળી તે બીજીવાર માત્ર નીંદણનું કામ કરી, નકામા ઝાડપાલાને જ ફેંકી દઈ કામના છોડવા અને રેપાઓને વધારે સારી રીતે ઉગાડવા–સફળ કરવા યત્ન લે છે. આ બધા ફેરફારે પોતપોતાના સ્થાનમાં એગ્ય છે, તે બીજે સ્થાને તે તેટલા જ અયોગ્ય સિદ્ધ થાય છે. આ વસ્તુસ્થિતિ ધ્યાનમાં લઈએ તે આપણને ક્રાન્તિથી ડરવાને પણ કારણ નથી, તેમ જ કાન્તિને નામે અવિચારી ક્રાન્તિ પાછળ તણાઈ જવાને પણ કારણ નથી. આપણું કામ, ભૂતકાળના અનુભવ અને વર્તમાન કાળના અવકન ઉપરથી, સુંદર ભાવી વાસ્તે કયે સ્થાને શું કરવું, શું રાખવું, શું બદલવું ને કેટલું રાખવું ને કેવી રીતે રાખવું કે ફેંકવું, એ શાંત ચિત્તે વિચારવાનું છે. આવેશમાં તણાઈ જવું કે જડતામાં ફસાઈ જવું એ બન્ને એકસરખી રીતે જ હાનિકારક છે. તેથી આપણું પ્રત્યેક કાર્ય ચપળતા, શાંતિ અને વિચારણા માગે છે. આ દૃષ્ટિએ અત્યારે હું જૈન યુવકમાં ત્રણ લક્ષણો હોવાની અગત્યતા જોઉં છું. “જન પરંપરાવાળા કુળમાં જન્મેલે તે જૈન” એ જૈનનો સામાન્ય અર્થ છે. અઢાર વર્ષથી ચાલીસ વર્ષ જેટલી ઉમરનો સામાન્ય રીતે યુવક કહી શકાય. પણ આપણે માત્ર એટલો જ અર્થમાં જન યુવક શબ્દને પરિમિત રાખવો ન ઘટે. આપણે ઈતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ એમાં જીવનભૂત એવાં નવીન તો ઉમેરવા સૂચવે છે, કે જેના સિવાય Page #118 -------------------------------------------------------------------------- ________________ યુવકને જૈન યુવક માત્ર નામને જન યુવક રહે છે, અને જેના હોવાથી તે એક -જીવન્ત યથાર્થ યુવક બને છે, તે ત્રણ લક્ષણો નીચે પ્રમાણે (1) નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ. (૨) નિર્મોહ કર્મવેગ. (૩) વિવેકી ક્રિયાશીલતા. ૧. નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ આપણે સમાજ નિવૃત્તિપ્રધાન ગણાય છે. આપણને ઈતિહાસમાં જે નિવૃત્તિ વારસારૂપે મળી છે તે નિવૃત્તિ અસલમાં ભગવાન મહાવીરની નિવૃત્તિ છે, અને તે વાસ્તવિક પણ છે. પરંતુ એ નિવૃત્તિ જ્યારથી ઉપાસ્ય બની, તેને ઉપાસકવર્ગ વધતે ગયે, ક્રમેક્રમે તેને સમાજ પણ બધાયે, ત્યારે એ નિવૃત્તિએ જુદું રૂપ ધારણ કર્યું. છેવટની હદના આધ્યાત્મિક ધર્મો વિરલ વ્યક્તિમાં તાત્વિક રૂપે સંભવે છે, અને હોય પણ છે; પરંતુ સમૂહમાં એ ધર્મો જીવંત રહી નથી શકતા, એ માનવ સ્વભાવની સુવિદિત બાજુ છે. તેથી જ્યારે ઉપાસક સમૂહે સામૂહિક દૃષ્ટિએ આત્યંતિક નિવૃત્તિની ઉપાસના શરૂ કરી ત્યારથી જ એ નિવૃત્તિનું વાસ્તવિકપણું ઓસરવા બેઠું. આપણા સમાજમાં નિવૃત્તિના ઉપાસક સાધુ અને શ્રાવક એવા બે વર્ગ પ્રથમથી જ ચાલ્યા આવે છે. જેનામાં માત્ર આત્મરસ જ હોય અને જેને વાસનાની ભૂખની કોઈ પણ જાતની તૃપ્તિ આકષી ન જ શકે એવી વ્યક્તિને દેહની પણ પડી નથી હોતી. તેને મકાન, ખાનપાન કે આચ્છાદનની સગવડ અગવડ આકર્ષ કે મૂંઝવી નથી શકતી. પણ આ વસ્તુ સમૂહમાં શક્ય નથી. ખુદ, સાધુવર્ગ, કે જે ઘરબાર છોડી માત્ર આત્મલક્ષી બની જીવનયાપન કરવા ઈચ્છા રાખે છે, તેનો ઈતિહાસ તપાસીશું, તે પણ આપણને સ્પષ્ટ દેખાશે કે તે સામૂહિક રૂપે સગવડ-અગવડમાં સમ રહી શક્યો નથી. દુષ્કાળ પડતાં જ સાધુવર્ગ બનતા પ્રયત્ન સુભિક્ષવાળા દેશમાં વિચરતો દેખાય છે. સુભિક્ષ હોય ત્યાં પણ વધારે સગવડવાળા સ્થાનમાં જ તે વધારે સ્થિર રહે અને વિચારે છે. વધારે સગવડ પૂરી પાડનાર ગામ અને શહેરોમાં પણ જે કુટુંબ સાધવર્ગને વધારે સારી સગવડ પૂરી પાડે છે તેમને ત્યાં જ મુખ્યપણે તેમને જવઅવર વધારે દેખાય છે. આ બધું અસ્વાભાવિક નથી, તેથી જ આપણે સગવડ વિનાનાં ગામે, શહેરે અને દેશમાં સાધુઓનું Page #119 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન. અસ્તિત્વ ભાગ્યે જ જોઈએ છીએ; તેને પરિણામે જૈન પરંપરાનું અસ્તિત્વ. પણ જોખમાયેલું સ્પષ્ટ દેખાય છે. સગવડ સાથે જીવનના ધારણ–પષણની આટલી બધી એકરસતા છતાં સાધુવર્ગ મુખ્યપણે ભગવાન મહાવીરની નિવૃત્તિ ઉપર જ ભાર આપતો આવ્યા છે. ભગવાનના અને પિતાના જીવન વચ્ચેના અંતર વિષે જાણે બહુ વિચાર ન જ કરતો હોય તેમ–દેહમાં તે શું ? એ તે વિનાશી હાઈ ક્યારેક નાશ પામવાનો જ છે. ખેતર, વાડી કે મકાનમાંય શું? એ બધું પણ આળપંપાળ છે. પૈસા ટકા અને બૈરાંછોકરાં એ પણ માત્ર જાળ યા બંધન છે એવા પ્રકારનો અધિકાર ઉપદેશ મોટે ભાગે આપ્યા કરે છે. શ્રોતા ગૃહસ્થવર્ગ પણ પિતાને અધિકાર અને શક્તિ વિચાર્યા સિવાય એ ઉપદેશના રસમાં તણાઈ જાય છે. પરિણામે આપણે સમાજમાં ભગવાનની સાચી નિવૃત્તિ કે અધિકારગ્ય પ્રવૃતિ કાંઈ જોઈ શકતા નથી. વૈયક્તિક, કૌટુંબિક કે સામાજિક દરેક કાર્ય આપણે કર્યો જઈએ છીએ, તે પણ ન છૂટકે, નીરસપણે અને નિરુત્સાહથી. પરિણામે આપણે આરોગ્ય અને બળ ઈચ્છવા છતાં મેળવી કે સાચવી શકતા નથી. સંપત્તિ, વૈભવ, વિદ્યા કે કીર્તિ જે પ્રયત્ન વિના મળે તો તે આપણે ઈચ્છીએ છીએ, પણ તે માટે પ્રયત્ન સેવવાનું કામ બીજા ઉપર છોડી દઈએ છીએ. આ સ્થિતિમાં ભગવાનના તાવિક નિવૃત્તિરૂપ જીવનપ્રદ જળના સ્થાનમાં આપણે ભાગે તો જળના નામે તેનાં માત્ર ફીણ અને શેવાળ જ રહ્યાં છે. ધર્મ અધિકારે જ શોભે છે. અધિકાર વિના જે ધર્મ સાધુવર્ગને પણ ન શોભાવી શકે, તે ધર્મ ભોગપ્રધાન ગૃહસ્થવર્ગને તે શી રીતે શેભાવે ? નિવૃત્તિની દૃષ્ટિથી દાંત અને શરીરની ઉપેક્ષા કરવામાં આપણે ધર્મ માનીએ છીએ, પણ દાંત સડતાં કે શરીર બગડતાં આપણે એટલા બધા ગભરાઈ જઈએ છીએ કે ભલે સાધુ હોઈએ કે ગૃહસ્થ, તે વખતે ડૉકટર અને દવા જ આપણું મોહને વિષય બની જાય છે! કમાવામાં અને કૌટુમ્બિક જવાબદારીઓને અદા કરવામાં ઘણી વાર આપણું માની લીધેલી નિવૃત્તિ આડી આવે છે; પણ જ્યારે એનાં અનિષ્ટ પરિણામો કુટુંબકલહ પેદા કરે છે ત્યારે એ સમભાવે સહી લેવા આપણે તૈયાર નથી હોતા. સામાજિક સુવ્યવસ્થા અને રાષ્ટ્રીય અભ્યદય, જે પ્રયત્ન વિના પ્રાપ્ત થાય તે એ આપણને ગમે છે; ફક્ત આપણને નથી ગમત એ માટે કરો જોઈ તે પુરુષાર્થ ! સાધુવર્ગની નિવૃત્તિ અને ગૃહસ્થવર્ગની પ્રવૃત્તિ એ બન્ને Page #120 -------------------------------------------------------------------------- ________________ યુવકને [ ૮૫ જ્યારે અયોગ્ય રીતે એકબીજા સાથે સંકળાઈ જાય છે ત્યારે નિત્તિ એ સાચી નિવૃત્તિ નથી રહેતી અને પ્રવૃત્તિ પણ પિતાનો પ્રાણુ ખોઈ બેસે છે. એક પ્રસિદ્ધ આચાર્યો આગેવાન અને શિક્ષિત મનાતા એક ગુહસ્થ ઉપર પત્ર લખેલે. તેમાં સૂચવેલું કે રખે તમારી પરિષદ પુનર્લગ્નની ભ્રમણામાં સંડોવાય. એમ થશે તે ધર્મને લાંછન લાગશે. ઉપરથી જોતાં ત્યાગી ગણાતા એ આચાર્યની સૂચના કેટલી ત્યાગગર્ભિત લાગે છે ! પણ સહેજ વિશ્લેષણ કરતાં આવી અનધિકાર સંયમની ભલામણુનું મર્મ ખુલ્લું થઈ જાય છે. પુનર્લગ્નની હિમાયત કે તેના પ્રચારથી જૈન સમાજ ખાડામાં પડશે, એવી મકકમ માન્યતા ધરાવનાર અને પુનર્લગ્ન કરેલ પાત્રોને હલકી દૃષ્ટિથી જોનાર એવા જ ત્યાગીએ પાસે, જ્યારે આપણે વૃદ્ધ જ નહિ, અતિવૃદ્ધ ઉમરે કુમળી કન્યા સાથે લગ્ન કરનાર ગૃહસ્થને, અગર એક સ્ત્રી હૈયાત છતાં બીજી કરનાર ગૃહસ્થને, અગર પુખ્ત ઉમરે પહોંચ્યા પછી ચોથી કે પાંચમી વાર પરણનાર ગૃહસ્થને, પૈસા હોવાને કારણે, આદર પામતા કે આગલું આસન શોભાવતા જોઈએ છીએ, ત્યારે એ ત્યાગી ગુઓની સંયમની હિમાયતમાં કેટલે વિવેક છે એ તરી આવે છે. ઘણા ત્યાગી ગુઓ અને તેમની છાયા તળે વગર વિચાર્યું આવેલા ગૃહસ્થા સુધાં જયારે એમ કહે છે કે, “આપણે આપણો ધર્મ સંભાળીએ, દેશ અને રાષ્ટ્રને એને માર્ગે જવા દો. કંઈ રાજ્ય વિરુદ્ધ તે વળી આપણું જૈનથી વિચારાય કે કરાય? ”—ત્યારે નિવૃત્તિ અને પ્રવૃત્તિના પલામાં કેટલું અસામંજસ્ય ઊભું થયું છે તે જણાઈ આવે છે. જાણે ઉપરની વિચારસરણી ધરાવનાર દેશની ગુલામી અગર પરતંત્રતાથી મુકત જ ન હોય, એમ લાગે છે. તેઓ એ ભૂલી જાય છે કે આર્થિક, ઔદ્યોગિક કે રાજકીય પરતંત્રતા જે દેશમાં હોય તો તેઓ પિતે પણ એ જ બેડીથી બંધાયેલા છે. ગુલામી સદી જવાને કારણે અગર ટૂંકી દૃષ્ટિને કારણે ગુલામી ગુલામી ન લાગે, પણ તેથી કાંઈ ગુલામીનો બોજ ઓછો થતો નથી. વળી, આવા ટૂંકી દૃષ્ટિવાળા વર્ગે એ પણ વિચારવું જોઈએ કે વિશ્વમાં સ્વતંત્રતા માટે પ્રસરતાં આંદોલન બેરેકટોક આપણું આખા દેશમાં ખૂણે ખૂણે વ્યાપી રહ્યાં છે. સ્વતંત્રતાની તમન્નાવાળો વર્ગ નાને પણ મક્કમપણે એ જ દિશામાં કૂચ કરી રહ્યો છે. ધર્મ, પંથ અને કેમનો ભેદ રાખ્યા સિવાય હજારે, બકે લાખે, યુવકયુવતીઓ એમને સાથ આપી રહ્યાં છે. વહેલું કે મોડું એ પ્રગતિનું તંત્ર સફળ થવાનું જ છે. રાષ્ટ્ર-ઉત્થાનની સફળ ક્ષણે સુંદર ફળેની ભાગીદારી સિવાય જે જૈન સમાજને પણ ન જ રહેવું હોય અને એ ફળો હાથમાં Page #121 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન. આવતાં આસ્વાદવાં ગમતાં હોય તે એ સમાજે ગુલામીનાં બંધન તોડવામાં ઈચ્છા અને બુદ્ધિપૂર્વક, ધર્મ સમજીને જ, ફાળો આપવો જોઈએ. તેથી હું ચોકકસ માનું છું કે, જૈન યુવકે પિતાનું જીવનતંત્ર નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિવાળું વિવેકપૂર્વક પોતાની જ મેળે ગોઠવવું, એમાં પ્રાચીન વારસાની રક્ષા અને નવીન પરિસ્થિતિને બંધ બેસે એવાં તત્વોનું સંમિશ્રણ છે. નિવૃત્તિને સાચી નિવૃત્તિરૂપે ટકાવી રાખવાનો સાદો એક જ નિયમ છે અને તે એ કે જે નિવૃત્તિ સ્વીકારવી તે જીવનના ધારણ–પોષણને અંગે અનિવાર્ય આવશ્યક એવી બધી પ્રવૃત્તિનો ભાર પિતાના ઉપર જ રાખવો; બીજાએ કરેલ પ્રવૃત્તિનાં ફળો આસ્વાદવાને સદંતર ત્યાગ કરવો. એ જ રીતે જે પ્રવૃત્તિ સ્વીકારવી હોય, અને તેમ છતાં જીવનની વિશુદ્ધિ સાચવવી હોય, તે સ્વીકારેલ પ્રવૃત્તિનાં ફળને માત્ર આત્મગામી ન રાખતાં તેને સમૂહગામી બનાવવા તરફ લક્ષ રાખવું. આમ થાય તો પ્રાપ્ત થયેલ સાધન-સગવડ માત્ર વૈયક્તિક ભોગ કે નિરર્થક ભોગમાં ન પરિણમતાં તેનો સમૂહગામી સુંદર ઉપયોગ થાય અને પ્રવૃત્તિ કરનાર એટલે અંશે વૈયક્તિક તૃષ્ણાથી મુક્ત થઈ નિવૃત્તિનું તત્વ સાધી શકે. ૨. નિર્મોહ કર્મયોગ બીજું લક્ષણ એ વસ્તુતઃ પ્રથમ લક્ષણનું જ નામ છે. અહિક અને પારલૌકિક ઈચ્છાઓની તૃપ્તિ અર્થે યજ્ઞયાગાદિ કર્મો બહુ થતાં. ધર્મ તરીકે. ગણાતાં આ કર્મો વસ્તુતઃ તૃષ્ણાજનિત હેઈ સાચે ધર્મ જ નથી, એવી. બીજા પક્ષની સાચી પ્રબળ માન્યતા હતી. ગીતાધર્મપ્રવર્તક જેવા દીર્ધદશ વિચારકેએ જોયું કે કર્મ અર્થાત પ્રવૃત્તિ વિના જીવનતંત્ર, પછી તે વ્યકિતનું હે કેસમૂહનું, શક્ય જ નથી. અને એમણે એ પણ જોયું કે કર્મ–પ્રવૃત્તિની પ્રેરક તૃષ્ણ જ બધી વિડંબનાનું મૂળ છે. આ બન્ને દેષથી મુક્ત થવા તેમણે અનાસક્ત કર્મવેગ સ્પષ્ટપણે ઉપદે. જોકે જૈન પરંપરાનું લક્ષ્ય નિર્મોહત્વ છે, પણ આખા સમાજ તરીકે આપણે કર્મ–પ્રવૃત્તિ વિના રહી કે જીવી શકવાના જ નથી. એવી સ્થિતિમાં આપણે વિચારક વર્ગે નિર્મોહ કે અનાસક્ત ભાવે કર્મયોગનો જ માર્ગ સ્વીકાર ઘટે છે. અન્ય પરંપરાઓને જે આપણે કાંઈ આપ્યું હોય તે તેમની પાસેથી કાંઈ મેળવવું એમાં આપણું હીણપત નથી. વળી અનાસક્ત કર્મયોગના વિચારોનું મૂળ આપણાં શાસ્ત્રો કે આપણું પરંપરામાં નથી એમ પણ નથી. તેથી હું માનું છું કે આ ક્ષણે દરેક વિચારક જૈન એ માર્ગનું સ્વરૂપ સમજવા અને તેને જીવનમાં ઉતારવા નિશ્ચયવાન થાય. Page #122 -------------------------------------------------------------------------- ________________ યુવકાને ૩. વિવેકી ક્રિયાશીલતા હવે આપણે ત્રીજા લક્ષણ ઉપર આવીએ. આપણા નાનકડાશા સમાજમાં સામસામે અથડાતા અને વગર વિચાર્યે દ્વેષ-પ્રતિદ્રેષ કરતા એ ઐકાન્તિક પક્ષા છે : એક પક્ષ કહે છે કે સાધુ-સંસ્થા હવે કામની નથી; તે જવી જ જોઇએ. શાસ્ત્રો અને આગમાનાં તે તે સમયનાં બંધને આ સમયે નકામાં હાઈ એના ભાર પણ જવા જ જોઇએ. તીથૅ અને મદિરાના મેાજા પણ અનાવશ્યક છે. ખીજો પક્ષ એની સામે કહે છે કે જૈન પરંપરાનુ સસ્વ જ સાધુ-સંસ્થા છે. એમાં કાઈ પણ જાતની ખામી હોય તોપણ એ જોવા અને ખાસ કરીને કહેવા ના પાડે છે. એને શાસ્ત્ર તરીકે મનાતાં બધાં જ પુસ્તકાના બધા જ અક્ષરા ગ્રાહ્ય લાગે છે, અને તી તેમ જ દિશાની વર્તમાન પદ્ધતિમાં કાંઈ ઘટાડા-વધારા નથી. મને પાતાને એમ લાગે છે કે આ બન્ને પક્ષો એકાન્તાથી સહજ વિવેકપૂર્વક નીચે ખસી આવે તે એમને સત્ય સમજાય અને નકામી વેડફાતી શક્તિ ઉપયાગી માર્ગે લાગે. તેથી હું અત્રે જૈન શબ્દને અવિવેક અને યુવકને અ ક્રિયાશીલ કરી જૈન યુવકના અનિવાય લક્ષણ તરીકે વિવેકી ક્રિયાશીલતાને સૂચવું છું. [ ૮૭ 6 સાધુ સંસ્થાને તદ્દન અનુપયોગી કે - અજાગલસ્તનવત્' માનનારને હું કેટલાક પ્રશ્નો પૂછું છું. ભૂતકાળની સાધુ સંસ્થાની ઐતિહાસિક કારકિર્દીની વાત બાજુએ રાખીએ અને માત્ર ચાલુ શતાબ્દીની જ તેમની કારકિર્દીના વિચાર કરીએ તાપણુ સહેજે એ સંસ્થા પ્રત્યે માન થયા વિના રહેતું નથી. દિગંબર પરંપરાએ છેલ્લી ધણી શતાબ્દીએ થયાં સાધુ સંસ્થા ગુમાવી તે શું એ પર’પરાએ શ્વેતાંબર પરંપરા કરતાં વિદ્યા, સાહિત્ય, કળા કે નીતિ પ્રચારમાં વધારે કાળા આપ્યા છે? વળી અત્યારે દિગંબર પર પરા મુનિસસ્થા માટે જે પ્રયત્ન કરી રહી છે તેનું શુ' કારણ ? જિવા અને લેખિનીમાં વિવેક નહિ રાખનાર મારા તરુણુ ભાઈઓને હું પૂઠ્ઠું છું કે તમે વિદ્યાપ્રચાર તે ઇચ્છે છે ને ? જો હા, તે। આ પ્રચારમાં સૌથી પહેલાં અને સૌથી વધારે કાળેા આપનાર સાધુ નહિ તે બીજુ કાણુ છે? એક ઉત્સાહવીર શ્વેતાંબર સાધુને કાશી જેવા દૂર અને ઘણા કાળથી ત્યજાયેલા સ્થાનમાં ગૃહસ્થ કુમારાને શિક્ષણ આપવાની મહત્ત્વપૂર્ણ અંતઃસ્ફુરણા થઈ ન હોત તેા શુ આજે જૈન સમાજમાં જે એક જાતની વિદ્યોપાસના શરૂ થઈ છે તેનું નામ હોત ? સતત કર્મશીલ એવા એક જૈન મુનિએ આગમા અને આગમેતર કરવા જેવું લાગતું જ સામસામેના વિરાધી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] દર્શન અને ચિંતન સાહિત્યને ઢગલાબંધ પ્રગટ કરી દેશ અને પરદેશમાં જે જૈન સાહિત્યની સુલભતા કરી આપી છે અને જેને લીધે જૈન-જૈનેતર વિદ્વાનેનું ધ્યાન આટલા બધા પ્રમાણમાં જૈન સાહિત્ય તરફ આકર્ષાયેલું દેખાય છે, તે કામ કોઈ ગૃહસ્થ બચ્ચે આટલી બધી ત્વરા અને સરલતાથી આટલા મોટા પ્રમાણમાં કરી શકત ખરે? જે એક વૃદ્ધ મુનિ અને તેમના શિષ્યવર્ગે પિતે જ્યાં જ્યાં હોય, જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં જૈન સમાજની વિભૂતિરૂપ ગણાતા પુસ્તકભંડારેને વ્યવસ્થિત કરવા, તેને નષ્ટ થતા બચાવવા અને સાથે તેમાંથી સેંકડો પુસ્તકનું શ્રમભરેલું, દેશપરદેશના વિદ્વાનનું ધ્યાન ખેંચે એવું, વર્ષો થયાં પ્રકાશન કાર્ય કર્યો રાખ્યું છે, તે મારા કે તમારા જેવો કોઈ ગૃહસ્થ કરી શકત ખરે ? શાસ્ત્રો અને આગમોને જૂનાં જાળાં સમજનાર ભાઈઓને હું પૂછું છું કે તમે ક્યારે પણ એ શાસ્ત્રો વાંચ્યાં કે વિચાર્યું છે? તમને એની કદર નથી એ શું તમારા અજ્ઞાનને લીધે કે એ શાસ્ત્રોની નિરર્થકતાને લીધે ? હું એવા યુવકને પૂછું છું કે તમારા સમાજને લાંબા કાળનો વારસો તમે દુનિયા સમક્ષ મૂકી શકે તેમ છે ? દેશપરદેશના જૈનેતર વિદ્વાને પણ જૈન સાહિત્યનું અદભુત મૂલ્ય આંકે છે અને તેના સિવાય ભારતીય સંસ્કૃતિ કે ઈતિહાસનું પાનું અધુરું છે એમ માને છે; એવી સ્થિતિમાં, તેમ જ લાખો અને કરોડોના ખર્ચે દેશાંતરમાં જૈન સાહિત્યને સંગ્રહ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે એવી સ્થિતિમાં, તમે જૈન શાસ્ત્રો કે જૈન સાહિત્યને બાળવાની વાત કરે એ ઘેલછા નહિ તે બીજાં શું છે? તીર્થો અને મંદિરના એકાન્તિક વિરોધીઓને હું પૂછું છું કે એ તીર્થસંસ્થાના ઈતિહાસ પાછળ સ્થાપત્ય, શિલ્પ અને પ્રાકૃતિક સૌંદર્યને કેટલે ભવ્ય ઇતિહાસ છુપાયેલું છે એ તમે વિચાર્યું છે ? સ્થાનકવાસી સમાજને કોઈ તેમના પૂર્વ પુરુષોના સ્થાન કે સ્મૃતિ વિષે પૂછે તો તેઓ તે વિષે શું કહી શકે ? શું એવાં અનેક તીર્થો નથી, જ્યાં ગયા પછી તમને એનાં મંદિરોની ભવ્યતા અને કળા જોઈ એમ કહેવાનું મન થઈ જાય કે લક્ષ્મી વાપરનારે ખરેખર, સફળ જ કરી છે? એ જ રીતે હું બીજા કાન્તિક પક્ષને પણ આદરપૂર્વક પૂછવા ઈચ્છું છું. સાધુવર્ગમાં કાંઈ પણ કહેવા કે સુધારવા જેવું ન માનનાર તરુણ ભાઈઓ, તમે એટલું જ કહો કે સાધુ એ જે ખરેખર આજે સાધુ જ રહ્યો હોય તે તે વર્ગમાં ગૃહસ્થવર્ગ કરતાં પણ વધારે મારામારી, પક્ષાપક્ષી, હુંસાતુંસી અને એક જ ધનિકને પિતાપિતાને અનુગામી બનાવવા પાછળની Page #124 -------------------------------------------------------------------------- ________________ યુવકને [ ૮ અવ્યકત હરીફાઈ આટલી બધી કેમ ચાલે છે ? અક્ષરશઃ શાસ્ત્રોની હિમાયત કરનાર એ ભાઈઓને હું સાદર પૂછું છું કે તમારી શાસ્ત્રો પ્રત્યે અનન્ય ભક્તિ છે તે તમે એને વાંચવા-વિચારવામાં અને તેની દેશકાળાનુસાર ઉપયોગિતા–અનુપયોગિતાનું પૃથક્કરણ કરવામાં તમારી બુદ્ધિને છેડે પણ ફાળો આપે છે કે ફક્ત પારકી બુદ્ધિએ દરવાઓ છો? મંદિર-સંસ્થા પાછળ વગર વિવેકે બધું જ સર્વસ્વ હોમનાર ઉદાર ભાઈબહેનોને હું પૂછું છું કે જે છે તેટલાં મંદિરે યોગ્ય રીતે સાચવવાની પૂરી શક્તિ તમારી પાસે છે? એના ઉપર થતાં આક્રમણને બહાદુરીપૂર્વક પ્રતિકાર કરવાની શક્તિ ધરાવો છે ? તેમ જ એની એકતરફી ધૂનમાં બીજું આવશ્યક કર્તવ્ય ભૂલી તો નથી જતા? આ રીતે બંને પક્ષોને પ્રશ્નો પૂછી હું તેમનું ધ્યાન વિવેક તરફ ખેંચવા ઈચ્છું છું, અને મારી ખાતરી છે કે બંને પક્ષો જે મર્યાદામાં રહી વિવેકપૂર્વક વિચાર કરશે તે તેઓ પિતાપિતાની કક્ષામાં રહી કામ કરવા છતાં ધણી અથડામણોથી બચી જશે. હવે હું આપણા કર્તવ્ય પ્રશ્નો તરફ વળું છું. વ્યાપાર, ઉદ્યોગ, કેળવણી, રાજસત્તા આદિને લગતા રાષ્ટ્રવ્યાપી નિર્ણએ દેશની મહાસભા જે વખતેવખત વિચારપૂર્વક ધડે છે, તે જ નિર્ણયો આપણું હોઈ અત્રે તેથી જુદું વિચારવા પણું કાંઈ રહેતું નથી. સામાજિક પ્રશ્નોમાં નાતજાતનાં બંધન, બાળ-વૃદ્ધલગ્ન, વિધવાઓ પ્રત્યેની જવાબદારી, અનુપયોગી ખર્ચાઓ ઈત્યાદિ અનેક છે. પણ આ બધા જ પ્રશ્નો વિષે જૈનસમાજની અનેક જુદી જુદી પરિષદ વર્ષો થયાં ઠરાવ કરતી જ આવે છે, અને વર્તમાન પરિસ્થિતિ એ વિષે આપોઆપ કેટલોક માર્ગ ખુલ્લે કરે છે તેમ જ આપણી યુવક પરિષદે પણ એવા પ્રશ્નો વિષે જે વિચાર્યું છે તેમાં અત્યારે કાંઈ ઉમેરવાપણું દેખાતું નથી. તેથી એ પ્રશ્નોને હું જાણુને જ ને સ્પર્શતાં માત્ર શક્ય પ્રવૃત્તિઓ વિષે કેટલુંક સૂચન કરવા ઈચ્છું છું. આપણુ પરિષદે પિતાની મર્યાદાઓ વિચારીને જ નિર્ધાર કરે ઘટે. સામાન્ય રીતે આપણુ પરિષદ અમુક વખતે મળી મુખ્યપણે વિચારવાનું કામ કરે છે. એ વિચારને અમલમાં મૂકવા વાસ્તે જે કાયમી બુદ્ધિબળ, સમયબળ આવશ્યક છે તે પૂરું પાડનાર એક પણ વ્યક્તિ જે ન હોય તો અર્થસંગ્રહનું કામ પણ અઘરું થઈ પડે છે. એવી સ્થિતિમાં ગમે તેવા સુકર કર્તવ્યની રેખા આંકીએ છતાંય વ્યવહારુ દષ્ટિએ એને બહુ અર્થ રહેતું નથી. આપણુ પરિષદન્ને એક પણ સાધુને ટેકે નથી કે, જે પોતાના Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] દર્શન અને ચિંતન વિચાર અપ અગર પોતાની લાગવગ દ્વારા બીજી રીતની મદદ કરી પરિષદનું કામ સરલ બનાવે. પરિષદે પિતાના ગૃહસ્થ સભ્યોના બળ ઉપર જ ઊભું રહેવાનું છે. એક રીતે તેમાં સ્વતંત્રતાને પૂરે અવકાશ હાઈ વિકાસને સ્થાન પણ છે; છતાં પરિષદના બધા જ સભ્ય લગભગ વ્યાપારી પ્રવૃત્તિના હઈ પરિષદનાં કાર્યોનું વ્યવસ્થિત અને સતત સંચાલન કરવા જોઈત સમય. આપી શકે તેમ અત્યારે દેખાતું નથી. તેથી હું બહુ જ પરિમિત કર્તવ્યનું સૂચન કરું છું, અને તે એ દૃષ્ટિથી કે જ્યાં જ્યાંને યુવકસંધ તેમાંથી કોઈપણ કરવા સમર્થ હોય, ત્યાં ત્યારે યુવસંધ પિતાના સ્થાન પૂરતાં તે કર્તવ્યો અમલમાં મૂકી શકે. - હિંદુસ્તાનના જુદા જુદા પ્રાન્તમાં અનેક શહેરે, કસબાઓ અને ગામડાંઓ. એવાં છે કે જ્યાં જૈન યુવકે છે છતાં તેમનો સંધ નથી. આપણે ધારીએ અને અપેક્ષા રાખીએ તેટલું તેમનું સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક વાચન નથી. એક રીતે તેઓ તદ્દન અંધારામાં છે. ઉત્સાહ અને લાગણી. છતાં શું વિચારવું, શું બોલવું, ક્યાં મળવું, કેમ મળવું, એની તેમને જાણ જ નથી. જે શહેરે અને કસબાઓમાં પુસ્તક વગેરેની સગવડ છે, ત્યાંના પણ અનેક ઉત્સાહી જૈન યુવકને મેં એવા જોયા છે કે જેઓનું વાચન નામમાત્રનું પણ નથી હતું, તે તેમના વિચારસામર્થ્ય માટે વધારે આશા ક્યાંથી. રહે ? એવી સ્થિતિમાં આપણી પરિષદે એક—બે-ત્રણ સભ્યોની સમિતિ નીમી તે દ્વારા એવી એક આવશ્યક વાચ્ય પુસ્તકોની યાદી તૈયાર કરી જાહેર કરવી ઘટે કે જે દ્વારા સરલતાથી દરેક જૈન યુવક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તેમ જ બીજા આવશ્યક પ્રશ્નો સંબધે સ્પષ્ટ માહિતી મેળવી શકે અને તે દિશામાં આપમેળે વિચાર કરતો થઈ જાય. આવી યાદી અનેક યુવકસંઘના. સંગઠનની પ્રથમ ભૂમિકા બનશે. કેન્દ્રસ્થાન સાથે અનેક જુદાંજુદાં સ્થાનોના યુવકોને પત્રવ્યવહાર બંધાતાં અનેક નવા યુવક પણ ઊભા થશે. માત્ર પાંચ કે દશ શહેરના અને તેમાં પણ અમુક જ ગણ્યાગાંડ્યા વિચારશીલ યુવકે હેવાથી કાંઈ સાર્વત્રિક યુવકસંઘની વિચારપ્રવૃતિ પણ ન ચાલી શકે. મુખપત્ર દ્વારા પ્રગટ થતા વિચારે ઝીલવા જેટલી સામાન્ય ભૂમિકા સર્વત્ર એ રીતે જ નિર્મિત થઈ શકે. આગળ જે કહ્યું તે ફક્ત યુવકના સ્વશિક્ષણની દૃષ્ટિએ. પણ અમુક કેળવણીપ્રધાન શહેરોના સંઘેએ બીજી એક શિક્ષણ સંબંધી પ્રવૃત્તિ હાથ ધરવી ઘટે છે; અને તે એ કે તે તે શહેરના સંઘોએ પિતાપિતાના Page #126 -------------------------------------------------------------------------- ________________ યુવકાને [૧ કાર્યાલયમાં એવી ગેાઠવણ કરવી કે જેને લીધે સ્થાનિક કે આસપાસનાં ગામડાંના વિદ્યાર્થી, જે ભણવાની સગવડ માગતા હોય તે, ત્યાં આવી પોતાની પરિસ્થિતિ કહી શકે. તે તે યુવકસત્રે આવા ઉમેદવારને પોતાની મર્યાદા પ્રમાણે કાંઈ ને કાંઈ ગોઠવણ કરી આપવા કે માર્ગ સૂચવવા જેટલી. વ્યવસ્થા રાખવી, જેથી ઘણીવાર માગ અને આલખન વિના ભટકતા કે ચિંતા કરતા આપણા ભાઈ ઓને ઓછામાં ઓછી આશ્વાસન પૂરતી તે રાહત મળે જ. આ સિવાય એક કવ્ય ઉદ્યોગને લગતુ છે. ભણી રહેલા કે વચમાં જ ભણતર છેડી દીધેલા અનેક ભાઈએ નાકરી કે ધંધાની શોધમાં જ્યાં ત્યાં જાય છે. તેમાંના મેાટાભાગને શરૂઆતમાં દિશાસૂચન પૂરતા પણ ટેકા નથી મળતા. થાડા દિવસ રહેવા, ખાવા આદિની સસ્તી સગવડ આપી ન. શકાય તાપણુ જો તેવા ભાઈઓ વાસ્તે કાંઈ તેમની પરિસ્થિતિ જાણી યાગ્ય સૂચન કરવા પૂરતી વ્યવસ્થા તે તે સ્થાનના સધા કરે તો એ દ્વારા પણ યુવકમંડળાનું સંગઠન સાધી શકાય. આ હવે હું લાંબી કવ્યાવલીમાં ન ઊતરતાં છેલ્લા એક જ કર્તવ્યનું સૂચન કરુ` બ્રુ. તે છે વિશિષ્ટ તીર્થીને લગતું. આષુ, પાલીતાણા આદિ કેટલાંય એવાં આપણાં ભવ્ય તીર્થં છે કે જ્યાં યાત્રા અને આરામ અર્થે હજારો લોકો આપોઆપ જાય-આવે છે. દરેક તીથૅ આપણું પ્રથમ ધ્યાન સ્વચ્છતા તરફ ખેંચે છે. તીર્થી જેવાં ભવ્ય અને સુંદર, તેટલી જ તેમાં અસ્વચ્છતા અને મનુષ્યકૃત અસુંદરતા. એટલે તીસ્થાનના યુવકસધા અગર તેની પાસેના યુવકસ સ્વચ્છતાનું કામ માથે લે તે તે દ્વારા તેઓ આત્મવિશ્વાસ સાથે જનાનુરાગ ઉત્પન્ન કરી શકે. આયુ એ એક એવું સ્થાન છે કે જે ગૂજરાત અને રજપૂતાનાનુ` મધ્યવર્તી હાવા ઉપરાંત હવા ખાવાનું ખાસ સ્થાન છે. પ્રસિદ્ધ જૈન મંદિર જોવા આવનાર આણુની ટેકરીઓમાં રહેવા લલચાય છે, અને હવાપાણી આવેલા એ મદિરાને ભેટવા સિવાય કદી રહેતા જ નથી. જેવાં એ દિશ છે તેને જ યાગ્ય એ સુંદર પંત છે. છતાં તેની આજુબાજુ નથી સ્વચ્છતા કે નથી ઉપવન કે નથી જળાશય. સ્વભાવે નિવિષ્ણુ જૈન જનતાને એ ખામી ભલે ન લાગતી હાય, છતાં તે જ જ્યારે કેમ્પ અને બીજા જળાશયા તરફ જાય છે ત્યારે તુલનામાં તેમને પણ પોતાનાં મદિરાની આસપાસની એ ખામી દેખાઇ આવે છે. શિરાહી, પાલણપુર કે અમદાવાદના વાસ્તે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] દર્શન અને ચિંતન કરી યુવા આ દિશામાં કાંઈક જરૂર શકે. યેાગ્ય વાચનાલયે। અને પુસ્તકાલયાની સગવડ તો દરેક પ્રસિદ્ધ તીર્થાંમાં પ્રથમ હાવી જ જોઇ એ. પણ આપ્યુ જેવા સ્થાનમાં એ સગવડ વધારે ઉપયેગી સિદ્ધ થઈ શકે. પાલીતાણા જેવા તીમાં કેળવણીની સંસ્થાઓ છે. અને તે, નાનીમોટી પણ, એકથી વધારે છે, તેની પાછળ ખર્ચ પણ ઓછા થતા નથી. અલબત્ત, તેમાં કામ થાય જ છે, પણ એ સંસ્થાઓ એવી નથી કે જેના તરફ બીજી પ્રસિદ્ધ સંસ્થાઓની પેઠે વિદ્વાનોનું ધ્યાન ખેંચાય. તે વાસ્તે ભાવનગર જેવા નજીકના શહેરના વિશિષ્ટ શિક્ષિત યુવકોએ અમુક સહકાર તે સંસ્થાઓને આપવા વટે . કેટલીક ધાર્મિક પાઠશાળાઓ તે માત્ર નામની અને નિષ્પ્રાણ જેવી છે. એમાં પણ યુવકે વાસ્તે કર્તવ્યને અવકાશ છે. જે માણસ જરા પણ ઊંચનીચના ભેદ સિવાય કહેવાતા અસ્પૃશ્યો અને દલિતો સાથે મનુષ્યતાપૂર્ણ વ્યવહાર કરતા હોય, જે ક્રરજિયાત વૈધવ્યની પ્રતિષ્ઠાના સ્થાનમાં મરજિયાત વૈધવ્યની પ્રતિષ્ઠાને સક્રિય સમક હાય અને વળી જે સાધુસંસ્થા આદિ અનેક ધાર્મિક સંસ્થાએમાં જવાબદારીવાળી સમયેાચિત સુધારણાના હિમાયતી હાય, તે માણસ આટલી ટૂંકી અને હળવી કર્તવ્યસૂચના કેમ કરતા હશે એ ાણી, જડ રૂઢિની જમીન ઉપર લાંબા કાળ લગી એકધારા ઊભા રહેવાથી કંટાળી વિચારક્રાન્તિના આકાશમાં ઊડવા ઇચ્છનાર યુવકવર્ગને નવાઈ થાય, એ સ્વાભાવિક છે. પણ આ વિષે મારા ખુલાસા એ છે કે આ માગ જાણી જોઈ ને મેં સ્વીકાર્યો છે. મારું એમ ચોક્કસ માનવુ છે કે એક હળવામાં હળવી પણ ઉપયોગી ક કસોટી યુવા સમક્ષ મૂકવી અને તપાસી જોવુ કે તેએ એ કસોટીમાં કેટલે અંશે પસાર થાય છે. આ કસોટી તદ્દન હળવી છે કે સહેજ પણ અધરી, એ સાબિત કરવાનું કામ યુવાનુ છે. માટે ભાગે જૈન જનતાને વારસામાં એકાંગી અમુક જ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, જે સમુચિત વિચારણા અને આવશ્યક પ્રવૃત્તિ વચ્ચે મેળ સાધવામાં ઘણીવાર વિઘ્નરૂપ નિવડે છે. તેથી તેની જગાએ કઈ દૃષ્ટિએ આપણુ યુવકાએ કામ લેવું એની જ મેં મુખ્યપણે ચર્ચા કરી છે. હું આશા રાખું ' કે આપણી સામે પડેલા સળગતા બધા પ્રશ્નો વિષે વિચાર કરવામાં જો આપણે એ અનેકાંગી દૃષ્ટિના ઉપયોગ કરીશું તો વગર વિધ્ને સીધે રસ્તે ચાલ્યા જઈશું. જૈન યુવક સંમેલન, અમદાવાદ સ્વાગતપ્રમુખ તરીકેના ભાષણમાંથી. Page #128 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રશ્નો [૧૪] પ્ર. ૧ :—૨ ૫ વર્ષ પહેલાંના અને આજના સંયુક્ત કુટુંબમાં આપને ફેર દેખાય છે ? આ ફેરફાર ઇષ્ટ છે ? કુટુંબસંસ્થાનુ ભાવિ આપ કેવુ' કલ્પા છે ? ૩.~~૨૫ વર્ષ પહેલાં પણ, ગામડાં અને શહેરના કુટુંબજીવનમાં થાડા ફેર હતા. ગામડાંમાં વાતાવરણ વધારે સ'કુચિત હતું. સંયુક્ત કુટુંબ હતું, પણ તે એકબીજા પ્રત્યેના આદર, સન્માન, પ્રેમના દોરે રચાયેલુ નહિ. શરમાશમાથી, પરંપરાગત રૂઢિઓના પ્રભાવથી, આર્થિક અગવડને કારણે લાચાર સ્થિતિમાં તે ટકવું. વિભક્ત થવામાં લોકનિંદાને ભય હતેા. માનસિક વિકાસ ોઈ એ તેવા નહિ અને સંસ્કારાની અસરને કારણે છૂટાં થઈ જવાનું મુશ્કેલ લાગતું હતુ. પહેલ કાણ કરે એ પણ પ્રશ્ન હતા. શહેરમાં આથી ઓછા પ્રમાણમાં પણ આ જ સ્થિતિ હતી; કારણ કે, ત્યાં જે લોકેા આવતાં તે ગામડાંમાંથી જ આવતાં હતાં. કેળવણી, આર્થિક ઉન્નતિ વગેરે કારણાને લીધે શહેરનું આકણુ વધારે હતું. ગામડાંમાં તે લેાકેા ન છૂટકે જ રહેતાં. ત્યાં પણ સંયુક્ત કુટુંબની પ્રથા જે હતી તે મુખ્યત્વે આર્થિક અગવડને આભારી હતી. નિર્ભયતાનું પ્રમાણ શહેરમાં વધારે હતું. વિસ્તારને કારણે નિતિ થવાની કે આંગળી ચીધામણુ થવાની શકયતા ઓછી. જે કાંઈ ચાલતું તે નબળાઈ તે કારણે થતુ, લાચારીને કારણે થતું. આજે સંયુક્ત કુટુંબની પ્રથા તૂટી રહી છે. મોટી ઉમરે લગ્ન થાય છે. યુવક-યુવતીઓ શિક્ષિત હેાય છે, મુક્ત વાતાવરણમાં ઊખ્ખુ હાય છે. શાળા, કૉલેજ, સાહિત્ય દ્વારા તેમના મુક્તિના અનુભવને પુષ્ટિ મળી હાય છે. એ સ્થિતિમાં તે કાઈના દાખ નીચે રહેવાનું ન ઇચ્છે એ સ્વાભાવિક છે. સંયુક્ત કુટુંબમાં સહુ અરસપરસ સન્માન જાળવે એવું ન બને, એથી સહજ રીતે છૂટાં પડવાની ઇચ્છા થાય છે. આર્થિક સગવડ હાય તા ભાગ્યે જ કેાઈ સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે. ભણતર, આજીવિકા, વૃત્તિની સ્વાધીનતા સાથે સંયુક્ત કુટુંબને મેળ ખેસતા નથી. વડીલા અણુગમતાં છે એટલા માટે નહિ, પણ માનસભેદ હેાવાથી એકબીજાને દુભવવાના ભય નિવારવા માટે પણ જુદાં રહેવાનુ ઇચ્છનીય છે. સંયુક્ત કુટુ Page #129 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન બમાં મોટે ભાગે કલેશ કંકાસ થાય છે, દ્વિધા સ્થિતિ થાય છે, એના સંઘર્ષમાં વ્યક્તિનું માન અને તેના ગુણે નાશ પામતાં દેખાય છે. એ પરિસ્થિતિમાં વિભક્ત કુટુંબ ઈષ્ટ છે, એટલા માટે કે જૂની ને નવી પેઢી વચ્ચે સંધાન રહી શકતું નથી. સારી રીત એ છે કે કમાતા થયા પછી પરણવું; જુદા થવાની તૈયારી કરીને પરણવું. અપવાદરૂપે કોઈ કુટુંબમાં સુંદર મેળ હોય છે, પણ એમ ન હોય તે જુદાં થયું છતાં પ્રેમ ને સદ્ભાવ ન છોડવા એ દૃષ્ટિ છે. કુટુંબસંસ્થા એટલે કે સ્ત્રી-પુરુષના મિલનથી રચાતી સંસ્થા કદી નિર્મૂળ થાય કે ભાંગી પડે એવું મને લાગતું નથી. કુટુંબસંસ્થાનો આધાર ન રૂપ પર છે, ન સંપત્તિ પર, ન કુળની ખાનદાની પર. એને આધાર છે આદર, સહિષ્ણુતા અને વફાદારી પર. વફાદારી એ મુખ્ય ગુણ છે. ને એની પરીક્ષા સંકટના સમયમાં થાય છે. વફાદારીને સંપૂર્ણ નાશ કદી થતો નથી. સ્ત્રી-પુરુષના સખ્ય વિનાનું જીવન શક્ય જ નથી—ન ગૃહસ્થાશ્રમમાં, ન ત્યાગમાં. વ્યક્તિગત ને સામૂહિક જીવનમાં, સેવામય જીવનમાં ને ગૃહસ્થાશ્રમમાં બનેને સાથ આવશ્યક છે. અલબત્ત, પ્રશ્નો નવનવા ઊભા થતા રહેવાના, સંસ્થા રૂપાંતર પામતી રહેવાની, પણ એનો અંત કદી આવી શકે નહિ. પુરુષ–સ્ત્રીને ચુસ્ત રીતે અલગ પાડવાથી બનેમાં વિકૃતિઓ આવશે. બન્નેના સંખ્યામાં જ તેમનું તથા સમાજનું હિત છે અને એ રીતે બધે વ્યવહાર ગૃહસ્થાશ્રમને કેન્દ્રિત કરીને જ ચાલ જોઈએ. - પ્ર. ૨–લગ્ન પછી પત્નીએ પતિના વ્યક્તિત્વમાં પોતાના વ્યક્તિત્વનું વિલેપન કરવું જોઈએ એવી એક માન્યતા છે. એથી કુટુંબજીવનમાં ઘર્ષણનું પ્રમાણ ઘટતું હશે, પરંતુ પત્નીના આત્મવિકાસ માટે તેમ જ સમાજકલ્યાણ માટે એ ઈષ્ટ છે? ઉ–વિલેપનને અર્થ વિવેક અને સામર્થ્યનું વિલેપન એમ હું નથી કરતો. બન્નેએ ટ્વેતસી વૃત્તિ રાખવી જોઈએ. નદીને પ્રવાહ આવતાં જેમ વેતસ–નેતર વળી જાય છે ને પ્રવાહ જતાં પાછું ટ્ટાર થઈ જાય છે એમ એકની ઉગ્રતા વખતે બીજાએ કરવું જોઈએ. પ્રવાહને પ્રતીકાર કરતાં વૃક્ષોને ઘણીવાર તૂટી જવું પડે છે, પણ નેતર ટકી રહે છે તે પ્રસંગે પાર અહમનું વિલોપન કરવાથી, એટલે વિલેપન કરવાનું હોય તે તે અહમનું કરવું જોઈએ. બાકી પત્નીના વ્યક્તિત્વને સંપૂર્ણ નાશ થાય એવું તે પતિ પણ ન ઈચ્છે; કારણ કે, પત્નીનું સામર્થ્ય તેની પોતાની Page #130 -------------------------------------------------------------------------- ________________ [ ૯૫ પાંચ પ્રશ્નો શક્તિને, તેજને વધારનાર હોય છે. પરસ્પરના સહયોગથી શક્તિ વધે છે. સંઘર્ષ થાય ત્યારે એવી ખેંચ ન પકડવી કે તાર તૂટી જાય, પરંતુ એ વાત સાચી કે પત્નીએ પોતાનું સ્વમાન જાળવવું જોઈએ–તેનો વધ ન થવા દેવો જોઈએ. પિતાની વિશિષ્ટતાઓના ન વિલેપનમાં પત્નીનું કલ્યાણ છે, ન પતિનું, ન સમાજનું. પુરુષને સ્ત્રી પ્રત્યે જે પ્રેમ ન હોય, એનો વ્યવહાર દુરાચારી અને સ્ત્રી પ્રત્યે આદરવિહેણે હેય ત્યારે પણ પત્ની એની પાછળ પાછળ જ જાય અને એને સુધારી તે ન શકે પણ સાથે પિતાનું જીવન પણ નકામું બનાવી દે, એમાં હું કોઈનું શ્રેય જેતે નથી. ઘણી વાર એમાં નિર્બળતાનું તત્ત્વ મુખ્ય હેય છે. એવા પ્રસંગમાં તે સ્ત્રીએ પિતાની તાકાત વધારવી જોઈએ; કેટલીક વાર તે આર્થિક પરાધીનતાને કારણે સ્ત્રી પુરુષને છોડી શકતી નથી, પણ એ તે અનાથાશ્રમમાં રહેવા જેવું થયું. બીજી રીતે જોઈએ તે સામાન્ય મધ્યમ વર્ગમાં પુરુષ કમાય છે ને સ્ત્રી ગૃહકાર્ય કરે છે, બાળકને ઉછેરે છે ને પતિને આનંદ આપે છે. આ બધાનું આર્થિક વળતર આપવાનું હોય તો પુરુષની કમાણી કદાચ ઓછી પડે; એટલે સ્ત્રી પણ કામ કરે છે, મહત્ત્વનું કામ કરે છે એ વસ્તુનો સ્વીકાર થવો જોઈએ. બહેનએ પણ વધુ સમાજ અને સ્વાવલંબનશક્તિ મેળવવાં જોઈએ, જેથી તે પિતાનું મહત્ત્વ સ્થાપિત કરી શકે. અને કઈ પ્રસંગે, બધા જ પ્રયાસ પછી પણ વિસંવાદિતા જ રહે તે, આત્મગૌરવયુક્ત જીવન ગાળી શકે. બન્ને જ્યાં પરસ્પર આદર જાળવતાં હોય ત્યાં વિલોપનના પ્રસંગે ઓછા ઊભા થાય છે, બાકી સમગ્રપણે પિતાના વ્યક્તિત્વનો ત્યાગ એ શક્ય નથી, શ્રેયસ્કર પણ નથી. એટલું જ નહિ, બહેનની તાકાત ને શક્તિ વધે તે પુરુષના પણ લાભમાં જ છે. પ્ર. ૩–સ્ત્રીઓ લશ્કરી તાલીમ લે એ વિચાર આપને ગમે છે? ઉ–હા, એમાં મને કશું ખરાબ નથી લાગતું. એક વાત યાદ આવે છે. એક વેળા એક આચાર્ય એમના ગુરુકુળની વિદ્યાર્થીનીઓને લઈને શાંતિનિકેતન ગયા હતા. કન્યાઓએ ત્યાં જાતજાતના જે પ્રયોગ બતાવ્યા તેથી સૌને માન થયું. ગુરુદેવ રવીન્દ્રનાથે કહ્યું: “પંડિતજી, વાત તે સારી છે. કન્યાઓના આ કાર્યમાં મર્દાનગી છે, પણ એમનું સ્ત્રીત્વ છેવાઈ ગયું લાગે છે.” કહેવાનું તાત્પર્ય એ છે કે લશ્કરી તાલીમને ઉદ્દેશ નિર્ભયતા કેળવ Page #131 -------------------------------------------------------------------------- ________________ કt ] દર્શન અને ચિંતન વાને છે, સ્ત્રીઓને રક્ષણાર્થે પુરુષની જરૂર રહે છે તે સ્થિતિ દૂર કરવાને છે, પણ એ સાથે એ આવડતના ઉપયોગમાં વિવેકની જરૂર છે. સ્ત્રીનું સ્ત્રીત્વ ન હણાય એ જ રીતે એને ઉપયોગ થવો જોઈએ. શારીરિક દૃષ્ટિએ, સંતાનોત્પત્તિની દૃષ્ટિએ, તેમ જ વ્યવહારમાં સ્ત્રીઓની જે કોમળતા છે એ. જોતાં લશ્કરી તાલીમને એની મર્યાદામાં સ્વીકાર થાય એમાં હું કશું ખોટું જેતો નથી. લશ્કરી તાલીમથી એક પ્રકારની હિંસકવૃત્તિ, કઠોરતા, ક્રૂરતા, વાતવાતમાં ઉગ્રતા કે શસ્ત્ર ચલાવવા જેવી પરિસ્થિતિ ન ઊભી થવી જોઈએ, એટલે કે લશ્કરી તાલીમની સાથે સાથે માનસિક વિકાસ થવો જોઈએ. એ વિકાસ, સુસંસ્કાર અને વિવેક નહિ હોય તે આ તાલીમથી નુકસાન થશે. પ્ર. ૪–લચ્છા ન હોય, પણ વડીલોના આગ્રહને કારણે સામાજિક સુરક્ષિતતા કલ્પીને કે એવાં કોઈ બીજાં કારણોસર લગ્ન કરવાનું વ્યાજબી ગણાય ? ઉ–ના, લગ્ન એ માત્ર વ્યવહાર નથી, અંદરની વસ્તુ છે. એ માટે એક યા બીજા કારણે ઈચ્છા ન હોય તો લગ્નજીવન કદી સફળ ન થાય. પણ એમાં પિતાની વૃત્તિની તપાસ કરવાનું અત્યંત જરૂરી છે. ઘણીવાર એમ બને છે કે લોકે માને છે કે વડીલેના દબાણને વશ થઈને, કેવળ તેમને સંતોષ આપવા માટે જ પિતે લગ્ન કરે છે, પણ એ ભ્રામક વસ્તુ હોય છે. તેમના પિતાના જ અંતરમાં ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ રૂપમાં એ વૃત્તિ પડી હોય છે, તે જ માણસ લગ્ન કરવા કબૂલ થાય છે. ઈચ્છા ન હોય તેની પાસે વડીલેના આગ્રહ, દબાણ, વિનવણી કે સમાજની નિંદા-ટીકાને સહેવા માટે મોબળ હોવું જોઈએ. કેવળ બહારના કારણથી લગ્ન કરવાનું હું વ્યાજબી ગણતો નથી. પ્ર, પ-જ્ઞાતિ, વર્ણ, સમાજ વગેરેનાં સંગઠને ઈષ્ટ નથી એમ કેટલાક સુધારકને મત છે અને તેથી પર થવું જોઈએ એમ કહે છે. એ દૃષ્ટિએ રાષ્ટ્રીય સંગઠન ઉચિત ગણાય ? વિશ્વબંધુતા અથવા માનવતાના આદર્શ સાથે આવાં નાનાં સંગઠનને મેળ બેસાડી શકાય ખરો ? ઉ–બેસાડી શકાય. એક સંગઠનને જ્યાં સુધી બીજા સાથે વિરોધ ન હોય ત્યાં સુધી વાંધો નથી. વાડ બાંધવો એ કાર્ય કરવા માટેની એક સગવડ છે. વાડ નાનો હેય પણ ચિત્ત નાનું ન હોય તે શી હરકત છે ? રાષ્ટ્રીય સંગઠન કરતાં જે બીજા રાષ્ટ્રો પ્રત્યે આક્રમણ, અથડામણ કે Page #132 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રશ્નો [ ૯૦ તુચ્છતાને ભાવ હેય તે વિશ્વબંધુત્વના આદર્શને તેથી હાનિ પહોંચે ખરી. એમ ન હોય તે, આપણે આપણી સાથે બીજાને પણ ઉત્કર્ષ ઇચ્છતા હોઈએ ત્યાં સુધી, સંગઠન સગવડકારક છે. ચીનમાં તે એક જ કુટુંબમાં વિવિધ ધર્મો પળાય છે, પણ એને કારણે સંધર્ષ થતું નથી. સંગઠન કયા મુદ્દા પર થયું છે, અને તે આપણે વિકાસમાં બાધક છે કે સાધક તે જેવું જોઈએ. પરસ્પર સહાય, સહકારને ભાવ હેય ને ચિત્ત મુક્ત હેય ત્યાં સુધી સંગઠન માનવતાની વિરુદ્ધની વસ્તુ નથી. –ગૃહમાધુરી ૧૨, ૧૯૫૪. Page #133 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ [ ૧૫ ] , દૃષ્ટિ એટલે દન. દર્શનને સામાન્ય અર્થ ‘દેખવું’ એવા છે. આંખથી જે જે મેધ થાય તેને દેખવુ” કે દર્શન’ એમ કહેવાય છે. પરંતુ આ સ્થળે દૃષ્ટિ કે દનને અર્થ નેત્રજન્યાય ' એટલે જ માત્ર નથી; અહીં તેના અઘણા વિશાળ છે. કાઈ પણ ઇન્દ્રિયથી થતુ જ્ઞાન કે મનથી થતુ જ્ઞાન એ અર્ધું અહીં દૃષ્ટિ કે દનરૂપે અભિપ્રેત છે. એટલુ જ નહિ, પણ મનની મદદ વિના જે આત્માને જ્ઞાન શકય હોય તે તેવું જ્ઞાન પણ અહીં દષ્ટિ કે દનરૂપે અભિપ્રેત છે. સારાંશ એ છે સમ્યગ્દષ્ટિ એટલે કાઈ પણ જાતને સમ્યક્ ધ અને મિથ્યાદષ્ટિ એટલે દરેક જાતના મિથ્યા ખેાધ. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ જેવા શબ્દો અધી ધમ પર પરામાં પ્રચલિત છે. તેથી આપણે સૌ તેનાથી પરિચિત તેા છીએ જ; તેમ છતાં તેના અર્થોની સમજણમાં અનેક જાતના ભ્રમા પ્રવર્તે છે. જ્યારે આપણે જાગીને ભજન ગાઈએ છીએ કે : < ઉ, જાગ મુસાફિર, ભાર લઈ, અબ રૈન કહાં જો સાવત હૈ ? .. ત્યારે આપણે એ ભ્રમે નહિ. ગીતામાં કહ્યું કેઃ – નિવારવાની જ વાત કહીએ છીએ, નિદ્રાત્યાગની या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । ત્યારે પણ એ જ કહેવામાં આવ્યું છે કે સયમી અગર સાચી સમજ ધરાવનારા ૪ જાગે છે અને એ જ ભ્રમનિશાથી મુક્ત છે. દેહ ધારણ કરવા, શ્વાસેાાસ લેવા, જ્ઞાનેન્દ્રિયાથી જાવું, કમેન્દ્રિયોથી કામ કરવું, એટલું જ માત્ર જીવન નથી, પણ મનની અને ચેતનની જુદી જુદી ભૂમિકાઓમાં જે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અનેક પ્રકારનાં સંવેદના અનુભવવાં તે પણુ જીવન છે. આવા વ્યાપક જીવનનાં પાસાં પણ અનેક છે. એ બધાં પાસાંને દોરવણી આપનાર અને જીવનને ચલાવનાર ‘દૃષ્ટિ’ છે. જે દૃષ્ટિ સાચી તો તેનાથી દોરવાતું જીવન ખાટ વિનાનું; અને જો દૃષ્ટિ ખાટી કે ભૂલભરેલી Page #134 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ [ ૯૯ તે તેનાથી દોરવાતું જીવન ખાડખાંપણવાળુ જ હાવાનુ, તેથી એ વિચારવુ પ્રાપ્ત થાય છે કે સાચી દષ્ટિ એટલે શું અને ખાટી દૃષ્ટિ એટલે શું? આ વિચારીએ તે પહેલાં જાણી લેવુ જરૂરી છે કે આપણે નાની ઉંમરથી કેવી રીતે શબ્દોના અર્થી પકડીએ છીએ અને વ્યવહારમાં પડ્યા પછી અનુભવની વૃદ્ધિ સાથે એ અર્થોમાં કેવી રીતે સુધારા કે પુરવણી કરતા જઈ એ છીએ. બાળક છેક નાનુ હોય ત્યારે એ ચિત્ર દ્વારા ચકલા, ઘોડા, હાથી અને મેટર જેવા શબ્દોના અર્થ ગ્રહણુ કરે છે. અમુક અમુક પ્રકારને આકાર અને રંગ ધરાવનાર વસ્તુ તે બાળકને મન તે વખતે ચકલા, ધાડા કે હાથી છે. પણ એ બાળક જેમ જેમ માટુ' થાય અને જીવનવ્યવહારમાં પડે તેમ તેમ પ્રથમ ગ્રહણ કરેલ અમાં તેને ફેરફાર અને સુધારાવધારા કરવા પડે છે. ઝાડ ઉપર બેઠેલ અને આકાશમાં ઊડતાં ચકલાં એ માત્ર ચિત્રગત ચકલાં નથી. આકૃતિ અને રંગની સમાનતા હાય તાય ઊડતાં અને ચિત્રગત ચકલાં વચ્ચે મહદ્ અંતર છે. આ અંતર જણાતાં જ ઉંમરલાયક બાળક પ્રથમના અથ છોડી નવા અ પકડે છે અને પછી કહે છે કે અમુક આકૃતિ અને અમુક રંગવાળું ચકલું પણ આપમેળે ખેસેઊઠે છે, ચણે છે, ઊડે છે અને ચી' ચી' અવાજ પણ કરે છે. ચિત્રગત ઘેાડા અને ચાલતા-દોડતા તેમ જ ધાસ ખાતા ઘેાડા વચ્ચે કેટલુક સામ્ય હોવા છતાં પણ મહદ્ અંતર હોય છે. ઉંમરલાયક થયેલ વ્યક્તિ થોડા ઉપર બેસે, તેને દેડાવે અને તેની સજીવ અનેક ચર્ચા જુએ ત્યારે તે ચિત્ર ઉપર ગ્રહણ કરેલ ધાડાના અને વિસ્તારી તેના નવા અથ ગ્રહણ કરે છે. હાથી શબ્દના અર્થની ખાખતમાં પણ એમ જ છે. સડક ઉપર મેટરા દોડતી હાય ને રસ્તા ઓળંગવા હોય ત્યારે ચિત્ર દ્વારા ગ્રહણ કરેલ મેટર રાખ્તતા અર્થ જ ધ્યાનમાં રહે તો એ માણસ અવશ્ય ચગદાઈ જાય. અને ચિત્ર દ્વારા ગ્રહણ કરેલ હાથીના અ મનમાં રહે તે તે માણસ કદી હાથી ઉપર બેસવાનું સુખ માણી ન શકે કે તેના પગ તળે ચગદાવાના ભય જ ન રહે. જેમ જેમ વ્યવહારનુ ક્ષેત્ર વિસ્તરતું જાય અને નવા અનુભવે થતા જાય તેમ તેમ આપણે નાની ઉમરથી એકત્ર કરેલ ભાષાભડાળના અર્થામાં હંમેશાં વિકાસ અને સુધારા કરતા જ રહીએ છીએ, એટલે કે આપણી દૃષ્ટિને ઉતરાત્તર સભ્ય-યથાર્થ કરતાં રહીએ છીએ. તા જ આપણું જીવન સ્ખલના વિના ચાલે છે. જો આપણે પ્રથમ ગ્રહણ કરેલ શબ્દનો અર્થ ઉત્તરોત્તર થતા નવા અનુભવને આધારે ન વધારીએ તે આપણું જીવનતંત્ર કદી સુસંવાદી અની શકે નહિ અને ડગલે ને પગલે મૂંઝવણ ઊભી થાય. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] દર્શન અને ચિંતન કેટલાક શબ્દો ઇન્દ્રિયગમ્ય વસ્તુને લાગુ પડે છે, તે કેટલાક મનગમ્ય વસ્તુને જ લાગુ પડે છે. જ્યાં શબ્દને અર્થ ઇન્દ્રિયગમ્ય હોય ત્યાં તેના અર્થની પકડમાં સુધારે વધારે કરવાનું કામ સહેલું છે, પણ જ્યાં શબ્દને અર્થ અતીન્દ્રિય કે મને ગમ્ય માત્ર હોય ત્યાં અર્થના સુધારાવધારાનું કામ કરવું બહુ અધરું છે. ચકલે, ઘેડે, હાથી વગેરે ઈન્દ્રિયગમ્ય છે, એટલે ચિત્રગત અર્થ કરતાં એના સાચા અર્થ તરફ જતાં વાર નથી લાગતી. વળી કઈ બાહ્ય ઈન્દ્રિયમાં ખોડખાંપણ હય, વસ્તુ ખોટી રીતે સમજાય, તે પણ બીજા મારફત એ ભ્રાંતિને સુધારે જલદી થાય છે. કમળાના રોગવાળા માણસ સફેદ વસ્તુને પીળી સમજે ને જ્યાં જાય ત્યાં શંખ પીળો છે એમ કહે, તે તેની બાળકે સુધાં હાંસી કરે. એટલે એ માણસ સહેલાઈથી પિતાનો ભ્રમ સમજી જાય છે ને શંખને પીળા દેખવા છતાં એ તો સફેદ જ છે એવી વિચારપૂર્વક દઢ માન્યતા ધરાવતે થઈ જાય છે. એ જ ન્યાય બીજી બાયિની બાબતમાં પણ લાગુ પડે છે. પણ અતીન્દ્રિય વસ્તુની સમજણ બાબતમાં સુધારાનું કામ, તેટલું સરલ નથી. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ એ શબ્દો ચલા અને ઘોડા આદિ શબ્દોની પેઠે ઇન્દ્રિયગમ્ય વસ્તુને લાગુ નથી પડતા, પણ મનગમ્ય કે અતીન્દ્રિય ભાવોને સ્પર્શ કરે છે. એટલે તે શબ્દોના ખરા અર્થ તરફ જવાનું કે વારસાથી પ્રથમ ધારેલ અર્થમાં સુધારે, ફેરફાર કે વૃદ્ધિ કરવાનું કામ બહુ જ અઘરું હેઈ વિવેક અને પ્રયત્નસાધ્ય છે. નેત્ર, કાન આદિ બાહ્ય ઈન્દ્રિય અને અંતર-ઇન્દ્રિય મન એ બેની રચનામાં તેમ જ કાર્યશક્તિમાં બહુ જ મોટું અંતર છે. બાહ્ય ઇન્દ્રિયો જે વસ્તુ તેની સામે વર્તમાન હોય કે તેની સાથે સંબંધમાં આવે તેને જ જાણી શકે. જે વસ્તુ દૂર હોય, અતિદૂર હેય, અતીત હોય કે ભાવી હોય કે સૂક્ષ્મ હોય તેને બાહ્ય ઈન્દ્રિયે જાણ ન શકે; પણ મનની મર્યાદાની જુદી છે. એ તો “છોક્સ શ્રોત્રનુ' “ક્ષક્ષક્ષ છે. અર્થાત મન એબધી ઈન્દ્રિયોનો રાજા છે. દરેક ઈન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય તે બધું મનની મદદથી થાય છે, અને છેવટે મન જ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય દ્વારા થતા બધા જ અનુભવેનું સમાલોચન, પરીક્ષણ અને પૃથકકરણ કરી તેમાંથી સત્ય તારવે છે. એટલું જ નહિ પણ મનઈયિની મર્યાદામાં ન હોય તેવા વૈકાલિક અને દૂરવતી તેમ જ સૂમ વિષયોને પણ અવગાહે છે. માત્ર જન્મથી મરણ સુધીના કાળ પટને સ્પર્શતા અનુભવને જ નહિ, પણ તેથીયે વધારે અતીત અને અનાગત જીવનના અનુભવે અને કલ્પનાઓને પણ મન ઘણીવાર સ્પર્શે છે. મનને વિષયપ્રદેશ વધારે સૂક્ષ્મ Page #136 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ [ ૧૦૧ પણ છે. તેથી મને ગમ્ય વિષયદેશને સ્પર્શતા શબ્દોના અર્થની સાચી સમજણનું કામ પણ વધારે જટિલ હાઈ વધારે પુરુષાર્થની અપેક્ષા રાખે છે. હવે આપણે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ તેમ જ તેના સમાનાર્થક આસ્તિક, નાસ્તિક જેવા શબ્દોને લઇ તેના અર્થની સમજણ વિષે વિચાર કરીએ. ઉક્ત શબ્દો બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન એ ત્રણ પરપરા અને દરેક પર પરાના આંતર્યંત નાનામોટા બધા ફિરકાઓમાં જાણીતા છે. જો કાઈ વ્યક્તિ જૈન પરપરામાં જન્મી અને ઊછરી હોય તે તેને છેક નાની ઉંમરથી એ રાખ્ખોના અર્થ વિષે એવી સમજણ આપવામાં આવી હોય છે કે ભગવાન મહાવીર જેવા પુરુષાને સુદેવ લેખે માનવા, જૈન ગુરુઓને સુગુરુ લેખે ધારવા અને જૈન પર પરાગત આચાર-વિચારાને સ્વીકારવા તે સમ્યગ્દષ્ટિ; આથી વિરુદ્ધ જે કાંઇ હાય તેને સ્વીકારવું તે મિથ્યાદષ્ટિ. કહેવાની જરૂર નથી કે નાની ઉંમરમાં વ્યક્તિની સમજણુક્તિ ઊંડી ન હોવાથી તેને માટે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ જેવા શબ્દોના પારમાર્થિક તેમ જ અતીન્દ્રિય અર્થ સમજવો સહેલો ન હેાઈ ઉપર જણાવેલ પ્રાથમિક સ્થૂલ અર્થ જ અધમ્બેસતા થઈ શકે. પરંતુ ઉંમર અને સમજણુશક્તિ વધવા સાથે પ્રથમ સમજાયેલ સ્થૂળ અર્થનું શેાધન કે પરીક્ષણ ન થાય અને એ જ અર્થને વળગી રહેવામાં આવે તે શું પરિણામ આવે એ વિચારવું જરૂરી છે. એ અનિષ્ટ પરિણામ ધ્યાનમાં આવે તો તેને ખરા અર્થ સમજવાની દિશામાં જવાની પ્રેરણા ઉદ્ભવે. હાથી આદિ શબ્દોના ચિત્ર ઉપરથી કલ્પેલ અમાં પ્રત્યક્ષ દર્શનથી ઘટતા ફેરફાર અને સંશોધન થઈ તેને યાગ્ય અર્થ સમજવામાં આવે છે; તેવી રીતે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ કે આસ્તિક અને નાસ્તિક શબ્દોના, કાચી સમજણુ વખતે, ધારેલ અમાં પ્રત્યક્ષ દર્શનથી સુધારો કે સંશોધન કરવાના અવકાશ નથી એ ખરું, છતાં ઉંમરલાયક થયા પછી અને ખીજા વિષયામાં પાકી સમજણુ થયા પછી પણ જો શબ્દોનો એને એ અથ ધારી રાખવામાં આવે તે સામાજિક વર્તમાન જીવનમાં અને આધ્યાત્મિક જીવનમાં ધણી જ અસંગતિ, ત્રુટિઓ અને વિસવાદો આવવા પામે છે. દાખલા તરીકે, શરૂઆતના સ્થૂળ અર્થ પ્રમાણે જૈન વ્યક્તિ પોતામાં સમ્યગ્ દૃષ્ટિનું અસ્તિત્વ માનવા-મનાવવા તેમજ મિથ્યાદષ્ટિના અભાવ સાખિત કરવા એટલું તેા અવશ્ય કરશે કે જૈન સિવાયની ખીજી કાઈ પણ પરંપરામાં પૂજાતા ઈશ્વર કે દેવને તે પરંપરાના ગુરુએને ગુરુ લેખો, અને તે પરંપરાના અધર્મ -કધમ કુદેવ લેખશે, તે આચાર-વિચારને Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] દર્શન અને ચિંતન લેખશે; એટલું જ નહિ, પણ એ વ્યક્તિ જૈન પરંપરાનાં શાસ્ત્રો સિવાયનાં બીજાં બધાં જ શાસ્ત્રોને મિથ્યાશ્રુત કે કુશ્રુત લેખી તેને ત્યાજ્ય અને ઉપેક્ષણીય ગણશે. તે વ્યક્તિ એવા જૈનેતર શ્રતના પરિચયથી હમેશાં અલગ રહેવાનો કાળજીપૂર્વક પ્રયત્ન કરશે. આનું પરિણામ એ જ આવે, અને આવેલું આજે પણ જોવાય છે, કે આવા સંસ્કારવાળી વ્યક્તિ બીજી રીતે ગમે તેટલી સમજણમાં આગળ વધી હોય, સામાજિક, આર્થિક, રાજકીય કે શૈક્ષણિક ક્ષેત્રમાં તે ગમે તેટલી પ્રતિષ્ઠિત હોય, છતાં આધ્યાત્મિક અને ધાર્મિક કહી શકાય એવાં શાસ્ત્રોની બાબતમાં તેની જિજ્ઞાસા અને સમજણની સીમા બહુ તે એણે માનેલ જૈન શાસ્ત્ર સુધી જ સીમિત રહેવાની. જૈન શ્રત સિવાયનું બીજું ધાર્મિક અને આધ્યાત્મિક મૃત ગમે તેટલું વિવિધ તેમ જ ગમે તેટલું ઉપયોગી હોય તો પણ તેવી વ્યક્તિ એમાંથી કોઈ લાભ ઉઠાવી શકશે નહિ, પિતાની જિજ્ઞાસાને સંતોષી શકશે નહિ અને પરિણામે અપમાં બહુ માની લેવાની ટૂંકી સમજણ પિલાતી જ રહેશે. એવી વ્યક્તિ જિજ્ઞાસા અને બુદ્ધિના નાનામાં નાના ખૂણામાં મોટામાં મોટા સમજણના મહેલની કલ્પનાથી રાચશે. સામ્પ્રદાયિક સમજણ તે આનું જ નામ છે, અને તેનું પરિણામ જિજ્ઞાસા, સમજણ તેમ જ વિવેકની અતિ સંકુચિતતા અને બીજાથી પિતાને સાવ જુદા અને ઊંચા માનવાની વૃત્તિમાં જ આવે છે. સામાજિક, રાજકીય અને આર્થિક જેવા વ્યવહાર સામાન્ય રીતે ઠીક ચાલતા હોય તે ઉપર ઉપરથી જોનારને એવી સામ્પ્રદાયિક સંકુચિતતા બાધાકારક નહિ લાગે, પણ સહેજ ઊંડા ઊતરી વિચાર કરીશું તો જણાશે કે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ જેવા શબ્દના શરૂઆતમાં ગ્રહણ કરેલ સ્થૂળ અર્થની સમજણને પરિણામે આવેલી સંકુચિતતા તે માત્ર વ્યક્તિને જ નહિ પણ સમાજ સુદ્ધાને ભારેમાં ભારે હાનિકારક નીવડે છે. આ હાનિ કેવળ ધાર્મિક અગર આધ્યાત્મિક પ્રદેશ પૂરતી જ નથી રહેતી, પણ તેની અસર સામાજિક અને રાજકીય જેવા વ્યાવહારિક ક્ષેત્રમાં પણ વધારેમાં વધારે આવે છે, કેમ કે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયમાં શરૂ થયેલ સંકુચિતતા માત્ર ત્યાં જ નથી અટકતી, પણ તે વ્યક્તિ અને સમાજને બીજા સમાજોથી દૂર રહેવા પ્રેરે છે, એને એકરસ થતાં રોકે છે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન અને જૈનેતર એવા બે. જુદા સમાજ કલ્પાયા છે. અને તેથી જ જ્યાં સંસ્કાર અને વિચારની સમાનતા હોય ત્યાં પણ એક સમાજની વ્યક્તિને બીજા સમાજની વ્યક્તિ સાથે લગ્નસંબંધથી ક સમાનભાવે ખાનપાનના વ્યવહારથી જોડાતાં ભારે મુશ્કેલી અનુભવવી પડે છે. મુસ્લિમ અને ક્રિશ્ચિયન જેવા સમાજની વાત ન કરીએ, તેય આપણે Page #138 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિ અને મિશ્ચાદષ્ટિ [ ૧૦૩ જોઈએ છીએ કે વૈષ્ણવ, શેવ અને બૌદ્ધ જેવા સમાજ સાથે જૈન સમાજને બીજી બધી બાબતમાં સમાનતા હોવા છતાં સામ્પ્રદાયિકતાને કારણે એકરસ થવામાં કેટલા પ્રત્યવાયો નડે છે! શરૂઆતમાં સમ્યગ્દષ્ટિ અને મિથાદષ્ટિની પ્રાથમિક વ્યાખ્યાએ જૈન અને જૈનેતર વચ્ચે સંકુચિતતાની દીવાલ ઊભી કરી, પણ ધીરે ધીરે એ વ્યાખ્યા વધારે ટૂંકી થતાં સંકુચિતતા પણ વધારે વિકસી. જૈન પરંપરાના ચારે ફિરકામાં એ વ્યાખ્યા નવે રૂપે થવા લાગી. સ્થાનકવાસી ફિરકામાં જન્મેલ વ્યક્તિને સમ્યગ્દષ્ટિને એ અર્થ વારસાગત મળેલ હોય છે કે સ્થાનકવાસી સિવાયના બીજા જૈન ફિરકાઓના પણ ગુરુ અને આચારવિચારેને માનવા કે પાળવા તે સમ્યગ્દષ્ટિ નથી, એટલે કેઈ સ્થાનકવાસી મહાવીરને માનવા છતાં પણ તેમની મૂર્તિ, તીર્થસ્થાને અને શ્વેતાંબર કે દિગંબર પરંપરાના મનાતા મૃતને પિતાનાં આદર અને જિજ્ઞાસાની બહાર જ રાખવાને. એ જ રીતે વેતાંબર મૂર્તિપૂજક દિગંબર પરંપરાનાં મંદિર, મૂર્તિ, તીર્થ, શાસ્ત્ર, ત્યાગી ગુરુ વગેરેને અસ્પૃશ્ય નહિ તે ઉપેક્ષાદષ્ટિથી જોવાનો. દિગંબર ફિરકાની વ્યક્તિઓ પણ સ્થાનકવાસ કે શ્વેતાંબર ફિરકાના શાસ્ત્ર અગર આચારવિચારે વિષે એવી જ કરતા સેવવામાં સમ્યગ્દર્શન સાચવ્યાનું અભિમાન રાખવાની. તેરાપંથી હશે તે તે પણ ઉપરના ત્રણે ફિરકાના આચારવિચારને અનુસરવામાં કે તેને સમ્યફ લેખવામાં પિતાને આધ્યાત્મિક વિનિપાત જેવાને. જે વાત જૈન પંરપરાને ઉદ્દેશી ઉપર કહેવામાં આવી છે તે જ વાત બીજી પંરપરાને પણ તેટલે જ અંશે, બલકે ક્યારેક ક્યારેક ઘણે વધારે અંશે, લાગુ પડે છે. વૈદિક હશે તો તે જૈન, બૌદ્ધ જેવી અવૈદિક પરંપરાઓના બધા જ આચારવિચારેને તેમ જ શાસ્ત્રોને સ્પર્શ કરવામાં નાસ્તિકતા લેખશે અને વેદ-સ્મૃતિ-પુરાણ જેવાં વૈદિક ગણતાં શાસ્ત્રો સિવાયનાં શાસ્ત્રોને ધર્મદષ્ટિએ વિચારવામાં પણ આસ્તિકતાને અર્થ નહિ જુએ. તે હંમેશને માટે પિતાની જિજ્ઞાસાના પ્રદેશથી અવૈદિક ગણાતાં મૃત–પછી તે ગમે તેટલું સુસંગત અને મહત્ત્વનું હોય તે પણ–દૂર જ રાખશે. બૌદ્ધ ફિરકામાં સામ્પ્રદાયિક દૃષ્ટિએ જેણે સમ્યગ્દષ્ટિ અને મિથાદષ્ટિને અર્થ ધાર્યો હશે તે પણ તેવી જ રીતે બહેતર ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રથી અસ્કૃષ્ટ રહેવામાં પિતાની સમ્યગ્દષ્ટિ પષાતી જોશે. આ રીતે જુદી જુદી ધર્મપરંપરાને અનુસરનારા અનેક સમાજ સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, આસ્તિકતા, નાસ્તિકતા જેવા આધ્યાત્મિક અને પારમાર્થિક અર્થના સૂચક શબ્દોના પ્રાથમિક, સ્થળ અને કામચલાઉ અર્થોને Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] દર્શન અને ચિંતન છેવટના અર્થો સમજી તેમાં ઊંડી સમજણ અને વિવેક દ્વારા સુધારે અને વિકાસ નથી કરતા તે, તેનું આજસુધીના જીવનમાં કેવું અનિષ્ટ પરિણામ દેખાય છે એ ઈતિહાસના જ્ઞાતાને કે વર્તમાન પરિસ્થિતિ નિહાળનારને સમજાવું જરાય અઘરું નથી. સ્થૂળ ગૂંગળામણ અને સૂક્ષ્મ ગૂંગળામણ વચ્ચે અંતર છે. સ્થળ ગૂંગળામણ સાધારણ વ્યક્તિને પણ સ્પર્શે છે, જ્યારે સૂક્ષ્મ ગૂંગળામણ દીર્ધદષ્ટિ અને વિચારકનું જ ધ્યાન ખેંચે છે. '×૧૦ ની એક ખોલીમાં કોઈને પૂરવામાં આવ્યું હોય ને તે ચાલ–દોડતે ગતિશીલ માણસ હોય તે તે એટલે મૂંઝાશે કે ગમે તે રીતે દીવાલ ભેદવા અને બહાર નીકળવાને પ્રયત્ન કરશે અને જ્યારે તે બહાર નીકળી ખુલ્લું આકાશ જેશે ત્યારે જ નિરાંત અનુભવશે. પણ સમ્યગ્દષ્ટિ કે આસ્તિકતાના શરૂઆતમાં કલ્પલ અર્થના નાના ચોકામાં પુરાનાર દરેક વ્યક્તિને એનાં અનિષ્ટ પરિણામે અનુભવાતાં હોય તો પણ ગૂંગળામણ નથી થતી. તેથી તે એવા કાને માત્ર પિષત જ નથી, પણ એવા ચેકામાં જ પિતાની જાત અને પિતાના સમાજની સલામતી જુએ છે. છતાં કઈ કઈ વિરલ વ્યક્તિ દરેક સંપ્રદાય અને ફિરકામાં સમયે સમયે એવી અવશ્ય પાકે છે કે તેની જિજ્ઞાસા અને વિવેકબુદ્ધિની ગતિ–શરૂઆતના ગ્રહણ કરેલ સમ્યગ્દષ્ટિ-મિથાદષ્ટિ કે આસ્તિક-નાસ્તિક શબ્દોના અર્થની સમજણના ચુકામાં ગૂંગળાય છે તેથી તેનાં પડ ભેદી–ન અને સાચે અર્થ સમજવા મથે છે. એ મંથનને પરિણામે તેવી વ્યક્તિઓ એ સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ આદિ શબ્દના પારમાર્થિક અર્થને સમજવા સુધી કે તેવા અર્થોની નજીક જવા સુધી વિકાસ કરે છે. એવી રીતે વિકાસ કરનાર વ્યક્તિઓ માટે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ શબ્દને અર્થે કોઈ પણ રીતે વ્યકિત કે સમષ્ટિગત જીવનને હાનિકારક બનતો જ નથી. તેથી જ આપણે જોઈએ છીએ કે બુદ્ધ, મહાવીર અને તેમના જેવા બીજા સંત કે તેમને પગલે ચાલતા અનુગામીઓ પ્રજ્ઞા પ્રાસાદ ઉપર આરૂઢ થઈ પિતાની પ્રતિભા દ્વારા જુદી જુદી વાણીમાં પણ એક જ મુખ્ય વસ્તુ સમજાવતા આવ્યા છે કે જ્ઞાનને, ચિત્તનો, આત્માને વિસ્તાર કરો. ભગવાન મહાવીર બાદ લગભગ આઠમા-નવમા સૈકામાં થયેલ દેવવાચક આચાર્યું જોયું કે સાધારણ લેક સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ શબ્દના પ્રાથમિક અર્થની સમજણને લીધે એમ ધારી બેઠાં છે કે જૈનેતર ગણાતું શ્રત મિથામૃત Page #140 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ [૧૦૫ છે અને તેને અભ્યાસ કે પરિશીલન મિથાદષ્ટિ કહેવાય, ત્યારે તેમણે તપરંપરા અને સમજણના વિકાસને રૂંધાતે અટકાવવા સ્પષ્ટપણે કહ્યું કે જૈનેતર મૃત જ મિથ્યા છે અને જૈનશ્રત જ સમ્યફ છે એમ નથી, પણ દૃષ્ટિ સાચી અને સમ્યફ હેય તે જૈન કે જૈતતર ગમે તે શ્રત સમ્ય–સાચું હોઈ શકે અને જે દૃષ્ટિ જ મૂળમાં વિપરીત હોય તે જૈન કહેવાતું શ્રત પણ મિથામૃત હોઈ શકે. આ રીતે તેમણે એક જમાનામાં જૈન પરંપરાને એવી શીખ આપી કે તે સંકુચિતમાંથી મુક્ત બને. તેને પરિણામે અનેક ઉત્તરવર્તી આચાર્યો ને વિદ્વાનો એવા પાકયા કે જેમણે જૈન શ્રતને ભાષા, વિચાર અને તાત્પર્યથી અનેકધા વિકસાવ્યું. દેવવાચક પેઠે આચાર્ય હરિભદ્ર ગદષ્ટિસમુચ્ચયમાં બીજી રીતે પણ સમ્યગ્દષ્ટિ શબ્દના અર્થમાં વિકાસ સૂચવ્યું. તેમણે કહ્યું કે બુદ્ધ, કપિલ, જિન આદિની વાણું અને શૈલી ભલે જુદી જુદી હિય, પણ છેવટે તેઓ બધા કલ્યાણવાદી હોવાથી સર્વજ્ઞ છે. સમ્યગ્દષ્ટિ શબ્દની શરૂઆતમાં ગ્રહણ કરાતા અર્થના વિકાસમાં આ કાંઈ જેવી તેવી ફાળ નથી. એવા અર્થવિકાસનું પહેલું પગથિયું એટલે જીવનમાત્રમાં ચેતનતત્વના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવવી તેમ જ એવી શ્રદ્ધાને પરિણામે ચેતન ઉપરનાં અજ્ઞાન તેમ જ રાગદ્વેષાદિ આવરણોને ચારિત્રના સમ્યફ પુરુષાર્થથી ભેદવાની શક્યતાના ચારિત્રલક્ષી તત્વમાં શ્રદ્ધા ધરાવવી તે સમ્યગ્દષ્ટિ અગર આસ્તિકતા. આથી ઊલટું એટલે કે ચેતનતત્વમાં કે ચારિત્ર્યલક્ષી તત્ત્વમાં શ્રદ્ધા ન રાખવી તે મિયાદષ્ટિ અગર નાસ્તિકતા. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિને અનુક્રમે તત્વવિષયક શ્રદ્ધા કે અશ્રદ્ધા એવો જ અર્થ વિકાસક્રમમાં ફલિત થાય છે. તે પ્રથમના સ્થળ સામ્પ્રદાયિક અર્થ કરતાં ઘણો વિશાળ હોઈ અનેક સમ્પ્રદાયોની તાત્વિક માન્યતાને પિતામાં સમાવે છે. સામ્પ્રદાયિક અર્થમાં માત્ર અમુક સમ્પ્રદાય કે ફિરકાની છૂળ આચારવિચારની પ્રણાલિકાઓ, તેનો ઈતિહાસ અને માત્ર તેની જ પરિભાષાઓને માનવાને સમાવેશ થાય છે, જ્યારે ચેતનતત્ત્વ અને ચારિત્રલક્ષી તત્ત્વમાં શ્રદ્ધા સેવવી એવો સમ્યગ્દષ્ટિને અર્થ કોઈ એક જ સમ્પ્રદાય કે અમુક જ ફિરકાને નથી લાગુ પડતું. તેમાં તે ઉપલક દૃષ્ટિએ પરસ્પરવિરોધી દેખાતા અને વિરોધને લીધે અરસપરસ આખડતા એવા અનેક સમ્પ્રદાન સમાસ થાય છે. આ રીતે સમદષ્ટિનો અર્થ વિસ્તરતાં અનેક ધર્મપરંપરાઓ એકબીજાની નજીક આવે છે ને તેમનાં વચ્ચે જે સ્થૂળ અર્થને લીધે ગેરસમજૂતીઓ ઊભી થયેલી હોય તે વિલય પામે છે. વાચક ઉમાસ્વાતિ નામના જૈન આચાર્યે સમ્યગ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] દર્શન અને ચિંતા દષ્ટિને અર્થ બતાવતાં કહ્યું છે કે આધ્યાત્મિક અને ચારિત્રલક્ષી તમાં શ્રદ્ધા સેવવી તે જ સમ્યગ્દર્શન. આપણે જોઈએ છીએ કે આ વ્યાખ્યામાં કેઈ એક ફિરકાની બાહ્ય આચારવિચારની પ્રણાલીઓને સ્પર્શ જ નથી; માત્ર તત્વના વાસ્તવિક સ્વરૂપમાં શ્રદ્ધા ધરાવવાને જ સ્પર્શ છે. તત્ત્વશ્રદ્ધા એ સમ્યગ્દષ્ટિ હોય તો પણ તે અર્થ છેવટને નથી. છેવટને અર્થ તે તત્ત્વસાક્ષાત્કાર છે. તત્ત્વશ્રદ્ધા એ તત્ત્વસાક્ષાત્કારનું એક સપાન માત્ર છે. જ્યારે એ પાન દઢ હોય ત્યારે જ યાચિત પુરુષાર્થથી તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે, એટલે કે સાધક જીવમાત્રમાં ચેતન તત્ત્વને સમાનભાવે અનુભવે છે અને ચારિત્ર્યલક્ષી તો માત્ર શ્રદ્ધાને વિષય ન રહેતાં જીવનમાં વણાઈ જાય છે, એકરસ થઈ જાય છે. આનું જ નામ તત્ત્વસાક્ષાત્કાર અને એ જ સમ્યગ્દષ્ટિ શબ્દને અંતિમ તેમ જ એકમાત્ર અર્થ. આ અંતિમ અર્થમાં તવશ્રદ્ધારૂપ પહેલાનો અર્થ તે સમાઈ જ જાય છે, કેમ કે જ્યારે તત્વસાક્ષાત્કાર થાય ત્યારે શ્રદ્ધા તે જીવન બને છે. ઉપરની ચર્ચાથી નીચેનો ભાવ સંક્ષેપમાં ફલિત થાય છે. સમ્પ્રદાયગત અને ફિરકાગત માત્ર સ્થળ આચારવિચારની પ્રણાલિકા વગેરેમાં શ્રદ્ધા સેવવી તે સમ્યગ્દષ્ટિ શબ્દનો અર્થ. આ અર્થ દરેક સમ્પ્રદાયને ન્યાય આપે છે, અને અંદરોઅંદરના વિરોધને શમાવી એકબીજાને નજીક આણે છે. તરવસાક્ષાત્કાર એ સમ્યગ્દષ્ટિ શબ્દને અંતિમ અને મુખ્ય અર્થ છે. આ અર્થ જેણે જીવનમાં સિદ્ધ કર્યો હોય તે જ ખરે સિદ્ધ, બુદ્ધ કે સંત છે. ઉપર સૂચવેલ ત્રણ અર્થોનું પરસ્પર તારતમ્ય સમજવા માટે એક વ્યવહારુ દાખલો આપવો યોગ્ય ગણાશે. શિશુ અવસ્થાની કન્યા ઢીંગલીને મા કલ્પી તેની સાથે બાળકોનાં ઢીંગલાને બેસાડે છે ને તેમાં માતા તેમ જ સંતતિનો અર્થ જુએ છે. તે જ કન્યા ઠીક ઠીક ઉંમરે પહોંચતાં પિતાનામાં જ માતૃત્વની અનિવાર્ય શક્યતા વિષે શ્રદ્ધા સેવે છે. તે જ કન્યા સમય પાકતાં અને અનુગુણ સંયોગે મળતાં પિતાનામાં માતૃત્વને સાક્ષાત્કાર પણ કરે છે. ત્રણે અવસ્થામાં માતૃત્વ સમાન છે. પણ પહેલી અવસ્થામાંના માતૃત્વદર્શન કરતાં બીજી અવસ્થાનું માતૃત્વદર્શન અને છેવટનું માતૃત્વદર્શન એ સાવ ભિન્ન ભિન્ન છે. એ જ રીતે સમ્યગ્દષ્ટિ જેવા આધ્યાત્મિક ભાવનાસૂચક શબ્દના ઉપર વર્ણવેલ અર્થોનું તારતમ્ય કાંઈક સમજી શકાય અને ચકલા વગેરેના ચિત્રગત અર્થ કરતાં જીવતા ચકલાના Page #142 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ [ ૧૦૭ અર્થમાં રહેલ તારતમ્યો પ્રથમ અપાયેલ દાખલે પણ વધારે સ્પષ્ટતાથી સમજી શકાય. સમ્યગ્દષ્ટિના ઉપર સુચવેલ ત્રણ અર્થોમાં જેમ જેમ આગળ પ્રગતિ થાય છે તેમ તેમ પહેલાંના અર્થ સાથે સંકળાયેલ ભ્રમો પણ દૂર થવા પામે છે. આધ્યાત્મિક મુસાફરને ઉદ્દેશી જે જાગવાની વાત પેલા “ઉઠ જાગ, મુસાફિર!” ભજનમાં કહી છે તે આ જ આધ્યાત્મિક જાગૃતિ છે. પ્રિબુદ્ધ જીવન, ૧૫–૯–પર. Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજ: હિંદુ સમાજ પ્રિય પંડિતજી, ગુજરાતીમાં લખું છું, માફ કરશે. અર્થમાં વિપસ શ્રી. દલસુખભાઈ હોવાથી નહિ થાય. મારે થોડા વખતમાં વધારે પતાવવું છે. સામાન્ય રીતે ભારે વિચાર નીચે પ્રમાણે છે. - હિંદુ સમાજ એ માત્ર વૈદિક સમાજ નથી; એને ખરે અર્થ અતિ વિશાળ છે. હિંદુસ્તાનમાં જેનાં મૂળ શાસ્ત્રો રચાયાં, મૂળ પુરુષ થયા અને તીર્થો પણ છે તે બધા જ હિંદુ સમાજમાં આવે; એટલે હિંદુસ્તાનના જે જૂના નિવાસી હોય તે બધાય નિવાસી હિન્દુ સમાજમાં આવે. જૈન સમાજનાં કે નાનામોટા સંધનાં મૂળે પૂર્વવેદિક છે, કદાચ પૂર્વદ્રાવિડિયન પણ છે. ગમે તેમ છે, છતાં એ લઘુમતી હોવા છતાં વૈદિકોથી, ખાસ કરી બ્રાહ્મણોથી, અર્વાચીન નથી જ. એવી સ્થિતિમાં જૈન સમાજ હિંદુ સમાજ નહિ તે બીજું શું છે? જૈન સિવાયના બીજા સમાજે હિંદુ સમાજમાં આવે છે અને તે કઈ કઈ સ્થાનિક બહુમતીમાં પણ છે. તેટલામાત્રથી જૈન સમાજ હિંદુ સમાજનું અંગ કેમ મટી શકે? હિંદુ સમાજ - શરીરસ્થાને છે. તેને જે અંગે છે તે પૈકી એક અંગ જૈન સમાજ પણ છે. વળી ખાનપાન, વ્યાપારધધે અને કેટલીક વાર લગ્નવ્યવહાર એ બધું તે મોટેભાગે સમાન અને પરસ્પર સંબદ્ધ છે. એટલે સામાજિક દષ્ટિએ જૈન સમાજ હિંદુ સમાજથી જુદો છે એમ કહેવું એ તો હિંદુ સમાજનો વૈદિક સમાજ એવો સંકુચિત અર્થ જ માની ચાલવા બરાબર છે. અલબત્ત, વ્યવહારમાં હિંદુ સમાજને વૈદિક સમાજ એવો અર્થ ઘણાખરા સમજે અને કરે છે, પણ તેથી મૂળ અર્થ બેટ છે અગર વિસારે પડે જોઈ એ એમ કોઈ પણ કહી નહિ શકે. જેમ ઘણાખરા રૂઢિચુસ્તો “જૈન” એ સામાન્ય શબ્દ માત્ર દિગંબર પરંપરા માટે જ વાપરે છે અને વિશેષ માટે શ્વેતાંબર જૈન ઈત્યાદિ જે છે, તે જેમ સાચું નથી તેમ હિંદુ સમાજ એ સામાન્ય શબ્દને માત્ર વૈદિક સમાજ અર્થમાં વાપરવો કે સમજો બરાબર નથી. દિશા જ્ઞાન અને સત્યની હોય તે જ્યાં અજ્ઞાન અને અસત્ય દેખાય ત્યાં પણ બીજા સુધારાઓની પેઠે સુધારે જ કરવો રહ્યો. Page #144 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજ: હિંદુ સમાજ [ ૧૦૯ જૈન સમાજ હિંદુ સમાજથી નખ છે એ વિચારનું પ્રબળ ઉગમ ભયમાંથી છે. હિંદુ સમાજને સ્પર્શ કરવા કાયદાઓ થવા માંડે અને રૂઢ જૈનેને રૂઢ ધર્મ વિરુદ્ધ લાગે ત્યારે તેઓ રૂઢ ધર્મને બચાવવા ધર્મ અને સમાજ બન્નેનું એકીકરણ કરી પોતાના સમાજને નવા કાયદાની ચુંગલમાંથી છૂટો રાખવા આવી હિલચાલ કરે છે. ધાર્મિક દ્રવ્ય અને હરિજન મંદિર પ્રવેશને લગતા કાયદાઓમાંથી છટકવાની ભાવનામાંથી અત્યારની જુદાપણાની પ્રબળ હિલચાલ શરૂ થઈ છે. જે ધાર્મિક દ્રવ્ય અને હરિજન મંદિર પ્રવેશ બાબત જૈનો તે જ કાયદા કરતાં આપમેળે વધારે ઉદાર દષ્ટિબિંદુ વાપરે અને પિતાના સમાજને આગળ વધારે તે આવો ભયમૂલક જુદાપણને સવાલ ન આવે; એ આવવાને હેય. તે બીજી રીતે આવે. વળી, જ્યારે જ્યારે હિંદુ સમાજને સમસ્તપણે લાભ આપે એવા કાયદાઓ થવાના હશે ત્યારે જૈનોએ પોતાના સમાજ માટે તેવા લાભવાળા જુદા કાયદાઓ રચવાની હિલચાલ ઊભી કરવી પડશે. ધારો કે આફ્રિકા આદિ દેશમાં એ કાયદે થાય કે હિંદુઓને આટલા હક આપવા જ, કે અમેરિકામાં હિંદુઓને અમુક છૂટ આપવી જ, તે તે વખતે શું જેને પિતાના લાભ અને છૂટ માટે ત્યાં જુદો પ્રયત્ન કરશે ? જે ભૂત બ્રાહ્મણોનું અને બીજા વહેમી તેમજ અજ્ઞાનીઓનું હતું તે ભૂત-અસ્પૃશ્યતા આદિ-પિતાનું કરી લઈ પછી તેના જ બચાવ માટે, મૂળ ભૂતવાળા ભાગો સુધરે ત્યારે પણ, પોતે તેથી જુદા રહેવું એ શું જૈન સમાજનું બંધારણગત સ્વરૂપ હોઈ શકે? એટલે તમે એમ કહે કે અમે હિંદુ છીએ પણ જૈન હિંદુ છીએ, તે ચાલે; પણ હિંદુ નથી એમ કહેવું એ બરાબર નથી. હવે હિંદુ ધર્મ અને જૈન ધર્મવિષે વાત કરીએ. બહુમતી હોવાને કારણે વૈદિક ધર્મ હિંદુ ધર્મના પર્યાય તરીકે સમજાય અથવા લેકે એ અર્થમાં હિંદુ ધર્મ શબ્દ વાપરે છે એ વસ્તુ હું જાણું છું. પણ હિંદુધર્મ એના ખરા અર્થમાં માત્ર વૈદિક ધર્મ નથી, હિંદુ ધર્મમાં વૈદિક અવૈદિક અનેક ધર્મો છે. એમાં જૈન ધર્મ પણ છે. એટલે જૈન ધર્મને વૈદિક માનવા-મનાવવાની હું અતાર્કિક, અનૈતિહાસિક વિચારણા કરું તે મારું મગજ ચસકી ગયું છે એમ માનવું જોઈએ. વૈદિક અને અવૈદિક વચ્ચે અથવા એમ કહે કે મૂળમાં બ્રાહ્મણ અને અબ્રાહ્મણ વચ્ચે ધર્મ દૃષ્ટિએ પહેલેથી જ મોટું અંતર રહ્યું છે અને તે આજે પણ એવું જ છે. મુસલમાને ધાર્મિક અંધતા ભૂલી જાય એવો એક સમય કલ્પીએ, અને તે સુવર્ણયુગ આવે ત્યારે વૈદિક અને અવૈદિક ધર્મ વચ્ચેના મનાતા વિધિ અગર ધાર્મિક સંકુચિતતા જવાનો સમય પાકશે. અત્યારે તે એ Page #145 -------------------------------------------------------------------------- ________________ ‘૧૧૦ ] દર્શન અને ચિંતન સ્વપ્ન જ છે, એટલે હું તે વૈદિક અને જૈન ધર્મદ્રષ્ટિએ જુદા માનીને જ વિચાર કરું છું. વેદિકના કહે કે બ્રાહ્મણોના કહે, પ્રભાવ નીચે, ખાસ કરી મોટા પ્રભાવ નીચે, ન આવવું એ જ જૈન ધર્મને મુદ્રાલેખ છે. એટલે જ્યાં જ્યાં વૈદિક ધર્મના મુખ્ય પુરસ્કર્તા બ્રાહ્મણની ધર્મમર્યાદા કે વિચારમર્યાદા સંકુચિત કે ભ્રાંત ત્યાં હમેશા જૈન ધર્મના સાચા ચિંતક અને અનુયાયીઓએ મધ્યસ્થભાવથી, તેમના પ્રાણપણથી પણ, ગાંધીજીની પેઠે વિરોધ કરવો જ રહ્યો. તેથી હું સાચા જેને કદી વૈદિકના પ્રભાવમાં ન આવવાની જ વાત કરું છું. અને લધુમતી છતાં બહુમતી સામે ઝઝૂમવાનું બળ આવે એવી હિમાયત કરું છું. દક્ષિણમાં અને બીજે બ્રાહ્મણા, અબ્રાહ્મણના લેશો છે. ઘણી બાબતમાં અબ્રાહ્મણ, જેમાં જેને પણ આવે છે તેઓ, બ્રાહ્મણ તરફથી બહુ અન્યાય સહે છે એ સાચી વાત છે પણ જ્યારે એક સામાન્ય છત્ર નીચે બેસવું હોય ત્યારે દબાવનાર સામે લડવાની શકિત હોવા છતાં તેની સાથે બેસવામાં સંકોચ હૈ ન જોઈએ–ભય હોવો ન જોઈએ. હિંદુ ધર્મ શબ્દના સામાન્ય છત્ર નીચે જૈને બેસે અને છતાંય પિતાના મૂળ ધર્મના સિદ્ધાંતને સમજપૂર્વક વફાદાર રહે તો તેથી તેઓ વૈદિકેને સુધારશે અને પિતાના વાસ્તવિક સ્વરૂપને પ્રકટ કરવાની તક પણ જતી નહિ કરે. ધારો કે જૈન ધર્મ હિંદુ ધર્મથી જુદો છે એમ આપણે કબૂલ કરાવીએ અને કાયદામાં લખાવીએ, તેટલામાત્રથી વૈદિક ધર્મના પ્રભાવથી કેવી રીતે બચવાના ? ઇતિહાસ જુઓ, જૈનધર્મ એ વૈદિક નથી, બ્રાહ્મણધર્મ નથી એમ આપણે તે કહીએ જ છીએ અને બ્રાહ્મણોએ પણ જૈન ધર્મને અવૈદિક જ કહ્યો છે, છતાંય જૈન ધર્મ કહેલી બાબતમાં વૈદિકના, ખાસ કરી બ્રાહ્મણના, પ્રભાવથી મુક્ત છે? એકવાર વિચાર અને આચારના નિશ્ચય-વ્યવહાર દૃષ્ટિએ મુખ્ય મુખ્ય મુદ્દાઓની યાદી કરે અને એ પ્રત્યેક મુદ્દા પરત્વે જુઓ કે તેમાં બ્રાહ્મણોની તેજછાયા કેટલી છે? તે તમને ખાતરી થશે કે આપણે ક્યાં છીએ. એટલે વૈદિકે કે બ્રાહ્મણોના મિથ્યા પ્રભાવથી બચવાની વાત હોય તે બચાવ, માત્ર હિંદુ ધર્મ અને જૈન ધર્મ જુદા છે એટલું કહેવા કે માનવા-મનાવવાથી સિદ્ધ થઈ શકે નહિ. એક તરફથી દરેક પંથના રૂઢ જૈને બ્રાહ્મણોની બધી વાત માન્યા કરે, બ્રાહ્મણને ગુરુ માનીને ચાલે અને બીજી તરફ હિંદુ ધર્મથી અમે જુદા ધર્મવાળા છીએ એવી ભાવના સેવે તે એ દંભ છે, ભય પણ છે અને મૂર્ખતા પણ છે. એથી માની લીધેલ ગુરુઓની સારી વાત ગળે ઊતરતી Page #146 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજ: હિંદુ સમાજ [ ૧૧૧ નથી અને ખોટી વાત અને રીતે તે, એમને ગુરુ માન્યા હેવાથી, જીવનમાં આવ્યે જ જાય છે. આ વસ્તુસ્થિતિ તમે જૈન પંથના જે જે કટ્ટર જૈનમાં જે તેમાં તેમાં મળી રહેશે. એટલે જૈન ધર્મ વૈદિક ધર્મથી–બ્રાહ્મણધર્મથી સાવ જુદો છે એમ ખુશીથી કહે, લખે; કારણ કે, એ વસ્તુ તો એના બંધારણમાં છે, કાઠામાં જ છે; પણ હિંદુ ધર્મ શબ્દને અજ્ઞાની લેકે માત્ર વૈદિક ધર્મ એ અર્થ કરે છે તેને વધાવી લઈ, તેના અજ્ઞાનને બેજ માથે લઈ, અજ્ઞાની સાથે અજ્ઞાની ન બને, એટલું જ મારું કહેવું છે. હું તે બ્રાહ્મણોના અલ્પ એવા પણ સદંશને પ્રથમ ભાન આપી પછી તેના હજાર દોષોની સામે થવાનું કહું છું. અને દેષો જ વધારે હોય છે તેમ આપણા પિતાના અસદ્ અંશેને પ્રથમ દૂર કરી પછી જ બીજા સામે ધર્મના સદશો રજૂ કરવાની વાત કહું છું. જે ધર્મ કે જે વ્યક્તિ પહેલાં પિતાના દોષ જેશે અને નિવારશે તે જ બીજા સામે સાચે દાવે રજૂ કરી શકશે અને તેમાં ફાવશે. મહાવીર આદિએ એ જ કરેલું. આપણે ભૂલ્યા એટલે તેજ ગુમાવ્યું. આ બધી ચર્ચાને ભારે ઉદ્દેશ એક જ છે કે આપણે પોતે આંતર-બાહ્ય તેજથી પુષ્ટ થવું અને બીજાને અનુકરણ કરવાની ફરજ પડે એટલું બળ કેળવવું. આ વિના કેવળ ધર્મની જુદાઈ માનવામનાવવાથી તમારું મુખ્ય પ્રયોજન નહિ સરે. ધર્મના મુખ્ય ધુરંધરે–ત્યાગીઓ અને પંડિત, ધનવાન અને અમલદારે –ક્યા એવા છે કે જે વિદ્યા અને વ્યવહારમાં બ્રાહ્મણોની પગચંપી ન કરતા હોય ? બ્રાહ્મણોએ અમુક વર્ગને અસ્પૃશ્ય માન્યા એટલે જેનેએ પણ એ માન્યું. બીજી રીતે જુઓ. જૂના વખતમાં બ્રાહ્મણે પિતાને આર્ય કહેતા, પિતાના ધર્મને આર્યધર્મ અને દેશને આર્યાવર્ત કહેતા. જૈનાએ અને બૌદ્ધોએ પિતાના ધર્મને આર્ય કેમ કહ્યો? પિતાના આચાર્યોને અર્જા કેમ કહ્યા ? પિતાના ધર્મને સાડી પચીસ આર્યદેશમાં સીમિત કેમ રાખે ? આ તો બીજા શબ્દમાં વૈદિક ધર્મને પિતાને કરવા બરાબર થયું. જે ધર્મ મલેચ્છોને આર્ય કરવા નીકળેલો તેણે પ્લે અને પિતા વચ્ચે એવું અંતર ઊભું કર્યું કે કદી આ જન્મમાં મ્લેચ્છોને તે અપનાવી શકે નહિ ! જે જૈનધર્મ આવો જ રહેવાનું હોય અને તેને જ સમર્થન કરવાનું હોય તો ખુશીથી વૈદિક ધર્મથી પિતાને જુદો મનાવીને પણ તે એમ કરી શકે. આ બધું કહ્યા પછી પણ હું એક વાત તો કહું જ છું કે હિંદુ મહાસભા કે બીજી તેવી ઘણી સંસ્થાઓ જે હિંદુ શબ્દને નામે બને તેટલા વધારે લેકને પિતાના વાડામાં લઈ તેમને સાથ મેળવી કાંઈ પણ કરવા માગે તેમાં હું કઈ પણ જનને સભ્ય થવા સુધ્ધાંની સલાહ નથી આપતા. ફાળો Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨]. ચિંતન અને દર્શન આપવાની તે નહિ જ, કેમ કે આવી સંસ્થાઓ પહેલેથી જ ભોળ, અજ્ઞાની અને વાણિયાવૃત્તિવાળા લેકેની મદદ લઈ છેવટે બ્રાહ્મણે દ્વારા જ અને બ્રાહ્મણના હિતમાં જ સંચાલિત થાય છે. એકવાર બ્રાહ્મણ સિવાયના બીજા વર્ગને હિંદુપણાનું ભૂત વળગ્યું, એનું અભિમાન પિષાયું એટલે એનો લાભ ભૂત વળગાડનાર વિદ્યાછવી વર્ગ જ લે છે. તેથી જેનોએ કહેવું જોઈએ કે અમે હિંદુ ધર્મ ને હિંદુ સમાજનું એક અંગ હોવા છતાં આવી સંસ્થાઓની જાતિવાદી નીતિમાં નથી માનતા, ઊલટું એની સામે છીએ. હિંદુ મહાસભા જેવી સંસ્થાએમાં પહેલેથી જ મોવડી બ્રાહ્મણે અને તે પણ જાતિવાદી બ્રાહ્મણો રહ્યા છે. આપણે હિંદુ યુનિવર્સિટીનેજોઈએ. એમાં ખરી રીતે હિંદુને નામે મળતા લાભોથી મુખ્યપણે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણુધર્મ પોષાય તેમ જ સંસ્કારાય છે. જે એની પાછળ બ્રાહ્મણવૃત્તિ ન હોત તો ડૉ. ભગવાનદાસ, નરેંદ્રદેવજી, સંપૂર્ણાનંદજી જેવા. ક્યારેક તે વાઇસચેન્સર થયા જ હેત; અને એમણે બીજા કોઈ પણ કરતાં કદાચ વધારે સારું કામ કર્યું હોત. એટલે હું જૈનધર્મ માટે એટલું જ કહું છું કે તે પિતાને હિંદુ ધર્મના એક અંગ લેખે હિંદુ ધર્મ કે આર્યધર્મ કહે તે પણ છેવટે તેને વિવેક રાખવો જ જોઈએ કે ક્યાં તેણે પિતાનું વ્યક્તિત્વ. સાચવવું અને દીપાવવું. - અત્યારે બધા જ રૂઢ જેનો ધાર્મિક બાબતે પરત્વે જે જે હિમાયત, આગ્રહપૂર્વક કરે છે તે મોટેભાગે બ્રાહ્મણધર્મ કે વૈદિક ધર્મની જ હિમાયત છે અને તમે સુધારકે જે જે સુધારાની વાત કરે છે તે બધી તેમને જૈન ધર્મ વિરુદ્ધ લાગે છે. એમ ન હેત તે હરિજન–મંદિર–પ્રવેશની સામે અન્નત્યાગની કાગાળ ન થાત, અર્થાત્ હરિજનો જૈન મંદિરમાં પ્રવેશે તેની વિરુદ્ધ કઈ અન્નત્યાગ કરે ત્યારે એને રૂઢ પક્ષ સત્કારે અને સુધારકો વગેરે, એવી સ્થિતિ ન આવત. એક વિચારવા જેવી નવી બાબત પણ કહું. હિંદુ સંસ્કૃતિના પ્રચારકે હિંદુ ધર્મ અને હિંદુ સમાજને આશ્રય લઈ કેટલીક એવી બાબતોને પ્રચાર હંમેશાં કરતા આવ્યા છે કે જે બાબતે હિંદુ સંસ્કૃતિના મોટાભાગને માન્ય નથી. ઈતિહાસ અને તેના સિદ્ધાંત પણ તેવી બાબતોથી વિરુદ્ધ છે. બ્રાહ્મણને જે બાબતે પર મુખ્ય ભાર છે તે વેદની મુખ્યતા, સંસ્કૃતનું શ્રેષ્ઠવ, પિતાનું ગુરુપદ અને જાતિમૂલક વર્ણવ્યવસ્થા. આ બાબતનો વિરોધ બુદ્ધ-મહાવીર પહેલાંથી હજારો વર્ષ થયાં થતો આવ્યો છે. એ વિરોધમાં માત્ર જેને જ ન હતા; દ્રવિડે, વૈષ્ણવો, શાક્તો, શ, અવધૂત વેદાન્તીઓ અને બીજા અનેક જૂથો બ્રાહ્મણીય સ્માર્ત માન્યતાનો વિરોધ કરતા જ રહ્યા છે. વિરોધ કરનાર આટલા બધા પંથે Page #148 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજઃ હિંદુ સમાજ [ ૧૧૩ અને બહુમતી છતાં બુદ્ધિપ્રાગભ્ય અને એકધારી વફાદારીને પરિણામે બ્રાહ્મણોએ વિરોધીઓ ઉપર ઊલટો પ્રભાવ પાડ્યો. એટલું જ નહિ, પણ ઘણું એને બ્રાહ્મણયમાનવૈદિક બનાવી દીધા. અત્યારે એ જાણવું પણ અઘરું છે કે વૈષ્ણવો, શ વગેરે આગમવાદીઓ બધા મૂળે વેદવિધી છે. હવે જેનોએ એ જોવું રહ્યું કે તેમના કેટલાક મૌલિક સિદ્ધાંત, તેમને કોઈ પ્રયત્ન વિના, કેવા સફળ થયા છે? દાખલા તરીકે લેકભાષાનો સિદ્ધાંત, આત્મૌપમ્ય અને માનવ-સમાનતાને સિદ્ધાંત, અહિંસા અને અપરિગ્રહને સિદ્ધાંત, અર્ધમાગધી કે પ્રાકૃત સંસ્કૃત પાસે નમતું આપ્યું પણ એની પાછળ લોકભાષાનો જે મૂદ્દો હતે તે છેવટે મધ્યસ્થ સરકારે મોટી બહુમતીથી સત્કાર્યો અને હિંદીને રાષ્ટ્રભાષા માની. આ લેકભાષાના બુદ્ધ-મહાવીરના સિદ્ધાંતનો જ વિજય છે. અલબત્ત, એ જ રીતે અસ્પૃશ્યતાનિવારણને પ્રયત્ન સફળ થયે છે, અને માનવ સમાનતાને સિદ્ધાંત વિજયી થયે છે. અસાંપ્રદાયિક રાજ્યકારભારની માન્યતા સ્વીકાર પામી એમાં આત્મૌપજ્યના સિદ્ધાંતને પૂરે વિજય છે. અનેકાંતવાદનો વિજય નવા યુગમાં નવી રીતે થયો છે. જે વાત અસલમાં સત્ય હોય તે ક્યારેક ને ક્યારેક તે ફાવે જ છે. હવે જેનોએ આ વસ્તુ સમજી, હિંદુ ધર્મના અને હિંદુ સમાજના નામે થતી બ્રાહ્મણીય હિલચાલને પૂર્ણ બળથી વિરોધ કરવા ખાતર, બીજા પિતાને પડખે રહી શકે એવા વૈષ્ણવ આદિ અનેક પંથના બળ એકત્ર કરવા જોઈએ અને જ્યાં જ્યાં વૈદિક કે બ્રાહ્મણીય હિલચાલ મૂળમાં અસત્ય અગર માનવતાઘાતક હોય ત્યાં ત્યાં બધાં સંગઠિત બળોએ તેનો સામનો કરી પુરુષાર્થ બતાવો જોઈએ. હજી પણ સમજદાર જૈને જ્ઞાન અને અસ્મિતાસંપન્ન થઈ, પૂરા ઐતિહાસિક જ્ઞાન અને વિવેક સાથે, તૈયાર થશે તે ઘણું દ્રાવિડ, વૈષ્ણવ, શિવ, તાંત્રિક આદિ પંથને અમુક વિષયમાં પોતાના સમાનતંત્રી બનાવી વિરોધમાં ફાવી શકશે. આમ કરવાને બદલે જેને જુદા પડે તે જૈનમાં પાછા ફિરકાઓ જુદા પડે. ફિરકાઓમાં સાધુઓ, ગચ્છો અને ગૃહસ્થ જુદા પડે. પરિણામે શુન્યવાદ તેમની પાસે રહે—જે કે આજ સુધી રહ્યો છે. તેથી હિંદુ સંસ્કૃતિને નામે ચાલતા ધતિંગને અટકાવવાની દૃષ્ટિએ પણ હિંદુના એક ભાગ તરીકે અને બીજા સમાન ભાગના સાથીદાર કે મેવડી બનવાને નાતે પણ જૈને પિતાને હિંદુથી જુદા ગણે એમાં મને સાર દેખાતો નથી. અત્યારે આટલું જ. લાંબુ તે છે જ. આ પત્રને ઉપયોગ યથેષ્ટ કરી શકે, પણ એમાં કાંઈ વિપર્યાસ ન થાય કે કોઈ ધર્મદેષ, જાતિસૂચક વાક્ય હોય તો તેનું પરિમાર્જન થાય એટલું ધ્યાનમાં રહે ૧. પંડિત શ્રી મહેન્દ્રકુમારજી ન્યાયાચાર્ય ઉપર લખેલ પત્ર; તા. ૧૮–૯–૪૯. Page #149 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ–જૈન સમાજ : હિંદુ ધર્મ-હિંદુ સમાજ [ ૧૭ ] ‘હિંદુ સમાજ અને હિંદુ ધર્મ ’ એનો અર્થ ‘વૈદિક સમાજ' અને વૈદિક ધર્મ ’ એવા જો હોય તો જૈન સમાજ અને જૈન ધર્મ તેમાં સમાવેશ પામી શકે નહિ, પણ વસ્તુતઃ તેનેા એવા અર્થ છે જ નહેિ. ટૂંકી દૃષ્ટિવાળા અને અણસમજી લેાકા ભલે વ્યવહારમાં કથારેક કયારેક એવા અર્થ માની લે અને તેથી જૈન લેાકા એ અર્થથી ભડકી પાતાને જુદા કહે, પણ તે કાંઈ વાસ્તવિક સ્થિતિ નથી. અણુસમજ કે ભ્રમથી જે ધારણા બંધાય છે કે પ્રચલિત થાય છે તેને આધારે વસ્તુસ્થિતિનું નિરૂપણ થઈ શકે નહિ. ત્યારે હિંદુ સમાજ અને હિંદુ ધર્મને ખરા, ઇતિહાસસિદ્ધ, પરપરાપ્રાપ્ત શે અ છે એ તપાસવું રહ્યું. હિંદુ સમાજના અર્થ એટલો જ છે કે હિંદુ ધર્માંતે અનુસરે તે હિંદુ સમાજ અને હિંદુ ધર્મ તે કે જેના સ્થાપક તેમ જ મૂળ પુરુષો આ દેશમાં હિંદમાં થયા હાય, જેનાં અસલી તીસ્થાના આ જ દેશમાં હાય અને જેનાં મૂળ શાસ્ત્રો તેમ જ પ્રમાણભૂત શાસ્ત્રો આ દેશની જૂની કે પછીની કાઈ પણ સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, દ્રાવિડ આદિ ભાષાઓમાં લખાયાં તેમ જ વિચારાયાં હોય, અને તે જ કારણે જે ધમ અને ઉત ભાષાએ પવિત્ર તેમ જ સર્વશ્રેષ્ઠ માનવાની ફરજ પડતી હોય. આ દૃષ્ટિએ જોતાં વૈદિક પર પરાના બધા જ ધર્મો, તેમ જ અવૈદિક પરંપરાના એટલે કે શ્રમણ આદિ પરંપરાના બધા જ ધર્મો, જેના પ્રવતા, તીથૅ અને શાસ્ત્રોનાં મૂળ આ દેશમાં જ છે તે બધા, હિંદુ ધર્મીમાં જ આવી જાય છે. એટલે ઔદ્ધ અને જૈન ધમ પણ હિંદુ ધર્મના એક પેટા ભેદ છે, જેવી રીતે વૈદિક ધમઁ. આ જ કારણથી જ્યારે શ્રી. આનંદશંકર ધ્રુવે હિંદુ ધર્મની ખળપાથી લખી ત્યારે વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ ધર્મો વિષે લખ્યુ અને પછી હિંદુ વેધમ એ નામનું સ્વતંત્ર પુસ્તક લખ્યું, જેમાં હિંદુ ધર્માંની એક વેદ શાખાને લઈ ધર્મ નિરૂપ્યા. તેમને વિચાર આ પછી હિંદુ ઔધ અને, હિંદુ જૈનધર્મ એવા એ સ્વતંત્ર પુસ્તક લખવાના હતા, જે અમલમાં આવી શકયો નથી. ધ્રુવજીની એ દૃષ્ટિ બહુ વિચારપૂત છે. એને જેટલા ઇતિહાસના આધાર છે તેટલા જ ધર્મની આંતરિક ને બાહ્ય બધી જ Page #150 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-જૈન સમાજ: હિંદુ ધર્મ હિંદુ સમાજ [૧૫ વસ્તુસ્થિતિને પણ આધાર છે. તેથી હું આ જ અર્થ સ્વીકારું છું અને કઈ પણ ખરે અભ્યાસી ભાગ્યે જ આથી જુદું કહેશે. જો જૈન ધર્મ એ વિશાળ હિંદુ ધર્મની એક શાખા કે ફાંટ જ છે તે પછી હિંદુ સમાજથી જૈન સમાજ જદો છે એમ માનવાને કશે જ આધાર રહેતો નથી. ક્યારેક દેશના નામથી, ક્યારેક શાસ્ત્રના નામથી તો ક્યારેક ધર્મપ્રવર્તક પક્ષ કે તેના વિશેષ ગુણથી એમ અનેક રીતે એક સમાજથી બીજા સમાજનો ભેદ ઓળખાવવામાં આવે છે. હિંદુ સમાજ એ વ્યવહાર દેશસાપેક્ષ છે, જ્યારે વૈદિક, બૌદ્ધ કે જૈન એ વ્યવહાર વસ્તુસાપેક્ષ છે. હિંદુ શબ્દ મૂળે તે સિંધુ નદીનો સૂચક છે. જે પરદેશી લેકે શરૂઆતમાં સિંધના પ્રદેશ સુધી આવ્યા તેમણે ત્યાં સુધીના કે તેની આસપાસના લેકેને પણ હિંદુ શબ્દથી વ્યવહાય. જેમ “બંગ લડે છે” એ વાક્યમાં ‘બંગ’ અર્થ બંગવાસી છે તેમ જ • હિંદ” એટલે અમુક પ્રદેશના નિવાસીઓ એ અર્થ પણ છે. આગળ જતાં દેશાંતરમાં એ જ હિંદુ શબ્દ વિશાળ અર્થમાં વ્યવહત થયો. મુસલમાન સિંધુથી આગળ વધી શરૂઆતમાં દરિયા કિનારે કિનારે અને પછી અંદરના ભાગમાં જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમણે એ હિંદુ શબ્દ બધા જ પ્રદેશ માટે વાપર્યો અને આગળ જતાં અરબી-ફારસી સાહિત્યમાં હિંદુને વિશાળ અર્થ માં ઉપયોગ થયો છે. આર્યાવર્તની સીમા પણ હમેશાં એકસરખી નથી રહી. ક્યારેક અફઘાનીસ્તાનમાં પણ આર્યો હતા. મુસલમાનેએ એ દેશને કબજે લીધે અને એ દેશ મુસ્લિમ થઈ ગયે; અને કાલની જ વાત છે કે જે સિંધુ ઉપરથી આપણે હિંદુ હોવાનો દાવો કરીએ છીએ તે સિંધુને પ્રદેશ પણ હવે હિંદુસ્તાનમાં નથી. આ વસ્તુ એ સૂચવે છે કે નામ એ જ રહે છે, પણ એની અર્થ મર્યાદા વધે અને ઘટે છે. “હિંદુ' શબ્દથી ઠેઠ પૂર્વમાં આસામ અને ઉત્તરમાં હિમાલય તેમ જ દક્ષિણમાં કન્યાકુમારી એ બધો પ્રદેશ સમજાય છે; તે હિંદુસ્તાન પણ કહેવાય છે. આ પ્રદેશમાં જે ઋષિઓ અને ધર્મપ્રવર્તકે થયા, તેમણે જે શાસ્ત્રો લખ્યાં કે વિચાર્યા, જે તીર્થો બંધાયાં, તે બધાને એક શબ્દમાં કહેવાં હોય તે “હિંદુ ધર્મ શબ્દથી જ કહી શકાય. હા, એ માટે બીજો પ્રાચીન શબ્દ છે અને તે છે આર્ય ધર્મ એ શબ્દ. હિંદુ ધર્મને અનુસરનારી સેંકડો જાતિઓ હતી અને છે. તેના પિતા ભેદ પણ તેટલા જ છે. તે બધા ભલે પિતાને જુદા જુદા નામથી ઓળખાવે; તેમ છતાં તે બધા જ મૂળે એક હિંદુ ધર્મના વર્તુળમાં આવે છે. અંદરઅંદર તેમના આચાર કે વિચાર ગમે તેટલા ફંટાતા હોય તેમ છતાં તેમની Page #151 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન અંદર એક અખંડ સંવાદિતાને સૂર છે. તે સૂર તેમને ખ્રિસ્તી, ઈસ્લામ અને જરથોસ્તી ધર્મથી જુદા પાડે છે. આ જ કારણે જ્યારે આપણે હિંદુ ધર્મ કહીએ છીએ ત્યારે હિંદુસ્તાનમાં જ અત્યારે લાંબા કાળથી રહેલા ખ્રિસ્તી, ઈસ્લામ કે જરસ્તી ધર્મને જુદા સમજીએ છીએ. આ દેશની અનેક જાતિઓ ખ્રિસ્તી થઈ, મુસલમાન થઈ, પણ તેમનું મુખ આર્યાવર્તને તીર્થ માનવા તરફ કે આર્ય ઋષિઓ અને શાસ્ત્રોને સત્કારવા તરફ છે જ નહિ. તે જ કારણે બધા હિંદુધર્મીઓ ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ ધર્મથી ભડકે છે અને ખ્રિસ્તી, ધર્મ તેમ જ ઇસ્લામ ધર્મ પણ હિંદુ ધર્મને ભક્ષ્ય લેખે છે. આ કારણથી આમની વચ્ચે સર્ષ-નકુળ જેવું સ્વાભાવિક વેરનું માનસ ઘડાયેલું છે. હવે સમાજની દૃષ્ટિએ વિચાર કરીએ. સમાજ અને ધર્મની મર્યાદા ક્યાંથી જાદી પડે છે એ એક પ્રશ્ન છે. મને લાગે છે કે જે જે આચાર અને વિચાર માત્ર અહિક જીવનમાં સમાતો હોય તે બધા સામાજિક વ્યવહારની મર્યાદામાં ગણાવી શકાય, અને જે આચાર કે વિચાર ઐહિક તેમ જ પારલૌકિક હિતની દૃષ્ટિએ પ્રચલિત થયું હોય કે પળાતો હોય તે બધો ધાર્મિક મર્યાદામાં આવ જોઈએ. સામાજિક વ્યવહારમાં જૈન સમાજને વૈદિક અને સમાજ સાથે હંમેશાં નિકટનો સંબંધ રહ્યો છે; હજી પણ સાવ તૂટ્યો નથી. સામાજિક કાયદાઓ અને વારસાહક કાંઈ જૈન સમાજના જુદા નથી. જૈન ધર્મના કોઈ પણ પ્રવર્તકે પિતાને અનુસરનાર સમાજ માટે કોઈ પણ જાતના સામાજિક નિયમ ઘડ્યા જ નથી. વ્યવહારમાં જેમ બીજા પડોશીઓ રહેતા અને કરતા તેમ પિતાના અનુયાયીઓ ફાવે તેમ કરી લે એ જ ધર્મપ્રવર્તકોની દષ્ટિ હતી. તેમણે ધાર્મિક આચાર-વિચાર પૂરતું પોતાનું સ્વતંત્ર દષ્ટિબિંદુ સાચવવા અને સમજાવવા પ્રયત્ન કર્યો છે. પાછલી થોડીક શતાબ્દીઓમાં પંથની ધર્મદષ્ટિએ જૈન પરંપરા માટે સામાજિક વિધાને સૂચવતા કેટલાક ગ્રંથ રચાયા છે, પણ વ્યવહારમાં તે વિધાનો અમલ ખરી રીતે છે જ નહિ. ખાનપાન, લગ્ન, વારસાહક એ બધું બીજા હિંદુઓથી જૈનોનું કાંઈ જુદું નથી, અને કેાઈ સહેજ ભેદ બતાવે છે તે આગતુક અને પાછળ છે. ધર્મની બાબતમાં જ્યાં સુધી સામાન્ય લેકધર્મ અને નીતિધર્મને સંબંધ છે ત્યાં સુધી બધા જ સરખા છે. જ્યાંથી સાંપ્રદાયિક આચાર-વિચાર શરૂ થાય છે ત્યાંથી જ જુદાપણું શરૂ થાય છે. પણ આવું જુદાપણું તે જૈન જૈનમાં ક્યાં નથી ? વૈદિક પરંપરાઓમાં આવી જુદાઈને ક્યાં અંત છે? તેથી મારી દષ્ટિએ હિંદુ ધર્મને વિશાળ અર્થ સમજવા અને સમજાવવાનો આગ્રહ સેવા અને સાથે સાથે હિંદુ ધર્મના જ એક ભાગ લેખે જૈન ધર્મને ગણુ Page #152 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ-જૈન સમાજ હિંદુ ધર્મ-હિંદુ સમાજ [૧૧૭ એ જ સાચે રસ્તો છે. જે જૈન ધર્મ હિંદુ ધર્મને એક ભાગ છે તે પછી જૈન સમાજ હિંદુ સમાજથી જુદો નથી જ, એ ઉપરનું વિધાન ફરીથી કરવાપણ રહેતું નથી. પહેલાં ક્યારેય બીજા હિંદુઓએ જૈનોને અહિંદુ કહ્યા હોય તો તે હું નથી જાણતો, અને જૈનોએ પણ પિતાને અહિંદુ તરીકે પ્રથમ ગણુવ્યા હોય તો એ વાત પણ અજ્ઞાત છે. અત્યારે હિંદુ સમાજ અને હિંદુ ધર્મથી જુદા રહેવાની ભાવના દેખાય છે તે નવી જ છે અને તેનું મૂળ કેટલાક નવા ઘડાતા કાયદાઓને લીધે પિતાની ચાલુ રૂઢિઓ પર તરાપ પડવાના ભયમાં રહેલું છે. માની લઈએ કે જેને પિતાને જુદા ગણાવવાનો આગ્રહ રાખે અને પિતાને અનિષ્ટ હેય એવા કાયદાના ફેરફારોથી બચી જાય, તો પણ લાંબી નજરે આ વસ્તુ જૈનોના પિતાના જ ગેરલાભમાં છે. નજીવા કાલ્પનિક લાભ માટે તેમણે અનેક સ્થાયી લાભે ગુમાવવા પડશે અને તે એવી એક લઘુમતી થઈ જશે કે જેને હમેશા ઓશિયાળા રહેવું પડશે. હવે કાંઈ પરરાજ્યને અમલ નથી કે જે લઘુમતીને પંપાળે અને વિશેષ અધિકાર આપે. હું પિતે ઉપરના વિચાર ધરાવતો હોવા છતાં હિંદુ મહાસભાના સભ્યપદની કોઈ પણ જૈન ઈચ્છા રાખે અગર તેને સભ્ય બને એની સાવ વિરુદ્ધ છું. એનું કારણ એ છે કે હિંદુ મહાસભાના મૂળમાં જાતિની ઊંચનીચ ભાવના જ રાજકારણના રૂપમાં કામ કરી રહી છે. હિંદુ મહાસભાને જય એટલે બ્રાહ્મણનો જય, એટલે વર્ણભેદ તેમ જ ઊંચનીચ ભાવનાનો જય અને છેવટે બ્રાહ્મણના સત્તાશાહી ગુપદને જય. આ વસ્તુ મળે જ શ્રમણ ભાવનાથી અને જૈન ભાવનાથી સાવ વિરુદ્ધ છે; અત્યારની વિકસતી માનવતાની દૃષ્ટિએ પણ વિદ્ધ છે. એટલે હું જ્યારે જૈનોને હિંદુ માનવા–મનાવવાની વાત કરું છું ત્યારે હિંદુ મહાસભા સાથે કશે જ સંબંધ ન રાખવા પણ કહું છું. પ્રસંગે એક વાત યાદ આવે છે. હિંદુ યુનિવર્સિટીની હિલચાલ શરૂ થઈ અને બધા જ હિંદુ ધર્મીઓ હિંદુ યુનિવર્સિટીમાં પ્રતિનિધિત્વ ધરાવે એ વિચાર આગળ આવ્યું ત્યારે જૈને, શીખે અને બૌદ્ધો કઈ પાછળ ન રહ્યા. બધાએ જ પિતાને હિંદુ માની હિંદુ સમાજના એક ભાગ લેખે એ હિલચાલને વધાવી લીધી. હવે જ્યારે જ્યારે હિંદુ ધર્મ કે હિંદુ સમાજને કોઈ પણ જાતની મદદ યા કોઈ પણ જાતના કાયદાને લાભ સરકાર આપશે ત્યારે સહેજે જ જેને એના ભાગીદાર થશે. એમને પછી માગણીને જુવે ચેક કરવાની જરૂર નહિ રહે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ]. દર્શન અને ચિંતન તેદુંલકર કમિટી સામે કેઈએ એવો વિચાર રજૂ કર્યાનું મને ઝાંખું સ્મરણ છે કે જેને સમાજદષ્ટિએ હિંદુ સમાજથી જુદા નથી, પણ ધર્મદષ્ટિએ હિંદુ ધર્મથી તેઓ જુદા છે. જે મારું સ્મરણ સાચું હોય તો આ પ્રસંગે મારે એ કહેવું જોઈએ કે તે કથન સાવ ખોટું છે. જૈન ધર્મ બીજા હિંદુ ધર્મથી એટલે બધે મૂળ રૂપમાં અભિન્ન છે કે એમ જ કહેવું જોઈએ કે ખરી રીતે જૈન ધર્મ હિંદુ ધર્મથી અભિન્ન છે. જૈન ધર્મને મૂળ આધાર આત્મતત્વની માન્યતા,મોક્ષરૂપ અંતિમ પુરુષાર્થ અને તેને લક્ષીને ચોગાવલંબી જીવનચર્યા–આ જ છે. આ વસ્તુ હિંદુ ધર્મની બધી શાખાઓમાં લગભગ એક જેવી જ છે. જે કાંઈ પરિભાષાને, વર્ગીકરણને અને ક્યાંક ક્યાંઈક કલ્પનાનો ભેદ છે તે તો જેન ધર્મના અનેક ફિરકાઓ વચ્ચે પણ ક્યાં નથી ? એવા ભેદને લીધે એ ધર્મ બીજા ધર્મથી સાવ ભિન્ન છે એમ કહેવું એ ધર્મના રહસ્યને ન સમજવા બરાબર છે. જ્યારથી આવી ભેદદષ્ટિ પરંપરાઓમાં દાખલ થઈ ત્યારથી કેટલીક વિકૃતિઓ વારંવાર સમાજ સામે ઉપદેશ દ્વારા રજુ થાય છે અને સમાજ ગેરસમજની ઘરેડમાં વધારે ને વધારે ઘસડાતો જાય છે. તેથી એ નથી સમજી શકતો કે જે રામ અને કૃષ્ણ વૈદિક પુરાણ ધર્મના માન્ય દેવે છે તે જૈન પરંપરામાં શા માટે આવ્યા અને એ જ રીતે ઋષભદેવ જૈન પરંપરાના માન્ય છે તે પુરાણ-સાહિત્યમાં કેમ નિર્દેશાયેલા છે? ક્યારેક હરિભદ્ર અને યશોવિજયજી જેવા આ વસ્તુ પામી ગયા અને તેમણે પિતાના છેલ્લા સાહિત્યમાં આવી અભેદ ધર્મદષ્ટિને સ્પષ્ટ કરી છે. તેથી, ધર્મની દૃષ્ટિએ જૈન ધર્મ હિંદુ ધર્મથી જુદો છે એ વિચાર પણ વજૂદ વિનાને છે. –પ્રબુદ્ધ જૈન, ૧૫–૧–૪૯. Page #154 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય અને પાપ : એક સમીક્ષા [૧૮] [ તા. ૧૫-૩-૪૭ના પ્રબુદ્ધ જૈનમાં પ્રસિદ્ધ થયેલ સદ્ગત ડો. વ્રજલાલ મેઘાણીના લેખ “પાપની આત્મકથા” ઉપરની ધ ] આખા લેખને ઉશ વિવેક અને સમત્વબુદ્ધિ જાગૃત કરવાને છે. દષ્ટિબિંદુ તન ચેખ્યું અને પરિમાર્જિત છે. એ દૃષ્ટિબન્દુની પુષ્ટિ અને સિદ્ધિ અર્થે તેમણે પાપના મુખથી ભૂતકાળ વર્ણવ્યો છે. આ વર્ણનમાં ડો. મેઘાણીએ આધુનિક સમાજશાસ્ત્ર, પ્રાચીન-વૈદિક તેમ જ જૈન આદિ પૌરાણિક કલ્પનાઓ કે માન્યતાઓ, રાજ્યતંત્રશાસ્ત્ર અને શાસનપદ્ધતિને વિકાસ, વર્ણવ્યવસ્થાનો ઈતિહાસ, વૈજ્ઞાનિક પ્રગતિ અને ધાર્મિક બંધારણવાળું સાહિત્ય વગેરે અનેક વિષયનું કરાયેલ આકલન કળામય રીતે પૂર્વભૂમિકારૂપે ચિત્રિત કર્યું છે. એમાં અત્યુક્તિ જેવું કશું છે જ નહિ. બહુ ઉઠાવદાર અને લક્ષ્યસાધક જેમ એમના લખાણમાં દીસે છે. કોઈ અત્યારને ઐતિહાસિક ઈચ્છે તો એમનાં બધાં વિધાનો અને વાક્યોને અવતરણો શોધી શોધીને ટેકવી શકે. આવું બહુવ્યાપી લખાણ લાંબા કાળના વિસ્તૃત વાચન અને સૂક્ષ્મ મનનનું જ પરિણામ છે. પ્રસ્તુત લેખમાં માનવજીવનગત સરળતા, જટિલતા અને તેમાંથી ઉદ્ભવતી સમસ્યાઓના ઉકેલ તરફ તેમણે કળામય રીતે આંગળી ચીંધી છે. એટલું ખરું કે પુણ્ય, પાપ અને ધર્મની વ્યાખ્યાઓ સ્થૂળ ભૂમિકામાં અમુક હોય છે, જ્યારે સૂક્ષ્મ ભૂમિકામાં તેમની તાત્વિક વ્યાખ્યાઓ બીજી જ હોય છે; એટલે હમેશાં ધૂળ ભૂમિકા ઉપર ઊભા રહેલાઓ તાત્વિકદ લેખકની સામે પડવાના જ. પુણ્ય-પાપ વિષે બદલાતી ધારણાઓનો એક રમૂજી દાખલે ટાંકવાને લભ થઈ આવે છે. પૈસે અને સ્ત્રી પુણ્યનાં ફળ લેખાય છે. વધારે પૈસે હોય તે વધારે પુણ્યવાન, એ માન્યતા આજે પણ છે જ. એ પણ મનાતું કે વધારે સ્ત્રીવાળે મોટે ભાગ્યશાળી. આ માન્યતા માત્ર કથાઓમાં જ નહતી, જીવનમાં પણ કામ કરતી. ચક્રવતી અને વાસુદેવની શહેર વસાવાય Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] દર્શન અને ચિંતન એટલી મોટી પત્ની સંખ્યા પુણ્યની દલીલના આધારે જ સમર્થન પામી છે, અને બીજી રીતે આજ લગી પોષાતી પણ આવી છે. પુણ્યના ફળ તરીકે નારી પરિવાર લેખાય, તે એ જ દલીલથી એમ પણ કેમ ન કલ્પવું જોઈએ કે વધારે પુણ્યશાળી નારી તે જ હોઈ શકે કે જેણે ઈચ્છાથી વધારે પતિએ ક્રમે કે એકસાથે ધરાવ્યા હોય? સામાન્ય નારી કરતાં પાંચ પતિવાળી દ્રૌપદી, ઉપરની દલીલ પ્રમાણે, વધારે પુણ્યશાળી ગણવી જોઈએ. પણ અહીં જ પુણ્યની વ્યાખ્યા લેકે જુદી કરે છે. એ એ વાતનું સૂચન છે કે જે કાળે જે સમાજમાં જે વસ્તુ પ્રતિષ્ઠા પામતી હોય તે કાળે તે સમાજમાં તે જ વસ્તુ સાધારણ લેકે પુણ્યનું ફળ માની લે છે. વ્યાવહારિક અને તાત્વિક ધર્મઅધર્મને ભેદ જેટલા અંશે વધારે સ્પષ્ટ સમજાય તેટલા અંશે લેકમાનસને વિકાસ છે, એમ સમજવું જોઈએ. ભાઈ મેઘાણીનું લખાણ આ વિકાસ સાધવાની દૃષ્ટિએ લખાયું છે. –પ્રબુદ્ધ જૈન, ૧૫-૩-૪૭ Page #156 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા [૧૯] શાસ્ત્ર એટલે શું? - જે શિક્ષણ આપે એટલે કે જે કોઈ વિષયની માહિતી અને અનુભવ આપે છે, તે વિષયનું શાસ્ત્ર. માહિતી અને અનુભવ જેટજેટલા પ્રમાણમાં ઊંડા તથા વિશાળ તેટકેટલા પ્રમાણમાં તે શાસ્ત્ર તે વિષય પરત્વે વધારે મહત્વનું. આમ મહત્વને આધાર ઊંડાણ અને વિશાળતા પર હોવા છતાં તે શાસ્ત્રની પ્રતિષ્ઠાને આધારે તે તેની યથાર્થતા ઉપર જ છે. અમુક શાસ્ત્રમાં માહિતી ખૂબ હોય, ઊંડી હેય, અનુભવ વિશાળ હોય છતાં તેમાં જે દૃષ્ટિદેષ કે બીજી ભ્રાંતિ હોય તો તે શાસ્ત્ર કરતાં તે જ વિષયનું, થેડી પણ યથાર્થ માહિતી આપનાર અને સત્ય અનુભવ પ્રકટ કરનાર, બીજું શાસ્ત્ર વધારે મહત્ત્વનું છે, અને તેની જ ખરી પ્રતિષ્ઠા બંધાય છે. શાસ્ત્ર શબ્દમાં શારૂ અને એવા બે શબ્દો છે. શબ્દોમાંથી અર્થ ઘટાવવાની અતિજની રીતને આગ્રહ છોડવો ન જ હોય છે એમ કહેવું જોઈએ કે શરુ એ શબ્દ માહિતી અને અનુભવ પૂરા પાડવાને ભાવ સૂચવે છે, અને શબ્દ ત્રાણશક્તિને ભાવ સૂચવે છે. શાસ્ત્રની ત્રાણુશક્તિ એટલે આડે રસ્તે જતાં અટકાવી માણસને બચાવી લેવું અને તેની શક્તિને સાચે રસ્તે દેરવી. આવી ત્રાણશક્તિ માહિતી કે અનુભવની વિશાળતા ઉપર અગર તે ઊંડાણ ઉપર અવલંબિત નથી, પણ એ માત્ર સત્ય ઉપર અવલંબિત છે. તેથી એકંદર રીતે વિચારતાં ચેમ્બુ એ ફલિત થાય છે કે જે કઈ પણ વિષયની સાચી માહિતી અને સાચે અનુભવ પૂરો પાડે તે જ શાસ્ત્ર કહેવાયું જોઈએ. આવું શાસ્ત્ર તે કયું ઉપર કહેલ વ્યાખ્યા પ્રમાણે તે કોઈને શાસ્ત્ર કહેવું એ જ મુશ્કેલ છે; કારણ કે, કોઈ પણ એક શાસ્ત્ર અત્યાર સુધીની દુનિયામાં એવું નથી કર્યું કે જેની માહિતી અને અનુભવ કોઈ પણ રીતે ફેરફાર પામે તેવાં ન જ હોય કે જેની વિરુદ્ધ કોઈને કદીયે કહેવાને પ્રસંગ જ ન આવે. ત્યારે ઉપરની વ્યાખ્યા પ્રમાણે જેને શાસ્ત્ર કહી શકાય એવું કંઈ પણ છે કે નહિ ? Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] દન અને ચિંતા એ જ સવાલ થાય છે. આને ઉત્તર સરળ પણ છે અને કઠણ પણ છે. જો ઉત્તરની પાછળ રહેલ વિચારમાં બંધન, ભય કે લાલચ ન હેાય તે ઉત્તર સરળ છે, અને જો તે હાય તો ઉત્તર કઠણ પણ છે. વાત એવી છે કે માણસના સ્વભાવ જિજ્ઞાસુ પણ છે અને શ્રદ્ધાળુ પણ છે. જિજ્ઞાસા એને વિશાળતામાં લઈ જાય છે અને શ્રદ્ધા એને મક્કમપણું અપે છે. જિજ્ઞાસા અને શ્રદ્ધાની સાથે જો કેાઈ આસુરી વૃત્તિ ભળી જાય તો તે માણસને મર્યાંદિત ક્ષેત્રમાં આંધી રાખી તેમાં જ સત્ય—નહિ નહિ, પૂર્ણ સત્યજોવાની ફરજ પાડે છે. આનું પરિણામ એ આવે છે કે માણસ કાઈ એક જ વાકય અગર કાઈ એક જ ગ્રંથને અગર કાઈ એક જ પરંપરાના ગ્રંથસમૂહને છેવટતુ શાસ્ત્ર માની લે છે અને તેમાં જ પૂર્ણ સત્ય છે, એવી માન્યતા ધરાવતા થઈ જાય છે. આમ થવાથી માણસ માણસ વચ્ચે, સમૂહ સમૂહ વચ્ચે અને સંપ્રદાય સૌંપ્રદાય વચ્ચે શાસ્ત્રની સત્યતા--અસત્યતાની ખાખતમાં અગર તેા શાસ્ત્રની શ્રેષ્ડતાના તરતમભાવની ખખતમાં મોટા વિખવાદ શરૂ થાય છે. દરેક જણ પોતે માનેલ શાસ્ત્ર સિવાયનાં ખીજા શાસ્ત્રોને ખાટાં અગર અપૂર્ણ સત્ય જણાવનારાં કહેવા મડે છે અને તેમ કરી સામા પ્રતિસ્પર્ધી ને પેાતાનાં શાસ્ત્ર વિષે તેમ કહેવાને જાણે-અજાણે નાતરે છે. આ તાાની વાતાવરણમાં અને સાંકડી મનેત્તિમાં એ તે વિચારાયું જ રહી જાય છે કે ત્યારે શું બધાં જ શાસ્ત્રો ખાટાં કે બધાં જ શાસ્ત્રો સાચાં કે બધાં જ કાંઈ નહિ. આ થઈ ઉત્તર આપવાની કાિઈની આજી. પરંતુ જ્યારે આપણે ભય, લાલચ અને સંકુચિતતાના બંધનકારક વાતાવરણમાંથી છૂટા થઈ વિચારીએ ત્યારે ઉક્ત પ્રશ્નના નિવેડા સહેલાઈથી આવી જાવ છે; અને તે એ છે કે સત્ય એકને અખંડ હાવા છતાં તેના આવિર્ભાવ (તેનું ભાન ) કાળક્રમથી અને પ્રકારભેદથી થાય છે. સત્યનું ભાન જો કાળક્રમ વિના અને પ્રકારભેદ વિના થઈ શકતું હોત તે અત્યાર અગાઉ કચારનુંયે સત્યશોધનનું કામ પતી ગયું હાત, અને એ દિશામાં કાઈ ને કાંઈ કહેવાપણું કે કરવાપણું. ભાગ્યે જ રહ્યું હાત. સત્યને આવિર્ભાવ કરનારા જે જે મહાન પુરુષા પૃથ્વીના પટ ઉપર થઈ ગયા છે તેમને પણ તેમના પહેલાં થઈ ગયેલા અમુક સત્યશેાધકાની શોધને વારસા મળેલા જ હતા. એવા કાઈ પણ મહાન પુરુષ તમે બતાવી શકશે કે જેને પેાતાની સત્યની શોધમાં અને સત્યના આવિર્ભાવમાં પેાતાના પૂવી અને સમસમયવર્તી ખીજા તેવા શેાધકની શોધના થાડાં પણ વારસા ન જ મળ્યો હોય, અને માત્ર તેણેજ એકાએક અપૂર્વ પણે તે Page #158 -------------------------------------------------------------------------- ________________ શાયમર્યાદા [ ૧૨૩ સત્ય પ્રકટાવ્યું હોય ? આપણે સહેજ પણ વિચારીશું તો માલૂમ પડશે કે કઈ પણ સત્યશોધક અગર શાસ્ત્રપ્રણેતા પિતાને મળેલ વારસાની ભૂમિકા ઉપર ઊભે રહીને જ પિતાની દૃષ્ટિ પ્રમાણે અગર તો પિતાની પરિસ્થિતિને બંધબેસે એવી રીતે, સત્યને આવિર્ભાવ કરવા મથે છે, અને તેમ કરી સત્યના આવિર્ભાવને વિકસાવે છે. આ વિચારસરણી જે ફેંકી દેવા જેવી ન. હેય તે એમ કહેવું જોઈએ કે કોઈ પણ એક વિષયનું શાસ્ત્ર એટલે તે. વિષયમાં શોધ ચલાવેલ, શોધ ચલાવતા કે શોધ ચલાવનાર વ્યક્તિઓની ક્રમિક અને પ્રકારભેદવાળી પ્રતીતિઓને સરવાળે. આ પ્રતીતિઓ જે સંગમાં અને જે ક્રમે જન્મી હોય ને સંગે પ્રમાણે તે જ ક્રમે ગોઠવી લઈએ તે એ તે વિષયનું સળંગ શાસ્ત્ર બને અને એ બધી જ સૈકાલિક પ્રતીતિઓ કે આવિર્ભાવોમાંથી છૂટા છૂટા મણકા લઈ લઈએ તો તે અખંડ શાસ્ત્ર ન કહેવાય. છતાં તેને શાસ્ત્ર કહેવું હોય તે એટલા જ અર્થમાં કહેવું જોઈએ કે તે પ્રતીતિને મણુંકે પણ એક અખંડ શાસ્ત્રનો અંશ છે, પણ એવા કોઈ અંશને જે સંપૂર્ણતાનું નામ આપવામાં આવે છે તે ખોટું જ છે. જે આ મુદ્દામાં વાંધો લેવા જેવું ન હાય-તે નથી જ લેતે–તો આપણે નિખાલસ દિલથી કબૂલ કરવું જોઈએ કે માત્ર વેદ, માત્ર ઉપનિષદો, માત્ર જૈન આગમે, માત્ર બૌદ્ધ પિટકે, માત્ર અવેસ્તા, માત્ર બાઈબલ, માત્ર પુરાણ, માત્ર કુરાન કે માત્ર તે તે સ્મૃતિઓ એ પિતપોતાના વિષય પરત્વે એકલાં જ અને સંપૂર્ણ શાસ્ત્ર નથી; પણ એ બધાં જ આધ્યાત્મિક વિષય પર, ભૌતિક વિષય પરત્વે, અગર તે સામાજિક વિષય પર એક અખંડ સૈકાલિક શાસ્ત્રનાં ક્રમિક તેમ જ પ્રકારભેદવાળા સત્યના આવિર્ભાવનાં સૂચક અથવા તો અખંડ સત્યની દેશ, કાળ, અને પ્રકૃતિભેદ પ્રમાણે જુદીજુદી બાજુઓ રજૂ કરતાં મણકા-શાસ્ત્રો છે. આ વાત કોઈ પણ વિષયના ઐતિહાસિક અને તુલનાત્મક અભ્યાસીને સમજવી તદ્દન સહેલી છે. જો આ સમજ આપણું મનમાં ઊતરે–અને ઉતારવાની જરૂર તો છે જ–તો આપણે પિતાની વાતને વળગી રહેવા છતાં બીજાને અન્યાય કરતા બચી જઈએ, અને તેમ કરી બીજાને પણ અન્યાયમાં ઊતરવાની પરિસ્થિતિથી બચાવી લઈએ. પિતાના માની લીધેલ સત્યને બરાબર વફાદાર રહેવા માટે જરૂરનું એ છે કે તેની કિંમત હોય તેથી વધારે આંકી અંધશ્રદ્ધા ન ખીલવવી અને ઓછી આંકી નાસ્તિતા ન દાખવવી. આમ કરવામાં આવે તે જણાયા વિના ન જે રહે કે અમુક વિષય પરત્વેના સત્યશોધકોનાં મંથને કાં તે બધાં જ શાસ્ત્રો. છે, કાં તે બધાં જ અશાસ્ત્રો છે, અને કાં તો એ કાંઈ જ નથી. ' Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ] દર્શન અને ચિંતન દેશ, કાળ, અને સંગથી પરિમિત સત્યના આવિર્ભવની દષ્ટિએ એ બધાં જ શાસ્ત્રો છે. સત્યના સંપૂર્ણ અને નિરપેક્ષ આવિર્ભાવની દષ્ટિએ એ અશાસ્ત્રો છે, શાસ્ત્રાગની પાર ગયેલ સામર્થ્યની દૃષ્ટિએ એ બધાં શાસ્ત્ર કે અશાસ્ત્ર કાંઈ નથી. માની લીધેલ સાંપ્રદાયિક શાસ્ત્ર વિશેનું મિથ્યા અભિમાન ગાળવા માટે આટલી જ સમજ બસ છે. જે મિથ્યા અભિમાન ગળે તો મેહનું બંધન ટળતાં જ બધા મહાન પુરુષોનાં ખંડ સમાં અખંડ સત્યનું દર્શન થાય અને બધી જ વિચારસરણીની નદીઓ પિતપોતાની ઢબે એક જ મહાસત્યના સમુદ્રમાં મળે છે એવી પ્રતીતિ થાય. આ પ્રતીતિ કરાવવી એ જ શાસ્ત્રના પ્રધાન ઉદેશ છે. સર્જકે અને રક્ષકે શાએ કેટલાકને હાથે સરજાય છે અને કેટલાકને હાથે સચવાય છેરક્ષાય છે, અને બીજા કેટલાકને હાથે સચવાવા ઉપરાંત તેમાં ઉમેરણ પણ થાય છે. રક્ષક, સુધારક અને પુરવણીકાર કરતાં સર્જકે હંમેશાં જ ઓછી હોય છે. સર્જકેમાં પણ બધા સમાન જ કેટિના હોય એમ ધારવું એ મનુષ્યપ્રકૃતિનું અજ્ઞાન છે. રક્ષકોના મુખ્ય બે ભાગ પડે છે : પહેલો ભાગ સર્જકની કૃતિને આજન્મ વફાદાર રહી તેનો આશય સમજવાની, તેને સ્પષ્ટ કરવાની અને તેનો પ્રચાર કરવાની કોશિશ કરે છે. તે એટલા બધા ભક્તિસંપન્ન હોય છે કે તેને મન પિતાના પૂજ્ય અષ્ટાના અનુભવમાં કાંઈ જ સુધારવા જેવું કે ફેરફાર કરવા જેવું નથી લાગતું. તેથી તે પિતાના પૂજ્ય ભ્રષ્ટાનાં વાક્યોને અક્ષરશઃ વળગી તેમાંથી જ બધું ફલિત કરવાનો પ્રયત્ન કરે છે, અને દુનિયા તરફ જોવાની બીજી આંખ બંધ કરી દે છે. જ્યારે રક્ષકાને બીજો ભાગ ભક્તિસંપન્ન હોવા ઉપરાંત દષ્ટિસંપન્ન પણ હોય છે. તેથી તે પોતાના પૂજ્ય સ્રષ્ટાની કૃતિને અનુસરવા છતાં તેને અક્ષરશઃ વળગી રહેતો નથી. ઊલટું, તેમાં તે જે જે ઊણપ જુએ છે, અગર પુરવણની આવશ્યકતા સમજે છે, તેને પોતાની શક્તિ પ્રમાણે દૂર કરી કે પૂર્ણ કરીને જ તે શાસ્ત્રને પ્રચાર કરે છે. આ રીતે જ રક્ષકોના પહેલા ભાગ દ્વારા શાસ્ત્રો પ્રમાર્જન તેમ જ પુરવણું ન પામવા છતાં એકદેશીય ઊંડાણ કેળવે છે અને રક્ષકેના બીજા ભાગ દ્વારા એ શાસ્ત્રો પ્રમાજન તેમ જ પુરવણી મેળવવાને લીધે વિશાળતા પામે છે. કઈ પણ અષ્ટાના શાસ્ત્રસાહિત્યને ઇતિહાસ તપાસીશું તે ઉપરની વાતની ખાતરી થયા વિના નહિ રહે. અહીં દાખલા તરીકે આર્યઋષિઓના અમુક ભાગને મૂળ સર્જન માની પ્રસ્તુત Page #160 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા [ ૧૨૫ વસ્તુ સમજાવવી હોય તો એમ કહી શકાય કે મ`ત્રવેદના બ્રાહ્મણભાગ અને જૈમિનીયની મીમાંસા એ પ્રથમ પ્રકારના રક્ષકે છે, અને ઉપનિષદો, જૈન આગમા, બૌદ્ઘ પિટકા, ગીતા, સ્મૃતિ, અને ખીજા તેવા ગ્રંથા એ ખીજા પ્રકારના રક્ષકા છે; કારણ કે, બ્રાહ્મણુગ્રંથોને અને પૂર્વમીમાંસાને મંત્રવેદમાં ચાલી આવતી ભાવનાઓની વ્યવસ્થા જ કરવાની છે, તેના પ્રામાણ્યને વધારે મજ-બૂત કરી લોકોની તે ઉપરની શ્રદ્ધાને સાચવવાની જ છે. કાઈ પણ રીતે મ ંત્રવેદનું પ્રામાણ્ય સચવાઈ રહે એ એક જ ચિંતા બ્રાહ્મણકારો અને મીમાંસકાની છે. તે કટ્ટર રક્ષકાને મંત્રવેદમાં ઉમેરવા જેવું કાંઈ જ દેખાતું નથી; ઊલટુ’, ઉમેરવાના વિચાર જ તેમને ગભરાવી મૂકે છે. જ્યારે ઉપનિષદકારા, આગમકારો, પિટકકારો વગેરે મત્રવેદમાંથી મળેલા વારસાને પ્રમાર્જન કરવા જેવા, ઉમેરવા જેવા અને વિકસાવવા જેવા લેખે છે. આવી સ્થિતિમાં એક જ વારસાને મેળવનાર જુદા જુદા સમયના અને સમસમયના પ્રકૃતિભેાળા માણસામાં પક્ષાપક્ષી પડી જાય છે, અને કિલ્લેબંધી ઊભી થાય છે. નવા અને જૂના વચ્ચે ન્દ્ર ઉપરની કિલ્લેબંધીમાંથી સંપ્રદાય જન્મે છે અને એકબીજા વચ્ચે. વિચાર સંધ ખૂબ જામે છે. દેખીતી રીતે એ સંધ અન કારી લાગે છે, પણ એ સંધને પરિણામે જ સત્યને આવિર્ભાવ આગળ વધે છે. કાઈ પુષ્ટ વિચારક કે સમ સ્રષ્ટા એ જ સંધ માંથી જન્મ લે છે, અને તે. ચાલ્યાં આવતાં શાસ્ત્રીય સત્યામાં અને શાસ્ત્રીય ભાવનાઓમાં નવું પગલું ભરે છે. આ નવું પગલું પહેલાં તો લોકેાને ચમકાવી મૂકે છે, અને બધા જ લાર્ક કે લેાકેાના માટે ભાગ રૂઢ અને શ્રદ્ધાસ્પદ શબ્દો તેમ જ ભાવનાઓના હથિયાર વડે એ નવા વિચારક કે સર્જ કનું માથુ ફાડવા તૈયાર થાય છે. એક બાજુએ વિરાધીઓની પલટણ અને બીજી બાજુ ના આગન્તુક એકલો. વિરાધીઓ એને કહે છે કે તું જે કહેવા માગે છે, જે વિચાર દર્શાવે છે. તે આ જૂના શ્વિરીય શાસ્ત્રોમાં કયાં છે? ' વળી તે બિચારા કહે છે કે ‘જૂનાં શ્વિરીય શાસ્ત્રોના શબ્દો તા ઊલટું તારા નવા વિચારની વિરુદ્ધ જ જાય છે.’ : આ બિચારા શ્રદ્ઘાળુ છતાં એક આંખવાળા વિરાધીઓને પેલા આગંતુક કે વિચારક સ્રષ્ટા તેમના જ સંકુચિત શબ્દોમાંથી પોતાની વિચારણા અને ભાવના કાઢી બતાવે છે. આ રીતે નવા વિચારક અને ભ્રષ્ટા દ્વારા એક વખતના જૂના શબ્દો અદૃષ્ટિએ વિકસે છે અને નવી વિચારણા અને ભાવનાને નવા થર આવે છે અને વળી એ નવા થર વખત જતાં જૂતા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬ ] દર્શન અને ચિંતન થઈ જ્યારે બહુ ઉપયોગી નથી રહેતું, અગર ઊલટે બાધક થાય છે, ત્યારે વળી નવા જ ભ્રષ્ટાઓ અને વિચારકે પ્રથમના થર ઉપર ચઢેલી એક વાર નવી અને હમણું જૂની થઈ ગયેલી વિચારણા અને ભાવનાઓ ઉપર નો થર ‘ચઢાવે છે. આ રીતે પરાપૂર્વથી ઘણી વાર એક જ શબ્દના ખોખામાં અનેક વિચારણાઓ અને ભાવનાઓના થર આપણે શાસ્ત્રમાર્ગમાં જોઈ શકીએ છીએ. નવા થરના પ્રવાહને જૂના થરની જગ્યા લેવા માટે જે સ્વતંત્ર શબદ સરજવા પડતા હતા અને અનુયાયીઓનું ક્ષેત્ર પણ જુદું જ મળતું હોત તો તે જૂના અને નવા વચ્ચે દૂધ ( વિરેધ)ને કદી જ અવકાશ ન રહેત; પણ કુદરતનો આભાર માનવો જોઈએ કે તેણે શબ્દ અને અનુયાયીઓનું ક્ષેત્ર છેક જ જુદું નથી રાખ્યું. તેથી જૂના લેકની મક્કમતા અને નવા આગંતુકની દઢતા વચ્ચે વિરોધ જામે છે અને કાળક્રમે એ વિધ વિકાસનું જ રૂપ પકડે છે. જેમ કે બૌદ્ધ મૂળ શાસ્ત્રોને લઈ વિચારીએ અગર વેદશાસ્ત્રને એકમ માની ચાલીએ તો પણ આ જ વસ્તુ આપણને દેખાશે. મંત્રવેદમાંના બ્રહ્મ, ઇન્દ્ર, વરુણ, ઋત, તપ, સત, અસત્, યજ વગેરે શબ્દો તથા તેની પાછબળની ભાવના અને ઉપાસના લે; અને ઉપનિષદોમાં દેખાતી એ જ શબ્દોમાં આરોપાયેલી ભાવના તથા ઉપાસના લે. એટલું જ નહિ, પણ ભગવાન મહાવીર અને બુદ્ધના ઉપદેશમાં સ્પષ્ટપણે તરવરતી બ્રાહ્મણ, તપ, કર્મ, વર્ણ, વગેરે શબ્દ પાછળની ભાવના અને એ જ શબ્દો પાછળ રહેલી વેદકાલીન ભાવનાઓ લઈ બંનેને સરખા; વળી ગીતામાં સ્પષ્ટપણે દેખાતી યજ્ઞ, કર્મ, સંન્યાસ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, ગ, ભેગ વગેરે શબ્દો પાછળ રહેલી ભાવનાઓને વેદકાલીન અને ઉપનિષત્કાલીન એ જ શબ્દો પાછળ રહેલી ભાવના સાથે તેમ જ આ યુગમાં દેખાતી એ શબ્દો ઉપર આપાયેલી ભાવના સાથે સરખા તે છેલ્લાં પાંચ હજાર વર્ષમાં આર્યોના માનસમાં કેટલે ફેર પડ્યો છે એ સ્પષ્ટ જણાશે. આ ફેર કંઈ એકાએક પડ્યો નથી કે વગર વાંધે અને વગર વિધ વિકાસક્રમમાં સ્થાન પામ્યો નથી, પણ એ ફેર પડવામાં જેમ સમય લાગે છે તેમ એ ફેરવાળા થરને સ્થાન પામવામાં ઘણું અથડામણ પણ સહવી પડી છે. નવા વિચારક અને સર્જકે પિતાની ભાવનાના હથોડા વડે જૂના શબ્દોની એરણ ઉપર જૂના લેકેના માનસને ન ઘાટ આપે છે. હથેડા અને એરણ વચ્ચે માનસની ધાતુ દેશકાળાનુસારી ફેરફારવાળી ભાવનાઓના અને વિચારણાઓના નવનવા ઘાટ ધારણ કરે છે. આ નવા-જૂનાની કાળચક્કીનાં પૈડાંઓ નવનવું દળે જ જાય છે, અને મનુષ્યજાતિને જીવતી રાખે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમોદા વર્તમાન યુગ આ જમાનામાં ઝપાટાબંધ ધણી ભાવનાઓ અને વિચારણાએ નવા જ રૂપમાં આપણી આગળ આવતી જાય છે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં જ નહિ, પણ આધ્યાત્મિક ક્ષેત્ર સુધ્ધાંમાં વરાધ નવી ભાવનાએ પ્રકાશમાં આવતી જાય છે. એક બાજુએ ભાવનાઓને વિચારની કસોટીએ ચઢાવ્યા વિના જ તેને સ્વીકારનારા મમુદ્િવ હોય છે, જ્યારે ત્રીજી બાજુએ એ ભાવનાઓને વગર વિચારે ફેંકી દેવા કે ખાટી કહેવા જેવી જરઠ બુદ્ધિવાળા પણ વર્ગ નાનેતા નથી. આ સયોગામાં શું થવુ જોઈ એ અને શું થયું છે એ સમજાવવા ખાતર ઉપરના ચાર મુદ્દા ચર્ચવામાં આવ્યા છે. સકા અને રક્ષા મનુષ્યજાતિનાં નૈસર્ગિક કળા છે. એની હસ્તીને કુદરત પણ મિટાવી શકે નહિ. નવા-જૂના વચ્ચેનું ૢ એ સત્યના આવિર્ભાવનુ અને તેને ટકાવવાનુ અનિવાર્યું અંગ છે; એટલે તેથી પણ સત્યપ્રિય ગભરાય નહિ. શાસ્ત્ર એટલે શું ? અને આવું શાસ્ત્ર તે કયું? એ એ મુદ્દા દૃષ્ટિના વિકાસ માટે અથવા એમ કહે કે નવા-જૂનાની અથડામણીના દધિમથનમાંથી આપાઆપ તરી આવતા માખણને એળખવાની શક્તિને વિકસાવવા માટે ચર્ચ્યા છે. આ ચાર મુદ્દા તા અત્યારના યુગની વિચારણા અને ભાવનાએ સમજવા માટે માત્ર પ્રસ્તાવના જેવા છે. ત્યારે હવે ટૂંકમાં જોઈ એ, અને તે પણ જૈન સમાજને લઈ વિચારીએ, કે તેની સામે આજે કઈ કઈ રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક સમસ્યા ખડી થઈ છે અને તેના ઉકેલ શકય છે કે નહિ અને શકય હોય તે તે કઈ રીતે શકય છે? ૧. માત્ર કુળપરંપરાથી કહેવાતા જૈન માટે નહિ, પણ જેનામાં જૈનપણું ગુણથી ઘેાડુ ધણું આવ્યું હોય તે તેને માટે સુધ્ધાં પ્રશ્ન એ છે કે તેવા માણસ રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજકીય પ્રકરણમાં ભાગ લે યા નહિ અને લે તે કઈ રીતે લે ? કારણ કે, તેવા માણસને વળી રાષ્ટ્ર એ શું, અને રાજકીય પ્રકરણ એ શું ? રાષ્ટ્ર અને રાજપ્રકરણ તે સ્વા` તેમ જ સંકુચિત ભાવનાનુ કૂળ છે, અને ખરું જૈનત્વ એ તે એની પરની વસ્તુ છે; એટલે ગુણથી જે જૈન હોય તે રાષ્ટ્રીય કાર્યાં અને રાજકીય ચળવળામાં પડે કે નહિ ? એ અત્યારના જૈન સમાજના પેચીદો સવાલ છે—ગૂઢ પ્રશ્ન છે. ૨. લગ્નપ્રથાને લગતી રૂઢિઓ, નાતજાતને લગતી પ્રથાએ અને ઉદ્યોગધંધાની પાછળ રહેલી માન્યતા અને સ્ત્રી-પુરુષ વચ્ચેના સબધાની બાબતમાં આજકાલ જે વિચારો ખળપૂર્વક ઉદય પામી રહ્યા છે અને ચોમેર ધર કરી રહ્યા છે તેને જૈન શાસ્ત્રમાં ટેકા છે કે નહિ, અગર ખરા જૈનત્વ સાથે તે નવા વિચારાના [૧૧૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] દર્શન અને ચિંતન મેળ છે કે નહિ, કે જૂના વિચાર સાથે જ ખરા જૈનત્વનો સંબંધ છે? જો નવા વિચારેને શાસ્ત્રને ટેકે ન હોય અને તે વિચારે વિના જીવવું સમાજ માટે અશકય દેખાતું હોય તે હવે શું કરવું? શું એ વિચારોને જૂના શાસ્ત્રની ઘરડી ગાયના સ્તનમાંથી જેમ તેમ દોહવાંકે એ વિચારનું નવું શાસ્ત્ર રચી જૈન શાસ્ત્રમાં વિકાસ કરવો ? કે એ વિચારેને સ્વીકારવા કરતાં જૈન સમાજની. હસ્તી મટવાને કીમતી ગણવું ? ૩. મેક્ષને પંથે પડેલી ગુરુસંસ્થા ખરી રીતે ગુરુ એટલે માર્ગદર્શક થવાને બદલે જે અનુગામીઓને ગુરુ એટલે બોજા રૂપ જ થતી હોય અને ગુરુસંસ્થારૂપ સુભૂમચક્રવતીની પાલખી સાથે તેને ઉપાડનાર શ્રાવકરૂપ દે પણ ડૂબવાની દશામાં આવ્યા હોય તે શું એ દેવોએ પાલખી ફેંકી ખસી જવું, કે પાલખી સાથે ડૂબી જવું, કે પાલખી અને પિતાને તારે એ. કઈ માર્ગ શોધવા ભવું ? જે એ માર્ગ ન સૂઝે તે તે ભાગે જૂના જૈન શાસ્ત્રમાં છે કે નહિ અગર તો આજ સુધીમાં કેઈએ અવલબેલે છે કે નહિ, એ જેવું ? ૪. ધંધા પરત્વે પ્રશ્ન એ છે કે ક્યા કયા ધંધા જૈનત્વ સાથે બંધબેસે અને ક્યા કયા ધંધા જૈનત્વના ઘાતક બને ? શું ખેતીવાડી, લુહારીસતારી અને ચામડાને લગતાં કામે, દાણાદૂણીના વ્યાપાર અને વહાણવટું, સિપાહીગીરી, સાંચાકામ વગેરે જૈનત્વના બાધક છે ? અને ઝવેરાત, કાપડ, દલાલી, સો, મિલમાલિકી, વ્યાજવટાવ વગેરે ધંધાઓ જૈનત્વના બાધક નથી. અગર એાછા બાધક છે ? ઉપર આપેલા ચાર પ્રશ્નો તે અનેક એવા પ્રશ્નોમાંની વાનગીમાત્ર છે. એટલે આ પ્રશ્નોને ઉત્તર જે અહીં વિચારવામાં આવે છે તે જે તર્ક અને વિચારશુદ્ધ હેય તે બીજા પ્રશ્નોને પણ સહેલાઈથી લાગુ થઈ શકશે. આવા પ્રશ્નો ઊભા થાય છે તે કાંઈ આજે જ થાય છે એમ કાઈ ન ધારે. ઓછાવત્તા પ્રમાણમાં અને એક અથવા બીજી રીતે આવા પ્રશ્નો ઊભા. થયેલા આપણે જૈન શાસ્ત્રના ઇતિહાસમાંથી અવસ્ય મેળવી શકીએ છીએ. જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી આવા પ્રશ્નો ઉત્પન્ન થવાનું અને તેનું સમાધાન ન મળવાનું મુખ્ય કારણ જૈનત્વ અને તેના વિકાસક્રમના ઈતિહાસ વિશેના આપણા અજ્ઞાનમાં રહેલું છે. જીવનમાં સાચા જૈનત્વનું તેજ જરાયે ન હોય, માત્ર પરંપરાગત વેશ, ભાષા, અને ટલાટપકાંનું જૈનત્વ જાણે-અજાણે જીવન ઉપર લદાયેલું હોય Page #164 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા [૧૨૯ અને વધારામાં વસ્તુસ્થિતિ સમજવા જેટલી બુદ્ધિશક્તિ પણ ન હોય, ત્યારે ઉપર દર્શાવેલ પ્રશ્નોને ઉકેલ નથી આવતો. એ જ રીતે જીવનમાં ઓછુંવતું સાચું જૈનત્વ ઉદ્દભવ્યું હોય છતાં વારસામાં મળેલ ચાલુ ક્ષેત્ર ઉપરાંત બીજા વિશાળ અને નવનવાં ક્ષેત્રમાં ઊભા થતા કેયડાઓને ઉકેલવાની તેમ જ વાસ્તતિક જૈનત્વની ચાવી લાગુ પાડી ગૂંચવણનાં તાળાંઓ ઉઘાડવા જેટલી પ્રજ્ઞા ન હોય ત્યારે પણ આવા પ્રશ્નોનો ઉકેલ નથી આવતા. તેથી જરૂરનું એ છે કે સાચું જૈનત્વ શું છે એ સમજી જીવનમાં ઉતારવું અને બધાં જ ક્ષેત્રમાં ઊભી થતી મુશ્કેલીઓને નિકાલ કરવા માટે જૈનત્વનો શી શી રીતે ઉપયોગ કરો, એની પ્રજ્ઞા વધારવી. હવે આપણે જોઈએ કે સાચું જૈનત્વ એટલે શું ? અને તેના જ્ઞાન તથા પ્રવેગ વડે ઉપરના પ્રશ્નોને અવિરેધી નિકાલ કેવી રીતે આવી શકે ? આવું જૈનત્વ એટલે સમભાવ અને સત્યદૃષ્ટિ, જેને જૈન શાસ્ત્ર અનુક્રમે અહિંસા તેમ જ અનેકાન્તદષ્ટિના નામથી ઓળખાવે છે. અહિંસા અને અનેકાંતદષ્ટિ એ બંને આધ્યાત્મિક જીવનની બે પાંખે છે, અથવા તે પ્રાણપ્રદ ફેફસાં છે. એક આચારને ઉજજ્વળ કરે છે, જ્યારે બીજું દૃષ્ટિને શુદ્ધ અને વિશાળ કરે છે. આ જ વાતને બીજી રીતે મૂકીએ તે એમ કહેવું જોઈએ કે જીવનની તૃષ્ણનો અભાવ અને એકદેશીય દૃષ્ટિનો અભાવ એ જ ખરું જૈનત્વ છે. ખરું જૈનત્વ અને જૈન સમાજ એ બે વચ્ચે જમીન આસમાન જેટલું અંતર છે. જેણે ખરું જૈનત્વ પૂર્ણપણે અગર તે ઓછાવત્તા પ્રમાણમાં સાયું હોય તેવી વ્યક્તિઓના સમાજ બંધાતા જ નથી, અને બંધાય તો પણ તેમને માર્ગ એ નિરાળ હોય છે કે તેમાં અથડામણુઓ જ ઊભી થતી નથી, અને થાય છે તે સત્વર તેને નિકાલ આવી જાય છે. જૈનત્વને સાધનાર અને સાચા જ જૈનત્વની ઉમેદવારી કરનાર જે ગણ્યાંગાંડ્યાં દરેક કાળમાં હોય છે તે તે જૈને છે જ, અને એવા જૈનેના શિષ્યો અગર પુત્ર–જેમનામાં સાચા જૈનત્વની ઉમેદવારી ખરી રીતે હતી જ નથી પણ માત્ર સાચા જૈનત્વના સાધકે અને ઉમેદવારે ધારણ કરેલ રીતરિવાજો અગર પાળેલ સ્થળ મર્યાદાઓ જેમનામાં હોય છે તે બધા જૈનસમાજનાં અંગ છે. ગુણર્જનને વ્યવહાર આંતરિક વિકાસ પ્રમાણે ઘડાય છે અને તેમના વ્યવહાર અને આંતરિક વિકાસ વચ્ચે વિસંવાદ નથી હોતો, જ્યારે સામાજિક જૈનેમાં એથી ઊલટું હોય છે. તેમને બાહ્ય વ્યવહાર તો ગુણજૈનોના વ્યવહારવારસામાંથી જ ઊતરી આવેલ હોય છે, પણ તેમનામાં Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] દર્શન અને ચિંતન આંતરિક વિકાસને છોટાય નથી હતો. તેઓ તો જગતના બીજા મનુષ્ય જેવા જ ભગતૃષ્ણવાળા અને સાંકડી દૃષ્ટિવાળા હોય છે. એક બાજુ આંતરિક જીવનને વિકાસ જરાયે ન હોય અને બીજી બાજુ તેવા વિકાસવાળી વ્યક્તિઓમાં સંભવતા આચરણની નકલ હોય ત્યારે એ નકલ વિસંવાદનું રૂપ ધારણ કરે છે, તથા ડગલે ને પગલે મુશ્કેલીઓ ઊભી કરે છે. ગુણજૈનત્વની સાધના માટે ભગવાન મહાવીરે કે તેમના સાચા શિષ્યોએ વનવાસ સ્વીકાર્યો હોય, નગ્નત્વ ધારણ કર્યું હોય, ગુફા પસંદ કરી હોય, ઘર અને પરિવારને ત્યાગ કર્યો હોય, માલમત્તા તરફ બેપરવાઈ દાખવી હોય –એ બધું આંતરિક વિકાસમાંથી જન્મેલું હોઈ જરાયે વિરુદ્ધ દેખાતું નથી; પણ ગળા સુધી ભોગતૃષ્ણમાં ડૂબેલા અને સાચા જૈનત્વની સાધના માટે જરાયે સહનશીલતા વિનાના તેમ જ ઉદારદષ્ટિ વિનાના માણસે જ્યારે ઘરબાર છોડી જંગલમાં દેડે, ગુફાવાસ સ્વીકારે, માબાપ કે આશ્રિતની જવાબદારી ફેંકી દે ત્યારે તે તેમનું જીવન વિસંવાદી થાય જ અને પછી બદલાતા નવા સંગે સાથે નવું જીવન ઘડવાની અશક્તિને કારણે તેમના જીવનમાં વિરેધ જણાય એ ખુલ્લું છે. - રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજપ્રકરણમાં જેને ભાગ લેવા કે ન લેવાની બાબતના પહેલા સવાલ પરત્વે જાણવું જોઈએ કે જૈનત્વ એ ત્યાગી અને ગૃહસ્થ એમ બે વર્ગમાં વહેંચાયેલું છે. ગૃહસ્થ જૈનત્વ જે રાજ્યકર્તાઓમાં તેમ જ રાજ્યના મંત્રી, સેનાધિપતિ વગેરે અમલદારોમાં ખુદ ભગવાન મહાવીરના સમયમાં જ જગ્યું હતું, અને ત્યાર પછીનાં ૨૩૦૦ વર્ષ સુધી રાજાઓ તથા રાજ્યના મુખ્ય અમલદારેમાં જૈનત્વ આણવાનો અગર ચાલ્યા આવતા જૈનત્વને ટકાવવાને ભગીરથ પ્રયત્ન જૈનાચાર્યોએ સેવ્યો હતો, તે પછી આજે રાષ્ટ્રીયતા અને જૈનત્વ વચ્ચે વિરોધ શા માટે દેખાય છે? શું એ જૂના જમાનામાં રાજાઓ, રાજકર્મચારીઓ અને તેમનું રાજકારણ એ બધું કાંઈ મનુષ્યાતીત કે લકત્તર ભૂમિનું હતું ? શું એમાં ખટપટ, પ્રપંચ કે વાસનાઓને જરાયે સ્થાન જ ન હતું, કે શું તે વખતના રાજપ્રક્ષણમાં તે વખતની ભાવના અને પરિસ્થિતિ પ્રમાણે રાષ્ટ્રીય અસ્મિતા જેવી કોઈ વસ્તુ જ નહતી ? શું તે વખતના રાજ્યકર્તાઓ ફકત વીતરાગદષ્ટિ અને વસુધૈવ કુટુમ્ની ભાવનાએ જ રાજ્ય કરતા ? જે આ બધા પ્રશ્નોને ઉત્તર એ જ હોય કે જેમ સાધારણ કુટુંબી ગૃહસ્થ–જૈનત્વ ધારણ કરવા સાથે પોતાને સાધારણ ગૃહવ્યવહાર ચલાવી શકે છે, મોભા અને વિભાવાળા ગૃહસ્થ પણ એ જ રીતે જૈનત્વ સાથે પિતાના વભાને સંભાળી શકે છે અને એ જ ન્યાયે રાજા Page #166 -------------------------------------------------------------------------- ________________ શારામર્યાદા [ ૧૩૫ અને રાજકર્મચારી પણ પિતાના કાર્યક્ષેત્રમાં રહ્યા છો સાચું જૈનત્વ જાળવી શકે છે તે આજની રાજપ્રકરણી સમસ્યાને ઉત્તર પણ એ જ છે; એટલે કે રાષ્ટ્રીયતા અને રાજપ્રકરણ સાથે સાચા જૈનત્વને (જે હૃદયમાં પ્રકટયું હેય તો) કશો જ વિરોધ નથી. અલબત્ત, અહીં ત્યાગીવર્ગમાં ગણાતા જૈનત્વની વાત વિચારવી બાકી રહે છે. ત્યાગીવર્ગનો રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજપ્રકરણ સાથે સંબંધ ન ઘટી શકે એવી કલ્પના ઉત્પન્ન થવાનું કારણ એ છે કે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં શુદ્ધત્વ જેવું તત્ત્વ જ નથી, અને રાજપ્રકરણ પણ સમભાવવાળું હોઈ જ ન શકે એવી માન્યતા રૂઢ થઈ છે; પરંતુ અનુભવ આપણને કહે છે કે ખરી હકીકત એમ નથી. જે પ્રવૃત્તિ કરનાર પિતે શુદ્ધ હોય તો તે દરેક જગાએ શુદ્ધિ આપ્યું અને સાચવી શકે છે, અને જે એ પિતે જ શુદ્ધ ન હોય તે ત્યાગીવર્ગમાં રહેવા છતાં હંમેશાં મેલ અને ભ્રમણામાં સબળ્યા કરે છે. આપણે ત્યાગી મનાતા જૈનોને ખટપટ, પ્રપંચ અને અશુદ્ધિમાં તણાતા કયાં નથી જોતા ? તટસ્થ એવા મોટા ત્યાગીવર્ગમાં એકાદ વ્યક્તિ ખરેખર જૈન મળી આવવાનો સંભવ હોય તે આધુનિક રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવનાર મોટા વર્ગમાં તેથીયે વધારે સારા ગુણજૈનત્વને ધારણ કરનારી અનેક વ્યક્તિઓ ક્યાં નથી મળી આવતી કે જે જન્મથી પણ જૈન છે. વળી ત્યાગી મનાતા જૈન વર્ગે પણ રાષ્ટ્રીયતા અને રાજકીય ક્ષેત્રમાં સમયોચિત ભાગ લેવાના દાખલાઓ જૈનસાધુસંધના ઇતિહાસમાં ક્યાં ઓછા છે? ફેર હોય તે એટલો જ છે કે તે વખતની ભાગ લેવાની પ્રવૃત્તિમાં સાંપ્રદાયિક ભાવના અને નૈતિક ભાવના સાથે જ કામ કરતી, જ્યારે આજે સાંપ્રદાયિક ભાવના જરાયે કાર્યસાધક કે ઉપયોગી થઈ શકે તેમ નથી. એટલે જે નૈતિક ભાવના અને અર્પવૃત્તિ હૃદયમાં હોય (જેને શુદ્ધ જૈનત્વ સાથે સંપૂર્ણ મેળ છે) તે ગૃહસ્થ કે ત્યાગ કોઈ પણ જૈનને, તેના જૈનત્વને જરા પણ બાધ ન આવે અને ઊલટું વધારે પોષણ મળે એવી રીતે કામ કરવાનો રાષ્ટ્રીય તેમ જ રાજકીય ક્ષેત્રમાં પૂર્ણ અવકાશ છે. ઘર અને વ્યાપારના ક્ષેત્ર કરતાં રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર છે એ વાત ખરી, પણ વિશ્વની સાથે પોતાનો મેળ હોવાનો દાવો કરનાર જનધર્મ માટે તો રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર એ પણ એક ઘર જેવું નાનકડું જ ક્ષેત્ર છે. ઊલટું, આજે તો એ ક્ષેત્રમાં એવાં કાર્યો દાખલ થયાં છે કે જેને વધારેમાં વધારે મેળ જૈનત્વ (સમભાવ અને સત્યદષ્ટિ) સાધે જ છે. મુખ્ય વાત તે એ જ છે કે કોઈ કાર્ય અગર ક્ષેત્ર સાથે જૈનત્વનો તાદાત્ય સંબંધ નથી. કાર્ય અને ક્ષેત્ર ગમે તે હોય, પણ જે જૈનત્વદષ્ટિ રાખી એમાં પ્રવૃત્તિ થાય છે તે બધું શુદ્ધ જ હોવાનું. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૩ દર્શન અને ચિંતન બીજો પ્રશ્ન લગ્નપ્રથા અને નાતજાત આદિના સંબંધ વિશે છે. આ બાબતમાં જાણવું જોઈએ કે જૈનત્વનું પ્રસ્થાન એકાંત ત્યાગવૃત્તિમાંથી થયેલું છે. ભગવાન મહાવીરને જે કાંઈ પિતાની સાધનામાંથી આપવા જેવું જણાયું હતું તે તે એકાંતિક ત્યાગ જ હતું, પણ એવા ત્યાગના ઈચ્છનાર સુધ્ધાં બધાં એકાએક એવી ભૂમિકાએ પહોંચી ન શકે, એ લેકમાનસથી ભગવાન અજાણ્યા ન હતા; એટલે જ તેઓ ઉમેદવારના ઓછા કે વતા ત્યાગમાં સંમત થઈ “મા વરિષધે છrટ્ટ’– વ બ ન કર-એમ કહી સંમત થતા ગયા અને બાકીની ભગવૃત્તિ અને સામાજિક મર્યાદાઓનું નિયમન કરનારાં શાસ્ત્રો તો તે કાળે પણ હતાં, આજે પણ છે અને આગળ પણ રચાશે. સ્મૃતિ જેવાં લૌકિક શાસ્ત્રો લેકે આજ સુધી ઘડતા આવ્યા છે. અને આગળ પણ ઘડાશે. દેશકાળ પ્રમાણે લોકે પિતાની ભોગમર્યાદા માટે નવા નિયમે, નવા વ્યવહારે ઘડશે; જૂનામાં ફેરફાર કરશે અને ઘણું ફેંકી પણ દેશે. લૌકિક સ્મૃતિઓમાં ભગવાન પડ્યા જ નથી. ભગવાનને ધ્રુવ સિદ્ધાંત. ત્યાગને છે. લૌકિક નિયમનું ચક્ર તેની આજુબાજુ ઉત્પાદ-વ્યયની પેઠે ધ્રુવ સિદ્ધાંતને અડચણ ન આવે એવી રીતે, ફર્યા કરે એટલું જ જોવાનું રહે છે. આ જ કારણથી જ્યારે કુલધર્મ પાળનાર તરીકે જૈન સમાજ વ્યવસ્થિત થયે અને ફેલાતો ગમે ત્યારે તેણે લૌકિક નિયમવાળાં ભેગ અને સામાજિક મર્યાદાનું પ્રતિપાદન કરતાં અનેક શાસ્ત્રો રચ્યાં. જે ન્યાયે ભગવાન પછીના હજાર વર્ષમાં સમાજને જીવતે રાખે તે જ ન્યાય સમાજને જીવતો રહેવા હાથ ઊંચે કરી કહે છે કે–“તું સાવધ થા, તારી સામે પથરાયેલી પરિસ્થિતિ જે અને પછી સમયાનુસારી સ્મૃતિઓ રચ. તું એટલું ધ્યાનમાં રાખજે કે ત્યાગ એ જ સાચું લક્ષ્ય છે, પણ સાથે એ પણ ધ્યાનમાં રાખજે કે ત્યાગ વિના ત્યાગને ડોળ તું કરીશ તે જરૂર મરીશ, અને પિતાની ભેગમર્યાદાને બંધબેસે તેવી રીતે સામાજિક જીવનની ઘટના કરજે. માત્ર સ્ત્રીત્વને કારણે કે પુરુષત્વને કારણે, એકની ભોગવૃત્તિ વધારે છે અથવા બીજાની ઓછી છે અથવા એકને પિતાની વૃત્તિઓ તૃપ્ત કરવાને ગમે તે રીતે હકક છે અને બીજાને વૃત્તિના ભોગ બનવાનો જન્મસિદ્ધ હકક છે, એમ કદી ન માનત.” સમાજધર્મ સમાજને એ પણ કહે છે કે સામાજિક સ્મૃતિઓ એ સદાકાળ એકસરખી હોતી જ નથી. ત્યાગના અનન્ય પક્ષપાતી ગુરુઓએ પણ જૈન સમાજને બચાવવા અગર તો તે વખતની પરિસ્થિતિને વશ થઈ આશ્ચર્ય પમાડે તેવાં ભોગમર્યાદાવાળાં વિધાને કર્યો છે. હવેની જૈન સ્મૃતિઓમાં ચોસઠ હજાર તો શું પણ બે સ્ત્રીઓ પણ સાથે ધરાવનારાની પ્રતિષ્ઠાનું પ્રકરણ નાશ પામેલું હશે; તે જ જૈનસમાજ માનભેર Page #168 -------------------------------------------------------------------------- ________________ શારામર્યાદા [ ૧૩૩ અન્ય ધર્મસભામાં મોટું બતાવી શકશે. હવેની નવી સ્મૃતિના પ્રકરણમાં એક સાથે પાંચ પતિ ધરાવનાર દ્વિપદીના સતીત્વની પ્રતિષ્ઠા નહિ હેમ, છતાં પ્રામાણિકપણે પુર્નલગ્ન કરનાર સ્ત્રીના સતીત્વની પ્રતિષ્ઠા ને એ જ છૂટકો છે. હવેની સ્મૃતિમાં ૪૦ થી વધારે વર્ષની ઉમરવાળા પુરુષનું કુમારી કન્યા સાથે લગ્ન એ બળાત્કાર કે વ્યભિચાર જ નેંધાશે. એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરનાર હવેની જૈન સ્મૃતિમાં સ્ત્રીધાતકી ગણશે; કારણ કે, આજે નૈતિક ભાવનાનું બળ, જે ચોમેર ફેલાઈ રહ્યું છે, તેની અવગણના કરીને જૈન સમાજ બધાની વચ્ચે માનપૂર્વક રહી જ ન શકે. નાતજાતનાં બંધને સખત કરવાં કે ઢીલાં કરવાં એ પણ વ્યવહારની સગવડને જ સવાલ હોવાથી તેનાં વિધાનો નવેસર જ કરવાં પડશે. આ બાબતમાં જૂનાં શાસ્ત્રોનો આધાર શોધ જ હોય તે જૈન સાહિત્યમાંથી મળી શકે તેમ છે, પણ એ શોધની મહેનત કર્યા કરતાં “ધ્રુવ જૈનત્વ” અર્થાત સમભાવ અને સત્ય કાયમ રાખી તેના ઉપર વ્યવહારને બંધબેસે અને જૈન સમાજને જીવન અર્પે એવી લૌકિક સ્મૃતિઓ રચી લેવામાં જ વધારે શ્રેય છે.. - ગુરુસંસ્થાને રાખવા કે ફેંકી દેવાના સવાલ વિશે કહેવાનું એ છે કે આજ સુધીમાં ઘણીવાર ગુરુસંસ્થા ફેંકી દેવામાં આવી છે અને છતાં તે ઊભી છે. પાર્શ્વનાથની પાછળથી વિકૃત થયેલ પરંપરા મહાવીરે ફેંકી દીધી, તેથી કાંઈ ગુરુસંસ્થાને અંત ન આવ્યો. ત્યવાસીઓ ગયા પણ સમાજે બીજી સંસ્થા ભાગી જ લીધી. જતિઓના દિવસો ભરાતા ગયા ત્યાં તો સંવેગી ગુરુઓ આવીને ઊભા જ રહ્યા. ગુરુઓને ફેંકી દેવા એનો અર્થ એ કદી નથી કે સાચા જ્ઞાન કે સાચા ત્યાગને ફેંકી દેવાં. સાચું જ્ઞાન અને સાચો ત્યાગ એ એવી વસ્તુ છે કે તેને પ્રલય પણ નષ્ટ કરી શકતા નથી. ત્યારે ગુરુઓને ફેંકી દેવાનો અર્થ શો ? એને અર્થ એટલો જ કે અત્યારે જે અજ્ઞાન ગુરૂઓને લીધે પિવાય છે, જે વિક્ષેપથી સમાજ શેષાય છે તે અજ્ઞાન અને વિક્ષેપથી બચવા માટે સમાજે ગુરુસંસ્થા સાથે અસહકાર કરે. આ અસહકારના અગ્નિતાપ વખતે સાચા ગુરુઓ તે કુંદન જેવા થઈ આગળ તરી આવવાના, જે મેલા હશે તે શુદ્ધ થઈ આગળ આવશે અગર તે બળીને ભસ્મ થશે. પણ હવે સમાજને જે જાતના જ્ઞાન અને ત્યાગવાળા ગુરુઓની જરૂર છે (સેવા લેનાર નહિ પણ સેવા દેનાર માર્ગદર્શકોની જરૂર છે) તે જાતના જ્ઞાન અને ત્યાગવાળા ગુરુઓ જન્માવવા માટે તેમના વિકૃત ગુરુત્વવાળી સંસ્થા સાથે આજે નહિ તે કાલે સમાજને અસહકાર કર્યો જ છૂટકે છે. અલબત્ત, જે ગુરુસંસ્થામાં કોઈ ભાઈને લાલ એકાદ પણ સાચો Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪] દર્શન અને ચિંતન ગુરુ હયાત હશે તો આવા સખત પ્રયાગ પહેલાં જ ગુરુસંસ્થાને તારાથી અચાવશે. જે વ્યક્તિ આંતરરાષ્ટ્રીય શાંતિપરિષદ જેવી પરિષદ્યમાં હાજર થઈ જગતનું સમાધાન થાય તેવી રીતે અહિંસાનું તત્ત્વ સમજાવી શકશે અગર તા પોતાના અહિંસાખળે તેવી પરિષદોના હિમાયતીઓને પોતાના ઉપાશ્રયમાં આકર્ષી શકશે તે જ હવે પછી ખરા જૈન ગુરુ થઈ શકશે. હવેનું——સાંકડું જગત પ્રથમની અલ્પતામાંથી મુક્ત થઈ વિશાળતામાં જાય છે. તે કાઈ નાત, જાત, સંપ્રદાય, પરંપરા, વેશ કે ભાષાની ખાસ પરવા કર્યા વિના જ માત્ર શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ત્યાગની રાહ જોતું ઊભું છે. એટલે જે અત્યારની ગુરુસંસ્થા આપણી શક્તિવર્ધક થવાને બદલે શક્તિબાધક જ થતી હાય ત તેમના અને જૈન સમાજના ભલા માટે પહેલામાં પહેલી તકે સમજદારે તેમની સાથે અસહકાર કરવા એ એક જ માગ રહે છે. જો આવેા ભાગ લેવાની પરવાનગી જૈન શાસ્ત્રમાંથી જ મેળવવાની હાય તાપણ તે સુલભ છે.. ગુલામીવૃત્તિ નવુ સરતી નથી અને જૂતું ફેંકતી કે સુધારતી પણ નથી. એ વૃત્તિ સાથે ભય અને લાલચની સેના હાય છે. જેને સદ્ગુણાની પ્રતિષ્ઠા કરવી હોય તેણે ગુલામીવૃત્તિના બુરખા ફેંકીને, છતાં પ્રેમ તથા નમ્રતા કાયમ રાખીને જ, વિચારવુ ઘટે. ધંધા પરત્વેના છેલ્લા પ્રશ્નના સબંધમાં જૈન શાસ્ત્રની મર્યાદા બહુ જ ટૂંકી અને ટચ છતાં સાચા ખુલાસા કરે છે, અને તે એ છે કે—જે ચીજને ઉપભાગ ધવિરુદ્ધ કે નીતિવિરુદ્ધ હોય તે ચીજના ધંધા પણ ધર્મ અને નીતિવિરુદ્ધ છે. જેમ માંસ અને મદ્ય જૈન પર પરા માટે વર્જ્ય લેખાયાં છે. તો તેના ધંધા પણ તેટલે જ નિષેધપાત્ર છે. અમુક ચીજને ધંધા સમાજ ન કરે તો તેણે તેના ઉપભાગ પણ છોડવા જ જોઈએ. આ જ કારણથી અન્ન, વસ્ત્ર અને વિવિધ વાહનાની મર્યાદિત ભાગતૃષ્ણા ધરાવનાર ભગવાનના મુખ્ય ઉપાસકા રાન્ન, વસ્ત્ર આદિ બધુ નિપજાવતા અને તેને ધંધા પણ કરતા. જે માણસ બીજાની કન્યાને પરણી ઘર બાંધે અને પોતાની કન્યાને ખીજા સાથે પરણાવવામાં ધનાશ જુએ એ કાં તો ગાંડા હાવા જોઈએ અને ડાહ્યો હાય તે। જૈન સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ભાગવતા ન જ હાવા જોઈએ. જે માણસ કાલસા, લાકડાં, ચામડાં અને યત્રા જથાબંધ વાપરે તે માણુ દેખીતી રીતે તેવા ધંધાના ત્યાગ કરતા હશે તે એને અથ એ જ કે તે ખીજાં પાસે તેવા ધધાઓ કરાવે છે. કરવામાં જ કરાવવામાં તેમ જ સમ્મતિ ઐકાંતિક કથન જૈન શાસ્ત્રમાં ? વધારે દ્વેષ છે. અને આપવામાં આ દોષ છે એવુ કાંઈ નથી. ' ધણીવાર કરવા કરતાં કરાવવા અને Page #170 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા [ ૧૩૫ સમ્મતિમાં જ વધારે દેષ હેવાને સંભવ જૈન શાસ્ત્ર માને છે. જે બૌદ્ધો માંસને ધંધો કરવામાં પાપ માની તે ધંધે જાતે ન કરતાં માંસના માત્ર રાકને નિષ્પાપ માને છે તે બૌદ્ધોને જે જૈન શાસ્ત્ર એમ કહેતું હોય કે તમે ભલેને ધ ન કરે, પણ તમારા દ્વારા વપરાતા માંસને તૈયાર કરનાર લેકના પાપમાં તમે ભાગીદાર છો જ' તો શું તે જ નિષ્પક્ષ જૈન શાસ્ત્ર, કેવળ કુળધમ હોવાને કારણે, જૈનેને એ વાત કહેતાં અચકાશે ? નહિ, કદી જ નહિ. એ તે ખુલેખુલ્લું કહેવાનું કે કાં તે ભગ્ય ચીજોને ત્યાગ કરે અને ત્યાગ ન કરે તે જેમ તેને ઉત્પન્ન કરવા અને તેને વ્યાપાર કરવામાં પાપ લેખો છે તેમ બીજાઓ દ્વારા તૈયાર થયેલી અને બીજાઓ દ્વારા પૂરી પડાતી તે જ ચીજોના ભોગમાં પણ તેટલું જ પાપ લે. જૈન શાસ્ત્ર તમને પિતાની મર્યાદા જણાવશે કે “દોષ કે પાપને સંબંધ ભોગવૃત્તિ સાથે છે; માત્ર ચીજોના સંબંધ સાથે નથી.' જે જમાનામાં મજૂરી એ જ રેટી છે એવું સૂત્ર જગવ્યાપી થતું હશે તે જમાનામાં સમાજની અનિવાર્ય જરૂરિયાતવાળા અન્ન, વસ્ત્ર, રસ, મકાન આદિને જાતે ઉત્પન્ન કરવામાં અને તેને જાતે બંધ કરવામાં દોષ માનનાર કાં તો અવિચારી છે અને કાં તો ધર્મઘેલે છે એમ જ મનાશે. ઉપસંહાર ધારવા કરતાં શાસ્ત્રમર્યાદાને વિષય વધારે લાંબો થયે છે, પણ મને જ્યારે સ્પષ્ટ દેખાયું કે એને ટૂંકાવવામાં અસ્પષ્ટતા રહેશે એટલે થોડુંક લંબાણ કરવાની જરૂર પડી છે. આ લેખમાં મેં શાસ્ત્રોના આધારે જાણીને જ નથી ટાંક્યા, કેમ કે કોઈપણ વિષય પરત્વે અનુકૂળ અને પ્રતિકૂળ બને જાતનાં શાસ્ત્રવાક્યો મેળવી શકાય છે, અગર તે એક જ વાક્યમાંથી બે વિરોધી અર્થો ઘટાવી શકાય છે. મેં સામાન્ય રીતે બુદ્ધિગમ્ય થાય એવું જ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં મને જે કાંઈ અલ્પસ્વલ્પ જૈન શાસ્ત્રને પરિચય થયો છે અને ચાલુ જમાનાને અનુભવ મળે છે તે બન્નેની એકવાતા મનમાં રાખીને જ ઉપરની ચર્ચા કરી છે. છતાં મારા આ વિચાર વિશે વિચારવાની અને તેમાંથી નકામું ફેંકી દેવાની સૌને છૂટ છે. જે મને મારા વિચારમાં ભૂલ સમજાવશે તે વયમાં અને જાતિમાં ગમે તેવડે અને ગમે તે હોવા છતાં મારા આદરને પાત્ર અવશ્ય થશે. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, ૧૯૩૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શું ફેર? [૨૦] હિન્દુસ્તાનમાં શાસ્ત્રને ઉત્પન્ન કરનાર, તેને સાચવનાર, વિકસાવનાર, અને તે દ્વારા શક્ય હોય તેવી બધી પ્રવૃત્તિ કરનાર જે વર્ગ તે બ્રાહ્મણ તરીકે મુખ્યપણે જાણીતું છે. એ જ રીતે શસ્ત્ર રાખનાર, વાપરનાર જે વર્ગ તે મુખ્યપણે ક્ષત્રિય તરીકે જાણીતું છે. શરૂઆતમાં બ્રાહ્મણવર્ગનું કાર્ય શાસ્ત્ર દ્વારા લેકરક્ષા એટલે સમાજરક્ષા કરવાનું હતું, તેમ જ ક્ષત્રિયવર્ગનું કાર્ય શસ્ત્ર દ્વારા સમાજ રક્ષણ કરવાનું હતું. શાસ્ત્ર દ્વારા સમાજરક્ષણ અને શસ્ત્ર દ્વારા સમાજરક્ષણ એ બન્ને રક્ષણ છતાં તેનું સ્વરૂપ મૂળમાં જુદું હતું. શાસ્ત્રમૂર્તિ બ્રાહ્મણ જ્યારે કોઈને બચાવવા માગે ત્યારે તેના ઉપર શાસ્ત્રનો પ્રયોગ કરે; એટલે તેને હિતબુદ્ધિથી, ઉદારતાથી અને સાચા પ્રેમથી વસ્તુસ્થિતિ સમજાવે. આમ કરી તે પેલા આડે રસ્તે જનારને કદાચ બચાવી જ લે અને તેમ કરવામાં સફળ ન થાય તે પણ તે પિતાની જાતને તો ઉન્નત સ્થિતિમાં સાચવી રાખે જ. એટલે શાસ્ત્રનું કાર્ય મુખ્યપણે વક્તાને બચાવવાનું જ રહેતું, સાથે સાથે શ્રેતાને પણ બચાવી લેવાનું બની આવતું, અને જે કઈ વાર તેમ ન બને તે શ્રેતાનું અનિષ્ટ થાય તે ઉદ્દેશ તો ન જ રહે. શસ્ત્રમૂર્તિ ક્ષત્રિય જે કઈને આક્રમણથી પિતાની જાતને બચાવવાનો હોય તે તે શસ્ત્ર દ્વારા પેલા આક્રમણકારીને મારીને જ પોતાને બચાવી લે. એ જ રીતે બીજા કોઈ નિર્બળને બચાવવા જાય ત્યારે પણ પેલા બળવાન આક્રમણકારીને મારીને જ અગર હરાવીને જ નિર્બળને બચાવી શકે. એટલે શસ્ત્ર રક્ષણમાં એકની રક્ષા કરવા જતાં મેટેભાગે બીજાને નાશ સંભવે છે; એટલે કે સામાને ભેગે જ આત્મરક્ષા કે પરરક્ષા સંભવે છે. આટલા તફાવતને લીધે જ શાસ્ત્રને અર્થ એ કે શાસન કરી એટલે સમજાવીને કેઈને બચાવવાની શક્તિને જે ધરાવે તે શાસ્ત્ર અને બીજાને હણી એકને બચાવવાની શક્તિ જેમાં હોય તે શસ્ત્ર. આ તફાવત સાત્ત્વિક અને રાજસ પ્રકૃતિના તફાવતનું સૂચક છે. એ તફાવત હોવા છતાં બ્રાહ્મણ અને ક્ષત્રિય પ્રકૃતિ જ્યાં સુધી પિતાના સમાજરક્ષણના ધ્યેયને યથાર્થ પણે વફાદાર રહી ત્યાં સુધી તે બન્ને પ્રકૃતિએ પિતાની મર્યાદા પ્રમાણે નિ:સ્વાર્થ પણે કામ બજાવ્યા કર્યું અને શારુ તે શસ્ત્રને મોભે સચવાઈ રહ્યો. Page #172 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર અને શસ વચ્ચે શું છે? [ ૧૩૭ પણ વખત જતાં એ શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થયેલ પ્રતિષ્ઠાનાં ફળ ચાખવાની અને ભેગવવાની લાલચ પેલા શાસ્ત્રમૂર્તિ વર્ગમાં દાખલ થઈ. એ જ રીતે શસ્ત્રમૂર્તિ વર્ગમાં પણ શસ્ત્રસેવા દ્વારા જાગેલ પ્રતિષ્ઠાનાં ફળ આસ્વાદવાની ક્ષુક વૃત્તિ જન્મી. પરિણામે ધીરે ધીરે સાત્વિક અને રાજસ પ્રકૃતિનું સ્થાન તામસ પ્રકૃતિએ લીધું અથવા તેમાં તામસપણું દાખલ થયું, અને એવી સ્થિતિ આવી કે શાસ્ત્રમૂર્તિ વર્ગ શાસ્ત્રજીવી બની ગયો અને શસ્ત્રમૂર્તિ વર્ગ શસ્ત્રજીવી બની ગયો; એટલે કે, બન્નેનું મુખ્ય ધ્યેય રક્ષણ મટી આજીવિકા પૂરતું થઈ ગયું. શાસ્ત્ર અને શસ્ત્ર દ્વારા મુખ્યપણે આજીવિકા સાધવી, પિતાની ભગવાસના તૃપ્ત કરવી–એવી વૃત્તિ જન્મતાં જ શાસ્ત્રાવી બ્રાહ્મણવર્ગમાં તડાં પડયાં, તેઓ એકબીજાની અદેખાઈ કરવા લાગ્યા. ભકતો, અનુયાયીઓ અને શિષ્ય, જેમને અજ્ઞાન અને કુસંસ્કારથી બચાવી લેવાનું પવિત્ર કામ બ્રાહ્મણવર્ગને સોંપાયેલું હતું, તેઓને તે રીતે બચાવવાને બદલે પિલે શાસ્ત્રજીવી વર્ગ પોતાના હાથમાં પડેલા અભણ અને ભોળા વર્ગની સેવાશક્તિનો બને તેટલે પિતાના લાભમાં વધારેમાં વધારે ઉપયોગ કરવાની હરીફાઈમાં પડ્યો; એટલે શિકારીની પેઠે એક શાસ્ત્રજીવી પિતાની શાસ્ત્રજાળમાં બને તેટલા વધારેમાં વધારે અનુયાયીઓ બાંધી રાખવા બીજા શાસ્ત્રની સાથે વિવિધ રીતે કુસ્તીમાં ઊતરવા લાગ્યો અને આચાર્ય સિદ્ધસેન કહે છે તેમ, એક માંસના ટુકડા માટે લડનાર બે શ્વાનોમાં ક્યારેક મૈિત્રી બંધાય પણ બે સગા ભાઈ શાસ્ત્રજીવી એટલે વાદી હોય તે તેઓમાં મૈત્રીનો કદી જ સંભવ નથી હોતે, એ સ્થિતિ સમાજમાં આવીને ઊભી રહી. બીજી બાજુ શસ્ત્રમૂર્તિવર્ગ પણ શસ્ત્રજીવી થઈ ગયા હત; એટલે તેમાં પણ ભોગવૈભવની હરીફાઈ અને કર્તવ્યમ્યુતિ દાખલ થઈ હતી. તેથી અનાથ અગર આશ્રિત પ્રજાવર્ગનું પાલન કરવામાં પિતાની શક્તિ રોકવાને બદલે એ વર્ગ સત્તા અને મહત્તા વધારવાની પાછળ ગાડતર થયે. પરિણામે એક શસ્ત્રજીવી અને બીજા -શસ્ત્રજીવી વચ્ચે, કોઈ અનાથ અગર નિર્બળની રક્ષાને કારણે નહિ પણ અંગત દ્વેષ અને વૈરને કારણે, યુદ્ધ શરૂ થયાં અને એ યુદ્ધાગ્નિમાં જે લાખ અને કરોડોની રક્ષા વાસ્તે તે વર્ગ સ હ અગર જેઓની રક્ષાને નિમિત્તે તે વર્ગને આટલું ગૌરવ પ્રાપ્ત થયું હતું તે જ લાખ અને કડો લેકે હેમાયા છે. આ રીતે આપણું આર્યાવર્તનો ઈતિહાસ, શાસ્ત્ર અને શસ્ત્ર અને દ્વારા વિશેષ કલુષિત થયે અને પિતાની પવિત્રતા અખંડિત રાખી ન શક્યો. એ જ સબબ છે કે આ દેશમાં લાખો નહિ પણ કરેડ શાસ્ત્રજીવી વર્ગની વ્યક્તિઓ હોવા છતાં અજ્ઞાન અને વિખવાદને પાર નથી; એટલું જ નહિ પણ ઊલટું, એવર્ગે અજ્ઞાન અને વિખવાદ વધારવામાં કે પિષવામાં પણ નાનોસૂનો ભાગ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] દર્શન અને ચિંતન નથી ભજવ્યો. શુદ્ર અને સ્ત્રીવર્ગને તે જ્ઞાનના અધિકારી ગણ તે વર્ગે તેમની પાસેથી માત્ર સેવા જ લીધી છે, પણ ક્ષત્રિય અને વૈશ્યવર્ગ કે જેમને જ્ઞાનના અધિકારી ગણ્યા હતા તેમનામાંથી પણ અજ્ઞાન દૂર કરવાનો પેલા શાસ્ત્રજીવી વર્ગે પિતાનાથી શક્ય હોય તે કોઈ વ્યવસ્થિત પ્રયત્ન વ્યાપકરીતે કરેલ નથી. શસ્ત્રજીવી વર્ગ પણ અંદરોઅંદરની અદેખાઈ, ભેગવિલાસ અને કલેશને પરિણામે પરરાષ્ટ્રના આક્રમણથી પિતાના દેશને બચાવી ન શક્યો અને છેવટે પિતે પણ ગુલામ થયે. વડવાઓએ હાથમાં શાસ્ત્ર કે શસ્ત્ર લેતી વખતે જે ધ્યેય રાખેલું તે ધ્યેયથી તેમની સંતતિ ટ્યુત થતાં જ તેનું અનિષ્ટ પરિણામ એ સંતતિ અને એ સમાજ ઉપર આવ્યું. શાસ્ત્રજીવી વર્ગ એટલે બધે નબળો અને પેટભરુ થઈ ગયો કે તે પૈસા અને સત્તા માટે સત્ય વેચવા લાગ્યો : તે શસ્ત્રજીવી રાજા-મહારાજાઓની ખુશામત કરે અને મોટપ માને. શસ્ત્રજીવી વર્ગ પણ કર્તવ્યપાલનને બદલે દાન-દક્ષિણ આપીને જ પેલા ખુશામતી વર્ગ દ્વારા પોતાની ખ્યાતિ સાચવી રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યું. આમ બન્ને વર્ગની બુદ્ધિ અને સત્તાના તેજમાં બીજા આશ્રિત લેકે ચગદાઈ ગયા અને છેવટે આખો સમાજ નિર્બળ થઈ ગયે. આપણે આજે પણ મોટેભાગે જોઈએ છીએ કે કોઈ ઉપનિષદ અને ગીતાપાઠી તે શાસ્ત્રો વાંચી પાછળથી હિસાબ મૂકે છે કે દક્ષિણમાં કેટલું ઉત્પન્ન થયું. સતાહમાં ભાગવત વાંચનાર બ્રાહ્મણની દૃષ્ટિ માત્ર દક્ષિણ તરફ હોય છે. અભ્યાસને બળે શ્લેકે ઉરચાર્યે જાય છે અને આંખ કેણે દક્ષિણ મૂકી અને કોણે ન મૂકી એ જેવા તરફ ર્યા કરે છે. દુર્ગાસપ્તશતીનો પાઠ કરનાર મોટેભાગે દક્ષિણ આપનાર માટે કરે છે. ગાયત્રીના જપ પણ દક્ષિણ દેનાર માટે થાય છે. એક યજમાન પાસેથી દક્ષિણા મેળવવા શાસ્ત્રજીવી વર્ગની અને એક યજમાનને ત્યાંથી સીધું મેળવવા તે વર્ગની અંદરોઅંદર જે મારામારી થાય છે તેને રેટીના એક ટુકડા માટે લડતા બે શ્વાનો સાથે સરખાવી શકાય. જમીનના એક નજીવા ટુકડા માટે બે શસ્ત્રજીવીઓ હવે એ જ રીતે કેટે લડે છે. વિશેષ શું? શાસ્ત્રજીવી વર્ગમાં જે સ્વાર્થ અને સંકુચિતપણાને દેષ દાખલ થયે તેની અસર બૌદ્ધ અને જૈનના ત્યાગી ગણાતા ભિક્ષકવર્ગ ઉપર પણ થઈ આ બે વર્ગમાં અંદરઅંદર કુસંપ અને વિરોધ દાખલ થઈ ન અટકતાં તે તેના પેટભેદોમાં પણ દાખલ થયા. દિગંબર જૈન ભિક્ષુ શ્વેતાંબર ભિક્ષુને અને શ્વેતાંબર ભિક્ષુ દિગં? બરને હલકી દૃષ્ટિથી જોવા લાગ્યો. ઉદારતાને બદલે બન્નેમાં સંકુચિતતા વધવા અને પિપાવા લાગી. અંતે એક શ્વેતાંબર ભિક્ષુ વર્ગમાં પણ શાસ્ત્રને નામે ખૂબ વિરોધ અને તડ જમ્યા અને આધ્યાત્મિક ગણાતાં તેમ જ આધ્યા Page #174 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શું ફેર? [ ૧૩૯ત્મિક તરીકે પૂજાતાં શાસ્ત્રોને ઉપગ એક-બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરવામાં, વિરોધ સાથે કડવાશ વધારવામાં અને પોતપોતાની અંગત દુકાનો ચલાવવામાં થવા લાગ્યો. આ રીતે શાએ શસ્ત્રનું સ્થાન લીધું, અને તે પણ ખરી રીતે તે શબ્દ શસ્ત્રનું નહિ પરંતુ ઝેરી શસ્ત્રનું સ્થાન લીધું. તેથી જ આજે જો ફ્લેશ-કંકાસનાં બીજ વધારે દેખાતાં હોય અગર વધારે વ્યાપક રીતે લેશ-કંકાસ ફેલાવાની શક્યતા દેખાતી હોય તે તે ત્યાગી કહેવાતા છતાં શાસ્ત્રજીવી વગ માં જ છે અને એની અસર જ્યાં ત્યાં આખા સમાજ ઉપર વ્યાપેલી છે. આ તો બધી અત્યાર સુધીની ભૂતકાળની વાત થઈપણ હવે વર્તન માનમાં અને ભવિષ્યમાં શું કરવું એ એક પ્રશ્ન ઊભું થાય છે. શું શા . નિમિત્તે પ્રસરેલું વિષ કે શસ્ત્ર દ્વારા ફેલાયેલું વિષ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેના નાશથી–વંસથી દૂર થઈ શકે ? તે માટે બીજો રસ્તો છે? એ બન્નેના નાશથી કદી ફ્લેશ—વિષનો નાશ થઈ ન શકે. યુરોપમાં શસ્ત્ર ઘટાડવાની અને નષ્ટ કરવાની વાતો ચાલે છે, પણ વૃત્તિ સુધાર્યા સિવાય એ શસ્ત્રોના નાશથી કદી શાન્તિ આવવાની નથી, આવી શકે નહિ. કોઈ કહે કે એક વેદને ઝંડે ફરકે તો કલેશ-કંકાસ અને ઝઘડા, જે પંથ નિમિતે થાય છે તે, ન થાય; કોઈ કુરાનભક્ત એ જ વાત કહે, પણ આપણે ભ્રમમાં ન રહેવું જોઈએ કે એક વેદના અનુયાયીઓ અને કુરાનને માનનારાઓ વચ્ચે પણ એટલી જ મારામારી છે. જ્યારે એક ઝંડાની નીચે બીજ વધારે આવશે ત્યારે પણ અત્યારે હશે તે કરતાં મારામારી વધશે. ત્યારે એ એક ક ઉપાય છે કે જેથી વેરનું ઝેર મટે ? ઉપાય એક જ છે અને તે ઉદારતા તેમ જ જ્ઞાનશક્તિ વધારવી તે. જે આપણામાં ઉદારતા અને જ્ઞાનશક્તિ વધે તે આપણે ગમે તે શાસ્ત્રને માનતા હોઈશું છતાં બીજા સાથે કે અંદરોઅંદર અથડામણીનું કારણ આપોઆપ દૂર થશે. આજે પંથ કે સમાજ જે માગી રહ્યો છે તે તો શાન્તિ અને એકસંપી છે. આ તત્ત્વ ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિ સિવાય કદી સંભવી શકતું નથી. ભિન્ન ભિન્ન શાસ્ત્રને અનુસરનાર જુદા જુદા પંથે અને વર્ગો માત્ર ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિને બળે જ હળીમળી એકસંપથી કરવાનાં કામ કરી શકે. આપણે ઘણાય એવા પુરુષો જોઈએ છીએ કે જેઓ એક શાસ્ત્રના અનુયાયી નથી છતાં એકદિલ થઈ સમાજ અને દેશનું કામ કરે છે, અને આપણે એવા પણ ઘણું માણસ જોઈએ છીએ કે જેઓ એક જ સંપ્રદાયનાં શાસ્ત્રોને સરખી રીતે માનવા છતાં એકબીજા સાથે હળીમળીને કામ કરવાની વાત તે બાજુએ રહી, પણ એકબીજાનું નામ પણ સહન કરી શકતા નથી. આ વસ્તુસ્થિતિ આપણને શું સૂચવે છે, તે હવે કહેવાની ભાગ્યે Page #175 -------------------------------------------------------------------------- ________________ -૧૪૦ ] દર્શન અને ચિંતન જ જરૂર છે. જ્યાં સુધી મનમાં મેલ હશે, એકબીજા પ્રત્યે આદર અગર તટસ્થતા નહિ હોય અને લેશ પણ અદેખાઈ હશે, ત્યાં સુધી ભગવાનની સાક્ષીએ એક શાસ્ત્રને માનવામાં અને અનુસરવાનાં વ્રત લેવા છતાં કદી એકતા નહિ સધાવાની, શાન્તિ નહિ જ સ્થપાવાની. એ વસ્તુ જે ધ્યાનમાં ન ઊતરે તે કહેવું જોઈએ કે તે માણસ ઈતિહાસ અને માનસશાસ્ત્રને સમજી નથી શકતો. આપણો સમાજ અને દેશલેશના વમળમાં સંડોવાયેલ છે. તે આપણી પાસે વધારે નહિ તે એટલી આશા રાખે જ છે કે હવે કલેશ ન પિપીએ. જે આપણે ઉદારતા અને જ્ઞાનવૃત્તિ કેળવીએ તો જ સમાજ અને દેશની માગણીને આપણે વફાદાર રહી શકીએ. જૈન તત્ત્વજ્ઞાનમાં અનેકાંત અને આચારમાં અહિંસા મૂકવામાં આવેલ છે, અને તેનો ઉદ્દેશ માત્ર એ જ છે કે તમે જૈન તરીકે અંદરોઅંદર અને બીજા સમાજે સાથે ઉદારતાથી અને પ્રેમથી વર્તો. જ્યાં ભેદ અને વિરોધ હોય ત્યાં જ ઉદારતા અને પ્રેમનું કામ પડે છે અને ત્યાં જ તે અંતઃકરણમાં છે કે નહિ અને છે તે કેટલા પ્રમાણમાં છે એની પરીક્ષા થાય છે. એટલે આપણે જેનપણને જે સમજતા હોઈએ તો સીધી રીતે સમજી શકીએ કે ઉદારતા અને પ્રેમવૃત્તિ દ્વારા જ આપણે ધર્મની રક્ષા કરી શકીએ, બીજી કોઈ રીતે નહિ જ. શાસ્ત્રની ઉત્પત્તિ અને તેના ઉપગને ઉદેશ એ જ છે. જો એ ઉદેશ એનાથી ન સાધીએ તો એ રક્ષણને બદલે ઝેરી શસ્ત્રની પેઠે ભક્ષણ કરવાનું કામ કરશે અને શાસ્ત્ર પિતાનું ગૌરવ નષ્ટ કરી શસ્ત્ર સાબિત થશે. ઉદારતા બે જાતની : એક તો વિધી અગર ભિન્ન ધ્યેયવાળા પ્રત્યે તટસ્થપણું કેળવવાની અને બીજી આદર્શ મહાન બનાવવાની. જ્યારે આદર્શ તદ્દન સાંકડે હૈય, અંગત કે પંથ પૂરતું મર્યાદિત હેય, ત્યારે માણસનું મન સ્વભાવે જ વિશાળ તત્ત્વનું બનેલું હોવાથી એ સાંકડા આદર્શ માં ગભરાય છે અને ઝેરવેરની બહાર આવવા બારીઓ શોધે છે. એ મનની સામે જે વિશાળ આદર્શ રાખવામાં આવે તે તેને જોઈતું ક્ષેત્ર મળી જાય છે અને તેની શક્તિ કલેશ-કંકાસ વાતે ફાજલ રહેતી જ નથી. એટલે ધર્મપ્રેમી થવા ઇચ્છનાર દરેકની એ ફરજ છે કે તે પિતાને આદર્શ વિશાળ ઘડે અને તે માટે મનને તૈયાર કરે. બીજી બાજુ જ્ઞાનવૃદ્ધિ એટલે શું? માણસજાતમાં જ્ઞાનની ભૂખ સ્વભાવે જ હોય છે. એ ભૂખ તેણે જુદા જુદા પંથેનાં, ધર્મોનાં અને બીજી અનેક શાખાઓનાં શાસ્ત્રોનો સહાનુભૂતિપૂર્વક અભ્યાસ કરીને જ શમાવવી. જે સહાનુભૂતિ હેય તે જ બીજી બાજુને બરાબર સમજી શકાય. આ રીતે આપણામાં આજે ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિ પ્રગટાવવાની ભાવના આપણે પેદા કરીએ. પર્યુષણપર્વનાં વ્યાખ્યાને, ૧૯૩૨. Page #176 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા [૨૧] મેં લગભગ પચીસેક વર્ષ પહેલાં, જ્યારે બંગભંગનું પ્રબલ આંદોલન ચાલતું ત્યારે, એક સંતવૃત્તિના વિદ્યાપ્રિય જૈન સાધુને પૂછેલું કે “મહારાજશ્રી, તમે કોગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ કાં ન લો, કેમ કે એ તે રાષ્ટ્રીય સ્વતંત્રતા માટે લડનારી અને તેથી જ જેનોની સ્વતંત્રતા માટે પણ લડનારી સંસ્થા ગણાય ?” એમણે સાચા દિલથી પિતે માનતા કે સમજતા તે જ જવાબ વાળ્યો, ‘મહાનુભાવ, એ તે દેશની સંસ્થા કહેવાય. એમાં દેશકથા અને રાજકથા જ આવવાની. વળી, રાજ્યવિધ તે એનું ધ્યેય જ છે. એવી કથાઓના અને રાજ્યવિધના અમ ત્યાગીઓને એવી સંસ્થામાં ભાગ કે રસ લેવાનું શી રીતે ધર્યું હોઈ શકે ?” ક્યારેક બીજે પ્રસંગે ઉપનિષદ અને ગીતાના સતત પાઠ એક સંન્યાસીને એ જ સવાલ પૂછે. તેમણે ગંભીરતાથી જવાબ આપે કે “ક્યાં અદ્વૈત બ્રહ્મની શાંતિ અને ક્યાં ભેદભાવથી ભરેલી ખીચડી જેવી સંક્ષોભકારી કોંગ્રેસ ! અમારા જેવા અતપંથે વિચરનાર અને ઘરબાર છોડી સંન્યાસ લેનારને વળી એ ભેદ – એ દૈતમાં પડવું કેમ પાલવે ?” પુરાણ અને મહાભારતના વીરરસપ્રધાન આખ્યાનો કહેનાર એક કથાકાર વ્યાસે કાંઈક એવા પ્રશ્નના જવાબમાં ચેમ્બુચટ સંભળાવેલું કે “જેઈ જઈ તમારી કોંગ્રેસ ! એમાં તે બધા અંગ્રેજી ભણેલા અને કશું ન કરનાર માત્ર અંગ્રેજીમાં ભાષણ આપી વીખરાઈ જાય છે. એમાં મહાભારતના સુત્રધાર કૃષ્ણને કર્મગ ક્યાં છે?” જે તે વખતે મેં કઈ ખરા મુસલમાન મોલવીને પૂછ્યું હેત તે એ પણ લગભગ એ જ જવાબ આપત કે કોંગ્રેસમાં જઈને શું કરવું ? એમાં ક્યાં કુરાનનાં ફરમાને અનુસરાય છે ? એમાં તે જાતિભેદ પોષનાર, અને સગા ભાઈઓને પારકા માનનાર લેકને શંભુમેળ થાય છે. કટ્ટર આર્યસમાજી જવાબ આપનાર હોત તો તે વખતે એમ જ કહેત કે અછૂતોદ્ધારની અને સ્ત્રીને પૂરું સમાન આપવાની વેદસંમત હિલચાલ કોંગ્રેસમાં તે કંઈ દેખાતી નથી. કેઈબાઇબલ પી જનાર પાદરી સાહેબને એવો જ પ્રશ્ન કર્યો હોત તો હિંદુસ્તાની હોવા છતાં પણ તે એ જ જવાબ આપતા કે કેગ્રેસ કઈસ્વર્ગીય પિતાના રાજ્યમાં Page #177 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] દર્શન અને ચિંતન જવાના પ્રેમપથ થાડા ઉઘાડેછે? આ રીતે એક જમાનામાં કાઈ પણ સંપ્રદાયના સાચા મનાતા અનુયાયીઓ વાસ્તે કેંગ્રેસ એટલા માટે પ્રવેશયાગ્ય ન હતી કે તેમણે માનેલા ખાસ ખાસ મૂલ સિદ્ધાન્તોને અમલ તે કોંગ્રેસની પ્રવૃત્તિમાં જોઈ કે વિચારી ન શકતા. જમાનેા બદલાયા. લાલા લજપતરાયે એક જાહેર વક્તવ્યમાં પ્રગટ કર્યું કે યુવાને અહિંસાની શિક્ષા આપવી એ તેમને ઊલટે રસ્તે ચઢાવવા જેવુ છે. અહિંસાએ દેશમાં નમાલાપણું આપ્યું છે. એને ફરીથી અહિંસાના શિક્ષણ દ્વારા ઉત્તેજન જ મળવાનું, લેાકમાન્ય તિલકે પણ કયારેક એવા વિચાર દર્શાવેલા કે રાજકીય ક્ષેત્રમાં સત્યનું પાલન મર્યાદિત જ હોઈ શકે; એમાં ચાણકયનીતિ જ વિજયી નીવડે. આવે વખતે અહિંસા અને સત્યમાં મક્કમ માન્યતા ધરાવનાર છતાં આપત્તિ પ્રસંગે અગર ખીજા આપવાદિક પ્રસંગે અહિંસા કે સત્યને અનુસરવાના ઐકાન્તિક આગ્રહ ન સેવનાર ધાર્મિČક વ` માટે તે અનુકૂળ જ હતું; તેમને ભાવતું જ મળ્યું. પણ લાલાજી કે તિલકના એ ઉદ્ગારા જૈનેને અનુકૂળ પડે તેવા ન હતા. વિચારક ગૃહસ્થ અને ત્યાગી જેના સામે બે વસ્તુ આવી : એક તેા લાલાજીના અહિંસાથી આવતી નિર્માલ્યતાના આક્ષેપને સમર્થ રીતે જવાબ આપવેા તે અને બીજી વસ્તુ એ કે જે કેગ્રેસના મહારથી નેતાએ હિંસા અને ચાણુકનીતિનુ પોષણ કરે અને તેને પક્ષ લે તે કૉંગ્રેસમાં · અહિંસા પરમો ધર્માંઃ ' માનનાર જૈન ભાગ શી રીતે લઈ શકે? બીજી વસ્તુ તે કાંગ્રેસમાં ભાગ ન લેવાની જૈન ત્યાગીઓની જૂતી મનેત્તિને અનુકૂળ જ હતી. એટલે એ તેા ભાવતું થયું. હવે પછી કાંગ્રેસમાં સાચા જેને એ—ખાસ કરી ત્યાગી જેને એ—ભાગ લેવા ચેાગ્ય નથી એ સાબિત કરવાનું નવું તાજું... સાધન મળી આવ્યું. પણ પેલા આક્ષેપના જવાબનું શું થાય? જવાખેા તા દેશમાંની જુદી જુદી જૈન સંસ્થાએ ધણા વાળ્યા, પણ એ તેા લાલાજી જેવા સમર્થ વ્યક્તિત્વવાળા દેશભક્ત સામે મચ્છરના ગણગણાટ જેવા હતા. બધાં જૈન પત્રો ક્ષણભર ઊકળ્યાં અને પાછાં શમી ગયાં. તિલક સામે કહેવાની કાઈ જૈન ગૃહસ્થ કે ત્યાગીની હિ ંમત જ ન હતી. સૌ સમજતું ને માનતું કે વાત ખરી છે. રાજકાય'માં તે વળી ચાણકયનીતિ વિના ચાલે ? પણ એનેા સરસ જવાબ જૈતા પાસે એ જ હોઈ શકે કે ત્યારે એવી ખટપટી સંસ્થામાં આપણે ભાગ જ ન લેવા, એટલે પાપથી બચ્યા. અચાનક હિંદુસ્તાનના કક્ષેત્રના વ્યાસપીઠ ઉપર ગુજરાતને એક તપસ્વી આવ્યો. એણે જીવનમાં ઉતારેલ સિદ્ધાન્તને મળે લાલાજીને જવાબ Page #178 -------------------------------------------------------------------------- ________________ સોંપ્રદાયા અને રાષ્ટ્રીય મહાસભા [ ૧૪૩ આપ્યો કે અહિંસાથી નમાલાપણું આવે છે કે તેમાં અપરિમિત બળ પણ સમાયેલું છે ? વળી, એણે એ પણ સ્પષ્ટ કર્યું કે હિંસા એ માત્ર વીરત્વની જ પોષક હાત અગર થઈ શકે તો જન્મથી જ હિંસાપ્રિય રહેનારી જાતિ કણ કેમ દેખાય છે? આ જવાબ જો માત્ર શાસ્ત્રને આધારે અગર કલ્પનાના અળે અપાયા હાત તા તે એની ધછઆ ઉડાવાત, અને લાલાજી જેવા સામે કશું ન ચાલત. તિલકને પણ એ તપસ્વીએ જવાબ આપ્યો કે રાજનીતિને ઇતિહાસ ખટપટ અને અસત્યને ઇતિહાસ છે ખરા, પણ કાંઈ એ તિહાસ ત્યાંજ પૂરો થતા નથી. એનાં ધણાં પાનાં હજી લખાવાનાં ખાકી જ છે. તિલકે એ દલીલ માન્ય ન રાખી, પણ તિલકના ઉપર એટલી છાપ તે પડેલી હતી જ કે આ દલીલ કરનાર કાંઈ માત્ર ખેલનાર નથી. એ તો કહે તે કરી બતાવનાર છે, અને વળી તે સાચા છે; એટલે તિલકથી એ સામેના કથનને એકાએક ઉવેખી શકાય એમ તા હતું જ નહિં અને ઉવેખે તાયે પેલા સત્યપ્રાણ કથાં કાઈની દરકાર કરે એમ હતા ? અહિંસા ધર્માંના સમર્થ બચાવકારના વલણથી જૈનાને ઘેર લાપશીનાં આંધણ મુકાયાં. સૌ રાજી રાજી થયા. સાધુએ અને પાટપ્રિય આચાર્યાં સુધ્ધાં કહેવા લાગ્યા કે જુઓ, લાલાજીને કે જવાખ વાળ્યા છે? મહાવીરની અહિંસા ખરેખર ગાંધીજી જ સમજ્યા છે. સત્ય કરતાં અહિંસાને પ્રધાનપદ આપનાર જૈને વાસ્તે અહિંસાના બચાવ જ મુખ્ય સંતોષના વિષય હતા. એમને રાજ્યપ્રકરણમાં ચાણક્યનીતિ અનુસરાય કે આત્યંતિક સત્યનીતિ અનુસરાય તેની બહુ પડી ન હતી, પણ ગાંધીજીનું વલણ સ્પષ્ટ થયા પછી નામાં સામાન્ય રીતે સ્વધ વિજયની જેટલી ખુશાલી વ્યાપેલી તેટલી જ વૈદિક અને મુસલમાન સમાજના ધાર્મિક લોકેામાં તીવ્ર રાત્તિ પ્રગટેલી. વેદભક્ત આ સમાજીએ જ નહિ, મહાભારત ઉપનિષદ અને ગીતાના ભક્તા સુધ્ધામાં એવા ભાવ જન્મેલા કે ગાંધી તે જૈન લાગે છે. એ વૈદિક કે બ્રાહ્મણ ધના મ તિલક જેટલા જાણતા હાય તો અહિંસા અને સત્યની આટલી આત્યન્તિક અને એકાન્તિક હિમાયત ન કરત. કુરાનભક્ત મુસલમાને ચિડાય એ તો સહજ જ હતું. બધું ગમે તેમ હાય, પણ આ તબકકે, જ્યારે કે કૉંગ્રેસના કાર્યપ્રદેશમાં ગાંધીજીને હાથ લખાતા અને મજબૂત થતા હતા ત્યારે, સૌથી વધારેમાં વધારે અનુકૂળ આવે અને ધમ્ય ગણાય એવી રીતે કૉંગ્રેસનાં દ્વારા જૈતા વાસ્તે ખુલ્લાં થયાં હતાં. આ સાથે એ પણ કહી દેવુ જોઈએ કે જો હિંદુસ્તાનમાં જૈને જેટલા કે તેથીયે ઓછા પણ લાગવગવાળા બૌદ્ધ ગૃહસ્થા અને ભિખ્ખુ હોત તો તેમને વાસ્તે પણ કાંગ્રેસનાં દ્વારા ધ દષ્ટિએ ખુલ્લાં થયાં હોત. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] દર્શન અને ચિંતન હું ધારું છું કે ઉપરનું સંક્ષિપ્ત વર્ણન સાંપ્રદાયિક મનોવૃત્તિ સમજવા વાસ્તે પૂરતું છે. સાંપ્રદાયિક ભાવનાથી મન એટલું બધું નાનું તેમ જ નિષ્ક્રિય જેવું થઈ જાય છે કે તેને વિશાળ કાર્યપ્રદેશ તરફ વળવાનું અને સક્રિયપણું દાખવવાનું સૂઝતું નથી. તેથી જ જ્યારે તિલક અને લાલાજીની ભાવના રાજકીય ક્ષેત્રમાં મુખ્ય ભાગ ભજવતી ત્યારે પણ મહાભારત, ગીતા અને ચાણક્યનીતિના ભક્ત કટ્ટર હિંદુઓએ, કટ્ટર સંન્યાસીઓએ કોંગ્રેસને પિતાનું કાર્યક્ષેત્ર ન જ માન્યું. તેઓ એક કે બીજું બહાનું કરી પોતાની ધાર્મિકતા કોંગ્રેસની બહાર રહેવામાં જ સાબિત કરતા. એ જ રીતે જ્યારે ગાંધીજીની સત્ય અને અહિંસાની તાત્વિક દૃષ્ટિ રાજકીય ક્ષેત્રમાં દાખલ થઈ ત્યારે પણ અહિંસાના અનન્ય ઉપાસક અને પ્રચારક તરીકે પોતાની જાતને માનતામનાવતા કટ્ટર જૈન ગૃહસ્થ અને જૈન સાધુઓ કેગ્રેસના દરવાજાથી દૂરજ રહ્યા, અને તેની બહાર રહેવામાં જ પિતાના ધર્મની રક્ષા કરવાનો સંતોષ. પિષવા લાગ્યા. પણ દવ કેળવણી દ્વારા જુદી સૃષ્ટિ ઘડી રહ્યું હતું. દરેક સંપ્રદાયના યુવકેમાં ઓછા કે વત્તા પ્રમાણમાં કેળવણીએ પરિવર્તન શરૂ કરી દીધું હતું. યુવકનું વિચારબિંદુ ઝપાટાભેર બદલાવા માંડયું હતું. કેળવણુએ કટ્ટર સાંપ્રદાયિક પિતાના પુત્રમાં તેમના પિતા કરતાં મોટું મન અને વિશાળ દષ્ટિબિંદુ નિર્માણ કર્યું હતું. તેથી દરેક સંપ્રદાયની નવી પેઢીને, પછી તે પિતાના ધર્મશાસ્ત્રના મૂળ સિદ્ધાતે બહુ ઝીણવટથી જાણતી હોય કે નહિ છતાં, એમ સ્પષ્ટ જણાવા લાગ્યું કે આપણા વડીલે અને ધર્માચાર્યો જે જે ધર્મસિદ્ધાન્તની અને સાંપ્રદાયિક વિશેષતાઓની મહત્તા ગાય છે તે સિદ્ધાંતોને તેઓ પિતતાના વાડા સુધ્ધામાં સજીવ કે કાર્યશીલ કરતા નથી અગર કરી શકતા નથી, તેમ જ પિતાના વાડા બહાર કોગ્રેસ જેવા વ્યાપક ક્ષેત્રમાં પણ તેઓ પિતાના સિદ્ધાંતની સક્રિયતા અને શક્યતામાં માનતા નથી. એટલે નવી પેઢીએ જોઈ લીધું કે તેમને વાસ્તે પિતપોતાના સંપ્રદાયે વ્યવહાર અને ધર્મ_બંને દષ્ટિએ માત્ર બંધનરૂપ છે. આ સમજથી દરેક સંપ્રદાયની શિક્ષિત નવી પેઢી રાષ્ટ્રીય મહાસભા તરફ વળી; અને સાંપ્રદાયિક ભાવ છોડી તેને જ પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. આ ક્ષણે સંપ્રદાયના કટ્ટર પંડિત, ધર્માચાર્યો તેમ જ હિંદુ મહાસભાનુગામી નવી પેઢી વચ્ચે વિચારવં શરૂ થયું. કટ્ટર મુલ્લા કે મોલવી તરુણ મુસ્લિમને કહે કે તમે કોંગ્રેસમાં જાઓ છે, પણ ત્યાં તે ઈસ્લામ વિરુદ્ધ ઘણું બને છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ સપ્રદાયા અને રાષ્ટ્રીય મહાસભા | ૧૪૫ તમારી ફરજ સથી પહેલાં પોતાના દીન ઇસ્લામને પ્રકાશવાની અને પોતાના દીન મુસલમાનાને વધારે સબળ બનાવવાની છે. તેમને મુસલમાન તરુણા જવાબ આપતા કે રાષ્ટ્રીય વિશાળ ક્ષેત્રમાં તા ઊલટું મહમ્મદ સાહેબના ભ્રાતૃભાવના સિદ્ધાન્તને વિશેષ વ્યાપક રીતે જીવતા બનવાનું શકય છે. માત્ર ઇસ્લામી વાડામાં તો એ સિદ્ધાંત શિયા, સુન્ની વગેરે અનેક નાના ભેદમાં વહેચાઈ ખંડિત થઈ ગયા છે, અને સમગ્ર દેશના પેાતાના પાડોશી ભાઈએને પર મનાવતા થઈ ગયા છે. મુલ્લા કે મેાલવી એ તરુણાને નાસ્તિક ગણી ઘૂરકતા. સનાતન પડિતા તે સનાતનપથી ખાવા સંન્યાસીએ એ જ રીતે પેાતાની નવ પેઢીને કહેતા કે તમારે કઈ કરવું છે તે હિન્દુ કામનુ ક્ષેત્ર કયાં નાનુ છે ? તમે કાંગ્રેસમાં જઈને તે ધમ, કમ અને શાસ્ત્રોના ધાણુ વાળવાના. નવી પેઢી તેમને કહેતી કે જે ધર્મ, કર્મ અને શાસ્ત્રોના નાશની વાત કરી છે. તે જ ધર્મ, કર્મ અને શાસ્ત્રો હવે નવી રીતે જીવવાનાં છે. જો જૂની રીતે તેમનુ જીવન શકય હેાત તો આટલા બધા પડિતા અને સંન્યાસીએ હોવા છતાં હિંદુ ધર્મનું તેજ હણાયું ન હોત. જ્યારે કટ્ટર મનના જૈન ગૃહસ્થા અને ખાસ કરી ધમગુરુઓ તરુણ પેઢીને કહેતા કે તમે બધા ગાંધી ગાંધી કહી કાંગ્રેસ તરફ દોડા છે, પણ તમારે કાંઈ કામ જ કરવું છે તે પોતાના સમાજ અને પેાતાની કામ વાસ્તે કાંઈ કેમ નથી કરતા ? નવી પેઢીએ ચોખ્ખું ચટ સંભળાવ્યું કે જો સમાજ અને કામમાં કામ કરવાનું શક્ય હોત અને તમે ઇચ્છતા જ હે! તે તમે પોતે એમાં કાંઈ કામ મ કરી નથી શકતા ? તમારી કામી અને ૫થી ભાવનાએ તમારા નાનકડા જ સમાજમાં સેકડા ભેોપભેદ જન્માવી ક્રિયાકાંડનાં કલ્પિત જાળાંઓની વાડ ઊભી કરી તમારા પેાતાને જ માટે જ્યારે કાંઈ કરવાનું શકય રાખ્યું નથી ત્યારે વળી અમે એ વાડામાં પુરાઈ વધારે લીલું શું કરવાના રીતે જૂના સાંપ્રદાયિક અને નવા રાષ્ટ્રીય માનસ વચ્ચે સધણુ ચાલતું રહ્યું, જે હજી પણ ચાલે છે. હતા ? આ વિચારસ'ધણુ અને વધારે ઊહાપાતથી, જેમ રાષ્ટ્રીય મહાસભાનુ ધ્યેય અને તેને કાર્યક્રમ વધારે સ્પષ્ટ અને વધારે વ્યાપક બન્યા છે તેમ નવી પેઢીનું માનસ પણ વધારે સમજણું અને વધારે અસ ંદિગ્ધ બન્યું છે. અત્યારના તરુણ ખ્રિસ્તી એમ સ્પષ્ટપણે સમજે છે કે ગરીખે અને દુઃખીઓની વહારે ધાવાના ખ્રિસ્તના પ્રેમસંદેશ જીવનમાં સાચી રીતે ઉતારવા હેાય તે તે વાસ્તે હિંદુસ્તાનમાં રહી રાષ્ટ્રીય મહાસભા જેટલું બીજું વિશાળ અને અસ'કુચિત ક્ષેત્ર મળવાનું શકય જ નથી. આ સમાજની નવ પેઢીને પણ નિશ્ચય ૧૦ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] દર્શન અને ચિંતન છે કે સ્વામી દયાનંદે ઉપસ્થિત કરેલ બધો જ કાર્યક્રમ તેમનાય દૃષ્ટિબિંદુ કરતાં વધારે વ્યાપક દૃષ્ટિબિંદુથી અને વધારે વિશાલ ક્ષેત્રમાં અમલમાં મૂકવાનું કામ કેગ્રેસ કરી રહી છે. મુસ્લિમ નવીન પેઢી પણ પિતાના પગમ્બર સાહેબના ભ્રાતૃભાવના સિદ્ધાંતને કેગ્રેસના પંડાલમાં જ મૂર્તિમાન થતો જોઈ રહી છે. કૃષ્ણના વંશજ અને ભક્તોની નવી પેઢી તેમના કર્મગની શક્તિ કોંગ્રેસમાં જ જેવા પામે છે. નવી જન પેઢી પણ મહાવીરની અહિંસા કે અનેકાંતદષ્ટિની વ્યવહારુ તેમ જ તાત્ત્વિક ઉપયોગિતા કેગ્રેસના કાર્યક્રમ સિવાય અન્યત્ર જોતી જ નથી. આમ હવાથી અત્યારે જૈન સમાજમાં એક જાતને #ભ ઊભું થયું છે કે, જેનાં બીજ તે ઘણા દિવસો અગાઉ વવયાં જ હતાં. અત્યારે વિચારક યુવકે સામે મુદ્દો એ છે કે તેમણે પિતાના વિચાર અને કાર્યનીતિ પર આખરી ફેંસલે ઘડી જ કાઢવો જોઈએ, જેથી જેને સમજાય તે એ ફેંસલાને અનુસરે, જેને ન સમજાય એ ભલે જૂની ધરેડ તરફ ચાલ્યા કરે. હવે પછીની નવીન પેઢી વાસ્તે પણ તદ્દન ચેખા શબ્દોમાં એવા ફેંસલા અને કાર્યક્રમની અનિવાર્ય જરૂર છે. હું સ્પષ્ટપણે જોઉં અને માનું છું કે રાષ્ટ્રીય મહાસભાના ધ્યેય, તેની વિચારસરણી અને તેના કાર્યપ્રદેશમાં અહિંસા અને અનેકાન્તદષ્ટિ, જે જન ત્વનાં પ્રાણ છે તે, વધારે તાત્વિક રીતે અને વધારે ઉપયોગીપણે કામ કરી રહ્યાં છે. હા, કેગ્રેસના પંડાલનાં આસન ઉપર પતિ કે શ્વેત વસ્ત્રધારી યા નગ્નમૂર્તિ જૈન સાધુઓ બેઠેલા નહિ દેખાય, ત્યાં તેમના મોઢેથી નીકળતી અહિંસાની ઝીણામાં ઝીણી વ્યાખ્યા તેમ જ અહિંસાના રક્ષણ માટે જ પ્રશસ્ત હિંસા કરવાની વાગ્ધારા નહિ સંભળાય એ ખરું. ત્યાં ભગવાનની મૂર્તિઓ, તેમની પૂજા વાસ્તેની ફૂલની છાબડીઓ, સુગંધી દ્રવ્યો, આરતીના ઘંટનાદો એ પણ નહિ જ હોવાનાં. ત્યાં કઈ ચાલતા વ્યાખ્યાને ‘તહત્તિ, તહત્તિ, કરનાર ભક્તો કે ગલી ગાનાર બહેને પણ નહિ મળવાની. કેગ્રેસના રડે ઉપધાન તપ વાતેની આગળની તૈયારીરૂપ વિવિધ મિષ્ટા પણ નજરે નહિ ચડવાનાં. તેમ છતાં જેને વિચારદષ્ટિ હશે તે જોઈ શકશે કે કેસની એકેએક વિચારણા અને એકેએક કાર્યક્રમ પાછળ વ્યવહારુ અહિંસા અને વ્યવહારુ અનેકાન્તદષ્ટિ કામ કરી રહી છે. ' ખાદી ઉત્પન્ન કરવી-કરાવવી અને તેને જ વાપરવી–એ કાર્યક્રમમાં છે તે કરતાં વધારે અહિંસાનું તત્ત્વ બીજી કઈ રીતે કપડાં તૈયાર કરી વાપરવામાં છે એમ કઈ જૈન સાધુ બતાવશે માત્ર નાની નાની જાતિઓ જ નહિ, નાના Page #182 -------------------------------------------------------------------------- ________________ ' સંપ્રદાય અને રાષ્ટ્રીય મહાસભા નાના પથે જ નહિ, પણ પરસ્પર એકબીજાથી તદ્દન વિધી એવી ભાવનાવાળી મોટી મોટી જાતિઓ અને મોટા મોટા પથને પોતપોતાના ઐકાંતિક દૃષ્ટિબિંદુથી ખસેડી સર્વહિત સમન્વયરૂપ અનેકાંતદષ્ટિમાં સાંકળવાનું કામ કોગ્રેસ સિવાય બીજી કોઈ સંસ્થા કે બીજી કોઈ જૈન પિષાળ કરે છે કે કરી શકે છે, એમ કોઈ સાચે નિર્ભય જૈનાચાર્ય કહી શકશે ? અને જો એમ જ છે તે ધાર્મિક કહેવાતા જૈન સાંપ્રદાયિક ગૃહસ્થ અને જૈન સાધુઓની દષ્ટિએ પણ તેમના પિતાના જ અહિંસા અને અનેકાંતદષ્ટિના સિદ્ધાંતને અંશે પણ જીવતે કરી બતાવવા વાસ્તે નવીન પેઢીએ કોંગ્રેસને માર્ગે જ વળવું જોઈએ એ એક જ વિધાન ફલિત થાય છે. જન શાસ્ત્રમાં અનેક ઉદાત્ત સિદ્ધાંત હોવાની વાત ચોમેર ફેલાવાય છે. દાખલા તરીકે, દરેક સાધુ કે આચાર્ય એમ કહે કે મહાવીરે તે જાતપાતના ભેદ સિવાય પતિત અને દલિતને પણ ઉન્નત કરવાની વાત કહી છે, સ્ત્રીઓને પણ સમાન લેખવાની વાત ઉપદેશી છે; પણ જ્યારે આપણે એ જ ઉપદેશકોને પૂછીએ કે તમે જ ત્યારે એ સિદ્ધાંત પ્રમાણે કેમ નથી વર્તતા ? તે વખતે તેઓ એક જ જવાબ આપવાના કે કરૂઢિ બીજી રીતે ઘડાઈ ગઈ છે. એટલે એ પ્રમાણે વર્તવું કઠણ છે; વખત આવતાં રૂઢિ બદલાશે ત્યારે એ સિદ્ધાંત અમલમાં આવવાના જ. એ ઉપદેશકે રૂઢિ બદલાય ત્યારે કામ કરવાનું કહે છે. એવી સ્થિતિમાં એ રૂઢિ બદલી, તોડીને તેમને વાતે કાર્યક્ષેત્ર નિબંધ કરવાનું કામ કોગ્રેસ કરી રહી છે અને એ જ કારણે વિચારક નવી પેઢીને કોગ્રેસ સિવાય બીજો કોઈ સાંપ્રદાયિક કાર્યક્રમ સતિષી શકે એમ છે જ નહિ. હા, સંપ્રદાયમાં સંતોષ માની લેવા જેવી ઘણી વસ્તુઓ છે, જે તેને પસંદ કરે છે તેમાં ખુશીથી જોડાઈ રહે. થોડી વધારે કીમત આપી વધારે જાડું અને ખરબચડું ખાદીનું કપડું પહેરી કાંઈક પણ અહિંસાવૃત્તિ ન પિષવી હોય અને તેમ છતાં નળ ઉપર ચોવીસે કલાક ગરણું બાંધીને કે છવાખાનામાં બધી જીવાત ઠાલવીને અહિંસા પાળ્યાને સતિષ સેવ હોય તે સાંપ્રદાયિક ક્ષેત્ર સુંદર છે. જોકે તેને અહિંસાપ્રિય ધાર્મિક પણ માનશે અને બહુ કરવાપણું પણ નહિ રહે. દલિતોદ્ધાર વાસ્તે પ્રત્યક્ષ જાતે કાંઈ કર્યા સિવાય અગર તે વાતે નાણાંને ફાળો આપ્યા સિવાય પણ સંપ્રદાયમાં રહી મોટા ધાર્મિક મનાવા જેવી નકારશી, પૂજાપાઠ અને સંધ કાઢવાની ખર્ચાળ પ્રથાઓ છે, જેમાં રસ લેવાથી ધર્મ પાળે ગણાય, સંપ્રદાય પિષ્ય ગણાય અને છતાં સાચું તાત્ત્વિક કશું જ કરવું ન પડે. જ્યાં Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] દર્શન અને ચિંતન દેખો ત્યાં સંપ્રદાયમાં એક જ વસ્તુ નજરે પડશે અને તે એ કે પ્રાણ વિનાના. કઈ ને કઈ ક્રિયાકાંડ, કઈ ને કઈ ધાર્મિક વ્યવહારને વળગી તેમાં જ ધર્મ કર્યાને સતિષ માનવો અને વળી વધારામાં તેને આધારે આજીવિકા પકવી. આજ યુવક કાંઈક જીવન જીવવા ઈચ્છે છે. એને ળિયા કરતાં પ્રાણુની વધારે પડી છે. એને શુષ્ક વાદે કરતાં જીવતા સિદ્ધાંત વધારે ગમે. છે. એને પારલૌકિક મેક્ષની નિષ્ક્રિય વાત કરતાં ઐહિક મેક્ષની સક્રિય વાતે વધારે આકર્ષે છે. એને સાંકડી શેરીમાં ચાલવા કે દેડવામાં રસ નથી. એને ધર્મ કરવો હોય તે ધર્મ અને કર્મ કરવું હોય તે કર્મ, પણ જે કરવું હોય તે, ખુલ્લમખુલ્લાં કરવું છે. ધર્મની પ્રતિષ્ઠાને લાભ લઈ દંભના જાળામાં પડવાનું એ પસંદ કરતો નથી. એનું મન કઈ એક વેષ, કેઈ એક ક્રિયાકાંડ કે કોઈ એક ખાસ પ્રકારના વ્યવહાર માત્રમાં ગોંધાઈ રહેવા તૈયાર નથી. તેથી જ આજનું યુવક-માનસ પિતાનું અસ્તિત્વ અને વિકાસ માત્ર સાંપ્રદાયિક ભાવનામાં પિષી શકે તેમ છે જ નહિ. તેથી જૈન છે કે જૈનેતર હે, દરેક યુવક રાષ્ટ્રીય મહાસભાના વિશાળ પ્રાંગણ તરફ હસતે ચહેરે, કૂલતી છાતીએ, એક બીજાને ખભેખભો લગાડી જઈ રહ્યો છે. જે આ ક્ષણે સર્વ સંપ્રદાય ચેતે તો નવા રૂપમાં પણ તેમના પિતાના સંપ્રદાયે જીવે, પોતાની નવી પેઢીનો આદર પિતા તરફ સાચવી રાખી શકે અને જેમ અત્યાર સંકીર્ણ જૈન સંપ્રદાય ઊકળી ઊઠ્યો છે તેમ નવયુવક તરક–ખરી રીતે નવયુવકને આકર્ષનાર રાષ્ટ્રીય મહાસભા તરફ–ઉપેક્ષા કે તિરસ્કારની દષ્ટિએ જે તે તેનું બેવડી રીતે મેત છે એમ કોઈને લાગ્યા વિના નહિ રહે. નવભણતરવાળી કોઈ તરુણ એક ગેપાળમંદિરમાં કુતૂહલવશ જઈ ચડી.. સ્વામી દામોદરલાલજીને દર્શને જતી સેંકડો ભાવુક લલનાઓને જોઈએ તરણી પણ એમાં ભળી. ગેસ્વામીજી ભગતને એકે એકે લક્ષ,કરી કહેતા કે “માં માવચ મામાને ૨ રાધિમ્ –મને કૃષ્ણ સમજે અને પિતાને રાધિકા. બધી ભોળી ભક્તાણીઓ તે મહારાજશ્રીનું વચન કૃષ્ણવચન સમજી એ રીતે વરતતી આવેલી, પણ પેલી નવશિક્ષિત તરુણીમાં તર્કબુદ્ધિ જાગી. એ ચૂપ રહી ન શકી, નમ્રતાથી પણ નીડરતાથી બેલીઃ “મહારાજશ્રી, તમને કૃષ્ણ માનવામાં મને જરાયે વાંધો નથી, પણ હું જેવા માગું છું કે કૃષ્ણ કંસના હાથીને ઉછાળે તેમ તમે હાથી નહિ, આખલે નહિ તે એકાદ નાના ગધેડાને Page #184 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાય અને રાષ્ટ્રીય મહાસભા [ ૧૪૯ ઉછાળી ફેંકી શકે છે કે નહિ? કૃષ્ણ તો કંસના મુષ્ટિક ને ચાર એ બે મહામલે મરદી નાખેલા, તમે વધારે નહિ તે ગુજરાતના એકાદ અખાડિયા તરુણને મરદી શકે છે કે નહિ ? કૃણે કંસને પટકી મારેલે, તે તમે તમારા કઈ વૈષ્ણવપંથના વિરોધી યવનને પટકી શકે છે કે નહિ ?” તર્ક જબરે હતો. પેલા મહારાજે મનમાં બડબડતાં કહ્યું કે આ નાસ્તિક બાઈમાં તે કલિયુગની બુદ્ધિ આવેલી છે. હું ધારું છું કે એ બાઈના જેવી કલિયુગી બુદ્ધિ ધરાવનાર આજનો કોઈ પણ સંપ્રદાયને કોઈ પણ યુવક પિતાપિતાને સંપ્રદાયનાં શાસ્ત્રોને સાંપ્રદાયિક દૃષ્ટિએ જોનાર અને તેવાં પ્રવચનો કરનાર પિતપિતાના સાંપ્રદાયિક ધર્મગુરુઓને એવો જ કાંઈક જવાબ આપશે. યુવક મુસલમાન હશે તો તે મેલવીને સંભળાવશે કે હિન્દુઓને કાફર કહે છે, પણ તમે પિતે પણ કાફર કેમ નહિ ? ગુલામ હોય તે કાફર. તમે પોતે ગુલામ જ છે. ગુલામીમાં રાખનાર કાફર ગણાતું હોય તે રાજ્યકર્તાઓને કાફર માને. પછી તેમની સેડમાં કાં ભરાઓ છો? યુવક હિન્દુ હશે તે તે વ્યાસને સંભળાવશે કે મહાભારતની વીરકથા અને ગીતાને કર્મવેગ સાચો છે તે અત્યારે જ્યાં વીરત્વ અને કર્મયોગની ખાસ જરૂર છે તે પ્રજાકીય રણગણથી કેમ ભાગે છે? યુવક જન હશે તે “ક્ષમા વીરથ મૂષણમ ”નો ઉપદેશ આપનાર જન ગુરુને કહેશે કે જે તમે વીર હે તે સાર્વજનિક કલ્યાણકારી અને છતાંય ઉશ્કેરણીના પ્રસંગમાં જઈ ક્ષમા કેમ સાચવી શકાય એવો પદાર્થપાઠ કાં નથી આપતા ? સાત વ્યસનના ત્યાગને સતત ઉપદેશ આપનાર તમે, જ્યાં સૌએ એવો ત્યાગ કરેલે જ છે ત્યાં જ માત્ર બેસી એવા ત્યાગની વાત કેમ કરે છે? પીઠાં ઉપર, જ્યાં દેશમાં લાખો કરેડ દારૂડિયાઓ બરબાદ થાય છે ત્યાં જઈ તમારે ઉપદેશ કેમ નથી વરસાવતા ? જ્યાં અનાચારજીવી સ્ત્રીઓ વસે છે, જ્યાં કતલખાનાઓ અને માંસવિક્રય ચાલે છે, ત્યાં જઈ કાંઈ કેમ નથી ઉજાળતા ? આ રીતે અત્યારને કળિયુગી યુવક કોઈ પણ ગુરુના ઉપદેશને કસ્યા વિના, તર્ક કર્યા વિના સાંભળવાનો કે માનવાને છે જ નહિ. હા, તે એક જ વસ્તુ માનશે અને તે એ કે ઉપદેશક જીવી બતાવતો હોય તે જ વસ્તુ. આપણે જોઈએ છીએ કે અત્યારે ઉપદેશ અને જીવન વચ્ચેના ભેદની દીવાલ તેવા પ્રયત્ન રાષ્ટ્રીય મહાસભાએ કર્યો છે અને કરી રહી છે. તેથી જ તમામ સંપ્રદાય વાસ્તે એ એક જ કાર્ય ક્ષેત્ર યોગ્ય છે. - જૈન સમાજમાં ત્રણ વર્ગ છેઃ એક તદ્દન સાંકડે. તેનું માનસ એવું છે કે તેને દરેક વસ્તુ, દરેક કર્તવ્ય ને પ્રવૃત્તિ સાથે પિતાનું કે પોતાના જન Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ દર્શન અને ચિતન ધનુ નામ ન હોય તેા તે વસ્તુ, તે કવ્યુ કે તે પ્રવૃત્તિ ગમે તેટલી યોગ્ય હાવા છતાં તેને તે વ તિરસ્કારે નહિ તા છેવટે ઉવેખે તે જરૂર જ. આ વર્ગ કટ્ટર તરીકે જાણીતા છે. તેના મુખિયા સાધુઓ અને ગૃહસ્થા પણ જાણીતા છે. તે કટ્ટર અને રાષીલા હાઈ તેને વિશે વધારે નિર્દેશ કરવા કરતાં મૌન સેવવું જ યાગ્ય છે. ખીજો એક વર્ગ ઉદારને નામે ખપે છે. તે જાહેરમાં પેાતાના નામના કે જૈન ધર્મના નામને બહુ આગ્રહ સેવતા હાય એવા દેખાવ નથી કરતા. વળી કેળવણીના ક્ષેત્રમાં પણ ગૃહસ્થા વાસ્તે કાંઇક કરે છે. દેશ કે પરદેશમાં સાર્વજનિક ધર્મચર્ચા કે ધવિનિમયની વાતમાં રસ લઈ કાંઇક જૈન ધર્મોના મહત્ત્વ વાસ્તે ચેષ્ટા કરે છે. એ વર્ગ ઉદાર ગણાતા હાઈ તેને વિશે પ્રથમ કટ્ટર વર્ગના કરતાં વધારે સ્પષ્ટ વિચારવાનું પ્રાપ્ત થાય છે. એવી ભ્રમણામાં આપણે રહેવું ન જોઈ એ. આ ખીજો વર્ગ પહેલા વર્ગ કરતાં કાંઈ વધારે સારી મને દશા ધરાવે છે, પહેલા વર્ગ રાષીલા અને નીડર હેાઈ માને તેવુ કહી દે છે, જ્યારે ખીજો વર્ગ ખીકણુ હોઈ તેમ કહેતા નથી; પણ તે બંનેની મનોદશામાં બહુ ફેર નથી. જે પહેલા વમાં રાષ અને અભિમાન છે તો બીજામાં બીકણપણું અને કૃત્રિમતા છે. વાસ્તવિક ધર્મની પ્રતિષ્ઠા અને જૈન ધર્મને જીવંત બનાવવાની પ્રવૃતિથી બન્ને એક સરખા જ દૂર છે. દાખલા તરીકે, રાષ્ટ્રીય જીવનની પ્રવૃત્તિઓની કસોટી લા. પહેલા વર્ગ ખુલ્લ ખુલ્લા કહેશે કે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં જૈન ધર્મનું સ્થાન કયાં છે? એમ કહી તે પોતાના ભક્તાને તે તરફ ઢળતાં રોકશે. બીજો વગ ખુલ્લ` ખુલ્લા એમ નહિ કહે, પણ સાથે જ પોતાના કાઈ પણ ભક્તને રાષ્ટ્રીય જીવન તરફ વળતા જોઈ પ્રસન્ન નહિ જ થાય. પોતે ભાગ લેવાની વાત દૂર રહી, પણ કાઈ પાતાના ભક્ત રાષ્ટ્રીય પ્રવૃત્તિ તરફ ઢળ્યો હશે કે ઢળતા હશે તા તેના ઉત્સાહને તે “ જુને મરે વર્ણ વિષયે ન મરણ' એ નીતિ પ્રમાણે જરૂર માળા પાડી દેશે. ઉદાહરણ જોઈતું જ હાય તે તાજી છે. યુરોપમાં વિશ્વબંધુત્વની પરિષદો ભરાય છે. ત્યાં જૈન ધર્મ પોતાનુ સ્થાન પરાણે કરવા જાય છે, પણ તે ધમ જરા પણ મહેનત વિના વિશ્વમંત્વની પ્રત્યક્ષ પ્ર‰ત્તિમાં સ્થાન મેળવવાનું આ દેશમાં શકય છતાં અહી જ એમાં સ્થાન કેમ નથી મેળવતા ? રાષ્ટ્રીય મહાસભા જેવું વિશ્વબંધુત્વનું સુલભ અને ધરઆંગણાનું કા ક્ષેત્ર છેાડી લંડન ને અમેરિકામાંની એવી પરિષદમાં ક્રમ ભાગ લેવા મથે છે? દેશની પ્રત્યક્ષ વિશ્વબંધુત્વસાધક પ્રવૃત્તિઓમાં પોતાનાં ધન, તન અને મનનો ફાળા આપવા છેડી એ પરદેશમાં હજારા માઈલ દૂર ભરાતી પરિષદ્મમાં માત્ર બે-પાંચ મિનિટ ખેલવા જ પરાણે અપમાનપૂર્વક કાં કાં મારે છે? * Page #186 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાય અને રાષ્ટ્રીય મહાસભા [૧૫ આનો જવાબ શોધીશું તે બીજા વર્ગનું માનસ સમજાઈ જવાશે. વાત એ છે કે બીજા વર્ગને કાંઈક કરવું છે. તે પણ પ્રતિષ્ઠિત હોય તે કરવું છે. વળી તે પ્રતિષ્ઠા એવી છે કે જે અનુયાયી લેકના મનમાં વસેલી હેય અને એવી ન હોય કે જેથી અનુયાયીઓને છંછેડાવાનું કઈ પણ કારણ મળે. તેથી જ આ ઉદાર વર્ગ જૈન ધર્મમાં પ્રતિષ્ઠા પામેલ અહિંસા અને અનેકાંતનાં ગાણું ગાય છે. એ ગાણાં એવાં કે જેમાં કાંઈ પ્રત્યક્ષ કરવાપણું જ ન હોય. પહેલા વર્ગે એ ગાણ માટે ઉપાશ્રયેનું જ સ્થાન પસંદ કર્યું, જ્યારે બીજા વર્ગો ઉપાશ્રયે ઉપરાંત બીજા સ્થાને એવાં પસંદ કર્યા કે જ્યાં ગાણ ગાઈ શકાય અને છતાં કશું જ કરવાનું ન હોય. તત્વતઃ બીજે ઉદાર વર્ગ વધારે ભ્રામક છે, કારણ; તેને ઘણું ઉદાર તરીકે ઓળખે છે. નામદાર ગાયકવાડ જેવા ચકર બુદ્ધિના રાજપુરુષોને વાતે વિશ્વબંધુત્વની ભાવનાને મૂર્તિમાન કરવા મથતી રાષ્ટ્રીય મહાસભાની પ્રવૃત્તિમાં ભાગ લે એક યા બીજે કારણે ન પાલવે એ વાત સમજી શકાય, પણ ત્યાગ અને સહિષ્ણુતાનો ઝખે પહેરી બેઠેલ, તપસ્વી મનાતા જૈન સાધુવર્ગ વાસ્તે એ સમજવું મુશ્કેલ છે કે તેઓ જે વિશ્વબંધુત્વને વાસ્તવમાં જ જીવિત કરવા ઈચ્છે છે તે તેના પ્રવેગનું સામેનું પ્રત્યક્ષ ક્ષેત્ર છેડી તેઓ કેવળ વિશ્વબંધુત્વની શાબ્દિક રમત કરનાર પરિષદોની મૃગતૃષ્ણા પાછળ કાં દોડે છે? - હવે ત્રીજા વર્ગની વાત કરીએ. એ વર્ગ પ્રથમના બે વર્ગ કરતાં સાવ જુદો પડે છે, કારણ એમાં પહેલા વર્ગ જેવી સાંકડી દષ્ટિ અગર કટ્ટરતા નથી કે જેને લીધે તે ગમે તે પ્રવૃત્તિ સાથે માત્ર જૈન નામ જોઈને જ રાચે; અથવા માત્ર ક્રિયાકાંડમાં મૂઈિત થઈ સમાજ અને દેશની, પ્રત્યક્ષ સુધારવા ગ્ય સ્થિતિ સામે આંખ મીંચી બેસી રહે. આ ત્રીજો વર્ગ ઉદાર મનનો છે, પણ બીજા વર્ગની ઉદારતા અને તેની ઉદારતા વચ્ચે મોટું અંતર છે. બીજો વર્ગ રૂઢિ અને ભયનાં બંધનો છોડ્યા સિવાય જ ઉદારતા સેવે છે, જેથી તેની ઉદારતા અણુને ટાંકણે-કામની વેળાએ—માત્ર દેખાવ પૂરતી રહી જાય છે, જ્યારે ત્રીજા વર્ગની ઉદારતા શુદ્ધ કર્તવ્ય અને સ્વચ્છ દષ્ટિમાંથી ઉત્પન્ન થયેલી છે. એને લીધે તેને માત્ર જૈન નામનો મેહ નથી, અગર તેની લેશે સૂગ પણું નથી. એ જ રીતે તે ઉદારતાની કે સુધારાની માત્ર શાબ્દિક રમતમાં ગંધાતો નથી. એ પ્રથમ પિતાની શકિતનું માપ કાઢે છે અને પછી જ કાંઈ કરવાની વાત કરે છે. તેને જ્યારે સ્વચ્છ દૃષ્ટિથી કાંઈ કર્તવ્ય સૂઝે છે ત્યારે તે કાઈની રીઝ કે ખીજની ચિંતામાં પડ્યા સિવાય તે કર્તવ્ય તરફ વળે છે. તે માત્ર ભૂતકાળમાં રાચતા નથી; માત્ર બીજાના પ્રયત્નની રાહ જોઈ બેસી Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ] દર્શન અને ચિંતન રહેવાનું પણ પસંદ નથી કરતા. તેને જાતિ, સંપ્રદાય કે ક્રિયાકાંડના ચેાકા બાંધી રાખી નથી શકતા. તે એ ચેાકાઓમાં પણ રહે અને અહાર પણ વિચરે. તેની નેમ માત્ર એટલી જ રહે છે કે ધર્મનું નામ મળે કે ન મળેા, પણ કાંઈક અગત્યનું સહિતકારી કલ્યાણકાય આચરવું જ જોઈ એ. જોકે આ ત્રીજો વર્ગ છેક જ નાનેા છે, પણ તેની વિચારભૂમિકા અને તેનું કાર્ય ક્ષેત્ર બહુ વિશાળ છે. એમાં માત્ર ભાવિની જ આશાએ નથી સમાતી, પણ એમાં ભૂતકાળના શુભ વારસા અને વર્તમાન કાળનાં કીમતી તેમ જ પ્રેરણાદાયી અનેા સુધ્ધાંને સમાવેશ થઈ જાય છે. એમાં ઘેાડી, પણ આચરી શકાય એટલી જ, અહિંસાની વાતા આવશે; જીવનમાં ઉતારી શકાય અને ઉતારવા જોઈએ એવા જ અનેકાન્તને! આગ્રહ રહેશે. જેમ બીજા દેશના અને ભારતવર્ષના અનેક સંપ્રદાયાએ ઉપર વર્ણવેલ એક ત્રીજા વર્ગને જન્મ આપ્યા છે, તેમ જૈન પરપરાએ પણ ત્રીજા વર્ષાંતે જન્મ આપ્યા છે. સમુદ્રમાંથી વાળાં બંધાઈ છેવટે નદી રૂપે અની અનેક જાતની લાકસેવા સાધતાં જેમ અંતે સમુદ્રમાં જ લય પામે છે, તેમ મહાસભાના આંગણામાંથી ભાવના મેળવી તૈયાર થયેલ અને તૈયાર થતા આ ત્રીજા પ્રકારને જૈન વ પણ લેાકસેવા દ્વારા છેવટે મહાસભામાં જ વિશ્રાંતિ લેવાને. આપણે જોયુ કે છેવટે તો વહેલા કે મેાડા બધા સંપ્રદાયાને પોતપોતાના ચાકામાં રહીને · અગર ચેાકા અહાર નીકળીને વાસ્તવિક ઉદારતા સાથે મહાસભામાં મળ્યે જ છૂટકા છે. મહાસભા એ રાજકીય સંસ્થા હોઈ ધાર્મિક નથી. સર્વેના શત્રુમેળા હાઈ તે આપણી નથી, પારકી છે—એવી ભાવના, કે એવી વૃત્તિ હવે જવા લાગી છે. લેાકેાતે સમજાતું જાય છે કે એવી ભાવના એ માત્ર ભ્રમણા હતી. પશુસણના દિવસેામાં આપણે મળીએ અને આપણી ભ્રમણાઓ દૂર કરીએ તેા જ જ્ઞાન અને ધર્મપર્વ ઊજવ્યું ગણાય. તમે બધા નિર્ભય બની પોતાની સ્વતંત્ર દૃષ્ટિએ વિચાર કરતા થાએ એ જ મારી વાંછા છે. અને તે વખતે તમે ગમે તે મત ખાંધ્યા હશે, ગમે તે માર્ગે જતા હશેા, છતાંય હું ખાતરીથી માનું છું કે તે વખતે તમને રાષ્ટ્રીય મહાસભામાં જ દરેક સંપ્રદાયની જીવનરક્ષા જણાશે, તેની બહાર કદી નહિ. --પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, ૧૯૩૮. Page #188 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતાને અર્થ [૨૨ ] હ અર્થશાસ્ત્ર, ઇતિહાસ કે રાજકારણને જ્ઞાતા અગર અભ્યાસી નથી. તેમ છતાં દેશની સ્થિતિના સામાન્ય પરિચયમાં રહેવાનું મને હંમેશાં રુચ્યું છે. માત્ર આટલા જ આધાર ઉપર મને આવતી સ્વતંત્રતા વિશે જે કાંઈ વિચારે આવે છે તેને ટૂંકમાં આલેખવા ઈચ્છું છું. વ્યવહારમાં અને દુન્યવી કોઈ પણ ક્ષેત્રમાં સ્વતંત્રતાનો નિરપેક્ષ અર્થ ધવો શક્ય જ નથી. એટલે જ્યારે સ્વતંત્રતાના અર્થ વિશે વિચાર કરીએ ત્યારે સાપેક્ષદષ્ટિએ જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. દેશ સ્વતંત્ર થયે છે, આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે, એવા એવા ઉદગાર કાઢવા અને તેને પ્રચલિત એવા સામાન્ય અર્થ લેવો એ બહુ અઘરું નથી તેમ જ સ્વતંત્રતાની પ્રાપ્તિ નિમિત્તે થનારા ઉપર ઉપરના ફેરફારે સમજવા અને તે નિમિત્તે થનારા ઉત્સવ ને ઉજવણીઓમાં રસ લેવો એ પણ સહેલું છે. પરંતુ આવી રહેલી સ્વતંત્રતા આપણા જીવનને કઈ રીતે સ્પર્શ કરે છે તેમ જ પ્રત્યેક વ્યક્તિના જીવનપ્રદેશના ક્યા ક્યા બદ્ધ દ્વાર ખુલ્લાં કરે છે તેમ જ એ સ્વતંત્રતા– જનિત મુકિતમાંથી કયા પ્રકારની કર્તવ્યપરતંત્રતા અનિવાર્ય રીતે ફલિત થાય છે એ સમજવું વધારે અઘરું છે કે જે સ્વતંત્રતાનું ખરું હાર્દ છે. - સ્વતંત્રતા આવી, એટલા ઉપરથી આટલી બાબત તો સૌના મનમાં વસેલી જ છે કે આપણે અંગ્રેજી હકુમતની પરતંત્રતાથી અગર વિદેશી શાસનની ગુલામીમાંથી મુકિત મેળવી. વિદેશી શાસનની ગુલામીને વિચાર આવતાં જ આપણે એ પણ વિચારવા પ્રેરાઈએ છીએ કે શું બ્રિટિશ હકૂમત પહેલાં આપણે ગુલામ ન હતા ? અને ન હતા તે તે કયા અર્થમાં તેમ જ જે ગુલામ હતા તે તે ક્યા અર્થમાં? વળી એ પણ વિચાર આવે છે કે વિદેશી શાસને આ દેશમાં ગુલામી લાદી અને ગુલામી થિી, પરંતુ શું એણે માત્ર ગુલામી જ પિષી છે કે એણે સ્વતંત્રતાનાં બીજે પણ વાવ્યાં છે ? આ અને આના જેવા પ્રશ્નો આપણને લાંબા નહિ તે ટૂંકા ભૂતકાળ ઉપર તટસ્થ દષ્ટિ નાખવા પ્રેરે છે. યુરેપના જુદા જુદા દેશેમાંથી વિદેશીઓ આવ્યા તે વખતની Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] દર્શન અને ચિંતન અને અંગ્રેજી હકૂમત સ્થાપિત થઈ ત્યાર સુધીની જ દેશની સ્થિતિનો વિચાર કરીએ અને તેને અંગ્રેજી હકુમત સ્થપાયા પછીની દેશની સ્થિતિ સાથે સરખાવીએ તે આપણને સમજવું વધારે સરળ થઈ પડે કે અંગ્રેજી હકૂમત દરમ્યાન અને તે પહેલાંની દેશની સ્થિતિ વચ્ચે કેટલું અને કેવું અંતર હતું. વળી એ પણ સમજવું વધારે સહેલું થઈ પડે કે અંગ્રેજી શાસને કઈ કઈ બાબતમાં ગુલામી લાદી અગર પિષી અને કઈ બાબતમાં એણે જૂની ગુલામીનાં મૂળ ઉખેડ્યાં કે ઢીલા કર્યા. એ પણ સમજવું વધારે સરળ થઈ પડે કે વિદેશી હકૂમતે, આપણે ઈચ્છીએ તેવા અર્થમાં, સ્વતંત્રતાનાં નવાં બીજે. આ દેશમાં ઇચ્છાએ કે અનિચ્છાએ, જાણે કે અજાણે ક્યાં ક્યાં અને કેટલા પ્રમાણમાં રોપ્યાં કે જેના પરિણામે આજે આપણે સ્વતંત્રતા પ્રાપ્ત થયાની. કૃતાર્થતા એક અથવા બીજી રીતે અનુભવીએ છીએ. અંગ્રેજી શાસન સ્થપાયા પહેલાં દેશનું આર્થિક જીવન સ્વતંત્ર હતું. એટલે દેશની ખેતીવાડીનું ઉત્પાદન, તેની વહેચણી, ઉદ્યોગ-ધંધા, કળા-કારીગરી એ બધાનું જીવનદાયી વહેણ માત્ર દેશાભિમુખ હતું. તેથી ગમે તેવા દુષ્કાળમાં પણ પેટને ખાડો પૂરવાનું કામ બ્રિટિશ શાસનને સુકાળના દિવસે કરતાં અનેકગણું સહેલું હતું. માનવજીવનના મુખ્ય આધારરૂપ પશુછવન અને વનસ્પતિજીવન તદ્દન આબાદ લીલાંછમ અને સમૃદ્ધ હતાં, જે બ્રિટિશ શાસનની સ્થાપના પછી ઉત્તરોત્તર હાસ પામતાં પામતાં આજે ક્ષીણપ્રાય. થઈ ગયાં છે અને સાવ સુકાઈ કરમાઈને વણસી ગયાં છે, જેને લીધે સંખ્યાની દૃષ્ટિએ માનવસમાજની આબાદી હોવા છતાં જીવનની દૃષ્ટિએ દેશને. માનવસમાજ કંકાલ જે રક્ત માંસ અને વીર્યહીન બની ગયા છે. અંગ્રેજી શાસન પહેલાંની દેશમાં પ્રવર્તતી ધાર્મિક, સામાજિક અને કેળવણીની સ્થિતિ અંગ્રેજી શાસન સ્થપાયા પછીની તે વિષયની સ્થિતિની સરખામણીમાં એકંદર. પામર અને એકદેશીય જ હતી. દેશમાં ધાર્મિક વાતાવરણ વ્યાપક અને ઘન હતું ખરું, પણ એ વાતાવરણમાં જેટલી પરકાભિમુખતાની અને વહેમી ક્રિયાકાંડની પ્રચુરતા હતી તેટલી જ અહિક જીવનના સળગતા અને તત્કાળ ઉકેલ માગતા પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા તેમ જ પુરુષાર્થહીનતા હતી. શ્રદ્ધાનું અતિ અને આંધળું દબાણ બુદ્ધિ તેમ જ તર્કને પ્રકાશને બહુ સરળતાથી ગૂંગળાવી નાખતું. સમાજમાં સ્ત્રીશક્તિ સાવ ઉપેક્ષિત અને સુષુપ્ત હતી. તેનું સ્વાતંત્ર્ય હતું તો તે માત્ર ઘરઆંગણાના જીવનને દીપાવવા કે સુબ્ધ કરવા પૂરતું. વર્ણવ્યવસ્થાનું સમગ્ર બળ નાતજાતના અસંખ્ય વાડાઓ અને Page #190 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતાને અર્થ [ ૧૫૫ ચોકાવૃત્તિ તેમ જ ઉચ્ચનીચપણની ભાવનામાં સમાઈ જતું. બ્રાહ્મણ અને અન્ય ગુરુવર્ગની તેમ જ તેને સીધે ટેકે આપતા ઈતર સવર્ણોની જેટલી મહત્તા. અને મહનીયતા હતી તેટલી જ દલિત અને અસ્પૃશ્ય ગણાતા વર્ગોની મુદતા અને નિંદનીયતા રૂઢ થઈ ગઈ હતી. સમગ્ર જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે એવા લગ્નના સંબંધ અચ્છિક કે ગુણશ્રિત ભાગ્યે જ બચવા પામ્યા હતા. ઘરઆંગણે ન્યાય આપનારી અને સમાધાન કરાવનારી પંચ તેમ જ મહાજનની. જૂની સંસ્થાઓમાં સેવા કરતાં સત્તાને દર સવિશેષ હતો. આખા દેશમાં કેળવણીનું ધોરણ સસ્તુ અને સુલભ હતું, પણ એ કેળવણી જેટલા પ્રમાણમાં ઉચ્ચ ગણાતા વણું અને વર્ગને સ્પર્શતી હતી તેમ જ તેને વારસાગત હતી તેટલા જ પ્રમાણમાં, બબ્બે તેથીયે વધારે પ્રમાણમાં, તે કેળવણીથી દેશને મોટો વર્ગ સાવ વંચિત રહેતો. અને આખેયે સ્ત્રીસમાજ તે મોટે ભાગે વિદ્યા તેમ જ સરસ્વતીની પૂજામાં જ શિક્ષણની ઈતિશ્રી સમજે. કેળવણીના વિષ હતા તે અનેક, પણ તે બધા વિષયનું મુખ મેટે ભાગે પરલોકગામી જ બની ગયું હતું, અને તેથી તેવા વિષયની કેળવણી ઐહિક જીવનમાં જોઈ રસ પૂરી પાડી શકતી નહિ. એમાંથી સેવા કરવાને બદલે સેવા લેવાને ભાવ જ પ્રધાનપણે પિષા. બ્રહ્મની અને અતની ગગનગામી ભાવનાઓ ચિંતનમાં અવશ્ય હતી, પણ વ્યવહારમાં તેની છાયા. નામમાત્રની હતી. વૈજ્ઞાનિક કહી શકાય એવા શિક્ષણને છેક અભાવ ન હતો, પણ એ શિક્ષણ માત્ર કલ્પનાથી આગળ વધી પ્રાગિક ભૂમિકામાં ભાગ્યે જ જતું. રાજકીય સ્થિતિ તે સાવ છિન્નભિન્ન થઈ નિમ્નયક સૈન્ય જેવી પ્રવર્તતી. પિતા-પુત્ર, ભાઈ-ભાઈ અને ઘણીવાર સ્વામી-સેવક વચ્ચે રાજ્યસત્તાની લાલચ. મહાભારત તેમ જ ગીતામાં વર્ણવાતા કૌરવ-પાંડવના ગૃહકલહને સદાય સજીવ રાખતી. આખા દેશમાં તો શું, પણ એક પ્રાંત સુધ્ધાંમાં સંવાદી કહી શકાય. એવું માત્ર પ્રજાહિતૈષી શાસન ભાગ્યે જ હતું. તલવાર, ભાલ અને બંદૂક પકડી શકે અને ચલાવી શકે તેવી એક કે અનેક વ્યક્તિઓ ગમે ત્યારે પ્રજાજીવનને બેસરું કરી નાખતી. પરદેશી કે સ્વદેશી હુમલા સામે પૂરેપૂરું. કામ આપે તેવી સામૂહિક ત્રાણુશક્તિ સાવ નિર્જીવ બની ગઈ હતી. એ જ કારણે અંગ્રેજો ભારતને જીતવા અને હસ્તગત કરવામાં સફળ થયા. અંગ્રેજી શાસનના પ્રારંભથી જ દેશનું આર્થિક વહેણ પરદેશ તરફ વહેવું Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬] દર્શન અને ચિંતન શરૂ થયું હતું. તે એ શાસનની સ્થિરતા અને એકરૂપતાની વૃદ્ધિની સાથે જ એટલે સુધી વધી ગયું કે આજે જ્યારે અંગ્રેજી શાસન આપોઆપ વિદાય લે છે ત્યારે આખા દેશમાં સ્વતંત્રતાની પ્રાપ્તિને ઉત્સવ માણવા જેટલી પણ ખરી આર્થિક સમૃદ્ધિ રહી નથી. અંગ્રેજી શાસનથી કોઈ પણ મોટામાં મોટે ફટકો પડ્યો હોય તે તે દેશના આર્થિક અને ઔદ્યોગિક જીવન પર પડેલે છે. અંગ્રેજી શાસને એક અથવા બીજે કારણે રૂઢ અને સંકીર્ણ ધર્મબળને પિડ્યા છે અથવા તે તેને ટકાવ્યા છે એ સાચું, પણ સાથે સાથે એ શાસનની છાયામાં દેશના ધાર્મિક બળમાં ઘણે વાંછનીય વેગ પણ આવ્યો છે. અનેક અંશે વહેમનું સ્થાન વિચારેએ, પરલોકાભિમુખ જડ ક્રિયાકાંડોનું સ્થાન સજીવ એહિક સેવાધર્મોએ, અને ભક્તિના વેવલાપણાનું સ્થાન જીવંત માનવભક્તિએ લીધું છે. અંગ્રેજી શાસન દરમ્યાન તર્કવાદને જે બળ મળ્યું છે તેણે જેટલે અંશે અનિષ્ટ કર્યું હોય તે કરતાં વધારે અંશે શ્રદ્ધા અને બુદ્ધિનું સંશોધન જ કર્યું છે. અંગ્રેજી શાસન આવ્યા પછી જે જાતની કેળવણી અપાવી શરૂ થઈ અને જે પ્રકારની નવી સંસ્થાઓ ઊભી થઈ તેને લીધે કેળવણીનાં જનાં ધોરણ અને જૂની સંસ્થાઓ ઉપર ફટકે પડ્યો છે એમ ઉપર ઉપરથી જોતાં લાગે છે, પણ બારીકીથી વિચાર કરીએ તે એ દેખાઈ આવશે કે નવી કેળવણી અને નવા પ્રકારની સંસ્થાઓ દ્વારા જ ભારતના આખા જીવનમાં ક્રાન્તિકારી વાંછનીય ફેરફાર થયો છે. પરદેશી શાસનને હેતુ પોપકારી હતો કે પિતાનું સ્વાર્થી તંત્ર ચલાવવાને હતા એ પ્રશ્ન અહીં પ્રસ્તુત છે. પ્રશ્ન એટલે જ છે કે પરદેશી શાસને શરૂ કરેલ કેળવણી, તેના વિષયે અને તેની સંસ્થાઓ એ બધું એકંદર એ શાસન પહેલાંના દેશની કેળવણી વિષયક સ્થિતિ કરતાં પ્રગતિશીલ છે કે નહિ ? તટસ્થપણે વિચાર કરનાર ભાગ્યે જ એવો અભિપ્રાય આપશે કે નવું કેળવણીતંત્ર પ્રગતિકારક નથી. આ કેળવણીતંત્રને લીધે અને પરદેશીઓના સહવાસ તેમ જ દેશાંતરના વધતા જતા પ્રવાસને લીધે અનેક સામાજિક બાબતમાં અંગ્રેજ શાસન દરમ્યાન મૂળને તફાવત પડી ગયા છે એની કેઈથી ના પાડી શકાય તેમ નથી. દલિત અને અસ્પૃશ્યોને જીવનના દરેક ક્ષેત્રમાં પિતાના જેવા ગણવાની અને તેમને ઊંચા ઉઠાવવાની દિવસે દિવસે બળવત્તર થતી ભાવના દરેક સવર્ણના મનમાં મૂળ નાખતી જાય છે. સુષુપ્ત સ્ત્રીશક્તિ જાગૃત બની દરેક ક્ષેત્રમાં પુરુષને સાથ આપી રહી છે અને તેને બે હળ કરવા સાથે સાથે તેના અભિમાનને પણ હળવું કરી રહી છે. પંચ અને મહાજની સંસ્થા લોકતંત્રની ઢબે પુનર્જીવન પામતી જાય છે, અને તેની ગતિ સેવાની દિશામાં વચ્ચે જાય છે. અંગ્રેજી Page #192 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતાને અ [ ૧૫૭ શાસન સ્થપાયા પછી જ આપણે આખા દેશની અખંડતા અને એકરૂપતાની કલ્પના કરવા લાગ્યા. તે પહેલાં સાંસ્કૃતિક એકતા હતી એ ખરું, પણ રાજકીય એકતાના માત્ર સૂત્રપાત જ નહિ, વહીવટી અનુભવ સુદ્ધાં બ્રિટિશ શાસને જેવા કરાવ્યા છે તેવા ભૂતકાળમાં કયારે પણ ન હતા. નાની મેટી રાજસત્તા માટે અદરાઅંદર આખડતા સાંઢા જેવા જમીનદારા, દાકારી અને રાજા મહારાજાઓને અંગ્રેજી શાસને જ નાથ્યા અને પ્રજાજનને કાંઈક નિરાંત વળે એવી સ્થિતિ ઊભી કરી. બ્રિટિશ તંત્રે પાતાનું જ જીવન ટકાવવા તે વિકસાવવા આ દેશમાં જે જે કર્યું છે તેનાં અનિષ્ટ પરિણામો ઓછાં નથી,. છતાં તેણે જે લોકતંત્રનો પદા પાઠ આપ્યા છે અને જે કેળવણીનું દૃષ્ટિબિન્દુ પુરું પાડયુ છે, તેમ જ શિક્ષણ, વ્યાપાર અને પ્રવાસ માટે જે મેટા પાયા ઉપર પરદેશનાં દ્વારા ખુલ્લાં કર્યાં છે, અગર તે। જે જળ અને સ્થળનાં અધને તોડી ભારત અને ઇતર દેશાને વધારે ને વધારે નજીક આણ્યા છે તેની સરખામણીમાં બીજા અનિષ્ટ નગણ્ય જેવાં લાગે છે. બ્રિટિશતત્ર દરમ્યાન સાંપડેલ આ એક જ લાભ એવા છે કે જેમાં સ્વતંત્રતાનાં બધાં ખીજોને સમાવેશ થઈ જાય છે. અત્યારે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે ત્યારે બ્રિટિશ શાસન દરમ્યાન પેદા થયેલ અનિષ્ટ તત્ત્વા અને તે દરમ્યાન સાંપડેલ સિદ્ધિએ એ બન્ને આપણને વારસામાં મળે છે. હવે ઓગસ્ટની ૧૫મી પછી આપણે માટે સ્વતંત્રતાનો શો અર્થ હાઈ શકે એ વિચારવાનું કામ આપણું છે, નહિ કે અંગ્રેજોનુ ઉપરની દૃષ્ટિને અનુસરી સ્વરાજ્યપ્રાપ્તિના મંગલદિને સ્વતંત્રતાના અ સંક્ષેપમાં આ પ્રમાણે તારવી શકાય : (૧) ઇતિહાસને વફાદાર રહી વમાન પરિસ્થિતિનું તટસ્થ અવલોકન કરી ભાવિ માંગનિર્માણુની દૃષ્ટિ રાખી જે અનેકવિધ ફેરફારો કરવા પડે તે કરવામાં પૂર્ણ ઉલ્લાસ ને રસ અનુભવવા. (૨) જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રમાં જે દેષા અને ખામીએ જડ ઘાલી બેઠેલ છે એમ દેખાય તેનું નિર્મૂળ નિવારણ કરવામાં, હવે સ્વરાજ્ય મળ્યા પછી કાઈ બહારનું તત્ત્વ અંતરાયરૂપ કે આડખીલીરૂપ નથી એ વિશ્વાસે, દરેક પ્રકા રની ખાડા દૂર કરવા કટિબદ્ધ થવું. ( ૩) કાઈ પણ વ્યક્તિ કે પ્રજા પોતાને પ્રાપ્ત થયેલ સિદ્ધિ સાચવવાનું કામ અને નવી સિદ્ધિ મેળવવાનું કામ પૂરેપૂરી જવાબદારી ઉઠાવવાની અને તે માટે ખપી જવાની કતવ્યપરત ત્રતા પચાવ્યા સિવાય સાધી શકે નહિ, એવી સમજણ અંદરથી કેળવવી. 24 ઉપર સૂચવેલ છે તે અર્થો આપણને ‘ ઈશાવાસ્ય’ના મૂળ મંત્રને મુદ્રાલેખ Page #193 -------------------------------------------------------------------------- ________________ -૧૫૮ ] દર્શન અને ચિંતન બનાવવા પ્રેરે છે. તે મુદ્રાલેખ એ છે કે જે કોઈ વ્યક્તિ કે પ્રજા લાંબું, સુખી અને સંવાદી જીવન જીવવા ઈચછે તે તેણે આવશ્યક બધાં જ કર્તવ્યો કરતાં રહેવું જોઈએ; અર્થાત પુરુષાર્થહીનતામાં ધર્મ ભાવો ન જોઈએ. વ્યક્તિ અને સમષ્ટિના મધુર સંબંધો ટકી રહે અને વધે તે માટે એ મંત્ર સૂચવે છે કે સ્વકર્તવ્યના ફળને ઉપભગ ત્યાગપૂર્વક જ કર ઘટે, અને બીજાનાં શ્રમફળની લાલચના પાશથી છૂટવું ઘટે. ઈશાવાસ્યના એ મંત્રને ઉક્ત સાર ધર્મ, જાતિ, અધિકાર અને સંપત્તિઓના સ્વામીઓને સ્વરાજ્યપ્રાપ્તિને દિવસે એમ કહે છે કે તમે પોતપિતાની સત્તાના લેભે તરેહતરેહના દાવાઓ આગળ ન ધરે અને જનતાના હિતમાં જ પિતાનું હિત સમજે. નહિ તે, અંગ્રેજોના શાસન પહેલાં હતી તે કરતાં પણ વધારે મૂંડી અરાજક્તા ઊભી કરવાના કારણ બનશો અને વિદેશી આક્રમણને ફરી નોતરી પિતે જ પહેલાં ગુલામ બનશે. –પ્રબુદ્ધ જૈન ૧–૯–૪૭ Page #194 -------------------------------------------------------------------------- ________________ લાતંત્રના મુખ્ય પાયા [૨૩] પ્રજાસત્તાક દિવસ ઊજવવામાં આવે છે અને પ્રજાસત્તાક તંત્રને લક્ષી દેશના દરેક ભાગમાં વિચારવાન ત ંત્રી પોતપાતાના છાપાના ખાસ અંક પ્રસિદ્ધ કરે છે. તેવે વખતે પ્રજાસત્તાક કે લોકતંત્રને મુખ્ય અને સાચા પાયે શા છે, તેમ જ એ પાયા આપણા લોકતંત્રમાં કેટલે અંશે છે, એ જાણવું જરૂરી છે. લોકતંત્રના ખીજા અનેક આધારો છે, પણ તેમાં જો કોઈ એક મુખ્ય અને મહત્ત્વનો આધાર દર્શાવવા હોય તે તે સરવાળે સમષ્ટિના હિત અને કલ્યાણને જ પોતાનુ હિત અને કલ્યાણ લેખી પ્રત્યેક રાષ્ટ્રઘટક ઉમરલાયક અને સમજદાર વ્યક્તિએ પેાતાના લાભ અને સ્વાને સમષ્ટિના હિત અને કલ્યાણમાં જતા કરવા તેમ જ પેાતાની શક્તિને સમષ્ટિના હિતમાં વાપરવી તે છે. મુ ને મહાવીરના સમયમાં ગણરાજ્યેા હતાં. તેમાં લોકતંત્રનુ જ તત્ત્વ હતું, પણ પ્રમાણમાં મોટા ભયે ઉપસ્થિત થતાં તે ગણત ંત્ર જોઇતુ સંગઠન અને ખળ સાધી ન શકયાં. એટલે ઉપસ્થિત થતા માટા ભયેા નિવારવાનું કામ અમુક શક્તિશાળી વ્યક્તિઓએ આગળ આવી કર્યું અને રિણામે વ્યક્તિસત્તાક રાજ્યના પાયા વિસ્તરતા ગયા. સમષ્ટિહિતની જે દૃષ્ટિ પ્રથમ મુખ્યપણે કામ કરતી તે વ્યક્તિ-રાજત ંત્રમાં ગૌણ ખની અને વૈયક્તિક હિત તેમ જ વૈયક્તિક ગૌરવનાં બીજો ફૂલતાંફાલતાં ગયાં. આ વાત રાજતંત્રપક્ષે થઈ. ખીજી ખાજી ધર્માંત ત્રપક્ષે પણ પલ્લું ધીરે ધીરે બદ્લાતું ગયું. રૈવેતિ અંદૈવેતિ અરાતિ ચરતો મળઃ એવી પ્રવૃત્તિપ્રધાન ભાવના ધમ ક્ષેત્રમાં કાંઈક ગૌણ થઈ. તેના સ્થાનમાં નિવૃત્તિપ્રધાન આધ્યાત્મિક ધર્મની ભાવના ધીરે ધીરે પ્રધાન બનવા લાગી. વ્યક્તિતંત્ર-રાજ્યમાં દિવસે દિવસે સામૂહિક જવાબદારીનું તત્ત્વ પ્રજાસામાન્યમાં સરતું ગયું અને નિવૃત્તિપ્રધાન આધ્યાત્મિક ધર્મના પુરસ્કર્તા સંધા અને સંપ્રદાયેાના પ્રભાવને લીધે પ્રજાસામાન્યમાં નિવૃત્તિની સાચી સમજ અને તેના વિકાસને બદલે નિવૃત્તિને આભાસ કરાવનારી, પણ વસ્તુતઃ સમષ્ટિના હિતને બેજવાબદાર એવી એક પ્રકારની નિષ્ય વૃત્તિ જન્મી અને તેણે ધના Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] દશન અને ચિંતન વિવિધ સ્વાગે પહેર્યા. આનું પરિણામ આખા ઈતિહાસકાળ દરમ્યાન એકંદર એ જ આવ્યું કે આપણે આવડે મોટો દેશ, આટલી બધી બાહ્ય સાધનસંપત્તિ ધરાવતાં છતાં અને બુદ્ધિવૈભવ તેમ જ ઉચ્ચ સંસ્કૃતિને વૈભવ ધરાવવા. છતાં, દિવસે ને દિવસે નબળો પડતો ગયે અને ગુલામી મનોવૃત્તિ ધરાવતો થઈ ગયો. જો આપણે આખા ઈતિહાસકાળ દરમ્યાન દેખાતી દેશની નબળાઈ અને ગુલામી મનવૃત્તિના મૂળ કારણની શોધ કરીશું તે એ જણાયા વિના નહિ રહે કે એકંદર ભારતની પ્રજામાં સમષ્ટિહિત અને કલ્યાણની સાચી સમજણ અને ભાવનાને બદલે વૈયક્તિક હિત અને સ્વાર્થની વૃત્તિ જ પ્રધાનપણું ભગવતી રહી છે અને તેણે જ બધે સર્વનાશ નોતર્યો છે. - લગભગ સો વર્ષ પહેલાં દાદાભાઈ નવરોજજીએ જે દૃષ્ટિ અને ભાવનાથી સ્વરાજ્યની દિશામાં હિલચાલ કરેલી અને ૧૯૦૬ની કલકત્તાની મહાસભાની બેઠકમાં છેવટના જે પરિપકવ ઉગારે કાઢેલા તે આ હતા : એક થાઓ, ખંતથી કામ કરે અને સ્વરાજ્ય મેળો. તેઓ કહે છે કે સ્વરાજ્ય –લેકરાજ્ય મળશે તે જ દેશનું દુઃખદળદર, ગરીબી-બેકારી, રેગ આદિ જશે. જ્યારે એ તપસ્વીએ કરાજ્યને લીધે દુઃખદળદર આદિ જવાની વાત કહેલી ત્યારે તેમની દૃષ્ટિમાં લેકરાજ્ય વિષેની કલ્પના શી હતી અગર શી હોવી જોઈએ એ અત્યારે વિચારવું જોઈએ, કારણ કે, અત્યારે લેકરાજ્ય તે પ્રાપ્ત થયું, પણ ભલે કાંઈક જુદી જાતનાં છતાં દુઃખદળદર આદિ સંકટ વધ્યાં ન હોય તેય ઘટયાં તે નથી જ. એ જ અરસામાં લેકહિતવાદી ઉપનામથી લખતા એક મહારાષ્ટ્રીય બ્રાહ્મણ સરદાર કુટુંબના દષ્ટિસંપન્ન લેખકે બધી જાતના સુધારાઓની સ્પષ્ટ અને મક્કમ હિમાયત કરતાં સ્વદેશી વસ્તુએને વાપરવા એટલે સુધી કહેલું કે ભલે દેશી ચીજો મોંઘી અને ખરબચડી. હોય તેય સસ્તી અને સુંવાળી પરદેશી ચીજોને મોહ છોડી લેકેએ એ દેશી ચીજે જ વાપરવી જોઈએ, નહિ તો દેશમાંથી ગરીબી અને બેકારી નહિ જવાની અને મૂડીવાદની યૂડમાં સાધારણ જનતા સપડાવાની. ગણેશ વાસુદેવ જોશી, જે “સાર્વજનિક કાકા ને નામે જાણતા હતા, તેમણે તે તે જમાનામાં હાથે કાંતેલા સુતરની ખાદી પહેરીને પોતાનું સ્વરાજ્યકાર્ય શરૂ કરેલું, એટલું જ નહિ, પણ એ જ વેશમાં ૧૮૭૭ના દિલ્હી દરબાર વખતે ત્યાં દરબારમાં જઈ પિતાની કામગીરી બજાવેલી. આ બધું એ સૂચવે છે કે સ્વરાજ્ય અને લેકરાજ્યને સ્થાપવા ઈચ્છતા તે તે પુરુષોનાં મનમાં મુખ્યપણે એક જ વાત રમતી અને તે એ કે હવે જે ભારતવ્યાપી લકરાજ્ય સ્થાપવું Page #196 -------------------------------------------------------------------------- ________________ લેકતાને મુખ્ય પાશે [૧૬૧ અને નભાવવું હોય તો પ્રજાએ પિતાના વ્યક્તિહિતના વિચારે સમષ્ટિહિતમાં જ બદલવા જોઈએ. ત્યાર બાદ તે તિલક આવ્યા, ગાંધીજી આવ્યા અને ગાંધીજીએ પિતાની સહજ સૂઝથી અને કર્મણી વૃત્તિથી પ્રજાહિતને સ્પર્શતા એકેએક પ્રશ્ન ઉપર વ્યાપક દૃષ્ટિએ માત્ર પ્રકાશ જ નથી ફેંક્યો, પણ તેમણે એ દિશામાં પ્રત્યક્ષ પદાર્થપાઠ પણ આપે છે. એ જ તપશ્ચર્યાના મૂળમાંથી લેકતંત્રનું વૃક્ષ ઊગ્યું છે. આજે એની ચોમેર ઊજવણી થાય છે, એનાં ગુણગાન ગવાય છે, પણ અહીં જોવાનું એ છે કે શું એનો પાયે ખરેખર મૂડીવાદીઓની દૃષ્ટિ અને હિલચાલ, થોડાક અપવાદે બાદ કરતાં નાનામેટા અમલદારેની સાચી જવાબદારી પ્રત્યે બેપરવાઈ કામ કરવાની મંદતા અને અંગત લાભની મુખ્ય દષ્ટિ તેમ જ જુદા જુદા દરજજાના વ્યાપારીઓની માત્ર અંગત લાભની દષ્ટિએ વિદેશી વસ્તુઓના દલાલ બનવાની જાની કુટેવ અને છેલ્લે છેલ્લે કેળવણીના ક્ષેત્રમાં કામ કરતા તેમ જ લેકમત કેળવવા પો ચલાવતા એવા ભણેલગણેલ ગણાતા વર્ગની માત્ર અંગત લાભની દૃષ્ટિએ થતી મુખ્ય પ્રવૃત્તિ–એ બધું જ્યારે વિચારું છું અને તેના મળતા પુરાવાઓ યથાશક્તિ તપાસું છું ત્યારે મારી ટૂંકી અને સાદી સમજણને એમ ચેક્સ લાગે છે કે લકરાજ્ય સ્થપાયું છે, તેનું બંધારણ ઘડાયું છે, તેના ઉત્સવ ઊજવાય છે, તેનાં ગાણાં ગવાય છે, પણ ખાટલે મોટી ખોટકે નક્કર અને મજબૂત પાયે જ નથી. એટલે ઉદ્યોગપતિઓ, અમલદારે, મધ્યવર્તી દલાલે, સંસ્કારી અને ભણેલગણેલ ગણાતા ત્યાગીઓ, પંડિતે અને વિદ્વાન–એ બધા મુખ્યપણે લેકરાજ્યને ઉપકારક થાય ને તેના પાયા મજબૂત બને એવી સમષ્ટિ-હિતની દૃષ્ટિએ કામ કરતા નથી અને તેથી જ દાદાભાઈની કે ગાંધીજીની સ્વરાજ્ય મળ્યા પછી પ્રજાની આબાદીની ભવિષ્યવાણી હજી સાચી પડી નથી. મિ. બેવાન સાચું જ કહે છે કે સાચું લોકતંત્ર, ગરીબી અને સંપત્તિ એ ત્રણ સાથે સાથે રહી ન શકે. લોકતંત્ર, એના ખરા અર્થમાં હોય તે, સંપત્તિ અને ગરીબીને ભેદ ભૂંસાવો જ જોઈએ, અને જો એ ભેદ કાઈ પણ અર્થમાં ચાલુ રહે તે લોકતંત્ર એ માત્ર નામનું જ હોય. - મહાત્માજીએ અહિંસક રાજ્યતંત્રનું સ્વપ્ન જોયું. તેને પણ ખરે અર્થ એ જ છે કે જે એવું રાજ્યતંત્ર ઈષ્ટ હોય તે ગરીબી અને તવંગરી બનેનું સહ-અસ્તિત્વ પ્રજામાં રહી ન શકે. શ્રી. વિનોબા ભાવે ખરી રીતે એ જ સત્રની દિશામાં આગળ વધી રહ્યા છે અને ગીતાની સમત્વભાવના રાજ્યતંત્રમાં મૂર્ત થયેલી જેવા, ગરીબી તેમ જ તવંગરીનું મહદ્ અંતર મિટાવવા પ્રયત્ન કરી રહ્યા છે. –સંસ્કૃતિ જાન્યુઆરી ૫૪ ૧૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ સત્તાબળ અને સત્યબળ [૨૪] ભારતે સ્વતંત્રતા મેળવી. તેના પાયામાં જે કઈ મુખ્ય બળે ભાગ ભજવ્યો હોય તે તે ભાગ સત્યબળને હતો એમ કોઈ પણ કહી શકશે. ગાંધીજી સ્વતંત્રતા સંગ્રામના સેનાની ન હતી તે સ્વતંત્રતા પ્રાપ્તિનું પ્રેરકબળ કયું હત એ અત્યારે ન કહી શકાય. ગમે તે હે, પણ આજની સ્થિતિમાં એમ કહી શકાય કે ભારતે મુખ્યપણે સત્યને બળે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે, એટલે જે એ બળ એના પાયામાં ન હોય તે એની સ્વતંત્રતા પિલી અને જે એ બળ ઉત્તરોત્તર પોષાતું કે વધતું ન જાય તે એટલે અંશે લાધેલ સ્વતંત્રતા પણ માત્ર નામની જ રહેવાની. સત્યનું બળ એ એક બળ છે. જેણે જેણે જેટલે અંશે જીવનમાં સત્ય ઉતાર્યું હોય તેને તેને એના બળને તેટલે અંશે અનુભવ હોય જ છે; પણ સત્યનું બળ પ્રગટાવવું, તેને ટકાવી રાખવું અને વધારે ને વધારે પોષવું તેમ જ વ્યાપક બનાવવું એ કામ સહેલું નથી. સત્યબળનાં વિરેાધી ઘણું બળે છે. એ બધાં વિરોધી બળ સામે સત્યબળને ટકાવવું એ જ ખરી મુશ્કેલી છે. આ મુશ્કેલી સમજવા અને તેનાં વિરેધી બળોને માપવા માટે ટૂંકામાં જાણવું જરૂરી છે કે એવાં વિરોધી બળે ક્યાં ક્યાં છે અને તે કઈ રીતે સત્યબળની આડે આવે છે તેમ જ સ્વતંત્રતાના આત્માને હણે છે. જડ ને ચેતન બધાંમાં હસ્તી તો હોય જ છે. હસ્તી એટલે અસ્તિત્વ. દરેક વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવવા મથે છે. જ્યારે અસ્તિત્વ ટકાવવા મથનાર ચેતન હોય ત્યારે એને એ મથન સત્તાબળ કહેવાય છે. અસ્તિત્વનું ભાન, તેને ટકાવવાની વૃત્તિ અને તે માટે જાણ્યે-અજાણે યોગ્ય કે અયોગ્ય થતો પ્રયત્ન એ બધું સત્તાબળમાં આવે જ છે. જ્યારે કોઈ જીવ કે વ્યક્તિ શરીરથી મજબૂત હોય ત્યારે તે શરીરને આશ્રય લઈ પિતા કરતાં નબળા ઉપર કાબૂ જમાવવા ઈચ્છે અને મથે છે. કેઈ વાણુશક્તિ ધરાવતા હોય તે તે એ દ્વારા પિતાનું સત્તાબળ અજમાવી બીજાથી ચઢિયાત થવા ઈચ્છે છે. સૌન્દર્ય, સંપત્તિ, વિદ્યા કે બીજાં તેવાં સાધનોમાં જે ચઢિયાત હોય તે તે જ સાધન Page #198 -------------------------------------------------------------------------- ________________ સત્તાબળ અને સત્યબળ ' [૧૬૩ દ્વારા બીજા નબળા ઉપર પિતાને સિક્કો જમાવવા ઈચ્છે છે. નબળે ગણાત હોય તો તે પણ પિતાથી વધારે નબળા ઉપર સત્તા જમાવવા ઈચ્છે છે. આ સિદ્ધાંત જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અને પ્રત્યેક સમાજમાં કે દેશમાં સામાન્ય રીતે કામ કરતો દેખાય છે. તેથી જ ઊંચનીચનો ભેદ, ગરીબ-તવંગરને ભેદ, અભણ-ભણેલને ભેદ જેવા ભેદો એક વર્ગને કચરી નાખે છે તો તે બીજા વર્ગને કાંઈક રાહત આપતા દેખાય છે. આ એક ચાલી આવતી લાંબા કાળની વિષમતા છે, ને તેને ઉકેલ મુશ્કેલ લાગે છે. આવી વિષમતા ગમે તેટલી જૂની–પુરાણી હોય તોય તે નાબૂદ કરી શકાય અગર ઓછી કરી શકાય કે નહિ એ પ્રશ્ન છે. એને ઉત્તર સત્યબળમાંથી મળે છે. સત્તા ને સત્ય બંને સત–હસ્તી–સાથે સંબંધ ધરાવે છે, પણ બંનેમાં કેર હોય તે તે એ છે કે સત્તા પિતાથી નબળા ઉપર કાબૂ જમાવવાની વૃત્તિરૂપે આવિર્ભાવ પામે છે, ત્યારે સત્ય પિતાથી નબળા કે સબળા બંને પ્રત્યે સમાન રહેવાની વૃત્તિરૂપે આવિર્ભાવ પામે છે. જ્યારે નબળા પ્રત્યે સમાન રહેવાની વૃત્તિ પ્રગટે છે ત્યારે એનો અર્થ એટલે જ કે નબળાને પિતાની ઊંચી સપાટી ઉપર આણી પોતાની સમકક્ષ બનાવવા સત્ય માણસને પ્રેરે છે. જ્યારે સબળા પ્રત્યે સમાન રહેવા રૂપે સત્યની વૃત્તિ આવિર્ભાવ પામે છે ત્યારે તેને અર્થ એટલે જ કે એવી વૃત્તિવાળો માણસ કોઈ પણ સબળને અણુધટતી રીતે વશ થતો નથી; ઊલટું તેને યોગ્ય રીતે સૌની સાથે સ્થાન અપાવે છે. સત્તાબળ અમલદારને તુમાખી શીખવે છે, ધનિકને અતડો અને ગર્વિષ્ઠ બનાવે છે, પંડિતને મિથ્યાભિમાન અને બકવાદી પણ બનાવે છે, જ્યારે સત્યબળ અમલ, ધન, અને પાંડિત્યના આશ્રયથી એવો કોઈ દોષ ષિતું નથી; ઊલટું એ અધિકાર, ધન, સૌન્દર્ય, વિદ્યા કે પાંડિત્ય જેવાં સાધનો દ્વારા માણસને સૌના લાભમાં કામ કરતે, અને તેથી ખરા અર્થમાં સ્વતંત્ર બનાવે છે. સત્તાબળ ધરાવનાર દેખીતી રીતે સ્વતંત્ર ગણાવા કે મનાવા છતાં ખરી રીતે અને અંતરથી પરતંત્ર જ હોય છે. એના મનમાં હંમેશા બીજા તરફનો ભય રહે જ છે. જ્યારે સત્ય બળ ધરાવનારને કદી કોઈથી ડરવાપણું નથી; એટલે તેને અંતરાત્મા તક્ત મુક્ત રહે છે. આપણે આપણા જ જીવતરમાં આ વસ્તુ ગાંધીજીમાં જોઈ હતી અને અત્યારે વિનોબાજી જેવા સત્યનિષ્ઠમાં જોઈ પણ શકીએ છીએ. ભારતે પ્રાપ્ત કરેલ સ્વતંત્રતા એ તે ખરી સ્વતંત્રતા સિદ્ધ કરવા Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૩ દર્શન અને ચિંતન માટેનું પ્રાથમિક વિબનિવારણ માત્ર છે. હવે જે સ્વતંત્રતા ઠીક ઠીક રીતે પચાવી સિદ્ધ કરવી હોય તે સમજીને કે ધક્કા ખાઈને છેવટે સત્તાબળથી મુક્ત થયે જ છૂટકે છે. એનાથી મુક્ત થવું એટલે અમલદારે કે સત્તાધારીઓએ પ્રજાના દરેકેદરેક વર્ગ પ્રત્યે વિનમ્રભાવે વર્તવું; ધનિકેએ ધનનું ગુમાન ને ધનની એકાંગી દષ્ટિ છેડી સૌના કલ્યાણમાં તેને વિનિયોગ કરવો. ભણેલા. અને વિદ્યાસંપન્ન એવા વર્ગે અભણ કે નિરક્ષરને સાચી સમજણ આપવામાં પોતાની સરસ્વતીને ઉપયોગ કરે. ખરી રીતે આ જ સ્વતંત્રતાને નક્કર પાવે છે. એ પાયા ઉપર ઊભી થયેલ સ્વતંત્રતાની ઈમારતને કોઈ શસ્ત્રબળ તોડી શકે તેમ છે જ નહિ.. શસ્ત્રની ગતિ અને શકિત એ સ્થળ ઉપર ચાલે છે; જ્યારે સત્યબળ એ એવું સ્થળ નથી. ધન, શરીર જાય તોય એ બળ કદી જતું કે ઘટતું નથી.. સ્વતંત્રતાની ઉજવણીના આ નવા વર્ષે આપણે એવા સત્યબળની ઉપાસના તરફ વળીએ. –પ્રસ્થાન, ઓગસ્ટ, ૧૯૫૫. Page #200 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજયને છઠું વર્ષે [૨૫] બ્રિટિશ અમલ હતું ત્યારે સ્વરાજ્ય ન હતું. સ્વરાજય ન હતું એમ આપણે કહેતા અને અત્યારે પણ કહીએ છીએ, ત્યારે તેને અર્થ છે એ સમજી લેવું જોઈએ. સામાન્ય પ્રજા, અમદાર વર્ગ, રાજ્ય કરતે કે સત્તા ભાગવત વર્ગ અને મૂડીદાર વર્ગ-એ બધાના અવાજ કરતાં વધારે પ્રભાવશાળી તેમ જ ધાર્યું કરે તે અવાજ બ્રિટિશ સત્તાને હતે. બ્રિટિશ અમલ જેમ જેમ સ્થપાતે ગયો તેમ તેમ તેનો કડપ અનેક રીતે વધારે ને વધારે એસતે ગયો. બ્રિટિશ સામનીતિથી કામ લેતા, દામથી પણ કામ લેતા, ભેદનીતિ તે તેમના લેહીમાં વણાયેલી રહી છે, પણ સત્તાની જમાવટ અને પ્રચારમાં તેમની દંડનીતિ એટલી બધી સખત હતી કે જ્યાં કોઈએ સહેજ વધારે પડતું માથું ઊંચક્યું કે એ મૂઓ જ પડ્યો છે. શરૂઆતમાં પિતાની સ્વછંદ સત્તા ઉપર અંકુશ મુકાયા તેથી ઘણા નાના મોટા રાજાઓ, સામતિ કે જમીનદારેએ ભાથું ઊંચક્યું, પણ તેમને એવી રીતે ભયભેગા કરવામાં આવ્યા કે બીજાઓની સાન આપોઆપ ઠેકાણે આવી. શરૂઆતમાં પિતાના ધર્મવલમાં પાશ્ચાત્ય પ્રભાવ પડવાની ધાસ્તીથી કેટલાક ધર્મગુરુઓ અને મહંતોએ પણ બ્રિટિશ સત્તા વિરુદ્ધ હિલચાલ કરી, પણ છેવટે શાણુ બ્રિટિશરેએ તેમને અભયદાન આપ્યું કે ધર્મકર્મની બાબતમાં રાજ્ય હાથ નહિ નાખે. તેથી બધા જ ધર્મપંથના આગેવાનો નિર્ભય બની ગયા, તેમ જ બ્રિટિશ સત્તાની જમાવટના એક અથવા બીજી રીતે પિોષક પણ બની ગયા. વ્યાપારી તેમ જ બીજે મૂડીદારવર્ગ એ માત્ર પોતાની કમાણી ઈચ્છતો. તેમને પણ વિદેશી માલના દલાલ થવાનું નવું દ્વાર મળી ગયું, ને તેઓને પણ રાજસત્તા વિરુદ્ધ કહેવાનું કાંઈ ન રહ્યું. આ રીતે આખા બ્રિટિશ અમલ દરમ્યાન જોઈએ છીએ કે ભણેલ અને વગસગ ધરાવનાર આ વર્ગ જાણે ઠરીને ઠીમ બેઠો. જે મોટા વર્ગને બહુ ઘસાવું પડતું, સહેવું પડતું ને આગળ વધવામાં જેને માટે દ્વાર ન હતાં અથવા નામમાત્રનાં હતાં, તે વર્ગના અસંતોષને વાચા આપનાર પ્રથમ તે કઈ હતું નહિ; અને જ્યારે વાચા આપનાર વર્ગ થયો અને વધતો ગયો ત્યારે પણ એનો અવાજ બહુ ધીરે અને અસ્પષ્ટ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] દર્શન અને ચિંતન હતા. તેથી, એક રીતે જાણે કે, આખો દેશ સંતોષી અને સુખી હોય એ ભાસ થતું. અને છતાં, તે વખતે સ્વરાજ્ય નથી એમ સહુ માનતાં. જ્યારે દેશમાં આટલી સારી વ્યવસ્થા હેય, વિશાળ પ્રમાણમાં શાન્તિ દેખાતી હોય ત્યારે પણ લેકે એમ માને કે સ્વરાજ્ય નથી, પણ મેળવવું છે, તે એને અર્થ એમના મનમાં ઊંડે ઊંડે રે હો જોઈ એ એ જાણવું ઘટે છે. વિચાર કરીશું તો જણાશે કે “સ્વરાજ્ય નથી”—એને અર્થ સૌના મનમાં એ ન હતો કે વ્યવસ્થા નથી, એ પણ ન હતો કે સામાન્ય રીતની શાન્તિ નથી, પણ એ હતો કે આખી પ્રજાને પિતાનું યથાર્થ દુઃખ રજૂ કરવાની પૂરી અને નિર્ભય તક નથી. જ્યાં લગી રાજ્યકર્તાઓ સમક્ષ પ્રજાના એકેએક વર્ગનું ચિત્ર નિર્ભયપણે રજૂ કરવાની તક ન હોય ત્યાં લગી તંત્રવ્યવસ્થા અને ખાવાપીવાનું સુખ હોય તો પણ લેકેને ગૂંગળામણ થયા સિવાય ન રહે. મનની વેદના મનમાં જ સમાવવી કે અધૂરી અને વિકૃત રીતે રજૂ કરવી એ જ સ્વરાજ્યનો અભાવ અગર તે પરરાજ્ય. જ્યારે માથા ઉપર એવા ભય ઝઝુમતા હોય કે ગરીબ અગર તવંગર ખરેખરી વાત તદ્દન છૂટથી અમલદારે સમક્ષ કહી ન શકે અગર ડરતાં ડરતાં અને તે પણ ક્યારેક જ કહેવાની– અને તે પણ પરભાષામાં પર દ્વારા કહેવાની–તક મુશ્કેલીથી મેળવી શકે, ત્યારે સૌને સ્વરાજ્ય નથી એ ભાસ થયા વિના ન જ રહે. આ સ્વરાજ્યના અભાવની કે પરરાજયના પ્રભાવની ઊંડી વેદનાએ જ છેવટે ગાંધીજીની સરદારી નીચે અનેકમુખી વાચા મેળવી ને અનેક રીતે તે સ્વરાજ્યની દિશામાં પ્રયત્ન કરવા લાગી. છેવટે ૧૯૪૭ના ઑગસ્ટ ૧પમી તારીખે ગાંધીજીના પ્રેમળ જીવન દરમિયાન જ પ્રેમળ માર્ગથી સ્વરાજ્યપ્રાપ્તિનો ઉત્સવ પ્રજાએ ઊજ. અહીંથી સાવ નો યુગ શરૂ થાય છે. પહેલાં પરરાજ્ય હતું અને હવે સ્વરાજ્ય: એ બે સ્થિતિનું અંતર કઈ એક જ બાબતમાં નથી સમાતું. અનેક બાબતો એવી છે કે જે દ્વારા પર રાજય અને સ્વરાજ્ય વચ્ચેનું અંતર સરળતાથી સમજી શકાય. પણ એ અંતર સમજવાની સહેલામાં સહેલી ચાવી એક જ છે કે પહેલાં લેકે પિતાના દિલનું દરદ પિતાની જબાનમાં સીધેસીધું અમલદારે સમક્ષ જે નિર્ભતાથી રજૂ કરી ન શકતા તે રજૂ કરવાને સમયે તેમને લાગે. સ્વરાજ્ય મળ્યા પછી અનેક સ્થાપિત વર્ગોના ચાલુ હિત ઉપર સખત તરાપ પડી; જેમકે રાજાઓ, સામતિ, જમીનદારે વગેરે. વળી અનેક રૂઢિચુસ્ત માનસ ધરાવનાર ધમપંથના અગ્રસરેની સ્વછંદ નીતિરીતિ ઉપર પણ તરાપ પડી. એ જ રીતે Page #202 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્યને છઠે વર્ષે [૧૬૭ પરરાજ્યના અમલ ઉપર નભતા અને પગદંડો જમાવી બેઠેલા એવા અનેક અમલદારેની અમલશાહી ઉપર પણ તરાપ પડી. આ બધું છતાં લેકે તે એમ જ. માને છે કે સ્વરાજ્ય આવ્યું છે. એક બાજુથી લોકેની એવી પણ ફરિયાદ છે કે બ્રિટિશ અમલ દરમ્યાન હતી તેવી તંત્રવ્યવસ્થા નથી, શાન્તિ નથી; અને બીજી બાજુથી લેકે સ્વરાજ્ય આવ્યું છે, પરરાજ્ય નથી એમ તે માને જ છે. ત્યારે લેકેના મનમાં સ્વરાજ્યને અર્થ જે હવે જોઈએ તે સ્પષ્ટ થાય છે અને તે અર્થ એટલે પિતાનાં દુઃખદરદ સરકાર સમક્ષ રજૂ કરવાની પૂરી અને નિર્ભય તક. સ્વરાજ્યનો આ અર્થ એ તે એક પ્રાથમિક અર્થ છે, પણ તેમાંથી ફલિત થતા અને તેમાંથી સિદ્ધ કરવાના બીજા અનેક અર્થો, જે પ્રજાની દુઃખદરદની કહાણી પ્રગટ થયા પછી ક્રમે ક્રમે ધ્યાન ઉપર આવે છે તે અર્થે, પિકી એક અર્થ એ છે કે પ્રજાની અગવડે પૂરેપૂરી સમજવાની કોશિશ સરકારે કરવી. બીજો અર્થ એ છે કે એ કોશિશ ર્યા પછી ત્વરિત ગતિએ સરકારે એવાં સંગીન પગલાં ભરવાં કે જેથી પ્રજાની ફરિયાદો ઓછી થાય, વધે નહિ. ત્રીજો અર્થ એ છે કે સરકારે પ્રજાના સંપર્કમાં વધારે ને વધારે આવી તેનાં દિલ જીતવા અને તેને સોગ મેળવો. ચોથો અર્થ એ છે કે સરકારી તંત્રમાં કઈ પણ જાતને સડે ન હોય, લાંચરુશ્વત ને લાગવગનું પ્રમાણુ ન જ હોય યા નામમાત્રનું હેય. પાંચમે સૌથી મહત્વને અને છેલ્લે–અર્થ એ છે કે પ્રજાને એમ લાગવું જોઈએ કે સરકાર અમારી છે અને અમને નિચેવી અમારે માથે બેસનાર કોઈ નોકરશાહી નથી, પણ પિતાની અનિવાર્ય જરૂરિયાત પૂરતો બદલે લઈ અમારી જ સેવા અર્થે નીકવેલ એક સમજુ ને આપભોગી સેવકેનું બનેલું તંત્ર છે. ૧. સરકાર પ્રજાની અગવડે સમજવાની કોશિશ નથી કરતી એમ કઈ પણ કહી શકે નહિ. અલબત્ત, સરકારી તંત્ર ચલાવનાર જે સંખ્યાબંધ માણસ છે એ બધા સમાન એગ્યતાવાળા ને સરખી ધગશવાળા છે એમ કઈ કહેતું નથી; એવા હોવા જોઈએ એવી માગણી પ્રજાની રહે જ; સરકાર પણ ઈચ્છે જ. છતાં એ વસ્તુ સિદ્ધ થવાને વાર છે. સરકાર પ્રજાનાં દુઃખ દરદ જાણવાની કોશિશ કરે છે એ અર્થમાં તે સ્વરાજ્ય પ્રાપ્ત થયેલ જ છે, પણ એ કે શિશ નથી પૂર્ણ કે નથી એકધારી; એથી એટલે અંશે સ્વરાર જ્યને એ અર્થ પ્રજાને મન સિદ્ધ થયો નથી. અને એ બાબતમાં શું છાપાં Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] દર્શન અને ચિંતન કે શું જવાબદાર કાČકર્યો કે શું ઊંચા હાદ્દેદાર અમલદારાએ બધા જ એકસરખી ફરિયાદ કરતા જણાય છે કે સરકારે પ્રજાની એટલે કે તેના બધા જ વર્ગોની અગવડ પૂરેપૂરી જાણવી ઘટે. નહિ તો જે વર્ગ આગળ પડતા, વાચાળ અને છાપાંઓ પર કાબૂ ધરાવનાર તેની અગવડ જલદી સરકારના ધ્યાન ઉપર આવે અને ખીજા વર્ગો ખખડતા રહી જાય અને કહ્યા કરે કે ગાંધીજીનું સ્વરાજ્ય નથી અગર તે। આ કરતાં પરરાજ્ય સારું હતું, તો એને દોષ દઈ નહિ શકાય. સ્વરાજ્ય મળ્યું છે એવું જો પ્રજાના દિલમાં અને તેના એકેએક વર્ગના દિલમાં હસાવવું હોય તો સરકારના નાનામેટા અધા અમલદારોએ સહાનુભૂતિથી પોતાના કુટુંબની અગવડ સમજવા રખાય છે તેવા ખ્યાલ પ્રજાની અગવડ સમજવા રાખવા જ પડશે, નહિ તે કદી જશ મેળવી શકશે નહિ. ૨. પ્રજાની અગવડે કાંઈ એક જ પ્રકારની નથી હોતી; સમયે સમયે અને સ્થાનભેદે તે બદલાતી પણ રહે છે. સરકાર એ અગવડા જાણે તે પણ સવાલ એ ઊભા થાય છે કે તેને નિવારવા તે શું કરે છે? અને જે કરે છે તે ઝડપથી કે દી સૂત્રિતાથી ? આને જવાબ સરકારપક્ષે સંતોષપ્રદ અે જ નહિ. અત્યાર લગી પ્રજાનેા જ નહિ, પણ જવાબદાર અમલદારો અને નેતાઓને પણ અનુભવ એક જ છે અને તે એ કે સરકાર વસ્તુસ્થિતિ સમજવામાં જેટલી મોડી પડે છે તેના કરતાંય તેનું નિવારણ કરવામાં વધારે ઢીલ કરે છે. ડૉક્ટર દરદ જાણ્યા પછી દરદીને દવા આપવાનુ કહે, પણ જો તે દવા આપવામાં મેહુ કરે તે એણે દરદ જાણ્યું ન જાણ્યું ખરાબર છે. એક અતિ ઉચ્ચ કક્ષાના સ્વર્ગવાસી દેશનેતાએ ચેમાસામાં પડુ પડુ થઈ રહેલ મકાનમાં વસનાર પોતાના અધીન નોકરને કહ્યું કે ફિકર ન કર, મકાનની દુરસ્તી જલદી થઈ જશે. પણ જ્યારે એ નેતાએ જાણ્યું કે એ મકાન છેવટે પડી ગયું તે એ નાકરના કુટુંબના એક સભ્ય ખાઈ મૂઓ ત્યારે તે પ્રામાણિક નેતાને વખતસર કામ ન કર્યાના ઊંડા ખેદ રહ્યો, અને પેલા વફાદાર નાકરને વિશ્વાસ તે। હુંમેશ માટે ગુમાવ્યેા. સરકાર વિશે જો લાકા એમ ધારતા થઈ જાય કે આ તંત્ર નવાખી છે તો એથી વધારે નુકસાન સરકારપક્ષે બીજી એકેય હાય શકે નહિ. અમલદારો પોતાના કુટુંબની સહેજ પણ મુશ્કેલી નિવારવા જરા પણ ઢીલ ન કરતા હોય અને પ્રજાની અગવડે જાણ્યા છતાં તેને નિવારવાની વિશેષ ડ્રિંકર સેવતા ન હોય તો પ્રજાને સ્વરાજ્યની દૃષ્ટિએ એમ કહેવાના હક્ક છે કે તેઓ પ્રજાદ્રોહી છે; કેમ કે પ્રજાનું અન્ન ખાઈ Page #204 -------------------------------------------------------------------------- ________________ વરાજ્યને છઠ્ઠ વર્ષે [૧૬૯ તેની સેવાર્થે નીકળવાને દાવો કરવા છતાં તેઓ તે દાવાને વફાદાર નથી રહેતા. એટલે ઝડપથી અમલ કરવાની દૃષ્ટિએ તે સરકાર ઉપર જ બધી જવાબદારી આવી પડે છે. અત્યાર લગીને અનુભવ કહે છે કે ઝડપથી કામબજવણીની આવડત સરકારી તંત્રમાં નથી. સ્વરાજ્યને છ વર્ષે આ આરેપમાંથી મુક્ત થઈ સરકારી તંત્રે નવેસર ખાતરી કરી આપવી જોઈએ કે શરૂઆતનાં પાંચ વર્ષ શિખાઉપણાનાં હતાં. હવે અનુભવ ઠીક થ છે, એટલે તંત્રમાં ઢીલાશ નહિ જ હેય. ૩. પહેલાં, ૧૯૩૭માં જ્યારે પ્રાંતિક સ્વરાજ્ય મળ્યું ત્યારે ગાંધીજી બધા મિનિસ્ટરને કહેતા કે તમે માત્ર ઓફિસમાં જ અને તેના દફતરમાં ભરાઈ ન રહે. લેકમાં જાઓ, વિશ્વાસ મેળવે. ગાંધીજીનું આ કથન કેટલું મહત્વનું છે તે અત્યારે તો વધારે સ્પષ્ટ થાય છે. કેન્દ્રના અને પ્રાન્તના મંત્રીઓ અને બીજા રાજપ્રમુખ જેવા મોટા હોદેદારે સામાન્ય જનતામાં કેટલે અંશે ભળેહળે છે એમ જે કોઈ પૂછે તો એને ઉત્તર છાપા અને લેકે એ જ આપે કે તેઓ અનેક જાતના ઉદ્ઘાટન સમારંભમાં અને બીજા પ્રસંગમાં લેકે સામે આવે છે અને સાધારણ કે તેમનાં મોઢાં જોવા પામે છે. આ વસ્તુ સ્વરાજ્યના મૂળમાં જ ઘા કરનારી છે. એક તે વાંચવા લખવા અને ફાઈલેને ઉથલાવવામાં જ બુદ્ધિશાળી મંત્રીઓની શક્તિ એટલી બધી ખરચાઈ જાય છે કે પછી તેમની હૈયાઉકલત બહુ જ ઘટી જાય છે. જે દરેક ખાતાને મંત્રી પિતાને લાગતાવળગતા પ્રશ્નો પરત્વે પિતાને આધીન પ્રદેશમાં જાતે જઈલેકોને મળે, તેમના મેથી સીધી વાત સાંભળે અને તેમની સાથે વાતચીત કરે તે લોકો જરૂર એમ સમજવાના કે સરકાર આપણી છે. જ્યારે ગેરાઓ હતા ત્યારે તેઓ કદી મળતા નહિ, મળે તે રુઆબ એટલે બધે કે તેમને મળવું એટલે દેવોને મળવું એમ લેકે સમજતા. જે આજે પણ લેકોના દિલમાં આ જ ધારણું ચાલુ રહે તે એથી વધારે બૂરું બીજું હોય ન શકે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ જીવનમાં સૌથી વધારે મહત્ત્વ સહાનુભૂતિનું છે. વૈઘ કે પરિચર્યા કરનાર નર્સ જે પૂરેપૂરી સહાનુભૂતિવાળાં હોય તે દરદ ન મટયા છતાં, અને ઘણીવાર તે વધ્યાનું ભાન હોવા છતાં, દરદી એમના પ્રત્યે ઊંડી મમતા સેવે છે. તેને એમ થાય છે કે વૈદ્ય અને નર્સ સાચાં છે, છેવટે દરદનું મટવું ન મટવું એ તે ભગવાનને આધીન છે. દરદીની આવી લાગણી એ જ સાચા વૈદ્ય અને સાચી નર્સને વિજય છે. જે આ અનુભવ સારો હોય તો એ જ ન્યાય પ્રજા અને સરકાર વચ્ચે Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ] દર્શન અને ચિંતન લાગુ પડે છે. સરકાર માત્ર એમ કહ્યા કરે છે કે પ્રજાનેા સહયેાગ જોઇએ, તે પૂરો સહયોગ નથી આપતી, ઇત્યાદિ...પણ એણે વિચારવું જોઇએ કે પ્રજામાં સહયાગ કરવાની પૂરી લાગણી તે કેમ પ્રગટાવી શકી નથી? જો તે સાચા દિલથી આ વસ્તુ ઉપર વિચાર કરે તો તેને પોતાને જ પાતાની ખામી જણાશે. પ્રજાને ગાંધીજી પ્રત્યે મમતા હતી, પ્રજા તેમને દરેક બાબતમાં સહયોગ કરતી. એનું હાર્દ તપાસીશું તે જણાશે કે ગાંધીજી તેા પ્રજાના અદનામાં અદના માણસને પણ છૂટથી મળવાના અને તેની કથની સાંભળવાને અવસર આપતા. શું, આજે કાઈ સરકારી હાદ્દેદાર એમ કહી શકશે કે પ્રજાની સહાનુભૂતિ મેળવવાના આ કીમિયા તેને લાખ્યા છે? આજે પણ જે ગણ્યાગાંઠ્યા સેવા દેશના કાઈ ને કાઈ ભાગમાં અને કાઈ ને કાઈ પ્રજાના ઘરમાં પૂર્ણ રીતે ખૂપ્યા છે તેમના અનુભવ પણ એ જ કહે છે કે ટલાકસ પક એ જ લોકોના સહયાગ મેળવવાની ચાવી છે. શું રવિશંકર મહારાજ કે શું સ’તખાલ કે શું સ્વામી આનંદ એ બધાને પૂછો તે એક જ વાત કહેશે કે લેાકેા તે સાવ ભોળા છે, કહા તે કરવા તૈયાર છે; ફક્ત તેમનાં દિલ જીતવાં જોઈએ, તે તે તો સૌંપર્ક દ્વારા જ જીતી શકાય. સરકારી અમલદારો આ વસ્તુ ભાગ્યે જ જાણે છે અને તેથી જવાબદાર લાકઆગેવાનો પણ તેમના ઉપર આક્ષેપ મૂકતાં પાછા નથી પડતા કે તેમને તે વાલકેશ્વરની અગર નવી દિલ્હીની હવા જ ખાવી છે. પોતાની મુશ્કેલીએ દૂર નહિ થઈ હોય તેાપણુ જો પ્રજા એવા અનુભવ કરે કે સરકારી અમલદારો તેમની વાત ધીરજથી સાંભળે છે, તે તેને બહુ રિયાદ વિના મુશ્કેલી સહન કરવાનું અળ જરૂર મળવાનું. તેથી સરકારી તંત્રને જેવા તેવા લાભ નથી. ૪. સરકારી તંત્રમાં લાંચરુશ્વત અને લાગવગ કેટલા પ્રમાણમાં છે એનુ પ્રમાણ આપવાની જરૂર જ નથી. એક એક ખાતામાં એક એક મ`ત્રી, એને આધીન બીજા કેટલાયે ઉચ્ચ અમલદારા, તેમાં પણ આઈ. સી. એસ. જેવા હાદા ધરાવનારા આ બધા આધુનિક શિક્ષણ પામેલા અને મોટેભાગે દેશપરદેશમાં કરેલા. તેમના રુઆબ અને મામ જોતાં એમ લાગે કે તેઓ દેવના દીકરા છે. સામાન્ય માણસ તા એમની બુદ્ધિ, એમનાં ભણતર વિશે સાંભળીને જ આભે થઈ જાય. છતાં આપણે જોઈ એ છીએ કે એમાંથી હજી સુધી તે એક પણ માઈ ને લાલ એવા નથી નીકળ્યા કે જે સરકારી તંત્રના મુખ્ય સડાને દૂર કરવાની કાઈ જડીબુટ્ટી બતાવી શકયો હાય. આવી સ્થિતિમાં છૂટથી ફરિયાદ કરવા પૂરતું સ્વરાજ્ય પ્રાપ્ત થયા બાદ જો લોકેા એમ કહ્યા Page #206 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્યને છઠે વર્ષે [૧૭૧ કરે કે સરકારી તંત્ર ઉપર આવનારા અમલદારો અને નોકરે લાંચની બદીથી મુક્ત નથી અને લાગવગ એ તે તેની ભૂમિકા છે, તો પ્રજાને દોષ દઈ નહિ શકાય. મેટા મેટા વ્યાપારીઓ લેભવશ પ્રજાદ્રોહ કરી સરકારને ઠગે તે એ સમજી શકાય, પણ કેટલાક સરકારી હોદ્દેદારે જ સરકારને ઠગે તે એ મહેલ રેતી ઉપર ઊભો છે એમ કઈ પણ કહી શકે. જેઓએ સરકારને ધોખે આપ્યો હોય–પછી તે વ્યાપારી હોય કે અમલદાર–તેમને સખત નસિયત કરવામાં જેટલું મોડું થાય છે તેટલું જ લેકેને ઉકળાટ વધે છે; અને બીજી બાજુથી લાંચ આપનાર અને લેનાર એમ સમજતા થઈ જાય છે કે ચાલતું હોય તેમ ચાલશે. કાંઈ આફત આવશે તે જોયું જશે, કેમ કે તેમને નથી હતો તરત શિક્ષા થવાનો ભય, કે નથી હોતો સખત નસિયત થવાને ભય. કરોડોના ગોટાળા કરનાર વ્યાપારીઓ અને અમલદારો સુખે શા માટે સૂવા જોઈએ? તેમણે છેવટે તે પ્રજાનું જ લોહી ચૂક્યું છે; અને લેહી ચુસનાર ને એક પણ માણસને ફાડી ખાનાર જંગલી પ્રાણી જે ગેળીનું નિશાન મનાતું. હોય તો આવા ઊજળા દેખાતા વ્યાપારીઓ અને અમલદારે, જે આખી પ્રજનું સીધી કે આડકતરી રીતે લેહી પીતા હેય, તેઓ તુરતાતુરત સખત. સજાને પાત્ર કેમ ન બનવા જોઈએ? એટલે સરકારી સડે દૂર કરવાની જવાબદારી પણ સરકારી તંત્રની જ છે. એમ કહ્યું નહિ ચાલે કે પ્રજા લાંચ ન આપે તે અમલદારો ન લેભાય. પ્રજા અભણ છે, અસંસ્કારી છે, શિસ્તબદ્ધ નથી, એમ સમજીને જ તે સરકાર ચાલે છે. એટલે એણે પિતાના તંત્રને વહેલામાં વહેલું સડામુક્ત કરવા તરફ જ લક્ષ આપવું ઘટે છે. છેલ્લાં પાંચ વર્ષોની સડાની ફરિયાદે બ્રિટિશ અમલના સડાને ભુલાવી દીધો છે. ૫. આજે પ્રજા એમ તે જાણે છે કે રાજ્યકર્તા અમારા જ ભાઈએ છે ને અમારામાંથી જ તેઓ અમારી સંમતિથી આગળ આવ્યા છે, પણ સાથે સાથે પ્રજા એમ પણ સમજી રહી છે કે હદેદાર–ખાસ કરીને મોટા હોદેદાર–જે પગાર લે છે તે સેવા અર્થે નીકળેલને ન શોભે તેવો છે. જે મોંઘવારીનું બહાનું આગળ ધરવામાં આવે તે પ્રજા એમ કહે છે કે મેંધવારી તે સૌને છે. વળી સામાન્ય પ્રજાજન કરતાં અને સાધારણ કટિને સરકારી નોકર કરતાં ઊંચી કેટિના અમલદારોને પિતાના તંત્ર વિશે અને પિતાના. જીવન વિશે વધારે આત્મશ્રદ્ધા હોવી જોઈએ. તે એ અર્થમાં કે અમે કશે સંગ્રહ નહિ કરીએ તોપણ કદી ભૂખે મરવાના નથી કે અમારાં બાળબચ્ચાં હેરાન થવાનાં નથી. જે તેમનામાં આવી ઊંડી શ્રદ્ધા ન હોય તે સહેજે જ તેમનાં મન પગારના ધોરણ પરત્વે ઢીલા રહેવાનાં અને જેટલું મળતું હોય તે પણ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] દશન અને ચિંતન ઓછું લાગવાનું. એ તે સુવિદિત છે કે સરકારી તંત્રવાહકમાં કેટલાક એવા અવશ્ય છે કે જેમને પૈસાની લેશ પણ પડી નથી; ઊલટું આપાગથી કામ કરે છે, પણ એવાઓની સંખ્યા નજીવી છે. અને વહીવટી ખર્ચના આંકડા તેમ જ પગારનાં ધોરણે જોતાં એમ લાગે છે કે આટલે બેજે હવે પ્રજા ઊંચકી શકે તેમ છે નહિ. છે તેટલા વેરા પણું પ્રજાના મોટા ભાગને શૂળ જેવા લાગે છે, તેમ છતાં નવા નવા વેરાની વાત આગળ ધરાતી જ જાય છે. આ સૂચવે છે કે સરકારી તંત્ર કરકસરના તત્ત્વને જાણતું નથી. જે રાજ્ય પિતાની આવક કરતાં વધારે ખર્ચ કરે અને ૮૦-૮૫ ટકા જેટલા મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના બેજાને સમજી ન શકે તે રાજ્ય છે એમ તે ખરા અર્થમાં ન કહી શકાય. જે કંઈ પણ રીતે તંત્રને ખર્ચ નભાવવો હોય તે એના દેખીતા ત્રણ માર્ગો છે : (૧) મોટા પગાર ઉપર કાપ મૂકી ને બીજી ઘણી બાબતમાં સરકારે કરકસરનું તત્ત્વ દાખલ કરવું. (૨) મોટા મોટા ઉદ્યોગપતિઓની આવકમાંથી વધારે મેળવવું. (૩) રાજા કે બીજા હરકેઈની વારસાગત અમુક મિલકતથી વધારે મિલકત હોય તે તેમાંથી હિસે મેળવે. ગમે તે રીતે સરકાર ખાધ પૂરી કરે, પણ તેને જે મધ્યમ વર્ગ અને નીચલા વર્ગ પર તે ન જ પડવો જોઈએ. ગામડાંનું હીર જરા પણ ન ચુસાય, ઊલટું તેનું તેજ પિવાય એ રીતે જ પૈસા મેળવવાની કરામત નાણાંપ્રધાનેએ વિચારવી જોઈએ. જો આમ ન બને તે પ્રજા એમ કદી નહિ માને કે સરકારી તંત્રને આપગી સેવકે મળ્યા છે. જે પ્રજાનો એ અંસતોષ હશે તે પછી સામ્યવાદ, સમાજવાદ કે બીજા એવા કોઈ વાદને ખાળી નહિ શકાય. એ જુદી વાત છે કે તે વાદ આવીને પ્રજાનું કેટલું લીલું કરશે? પણ એક પકડમાંથી ઊભો થયેલે અસતિષ સ્વાભાવિક રીતે પડખું બદલવા માણસને પ્રેરે છે. તેથી આપણે સ્વરાજ્યને છ વર્ષે આશા રાખીએ કે જેઓ લાંબા વખતથી સેવા આપતા આવ્યા છે, જેઓ ગાંધીજીના જીવનભાર્ગને થોડે પણ સમજે છે, અને જેઓ પ્રામાણિક છે તેઓ ગાંધીજીની સ્વરાજ્ય-કલ્પનાને પિતાની ઢબે પણ મૂર્તિમંત કરે. –પ્રસ્થાન, ઓગસ્ટ ૧૫ર. Page #208 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્ય અને સુરાજ્ય [૨૬] હવે દેશ સ્વરાજ્યના સાતમા વર્ષમાં પ્રવેશ કરે છે તે વખતે પ્રજાએ, પ્રજાસેવકેએ, અમલદાએ અને મુખ્ય મુખ્ય રાજ્યતંત્રવાહકે એ વિચાર કરવાની જરૂર છે કે પ્રાપ્ત થયેલું સ્વરાજ્ય સુરાજ્યમાં પરિણમ્યું હોય તો તે કેટલે અંશે ? તેમ જ એ પણ વિચારવાનું પ્રાપ્ત થાય છે કે આખો સ્વરાજ્ય–સંચાલન ઝેક સુરાજ્યની જ દિશામાં છે કે કેમ ? સ્વરાજ્ય અને સુરાજ્ય એક નથી એ કહેવાની જરૂર હોય જ નહિ. જે એક હોય તે કઈને ફરિયાદનું કારણ રહે જ નહિ. સ્વરાજ્યના સાતમે વર્ષે પહોંચવા છતાં દેશમાં જ્યાં દેખો ત્યાં ફરિયાદ જ મુખ્યપણે સંભળાય છે, ફરિયાદ માત્ર પ્રજાની જ નહિ, પ્રજાસેવકોની પણ છે, અમલદારની પણ છે, અને રાજ્યધુરાવાહકોની પણ છે. ફરિયાદો બધી સાચી જ અને સાધાર હોય છે એમ તો નહિ જ, છતાં એ બધી વાત જુઠી અને નિરાધાર હોય છે એમ માની લેવું એ પણ એવી જ ભૂલ છે. ફરિયાદ સાંભળવી, તેનાં કારણોની શધ કરવી, તેમાં યથાર્થતા કેટલી છે એ તપાસવું અને જે ફરિયાદનાં કારણે હોય તે તેને જલદીમાં જલદી નિવારવાં એ જીવતી જાગતી અને સુરાજ્યની અભિલાષા સેવતી જનતા તેમ જ લેકશાહી સરકારનું અનિવાર્ય કર્તવ્ય છે, સ્વરાજ્ય એ તે આ કર્તવ્ય બજાવવાની ભૂમિકા પૂરી પાડે છે. બધી જાતની ફરિયાદના હેવાલ ઉપરથી તેમ જ એને નિવારવાના પ્રયત્નમાં દેખાતી મંદગતિ ઉપરથી એટલું તે નિર્વિવાદ કહી શકાય કે હજી સ્વરાજ્ય સુરાજ્યમાં પરિણમ્યું નથી. સુરાજ્ય નથી એનો અર્થ તે કુરાજ્ય જ છે અગર તે અરાજ્ય યા અરાજક્તા છે એવું નથી થતું. એટલું તો કબૂલ કરવું જોઈએ કે સ્વરાજ્ય પ્રાપ્ત થયા પછીનાં છ વર્ષો એળે નથી ગયાં. દેશ વિશાળ છે, લેકે અનેક સૈકાઓની વહેમ તેમ જ ભ્રમણાજાળથી ગ્રસ્ત છે. લેકના હાડોહાડમાં અકમણ્યતા, આળસવૃત્તિ, બીજાઓ ઉપર આધાર રાખી સંતોષ માનવાની વૃત્તિ અને એ બધા ઉપર ધાર્મિકતાની પડેલી છાપ–એ બધું જોતાં કોઈ પણ સરકાર એકાએક ધાર્યો ફેરફાર કરી કે કરાવી શકે નહિ, તેમ છતાં મળેલું WWW.jainelibrary.org Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] દર્શન અને ચિંતન સ્વરાજ્ય સુરાજ્યની આગાહી તે આપે જ છે. એની દિશા સુરાજ્યની છે. તેને મુખ્ય પુરા લોકશાહી છે. લેકે પોતે જ પોતાના પ્રતિનિધિઓ ચૂંટે અને તે પ્રતિનિધિઓ લેકહિત અર્થે જ બધું વિચારે અને કરે એ સુરાજ્યની દિશા છે. પણ દિશા હોવી તે એક વાત અને તે દિશામાં ત્વરિત ગતિએ સાચું પ્રયાણ કરવું એ બીજી વાત છે. ઉંમરલાયક સ્ત્રીપુરુષ મત આપે, પણ તે મતદાન પાછળ પૂરી સમજણ, વિવેક અને નિર્ભયતા ન હોય તે એ મતદાન પિકળ જેવું સાબિત થાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટાયા પછી સંપૂર્ણપણે લેકહિતના પ્રશ્નમાં જાગતા ન રહે, તે માટે પ્રયત્નશીલ ન રહે, તે એ પણ એક નાટક ભજવવા જેવું જ થાય. રાજ્યધુરાવાહકે પિતાની સત્તાના જ ગુલામ થઈ જાય અને લેકસંપર્કથી વેગળા પડી પિતાને કઈ જુદા વર્ગના જ માનવા જેટલું ગુમાન સેવે તે એ પણ લેકશાહીની મશ્કરી જ છે. આપણું સ્વરાજ્ય લેકશાહી ઉપર ચાલે છે એ ખરું, પણ સુરાજ્ય માટે લોકશાહીના અંગેઅંગમાં જે બળ, જે તાજગી, અને જે સ્કૂતિ જોઈએ તે નથી. એટલે સુરાજ્યની દિશામાં હોવા છતાં દેશ આગળ વધી શકતો નથી, સુરાજ્યનું સુખ અનુભવી શકતો નથી. સુરાજ્યનું પહેલું લક્ષણ એ હેવું જોઈએ કે કામ કરી શકે એવા ઉંમરલાયક કોઈ પણ સ્ત્રીપુરુષને બેકાર રહેવું ન પડે. આજે એ સ્થિતિ નથી. અકર્મણ્યતા હાડોહાડમાં હોવા છતાં પણ જીવવા માટે ઘણા લોકો કામ માગે છે અને તેમને પૂરતું કામ મળતું નથી. ગણ્યાગાંઠયા માણસે કામના બેજથી ઘસાય છે તે લોકોને મોટો ભાગ બેકારીથી ઘસાય છે. ગાંધીજીએ પિતાની હિલચાલ દરમ્યાન એ વાત ધ્યાનમાં રાખેલી કે દેશના કરોડો માણસોને કામમાં જેતરવા હોય તે શું શું કામ સરળતાથી તેમને ઘરબેઠાં આપી શકાય. ગાંધીજીની આ દૃષ્ટિની અત્યારે ઉપેક્ષા જ નથી થઈ રહી, પણ ખરી રીતે કહીએ તે જાણે-અજાણે સરકારને હાથે એ દષ્ટિને આત્મા હણાઈ રહ્યો છે. એટલે અત્યારે એમ કહી શકાય કે સ્વરાજ્ય હજી સુરાજ્યનું પ્રથમ લક્ષણ સિદ્ધ નથી કર્યું. સુરાજ્યનું બીજું લક્ષણ એ હોવું જોઈએ કે દેશને દરેક નિવાસી પોતે ધારે તેવી કેળવણું–જીવનપ્રદ કેળવણી–સરળતાથી મેળવી શકે. આજે આ સ્થિતિ છે જ નહિ. કેળવણું મેળવવાનું એટલું બધું છું અને મુશ્કેલ બની Page #210 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્ય અને સુરાજ્ય [ ૧૭૫ ગયું છે કે બહુ ગણ્યાગાંઠયા જ સરળતાથી તે મેળવી શકે. બીજાઓ માટે તો કેળવણું લેવી–માનસિક સંસ્કાર અને યોગ્યતા મેળવવાં—એનો અર્થ છે પિતાની જુવાની બરબાદ કરવી; એટલું જ નહિ, પણ પિતાના પિષકે અને વડીલેને અર્થે પેટે રાખવા. ગાંધીજીના પ્રયત્નમાં એ પણ એક વસ્તુ સમાયેલી હતી કે લોકે બધા જ સરખી રીતે કેળવાય. આ બાબતમાં પણ સ્વરાજ્યસરકાર ગાંધીજીની દૃષ્ટિને વિકસાવી શકી નથી. સુરાજ્યનું એક લક્ષણ એ છે કે તેમાં ન્યાય મેળે ન હોય અને તે મેળવવામાં જરાયે મુશ્કેલી ન હોય. આજે આ બાબતમાં બ્રિટિશ અમલ કરતાં કશે જ સુધારે થયો નથી. ઊલટું કાયદાની ગૂંચે વધવા સાથે ન્યાયના પવિત્ર આસન પર બેઠેલાઓ પણ પિતાની ફરજ વધારે ભૂલતા દેખાય છે. સુરાજ્યનું એક લક્ષણ એ છે કે તેમાં કરનું ધોરણ એવું હોય કે કરને ભરનાર અને તેને વસૂલ કરનાર બેમાંથી કોઈને હાડમારી સહેવી ન પડે અને સરળતાથી સરકારના હાથમાં કર આવે. આજે આથી સાવ ઊલટું છે. કર ભરનારની હેરાનગતિને સરકારને અંદાજ જ નથી. એની વસૂલાતમાં ગોટાળા કેવા થાય છે એને પણ જાણે પૂરે ખ્યાલ કોઈને આવતું નથી. અને સરકારના ખજાનામાં કર આવવાને બદલે મેટા પ્રમાણમાં તે વચ્ચે જ કેવો ભરખાઈ જાય છે એને પણ સાચે તોલ કેઈને હોય એમ લાગતું નથી. આને લીધે પ્રજા ઉપર કરનું ભારણ વધવા છતાં તેનો લાભ પ્રજાને મળતો નથી અને સરકારને પૈસાની ખોટ ઊભી જ રહે છે. આ માટે બહુમુખી વેચાણવેરાનો દાખલો ટાંકી શકાય. મેટા અમલદારોમાં હૈયાઉકલત જોઈતા પ્રમાણમાં હેત તો એમણે ક્યારને ઉકેલ કાઢ્યો હતો એમ કાઈ કહે તેને અવગણી નહિ શકાય. સુરાજ્યનું એક લક્ષણ એ પણ છે કે તેમાં સૌને વૈદકીય સારવાર સરળતાથી મળે અને તે પિોસાય તેવી હોવી જોઈએ. આજે આ સ્થિતિ નથી. જાણે પૈસાદારે જ જીવવા સર્જાયા છે અને બીજાને જીવવાને તે હક્ક નથી, એ વસ્તુ અત્યારની સરકારી, અર્ધસરકારી કે ખાનગી વૈદકીય સારવાર કરનાર સંસ્થાઓના વ્યવહારથી તરી આવે છે. મધ્યમ વર્ગના અને તેથીયે ઊતરતા વર્ગના લેકે કેવા કષ્ટ સારવાર મેળવે છે અને એ મેળવવા જતાં પેટે કેવા પાટા બાંધવા પડે છે! જે સારવારથી સાજા થવાય તે એનો કારી ઘા કેવો લાગે છે અને તે કેટલા વખત સુધી તેને મૂંઝવે છે એનો ખ્યાલ કોઈ સત્તાગીને આવતું હોય તો પણ એક સારું લક્ષણ ગણાય. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] દુન અને ચિંતન જેવાની સુરાજ્યનાં ઘણાં લક્ષણા દર્શાવી તેના અસ્તિત્વ-નાસ્તિત્વ વિશે ચર્ચા. લખાવી શકાય, પણ એ જરૂરી નથી. તેમ છતાં એક દાખલો ટાંકવા જોઈ એ. જો છાપાને હેવાલ જૂડો ન હેાય તો તે જવાબદાર મ ંત્રી વિચારસરણી ઉપર પ્રકાશ નાખે છે. મુંબઈ પ્રાંતના એક મંત્રીને પૂછવામાં આવ્યું કે મંત્રીઓના પગાર પૂરતા છે કે નહિ ? મંત્રી મહાશયે અપૂરતા કથાનું છાપામાં આવ્યું છે. પ્રશ્ન એ છે કે અપૂરતા કયા અર્થાંમાં? મોટા મોટા ઉદ્યોગપતિઓની આવકની સરખામણીમાં કે અ’ વના રાજ્યાના રાજાઓના સાલિયાણાની સરખામણીમાં ? જો એમ હોય તે તે અપૂરતા અવશ્ય છે. પણ જનતાના મેનટા ભાગને જે સગવડા છે તે કરતાં મંત્રીઓની સગવડ ઓછી છે કે વધારે? જો વધારે હોય તે અપૂરતા ન કહી શકાય. છેવટે તા તેઓ જનતાના પ્રતિનિધિ છે, નહિ કે માત્ર માલદારના. હું ધારું છુ, મંત્રીઓને રહેવાની અગવડ નહિ હોય, પોશાક તેમ જ ખાનપાનની નહિ હોય, અને અગત પરિવારને તાલીમ આપવાની પણ નહિ હાય. પણ ધારા કે એવી કાંઈ હાય તે તે અગવડ જ તેમને માટે પૂરતો પગાર ગણાવી જોઈ એ, કેમ કે તેઓ છેવટે જનતાની સેવા અર્થે એ પદે બેઠા છે. લોકેા કહ્યા કરે છે કે મોટા મોટા હોદ્દેદારોના પગાર બહુ વધારે છે; ખાસ કરી ચીન જેવા દેશની સરખામણીએ તે બહુ વધારે છે. બીજી બાજુ અમલદારને એ અપૂરતા લાગે. તે આમાં સાચુ શું? વિચાર કરતાં જણાશે કે અન્ને સાચા છે. લેાકો ટીકા કરે છે તે પાતાના જીવનધારણ અને પેાતાની આવકની દૃષ્ટિએ. જે ઉચ્ચ કક્ષાના અમલદારાને પગાર અપૂરતો લાગતા હાય તેમનું મન વધારે આવકવાળાને સામે રાખી વિચાર કરતું હોય છે. પણ જો સ્વરાજ્યે સુરાજ્યની દિશામાં આગળ વધવું હોય તે ઊંચો હોદ્દો ધરાવનાર અમલદારાએ પેાતાનું માનસ બદલવું જ જોઈશે. તેમણે પોતાના વિચાર કર્યો પહેલાં પોતાના હાથ નીચેના અગવડ ભોગવતા અધિકારીઓની સગવડ વધારવાને વિચાર પ્રથમ કરવા જોઈ શે; અને જ્યાં લગી સામાન્ય જનતાનુ જીવનધારણ ઊંચું ન આવે ત્યાં લગી તેમણે અગવડ વેઠવામાં કૃતાતા લેખવી જોઈશે. એમ ન થાય તે તેઓ કદી સામાન્ય જનતાની અને અગવડ ભાગવતા હાથ નીચેના અધિકારીની સાચી પ્રીતિ મેળવી નહિ શકે. સુરાજ્યમાં આવી સાચી પ્રીતિ મેળવવી એ જ ધન લેખાય છે. આમ, બધું ચાલે છે તેમ ચાલતું હાવા છતાં સુરાજ્યનાં કાઈ કાઈ લક્ષણા સ્પષ્ટ રીતે આવિર્ભાવ પામતાં જાય છે, એ એક આશાસ્પદ અને જીવનપ્રદ વસ્તુ છે. આવાં લક્ષણામાં, જેનું પ્રભાત ઊગ્યું છે અને જે વિચારનું Page #212 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્ય અને સુરાજ્ય [ ૧૭ ધ્યાન ખેંચે છે એવાં એકબે લક્ષણોને નિર્દેશ આવશ્યક છે. આચાર્ય વિનોબા ભાવેની ભૂદાનયજ્ઞ પ્રવૃત્તિ એ એક ક્રાંતિકારી માનસને પૂરતો ખોરાક પૂરું પાડે છે અને દેશ શરીરમાં એકત્ર થયેલ અને જામી ગયેલ નિરર્થક સંપત્તિના લેહીને ગતિ આપી દેશ શરીરની સમધારણ તુલા રાખવાનું કામ કરી રહેલ છે. ગાંધીજીએ પ્રારંભેલ અહિંસાના સર્વમુખી યજ્ઞને એ વિસ્તારી અને વિકસાવી રહેલ છે, જેમાં લાખો અને કોડેની આજીવિકાને પ્રશ્ન ઉકેલવાનો સંભવ છે. ગાંધીજીનું બીજું ચિરસેવિત સ્વપ્ન એ હતું કે બુદ્ધિની એકાંગી કેળવણીના સ્થાનમાં ક્રિયાપ્રધાન સર્વાગી કેળવણી દેશમાં પ્રતિષ્ઠા પામે, અને તે પ્રામાભિમુખ પણ બને. આ સ્વપ્નને મૂર્ત કરવા પ્રયત્ન તો કેટલાયે વર્ષ થયાં ચાલતા હતા, પણ હમણાં એ પ્રયત્ન કાંઈક મોટા પાયા ઉપર શરૂઆત કરી છે અને તે પણ બ્રાહ્મણત્વનો યથાર્થ વારસ ધરાવનાર આજીવન કેળવણું તેમ જ લકકેળવણુને વરેલ શ્રી. નાનાભાઈ ભટ્ટ જેવાને હાથે. આ વસ્તુ આમ તે સાધારણ લાગે, પણ ચાલુ કેળવણી અને ઉચ્ચ કેળવણીના પડેલા ધોરી રસ્તાઓથી જેઓ સંતુષ્ટ નથી અને જે કાંઈ દેશને જોઈએ તેવું અને ગામડાંને પચે તેવું શિક્ષણ માગી રહ્યા છે તેમને માટે આવશ્યક કાર્યક્ષેત્ર પૂરું પાડે છે. દેશના કેટલાયે ભાગમાં કોઈ ને કોઈ નાના પાયા ઉપર સુપ્રવૃત્તિઓ ચાલતી દેખાય છે. પણ ઉપરની બે પ્રવૃત્તિઓ એટલા માટે નોંધી છે કે પહેલી અત્યારે ભારતવ્યાપી છે, જ્યારે બીજી ગુજરાતવ્યાપી છતાં છેવટે ભારતવ્યાપી થવાની પૂર્ણ શક્યતા ધરાવે છે. આવી જ પ્રવૃત્તિઓ ક્યારેક સુરાજ્યની ઝાંખી કરાવશે એ ચોક્કસ. –પ્રસ્થાન, ઓગસ્ટ ૧૯૫૩. ૧૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ હરિજન અને જેનો [૨૭] જ્યારથી મુંબઈ ધારાસભામાં હરિજન–મંદિરપ્રવેશનું બિલ ઉપસ્થિત થયું છે ત્યારથી, લાંબા વખત થયાં સૂતેલું જેનું માનસ સવિશેષ જાગૃત થયું છે. એ માનસના કોઈ એક ખૂણાથી એ ધ્વનિ, પંડિતાઈ શેઠાઈ અને સાધુશાહી સાથે, ઊઠવા લાગે છે કે હરિજનો તે હિંદુ સમાજને ભાગ છે અને જૈને તે હિંદુ સમાજથી જુદા છે; એટલે કે હિન્દુ સમાજને લક્ષીને ઘડવામાં આવેલ હરિજન–મંદિર પ્રવેશ બિલ જૈન સમાજને લાગુ પડી શકે નહિ. એ જાગૃત જૈન માનસના બીજે ખૂણેથી વળી એ નાદ ઊડ્યો છે કે ભલે જૈન સમાજ હિન્દુ સમાજને એક ભાગ હોય અને તેથી જૈન સમાજ હિન્દુ ગણાય, તે પણ જૈન ધર્મ એ હિન્દુ ધર્મથી સાવ જુદો છે, અને હરિજન–મંદિર પ્રવેશ બિલ હિન્દુ ધર્મમાં સુધારે દાખલ કરવાને લગતું હોવાથી તે જૈન ધર્મને લાગુ પડી શકે નહિ, કેમ કે હરિજને એ હિન્દુ ધર્મના અનુયાયી છે, જૈન ધર્મના નહિ. અને જૈન ધર્મ તે મૂળે હિન્દુ ધર્મથી જુદો છે. આ બે વિરોધી સૂરે ઉપરાંત એ જાગૃત જૈન માનસમાંથી બીજા પણ સૂરે ઊઠયા છે. કોઈ સૂર એ છે કે તે લાંબા વખતથી ચાલું એવી જૈન પરમ્પરા અને પ્રણાલીને આડે ધરી હરિજનોને જૈન મંદિરપ્રવેશથી બાકાત રાખવા એ બિલનો વિરોધ કરે છે. બીજો સૂર વળી ન મંદિરે ઉપર જૈન સંપત્તિ અને જૈન માલિકીને દાવો રજુ કરી એ બિલ સામે મોરચે રચે છે. બીજી બાજુ એવા જ જાગૃત જૈન માનસમાંથી ઉપર સૂચવેલ જુદા જુદા વિધી સુરેને જવાબ આપતે એક નવયુગીન પ્રતિધ્વનિ પણ સ્પષ્ટપણે ઊઠયો છે. આ લેખમાં ભારે વિચાર બને તેટલા ટૂંકાણમાં, છતાં લંબાણના અતિભય સિવાય, એ બધા પક્ષની ગ્યતા–અયોગ્યતા તપાસવાને તેમ જ પિતાનો નિર્ણય સ્પષ્ટપણે રજૂ કરવાનું છે. હવે અનુક્રમે એક એક પક્ષ લઈ વિચાર કરીએ. પહેલા પક્ષનું એમ કહેવું છે કે જૈન સમાજ હિન્દુ સમાજથી જુદો છે તે એ પક્ષની સંકુચિત દૃષ્ટિ પ્રમાણેની “હિન્દુ” શબ્દની વ્યાખ્યા પ્રમાણે Page #214 -------------------------------------------------------------------------- ________________ મહરિજનો અને જો [ ૧૭૯ તો સાચું છે. એ પક્ષ “હિન્દુ’ શબ્દનો અર્થ માત્ર બ્રાહ્મણધર્મોનુયાયી અથવા તે વૈદિક પરમ્પરાનુયાયી સમાજ એટલે જ સમજે છે. પણ આ પક્ષ ઈતિહાસ અને પરમ્પરાની દૃષ્ટિએ સાવ ભીંત ભૂલે છે. ઈતિહાસ અને પરમ્પરાના જ્ઞાનને અભાવે એ પક્ષે પિતાની સગવડ પૂરતી હિન્દુ શબ્દની સંકીર્ણ વ્યાખ્યા, આપમેળે જ, ઘડી કાઢી છે. મારું આ વિધાન ર" કરવા અહીં કાંઈક ઊંડા ઊતરવું પડશે. ગ્રીક સિધુના તટ સુધી આવ્યા ત્યારે તેઓ ભારતના ૧ - પ્રદેશને જાણતા તેને પિતાના ઉચ્ચાર પ્રમાણે “ઈન્ડસ ” કહેતા. ભારતના અંદરના ભાગથી જેમ જેમ તેઓ વધારે પરિચિત થતા ગયા તેમ તેમ તેઓનો “ઇન્ડસ” શબ્દનો અર્થ પણ વિસ્તરતો ગયે. મહમદ પેગંબર થયા તે પહેલેથી જ આર ભારતમાં આવેલા. કેટલાક સિધુ નદીને કિનારા સુધી આવી રહેલા. બીજા કેટલાક આરબ વ્યાપારીઓ માત્ર સમુદ્રરતે ભારતને કિનારે કિનારે પશ્ચિમથી ઠેઠ પૂર્વ સુધી એટલે કે જાવા, સુમાત્રા અને ચીન સુધી સફર કરતા. આ આરબ વ્યાપારીઓએ પિતાને પરિચિત એવા ભારતના આખા કિનારાને “ હિન્દ કહ્યો છે. આરબોને ભારતમાં બનેલી તલવાર બહુ પસંદ હતી ને તેઓ તે ઉપર મુગ્ધ હતા. ભારતનાં સુખ-સમૃદ્ધિ અને ખુશનુમા હવાપાણી પણ તેમને બહુ આકર્ષતાં. તેથી તેમણે ભારતને લાયેલા અને સલમા તરીકે, એટલે કે ભાશક અને સલામત રાખનાર તરીકે, પોતાની કવિતાઓમાં ગાયું છે. ભારતની તલવારને તેમણે એના ઉદ્દભવસ્થાન હિંદને નામે જ “હિન્દ કહી પ્રશંસી છે. ત્યાર બાદ પેગંબર સાહેબનો જમાને આવે છે. મહમદ-બિન-કાસમે સિંધમાં થાણાં નાખ્યાં. મહમદ ગિઝની અને બીજા આક્રમણકારી મુસલમાને દેશમાં આગળ ને આગળ વધતા ગયા, અને સત્તા જમાવતા ગયા. એ જમાનામાં મુસલમાનોએ લગભગ આખા અંદરના ભારતનો પરિચય કરી લીધો હતો. તેથી તેમના ઈતિહાસકારોએ અંદરના ભારતને ત્રણ ભાગમાં વહે છે. સિંધુ, હિન્દ અને દક્ષિણ. હિન્દથી તેમણે સિધુ પછીના આખા ઉત્તર હિન્દુસ્તાનને ઓળખાવ્યું છે. અકબર અને બીજા મુગલ શહેનશાહોના રાજ્યવિસ્તાર વખતે વહીવટ અને બીજી સગવડની દૃષ્ટિએ તેમણે આખા ભારતને હિન્દ તરીકે ગણે છે. આ રીતે હિન્દુ અને હિન્દ શબ્દનો અર્થ, ઉત્તરોત્તર તેને પ્રગ અને વ્યવહાર કરનારાઓની માહિતી વધવાની સાથે સાથે, વિસ્તરત જ ગમે છે. અંગ્રેજી અમલ દરમ્યાન તેને એક જ નિર્વિવાદ અર્થ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] દર્શન અને ચિંતન માન્ય થયો છે અને તે એ કે કાશ્મીરથી કન્યાકુમારી અને સિન્ધથી આસામ સુધી બધે ભાગ તે “હિન્દ'. પણ હિન્દ કે હિન્દુસ્તાનને અર્થ ગમે તેટલે જૂન અને ક્રમે ક્રમે વિસ્તર્યો હોય છતાં એ પ્રશ્ન તે ઊભો જ રહે છે કે હિન્દુ સમાજમાં કેણું કેણુ આવે? શું હિન્દુસ્તાનમાં વસતા બધા જ હિન્દુ સમાજમાં સમાસ પામે છે કે તેમાંથી અમુક જ ? અને જે અમુક જ વર્ગે હિન્દુ સમાજમાં સમાસ પામતા હોય તે તે ક્યા કયા ? આને ઉત્તર શોધવા બહુ આઘે જવું પડે તેમ નથી. જોકે હિન્દુસ્તાનમાં પરાપૂર્વથી અનેક જાતિઓ અને માનવકુળ આવતાં રહ્યાં છે અને સ્થિર થયાં છે, પણ એ બધાં હિન્દુ સમાજમાં સ્થાન પામ્યાં નથી. આપણે જાણીએ છીએ કે મુસ્લિમો આ દેશમાં વ્યાપારી તરીકે અને રાજ્યકર્તા તરીકે આવીને સ્થિર થયા, પણ તેઓ હિન્દુ સમાજથી જુદા જ ગણાયા છે. એ જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે કાંઈકે મુસલમાનોના આવ્યા પહેલેથી અને ત્યાર બાદ સવિશેષે પારસીઓ હિન્દુસ્તાનમાં આવી વસ્યા અને તેમણે પણ મુસલમાનોની પેઠે હિન્દુસ્તાનને માતૃભૂમિ માની લીધી છે, છતાંય તે હિન્દુ સમાજથી જુદા ગણાય છે. એ જ રીતે ક્રિશ્ચિયન ગેરી જાતિઓ પણ હિન્દુસ્તાનમાં રહેવા છતાં હિન્દુ સમાજનું અંગ બની નથી. આ બધું ધ્યાનમાં લઈ તેમ જ હિન્દુ સમાજમાં ગણના પામેલ જાતિઓ અને વર્ગોના ધાર્મિક ઈતિહાસને ધ્યાનમાં લઈ તિલક જેવા સુજ્ઞ વિચારકોએ “હિન્દુ” શબ્દની જે વ્યાખ્યા બાંધી છે તે તદ્દન સાચી છે. તે વ્યાખ્યા પ્રમાણે જેના પુણ્યપુરુષો અને તીર્થો હિન્દુસ્તાનમાં આવ્યાં હેય, એટલે કે જેઓ હિન્દુસ્તાનને જ પિતાના દેવો અને ઋષિઓનું જન્મસ્થાન તેમ જ હિન્દુસ્તાનને જ પોતાની તીર્થભૂમિ માનતા હોય તે હિન્દુ, અને તેમને આખો સમાજ તે હિન્દુ સમાજ. આપણે જેનોને ઉપર કહેલ હિન્દુ સમાજની વ્યાખ્યા માન્ય ન કરવા માટે કઈ પણ કારણ નથી. જૈનોના બધાં જ પુણ્યપુરુષ અને પુણ્યતીર્થો, માત્ર હિન્દુસ્તાનમાં જ આવેલાં છે. તેથી જેને હિન્દુ સમાજથી જુદા હોઈ શકે નહિ. તેમને જુદા બનાવવાની પ્રવૃત્તિ જેટલી ઐતિહાસિક ભ્રમણાવાળી છે તેટલી જ “હિન્દુ” શબ્દને “વૈદિક પરમ્પરા એટલે સંકુચિત અર્થ કરી અણસમજુ અને સપ્રદાયઘેલા જેને ભરમાવવામાં આવે છે. પણ આ પહેલા પક્ષની પિકળતા અત્યારે ભણેલગણેલ ગણાતા કેટલાક લેકના ધ્યાનમાં આવી ગઈ છે. એટલે વળી તેમણે એક ન જ મુદ્દો ઊભો કર્યો છે અને Page #216 -------------------------------------------------------------------------- ________________ બહરિજને અને જેને ( ૧૮૨ તે મુદ્દામાંથી ઉપર સૂચવેલ બીજો પક્ષ ઊભો થયો છે. આ પક્ષ પ્રમાણે જેને સમાજ હિન્દુ સમાજનું અંગ તે છે જ, પણ તે ધર્મની દષ્ટિએ હિન્દુ ધર્મથી ભિન્ન છે. હવે આપણે આ મુદ્દાને તપાસીએ. અંગ્રેજોને રાજ્યઅમલ શરૂ થયું ત્યાર પછી મનુષ્યગણનાની સગવડની દૃષ્ટિએ “હિંદુ ધર્મ ” શબ્દ વધારે પ્રચલિત અને રૂઢ થઈ ગયું છે. હિન્દુ સમાજમાં સમાતા બધા વર્ગો દ્વારા પળાતા એવા બધા જ ધર્મો હિન્દુ ધર્મની છત્રછાયામાં આવી જાય છે. ભારતમાં જન્મેલ, ઊછરેલ અને ભારતને જ માતૃભૂમિ માનેલ હેય એવા અને છતાં જેઓ પિતાનાં મૂળ ધર્મપુછો કે મૂળ તીર્થસ્થાનેને હિન્દુસ્તાનની બહાર માને છે તે બધાના ધર્મપથે, જેવા કે ઇસ્લામ, જરસ્તી અને ખ્રિસ્તી, યહૂદી વગેરેને બાદ કરતાં બાકીના બધા જ ધર્મ હિન્દુ ધર્મમાં આવી જાય છે, બૌદ્ધ ધર્મ, જેનો મુખ્ય અને મોટા ભાગ હિન્દુસ્તાનની બહાર જ છે તે, હિન્દુ ધર્મને એક ભાગ જ છે. ભલે એનો અનુયાયી મોટે વિશાળ સમાજ અનેક જુદા જુદા દૂરવતી દેશમાં પથરાયેલ હોય, છતાં ધર્મની દષ્ટિએ તે બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મની એક શાખા માત્ર છે. ખરી રીતે જૈન સમાજ તે આખેઆખે હિન્દુસ્તાનમાં જ પહેલેથી વસતા આવ્યા છે, અને અત્યારે પણ વસે છે; એટલે જૈન જેમ સમાજની દૃષ્ટિએ હિન્દુ સમાજની એક શાખા છે તેમ ધર્મની દૃષ્ટિએ પણ હિન્દુ ધર્મને એક અગત્યને પ્રાચીન ભાગ છે. જેઓ “હિન્દુ ધર્મ શબ્દથી માત્ર “વૈદિક ધર્મ ” એટલે અર્થ સમજે છે તેઓ નથી જાણતા જૈન સમાજ અને જૈન ધર્મને ઈતિહાસ કે નથી જાણતા હિન્દુ સમાજ કે હિન્દુ ધર્મનો ઈતિહાસ. પિતાના સગવડિયા ઉપરછલા જ્ઞાનમાત્રથી જૈન ધર્મને હિન્દુ ધર્મથી જુદો ગણાવવાનું સાહસ કરવું એ તે વિદ્વાનો અને વિદ્યાની હાંસી કરવા જેવું છે, અને ખરી રીતે કહીએ તે પિતાની જ હાંસી કરાવવા જેવું છે. ભારતના કે વિદેશી સુપ્રસિદ્ધ વિદ્વાનોએ જ્યારે જ્યારે હિન્દુ ફિલસૂફી કે હિન્દુ ધર્મ વિષે લખ્યું છે ત્યારે ત્યારે તેમણે એ ફિલસૂફી અને એ ધર્મમાં વૈદિક, બૌદ્ધ અને જૈન તત્વજ્ઞાન કે ધર્મની બધી જ પરંપરાઓને લઈ વિચાર કર્યો છે. જેઓએ હિન્દુ સાહિત્યનો ઈતિહાસ લખે છે તેમણે પણ એ ઈતિહાસમાં જૈન સાહિત્યને હિન્દુ સાહિત્યની એક શાખા લેખે જ સ્થાન આપ્યું છે. સર રાધાકૃષ્ણનની ઈન્ડિયન ફિલોસોફી કે દાસગુપ્તા આદિની તિવી જ ફિલોસેફને લઈએ અગર સાક્ષરવર્ય આચાર્ય આનંદશંકર બાપુભાઈ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૩ દર્શન અને ચિંતના : • > ધ્રુવની - હિન્દુ ધર્મની બાળપોથી' લઈએ, કે દીવાન નદાશંકર મહેતાને હિન્દુ તત્ત્વજ્ઞાનનેા ઇતિહાસ ' લઈ એ તો જણાશે કે તેમાં વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ જ જીવતી ભારતીય ધમ પર પરાઓને હિન્દુ ધમ તરીકે માન્ય રાખવામાં આવી છે, જે બધી રીતે વાજી છે. આટલી ચર્ચા ખીજા પક્ષનુ પાકળપણું જાણવા માટે બસ થવી જોઈ એ. આ પ્રમાણે જૈન ધર્મ હિન્દુ-ધર્માંન્તત હોય અને છેજ, તેપણુ એ પ્રશ્ન તો ઊભા જ રહે છે કે જો મૂળે હિરજને જૈન સમાજના અંગ તેમ જ જૈન ધર્મના અનુયાયી ન હેાય તે, તેમને માટે ધડાતો કાયદો તેઓ હિન્દુ સમાજના જે ભાગના અંશ હોય અગર હિન્દુ ધર્માંની જે શાખાના અનુયાયી ગણાવા યાગ્ય હાય તેટલા જ હિન્દુ સમાજના કે હિન્દુ ધર્મના ભાગને લાગુ પડે તેવા જોઈએ, નહિ કે આખા હિન્દુ સમાજ કે આખા ધર્મને લાગુ પડે તેવા. જેના પોતાના સમાજમાં હરિજનાને અત્યાર લગી લેખતા જ નથી આવ્યા કે નથી હરિજના પેાતાને જૈન સમાજના ઘટક તરીકે લેખતા. એજ રીતે હિરજનામાં જૈન ધર્માંતુ એકકે વિશિષ્ટ લક્ષણૢ આચરાતું નથી રહ્યું કે. નથી હરિજને જૈન ધમ આચર્યોના દાવા કરતા. હિરજનામાં ગમે તેટલી નાતજાતે હાય, પણ તેમાંથી જે ક્રિશ્ચિયન નથી અને જેએએ ઇસ્લામ નથી સ્વીકાર્યાં તે બધા શંકર, રામ, કૃષ્ણ, દુર્ગા, કાળી ત્યાદિ અનેક વૈદિક કે પૌરાણિક પર પરાના દેવામાંથી જ કાઈ ને અને કાઈ ને માને–ભજે છે અને વૈદિક કે પૌરાણિક ગણાતા હાય એવાં જ તીર્થોને કે પતિથિઓને અગર વ્રત-નિયમેાને પાળે છે. હિરજનામાંથી થઈ ગયેલ જૂના વખતના સંતો કે પાછલા વખતના સતા પણ વૈદિક કે પૌરાણિક પર પરામાં જ છેવટે સ્થાન પામ્યા છે. તેથી હરિજનાને હિન્દુ સમાજના અંગ અને હિન્દુ ધર્મના અનુયાયી માની લેવા છતાંય તેમને સમાસ હિન્દુ સમાજની વૈદિક-પૌરાણિક પરંપરામાં થઈ શકે, જૈન પર પરામાં તે નહિ જ. આવા ફલિતાર્થે બધી ચર્ચા ઉપરથી નીકળે છે, અને તે સાધાર પણ છે. તેથી ખીજા પક્ષની રજૂઆત કરનારાઓએ હરિજન–મંદિરપ્રવેશના બિલને જૈન સમાજથી ખાકાંત રખાવવું હોય તો એમ કહેવાની જરૂર નથી કે જૈન ધર્મ હિન્દુ ધર્મથી જુદો છે, પણ એમણે બહુ બહુ તો એટલું જ કહેવું જોઈએ કે હરિજનાય હિન્દુ છે, જૈના પણ હિન્દુ છે, જૈન ધમ પણ હિન્દુ ધર્મના એક ભાગ છે; છતાં હરિજને જૈન સમાજના નથી અંગ કે નથી જૈન ધર્મના અનુયાયી. Page #218 -------------------------------------------------------------------------- ________________ હરિજને અને જેને [ ૧૮૩ હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મને એક શરીર માનીએ અને તેના ભેદ તથા પિટભેદેને હાથ–પગ જેવા અવયવ અગર અંગૂઠા–આંગળી જેવા પેટા અવયવ માનીએ તે હરિજનો એ હિન્દુ ધર્મને અનુસરતા હિન્દુ સમાજના બીજા મેટા એવા એક વૈદિક–પૌરાણિક ધમનુયાયી સમાજમાં જ સ્થાન પામી શકે, નહિ કે જૈન સમાજમાં. હરિજનો હિન્દુ છે, જેને પણ હિન્દુ છે. તેથી હરિજને અને જેને એ બન્ને અભિન્ન સાબિત નથી થતા, જેમ કે બ્રાહ્મણે અને રજપૂતે અગર રજપૂતો અને મુસલમાનો. મનુષ્ય સમાજના બ્રાહ્મણ, રજપૂત અને મુસલમાન એ બધા અંગે છે તેટલા માત્રથી તે પ્રત્યેક, મનુષ્ય તરીકે એક હોવા છતાં, અંદરોઅંદર તેઓ બિલકુલ ભિન્ન જ છે તેમ હરિજનો અને જૈન હિન્દુ હોવા છતાં અંદરોઅંદર સમાજ અને ધર્મની દૃષ્ટિએ સાવ જુદા છે. આ વિચાર બીજા પક્ષ તરફથી ઉપસ્થિત થાય તે તે સાધાર લેખી શકાય. તેથી હવે આ પક્ષ ઉપર જ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. આપણે અત્રે જૈન ધર્મના અસલી પ્રાણુને ન ઓળખીએ તે પ્રસ્તુત વિચાર તદ્દન અસ્પષ્ટ રહે અને લાંબા કાળથી પિષાતી આવેલી ભ્રમણાઓ ચાલુ રહે. તેથી જૈન ધર્મને વાસ્તવિક આત્મા છે અને કે છે તેનો ટૂંકમાં પ્રથમ વિચાર કરીએ. - જેમ દરેક ધર્મનું કઈ ને કઈ વિશિષ્ટ ધ્યેય હોય છે તેમ જૈન ધર્મનું પણ એક વિશિષ્ટ ધ્યેય છે. તે જ જૈન ધર્મને અસલી પ્રાણ છે. તે એયને સંક્ષેપમાં આ પ્રમાણે દર્શાવી શકાયઃ માનવતાના સર્વાંગીણ વિકાસમાં આડે આવે તેવા બધા જ પ્રત્યવાયો નિવારવા મથવું અને સાર્વત્રિક નિરપવાદ ભૂતયાના અર્થાત આત્મૌપમના સિદ્ધાન્તને આધારે પ્રાણીમાત્રને અને સવિશેષે માનવમાત્રને ઊંચ—નીચ, ગરીબ-તવંગર કે એવા કેઈ પણ જાતના ભેદભાવ સિવાય સુખસગવડની અને વિકાસની તક પૂરી પાડવી. આ મૂળભૂત એયમાંથી જ કેટલાંક જૈન ધર્મનાં વિશિષ્ટ લક્ષણે આવિર્ભાવ પામ્યાં છે, જેમ કે (૧) કોઈ પણ દેવ દેવીના ભય કે અનુગ્રહ ઉપર જીવન જીવવાના વહેમથી મુક્તિ મેળવવી; (૨) એવી મુક્તિમાં બાધા નાખે તેવાં શાસ્ત્રો કે તેવી પરંપરાઓને પ્રમાણ તરીકે માનવાને સદંતર ઇનકાર કરે; (૩) એવાં શાસ્ત્રો, પરંપરાઓ ઉપર એકહથ્થુ સત્તા ધરાવતા હોય ને તેને આધારે જ લેકમાં વહેમ પિષતા હોય તેવા વર્ગને ગુરુ તરીકે સદંતર ઇનકાર કરે; (૪) જે શાસ્ત્રો અને જે ગુરુવર્ગ એક અથવા બીજી રીતે હિંસાનું કે ધર્મક્ષેત્રમાં માનવ માનવ વચ્ચે અસમાનતાનું સ્થાપન-પષણ કરતાં હોય તેને વિરોધ કરે અને સાથે જ સૌને માટે ગુણની દૃષ્ટિએ ધર્મનાં દ્વારે ઉન્મુક્ત કરવાં. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] દર્શન અને ચિંતન આ અને આમાંથી ફલિત થતાં બીજાં એવાં જ લક્ષણે ઉપરથી જૈન ધર્મને આત્મા ઓળખી શકાય છે. એવાં જ લક્ષણ દ્વારા જૈન આચારવિચારને અને તેનાં પ્રતિપાદક શાસ્ત્રોને દેહ ઘડાય છે. જેને ભગવાન મહાવીર કે બીજા કેઈ તેવા વિશિષ્ટ પુરુષને ક્રાંતિકાર, સુધારક કે પૂજ્ય તરીકે લેખતા–લેખાવતા હોય તે એમના એ દાવાની યથાર્થતા ઉપર સૂચવેલ જૈન ધર્મના પ્રાણને અમલમાં મૂકવાની શક્તિ ઉપર જ અવલંબિત છે. એવી શક્તિ જેનામાં ન હોય તેને જેને ગુરુ કે પૂજ્ય તરીકે માની શકે નહિ, અને જેઓ એવું ધ્યેય ભાનતા ન હોય અગર માનવા-મનાવવામાં આડે આવતા હોય તેઓ જૈન પણ હોઈ શકે નહિ. આ બાબતમાં કઈ પણ જેને વાંધો લે એ સંભવ જ નથી. આ દૃષ્ટિએ જ જૈન ધર્મને વિચાર થઈ શકે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન ધર્મ હંમેશાં ધર્મનિમિત્તે થનાર હિંસાને વિષેધ કરતે આવ્યો છે, અને અહિંસાની પ્રતિષ્ઠામાં પિતાનો ફાળો દેતે આવ્યો છે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન ધર્મ પિતાને જ સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ માનનાર બ્રાહ્મણવર્ગના ગુનો ઇનકાર કરતા આવ્યા છે અને ઊંચનીચનો ભેદ ગણ્યા સિવાય ગમે તે વર્ણના ધર્મજિજ્ઞાસુને પોતાના સંધમાં સ્થાન આપતો આવ્યો છે. તે એટલે લગી કે જેઓ સમાજમાં સાવ નીચી પાયરીએ લેખાતા અને જેઓ સમાજમાં તદ્દન હડધૂત થતા તેવા ચાંડાલ આદિને પણ જૈન ધર્મે ગુરુપદ આપ્યું છે, એટલું જ નહિ, પણ જે ઉચ્ચત્વાભિમાની બ્રાહ્મણે જૈન શ્રમણને, એની ક્રાન્તિકારિતાને કારણે, અદર્શનીય કે શત લેખતા, તેવા બ્રાહ્મણવર્ગને પણ, ધાર્મિક સમાનતાને સિદ્ધાન્ત સજીવ બનાવવા માટે, જૈન ધર્મ પિતાના ગુરુવર્ગમાં સ્થાન આપતે આવ્યો છે. - જૈન આચાર્યોનું એવું વલણ રહ્યું છે કે તેઓ હંમેશાં પિતાના ધ્યેયને સિદ્ધ કરવામાં બને તેટલું વધારેમાં વધારે જાતે ભાગ લે અને પિતાની આસપાસ વધારે શક્તિશાળી હોય એવી બધી સત્તાઓનો ઉપયોગ કરે. જે કામ તેઓ પોતે સરળતાથી ન કરી શકે તે કામ સિદ્ધ કરવા તેઓ પિતાના અનુયાયી કે અનુયાયી ન હોય એવા રાજા, મંત્રી, બીજા અધિકારી કે અન્ય સમર્થ જનોને પૂરેપૂરે ઉપયોગ કરે. જૈન ધર્મની મૂળ પ્રકૃતિ અને આચાર્યોએ કે વિચારવાન જૈન ગૃહસ્થોએ લીધેલું ધાર્મિક વલણ એ બન્ને જોતાં કણુ એમ કહી શકે કે હરિજન પતે જૈન ધર્મસ્થાનમાં આવવા માગતા હેય તે તેમને આવતા રોકવા ? જે કાભ જૈન ધર્મગુરુઓનું અને જૈન સંસ્થાઓનું હતું અને હોવું જોઈએ તે તેમના અજ્ઞાન ને પ્રમાદને લીધે બંધ Page #220 -------------------------------------------------------------------------- ________________ હરિજન અને જૈન [ ૧૮૫ પડ્યુ હાય ને ખીજો કાઈ આપમેળે તે કામ કરી આપતા હોય તો કયા એવા સમજદાર જૈન હશે કે જે એ કામને પેાતાનું ગણી વધાવી નહિ લે, અને પેાતાની આજ સુધીની અજ્ઞાનજન્ય ભૂલને સુધારવા બદલ એ કામ કરી આપનારને ધન્યવાદ નહિ આપે? આ રીતે જોવા જઈએ તે મુંબઈ સરકાર જે ધારા ધડી રહી છે તે ખરી રીતે જૈન ધર્મનું જ કામ બજાવી રહી છે. જેનાએ તેા હરિજન-મંદિરપ્રવેશ બિલ ઉપસ્થિત કરનાર અને તેને કાયદાનું રૂપ આપવા ઇચ્છનાર સરકાર દ્વારા હેમચંદ્ર, કુમારપાળ, હીરવિજયજીજ કામ કરી રહ્યા હાય એમ માની ચાલવું જોઈએ. તેને બદલે પોતાના મૂળભૂત ધ્યેયથી ઊલટી જ દિશામાં ચાલવું એ તો પેાતાના ધર્મની હાર અને સનાતન વૈદિક પરમ્પરાની જીત કબૂલવા ખરાખર છે. હરિજન–મદિરપ્રવેશ બિલ ગમે તેણે ધાવુ હોય તે ગમે તે સરકાર અધિકાર ઉપર હાય, પણ એમાં વિજય । જૈન ધર્માંના અસલી આત્માના જ છે. આવે! વિજય દેખી તેમાં રાચવા અને તેને સાથ આપવાને બદલે પાતાની ધર્મસ્મૃતિ અને પ્રામાદિક સ્થિતિને જ ધમ લેખી સત્કાર્યના કલ્પિત લીલાથી વિરોધ કરવા એ ખીજું ગમે તે હોય પણ જૈનપણું તો નથી જ. જૈતા પરાપૂર્વની જેમ પેાતાના ત્યાગી સંધમાં, જાત કે લિંગને ભેદ રાખ્યા સિવાય, સૌતે સ્થાન આપતા આવ્યા છે તેમ તેઓ હમેશાં પાતાનાં ધર્મસ્થાનોમાં જન્મથી જૈને ન હેાય તેવાઓને સમજાવીને, લાલચથી, લાગવગથી કે બીજી રીતે લઈ જવામાં ગૌરવ માનતા આવ્યા છે. કાઈ પરદેશી ગૌરવણ ભાઈ કે બાઈ, સત્તાધારી કે વૈભવશાળી પારસી કે મુસલમાન હાય, કાઈ અમલદાર હાકાર કે ભીલ હાય કે હરકેાઈ, પણ જો તે સમ્પત્તિ, સત્તા કે વિદ્યાથી ઉચ્ચ ગણાતા હોય તે તેને પાતાનાં ધર્મસ્થાનમાં યેન કેન પ્રકારેણ લઈ જવામાં જેને જૈન ધર્મની પ્રભાવના માનતા આવ્યા છે, અને એવી વ્યક્તિ જો આપમેળે જૈન ધમસ્થાનામાં આવવાની ઇચ્છા પ્રદર્શિત કરે તે તા જૈન ગૃહસ્થ કે ત્યાગીઓની ખુશીના પાર રહેતા નથી. આ વસ્તુસ્થિતિ આજ લગી સામાન્ય છે. આવે વખતે કાઈ પણ ત્યાગી કે ગૃહસ્થ જૈન એમ વિચારવા નથી થેાલતા કે મદિર અગર ઉપાશ્રય આદિ ધર્મસ્થાનેમાં આવનાર વ્યક્તિ રામનું નામ લે છે, કૃષ્ણનું નામ લે છે, અહુરમનુ નામ લે છે, કે ખુદા અગર ઈસુ ખ્રિસ્તનું નામ લે છે. એના મનમાં એટલું જ હોય છે કે ભલેને ગમે તે પથનેા હાય, ગમે તેનું નામ રટણુ તેની ઉપાસના કરતા હોય, કદાચ માંસભક્ષી અને મદ્યપાની પણ હાય, છતાં જો તે આપમેળે અગર મારી પ્રેરણાથી જૈન ધર્મસ્થાનમાં એકાદ વાર પણ કરતા હોય, ગમે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] દશન અને ચિંતન આવશે તે તે કાંઈ ને કાંઈ ધ ગ્રહણ કરશે, કાંઈને કાંઈ શીખશે. આ ઉદારતા જ્ઞાનમૂલક હો કે નિર્બળતામૂલક હો, પણ તે પિષવા અને ઉત્તેજના, લાયક તે છે જ. હેમચન્દ્ર જ્યારે સિદ્ધરાજ પાસે જતા ત્યારે શું તેઓ જાણતા નહિ કે સિદ્ધરાજ શિવ છે? જ્યારે હેમચન્દ્ર સોમનાથ પાટણના શિવ મંદિરમાં ગયા ત્યારે શું તેઓ જાણતા નહિ કે આ શિવમંદિર છે ? જ્યારે તેમના ઉપાશ્રયમાં સિદ્ધરાજ અને કુમારપાળ આદિ પહેલવહેલા આવેલ ત્યારે શું તેઓએ રામ, કૃષ્ણ આદિનું નામ લેવું સર્વથા છોડી દીધું હતું? અને માત્ર અરિહંતના નામનું જ રટન કરતા હતા ? જ્યારે હીરવિજયજી અકબરના દરબારમાં ગયા ત્યારે શું અકબરે અને એના બીજા ભાદાર દરબારીઓએ ખુદા ને મહમદ પેગંબરનું નામ છોડી દીધું હતું ? અથવા તો જ્યારે અકબર હીરવિજ્યજીના ધર્મસ્થાનમાં આવ્યું ત્યારે શું તેણે ખુદાનું નામ અભરાઈએ મૂકી અરિહંતનું જ નામ ઉચ્ચારવું શરૂ કર્યું હતું ? આવું કશું ન હતું, અને છતાં જૈને પહેલેથી આજ લગી સત્તાધારી, પ્રભાવશાળી અને સમ્પત્તિશાળી હોય એવા ગમે તે વર્ગના માણસને માટે પિતાના ધર્મસ્થાનનાં દ્વાર ખુલ્લાં જ રાખતા આવ્યા છે. ત્યારે પ્રશ્ન થાય છે કે જો જેમ પરમ્પરાની પ્રકૃતિ આવી છે તે તે અત્યારે હરિજનના મંદિરે–પ્રવેશ બિલ વખતે આ ઉગ્ર વિરોધ કેમ કરે છે? જે વસ્તુ એ પરમ્પરાના પ્રાણમાં નથી તે વસ્તુ અત્યારે એના હાડમાં કયાંથી ઊતરી ? . આને ઉત્તર જૈન પરમ્પરાની નબળાઈમાં છે. ગુરુસંસ્થા પૂરત તો જાતિસમાનતાને સિદ્ધાંત જેનેએ મર્યાદિત અર્થમાં સાચવ્યો, કેમ કે અત્યારે પણ જૈન ગુરુસંસ્થામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય,ગોરાઓ, પારસીઓ આદિ કોઈપણ સંમાન્ય સ્થાન પામી શકે છે. હું મર્યાદિત અર્થમાં એટલા માટે કહું છું કે જે ગુરુસંસ્થામાં ક્યારેક હરિકેશી અને મેતારજ જેવા અસ્પૃશ્યોને પૂજ્ય પદ પ્રાપ્ત થયું હતું તે ગુરુસંસ્થામાં ત્યારબાદ ક્યારેય અસ્પૃશ્યોને સ્થાન મળ્યું હોય તેવો ઈતિહાસ નથી. એટલું જ નહિ પણ, તે અસ્પૃશ્યનો ઉદ્ધાર કરી તેમને સ્પૃશ્ય બનાવવાને. અને માણસાઈની સામાન્ય ભૂમિકા ઉપર લાવવાને જૈન ધર્મને મૂળ સિદ્ધાંત પણ જેનો સાવ ભૂલી ગયા છે. જૈનોને ત્યાં હરિજનોને પ્રવેશ છે, અને તે પણ અનિવાર્ય. માત્ર ગૃહસ્થને ત્યાં જ નહિ, પણ ધર્મસ્થાન સુધ્ધાંમાં હરિજનોને, તેઓ ઈચ્છે કે ન ઈચ્છે તેય, અનિવાર્ય પ્રવેશ છે, પરંતુ તે પ્રવેશ સ્વાર્થ પ્રેરિત છે. જેને પોતાના જીવનને ટકાવવા, સ્વચ્છતા ને આરે.. અને આદર્શ ગુલામીના પિષણ દ્વારા ટકાવી રાખવા હરિજનને તેઓ ના Page #222 -------------------------------------------------------------------------- ________________ હરિજન અને જેને [૧૮૭ ઈચ્છે તેય, પિતાને ત્યાં અને પિતાનાં ધર્મસ્થાનમાં બોલાવે છે, આવવા દે છે. આનો અર્થ એ થયો કે જ્યારે ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે હરિજનો તેમાં આવે છે ત્યારે તેઓ કયા દેવનું નામ લે છે એની નેને કશી પડી નથી; માત્ર તેમને ગરજ છે એટલે તેમને વિશે વિચાર નથી કરતા, પણ જ્યારે એ જ હરિજનો સ્વચ્છ થઈ જૈન ધર્મસ્થાનોમાં આવવા ઈચ્છતા હોય અગર તેમને આવવામાં નડતી પ્રણાલિકાઓને તેડવા પૂરતો કાયદે થતો હોય ત્યારે જ જેનોને યાદ આવી જાય છે કે–અરે, આ આવનારા અસ્પૃશ્યો ક્યાં અરિહંતનું નામ લે છે ? એ તે મહાદેવ કે મહમદને માનનાર છે.. જેનોની આ ધર્મનિષ્ઠા (!) જેવી તેવી છે શું ? પણ આપણે એક બીજી રીતે વિચાર કરીએ, અને તે એ કે ધારો કે અસ્પૃશ્યવર્ગ કાલે એક અથવા બીજા હોદ્દા ઉપર આવતે જાય (જેમ ક્રિશ્ચિયન થયા પછી આવે છે તેમ અને તે આવવાના છે એ તે ચોક્કસ જ). એ જ રીતે અસ્પૃશ્યવર્ગ કેળવણું કે ધંધા દ્વારા સમૃદ્ધિમાન ને ભાદાર પણ થયો, જેમ આંબેડકર આદિ ગૃહસ્થ થયા છે તેમ, તેવે વખતે શું અને તેમને પિતાનાં ધર્મસ્થાનમાં આવવા માટે બીજા કોને આવકારે છે તેમ આવકારશે ? કે તે વખતે પણ બિલનો વિરોધ કરે છે તેમ વિરોધ જ કરશે ? જેઓ જન પરમ્પરાની વૈશ્ય પ્રકૃતિ જાણે છે તેઓ નિઃશંકપણે કહી શકશે. કે જેને તે વખતે અસ્પૃશ્યવર્ગને તેટલે જ આદર કરશે, એટલે આદર. આજે અને ભૂતકાળમાં ક્રિશ્ચિયને, મુસલમાને, પારસીઓ અને બીજા મોભા-- દાર અન્ય ધર્મીઓને કરતા આવ્યા છે અને કરે છે. આ ચર્ચા એટલું જ સૂચવે છે કે જેન પરમ્પરા પિતાને ધર્મસિદ્ધાન્ત વિસરી ગઈ છે, ને માત્ર સત્તા તેમ જ ધનની પ્રતિષ્ઠામાં જ ધર્મની પ્રતિષ્ઠા લેખતી થઈ ગઈ છે. જે આમ છે તે એ કહેવાને શું અર્થ છે કે હરિજને હિન્દુ છતાં જન નથી. માટે જ અમે જૈન મંદિરમાં દાખલ થવાની છૂટ આપતે ધારે માન્ય કરી શકીએ નહિ ? હરિજને સિવાયના બધા જ અજૈન હિન્દુઓને જૈન ધર્મસંધમાં ને જૈન ધર્મસ્થાનમાં જવામાં કોઈ પ્રતિબંધ નથી. ઊલટું તેઓને પિતાના સંઘમાં અને ધર્મસ્થાનમાં લાવવાના વિવિધ પ્રયત્ન થાય છે, તે હિન્દુ સમાજના જ બીજા એક ઊતરતા અંગ જેવા હરિજનને જૈન સંસ્થાઓ પિતાનાં ધર્મસ્થાનોમાં અને પિતાની કેળવણીની સંસ્થાઓમાં આપમેળેજ આવકારે તેમાં જ તેમના ધાર્મિક સિદ્ધાન્તની રક્ષા અને મોભે છે. જેને તે એમ કહેવું જોઈએ કે અમારે બિલ–ફિલની કે ધારા–બારાની કશી જરૂરિયાત છે જ નહિ; અમે તે અમારા ધર્મસિદ્ધાન્તને બળે જ હરિજન કે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] દર્શન અને ચિંતન ગમે તેને માટે અમારું ધર્મસ્થાન ખુલ્લું મૂકીએ છીએ અને સદા એ સ્થાન સૌને માટે અભંગદ્વાર છે. આમ કહેવાને બદલે વિરોધ કરવા આડીઅવળી દલીના ફાંફાં મારવાં એથી વધારે નાશી જૈન ધર્મની બીજી હોઈ શકે નહિ. પણ પિતાની નાશીની પરવા ન કરવા જેટલું જે જૈન માનસ ઘડાયું છે તેનાં મૂળમાં ઈતિહાસ રહેલું છેઅને તે ઈતિહાસ એટલે જૈનોએ વ્યવહારના ક્ષેત્રમાં બ્રાહ્મણવર્ગના જાતિભેદના સિદ્ધાન્ત સામે સર્વથા નમતું આપ્યું તે. ભગવાન મહાવીરથી જ નહિ, પણ તેમના પહેલાંથી શરૂ થયેલ જાતિસમાનતાને સિદ્ધાન્ત ચાલુ શતાબ્દીના જૈન ગ્રંથમાં પણ એકસરખું સમર્થન પામ્યો છે, અને શાસ્ત્રોમાં એ સિદ્ધાન્તના સમર્થનમાં બ્રાહ્મણવર્ગની કઈ પણ જાતની શેહ રાખવામાં આવી નથી. અને છતાંય એ જ શાસ્ત્રના લખાવનારાઓ, વાચનારાઓ અને શ્રોતા જેને પાછા હરિજને કે બીજા એવા દલિત લોકોને ધાર્મિક ક્ષેત્ર સુધ્ધાંમાં સમાનતા અર્પવાની કે પ્રવેશ આપવાની સાફ ના ભણે છે. આ કેવું અચરજ ! પશ્ચિમને સામ્યવાદ હોય કે સમાનતાને ધરણે રચાયેલ કોગ્રેસી કાર્ય ક્રમ હેય, અગર ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિ હેય–તે બધું જે દલિતને ઉદ્ધાર કરનાર હોય અને માનવતાના વિકાસમાં પડેલા અવરોધોને દૂર કરી તેના સ્થાનમાં વિકાસની અનુકૂલતાઓ કરી આપનાર હોય તે શું એમાં જૈન ધર્મને પ્રાણ નથી ધબકતા ? શું જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતની સમજણ અને રક્ષાનો આધાર માત્ર કુળ-જૈન ઉપર જ હોઈ શકે ? શું જૈન “ધર્મના સિદ્ધાંતને ઊગવા અને વિકસવા માટે પરમ્પરાથી ચાલ્યો આવતે જૈન વાડે જ જોઈએ ? જે ના, તે પછી વગર મહેનતે, વગર ખર્ચે જૈન ધર્મના સિદ્ધાંતને પુનર્જીવન પામવાની તક ઉપસ્થિત થતી હોય એવે ટાણે જેનેએ હરિજન–મંદિર પ્રવેશ બિલને વધાવી લેવાને બદલે તેને વિરોધ કરે છે તે સનાતની વૈદિક વર્ણાશ્રમી સંધના જમાનાજૂના જૈન ધર્મ અને શ્રમણ ધર્મ માત્રના વિરોધી વલણને ટેકો આપવા બરાબર છે. આ દૃષ્ટિએ જે વિચાર કરશે તેમને એમ લાગ્યા સિવાય નહિ રહે કે જે કામ જૈન પરમ્પરાનું હતું અને છે, જે કામ કરવા માટે જૈનએ જ પહેલ કરવી જોઈએ અને સંકટો સહવાં જોઈએ, બ્રાહ્મણવર્ગના વર્ચસ્વને લીધે પરાભવ પામેલ જૈન ધર્મના તેજને જે ઉદ્ધાર જૈનેએ જ કરવો જોઈ તે હતા તે બધું કામ મૂળભૂત સિદ્ધાન્તની શુદ્ધિના બળે જ આપોઆપ થઈ રહ્યું છે ત્યાં સાથ ન આપતાં વિરોધ કરે એમાં તો પાછીપાની કરવા જેવું અને કર્તવ્યભ્રષ્ટ થવા જેવું છે. –પ્રસ્થાન, જેઠ. ૨૦૦૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ [૨૮] આજની સમસ્યાઓ વિશે વિચાર કરનાર હરેક સમજદારના મનમાં સવાલ ઊઠે છે કે આ નવી અને દિન પ્રતિદિન જીવનને વ્યાપતી એવી સમસ્યાઓ કયા પ્રકારના આચાર–વ્યવહાર કે સદાચારના નિયમથી ઉકેલાવાને સંભવ છે? અલબત્ત, આ વિચાર કરનાર એ તે જાણે જ છે કે તે તે કાળે અને તે તે સ્થળે પંથભેદ, જ્ઞાતિભેદ અને સમાજભેદ વગેરેને લીધે અનેક આચાર સદાચારરૂપે પ્રજાજીવનમાં ઊંડાં મૂળ નાખીને પડ્યાં છે. નો. વિચારક એવા પ્રચલિત આચારોની અવગણના તે કરતો જ નથી, પણ એ તે એ તપાસે છે કે શું એ રૂઢમૂળ થયેલ આચારપ્રથાએ નવી અને અનિવાર્ય એવી સમસ્યાઓને ઉકેલ કરી શકે તેમ છે ? તેની તપાસ અને વિચારસરણી જાણ્યા પછી જ તે જે સિદ્ધાંતને આધારે નવા સદાચારના નિર્માણ ઉપર ભાર આપવા માગે છે તેનું બળાબળ ઠીક ઠીક આપણી સમજણમાં ઊતરે. તેથી ટ્રકમાં પ્રથમ પ્રચલિત આચાર વિશેની એની તપાસણી આપણે જાણું લઈએ. ઈસ્લામ એક ખુદા-પ્રભુને સર્વશ્રેષ્ઠ ગણું તેની નમાજ રૂપે પાંચ વાર બંદગી કરવા ફરમાવે છે અને કુરાનની આજ્ઞાઓને પ્રાણને પણ વળગી રહેવા કહે છે. તે લગ્ન અને બીજા દુન્યવી વ્યવહારે એ જ આજ્ઞાઓમાંથી ઘટાવે છે, જ્યારે ખ્રિસ્તી પંથ બાઈબલ, જિસસ ક્રાઈસ્ટ અને ચર્ચની આસપાસ પિતાનું આચારવર્તલ રચે છે. મૂર્તિવાદી મંદિર, તિલક, મૂર્તિપૂજા આદિને કેન્દ્રમાં રાખી આચારપ્રથાઓ પિષે છે; જ્યારે મૂર્તિવિધી એ જ શાસ્ત્રો માનવા છતાં તદ્દન એથી ઊલટું આચારવર્તુળ રચે છે. આ તે પંથપંથના ધાર્મિક ગણાતા આચારની દિશા થઈ. પણ એક જ પંથને અનુસરતા કેટલાક સમાજે અને જ્ઞાતિઓમાં ઘણીવાર સામાજિક યા જ્ઞાતિગત આચારે સાવ વિરુદ્ધ જેવા પણ પ્રવર્તતા હોય છે. એક જ્ઞાતિ અબેટિયું અને ચકાને જીવનધર્મ લેખે છે તે એના જ પંથ અને શાસ્ત્રોને અનુસરતી બીજી જ્ઞાતિને અબોટિયા કે ચોકાને કશો જ વળગાડ નથી હોતો. એક જ વર્ણના એક ભાગમાં પુનર્લગ્નની તદ્દન છૂટ તે બીજા ભાગમાં પુનર્લગ્ન એ સામાજિક Page #225 -------------------------------------------------------------------------- ________________ ' ૧૯૦ ] દર્શન અને ચિંતન હીણપત ! એક જ શાસ્ત્ર અને એક જ વર્ણના અનુયાયી અમુક સમાજના એક ભાગમાં મામા-ફઈનાં સંતાનોનું લગ્ન પવિત્ર ગણાય તે બીજા ભાગમાં તે તદ્દન કલંક ગણાય. પંથગત અને જ્ઞાતિ-સમાજગત પરસ્પર વિરુદ્ધ જેવા દેખાતા આચારવ્યવહાર ઉપરાંત બધા જ પશે, ધર્મો અને જ્ઞાતિ કે સમાજને એકસરખી રીતે માન્ય હોય એવા પણ અનેક આચાર પ્રજાજીવનમાં પડ્યા છે, જેમ કે, ભૂતદયા–પ્રાણીમાત્ર પ્રત્યે રહેમથી વર્તવાની લાગણી, આતિથ્ય–ગમે તે આંગણે આવી પડે તે તેને સત્કાર, ઇષ્ટાપૂર્ત—સૌને ઉપયોગી થાય એ દષ્ટિએ કૂવા તળાવ આદિ નવાણ કરાવવાં, વટેમાર્ગુઓને આશ્રય અને આરામ આપવા ધર્મશાળા અને સદાવ્રત આદિ, અનાથ માટે આશ્રમ, - બીમારે માટે સ્વાસ્થગૃહ, માંદા માટે દવાખાનાઓ અને લાચાર પશુ-પંખી આદિ માટે પાંજરાપોળ અને શાળાઓ ઈત્યાદિ. આ આચારપ્રથાઓ કાળજૂની છે અને તે નવા જમાનાની જરૂરિયાત પ્રમાણે સુધરતી અને વિકસતી પણ રહી છે. પંથ, સમાજ અને બૃહત્સમાજના જીવનમાં ઉપરના બે આચારસ્તરે ઉપરાન્ત એક એવો પણ આચારસ્તર છે કે જે સમાજ કે બૃહત્સમાજમાં દષ્ટિગોચર ન થાય છતાં સમાજની વિશિષ્ટ અને વિરલ વ્યક્તિઓનાં જીવનમાં એ ઓછેવત્તે અંશે પ્રવર્તતે હેય; છે એનું મૂલ્ય સૌની દૃષ્ટિમાં વધારે અંકાય છે, એટલું જ નહિ, પણ ઉપર સૂચવેલ આચારના બન્ને સ્તરેનું પ્રાણતત્ત્વ પ્રસ્તુત ત્રીજે જ આચારસ્તર છે. તે સ્તર એટલે ચિત્ત અને મનના મળને શેધવાનો આચાર. સંકુચિતતા, મારા-તારાપણની વૃત્તિ, ઊંચનીચભાવના વગેરે મનના મળે છે. એવા મળે હોય ત્યાં લગી પ્રથમ સૂચવેલ બને આચારસ્તરનું કોઈ સાચું મૂલ્ય નથી, અને આવા મળો ન હોય કે ઓછા હોય તે એટલા પ્રમાણમાં એ સુચિત બને સ્તરેના ધાર્મિક, સામાજિક અને સર્વસાધારણ આચાર માનવીય ઉત્કર્ષમાં જરાય આડે આવતા નથી; એટલું જ નહિ, પણ કેટલીક વાર તે ઉપકારક પણ બને છે. અત્યાર સુધીના ભારતીય અને ઇતર લેકના આચાર–વ્યહવારને લગતી આ ટૂંકી સૂચના થઈ. હવે જોવાનું એ રહે છે કે અત્યારની નવી સમસ્યાઓ મુખ્ય કઈ અને તેનાં મૂળ શેમાં છે ? તેમ જ એ સમસ્યાઓને પહોંચી વળે એવો કયો Page #226 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રીય સમાચાર અને નવનિર્માણ સિદ્ધાંત છે કે જેના ઉપર નવા સદાચારની માંડણું થઈ શકે ? આજની નવી સમસ્યા એકસૂત્રી રાષ્ટ્રનિર્માણના વિકાસ અને તેની સ્થિરતા સાથે સંકળાયેલી છે. હવે કોઈ એક નાનેટે પંથ કે જ્ઞાતિ સમાજ પિતાને ધાર્મિક કે સામાજિક આચાર અગર નિશ્રેયસલક્ષી ધર્મ ત્યાં લગી નિર્વિન પાળી કે નભાવી શકે તેમ છે જ નહિ કે જ્યાં લગી તે પોતે જે સભ્ય છે તે રાષ્ટ્ર અને દેશના સામૂહિક હિતની દષ્ટિએ પિતાનું વર્તન ન ઘડે. વિશ્વમાનવતાના વિકાસના એક પગથિયા લેખે અને ઉપસ્થિત એકતંત્રી કે એકસૂત્રી રાજીવનના નિર્વાહની દૃષ્ટિએ અત્યારની બધી જ સમસ્યાઓ પહેલાં કરતાં બહુ જટિલ અને મોટી છે. આજે એક તરફ સામ્યવાદ અને સમાજવાદ સક્રિય કામ કરતો હોય ત્યારે બીજી તરફ સાથોસાથ એકાંગી મૂડીવાદ કે વ્યક્તિગત લાભની દૃષ્ટિ અને સંગ્રહખોરી ટકી ન જ શકે–તેની અથડામણી અનિવાર્ય છે. લાખો નહિ, કડોને દલિત અને ગલિત જાણવા છતાં પોતાની જાતને ઊંચી માનવાનું વલણ હવે કદી ખટક્યા વિના રહી જ ન શકે. સીમાની પેલી પાર અને સીમાની આસપાસ કે સીમાની અંદર, ભયની આગાહીઓ થતી હોય ત્યારે, કોઈ એક વ્યક્તિ, પંથ કે સમાજ ગમે તેવા રક્ષણબળથી પણ પિતાની સલામતી ન કલ્પી શકે કે ન સાચવી શકે. - ટૂંકમાં આજની આર્થિક, સામાજિક અને રાજકીય બધી સમસ્યાઓનું મૂળ, સમષ્ટિહિતની દૃષ્ટિએ મુખ્યપણે વિચાર કર્યા વિના, અંગત કે વૈયક્તિક હિતની દૃષ્ટિએ જ વિચાર કરવામાં અને એવા વિચારને આધારે પડેલ સંસ્કાર પ્રમાણે વર્તવામાં રહેલું છે. તે પછી પ્રશ્ન એ જ વિચારવાનું રહે છે કે એ કે દૃષ્ટિકોણ છે કે જેને આધારે સદાચારનું નવું નિર્માણ જરૂરી છે ? ઉત્તર જાણીતા છે અને તે જમાનાઓ પહેલાં અનેક સંતોએ વિચાર્યો પણ છે. દરેક પંથના મૂળમાં એનું બીજ પણ છે અને છેલ્લે છેલ્લે મહાત્મા ગાંધીજીએ એને જીવન દ્વારા મૂર્ત પણ કરેલ છે. તે સિદ્ધાન્ત એટલે પ્રત્યેક વ્યક્તિએ સમષ્ટિહિતની દષ્ટિએ જ વિચારતાં અને વર્તતાં શીખવું તે. જ્યાં જ્યાં વ્યક્તિગત અને સમષ્ટિગત હિતને વિરોધ દેખાય ત્યાં ત્યાં સમષ્ટિના લાભમાં વ્યક્તિએ અંગત લાભ જતો કરે એ જ બધી સમસ્યાઓને ઉકેલ છે. જેમાં માતૃભાષા અને પ્રાંતીય ભાષાના ભેદો હોવા છતાં રાષ્ટ્ર માટે એક રાષ્ટ્રીયભાષા અનિવાર્ય રીતે આવશ્યક છે, જેમ વૈજ્ઞાનિક વિષયનું અને સત્યેનું શિક્ષણ સૌને માટે એકસરખું હોય છે ને તે ઉપકારક પણ બને સિક સમૃપ્રિહિતની આર્થિક, સામાજિક ન કરપી છે કે સમાજ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] દર્શન અને ચિંતના છે, અને આ દૃષ્ટિએ કેળવણીની સંસ્થાએ ખાળકામાં સંસ્કાર પાષે છે, સમજદાર વડીલે એ રીતે બાળકાને ઉછેરે છે તે જ રીતે હવે કુટુંબ, નાત. અને શિક્ષણસ સ્થાઓ બધાં મારફત આ એક જ સંસ્કાર પોષવા અને વિકસાવવે। આવશ્યક છે કે સમષ્ટિનું હિત જોખમાય તે રીતે ન વિચારાય, ન વર્તાય. આ સંસ્કારને આધારે જ હવેના સદાચાર। યેાજવામાં આવે તે જ આજની જટિલ સમસ્યાને કાંઈક ઉકેલ આવી શકે, અન્યથા કદી નહિ. જેણે આત્મૌપમ્યની વાત કહી હતી. અગર જેણે અદ્વૈતનું દર્શન કર્યું હતું કે જેણે અનાસક્ત કયાગ દ્વારા લાકસંગ્રહની વાત કહી હતી તેણે તે તે જમાનામાં એક દન કે એક સિદ્ધાન્ત રજૂ કર્યાં હતા અને સાથે સાથે સૂચવ્યું હતું કે જો માનવજાત સુખે જીવવા માગતી હોય તેા એ દર્શન અને સિદ્ધાન્ત પ્રમાણે આચારા અને વ્યવહારો યોજે. પણ દૈવ એવું કે એ સિદ્ધાન્તા ખૂણે ખૂણે ગવાતા તેા રહ્યા, પણ ગાનારા અને સાંભળનારા બન્નેને આચાર-વ્યવહાર ઊલટી જ દિશામાં ! પરિણામ ઇતિહાસે ાંધ્યાં છે અને અત્યારે પ્રત્યક્ષ છે. હવે, કાં તે। એ સિદ્ધાંતા વ્યવહાય નથી એમ કહેવું જોઈએ અને કાં તા એને માટા પાયા ઉપર અમલી ખનાવવા જોઈ એ. અન્ય રાષ્ટ્રોનું સંગઠન જોતાં એમ માનવાને કશું જ કારણ નથી કે તે સિદ્ધાન્તા અવ્યવહાય છે. તેથી અને જીવન જીવવા માટે બીજો કાઈ રસ્તા નથી તેથી એ સિદ્ધાન્તાને વિશ્વના આચારના પાયા લેખે ઘટાવવાની વાત કર્યો પહેલાં રાષ્ટ્રીય આચારના પાયા લેખે જ ઘટાવવા જોઈ એ. આમાંથી જ જોઈતું ધડતરનીપજવાનું. આ માટે કેટલાક રાષ્ટ્રીય કહી શકાય એવા આચારા યેાજી તેની સદાચાર તરીકેની તાલીમ શરૂ કરવી જોઈ એ. સ્વતંત્રતા–દિન અને પ્રજાસત્તાક-દિન જેવા કેટલાક દિવસાને ભારતે પંતુ –રાષ્ટ્રીય પર્વનું રૂપ આપ્યું છે. તે નિમિત્તે પ્રજા અને સરકારે મળી કેટલીક પ્રણાલીઓ ઊભી કરી છે, જેને રાષ્ટ્રીય આચાર જ નહિ પણ સદાચાર તરીકે ઓળખાવવામાં હરકત નથી. એ પદ્યમાં ધ્વજવંદન, રાશની, પ્રભાતફેરી, વાયત, ખેલકૂદ આદિ વ્યાયામ, મારજક કાર્યક્રમ, રાષ્ટ્રપતિ જેવાને અપાતી સલામી, મોટા પાયા ઉપર અપાતાં ખાણાં જેવી જે પ્રથાએ શરૂ થઈ છે અને જેમાં આબાલવૃદ્ધ ઉત્સાહભેર ભાગ લે છે યા ભાગ લેવા લલચાય એવું વાતાવરણ સર્જાય છે તે બધી પ્રથા રાષ્ટ્રીય આચાર જ કહેવાય. તેમાં કાઈ એક ધ પંથ કે કોઈ એક સમાજ કે કાઈ એક વનુ પ્રાધાન્ય નથી; તે સમગ્ર ભારતીય પ્રજાએ અનુસરવાને એક જાતને વિધિ Page #228 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ [ ૧૯૩ છે. તેથી એને રાષ્ટ્રીય સદાચારની પ્રતીક લેખી શકાય અને તે વખતે વ્યકિત રાષ્ટ્રસમષ્ટિની ભાવના પોષતી થઈ જાય એવી નેમ સ્કૂલ રીતે સેવાય છે તે અસ્થાને ન કહી શકાય. પણ અહીં જ પ્રાણપ્રશ્ન ઊઠે છે કે શું આ અને આના જેવી ગમે તેટલી રાષ્ટ્રીય આચારની પ્રણાલિકાઓ જવામાં કે પિષવામાં આવે છે તેથી ગરીબ, બેકાર, દલિત, અજ્ઞાન અને લાચાર ભારતવાસીએના મોટાભાગનું દળદર ફીટે ખરું? આને જવાબ કઈ પણ વ્યકિત હકારમાં તે આપી નહિ જ શકે. તે પછી બીજો પ્રશ્ન એ ઊઠે છે કે આવા રાષ્ટ્રીય તહેવારે વખતે સરકારે અને પ્રજાએ કઈ કઈ જાતની બીજી પ્રણાલિકાઓ સાથે સાથે મક્કમપણે તેમ જ વિચારપૂર્વક વ્યવસ્થિતપણે જવી અને પિષવી જોઈએ કે જેમાં સીધી રીતે સમષ્ટિનું હિત પોષાય અને ભારતના સૂકા હાડપિંજરમાં કાંઈક લેહી ભરાય ? - આ પ્રશ્નના ઉત્તરનાં બીજે ગાંધીજીએ વેર્યા છે અવશ્ય, પણ આપણે એને પિષ્યાં નથી. તેથી પરાણે રસ ઉપજાવે એવી શુષ્ક પ્રણાલિકાઓમાં દેશનું હીર ખર્ચી નાખીએ છીએ. આટલાં વર્ષો થયાં દેશ એ સ્થૂલ પ્રણાલિકાઓ પાછળ શક્તિ અને ધન ખર્ચે છે છતાં ખરું વળતર નથી મળતું એ વાત જે સાચી હોય તે રાષ્ટ્ર સ્થૂલ ઉત્સવોની સાથે સાથે સજીવ કાર્યક્રમ પણ જવા જોઈએ. ગામડાં, શહેર અને કસબાઓ ગંદકીથી એવાં ખદબદે છે કે કોઈ તટસ્થ વિદેશી એ નિહાળી એમ કહી બેસે કે હિંદી ગંદવાડ વિના જીવી જ નથી શકતે, તે એને મૃષાવાદી કહી નહિ શકાય. તેથી સફાઈને સાર્વત્રિક કાર્યક્રમ એ પ્રથમ આવશ્યકતા છે. કૂવા તળાવ જેવાં સર્વોપયોગી નવાણોને દુરસ્ત અને સ્વચ્છ કરવાં એ જીવનપ્રદ છે. વિશેષ નહિ તે રાષ્ટ્રીય તહેવારને દિવસે કઈ વૈદ્ય કે ડૉક્ટર ફી ન લે અને પૂરી કાળજી તેમ જ ચીવટથી બધા દરજજાના દરદીઓની ભમતાથી સારવાર કરે. સુખી ગૃહસ્થ તે દિવસમાં સૌને મફત દવા પૂરી પાડવા યત્ન કરે. દેશમાં, ખાસ કરી ગામડાઓમાં, બનતી જીવનોપયોગી વસ્તુઓ, પછી તે ગમે તેવી રફ હોય તે પણ સ્વદેશની છે એટલા જ ખાતર અને ઉત્તેજન અપાય. શિક્ષકે ને અધ્યાપક અભણ અને દલિત વર્ગોમાં જાતે જઈ સંપર્ક સાધી તેમના પ્રશ્નો જાતે સમજે. આ અને આના જેવા આવશ્યક સદાચારે નિયમિત રીતે ઊભા કર્યા વિના ભારત તેજસ્વી બની ન શકે. –જનકલ્યાણ સદાચાર અંક, ૧૯૫૩. ૧૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ મેન્ટીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા અને તે સંબંધી મારા વિચારે [૨૯] શિક્ષણની અનેક નવી નવી પદ્ધતિઓ પ્રચારમાં આવતી જાય છે. મેન્ટરી પદ્ધતિ તેમાંની એક છે. હમણાં હમણાં તે આપણું દેશમાં પણ દાખલ થતી જાય છે. તેમાં ભાવનગરનું બાલમંદિર સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ મંદિરને કાર્યક્રમ જાણી, તેમાં થતા પ્રયોગોનો પરિચય કરી, તેમ જ ત્યાંના શિક્ષકે સાથે ચર્ચા કરી એ પદ્ધતિના સંબંધમાં કાંઈક સવિશેષ જાણવાની મારી વૃત્તિ તો પ્રથમથી હતી. તેવી તક મળી. આ તકનો લાભ લઉં તે પહેલાં ઊંચી કેળવણી પામેલા અને સરકારી ઊંચે હોદો ધરાવનાર એક મારા સ્નેહી, જે આ મંદિર અને તેની પદ્ધતિને પરિચય કરી આવ્યા હતા, તેઓને મોન્ટીસોરી પદ્ધતિ વિશે શે અભિપ્રાય છે એ મેં જાણી લીધું. એ ભાઈએ આ પદ્ધતિ વિશે મુખ્યપણે ત્રણ વાંધા મને જણવ્યા. એ વાંધા પહેલેથી જ જાણવામાં આવ્યા એટલે તે બાલમન્દિર અને ત્યાંની પદ્ધતિનું જેમ બને તેમ ચક્કસ જ્ઞાન મેળવવાની અને પછી તે વાંધામાં કેટલું તથ્ય છે એ વિચારવાની વૃત્તિ ઉદ્ભવી. - આ વૃત્તિને અનુસરી બાલમંદિરના કાર્યક્રમનું સવિશેષ અવલોકન અને તે ઉપર વિચાર કરવામાં ત્રણ દિવસ વ્યતીત થયા. પરિણામે મારો વિચાર એ ભાઈને વિચારથી જુદે જ બંધાયે. ત્રણ દિવસના અવકન અને તે દરમિયાન થયેલી ચર્ચાને અત્રે આપી આ લેખ લંબાવવા નથી ઈચ્છ, પણ મેન્ટીસેરી પદ્ધતિ વિશે શા શા વાંધા જણાવવામાં આવ્યા હતા અને તે દરેક વાંધા ઉપર વિચાર કર્યો પછી શે વિચાર બંધાયે એ જ ટૂંકમાં અત્રે આપીશ. આ લેખને ઉદ્દેશ એટલો જ છે કે દરેક એગ્ય વ્યક્તિ કોઈ પણ શિક્ષણ પદ્ધતિના ગુણદોષને અને તેના લાભાલાભને વિચાર કરતી થાય Page #230 -------------------------------------------------------------------------- ________________ મેન્ટીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા [૧૯૫ અને જે પદ્ધતિ વધારે અનુગુણ હોય તેનું વાતાવરણ તૈયાર કરવામાં પિતાથી બનતો ફાળો આપે. ત્રણ વાંધા આ છે: (૧) બહુ ખર્ચાળપણું, (૨) સ્વરછન્દ (નિયમનને અભાવ), અને (૩) હરીફાઈની ગેરહાજરી. પહેલા વાંધાના સંબંધમાં વિચાર કરીએ તે પહેલાં બાકીના બે વાંધાઓ વિશે પહેલાં વિચાર કરી લેવું યોગ્ય થશે. ધણક માને છે અને કહે છે કે મેન્ટીરી શિક્ષણ પદ્ધતિમાં નિયમન નથી, અને તેમાં બાળકે સ્વચ્છન્દી બને છે. અને તેઓના કથનમાં કાંઈ વજૂદ ન જણાયું. ત્રણથી છ વર્ષનાં બાળકે જે એકાગ્રતાથી, જે અદબથી અને જે અનુકૂળ વાતાવરણથી આકર્ષાઈને બાલમન્દિરમાં શીખતાં અને પ્રયોગ કરતાં જોવામાં આવ્યાં, તે ઉપરથી એમ જણાય છે કે પ્રસ્તુત પદ્ધતિમાં સ્વચ્છન્દ નહિ પણ સાહજિક વિકાસની કેળવણી મળે છે. અલબત્ત, જે શિક્ષકની સોટી, કરડી આંખ અગર આડુંઅવળું તરતી તેની વાણીને નિયમન માનવામાં આવતું હોય છે તેવું નિયમન મેન્ટીસૈરી શિક્ષણ પદ્ધતિમાં બિલકુલ નથી જ. પણ આવા નિયમનને અત્યંત અભાવ એ તે આ શિક્ષણ પદ્ધતિને અન્તરાત્મા હોઈ તેનું ભૂષણ છે, દૂષણ નહિ. જે નાનાં નાનાં બાળકે માબાપનાં અનેક દબાણ, લાલચે અને કૃત્રિમ ભયો છતાં પિતાની ચંચળ વૃત્તિને સ્વાભાવિક રીતે એક વિષયમાં નથી જી શકતાં, તથા જે બાળકોને કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય વિષયક વિકાસ સાધવા શિક્ષકોની યમ–દષ્ટિ નિષ્ફળ નીવડે છે, તે બાળકે લાલચ, ભય અને સખ્તાઈ વિના આપોઆપ અશ્રાન્તપણે આનન્દી ચહેરે પોતાની ચંચળ વૃત્તિને પિતાની પસંદગીના વિષયમાં લાંબા વખત સુધી રેકે અને બહારની પ્રેરણા સિવાય જ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયને વિકાસ સાધે—એ સ્થિતિને જે સ્વચ્છન્દ માનીએ તે સાચી સ્વતંત્રતા, નિર્ભયતા અને સાહજિકતાને શબ્દકોષ સિવાય ક્યાંય સ્થાન નથી એમ માનવું જોઈએ. મોન્ટીસેરી પદ્ધતિમાં હરીફાઈનું ધોરણ નથી અને તેને લીધે હરીફાઈથી થતી જ્ઞાનવૃદ્ધિ એ પદ્ધતિમાં ન થઈ શકે એ આરોપ મૂકવામાં આવે છે. આ આરેપ મૂકનાર માત્ર એમ જ સમજતા હોવા જોઈએ કે શિક્ષણના પ્રદેશમાં હરીફાઈ એ એકાન્ત લાભદાયક તત્ત્વ છે, પણ ખરી રીતે એમ નથી. કોઈ વાર હરીફાઈથી હરીફોને લાભ થાય છે ખરે, પણ ઘણીવાર હરીફાઈમાં પાછે પડનાર હરીફ આભાવમાનનાને લીધે હતોત્સાહ થઈ જાય Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] દર્શન અને ચિંતન છે, અને પછી તે પિતાના બીજા શક્ય અને પસંદગીના વિષયમાં પણ જોઈતું બળ મેળવી શકતો નથી. દરેક વ્યક્તિમાં ઉત્સાહ એ જ ખરે પ્રાણ છે. ઉત્સાહને હરીફાઈ દ્વારા જગાડે તેમાં લાભ કરતાં જોખમ ઓછું તે નથી જ. દરેક બાળકની દરેક વિષય પરત્વે શક્તિ સરખી હોતી નથી. વૃત્તિ પણ જુદી જુદી હોય છે. તેથી પ્રત્યવાય વિનાનું તદ્દન અનુકૂળ વાતાવરણ ઊભું કરી પોતપોતાની વૃત્તિ પ્રમાણે બાળકને શક્તિ ખીલવવાની તક મળે. તે તેઓને ઉત્સાહ, કૂવામાં પાણીની સેરે ઝરે તેમ, આપોઆપ પોતપોતાની પસંદગીના વિષયમાં ઝરે છે અને ક્રમશઃ વધે છે. આ સ્વાભાવિક ક્રમથી બે લાભ થાય છે. દરેક બાળકને પિતાની રુચિ પ્રમાણે પોતામાં રહેલી વિશિષ્ટ શક્તિ ખિલવવાની તક મળતી હોવાથી પોતાનું વ્યક્તિત્વ સાધવાનો અવસર મળે છે અને જે વિષ્ણુની શક્તિ કે રુચિ ન હોય તે વિષયમાં જરા પણ વ્યર્થ શક્તિ કે સમય ન ખર્ચાવાથી તેને આત્મા સતત તેજસ્વી અને ઉત્સાહમય રહે છે. ફરજિયાત હરીફાઈના ઘેરણમાં જે વિષયની શક્તિ કે રુચિ ન હોય તેમાં બાળકો નિચોવાઈ જાય છે, અને તેથી આવેલી નિર્બળતા પિતાની પસંદગીના વિષયમાં પણ દેડતા બાળકને કાંઈક ખલિત કરે જ છે. ' ફરજિયાત હરીફાઈથી જ્ઞાનવૃદ્ધિ કોઈ કોઈ વ્યક્તિને થઈ હોય અને થાય છે એ વાત માની લઈએ, તોપણ તે હરીફાઈની પાછળ કેટલાંક એવાં અનિષ્ટ ત રહેલાં છે કે જે શિક્ષણ લેનારમાં ઘુસી જવાથી તેના આત્માને શિક્ષણથી મળેલા પ્રકાશ કરતાં પણ વધારે અંધકાર અર્પે છે. એ અનિષ્ટ તમાં કાંઈ મળવાનું પ્રલેભન અને નામના એ બે મુખ્ય છે. આ બે અનિષ્ટ તત્તમાંથી (જે શિક્ષણ લેનારનો આત્મા નિર્બળ હોય તો) ઈર્ષો અને અદેખાઈ જન્મે છે, અને એ અદેખાઈ જિન્દગીના છેડા સુધી આત્માને કેરી ખાય છે. તેથી મારા વિચાર પ્રમાણે મેન્ટરી શિક્ષણપદ્ધતિમાં ફરજિયાત હરીફાઈને તિલાંજલિ દેવામાં આવી છે તે, એ પદ્ધતિની ઈચ્છવાલાયક વિશિષ્ટતા છે. ' હવે અતિ ખર્ચાળપણના આરોપનો વિચાર કરીએ. આ આપને વિચાર કરતાં બે પ્રશ્નો ઉદ્ભવે છે. તે એ કે એન્ટીસારી શિક્ષણ પદ્ધતિ એ બીજી શિક્ષણ પદ્ધતિ કરતાં ઊતરતા પ્રકારની છે કે બીજી પદ્ધતિઓની સમકક્ષ કે તેઓથી ચઢિયાતા પ્રકારની છે ? જે બહુ ખર્ચાળપણ સિવાયની બીજી કઈ કસોટી દ્વારા મેન્ટરી શિક્ષણ પદ્ધતિ ઇતર પદ્ધતિઓ કરતાં ઊતરતા પ્રકારની સાબિત કરી શકાય તે તે ઊતરતાપણાને લીધે જ મરણને શરણ Page #232 -------------------------------------------------------------------------- ________________ મીસરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા ( ૧૯૭ થવા યોગ્ય છે. પણ હજી સુધી મેન્ટરી શિક્ષણ પદ્ધતિનું ઊતરતા પણું સાબિત કરી શકાયું નથી; એટલું જ નહિ, પણ દિવસે દિવસે વિચારકવર્ગમાં તેના ચઢિયાતાપણા વિશે ચોકકસ અભિપ્રાય બંધાતું જાય છે અને તેના નિઃસ્વાર્થ તથા પ્રામાણિક પ્રયોગકર્તાએ તે બીજી કઈ પણ શિક્ષણ પદ્ધતિ કરતાં તેને વધારે શાસ્ત્રીય અને વધારે સ્વાભાવિક માને છે. હજી એ પદ્ધતિના પ્રયોગકર્તાઓ કરતાં વધારે અનુભવ ધરાવનાર બીજો કોઈ પણ એ પદ્ધતિનું ઊતરતાપણું સાબિત કરી શક્યો નથી. તેથી બહુ ખર્ચાળપણના આરેપને વિચાર બીજા વિકલ્પને સ્વીકારીને જ કરવો ઘટે છે. મેન્ટરી શિક્ષણ પદ્ધતિની પાછળ જે શાસ્ત્રીયતા અને સાહજિકતાનું બળ છે તે જ તે પદ્ધતિના બીજી બધી પદ્ધતિઓ કરતાં ચઢિયાતાપણાની સાબિતી છે. એ પદ્ધતિના પ્રયોગ, અનુભવ અને નિયમોનો વિચાર કરતાં અને તે તેના ચઢિયાતાપણું વિશે જરાયે શક નથી. તેથી જે પ્રારંભમાં આ પદ્ધતિના અખતરામાં બહુ ખર્ચાળપણું હોય અને છે, તેય તે જાણીબૂઝીને ચલાવી લેવું એ જ સંસ્કારી પ્રજા તૈયાર કરવાને માટે ય છે. આપણે પ્રચલિત સરકારી પદ્ધતિનાં ઓછાં અને માઠાં પરિણામે અનુભવીએ છીએ તથા તેનું ખર્ચાળપણું પણ જાણીએ છીએ. એ પદ્ધતિથી શિક્ષણ લેનારનાં શરીર અને મન બળવાન થવાને બદલે કેટલાં નિર્માલ્ય અને હતપ્રભ થઈ જાય છે, સરકારી શિક્ષણ આપવા જતાં માબાપનાં ઘર કેટલાં ખાલી થઈ જાય છે, તેઓ કેટલાં દેવાદાર થઈ જાય છે અને છતાંયે તે શિક્ષણ લેનાર સો પૈકી કેટલા જણ પિતાને અને પિતાની પાછળ આશા રાખી બેઠેલાને નિશ્ચિત્ત કરે છે, એ પ્રશ્નોના ઉત્તર હવે સૌ કોઈ જાણે છે. તેમ છતાં એવી નિર્માલ્ય અને ગુલામીપષક પદ્ધતિમાં ગણ્યાગાંઠ્યાં કેઈ આગળ વધે છે. એ જ પ્રલેભનમાં આપણી આખી પ્રજા સંડોવાયેલી છે અને તેથી તે નિષ્ફળ પદ્ધતિમાં બહુ ખર્ચાળપણું હેવા છતાં પણ પ્રજા તેને નભાવી લે છે. . આથી ઊલટું, મોન્ટીસોરી પદ્ધતિમાં સ્વાભાવિકતા હેઈ બાળકોનાં આત્મા, મન અને વાણી એ ત્રણે વ્યવસ્થિત રીતે ખીલે એવી યોજના છે. આ યોજના પ્રમાણે શિક્ષણ લેવા જનારને મોટામાં મોટું પ્રલોભન સરકારી પ્રતિષ્ઠા નહિ, પણ સર્વાગીણ વિકાસ એ છે. જો આ પદ્ધતિના પ્રયોગ વિચારશીલ અને ધશાળી વ્યક્તિઓને હાથે ચેડાં વર્ષ અવિચ્છિન્ન ચાલે તે તેનાં પરિણામ લેક સમક્ષ આવે, અને પરિણામ સામે આવતાં વાતાવરણ તે પ્રદ્ધતિને અનુકુળ થાય. એકવાર એન્ટીસેરી પદ્ધતિનું Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] દર્શન અને ચિંતન વાતાવરણ સાધારણ લેકેના મનને આકર્ષિત કરે તો બહુ ખર્ચાળપણાને. પ્રશ્ન રહે જ કેવી રીતે ? અત્યારે પ્રજાને જે ગરીબ, સાધારણ અને તવંગર, વર્ગ પોતાનાં બાળકોનાં આત્મા, મન અને વાણીના સાહજિક વિકાસમાં રસ નથી લેતા કે વગર ખર્ચે તે વિકાસ સાધવાનો લાભ મળતો હોય તે તે લાભ ઉઠાવવા લક્ષ નથી આપતો; પણ તેથી ઊલટું ભીખ માગીને, કરજ કરીને કે સર્વસ્વ હેમીને પિતાનાં બાળકોના ઉપનયન, વિવાહ વગેરે પ્રસં. ગોમાં કૃતકૃત્યતા માને છે, તે જ પ્રજા કોઈ પણ શિક્ષણ પદ્ધતિનું આકર્ષક વાતાવરણ જુએ ત્યારે તે ખર્ચની દિશા બદલાવી એ પદ્ધતિને જરૂર પિ. પ્રજાને મોટે ભાગ ધર્મને નામે જડ સંસ્કારની અભ્યર્થનામાં લાખો અને કરેડો રૂપિયાનો ખર્ચ કરે છે તથા ધર્મગુરુઓ પિતાના દમામ સાચવવા. પાછળ પ્રજાની ટીમાંથી મોટો ભાગ ચોરે છે. પ્રજા પણ પોતાના અનેક નિરર્થક રીતરિવાજોમાં નિવાઈ ખર્ચ કર્યું જાય છે. પરંતુ જ્યારે પ્રજાનું ધ્યાન કોઈ પણ શિક્ષણ પદ્ધતિના સુન્દરતમ પરિણામવાળા વાતાવરણ તરફ આકર્ષાય ત્યારે એ પ્રજાને હાથે જડ સંસ્કાર, ધર્મગુરુઓના અણછાજતા આડંબરે અને નાશકારક રીતરિવાજો ન જ પિલાઈ શકે, એ નિયમ ઐતિહાસિક છે. જે મન્દીરી શિક્ષણ પદ્ધતિના પ્રયોગ કરનારાઓને અનુભવ તેઓને પિતાને ધૈર્ય અને ઊંડી આશા અર્પત હોય તે ખર્ચાળપણને પ્રશ્ન આડે આવવાને જ નથી. અલબત્ત, એ ખર્ચાળપણાને પ્રશ્ન તત્કાળ પૂરતો હોય તે તે કંઈક અંશે ઠીક છે, પણ જે કાયમ માટે બહુ ખર્ચાળપણાને આ પદ્ધતિના પ્રચારમાં કોઈ બાધક માને છે તે મારા વિચાર પ્રમાણે એક ભૂલ છે. જે આ પદ્ધતિ ઈષ્ટ પરિણામ ઉત્પન્ન ન કરી શકે. તે તેના પ્રયોક્તાઓ જાતે જ તેને દફનાવવાનું બળ ધરાવે છે, અને જે એ પદ્ધતિ સૌથી વધારે સરસ પરિણામ લાવશે (જેવો મારે તો વિશ્વાસ, છે) તો તેને બહુ ખર્ચાળપણું કદી આડે આવવાનું જ નથી. મોન્ટીસોરી પદ્ધતિ ખરેખર ખર્ચાળ છે એ વાત માન્ય રાખીને જ એકદેશીય રીતે અત્યાર સુધી આ ચર્ચા કરવામાં આવી છે, તે ખાસ હેતુસર. એ હેતુ એ છે કે પરાધીનતા, ગરીબાઈ, વહેમ અને અજ્ઞાનના દેષોથી પીડાતે જે દેશ, એ જ દોષના પિષણ પાછળ આંખો મીંચી અપવ્યય કર્યો જતો હોય અને જ્યારે તેની સમક્ષ ઉપર્યુક્ત દોષનું નિવારણ કરે તેવી શિક્ષણપદ્ધતિ મૂકવામાં આવતી હોય ત્યારે, તે દેશને તે પદ્ધતિ વિરુદ્ધ ખર્ચાળપણને વાંધો ઉઠાવવાનો અધિકાર જ કેવી રીતે સંભવે ? પિતાનાં બાળકેના આત્માની અને શરીરની ખરી સુન્દરતા જેવાને બદલે માત્ર તેઓનાં શરીરને Page #234 -------------------------------------------------------------------------- ________________ મેરીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા [ ૧૯૯ કૃત્રિમ રીતે શણગારી સુન્દર બતાવવા પાછળ ઘેલાં થઈ જનાર માબાપને સાચા શિક્ષણ વિરુદ્ધ બહુ ખર્ચાળપણાને વાંધો યોગ્ય ગણાય શું ? જે ધર્મગુરુઓ, મુલ્લા, મોલવી અને પંડિત પિતાને કે પિતાના ભક્તોને હિતપ્રશ્ન વિચાર્યા સિવાય જ ધર્મ અને શાસ્ત્ર વિશેની શ્રદ્ધા રૂપ કૂંચી ફેરવી ભક્તિનું તાળું ઉઘાડી ભકતોની કૃપણ તિજોરીમાંથી પણ પૈસે કઢાવી પિતાનું આલસ્ય પિળે જાય છે, તેઓને પ્રજાની સાચી શિક્ષા વિરુદ્ધ ખર્ચાળપણનો પ્રશ્ન ઉઠાવવો ઘટે કે પિતાને ખર્ચ ઓછો કરી પ્રજાને શિક્ષણમાં ફાળો આપ ઘટે? જે લેકે ઘર વેચીને કે દેવાદાર થઈને દેશમાં કે પરદેશમાં ઊંચી કેળવણી લઈ છેવટે નોકરીના સુવર્ણપિંજરામાં પૂરાય છે અને બિનજરૂરી ખર્ચે વધારી મૂકી દેવામાં, સાદગીનું અને સ્વાશ્રિતપણાનું બચ્ચું ખુણ્યે થર્ડ પણ તત્ત્વ ભૂંસી જવા જેવી પરિસ્થિતિ ઊભી કરી મૂકે છે, તેઓના મઢે સામાન્ય જનતા માટે સ્વાશ્રય અને સાદગી આપનારી શિક્ષણ પદ્ધતિ વિરુદ્ધ ખર્ચાળપણાનો વાંધો શોભે ખરે? જે દેશની પ્રજા તીર્થોના વૈભવ અને રાજાઓના વિલાસ પાછળ ખર્ચાતા કોડ રૂપિયાને બેજે હસતે મોઢે ઉઠાવી શકતી હોય તે પ્રજા પિતાનું ભાવિ ઘડનાર શિક્ષણપદ્ધતિ વિરુદ્ધ ખર્ચાળપણ વિશે આંસુ સારે તે સ્થિતિ ચલાવી લેવા લાયક ગણાય શું ? પણ ખરી રીતે આ પદ્ધતિમાં હંમેશને માટે ખર્ચાળપણાને પ્રશ્ન રહી શકે જ નહિ. જેમ જેમ આ પદ્ધતિના પરિણામે વધારે વ્યાપતાં જશે અને આ પદ્ધતિ દેશમાં વધારે ને વધારે પચતી જશે તેમ તેમ તેનાં સાધનો અને ઉપકરણે અહીં જ સહેલાઈથી અને સસ્તી રીતે ઊભાં કરી શકાય એવી ગોઠવણ પણ સાથે જ થતી જવાની. જે વસ્તુ જે દેશને પચે, તે દેશને તે વસ્તુ છેવટે પિતાને હાથે જ પેદા કર્યો છૂટકે; અને તેવી સ્થિતિમાં તે વસ્તુ વધારે સસ્તી પડે એવા સ્પર્ધામૂલક પ્રયત્ન પણ અનિવાર્ય થઈ પડે છે. એ વસ્તુસ્થિતિ અર્થશાસ્ત્રને જાણનાર માણસથી અજાણી તે ન જ હોવી જોઈએ. એટલે આ પદ્ધતિના પરિણામકારી અખતરાઓ નિશ્ચિત રીતે ચાલતા રહે તેટલા માટે જરૂરનું છે કે આપણે એવા અખતરા કરનારાઓના ઉત્સાહને લેશ પણ ધક્કો પહોંચે તેવું એક પણ પગલું ન ભરીએ અને સાચા, નિર્ભય અને આશાવાદી કાર્યકર્તા શોધક યુવકે તૈયાર થાય તેવું સ્વચ્છ વાતાવરણ કરી મૂકીએ. –શ્રીદક્ષિણામૂર્તિ. મે ૧૯૨૫. Page #235 -------------------------------------------------------------------------- ________________ વિચારકણિકા [૩૦] ગુજરાતમાં શ્રી. કિશોરલાલભાઈને ન જાણે એ સમજદાર કોઈ ભાગ્યે જ હોય. ગુજરાત બહાર પણ બધા જ પ્રાન્તમાં તેમનું નામ છેવત્તે અંશે જાણીતું છે. એનું મૂલ કારણ તેમના અનેક ભાષાઓમાં લખાયેલાં અને અનુવાદિત થયેલાં લખાણોનું વાચન છે અને કેટલાકે કરેલ તેમને પ્રત્યક્ષ સમાગમ પણ છે. પૂ. નાથજીને જાણનાર વર્ગ પ્રમાણમાં નાનું છે, કારણ કે તેમણે બહુ ઓછું લખ્યું છે અને લખ્યું હોય તે પણ પૂરેપૂરું પ્રસિદ્ધિમાં આવ્યું નથી. છતાં જે વર્ગ તેમને જાણે છે તે પણ કાંઈ નાનેસૂનો કે સાધારણ કટિને નથી. પૂ. નાથજીના પ્રત્યક્ષ પરિચયમાં જે આવ્યો ન હોય તેને એમના સૂમ, સ્પષ્ટ, સયુક્તિક અને માનવતાપૂર્ણ વિચારોની કલ્પના જ આવી ન શકે. તત્ત્વનું તલસ્પર્શી ચિંતન, જીવનનું સ્વ-પરલક્ષી શોધન અને માનવતાની સેવા એવા એક જ રંગથી રંગાયેલ ગુરુશિષ્યની આ જોડી જે કાંઈ લખે ને બેલે છે તે અનુભવસિદ્ધ હાઈ પ્રત્યક્ષ કેટિનું છે. આની પ્રતીતિ આ સંગ્રહમાંના લેખ વાંચનારને થયા વિના કદી નહિ રહે. મેં પ્રસ્તુત લેખને એકથી વધારે વાર એકાગ્રતાથી સાંભળ્યા છે અને થોડાંઘણું અન્ય સુપ્રસિદ્ધ ભારતીય તત્વચિંતકોનાં લખાણો પણ સાંભળ્યાં છે. હું જ્યારે તટસ્થભાવે આવાં ચિંતનપ્રધાન લખાણની તુલના કરું છું ત્યારે મને નિઃશંકપણે એમ લાગે છે કે આટલે અને આ ક્રાન્તિકારી, સચેટ અને મૌલિક વિચાર કરનાર કદાચ ભારતમાં વિરલ જ છે. આખો સંગ્રહ સાંભળતાં અને તે ઉપર જુદી જુદી દષ્ટિએ વિચાર કરતાં મને આની અનેકવિધ ઉપગિતા સમજાઈ છે. જ્યાં જુઓ ત્યાં સાંપ્રદાયિક-અસાંપ્રદાયિક માનસવાળા બધા જ સમજદાર લોકોની એવી માગણી છે કે ઊગતી પ્રજાને તત્ત્વ અને ધર્મના સાચા અને સારા સંસ્કાર મળે એવું કોઈ પુસ્તક શિક્ષણક્રમમાં હોવું જોઈએ, જે નવયુગના ઘડતરને સ્પેશતું હોય અને સાથે સાથે પ્રાચીન પ્રણાલિકાઓનું રહસ્ય પણ સમજાવતું હેય. હું જાણું છું ત્યાં લગી માત્ર ગુજરાતમાં જ નહિ પણ ગુજરાત બહાર પણ Page #236 -------------------------------------------------------------------------- ________________ વિચારકણિકા [ ૨૦ આ માગણીને યથાવત સંતોષે એવું આના જેવું કઈ પુસ્તક નથી. કોઈ પણ સંપ્રદાયનું વિદ્યાલય હોય કે છાત્રાલય હેય અગર અસાંપ્રદાયિક કહી શકાય એવા આશ્રમ હોય, સરકારી કે ગેરસરકારી શિક્ષણસંસ્થાઓ હોય ત્યાં સર્વત્ર ઉચ્ચકક્ષાના વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા ધ્યાનમાં રાખી આ સંગ્રહ પૈકી તે તે લેખ સમજાવવામાં આવે તે હું માનું છું કે તેમની જ માતૃભાષામાં તત્ત્વ અને ધર્મ વિશેની સાચી વ્યાપક સમજણ મળી રહે અને વારસાગત જમાનાજૂની પ્રન્થિને ભેદ પણ થવા પામે. વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષક અને અધ્યાપકે માટે પણ આ સંગ્રહમાં એટલી બધી વિચારપ્રેરક અને જીવનપ્રદ સામગ્રી છે કે તેઓ આ પુસ્તક વાંચીને પિતાના સાક્ષર જીવનની માત્ર કૃતાર્થતા જ નહિ અનુભવે પણ વ્યાવહારિક, ધાર્મિક અને તાત્ત્વિક અનેક પ્રશ્નો પર તેઓ નવેસર વિચાર કરતા થશે, તેમ જ સાક્ષરજીવનની પેલી પાર પણ કાંઈક પ્રજ્ઞાગમ્ય વિશ્વ છે એવી પ્રતીતિથી વધારે વિનમ્ર અને વધારે શોધક થવા મથશે. વિદ્યાર્થી અને અધ્યાપક સિવાય પણ એ બહુ મોટો વર્ગ છે, કે જે હમણાં તત્ત્વ અને ધર્મના પ્રશ્નો સમજવાનો ઊંડો રસ ધરાવતું હોય છે. આવા લોકો તત્ત્વ અને ધર્મને નામે મળતા ભળતા જ રૂઢિગત શિક્ષણ અને પ્રવાહમાં તણાતા રહે છે અને તેટલા માત્રથી સંતોષ અનુભવી પોતાની સમજણમાં ક્યાં ભૂલ છે, ક્યાં ક્યાં ગૂંચ છે અને ક્યાં ક્યાં વહેમનું રાજ્ય છે તે સમજવા પામતા નથી. તેવાઓને તે આ લેખ નેત્રાંજનશલાકાનું કામ આપશે એમ હું ચોક્કસ માનું છું. જુદી જુદી ભાષાઓમાં એક તેમ જ અનેક ધર્મોનું અને એક સંપ્રદાય કે અનેક સંપ્રદાયના તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપવામાં મદદ કરે એવાં અનેક પુસ્તક છે, પણ મોટે ભાગે તે બધાં પ્રણાલિકાઓ અને માન્યતાઓનું વર્ણન કરતાં હોય છે. એવું ભાગ્યે જ કોઈ પુસ્તક જવામાં આવશે, જેમાં આટલાં ઊંડાણ અને આટલી નિર્ભયતા તેમ જ સત્યનિષ્ઠાથી તત્ત્વ અને ધર્મનાં પ્રશ્નો વિશે આવું પરીક્ષણ અને સંશોધન થયું છે. જેમાં એક કોઈ પણ પથ, કઈ પણ પરંપરા કે કઈ પણ શાસ્ત્રવિશેષ વિશે અવિચારી આગ્રહ નથી અને જેમાં બીજી બાજુથી જૂના કે નવા આચારવિચારના પ્રવાહમાંથી જીવનસ્પર્શી સત્ય તારવવામાં આવ્યું હોય એવું મારી જાણ પ્રમાણે આ પહેલું જ પુસ્તક છે. તેથી ગમે તે ક્ષેત્રના યંગ્ય અધિકારીને હું આ પુસ્તક વારંવાર વાંચી જવા ભલામણ કરું છું, તેમ જ શિક્ષણકાર્યમાં રસ ધરાવનારાઓને સૂચવું છું કે તેઓ ગમે તે સંપ્રદાય કે પંથના હોય તેમ આમાં બતાવેલી વિચારસણીને સમજી પિતાની માન્યતાઓ અને સંસ્કારોનું પરીક્ષણ કરે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] દર્શન અને ચિંતન એમ તે આ સંગ્રહમાન પ્રત્યેક લેખ ગહન છે. પણ કેટલાક લેખે તો એવા છે કે ભારેમાં ભારે વિદ્વાન કે વિચારકની બુદ્ધિ અને સમજણની પૂરેપૂરી કસોટી કરે. વિષય વિવિધ છે. દૃષ્ટિબિંદુઓ અનેકવિધ છે. સમલચને મૂલગામી છે. તેથી આખા પુસ્તકનું રહસ્ય છે તે લેખો વાંચીવિચારીને જ પામી શકાય. છતાંયે બંને લેખકેના પ્રત્યક્ષ પરિચય અને આ પુસ્તકના વાચનથી હું તેમની જે વિચારસરણી સમો છું અને જેણે મારા મન ઉપર ઊંડી છાપ પાડી છે તેને લગતા કેટલાક મુદ્દાની મારી સમજ પ્રમાણે અહીં ચર્ચા કરું છું. આ મુદ્દાઓ તેમનાં લખાણોમાં પણ એક અથવા બીજી રીતે ચર્ચાયેલા જ છે. તે મુદ્દા આ છેઃ ૧. ધર્મ અને તત્વચિંતનની દિશા એક હોય તે જ બંને સાર્થક બને. ૨. કર્મ અને તેના ફલન નિયમ માત્ર વૈયક્તિક ન હોઈ સામૂહિક પણ છે. ૩. મુક્તિ, કર્મના વિચ્છેદમાં કે ચિત્તના વિલયમાં નથી, પણ બંનેની ઉત્તરોત્તર શુદ્ધિમાં છે. ૪. માનવતાના સગુણોની રક્ષા, પુષ્ટિ અને વૃદ્ધિ એ જ પરમ ધ્યેય છે. ૧. તત્વજ્ઞાન એટલે સત્યશોધનના પ્રયત્નમાંથી ફલિત થયેલા અને ફલિત થતા સિદ્ધતિ. ધર્મ એટલે એવા સિદ્ધાંતને અનુસરીને જ નિર્માણ થયેલ વૈયક્તિક તેમ જ સામૂહિક જીવનવ્યવહાર. એ ખરું છે કે એક જ વ્યક્તિ. કે સમૂહની ગ્યતા તેમ જ શક્તિ સદા એકસરખી નથી હોતી. તેથી ભૂમિકા અને અધિકારભેદ પ્રમાણે ધર્મમાં અંતર હેવાનું. એટલું જ નહિ, પણ. ધર્માચરણું વધારે પુરુષાર્થની અપેક્ષા રાખતું હોવાથી તે ગતિમાં તત્ત્વજ્ઞાનથી પાછળ પણ રહેવાનું. છતાં જો આ બંનેની દિશા જ મૂળમાં જુદી હોય છે. તત્વજ્ઞાન ગમે તેટલું ઊંડું અને ગમે તેવું સાચું હોય છતાં ધર્મ એના પ્રકાશથી વંચિત જ રહે અને પરિણામે માનવતાનો વિકાસ અટકે. તત્ત્વજ્ઞાનની શદ્ધિ, વૃદ્ધિ અને પરિપાક જીવનમાં ધર્મને ઉતાર્યા સિવાય સંભવી જ ન શકે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના આલંબન વિનાને ધર્મ, જડતા તેમ જ વહેમથી મુક્ત થઈન શકે. એટલા માટે બંનેમાં દિશાદ હવે ઘાતક છે. આ વસ્તુને એકાદ ઐતિહાસિક દાખલાથી સમજવી સહેલી પડશે. ભારતીય તત્વજ્ઞાનના ત્રણ યુગ સ્પષ્ટ છે. પહેલો યુગ આત્મવૈષમ્યના સિદ્ધાન્તને, બીજે આત્મસમાનતાના સિદ્ધાંતને અને ત્રીજે આત્માદ્વૈતના સિદ્ધાન્તને. પહેલા સિદ્ધાન્ત પ્રમાણે એમ મનાતું કે દરેક જીવ મૂળમાં સમાન નથી, Page #238 -------------------------------------------------------------------------- ________________ વિચારકણિકા [ ૨૦૩ પ્રત્યેક સ્વકર્માંધીન છે અને દરેકના કમ વિષમ અને ઘણીવાર વિરુદ્ધ હાઈ તે પ્રમાણે જ જીવની સ્થિતિ અને તેના વિકાસ હેાઈ શકે. આવી માન્યતાને લીધે બ્રાહ્મણકાળના જન્મસિદ્ધ ધમઁ અને સકારા નક્કી થયેલા છે. એમાં કાઈ એક વર્ગના અધિકારી પોતાની કક્ષામાં રહીને જ વિકાસ કરી શકે, પણ તે કક્ષા ખહાર જઈ વર્ણાશ્રમધર્મનું આચરણ કરી ન શકે. ઇન્દ્રપદ કે રાજ્યપદ મેળવવા માટે અમુક ધમ આચરવા જોઈ એ, પણ તે ધમ રાઈ આચરી ન શકે અને હરકેાઈ તેને આચરાવી પણ ન શકે. આના અર્થ એ જ થયું કે કકૃત વૈષમ્ય સ્વાભાવિક છે અને વગત સમાનતા હાય તાય તે વ્યવહાય તા નથી જ. આત્મસમાનતાના બીજા સિદ્ધાન્ત પ્રમાણે ધડાયેલા આચાર આથી સાવ ઊલટા છે. એમાં ગમે તે અધિકારી અને જિજ્ઞાસુને ગમે તેવા કર્મ સંસ્કાર દ્વારા વિકાસ કરવાની છૂટ છે. એમાં આત્મૌપમ્યમૂલક અહિંસાપ્રધાન યમનિયમેાના આચરણ ઉપર જ ભાર અપાય છે. એમાં કકૃત વૈષમ્યની અવગણના નથી, પણ સમાનતાસિદ્ધિના પ્રયત્નથી તેને નિવારવા ઉપર જ ભાર અપાય છે. આત્માદ્વૈતના સિદ્ધાન્ત તે સમાનતાના. સિદ્ધાન્તથી પણ આગળ જાય છે. તેમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે કાઈ વાસ્તવિક ભેદ છે જ નહિ. તે અદ્વૈતમાં તે સમાનતાના વ્યક્તિભેદ પણ ગળી જાય છે. એટલે તે સિદ્ધાન્તમાં કુસંસ્કારજન્ય વૈષમ્ય માત્ર નિવારવા યોગ્ય જ નથી મનાતું, પણ તે તદ્દન કાલ્પનિક મનાય છે. પણ આપણે જોઈએ છીએ કે આત્મસમાનતા અને આત્માદ્વૈતના સિદ્ધાન્તને કટ્ટરપણે માનનારા સુધ્ધાં જીવનમાં કુવૈષમ્યને જ સાહજિક અને અનિવાય માની વર્તે છે. તેથી જ તો આત્મસમાનતાને અનન્ય પક્ષપાત ધરાવનાર જૈન કે તેવા ખીજા ૫થા જાતિગત ઊંચનીચભાવને જાણે શાશ્વત માનીને જ વતતા હાય એમ લાગે છે. તેને લીધે સ્પર્શાસ્પર્શીનું મરણાન્તક ઝેર સમાજમાં ભ્રમથી મુક્ત નથી થતા. તેમને સિદ્ધાન્ત એક દિશામાં છે અને ધર્મો જીવનવ્યવહારનું ગાડું ખીજી દિશામાં છે. એ જ સ્થિતિ અત્યંત સિદ્ધાન્તને માનનારની છે. તે દ્યૂતને જરા પણ નમતું આપ્યા સિવાય વાતો અદ્વૈતની કરે અને આચરણ તે સંન્યાસી સુધ્ધાં પણુ દ્વૈત તેમ જ કવૈષમ્ય પ્રમાણે કરે છે. પરિણામે આપણે જોઈએ છીએ કે તત્ત્વજ્ઞાનના અદ્વૈત સુધી વિકાસ થયા છતાં તેનાથી ભારતીય જીવનને કશા લાભ થયા નથી. ઊલટુ તે આચરણની દુનિયામાં ફસાઈ છિન્નભિન્ન થઈ ગયું છે. આ એક જ દાખલા તત્ત્વજ્ઞાન અને ધની દિશા એક હાવાની જરૂરિયાત સિદ્ધ કરવા માટે પૂરતા છે. વ્યાપ્યા છતાં તે Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] દર્શન અને ચિંતન ૨. સારી નરસી સ્થિતિ, ચડતી પડતી કલા અને સુખદુઃખની સાર્વત્રિક વિષમતાને પૂર્ણપણે ખુલાસો કેવળ ઈશ્વરવાદ કે બ્રહ્મવાદમાંથી મળી શકે તેમ હતું જ નહિ. એટલે સ્વાભાવિક રીતે જ પરાપૂર્વથી ચાલ્યો આવતો વૈયક્તિક કર્મફલને સિદ્ધાન્ત, ગમે તે પ્રગતિશીલ વાદ સ્વીકાર્યા છતાં, વધારે ને વધારે દૃઢ થતે જ ગયે. “જે કરે તે જ ભગવે, “દરેકનું નસીબ જુદું, વાવે તે લણે.” “લણનાર ને ફલ ચાખનાર એક અને વાવનાર બીજે તે અસંભવ–આવા આવા ખ્યાલે કેવળ વૈયક્તિક કર્મફલના સિદ્ધાન્ત ઉપર રૂઢ થયા અને સામાન્ય રીતે પ્રજાજીવનના એકેએક પાસામાં એટલાં ઊંડાં મૂળ ધાલી બેઠા છે કે કોઈ એક વ્યક્તિનું કર્મ માત્ર તેનામાં જ ફલ કે પરિણામ ઉત્પન્ન નથી કરતું પણ તેની અસર તે કર્મ કરનાર વ્યક્તિ ઉપરાંત સામૂહિક જીવનમાં જ્ઞાત-અજ્ઞાત રીતે પ્રસરે છે એમ જે કંઈ કહે તે તે સમજદાર ગણાતા વર્ગને પણ ચેકાવી મૂકે છે, અને દરેક સંપ્રદાયના વિધાને કે વિચારકે એની વિરુદ્ધ પિતાના શાસ્ત્રીય પુરાવાઓને ઢગલે રજૂ કરે છે. આને લીધે કર્મફલન નિયમ વૈયક્તિક હોવા ઉપરાંત સામૂહિક પણ છે કે નહિ અને ન હોય તે કઈ કઈ જાતની અસંગતિઓ અને અનુપપત્તિઓ ઊભી થાય છે અને હોય તો તે દષ્ટિએ જ સમગ્ર માનવજીવનને વ્યવહાર ગોઠવ જોઈએ, એ બાબત ઉપર કોઈ ઊંડો વિચાર કરવા ભતું નથી. સામૂહિક કર્મફલના નિયમની દૃષ્ટિ વિનાના કર્મફલના નિયમે માનવજીવનના ઈતિહાસમાં આજ લગી કઈ કઈ મુશ્કેલીઓ ઊભી કરી છે અને તેનું નિવારણ કઈ દૃષ્ટિએ કર્મફલન નિયમ સ્વીકારી જીવનવ્યવહાર ઘડવામાં છે, એ બાબત ઉપર કઈ બીજાએ આટલે ઊંડો વિચાર કર્યો હોય તો તે હું નથી જાણતે. કેઈ એક પણ પ્રાણી દુઃખી હોય તે હું સુખી સંભવી જ ન શકું, જ્યાં લગી જગત દુઃખમુક્ત ન હોય ત્યાં લગી અરસિક મેક્ષથી શું લાભ? એવા વિચારની મહાયાન ભાવના બૌદ્ધ પરંપરામાં ઉદય પામેલી. એ જ રીતે દરેક સંપ્રદાય સર્વ જગતના ક્ષેમ-કલ્યાણની પ્રાર્થના કરે છે અને આખા જગત સાથે મૈત્રી બાંધવાની બ્રહ્મવાર્તા પણ કરે છે, પરંતુ એ મહાયાન ભાવના કે બ્રહ્મવાર્તા છેવટે વૈયક્તિક કર્મફલવાદના દઢ સંસ્કાર સાથે અફળાઈ જીવન જીવવામાં વધારે ઉપયોગી સાબિત થઈ નથી. પૂ. નાથજી અને મશરૂવાળા બંને કર્મફલના નિયમને સામૂહિક જીવનની દૃષ્ટિએ વિચારે છે. મારા જન્મગત અને શાસ્ત્રીય સંસ્કાર વૈયક્તિક કર્મફલ–નિયમના હોવાથી હું પણ એ જ રીતે વિચાર કરતે, પરંતુ જેમ જેમ તે ઉપર ઊંડો વિચાર કરતે ગયો તેમ તેમ મને લાગ્યું કે કર્મફલને નિયમ સામૂહિક જીવનની Page #240 -------------------------------------------------------------------------- ________________ વિચારકણિકા [ ૨૦૫ દૃષ્ટિએ જ વિચાર ઘટે અને સામૂહિક જીવનની જવાબદારીના ખ્યાલથી જ જીવન પ્રત્યેક વ્યવહાર ગોઠવે તેમ જ ચલાવો ઘટે. એક કાળે વૈયક્તિક દષ્ટિ પ્રધાનપદ ભગવતી હોય ત્યારે તે જ દષ્ટિએ તે કાળના ચિંતકે અમુક નિયમો બાંધે. તેથી તે નિયમમાં અર્થવિસ્તાર સંભવિત જ નથી એમ માનવું તે દેશકાળની મર્યાદામાં સર્વથા જકડાઈ જવા જેવું છે. સામૂહિક દૃષ્ટિએ કર્મફલને નિયમ વિચારીએ કે ઘટાવીએ ત્યારે પણ વૈયક્તિક દૃષ્ટિનો લેપ તે થતો જ નથી; ઊલટું સામૂહિક જીવનમાં વૈયકિતક જીવન પૂર્ણપણે સમાઈ જતું હોવાથી વૈયકિતક દૃષ્ટિ સામૂહિક દૃષ્ટિ સુધી વિસ્તરે છે અને વધારે શુદ્ધ બને છે. કર્મફલના કાયદાને સાચો આત્મા તો એ જ છે કે કોઈ પણ કર્મ નિષ્ફળ જતું નથી અને કોઈ પણ પરિણામ કારણ વિના ઉત્પન્ન થતું નથી. જેવું પરિણામ તેવું જ તેનું કારણ હોવું જોઈએ. સારું પરિણામ ઇચ્છનાર સારું કામ ન કરે તે તે તેનું પરિણામ પામી શકે નહિ. કર્મફલ– નિયમને આ આત્મા સામૂહિક દૃષ્ટિએ કર્મફલનો વિચાર કરતાં લેશ પણ લપાતો નથી. માત્ર તે વૈયક્તિક સીમાના બંધનથી મુક્ત થઈ જીવનવ્યવહાર ઘડવામાં સહાયક બને છે. આત્મસમાનતાના સિદ્ધાન્ત પ્રમાણે કે આત્મા-- દૈતના સિદ્ધાન્ત પ્રમાણે ગમે તે રીતે વિચાર કરીએ તોય એક વાત સુનિશ્ચિત છે કે કોઈ વ્યક્તિ સમૂહથી સાવ અળગી છે જ નહિ, અને રહી શકે પણ નહિ. એક વ્યક્તિના જીવનઈતિહાસના લાંબા પટ ઉપર નજર નાખી વિચાર કરીએ તો આપણને તરત દેખાશે કે તેના ઉપર પડેલ અને પડતા સંસ્કારમાં સીધી કે આડકતરી રીતે બીજી અસંખ્ય વ્યક્તિઓના સંસ્કારને હાથ છે, અને તે વ્યક્તિ જે સંસ્કાર નિર્માણ કરે છે તે પણ માત્ર તેનામાં જ મર્યાદિત ન રહેતાં સમૂહગત અન્ય વ્યક્તિઓમાં સાક્ષાત્ કે પરંપરાથી સંક્રમણ પાગ્યે જ જાય છે. ખરી રીતે સમૂહ યા સમષ્ટિ એટલે વ્યક્તિ કે વ્યષ્ટિનો પૂર્ણ સરવાળે. જે પ્રત્યેક વ્યક્તિ પિતાનાં કર્મ અને ફલ માટે પૂર્ણપણે જવાબદાર હોય અને અન્ય વ્યક્તિઓથી તદ્દન સ્વતંત્ર હેઈ તેના શ્રેય–અશ્રેયનો વિચાર માત્ર તેની જ સાથે સંકળાતો હોય તે સામૂહિક જીવનને શો અર્થ ? કારણ કે, સાવ નિરાળી, સ્વતંત્ર અને પરસ્પર અસરથી મુક્ત એવી વ્યક્તિએનો સામૂહિક જીવનમાં પ્રવેશ એ તે માત્ર આકસ્મિક જ હોઈ શકે. જે સામૂહિક જીવનથી વૈયક્તિક જીવન સાવ અલગ રીતે છવાતું નથી, એ અનુભવ થતો હોય તે તત્વજ્ઞાન પણ એ જ અનુભવને આધારે કહે છે કે ગમે તેટલું Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] દર્શન અને ચિંતન વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ભેદ દેખાતા હોય છતાં, તે દરેક વ્યક્તિ કોઈ એવા એક જીવનસૂત્રથી ઓતપ્રોત છે કે તે દ્વારા તે બધી વ્યક્તિઓ આસપાસ સંકળાયેલી જ છે. જે આમ હોય તે કર્મફળને નિયમ પણ આ દૃષ્ટિએ જ વિચારો અને ઘટાવવો જોઈએ. અત્યાર લગી આધ્યાત્મિક શ્રેય વિચાર પણ દરેક સંપ્રદાયે વૈયક્તિક દૃષ્ટિએ જ કર્યો છે. વ્યાવહારિક લાભાલાભનો વિચાર પણ એ જ દૃષ્ટિ પ્રમાણે થયો છે. આને લીધે જે સામૂહિક જીવન જીવ્યા વિના ચાલતું નથી તેને લક્ષી શ્રેય કે પ્રેયનો મૂળગત વિચાર કે આચાર થવા પામ્યો જ નથી. ડગલે ને પગલે સામૂહિક કલ્યાણની ઘડાતી જિનાએ એ જ કારણને લીધે કાં તે પડી ભાગે છે અને કાં તે નબળી પડી નિરાશામાં પરિણમે છે. વિશ્વશાંતિને સિદ્ધાંત નકકી થાય છે, પણ તેની હિમાયત કરનાર દરેક રાષ્ટ્ર પાછું વૈયક્તિક દૃષ્ટિએ જ વિચારે છે. તેથી નથી વિશ્વશાંતિ સિદ્ધ થતી કે નથી રાષ્ટ્રીય આબાદી સ્થિરતા પામતી. આ જ ન્યાય દરેક સમાજમાં પણ લાગુ પડે છે. હવે જો સામૂહિક જીવનની વિશાળ અને અખંડ દૃષ્ટિને ઉન્મેષ કરવામાં આવે અને તે દૃષ્ટિ પ્રમાણે જ પ્રત્યેક વ્યક્તિ પિતાની જવાબદારીની મર્યાદા વિસાવે તે તેનાં હિતાહિત અન્યનાં હિતાહિત સાથે અથડામણમાં ન આવે, અને જ્યાં વૈયક્તિક ગેરલાભ દેખાતો હોય ત્યાં પણ સામૂહિક જીવનના લાભની દૃષ્ટિ તેને સતિષ આપે. તેનું કર્તવ્યક્ષેત્ર વિસ્તૃત બને અને તેના સંબંધે વધારે વ્યાપક બનતાં તે પિતામાં એક મૂમ નિહાળે. ૩. દુઃખથી મુક્ત થવાના વિચારમાંથી જ તેના કારણ મનાયેલ કર્મથી મુક્તિ પામવાને વિચાર આવ્યું. એમ મનાયું કે કર્મ, પ્રવૃત્તિ કે જીવનવ્યવહારની જવાબદારી એ પિતે જ સ્વતઃ બંધનરૂપ છે. એનું અસ્તિત્વ હોય ત્યાં લગી પૂર્ણ મુક્તિ સંભવી જ ન શકે. આ ધારણામાંથી કર્મમાત્રની નિવૃત્તિના વિચારે શ્રમણ પરંપરાને અનગારમાર્ગ અને સંન્યાસ પરંપરાને વર્ણન કર્મધર્મસંન્યાસ માર્ગ અસ્તિત્વમાં આણે. પણ એ વિચારમાં જે દેષ હતા તે ધીરે ધીરે જ સામૂહિક જીવનની નિર્બળતા અને બેજવાબદારી વાટે પ્રગટ થ. જેઓ અનગાર થાય કે વર્ણકર્મધર્મ છોડે તેઓને પણ જીવવું તે હતું જ. બન્યું એમ કે તે જીવન વધારે પ્રમાણમાં પરાવલંબી અને કૃત્રિમ થયું. - સામૂહિક જીવનની કડીઓ તૂટવા અને અસ્તવ્યસ્ત થવા લાગી. આ અનુભવે સુઝાવ્યું કે માત્ર કર્મ એ બંધન નથી, પણ તેની પાછળ રહેલ તૃષ્ણાવૃત્તિ અગર દષ્ટિની સંકુચિતતા અને ચિત્તની અશુદ્ધિ જ બંધનરૂપ છે. માત્ર એ જ * દુઃખ આપે છે. આ જ અનુભવ અનાસક્ત કર્મવાદ દ્વારા પ્રતિપાદન થે Page #242 -------------------------------------------------------------------------- ________________ વિચારકણિકા [ ૨૦૦ છે. આ પુસ્તકના લેખાએ એમાં સંશાધન કરી કશુદ્ધિના ઉત્તરાત્તર પ્રકષ સાધવા માટે જ ભાર આપ્યા છે, અને તેમાં જ મુક્તિને અનુભવ કરવાનું તેમનું પ્રતિપાદન છે. પગમાં સાય વાગે અને પછી તેને કાઈ બહાર કાઢી ફેંકી દે તો સામાન્ય રીતે એને કાઈ ખાટું ન કહે; પણ જ્યારે સાય ફેંકનાર પાછા સીવવા અને ખીજા કાંમ માટે નવી સેાય શેાધે અને ન મળતાં અધીરા થઈ દુઃખ અનુભવે ત્યારે સમજદાર માણસ એને જરૂર કહે કે તે ભૂલ કરી. પગમાંથી સાય કાઢવી એ તો બરાબર છે, કેમકે તે અસ્થાને હતી, પણ જો તેના વિના જીવન ચાલતું જ નથી તે તેને ફેંકી દેવામાં ભૂલ અવશ્ય છે. તેના યથાવત્ ઉપયોગ કરવા માટે યોગ્ય રીતે તેના સંગ્રહ કરવા એ જ પગમાંથી સોય કાઢવાના સાચા અર્થ છે. જે ન્યાય સાય માટે તે જ ન્યાય સામૂહિક કર્મો માટે છે. માત્ર વૈયક્તિક દૃષ્ટિએ જીવન જીવવું એ સામૂહિક જીવનની દૃષ્ટિમાં સાય ભાંકવા બરાબર છે. એ સાયને કાઢી તેને યથાવત્ ઉપયાગ કરવા એટલે સામૂહિક જીવનની જવાબદારી સમજપૂર્વક સ્વીકારી જીવન જીવવું તે. આવું જીવન વ્યક્તિની જીવનમુક્તિ છે. જેમ જેમ પ્રત્યેક વ્યક્તિ પેાતાની વાસનાશુદ્ધિ દ્વારા સામૂહિક જીવનના મેલ એ કરતી જાય તેમ તેમ સામૂહિક જીવન દુઃખમુક્તિ વિશેષ અનુભવતું જ જવાનું. આ રીતે વિચારીએ એટલે કમ એ જ ધર્મ બની જાય છે. અમુક ફળ એટલે રસ ઉપરાંત હાલ પણુ. છાલ ન હોય તે રસ ટકે કેમ? અને રસ વિનાની છાલ એ પણ ફળ તે નહિ જ. તે જ રીતે ધમ એ તે! કના રસ છે, અને કુ એ માત્ર ધર્મની છાલ છે. અને યથાવત્ સંમિશ્રિત હોય તો જ એ જીવનફળ પ્રગટાવે. કના આલંબન વિના વૈયક્તિક તેમ જ સામૂહિક જીવનની શુદ્ધિરૂપ ધર્માં રહી જ કયાં શકે? અને એવી શુદ્ધિ ન હોય તે તે કર્મનુ છાલથી વધારે મૂલ્ય પણ શું ? આ જાતના કધમ –વિચાર એમનાં લખાણામાં ઓતપ્રોત છે. સાથે વિશેષતા એ છે કે મુક્તિની ભાવના પણ તેમણે સામુદાયિક જીવનની દૃષ્ટિએ જ વિચારી અને ધટાવી છે. કમ–પ્રવૃત્તિ અનેક જાતની છે, પણ તેનું મૂળ ચિત્તમાં છે. કયારેક ચેાગીઓએ વિચાર કર્યો કે જ્યાં લગી ચિત્ત હાય ત્યાં લગી વિકલ્પો ઊઠવાના, વિકલ્પો ઊઠે તે શાંતિ ન જ અનુભવાય, તેથી ‘મૂરે જ્વાર: ’ ન્યાયે ચિત્તના વિલય કરવા તરફ જ ઝૂકવા, અને ઘણાએ માની લીધું કે ચિત્તવિલય એ જ મુક્તિ છે અને એ જ પરમ સાધ્ય છે. માનવતાના વિકાસના વિચાર જ -ખાજી ઉપર રહી ગયા. આ પણ ધન લેખે કર્યાં ત્યાગવાના વિચારની પેઠે ભૂલ જ હતી. એ વિચારમાં ખીજા અનુભવીએએ સુધારા કર્યાં કે ચિત્તવિલય Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] દર્શન અને ચિંતન એ મુક્તિ નથી, પણ ચિત્તશુદ્ધિ એ જ મુક્તિ છે. બંને લેખકોનું વક્તવ્ય એ છે કે ચિત્તશુદ્ધિ એ જ શાંતિને એકમેવ માર્ગ હોવાથી તે મુક્તિ અવશ્ય છે; પણ માત્ર વૈયક્તિક ચિત્તની શુદિમાં પૂર્ણ મુક્તિ માની લેવી એ વિચાર અધૂરો છે. સામૂહિક ચિત્તની શુદ્ધિ વધારતા જવી એ જ વૈયક્તિક ચિત્તશુદ્ધિને આદર્શ હવે જોઈએ અને એ હેય તે કોઈ સ્થાનાન્તરમાં કે લેકાન્તરમાં મુકિતધામ માનવા કે કલ્પવાની જરાય જરૂર નથી. એવું ધામ તે સામૂહિક ચિત્તની શુદ્ધિમાં પિતાની શુદ્ધિને ફાળો આપ એ જ છે. ૪. દરેક સંપ્રદાયમાં સર્વભૂતહિત ઉપર ભાર અપાવે છે, પણ વ્યવહારમાં માનવસમાજના હિતને પણ પૂર્ણપણે અમલ ભાગ્યે જ જોવામાં આવે છે. તેથી પ્રશ્ન એ છે કે પ્રથમ મુખ્ય લક્ષ્ય કઈ દિશામાં અને ક્યા ધ્યેય તરફ આપવું. બંને લેખકોની વિચારસરણું સ્પષ્ટપણે પ્રથમ માનવતાના વિકાસ ભણું લક્ષ્ય આપવા અને તે અનુસાર જીવન જીવવા કહે છે. માનવતાનો વિકાસ એટલે તેણે આજ સુધી જે જે સણો જેટલા પ્રમાણમાં સાધ્યા હોય તેની પૂર્ણપણે રક્ષા કરવી અને તેની મદદથી તે જ સગુણોમાં વધારે શુદ્ધિ કેળવવી અને નવા સગુણ ખિલવવા, જેથી માનવ–માનવ વચ્ચે દૂધ અને શત્રુતાનાં તામસ બળો પ્રગટવા ન પામે. જેટલા પ્રમાણમાં આ રીતે માનવતા વિકાસનું ધ્યેય સધાતું જશે તેટલા પ્રમાણમાં સમાજજીવન સંવાદી અને સુરીલું બનતું જવાનું. તેનું પ્રાસંગિક ફળ સર્વભૂતહિતમાં જ આવવાનું. તેથી દરેક સાધકના પ્રયત્નની મુખ્ય દિશા તે માનવતાના સદ્ગુણેના વિકાસની જ રહેવી જોઈએ. આ સિદ્ધાન્ત પણ સામૂહિક જીવનની દષ્ટિએ જ કર્મફલને નિયમ ઘટાવવાના વિચારમાંથી જ ફલિત થાય છે. ઉપરની વિચારસરણી ગૃહસ્થાશ્રમને કેન્દ્રમાં રાખીને જ સામુદાયિક જીવન સાથે વૈયક્તિક જીવનને સુમેળ રાખવાનું સૂચન કરે છે. ગૃહસ્થાશ્રમમાં જ બાકીના બધા આશ્રમના સગુણ સાધવાની તક મળી રહે એવું એ સૂચન છે, કેમકે તેમાં ગૃહસ્થાશ્રમને આદર્શ જ એવો બદલાઈ જાય છે કે તે કેવળ ભેગનું ધામ ન રહેતાં ભોગ અને રોગના સુમેળનું ધામ બની જાય છે. એથી ગૃહસ્થાશ્રમથી વિચ્છિન્નપણે અન્ય આશ્રમોને વિચાર કરવાપણું રહેતું નથી. ગૃહસ્થાશ્રમ જ ચતુરાશ્રમના સમગ્ર જીવનનું પ્રતીક બની જાય છે. તે કેવળ નૈસર્ગિક પણ છે. શ્રી. મશરૂવાળાનું એક નિરાળું વ્યક્તિત્વ એમનાં લખાણોથી સુચિત થાય છે. એ લખાણ વાંચી-વિચારીને મારી ખાતરી થઈ છે કે એમનામાં Page #244 -------------------------------------------------------------------------- ________________ વિચારકણિકા [ ૨૦૯ કઈ અન્તઃપ્રજ્ઞાની અખંડ સેર વહ્યા કરે છે. ચિત્તશુદ્ધિની સાધનાની અમુક ભૂમિકામાં પ્રગટ થતે એ સત્યમુખી પ્રદય છે. એમની કેટલીક લાક્ષણિકતા તે આંજી નાખે તેવી છે. જ્યારે તેઓ તત્ત્વચિંતનના ઊંડા પ્રદેશમાં ઊતરી પિતાના વક્તવ્યને સ્કુટ કરવા કોઈ ઉપમા વાપરે છે ત્યારે તે પૂણેપમાની કેટિની હોય છે અને તે સ્થળનું લખાણ ગંભીર તત્વચિંતનપ્રધાન હોવા છતાં સુંદર અને સરળ સાહિત્યિક નમૂનો પણ બની જાય છે. આના બેએક દાખલા સૂચવું. પૃ. ૩૭ પર ગંગાના પ્રવાહને અખંડ રાખવા માટે પિતાના જીવનનું બલિદાન આપનાર જલકણનું દૃષ્ટાન્ત, અને ચિત્તસ્થિતિને ચિતાર આપવા પ્રસંગે વાપરેલ જંગલમાં ઊગી આવેલ ઝાડીઝાંખરાંનું દૃષ્ટાન્ત (પૃ. ૧૨૬) આવાં તે અનેક દૃષ્ટાન્ત વાચકને મળશે અને તે ચિંતનનો ભાર હળ કરી ચિત્તને પ્રસન્નતા પણ આપશે. જ્યારે તેઓ કોઈ પદ્ય રચે છે ત્યારે એમ લાગે છે કે જાણે તે માર્મિક કવિ હોય. આને દાખલે પૃ. ૫૬માં મળી આવશે. “ગામે ઝીના જે નિશા” એ બ્રહ્માનંદની કડીનું કટાક્ષપૂર્વક રહસ્ય ખોલતાં જે નવું ભજન તેમણે રચ્યું છે તેને ભાવ અને ભાષા જે જેશે તે મારા કથનની યથાર્થતા સમજી શકશે. પ્રાચીન ભક્ત કે પ્રાચીન શાસ્ત્રોના ઉદ્ગારેનો ઊંડો મર્મ તેઓ કેવી રીતે દર્શાવે છે એને નમૂને પૃ. ૩૫ પર મળશે. એમાં “હંસલે નાનો ને દેવળ જૂનું તે થયું” એ મીરાંની ઉક્તિનું એટલું બધું ગંભીર રહસ્ય પ્રગટ કર્યું છે અને તેને ગીતાના “પૂર્વકાળમવસતિરું ” એ શ્લેકના રહસ્ય સાથે સંવાદી બનાવ્યું છે કે વાંચતાં અને વિચારતાં તૃપ્તિ જ થતી નથી. ફરી ફરી એને સંવાદને રણકાર ચિત્ત ઉપર ઊડ્યા જ કરે છે. શ્રી મશરૂવાળાનાં બધાં લખાણમાં નજરે ચડે એવી નીરક્ષીરવિકી લાક્ષણિકતા એ છે કે તેઓ વારસાગત કે બીજી કઈ પણ પરંપરામાંથી સારઅસારને બહુ ખૂબીથી તારવી કાઢે છે અને સાર ભાગને જેટલી સરળતાથી અપનાવી લે છે તેટલી કઠોરતાથી અસાર ભાગના મૂળ ઉપર કુઠારાઘાત કરે છે. આવું તે અત્રે ઘણું દર્શાવી શકાય, પણ છેવટે તે વિરામ લીધે જ છૂટકે. ૧. શ્રી. કિશોરલાલ ઘ. મશરૂવાળાના પુસ્તક “સંસાર અને ધર્મની ભૂમિકા Page #245 -------------------------------------------------------------------------- ________________ યુગ સમાનતાને છે [૩૧] તુલસીકૃત રામાયણમાં દેહે છે: प्रभु भल कीन्ह मोहिं सिख दीन्ही; मर्यादा सब तुम्हरी कीन्ही । તેર–વર-જ્ઞ --નારી, જે સર તાસન વિરાણી | -સુન્દરકાંડ આમાં નારીને પશુતુલ્ય કહી તાડન-તર્જનને ગ્ય લેખી છે. તુલસીદાસ એક વિશિષ્ટ સંત છે. તેમને પિતાને સ્ત્રી કે પુરુષ પ્રત્યે ખાસ પક્ષપાત હશે એમ ભાગ્યે જ કહી શકાય. છતાં તેમણે સ્ત્રીને તાડનોગ્ય વર્ણવી છે એ એક હકીકત છે. એમના આ વર્ણન પાછળ શું તત્ત્વ હતું એને વિચાર કરતાં તે વખતની અને અત્યારે પણ મોટેભાગે ચાલુ એવી સામાજિક સ્થિતિનું ચિત્ર આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. ચિત્ર એ છે કે જે સમાજમાં આર્થિક ઉપાર્જન અને સત્તાનાં સત્ર મુખ્યપણે પુરુષના હાથમાં રહ્યાં છે તે સમાજમાં સ્ત્રીની દશા ઘરકૂકડી જેવી થઈ જાય છે. શક્તિ, ઉત્સાહ વગેરે એનું બધું સત્ત્વ કેવળ સાંકડી ઘર-કુટુંબની મર્યાદામાં રૂંધાઈ રહે છે અને તે શક્તિ છતાં લાચાર બની જાય છે. સ્ત્રી ઘર-કુટુંબવ્યવહારમાં જેટલી કુશળ, પુરુષ તે બાબતમાં તેટલે જ અકુશળ અને લાચાર હોય છે; છતાં જીવનવ્યવહારનું આધારભૂત મુખ્ય બળ જે અર્થબળ છે, તેનાં ક્ષેત્રે પુરુષહસ્તક હોવાથી સ્ત્રી ઓશિયાળી બની જાય છે. તે એટલે સુધી કે એ પિતાની શક્તિ અને આવડતનું મૂલ્ય સુધ્ધાં ભાગ્યે જ આંકી શકે છે. એની શક્તિ અને આવડતનું મૂલ્ય ત્યારે જ ખરું અંકાય છે જ્યારે પુરુષ સ્ત્રી વિના લાચાર દશામાં આવી પડે. આમ છતાં નારી ગમાર અને પશુની પેઠે તાડનને યોગ્ય મનાઈ તે સૂચવે છે કે તેનું કારણ એકમાત્ર એની શારીરિક કે માનસિક સ્થિતિ નથી, પણ આર્થિક પરતંત્રતા છે. જે કેમ કે વર્ગોમાં કમાણીની બાબતમાં સ્ત્રી-પુરુષ સાથે જ ઘરબહારનાં ક્ષેત્રે ખેડે છે, તે કેમ કે વર્ગોમાં સ્ત્રીઓને દર સુખી ગણતી પણ ઘરબેઠાડુ સ્ત્રીઓ કરતાં વિશેષ સ્વમાની હોય છે. એટલે તુલસીદાસે જે નારીને ઉલ્લેખ કર્યો છે તે આર્થિક રીતે પરાવલંબી હેય એવી નારીને ઉલ્લેખ છે એમ માનવું રહ્યું. Page #246 -------------------------------------------------------------------------- ________________ યુગ સમાનતાને છે [૨૧૧ આ રીતે વિચારીએ તે પુરુષ જે કે ઉપાર્જિત ધન પણ છેવટે સ્ત્રીના હાથમાં સોંપે છે, છતાં ઈચ્છીએ કે અનિચ્છાએ તે તેને પશુ જેવી લાચાર, તો કરી જ મૂકે છે. આમ તુલસીદાસના દેહાની નારી એ પુરુષે બનાવેલ પશુનારી છે, અને એવી નારીનું અસ્તિત્વ આજે પણ અનેકરૂપે આપણને જોવા મળે છે. આ સામાજિક વિષમતાની એક બાજુ થઈ. પરંતુ આની એક બીજી પણ બાજુ છે. તે બાજુ એવી છે કે જેમાં સ્ત્રી પુરુષને પશુ બનાવી મરજી પ્રમાણે ચારે છે અને ફાવે ત્યારે જ એને મનુષ્યરૂપ આપી તેનો ઉપયોગ કરે છે. આ સ્થિતિ કયા પ્રકારના સમાજમાં સંભવે છે એ જાણવાનું કુતૂહલ પણ રેકી શકાતું નથી. એક તે આનો જવાબ એ છે કે જે સમાજમાં સ્ત્રી જ મુખ્યપણે મહેનત અને ઉપાર્જનનું કામ કરતી હોય, પુરુષ મુખ્યપણે સ્ત્રીની કમાણું ઉપર નભતા હોય તે સમાજમાં પુરુષ સ્ત્રીની મરજી પ્રમાણે વર્તી અને પશુ જે બની રહે. આવા સમાજે આજે પણ પર્વતીય પ્રદેશમાં, બ્રહ્મદેશ અને બાલી જેવા ટાપુઓમાં છે. બીજે ઉત્તર તેથી ઊલટો છે. તે એ કે પુરુષપ્રધાન સમાજમાં પણ નારી નરને પશુ બનાવી ચારે છે અને તેનો ઉપયોગ કરે છે. આ બીજો ઉત્તર વાચકને નવાઈ ઉપજાવે ખરે. જે પુરુષ જ અર્થ અને સત્તાનું કેન્દ્ર હોય તો સ્ત્રી અને પશ કેમ બનાવી શકે? પરંતુ માનસતત્ત્વની દૃષ્ટિએ જોઈશું તો એમાં કાંઈ નવાઈ જેવું નથી, એ તો આપણું રેજના અનુભવની વાત છે. ' પુરુષ કમાતો હોય, સત્તાવાન પણ હોય ત્યારેય એ છેવટે બધું લાવીને ઘરમાં જ મૂકે છે ને સ્ત્રીને ભરેસે જીવે છે. એના વિશ્રામ, વિનોદ અને આનંદનું ધામ એકમાત્ર નારી બની રહે છે. આ વાતાવરણમાં નારીમાનસ એવી રીતે ઘડાય છે કે તે કઈ કઈ રીતે પુરુષને વધારે છતી અને વશ કરી શકે, તેમ જ તેની અને તેની સંપત્તિ ઉપર વણમાગ્યું સ્વામિત્વ ભોગવી શકે. આવી મનોદશા એને તરેહતરેહનાં આકર્ષણ ઊભાં કરવાની કળામાં નિપુણ બનાવે છે. એ કળાથી નારી પુરુષને અનેક જોખમો ખેડવાની પ્રેરણું પણ આપે છે અને પૃથ્વીના બીજા છેડા સુધી વિહાર પણ કરાવે છે. છેવટે એ જ કળાથી તે પાછી પુરુષની નાથ એવી રીતે ખેંચે છે કે તે પાછો ઘરમાં આવી સ્ત્રીને સંતોષવાનું જ કામ કરે છે. આ રીતે અર્થોપાર્જન, સત્તાપ્રાપ્તિ જેવાં બહારનાં ક્ષેત્રમાં વિચરીને પણ તે પાછા ઘરમાં નારીનું રમકડું પણ બને છે. આ દશા એ જ નારી દ્વારા પુરુષને પશુતુલ્ય ચરાવવાની દશા છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ર દર્શન અને ચિંતન નારી એ પણ નરની પેઠે ચેતન છે. એનામાં પણ અનેક અસાધારણ શક્તિઓ છે. જે સમાજમાં એ શક્તિઓને મુક્તપણે કામ કરવાની તક નથી મળતી તે સમાજમાં સ્ત્રીઓની એ શક્તિઓ ભરી નથી જતી, પણ માત્ર જુદું અને ક્યારેક વિકૃત સ્વરૂપ લે છે એટલું જ. જે સ્ત્રીશક્તિને સ્વતંત્રપણે કમાણી, સત્તા અને બરોબરીના પ્રસંગે ન મળે તે એ શક્તિ ઘરમાં રૂંધાયા છતાં પિતાનું વર્ચસ્વ જુદી રીતે જમાવે છે. તે જમાવટ એટલે પુરુષાર્થ વિનાનાં નખરાં, હાવભાવ, શૃંગાર સજાવટ અને બીજા નવનવાં આકર્ષણે. આ આકર્ષણોની નાથથી નારી નરને નાથે છે, પોતાની ઈચછા પ્રમાણે તેને સંચરાવે કે વિચરાવે છે અને પાછા તેને પિતાની પાસે. ખેંચી લે છે. પુરુષ સ્ત્રીને પશુ બનાવી છે એ હકીકત છે તે સ્ત્રીએ પણ પુરુષને પિતાની કળામય કાબેલિયતથી પશુ બનાવેલ છે એ પણ હકીકત છે અને તે આજના શહેરી, અર્ધશહેરી વિલાસી જીવનમાં જોવા પણ મળે છે. ' હવે તે એટલું જ વિચારવાનું રહે છે કે બેમાંથી કોઈ બીજાને પશુ ન. બનાવે એની ચાવી શેમાં છે ? એને ટ્રકે ને ટચ ઉત્તર એટલે જ છે, કે. સ્ત્રી અને પુરુષનાં જીવનક્ષેત્રે અમુક અંશે જુદાં હોવા છતાં તે બંનેની સમાન શક્તિઓને દબાયા વિના કામ કરવાની બધી તકે પૂરી પાડવી. પુરુષની પેઠે સ્ત્રી પણ કમાઈ શકે અને સ્ત્રીની પેઠે પુરુષ પણ કેટલીક ઘરની જવાબદારી સંભાળી શકે. સ્ત્રી કમાય એને આત્મવિશ્વાસ વધે અને પુરુષની અવિવેકી સત્તાને ભોગ બનવું ન પડે. વળી, સ્ત્રી કમાઈ શકતી હેય તે એને પુરુષોપાર્જિત ધન ઉપર કબજો મેળવવાની દૃષ્ટિએ અનેક કૃત્રિમ આકર્ષણ ઊભાં કરવા ન પડે. સાથે જ પુરુષને બેજ પણ હલકે થાય. –ગૃહમાધુરી, મે ૧૯૫૬ Page #248 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને દર્શન Page #249 -------------------------------------------------------------------------- ________________ Page #250 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની અગત્યતા [ 4 ] આ દેશમાં કે પરદેશમાં સત્ર શાળા, મહાશાળા, વિશ્વવિદ્યાલય વગેરે વિદ્યાને સ્પતી બધી જ સંસ્થાઓમાં ઇતિહાસનું અધ્યયન એક અનિવાય વિદ્યાંગ બન્યું છે. સાહિત્ય, ભાષા કે વિવિધ કળા જ નહિ, પણ જ્ઞાનવિજ્ઞાનની એકેએક શાખા ઇતિહાસના અધ્યયન વિના અધૂરી જ મનાય છે. તેથી ગઈ કેટલીક પેઢીઓ કરતાં અત્યારની નવતર પેઢી તેા પ્રત્યેક વસ્તુને વિચાર ઇતિહાસની આંખે કરતી થઈ છે. આ રીતે આખા જગતનુવિદ્યામાનસ ઇતિહાસ માટે ભૂખ્યું છે. ભૂતકાળ આપણી સામે નથી; તે તે શૂન્યમાં વિલય પામ્યા છે, પણ તેનાં બધાં જ પચિહ્નો તે મૂકતા ગયા છે. સૂક્ષ્મ અને સ્થૂળ બન્ને અમાં એ પદચિહ્નોના વારસા વર્તમાન ધરાવે છે. એટલે એ વિલીન ભૂતમાં પ્રવેશ કરી તેના આત્માને સ્પવાનું સાધન આપણી પાસે છે જ. આ સ્થળે ઇતિહાસની મીજી શાખાઓની વાત જતી કરી માત્ર તાત્ત્વિક અને સાહિત્યિક ઈતિહાસને લગતી કાંઈક વાત કરવી ઇષ્ટ છે. · જૈન ’ પત્રના વાચા મુખ્યપણે જૈન છે. તેને રસ પ્રેરે અને સામાન્ય જિજ્ઞાસુજગતની માગણીને સાષે તેમ જ માનવીય જ્ઞાનભંડાળની પૂરવણી કરે એવી એક વસ્તુ એ છે કે જૈન સાહિત્યના તેમ જ જૈન તત્ત્વજ્ઞાનને ઇતિહાસ બને તેટલાં સમૃદ્ધ સાધુનેાથી અને તદ્દન તટસ્થ દૃષ્ટિથી તૈયાર કરવાકરાવવા. એક સાથે બન્ને ઇતિહાસની આજે વધારેમાં વધારે શકયતા છે; જિજ્ઞાસુ જગતની માગણી છે. નવી જૈન પેઢી અને ભાવી પેઢીના મનને પૂરતું પોષણ આપે એવી આ એક વસ્તુ છે, તેથી આવા ઇતિહાસની અગત્યતા છે એમ હું મક્કમપણે માનું . જૈન પરંપરાને લગતાં બધાં જ સાધના આ દેશમાં છે, જેના પાસે છે અને તે દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધી ઓછાવત્તા પ્રમાણમાં વિખરાયેલાં છે. સ્થૂળ સાધના ઉપરાંત સૂક્ષ્મ અને જીવન્ત સાધના પણ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ]. દર્શન અને ચિંતન જૈન પરંપરા ધરાવે છે અને છતાં આજ સુધી આ બધાં સાધનને જૈન પરંપરાએ ઉઘાડી આંખે કશો ઉપયોગ એ નથી કર્યો કે જે અત્યારની જિજ્ઞાસાને સંતેષે. પણ આવા ઈતિહાસને પાય તે જૈનેતર વિદ્વાનોએ નાખે છે, અને તે પણ વિદેશી વિદ્વાનેએ. જે વિદ્વાને આ દેશમાં આવ્યા પણ ન હતા, જેમને જૈન પરંપરાને સમર્થ કહી શકાય એ પરિ ચય પણ ન હતું, તેમણે જૈન ઈતિહાસની ભૂમિકા તૈયાર કરી છે અને તે પણ એવે સમયે કે જ્યારે અત્યારના જેટલાં પુસ્તકે મુદ્રિત ન હતાં, ભંડારમાં સુલભ ન હતાં, બીજા પણ જરૂરી સાધનો જમીનમાં દટાયેલાં હતાં. આવી સ્થિતિમાં તેઓએ જે પુરુષાર્થ ખેડો અને જૈન પરંપરાની પેઢીને જે વાર આપે તે બહુ કીમતી છે અને હવે તેના આધારે આગળનું કામ એક રીતે બહુ સરળ પણ છે. આગળના કામ માટે તત્કાળ શું કરવું જોઈએ એ વિચાર અહીં પ્રસ્તુત છે. પહેલું તે એ છે કે અંગ્રેજી, જર્મન, ફ્રેંચ કે બીજી વિદેશી ભાષાએમાં જે જે જૈન પરંપરાને સ્પર્શ કરતું લખાયું હોય તે બધું જ એકત્ર કરવું. તેમાંથી કામ પૂરતી તારવણું કરી જે ખરેખર ઉપયોગી હોય તેને યોગ્ય રીતે અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરવું અને સાથે સાથે રાષ્ટ્રીય ભાષામાં પણ. જે અત્યાર લગીમાં લખાયું છે અને છતાં નવા ઉપલબ્ધ પ્રમાણેને આધારે કે નવી સૂઝને આધારે તેમાં જે કાંઈ સંશોધન કરવા જેવું હોય તે સંશોધી અંગ્રેજી અને હિંદી સંગ્રાહક પુસ્તકોની સાથે જ પ્રસ્તાવના કે પરિશિષ્ટરૂપે જેડવું, જેથી અત્યાર લગીની શેધ અબ્રાન્ત બને. * જે જે વિષયે ખેડાયા છતાં ઘણું દષ્ટિએ, ઘણું મુદ્દા પર અપૂર્ણ દેખાય તેની સાંકળ, યોગ્ય હાથે બાકીનું લખાવી, પૂરી કરવી; એટલે તે તે વિષયની પૂર્તિ થાય અને જ્યાં જરૂર હોય ત્યાં અભ્યાસક્રમમાં પણ રાખી શકાય, તેમ જ વધારાના વાચન માટે ભલામણ પણ કરી શકાય. . આ ઉપરાંત નવેસર સાહિત્ય અને તત્ત્વજ્ઞાનને ઈતિહાસ લખવાની વાત તો રહે જ છે. બેમાંથી એકની પસંદગી કરી એ કામ પતાવવું હોય તે, મારી દૃષ્ટિએ, પ્રથમ સાહિત્યના ઇતિહાસનું કામ હાથ ધરવું જોઈએ. એક તે એ વાંચનારને આકર્ષી શકે અને સાથે સાથે આગળના કઠણ કામની તૈયારી કરવા-કરાવવામાં પ્રેરક પણ બને. જ્યારે આપણે સાહિત્યના ઈતિહાસની વાત કરીએ ત્યારે કોઈ પણ એક ફિરકે, કોઈ પણ એક પંથ કે કોઈ Page #252 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની અગત્યતા [ ૨૧૭ પણ એક ગણુ–ગુચ્છની વાત કરતા નથી. આપણે એક એવા ઈતિહાસની વાત કરીએ છીએ કે જેમાં જૈન પરપરામાં થઈ ગયેલા અને અસ્તિત્વ ધરાવતા કાઈ પણ ક્રિકાની ઉપેક્ષા નહિ હાય, તેમ જ કાઈ એકને અનુચિત પ્રાધાન્ય આપી ખીજાની અટિત ઉપેક્ષા નદ્ધિ હોય. જે કાંઈ સત્યની દૃષ્ટિએ, સાધનાના પ્રમાણમાં, લખવાનુ પ્રાપ્ત થાય તે જ લખાય. આથી દરેક ક્રિકા પોતાની પ્રથમની સેવેલી ધારણાઓને એકાંત સ ંતોષી જ શકે, એમ ન અને; પણ આવા ઇતિહાસ દરેક ફ્રિકાના સંકુચિત મનને ઉદાર અનાવે અને દરેક પરસ્પર સહાનુભૂતિથી વિચારતાં-વતતાં શીખે, એનું સાધન પણ પૂરું પાડે. તેથી ગૃહસ્થા કરતાં આ પ્રશ્ન પરત્વે હવે સાધુઓએ જ આગળ આવવુ જોઈએ, એમ હું માનુ છું. અત્યારે જ્યાં જોઈએ છીએ ત્યાં સાધુશક્તિ તદ્દન વેરવિખેર થયેલી દેખાય છે; સમય સાથે કામ કરતી ન હેાવાથી વધારે અવગણનાપાત્ર પણ -અનતી જાય છે. કાઈ પણ સમાજ અને સંધ માટે જે સભ્રયકારિતા—પરસ્પર મળીને સંવાદિતાથી કામ કરવાની આવડત—આવશ્યક છે તે નિર્માણ કર્યાં સિવાય કદી ચાલે તેમ નથી. જ્યારે ઇતિહાસનું કામ વિચારીએ અને શરૂ કરવું હૈાય ત્યારે એમાં સાધુશક્તિને સાંકળી શકાય. તેએ જુદા જુદા ગણગચ્છના હાય તેપણુ એકબીજાના પ્રત્યક્ષ સંપર્કમાં આવે અને વિચારવિનિમય પણ કરે. આજે બધાં જ તંત્રો સહકારથી ચાલે છે, જ્યારે સહકાર વિના એક નિષ્પ્રભ જેવુ અને કેટલેક અંશે અજાગલસ્તન જેવું કાઈ તંત્ર હોય તો તે જૈન સમાજનું ગુરુતંત્ર લાગે છે. આ સ્થિતિ જીવતા સમાજ માટે નભાવવા જેવી નથી. એટલે આવું એક સર્વસાધારણ અને સર્વાંગમ્ય કામ કરવામાં વિચારવાન સાધુએ આગળ આવે, પાતપેાતાના ફાળા આપે. એ નિમિતે એકત્ર થાય તે! એથી અઘારામો મળચિ' પદ સાક અને. C હમણાં જ જૈન સાહિત્યના ઇતિહાસના પ્રશ્ન કાશીમાં હાથમાં લેવામાં આવ્યા છે. એમાં જૈનેતર એવા પણ અસાધારણ ચાગ્યતા ધરાવનાર ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ અને એવા બીજા વિદ્વાનોના કેવળ સાંસ્કૃતિક દૃષ્ટિએ પૂરતા સાથ જ નહિ પણ આગેવાનીભરેલ ભાગ પણ છે. આ એક મારી દૃષ્ટિએ જૈન સમાજ માટે, ખાસ કરી સાધુગણુ માટે, મગળપ્રભાત ઊધડે છે. જો તે આ વસ્તુ બરાબર સમજી લે તે તેમણે મેળવેલ જ્ઞાનસંપત્તિને સારામાં સારો ઉપયોગ થશે અને જે તેએ નથી જાણતા, અને જાણવા જેવું છે જ, તે જાણતા થશે, અને પોતાનું સ્થાન છે તેથી વધારે ઉન્નતા Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ]. દર્શન અને ચિંતન બનાવશે. જ્યાં સાધુએ પિતા પોતાના સ્થાનમાં રહી કોઈ પણ કામ કરવા ઈચ્છતા હશે ત્યાં પણ એમને એમની શક્તિ અને સાધનજેનું કામ સોંપી શકાય, એવી પણ ગોઠવણું થઈ શકે. પણ આ કામ કરતાં એક એવી ક્ષણ. આવવાની કે જ્યારે સાધુભાનસની અત્યારની શકલ બદલાઈ વધારે ઉન્નત. થવાની. તેથી હું સાધુગણનાં વિકાસ અને ઉપયોગિતાની દૃષ્ટિએ અને નવ જગતની માગણીને સતિષવાની દૃષ્ટિએ ઈતિહાસની, તેમાંય શરૂઆતમાં જૈન સાહિત્યના ઈતિહાસની અગત્યતા વિશે વિચારકેનું ધ્યાન આકર્ષવા ઈચ્છું છું. આવતા ઓકટોબરના અંતમાં અમદાવાદ મુકામે ઓલ ઈન્ડિયા એરિચેન્ટલ કોન્ફરન્સ ભરાવાની છે. તેમાં તેના મુખ્ય પ્રમુખ વિશ્વવિકૃત ડૉ. સુનીતિકુમાર ચેટર્જી છે. એ કેન્ફરન્સના અનેક વિભાગો છે. તેમાં એક વિભાગ જૈન પરંપરાને લગતો પણ છે. આ વખતે તેના અધ્યક્ષ બાબુ કામતાપ્રસાદ જૈન છે. એની બધી શાખાઓમાં તે તે વિષયના વિશિષ્ટ વિદ્વાને આ દેશના જુદા જુદા ભાગમાંથી તો આવવાના જ; પણ કેટલાય નામાંકિત વિદેશી વિદ્વાનો પણ આવવાના. આ એક એવે મેળ હોય છે, જેમાં અનેક વિષયના પારગામી વિધાને એકત્ર થાય છે અને અનેક વિષયના અનેક નિબધે અનેક ભાષાઓમાં વંચાય છે, એવા વિષય પર વ્યાખ્યાને. થાય છે, ચર્ચાઓ પણ થાય છે. એ દિવસમાં જાણે એવું વાતાવરણ સર્જાય છે કે સરસ્વતીની બધી શાખાઓ કે બધી ધારાઓ દશ્યમાન થતી ન હોય . ગુજરાત માટે આ એક ખાસ આકર્ષણ છે. અમદાવાદ એક રીતે જૈન. નગર છે. એમાં ગૃહસ્થ અને ત્યાગીઓ ઘણું છે. તેઓ જે આ વાતાવરણ જેશે તે તેમને ઉપર કરેલી ચર્ચાનું હાર્દ સમજાશે. પણ અહીં તે એક બીજી વાત પણ સૂચવવી એગ્ય લાગે છે. તે એ કે, એ જ દિવસોમાં જૈન સાહિત્યના ઈતિહાસની રૂપરેખા વિચારવા અને એ અંગેના બીજા ઘણા પ્રશ્નો ઉપર ચર્ચા કરવા એક બેઠક ભરવામાં આવનાર છે. એ બેઠક કેન્ફરન્સના દિવસોથી સ્વતંત્ર હશે. તે માટે બે કે ત્રણ, દિવસ ખાસ રાખવા ધાર્યા છે. આ અંગે જૈન સાહિત્યના ઈતિહાસમાં રસ ધરાવનાર અને તજજ્ઞ એવા કેટલાક વિશિષ્ટ વિદ્વાનોને પણ આમંત્રણ અપાશે. એટલે જેઓને કેવળ આ વિષયમાં રસ હોય તેને માટે પણ પૂરતી સામગ્રી છે જ. ડૉ. વાસુદેવશરણુ અગ્રવાલ, જેમને નિર્દેશ ઉપર કરવામાં આવ્યો છે, તેઓને ન જાણતા હેય તેમને માટે આ સ્થાને સૂચવવાનું એટલું જ છે કે “શમણુ” માસિકના આ વખતના અંકમાં પ્રગટ થયેલ તેમને “પ્રાચીન Page #254 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની અગત્યતા [ ૨૧૯ મથુરા જૈન ઘા વૈભવ' લેખ વા; અને તેમનું હમણાં જ પ્રસિદ્ધ થયેલ “સૂતિ : પુર્વ સાંસ્કૃતિક અન” એ હિન્દી પુસ્તક વાંચી લે. એમ તો એમણે અનેક પુસ્તકે અને લેખો લખ્યાં છે, પણ આ સ્થળે તે માત્ર હું એ બે લખાણે તરફ જ ધ્યાન ખેચું છું. શ્રી. અગ્રવાલજની પેઠે બીજા પણ સમર્થ વિદ્વાને, જેઓ જૈન સાહિત્યના ઈતિહાસમાં સહકાર આપે તેવા છે અને આપવા ઈચ્છે છે, તેઓ પણ અમદાવાદમાં આવવાના. એટલે જેઓની ચેતના મૂર્શિત થઈ ન હોય અને જેઓની જ્ઞાનનાડી ધબકતી હોય તેઓ આ આવતી તકને પૂરતો ઉપયોગ કરી લેશે એમ હું માનું છું. –જેન, શ્રાવણ ૨૦૦૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમને પરિવાર [ ૨ ]. ભગવાન પાર્શ્વનાથ અને મહાવીરના વિષયમાં તે ઈતિહાસની ગતિ સ્પષ્ટ છે. ભગવાન નેમિનાથ સુધી પણ ઈતિહાસના પ્રકાશનું આછું કિરણ પહોંચ્યું છે. પરંતુ ભગવાન ઋષભદેવની બાબતમાં એથી તદ્દન ઊલટું છે. ઋષભદેવને સમય એટલે જૈન ગણતરી પ્રમાણે લાખે ને કરેડ વર્ષ પહેલાને સમય. એ સમયના ઈતિહાસની વાતો પણ સંભવિત નથી. એટલા અતિપ્રાચીન સમયના પુરુષ વિશે આપણે જે કાંઈ વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને વિચારીએ છીએ, તે બધું લેકવાયકા અને કાંઈક શાસ્ત્ર પરંપરાને રચાયેલ ચરિત્રગ્રંથમાંથી જ. એ ચરિત્રગ્રંથમાં અતિહાસિક યુગ પહેલાંના પુષ્પો વિશે લખાયેલ બધું જ અપ્રામાણિક અને ત્યાજ્ય છે એમ કહી ન શકાય, તે જ પ્રમાણે એ ચરિત્રગ્રંથોમાં એ પુરુષ વિશે લખાયેલ બધું અક્ષરશઃ તેમ જ છે એમ પણ માની શકાય તેમ નથી. આવી અનિશ્ચિત સ્થિતિ છતાં ભગવાન ઋષભદેવ જેવા અતિપ્રાચીન પુરુષ અને તેમના પરિવાર વિશે આજે હું કાંઈક કહેવા ઈચ્છું છું, તે કેટલાંક ખાસ દષ્ટિબિંદુએથી. દષ્ટિબિંદુઓ તેમાંનું પહેલું દૃષ્ટિબિંદુ એ છે કે ઋષભદેવ અને અન્ય તીર્થકરોની પૂજા–પ્રતિષ્ઠા તેમ જ ઉપાસનાના ક્ષેત્રમાં શું અંતર છે તે બતાવવું અને તે દ્વારા અન્ય તીર્થકરે કરતાં ઋષભદેવનું સ્થાન કેટલું વ્યાપક છે, અને તે શા માટે, એ સૂચિત કરવું. મારું બીજું અને મુખ્ય દૃષ્ટિબિંદુ એ છે કે ભૂતકાળને વર્તમાનકાળ સાથે સંબંધ જોડે, અને તેને ભાવિનિર્માણમાં વિવેકપૂર્વક ઉપયોગ કરો. આ જ વસ્તુને કાંઈક વધારે ખુલાસાથી એ રીતે દર્શાવી શકાય કે પરંપરા અગર સમાજના માનસમાં શ્રદ્ધાનું સ્થાન પામનાર કેઈ પ્રાચીન કે અતિપ્રાચીન મહાપુરુષના જીવનચરિત્રની આસપાસ કાળક્રમે શ્રદ્ધાને બળે જે અનેક કલ્પનાઓના તાણાવાણું રચાયા હોય કે વિવિધ રંગે પુરાયા હેય, તેનું વાસ્તવિકતાની દૃષ્ટિએ પરીક્ષણ કરી તેમાંથી એક સામાન્ય ઐતિહાસિક સત્ય તારવવું અને તે સત્યને વર્તમાન Page #256 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમના પરિવાર [ ૨૨૧ જીવનના ગૂચવાયેલ કાકડાના ઉકેલમાં તેમ જ ભાવિજીવનના નિર્માણમાં ઉપયાગ કરવા. ઋષભદેવ માત્ર જૈનાના જ નથી સામાન્ય રીતે જૈન તેમ જ જૈનેતર અને સમાજમાં અને કાંઈક અંશે ભણેલગણેલ લેખાતા વિદ્વાનવ'માં પણ એક એવી માન્યતા પ્રવર્તે છે કે ઋષભદેવ એ માત્ર જૈનેાના જ ઉપાસ્ય દેવ તેમ જ પૂજ્ય અવતારી પુરુષ છે. જેના માટું લાગે એમ જ સમજે છે કે જૈન પરંપરા બહાર ઋષભદેવનુ સ્થાન નથી અને તે તે જૈન મંદિરમાં, જૈન તીર્થોમાં અને જૈન ઉપાસનામાં જ પ્રતિષ્ઠિત છે. લગભગ જૈનેતર આખા વગ પણ ઋષભદેવને જૈનાના જ ઉપાસ્ય દેવ સમજી એ વિચારવું ભૂલી ગયા છે કે ઋષભદેવનુ સ્થાન જૈનેતર પરંપરામાં છે કે નહિ, અને જો એમનુ સ્થાન એ પરંપરામાં હાય તો તે કયાં અને કેવુ છે ? જૈન જૈનેતર અને વના લેાકેાના ઉપર દર્શાવેલ ભ્રમ દૂર કરવાના આપણી પાસે કેટલાક પૂરાવા છે, જે શાસ્ત્રાદ્ધ પણ છે અને વ્યવહારસિદ્ધ પણ છે. જૈન તીર્થો, મંદિશ ને ગૃહ–ચૈત્યામાં પ્રતિષ્ઠિત ઋષભદેવની મૂર્તિ, તેમાં પ્રતિક્વિંસ થતી તેની પૂજા, આખાલવૃદ્ધ જૈનામાં ગવાતુ વંચાતું ઋષભરિત્ર અને તપસ્વી જૈન સ્ત્રી-પુરુષો દ્વારા અનુકરણુ કરાતું ઋષભદેવનુ વાર્ષિક તપ—એ બધું જૈન પરંપરામાં ઋષભની ઉપાસ્ય દેવ. તરીકેની શ્રદ્દા અને ખ્યાતિનાં ઊંડાં મૂળા તે સૂચવે જ છે, પણ ઋષભદેવની ઉપાસના અને ખ્યાતિ જૈનેતર પરંપરાના અતિ પ્રતિષ્ઠિત અને વિશિષ્ટ ગણાતા સાહિત્યમાં તેમ જ કાઈ નાનકડા પણ વિરલ ફિરકામાં સુધ્ધાં છે. ભાગવતમાં ઋષભદેવ બ્રાહ્મણ પરંપરા અને તેમાંયે ખાસ કરી વૈષ્ણુવ પરંપરાને બહુમાન્યઅને સર્વત્ર અતિપ્રસિદ્ ગ્રંથ ભાગવત છે, જે ભાગવતપુરાણ કહેવાય છે.એ આઠમી શતાબ્દીથી અર્વાચીન તો નથી જ, દિગબર અને શ્વેતાંબર અને સંપ્રદાયામાં જે ઋષભદેવનાં સંસ્કૃત ભાષામાં લખાયેલ ચરિત્ર છે તે ભાગવતથી પ્રાચીન નથી, ભાગવત પછીનાં જ છે. હા, જૈન પરંપરામાં, ખાસ કરી શ્વેતાંબર પર`પરામાં, ઋષભદેવનુ પ્રાકૃત ભાષામાં લખાયેલ ચરિત્ર ભાગવતમાંના ઋષભચરિત્ર કરતાં પણ પ્રાચીન હેાવા વિશે ભાગ્યે જ સંદેહ રહે છે. ભાગવતમાં જે ઋષભચરિત્રનું વર્ણન છે, અને તે જે રીતે જૈન ગ્રંથામાં Page #257 -------------------------------------------------------------------------- ________________ રરર ] દર્શન અને ચિંતન આવતાં કષભચરિત્ર સાથે મળતું આવે છે, તે ઉપરથી પ્રથમ દૃષ્ટિએ જોનારને એમ લાગે કે જનસમાજમાં બહુમાનનાં ઊંડાં મૂળ નખાયાં પછી જ જૈન કથાનક-ગ્રંથોમાંથી ભાગવતના કર્તાએ ઋષભદેવને પિતાના ગ્રંથમાં આલેખ્યા કે અપનાવ્યા હશે, જેમાં પ્રથમથી ત્યાજ્ય ગણાએલ બુદ્ધને પણ તેમની લેકપ્રતિષ્ઠા જામ્યા પછી પાછળથી કેટલાક પુરાણકારેએ અવતારી વર્ણવ્યા છે તેમ. આખી આર્યજાતિના ઉપાસ્ય દદેવ પરંતુ મને તો લાગે છે કે ખરી હકીકત કાંઈક બીજી જ હેવી જોઈએ. ભાગવતકારના સમયમાં ઋષભદેવ કરતાં પાર્શ્વનાથ કે મહાવીરની પ્રતિષ્ઠા, ખ્યાતિ કે ઉપાસના જરાય ઓછી ન હતી. કદાચ જૈન પરંપરામાં તો પાર્શ્વનાથ ને મહાવીરનું સ્થાન તે વખતે પણ આસન ઉપકારક હોવાથી વધારે આકર્ષક હતું. તેમ છતાં ભાગવતકાર માત્ર ઋષભનું ચરિત્ર લે ને વર્ણવે; નેમિનાથ, પાર્શ્વનાથ ને મહાવીરના ચરિત્રને અન્ય પુરાણકારની પેઠે ભાગવતકાર ને સ્પર્શ, એનું કાંઈક કારણ હોવું જોઈએ. તે કારણ મારી દૃષ્ટિએ એ છે કે ઋષભદેવની માન્યના, પૂજા, ઉપાસના ને યશોગાથા જૈન પરંપરાની પેઠે જૈનેતર પરંપરામાં પણ પ્રથમથી ઓછેવત્તે અંશે એક અથવા બીજી રીતે અવશ્ય ચાલુ હતી અને તેથી જ એવો પણ સંભવ છે કે જે સંસ્કૃત કે પ્રાકૃત બ્રાહ્મણ પુરાણે ઉપરથી ભાગવતની નવેસર રચના થવાનો ઐતિહાસિક મત છે તે પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત પુરાણમાં અષભદેવ વિશે થોડું પણ કાંઈક લખાયેલું હોવું જોઈએ, જે વર્તમાન ભાગવતમાં પણ લેવાયું છે. આખી આર્યજાતિમાં એકસરખી રીતે ઋષભદેવની ઓછીવતી માન્યતા બહુ જ જૂના વખતથી ચાલી આવતી હેવી જોઈએ. બૌદ્ધ પરંપરામાં બુદ્ધનું સ્થાન અને બ્રાહ્મણ પરંપરામાં રામ, કૃષ્ણ વાસુદેવ તેમ જ મહાદેવનાં સ્થાને એટલી હદ સુધી પ્રતિષ્ઠા પામતાં ગયાં કે તેને જ પરિણામે બૌદ્ધ પરંપરાના સાહિત્યમાં તે ઋષભનું નામ આવવા ન જ પામ્યું અને બ્રાહ્મણ પરંપરાના ભાગવત જેવા ગ્રંથમાં ઋષભનું ચરિત્ર જૂના રૂપમાં સચવાયું, પણ તે ભાગવતના વાસુદેવ અવતારમાં ગૌણ થઈ તેના તળમાં દબાઈ ગયું, જ્યારે જૈન સાહિત્યમાં અને જૈન પરંપરામાં એમ ન બન્યું. પાર્શ્વનાથ અને મહાવીરની જાહોજલાલીવાળા પ્રાચીન, મધ્ય તેમ જ વર્તમાન યુગમાં પણ એ પુરાણપુષ ઋષભની પ્રતિષ્ઠા તેમ જ ઉપાસના એકસરખી અખંડિત રહી. એ જ કારણને લીધે જૈન અને જૈનેતર વર્ગમાં ઋષભની માત્ર જૈન દેવ તરીકેની માન્યતાને શ્રમ પિષાતો આવ્યો. ખરું જોતાં એ Page #258 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમના પરિવાર પુરાણપુરુષ ચિરકાળથી ચાલી આવતી આખી આ જ છે એ વિશે મને લેશ પણ શંકા નથી. મારી નીચેની એ ખાતાથી થાય છે. ઋષિપચમી એ ઋષભપચમી હોવી જોઈએ પહેલી બાબત ઋષિપંચમીના પર્વની અને બીજી બાબત કાંક પણ જૈનેતર વર્ગોમાં ઋષભની ઉપાસનાને લગતી છે. ભાદરવા શુદ પાંચમ ઋષિપંચમી તરીકે જૈનેતર વર્ગીમાં સત્ર જાણીતી છે, જે પંચમી જૈન પરંપરા પ્રમાણે સાંવત્સરિક પર્વ મનાય છે. જૈન પરંપરામાં સાંવત્સરિક પ એ ખીજાં બધાંય પર્યાં કરતાં ચઢિયાતું અને આધ્યાત્મિક હાઈ પર્વાધિરાજ મનાય છે. તે જ પર્વ વૈદિક અને બ્રાહ્મણ પર પરામાં ઋષિપંચમીના પ તરીકે ઊજવાય છે. આ પંચમી કાઈ પણ એક કે અનેક વૈદિક પરંપરાના ઋષિઓના સ્મરણ તરીકે ઊજવાતી હોય એ જાણમાં નથી. ખીજી બાજુ જૈને તે જ પચમીને સાંવત્સરિક પર્વ લેખી તેને મહાન પવતુ નામ આપે છે ને તે દિવસે સર્વોત્તમ આધ્યાત્મિક જીવન અનુભવવા યત્નશીલ રહે છે. મને લાગે છે કે જૈન અને વૈદિક પરંપરાના જુદાં જુદાં નામથી જાણીતાં અને પર્વોને એક જ ભાદરવા શુદ પંચમીએ ઊજવવાની માન્યતા કાઈ સમાન તત્ત્વમાં છે, અને તે તત્ત્વ મારી દૃષ્ટિએ ઋષભદેવના સ્મરણનુ છે. એક અથવા ખીજે કારણે આ જાતિમાં ઋષભદેવનું સ્મરણ ચાલ્યું આવતું અને તે નિમિત્તે ભાદરવા શુદી પાંચમી પર્વ તરીકે ઊજવાતી. આગળ જતાં જ્યારે જૈન પરપરા નિવૃત્તિ મા ભણી મુખ્યપણે ઢળી, ત્યારે તેણે એ પંચમીને આધ્યાત્મિક શુદ્ધિનું રૂપ આપવા તે દિવસને સાંવત્સરિક પર્વ તરીકે ઊજવવા માંડયા, જ્યારે વૈદિક પરંપરાના અનુગામીઓએ પરાપૂર્વથી ચાલી આવતી સામાન્ય ભૂમિકાને અનુસરીને જ એ પંચીને ઋષિપંચમી તરીકે માનવાનો પ્રધાત ચાલુ રાખ્યો. ખરી રીતે એ ઋષિપંચમી નામમાં જ ઋષભને ધ્વનિ સમાયેલા છે. ઋષભપંચમીએ જ શુદ્ધ નામ હોવું જોઈએ તે તેનું જ ઋષિપંચમી એ કાંઈક અપભ્રષ્ટ રૂપ છે. જો આ કલ્પના દીકુ હાય તો તે જૈન જૈનેતર અને વર્ગમાં પુરાણકાળથી ચાલી આવતી ઋષભદેવની માન્યતાની પુષ્ટિ કરે છે. અવધૂત પંથમાં ઋષભની ઉપાસના [ ૨૨૩ પ્રજાના સામાન્ય દેવ આ ધારણાની પુષ્ટિ બીજી પણ ખાસ મહત્ત્વની બાબત ઉપાસના વિશેની છે. ખગાળ જેવા કાઇ પ્રાંતમાં અમુક લેાકા, ભલે તે સંખ્યામાં ઓછા હોય કે બહુ જાણીતા પણ ન હાય છતાં, ઋષભની ઉપાસનામાં માને છે તે તેમને એક અવધૂત Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] દર્શન અને ચિંતન પરમ ત્યાગી તરીકે લેખી તેમણે આચરેલ કઠિનતર વ્રતનું પાલન પણ. કરે છે. એક વાર અમદાવાદમાં લગભગ દશેક વર્ષ પહેલાં એક બંગાળી ગૃહસ્થ મળેલા જે એલ એલ. બી. હતા ને બહુ સમજદાર હતા. તેમણે મને તેમની પોતાની અને પિતાના પંથની ઉપાસના વિશે વાત કરતાં કહ્યું કે તેઓ દત્ત આદિ અવધૂતોને માને છે, પણ એ બધા અવધૂતોમાં ઋષભદેવ તેમને મન મુખ્ય ને આદિ છે. તેમણે એમ પણ કહ્યું કે તેમના પંથમાં આગળ વધનાર ગૃહસ્થ કે યોગી ભાટે ઋષભદેવના જીવનનું અનુકરણ કરવું એ આદર્શ ગણાય છે. એ અનુકરણમાં અનેક પ્રકારના તપ ઉપરાંત શરીર ઉપર નિર્મોહપણું કેળવવાનું પણ હોય છે, તે એટલે લગી કે શરીરમાં કીડા કે ઈયળો પડે છે તે પણ સાધકથી ફેંકી ન શકાય. ઊલટું, કીડીઓને શરીરનું અર્પણ કરતાં તેઓ વિશેષ આનંદ અનુભવે છે. તે બંગાળી ગૃહસ્થની આ વાતે મારું ધ્યાન ખેંચ્યું અને મને તરત લાગ્યું કે જે ઋષભદેવ માત્ર જૈનોના જ દેવ અને ઉપાય હોત તે તે પાર્શ્વનાથ કે મહાવીરની પેઠે જૈનેતર પરંપરામાં કદી ઉપાસ્યનું સ્થાન ન પામત. ખરી રીતે ભગવાન મહાવીરનું ઉગ્ર તપ ને દેહદમન જાણીતાં છે. તેમનું ક્યાંય પણ જૈનેતર વર્ગમાં નહિ અને ઋષભદેવનું અનુકરણ ક્યાંક પણ દેખાય છે; એ સૂચવે છે કે ઋષભદેવ એ જૂના વખતથી જ આર્ય જાતિના સામાન્ય ઉપાસ્ય દેવ હવા. જોઈએ. ભાગવતનું વર્ણન એ જ દૃષ્ટિની પુષ્ટિ કરે છે. મૂળમાં જૈન ધર્મનું સ્વરૂપ કેવું હતું ? એ તે આપણે ઉપર જોઈ ગયા કે ભગવાન પાર્શ્વનાથ અને મહાવીર જેવા કઠોર તપસ્વી તેમ જ નિકટવર્તી જૈન તીર્થંકરે કરતાં અતિપ્રાચીન ઋષભદેવનું પ્રતિકાક્ષેત્ર કેટલું વ્યાપક છે. પણ અહીં જ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ તફાવતનું કારણ શું? આ પ્રશ્ન આપણને જૈન ધર્મનું અસલી સ્વરૂપ કેવું હતું અથવા તે વર્તમાન જૈન ધર્મ તેમ જ જૈન સંસ્કૃતિ અને જૈન, ભાવનાનાં પ્રાચીન મૂળ કેવાં હતાં એ વસ્તુ વિચારવા પ્રેરે છે. પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ ભારતવર્ષમાં પ્રચલિત પ્રાચીન ધર્મોને બે વિભાગમાં વહેંચી શકાય ? (૧) પ્રવૃત્તિ ધર્મ અને (૨) નિવૃત્તિ ધર્મ. પ્રવૃત્તિ ધર્મ એટલે ચતુરાશ્રમ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એટલે એકાશ્રમ ધર્મ. નિવૃત્તિ ધર્મમાં માત્ર એક ત્યાગાશ્રમ મનાયેલું છે. એનો અર્થ એ નહિ કે તેમાં બ્રહ્મચર્ય તેમ જ ગૃહસ્થાશ્રમને સ્થાન જ નથી. એને અર્થ માત્ર એટલો જ સમજવાનું છે કે Page #260 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ભદેવ અને તેમને પરિવાર [ રરપ નિવૃત્તિ ધર્મ એ જાતિ, ઉમર વગેરેને વિચાર વિશેષ ન કરતાં ગમે તે જાતિ ને ગમે તે ઉમરના સ્ત્રી–પુરુષ બધાને માટે એકસરખી રીતે ત્યાગ તેમ જ સંન્યાસને ઉપદેશ આપે છે. એ ધર્મ પ્રમાણે ઔત્સર્ગિક જીવન ત્યાગનું જ મનાયેલું હોવાથી જે કોઈ ગૃહસ્થાશ્રમમાં પડે કે દુન્યવી પ્રવૃત્તિ સ્વીકારે તે તે ન છૂટકે જ સ્વીકારે. એને એ સ્વીકાર નિવૃત્તિધર્મ પ્રમાણે માત્ર લાચારી ગણાય છે; નહિ કે તે જીવનમાં ક્રમપ્રાપ્ત આવશ્યક ધર્મ. આથી ઊલટું ચતુરાશ્રમ ધર્મમાં ઉમરને ક્રમે જ પ્રવૃત્તિ સ્વીકારવાનું પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યાશ્રમનું ઉલ્લંધન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે અગર બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધેસીધા ગૃહસ્થાશ્રમમાં દાખલ થયા સિવાય સંન્યાસ માર્ગે જવું તે પ્રવૃત્તિધર્મ પ્રમાણે વર્ય હેઈ અધમ્ય લેખાય છે. બ્રહ્મચર્યાશ્રમમાંથી–બાલે કે કૌમાર અવસ્થામાંથી કોઈ સીધેસીધે સંન્યાસ સ્વીકારે તો તે નિવૃત્તિધર્મ પ્રમાણે સ્વાભાવિક જ થયું લેખાય, કેમકે તે ક્રમ વસ્યું નથી અને તેથી તે જ ક્રમ મુખ્યપણે ધર્યું છે, જ્યારે પ્રવૃત્તિધર્મ પ્રમાણે તે એ ક્રમ તદ્દન વિર્ય હોઈ અધર્યું છે. પ્રવૃત્તિ ધર્મમાં સંન્યાસને સ્થાન છે, ને તે પ્રતિષ્ઠિત સ્થાન છે, પણ એ સ્થાન જીવનક્રમમાં અમુક વખતે જ આવે છે, ગમે ત્યારે નહિ; જ્યારે નિવૃત્તિધર્મમાં ત્યાગનું સ્થાન અને તેની પ્રતિષ્ઠા સમગ્ર જીવનવ્યાપી છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ધર્મોના ઉક્ત દષ્ટિબિંદુ છેક જ વિરોધી હોવાથી તેના પરિણામે પણ સમાજ ઉપર જુદાં જ નેંધાયેલાં છે, અને અત્યારે પણ જુદાં જ દેખાય છે. જેને નિવૃત્તિધર્મ એ અસલી છે? જૈન હોય કે જૈનેતર કઈ પણ વિચારક છેલ્લાં બેત્રણ હજાર વર્ષનું જૈન સાહિત્ય, જૈન જીવન કે જૈન માનસ તપાસશે તે તેને નિઃસંદેહ એમ જ જણાશે કે જૈન ધર્મની પરંપરા એ નિવૃત્તિધર્મની એક ખાસ પરંપરા છે. હવે પ્રશ્ન એ છે કે જૈન ધર્મનું જે નિવૃત્તિપ્રધાન સ્વરૂપ દેખાય કે મનાય છે તે સમગ્ર જીવન અગર સામાજિક જીવનની દૃષ્ટિએ બરાબર અને બંધબેસતું છે? તેમ જ અતિપ્રાચીન કાળમાં જે જૈન ધર્મને પ્રવાહ કઈ રીતે વહેતો હતે તે તેનું પણ એ જ સ્વરૂપ હતું, કે એથી જુદું ? જે જૈન ધર્મનું નિવૃત્તિપ્રધાન લેખાતું સ્વરૂપ જ ધર્મનું સ્વાભાવિક અને અસલી સ્વરૂપ હોય તો એના ઉપરથી એટલું આપોઆપ ફલિત થાય છે કે ધર્મનું પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ એ સ્વાભાવિક નથી, એ તે એક વિકૃત અગર સામાજિક જીવનમાં અપવાદ માત્ર છે. વળી એના ઉપરથી એ પણ ફલિત થાય કે ૧૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] દર્શન અને ચિંતન પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ ધર્મમાં પાછળથી પ્રતિષ્ઠા કે સ્થાન પામ્યું છે, અસલમાં તે એનું સ્વરૂપ નિવૃત્તિપ્રધાન જ હતું. પ્રવૃત્તિધમ જ જૈન ધર્મના મૂળમાં છે વિચાર કરતાં ઉક્ત પ્રશ્નના ઉત્તરમાં મને એમ જ માનવું વધારે વ્યાજબી અને સંગત લાગે છે કે સમગ્ર જીવન તેમ જ સામાજિક જીવન સાથે બરાબર અને પૂરેપૂરે મેળ ખાય એવું ધર્મનું સ્વરૂપ તે પ્રવૃત્તિપ્રધાન જ છે, નિવૃત્તિપ્રધાન નહિ. તેમ જ મને એમ પણ લાગે છે કે કોઈ પણ કાળે જૈન ધર્મના મૂળ ઉદ્ગમમાં નિવૃત્તિપ્રધાન સ્વરૂપને સ્થાન ન હતું, પણ તેમાં પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપને જ સ્થાન હતું. મારા આ મંતવ્યની પુષ્ટિ વર્તમાન જૈન પરંપરાના આદિપ્રવર્તક તીર્થંકર ઋષભદેવના છિન્નભિન્ન તેમ જ પાછળથી બહુ મોડે મોડે પણ નિવૃત્તિપ્રધાન ધર્મની પ્રતિષ્ઠા થયા પછી લખાયેલ કે સંકલિત થયેલ જીવનવૃત્તાંત ઉપરથી અસંદિગ્ધપણે થાય છે. આ જવાબ સાચે હોય તે પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ ધર્મની વિકૃતિ છે અગર તે સ્વરૂપ પાછળથી આવ્યું છે એમ માનવાને કશું જ કારણ રહેતું નથી. ત્યારે ભગવાન મહાવીરે નિવૃત્તિ પર ભાર કેમ આવે? હા, તેમ છતાં મારા આ વિચાર સામે અનેક પ્રશ્નબાણ છૂટવાનાં એ દેખીતું છે. કોઈ જરૂર પૂછી શકે કે જે સામાજિક જીવનની દષ્ટિએ ધર્મ પ્રવૃત્તિપ્રધાન જ સંગત અને સ્વાભાવિક હોય તે ભગવાન મહાવીર વગેરેએ એ પ્રવૃત્તિધર્મ ઉપર ભાર ન આપતાં નિવૃત્તિપ્રધાનતા ઉપર ભાર કેમ આપે? તેમ જ પાછળના ધુરંધર જૈન આચાર્યોએ જૈન ધર્મને નિવૃત્તિપ્રધાન સ્વરૂપની મર્યાદામાં શા માટે બાંધી રાખ્યો ? આ અને આના જેવા બીજા ઘણું પ્રશ્નો ઉદ્ભવે છે, પણ તે બધાને ઉત્તર સંક્ષેપમાં એટલો જ છે કે ભગવાન મહાવીરના પુરુષાર્થની દિશા સામાજિક જીવનને પૂર્ણપણે ઉપદેશવાની કે ઘડવાની ન હતી. એ સામાજિક જીવન જે પ્રવૃત્તિધર્મ ઉપર બંધાયેલું ને ગોઠવાયેલું તે તે ચાલુ જ હતું, પણ તે ધર્મના એક ભાગ તરીકે ત્યાગી- - જીવનના સ્વરૂપ ને અધિકાર કે આચરણમાં જે વિકૃતિઓ, શિથિલતાઓ ને જે ગેરસમજુતીઓ દાખલ થઈ હતી તેનું પિતાના વૈયક્તિક આચરણથી સંશોધન કરવું એ તેમને જીવનધર્મ હ; અથવા એમ કહો કે જેમ કઈ સુધારક માણસ માત્ર બ્રહ્મચર્યાશ્રમ પૂરતું જ સુધારે હાથમાં લે કે કોઈ બીજે માત્ર ગૃહસ્થાશ્રમ પૂરતો જ સુધારે હાથમાં લે તેમ ભગવાન મહાવીરે ત્યાગ–આશ્રમ પૂરતું જ સુધારે કરવાનું હાથમાં લીધું. Page #262 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ગણદેવ અને તેમને પરિવાર નિવૃત્તિધર્મ એ સર્વશી ધમ કેમ મનાયે? જેમ જગતમાં ઘણીવાર સર્વત્ર બને છે કે કેઈ સુધારક કે મહાન પુરુષની હિલચાલ તે તે દેશકાળ અને અતિહાસિક પરિસ્થિતિ અનુસાર એક અંશ પૂરતી હોય, પણ પાછળથી એ મહાન પુરુષની હિલચાલ સંપ્રદાયનું રૂપ પામતાં પૂર્ણ અને સર્વાશી લેખાય છે, તેમ ભગવાન મહાવીર આદિ તીર્થકરેના અસાધારણ વ્યક્તિત્વને પડો જુદા સંપ્રદાયરૂપે પડતાં જ તેમને ત્યાગીજીવન પૂરતો સુધારો આખા સમાજધર્મ તરીકે સમજાય અને એ મહાન વિભૂતિ પ્રત્યેની અસાધારણું પરંતુ એકદેશીય ભક્તિએ પાછળના અનુગામીઓને સામાજિક જીવનની બીજી બાજુઓ વિશે પૂર્ણપણે તેમ જ છૂટથી વિચાર કરતા રોક્યા. ભગવાનનો જે જૈન ધર્મ અકાંતિક આધ્યાત્મિક હોવાથી સમગ્ર સમાજ સાથે મેળ ખાય તેમ ન હતું ને જે, બહુ તે વૈયક્તિક ધર્મ હતો, તે ધર્મને સાંપ્રદાયિક રૂપ અપાતાં જ તેને સામાજિકજીવન સાથે પૂર્ણપણે મેળ બેસાડવાને પ્રશ્ન પાછળના અનુયાયીઓ અને કુળાગત જૈનધર્મીઓ સામે ઉપસ્થિત થયે. ધર્મના એક અંશને કહે કે એક નયને પૂર્ણ ધર્મ કે પૂર્ણ અનેકાંત માનવાની ભૂલમાંથી જે વ્યવસ્થા જન્મી તે પણ ભૂલભરેલી અને મેળ વિનાની જ રહી. તેથી જ આપણે છેલ્લા બેત્રણ હજાર વર્ષના જૈન ધર્મના નિવૃત્તિપ્રધાન સ્વરૂપમાં સામાજિક જીવનની દષ્ટિએ અધૂરાપણું અને અનેક વિકૃતિઓ પણ જોઈએ છીએ. ત્રભનું જીવન જ સ્વાભાવિક ધર્મનું પ્રવર્તક છે આખી જૈન પરંપરા ભગવાન ઋષભદેવને વર્તમાન યુગના ઘડનાર આદિપુરુષ તરીકે પિછાને છે. તેમને તે માર્ગદર્શક કર્મવેગી પૂર્ણ પુરુષ તરીકે પૂજે છે. ભગવાન ઋષભદેવનું જે ચરિત્ર દિગંબર–વેતાંબર સાહિત્યમાં કે બ્રાહ્મણ સાહિત્યમાં આલેખાયેલું મળે છે, તે જૈન પરંપરાની ઉક્ત માન્યતાની વાસ્તવિકતાની પુષ્ટિ જ પુરવાર કરે છે, કારણ કે, જે ભગવાન ઋષભદેવ કર્મગ અને પૂર્ણપુરુષ હોય તે તેમનું જીવન સમગ્ર દષ્ટિએ અગર સામાજિક સુવ્યવસ્થાની દૃષ્ટિએ પૂર્ણ જ હોવું જોઈએ. એ વિના તે સમાજરચનાના ઘડનાર કહેવાઈ જ ન શકે. આપણે ઋષભદેવના, જીવનમાં જે અનેક ઘટનાઓ નિહાળીએ છીએ અને જે અત્યારના નિવૃત્તિપ્રધાન જૈન ધર્મના સ્વરૂપની દૃષ્ટિએ બહુ સંગત નથી લાગતી અને તેથી જ જે ઘટનાઓનું સમર્થન ખેંચતાણપૂર્વક આચાર્યોને કરવું પડ્યું છે તે બધી ઘટનાઓ જીવનક્રમમાં સ્વાભાવિક જ હતી અને કોઈ પણ વિચારવાન સમાજનાં જીવનમાં સ્વાભાવિક જ હોવી ઘટે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] નિવૃત્તિધમની દૃષ્ટિએ ઋષભજીવનની અસંગત દેખાતી ઘટનાઓ અહી' કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરી તે ઉપર થાડાક વિચાર કરવા પ્રાસગિક લેખાશે. (૧) ભગવાન ઋષભદેવે વિવાહસંબધ બાંધ્યા. તે વખતની ચાલુ પ્રથા પ્રમાણે સગી વ્હેન સુમરેંગલા સાથે લગ્ન કરવા ઉપરાંત બીજી એક સુનંદા નામક કન્યા સાથે લગ્ન કર્યું કે જે પોતાના જન્મસિદ્ સાથીના મૃત્યુની વિપ્યૂટી અને એકલવાયી હૈાઈ વિધવા નહિ તે અનાથ હતી જ. (૨) ભગવાને પ્રજાશાસનનું કાર્ય હાથમાં લઈ સામ, દંડ આદિ નીતિ પ્રવર્તાવી અને લેકાને જીવનધમ તેમ જ સમાજધમ શીખવ્યો. (૩) જે કામ અને ધંધા વિના વૈયક્તિક તેમ જ સામાજિક જીવન તે વખતે શકય ન હતું અને આજે પણ શકય હેાઈ ન શકે તેવાં બધાં કામેા ભગવાને લાકાને શીખવ્યાં. તે વખતની સૂઝ તે પરિસ્થિતિ પ્રમાણે ભગવાને લાંકાને ખેતી દ્વારા અનાજ પેદા કરતાં, અનાજ રાંધતાં, તે માટે જોઈતાં વાસણા બનાવતાં, રહેવા માટેનાં મકાને બાંધતાં, કપડાં તૈયાર કરતાં તેમ જ હજામત અને ખીજા જીવને યાગી શિલ્પ કરતાં શીખવ્યું. (૪) પુત્ર યેાગ્ય ઉમરે પહાચતાં જ તેને જવાબદારીપૂર્વક ધર તે રાજ્યના કારભાર કરવાનું શીખવી ગૃહત્યાગપૂર્વક સાધકવન સ્વીકાર્યું. (૫) સાધક જીવનમાં તેમણે પોતાના મનેયાગ પૂર્ણ પૂર્ણ આત્મશોધ તરફ જ વાળ્યા અને આધ્યાત્મિક પૂર્ણતા સિદ્ધ કરી. આ ધટનાઓ દિગબરાચાય જિનસેન તેમ જ શ્વેતાંબરાચાય હેમચંદ્ર વર્ણવી છે, દર્શન અને ચિંતના અક્ષ’ગત દેખાતી ઘટનાઓનુ અસંગત સમર્થન જિનસેન વિક્રમની નવમી શતાબ્દી તેમ જ હેમચંદ્ર વિક્રમની બારમી-તેરમી શતાબ્દીમાં હતા. જ્યારે આ કે આચાર્યોએ અને ખીજા તેમના પૂર્વવર્તી કે ઉત્તરવતી આચાર્યોએ ઋષભનું જીવન આલેખવા માંડ્યું ત્યારે તેમના માનસિક સંસ્કાર અને ઋષભના જીવનની ઘટના વચ્ચે આસમાન જમીન જેટલું અંતર પડી ગયું હતું. ચરિત્રલેખક બધા જ જૈન આચાર્યોના મનમાં જૈન ધર્મના સ્વરૂપ વિશેની એક જ છાપ હતી અને તે માત્ર નિવૃત્તિધર્મ ની. દરેક આચાય એમ માનવા ટેવાયેલ હતા કે જન્મથી મૃત્યુપર્યંત નિવૃત્તિ— અનગાર ધમ અને આધ્યાત્મિક સાધના એ જ સ્વાભાવિક હાઈ તેમાં બીજું કાંઈ કરવું પડે તો તે વસ્તુતઃ કતથ્ય નથી, માત્ર ન છૂટકે જ કરવું પડે છે. આવા ખ્યાલના કારણે તે આચાર્યને સ્વતંત્રપણે ધર્મ ઉપદેશ કરવા હાય તે! તે જુદી જ રીતે કરવા પડતા. Page #264 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમના પરિવાર I ૧૯ અત્યારે જેમ આપણને સાધુએ જવાબ આપે છે તેમ તે વખતે પણ એ આચાર્યો આપણા નીચેના પ્રશ્નોને જવાબ એ જ રીતે આપે. આપણે ઉંમરલાયક છોકરાછોકરીને લગ્નગ્રંથિથી બંધાવા કે ગૃહત્યાગ કરવા આખત તેમના (સાધુઓને) મત માગીએ તો તે નિર્વિવાદ એ જ મત દર્શાવે કે લગ્ન અને ગાઢ સ્થબંધન ત્યાજ્ય છે. આપણે ખેતીવાડી કે બીજા અતિ આવશ્યક ધંધાધાપા કરવા વિશે તેમના મત પૂછીએ તો તે મત આપવાના કે—ભાઈ ! એ ત કબંધન છે, નરકનું દ્વાર છે; ખેતીમાં અસખ્ય વા હણાય. અંગારક, વનક વગેરે ધધાએ તે જૈને માટે કર્માદાનરૂપ મનાયેલા હેવાથી ત્યાજ્ય છે. છેકરાછેાકરીને ધરતી તે ધંધાની તમામ તાલીમ આપવી એ માબાપનું અનિવાર્ય કર્તવ્ય ખરું કે નહિ ? એ પ્રશ્નના જવાબમાં કાં તે તે આચાર્યોએ ચૂપકી સાધવી રહી અને કાં તો તેમને નિવૃત્તિધ તેમની પાસે ભાષાસમિતિ દ્વારા એટલું જ કહેવડાવે કે એ બાબત વધારે કહેવું એ મુનિધ નથી. તમે પોતે જ યથાયાગ્ય સમજી લેા. જેમ આત્મકલ્યાણ થાય તેમ કરે! ઇત્યાદિ. ઋષભના ચરિત્રલેખક આચાયૅના એ જ જાતના સંસ્કારો હતા. જે પ્રશ્નોનો જવાબ સ્વતંત્રપણે તેઓ નકારમાં જ આપે તે પ્રશ્નો ઋષભનું જીવન લખતાં તેમની સામે આવીને ઊભા રહ્યા. ઋષભ એટલા બધા માન્ય અને પૂજ્ય હતા કે તેમના જીવનની એકેએક ઘટનાનું સમન કર્યા સિવાય તેમનાથી ચલાવી શકાય તેમ પણ ન હતું, અને બીજી બાજુ નિવૃત્તિધર્મ વિશેના એમના સંસ્કારો એમને એ સમર્થન કરવા રાકતા. છેવટે તેમણે એ ધટનાએનું સમર્થન તે કર્યું, પણ તે સમન કહેવા પૂરતું અને અસ્પષ્ટ. હેમચંદ્ર વિવાહ વિશે લખતાં કહે છે કે ઋષભદેવે લેાકામાં વિવાહપ્રવૃત્તિ ચાલુ રાખવા લગ્ન કર્યું. તે કહે છે કે સુનંદાને સ્વીકારી તેનું અનાથપણું ટાળ્યું. તે કહે છે કે અનેક પત્નીએ અને સેકડા સતાનવાળા ગૃહસ્થધમ ભગવાને અનાસપ્તપણે આચર્યો. તે કહે છે કે અનેક પ્રકારના ધંધા ને શિપેા શીખવી ભગવાને સમાજમાં જીવનયાત્રા સુકર કરી ઉપકાર સાષ્યા. તે કહે છે કે સંતાનને યાગ્ય બનાવી તેને અધી ગૃહ-રાજ્યવ્યવસ્થા સોંપીને જ દીક્ષા લઈ ભગવાને જીવનમાર્ગમાં સામંજસ્ય સ્થાપ્યું. હેમચંદ્ર નિવૃત્તિધથી વિરુદ્ધ દેખાતા પ્રવૃત્તિધર્મના એકેએક અંગનું સમન ફ્રેંકમાં એક જ વાકયથી કરે છે કે ભગવાન વિશિષ્ટ જ્ઞાની હતા, માટે તેમણે ત્યાજ્ય ને સાવદ્ય કર્મીને પણ કવ્ય ગણી અનાસક્તપણે આચર્યાં. Page #265 -------------------------------------------------------------------------- ________________ ર૦૦ ] દર્શન અને ચિંતા ઋષભદેવનો વિવાહ, તેમણે ઉત્પન્ન કરેલ સંતતિ, તેમણે એ સંતતિને આપેલ શિક્ષણ અને તેનું કરેલ પિષણ, તેમણે પ્રજાસામાન્યને જીવનોપયોગી એવા કહેવાતા આરંભસમારંભવાળા બધા જ ધંધાઓનું આપેલું શિક્ષણ ને તે ધધાઓમાં જાતે કરેલ પ્રવૃત્તિ–આ બધી ઘટનાઓનું સમર્થન આચાર્ય જિનસેન તેમ જ હેમચંદ્ર કરે છે, એટલું જ નહિ, પણ અત્યારના એકેએક નાનામોટા જૈન ફિરકાના ધર્મોપદેશક પંડિત તેમ જ ત્યાગીઓ કરે છે. અહીં સવાલ એ છે કે જૂના વખતમાં કરાયેલું અને અત્યારે પણ કરાતું આ સમર્થન વાસ્તવિકતાની દષ્ટિએ થાય છે કે માત્ર મહાન પુરુષના જીવનની ઘટનાઓ છે એટલા જ કારણસર એ સમર્થન થાય છે ? જે મહાન પુરુષના જીવનની ઘટનાઓ હોવાને જ કારણે (તે વસ્તુતઃ સમર્થનાગ્યા ન હોવા છતાં) તેનું સમર્થન થયેલું છે અને અત્યારે પણ થાય છે એ વિકલ્પ સ્વીકારીએ તો તેથી જૈન સમાજના ચાલુ કેયડાઓને ઉકેલ તો થતો જ નથી, પણ વધારામાં પંડિત ને આચાર્યોના વિચાર તેમ જ જીવનની અસત્યસેવન રૂપ નબળી બાજુ પણ પ્રગટ થાય છે. જે એ વિકલ્પ સ્વીકારીએ કે જૂના વખતનું અને અત્યારનું એ સમર્થન માત્ર વાસ્તવિકતાની દૃષ્ટિએ જ છે, તે એ ઉપરથી એટલું જ સિદ્ધ થવાનું કે પ્રવૃત્તિધર્મને લગતી લગ્ન વગેરેની ઉપરની ઘટનાઓ અષભના જીવનમાં ઘટેલી હોય કે બીજા કેઈન જીવનમાં ઘટેલી હેય અગર અત્યારે કોઈ સાધારણ વ્યક્તિના જીવનમાં ધટવાની હોય, પણ વસ્તુતઃ તે બધી સમર્થન પાત્ર છે અને તેનું સમગ્રજીવનની દૃષ્ટિએ તેમ જ સામાજિક પૂર્ણ જીવનની દૃષ્ટિએ પૂરેપૂરું સ્થાન છે. જે એક વાર એ વાત સિદ્ધ થઈ અને એ સ્વાભાવિક છે એમ લાગે તો પછી અત્યારના જૈન સમાજના માનસમાં જે ઐકાતિક નિવૃત્તિધર્મના સંસ્કાર જાણે અજાણે ઊતરી આવ્યા છે અને અવિવેકપૂર્વક પોષાયા છે તેનું સંશોધન કરવું એ સમજદારોની ફરજ છે. આ સંશોધન આપણે ઋષભના પૂર્ણ જીવનને આદર્શ સામે રાખી કરીએ તે તેમાં ભગવાન મહાવીર દ્વારા પરિષ્કાર પામેલ નિવૃત્તિધર્મ તે આવી જ જાય છે, પણ વધારામાં વૈયક્તિક તેમ જ સામાજિક પૂર્ણ જીવનના અધિકાર પરત્વેનાં બધાં જ કર્તવ્યો ને બધી જ પ્રવૃત્તિઓને પણ વાસ્તવિક ઉકેલ આવી જાય છે. આ ઉકેલ પ્રમાણે દુન્યવી કઈ પણ આવશ્યક અને વિવેકવાળી પ્રવૃત્તિ એ સાચા ત્યાગ જેટલી જ કીમતી લેખાશે અને તેમ થશે તો નિવૃત્તિધર્મની એકદેશી જાળમાં ગૂંચવાયેલું જેને સમાજનું કોકડું આપોઆપ ઉકેલાઈ જશે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમને પરિવાર ગીતાને આશ્રય લઈ હેમચંદ્ર કરેલ નિવૃત્તિધર્મમાં સંશોધન ઉપર એ કહેવામાં આવ્યું છે કે હેમચંદ્ર પોતે વારસાગત એકાન્તિક નિવૃત્તિધર્મના સંસ્કાર ધરાવતા અને છતાંય તેમને ઋષભના જીવનની બધી સાવદ્ય લેખાતી પ્રવૃત્તિઓને બચાવ કર હતા. તેમને વાસ્તે આ એક ચક્રાવો હતો, પણ તેમની સર્વ શાસ્ત્રને સ્પર્શનારી અને ગમે ત્યાંથી સત્યને અપનાવનારી ગુણગ્રાહક દૃષ્ટિએ ઉક્ત ચક્રાવામાંથી છૂટવાની બારી ગીતામાં જોઈ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચેના લાંબા કલહમય વિરોધને નિકાલ ગીતાકારે અનાસક્ત દૃષ્ટિ મૂકી આપ્યો હતો. તે જ અનાસક્ત દષ્ટિ હેમચંદ્ર અપનાવી અને ભગવાન ઋષભે આચરેલી સમગ્ર જીવનવ્યાપ્તિ કર્મમાં લાગુ પાડી. હેમચંદ્રની મૂંઝવણને અંત આવ્યો. તેમણે બહુ ઉલ્લાસ અને નિર્ભયતાથી કહી દીધું કે ભગનાને જ્ઞાની હેઈ જાણવા છતાં પણ સાવધ કર્મો કર્તવ્ય લેખી આચર્યા. હેમચંદ્રનું આ સમર્થન એક બાજુ જૂની જેન ઘરેડની દિશાભૂલ સૂચવે છે ને બીજી બાજુ તે આપણને નવું સ્વરૂપ ઘડવા પ્રકાશ આપે છે. ખરી રીતે જ્ઞાની હોય તે તે દેશનું સ્વરૂપ પૂરેપૂરું સમજે અને તેથી જ તે સ્થૂલ ગમે તેવા લાભો છતાં દોષમય પ્રવૃત્તિ ન આચરે. એટલે જે દુન્યવી જીવનોપયોગી પ્રવૃત્તિ પણ એકાંત દોષવાળી જ હેય તે જ્ઞાનીએ તે એને ત્યાગ જ કરી રહ્યો. છતાં જો એ પ્રવૃત્તિનું વિષ અનાસક્તભાવને લીધે દૂર થતું હોય અને અનાસક્ત દૃષ્ટિથી એવી પ્રવૃત્તિ પણું કર્તવ્ય ઠરતી હોય તે અત્યારના જૈન સમાજે પિતાના સંસ્કારમાં આ દષ્ટિ દાખલ કરી સુધારો કરે જ રહ્યો. એ વિના જૈન સમાજ વાસ્તે બીજે વ્યવહારૂ અને શાસ્ત્રીય માર્ગ છે જ નહિ. આપણા દેશમાં ભણેલા અને અભણ બંને વર્ગમાં એક જાતની અપંગતા છે. ભણેલ વર્ગ ખૂબ ભણ્યા છતાં અભણવર્ગ કરતાંય પાંગળો છે; કારણ કે, તેણે કર્મેન્ટિને કેળવવામાં લઘુતા માની પા૫ સેવ્યું છે. અભણ વર્ગમાં કમેંજિયોની તાલીમ છતાં તે બુદ્ધિની યોગ્ય તાલીમ ને સાચી વિચારદિશા સિવાય અંધ જે છે. જૈન સમાજના ત્યાગી અને તેને અનુસરનાર બધા વર્ગની સ્થિતિ બરાબર એવી જ કડી છે. તેઓ ત્યાગની મોટી મોટી વાતો કરે છે, પણ તેમને બીજાઓનાં કર્મો ઉપર જીવવાનું અનિવાર્ય હેઈ સાચી રીતે તેઓ ત્યાગ સાધી શકતા નથી ને કર્મ પથ આચરી શક્તા નથી. જેઓ પ્રત્તિમાં પડેલા છે તેઓ મુસીબત આવતાં અને ટાંકણે તેમાંથી માર્ગ કાઢવાનું ભૂલી જઈ ભળતા જ ત્યાગને ચીલે પસંદ કરે છે, તેથી જૈન Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] દર્શન અને ચિંતન સમાજની પ્રવૃત્તિ કે નિવૃત્તિ એકે વાસ્તવિક રહી જ નથી. ગૃહસ્થા પેાતાની ભૂમિકા પ્રમાણે પ્રવૃત્તિધમ પૂર્ણ પણે નથી બજાવતા અને ત્યાગી પણ નિવૃત્તિધમ જરાયે સાચવી નથી શકતા. આ મુશ્કેલીમાંથી બચવાની ચાવી મારી સમજ પ્રમાણે ભગવાન ઋષભના સ્વાભાવિક જીવનક્રમમાંથી મળી આવે છે. એ ઋષભના જીવનક્રમ ઘણા લાંબા વખતથી આ જાતિને આર્શ મનાતા આવ્યા છે અને તે આખી માનવજાતિને વિશુદ્ધ આદર્શ થવાની ચેાગ્યતા પણ ધરાવે છે. ભરતના પ્રવૃત્તિધર્મમાં વિકૃત નિવૃત્તિધર્મની છાપ ઋષભ પછી તેમના જ્યેષ્ઠ પુત્ર ભરતના જીવન તરફ આપણે વળીએ. એના આખા જીવનને ન સ્પર્શતાં તેની અમુક બાબત તરફ જ દૃષ્ટિપાત કરીશું. એમ તો ભરત ઋષભના પુત્ર તરીકે જેમ જૈનપર પરામાં વર્ણવાયેલ છે તેમ તે બ્રાહ્મણપર’પરામાં પણ વર્ણવાયેલ છે. અલબત્ત, ભરતના જીવનનું ચિત્રણ અને પરંપરાઓએ પોતપેાતાના દૃષ્ટિબિંદુ પ્રમાણે જ જુદી જુદી રીતે કરેલું છે. અહીં આપણે જૈન પર પરામાં વર્ણવાયેલ ભરતજીવનની ઘટના ઉપર વિચાર કરીશું. દિગંબર અને શ્વેતાંબર અને પરંપરા પ્રમાણે ભરતનું આખુ જીવન તેના પિતાના વારસ પ્રમાણે પ્રવૃત્તિધમાંથી ધડાયેલું છે એ વિશે તે શંકા છે જ નહિ. ભરત ઉમરે પહેાંચી રાજ્ય કરે છે, ૬૪૦૦૦ સ્ત્રીઓ સાથે ગૃહજીવન ગાળે છે, પ્રજાપાલનમાં ધમ પરાયણતા દાખવે છે, અને છેવટે ગૃહસ્થ તરીકેની જ સ્થિતિમાં પૂર્ણ જ્ઞાન મેળવી અંતે આધ્યાત્મિક શાંતિ સંપાદન કરે છે. આ દેખીતી રીતે જ સ્વાભાવિક પ્રવૃત્તિધ છે, પણ એમાં કચાંક કાંક ચરિત્રલેખકાના સમયના વિકૃત નિવૃત્તિધર્મના રંગા પુરાઈ ગયા છે. જિનસેન અને હેમચંદ્ર અને ભરત પાસે આય વેદોની રચના કરાવે છે, બ્રાહ્મણ વગેરે ચાર વર્ણોની સ્થાપના કરાવે છે અને બ્રાહ્મણનાં કુળકર્મો કરાવરાવે છે. આ પછી જિનસેન અને હેમચંદ્ર અજાયબી પમાડે એવી રીતે જુદે જુદે માગે વિચરે છે. જિનસેનના કથન પ્રમાણે ભરતને બ્રાહ્મણ વર્ણની સ્થાપના કર્યો પછી તેના ગુણદોષ વિશે શંકા થાય છે, ને તે શંકા નિવારવા પેાતાના પિતા ઋષભ તીર્થંકરને પ્રશ્ન કરે છે. ભગવાન ભરતને બ્રાહ્મણ વથી આવનાર ભાવિ દેાષા વર્ણવી બતાવે છે ને છેવટે આશ્વાસન આપતાં કહે છે કે જે થયું તે થયું. એનાથી અમુક લાભ પણ થયા છે, ત્યાદિ. જિનસેનને ભરતના સ્વાભાવિક જીવનને સંકુચિત નિવૃત્તિધમ માં ઢાળવાને Page #268 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ગણદેવ અને તેમને પરિવાર [ ર૩૩ પ્રયત્ન જરાયે છૂપે રહે તે નથી, પણ હેમચંદ્રને પ્રયત્ન તે એથીયે ચઢી જાય તેવો નિરાળો છે. હેમચંદ્ર જિનસેન પ્રમાણે જ ભારત પાસે બ્રાહ્મણ આદિ વર્ણની સ્થાપના, આર્યવેદની રચના વગેરે બધું કરાવે છે; પણ તેમણે પિતાના વર્ણનમાં જે કૌશળ દાખવ્યું છે તે બુદ્ધિ અને કલ્પનાપૂર્ણ હોવા છતાં પાછલા વિકૃત નિવૃત્તિધર્મની સાક્ષી પૂરે છે. હેમચંદ્રના કથન પ્રમાણે ભરતે એક શ્રાવકવર્ગ સ્થા, ને તેણે એ વર્ગને કહ્યું કે તમારે કામકાજ અગર ધધો ન કરે, ખેતીવાડી કે વ્યાપાર નોકરી અગર રાજ્ય આદિ કાઈ પ્રપંચમાં ન પડવું. તમારે બધાએ રાજ્યને રસોડે જમી જવું ને હંમેશાં પઠન પાઠનમાં લીન રહેવું તેમ જ રેજ મને “નિત મવાનું વતે મીતરમાત્મા સુન મા હન” એ મંત્ર સંભળાવ્યા કરે. ભરતે સ્થાપેલ એ શ્રાવકવર્ગ ભરતની યોજના પ્રમાણે ભરતને રસોડે જમતો, કાંઈ પણ કામ ન કરતાં માત્ર ભરતે રચેલ વેદનો પાઠ કરતા અને ભરતે જ રચી આપેલ ઉપર્યુક્ત ઉપદેશમંત્ર ભરતને જ નિત્યપ્રતિ સંભળાવતે. પણ મિત્રો ! હેમચંદ્રનું આગળનું વર્ણને એથીયે વધારે આકર્ષક છે. તે કહે છે કે ભરતે સ્થાપેલ શ્રાવકવર્ગ જ “મા હન મા હન” શબ્દ બોલવાને કારણે બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ થયે! કઈ એમ ન ધારતા કે હેમચંદ્રને એ શ્રાવકવર્ગ કામધંધા વિનાનો માત્ર શાસ્ત્રપાઠી જ હતું. એ વર્ગને સ્ત્રીઓ અને ઘરબાર પણ હતાં. તે વર્ગનું ખાવાપીવા વગેરે બધું પિષણ રાજ્ય તેમ જ સામાન્ય પ્રજા તરફથી ચાલતું હેવાને લીધે તે વર્ગને બાળબચ્ચાં પેદા કરીને તેને પિલવાની ચિંતા હતી જ નહિ. હેમચંદના કથન પ્રમાણે તે વર્ગ પિતાનાં સારાં સારાં બાળકો સાધુવર્ગને વહોરાવતે, જે બાળકે સાધુઓ પાસે દીક્ષા લેતાં અને એ શ્રાવક વર્ગમાંથી વિરક્તિ પામેલ અનેક જણ પિતે પણ દીક્ષા લેતા. ઉપર આપેલ ટૂંક વર્ણન ઉપરથી કોઈ પણ સમજદારને એ સમજવું મુશ્કેલ નહિ પડે કે આચાર્ય હેમચંદ્ર ભરતને હાથે જે શ્રાવકવર્ગ સ્થપાવ્યો છે, અને કામધંધે છોડી માત્ર શાસ્ત્રપઠનમાં મશગૂલ રહી રાજ્યને રસોડે જમી જવાની અને ભરતે જ રચી આપેલ ઉપદેશપાઠ ભરતને જ રોજ પ્રતિ સંભળાવવાની જે વાત કહી છે તે સાધુસંસ્થાને જોઈતા ઉમેદવારો છૂટથી પૂરા પાડનાર જીવતા યંત્રની જ વાત છે, અને તે જૈન પરંપરામાં પરાપૂર્વથી ચાલતા વિકત નિવૃત્તિધર્મની સૂચક માત્ર છે. અત્યારના જૈન સમાજમાં ત્યાગીવર્ગ જે જાતનું વલણ ધરાવે છે, જે સંસ્કાર પિષે છે ને દીક્ષાને નિમિત્તે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] દર્શન અને ચિંતન જે ભવાડાઓ ઊભા કરે છે તેનાં મૂળો તો સેંકડે વર્ષ પહેલાં નંખાઈ ગયેલાં હતાં. હેમચંદ્રના સમયમાં પણ એ વિકતિઓ હતી. ફેર એટલે જ કે અમુક પરિસ્થિતિને કારણે તે વિકૃતિઓ ધ્યાનમાં આવી ન હતી અગર કોઈએ તે તરફ લક્ષ આપ્યું ન હતું. જે એક બૈરા છોકરાવાળો આ વર્ગ કામધ છેડી પરાશ્રયી બની ધર્મ પાલન કરે એ સ્વાભાવિક હોય તો એમાં દોષ ન જ આવા જોઈએ. ખરી વાત એ છે કે જૈન પરંપરામાં ત્યાગી વર્ગે નિવૃત્તિધર્મની એક જ બાજુને જીવનની પૂરી બાજુ માની તે વિશેના જ વિચારે સેવ્યા અને પ્રચાર્યા. પરિણામે તેઓ ગૃહસ્થ કે ત્યાગીના જીવનમાં અનિવાર્ય રીતે આવશ્યક એવા કર્મો અને પ્રવૃત્તિનું મહત્ત્વ જ ભૂલી ગયા. તેથી જ આપણે ભારતના સહજ પ્રવૃત્તિધર્મમાં વિકૃત નિવૃત્તિધર્મની છાપ વાંચીએ છીએ. - ભરતે રચેલ ઉપદેશમંત્રને અર્થ એ છે કે તમે જિતાયા છે, તમારામાં ભય વચ્ચે જાય છે, માટે તમે કોઈને ન હ. કે સુંદર, પારમાર્થિક અને સદા સ્મરણીય ઉપદેશ ! પણ આ ઉપદેશ સાંભળવામાં અસંગતિ કેટલી ? ઉપદેશનું તત્ત્વ વિચારનાર વેદપ્રણેતા ભરત પિતે. એને શબ્દમાં ઉતારનાર, ભરત પોતે. પણ ભરતને પિતાના જ વિચારનું ભાન રહેતું નહિ, તેથી તે એક ભાડૂતી અને અકર્મણ્ય પરાવલંબી વર્ગને મોઢે પિતાનાં રચેલ વાક્યો સાંભળવાનું પસંદ કરતો. આ બેહદું નથી લાગતું? પણ આ વર્ણનમાં, હેમચંદ્રન લેશ પણ દેષ નથી. એ તે એક કલ્પનાસમૃદ્ધ અને પ્રતિભાસંપન્ન કવિ છે. તે પોતે જે સંસ્કારથી ટેવાયેલ ને જે સંસ્કારમાં પિવાયેલ છે તેનું કવિત્વમય ચિત્રણ કરે છે. આપણે એ ઉપરથી જે એટલું સમજી લઈએ કે નિવૃત્તિધર્મની એકદેશીયતાઓ પ્રવૃત્તિધર્મને કેવો વિકૃત કર્યો, તે. આપણે માટે બસ છે. ભરત અને બાહુબળી જિનસેન કે હેમચંદના કાવ્યમય વર્ણનમાંથી અનેક બેધપ્રદ બાબતે. મળી આવે તેમ છે. તેમાંથી ભરત બાહુબળીને લગતી એક બાબત ઉપર ઊડતી નજર નાખી લઈએ, જે આ વખતે તદન સ્થાને છે. બંને ભાઈઓ લડાઈમાં ઊતર્યા. સામસામે મેટી મટી ફેજના મેરિચા મંડાયા. અનેક જાતના સંહાર પ્રતિસંહાર પછી છેવટે ઈ આપેલ સલાહ બંનેએ માન્ય રાખી. તે સલાહ એ હતી કે ભાઈ! લડવું હોય તે લડે, પણ એવું લડે કે જેથી તમારી લડાઈની ભૂખ પણ ભાગે ને કેઈની ખુવારી પણ ન થાય. ફક્ત તમે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમને પરિવાર [ ૨૩૫ બંને અંદરોઅંદર લડે. આ સલાહ પ્રમાણે તેમનાં પાંચ યુદ્ધો નક્કી થયાં, જેમાં ચક્ર ને મુષ્ટિ યુદ્ધ જેવાં યુદ્ધો તો હિંસક હતાં, પણ સાથે સાથે અહિંસક યુદ્ધ પણ હતાં. એ અહિંસક યુદ્ધમાં દૃષ્ટિયુદ્ધ ને નાદયુદ્ધ આવે છે. જે જલદી આંખ મીંચે કે નબળો નાદ કરે તે હારે. આ અહિંસક યુદ્ધ સાએ કેવું શીખવા જેવું છે ! આખા જગતમાં એને પ્રસાર થાય ને જે તે માટે. ત્યાગીઓ પ્રયત્ન કરે તો તે દ્વારા જગતનું કેટલું હિત સધાય ! એથી યુદ્ધની તૃષ્ણ શમશે, હારજીત નક્કી થશે અને સંહાર થતો અટકશે. પણ બીજા લેકે નહિ તે છેવટે જેને જ એમ કહેશે કે જગત તે એવું યુદ્ધ સ્વીકારે ખરું? પણ આ સ્થળે જ જૈન ભાઈઓને પૂછી શકીયે કે જગત તેવું અહિંસક યુદ્ધ ન સ્વીકારે તે નહિ, પરંતુ અહિંસા ને નિવૃત્તિધર્મને ઉપદેશ રાતદિવસ આપનાર ત્યાગીવર્ગ, જે સામસામેની છાવણીમાં વહેંચાઈ પિોતપિતાની બાજુએ શ્રાવક લડવૈયાઓને ઊભા કરી અનેક રીતે લડી રહ્યા છે, તે આવા કોઈ અહિંસક યુદ્ધને આશ્ચય કાં ન લે? જે બે મુખ્ય આચાર્યો કે સાધુઓ વચ્ચે તકરાર હોય તે બે જ દષ્ટિ કે મૌન યુદ્ધથી નહિ તે તપિયુદ્ધથી હારજીતને નિર્ણય કાં ન કરે ? જે વધારે અને ઉગ્ર તપ કરે તે જીત્યો. આથી અહિંસા અને સંયમ પિષાવા સાથે જગતમાં આદર્શ સ્થપાશે. આ ઉપરાંત બાહુબળીના જીવનમાંથી એક ભારે મહત્વના પદાર્થપાટ આ પણ જેને શીખવા મળે છે. તે એ કે બાહુબળીએ ભારત ઉપર મુટ્ટી. મારવા ઉપાડી, પણ તરત જ વિવક જાગતાં એણે એ મુઠ્ઠી અધ્ધરથી જ પાછી વાળી. પાછી વાળીને પણ ખાલી જવા ન દેતાં એ મુઠ્ઠી પિતાના મસ્તક ઉપર જ ચલાવી. તે એવી રીતે કે તે દ્વારા એણે આત્મઘાત ન કર્યો, પણ અભિમાનઘાત કર્યો. એણે અહંકારની પ્રતીક જેવી ચેટી ઉખાડી ફેંકી. આ ઘટનામાં કેટલું રહસ્ય ને કેટલે બોધપાઠ ! ખાસ કરી ધર્મને નામે લડતા આપણું ફિરકાઓ અને આપણા ગુઓ માટે તે બાહુબલીનો આ પ્રસંગ પૂરેપૂરે માર્મિક છે. બ્રાહી અને સુંદરી છેવટે આપણે આ બહેને વિશે થોડુંક વિચારી લઈએ. બ્રાહ્મી અને સુંદરી બંને પાત્રો કાલ્પનિક હોય કે અર્ધકાલ્પનિક, પણ તે જીવનમાં ભારે સ્કૃર્તિદાયક નીવડે તેવાં છે. એ પ્રાતઃસ્મરણીય બહેનની બાબતમાં ત્રણ મુદ્દા તરફ સૌનું ધ્યાન ખેંચવા ઈચ્છું છું ઃ (૧) આજીવન કુમારવ અને બ્રહ્મચર્ય, (૨) ભાઈ ભરતની ઇચ્છાને વશ ન થતાં ઉગ્ર તાપૂર્વક સુંદરીને ગૃહત્યાગ. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ] દર્શન અને ચિંતન (૩) બંને બહેને દ્વારા બાહુબળીને પ્રતિબોધ અને એ પ્રતિબોધની તક્ષણ તેના ઉપર અસર. પિતા રાષભ અને ભાઈ ભરત બાહુબળી વગેરેનાં લાંબાં જીવન તથા તેમની આજુબાજુ સર્વત્ર પ્રવૃત્તિધર્મ જ પ્રચલિત હતા. એવા એ વાતારણમાં આ બંને બહેનોનું આજીવન કુમાર તેમ જ નિવૃત્તિધર્મનું અકાન્તિક વલણ બહુ ઓછાં બંધબેસતાં અને સ્વાભાવિક લાગે છે. તે સમયની સમગ્ર સમાજરચનામાં તેમનું આ નિવૃત્તિમય જીવન તદ્દન જુદી ભાત પાડે છે. જે એવું જીવન તે વખતે શક્ય ન હોય અને ચરિત્રલેખકેના નિવૃત્તિમય માનસિક સંસ્કારનું જ એ પ્રતિબિંબ માત્ર હોય તોય એ બેઉ બહેને, સહજ સરલતાને કારણે, મહાસતી પદને એગ્ય છે જ. ભાઈબહેનનું લગ્ન તે એ જમાનાની સામાન્ય રીત અને માનીતી રીત હતી. આજે જે અનીતિ ગણાય છે તે તે વખતે પ્રતિષ્ઠિત નીતિ હતી. આપણે નીતિ-અનીતિના બદલાતા ધોરણમાંથી ઘણું શીખી શકીએ અને લગ્ન, પુનર્લગ્ન, અંતતિલગ્ન, અંતર્ધાતિલગ્ન, અંતર્વર્ણલગ્ન તેમ જ અંતરરાષ્ટ્ર લગ્ન ઇત્યાદિ અનેક સામાજિક સંબંધોના વિવિધ પાસાઓ વિશે ઘટત પદાર્થપાઠ અને જોઈતું બળ મેળવી શકીએ. ભરત સુંદરીને પરણવા ઈચ્છતો. સુંદરી ભરતને અપાત્ર ગણતી એમ તે નહિ, પણ તે લગ્ન કરવા જ ઇચ્છતી ન હતી. તે બ્રાહ્મીને પગલે જ ચાલી સંન્યાસધર્મ સ્વીકારવા ઇચ્છતી. એ તે વખતની સમાજરચના પ્રમાણે તેમ જ પોતાના કુટુંબની મર્યાદા પ્રમાણે ઉછરેલી તદ્દન સ્વતંત્રપણે, તેમ છતાં ભારતની ઈચ્છાને સ્પષ્ટ ઇનકાર ન કરતાં તેણે ઉગ્ર તપ આચરી સૌંદર્ય કરમાવી ભારતનું આકર્ષણ નાબૂદ કરવાનો માર્ગ સ્વીકાર્યો. શું સુંદરીનું આ વલણ ઋષભની પુત્રી અને બાહુબળીની બહેનને શોભે એવું છે કે મધ્યયુગની કઈ અબળાને લાગુ પડે તેવું છે ? વિચારકને સુંદરીના એ તપનુકાનમાં કાતિક નિવૃત્તિધર્મના યુગની છાપ જણાયા વિના ભાગ્યે જ રહી શકે. ગમે તેમ છે, પણ આ સ્થળે સુંદરી અને ભરતના યુગલની ઋદના યમીયમ યુગલ સાથે સરખામણી ખાસ કરવા જેવી છે. ઋગ્રેદમાં યમી સગા ભાઈ યમને પિતાને વરવા પ્રાર્થે છે. જ્યારે ભાઈ યમ તેને કોઈ બીજા પુરુષની પસંદગી કરવા ને પિતાને ન પજવવા કહે છે ત્યારે યમી ચંડી બની ભાઈ યમને હીજડે સુધાં કહી Page #272 -------------------------------------------------------------------------- ________________ ભગવાન અષભદેવ અને તેમનો પરિવાર [ ૨૩૭ તિરસ્કારે છે. સુંદરીના કિસ્સામાં તેથી છેક જ ઊલટું છે. ભારત સુંદરીને વરવા માગે છે, જ્યારે સુંદરી ભાઈ ભરતની માગણીને પસંદ નથી કરતી. માગણને અસ્વીકાર કરતાં સુંદરી નથી રોષે ભરાતી, કે સુન્દરીનું ઊલટું વલણ જેવા છતાં નથી ભરત રોષે ભરાતો. ઊલટું બંનેમાં આંતરિક સૌમનસ્ય જામે છે અને વધે, છે. યમ–ચમને તેમ જ સુંદરી-ભરતને પ્રસંગ એ ભાઈબહેન વચ્ચેના લગ્ન– વહેવારની નીતિના અંતના પ્રસંગે હેય તેમ લાગે છે. પણ ઋગ્વદના યમ–. યમી સૂક્તમાં નોંધાયેલ પ્રસંગ કરતાં જૈન પરંપરામાં સેંધાયેલ સુંદરી-ભરતનો. પ્રસંગ ઉભયપક્ષે સાત્ત્વિક છે; કારણ કે, પહેલા પ્રસંગમાં યમી સાત્ત્વિકતા ગુમાવે છે, જ્યારે બીજા પ્રસંગમાં સુંદરી અને ભરત બંને સાત્વિકતામાં સ્નાન કરી તરબોળ થાય છે. બાહુબળીને પ્રતિબોધ કરવાનો મુદ્દો અનેક દૃષ્ટિએ મહત્ત્વ છે. પહેલી વાત તો એ કે મહાન બલી તેમ જ અભિમાની પુસ્જકેસરી સાધુ પ્રતિબોધનું લક્ષ્ય છે અને પ્રતિબોધ કરનાર બે અબળાઓ તેમ જ દરજજામાં ઊતરતી સાધ્વીઓ છે. છતાં પ્રતિબોધનું પરિણામ અતિ આશ્ચર્યજનક આવે છે. બહેનની. નમ્ર પણ નિર્ભય ટકોર ભાઈને સીધી રીતે હાડોહાડ સ્પર્શે છે, ને તે ક્ષણમાત્રમાં પિતાની ભૂલ જોઈ બીજી જ ક્ષણે તેનું સંશોધન કરી નાખે છે. શું આજકાલના તુમુલ ધાર્મિક યુદ્ધમાં સપડાયેલ ગૃહસ્થ કે સાધુ પુષવર્ગને તેમની ભૂલ સમજાવે ને સાચેસાચી આંખ ઉઘાડે એવી કોઈ વધારે નહિ. તે કોઈ એકાદ બહેન, બ્રાહ્મી–સુંદરીનું સદા પ્રાતઃસ્મરણ કરનાર જૈન સમાજમાં છે? શું બ્રાહ્મીસુંદરીનું મહત્ત્વ ગાનાર અત્યારનો આખો જૈન અબળા સમાજ સાચે જ સાહસ અને વિચારવંધ્ય બની ગયો છે ? એમાં એક પણ એવું નારીરત્ન નથી કે જે ધર્મને નામે લડતા અભિમાની પુરુષોની ભૂલનાં મર્મ સ્થાને સમજે અને તે તેમની સામે નિભય પણે દર્શાવે ? એ જ રીતે શું એવો એક પણ પુરુષકેસરી સાધુરાજ નથી કે જે બાહુબળીના જેટલું સરલહૃદય હોય અને ભૂલ દર્શાવનાર પાત્ર કોણ છે એને વિચાર કર્યા સિવાય જ, ભૂલ તે તો અંતે ભૂલ જ છે એમ સમજી, પિતાની ભૂલને કબૂલે તેમ જ તેનું સંશોધન કરી આધ્યાત્મિક અને સામાજિક કલ્યાણને નિરપદ બનાવે ? આપણે આજને પ્રસંગે એવી આશા સેવીએ કે સમાજમાં બ્રાહ્મીસુંદરી જેવી બહેને પાકે ને બાહુબળી જેવા પુરુષો. ઉપસંહાર લેખમાં રજૂ થયેલ મુદ્દાઓ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે: (૧) ભગવાન Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ ] દર્શન અને ચિંતન અષભ એ માત્ર જૈન પંથના જ નહિ, પણ આખી આ જાતિના ઉપાસ્ય દેવ છે. (૨) ભગવાન ઋષભે પ્રવર્તાવેજો ને આચરેલે પ્રવૃત્તિધર્મ જ વૈયક્તિક તેમ જ સામાજિક જીવનમાં બંધબેસતે હોઈ તે જ જૈન ધર્મનું અસલી સ્વરૂપ છે. (૩) અત્યારના જૈન ધર્મની એકાંગી નિવૃત્તિની સમજ એ અધૂરી હેઈ ઋષભના આદર્શો સંશોધન કરવા જેવી છે. (૪) આચાર્ય હેમચંદ્ર જેવાએ એવા સંશોધનની દિશા પણ સૂચવી છે અને આજના કર્મયુગમાંથી તે એ સ્પષ્ટપણે મળી શકે તેમ છે. (૫) ભારતનાં જીવનમાં પણ પ્રવૃત્તિધર્મનું જ સ્વાભાવિક સ્થાન છે. પ્રસંગે પ્રસંગે જે વિકૃત ધર્મનાં ચિત્રણ નજરે પડે છે, તે પાછલા વિકૃત જૈન ધર્મની અસર માત્ર છે. (૬) બાહુબલી ભરત કરતાંય ચડિયાતું પાત્ર છે. તેણે નિશ્ચિત છતને ટાંકણે પણ ત્યાગ દર્શાવી ભારે આદર્શ પૂરે પાડ્યો છે અને બહેનોના ઉપદેશને નમ્રપણે ઝીલી લઈને એણે અનેકમુખી ભવ્યતા દાખવી છે. (૭) બ્રાહ્મી અને સુંદરીનાં પાત્ર પ્રાતઃસ્મરણીય છે. તેમાંય સુંદરી એ બ્રાહ્મી કરતાં અનેક રીતે વધારે સાત્વિકતા દાખવે છે. તેનું સૌંદર્ય વાસનાને વશ ન થવામાં છે. –પર્યપર્વનાં વ્યાખ્યાને, ૧૯૪ર. Page #274 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ ]. દેવીપૂજામાંથી મનુષ્યપૂજાને ક્રમિક વિકાસ જેમ બીજા દેશે અને બીજી પ્રજામાં તેમ આ દેશ અને આર્ય પ્રજામાં પણ જૂના વખતથી ક્રિયાકાષ્ઠ અને વહેમનાં રાજ્યની સાથે સાથે થોડા પણ આધ્યાત્મિક ભાવ હતો. વૈદિક મન્ત્રયુગ અને બ્રાહ્મણયુગના વિસ્તૃત અને જટિલ ક્રિયાકાઠે જ્યારે થતાં ત્યારે પણ આધ્યાત્મિક ચિંતન, તપનું અનુષ્ઠાન અને ભૂતયાની ભાવના એ તો પ્રજામાં ઓછા પ્રમાણમાં પણ પ્રવર્તતાં હતાં. ધીમે ધીમે સગુણોને મહિમા વધવા લાગે અને ક્રિયાકલાપ તથા વહેમનું રાજ્ય ઘટતું ચાલ્યું. જેમ જેમ પ્રજાના માનસમાં સદ્ગણોની પ્રતિષ્ઠાએ સ્થાન મેળવ્યું તેમ તેમ તેના માનસમાંથી ક્રિયાકલાપ અને વહેમોની પ્રતિષ્ઠાએ સ્થાન ગુમાવ્યું. ક્રિયાકલાપ અને વહેમોની પ્રતિષ્ઠા સાથે હંમેશાં અદશ્ય શક્તિનો સંબંધ જોડાયેલું હોય છે. જ્યાં સુધી કોઈ અદશ્ય શક્તિ (પછી તે દેવ, દાનવ, દત્ય, ભૂત, પિશાચ કે એવા બીજા કેઈ ગમે તે નામથી ઓળખવામાં આવે) માનવામાં કે મનાવવામાં ન આવે ત્યાં સુધી ક્રિયાકાણે કે વહેમ ચાલી કે જીવી શકે જ નહિ; એટલે ક્રિયાકાંડો અને વહેમના રાજ્ય વખતે તેની સાથે દેવપૂજા અનિવાર્યરૂપે સંકળાયેલી હોય એ તદન સ્વાભાવિક છે. એથી ઊલટું સદ્ગણોની ઉપાસના અને પ્રતિષ્ઠા સાથે કોઈ અદશ્ય દેવશક્તિનો નહિ, પણ પ્રત્યક્ષ દેખી શકાય એવી મનુષ્યવ્યક્તિને સંબંધ હોય છે. સગુણની ઉપાસના કરનાર કે બીજા પાસે તે આદર્શ રજૂ કરનાર વ્યક્તિ કોઈ વિશિષ્ટ મનુષ્યને જ પિતાને આદર્શ માની તેનું અનુકરણ કરવા પ્રયત્ન કરે છે. એટલે સદ્ગુણની પ્રતિષ્ઠા વધવાની સાથે સાથે અદશ્ય એવા દેવની પૂજાનું સ્થાન દૃશ્ય મનુષ્યની પૂજા લે છે. મનુષ્યપૂજાની પ્રતિષ્ઠા જે કે સગુણની ઉપાસના અને મનુષ્યપૂજા પ્રથમથી વિકસિત થતાં આવતાં હતાં, છતાં ભગવાન મહાવીર અને બુદ્ધ એ બે મહાન પુરુષોના સમયમાં એ વિકાસે અસાધારણ વિશેષતા પ્રાપ્ત કરી, જેને લીધે ક્રિયાકાંડ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪. દર્શન અને ચિંતન અને વહેમના કિલ્લાની સાથે સાથે તેના અધિષ્ઠાયક અદશ્ય દેવોની પૂજાને ભારે આઘાત પહોંચ્યું. ભગવાન મહાવીર અને બુદ્ધિને યુગ એટલે ખરેખર મનુષ્યપૂજાને યુગ. આ યુગમાં સેંકડે અને હજારે નરનારીઓ ક્ષમા, સંતોષ, તપ, ધ્યાન આદિ ગુણ કેળવવા જિંદગી આપે છે અને તે ગુણોની પરાકાષ્ઠાએ પહેચેલ એવી પિતાની શ્રદ્ધાસ્પદ મહાવીરબુદ્ધ જેવી મનુષ્ય વ્યક્તિઓની ધ્યાન દ્વારા કે મૂર્તિ દ્વારા પૂજા કરે છે. આ રીતે માનવપૂજાને ભાવ વધવાની સાથે જ દેવમૂર્તિનું સ્થાન મનુષ્યમૂર્તિ વિશેષ પ્રમાણમાં મહાવીર અને બુદ્ધ જેવા તપસ્વી, ત્યાગી અને જ્ઞાની પુરુષો દ્વારા સગુણની ઉપાસનાને વેગ મળ્યો અને તેનું પરિણામ ક્રિયાકાપ્રધાન બ્રાહ્મણ સંસ્કૃતિ ઉપર સ્પષ્ટ આવ્યું. તે એ કે જે બ્રાહ્મણસંસ્કૃતિ એક વાર દેવ, દાનવ અને દૈત્યેની ભાવનામાં તથા ઉપાસનામાં મુખ્યપણે મશગૂલ હતી, તેણે પણ મનુષ્યપૂજાને સ્થાન આપ્યું. લેકે હવે અદશ્ય દેવને બદલે કોઈ મહાન વિભૂતિરૂપ મનુષ્યને પૂજેવા, માનવા અને તેનો આદર્શ જીવનમાં. ઉતારવા તત્પર હતા. એ તત્પરતા શમાવવા બ્રાહ્મણસંસ્કૃતિએ પણ રામ અને કૃષ્ણના માનવીય આદર્શો રજૂ કર્યા તેમ જ તેમની મનુષ્ય તરીકેની પૂજા ચાલી. મહાવીરબુદ્ધયુગ પહેલાં રામ-કૃષ્ણની આદર્શ મનુષ્ય તરીકેની વિશિષ્ટ પૂજા કે પ્રતિષ્ઠાનાં ચિહ્નો ક્યાંય શાસ્ત્રમાં દેખાતાં નથી. તેથી ઊલટું મહાવીર–બુદ્ધયુગ પછી કે તે યુગની સાથે સાથે રામ અને કૃષ્ણની મનુષ્ય તરીકેની પૂજા પ્રતિષ્ઠાનાં પ્રમાણે આપણને સ્પષ્ટ મળી આવે છે. તેથી અને બીજાં સાધનોથી એમ માનવાને ચોકકસ કારણ મળે છે કે માનવીય પૂજાપ્રતિષ્ઠાનો પાકે પાયો મહાવીર–બુદ્ધના યુગથી નંખાય છે અને દેવપૂજક વર્ગમાં પણ મનુષ્યપૂજાના વિવિધ પ્રકારે અને સમ્પ્રદાયો શરૂ થાય છે. મનુષ્યપૂજામાં દૈવીભાવનું મિશ્રણ લાખે અને કરે માણસના મનમાં જે સંસ્કારે સેંકડો અને હજારે વર્ષો થયાં રૂઢ થએલા હોય છે તે કોઈ એકાદ પ્રયત્નથી કે થોડા વખતમાં બદલવા શક્ય નથી હોતાં તેથી અલૌકિક દેવમહિમા, દૈવી ચમત્કારો અને દેવપૂજાની ભાવનાના સંસ્કાર પ્રજામાનસમાંથી મૂળમાંથી ખસ્યા ન હતા. તેને લીધે બ્રાહ્મણસંસ્કૃતિએ રામ અને કૃષ્ણ જેવા પુરુષોને આદર્શ તરીકે મૂકી તેમની પૂજાપ્રતિષ્ઠા શરૂ કરી, છતાં પ્રજામાનસ દેવીભાવ સિવાય સંતુષ્ટ થાય એવી સ્થિતિમાં આવ્યું ન હતું. તેને લીધે તે વખતના બ્રાહ્મણસંસ્કૃતિના આગેવાન Page #276 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ ૨૪૧ વિદ્વાનોએ જે રામ અને કૃષ્ણને મનુષ્ય તરીકે આલેખ્યા-વર્ણવ્યા, છતાં તેમના આન્તરિક અને બાહ્ય જીવન સાથે અદશ્ય દેવી અંશ અને અદશ્ય દૈવી કાર્યને સંબંધ પણ જોડી દીધો. એ જ રીતે મહાવીર અને બુદ્ધ આદિના ઉપાસકેએ એમને શુદ્ધ મનુષ્ય તરીકે જ આલેખ્યા, છતાં તેમના જીવનના કઈ ને કઈ ભાગ સાથે અલૌકિક દેવતાઈ સંબંધ પણ જોડી દીધે. બ્રાહ્મણસંસ્કૃતિ એક અને અખંડ આત્મતત્વને માનનારી હેવાથી તેણે પોતાના તત્વજ્ઞાનને બંધબેસે તેમ જ સ્થૂળ લેકની દેવપૂજાની ભાવના સંતોષાય એ રીતે રામ અને કૃષ્ણના મનુષ્યજીવનને દેવી ચીતર્યું. એણે પરમાત્મા વિષ્ણુને જ રામ અને કૃષ્ણના માનવીય રૂપમાં અવતાર લીધાનું વર્ણવ્યું. જ્યારે શમણુસંસ્કૃતિ આત્મભેદ માનનારી અને કર્મવાદી હોવાને લીધે પિતાના તત્વજ્ઞાનને બંધબેસે એવી રીતે જ એણે પિતાના આદર્શ ઉપાસ્ય મનુષ્યને વર્ણવ્યા અને લેકેની દેવીપૂજાની ભૂખ ભાંગવા તેણે પ્રસંગે પ્રસંગે દેવોને અનુચરે અને ભક્તિરૂપે મહાવીર, બુદ્ધ આદિ સાથે સંબંધ જોડ્યો. આ રીતે એક સંસ્કૃતિમાં મનુષ્યપૂજ દાખલ થયા છતાં તેમાં દિવ્ય અંશ જ મનુષ્યરૂપે અવતાર લે છે, એટલે એમાં આદર્શ મનુષ્ય એ માત્ર અલૌકિક દિવ્યશક્તિને પ્રતિનિધિ બને છે; જ્યારે બીજી સંસ્કૃતિમાં મનુષ્યને જ પિતાના સગુણ માટેના પ્રયત્નથી દેવ બને છે અને તેમાં મનાતા અદશ્ય દે તે માત્ર પેલા આદર્શ મનુષ્યના અનુચરે અને ભકતિ થઈ એની પાછળ પાછળ દોડે છે. ચાર મહાન આર્ય પુરુષો મહાવીર અને બુદ્ધની ઐતિહાસિકતા નિર્વિવાદ હેવાથી એમાં સંદેહને અવકાશ નથી; જ્યારે રામ અને કૃષ્ણની બાબતમાં એથી ઊલટું છે. એમના ઐતિહાસિકલ વિશે જોઈતાં સ્પષ્ટ પ્રમાણે ન હોવાથી તે વિશે પરસ્પર વિરોધી અનેક કલ્પનાઓ પ્રવર્તે છે. તેમ છતાં રામ અને કૃષ્ણનું વ્યક્તિત્વ પ્રજમાનસમાં એટલું બધું વ્યાપક અને ઊંડુ અંકિત થયેલું છે કે પ્રજાને મન તે એ બન્ને મહાન પુરુષો સાચા એતિહાસિક જ છે. ભલે વિદ્વાનો અને સંશોધકોમાં એમના ઐતિહાસિક વિશે વાદવિવાદ કે ઊહાપોહ ચાલ્યા કરે અને તેનું ગમે તે પરિણામ આવે, છતાં એ મહાન પુરુષોના વ્યક્તિત્વની પ્રજામાનસ ઉપર પડેલી છાપ જોતાં એમ કહેવું પડે છે કે પ્રજાને મન તો એ બને પુરુષો પોતાના હૃદયહાર છે. આ રીતે વિચાર કરતાં આર્ય પ્રજામાં મનુષ્ય તરીકે પૂજતા ચાર જ મહાન પુરુષો આપણી સામે ઉપસ્થિત ૧૬ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨] દર્શન અને ચિંતન થાય છે. આર્ય ધર્મની વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણેય શાખાઓના પૂજ્ય મનુષ્ય ઉક્ત ચાર જ મહાન પુરુષો છે, જેમની જુદા જુદા પ્રાન્તમાં ને જુદી જુદી કોમોમાં એક અથવા બીજે રૂપે ઉપાસના અને પૂજા ચાલે છે. ચારેયની સંક્ષિપ્ત તુલના . રામ અને કૃષ્ણ તેમ જ મહાવીર અને બુદ્ધ એ બન્ને યુગલ કહે કે ચાર મહાન પુરુષો કહે જ્ઞાતિથી ક્ષત્રિય છે. ચારેયનાં જન્મસ્થાને ઉત્તર હિન્દુસ્તાનમાં આવેલાં છે અને રામચંદ્રજી સિવાય તેમનામાંથી કોઈની પ્રવૃત્તિનું ક્ષેત્ર દક્ષિણ હિન્દુસ્તાન બન્યું નથી. રામ અને કૃષ્ણને આદર્શ એક જાતનો છે; અને મહાવીર તથા બુદ્ધને બીજી જાતનો છે. વૈદિક સૂત્ર અને સ્મૃતિશાસ્ત્રોમાં વર્ણાશ્રમધર્મને અનુસરી રાજ્યશાસન કરવું, ગે-બ્રાહ્મણની પ્રતિપાલના કરવી, તેને જ અનુસરી ન્યાય-અન્યાયને નિર્ણય કરે અને એ પ્રમાણે પ્રજામાં ન્યાયનું રાજ્ય સ્થાપવું એ રામ અને કૃષ્ણના મળતાં જીવનવૃત્તાન્તોનો મુખ્ય આદર્શ છે. એમાં ભાગ છે, યુદ્ધ છે અને દુન્યવી બધી પ્રવૃત્તિ છે; પણ એ બધું પ્રવૃત્તિચક સામાન્ય પ્રજાજનને નિત્યના જીવનક્રમમાં પદાર્થપાઠ આપવા માટે છે. મહાવીર અને બુદ્ધના જીવનવૃત્તાન્ત એથી તદ્દન જુદા પ્રકારનાં છે. એમાં નથી ભેગ માટેની ધમાલ કે નથી યુદ્ધની તૈયારીઓ. એમાં તે સૌથી પહેલાં તેમના પિતાના જીવનશોધનને જ પ્રશ્ન આવે છે અને તેમના પિતાના જીવનધન પછી જ તેના પરિણામરૂપે પ્રજાજનને ઉપયોગી થવાની વાત છે. રામ અને કૃષ્ણના જીવનમાં સત્વસંશુદ્ધિ છતાં રજોગુણ મુખ્યપણે કામ કરે છે; જ્યારે મહાવીર તેમ જ બુદ્ધના જીવનમાં રાજસ્ અંશ છતાં મુખ્યપણે સત્ત્વસંશુદ્ધિ કામ કરે છે. તેથી પહેલા આદર્શમાં અંતર્મુખતા છતાં મુખ્યપણે બહિર્મુખતા ભાસે છે અને બીજામાં બહિર્મુખતા છતાં મુખ્યપણે અન્તર્મુખતા ભાસે છે. આ જ વસ્તુને બીજા શબ્દોમાં કહેવી હોય તે એમ કહી શકાય કે એક આદર્શ કર્મચક્રનો અને બીજાને ધર્મચક્રનો છે. આ બન્ને જુદા જુદા આદર્શો પ્રમાણે જ તે મહાન પુરુષના સમ્પ્રદાયે સ્થપાયા છે, તેમનું સાહિત્ય તે જ રીતે સર્જાયું છે, પિષાયું છે અને પ્રચાર પામ્યું છે. તેમના અનુયાયીવર્ગની ભાવનાઓ પણ એ આદર્શ પ્રમાણે જ ઘડાયેલી છે અને તેમના પિતાના તત્ત્વજ્ઞાનમાં કે તેમને નામે ચડેલા તત્ત્વજ્ઞાનમાં એ જ પ્રવૃત્તિ અને નિવૃત્તિના ચક્રને લક્ષી બધું ત– ગોઠવાયેલું છે. ઉક્ત ચારેય મહાન પુરુષોની મૂર્તિઓ નિહાળો કે WWW.jainelibrary.org Page #278 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [: ૧૪૩ તેના પૂજા પ્રકારે જુઓ, અગર તેમનાં મંદિરની રચના અને સ્થાપત્ય જુઓ તે પણ તેમાં એ પ્રવૃત્તિ અને નિવૃત્તિચક્રના આદર્શની ભિન્નતા સ્પષ્ટ જોઈ શકાશે. ઉક્ત ચાર મહાન પુરુષમાં એક બુદ્ધને બાદ કરીએ તે સામાન્ય રીતે એમ કહી શકાય કે બાકીના ત્રણેય પુરુષોની પૂજા, તેમના સમ્પ્રદાયે અને તેમને અનુયાયી વર્ગ હિન્દુસ્તાનમાં જ અસ્તિત્વ ધરાવે છે; જ્યારે બુદ્ધની પૂજા, સમ્પ્રદાય તથા તેમને અનુયાયી વર્ગ એશિયાવ્યાપી છે. રામ અને કૃષ્ણના આદર્શોને પ્રચારકવર્ગ મુખ્યપણે પુરોહિત હે તે ગૃહસ્થ છે, જ્યારે મહાવીર અને બુદ્ધના આદર્શોનો પ્રચારકવર્ગ લાગી હોઈ તે ગૃહસ્થ નથી. રામ અને કૃષ્ણના ઉપાસકેમાં હજારે સંન્યાસીઓ હોવા છતાં તે સંસ્થા મહાવીર અને બુદ્ધના ભિક્ષુસંધ જેવી તન્નબદ્ધ અથવા વ્યવસ્થિત નથી. ગુરુપદ ધરાવતી હજારે સ્ત્રીઓ આજે પણ મહાવીર અને બુધના ભિક્ષુસંધમાં વર્તમાન છે; જ્યારે રામ અને કૃષ્ણના ઉપાસક સંન્યાસીવર્ગમાં એ વસ્તુ નથી. રામ અને કૃષ્ણના મુખેથી સાક્ષાત ઉપદેશયેલ કોઈ પણ શાસ્ત્ર હવા વિશેનાં પ્રમાણે નથી; જ્યારે મહાવીર અને બુદ્ધના મુખેથી સાક્ષાત્ ઉપદેશામેલ થડા પણ ભાગે નિર્વિવાદ અસ્તિત્વ ધરાવે છે. રામ અને કૃષ્ણને નામે ચડેલાં શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં છે, જ્યારે મહાવીર અને બુદ્ધના ઉપદેશો તત્કાલીન પ્રચલિત લેકભાષામાં છે. સરખામણીની મર્યાદિતતા અને તેનાં દષ્ટિબિન્દુઓ હિન્દુસ્તાનમાં સાર્વજનિક પૂજા પામેલ ઉપરના ચાર મહાન પુરુષોમાંથી કિઈ પણ એકના જીવન વિશે વિચાર કરવો હોય કે તેના સમ્પ્રદાય, તત્વજ્ઞાન અને કાર્યક્ષેત્રનો વિચાર કરવો હોય તે બાકીના ત્રણેયને લગતી તે તે વસ્તુને વિચાર સાથે જ કરો પ્રાપ્ત થાય છે, કારણ કે, આ આખા દેશમાં એક જ જાતિ અને એક જ કુટુમ્બમાં ઘણું વાર ઉક્ત ચારેય પુરુષો અથવા તેમાંથી એક કરતાં વધારે પુરુષોની પૂજા અને માન્યતા પ્રચલિત હતી અને અત્યારે પણ છે. તેથી એ પૂજ્ય પુરુષોના આદર્શો મૂળમાં ભિન્ન ભિન્ન હોવા છતાં પાછળથી તેમાં અરસપરસ ઘણી આપલે થઈ છે અને કોઈ વાર એકનો તો કઈ વાર બીજાને પ્રભાવ અરસપરસ પડ્યો છે. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં પણ આ સ્થળે તે ધર્મવીર મહાવીરના જીવન સાથે કર્મવીર કૃષ્ણના જ જીવનની સરખામણી કરવા ધારી છે; અને આ બન્ને મહાન પુરુષોના જીવનપ્રસંગની સરખામણું પણ આ સ્થળે માત્ર અમુક ભાગ પૂરતી જ કરવા ધારી છે. સમગ્ર જીવનવ્યાપી સરખામણી અને ચારેય પુરુષોની સાથે સાથે વિસ્તૃત સરખામણી જે સમય Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪. ]' દર્શન અને ચિંતન અમે સ્વાસ્થ્યની અપેક્ષા રાખે છે તે આજે નથી. તેથી અત્રે બહુ જ પરિમિત રૂપમાં સરખામણી કરવા ધારી છે; મહાવીરના જન્માણુથી માંડી કૈવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીના વનના કેટલાક અનાવે કૃષ્ણના જન્માણથી માંડી કંસવધ સુધીના કેટલાક અનાવા સાથે સરખાવવા ધાર્યા છે, આ સરખામણી મુખ્યપણે ત્રણ દૃષ્ટિબિન્દુએ લક્ષ્યમાં રાખી કરવામાં આવેલી છે : : (૧) પહેલું તે એ કે બન્નેના જીવનની ઘટનાઓમાં સંસ્કૃતિભેદ શે છે? ’—એ તારવવુ. * (૨) બીજું એ કે · એ ઘટનાઓના વર્ણનના પરસ્પર એકબીજા ઉપર કાંઈ પ્રભાવ પાડ્યો છે કે નહિ ? અને એમાં કેટકેટલા ફેરફાર કે વિકાસ સધાયો છે ? ’—એની પરીક્ષા કરવી. (૩) ત્રીજી' દૃષ્ટિબિન્દુ એ છે કે ‘ લોકોમાં ધર્મબ્રાવના જાગ્રત રાખવા તેમ જ સમ્પ્રદાયના પાયા મજબૂત કરવા મુખ્યપણે કઈ જતના સાધનનો ઉપયોગ કથાપ્રન્થામાં કે જીવનવૃત્તાન્તોમાં થતો ?’--તેનું પૃથક્કરણ કરવું અને ઔચિત્ય વિચારવું. પરસમ્પ્રદાયનાં શાસ્ત્રોમાં પણ મળી આવતાં નિર્દેશ અને વહુના ઉપર કહેલ દૃષ્ટિબિન્દુએથી કેટલીક ઘટનાઓની નોંધ કરીએ તે પહેલાં અહી એક બાબત ખાસ નોંધી લેવી યાગ્ય છે, જે વિચારકાને કૌતુકવયં ક છે, એટલું જ નહિ, પણ જે અનેક ઐતિહાસિક રહસ્યોના ઉદ્ઘાટન અને તેના વિશ્લેષણ વાસ્તે તેમની પાસેથી સતત અને અવલોકનપૂર્ણ` મધ્યસ્થ પ્રયત્નની અપેક્ષા રાખે છે. તે બાબત એ છે કે બૌદ્ધ પિટામાં જ્ઞાતપુત્ર તરીકે ભગવાન મહાવીરના અનેક વાર સ્પષ્ટ નિર્દેશ આવે છે, પણ તેમાં રામ કે કૃષ્ણ કાઈ ને નિર્દેશ નથી. કાંઈક પાછળના બૌદ્ધ જાતામાં (જીએ દશરથજાતક ન. ૪૬૧) રામ અને સીતાની કથા આવે છે, પણ તે વાલ્મીકિના વર્ષોંન કરતાં તદ્દન જુદી જાતની છે, કેમ કે એમાં સીતાને રામની બહેન તરીકે વર્ણ વેલ છે. કૃષ્ણની કથાના નિર્દેશ તે કાઈ પણ પાછળના બૌદ્ધ ગ્રન્થમાં સુધ્ધાં અદ્યાપિ અમારા જોવામાં આવ્યા નથી; જ્યારે જૈન શાસ્ત્રમાં રામ અને કૃષ્ણ એ બન્નેની જીવનકથાએ ઠીકઠીક ભાગ રાયો છે. આગમ તરીકે લેખાતા અને પ્રમાણમાં અન્ય આગમગ્રન્થા કરતાં પ્રાચીન મનાતા અંગ સાહિત્યમાં જોકે રામચંદ્રજીની કથા નથી, છતાં કૃષ્ણની કથા તે બે અંગ (જ્ઞાતા અને અંતગડ) ગ્રન્થામાં સ્પષ્ટ Page #280 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ { ૨૪૫ સ્થાન અને વિસ્તૃત આવે છે. અંગપ્રન્થામાં સ્થાન ન પામેલ રામચંદ્રજીની કથા પણ પાછલા શ્વેતામ્બર–દિગમ્બર બન્નેના પ્રાકૃત-સંસ્કૃત કથાસાહિત્યમાં વિશિષ્ટ લે છે, અને તેમાં વાલ્મીકિ રામાયણને સ્થાને જૈન રામાયણ બની જાય છે. એ તો દેખીતું જ છે કે શ્વેતામ્બર અને દિગમ્બર બન્નેના વાઙમયમાં રામ અને કૃષ્ણની કથા બ્રાહ્મણવાડ્મય જેવી ન જ હોય, તેમ છતાં એ કથા અને તેના વનની જૈન શૈલી શ્વેતાં એમ સ્પષ્ટ જણાઈ આવે છે કે એ કથા મૂળમાં બ્રાહ્મણસાહિત્યની જ હાવી જોઈએ અને તે લોકપ્રિય થતાં તેને જૈન સમ્પ્રદાયમાં પણ જૈન દષ્ટિએ સ્થાન અપાયેલું હાવું જોઈએ. આ બાબત આગળ વધારે સ્પષ્ટ થશે. આશ્ચર્યની વાત એ છે કે જૈન સંસ્કૃતિથી પ્રમાણમાં વિશેષ ભિન્ન એવી બ્રાહ્મણસંસ્કૃતિના માન્ય રામ અને કૃષ્ણ એ એ પુરુષોએ જૈન વાડ્મયમાં જેટલું સ્થાન કર્યું છે, તેના હજારમા ભાગનું સ્થાન પણ ભગવાન મહાવીરના સમકાલીન અને તેમની સંસ્કૃતિને પ્રમાણમાં વધારે નજીક એવા તથાગત બુદ્ધના વર્ણને રાકયું નથી. મુને અસ્પષ્ટ નામનિર્દેશ માત્ર અંગપ્રન્થમાં એકાદ જગ્યાએ દેખાય છે, જોકે તેમના તત્ત્વજ્ઞાનનાં સૂચને પ્રમાણમાં વિશેષ મળે છે. આ તે બૌદ્ધ અને જૈન ગ્રન્થામાં રામ અને કૃષ્ણની કથા વિશે વાત થઈ, પણ હવે બ્રાહ્મણશાસ્ત્રમાં મહાવીર અને યુદ્ધના નિર્દેશ વિશે જોઈ એ. પુરાણુ પહેલાંના કાઇ બ્રાહ્મગ્રન્થમાં તેમ જ વિશેષ પ્રાચીન મનાતાં પુરાણામાં અને મહાભારત સુધ્ધાંમાં બુદ્ધને નિર્દેશ કે તેમનું બીજું વર્ણન કાંઇ ધ્યાન ખેંચે એવું નથી, છતાં એ જ બ્રાહ્મણસસ્કૃતિના અતિપ્રસિદ્ધ અને બહુમાન્ય ભાગવતમાં ખુદ્દ વિષ્ણુના એક અવતાર તરીકે બ્રાહ્મણુમાન્ય સ્થાન પામે છે—જેમ જૈન ગ્રન્થામાં કૃષ્ણ એક ભાવી અવતાર ( તીર્થંકર ) તરીકે સ્થાન પામે છે. આ રીતે પ્રથમના બ્રાહ્મણસાહિત્યમાં સ્થાન નહિ પામેલ અહુ માટે મોડે પણ તે સાહિત્યમાં એક અવતાર તરીકે પ્રતિષ્ઠા પામે છે; જ્યારે ખુદ મુદ્દે ભગવાનના સમકાલીન અને બુદ્ધની સાથેાસાથે બ્રાહ્મણુસંસ્કૃતિના પ્રતિસ્પર્ધી તેજસ્વી પુરુષ તરીકે એક વિશિષ્ટ સમ્પ્રદાયનું નાયકપદ ધરાવનાર ઐતિહાસિક ભગવાન મહાવીર કાઈ પણ પ્રાચીન કે અર્વાચીન બ્રાહ્મણુગ્રન્થમાં સ્થાન પામતા નથી. અહીં વિશેષ ધ્યાન ખેંચે એવી બાબત તો એ છે કે જ્યારે મહાવીરના નામને કે તેમના વનવૃત્તને કશા જ નિર્દેશ બ્રાહ્મણસાહિત્યમાં નથી ત્યારે ભાગવત જેવા લોકપ્રિય ગ્રન્થમાં જૈન સમ્પ્રદાયના પૂજ્ય અને અતિપ્રાચીન મનાતા પ્રથમ તીર્થંકર ઋષભદેવની જીવનકથા સંક્ષેપમાં છતાં માર્મિક અને આદરણીય સ્થાન પામી છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ ૨૪ ] દર્શન અને ચિંતાન. સરખામણી (૧) ગભ હરણઘટના મહાવીર જબુદ્વીપના ભરતક્ષેત્રમાં અસુરેનો ઉપદ્રવ મટાડવા. બ્રાહ્મણકુણ' નામનું ગામ હતું. ત્યાં દેવોની પ્રાર્થનાથી અવતાર લેવાનું વસતા ઋષભદત્ત નામના બ્રાહ્મણની નકકી કરી વિષણુએ ગમાયા નામની દેવાનન્દા નામની સ્ત્રીના ગર્ભમાં નન્દન- પિતાની શક્તિને બોલાવી. પછી મુનિને જીવ દશમા દેવલોકમાંથી તેને સંબોધી વિષ્ણુએ કહ્યું કે તું. ચુત થઈ અવતર્યો. ત્યાશીમે દિવસે જા અને દેવકીના ગર્ભમાં જે મારે ઈન્દ્રની આજ્ઞાથી તેના સેનાધિપતિ શેષ અંશ આવેલું છે તેને ત્યાંથી નૈમેષી દેવે એ ગર્ભને ક્ષત્રિયકુડ સંકર્ષણ (હરણ) કરી વસુદેવની જ નામના ગામના નિવાસી સિદ્ધાર્થ બીજી સ્ત્રી રોહિણીના ગર્ભમાં દાખલ ક્ષત્રિયની ધર્મપત્ની ત્રિશલા રાણુના કર. જે પછી બળભદ્ર રામરૂપે, ગર્ભમાં બદલી તે રાણીના પુત્રરૂપ અવતાર લેશે અને તું નન્દપત્ની ગર્ભને દેવાનન્દાની કક્ષમાં સ્થા. યશોદાને ત્યાં પુત્રીરૂપે અવતાર. તે વખતે તે દેવે એ બન્ને માતા પામીશ. જ્યારે હું દેવકીના આઠમા. એને સ્વશક્તિથી ખાસ નિદ્રાવશ ગર્ભરૂપે અવતાર લઈ જન્મીશ ત્યારે કરી બેભાન જેવાં કર્યાં હતાં. નવ તારે પણ યશોદાને ત્યાં જન્મ થશે. માસ પૂરા થતાં ત્રિશલાની કમિથી પુત્રરૂપે જન્મ પામેલ તે જીવ એ જ સમકાળ જન્મેલ આપણા બન્નેનું એક ભગવાન મહાવીર. ગર્ભહરણ કરાવ્યા બીજાને ત્યાં પરિવર્તન થશે. વિષ્ણુની પહેલાં એની સૂચના ઇન્દ્રને તેના આજ્ઞા શિરોધાર્ય કરી તે યોગમાયા આસનકમ્પથી મળી. આસનકમ્પના શક્તિએ દેવકીને ભેગનિદ્રાવશ કરી કારણને ઇન્દ્ર વિચાર કર્યો ત્યારે સાતમે મહિને તેની કુક્ષિમાંથી શેષ, તેને જણાવ્યું કે તીર્થકર માત્ર શબ્દ ગર્ભનું રહિણીની કક્ષમાં સંહરણ અને ઉચ્ચ ક્ષત્રિયકુળમાં જ જન્મ લઈ કર્યું. આ ગર્ભસંહરણ કરાવવાને શકે, તેથી તુચ્છ, ભિક્ષુ અને નીચ વિષ્ણુને હેતુ એ હતો કે કંસ, જે એવા બ્રાહ્મણકુળમાં મહાવીરના દેવકીથી જન્મ પામતા બાળકોની જીવનું અવતરવું યોગ્ય નથી. એમ ગણતરી કરતો હતો અને આઠમા વિચારી તેણે પિતાના કલ્પ પ્રમાણે બાળકને પિતાને પૂર્ણ વૈરી માની. પિતાના અનુચર દેવ દ્વારા યોગ્ય તેના નાશ માટે તત્પર હતા, તેને એ. Page #282 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ ૨w ગર્ભપરિવર્તન કરાવી કર્તવ્યપાલન ગણતરીમાં થાપ ખવડાવવી. જ્યારે કર્યું. મહાવીરના જીવે પૂર્વભવમાં કૃષ્ણને જન્મ થયે ત્યારે દેવ વગેરે બહુ લાંબાકાળ પહેલાં કુળમદ કરી બધાએ પુષ્પ આદિની વૃષ્ટિ કરી જે નીચગોત્રકમ ઉપાર્જન કર્યું હતું ઉત્સવ ઊજવ્યો. જન્મ થયા પછી તેના અનિવાર્ય વિપાકરૂપે નીચ કે વસુદેવ તત્કાળ જન્મેલ બાળક કૃષ્ણને તુચ્છ લેખાતા બ્રાહ્મણકુળમાં થોડા ઉપાડી યશોદાને ત્યાં પહોંચાડવા લઈ વખત માટે પણ તેમને અવતરવું ગયા ત્યારે દ્વારપાળે અને બીજા પડયું. ભગવાનના જન્મ વખતે રક્ષક કે યુગમાયાની શક્તિથી વિવિધ દેવદેવીઓએ અમૃત, ગબ્ધ, નિદ્રાવશ થઈ અચેત થઈ ગયા. પુષ્પ, સોનારૂપાદિની વૃષ્ટિ કરી. -ભાગવત દશમ સ્કન્ધ, અ ૨, શ્લે. જન્મ પછી ભગવાનને સ્નાત્ર માટે ૧-૧૩ તથા અo ૩, ૪૬-૫૦. જ્યારે ઈન્દ્ર મેરુ ઉપર લઈ ગયે ત્યારે તેણે ત્રિશલામાતાને અવસ્થાપિની નિદ્રા મૂકી બેભાન ક્ય. -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૨ જે, પૃ. ૧૬-૧૯. (૨) પર્વતકમ્પન જ્યારે દેવદેવીઓ મહાવીરને ઇન્ટે કરેલા ઉપદ્રવથી વ્રજવાસીજન્માભિષેક કરવા સુમેરુ પર્વત ઉપર ઓને રક્ષણ આપવા તરુણ કૃષ્ણ લઈ ગયા ત્યારે દેવદેવીઓને પિતાની યોજનપ્રમાણ ગોવર્ધન પર્વતને સાત શક્તિનો પરિચય આપવા અને દિવસ લગી ઊંચકી તળે. તેમની શંકા નિવારવા એ તત્કાળ -ભાગવત, દશમ સ્કન્ધ, અ૦ ૪૩, - પ્રસ્ત બાળકે માત્ર પગના અંગૂઠાથી . ૨૬-૨૭. દબાવી લાખ એજનના સુમેરુ પર્વતને કંપાબે. -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૨ જે, પૃ. ૧૯. Page #283 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન (૩) બાળકીડા (૧) લગભગ આઠેક વર્ષની ઉંમરે (૧). કૃષ્ણ જ્યારે બીજા ગેવાળ વીર જ્યારે બાળ રાજપુત્ર સાથે બાળકે સાથે રમતા ત્યારે તેમના રમતા હતા ત્યારે તેમના પરા- શત્રુ કેસે મારવા મેકલેલ અઘ કમની સ્વર્ગમાં ઇન્ટે કરેલી નામને અસુર એક એજન પ્રશંસા સાંભળી ત્યારે એક જેટલું સરૂપ ધારણ કરી માર્ગ મત્સરી દેવ ભગવાનના પરાક્રમની વચ્ચે પડ્યો અને કૃષ્ણ સુધ્ધાં પરીક્ષા કરવા આવ્યો. એણે બધાં બાળકોને ગળી ગયો. આ પહેલાં એક વિકરાળ સર્ષનું રૂપ જોઈ કૃષ્ણ એ સર્ષના ગળાને ધારણ કર્યું. એ જોઈ બીજા એવી રીતે રૂંધી નાખ્યું કે જેથી રાજપુત્રો તે ડરી ભાગી ગયા, તે સર્પ અઘાસુરનું મરતક ફાટી પણ કુમાર મહાવીરે જરાય ન ધાસ નીકળી ગયું અને મરી ડરતાં એ સાપને દેરડીની પેઠે ગયે. તેના મુખમાંથી બધા ઉઠાવી માત્ર દૂર ફેંકી દીધે. બાળકે કુશળ બહાર આવ્યા. -ત્રિષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ આ જાણી કેસ નિરાશ થયે ૧૦, સર્ગ ૨ જે, પૃ. ૨૧. અને દેવ તથા ગોવાળે પ્રસન્ન થયા. (૨) ફરી એ જ દેવે મહાવીરને ચલિત કરવા બીજે માર્ગ લીધે : જ્યારે બધા બાળકે અરસપરસ ડે થઈ એકબીજાને વહન કરવાની રમત રમતા હતા ત્યારે એ દેવ બાળકરૂપ ધરી મહાવીરને ઘેડે છે અને પછી તેણે દૈવી શક્તિથી પહાડ જેવું વિકરાળ રૂ૫ સર્યું, છતાં મહાવીર એથી જરાય ન ડર્યા અને તે ઘોડારૂપે થઈ રમવા આવેલ દેવને માત્ર -ભાગવત, દશમ સ્કન્ધ, અ. ૧૨, . ૧૨-૩૫, પૃ. ૮૩૮. (૨) એકબીજાને અરસપરસ ઘોડા બનાવી ચડવાની રમત જ્યારે ગેવાળ બાળકો સાથે કૃષ્ણ અને બળભદ્ર રમતા હતા ત્યારે કંસે મેકલેલ પ્રલબ નામને અસુર તે રમતમાં દાખલ થયો. તે કૃષ્ણ અને બળભદ્રને ઉપાડી જવા ઇચ્છતો હતો. એણે બળભદ્રના ઘેડા બની તેમને દૂર લઈ જઈ એક પ્રચંડ અને ભયાનક રૂપ પ્રગટ કર્યું. બળ Page #284 -------------------------------------------------------------------------- ________________ ધમવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ ૨૪૯ મુઠ્ઠી મારી નમાવી દીધું. છેવટે એ પરીક્ષક મત્સરી દેવ ભગવાનના પરાક્રમથી પ્રસન્ન થઈ તેમને નમી પિતાને રસ્તે ચાલતે થે. -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૨ જે, પૃ. ૨૧-૨૨. ભવે છેવટે ન ડરતાં સખત મુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લેહી વમત કરી ઠાર કર્યો અને અત્તે બધા સંકુશળ પાછા ફર્યો. –ભાગવત, દશમ સ્કન્ધ, અ ૨૦, . ૧૮-૩૦, પૃ. ૮૬૮. (૪) સાધક અવસ્થા (૧) એક વાર દીર્ઘતપસ્વી વર્ધમાન (૧) એક કાલિય નામને નાગ ધ્યાનમાં સ્થિર હતા. તે વખતે યમુનાના જળને ઝેરી કરી શૂલપાણિ નામના યક્ષે પ્રથમ મૂકતો. એ ઉપદ્રવ શમાવવા કૃષ્ણ એ તપસ્વીને હાથીરૂપ ધરી જયાં કાલિય નાગ વસતિ ત્યાં ત્રાસ આપે, પણ જ્યારે એમાં ભૂસકે માર્યો. કાલિય નાગે આ એ નિષ્ફળ ગયે ત્યારે એક સાહસી ને પરાક્રમી બાળકનો અજબ સપનું રૂપ ધરી એણે સામનો કર્યો, એને ભરડો દીધો. એ તપસ્વીને ભરી દીધો અને મર્મસ્થાનોમાં ડખ માર્યા અને મર્મસ્થાનોમાં અસહ્ય વેદના પિતાની અનેક ફણાઓથી ઉત્પન્ન કરી. આ બધું છતાં એ કૃષ્ણને સતાવવા પ્રયત્ન કર્યો, અચળ તપસ્વી જરા પણ ક્ષોભ પણું એ દન્ત ચપળ ને પામ્યા ત્યારે એ યક્ષને રાષ બાળકે એ નાગને ત્રાહિ ત્રાહિ શમી ગયે, અને એણે પિતાના કિરાવી અને છેવટે તેની અપકૃત્યને પસ્તાવો કરી છેવટે ફણાઓ ઉપર નૃત્ય કર્યું. તેથી ભગવાનની માફી માગી અને એ નાગ પિતાને રેપ શમાવી તેમને ભક્ત થ. ત્યાંથી તેજલ્દી કૃષ્ણની આજ્ઞા -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ પ્રમાણે ચાલતે થે, અને ૧૦, સર્ગ ૩ જો, સમુદ્રમાં જઈને વસ્ય. . પૃ. ૩૨-૩૩. -ભાગવત, દશમ સ્કન્ધ, અ. ૧૬, શ્લે. ૩-૩૦, પૃ. ૮૫૮–૯. ' Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] દર્શન અને ચિંતન (૨) દીર્ધતપસ્વી એક વાર વિચરતા (૨) એક વાર વનમાં નદીકિનારે વિચરતા રસ્તામાં ગેવાળ નન્દ વગેરે બધા ગેપ સૂતા બાળકોની ના છતાં જાણી જોઈ હતા. તે વખતે એક પ્રચણ્ડ એક એવા સ્થાનમાં ધ્યાન ધરી અજગર આવ્યો કે જે ઊભા રહ્યા હતા કે જ્યાં પૂર્વ વિદ્યાધરના પૂર્વજન્મમાં પોતાના જન્મના મુનિપદ વખતે ક્રોધ રૂપના અભિમાનથી મુનિને શાપ. કરી મરી જવાથી સર્પરૂપે મળતાં અભિમાનના પરિણામજન્મી એક દૃષ્ટિવિષ ચડકૌશિક રૂપે સર્પની આ નીચ યોનિમાં સાપ રહેતા અને પિતાના જન્મ્યા હતા. તેણે નન્દને પગ ઝેરથી સૌને ભસ્મસાત કરત. 2. બીજા બધા ગોવાળ એ સાપે એ તપસ્વીને પણ બાળકને સર્પના મુખમાંથી પિતાના દૃષ્ટિવિષથી દાહવા એ પગ છોડાવવાનો પ્રયત્ન પ્રયત્ન કર્યો. એમાં નિષ્ફળ જતાં નિષ્ફળ ગયો ત્યારે છેવટે કૃષ્ણ એણે અનેક ડંખ માર્યા. એમાં આવી પિતાના ચરણથી એ પણ જ્યારે નિષ્ફળ ગયા ત્યારે સર્પને સ્પર્શ કર્યો. સ્પર્શ થતાં ચડકૌશિક સપને રેપ કાંઈક વેંત એ સર્ષ પિતાનું રૂપ છોડી શ અને એ તારવીનું મૂળ વિદ્યાધરના સુંદર રૂપમાં સૌમ્યરૂપ નિહાળી ચિત્તવૃત્તિ ફેરવાઈ ગયે. ભક્તવત્સલ કરતાં જાતિસ્મરણ જ્ઞાન પામે. કૃષ્ણના ચરણસ્પર્શથી ઉદ્ધાર અને ધર્મ આરાધી દેવલોકમાં પામેલ એ સુદર્શન નામને ગયો. વિદ્યાધર કૃષ્ણની સ્તુતિ કરી -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ વિદ્યાધરલમાં સ્વસ્થાને ગયે. ૧૦, સર્ગ કે જે, –ભાગવત, દશમ સ્કન્ધ, પૃ. ૩૮-૪૦. અ. ૩૪, શ્લે. પ-૧૫, પૃ. ૯૧૭–૧૮. * આવી જ એક વાત બુદ્ધ વિશે જાતકનિદાનમાં છે. ઉદ્વેલામાં બુદ્ધ એક વાર ઉભુલકાય નામના પાંચસે શિષ્યવાળા જટિલની અગ્નિશાળામાં રાતવાસે રહ્યા, જ્યાં એક ઉગ્ર આશીવિષ પ્રચડ સર્પ રહેતો. બુદ્ધે તે સપને જરા પણ ઈજા પહોંચાડવા સિવાય નિસ્તેજ કરી નાખવા ધ્યાન-સમાધિ આદરી. સર્ષે પણ પિતાનું તેજ પ્રગટાવ્યું. છેવટે બુદ્ધના તેજે સર્પતેજને પરાભવ કર્યો. સવારે બુદ્ધ એ જટિલને પિતે નિસ્તેજ કરેલ સર્પ બતાવ્યો. એ જોઈ એ જટિલ શિષ્ય સાથે બુદ્ધને ભક્ત થયે. આમ સદ્ધિપાદ કે બુદ્ધનું પ્રાતિહાર્ય–અતિશય વર્ણવેલ છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ (૩) દીતપસ્વી એક વાર ગ’ગા ખાર કરતાં હાડકામાં એસી સામે કિનારે જતા હતા. તે વખતે હાડકામાં બેઠેલ એ તપસ્વીને જાણી પૂર્વજન્મના વૈરી સુષ્પ્ર નામના દેવે એ હાડકાને ઉલટાવી નાખવા પ્રમળ પવન સર્જ્યો અને ગંગા તેમ જ હાડકાંને હાલકલોલ કરી મૂકયાં. એ તપસ્વી તે માત્ર શાન્ત અને ધ્યાનસ્થ હતા, પરંતુ બીજા મે સેવક દેવાએ, આ બનાવની જાણ થતાં જ, આવી પેલા ઉપસર્ગ કારક દેવને હરાવી નસાડી મૂકયો અને એ રીતે પ્રચંડ પવનને ઉપસર્ગ શમી જતાં એ હાડકામાં ભગવાન સાથે એઠેલા ખીજા યાત્રીઓ પણ સકુશળ પોતપાતાને સ્થાને ગયા. -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સગ ૩ જો, પૃ૦ ૪૧૨. (૪) એક વાર દી તપસ્વી એક વૃક્ષ નીચે ધ્યાનસ્થ હતા. ત્યાં પાસે વનમાં કાઈ એ સળગાવેલ અગ્નિ ધીરે ધીરે ફેલાતાં એ તપસ્વીના પગને આવી આડકથો. સાથે જે સહચર તરીકે ગાશાળક હતા તે તેા એ અગ્નિના ઉપદ્રવ જોઈ નાસી ગયા, પણ એ [ ૨૫૧. (૩) એક વાર કૃષ્ણના નાશ માટે કંસે તૃણાસુર નામના અસુરને વ્રજમાં માઢ્યા. એ પ્રચંડ આંધી અને પવનને રૂપે. આવ્યા. કૃષ્ણને ઉડાડી ઊંચે લઈ ગયા, પણ એ પરાક્રમી બાળકે તે અસુરનું ગળુ એવું બાબુ કે જેને લીધે તેની આંખા નીકળી ગઈ અને અંતે પ્રાણહીન થઈ મરી ગયા અને કુમાર કૃષ્ણ સકુશળ વ્રજમાં ઊતરી આવ્યા. ભાગવત, દામ સ્કન્ધ અ૦ ૧૧, મ્લે, ૨૪-૩૦. (૪) એક વાર યમુનાના કિનારે વ્રજમાં અચાનક આગ લાગી. તે લયાનક આગથી બધા વ્રજવાસીઓ. ગભરાયા, પણ કુમાર કૃષ્ણે એથી ન ગભરાતાં અગ્નિપાન કરી એ આગને શમાવી દીધી. —ભાગવત, દશમ સ્કન્ધ, ૦ ૧૭, શ્લા. ૨૧-૨૫, પૃ. ૮૬-૬૭ Page #287 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ૨૫૨ ] દીર્ધતપસ્વી તે ધ્યાનસ્થ તેમ જ સ્થિર જ રહ્યા અને અગ્નિને ઉપદ્રવ સ્વયં શમી ગયે. -ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૩ જે, પૃ૦ પ૩. (૫) એક વાર દીર્ધતપસ્વી ધ્યાનમાં હતા તે વખતે તેમની એક વારની પૂર્વજન્મની અવમાનિત પત્ની અને હમણાં વ્યારીરૂપે વર્તમાન કટપૂતના (દિગમ્બર જિનસેનકૃત “હરિવંશપુરાણ” પ્રમાણે કુપુતના. સર્ગ ૩૫, . ૪૨, પૃ. ૩૬૭) આવી. અત્યન્ત ટાઢ હોવા છતાં એ વૈરિણી વ્યન્તરીએ દીર્ઘતપસ્વી ઉપર ખૂબ જળબિન્દુઓ ખંખેય અને પજવવા પ્રયત્ન કર્યો. કટપૂતનાના ઉગ્ર પરિષહથી એ તપસ્વી જયારે ધ્યાનચલિત ન થયા ત્યારે છેવટે તે વ્યક્તરી શાન્ત થઈ અને પગમાં પડી, એ તપસ્વીને પૂછ ચાલી ગઈ. -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત, પર્વ ૧૦, સર્ગ ૩ જે, પૃ. ૫૮. (૬) દીર્ધતપસ્વીના ઉગ્ર તપની ઇન્ડે કરેલી પ્રશંસા સાંભળી, તે ન સહાતાં, એક સંગમ નામને દેવ પરીક્ષા કરવા આવ્યો. તેણે અનેક પરિષહે એ તપસ્વીને આપ્યા. તેમાં એક વાર તેણે (૫) કેસે કૃષ્ણના નાશ માટે મોકલેલી પૂતના રાક્ષસી વ્રજમાં આવી. એણે એ બાળ કૃષ્ણને વિષમય સ્તનપાન કરાવ્યું, પણ કૃષ્ણ એ કેયડે કળી લીધે અને તેનું સ્તન્યપાન એવી ઉગ્રતાથી કહ્યું કે જેને લીધે તે પૂતના પીડિત થઈ ફાટી પડી અને મરી ગઈ. –ભાગવત, દશમ સ્કન્ધ, અ૦ ૬, શ્લો. ૧-૯, પૃ. ૮૧૪. (૧) એક વાર મથુરામાં મત્સકીડાનો પ્રસંગ છ કસે તરુણ કૃષ્ણને આમત્રણ આપ્યું અને કુવલયાપીઠ હાથી દ્વારા એનું કાસળ કાઢી નાખવાની ચેજના કરી, પરંતુ ચાર કૃષ્ણ એ કંસ Page #288 -------------------------------------------------------------------------- ________________ [ રપ૩ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ ઉન્મત હાથી અને હાથણીનું રૂપ ધરી એ તપસ્વીને દન્તુ શળવતી ઊંચે ઉછાળી નીચે પટક્યા. એમાં નિષ્ફળ જતાં તેણે ભયાનક વળિ સર્જી એ તપસ્વીને ઉડાડ્યા. એ પ્રતિકૂળ પરિષહેથી એ તપસ્વી જ્યારે ધ્યાનચલિત ન થયા ત્યારે તે સંગમે અનેક સુંદર સ્ત્રીઓ સઈ. તેમણે હાવભાવ, ગીત, નૃત્ય, વાદન દ્વારા તપસ્વીને ચલાવવા યત્ન કર્યો, પરંતુ જ્યારે એમાં પણ તે ન ફાવ્યું ત્યારે તે છેવટે તપસ્વીને નમ્યો અને ભક્ત થઈ, પૂજન કરી પાછા ચાલતો થયો. -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૪, પૃ. ૬૭–૭ર જિત કુવલયાપીડને મર્દી મારી નાખ્યો. ભાગવત, દશમ સ્કન્ધ અ૦ ૪૩, . ૧–૨૫ પૃ. ૯૪૭–૯૪૮ જ્યાં કોઈ પ્રસંગ આવે છે ત્યાં આજુબાજુ રહેતી અને વસતી ગોપીઓ એકઠી થઈ જાય છે રાસ રમે છે અને રસિક કૃષ્ણ સાથે કીડા કરે છે. એ રસિયો પણ એમાં તન્મય થઈ પૂરે. ભાગ લે છે અને ભક્ત ગોપીજનોની રસવૃત્તિ વિશેષ, ઉદીત કરે છે. ભાગવત, દશમ સ્કલ્પ, અ૦ ૩૦, બ્લે. ૧–૪૦, પૃ. ૯૦૪-૭. દષ્ટિબિન્દુએ ૧. સંસ્કૃતિભેદ ઉપર જે ડીક ઘટનાઓ નમૂના રૂપે આપી છે તે આર્યાવર્તની સંસ્કૃતિના બે પ્રસિદ્ધ અવતારી પુનાં જીવનમાંની છે. તેમાંથી એક તે જૈન સમ્પ્રદાયના પ્રાણુરૂપ દીર્ઘતપસ્વી મહાવીર અને બીજા વૈદિક સમ્પ્રદાયના તેજેરૂપ યોગીશ્વર કૃષ્ણ છે. એ ઘટનાઓ વાસ્તવિક બની હેય કે અર્ધ કલ્પિત હોય કે તદન કલ્પિત હેય એ વિચાર ડીવાર બાજુએ મૂકી અહીં એ વિચારવું પ્રાપ્ત થાય છે કે ઉક્ત બને પુરુષોનાં જીવનની ઘટનાઓનું ખોખું એકજેવું હોવા છતાં તેના આત્મામાં જે અત્યન્ત ભેદ દેખાય છે તે કયા તત્વ, કયા સિદ્ધાન્ત અને કયા દષ્ટિબિન્દુને આભારી છે? ઉક્ત ઘટનાઓને સહેજ પણ ધ્યાનપૂર્વક તપાસનાર વાચકના મનમાં એ છાપ તે તરત પડશે કે એક પ્રકારની ઘટનાઓમાં તપ, સહિષ્ણુતા અને અહિંસા ધર્મ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] દર્શન અને ચિંતન તરવરે છે, જ્યારે બીજા પ્રકારની ઘટનાઓમાં શત્રુશાસન, યુદ્ધકૌશલ અને દુષ્ટદમનકર્મનું કૌશલ તરવરે છે. આ ભેદ જૈન અને વૈદિક સંસ્કૃતિના મૌલિક તત્ત્વભેદને આભારી છે. જૈન સંસ્કૃતિનું મૂળ તત્ત્વ કે મૂળ સિદ્ધાંત અહિંસા છે. અહિંસાને સંપૂર્ણપણે સાધનાર અથવા તે તેની પરકાષ્ઠાએ પહોંચનાર જે હોય તે જ તે સંસ્કૃતિમાં અવતાર બને છે અને અવતારરૂપે પૂજાય છે, જ્યારે વૈદિક સંસ્કૃતિમાં એમ નથી. તેમાં જે લેકસંગ્રહ પૂર્ણપણે કરે, સામાજિક નિયમન રાખવા માટે સ્વમાન્ય સામાજિક નિયમોને અનુસાર, શિષ્ટનું પાલન અને દુષ્ટનું દમન ગમે તે ભોગે કરે તે જ અવતાર બને છે અને અવતારરૂપે પૂજાય છે. તત્વને આ ભેદ નાનોસૂનો નથી, કારણ કે એકમાં ગમે તેવા ઉશ્કેરણના અને હિંસાના પ્રસંગે પ્રાપ્ત થવા છતાં પૂર્ણ અહિંસક રહેવાનું હોય છે; જ્યારે બીજીમાં અંતઃકરણવૃત્તિ તટસ્થ અને સમ હોવા છતાં વિકટ પ્રસંગે ઉપસ્થિત થતાં જાન ઉપર ખેલી અન્યાયકર્તાને પ્રાણ. દષ્ઠસુધ્ધાં આપી હિંસા દ્વારા પણ અન્યાયને પ્રતિકાર કરવાનું હોય છે. જ્યારે આ બન્ને સંસ્કૃતિનાં મૂળ તત્ત્વ અને મૂળ ભાવવાને જ ભેદ છે ત્યારે તે બન્ને સંસ્કૃતિના પ્રતિનિધિ મનાતા અવતારી પુરુષોનાં જીવનની ઘટના એ તત્વભેદ પ્રમાણે જાય તે જેમ સ્વાભાવિક છે તેમ માનસશાસ્ત્રની દષ્ટિએ પણ ગ્ય છે. આમ હોવાથી આપણે એક જ જાતની ઘટનાઓ ઉક્ત બન્ને પુરુષોનાં જીવનમાં ભિન્નભિન્ન સ્વરૂપમાં યોજાયેલી વાંચીએ છીએ. - અધર્મ કે અન્યાયને પ્રતિકાર અને ધર્મ કે ન્યાયની પ્રતિષ્ઠા એ તે કોઈપણ મહાન પુરુષનું લક્ષણ હોય જ છે; એના સિવાય કોઈ મહાન તરીકે પૂજા પણ પામી શકે નહિ, છતાં એની રીતમાં ફેર હોય છે. એક પુરુષ ગમે તે અને ગમે તેવા અધમ કે અન્યાયને પૂર્ણ બળથી બુદ્ધિપૂર્વક તેમ જ ઉદારતાપૂર્વક સહન કરી તે અધર્મ કે અન્યાય કરનાર વ્યક્તિનું અન્તઃકરણ પિતાના તપદ્વારા બદલી તેના અતઃકરણમાં ધર્મ અને ન્યાયનું રાજ્ય સ્થાપવા પ્રયત્ન કરે છે, જ્યારે બીજો પુરુષ, વ્યક્તિગત રીતે ધર્મસ્થાપનની એ પદ્ધતિ ઈષ્ટ હોય તો પણ લેકસમૂહની દૃષ્ટિએ એ પદ્ધતિને વિશેષ ફળદાયક ન સમજતાં, બીજી જ પદ્ધતિ સ્વીકારે છે. તે અધમ કે અન્યાય કરનારનું ચિત્ત, માત્ર સહન કરીને કે ખમી ખાઈને નથી બદલતે, પણ તે તે “ઝેરની દવા ઝેર' એ નીતિ સ્વીકારી અથવા તે “શઠ પ્રત્યે શઠ થવાની નીતિ સ્વીકારી તે અધમ અને અન્યાય કરનારનું કાસળ જ કાઢી નાખી લેકોમાં ધર્મ અને ન્યાયની સ્થાપના કરવામાં માને છે. આ યુગમાં પણ આ વિચારસરણીને ભેદ સ્પષ્ટ રીતે ગાંધીજી અને લેકમાન્યની વિચાર તથા કાર્યશૈલીમાં જોઈ શકીએ છીએ. Page #290 -------------------------------------------------------------------------- ________________ ધમવર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ ર૫૫ અહીં કોઈ પણ ગેરસમજૂતી ન થાય તે માટે ઉક્ત અને સંસ્કૃતિ પર થોડું વિશેષ જણાવી દેવું યંગ્ય છે. કેઈ એમ ન ધારે કે મૂળમાં આ બન્ને સંસ્કૃતિઓ પ્રથમથી જ જુદી હતી અને તદ્દન જુદી રીતે પિષાયેલ છે. ખરી વાત એ છે કે એક અખંડ આર્યસંસ્કૃતિના આ બન્ને અંશે જૂના છે. અહિંસા કે આધ્યાત્મિક સંસ્કૃતિને વિકાસ થતાં થતાં એક સમય એવો આવ્યો કે તેને અમુક પુરુષોએ પરાકાષ્ઠા સુધી પોતાના જીવનમાં ઉતારી. આને લીધે આ પુરુષના સિદ્ધાન્ત અને જીવનમહિમા તરફ અમુક લેકસમૂહ ઢ, જે ધીરે ધીરે એક સમાજરૂપે ગોઠવાઈ ગયો અને સમ્પ્રદાયની ભાવનાને લીધે તથા બીજા કારણોને લીધે જાણે એ અહિંસક સમાજ જુદો જ હોય એમ તેને પોતાને અને બીજાઓને જણાવા લાગ્યું. બીજી બાજુ સામાન્ય પ્રજામાં જે સમાજ-નિયામક અથવા તે લોકસંહવાળી સંસ્કૃતિ પ્રથમથી જ ચાલુ હતી તે ચાલી આવતી અને પિતાનું કામ કર્યો જતી. જ્યારે જ્યારે કોઈએ અહિંસાના સિદ્ધાન્ત ઉપર અત્યન્ત ભાર આપે ત્યારે આ બીજી સંગ્રહ-સંસ્કૃતિએ ઘણી વાર તેને અપનાવ્યું, છતાં તેની આત્યન્તિકતાને કારણે તેને વિરોધ ચાલુ રાખ્યો અને એ રીતે એ સંસ્કૃતિને અનુયાયીવર્ગ, જાણે પ્રથમથી જ જુદો હોય તેમ–એ પિતાને માનવા અને બીજાઓને મનાવવા લાગ્યો. જૈન સંસ્કૃતિમાં અહિંસાનું જે સ્થાન છે તે જ સ્થાન વૈદિક સંસ્કૃતિમાં પણ છે. ફેર એટલે છે કે વૈદિક સંસ્કૃતિ અહિંસાના તત્ત્વને વ્યક્તિગત રીતે પૂર્ણ આધ્યાત્મિકતાનું સાધન માની તેનો ઉપયોગ વ્યક્તિ પર જ બતાવે છે અને સમષ્ટિની દષ્ટિએ અહિંસાના તત્વને પરિમિત કરી દઈ એ તત્વ માન્ય છતાં સમષ્ટિમાં જીવનવ્યવહાર તથા આપત્તિના પ્રસંગમાં હિંસાને અપવાદ તરીકે નહિ પણ અનિવાર્ય ઉત્સર્ગ તરીકે માને છે અને વર્ણવે છે. તેથી આપણે વૈદિક સાહિત્યમાં જોઈએ છીએ કે એમાં ઉપનિષદ અને ગદર્શન જેવાં અત્યન્ત તપ અને અહિંસાના સમર્થક ગ્રન્થ છે અને સાથે સાથે “રઘં કુર્યાત શ8 ગતિ” એ ભાવનાના સમર્થક તથા જીવનવ્યવહારને કેમ ચલાવવો એ બતાવનાર પૌરાણિક અને સ્મૃતિગ્રન્થ પણ સરખી જ રીતે પ્રતિષ્ઠા પામેલ છે. અહિંસા-સંસ્કૃતિને ઉપાસક જ્યારે એક આ વર્ગ જ સ્થપાઈ ગયું અને તે સમાજરૂપે ગોઠવાઈ ગયે ત્યારે તેને પણ અમુક અંશે હિંસાત્મક પ્રવૃત્તિ સિવાય જીવવું અને પિતાનું તત્ત્વ ચલાવવું તો શક્ય ન જ હતું, કારણ કે, કોઈ પણ નાના કે મોટા સમગ્ર સમાજમાં પૂર્ણ અહિંસાનું પાલન શક્ય જ નથી. તેથી જૈન સમાજના ઈતિહાસમાં પણ આપણે પ્રવૃત્તિનાં વિધાને તથા પ્રસંગવિશેષમાં ત્યાગી Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] દર્શન અને ચિંતન ભિક્ષુના હાથે પણ થયેલ હિંસાપ્રધાન યુદ્ધો જોઈ એ છીએ. આ બધું તાં જૈન સંસ્કૃતિનું વૈદિક સંસ્કૃતિથી તદ્દન ભિન્ન લક્ષણ કાયમ રહ્યું છે, અને તે એ કે, તે સંસ્કૃતિ કઈ પણ જાતની વ્યક્તિગત કે સમષ્ટિગત હિંસામાત્રને નિર્બળતાનું ચિહ્ન માને છે અને તેથી તેવી પ્રવૃત્તિને તે છેવટે પ્રાયશ્ચિત્તને વેગ માને છે; જ્યારે વૈદિક સંસ્કૃતિ વ્યક્તિગત રીતે અહિંસા તત્વની બાબતમાં જૈન સંરકૃતિ પ્રમાણે માન્યતા ધરાવતી હોવા છતાં સમષ્ટિની દૃષ્ટિએ સ્પષ્ટ ઘેષણ કરે છે કે હિંસા એ માત્ર નિર્બળતાનું ચિહ્ન છે એમ નથી, પણ વિશેષ અવસ્થામાં તે એ ઊલટું બળવાનનું ચિહ્ન છે, તે આવશ્યક અને વિધેય છે અને તેથી જ તે પ્રસંગવિશેષમાં પ્રાયશ્ચિત્તને પાત્ર નથી. આ જ લેખસંગ્રહની વૈદિક ભાવના સર્વત્ર પુરાણના અવતારમાં અને સ્મૃતિપ્રત્યેના લેકશાસનમાં આપણે જોઈએ છીએ. એ જ ભેદને લીધે ઉપર વર્ણવેલ બને પુરુષોનાં જીવનની ઘટનાઓનું ખોખું એક છતાં તેનું સ્વરૂપ અને તેને ઢાળ જુદે છે. જૈન સમાજમાં ગૃહસ્થ કરતાં ત્યાગીવર્ગ ઘણે ના હેવા છતાં આખા સમાજ ઉપર (પછી ભલે એગ્ય કે અયોગ્ય, વિકૃત કે અવિકૃત પણ) અહિંસાની ભાવનાની જે છાપ છે અને વૈદિક સમાજમાં સંન્યાસી પરિવ્રાજક વર્ગ પ્રમાણમાં ઠીક ઠીક મોટો હોવા છતાં તે સમાજ ઉપર પુરોહિત ગૃહસ્થવર્ગની અને ચાતુર્વણિક લેકસંગ્રહવૃત્તિની જે પ્રબળ અને વધારે અસર છે તેને ખુલાસે આપણે ઉપર કહેલ સંસ્કૃતિભેદમાંથી, બહુ સરળતાથી મેળવી શકીએ છીએ. ૨. ઘટણવર્ણનેની પરીક્ષા હવે બીજા દષ્ટિબિન્દુ વિશે વિચારવાનું પ્રાપ્ત થાય છે. તે દષ્ટિબિન્દુ ઉપર કહ્યા મુજબ “એ ઘટનાઓના વર્ણનનો પરસ્પર એકબીજા ઉપર કાંઈ પ્રભાવ પડ્યો છે કે નહિ, અને એમાં કેટકેટલે ફેરફાર કે વિકાસ સધાય છે એની પરીક્ષા કરવી –એ છે. આ બાબતમાં સામાન્ય રીતે ચાર પક્ષે સંભવે છે? (૧) વૈદિક અને જૈન બને સમ્પ્રદાયના પ્રત્યેનું ઉપર્યુક્ત ઘટનાવાળું વર્ણન એકબીજાથી તદ્દન સ્વતન્ત્ર હોઈ અરસપરસ એકબીજા ઈની અસર વિનાનું છે. (૨) ઉક્ત વર્ણન અતિ સમાન અને બિંબ–પ્રતિબિંબ જેવું હોવાથી તદ્દન સ્વતન્ન નહિ, છતાં કઈ સામાન્ય ભૂમિકામાંથી ઉત્પન્ન થયેલું છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃણ (૩) કઈ પણ એક સમ્પ્રદાયની ઘટનાઓનું વર્ણન બીજે સમજાય તેવા વર્ણનને આભારી છે અથવા તેની અસરવાળું છે. A () જે એકની અસર બીજા ઉપર હોય જ તે કયા સંપ્રદાયનું વર્ણન બીજ સમ્પ્રદાયને આભારી છે અને તેમાં તેણે મૂળ વર્ણન અને મૂળ કહપના કરતાં કેટલે ફેરફાર કર્યો છે અથવા પોતાની દ્રષ્ટિએ કેટલે વિકાસ સાધે છે? આમાંથી પહેલા પક્ષને સંભવ જ નથી, કારણ કે, એક જ દેશ, એક જ પ્રાન્ત, એક જ ગામ, એક જ સમાજ અને એક જ કુટુંબમાં જ્યારે બને સમ્પ્રદાયે સાથોસાથ પ્રવર્તમાન હોય અને બન્ને સમ્પ્રદાયના વિકાને તેમ જ ધર્મગુરુઓમાં શાસ્ત્ર, આચાર અને ભાષાનું જ્ઞાન તેમ જ રીતરિવાજ એક જ હોય ત્યાં ભાષા અને ભાવની આટલી બધી સમાનતાવાળું, ઘટનાઓનું વર્ણન એકબીજાથી તદ્દન સ્વતન્ત્ર છે અને પરસ્પરની અસર વિનાનું છે એમ માનવું એ લેકસ્વભાવના અજ્ઞાનને કબૂલવા જેવું થાય. બીજા પક્ષ પ્રમાણે બને સમ્પ્રદાયનું ઉત વર્ણન, પૂર્ણ નહિ તે અલ્પાશે પણ, કઈ મૂળ સામાન્ય ભૂમિકામાંથી આવ્યું હોય એ સંભવ કલ્પી શકાય; કારણ કે, આ દેશમાં જુદે જુદે વખતે અનેક જાતિઓ આવી છે અને ને અહીંની પ્રજા તરીકે આબાદ થઈ છે. તેથી ગોપ કે આહીર જેવી કોઈ બહારથી આવેલી કે આ દેશની ખાસ જાતિમાં જ્યારે વૈદિક કે જેન સંસ્કૃતિનાં મૂળ ન હોય ત્યારે પણ કૃષ્ણ અને કંસનાં સંધર્ષણના જેવી. અગર તે મહાવીર અને દેવના પ્રસંગે જેવી આછી આછી વાતો પ્રચલિત હોય અને પછી એ જાતિઓમાં ઉક્ત બન્ને સંસ્કૃતિઓ દાખલ થતાં અગર વૈદિક અને જૈન સંસ્કૃતિવાળી પ્રજાઓમાં એ જાતિઓનું મિશ્રણ થઈ જતાં તે તે જાતિમાં તે વખતે પ્રચલિત અને લોકપ્રિય થઈ પડેલી વાર્તાઓને વૈદિક અને જૈન સંસ્કૃતિના ગ્રન્થકારેએ પિતપતાની ઢબ, પિતા પિતાના સાહિત્યમાં સ્થાન આપ્યું હોય એમ બનવા જેવું છે. અને જ્યારે વૈદિક તેમ જ જૈન સંસ્કૃતિનાં બને વર્ણનમાં કૃષ્ણનો સંબંધ એકસરખો ગોપ અને આહીરે સાથે દેખાય છે તેમ જ મહાવીરના જીવનપ્રસંગમાં પણ ગોવાળિયાઓને વારંવાર સંબંધ નજરે પડે છે ત્યારે તે બીજા પક્ષના સંભવને કાંઈક ટેકે મળે છે. પરન્તુ અત્યારે આપણુ પાસે અને સંસ્કૃતિનું જે સાહિત્ય છે અને જે સાહિત્યમાં મહાવીર અને કૃષ્ણની ઉપર વર્ણવેલી ઘટનાઓ સંક્ષેપ કે વિસ્તારથી સમાનરૂપે કે અસમાનરૂપે આલેખાયેલી નજરે પડે છે, તે જોતાં બીજા પક્ષની સંભવકેટિ છોડી ત્રીજા પક્ષની નિશ્ચિતતા તરફ મને જાય છે અને એમ એક્કસ લાગે છે કે મૂળમાં ગમે તેમ હે, પણ અત્યારે ઉપલબ્ધ સાહિત્યમાં જે બન્ને વર્ણને ૧ 9 Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] દર્શન અને ચિંતન છે તેમાંથી એક વર્ણન પૂર્ણ નહિ તો મોટાભાગે બીજાને આભારી છે અને એક ઉપર બીજાની અસર છે. ત્યારે હવે ચેથા જ પક્ષ વિશે વિચાર કર બાકી રહે છે. વૈદિક વિધાનએ જૈન વર્ણન અપનાવી પિતાના ગ્રન્થમાં પિતાની ઢબે સ્થાન આપ્યું કે જૈન લેખકોએ વૈદિક-પૌરાણિક વર્ણનને અપનાવી પિતાની ઢબે પિતાના ગ્રન્થમાં સ્થાન આપ્યું એ જ પ્રશ્ન વિચારવાનું છે. જૈન સંસ્કૃતિને આત્મા અને મૂળ જૈન ગ્રન્થકારનું હોવું જોઈતું માનસ એ બે દષ્ટિઓથી જે વિચાર કરવામાં આવે તે એમ કહ્યા વિના ન જે ચાલે કે જૈન સાહિત્યમાંનું ઉપર્યુક્ત વર્ણન એ પૌરાણિક વર્ણનને આભારી છે. જૈન સંસ્કૃતિને આત્મા પૂર્ણત્યાગ, અહિંસા અને વીતરાગત્વના આદર્શ, એ છે. તેથી મૂળ જૈન ગ્રન્થકારોનું માનસ પણ એ જ આદર્શ પ્રમાણે ઘડાયેલું હોવું જોઈએ અને એ જ આદર્શ પ્રમાણે ઘડાયેલું હોય તો જૈન સંસ્કૃતિ સાથે પૂરે મેળ ખાય. જૈન સંસ્કૃતિમાં વહે, ચમત્કારે, કલ્પિત આડંબરે અને કાલ્પનિક આકર્ષણને જરાય સ્થાન નથી. જેટલે અંશે આવી કૃત્રિમ અને બાહ્ય વસ્તુઓ દાખલ થાય તેટલે અંશે જૈન સંસ્કૃતિને આદર્શ વિકૃત થાય અને હણાય છે. આ વસ્તુ સાચી હોય તે આચાર્ય સમન્તભઇની વાણીમાં, અન્ધશ્રદ્ધાળુ ભક્તોની અપ્રીતિ વહેરીને અને તેની પરવા કર્યા સિવાય, સ્પષ્ટ કહી દેવું જોઈએ કે ભગવાન મહાવીરની પ્રતિષ્ઠા કાંઈ એવી ઘટનાઓમાં અને બાળકલ્પના જેવા દેખાતાં વર્ણનમાં નથી; કારણ કે, એવી દેવી ઘટનાઓ અને અભુત ચમત્કારી પ્રસંગે તે ગમે તેના જીવનમાં વર્ણવાયેલા સાંપડી શકે છે. તેથી જ્યારે ધર્મવીર દીર્ઘતપસ્વીના જીવનમાં ડગલે ને પગલે દેવોને આવતા જોઈએ છીએ, દેવી ઉપદ્રવને વાંચીએ છીએ અને અસંભવ જેવી દેખાતી કલપનાના રંગ નિહાળીએ છીએ ત્યારે એમ લાગે છે કે ભગવાન મહાવીરના જીવનમાં સ્થાન પામેલી આ ઘટનાઓ અસલમાં વાસ્તવિક નથી, પણ તે પાડોશી વૈદિક-પૌરાણિક વર્ણને ઉપરથી પાછળથી લેવામાં આવી છે. १. देवागमनमोयानचामरादिविभूतयः। मायाविध्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥ -आप्तमीमांसा અર્થ–દેવોનું આગમન, વિમાન અને ચામરાદિના આડંબરે જે અદ્રનલિક ચમત્કારી હોય તેમાં પણ દેખાય છે, માટે હે પ્રભુ ! એ વિભૂતિને કારણે તું અમારી દષ્ટિમાં મહાન નથી, અર્થાત તારી મહત્તાનું ચિહ્ન બીજું જ હોવું જોઈએ. Page #294 -------------------------------------------------------------------------- ________________ ધવાર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ ૨૫૯ આ વિધાનને સ્પષ્ટ કરવા ખાતર અહીં બે જાતના પુરાવાઓ ઉપસ્થિત કરવામાં આવે છે: (૧) પહેલે તો એ કે ખુદ જૈન ગ્રન્થમાં મહાવીરના જીવન સંબંધી ઉક્ત ઘટનાઓ કયે ક્રમે મળે છે તે, અને (૨) બીજું એ કે જેના પ્રમાં વર્ણવાયેલ કૃષ્ણના જીવનપ્રસંગની પૌરાણિક કૃષ્ણજીવન સાથે સરખામણી કરવી અને એ વિશેના જૈન તથા પૌરાણિક ગ્રન્થોને કાળક્રમ તપાસ. જૈન સમ્પ્રદાયના મુખ્ય બે ફિરકામાંથી દિગમ્બર ફિરકાના સાહિત્યમાં મહાવીરનું જીવન જેમ તદ્દન ખંડિત છે તેમ તે જ ફિરકાના જુદા જુદા ગ્રન્થોમાં કવચિત પરસ્પર વિસંવાદી પણ છે. તેથી અત્રે શ્વેતાબર ફિરકાના ગ્રન્થને જ સામે રાખી વિચાર કર પ્રાપ્ત થાય છે. સૌથી જૂના મનાતા અંગસાહિત્યમાં બે અંગે એવાં છે કે જેમાં ઉપર વર્ણવેલી મહાવીરના જીવનની ઘટનાઓમાંથી કોઈકની જ ઝાંખી થાય છે. આચારાંગ નામના પહેલા અને સૌથી નિર્વિવાદ પ્રાચીન મનાતા અંગના પહેલા મુતસ્કંધ (ઉપધાનસૂત્ર અ૦ ૯) માં ભગવાન મહાવીરની સાધક અવસ્થાનું વર્ણન છે; પણ એમાં તે કઠોર સાધકને સુલભ એવા તદ્દન સ્વાભાવિક મનુષ્યકત અને પશુ-પંખીકૃત ઉપસર્ગોનું વર્ણન છે, જે અક્ષરશઃ સત્ય લાગે છે અને એક વીતરાગ સંસ્કૃતિના નિર્દેશક શાસ્ત્રને બંધબેસે તેવું લાગે છે. એ જ આચારાંગના પાછળથી ઉમેરાયેલા મનાતા બીજા શ્રુતસ્કંધમાં ભગવાનની તદન સંક્ષેપમાં આખી જીવનકથા આવે છે. એમાં ગર્ભસંહરણની ઘટનાને, તેમ જ કઈ પણ જાતની વિગત કે વિશેષ ઘટનાના નિરૂપણ સિવાય માત્ર ભયંકર ઉપસર્ગો સહ્યાનો નિર્દેશ છે. ભગવતી નામના પાંચમા અંગમાં મહાવીરના ગર્ભહરણનું વર્ણન વિશેષ પલ્લવિત રીતે મળે છે. તેમાં એ બનાવ ઇન્દ્ર દ્વારા દેવ મારફત સધાયાની ઉપપત્તિ છે, અને એ જ અંગમાં બીજે સ્થળે (ભગવતી શતક ૯, ઉદ્દેશ ૩૩, પૃ. ૪૫૬) મહાવીર દેવાનન્દાના પુત્ર તરીકે પિતાને ઓળખાવતાં ગૌતમને કહે છે કે આ દેવાનન્દા મારી માતા છે. (જ્યારે એમને જન્મ ત્રિશલાની કુક્ષિથી થયેલ હોઈ સૌ એમને ત્રિશલાપુત્ર તરીકે ત્યાં સુધી ઓળખતા હોય એવી કલ્પના દેખાય છે. ) જોકે આ અંગે વિક્રમના પાંચમા સૈકાની આસપાસ સંકલિત થયાં છે, છતાં એ જ રૂપમાં કે ક્વચિત ક્વચિત શેડા ભિન્ન રૂપમાં એ અંગેનું અસ્તિત્વ તેથી વધારે પ્રાચીન છે અને તેમાંય આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું રૂપ Page #295 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન તા સવિશેષ પ્રાચીન છે, એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈ એ. અગ પછીના સાહિત્યમાં આવશ્યકનિયુક્તિ અને તેનુ ભાષ્ય આવે છે, જેમાં મહાવીરના જીવનને લગતી ઉપર્યુક્ત ઘટનાઓ આવે છે. અહીં એટલું યાદ રાખવું જોઈએ કે જોકે એ નિયુŚક્તિ અને ભાષ્યમાં એ લટનાને નિર્દેશ છે, પણ તે બહુ ટૂંકમાં અને પ્રમાણમાં ઓછા છે. ત્યાર બાદ એ જ નિયુક્તિ અને ભાષ્યની ચૂર્ણિનું સ્થાન આવે છે, જેમાં એ ઘટનાએ વિસ્તારથી અને પ્રમાણમાં વધારે વર્ણવાયેલી છે. આ ચૂર્ણિ સાતમા અને આઠમા સૈકા વચ્ચે બનેલી હૈય એમ મનાય છે. મૂળ નિયુક્તિ ઈ. સ. પહેલાંની હાવા છતાં એના અંતિમ સમય ઇ. સ. પાંચમા સૈકાથી અને ભાષ્યના સમય સાતમા સૈકાથી અર્વાચીન નથી. ણિ કાર પછી મહાવીરના જીવનનો વધારેમાં વધારે અને પૂરા હેવાલ પૂરા પાડનાર આચાય હેમચંદ્ર છે. એમણે ત્રિષષ્ટિશલાકાપુરુષરિત્રના દશમ પર્વમાં મહાવીરજીવન સંબંધી પૂર્વવર્તી બધા જ ગ્રન્થાનું દોહન કરી પોતાના કવિત્વની કલ્પનાના રંગે સાથે આખું જીવનવર્ણન આપ્યું છે. એ વર્ણનમાંથી અમે ઉપર લીધેલી બધી જ ઘટનાઓ બેંકે ણિમાં છે, પણ તે હેમચંદ્રના વર્ષોંન અને ભાગવતમાંના કૃષ્ણવષ્ણુનને એકસાથે સામે રાખી વાંચવામાં આવે તા એમ જરૂર લાગે કે હેમચંદ્ર ભાગવતકારની કવિત્વશક્તિના સંસ્કારોને અપનાવ્યા છે. જેમ જેમ અંગ સાહિત્યથી હેમચંદ્રના કવિત્વ{ય ચરિત્ર સુધી આપણે ઉત્તરાત્તર વાંચતા જઈએ છીએ તેમ તેમ મહાવીરના જીવનની સહજ ઘટના કાયમ રહેવા છતાં તેના ઉપર દૈવી અને ચમત્કારી ઘટનાના રંગે વધારે ને વધારે પૂરાતા જાય છે ત્યારે એમ માનવાને કારણ ભળે છે કે જે બધી અસહજ દેખાતી અને જેના વિના પણ મૂળ જૈન ભાવના અખાધિત રહી શકે છે એવી ધટનાએ, એક અથવા બીજે કારણે, જૈન સાહિત્યમાંના મહાવીરવનમાં બહારથી પ્રવેશ પામતી ગઈ છે. આ વસ્તુની સાબિતી માટે અહીં એક ઘટના ઉપર ખાસ વિચાર કરીએ તે! તે પ્રાસંગિક જ ગણાશે. આવશ્યકનિયુક્તિ, તેનું ભાષ્ય અને થૂણિ એમાં મહાવીરના જીવનની બધી ઘટના સક્ષિપ્ત કે વિસ્તારથી વણાયેલી છે. નાનીમોટી બધી ઘટનાને સંગ્રહી સાચવી રાખનાર નિયુક્તિ, ભાષ્ય અને સૃષ્ટિના લેખકાએ મહાવીરે કરેલા મેરુમ્પન જેવા આકર્ષક મહાબનાવની નોંધ લીધી નથી, જ્યારે ઉક્ત ગ્રન્થાને આધારે નહા Page #296 -------------------------------------------------------------------------- ________________ ધમીર હાવીર અને કર્મવીર પણ વિરજીવન લખનાર હેમચ મેકમ્પનની નોંધ લીધી છે. હેમચન્દ્ર સેલ મેરુકમ્પનને બનાવ જોકે તેના મૂળ આધારભૂત નિક્તિ ભાષ્ય કે શૂર્ણિમાં નથી, છતાં આઠમા સૈકાના દિગમ્બર કવિ રવિણકત પવપુરાણમાં (દ્વિતીય પર્વ, . ૭૫–૭૬, પૃ. ૧૫) છે. રવિષેણે આ બનાવ પ્રાકૃત પરમચરિયામાંથી લીધેલ છે, કારણ કે, એનું પદ્મચરિત એ પ્રાકૃત પઉમચરિયનું માત્ર અનકરણ છે. અને પઉમરિયમાં (દિતીય પર્વ શ્લોક ૨૫-૨૬, પૃ. ૫). એ બનાવ નોંધે છે. પદ્મચરિત નિર્વિવાદરૂપે દિગમ્બરીય છે, જ્યારે પઉમ-, ચરિયની બાબતમાં હજી મતભેદ છે. પહેમચરિય દિગમ્બરીય હે, શ્વેતામ્બરીય હો કે એ બને રૂઢ ફિરકાથી તટસ્થ એવા ત્રીજા જ કઈ ગ૭ના આચાર્યની કૃતિ છે, ગમે તેમ છે, પણ અત્રે એ વિચારવું પ્રાપ્ત થાય છે કે પહમચરિયમાં નિર્દેશાલ મેરુકમ્પના બનાવનું મૂળ શું છે? અંગમાં કે નિયંતિમાં એ અનાવ નથી નોંધાયેલે, એટલે તે ઉપરથી પઉમચરિયનાં કર્તાએ એ કવિ લીધે છે એમ તે કહી શકાય જ નહિ. ત્યારે એ બનાવ બેંધાયેલી રીતે?—એ પ્રશ્ન છે. જો કે પઉમરિયની રચનાને સમય પહેલી શતાબ્દી નિર્દેશાયેલે છે, છતાં કેટલાંક કારણસર એ સમય વિશે બ્રાંતિ લાગે છે. પઉમચરિય બ્રાહ્મણ પદ્મપુરાણ પછીની કૃતિ હોય એમ લાગે છે અને પાંચમાં સેકા પહેલાં હેવાને બહુ જ ઓછા સંભવ છે. ગમે તેમ હો, છતાં અંગ અને નિર્યુક્તિ આદિમાં નહિ સૂચવાયેલ મિકમ્પનને બનાવ પઉમરિયમાં ક્યાંથી આવ્યે?—એ સવાલ તે રહે જ છે. જે પઉમચરિયના કર્તા પાસે કોઈ એ બનાવના વર્ણનવાબે વધારે જૂને પ્રખ્ય હેય અને તેમાંથી તેણે એ બનાવ ન હોય તે નિર્યુક્તિ કે. ભાષ્ય આદિમાં એ બનાવ બેંધાયા સિવાય ભાગ્યે જ રહે. તેથી કહેવું જોઈએ. કે પઉમરિયમાં આ બનાવ ક્યાંક બહારથી આવી દાખલ થયો છે. બીજી બાજુ હરિવંશ આદિ બ્રાહ્મણપુરાણમાં ફળદ્રુપ પૌરાણિક કલ્પનામાંથી જન્મેલી ગોવર્ણન તળવાની ઘટના નોંધાયેલી પ્રાચીન કાળથી મળે છે. પૌરાણિક અવતાર કૃષ્ણ દ્વારા ગવદ્ધન પર્વતનું તેલન અને જેન: તીર્થર મહાવીર દ્વારા સુમેરુ પર્વતનું કમ્પન એ બે વચ્ચે એટલું બધું સંભ, છે કે કોઈ એક કલ્પના બીજાને આભારી લાગે છે. આપણે જોઈ ગયા કે આગમ-નિયુક્તિ 2 જેમાં ગભ સંક્રમણ જેવા અને ભવિત દેખાતા બનાવની નેધ છે, તેમાંય સુમેરુએનિા ઈ . કઈ પ્રાચીન જૈન પૂરપામાંથી એ બનાવ પછી કવાયાની છે * IT IS Page #297 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન સંભવ છે, અને બ્રાહ્મણપુરાણમાં પર્વત ઉઠાવ્યાની વાત છે ત્યારે આપણને માનવાને કારણ મળે છે કે કવિત્વમય કલ્પનામાં અને અદ્ભુત વર્ણનોમાં બ્રાહ્મણ-મસ્તિષ્કનું અનુકરણ કરનાર જૈન-મસ્તિષ્ક આ કલ્પના બ્રાહ્મણપુરાણમાંની ગોવર્ધન પર્વતની તોલનની કલ્પના ઉપરથી ઉપજાવી કાઢી છે. . પાડોશી અને વિરોધી સમ્પ્રદાયવાળા પિતાના પ્રભુનું મહત્વ ગાતાં કહે કે પુરુષોત્તમ કૃષ્ણ તે પિતાની આંગળીથી ગેવર્લ્ડન જેવા પહાડને તોળ્યો, ત્યારે સામ્પ્રદાયિક માનસને સંતોષવા જૈન પુરાણકારે જો એમ કહે કે કૃષ્ણ તે જુવાનીમાં માત્ર યોજનપ્રમાણુ ગોવર્ધન પર્વતને ઊંચક્યો, પણ અમારા પ્રભુ વીરે તે જન્મતાવેંત માત્ર પગના અંગૂઠાથી એક લાખ યોજનના સુમેરુ પર્વતને ડગાવ્ય, તે એ સામ્પ્રદાયિક પ્રતિસ્પર્ધાને તદન બંધબેસતું લાગે છે. પછી એ કલ્પના વધારે પ્રચારમાં આવતાં સમ્પ્રદાયમાં એટલે સુધી રૂઢ થઈ ગઈ કે છેવટે હેમચંદ્ર પોતાના ગ્રન્થમાં એને સ્થાન આપ્યું અને અત્યારે તે સામાન્ય જૈન જનતા એમ જ માનતી થઈ ગઈ છે કે મહાવીરના જીવનમાં આવતા મેરુકમ્પનને બનાવ આગમિક અને પ્રાચીન ગ્રન્થગત છે. અહીં ઊલટો તર્ક કરી એક પ્રશ્ન કરી શકાય કે પ્રાચીન જૈન ગ્રન્થમાંના મેરુકમ્પનના બનાવની બ્રાહ્મણ પુરાણકારોએ ગોવર્ધન પર્વતના તેલન રૂપે નકલ કેમ ન કરી હોય ? પરંતુ આને ઉત્તર પ્રથમ એક સ્થળે દેવાઈ ગયો છે તે પ્રમાણે સ્પષ્ટ છે. જૈન ગ્રન્થનું મૂળ સ્વરૂપ કાવ્યકલ્પનાનું નથી, અને આ બનાવ એવી કલ્પનાનું પરિણામ છે. પૌરાણિક કવિઓનું માનસ મુખ્યપણે કાવ્યકલ્પનાના સંસ્કારથી જ ઘડાયેલું આપણે જોઈએ છીએ. તેથી એ કલ્પના પુરાણ દ્વારા જ જેન કાવ્યોમાં રૂપાન્તર પામી દાખલ થઈ વય એમ માની લેવામાં વધારે ઔચિત્ય દેખાય છે. કૃષ્ણના ગભવતરણથી માંડી જન્મ, બાળલીલા અને આગળના જીવનપ્રસંગવાળાં મુખ્યપણે હરિવંશ, વિષ્ણુ, પદ્મ, બ્રહ્મવૈવર્ત અને ભાગવત એટલાં વૈદિક પુરાણું છે. ભાગવત લગભગ ૮-૯ મા સૈકાનું મનાય છે. બાકીનાં પુસણો પણ કઈ એક જ હાથે અને એક જ વખતે લખાયેલાં હોય એમ નથી; છતાં હરિવંશ, વિષ્ણુ અને પદ્મ એ પુરાણે પાંચમા સૈકા પહેલાં પણ કોઈને કોઈ રૂપમાં નિશ્ચિત અસ્તિત્વ ધરાવતાં. વળી એ પુરાણોનાં પહેલાં પણ મૂળ પુરણ હોવાની સાબિતીઓ મળે છે. હરિવંશથી માંડી ભાગવત સુધીનાં ઉક્ત પુણેમાં આવતા કૃષ્ણના જન્મ અને જીવનની ઘટનાઓ જોતાં પણ એમ લાગે છે કે આ ઘટનામાં માત્ર કવિત્વની દૃષ્ટિએ જ નહિ, પણ વસ્તુની Page #298 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ ૨૧૩ દૃષ્ટિએ સુધ્ધાં ઘણે વિકાસ થયો છે. હરિવંશ પુરાણ અને ભાગવત પુરાણ એ બન્નેમાંની કૃષ્ણજીવનની કથા સામે રાખી વાંચતાં એ વિકાસ સ્પષ્ટ જણાઈ આવે છે. બીજી બાજુ જૈન વાડૂમયમાં કૃષ્ણજીવનની કથાવાળા મુખ્ય પ્રત્યે શ્વેતામ્બર અને દિગમ્બર બને સાહિત્યમાં છે. શ્વેતામ્બરીય અંગ ગ્રન્થમાંથી છઠ્ઠા જ્ઞાતા અને આઠમા અંતગડ એ અંગેમાં સુધ્ધાં કૃષ્ણને પ્રસંગ આવે છે. વસુદેવહિન્દી (લગભગ સાતમે સકે. જુઓ પૃ૦ ૩૬૮-૯) જેવા પ્રાકૃત ગ્રન્થ અને હેમચન્દ્રકૃત (બારમી સદી) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર જેવા સંસ્કૃત ગ્રન્થમાં કૃષ્ણજીવનની વિસ્તૃત કથા મળે છે. દિગમ્બરીય સાહિત્યમાં કૃષ્ણજીવનને વિસ્તૃત અને મનોરંજક હેવાલ પૂરે પાડનાર ગ્રન્થ જિનસેનકૃત (વિક્રમીય ૯મી શતાબ્દી) હરિવંશ પુરાણ છે, તેમ જ ગુણભકૃત (વિક્રમીય ૯મી શતાબ્દી) ઉત્તરપુરાણમાં પણ કૃષ્ણની જીવનકથા છે. દિગમ્બરીય હરિવંશપુરાણ અને ઉત્તરપુરાણ એ વિક્રમીય નવમા સૈકાના પ્રત્યે છે. હવે આપણે કૃષ્ણજીવનમાંના કેટલાક પ્રસંગે લઈને જોઈએ કે તે બ્રાહ્મણપુરાણોમાં કઈ રીતે વર્ણવાયેલાં છે અને જૈન ગ્રન્થમાં કઈ રીતે વર્ણવાયેલાં મળે છે ? બ્રાહ્મણપુરાણ જેન ચળ્યા (૧) વિષ્ણુના આદેશથી ગમાયા. (૧) એમાં સંહરણ (સંકર્ષણ)ની શક્તિના હાથે બળભદ્રનું દેવકીના વાત નથી, પણ રહિણના ગર્ભમાંથી રહિણના ગર્ભમાં ગર્ભમાં સહજ જન્મની વાત છે. સંહરણ (સંકર્ષણ) થાય છે. –હરિવંશ સર્ગ ૩ર, , . –ભાગવત, સ્કન્ધ ૧૦, અ. ૨, ૧-૧૦, પૃ. ૩૨૧. શ્લે. ૬-૧૩, પૃ. ૭૯૯. (૨) દેવકીને જન્મેલા બળભદ્ર પહેલાંના (૨) વસુદેવહિન્દી (પૃ. ૩૬૮-૯ ) છ સજીવ બાળકને કંસ પટકી માં દેવકીના છ પુત્રોને કસે મારી નાખે છે. હણી નાખ્યા એ સ્પષ્ટ નિર્દેશ –ભાગવત, સ્કન્ધ ૧૧, અ. ૨, છે, પણ જિનસેન અને હેમક ૫. ચંદ્રના વર્ણન પ્રમાણે દેવકીના ગર્ભજાત છ સજીવ બાળકને એક દેવ બીજા શહેરમાં જૈન કુટુંબમાં સુરક્ષિત પહોંચાડે છે અને તે જૈન બાઈના મૃતક Page #299 -------------------------------------------------------------------------- ________________ (૩) વિષણુની ગમાયા યશોદાને ત્યાં પુત્રીરૂપે જન્મ લઈ વસુદેવને હાથે દેવકીની પાસે પહોંચે છે અને તે જ સમયે દેવકીના ગર્ભથી જન્મેલ કૃષ્ણ વસુદેવને હાથે યશોદાને ત્યાં સુરક્ષિત પહોંચે છે. આવેલ પુત્રીને કંસ મારી નાખવા પટકે છે, પણ તે યોગમાયા હોઈ છટકી જ® છેવટે કાળી, દુર્ગા, આદિશક્તિ તરીકે પૂજાય છે. -ભાગવત, દશમ સ્કન્ધ, અ. ૩, લે. ૨-૧૦, પૃ.૮૦૯. દર્શન અને ચિંતન જન્મેલા છ બાળકોને ક્રમે દેવકી પાસે લાવી મૂકે છે, જે જન્મથી જ મૃતક છતાં કંસ તેને રેષથી પછાડે છે અને પેલા જૈનગૃહસ્થને ઘેર ઊછરેલા છે સજીવ દેવકીબાળકો આગળ જતાં નેમિનાથ તીર્થંકર પાસે જૈનદીક્ષા લે છે અને મોક્ષ પામે છે. -હરિવંશ, સર્ગ કપ, શ્લે. - ૧-૧૫, પૃ. ૩૬ ૩-૪. (૩) યશોદાની તરત જન્મેલી પુત્રીને કૃષ્ણને બદલે દેવકી પાસે લાવવામાં આવે છે. કંસ તે જીવતી બાલિકાને ભારતે નથી. વસુદેવહિન્દી પ્રમાણે નાક કાપીને, અને જિનસેનના કથન પ્રમાણે માત્ર નાક ચપટું કરીને, જતી કરે છે. એ બાલિકા આગળ તરુણ અવસ્થામાં એક સાધ્વી પાસે જૈન દીક્ષા લે છે અને જિનસેનના હરિવંશ પ્રમાણે તે એ સાથ્વી ધ્યાન અવસ્થામાં ભરી સદ્ગતિ પામ્યા છતાં તેની આંગળીના લેહીભરેલા ત્રણ કટકા ઉપરથી પાછળથી ત્રિશૂળધારિણી કાળી તરીકે વિંધ્યાચલમાં પ્રતિષ્ઠિત થાય છે. એ કાળી દેવી સામે થતાં પાડાઓના વધની જિનસેને ભારે ઝાટકણી કાઢી છે, જે વધ વિંધ્યાચલમાં અદ્યાપિ પ્રવર્તે છે. –હરિવંશ, સર્ગ ૩૦, . 1-૫૧, પૃ. ૪૫૮- ૬૧. Page #300 -------------------------------------------------------------------------- ________________ ધીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ (૪) કૃષ્ણની બાળલીલા અને કુમારલીલામાં કસે મોકલેલા જે બધા અસુરા આવ્યા છે અને જેમણે કૃષ્ણને, બળભદ્રને તેમ જ ગેપગોપીઓને પજવ્યાં છે, લગભગ તે બધા અસુરાને કૃષ્ણ અને કાઈ વાર બળભદ્ર પ્રાણમુક્ત કરી મારી નાખે છે. -ભાગવત, દશમસ્કંધ, અ. ૫-૮, પૃ. ૮૧૪. (૫) નૃસિંહ એ વિષ્ણુના એક તાર છે. કૃષ્ણ તથા અળભદ્ર અને વિષ્ણુના અંશ હાઈ સામુક્ત છે અને વિષ્ણુધામ સ્વર્ગમાં વત માન છે. --ભાગવત, પ્રથમ સ્કંધ, અ. ૩ ક્લેા. ૧-૨૪, પૃ. ૧૦-૧૧ [ ૬: (૪) બ્રાહ્મણપુરાણામાં કંસે મોકલેલા જે અસુરો આવે છે તે અસુરા જિનસેનના હરિવ શપુરાણ પ્રમાણે કંસની પૂર્વ જન્મમાં સાધેલી દેવી છે અને એ દેવી જ્યારે કૃષ્ણ, ખળભદ્ર કે વ્રજવાસીઓને સતાવે છે ત્યારે એ દેવીઓને વધ કૃષ્ણને હાથે નથી થતો, પણ કૃષ્ણ એ દેવીઓને હરાવી માત્ર વતી નસાડી મૂકે છે. હેમચંદ્રના ( ત્રિષ્ટિ. સ ૫, શ્લોક ૧૨૭–૪) વર્ણન પ્રમાણે કૃષ્ણ, બળભદ્ર અને વ્રજવાસીઆને ઉપદ્રવ કરનાર કાઈ દેવી નહિ પણ કંસના પાળેલા ઉન્મત્ત પ્રાણીઓ છે, જેતા પણ વધ કૃષ્ણ નથી કરતા. માત્ર દયાળુ જૈનના હાથની પેઠે એ પોતાના પરાક્રમી છતાં કામળ હાથથી કસપ્રેરિત ઉપદ્રવી પ્રાણીઓને હરાવી દૂર નસાડી મૂકી છે. -હરિવંશ, સગ ૩૫, ગ્લો. * ૩૫–૫૦,પૃ. ૩}}-૭, (૫) કૃષ્ણ જોકે ભવિષ્યમાં તીર્થંકર થઈ માસે જનાર છે, પણ અત્યારે તે યુદ્ધને પરિણામે નરકમાં વસે છે અને બળભદ્ર જૈનદીક્ષા લેવાથી સ્વર્ગમાં ગયેલ છે. જિનસેને બળભદ્રને જ નૃસિંહ તરીકે છૂટાવવા મા Page #301 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન રંજક કલ્પના આપી છે; અને લોકોમાં કૃષ્ણ તથા બળભદ્રની સાર્વત્રિક પૂજા કેમ થઈ એના. કારણ તરીકે કૃષ્ણ નરકમાં રહ્યા રહ્યા બળભદ્રનેતેમ કરવાની યુક્તિ. બતાવ્યાનું અતિ સામ્પ્રદાયિક અને કાલ્પનિક વર્ણન કર્યું છે. -હરિવંશ, સર્ગ ૩૫, બ્લેક ૧–૫૫, પૃ. ૬૧૮-૨૫. (૬) દ્રૌપદી પાંચ પાંડવની પત્ની છે (૬) શ્વેતામ્બર પ્રન્થ પ્રમાણે તે છે અને કૃષ્ણ પાંડવોના પરમ દ્રૌપદીને પાંચ પતિ છે (જ્ઞાતા સખા છે. દ્રૌપદી કૃષ્ણભક્ત છે ૧૬મું અધ્યયન), પણ જિનસેન, અને કૃષ્ણ સ્વયં પૂર્ણાવતાર છે. માત્ર અર્જુનને જ દ્રૌપદીના –મહાભારત. પતિ તરીકે વર્ણવે છે અને તેને એક પતિવાળી આલેખે છે. (હરિવંશ, સર્ગ પ૪, શ્લે. ૧૨-૨૫). દ્રૌપદી અને પાંડવો બધાય જૈન દીક્ષા લે છે અને કોઈ મોક્ષે કે કેઈ સ્વર્ગે જાય છે. ફક્ત કૃષ્ણ કર્મોદયને કારણે જૈન દીક્ષા લઈ શક્તા નથી. તેમ છતાં બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિના અનન્ય ઉપાસક બની ભાવી તીર્થંકર પદની લાયકાત મેળવે છે. –હરિવંશ, સર્ગ ૬૫. લે. ૧૬, પૃ. ૬૧૯-૨૦. (૭) કૃષ્ણની રાસલીલા અને ગોપી- (૭) કૃષ્ણ રાસ અને ગેડીક્રીડા કરે ક્રીડા ઉત્તરોત્તર વધારે શૃંગારી છે, પણ તે ગોપીઓના હાવબનતી જાય છે અને તે એટલે ભાવથી ન લેભાતાં તદ્દન સુધી કે છેવટે તે પદ્મપુરાણમાં અલિપ્ત બ્રહ્મચારી તરીકે રહે છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ ભાગનું રૂપ ધારણ કરી વલ્લભભાવના પ્રમાણે મુખથી સમન સમ્પ્રદાયની મહાદેવના પામે છે. —પદ્મપુરાણ અ. ૨૪૫ શ્ર્લો. ૧૭૫-૬, પૃ. ૮૮૯-૯૦, (૮) કૃષ્ણ, ઇન્દ્રે વ્રજવાસીઓને કરેલા ઉપદ્રા શમાવવા ગોવન પર્યંતને સાત દિવસ હાથમાં તાળે છે, ભાગવત, દેશમ સ્કન્ધ, અ. ૨૫, શ્લા, ૧૮-૩૦, રૃ, ૮૯ [ ૨૬૭ હરિવંશ, સ ૩૫, શ્વે. ૬૫-૬, પૃ. ૩૬૯. (૮) જિનસેનના કથન પ્રમાણે ઇન્દ્ર કરેલા ઉપદ્રા નહિ, પણ સે મેાકલેલ એક દેવીએ કરેલા ઉપદ્રવેશ શમાવવા કૃષ્ણ ગાવ-ન પર્વતને તેાળે છે. -હરિવંશ, સ ૩૫, ગ્લો. ૪૨-૨૬, પૃ. ૩૬૭. પુરાણામાં અને જૈન ગ્રન્થામાં વર્ણવાયેલી કૃષ્ણજીવનકથામાંથી ઉપર જે થેાડા નમૂનાઓ આપ્યા છે તે જોતાં કૃષ્ણ એ વસ્તુતઃ વૈદિક અગર પૌરાણિક પાત્ર છે અને પાછળથી જૈન ગ્રન્થમાં સ્થાન પામેલ છે—આ બાબતમાં ભાગ્યે જ શંકા રહી શકે. પૌરાણિક કૃષ્ણજીવનની કથામાં મારફાડ, અસુરસહાર અને શૃંગારી લીલા છે, તેને જૈન ગ્રન્થકારોએ પોતાની અહિંસા અને ત્યાગની ભાવના પ્રમાણે બદલી પોતાના સાહિત્યમાં તદ્દન જુદું જ સ્થાન આપ્યું છે. તેથી આપણે જૈન ગ્રન્થામાં પુરાણની પેઠે નથી જોતાં કંસને હાથે કાઈ બાળકના પ્રાણનાશ કે નથી જોતાં કૃષ્ણને હાથે કંસે માકલેલ ઉપદ્રવીએના પ્રાણુનાશ. આપણે માત્ર જૈન ગ્રન્થોમાં કૃષ્ણને હાથે કંસે મોકલેલ ઉપદ્રવીઓને, પૃથ્વીરાજે શાહજીદ્દીનને જતા કર્યો તેમ, જીવતાં ાડી મૂકવાની વાત વાંચીએ છીએ; એટલું જ નહિ, પણ કૃષ્ણ સિવાયના લગભગ બધાં પાત્રાએ જૈનદીક્ષા સ્વીકાર્યોનું વર્ણન વાંચીએ છીએ. અલબત્ત, અહીં એક પ્રશ્ન થઈ શકે અને તે એ કે મૂળમાં જ વસુદેવ, કૃષ્ણ આદિતી કથા જૈન ગ્રન્થામાં હાય અને પછી તે બ્રાહ્મણુપુરાણામાં જુદા રૂપમાં કેમ ઢળાઈ ન હોય ? પરંતુ જૈન આગમો અને ખીજા કથાપ્રન્થામાં જે કૃષ્ણ, પાંડવ આદિનુ વન છે તેનુ સ્વરૂપ, શૈલી આદિ જોતાં એ તકને અવકાશ રહેતો નથી. તેથી વિચારતાં ચોખ્ખુ લાગે છે કે જ્યારે પ્રજામાં કૃષ્ણની પૂજા–પ્રતિ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] દર્શન અને ચિંતન થઈ અને તેને લગતું સાહિત્ય ખૂબ રચાયું તેમ જ કપ્રિય થતું ગયું ત્યારે સમયસૂચક જૈન લેખકેએ પણ રામચંદ્રની પેઠે કુણને પણ અપનાવ્યા અને પુરાણગત કૃષ્ણવર્ણનના જન દૃષ્ટિએ દેખાતા હિંસાના વિષને ઉતારી તેને જૈન સંસ્કૃતિ પ્રમાણે મેળ બેસાડ્યો અને તેમાં અહિંસાની દૃષ્ટિએ લખાતાં કથાસાહિત્યને વિકાસ સાધે.. - જ્યારે કૃષ્ણજીવનના તોફાની અને શૃંગારી પ્રસંગે પ્રજામાં લેકપ્રિય થતાં ગયાં ત્યારે એ જ પ્રસંગો એક બાજુએ જૈન સાહિત્યમાં પરિવર્તન સાથે સ્થાન પામતા ગયા અને બીજી બાજુ તે પરાક્રમપ્રધાન અદ્ભુત પ્રસંગેની મહાવીરજીવનવર્ણન ઉપર અસર થતી ગઈ હોય એ વિશેષ સંભવ છે. અને તેથી જ, આપણે જોઈએ છીએ કે, પુરાણમાં કૃષ્ણના જન્મ, બાળકીડા અને યૌવનવિહાર આદિ પ્રસંગે માનુષી કે અમાનુધી અસુરેએ કરેલા ઉપદ્રવ અને ઉત્પાતનું જે અસ્વાભાવિક વર્ણન છે અને તે ઉપાસેના, કૃષ્ણ કરેલ નિવારણનું અસ્વાભાવિક છતાં માત્ર મનોરંજક, જે વર્ણન છે તે જ અસ્વ- ભાવિક છતાં લેકમાનસમાં ઊંડે સુધી ઊતરી ગયેલ વર્ણન, અહિંસા અને - ત્યાગની ભાવનાવાળા જૈન ગ્રન્થકારેને હાથે કે સંસ્કાર પામી મહાવીરના જન્મ, બાળક્રીડા અને જુવાનીની સાધનાવસ્થાને પ્રસંગે દેવત વિવિધ ઘટના તરીકે સ્થાન પામે છે, અને પૌરાણિક વર્ણનની વિશેષ અસ્વાભાવિકતા તથા અસંગતિ દૂર કરવાને જન પ્રન્થકારેને પ્રયત્ન છેવા છતાં તત્કાલીન લેકમાનસ પ્રમાણે મહાવીરના જીવનમાં સ્થાન પામેલ પૌરાણિક ઘટનાઓના વર્ણનમાં એક જાતની અમુક અંશે અસ્વાભાવિકતા અને અસંગતિ રહી જ જાય છે. ૩. કથાનાં સાધનેનું પૃથક્કરણ અને તેનું ઔચિત્ય હવે આપણે “લેકમાં ધર્મભાવના જાગ્રત રાખવા તેમ જ સમ્પ્રદાયના પાયા મજબૂત કરવા તે વખતે મુખ્યપણે કઈ જાતના સાધનને ઉપયોગ કથાગ્રન્થમાં કે જીવનવૃતાતેમાં થતે, તેનું પૃથકરણ કરવું અને તેનું ઔચિત્ય વિચારવું–આ ત્રીજા દષ્ટિબિન્દુ ઉપર આવીએ છીએ. ઉપર જે કાંઈ વિવેચના કરવામાં આવી છે તે શરૂઆતમાં કોઈ પણ અતિશાદ્ધાળુ સામ્પ્રદાયિક ભક્તને આઘાત પહોંચાડે એ દેખીતું છે. કારણ એ છે કે સાધારણું ઉપાસક અને ભક્ત જનતાની પિતાના પૂજ્ય પુરુષ તરફની શ્રદ્ધા બુદ્ધિશાધિત કે તર્કપરિમાર્જિત નથી હોતી. એવી જનતાને મન શાસ્ત્રમાં લખાયેલ દરેક અક્ષર સૈકાલિક સત્યરૂપ હોય છે અને વધારામાં જ્યારે એ શાસ્ત્રને ત્યાગી ગુરુ કે વિદ્વાન પંડિત વાંચે કે સમજાવે છે ત્યારે તે એ Page #304 -------------------------------------------------------------------------- ________________ ધમવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ ર૬૯ ભળી જનતાના મન ઉપર શાસ્ત્રના અારાર્થના યથાર્થપણાની છાપ વજલેપ જેવી થઈ જાય છે. આવી સ્થિતિમાં શાસ્ત્રીય વર્ણનની પરીક્ષા કરવાનું કામ અને પરીક્ષાપૂર્વક તેને સમજાવવાનું કામ ઘણું જ અઘરું થઈ જાય છે. તે વિશિષ્ટ વર્ગના લેકોના ગળે ઊતરતાં પણ બે વખત લે છે અને ઘણા ભાગો માગે છે. આવી સ્થિતિ માત્ર જૈન સમ્પ્રદાયની જ નથી, પણ દુનિયા ઉપરના દરેક સમ્પ્રદાયની લગભગ એક જ જેવી સ્થિતિને ઈતિહાસ આપણી સામે છે. આ યુગ વિજ્ઞાનને છે. એમાં દેવી ચમત્કાર અને અસંગત કલ્પનાઓ પ્રતિ પામી શકે નહિ. એટલે અત્યારની દૃષ્ટિએ પ્રાચીન મહાપુરુષોનાં ચમત્કારપ્રધાન જીવન વાંચીએ ત્યારે તેમાં ધાણે અસંબદ્ધ અને કાલ્પનિક દેખાય એ તદ્દન સ્વાભાવિક છે. પરંતુ જે યુગમાં એ વૃત્તાન્ત લખાયાં, જે લેકેએ લખ્યાં, જે લેકે વાસ્તે લખ્યાં અને જે ઉદ્દેશથી લખ્યાં તે યુગમાં આપણે દાખલ થઈ તે લખનાર અને સાંભળનારનું માનસ તપાસી, તેમના લખવાના ઉદ્દેશો વિચાર કરી, ગંભીરપણે જોઈએ તે આપણને ચેખું દેખાશે કે એ પ્રાચીન અને મધ્યયુગમાં મહાન પુરુષોનાં જીવનવૃત્તાન્ત જે રીતે આલેખાયેલાં છે તે જ રીતે તે વખતે કારગત હતી. આદર્શ ગમે તે ઉચ્ચ હોય અને તેને કોઈ અસાધારણ વ્યકિતએ બુદ્ધિશુદ્ધ કરી જીવન ગમ્ય કર્યો હેય, છતાં સાધારણ લેકે એ અતિ સૂક્ષ્મ અને અતિ ઉચ્ચ આદર્શને બુદ્ધિગમ્ય કરી શક્તા નથી અને છતાં સૌની એ આદર્શ તરફ ભક્તિ હોય છે : સૌ એને ઈચ્છે છે અને પૂજે છે. આવી સ્થિતિ હોવાથી સાધારણ લેકની એ આદર્શ પ્રત્યેની ભક્તિ અથવા તે ધર્મભાવના જાગ્રત રાખવાને ધૂળ માર્ગ સ્વીકારવો પડે છે; જેવું લેકમાનસ તેવી કલ્પના કરી તેમની સામે એ આદર્શ મૂકે પડે છે. લોકોનું મન સ્થળ હોઈ ચમત્કારપ્રિય હોય અને દેવદાનવોના પ્રતાપની વાસનાવાળું હોય ત્યારે તેમની સામે સૂક્ષ્મ અને શુદ્ધતર આદર્શને પણ ચમત્કાર અને દૈવી પાસનાં વાઘા પહેરાવીને મૂકવામાં આવે તો જ સાધારણ લોકોને સાંભળો ગમે અને તેમને ગળે ઉતરે. આ કારણથી તે યુગમાં ધર્મભાવના જાગ્રત રાખવા તે વખતના શાસ્ત્રકારોએ મુખ્યપણે ચમત્કારે અને અદ્ભુતતાઓનાં વર્ણનને આશ્રય લીધેલ છે. વળી, પિતાની જ પડેશમાં ચાલતા અન્ય સમ્પ્રદાયોમાં જ્યારે દેવતાઈ વાતે અને ચમત્કારી પ્રસંગોની ભરમાર હોય ત્યારે પિતાના સંપ્રદાયના લેકને તે તરફ જતા અટકાવી પિતાના Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ] દર્શન અને ચિંતન સમ્પ્રદાય તરફ આકર્ષી રાખવાનો માર્ગ એક જ હોય છે અને તે એ કે તેણે પણ પિતાના સમ્પ્રદાયના પાયા ટકાવી રાખવા માટે બીજા વિરોધી અને પાડોશી સમ્પ્રદાયમાં ચાલતી આકર્ષક વાત જેવી વાતે અથવા તેથી વધારે સારી વાત છે, લખી લેકે સામે રજૂ કરવી. આ રીતે પ્રાચીન અને મધ્યયુગમાં જેમ ધર્મભાવના જાગ્રત રાખવાની દૃષ્ટિએ તેમ સમ્પ્રદાયના પાયા મજબૂત કરવાની દૃષ્ટિએ પણ મુખ્યપણે મન્ન-તન્ન, જડી-બુટ્ટી, દેવી ચમત્કાર ઈત્યાદિ ધર્મતત્ત્વની સાથે અસંગત એવાં સાધનોનો ઉપયોગ થતો. ગાંધીજી ઉપવાસ કે અનશન આદરે છે. દુનિયાની મોટામાં મોટી શહેનશાહતના સૂત્રધારો વિચારમાં પડે છે. ગાંધીજીને જેલમાંથી મુક્ત કરે છે. ફરી પકડે છે. વળી ફરી ઉપવાસ શરૂ થતાં છોડી દે છે. આખા દેશમાં જ્યાં જ્યાં ગાંધીજી જાય છે, ત્યાં ત્યાં જનસમુદ્રમાં ભરતીનું મેનું આવે છે. કોઈ તેમનો અતિ વિરોધી પણ જ્યારે તેમની સામે જાય છે ત્યારે એક વાર તો તે મને મુગ્ધ થઈ ગર્વગલિત થઈ જાય છે–આ બધી વાસ્તવિક વસ્તુ છે, સ્વાભાવિક છે અને મનુષ્યબુદ્ધિગમ્ય છે. પરંતુ આ યુગમાં આ બધી વસ્તુને જે કોઈ દેવી બનાવ તરીકે વર્ણવે તો તે વસ્તુને જેમ કોઈ બુદ્ધિમાન સાંભળે કે સ્વીકારે પણ નહિ તેમ આ યુગમાં તેની જે ખરી કિંમત અંકાય છે તે પણ ઊડી જાય. આ યુગબળને એટલે વૈજ્ઞાનિક યુગને પ્રભાવ છે. આ બળ પ્રાચીન કે મધ્યયુગમાં ન હતું. તેથી તેમાં આવી જ કોઈ સ્વાભાવિક વસ્તુને જ્યાં સુધી દેવી પાસ કે ચમત્કારને પાસ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે લેકમાં પ્રચાર પામી શકે નહિ. બે યુગ વચ્ચેનું આ ચેખું અંતર છે, એ સમજીને જ આપણે પ્રાચીન અને મધ્યકાલીન યુગની વાર્તાઓ અને જીવનવૃત્તાન્તોને વિચાર કરે ઘટે છે. ત્યારે હવે છેવટે સવાલ એ થાય છે કે એ શાસ્ત્રમાંની ચમત્કારી અને દેવી ઘટનાઓને અત્યારે કેવા અર્થમાં સમજવી કે વાંચવી ? જવાબ સ્પષ્ટ છે અને તે એ કે કઈ પણ મહાન પુરુષના જીવનમાં સાચું અને માનવા જેવું તત્વ તે “શુદ્ધબુદ્ધિવાળો પુરુષાર્થ એ હોય છે. આ તત્વને લેકે સામે મૂકવા માટે શાસ્ત્રલેખકે વિવિધ કલ્પનાઓ પણ જે છે. ધર્મવીર મહાવીર છે કે કર્મવીર કૃષ્ણ, પણ એ બન્નેના જીવનમાંથી લેકેને શીખવવાનું તત્વ તે એ જ હોય છે. ધર્મવીર મહાવીરના જીવનમાં એ પુરુષાર્થ અનcખ થઈ આત્મશોધનને ભાગ લે છે અને પછી આત્મશોધન વખતે આવતા અંદર કે બહારના પ્રાકૃતિક ગમે તેવા ઉપસર્ગોને એ મહાન પુરુષ પિતાના આત્મબળ Page #306 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ ર૭૧ અને દઢ નિશ્ચયથી જીતી લે છે, તેમ જ પિતાના ધ્યેયમાં આગળ વધે છે. આ વિજય કોઈ પણ સાધારણ માણસ માટે શક્ય નથી હોતો, તેથી તે વિજયને દેવી વિજય તરીકે ઓળખાવવામાં કશી જ અતિશયોક્તિ નથી. કર્મવીર કૃષ્ણના જીવનમાં એ પુરુષાર્થ બહિર્મુખ થઈ લેખસંગ્રહ અને સામાજિક નિયમનને માર્ગે વળે છે. એ ધ્યેય સાધતાં જે દુશ્મન કે વિરોધી વર્ગ તરફથી અડચણો ઊભી થાય છે તે બધી અડચણને કર્મવીર જ્યારે પિતાનાં ધેર્ય, બળ અને ચાતુરીથી દુર કરી પિતાનું કાર્ય પાર પાડે છે, ત્યારે આ લૌકિક સિદ્ધિ સાધારણ લેકેને દેવી અને અલૌકિક બની જાય એ સ્વાભાવિક છે. આ રીતે આપણે એ બન્ને મહાન પુરુષોનાં જીવનને, આપ દૂર કરી, વાંચીએ તો ઊલટી વધારે સહજતા અને સંગતતા દેખાય છે અને તેમનું વ્યક્તિત્વ વધારે માનનીય–ખાસ કરી આ યુગમાં–બને છે. ઉપસંહાર કર્મવીર કૃષ્ણના સંપ્રદાયના ભક્તોને ધર્મવીર મહાવીરના આદર્શની ખૂબીઓ ગમે તેટલી દલીલથી સમજાવવામાં આવે તો પણ તેઓને તે પૂરેપૂરી ભાગ્યે જ સમજાય. એ જ રીતે ધર્મવીર મહાવીરના સમ્પ્રદાયના અનુયાચાઓ કર્મવીર કૃષ્ણના જીવનના આદર્શની ખૂબીઓ બરાબર સમજે એ પણ ભાગ્યે જ સંભવ છે. આ પ્રમાણે સામ્પ્રદાયિક માનસ અત્યારે ઘડાયેલું જોઈએ છીએ ત્યારે અહીં જેવું એ પ્રાપ્ત થાય છે કે શું વસ્તુતઃ ધર્મ અને કર્મના આદર્શ વચ્ચે એવો કોઈ વિરોધ છે કે જેથી એક આદર્શના અનુયાયીઓને બીજો આદર્શ તર્ન અગ્રાહ્ય લાગે? વિચાર કરતાં દેખાય છે કે શુદ્ધ ધર્મ અને શુદ્ધ કર્મ એ બન્ને એક જ આચરણગત સત્યની જુદી જુદી બાજુઓ છે. એમાં ભેદ છે, પણ વિરોધ નથી. દુન્યવી પ્રવૃત્તિ છેડવા સાથે ભગવાસનામાંથી ચિત્તની નિવૃત્તિ સિદ્ધ કરી પછી એ નિવૃત્તિ દ્વારા જ લેકકલ્યાણ માટે પ્રયત્ન કરે છે, એટલે કે જીવનધારણું માટે જરૂરી પણ લૌકિક એવી પ્રવૃત્તિઓની વ્યવસ્થાને ભાર લેકે ઉપર જ છોડી દઈ માત્ર એ પ્રવૃત્તિમાંના કલેશ કંકાસકારી અસંયમરૂપ વિષને જ નિવારવા લોકો સામે પિતાના સમગ્ર જીવન દ્વારા પદાર્થપાઠ રજૂ કરે તે શુદ્ધ ધર્મ. અને દુન્યવી બધી પ્રવૃત્તિમાં રહ્યા છતાં તેમાં નિષ્કામપણું કે નિર્લેપપણું કેળવી, તેવી પ્રવૃત્તિના સામંજસ્ય દ્વારા લેકોને એગ્ય રસ્તે દોરવા પ્રયત્ન કરે, Page #307 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] દર્શન અને ચિંતન એટલે કે જીવન માટે અતિ આવશ્યક પ્રવૃત્તિઓમાં ડગલે ને પગલે આવતી અથડામણીઓ નિવારવા લોકે સામે પોતાના સમગ્ર જીવન દ્વારા લૌકિક પ્રવૃત્તિઓને પણ નિર્વિષપણે પદાર્થપાઠ રજુ કરે તે શુદ્ધ કર્મ. અહીં એક સત્ય તે લેકકલ્યાણની વૃત્તિ છે. તેને સિદ્ધ કરવાના બે ભાગે તે ઉક્ત એક જ સત્યની ધર્મ અને કર્મરૂપ બે બાજુઓ છે. સાચા ધર્મમાં માત્ર નિવૃત્તિ ની હતી, પરંતુ એમાં પ્રવૃત્તિ પણ હોય છે. સાચા કર્મમાં માત્ર પ્રવૃત્તિ નથી હોતી, પરંતુ એમાં નિવૃત્તિ પણ હોય છે. બન્નેમાં બને તો છતાં ગૌણમુખ્યપણાનું તેમ જ પ્રકૃતિભેદનું અંતર છે. તેથી એ બન્ને રીતે સ્વ તથા પરકલ્યાણરૂપ અખંડ સત્ય સાધવું શક્ય છે. આમ હોવા છતાં ધર્મ અને કર્મના નામે જુદા જુદા વિરોધી સમ્પ્રદાયે. કેમ સ્થપાયા એ એક કેયડે છે; પણ આ સામ્પ્રદાયિક માનસનું જો આપણે વિશ્લેષણ કરીએ તો એ અકળ દેખાતો કેયડ આપોઆપ ઉક્લાઈ જાય છે. સ્થળ અને સાધારણ લેકે કઈ પણ આદર્શની ઉપાસના કરતા હોય છે ત્યારે સામાન્ય રીતે તેઓ એ આદર્શના એકાદ અંશને અથવા ઉપરના ખોળિયાને વળગી તેને જ પૂરે આદર્શ માની બેસે છે. આવી મનોદશા હોવાને લીધે ધર્મવીરના ઉપાસકે ધર્મને અર્થ માત્ર નિવૃત્તિ સમજી તેની ઉપાસનામાં પડી ગયા અને પોતાના ચિત્તમાં પ્રવૃત્તિના સંસ્કારે પિષવા છતાં પ્રવૃત્તિ-અંશને વિધી સમજી પિતાના ધર્મરૂપ આદર્શમાંથી તેને અલગ રાખવાની ભાવના સેવવા લાગ્યા. બીજી બાજુ કર્મવીરના ભક્તો કર્મને અર્થ માત્ર પ્રવૃત્તિ કરી તેને જ પિતાને પૂરે આદર્શ માની બેઠા અને એ પ્રવૃત્તિ સાથે સાંકળવા જોઈને નિવૃતિતત્ત્વને બાજુએ મૂકી માત્ર પ્રવૃત્તિને જ કર્મ માની મહા આ રીતે ધર્મ અને કર્મ બને આદર્શોના ઉપાસકે તદ્દન વિરોધી એવા સામસામેના છેડે જઈને બેઠા, અને પછી એકબીજાના આદર્શને અધૂરે કે અવ્યવહાર્યું કે હાનિકારક બતાવવા લાગ્યા. આ રીતે સામ્પ્રદાયિક માનસ એવું તે વિરુદ્ધ સંસ્કારોથી ઘડાઈ ગયું કે તેઓને માટે ધર્મ અને કર્મ એ એક જ સત્યની બે અવિરેાધી બાજુઓ છે એ વસ્તુ સમજમાં આવવાનું અશક્ય બની ગયું અને પરિણામે આપણે ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણના પંથમાં પરસ્પર વિરોધ, અણગમે અને ઉદાસીનતા જોઈએ છીએ... જે વિશ્વમાં સત્ય એક જ હોય અને તે સત્ય સિદ્ધ કરવાને માર્ગ એક જ ન હોય તે ભિન્ન ભિન્ન માર્ગે એ સત્ય સુધી કેવી રીતે પહોંચી શકાય એ સમજવા માટે વિધી અને ભિન્ન ભિન્ન દેખાતા માર્ગોને ઉદાર અને વ્યાપક Page #308 -------------------------------------------------------------------------- ________________ ધવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ ૨૦૩ દૃષ્ટિએ સમન્વય કરવા એ કાઈ પણ ધાર્મિક અને પ્રતિભાશાળી પુરુષ માટે આવશ્યક કર્તવ્ય છે. અનેકાન્તવાદની ઉત્પત્તિ ખરી રીતે આવી જ વિશ્વવ્યાપી ભાવના અને દૃષ્ટિમાંથી થયેલી છે અને તેને એવી રીતે જ ઘટાવી શકાય. આ સ્થળે એક ધર્મવીર અને એક કમવીરના જીવનની કેટલીક ઘટનાઓની સરખામણીના સાધારણ વિચારમાંથી જો આપણે ધર્મ અને ક એ બન્નેના વ્યાપક અને વિચાર કરી શકીએ તે આ ચર્ચા શબ્દટુ પડિતાને માત્ર વિનેાદન અનતાં રાષ્ટ્ર અને વિશ્વની એકતામાં ઉપયાગી થશે, જૈનપ્રકાશ, ચૈત્ર ૧૯૯૦. ૧૨ Page #309 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર [ એમના જીવનને સ્પર્શતી વિવિધ ભૂમિકા ] [ ૪ ] લગભગ બધા જ જેના ભગવાન મહાવીરની જીવનકથાથી ઓછેવત્તે અંશે પરિચિત હાય જ છે. પન્નુસણના દિવસેામાં આપણે. એ કથા વાંચતાસાંભળતા આવ્યા છીએ, અને ધારીએ ત્યારે એ વિષયને લગતું સાહિત્ય મેળવી તે જીવનકથાને વાંચી પણ શકીએ છીએ. તેથી હુ આજના સાંવત્સરિક ધમ પ ને દિવસે ભગવાનના જીવનની સળગ કથા અગર તેમની અમુક ધટના સંભળાવવાની પુનરુક્તિ નથી કરતા. તેમ છતાં હું એવું કાંઈક કહેવા માગુ છું કે જેનાથી ભગવાનના વાસ્તવિક જીવનના પરિચય લાધવાની દિશામાં જ આપણે આગળ વધી શકીએ; અને એકસરખી રીતે મહાવીરના જ અનુયાયી ગણાતા વર્ગમાં તેમના જીવન વિશે જે જે પરસ્પર વિરુદ્ધ એવી અનેક કલ્પના પ્રવર્તે છે તેમ જ ધણીવાર એ કલ્પના અથડામણનું રૂપ ધારણ કરી સમ્પ્રદાયભેદમાં પરિણામ પામે છે, તેનું અસલી કારણ સમજી શકીએ ને ગેરસમજ દૂર થવાથી ભગવાનના જીવનનું ઊંડું રહસ્ય પણ પામી શકીએ. હું જે કહેવા માગું છું તે સ્વાનુભવને આધારે જ. બીજા ભાઈ આ અને બહેને એમાં પોતાના અનુભવ મેળવી મારા કથન ઉપર વિચાર કરશે તો એકદરે ભગવાનના જીવન વિશેની સમજણમાં વધારો જ થશે. કાઈ એક વ્યક્તિ દૂરથી અમુક ચિત્રને જુએ ત્યારે તેને તે ચિત્રના ભાસ અમુક પ્રકારે થાય છે. તે જ જોનાર વ્યક્તિ વધારે નજીક જઈ તે ચિત્રને જુએ ત્યારે તેની દૃષ્ટિમર્યાદામાં ચિત્રના ભાસ વધારે સ્પષ્ટતાથી ઊઠે છે, પણ જો તે જ વ્યક્તિ વધારે એકાગ્ર બની તે ચિત્રને હાથમાં લઈ વિશેષ ખારીકાઈથી નિહાળે તો તેને એની ખૂબીઓનું ઓર વધારે પ્રમાણમાં ભાન થાય છે. જેમ ચિત્ર વિશે તેમ મૂતિ વિશે પણ છે. કાઈ ભવ્ય મંદિરમાં ભગવાન મહાવીર જેવા ધ પુરુષની સુરેખ અને શાન્ત મૂર્તિ હેાય. તેને જોનાર એક વ્યક્તિ મંદિરના ચેાગાનનાં ઊભી હાય, ખીજી રંગમંડપમાં ઊભી રહી મૂર્તિ નિહાળતી હાય અને ત્રીજી વ્યક્તિ ગર્ભગૃહમાં જઈ મૂર્તિને નિહાળતી હોય, તો બધાંની એકાગ્રતા અને શ્રદ્દા સમાન હાવા છતાં તેમની દૃષ્ટિમર્યાદામાં મૂર્તિને પ્રતિભાસ એછેવત્તે અંશે ભિન્નભિન્ન પ્રકારના જ હોવાના. Page #310 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર [ ૨૦૫ ચિત્ર અને મૂર્તિના દાખલાને આપણે જીવનકથામાં લાગુ પાડી વિષ્ણુ બ્લુ કરીએ તે મારી મૂળ મુદ્દો સ્પષ્ટ થશે. જેમાં ભગવાન મહાવીર જેવા ધર્મ પુરુષનું જીવન વર્ણવાયેલું હોય તેવા કાઈ પણ એક કે વધારે પુસ્તકાને વાંચી–સાંભળીને આપણે તેમના જીવનનો પરિચય સાધીએ ત્યારે મન ઉપર જીવનની છાપ એક પ્રકારની ઊઠે છે. ખીજી વાર એ જ વાંચેલ જીવનના વિવિધ પ્રસંગ વિશે વધારે મનન કરીએ અને તે વિશે ઊઠતા એકએક પ્રશ્નને ત અહિંથી તપાસીએ ત્યારે પ્રથમ માત્ર વાચન અને શ્રવણુ દ્વારા પ્રાપ્ત કરેલ જ્વનપરિચય ઘણી બાબતમાં નવું રૂપ ધારણ કરે છે. તે પરિચય પ્રથમના પરિચય કરતાં વધારે ઊડે અને સચાટ અને છે. મનનની આ ખીજી ભૂમિકા શ્રવણની પ્રથમ ભૂમિકામાં પડેલ અને પેાષાયેલ શ્રદ્ઘાસસ્કારી સામે કેટલીક આખતામાં ખંડ કરવાની પ્રેરણા પણ અર્પે છે. શ્રદ્ધા અને બુદ્ધિની અથડામાના આવા તે પરિણામે જિજ્ઞાસુ એ માંથી મુક્ત થવા વધારે પ્રયત્ન કરે છે. તેને પરિણામે જિજ્ઞાસુ હવે તથ્યની શોધમાં ઊંડા ઊતરે છે. પ્રથમ તેણે એકાદ જે સમાન્ય કે બહુમાન્ય જીવનકથા વાંચી–સાંભળીને શ્રદ્દા પાષી હાય કે તેવા એકાદ જીવનકથાના પુસ્તક ઉપરથી અનેકવિધ તર્કવિતર્ક કર્યાં હાય, તે પુસ્તકનું મૂળ જાણવા જ હવે તે પ્રેરાય છે. તેને એમ થાય છે કે જે પુસ્તકને આધારે હું જીવન વિશે વિચારું છું તે પુરતકમાં વર્ણવેલ પ્રસંગેા અને ખીનાના મૂળ આધારા શા શા છે? કયા અસલી આધારે ઉપરથી એ જીવનકથા આલેખાઈ છે? આવી જિજ્ઞાસા તેને જીવનકચ ની અસલી સામગ્રી શોધવા અને પ્રાપ્ત થતી સામગ્રીનું પરીક્ષણ કરવા પ્રેરે છે. આવા પરીક્ષણને પરિણામે જે જીવનકથા લાધે છે, જે ઇષ્ટ પુરુષના જીવનને પરિચય પ્રાપ્ત થાય છે તે પહેલી શ્રવણ અને ખીજી મનન કે તર્કની ભૂમિકા વખતે પ્રાપ્ત થયેલ પરિચય કરતાં અનેકગણા વધારે વિદ, સચેટ અને સપ્રમાણ હોય છે. સંશાધન કે નિદિધ્યાસનની આ ત્રીજી ભૂમિકા એ કાંઈ જીવનનું પૂરેપૂરું રહસ્ય પામવાની છેલ્લી ભૂમિકા નથી. એવી ભૂમિકા તો જુદી જ છે, જેતે વિશે આપણે આગળ વિચારીશું. મે' ભગવાન મહાવીરના વન વિશે કલ્પસૂત્ર જેવાં પુસ્તક વાંચી તેમ જ સાંભળીને જન્મપ્રાપ્ત શ્રદ્ધા-સસ્કારા પાપેલાં. મારી એ શ્રામાં ભગવાન સિવાય ખીજા કાઈ પણ ધર્મ પુરુષનું સ્થાન ન હતું. શ્રદ્ધાના એ કાળ જેટલે નો અને સાંકડા તેટલા જે તેમાં વિચારના પ્રકાશ પણ ચેડા હતા, પણ ધરે ધીરે શ્રદ્ધાની એ ભૂમિકામાં પ્રશ્નો અને તર્કવિતર્કો રૂપે બુદ્ધિના ફણગા Page #311 -------------------------------------------------------------------------- ________________ ર૭૧ કે દર્શન અને ચિંતન ફૂટટ્યા. પ્રશ્ન થયે કે શું એક માતાના ગર્ભમાંથી બીજી માતાના ગર્ભમાં ભગવાનનું સંક્રમણ થયાની વાત સંભવિત હોઈ શકે ? આવી પ્રશ્નાવલિ જેમ , જેમ મેટી થતી ગઈ તેમ તેમ તેની સામે શ્રદ્ધાએ પણ બંડ ઉઠાવ્યું, પરંતુ વિચાર અને તર્કના પ્રકાશે તેને લેશ પણ નમતું ન આપ્યું. આ ઉત્થાનપતનના તુમુલ દન્દ્રનું પરિણામ શુભ જ આવ્યું. હું હવે બુદ્ધ, રામ, કૃષ્ણ, ક્રાઈસ્ટ. અને જરથુસ્ત જેવા ધર્મપુરુષ અને અન્ય સંતોનાં જીવને પણ વાંચવાસમજવા લાગે. જોઉં છું તો એ બધાં જીવનમાં ચમત્કારના અલંકારતી કાઈ, મર્યાદા ન જ હતી. દરેકના જીવનમાં એકબીજાને આંટે એવા અનેક ઘણે અંશે મળતા ચમત્કાર દેખાયા. હવે મનમાં થયું કે જીવનકથાનાં, મૂળ જ તપાસવાં. ભગવાનના સાક્ષાત્ જીવન ઉપર અઢી હજાર વર્ષને દુર્ભેદ્ય. પડદો પડેલે જ છે. તે શું જે જીવન વર્ણવાયેલું મળે છે, તે પ્રમાણે પોતે, કોઈને કહેલું કે બીજા નિકટવર્તી અંતેવાસીઓએ તેને ધી કે લખી રાખેલું અગર યથાવત સ્મૃતિમાં રાખેલું ? આવા આવા પ્રશ્નોએ ભગવાનના જીવનની. યથાર્થ ઝાંખી કરાવે એવા અનેક જૂના કહી શકાય તેવા ગ્રંથના અધ્યયન તરફ મને વાળ્યો. એ જ રીતે બુદ્ધ અને રામ, કૃષ્ણ આદિ ધર્મપુનાં જીવનમૂળ જાણવા તરફ પણ વાળ્યો. પ્રાથમિક શ્રદ્ધા અને પિતાની પકડમાંથી છોડતી નહિ અને વિચારપ્રકાશ તેમ જ તટસ્થ નવું નવું અવલોકન એ પણ પિતાને પંજે ચલાવ્યેજ જતાં હતાં. આ ખેંચાખેંચે છેવટે તટસ્થતા અપ. જેને જેન લેકે સામાયિક કહે છે તેવું સામયિક–સમત્વ મંથનકાળ દરમિયાન ઉદયમાં આવતું ગયું, અને એ સમત્વે એકાંગી શ્રદ્ધા અને એકાંગી બુદ્ધિને ન્યાય આપ્યો–કાબૂમાં આપ્યા. એ સમત્વે મને સૂઝાડ્યું કે ધર્મપુરુષના જીવનમાં જે જીવતાજાગતે ધર્મદેહ હોય છે તેને ચમત્કાર, અલંકારનાં આવરણ સાથે લેવાદેવા શી? એ ધર્મદેહ તો ચમત્કારનાં આવરણ વિનાને જ સ્વયંપ્રકાશ દિગમ્બર દેહ છે. પછી જોઉં છું તે બધા જ મહાપુના જીવનમાં દેખાતી અસંગતિઓ આપમેળે સરી જતી ભાસી. જે આ નિદિધ્યાસનની ત્રીજી ભૂમિકા હજી પૂરી થઈ નથી, તેમ છતાં એ ભૂમિકાએ અત્યાર લગીમાં અનેક પ્રકારનું સાહિત્યમંથન કરાવ્યું, અનેક જીવતા ધર્મ પુરુષને સમાગમ કરાવ્યો અને ભારપૂર્વક કાંઈક કહી શકાય એવી મનઃસ્થિતિ પણ તૈયાર કરી. શ્રદ્ધા અને તર્કનાં એકાંગી વલણ બંધ પડ્યાં. ત્ય જાણવા અને પામવાની વૃત્તિ વધારે તીવ્ર બની. આ ભૂમિકામાં હવે મને સમજાઈ ગયું કે એક જ મહાપુરૂષના જીવન, જીવનના અમુક પ્રસંગો અને અમુક ઘટનાઓ પરત્વે શા કારણથી ક્લિાસ Page #312 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર એમાં મંતવ્યભેદ જન્મે છે અને શાને લીધે તેઓ એકમત થઈ શકતા નથી. જે જિજ્ઞાસુવર્ગ શ્રવણવાચનની પ્રાથમિક શ્રદ્ધા-ભૂમિકામાં હોય છે તે દૂરથી ચિત્ર કે મૂર્તિ જેનાર જે શબ્દસ્પર્શી શ્રદ્ધાળુ હૈય છે. તેને મન પ્રત્યેક શબ્દ યથાર્થ હકીકતને બેધક હોય છે. તે શબ્દના વાચ્યાર્થની આગળ જઈ તેની સંગતિ–અસંગતિ વિશે વિચાર કરતું નથી, અને એ શાસ્ત્ર મિથ્યા કરે એવા મિથ્યા ભ્રમથી શ્રદ્ધાને બળે વિચારપ્રકાશનો વિરોધ કરે છે, તેનું દ્વાર જ બંધ કરવા મથે છે. બીજે તર્કવાદી જિજ્ઞાસુવર્ગ મુખ્યપણે શબ્દના વાગ્યાની અસંગતિ “ઉપર જ ધ્યાન આપે છે, અને એ દેખાતી અસંગતિઓની પાછળ રહેલ સંગતિઓની સાવ અવગણના કરી જીવનકથાને જ કપિત માની બેસે છે. આમ અપરિમાર્જિત શ્રદ્ધા અને ઉપરછલે તર્ક એ બે જ અથડામણનાં કારણે છે. સંશોધન અને નિદિધ્યાસનની ભૂમિકામાં આ કારણે નથી રહેતાં, તિથી મન સ્વસ્થપણે શ્રદ્ધા અને બુદ્ધિ બને પાંખોને આશ્રય લઈ સત્ય ભણી આગળ વધે છે. - ત્રીજી ભૂમિકામાં અત્યાર સુધી જે પ્રગતિ મારા અને સાધી છે, તે જોતાં તેમાં પહેલી અને બીજી ભૂમિકા અવિરોધપણે સમાઈ જાય છે. અત્યારે મારી સામે ભગવાન મહાવીરનું જે ચિત્ર કે જે મૂર્તિ ઉપસ્થિત છે તેમાં તેમને જીવનકથામાં જન્મથી નિર્વાણ પર્યન્ત ડગલે ને પગલે ઉપસ્થિત થતા કરોડ દેવેની દેખીતી અસંગતિ તેમ જ ગર્ભપહરણ જેવી અસંગતિ ગળી જાય છે. મારી સંશોધન નિર્મિત કલ્પનાના મહાવીર કેવળ માનવકેટિના અને તે માનવતાની સામાન્ય ભૂમિકાને પુરુષાર્થ બળે વટાવી ગયા હોઈ મહામાનવરૂપ છે. જેમ દરેક સમ્પ્રદાયના પ્રચારકે પિતાના ઇષ્ટદેવને સાધારણ લેકેના ચિત્તમાં પ્રતિષ્ઠિત કરવા માટે તેઓને સરળતાથી સમજાય એ દેવી ચમત્કાર તેના જીવનમાં ગૂંથી કાઢે છે, તેમ જૈન સમ્પ્રદાયના આચાર્યો પણ કરે, તે એ માત્ર ચાલુ પ્રથાનું પ્રતિબિંબ ગણવું જોઈએ. લલિતવિસ્તર વગેરે ગ્રંથ બુદ્ધના જીવનમાં આવા જ ચમત્કારો વર્ણવે છે. હરિવંશ અને ભાગવત પણ કૃષ્ણના જીવનને આ જ રીતે આલેખે છે. ાઈબલ પણ દિવ્ય ચમત્કારથી મુક્ત નથી. પણ મહાવીરના જીવનમાં દેવની ઉપસ્થિતિને અર્થ ધટાવાતે હોય તો તે એક જ રીતે ઘટી શકે કે મહાવીરે પપુરુષાર્થ વડે પિતાના જીવનમાં માનવતાના આધ્યાત્મિક અનેક દિવ્ય સગુણોની વિભૂતિ પ્રાપ્ત કરી હતી. આવી સૂક્ષ્મ મને ગમ્ય વિભૂતિ સાધારણ લોના મનમાં ઠસાવવી હોય તે તે સ્થૂળ રૂપકે દ્વારા જ ઠસાવી શકાય. Page #313 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ દર્શન અને ચિંતા જયાં સ્વર્ગીય દેવેનું ઉચ્ચસ્થાન જામેલું હોય, ત્યાં તેવા દેના રૂપક વડે જ દિવ્ય વિભૂતિ વર્ણવવાનો સતિષ કેળવી શકાય. ગર્ભપહરણના કિસ્સામાં પણ આવું જ કાંઈક રૂપક હોવાની કલ્પના થાય છે. કર્મકાંડની જટિલ અને સ્થિતિચુસ્ત સનાતન પ્રથાના બ્રાહ્મણસુલભ સંસ્કારગર્ભમાંથી મહાવીરનું કર્મકાંડભેદી કાંતિકારક જ્ઞાન તપમાર્ગના ક્ષત્રિયસુલભ સંસ્કારગર્ભમાં અવતરણ થયું એમ જ અર્થ ઘટાવો રહ્યો. તે કાળે ગર્ભપહરણની વાતને લેકે. સહેલાઈથી સમજી લેતા ને ભક્તો શંકા ન ઉઠાવતા, એટલે ગર્ભાપહાર રૂપકના વ્યાજથી સંસ્કારના ગર્ભનું સંક્રમણ વર્ણવ્યું છે એમ માનવું રહ્યું. જન્મ લેતા વેંત અંગુષ્ઠમાત્રથી મહાવીર સુમેરુ જેવા પર્વતને કંપાવે એ વાત કૃષ્ણના ગવર્ધન-તેલનની વાતની પેઠે બિલકુલ હસી કાઢવા જેવી ખરી, પણ જે એને રૂપક માની અર્થ ઘટાવવામાં આવે એની પાછળનું રહસ્ય જરાય અસંગત નથી લાગતું. આધ્યાત્મિક સાધનાના જન્મમાં પ્રવેશ કરતાં જ પિતાની સામે ઉપસ્થિત એવા અને ભવિષ્યમાં ઉપસ્થિત થનાર એવા આંતરબાહ્ય પ્રત્યવા અને પરિષહના સુમેરુને દઢ નિશ્ચયબળના અંગુકમાસથી કંપાવ્યા, છત્યા અને જીતવાનો નિરધાર કર્યો, એ જ એનું તાત્પર્ય લેવું જોઈએ. આવી બધી અસંગતિઓથી મુક્ત એવું જે ચિત્ર રજૂ થાય છે તેમાં તે મહાવીર માત્ર કરણ અને સપુરુષાર્થની મૂર્તિરૂપે જ દેખાય છે. - પ્રાચીનમાં પ્રાચીન કહી શકાય એવા જે આચારાંગમાં તેમના ઉગા સચવાયા છે અને ભગવતી આદિ ગ્રન્થમાં તેમના જે વિશ્વસનીય સંવાદે મળી આવે તે બધા ઉપરથી મહાવીરનું ટૂંકું જીવન આ પ્રમાણે આલેખી શકાય? તેમને વારસામાં જ ધર્મસંસ્કાર મળ્યા હતા અને એક નાની ઉંમરથી જ નિન્ય પરંપરાની અહિંસાવૃત્તિ તેમનામાં વિશેષ રૂપે આવિર્ભાવ પામી હતી. આ વૃત્તિને તેમણે એટલે સુધી વિકસાવી હતી કે તેઓ પિતાને નિમિત્તે કેઈન –સૂક્ષ્મ જંતુ સુધ્ધાંના દુઃખમાં ઉમેરે ન થાય એ રીતે જીવન જીવવા મધ્યા. એ મંથને તેમને એવું અપરિગ્રહ વ્રત કરાવ્યું કે તેમાં કપડાં અગર ઘરને આશ્રય સુધ્ધાં વર્ય ગણાયો. મહાવીર જ્યારે દેખે ત્યારે એક જ વાત સંભળાવતા દેખાય છે કે “દુનિયામાત્ર દુઃખી છે. પિતાની સુખસગવડ માટે બીજાનું દુઃખ ન વધારે. બીજાના સુખમાં ભાગીદાર ન બને, પણ બીજાનું દુઃખ હળવું કરવા કે નિવારવા સતત પ્રયત્નશીલ રહે.” મહાવીર એકની એક એ જ વાત અનેક રૂપે કહે છે. તેઓ પોતાના સંપર્કમાં આવનાર હરણને કહે છે કે મન, વાણી અને દેહની એકતા સાધે. ત્રણેનું સંવાદી સંગીત પદ્ય Page #314 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર [ ર૭૯ કરે. જે વિચારે તે જ બોલે અને તે પ્રમાણે જ વર્તે અને જે વિચારો તે પણ એવું કે તેમાં સુતા કે પામરતા ન હોય. પોતાના અંતરના શત્રુઓને જ શત્રુ લેખે અને તેને જીતવાની જ વીરતા બતાવ.” મહાવીર કહે છે કે જે એ બાબતમાં એક નિમેષમાત્રને પ્રમાદ થશે તે જીવનને મહામૂલે સદંશ -દિવ્ય અંશ એળે જ જશે અને કદી નહિ લાધે.” મહાવીરે જે તત્ત્વજ્ઞાન વારસામાં મેળવેલું અને જે આચર્યું તે ટૂંકમાં એટલું જ છે કે જડ અને ચેતન બે તો મૂળથી જ જુદાં છે. દરેક બીજા ઉપર પ્રભાવ પાડવા મથે છે; તેને લીધે જ કર્મવાસનાની આસુરી વૃત્તિઓ અને ચેતના તેમ જ પુરુષાર્થની દેવી વૃત્તિઓ વચ્ચે દેવાસુર સંગ્રામ સતત ચાલે છે. પણ છેવટે ચેતનાનું દેખતું મક્કમ બળ જ જડ વાસનાના આંધળા બળને જીતી શકે. આ તત્ત્વજ્ઞાનની ઊંડામાં ઊંડી સમજણે તેમનામાં આધ્યાત્મિક સ્પંદન પેદા કર્યું હતું અને તેથી જ તેઓ માત્ર વીર ન રહેતાં મહાવીર બન્યા. એમના સમગ્ર ઉપદેશમાં આ મહાવીરતાની એક જ છાપ દેખાય છે. એમની જાત કઈ હતી? એમનું જન્મસ્થાન ક્યાં હતું ? માતાપિતા અને બીજા નેહીઓ કેણું અને કેવા હતાં ? ગરીબ કે સમૃદ્ધ ? આવા સ્થળ જીવનને લગતા પ્રશ્નો ઊઠવા સ્વાભાવિક છે. એમાં અનેક અતિશક્તિઓ હેવાની, રૂપકે આવવાના, પણ જીવનશુદ્ધિમાં અને માનવતાના ઉત્કર્ષમાં ઉપકારક થઈ શકે એવી તેમની જીવનરેખા તે ઉપર મેં જે આછી આછી આલેખી તે જ છે, અને આજે હું મહાવીરના એ જ જીવનભાગ ઉપર ભાર આપવા ઈચ્છું છું, જેમાં આપણુ જેવા અનુયાયી ગણાતા ભક્ત અને જિજ્ઞાસુઓની શ્રદ્ધા તેમ જ બુદ્ધિ બન્નેની કસોટી રહેલી છે. તેમનું આ જીવનદર્શન ત્રણે કાળમાં કદી જૂનું કે વાસી થનાર નથી. જેમ જેમ એને ઉપયોગ કરતા જઈએ તેમ તેમ એ જીવનના દરેક ક્ષેત્રમાં નિત્યનૂતન અરુણોદયની પેઠે પ્રકાશનું રહેવાનું અને સાચા સાથીનું કામ આપતું રહેવાનું. એ બ્રાહ્મણક્ષત્રિયને આચાર અહિંસાની પારમાર્થિક ભૂમિ ઉપર કેવી રીતે ઘડાયો હતો અને તેમના વિચાર અનેકાન્તની સત્યદષ્ટિને કેવી રીતે સ્પર્શ કરતો હતો એનું દૂબહૂ ચિત્ર પ્રાચીન આગમાં જોઈએ છીએ ત્યારે નતમસ્તક થઈ જવાય છે. મારમાર કરતે કોઈ પણ આવે તે તેની સામે મનથી પણ રોષ ન સેવવો, તેનું લેશ પણ અહિત ન ચિંતવવું—એ તેમની અહિંસાની ખાસિયત છે. ગમે તેવાંવિરોધી દષ્ટિબિંદુઓ અને અભિપ્રાયેનો પ્રતિવાદ કરવા છતાં પણ તેમાં રહેલા અતિ અલ્પ સત્યની માત્રાને જરા પણ ઉપેક્ષા કર્યા વિના Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] દર્શન અને ચિંતન જ મહાસત્યની સાધના પૂરી કરવી એ એમના અનેકાન્તની ખાસિયત છે. મારા મન ઉપર નિદિધ્યાસનની ત્રીજી ભૂમિકાને પરિણામે મહાવીરનું જે ચિત્ર અંકિત થયું છે કે જે મૂર્તિ ઘડાઈ છે તેની ભિત્તિ શ્રદ્ધા અને બુદ્ધિને સમન્વય માત્ર છે. આ શ્રદ્ધાના ચેકની સંકીર્ણતા સંશોધનને પરિણામે ભૂંસાઈ ગઈ. એનું વર્તુળ એટલું બધું વિસ્તર્યું છે કે હવે તેમાં જન્મગત સંસ્કાર પ્રમાણે માત્ર મહાવીરને જ સ્થાન નથી રહ્યું, પણ તેમાં મહાવીર ઉપરાંત તેમના પ્રતિસ્પધી ગયેલ કે નહિ ગણુયેલ એવા દરેક ધર્મપુરુષ સ્થાન પામ્યા છે. આજે મારી શ્રદ્ધા કેઈ પણ ધર્મપુરુષને બહિષ્કાર કરવા જેવી સંકીર્ણ નથી રહી, અને બુદ્ધિ પણ કઈ એક જ ધર્મપુરુષના જીવનની જિજ્ઞાસાથી કૃતાર્થતા નથી અનુભવતી. જે કારણે શ્રદ્ધા અને બુદ્ધિ મહાવીરની આસપાસ ગતિશીલ હતાં, તે જ કારણે તે બન્ને બુદ્ધ, કૃષ્ણ, ક્રાઈસ્ટ વગેરે અનેક અતીત સંતેની આસપાસ ગતિશીલ રહે છે. સંશોધન અને નિદિધ્યાસનની ભૂમિકાએ જ મારા મન ઉપર ગાંધીજીની વ્યાપક અહિંસા અને અનેકાન્તદષ્ટિની પ્રતિષ્ઠાને પૂરે અવકાશ આપ્યો છે. મને ગમે ત્યાંથી સદ્દગુણ જાણવા અને પામવાની પ્રેરણા મૂળે તે મહાવીરના જીવને જ અપી છે. આ ઉપરથી હું કહેવા એ ઈચ્છું છું કે કોઈ પણ મહાપુરુષના જીવનને માત્ર ઉપર ઉપરથી સાંભળી, તે ઉપર શ્રદ્ધા પિષવી અગર માત્ર તર્કબળથી તેની સમીક્ષા કરવી એ જીવનવિકાસ માટે પૂરતું નથી. એ દિશામાં પ્રગતિ કરવા ઈચ્છનારે શ્રવણ-મનન ઉપરાન્ત નિદિધ્યાસન પણ કરવું આવશ્યક છે. મારે કબૂલ કરવું જોઈએ કે સંશોધનકાર્યમાં ગમે તેટલો શ્રમ કર્યો છતાં હજી મારી એ ભૂમિકા સાવ અધૂરી જ છે. એને પ્રદેશ વિસ્તૃત છે. એ અતિશ્રમ, અતિસમય, અતિએકાગ્રતા અને અતિતટસ્થતાની અપેક્ષા રાખે છે. મારા મન ઉપર ઊઠેલી મહાવીરની છબી ગમે તેવી હોય, તો પણ તે છેવટે પક્ષ જ છે. જ્યાં લગી મહાવીરનું જીવન જિવાય નહિ, એમની આધ્યાત્મિક સાધના સધાય નહિ ત્યાં લગી એમના આધ્યાત્મિક જીવનને સાક્ષાત્કાર, હજાર પ્રયત્ન કર્યા છતાં પણ, સંશોધનની ભૂમિકા કદી કરાવી શકે નહિ. આ સત્ય હું જાણું છું અને તેથી જ નમ્ર બનું છું. પ્રથમ આપેલ ચિત્ર કે મૂર્તિના દાખલાને આશ્રય લઈ સ્પષ્ટતા કરવી હોય તો એમ કહી શકાય કે ગમે તેટલે નજીક જઈ ચિત્ર કે મૂર્તિ જેનાર પણ છેવટે તે ચિત્રની રેખાકૃતિ અને રંગની ખૂબીઓ કે મૂર્તિગત શિલ્પવિઘાતની ખૂબીઓ જ વધારે સારી રીતે સમજી શકે અને બહુ તો એ ખૂબીઓ દ્વારા વ્યક્ત થતા ભાવનું સંવેદન કરી શકે, પણ તે દ્રષ્ટા જેનું મૂર્તિ કે ચિત્ર હોય તેના જીવનનો સાક્ષાત અનુભવ તે Page #316 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર [ ર૮૧ ત્યારે જ કરી શકે જ્યારે તે એવું જીવન જીવે. સારામાં સારા કવિના મહાકાવ્યનું ગમે તેટલું આકલન કર્યા છતાં પણ કાયવર્ણિત જીવન જીવ્યા સિવાય તેને પરિચય પક્ષ કટિને જ રહે છે. એ જ રીતે ભગવાન મહાવીરે સિદ્ધ કરેલ આધ્યાત્મિક સાધનાની દિશામાં ગતિ કર્યા વિનાને મારા જેવો માણસ મહાવીર વિશે જે કાંઈ કહે કે વિચારે તે પક્ષકોટિનું જ હોઈ શકે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. મારા આ વક્તવ્યથી આપ બધા સમજી શકશે કે એક જ મહાપુરુષના જીવનને પૂરી પાડનાર સમાન સામગ્રીને ઉપયોગ કરનાર તો અને અનુયાયીઓ સુધાંમાં શા શા કારણે વિરોધી અભિપ્રાયે બંધાય છે અને એ જ સામગ્રીને અમુક દૃષ્ટિથી ઉપગ કરવા જતાં અભિપ્રાયવિધ કેમ શમી જાય છે, તેમ જ જીવનના મૂળભૂત અને સર્વોત્તમ શ્રદ્ધા–બુદ્ધિના દિવ્ય અંશે કેવી રીતે પિતાની કલાપાંખ વિસ્તારે છે. –અખંડ આનંદ, જૂન ૧૯૪૮. Page #317 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના મંગળ વારસે [૫] આજના દિવસ સાંવત્સરિક પર્વના છે. તે જૈનેાની દૃષ્ટિએ વધારેમાં વધારે પવિત્ર છે. આખા દિવસ કરતાં આજનું પ્રભાત વધારે મગળ છે અને તે કરતાં પણ જે ક્ષણે આપણે મળીએ છીએ તે ક્ષણ વધારે માંગલિક છે; કારણ કે, અન્ય પ્રસગાએ સગાંસંબંધી, મિત્રો વગેરે મળે છે, પણ આજે તો આપણે એવા લૉકા મળ્યા છીએ, જે માટેભાગે એકબીજાને પિછાનતા પણ ન હેાય. આની પાછળ ભાવના એ છે કે આપણે બધા ભેદ અને તડ ભૂલી કેાઈ માંગલિક વસ્તુ—જીવનસ્પર્શી વસ્તુ સાંભળીએ અને તે ઉપર વિચાર કરીએ. સામાન્ય રીતે આપણને જે વારસાઓ મળે છે તે ત્રણ પ્રકારના છે. માબાપ અને વડીલોથી શરીરને લગતા રૂપ, આકાર આદિ ગુણધમના વારસા તે પહેલા પ્રકાર અને માબાપ કે અન્ય તરફથી જન્મ પહેલાં અગર જન્મ આદ સપત્તિ વારસામાં મળે છે તે બીજો પ્રકાર. પહેલા અને ખીજા પ્રકાર વચ્ચે મોટા ભેદ છે, કેમકે શારીરિક વારસ સંતતિને અવશ્યંભાવી છે, જ્યારે સપત્તિ વિશે એમ નથી. ઘણીવાર માતાપિતાએ સંતતિને કશી જ સંપત્તિ વારસામાં ન આપી હોય તાં સંતતિ નવેસર એનું ઉપાર્જન કરે છે અને કેટલીક વાર વડીલો તરફથી મળેલી સંપત્તિ તે સાવ વેડફી પણ નાખે છે, તે તેના હાથમાં રહેતી નથી. સંસ્કાર એ માતાપિતા પાસેથી પણ મળે, શિક્ષા અને મિત્રો પાસેથી પણ મળે, તેમ જ જે સમાજમાં ઉછેર થાય તેમાંથી પણ મળે. ત્રીજો સસ્કારનો વારસો કઈ એક જ જાતનેા નથી હાતા. ભાષાને લગતા અને ખીજી અનેકવિધ કથાને લગતા એમ ધણી જાતના સંસ્કારો પ્રાપ્ત થાય છે. જીવન જીવવા, એને વિકસિત તેમ જ સમૃદ્ધ કરવા ઉપરના ત્રણેય વારસાએ ઉપયોગી છે એ ખરું, પણ એ ત્રણે પ્રકારના વારસામાં જીવંતપણું પ્રેરનાર, એમાં સંજીવની દાખલ કરનાર વારસા એ કાઈ જુદા જ છે; અને તેથી જ તે વારસા મંગળરૂપ છે. આ માંગલિક વારસા ન હાય તા ઉપરના ત્રણેય વારસા સાધારણ વન જીવવામાં સાધક થાય, ઉપયોગી ખતે, પણ તેથી વન કાઇ ઉચ્ચ પ્રકારનું—ધન્ય ન Page #318 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને મંગળ વારસો [૨૮ બને. એ જ આ ચેથા વારસાની વિશિષ્ટતા છે. જે માંગલિક વારસે મહાવિરે આપે કે મેં એમ હું કહું છું તે વારસે આપણને માબાપથી કે અન્ય વડીલેથી કે સામાન્ય સમાજમાંથી મળે જ એ નિયમ નથી અને છતાંય તે કઈ જુદા પ્રવાહમાંથી મળે તો છે જ. શારીરિક, સાંપત્તિક અને સાંસ્કારિક એ ત્રણે ય વારસા સ્થૂળ ઈદ્રિથી ગમ્ય છે, જ્યારે ચોથા પ્રકારના વારસા વિશે એમ નથી. જે માણસને પ્રજ્ઞા–ઈદ્રિય પ્રાપ્ત હય, જેનું સંવેદન સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય તે જ આ વારસાને સમજી કે ગ્રહણ કરી શકે છે. બીજા વારસાઓ જીવન દરમિયાન કે મૃત્યુ સમયે નાશ પામે છે, જ્યારે આ માંગલિક વાર કદી નાશ પામતું નથી. એક વાર તે ચેતનમાં પ્રવેશે એટલે તે જન્મજન્માંતર ચાલવાને, એને ઉત્તરેતર વિકાસ થવાનો અને તે અનેક જણને સંપ્લાવિત–તરબોળ. પણ કરવાનો. આપણે એવી કઈ આર્ય પરંપરામાં જન્મ્યા છીએ કે જન્મતાંવેંત આવા માંગલિક વારસાનાં આંદોલન આપણને જાણે-અજાણે સ્પર્શે છે. આપણે તેને ગ્રહણ કરી ન શકીએ, યથાર્થ રૂપમાં સમજી પણ ન શકીએ એમ બને, પણ આ માંગલિક વારસાનાં અદિલને આર્યભૂમિમાં બહુ સહજ છે. શ્રી અરવિંદ, શ્રી રાધાકૃષ્ણન વગેરે ભારતભૂમિને અધ્યાત્મભૂમિ તરીકે ઓળખાવે છે તે એ જ અર્થમાં. ભગવાન મહાવીરે જે માંગલિક વાર આપણને આપો કે છે. તે કહે છે એ આજે આપણે વિચારવાનું છે. એક બાબત સ્પષ્ટ સમજી લઈએ કે આ સ્થળે સિદ્ધાર્થનંદન કે ત્રિશલાપુત્ર સ્થૂળ દેહધારી મહાવીર વિશે આપણે મુખ્યપણે વિચાર નથી કરતા. એમનું ઐતિહાસિક કે ગ્રંથબદ્ધ સ્થળ જીવન તે હમેશાં આપણે વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. આજે જે મહાવીરને હું નિર્દેશ કરું છું તે શુદ્ધબુદ્ધ અને વાસનામુક્ત ચેતનસ્વરૂપ મહાન વીરને ધ્યાનમાં રાખી નિર્દેશ કરું છું. આવા મહાવીરમાં સિદ્ધાર્થ નંદનને તે સમાવેશ થઈ જ જાય છે, પણ વધારામાં તેમના જેવા બધા જ શુદ્ધબુદ્ધ ચેતનને પણ સમાવેશ થઈ જાય છે. આ મહાવીરમાં કઈ નાતજાત કે દેશકાળને ભેદ નથી. તે વીતરાગાદ્વૈતરૂપે એક જ છે. આ મુદ્દા ધ્યાનમાં રાખીને જ અનેક સ્તુતિકારેએ સ્તુતિ કરી છે. જ્યારે માનતુંગ આચાર્ય Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] દર્શન અને ચિંતન સ્તુત્ય તત્ત્વને બુદ્ધ કહે છે, શંકર કહે છે, વિધાતા કહે છે અને પુરુષોત્તમ કહે છે ત્યારે તે સગુણાતની ભૂમિકાને જ સ્પર્શે છે. આનંદધન “રામ રહિમાન કાન' વગેરે સંપ્રદાય પ્રચલિત શબ્દો વાપરી એવા જ કઈ પરમતત્ત્વને સ્તવે છે. તે જ રીતે આજે આપણે મહાન વીરને સમજીએ. ભગવાન મહાવીરે જે મંગળ વારસો આપણને સે છે, ઉપદે છે તે માત્ર તેમણે વિચારપ્રદેશમાં જ સંઘરી મૂક્યો ન હતો. એમણે એને જીવનમાં ઉતારી, પરિપકવ કરી, પછી જ આપણી સમક્ષ રજૂ કર્યો છે; એટલે તે વારસો માત્ર ઉપદેશ પૂરત નથી, પણ આચરણને વિષય છે. ભગવાન મહાવીરે ઉપદેશેલ વારસાને સંક્ષેપમાં કહેવો હોય તે તેને ચાર ભાગમાં વહેંચી શકાય : (૧) જીવનદષ્ટિ, (૨) જીવનશુદ્ધિ, (૩) રહેકરણીનું પરિવર્તન અને (૪) પુરુષાર્થ. ભગવાનની જીવન વિશેની દષ્ટિ શી હતી તે પ્રથમ સમજીએ. જીવનની દૃષ્ટિ એટલે તેનું મૂલ્ય આંકવાની દષ્ટિ. આપણે સહુ પિતપિતાના જીવનનું મૂલ્ય આંકીએ છીએ. બહુ તે જે કુટુંબ, જે ગામ, જે સમાજ કે જે રાષ્ટ્ર સાથે આપણે સંબંધ હોય તેના જીવનનું મૂલ્ય આંકીએ છીએ. આથી આગળ વધીએ તો આખા માનવસમાજ અને તેથી આગળ વધીએ તો આપણી સાથે સંબંધ ધરાવતા પશુપક્ષીના જીવનનું પણ મૂલ્ય આંકીએ છીએ. પણ મહાવીરની સ્વસંવેદનદષ્ટિ તેથી પણ આગળ વધી હતી. ગયા એપ્રિલની વીસમી તારીખે અમદાવાદમાં કાકાસાહેબે ભગવાન મહાવીરની જીવનદૃષ્ટિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેઓ એક એવા ધૈર્યસંપન્ન અને સૂમ પ્રજ્ઞ હતા કે તેમણે કીટ-પતંગ તે શું પણ પાણી અને વનસ્પતિ જેવી જીવનશન્ય ગણાતી ભૌતિક વસ્તુઓમાં પણ જીવનતત્વ જોયું હતું. મહાવીરે પિતાની જીવનદષ્ટિ લેકો સમક્ષ રજૂ કરી ત્યારે કોણ તેને ગ્રહણ કરી શકશે એ ન વિચારતાં એટલું જ વિચાર્યું કે કાળ નિરવધિ છે અને પૃથ્વી વિશાળ છે. ગમે ત્યારે કેાઈ તે એને સમજવાનું જ. જેને ઊંડામાં ઊંડી સ્પષ્ટ પ્રતીતિ થઈ હોય તે અધીરે થઈ એમ નથી માની લે કે મારી પ્રતીતિને તત્કાળ લે કે કેમ નથી સમજતા ? મહાવીરે આચારાંગ નામના પિતાના પ્રાચીન ઉપદેશગ્રંથમાં બહુ સાદી રીતે એ વાત રજૂ કરી છે અને કહ્યું છે કે દરેકને જીવન પ્રિય છે, જેવું આપણને પિતાને. ભગવાનની સરળ સર્વગ્રાહ્ય દલીલ એટલી જ છે કે “હું આનંદ અને સુખ ચાહું છું તેથી જ હું પોતે છું. તે પછી એ જ ન્યાયે Page #320 -------------------------------------------------------------------------- ________________ ગવાન મહાવીરના મંગળ વારસા [ ૨૯૫ આનંદ અને સુખને ચાહનાર બીજા નાનાંમોટાં પ્રાણીએ હાય; એવી સ્થિતિમાં એમ કેમ કહી શકાય કે માણુસમાં જ આત્મા છે, પશુપક્ષીમાં જ આત્મા છે અને ખીન્નમાં નથી ? કીટા અને પતંગા તો સુખની શોધ પાતપોતાની ઢબે કરતા દેખાય જ છે, પણ સૂક્ષ્મતમ વાનસ્પતિક જીવસૃષ્ટિમાં પણ સંતતિ, જનન અને પાણની પ્રક્રિયા અગમ્ય રીતે ચાલ્યા જ કરે છે.’ ભગવાનની આ ક્લીલ હતી, અને એ જ દલીલને આધારે તેમણે આખા. વિશ્વમાં પેાતાના જેવું જ ચેતનતત્ત્વ ઊભરાતું, ઉલ્લસતું જોયું. એને ધારણ કરનાર, નભાવનાર શરીરા અને ઇંદ્રિયાના આકાર-પ્રકારમાં ગમે તેટલું અંતર હાય, કાર્યશક્તિમાં પણુ અંતર હાય, છતાં તાત્ત્વિકરૂપે સવમાં વ્યાપેલ ચેતનતત્ત્વ એક જ પ્રકારનું વિલસી-રહ્યું છે. ભગવાનની આ જીવનદૃષ્ટિને આપણે આત્મૌપમ્યની દૃષ્ટિ કહીએ. જેવા આપણે તાત્ત્વિકરૂપે તેવા જ નાનાંમોટાં સબળાં પ્રાણીઓ. જે અન્ય પ્રાણીરૂપે છે તે પણ કયારેક વિકાસક્રમમાં માનવભૂમિ સ્પર્શે છે. અને માનવભૂમિપ્રાપ્ત જીવ પણ અવક્રાંતિ ક્રમમાં કયારેક અન્ય પ્રાણીનુ સ્વરૂપ લે છે. આવી ઉત્ક્રાંતિ અને અવક્રાંતિનું ચક્ર ચાલ્યા કરે, પણ તેથી મૂળ ચેતનતત્ત્વના સ્વરૂપમાં કશે જ ફેર પડતો નથી. જે ફેર પડે છે તે વ્યાવહારિક છે. ભગવાનની આત્મૌપમ્યની દૃષ્ટિમાં જીવનશુદ્ધિના પ્રશ્ન આવી જ જાય છે. અજ્ઞાત કાળથી ચેતનનેા પ્રકાશ ગમે તેટલા આવૃત થયા હાય~~~~ કાયેલા હાય, તેને આવિર્ભાવ છે કે વત્તો હાય, છતાં શક્તિ તા એની પૂર્ણ વિકાસની પૂર્ણ શુદ્ધિની છે જ. જો જીવતત્ત્વમાં પૂર્ણ શુદ્દિની શકયતા ન હોય તા આધ્યાત્મિક સાધનાના કાઈ અથ રહેતા જ નથી. જે જે દેશમાં સાચા આધ્યાત્મિક અનુભવીએ થયા છે, તેમની પ્રતીતિ એક જ પ્રકારની છે કે ચેતનતત્ત્વ મૂળે શુદ્ધ છે, વાસના અને લેપથી પૃથક્ છે. શુદ્ધ ચેતનતત્ત્વ ઉપર જે વાસના કે કર્મીની છાયા પડે છે તે તેનું મૂળ સ્વરૂપ નથી. મૂળસ્વરૂપ તે એથી જુદું જ છે, આ જીવનશુદ્ધિને સિદ્ધાંત થયા. જેતે આપણે આત્મૌપમ્યની દ્રષ્ટિ કહી અને જેને જીવનશુદ્ધિની દૃષ્ટિ કહી તેમાં વેદાંતીઓને બ્રહ્માદ્વૈતવાદ કે બીજા તેવા કેવળાદ્વૈત અને શુદ્દાદ્વૈત જેવા વાદો સમાઈ જાય છે, ભલે તેને સાંપ્રદાયિક પરિભાષામાં જુદો જુદો અર્થ હાય. જો તાત્ત્વિકરૂપે જીવનું સ્વરૂપ શુદ્ધ જ છે તો પછી આપણે એ સ્વરૂપ કૅળવવા અને મેળવવા શું કરવું એ સાધના વિષયક પ્રશ્ન ઊભે થાય છે. ભગવાન મહાવીરે એ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું છે, કે જ્યાં લગી રહેણી Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬) દર્શન અને ચિંતન કરણીનું પરિવર્તન ન થાય, આત્મૌપમ્યની દૃષ્ટિ અને આત્મશુદ્ધિ સધાય એ જીવનમાં ફેરફાર ન થાય, ત્યાં લગી પહેલી બે બાબતે અનુભવમાં ન આવે. રહેણીકરણીના પરિવર્તનને જૈનશૈલીમાં ચરણકરણ કહે છે. વ્યવહારુ ભાષામાં એને અર્થ એટલો જ છે કે તદન સરળ, સાદું અને નિષ્કપટ જીવન જીવવું. વ્યવહારુ જીવન એ આત્મૌપજ્યની દૃષ્ટિ કેળવવા અને આત્માની શુદ્ધિ સાધવાનું એક સાધન છે, નહિ કે એવી દષ્ટિ અને શુદ્ધિના ઉપર આવરણના–માયાના પડદા વધાર્થે જવાનું. રહેણીકરણીના પરિવર્તનમાં એક જ મુખ્ય બાબત સમજવાની છે અને તે એ કે મળેલાં ધૂળ સાધનોનો ઉપયોગ એ ન કરે કે જેથી એમાં આપણું જાત જ ખોવાઈ જાય. પણ ઉપરની બધી વાત સાચી હોય છતાં એ તે વિચારવાનું રહે જ છે કે આ બધું કેવી રીતે બને ? જે સમાજ, જે પ્રવાહમાં આપણે રહીએ છીએ તેમાં તે આવું કશું બનતું જેવાતું નથી. શું ઈશ્વર કે દેવી એવી કઈ શક્તિ નથી કે જે આપણે હાથ પકડે અને લેકપ્રવાહના વહેણની - ઊલટી દિશામાં આપણને લઈ જાય, ઊંચે ચડાવે? આને ઉત્તર મહાવીર સ્વાનુભવથી આપે છે. તે એ કે આ માટે પુરુષાર્થ જ આવશ્યક છે. જ્યાં લગી કોઈ પણ સાધક સ્વયં પુરુષાર્થ ન કરે, વાસનાઓના દબાણ સામે ન થાય, એના આઘાત–પ્રત્યાઘાતથી ક્ષોભ ન પામતાં અડગપણે એની સામે અઝવાનું પરાક્રમ ન દાખવે ત્યાં લગી ઉપર કહેલી એક બાબત કદી સિદ્ધ ન થાય. તેથી જ તે તેમણે કહ્યું છે કે “સંગમ િવી”િ અર્થાત સંયમ, ચારિત્ર, સાદી રહેણીકરણી એ બધા માટે પરાક્રમ કરવું. ખરી રીતે મહાવીર એ નામ નથી, વિશેષણ છે. જે આવું મહાન વીર્ય—પરાક્રમ દાખવે તે સહ મહાવીર. આમાં સિદ્ધાર્થનંદન તો આવી જ જાય છે અને વધારામાં બીજા બધા એવા અધ્યાત્મપરાક્રમીઓ પણ આવી જાય છે. - જે વાત ભગવાન મહાવીરે પ્રાકૃત ભાષામાં કહી છે તે જ વાત અન્ય પરિભાષામાં જરાક બીજી રીતે ઉપનિષદોમાં પણ છે. જ્યારે ઈશાવાસ્ય મંત્રને પ્રણેતા ઋષિ એમ કહે છે કે આખા વિશ્વમાં જે કંઈ દશ્ય જગત છે તે બધું ઈશથી ભરેલું છે, ત્યારે તે એ જ વાત બીજી રીતે કહે છે. જોકે ઈશ શબ્દથી ઈશ્વર સમજે તેમાં કંઈ ખોટું નથી; કારણ કે, જે ચેતનતત્વ આખા વિશ્વમાં લહેરાઈ રહ્યું છે તે શુદ્ધ હેવાથી ઈશ જ છે, સમર્થ જ છે. અહીં ઈશ્વરવાદ–અનીશ્વરવાદ અગર દૈતાદ્વૈતની તાર્કિક મીમાંસા નથી. અહીં તે ચેતનતત્વની વ્યાપ્તિની વાત છે. એ ઋષિ કહે છે કે જે આખા વિશ્વમાં ચેતનતત્વ હોય તે સાધકને ધર્મ એ છે કે તે ત્યાગ કરીને જ કંઈ પણ Page #322 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને મંગળવાર [૨૮૭ ભગવે. હું તે એમ કહું છું કે તે સાધક ત્યાગ કર્યા પછી ભેગનું સુખ માણે છે; એટલું જ નહિ, પણ તે તો ત્યાગમાં જ ભેગનું સુખ માણે છે. એવા સાધકને ત્યાગથી જુદા કઈ ભાગ નથી. દુન્યવી વ્યવહારમાં માતા સંતતિ માટે ત્યાગ કરે છે ત્યારે તે તેમાં જ ઉપભોગનું પરમ સુખ અનુભવે છે. જ્યારે અહીં તે અધ્યાત્મસાધકની વાત છે. એ દ્રષિ છેવટે એક બાબત વિશે સહુ સાધકને ચેતવે છે કે કશી વસ્તુમાં વૃદ્ધિ અથત લાભ કે મમતા ન સેવે, પણ માત્ર તે જીવનવ્યવહાર પૂરતા જ વિચાર કરે. આપણે નિઃશંકપણે જોઈ શકીએ છીએ કે જે માંગલિક વારસો મહાવીરના ઉપદેશમાંથી લાધે છે તે જ ઉપનિષદોમાંથી પણ લાધે છે, અને બુદ્ધિ કે તેવા બીજા મહાન વીરેએ એ સિવાય બીજું શું કહ્યું છે? આ જ અર્થમાં હું ઉપનિષદકારે વાપરેલો ભૂમાં શબ્દ વાપરીને એમ કહું કે મહાવીર એટલે ભૂમા અને એ જ બ્રહ્મ, તે એમાં કશી અસંગતિ નથી. મહાવીર ભૂમા હતા, મહાન હતા, માટે જ તે સુખરૂપ હતા, માટે જ તે અમૃત હતા. કદી એને દુઃખ સ્પર્શી શકે નહિ, કદી એનું મૃત્યુ સંભવે નહિ. દુઃખ કે મૃત્યુ એ તે અલ્પને છે, ટૂંકી દૃષ્ટિને છે, પામરને છે. વાસનાબને છે, જેને સંબંધ કેવળ સ્થૂલ અને સૂક્ષ્મ શરીર સાથે જ સંભવે છે. જે મહાવીર વિશે હું કહું છું તે તે એ ઉભય શરીરથી પર હોઈ ભૂમા છે, અલ્પ નથી. અલબત્ત ઈતિહાસકારો જે રીતે વિચાર કરે છે તે રીતે વિચાર કરતાં એ પ્રશ્ન સહેજે થશે કે મહાવીરે જે મંગળ વારસો બીજાને આપ્યો તે વાર તેમણે કોની પાસેથી, કેવી રીતે મેળવ્યો ? આનો ઉત્તર સરળ છે. શાસ્ત્રોમાં અને વ્યવહારમાં કહેવાય છે કે બિંદુમાં સિંધુ સમાય છે. સાંભળતાં તે આ અવળવાણું લાગે. ક્યાં બિંદુ અને ક્યાં સિંધુ! સિંધુમાં તે બિંદુ હોય, પણ બિંદુમાં સિંધુ કેવી રીતે ? પણ એ તદ્દન સાચી વાત છે. મહાવીરના સ્થળ જીવનનો પરિમિત કાળ એ તો ભૂતકાળના મહાન સમુદ્રનું એક બિંદુ માત્ર છે. ભૂતકાળ એ તે ભૂત છે, સતરૂપે રહેતું નથી. આપણે કલ્પી ન શકીએ તેવી ત્વરાથી તે આવે અને જાય છે, પણ તેમાં સંચિત થયેલા સંસ્કારે નવાનવા વર્તમાનના બિંદુમાં સમાતા જાય છે. ભગવાન મહાવીરે જીવનમાં જે આધ્યાત્મિક વારસો મેળવ્યો અને સિદ્ધ કર્યો તે તેમના પુરુષાર્થનું કળ છે એ ખરું છે, પણ એની પાછળ અજ્ઞાત ભૂતકાળના તેવા વારસાની સતત પરંપરા રહેલી છે. કોઈ એને ઋષભ કે નેમિનાથ કે પાર્શ્વનાથ વગેરેથી Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] દર્શન અને ચિંતન ઊતરી આવેલ કહે, પણ હું એને એક અર્ધસત્ય તરીકે સ્વીકારું છું. ભગવાન મહાવીરના પહેલાં માનવજાતિએ જે જે આવા આધ્યાત્મિક મહાપુરુષો. સવેલા તે ગમે તે નામથી પ્રસિદ્ધ થયા હોય અથવા અજ્ઞાત રહ્યા હોય. પણ એ સમગ્ર આધ્યાત્મિક પુરુષોની સાધનાની સંપત્તિ માનવજાતિમાં એવી રીતે ઉત્તરોત્તર સંક્રાંત થતી જતી હતી કે તે માટે એમ કહેવું કે આ બધી સંપત્તિ કોઈ એકે જ સાધી છે તે એ એક ભક્તિમાત્ર છે. ભગવાન મહાવીરે એવા જ આધ્યાત્મિક કાળસ્ત્રોતમાંથી ઉપર સૂચવેલ માંગલિક વારસો મેળવ્યો. અને સ્વપુરુષાર્થથી એને જીવતે કરી વિશેષ વિકસાવી દેશ અને કાળને અનુકૂળ થાય એવી રીતે સમૃદ્ધ કરી આપણી સામે રજૂ કર્યો. હું નથી જાણતા કે તેમના પછી થયેલા ઉત્તરકાલીન કેટલા ભેખધારી સંતોએ એ માંગલિક વારસામાંથી કેટકેટલું મેળવ્યું અને કેળવ્યું, પણ એમ કહી શકાય કે એ બિંદુમાં જેમ ભૂતકાળને મહાન સમુદ્ર સમાયેલું છે તેમ ભવિષ્યને અનંત સમુદ્ર પણ એ બિંદુમાં સમાયેલું છે; એટલે ભવિષ્યની ધારા એ બિંદુ વાટે ચાલવાની અને ચાલવાની જ. જ્યારે ઉપનિષદોમાં “તત્વમસિ” એમ કહેવામાં આવ્યું ત્યારે એને અર્થ બીજી રીતે એ છે કે તું અર્થાત જીવદશા પ્રાપ્ત પિતે તે જ અર્થાત શુદ્ધ પરમાત્મસ્વરૂપ જ છે. આ પણ શક્તિની અને ગ્યતાની દૃષ્ટિએ બિંદુમાં સિંધુ સમાયાને એક દાખલો જ છે. ઉપર સૂચવેલ ચેથા પ્રકારના વારસાને ધ્યાનમાં રાખીને જ બૌદ્ધમંગળસૂત્રમાં કહેવાયું છે કે પુર્ત મંજીકુત્તમ–આ એક ઉત્તમ મંગળ છે. આને જ આદિ, મધ્ય અને અંતિમ મંગળ કહેવામાં આવ્યું છે. જૈન સૂત્રમાંના ચારિ મંગલમ' પાઠમાં જે ચોથું મંગળ કહેવામાં આવ્યું છે તે આ જ વસ્તુ છે. આપણા જીવનકાળ દરમિયાન આપણે જોયું છે કે ગાંધીજીએ આ માંગલિક વારસામાંથી કેટકેટલું મેળવ્યું અને કઈ કઈ રીતે વિકસાવ્યું. આજની પવિત્ર ક્ષણે આપણે એવી જ કોઈ માંગલિક ભાવના સાથે જુદા પડીએ કે આપણે પણ આવા માંગલિક વારસાને પાત્ર ક્યારે બનીએ ? –અખંડ આનંદ, નવેમ્બર ૪૯. Page #324 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય ભાણેજ તથા માં પણ તેમને - સબ ધમાં પણ ભગવાનના જેમ બુદ્ધ ભગવાનના અનેક હરીફોમાં એક હરીફ તેમને શિષ્ય દેવદત્ત હતો તેમ ભગવાન મહાવીરના પણ અનેક હરીફોમાં એક હરીફ તેમને શિષ્ય જમાલ હતા. આ દેવદત અને જમાલિ વચ્ચે કેટલુંક સામ્ય હતું. આ સામ્ય જાણવાથી ભગવાન મહાવીર અને જમાલિ વચ્ચેના મતભેદના આતંરિક કે બાહ્ય કારણો ઉપર કેટલાક પ્રકાશ પડવાનો સંભવ છે. તેથી પહેલાં જ તે જણાવી દઈએ. દેવદત્ત ક્ષત્રિય અને જમાલિ પણ ક્ષત્રિય જ. દેવદત્ત ભિક્ષુક સ્થિતિમાં બુદ્ધ ભગવાનને શિષ્ય હતા અને સાંસારિક સ્થિતિમાં પણ તેમને સગે જ હતું, અને જમાલિ પણ મહાવીરને ભાણેજ તથા જમાઈ હતે. સગે અને શિષ્ય છતાં દેવદત્તને બુદ્ધ ભગવાનના શિષ્યવર્ગમાં પ્રધાનપદ મળ્યું ન હતું. જમાલિના સંબંધમાં પણ તેમ જ હતું. સગપણને લીધે મહત્તા પારખવાની સામાન્ય ઊણપ, જન્મસિદ્ધ ક્ષત્રિય સ્વભાવની ઉગ્રતા અને પિતાના ગુરુ સમક્ષ પિતા સિવાય બીજાઓનું પ્રધાનપણું–આ ત્રણે કારણે, જેનાથી સામાન્ય રીતે મતભેદને વધારે સંભવ છે, તે ઉપરથી એ વાત જાણી શકાય તેવી છે. જેવી રીતે દેવદત્તે અનેક પ્રપ રચી બુદ્ધિને મારવા કશિશ કરી હતી તેવું જમાલિએ કાંઈ પણ કર્યું હોય તે માટે એક પણ પ્રમાણુ નથી, છતાં એટલું ખર કે દેવદત્ત અને જમાલિએ પિતપોતાના ગુરુવિરુદ્ધ પિતાને ખાસ અનુયાયીવર્ગ સ્થાપ્યો હતો. દેવદત અને જમાલિ પછી તેઓને અનુયાયી વર્ગ કે તેઓના પંથનું સાહિત્ય કાંઈ પણ રહ્યું હશે તેમ માનવાને પ્રમાણ નથી. દેવદત્તને ઉલ્લેખ જૈન કે વૈદિક સાહિત્યમાં ક્યાંય નથી, માત્ર બૌદ્ધ સાહિત્યમાં છે. જમાલિને ઉલ્લેખ પણ માત્ર જૈન સાહિત્યમાં છે. બૌદ્ધ સાહિત્યમાં દેવદતને સૌથી પહેલે “સંધભેદક' કહ્યો છે. જૈન સાહિત્યમાં પણ જમાલિને પ્રથમ “નિદ્ભવ” કહ્યો છે. સંધભેદક અને નિદ્ભવ બંને શતું. તાત્પર્ય એક જ છે. દેવદત્ત અને જમાલિ એ બને પિતપોતાના ગુરુની હયાતીમાં જ કાળધર્મ પામ્યા હતા. વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં તે જમાલિને ઉલ્લેખ નથી જ, પણ જૈન સાહિત્યમાં સુધ્ધાં તેને ઉલ્લેખ એક પાક્ષિક જ છે. દિગંબરીય સાહિત્યમાં જમાલિનું મહાવીરના જામતારૂપે વર્ણન ન હોય તે સ્વાભાવિક છે; કારણ કે, Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ] દર્શન અને ચિંતન દિગંબરે મહાવીરને અવિવાહિત જ માને છે, પણ મહાવીરના ભાણેજ અને શિષ્યરૂપે પણ જમાલિનું વર્ણન દિગંબરીય સાહિત્યમાં નથી, એ વાત શ્વેતાંબર અને દિગંબર સાહિત્યના મૌલિક અભ્યાસી માટે ખાસ અર્થસૂચક છે. જીવનસંબંધી સાહિત્ય બેતાંબર સાહિત્યમાં અંગ અને ઉપાંગ એ બંને પ્રકારનાં શાસ્ત્રો પ્રાચીન ગણાય છે. તે બંનેમાં જમાલિને ઉલ્લેખ છે. સ્થાનાંગ નામના ત્રીજા અંગના સાતમા સ્થાનકમાં (પૃ. ૪૧૧, સૂત્ર પ૮૭) નિ (એટલે મહાવીરની આજ્ઞાને ઉત્થાપક) નો ઉલ્લેખમાં જમાલિનું નામ પ્રથમ આવે છે. ઔપપાતિક નામના ઉપાંગમાં પણ જમાલિને નિવ તરીકે ઉલ્લેખ છે. આવશ્યકનિયંતિ, વિશેષાવશ્યકભાષ્ય વગેરે પાછળના ગ્રન્થોમાં તેનું વર્ણન નિધ્રુવ તરીકે જ આવે છે, પણ વધારે વિસ્તૃત અને વધારે માહિતી આપનારું વર્ણન તે ભગવતી નામના પાંચમા અંગના નવમાં શતકમાં ને ત્રીસમાં ઉદ્દેશકમાં છે. તે સમગ્ર વર્ણન આપવાનું આ સ્થળ નથી. માત્ર પ્રસ્તુત લેખના મૂળ વિષયમાં ઉપયોગી થાય તેવી દષ્ટિથી અને તે વખતની સામાજિક મર્યાદા, ધાર્મિક જીવન અને તત્ત્વજ્ઞાનની માન્યતા જાણવામાં ઉપયોગી થાય તે દૃષ્ટિથી જમાલિના જીવનવૃત્તને કેટલેક ભાગ અહીં આપો આવશ્યક છે. જીવનવૃત્ત ક્ષત્રિયકુમાર જમાલિ એ મહાવીરના જન્મસ્થાન ક્ષત્રિયકુંડન નિવાસી હતું. તે મહાવીરની બહેન પ્રિયદર્શનાનો પુત્ર અને મહાવીરની પુત્રી સુદર્શનાનો પતિ હેઈ મહાવીરને બેવડ સગે હતો. એ મોટો રાજા ન હતા, છતાં વૈભવશાળી તો હતો જ. એક વખતે શ્રમણ ભગવાન મહાવીર ક્ષત્રિયકુંડની બહાર ચિત્યમાં (ઉદ્યાનમાં) પધાર્યા. તેઓને વંદન કરવા અનેક લેકની જેમ, મોટા ઠાઠમાઠ સાથે તે ઉદ્યાનમાં આવ્યો. ભગવાન પાસે ધમપદેશ સાંભળ્યો અને તેથી આકર્ષાયે. પહેલાં તે તેણે ભગવાનને કહ્યું કે હું નિર્ઝન્ય પ્રવચન એટલે આપનું શાસન સ્વીકારું છું, કારણ કે, તે મને રુચે છે. પછી તેણે ભિક્ષુ થવાની ઈચ્છા પણ પ્રગટ કરી. શ્રમણ ભગવાને તે માટે જરાયે ઢીલ ન કરવા કહ્યું કે તરત જ ભિક્ષુપદ માટે અનુમતિ મેળવવા જમાલ ઘેર આવ્યા, અને માતાપિતાને તે માટે બહુ વીનવ્યા. પુત્રના તીવ્ર વૈરાગ્યની ખાતરી છતાં છેવટે માતાપિતાએ ભિક્ષપદ માટે પોતાની ન છૂટકે અનુમતિ આપી. મેટી ધામધૂમપૂર્વક જમાલિએ બીજા પાંચસે પુરૂષો ૧. આ માટે જુઓ ૫. બેચરદાસના અનુવાદવાળું ભગવતીસૂત્ર પ. ૪૧. Page #326 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય સાથે શ્રમણ ભગવાન પાસે દીક્ષા લીધી અને અધ્યયન શરૂ કર્યું. ટૂંક વખતમાં સામાયિકાદિ અગ્યાર અંગે શીખી ગયે અને પછી અનેક પ્રકારે ઉપવાસના તીવ્ર તપમાર્ગથી આત્માને ઉન્નત કરતે વિચારવા લાગ્યો. ક્યારેક જુદા વિચરવાની ઈચ્છાથી જમાલિએ શ્રમણ ભગવાન પાસે આવીને વંદનપૂર્વક કહ્યું કે–“ભગવન્! પાંચસે ભિક્ષુઓ સાથે આપની અનુજ્ઞાપૂર્વક જુદો વિચરવા ઇચ્છું છું.' શ્રમણ ભગવાને મૌન સ્વીકાર્યું ને તેની માગણીને સ્વીકાર ન કર્યો. ત્રણ વાર પૂછડ્યા છતાં પણ જ્યારે શ્રમણ ભગવાને મૌન ન તેડયું ત્યારે છેવટે જમાલિ પિતાના પાંચસો સહચારી ભિક્ષુકે સાથે છૂટા પડી સ્વતંત્ર વિચરવા લાગ્યા અને વિચરતાં વિચરતાં શ્રાવસ્તીમાં આવી પહોંચ્યો. નીરસ, રૂક્ષ, તુચ્છ અને અનિયમિત ખાનપાનથી તેને વર આવ્યું. પિત્તજ્વરથી બહુ વેદના થતાં તેણે આરામ માટે સહચારી ભિક્ષુકોને શિયા પાથરવા કહ્યું. ભિક્ષુકેએ વિનયપૂર્વક તેની આજ્ઞા સ્વીકારી. જ્વરની તીવ્ર વિદતાથી વ્યાકુળ થયેલ તેણે તુરત જ ફરીથી ભિક્ષકને પૂછયું કે શું શિયા કરી કે કરે છે ? ભિક્ષકોએ ઉત્તર આપે કે શિયા હજી થઈ નથી, પણ થાય છે. આ ઉત્તર સાંભળી જમાલિને વિચાર થયો કે શ્રમણ ભગવાન એમ કહે છે કે “જે કર્મ ચલિત થતું હોય, ક્ષીણ થતું હોય અથવા આત્માથી છૂટું પડતું હોય તે ચલિત થયું, ક્ષીણ થયું, આત્માથી મુક્ત થયું કહી શકાય.'—એ કથન મિથ્યા છે; કારણ કે, એ કથન અનુભવથી વિરુદ્ધ છે. આવો વિચાર આવતાં જ તુરત તેણે સહચારી ભિક્ષુઓને બેલાવ્યા ને કહ્યું કે–“જુઓ, શ્રમણ ભગવાન કહે છે કે જે કર્મ ચલિત થવા, ક્ષીણ થવા અને વિપાક આપી આત્માથી છૂટું થવા લાગે તેને ચલિત થયું, ક્ષીણ થયું, છૂટું થયું એમ કહી શકાય. આ કથન કેટલું અનુભવ વિરુદ્ધ છે? તમે સંથારે કરે છે ત્યારે તેને કર્યો એમ નથી કહેતા, પણ કરીએ છીએ એમ કહે છે; અર્થાત્ ચાલુ ક્રિયાને ચાલુ જ માને છે, પૂણું નથી ભાનતા અને શ્રમણ ભગવાન તે ચાલુ ક્રિયાને પણ પૂર્ણ કહે છે. આ કથન ખરેખર અનુભવ વિરુદ્ધ છે.” - આ વિચાર જમાલિ પાસેથી સાંભળતાં જ તે કેટલાક ભિક્ષુઓને પસંદ આબે, પણ કેટલાકને પસંદ ન આવ્યો. જેઓને પસંદ આવ્યું તેઓ જમાલિ સાથે રહ્યા અને બીજા તેનાથી છૂટા પડી શ્રમણ ભગવાનને જઈ મળ્યા. આ વખતે શ્રમણ ભગવાન ચંપાનગરીમાં હતા. જવરમુક્ત થઈ શક્તિ મેળવ્યા પછી જમાલિ પણ શ્રમણ ભગવાન પાસે આવ્યું અને વંદન-નમસ્કાર કર્યો Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૨] દર્શન અને ચિંતન સિવાય એમ જ ઊભા રહી કહેવા લાગ્યું કે જેમ તમારા શિષ્ય અપૂર્ણ અવસ્થામાં તમારાથી છૂટા પડ્યા અને પાછા અપૂર્ણ સ્થિતિમાં જ તમારી પાસે આવ્યા છે તેમ હું નથી આવ્યો. અહંન, જિન, સર્વજ્ઞ અને પૂર્ણ થઈ અહીં આવ્યો છું. આ સાંભળી શ્રમણ ભગવાનની પાસે બેઠેલ તેઓના પ્રધાન શિષ્ય ગૌતમે જમાલિને કહ્યું કે જે તે સર્વજ્ઞ હોય તે લેક શાશ્વત છે કે અશાશ્વત અને જીવ શાશ્વત છે કે અશાશ્વત ' એ બે પ્રશ્નોનો ઉત્તર આપ. જમાલિ વિચારમાં પડી ગયા અને ઉત્તર ન આપી શક્યો. એ જોઈ શ્રમણ ભગવાને કહ્યું કે “જમાલિ મારા ઘણું છદ્મસ્થ (અસર્વજ્ઞ) શિપ્યો છે જેઓ આ પ્રશ્નોને ઉત્તર ભારી પેઠે આપી શકે છે, છતાં તેઓ તારી પેઠે પિતાને સર્વજ્ઞ નથી કહેતા.' એમ કહી શ્રમણ ભગવાને તે પ્રશ્નોને ઉત્તર આ પ્રમાણે આવ્યો: લેક અને જીવ શાશ્વત પણ છે, કારણ કે, તે ઉત્પન્ન કે નષ્ટ થતા નથી. તેમ જ અશાશ્વત પણ છે; કારણ કે, તે બંને અનેક પરિવર્તને પણ અનુભવે છે.” બમણુ ભગવાનને આ ઉત્તર જમાલિએ ન માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. છૂટે પછી તેણે અનેક વર્ષ સુધી ભિક્ષપદ પર કાયમ રહી શ્રમણ ભગવાન વિરુદ્ધ હિલચાલ કરી અને પિતાને તથા બીજા અનેકને આડે રસ્તે દેર્યા. છેવટે પંદર દિવસની સંલેખના (અનશન) કરી, મરી નીચ દેવલમાં પેદા થશે. મતભેદની બાબત જમાલિ અને શ્રમણ ભગવાન વચ્ચે બીજી કોઈ પણ બાબતમાં મતભેદ હતું કે નહિ તેનું વર્ણન મળતું નથી. માત્ર એક બાબત વિશેના મતભેદનું વર્ણન મળે છે, અને તે આ. જમાલિનું કહેવું હતું કે ધારેલું ફળ ન આવે ત્યાં સુધી તે માટે ચાલતા પ્રયત્નને સફળ ન જ કહી શકાય. શ્રી મહાવીરનું કહેવું હતું કે ધારેલું છેવટનું ફળ મળ્યા પહેલાં પણ તે માટેના ચાલુ પ્રયત્નને સફળ પણ કહી શકાય. આ મતભેદ જે શબ્દોમાં અહીં મૂકવામાં આવ્યો છે તે શબ્દો જોકે શાસ્ત્રોમાં નથી, છતાં શાસ્ત્રોમાં વર્ણન કરેલ મતભેદનું સ્વરૂપ વ્યાવહારિક ભાષામાં આ રીતે મૂકવું સરળ ને યોગ્ય છે એમ કેઈને જણાયા વિના નહિ રહે. ખલિપુત્ર ગશાલક મહાવીરની સાધક અવસ્થામાં જ તેઓ સાથે રહેલે અને છૂટે પડેલે આવું વર્ણન જૈન ગ્રંથમાં છે, પણ મહાવીરના ઉપદેશક જીવનમાં તેઓની આજ્ઞા અવગણી તેઓથી છૂટો પડનાર અને જુદો Page #328 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય r૨૦ સમ્પ્રદાય ચલાવનાર તેઓના શિષ્યોમાં જમાલિ જ પ્રથમ ગણાય છે. તેથી જેમ બૌદ્ધ શાસ્ત્રોમાં દેવદત પ્રથમ સંધભેદક તરીકે વર્ણવાયેલ છે તેમ જૈન શાસ્ત્રોમાં જમાલિ પ્રથમ નિવ મનાયેલ છે. અહીં વિચારક વાચકને સહેજે પ્રશ્ન થશે કે અહિંસામાં કે ક્ષમામાં જગદ્ગુરુ ગણાવા યોગ્ય દીર્ઘતપસ્વી મહાવીરે પોતાના ભાણેજ અને જમાઈ શિષ્યના નજીવા મતભેદની ઉપેક્ષા ન કરી; તે કરતાં જે તેઓએ આટલા નાના મતભેદને ખમી ખાધે હેત તે શું તે વધારે સારું અને ગંભીર ન ગણાય? અથવા શું તેટલા માત્ર મતભેદ ઉપરાંત સીધી રીતે વિરોધનાં અન્ય કારણે હશે? આવું માની લેવાને અત્યારે કાંઈ સાધન નથી. એટલે મહાવીરના વ્યક્તિત્વના વિચારની દૃષ્ટિએ પણ એ વિચારવું પ્રાપ્ત થાય છે કે એ મતભેદને વિરોધ કરવામાં મહાવીરનું તાત્પર્ય શું હશે ? જે ઘણું કારણસર આપણે એમ માની લઈએ કે મહાવીર એ ખરે જ મહાવીર, દીર્ધતપસ્વી, સહિષ્ણુ અને ક્ષમા તથા અહિંસાની પ્રત્યક્ષ મૂર્તિ હતા તે એ પણ સ્વીકારવું જોઈએ કે જમાલિના મતભેદની ઉપેક્ષા કરવામાં તેઓએ સંધનું કાંઈ વધારે અહિત ધાર્યું હશે. એ અહિત તે શું ?–એ અત્યારે આપણે આપણી જ દૃષ્ટિએ વિચારી શકીએ. તે વિચાર કરવો એ જ પ્રસ્તુત લેખનું ધ્યેય હોવાથી નીચે તેને વિચાર કરીએ. વધે લેવાનું રહસ્ય ભગવાન મહાવીરને સિદ્ધાન્ત અનેકાન્તને હતે. અનેકાન્ત એટલે કોઈ પણ એક વસ્તુને પ્રામાણિકપણે અનેક દૃષ્ટિએ તપાસવી. અનેકાંત એ માત્ર વિચારને જ વિષય નથી, પણ આચરણ સુધ્ધાંમાં તેનું સ્થાન છે. જોકે અનેકાન્ત પ્રામાણિક અનેક દૃષ્ટિઓને (અપેક્ષાઓને) સમુચ્ચય છે, છતાં સંક્ષેપમાં તે બધી દષ્ટિઓને બે ભાગમાં વહેંચી નાખવામાં આવી છે. પહેલી વ્યવહારદષ્ટિ અને બીજી નિશ્ચયદષ્ટિ યા પારમાર્થિક દષ્ટિ. વ્યવહારષ્ટિ એટલે ધૂળ અનુભવ ઉપર ઘડાયેલી માન્યતા અને નિશ્રયદષ્ટિ એટલે સૂક્ષ્મ અનુભવ ઉપર ઘડાયેલી માન્યતા. પહેલી દષ્ટિમાં સ્થૂળતાને લીધે અનુભવોની વિવિધતા હોય છે, જ્યારે બીજી બાજુમાં સૂક્ષ્મતાને લીધે અનુભવોની એકતા હોય છે. તેથી જ પહેલીમાં સાધ્ય અને સાધનને ભેદ અને બીજીમાં સાધ્ય અને સાધનને અભેદ મનાય છે. પહેલી દષ્ટિના અધિકારી સાધારણ અને ઘણું લેકે હોય છે, બીજીના અધિકારી બહુ થોડા હોય છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન *. મહાવીરનું કથન હતું કે વ્યવહાર અને નિશ્ચય એ બંને દષ્ટિને આધારે જ કઈ પણ માન્યતા સ્થિર કરવામાં આવે અગર કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે તે જ સર્વત્ર સમાધાન અને વ્યવસ્થા રહી શકે. જે નિશ્ચય વિનાની કેવળ વ્યવહારદૃષ્ટિનું અનુસરણ કરવામાં આવે તે ભેદ તથા વિરુદ્ધબુદ્ધિ વધારે કેળવાય અને ટૂંકી દૃષ્ટિને લીધે હૈયે જલદી ખૂટી જવાથી લક્ષ્ય સુધી ન જ પહોંચી શકાય. તેવી રીતે વ્યવહાર વિનાની કેવળ નિશ્ચયર્દષ્ટિને ખરા અર્થમાં અનુસરવામાં આવે છે, જેને કાંઈ નુકસાન ન જ થાય, પણ તેવી નિશ્રયદષ્ટિને અનુસરનાર મળે કોણ? એકાદ વ્યક્તિ ભલે તેવી હૈય, પણ તેથી સામુદાયિક હિતની સંભાવના ઘણી જ ઓછી રહે છે. મેટે ભાગે તેવી દષ્ટિના નામ નીચે દંભ જ ચાલવા માંડે છે. તેથી નિશ્રયદષ્ટિને ધ્યાનમાં રાખી વ્યવહારદષ્ટિને અનુસરવામાં જ ક્રમિક વિકાસનો વધારે સંભવ છે. | મહાવીરના અનેકાન્તવાળું ઉપયુક્ત ધ્યેય સમજી લીધા પછી જમાલિના મતને તેઓએ શા સારુ વિરોધ કર્યો એ વાત ધ્યાનમાં આવી શકશે. ભગવાને અનુભવથી જોયું કે સાધારણ જનસ્વભાવ ધીરજ વિનાને અગર ઓછી ધીરજવાળો હોય છે. તેથી દરેક માણસ કોઈ પણ પ્રયત્ન શરૂ કરી તેનું ફળ તરત ઈચ્છે છે. તે માટે આપ જોઈ તે ભોગ આપવા તે તૈયાર નથી હોત. ઘણીવાર તે ફલપ્રાપ્તિ નજીક આવ્યા છતાં અધીરજને લીધે એકાદ નાની મોટી મુશ્કેલી આવતાં તે મોટેભાગે સિદ્ધ થયેલ પ્રયત્નને પણ નિરાશ થઈ છેડી દે છે, અને નિષ્ફળતા મળતાં પિતાની ધીરજની ઊણપને ન જોતાં તે બહારની મુશ્કેલીઓને તરછોડે છે, તેના ઉપર કંટાળે લાવે છે, કેટલાક લેકેને પિતાના પ્રયત્નોમાં વિક્ષેપ નાખનાર ગણી તેની સાથે દુશ્મનાવટ બાંધે છે અને આ રીતે માનસિક ભૂમિકા મલિન કરી મૂકે છે. જેમ દુન્યવી કામમાં તેમ પારમાર્થિક માર્ગમાં પણ અધીરજથી ઘણાયે પાબ હઠ છે. ' કઈ સાધક અમુક વખત સાધના કર્યા બાદ ઈન્ટ પ્રમાણમાં ફળ ન મળતાં નિરાશ થઈ તરત જ તે સાધના છેડી બેસે છે અને નિરાશ થઈ આડે રસ્તે દેરાય છે. ઘણું ભિક્ષુઓ, ઘણા તપસ્વીઓ એ જ કારણથી અડધે માર્ગે જઈ નીચે પડ્યાના દાખલા આપણે ક્યાં નથી જાણતા ? સામાજિક અને રાજકીય પ્રયત્ન પણ ઘણીવાર અધૂરા રહી જાય છે. તેનું એ જ કારણે છે? એ વાત લક્ષમાં રાખી ભગવાને કહ્યું કે કામ ચાલુ હોય; જેને પ્રયત્ન હજી ચાલતા જ હોય તે કામ પણ કરાયું એમ કહી શકાયું. Page #330 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય [ રહ૫ ભગવાનના આ કથનને સાર એ છે કે દરેક માણસ આરંભેલ પ્રયત્નને વચ્ચેથી ન છોડે; કારણ કે, દેખી શકાય તેવું ધારેલ સ્થૂળ ફળ તો લાંબા પ્રયત્નને અંતે જ પ્રાપ્ત થાય છે, પણ પ્રયત્ન ચાલતું હોય ત્યારે એટલે જેટલે અંશે પ્રયત્ન સિદ્ધ થયે હેય તેટલે તેટલે અંશે ફળની પ્રાપ્તિ પણ થયેલી છે. આ માત્ર આશાવાદ નથી, પણ ઊંડું અને ખરું સત્ય છે. આ સત્ય ધ્યાનમાં ન હોય તે પરમાર્થ કે વ્યવહારમાં ક્યાંય પ્રયત્ન સ્થિર ચાલી ન શકે. તેથી ભગવાને નિશ્ચય અને અને વ્યવહાર બંને દષ્ટિએ ધ્યાનમાં રાખવાને અનેકાન્ત ઉપદેશ આપે, અને જમાલિના મતને વિરોધ કર્યો. દાન અને તે દ્વારા સિદ્ધાન્તનું સ્પષ્ટીકરણ ભગવાનને સિદ્ધાન્ત “રેમાળે જશે” ને છે. જે કામ કરવામાં આવતું હોય, જે હજી ચાલુ હય, જેનું છેવટનું ફળ ન આવ્યું હેય, અર્થાત જે પૂર્ણ ન થયું હોય તેને પણ થયું કહી શકાય, તેને પણ સફળ લેખી શકાય. આ “કાળે વહે” ને ભાવે છે. એ સિદ્ધાન્ત પ્રયત્ન અને ફળ વચ્ચે ભેદ નથી સ્વીકારતા, તેથી એ સિદ્ધાન્ત પ્રમાણે કોઈ પણ પ્રયત્નના આરંભના પ્રથમ ક્ષણથી તે પ્રયત્નના સમાપ્તિના છેલ્લા ક્ષણ સુધીની અખિલ પ્રયત્નધારા એ જ ફળ છે; અને નહિ કે પ્રયત્નને અન્ત તેનાથી નિષ્પન્ન થતું માત્ર જુદું જ ફળ. પણ જમાલિને વાદ એથી જુદો હતો. તે કહે કે જાણે કે નહિ, પણ રહે છે, એટલે કે જે કામ ચાલુ હોય તેને કરાયું કે સફળ ન જ કહી શકાય, પણ જ્યારે તે કામ સમાપ્ત થાય, તેનું છેવટનું ફળ આવે ત્યારે જ અને તે જ તે કામ કરાયું અર્થાત્ સફળ થયું કહી શકાય. આ વાદ પ્રયત્ન અનેક ળન ભેદ સ્વીકારે છે. તેથી એ મુજબ કોઈ પણ કામના પ્રારંભથી તેની સમાપ્તિ સુધીને જે પ્રયત્ન એ સાધન છે, અને તેને અંતે નિષ્પન્ન થનારું તેનું છેવટનું ફળ એ તે સાધનથી તદ્દન જુદુ છે. ભગવાનને જમાલિને વાદ કબૂલ છે, પણ તે એક જ દષ્ટિએ. તે દૃષ્ટિ એટલે વ્યવહાર. જ્યારે જમાલિને માત્ર વ્યવહારદષ્ટિજ કબૂલ છે, અને ભગવાનની બીજી નિશ્રયદષ્ટિ કબૂલ નથી. એટલે બંને વચ્ચે એકાન્ત-અનેકાન્તનું અંતર છે. આ અખ્તર જીવનમાં ઊતરે તે પરિણામ શું આવે તે એક દૃષ્ટાન્તથી તપાસીએ. કોઈ બે જણે ફળ પેદા કરવાની ઈરછાથી જુદા જુદા આંબાનાં વૃક્ષ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] દર્શન અને ચિંતન રેપ્યાં. બંનેએ સરખી રીતે ઉછેર આરંભે. ઘણી વખત વિયો. મૂળે બાઝયાં, ચડે જામ્યાં, ડાળે ટી, પલ્લવ અને પ વિસ્તર્યો. અચાનક એકથી વધારે વાર આંધી અને બીજાં પ્રાકૃતિક તફાને આવ્યાં, જેથી બંને વૃક્ષો ઉપર મૅર આવવાની ક્રિયા ધાર્યા કરતાં વધારે વખત માટે લંબાઈ નિરાશાને અને આશાને પ્રસંગ બંને જણ માટે એક જ સરખો ઉપસ્થિત થયે. જ્યારે એક જણ અત્યાર સુધીના પિતાના દીર્ઘ પ્રયાસને સર્વથા નિષ્ફળ માની કંટાળે અને અધીરજથી વૃક્ષના પિષણનું અને સંવર્ધનનું કામ છેડી દે છે, ત્યારે બીજો જણ પિતાના તેટલા જ દીર્ધ પ્રયાસને સફળ માની બૈર્યબળથી વૃક્ષના સંવર્ધનનું કામ વિધિવત ચાલુ રાખે છે. પરિણામે પહેલે જ આંબાનું ફળ પેદા નથી કરી શકતા અને બીજે કરી શકે છે. અહીં આમ્રવૃક્ષ રેપનાર ભલે કાલ્પનિક પાત્ર હોય, પણ વિશ્વના મનુષ્યસમાજની બે માનસિક પ્રવૃતિઓ એ કાલ્પનિક પાત્રોમાં આબેહૂબ ચિત્રિત થાય છે તેની ભાગ્યે જ ના પાડી શકાશે. આ બે પ્રકૃતિએ માનવમાનસમાં છે અને તે ઊંડી કે છીછરી સમજ ઉપર રચાયેલી છે. પ્રથમ પ્રકૃતિને (છીછરી સમજવાળ) માણસ મૂળને બાઝેલું, થડને લાગેલું, ડાળોને ફૂટેલી અને પલ્લવ–પને વિસ્તરેલાં જુએ, પણ તેની નજરે હજી આમ્રનું મધુર અને પકવ ફળ નથી ચડતું. તે તે પૂર્વના મૂળ અને સ્કધથી લઈ મંજરી (ર) સુધીના બધાં પરિણામને અને તે માટેના પ્રયત્નને પકવ અને મધુર ફળથી તદ્દન જુદા જ માની બેઠો છે. તેથી તે પદે પદે ને ક્ષણે ક્ષણે પૂર્વવત અવસ્થંભાવી પરિણામ જોવા છતાં જ્યાં સુધી આમ્રફળને નથી જેતે ત્યાં સુધી પિતાના પ્રયત્નને નિષ્ફળ જ માનતે જાય છે, અને તેથી ભયાનક આફત આવતાં તે સામે તે ટકી શકતા નથી, વચ્ચે જ નિરાશ થઈ યત્ન છોડી બેસે છે. ત્યારે બીજી પ્રકૃતિને (ઊંડી સમજવાળે) માણસ મૂળમાં, સ્કધમાં, ડાળોમાં, પત્રમાં અને મંજરી આદિમાં આમ્રફળના ક્રમિક અંશે જુએ છે. એવી સૂક્ષ્મદષ્ટિમાં આમ્રફળ એ બીજું કાંઈ જ નહિ, પણ પૂર્વવતી સમગ્ર પરિણામોને સરવાળે. એમાંના જે પરિણામ આણવા સુધી પ્રયત્ન થયે હેય તેટલું આમ્રફળ તેની દૃષ્ટિએ થયેલું જ છે. આ કારણથી તેની સમદષ્ટિ તેને ભયાનક આફતો સામે ઊભો રાખે છે, અને તેને કોઈ કારણસર વચ્ચેથી વૃક્ષ સંવર્ધનનું કામ છોડવું પડે તે, ભારે પ્રયત્ન નિષ્ફળ ગયે એવી ઊલટી સમજથી, તેને તે દૃષ્ટિ બચાવી લે છે. તે માણસ તેવી સૂક્ષ્મદષ્ટિને લીધે એમ દઢપણે માનતા હોય છે કે Page #332 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય [ રહ૭ યથાવિધિ પ્રયત્ન એ જ ફળ છે અને જેટલા પ્રમાણમાં પ્રયત્ન સેવ્ય તેટલા પ્રમાણમાં ફળ આવેલું જ છે. પર્વ અને મધુરરસયુક્ત ફળને સરવાળે પૂર્ણ કરવા જેટલા અંકે બાકી રહ્યા છે તેટલું જ તે ફળ બાકી છે, બીજું સિદ્ધ થઈ ગયું છે. આ માન્યતાને લીધે તે માણસ ફરી પ્રયત્નની તક શોધે છે અને પરિણામે તક મળે છે, તેમ જ ભાવના પ્રમાણે સંપૂર્ણ ફળને અધિકારી તે થાય છે. આ અધિકારી જ ભગવાનના સિદ્ધાન્તનું તત્ત્વ છવનમાં ઉતારનાર હોય છે. માળે ડેના સિદ્ધાન્તમાં જે વસ્તુ સચવાઈ છે તે જ વસ્તુ બીજા રૂપમાં અને બીજા શબ્દોમાં ગીતામાં ગવાઈ છે. એને બીજો અધ્યાય વાંચે. તેમાં કહ્યું છે કે કર્મવેગમાં પ્રારંભેલ પ્રયત્નને નાશ નથી, તેમાં પ્રત્યવાય (અન્તરાય) પણ નથી. કર્મયોગ-ધર્મનું ડું પણ આચરણ તેના આચરનારને મહાન ભયથી બચાવી લે છે. કર્મ પર જ (પ્રયત્ન પર જ) તારે અધિકાર છે. ફળ ઉપર કદીયે નથી, માટે પ્રયત્નફળજન્ય તૃષ્ણાનું તું નિમિત્ત ન થા, તેમ જ અકર્મ ( કર્મચાગ) પણ ન સેવ. Rafમમતાશોતિ કરવા = વાતે स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥ ४० ॥ कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूर्मा ते संगोस्त्वमणि ॥ ४१ ॥ ગીતાના કેટલાક સૂક્ષ્મ ભાવને જૈનદષ્ટિ સાથે સમીકરણ અથવા જૈનદષ્ટિએ ઉદ્દઘાટન કરવું એ માર્ગ અત્યારના એકદેશીય સાંપ્રદાયિક અભ્યાસીઓને ન ન લાગે તે માટે ઉ. યશોવિજયજીની સામ્પ્રદાયિક છતાં ગીતા આદિના સમન્વયવાળી અધ્યાત્મસાર, જ્ઞાનસાર આદિ કૃતિઓ તરફ વાચકેનું લક્ષ્ય ખેચી વિરમીશ. – જૈનયુગ, ચૈત્ર ૧૯૮૨. Page #333 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરને ત્રિવિધ સન્ડેશ અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત [ ૭] સાધ્વી શ્રી ઉજજવલકુમારીજીએ ત્રણ મુદ્દાઓ ઉપર જે સરલ અને સ્પષ્ટ વિવેચન કર્યું છે તેને હરકેઈ સરળતાથી સમજી શકે તેમ છે. તે બદલ હું મારા તરફથી અને સંધ તરફથી તેમને આભાર માનું છું. ગયે વર્ષે સાધ્વીજી ગાંધીજીને રોજ બિરલા હાઉસમાં મળતાં, તેમની સાથે અહિંસા અને તેને લગતા મુદ્દાઓ વિશે ચર્ચા કરતાં. મારે પણ સાધ્વીજી સાથે પરિચય તે વખતે તાજો જ હતો. હું તેમની અને ગાંધીજી વચ્ચે થયેલી ચર્ચાઓ વિશે. તેમની જ પાસેથી કાંઈક જાણી લેતે. તેના સંસ્કાર મારા મન ઉપર પડેલા જ છે. તેને ધ્યાનમાં રાખી અત્યારે તેમના પ્રવચન-શ્રવણ ઉપરથી જે વિચારે. ફુર્યો છે તેને જ ટૂંકમાં દર્શાવવા ધારું છું. જે અનેકાંત અહિંસા અને અપરિગ્રહની પૃષ્ઠભૂમિકા છે તે અનેકાંત કેવળ શાસ્ત્રીય વાદના સમન્વયમાં જ સમાતો નથી. તે તે જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શે છે. વ્યવહારુ જીવનની દરેક બાજુને અવિવેકી આત્યંતિકતા તરફ ઢળતાં રોકવી એ જ સાચી અનેકાન્તદષ્ટિ છે. એવી દષ્ટિ ન હોય તે અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંત વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વિકૃત થયા વિના રહે જ નહિ. સામાજિક જીવનને સંવાદી અને સૂરીલું બનાવવા માટે આ ત્રણે સિદ્ધાંત અગત્યના હેઈ સમગ્ર જીવનમાં તે ધ્રુવ સ્થાને છે. આમ છતાં અને તે ઉપર વારંવાર થતાં વિવેચને સાંભળવા છતાં આપણે જ્યાંને ત્યાં છીએ, તેનું શું કારણ? એ પ્રશ્ન મારી પેઠે સૌને થત હશે. એના ઉત્તરને ઊંડો વિચાર કરતાં એમ લાગે છે કે આપણે સિદ્ધાંત અને તેના બાહ્ય ખેખા વચ્ચેનું અંતર જાણી શક્યા નથી. એટલે એક કાળે તેવા સિદ્ધાંતને જીવનમાં સિદ્ધ કરવા અમલમાં મૂકાયેલા અને અત્યારે નિરર્થક બની ગયેલા આચારના ચીલાને જ અનુસરી આપણે તેવા સિદ્ધતિ પ્રમાણે જીવન જીવ્યાને ખોટો સંતોષ માની લઈએ છીએ અને પ્રસંગ Page #334 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના વિવિધ સદિશ [ રહe આવે ત્યારે તે સિહતિનું ગૌરવ ગાઈ પાછળ એ જ નિરર્થક સિદ્ધ થયેલે બાહ્ય. આચારના ખાને બચાવ કરીએ છીએ. ભગવાન મહાવીરે અહિંસા અને અપરિગ્રહના જીવનગત બીજેને વિસાવવા તેમ જ સિદ્ધ કરવા ઘરબાર છોડ્યાં, જંગલને રાહ લીધે. અને બીજાના શ્રમ ઉપર જીવવાનું બાજુએ મૂકી માત્ર સ્વાવલંબી અને. સહિષ્ણુ ત્યાગીજીવન સ્વીકાર્યું. તેમણે એ જીવન દ્વારા તે કાળે અનેકાંતદષ્ટિ. અને અહિંસા-અપરિગ્રહ સિદ્ધ કરી તેને વારસો બીજાને આપે. પણ અનુયાયીઓ બદલાતી પરિસ્થિતિમાં પણ ભગવાનના તે વખતના બાહ્ય જીવનના ખાને જ વળગી રહ્યા અને ઊંડાણથી એ જેવું ભૂલી ગયા કે વસ્તુતઃ મૂળ સિદ્ધતિ પ્રમાણે જીવન જિવાય છે કે નહિ. પરિણામ એ આવ્યું કે ભગવાનના સીધા વારસદાર ગણાતા ત્યાગીઓ જ એ ધ્રુવ સિદ્ધાંતથી સાવ વેગળા જઈ પડ્યા, અને હજાર વર્ષ પહેલાના ત્યાગીને આચાર-ઓખાને મજબૂતપણે વળગી રહ્યા. ગૃહસ્થ, કે જે મુખ્યપણે ત્યાગીઓના જીવનને આદર્શ માની ચાલે છે અને તેમનું અનુકરણ કરે છે તેઓ, પણ એવા જ શુષ્ક આચારના ખોખાને મજબૂતપણે વળગી રહ્યા અને અનેકાંત તેમ જ અહિંસા-અપરિગ્રહની જાગતી દષ્ટિ જ લગભગ ગુમાવી બેઠા. બીજાના શ્રમ ઉપર ન જીવવાની દૃષ્ટિએ ક્યારેક જાયેલે અનગારમાર્ગ આજે એટલે બધે વિકૃત થઈ ગયું છે કે તેનું પાલન એકમાત્ર બીજાના શ્રમને જ આભારી થઈ ગયું છે. ઉધાડે પગે ચાલવું, હાથે વાળ ખેંચી. લઈ લેચ કરે વગેરે કઠણ આચારે અને મિલમાં તૈયાર થયેલ ઝીણું તેમ જ રેશમી–ભેગી જનને શોભે તેવાં–કપડાં એ બેને ત્યાગીજીવનમાં મેળ છે, એ વિચારવું ઘટે છે. અહિંસા અને અગ્રિહ માટે જ નગ્નત્વ કે અર્ધનગ્નત્વ. સ્વીકારનાર ત્યાગીવર્ગ જમાને બદલાતાં વસ્ત્ર ધારણ કરે અને શહેરમાં પણું રહે તો તે એ જ સિદ્ધાંતને અનુસરી પિતાનાં કપડાં પિતે તૈયાર કેમ ન કરે ? આ પ્રશ્ન અઘરે અને ધર્મઘાતક લાગતા હોય તે તેનું કારણ એ છે કે આપણામાં એ ધ્રુવ સિદ્ધાતો વિશેની સાચી અને ઊંડી સમજણ જ નથી. નિર્દોષ ગણાય એવા નિરક્ષરતાનિવારણ અને સામાજિક જ્ઞાનદાનનું કાર્ય કેાઈ ત્યાગી જવાબદારીપૂર્વક કરે તો તેને સમાજ ત્યાગટ્યુત થયેલ માને છે. આનું કારણ એ છે કે આપણે નિવૃત્તિને જ પૂર્ણ ધર્મ માની લીધું અને એ ભૂલી. ગયા કે દોષનિવૃત્તિ એ તે ધર્મમાત્રની એક બાજુ જ છે, અને તે પણ સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ કરવાની માત્ર પ્રાથમિક શરત છે. પરિણામે સપ્રવૃત્તિનો આગ્રહ. Page #335 -------------------------------------------------------------------------- ________________ -૩૦૦ ] દર્શન અને ચિંતન જતાં જ નિવૃત્તિ પણ બનાવટી બની ગઈ. ગૃહસ્થ કાળાં બજાર અને શેષણ કરે તે તેમને દોષ છે જ, પણ એ જાણવા છતાં એવી આવકમાંથી ત્યાગીજીવન પોષવું, એ શું કાળાં બજાર અને શેષણથી ઊતરતું છે? ત્યાગીએ ગૃહસ્થોના ધંધાને દૂષિત કહે છે જ્યારે ગૃહસ્થ ઊંડે ઊંડે સમજતા હોય છે કે ધંધો દૂષિત છે, પણ એની શુદ્ધિ ત્યાગીઓના પિષણ દ્વારા થઈ જાય છે. એટલે સામાજિક અશુદ્ધિનું ચક્ર ચાલુ જ રહે છે. પરિસ્થિતિ બદલાતાં સિદ્ધાંતની વ્યાખ્યા બદલવી જરૂરી બને છે. એને એક દાખલે વિચારીએ. સ્વદારસંતિષ એ ગૃહસ્થનું બ્રહ્મચર્ય વ્રત છે. હવે આજે આવા વ્રતને ધારણ કરનાર કોઈ ગૃહસ્થ પરસ્ત્રી તરફ કદી પણ નજર ન કરતાં માત્ર સ્વસ્ત્રીમાં સંતુષ્ટ રહે અને તે પિતે પિષણ અને સંસ્કાર-દાનનો પ્રબંધ કરી ન શકે એટલી સંતતિ પેદા કર્યા કરે તે દેખીતી રીતે તે સ્વદારસંતોષનું વ્રત પાળવા છતાં તાત્ત્વિક રીતે તેને ભંગ જ કરે છે, એમ આજની પરિસ્થિતિમાં કહેવું જોઈએ, કારણ કે, સ્વસ્ત્રિીમાં સંતુષ્ટ રહેવું એ તે સ્વદારસંતોષને અર્થ છે જ, પણ તેથી આગળ વધી એમાં એ પણ ગર્ભિત અર્થ સમાયેલું છે કે પિતાનું, સંતતિનું અને સમાજનું જીવન ન વણસે એટલી જ હદે દામ્પત્યજીવનમાં જાતીય સંબંધને અવકાશ આપ. - સાધ્વીજીએ કહ્યું કે કુમારિક ભટ્ટે બુદ્ધ અને મહાવીર જેવા ક્ષત્રિના મુખેથી ઉપદેશાયેલી અહિંસાને પાત્રમાં ભરેલ દૂધ જેવી કહી છે. તેમનું આ કથન સાચું છે, પણ આ ઉપરથી શ્રોતાઓ રખે એમ માની લે કે બ્રાહ્મણ કુમારિલે મહાવીર જેવા અહિંસક ક્ષત્રિની નિંદા કરી છે અને તેથી બ્રાહ્મણ માત્ર નિંદક જ છે. વાત એમ છે કે કુમારિલ તે સાતમા સૈકામાં થયા, જ્યારે તેથી કેટલીયે શતાબ્દીઓ પહેલાં જેનેએ બ્રાહ્મણકુળને હીન અને તુચ્છ કુળ કહેલું છે. કુમારિલે જૈનોએ બ્રાહ્મણકુળ ઉપર કરેલ આક્ષેપનો ઉત્તર જ આ છે અને આગળ જતાં બારમા સૈકામાં આ. હેમચંદ્ર કુમારિલને તેથીયે વધારે સખત જવાબ આપે છે. તેથી આપણે અહિંસક દૃષ્ટિએ તે એ વિચારવું ધટે કે ગમે તે પક્ષ તરફથી આક્ષેપ શરૂ થાય પણ એમાં તટસ્થ જ રહેવું જોઈએ . અને બીજા કરતાં પિતાના જ દેને જોવાની વૃત્તિ કેળવવી જોઈએ. ૧ –પ્રબુદ્ધ જૈન, ૧૫-૧૦-૪પ ૧. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન તા. ૯-૯-૪૫ના રોજ મહાસતી શ્રી. ઉજજ્વલકુમારજીએ આપેલ વ્યાખ્યાન પછી અધ્યક્ષપદેથી પૂ. પંડિતજીએ આપેલા - વ્યાખ્યાત, Page #336 -------------------------------------------------------------------------- ________________ મહાવીરને સન્ડેશ [ ૮ ] આપણે ભગવાન મહાવીરના જીવનને વાંચીએ છીએ, પણ આપણે તેમના જીવનચેતનને સ્પર્શતા નથી. જે તેમના જીવનચેતનને સ્પર્શીએ તે. સહુ માનવી વિશાળ દષ્ટિએ મહાવીર બની શકે, મહાવીર થઈ શકે. તેર ચર્તન મુંગીથા –એ આદેશ સ્પષ્ટ કહે છે કે ત્યાગ કરીને, ભેગવ. કઈ વસ્તુ પર નજર ન રાખીશ. મંદિર ઊંચું રાખવામાં આવે છે. એનો અર્થ ઊંચા આદર્શને છે. દષ્ટિ શિખર તરફ રહે, ઉચ્ચ રહે એ. હેતુ છે. તન ધનકી કૌન બડાઈ” એમ કબીર કહે છે ત્યારે તન, મન, ધન નકામું છે એમ નહિ, પણ એની બડાઈ નકામી છે. ભગવાનને ઓળખવા હોય તે આધ્યાત્મિક દૃષ્ટિ કેળવવી જોઈએ. કોઈ વાડીમાં કે ચેકામાં કે લઢણમાં ભગવાનને ન પૂરવા જોઈએ અને તે જ એને ગમે ત્યાં જોઈ શકીએ,. પછી એનું નામ મહાવીર હોય, કૃષ્ણ હોય કે ગમે તે હોય. મહાવીરને સંદેશ છે કે સત્ય અને સગુણમાં એક થવું. મહાવીરને સંદેશ એટલે જીવનદષ્ટિ અને જીવનકળા. હિંદના કેઈ પણ સંતને લે. તેને સંદેશ એક જ હોય છે. તમારા અવગુણ તરફ જુઓ, સામાના અવગુણ તરફ જુએ નહિ. ભગવાન મહાવીર પણ દરેક માનવીને સૌ પહેલાં પિતાની ખામી જોવાનું કહે છે. મિચ્છામિ દુક્કડ' બેલીએ અને ભૂલે કર્યો જઈએ એને કાંઈ અર્થ નથી, પણ ભૂલ તરફ પાછા ન જઈએ એ એનો ખરો અર્થ છે. સમ્યકચારિત્ર એટલે જ જીવનકલા–જે જીવનકળા ભગવાન મહાવીરે જીવી બતાવી છે, આચરી બતાવી છે. આપણે એને સમજ વ્યવહારમાં આચરી બતાવીએ. Page #337 -------------------------------------------------------------------------- ________________ -૩૦૨ ] દર્શન અને ચિંતન ભગવાન મહાવીરે કહ્યું છે કે જેઓના વિચારમાં મેળ ન હોય તેઓ પિતાને બીજાની સ્થિતિમાં મૂકે અને વિચાર કરી જુએ તો અથડામણને : અંત આવશે. મનની મેટાઈ કેળવાય તે કુટુમ્બની અથડામણને અંત આવે. મહાવીર, કૃષ્ણ વગેરેનાં આધ્યાત્મિક જીવન તપાસ. બાહ્યજીવન અલગ “ હશે, પણ સહુના આધ્યાત્મિક જીવન એક જ છે. આપણે એકબીજા તરફ પૂર્ણ આદર રાખીએ, નબળા હોય તે તરફ વધુ આદર રાખીએ તે કામ સરળ બને. ધર્મસ્થાનમાં જૈન હોય તે જ જાય એમ કહેવાય છે, પણ જૈન કોણ? તમારામાં જૈનત્વ છે? જૈનત્વ હેય તે આપણે શકને આ રીતે જીવન ગાળવા દઈ શકીએ? આ ધર્મદષ્ટિ નથી. ઘણા કહે છે કે જૈનધર્મ જાન છે, એમાં અહિંસા છે, પણ આજે આ અહિંસા એના વાસ્તવિક અર્થમાં - નજરે ચડતી નથી. –પ્રબુદ્ધ જૈન, ૧૫-૧૦-૫૦ Page #338 -------------------------------------------------------------------------- ________________ વિર પરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ [૯] શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરે સ્થાનકવાસીસંમત મુહપત્તિબંધન અને મૂર્તિઉત્થાપન એ બન્નેને ત્યાગ કર્યો. હું પોતે પણ એમ માનું છું કે મુહપત્તિનું એકાતિક બંધન એ વસ્તુતઃ શાસ્ત્રસંમત તેમ જ વ્યવહાર્ય નથી. એ જ રીતે એમ પણ માનું છું કે આધ્યાત્મિક વિકાસક્રમમાં અધિકારી-વિશેષ વાસ્તે મૂર્તિ-ઉપાસનાનું સમુચિત અને શાસ્ત્રીય સ્થાન છે. તેમ છતાં એ પ્રસિદ્ધ સૂરીશ્વરના સ્મારક અંકમાં એમના એ અંશની સ્મૃતિ નિમિતે આ લેખ લખી રહ્યો નથી, કારણ કે એક તે એ ચર્ચા હવે બહુ રસપ્રદ રહી નથી; તેમ જ જૈનેતર અને એતિહાસિક વાચકોને એમાંથી કાંઈ વધારે જાણવા જેવું ભળે એમ પણ આજે દેખાતું નથી. તેથી ઉપરના મથાળા નીચે હું એક એવા મુદ્દાની સંક્ષેપમાં ચર્ચા કરવા ધારું છું કે જેની સાથે ઉક્ત સૂરીશ્વરને સંબંધ પણ હતું અને જે મુદ્દો એતિહાસિક દષ્ટિએ ખાસ અગત્યને હેઈ સર્વસાધારણ વાચકે વાતે એકસરખે ઉપયોગી છે. ધાર્મિક ભાવના જ્યારે સાંપ્રદાયિક રૂપ ધારણ કરી લે છે ત્યારે તે બહુ આળી બની જાય છે. એમાં સત્યદર્શન અને નિર્ભયતાને અંશ દબાઈ જાય છે. તેથી સાંપ્રદાયિક કે વસ્તુતઃ ધાર્મિક કોઈ એક મુદ્દાની ચર્ચા. અતિહાસિક દૃષ્ટિએ કરવા જતાં પણ, કેટલાક વાચકોના મનમાં સાંપ્રદાયિક ભાવની ગંધ આવવાનો સંભવ છે, એ મારા ધ્યાન બહાર નથી. વળી આજકાલ પ્રતિષ્ઠિત થયેલી એતિહાસિક દષ્ટિને નામે અગર તેની આડમાં સાંપ્રદાયિક ભાવનું પોષણ કરવાની પ્રવૃત્તિ વિદ્વાન કે વિચારક ગણાતા લેખકેમાં પણ જ્યાં ત્યાં દેખાય છે. એ બધાં ભયસ્થાને છતાં હું પ્રસ્તુત ચર્ચામાં ઊતરું છું તે એક જ ખાતરીથી, અને તે એ કે જેઓ અસાંપ્રદાયિક અગર સાંપ્રદાયિક ખરેખર વિચારકે હશે, જેઓ સાહિત્ય અને ઈતિહાસના અભ્યાસી હશે તેમને મારી આ ચર્ચા કદી સાંપ્રદાયિક ભાવથી રંગાયેલી નહિ જ ભાસે. જન પરંપરા, જેને આ સ્થળે હું વીરપરંપરા કહું છું, તેના અત્યાર લગીમાં નાનામોટા ફટા-ઉપફાંટા ગમે તેટલા હેય, પણ એ બધા સંક્ષેપમાં વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી-એ ત્રણ જ ફિરકામાં આવી જાય Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] છે. ભગવાન મહાવીર પહેલાં પણ જૈન પરંપરાનું દૃષ્ટિએ સિદ્ધ છે. તે પરંપરાને વીરપૂ પર ંપરાના ભગવાન મહાવીરે એ પૂર્વ પર પરાને જીવનમાં પચાવી, તેનુ યેાગ્ય અને સમુચિત સંશોધન, પરિવર્તન, પરિવન કરી પોતાની જીવનસાધનાને પરિણામે એને જે રૂપ આપ્યુ. તે વીરપરંપરા. આ પરંપરાની ભવ્ય ઇમારત અનેક સદંશે ઉપર ઊભી થયેલી છે અને તેને જ મળે તે અત્યારલગી એક યા બીજા રૂપમાં જીવિત છે. અહીં વિચારણીય મુદ્દો એ છે કે વીરપરંપરાના પ્રથમથી અત્યારલગીમાં જેટલા ફાંટા ઇતિહાસમાં આપણી નજરે પડે છે અને અત્યારે જે કે જેટલા કાંટા આપણી સામે છે તે બધામાં વીરપર પરાનુ પ્રતિનિધિત્વ ઓછું કે વત્તું એક યા બીજા રૂપમાં હોવા છતાં તે બધા કાંટામાંથી કયા ક્રાંટામાં કે કયા ક્િરકામાં એનું પ્રતિનિધિત્વ વધારે અખંડપણે સચવાઈ રહ્યું છે ? વીરપર‘પરાના ત્રણે ક્િરકાના શાસ્ત્રોનું તુલનાત્મક તેમ જ ઐતિહાસિક મારું' વાચન-ચિંતન અને એ ત્રણે ય ક્રિકાના ઉપલબ્ધ આચાર-વિચારાનું મારું' યથામતિ અવલેાકન મને એમ કહે છે કે વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ શ્વેતામ્બર પરપરામાં આકીની એ પરંપરાએ કરતાં વિશેષ પૂર્ણપણે અને વિશેષ યથા પણે સચવાઈ રહ્યું છે. મારા આ મંતવ્યની પુષ્ટિમાં હું અત્રે ટૂંકમાં આચાર, ઉપાસના અને શાસ્ત્ર એ ત્રણે અંશે ઉપર વિચારકાનુ ધ્યાન ખેંચીશ. ચિંતન અને દેશન અસ્તિત્વ ઐતિહાસિક નામથી ઓળખીએ. દિગંબર, શ્વેતામ્બર કે સ્થાનકવાસી કાઈ પણ ફિરકાની ધાર્મિક પ્રવૃત્તિ અને પ્રચારના ઇતિહાસ તપાસીશું તો આપણે એમ નહિ કહી શકીએ કે અમુક ફિરકાએ વીરપરંપરાના પ્રાણુસ્વરૂપ અહિંસાના સિદ્ધાંતને માળેા કર્યો છે કે તે સિદ્ધાંતના સમર્થન અને પ્રચારમાં પોતાથી ખનતું કરવામાં જરાય મચક આપી છે. આપણે એ સગૌરવ કબૂલ કરવું જોઈ એ કે અહિંસાના સમન અને તેના વ્યાવહારિક પ્રચારમાં ત્રણે ક્રિકાના અનુયાયીઓએ પાતપાતાની ઢબે એક જ સરખા ફાળો આપ્યા છે. તેથી અહિંસા સિદ્ધાંતની દૃષ્ટિએ મારા ઉપર્યુક્ત મતવ્યનું સમર્થાંન હું નથી કરતા, પણ એ જ અહિંસા તત્ત્વના પ્રાણ અને કલેવર સ્વરૂપ અનેકાંત સિદ્ધાંતની દૃષ્ટિએ મે પ્રસ્તુત પ્રશ્નની છણાવટ કરી છે. એ તા હરકાઈ અભ્યાસી જાણે છે કે ત્રણે ક્રિકાના દરેક અનુગામી અનેકાંત કે સ્યાદ્વાદ વાસ્તે એક જ સરખુ અભિમાન, મમત્વ અને આદર ધરાવે છે. તેમ છતાં પ્રસ્તુત પ્રશ્ન પરત્વે જોવાનું પ્રાપ્ત એ થાય છે કે એ અનેકાંતદૃષ્ટિ કયા ફિરકાના આચારામાં, ઉપાસનામાં અગર શાસ્ત્રોમાં વધારે પૂર્ણ પણે સચવાયેલી છે અગર સચવાય Page #340 -------------------------------------------------------------------------- ________________ વીરપર પરાનું અખંડ પ્રતિનિધિત્વ [ ૩૫ છે. જ્યાં લગી વાદવિવાદ, દાર્શનિક ચર્ચા, ઘનિક ખડન-મડન અને કલ્પનાજાળના સબંધ છે ત્યાં લગી તે અનેકાંતની ચર્ચા અને તેની પ્રતિષ્ઠા ત્રણે ક્રિકામાં એક જ સરખી ઇષ્ટ અને માન્ય છે. દા. ત. જડ કે ચેતન, સ્થૂલ કે સમ કાઈ પણ વસ્તુના સ્વરૂપના પ્રશ્ન આવે તે ત્રણે ફ્રિકાના અભિન્ન અનુયાયી ખીજા દાાનિકા સામે પોતાનું મંતવ્ય નિત્યાનિત્ય, ભેદાભેદ, એકાનેક આદિ રૂપે એક જ સરખી રીતે અનેકાંતદૃષ્ટિએ સ્થાપવાના; અથવા જગકર્તાને પ્રશ્ન આવે કે ક-પુનર્જન્મનો પ્રશ્ન આવે તોપણ ત્રણે ફ્રિકાના અભિન્ન અનુગામીએ એક જ સરખી રીતે પેાતાની અનેકાંતદૃષ્ટિ મૂકે. આ રીતે જૈનેતર દર્શના સાથેના વિચારપ્રદેશમાં વીરપર પરાના દરેક અનુગામીનું કાર્યાં અનેકાંતદૃષ્ટિની સ્થાપના પૂરતું ભિન્ન નથી, અધૂરું નથી કે એન્ડ્રુવસ્તુ પણ નથી. તેમ છતાં વીરપરંપરાના એ ત્રણે ફ્રિકામાં આચાર —ખાસ કરીને મુનિ આચાર અને તેમાંય મુનિ સંબંધી માત્ર વસ્ત્રાચારની બાબતમાં અનેકાંતષ્ટિનો ઉપયોગ કરી તપાસીશું તેા આપણને સ્પષ્ટ જણાશે કે કઈ પર્`પરામાં વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ સચવાઈ રહ્યું છે. ઉપાસના—ખાસ કરી સ્મૃતિ-ઉપાસનાને લઈ અનેકાંતષ્ટિએ તપાસીશું તેપણુ આપણને સમજાશે કે કઈ પરપરામાં અનેકાંતદષ્ટિને વારસો જાણે કે અજાણે વધારે અખંડપણે સચવાઇ રહ્યો છે. છેવટે આપણે શાસ્ત્રોના ત્રણેય ક્રિકાગત વારસાની દષ્ટિએ પણ પ્રસ્તુત પ્રશ્ન વિશે વિચારીશું, (૧) આધ્યાત્મિક વિકાસની વિવિધ ભૂમિકાને સ્પર્શ કરતા. જૈનત્વની સાધનાના સ્વતંત્ર વિચારથી તપાસતાં અગર ત્રણે ફ્રિકાના ઉપલબ્ધ સમગ્ર સાહિત્યનું એકંદર તેાલન કરતાં એ તે સ્પષ્ટ દીવા જેવું દેખાય છે કે મુનિવસ્રાચાર સંબધી સચેલ અને અચેલ બન્ને ધર્મોંમાંથી ભગવાન મહાવીર કે તેમના જેવા ઇતર મુનિઓના સમગ્ર જીવનમાં અગર તેા તેમના વનના મહત્ત્વના ભાગમાં અચેલ–ધમનું સ્થાન હતું. આ દૃષ્ટિએ નગ્નત્વ કે અચેલધર્મી, જે દિગ ંબર પરંપરાના મુખ્ય અંશ છે તે, સાચે જ ભગવાન વીરના જીવનના અને તેમની પરંપરાને પણ એક ઉપાય અંશ છે; પરંતુ પોતાના આધ્યાત્મિક સાધના–ક્ષેત્રમાં દરેક એવત્તું ખળ ધરાવતા યથાર્થ સાધકને સમાવેશવાની વીરની ઉદાર દૃષ્ટિ અગર વ્યવહારુ અનેકાંતદષ્ટિ વિચાર કરીએ, તો આપણને એ સ્પષ્ટ સમજાશે કે એ મહાવીર સર્વ સાધક અધિકારી વાસ્તે એકાન્તિક નગ્નત્વનેા આગ્રહ રાખી ધમશાસનને લેકગ્રાહ્ય પ્રચાર ઇચ્છી કે કરી ન જ શકે. તેમનાં પોતાનાં આધ્યાત્મિક અળ તે આદર્શ ગમે તેટલી પરાકાષ્ટાએ પહેોંચ્યાં હાય, છતાં તેમને જો પોતાનું ધર્મ શાસન પ્રચારવું કે ચિરજીવિત રાખવું ૨૦ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] દર્શન અને ચિંતન ઇષ્ટ હેય તે તેમણે પિતાની જાત પરત્વે ઉચ્ચતમ આદર્શ ને વ્યવહાર રાખીને પણ સહગામી કે અનુગામી બીજા સાધકે વાસ્તે (જે મૂળગુણમાં કે મૂલાચારમાં ઐક્યમય હેય તે) વસ્ત્ર, પાત્ર આદિસ્થલ વસ્તુઓ વિશે મર્યાદિત છૂટ મૂકે જ કે; અગર મધ્યમમાર્ગી નિયમન રાખે જ કે. મનુષ્ય સ્વભાવના, અનેકાન્ત દૃષ્ટિના અને ધર્મપંથ-સમન્વયના અભ્યાસી વાસ્તે એ તત્ત્વ સમજવું સહેલું છે. જો આ દષ્ટિ ઠીક હોય તે આપણે એમ કહી શકીએ કે ભગવાન વીરે પિતાના ધર્મશાસનમાં અચેલ-ધર્મને પ્રથમ સ્થાન આપીને પણ સાથે સાથ સચેલ-ધર્મને મર્યાદિત સ્થાન આપેલું. દિગંબર પરંપરા જ્યારે ખરા મુનિની શરત તરીકે નગ્નત્વને અકાન્તિક દાવો કરે છે ત્યારે તે વીરના શાસનના એક અંશને અતિ આદર કરવા જતાં બીજા સચેલ-ધર્મના અંશને અવગણી અનેકાંતદષ્ટિને વ્યાઘાત કરે છે. તેથી ઊલટું, શ્વેતાંબર કે સ્થાનકવાસી પરંપરા સએલ–ધર્મમાં માનવા છતાં, તેનું સમર્થન અને અનુસરણ કરવા છતાં, અચેલધર્મની અવગણના, અનાદર કે ઉપેક્ષા કરતી નથી, બલ્ક તે બન્ને પરંપરાઓ દિગંબરત્વના પ્રાણરૂપ અચેલ-ધર્મનું પ્રધાનપણું સ્વીકારીને જ અધિકારીવિશેષ પરત્વે સચેલ ધર્મની પણ અગત્યતા જુએ અને સ્થાપે છે. આ ઉપરથી આપણે ત્રણે ફિરકાઓની દૃષ્ટિ તપાસીશું તે સ્પષ્ટ જણાશે કે વસ્ત્રાચારની બાબતમાં દિગંબર પરંપરા અનેકાંતદષ્ટિ સાચવી શકી નથી. જ્યારે બાકીની બે પરંપરાઓએ વિચારણામાં પણ વસ્ત્રાચાર પરત્વે અનેકાંતદૃષ્ટિ સાચવી છે અને અત્યારે પણ તેઓ તે દૃષ્ટિને જ પિષે છે. ત્રણે ફિરકાના ઉપલબ્ધ સાહિત્યમાં અતિહાસિક દૃષ્ટિએ નિર્વિવાદપણે સૌથી વધારે પ્રાચીન મનાતા શ્વેતાંબરીય અંગ સાહિત્યમાં અને તેમાંય સૌથી વધારે પ્રાચીનતાના અંશે ધરાવનાર આચારાંગ સૂત્રમાં આપણે અચેલ અને સચેલ બને ધર્મોનું વિધાન જોઈએ છીએ. આ બન્ને વિધાનમાં એક પ્રથમનું અને બીજું પછીનું છે એમ માનવાને કશે જ પુરાવો નથી; તેથી ઊલટું અચેલ અને સચેલ ધર્મનાં બને વિધાન મહાવીરકાલીન છે એમ માનવાને અનેક પુરાવાઓ છે. આચારાંગમાંના ઉપરથી વિધી દેખાતાં એ બન્ને વિધાને એકબીજાની એટલાં નજીક છે તેમ જ એકબીજાનાં એવાં પૂરક છે અને તે બન્ને વિધાને એક જ ઊંડી આધ્યાત્મિક ધૂનમાંથી એવી રીતે ફલિત થયેલાં છે કે તેમાંથી એકનો લેપ કરવા જતાં બીજાનો છેદ ઊડી જાય અને પરિણામે બન્ને વિધાનો મિયાં ઠરે. તેથી એ આચારાંગના પ્રાચીન ભાગને દૃષ્ટિએ એતિહાસિક તપાસતાં પણ હું નિર્વિવાદપણે એવા નિશ્ચય ઉપર આવ્યો છું કે અચેલ-ધર્મની બાબતમાં વીરપરંપરાનું પ્રતિનિધિત્વ જે પ્રમાણમાં વિશેષ યથાર્થપણે અને વિશેષ અખંડ Page #342 -------------------------------------------------------------------------- ________________ વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ (૩૦૭ પણે સચવાયું હોય તે તે દિગંબર ફિરકામાં નહિ, પણ શ્વેતાંબર અને સ્થાનકવાસી ફિરકામાં છે. (૨) હવે આપણે ઉપાસનાની બાબત લઈવીરપરંપરાના પ્રતિનિધિત્વને પ્રસ્તુત પ્રશ્ન ચર્ચાએ. એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે વીરપરંપરાના અનેક મહત્વના અંશમાં મૂર્તિ-ઉપાસનાને પણ સ્થાન છે. આ ઉપાસનાની દૃષ્ટિએ સ્થાનકવાસી ફિરકે તે વીરપરંપરા–બહિષ્કૃત જ છે, કારણ કે તે આમિક પરંપરા, યુક્તિવાદ, આધ્યાત્મિક ગ્યતા અને અનેકાન્દષ્ટિ એ બધાનો ઈન્કાર કરી એક યા બીજા કોઈ પણ પ્રકારની મૂર્તિ–ઉપાસનામાં માનતો નથી. તેથી ઉપાસનાની બાબતમાં શ્વેતાંબર અને દિગંબર બે ફિરકા વચ્ચે જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. એમાં સંદેહ નથી કે દિગંબર--પરંપરાસંમત નગ્ન મૂર્તિની ઉપાસના વીતરાગવની સગુણ ઉપાસના વાતે વધારે બંધબેસતી અને નિરાબર હાઈ વધારે ઉપાદેય પણ થઈ શકે, પરંતુ આ બાબતમાં પણ દિગંબર પરંપરાનું માનસ, વિચારણે અને વ્યવહારની દૃષ્ટિએ, અકાન્તિક જ છે. શ્વેતામ્બર પરંપરાના આચાર-વિચાર અને ચાલુ પુરાતન વ્યવહારને તપાસીશું તે આપણને જણાશે કે એણે વિચારમાં કે વ્યવહારમાં નગ્ન મૂર્તિને ઉપાસનામાંથી બહિષ્કાર કર્યો જ નથી. તેથી ઘણું જૂના વખતથી અત્યારલગીના શ્વેતાંબરીય પંથની ભાલિકીનાં મંદિરે કે તીર્થોમાં નગ્ન મૂર્તિનું અસ્તિત્વ, તેનું પૂજન-અર્ચન નિર્વિરોધપણે ચાલતું આપણે જોઈએ છીએ. અલબત્ત, શ્વેતાંબર પરંપરામાં સવસ્ત્ર અને સાલંકાર મૂર્તિનું સ્થાન છે, અને જેમ જેમ બને ફિરકાઓ વચ્ચે અથડામણ વધતી ગઈ તેમ તેમ શ્વેતાંબર પરંપરામાં ઉત્તરોત્તર સવસ્ત્ર અને સાલંકાર મૂર્તિની જ પ્રતિષ્ઠા વધતી ચાલી છે; પણ મથુરામાંથી નીકળેલી શ્વેતાંબરીય આચાર્યના નામોથી અંકિત નગ્ન મૂર્તિઓ અને ત્યારપછીના અનેક સૈકાઓ દરમિયાન પણ ચાલુ રહેલી નગ્ન મૂર્તિની શ્વેતામ્બરીય પ્રતિષ્ઠાને વિચાર કરતાં એ ચેખું લાગે છે કે શ્વેતાંબર પરંપરા આધ્યાત્મિક ઉપાસનામાં નગ્ન મૂર્તિનું મૂલ્ય યથાવત આંકતી આવી છે. આથી ઊલટું, દિગંબર પંથની માલિકીનું કેઈ પણ મંદિર કે તીર્થ લો, તે તેમાં નગ્ન મૂર્તિ સિવાય સાદાં અને દિગંબરત્વની વધારે નજીક હોય એવાં નિરાડંબર વસ્ત્રાંશ ધારણની મૂર્તિને પણ અકાન્તિક બહિષ્કાર જ હશે. એ પરંપરાનાં શાસ્ત્રો પણ એકાન્તિકપણે નગ્ન મૂર્તિના જ સમર્થક હોઈ આખી દિગંબર પરંપરાનું માનસ પ્રથમથી અત્યાર લગી એક જ રીતે ઘડાયેલું છે કે જે મૂર્તિ નગ્ન ન હોય તે માનવી કે પૂજવી એગ્ય નથી, જ્યારે પ્રથમથી જ શ્વેતાંબર પરંપરાને આ વિશે વારસ ઉદાર રહેલું હોય એમ લાગે છે. તેથી એ જિનમૂર્તિની Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] દર્શન અને ચિંતન ઉપાસનાનો અનૈકાનિક આગ્રહ દિગંબર પરંપરા જેટલું જ રાખવા ક્તાં મૂર્તિના સ્વરૂપ વિશે દિગંબર પરંપરાની પેઠે એકાન્તિક બની નથી. (અલબત્ત છેલ્લી શતાબ્દી કે શતાબ્દીઓમાં વેતામ્બર માનસ અને વ્યવહાર પણ પ્રત્યાઘાતી વૃત્તિ ધરાવતાં, છેક જ દિગંબર મંતવ્ય કરતાં સામી બાજુએ જતાં અને પિતાની પૂર્વપરંપરા ભૂલી જતાં દેખાય છે, એ કબૂલ કરવું જોઈએ.) બુદ્ધિ અને તર્કથી સતાં પણ એમ લાગે છે કે તદ્દન નગ્ન અને નગ્નપ્રાય–બન્ને પ્રકારની મૃતિઓ ઉપાસનાને અનુકૂળ છે, નહિ કે કોઈ એક જ પ્રકારની. તેથી મૂર્તિ સ્વરૂપ વિશેની પરાપૂર્વથી ચાલી આવતી કલ્પનાને વિચાર કરતાં અને તેને ઉપાસનાગત અનેકાન્તદષ્ટિ સાથે મેળ બેસાડતાં એમ સ્પષ્ટ લાગે છે કે એકાન્ત મન મૂર્તિને આગ્રહ રાખવામાં વીરપરંપરાનું પ્રતિનિધિત્વ ખંડિત થઈ જાય છે, કારણ કે, તે આગ્રહમાં શ્વેતામ્બરીય કલ્પનાનો સમુચિત પણ સમાવેશ થતો નથી, તેથી ઊલટું, તાંબરીય નગ્ન અને નગ્નપ્રય મૂર્તિની કલ્પનામાં દિગંબર પરંપરાની એકપક્ષીય માન્યતાને પણ રૂચિ અને અધિકારભેદે પૂર્ણ સમાવેશ થઈ જાય છે. ( ૩ ) પ્રસ્તુત પ્રશ્ન પર છેલ્લી બાબત શાસ્ત્રોની છે અને તે જ સૌથી વધારે અગત્યની છે. ત્રણે ફિરકાઓ પાસે તિપિતાનું શાસ્ત્ર-સાહિત્ય છે. સ્થાનકવાસી અને વેતાંબર-એ બે ફિરકાઓને કેટલુંક આગમિક સાહિત્ય તે, સાધારણ છે, જ્યારે એ ઉભય ફિરકામાન્ય સાધારણ આગમિક સાહિત્યને દિગમ્બર ફિરકે માનતો જ નથી. તે એમ કહે છે કે અસલી આગમિક સાહિત્ય ક્રમે ક્રમે લેખ બદ્ધ થયા પહેલાં જ અનેક કારણથી નાશ પામ્યું. આમ કહી તે સ્થાનકવાસી–વેતાંબર ઉભયમાન્ય આગમિક સાહિત્યને બહિષ્કાર કરે છે, અને તેના સ્થાનમાં તેની પિતાની પરંપરા પ્રમાણે ઈસ્વીસનના બીજા સકાથી રચાયેલા મનાતા અમુક સાહિત્યને આગમિક માની તેને અવલંબે છે. અહીં પ્રશ્ન એ છે કે જે ઈસ્વીસનના પહેલા બીજા સૈકાથી માંડી રચાયેલા ખાસ દિગંબર સાહિત્યને તે ફિરકાના આચાર્ય અને અનુયાયીઓએ જીવિત રાખ્યું તો તેમણે પોતે જ અસલી આગમ સાહિત્યને સાચવી કેમ ન રાખ્યું ? અસલી આગમ સાહિત્યના સર્વથા વિનાશક કારણોએ તે ફિરકાના નવીન અને વિવિધ વિસ્તૃત સાહિત્યનો સર્વથા વિનાશ કેમ ન કર્યો? એમ તે કહી જ નહિ શકાય કે દિગંબર ફિરકાએ જુદાં ખાસ રચેલ શાસ્ત્રોના સમય પહેલાં જ એ વિનાશક કારણો હતાં અને પછી એવાં ન રહ્યાં; કારણ કે, એમ માનવા જતાં એવી કલ્પના કરવી પડે કે વીરપરંપરાના અસલી આગમિક સાહિત્યને સર્વથા વિનાશ કરનારાં બળોએ સમાન ક્ષેત્ર અને સમાન કાળમાં હૈયાત બ્રાહ્મણ અને દ્ધ અસલી સાહિત્ય કે તે વખતે રચાતા સાહિત્ય ઉપર વિના Page #344 -------------------------------------------------------------------------- ________________ વીપર ધરાનું અખંડ પ્રતિનિધિત્વ [ ૩૦૯ શક અસર ન કરી અને કરી હોય તે! તે નામમાત્રની. આ કૅમ્પના માત્ર અસંગત જ નથી, પણ અનૈતિહાસિક સુધ્ધાં છે. ભારતવર્ષના કાઈ પણ ભાગમાં વર્તમાન કે રચાતા સાહિત્ય વિશે એવાં પક્ષપાતી વિનાશક ખળે! કચારેય ઉપસ્થિત થયાના ઇતિહાસ પ્રાપ્ત નથી થતો કે એ ખળાએ માત્ર જૈન સાહિત્યને સથા વિચ્છેદ કર્યો હોય અને બ્રાહ્મણુ તેમ જ બૌદ્ધ સાહિત્ય ઉપર દયા દાખવી હોય. આ અને આના જેવી બીજી કેટલીયે અસંગતિ આપણને એમ માનવા પ્રેરે છે કે વીરપર પરાનું અસલી સાહિત્ય ( ભલે તેના બંધારણમાં, ભાષાસ્વરૂપમાં અને વિષયચર્ચામાં કાંઈક ફેરફાર કે ઘટાડા-વધારા થયા તાય ) વસ્તુતઃ નાશ ન પામતાં અખંડ રીતે હૈયાત જ રહ્યું છે. આ દૃષ્ટિએ જોતાં એ અસલી સાહિત્યના વારસા દિગબર ફિરકા પાસે નથી, પણ શ્વેતાંબર અને સ્થાનકવાસી એ બે ફિરકા પાસે છે. સ્થાનકવાસી ફિરકેમાં કેટલુંક અસલી આમિક સાહિત્ય ધરાવે છે, પણ તે ડાળ, શાખા, પાંદડાં અને ફૂલ કે ફળ વિનાના એક મૂળ કે થડ જેવું છે અને તે મૂળ કે થર્ડ પણ તેની પાસે અખંડિત નથી. એ પણ ખરું છે કે શ્વેતાંબર પરંપરા જે આગનિક સાહિત્યને વારસો ધરાવે છે તે પ્રમાણમાં દિગંબર પરંપરાનાં સાહિત્ય કરતાં વધારે અને ખાસ અસલી છે તેમ જ સ્થાનકવાસી આગનિક સાહિત્ય કરતાં એ વિશેષ વિપુલ અને સમૃદ્ધ છે, છતાં તે અત્યારે જેટલું છે તેમાં જ બધું અસલી સાહિત્ય મૂળ રૂપમાં જ સમાઈ જાય છે એમ કહેવાને આરાય નથી. સ્થાનકવાસી ફ્રિકાએ અમુક જ આગમે! માન્ય રાખી તે સિવાયનાંને માન્ય ન રાખવાની પહેલી ભૂલ કરી. બીજી ભૂલ આગમિક સાહિત્યના અખંડિત વિકાસને અને વીરપર પરાને પોષતી નિયુક્તિ આદિ ચતુરંગીના અસ્વીકારમાં એણે ફરી અને છેવટની અક્ષમ્ય ભૂલ એ ફિરકાના મુખ્યપણે ક્રિયાકાંડના સમર્થનમાંથી ફલિત થયેલ ચિંતન-મનનના નાશમાં આવી જાય છે. જે સૈકા દરમિયાન ભારતવર્ષમાં આશ્રયજનક દાર્શનિક ચિંતન, મનન અને તાર્કિક રચનાઓ ધાધલ થતી હતી એ જમાનામાં શ્વેતામ્બર અને દિગંબર વિદ્વાનો પણ એ અસરથી મુક્ત રહી ન શકયા અને તેમણે થાડા પણ સમથ ફાળા જૈન સાહિત્યને અર્ષ્યા, તે જ જમાનામાં શરૂ થયેલ અને ચામેર વિસ્તરેલ સ્થાનકવાસી ફ્રિકાએ દાનિક ચિંતન-મનનની દિશામાં અને તાર્કિક કે બીજા કાઈ પણ યોગ્ય સાહિત્યની રચનામાં પેાતાનુ નામ નથી નોંધાવ્યું-એ વિચાર ખરેખર સ્થાનકવાસી ફિરકા માટે નીચુ જોવડાવ નાર છે. આ બધી દૃષ્ટિએ સ્થાનકવાસી ફિરકાને વીરપર પરાનું અખંડ પ્રતિ નિધિત્વ અગર તેા અપેક્ષાકૃત વિશિષ્ટ પ્રતિનિધિત્વ ધરાવનાર કહી ન શકાય. તેથી હવે બાકીના એ ફિરકા વિશે જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] દર્શન અને ચિંતન " આપણે ઉપર જોઈ ગયા કે દિગંબર ફિરકાએ અસલી આગમિક સાહિત્યને અવગણવામાં, તેને બહિષ્કાર કરવામાં માત્ર વિદ્યાના કેટલાક અંશે ગુમાવવા પૂરતી જ ભૂલ નથી કદી, પણ એ સાથે એણે વીરપરંપરાના ઘણા આચાર અને વિચારેને વારસો પણ ગુમાવ્યા છે. આગમિક સાહિત્ય છોડવા સાથે એના હાથમાંથી પંચાંગીના પ્રવાહને સાચવવા, રચવા અને પોષવાનો સોનેરી અવસર જ ચાલ્યો ગયે. એ તે એક અબાધ્ય સત્ય છે કે મધ્યકાળમાં કેટલીક શતાબ્દીઓ દરમિયાન માનનીય દિગંબર ગંભીર વિદ્વાનોના હાથથી રચાયેલ દાર્શનિક, તાર્કિક અને અન્ય પ્રકારનું વિવિધ સાહિત્ય એવું છે કે તે માત્ર હરકોઈ જૈનને જ નહિ પણ હરકોઈ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસીને માન ઉત્પન્ન કરે તેવું છે, તેમ છતાં ઐતિહાસિક દષ્ટિએ એ કબૂલ કરવું જોઈએ કે જે દિગંબર પરંપરાએ આગમિક અને પંચાંગી સાહિત્ય સાચવી, તેનું સંવર્ધન અને વ્યાખ્યાન કે વિવરણ પિતાની જ ઢબે કર્યું હોત તે એ પરંપરાના ગંભીર વિદ્વાનોએ ભારતીય સાહિત્ય અને જૈન સાહિત્યને એક સંમાનવર્ધક ભેટ આપી હેત. ખેર, આ ઉપરથી એકંદરે મારે અભિપ્રાય કેવળ ઐતિહાસિક દૃષ્ટિએ પણ એ બધા છે કે શાસ્ત્રોની બાબતમાં વરપરંપરાનું જે કાંઈ પણ અખંડ પ્રતિનિધિત્વ આજે જોવા મળતું હોય તે તે શ્વેતાંબર પરંપરાને જ આભારી છે. હું જ્યારે દિગંબર પરંપરાની પુષ્ટિ અને તેના સમન્વયની દૃષ્ટિએ પણ તાંબરીય પંચાંગી સાહિત્ય જોઉં છું ત્યારે મને ચખું લાગે છે કે એ સાહિત્યમાં દિગંબર પરંપરાને પિષક થાય એવી અખૂટ સામગ્રી છે. અમુક મુદ્દા પર મતભેદ થતાં, તેને એકન્તિક આગ્રહનું રૂપ અપાતાં જે હાનિ દિગંબર પરંપરાને ઉઠાવવી પડી છે તેને ખ્યાલ એ પંચાંગી સાહિત્યને તટસ્થભાવે વાંચ્યા સિવાય આવી ન શકે. જો એ સાહિત્યમાંનાં અમુક વિધાન દિગબરે પરંપરાને બંધબેસતાં આવે તેમ ન હતું, તે તે પરંપરાના વિદ્વાને, એ વિધાને વિશે–એ સાહિત્યને છોડ્યા સિવાય પણ, જેમાં બ્રાહ્મણ અને બૌદ્ધ પરંપરામાં બન્યું છે અને જેમ એક જ તત્ત્વાર્થ ગ્રન્થને સ્વીકારી તેની જુદી જુદી વ્યાખ્યામાં બન્યું છે તેમ–વિવિધ ઉહાપોહ કરી શકતા હતા અથવા તે ભાગને, સ્વામી દયાનન્દ સ્મૃતિ પુરાણ આદિમાંના અનિષ્ટ ભાગને પ્રક્ષિપ્ત કહ્યો છે તેમ પ્રક્ષિપ્ત કહી, બાકીના સમગ્ર પંચાંગી ભાગને સત્કારી, પરંપરાનું પ્રતિનિધિત્વ મૂળ રૂપમાં કાંઈક વિશેષ સાચવી શક્યા હતા. દિગંબર પરંપરાનું સમગ્ર માનસ એવું એક તરફી ઘડાયેલું દેખાય છે કે તેને જિજ્ઞાસા અને વિદ્યોપાસનાની દૃષ્ટિએ પણ પંચાંગી સાહિત્ય જેવા કે વિચારવાની વૃત્તિ Page #346 -------------------------------------------------------------------------- ________________ વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ [ ૩૧૧ થતી જ નથી, જ્યારે શ્વેતામ્બરીય માનસ પ્રથમથી જ ઉદાર રહ્યું છે. આના પુરાવાઓ આપણે સાહિત્યરચનામાં જોઈએ છીએ. એક પણ દિગંબર વિદ્વાન એવો નથી જાણો કે જેણે બ્રાહ્મણ-બૌદ્ધ ગ્રન્થ ઉપર લખવાની વાત તે બાજુએ રહી, પણ શ્વેતાંબરીય આગમિક સાહિત્ય કે બીજા કોઈ દાર્શનિક કે તાર્કિક શ્વેતામ્બરીય સાહિત્ય ઉપર કાંઈ લખ્યું હોય. તેથી ઊલટું, દિગંબર પરંપરાનું પ્રબળ ખંડન કરનાર અનેક સાંપ્રદાયિક શ્વેતાંબરીય આચાર્યો અને ગંભીર વિદ્વાને એવા થયા છે કે જેમણે દિગમ્બરીય ગ્રન્થો ઉપર આદર સાથે મહત્ત્વપૂર્ણ ટીકાઓ લખી છે. એટલું જ નહિ, પણ પુસ્તકસંગ્રહની દષ્ટિએ પણ દિગંબર પરંપરાનું માનસ શ્વેતાંબર પરંપરાના માનસ કરતાં પ્રથમથી જ ભારે સંકીર્ણ રહ્યું છે. એના પુરાવાઓ જુના વખતથી અત્યાર લગીના બંને ફિરકાઓના પુસ્તકભંડારની યાદીમાં પદે પદે નજરે પડે છે. આ બધું હું કઈ એક પરંપરાના અપકર્ષ કે બીજી પરંપરાના ઉત્કર્ષની દૃષ્ટિએ નથી લખત; કારણ કે, મારા આ લખાણમાંથી જે પરંપરા પિતાને ઉત્કર્ષ ફલિત કરી બીજાના અપકર્ષમાં જ રાચવા માગે તે પરંપરાને પણ બીજી બાબતોમાં સપ્રમાણુ અપકર્ષ બતાવી શકાય. મારું પ્રસ્તુત લેખન માત્ર સમત્વની દષ્ટિએ છે. એમાં ઊણપને ઊણપ માનવા જેટલું સ્થાન છે, પણ કઈ પ્રત્યે અવગણના કે લઘુત્વદૃષ્ટિ પિષવા સ્થાન નથી. ચિરકાળથી પિવાયેલ ફિરકાવાસિત માનસને બદલાનું કામ નદીના પ્રવાહને બદલવા જેવું એક રીતે અઘરું છે, તેમ છતાં એ અશક્ય નથી. વર્તમાન સમયના વિદ્યા અને જિજ્ઞાસાનાં બળે ઈષ્ટ દિશામાં પુરજોશથી પ્રેરી રહ્યાં છે. જે કાર્ય ભારે ભાગ આપ્યા પછી અગર બદલે વાળી ન શકાય એવી હાનિ ઉઠાવ્યા પછી કરવું જ પડે તે કામ પ્રથમથી ચેતી વખતસર કરવામાં આવે તે એમાં મનુષ્યત્વની શેભા છે. હું એમ માનું છું કે એક પણ ક્ષણને વિલંબ કર્યા સિવાય સ્થાનકવાસી ફિરકાએ પિતાની ગત ભૂલ સુધારી આગળ વધવું જોઈએ, અને હું એમ પણ માનું છું કે સમર્થ તેમ જ નિર્ભય શુદ્ધ વિદ્યોપાસક દિગંબર વિદ્વાનોએ વારસાગત માનસ બદલી, દિગંબર જ કાયમ રહ્યા છતાં, વીરપરંપરાને પ્રમાણમાં વિશેષ અને અખંડપણે વ્યક્ત કરનાર આગમિક તેમ જ પંચાંગી સાહિત્યનું અવલેકન કરી તેને પિતાની પરંપરાના સાહિત્ય સાથે મેળ બેસાડે અગર તે દ્વારા પિતાના સાહિત્યની પૂતિ કરવી. એમ ન કરતાં જેમ તેઓ અત્યાર લગી એકદેશીય રહ્યા છે તેમ રહેશે તે તેમને વાસ્તે કઈ વ્યાપક કે સાર્વજનિક ક્ષેત્રમાં વરપરંપરાના Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] દર્શન અને ચિંતન પ્રતિનિધિ તરીકે ભાગ્યે જ સ્થાન રહેશે. એ દષ્ટિએ વિદ્વાન અને અતિહાસિકમાં તેમની પ્રતિષ્ઠા ભાગ્યે જ બંધાશે. શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરને કોઈ અન્તઃસ્કુરણ એવી થઈ કે તેમનું જિજ્ઞાસુ માનસ સ્થાનકવાસી ફિરકાના અલ્પમાત્ર આગમિક સાહિત્યમાં સતુષ્ટ ન રહી શક્યું. તેઓ ઈચ્છત તે સ્થાનકવાસી ફિરકે છોડી દિગબર ફિરકાને અપનાવી, તેમાં પણ પ્રતિષ્ઠા મેળવી, કાંઈક વધારે પ્રમાણમાં જિજ્ઞાસા સોશી, વિદ્યોપાસના દ્વારા વી પરંપરાનું સમર્થન કરી શક્ત; પણ મને એમ લાગે છે કે એ સૂરિના ભવ્ય અને નિર્ભય આત્મામાં કોઈ એ બનિ ઊડ્યો કે તેણે તેમને વીરપરંપરાનું અપેક્ષાકૃત અખંડ પ્રતિનિધિત્વ ધરાવનાર ફિરકા તરફ જ ધકેલ્યા, અને આપણે જોઈએ છીએ કે એમણે જિંદગીનાં ડાં વર્ષોમાં, ખાસ કરી છેલા ભાગનાં અમુક જ વર્ષોમાં, આખું જૈન સાહિત્ય મથી નાખ્યું, તેમાંથી નવનીત તારવ્યું જે તેમના જ શબ્દોમાં વિદ્યમાન છે. શ્વેતાંબર ફિરકે, આચાર, ઉપાસના અને શાસ્ત્રોની દષ્ટિએ બીજા બે ફિરકાઓ કરતાં વીરપરંપરાની વધારે નજીક છે એ વાતની અગર વિજયાનંદસૂરીશ્વરે સ્વીકારેલ શ્વેતામ્બરીય પરંપરાના ચડિયાતાપણાના ખ્યાલથી જે કોઈ સામ્પ્રદાયિક શ્વેતાંબર ગૃહસ્થ કે સાધુ ફુલાઈ સહેજ પણ બીજા ફિરકાઓ તરફ તુર્વ કે અવગણના પિષતી અભિમાનવૃત્તિ સેવશે તો તે સત્ય ચૂકશે કારણ કે, શ્વેતાંબર માનસ અગેક્ષાકૃત ગમે તેટલું ઉદાર રહ્યું હોય, છતાં એની વિદ્યોપાસના પણ આજકાલની દૃષ્ટિએ બહુ જ એકદેશીય અને અલ્પસંતુષ્ટ છે; એ નથી તે ઉદાર અને વ્યાપકપણે સમગ્ર બ્રાહ્મણ પરંપરા અવગાહતું કે નથી સમગ્ર બૌદ્ધ પરંપરા અવગાહતું. બેતામ્બર પરંપરાના ભૂતકાલીન ઈતિહાસ અને વર્તમાન જવાબદારીને વિચાર કરું છું ત્યારે તેના જ નહીં અને અલ્પ સંતુષ્ટ માનસને કંઈક કહેવાનું મન થઈ જાય છે. હું અત્યારના ધુરીણુ ગણાતા સમગ્ર શ્વેતાંબર આચાર્યો અને વિદ્વાનને નમ્રભાવે એટલું જ અંતમાં કહેવા ઈચ્છું છું કે શ્રીમાન આત્મારામજીએ પ્રારંભેલી અને અધૂરી મૂકેલી વિદ્યોપાસનાને વર્તમાન વિશેષ કીમતી સાધને અને સુલભ સગવડો દ્વારા લંબાવી અત્યારના ઉતતર ધરણને બંધબેસે એવી રીતે વિકસાવે. –શ્રી આત્મારામજી શતાબ્દી ગ્રંથ, ૧૯૩૬. Page #348 -------------------------------------------------------------------------- ________________ ભગવાન નેમિનાથ અને કૃષ્ણ [ ૧૦ ] નેમિનાથ અને રાજીમતી વિશે જૈનો ઘણું જાણતા હશે. નાનાં બાળકા પણ કઈ ને કઈ તા ાણતાં હશે, છતાં મને આ વિષય ઉપર કંઈક કહેવાનું મન થયું છે. હું બનારસમાં હતા ત્યારે દુષ્કાળના ખારા છાપામાં વાંચતા અને ઢેરાના મરવાના ખારા સાંભળીને મને અતિશય ઉકળાટ થતા હતા. માણસા ત મરે છે, છતાં આપણું ધ્યાન મૂંગા ઢોર પ્રત્યે વધુ ખેંચાય છે. એ વખતે હુ હેમચન્દ્રાચાય ઉપરના એક પુસ્તકની અંગ્રેજી પ્રસ્તાવના સાંભળતા હતા, ત્યારે તેમિનાથનો ઉલ્લેખ આપ્યા. એટલે મને ત્યારથી આ વિષય ઉપર ખેલવાના વિચાર આવ્યા હતા. નેમિનાથ વિશે તમે કાંઈ કહો ત્યારે તમારે કૃષ્ણ વિશે પણ જાણવું જોઈએ. નેમિનાથ અને કૃષ્ણ એ એને આપણા આદર્શો તરીકે રાખીએ તો આપણે આખી આસસ્કૃતિ સમજ્યા છીએ એમ કહેવાય. એ બન્નેને જન્મ યદુકુળમાં થયા હતા. નેમિનાથને જન્મ આજથી છાશી હજાર વર્ષ પહેલાં થયા હતા એમ જૈન પરંપરા કહે છે. બ્રાહ્મણપર પરા કૃષ્ણના જન્મ પાંચ હજાર વર્ષો પહેલાં થયા એમ કહે છે. જો નેમિનાથ અને કૃષ્ણ કાકાના દીકરા ભાઈ હોય તો આ જૈન પર પરાને ખ્યાલ ભૂલભરેલા ગણવા જોઈ એ. મને લાગે છે કે નેમિનાથ છાશી હજાર વર્ષ પહેલાં નહિ, પણ પાર્શ્વનાથથી ઘેાડા સમય પહેલાં જ થઈ ગયા હૈાવા જોઈ એ. એટલે સમયની આખતમાં જૈન પરપરા ઉપર બહુ ભાર મૂકવા જેવું મને લાગતું નથી. યદુવંશ એ મથુરાની આસપાસ ફૂલ્યોફાલ્યા હતા. વસુદેવના પુત્ર કૃષ્ણ અને વસુદેવના ભાઈ સમુદ્રવિજયના પુત્ર એ નેમિનાથ. જૈન પર પરામાં નેમિનાથની સાથે કૃષ્ણનું પણુ બધુ વર્ષોંન આવે છે. બ્રાહ્મણુ પરંપરામાં કૃષ્ણનું વર્ણન ઘણું છે, છતાં તેમાં નેમિનાથનો ઉલ્લેખ પણ નથી એ આશ્ચય ઉપાવે તેવી વાત છે. મથુરામાં કૃષ્ણ ઉપર આફત આવતાં તે નવી રાજધાની દ્વારિકામાં સ્થાપે છે. નેમિનાથના ઉછેર અને જીવાની દ્વારિકામાં થયા હોય તેમ જણાય Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] દર્શન અને ચિંતન. છે. નેમિનાથ અને રાજુમતીનું જીવન એ જૈન પરંપરાની ત્યાગવૃત્તિને નમૂને છે. તેઓ પરણવા ઈચ્છતાં નહેતાં, છતાં બીજાની સમજાવટથી પરણવા તૈયાર થાય છે. લગ્ન વખતે કતલ થનારાં જાનવરે જેઈને નેમિનાથને અત્યંત કરુણા અને કંપારી છૂટે છે, અને પશુવધનો ખ્યાલ આવતાં તેઓ લગ્નમંડપ છોડીને ગિરનારમાં તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા જાય છે. રાજુમતી એ કંસની બહેન અને ઉગ્રસેન રાજાની પુત્રી. રાજુમતીને નેમિનાથ વિશે ખબર પડતાં તે પણ સંસાર છોડીને ચાલી નીકળે છે અને તપ કરતી વખતે નેમિનાથના ભાઈ રથનેમિ, જેઓ સાધુ થયા હતા અને જે રાજુમતીના રૂપમાં લેભાય છે, તેમને સદુપદેશ આપી સ્થિર કરે છે. ત્યાર પછી નેમિનાથ અને રાજુમતી સદુપદેશ કરતાં ફરે છે. આપણું ધર્મપરંપરામાં સાધુ અને સાધ્વીનું જે સ્થાન છે તેના નમૂના રૂપે તેમનું જીવન વ્યતીત થયું હતું. તેઓ ઐતિહાસિક પાત્રો હોય કે ન હોય, તો પણ લેકેના ચિત્તમાં એટલા બધા વસી ગયા છે કે તેઓ હતા જ એમ મનાય છે. કૃષ્ણ વિશેનું સાહિત્ય એટલું વિશાળ છે, તેને લગતાં ગીત સંસ્કૃત અને પ્રાકૃતમાં એટલાં બધાં છે કે જે એ બધાંને સંગ્રહ કર્યો હોય તે એ જ એક મોટું મહાભારત થઈ જાય. જેનો પણ કૃષ્ણને નેમિનાથના સમાન એક ભાવી તીર્થકર તરીકે ઓળખે છે, પણ જે આપણે બન્નેના ચરિત્રને વધુ સમજીએ તે આપણને સાચું રહસ્ય માલૂમ પડશે. પશુઓની હિંસાના ખ્યાલથી દુઃખિત થઈને નેમિનાથ સાધુ થાય છે. રાજુ મતી નેમિનાથના રાગથી નહિ, પણ ખરા ત્યાગથી પ્રેરાઈને સાધ્વી થાય છે. રથનેમિની ચંચળ ચિત્તવૃત્તિનું સંયમમાં પરિવર્તન કરાવે છે. ઋગ્વદમાં યમ અને યમી એ બે ભાઈબહેનેનું વર્ણન છે, જેમાં યમીને લગ્ન કરવાની ઈચ્છા થાય છે પણ તેનો ભાઈ યમ તેને સંયમમાં સ્થિર કરે છે. નેમિનાથ અને રાજુમતીના. જીવનના આ પ્રસંગે નાના છતાં ઘણું મહત્વના છે. જેના આદર્શમાં જે સંતને–ત્યાગને આદર્શ છે તેનું આપણને નેમિનાથ અને રાજુમતીના જીવનમાં દર્શન થાય છે. કૃષ્ણ ગીતાને ખરેખર બોધ કર્યો હોય કે તેના પછી તેને નામે બીજા કાઈયે લખી હોય, પણ તે અત્યંત જીવનસ્પશી છે અને તેમાં વૈદિક સંસ્કૃતિને સાર આવી જાય છે. તેથી આજે તે ધર્મસાહિત્યમાં સર્વ શ્રેષ્ઠસ્થાન ભેગવે છે. નેમિનાથના જીવનમાં જે પ્રસંગ આવે છે તેથી જુદો પ્રસંગ કૃષ્ણના જીવનમાં આવે છે. અતિવૃષ્ટિથી પીડાતાં જાનવરોને તેમણે ગોવર્ધન પર્વત Page #350 -------------------------------------------------------------------------- ________________ ભગવાન નેમિનાથ અને કૃષ્ણ [૩૧૫ દ્વારા બચાવ્યા અને આજે પણ ઠેર ઠેર ગોશાળાએ બ્રાહ્મણ સંસ્કૃતિના અનુયાયીઓ તરફથી ચાલે છે. આ શાળામાં મોટે ભાગે ગાયો જ હોય છે. બીજા પ્રાન્તમાં ગાય માટે રક્ષણની વ્યવસ્થા છે, પણ ગાયે ઉપરાંત બીજાં પ્રાણીઓના રક્ષણની પણ વ્યવસ્થા ગુજરાતમાં આપણે વધુ જોઈએ છીએ, અને તેનું કારણ નેમિનાથને બંધ હોય તેમ જણાય છે. એટલે આપણે કૃષ્ણને ગોરક્ષક અને નેમિનાથને પશુરક્ષક તરીકે ઓળખાવી શકીએ. કૃષ્ણને સંબંધ ગેપાલન–ગોવર્ધન સાથે જોડવામાં આવ્યો છે, તેવી જ રીતે નેમિનાથને સંબંધ પશુરક્ષણ અને પશુપાલન સાથે જોડવામાં આવ્યો છે. તેની સાબિતીઓ કાઠિયાવાડમાં અને ગિરનાર ઉપર મળે છે. નેમિનાથને કાંઈ જ સંબંધ વ્યવહારમાર્ગ અર્થાત પ્રવૃત્તિમાર્ગની સાથે ન હોય તેમ લાગે છે. ત્યાગ કર્યા પછી જે તેમની પાસે આવે તેમને માટે તેમના જીવનમાં ઘણું છે, જ્યારે કૃષ્ણનું આખું જીવન વ્યવહારપૂર્ણ છે. સંસારમાં રહ્યા છતાં સંસારથી અલિપ્ત રહેવાને બોધ તેમના જીવનમાંથી જડે છે. હિંદમાં નેમિનાથ અને કૃષ્ણના બે આદર્શોમાં આપણું આર્યસંસ્કૃતિની રજૂઆત થાય છે. આર્યસંસ્કૃતિમાં હીનયાન અને મહાયાન એવા બે આદર્શ છે. હીનયાન આદર્શ પિતા પૂરતું જ પર્યાપ્ત છે. પિતાનું કલ્યાણ કરતાં બીજાનું કલ્યાણ થઈ જાય તે ભલે, પણ ખાસ તે તે પિતા માટે છે; જ્યારે મહાયાન આદર્શ સર્વ લેકોના કલ્યાણને પહેલું સ્થાન આપે છે. જેમાં હીનયાનને વધુ પસંદગી આપવામાં આવી હોય તેમ જણાય છે, જ્યારે બ્રાહ્મણ લેકેએ મહાયાનના આદર્શને પણ સ્વીકાર્યો છે. કૃષ્ણના જીવનમાં સુદામાની વાત આવે છે. વૈભવે ભોગવવા છતાં પિતે અલિપ્ત રહે છે. સમરાંગણમાં પણ તે તટસ્થભાવે રહે છે. પણ આ બન્ને આદર્શોને અલગ પાડવાથી આપણે ઘણું વેર્યું છે. બ્રાહ્મણ અને જેને એ પરસ્પરના મહાન પુરુષો વિશે કેટલું ઓછું જાણ્યું છે ? હીનયાની અને મહયાની આદર્શો જે આજે ક્ટા પડી ગયા છે તે બરાબર નથી. ભારતીય સંસ્કૃતિને જે આપણે સમજવા માગતા હોઈએ તે નેમિનાથ અને કૃષ્ણ બન્નેને આપણે સમજવા જોઈએ. રસવૃત્તિ, બુદ્ધિ અને તત્વજ્ઞાનની દૃષ્ટિએ જે આપણે કૃષ્ણને ન જાણીએ તે નેમિનાથને પણ, આપણે બરાબર નહિ જાણું શકીએ. કૃષ્ણભક્તો, જેઓ મહાયાની છે, તેમણે નેમિનાથના જીવનમાંથી ઘણું શીખવાનું છે. કૃષ્ણને નામે પિતાની તામસ. અને રાજસવૃત્તિને તેઓ પિષી રહ્યા છે. તેમણે નેમિનાથ અને રાજુમતીના જીવનમાંથી ત્યાગ અને તપશ્ચર્યા શીખવાં જોઈએ. પણ વ્યવહારમાં તમે કાંઈ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ]. દર્શન અને ચિંતન કરવા માગતા હો તો તમારે કૃષ્ણના જીવનમાંથી મેળવવું પડશે. જૈન આચામેંને હાથે કૃષ્ણની કથા લખાઈ છે, તેમના પિતા વસુદેવની વાત લખાઈ છે. અત્યંત રસભરી છે. કૃષ્ણના જીવનના વાસ્તવિક અંશેને નેમિનાથના જીવન સાથે જોડીને આપણે આર્યસંસ્કૃતિનું સાચું રૂપ ઓળખી શકીશું. ગોપાલન અને પશુપાલન એ વસ્તુની અગત્ય પણ આપણે તેમના જીવનમાંથી મેળવવાની છે. અંતિમ સમયે પિતાને બાણ મારનારને કૃષ્ણ ઉદારચિતે ક્ષમા આપે છે; એટલું જ નહિ, પણ તેને પશુપાલનને બંધ આપે છે. મહાવીર, બુદ્ધ બધાના જીવનમાં આવા દાખલાઓ મળી આવે છે. તેઓ સ્કૂલ જીવન પ્રત્યે નિર્મમ હોય છે. એટલે હું જેને કૃષ્ણના જીવન વિશે વાંચવાનું કહું છું, તેમ જૈનેતરને નેમિનાથ અને રાજુમતી વિશે સહાનુભૂતિથી જાણવાની સૂચના કરું છું. આથી અરસ્પરસના પૂર્વગ્રહ દૂર થશે અને આર્યસંસ્કૃતિના બન્ને પાસાનું દર્શન થશે. વ્યવહારમાં કામ કરવા છતાં અલિપ્ત રહેવાની ભાવના કૃષ્ણના જીવનમાંથી મળે છે, નેમિનાથ અને કૃષ્ણના આદર્શોમાં લોકોને જણાય છે તેવો વિરોધ નથી. વિધ દેખાય છે તે સ્થૂલ છે. –પ્રબુદ્ધ જૈન, ૧૫–૧૧–૪૧ Page #352 -------------------------------------------------------------------------- ________________ આત્મદષ્ટિનું આન્તર નિરીક્ષણ [ ૧૧ ] શ્રી વજંધર જિન સ્તવન (“નદી યમુના કે તીર” એ દેશી) વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ, જગતારક જગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસક કાલેક, તિણે જણે છતિ, તે પણ વીતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧ હું સ્વરૂપ નિજ છોડિ, રમે પર પુલ, ઝીલ્યો ઉલટ આણી, વિષયતૃષ્ણ જલે; આસ્રવ બંધ વિભાવ, કરૂં રૂચિ આપણું, મિથ્યાવાસ, દોષ દઉં પરભણી. ૨. અવગુણ ઢાંકણ કાજ, કરૂં જિનમત ક્રિયા, ન તજું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દષ્ટિરાગનો પિષ, તેહ સમકિત ગણું, સ્યાદાદની રીત, ન દેખું નિજાણું. ૩ મન તનુ ચપલ સ્વભાવ, વચન એકાંતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતાં, જે કાત્તર દેવ, નમું લૌકિકથી, દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્ર તહકીકથી. ૪ મહાવિદેહ મઝાર કે, તારક જિનવરૂ, શ્રી વજધર અરિહંત, અનંત ગુણાકરૂ; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે, મહાવૈદ્ય ગુણયોગ, ભવન, વારશે. ૫ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ] દર્શન અને ચિંતન પ્રભુમુખ ભવ્ય સ્વભાવ, સુણું જે માહરે, તે પામે પ્રમોદ એહ ચેતન ખરે; થાયે શિવ પદ આશ, રાશિ સુખવંદની, સહજ સ્વતંત્ર સ્વરૂપ ખાણ આણંદની. ૬ વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણું, ધારે ચેતનરામ, એહ થિરવાસના; દેવચંદ્ર જિનચંદ્ર, હૃદય સ્થિર સ્થાપજો ! જિન આણયુક્ત ભક્તિ, શક્તિ મુજ આપજે! છે શ્રીમાન દેવચંદ્રજી પ્રસ્તુત સ્તવનના કર્તા જૈન સમાજમાં ખાસ કરી વેતામ્બર સમાજમાં જાણીતા એવા શ્રીમાન દેવચંદ્રજી મહારાજ છે. તેમનું વિસ્તૃત જીવનચરિત્ર શ્રીયુત મણિલાલ પાદરાકરે લખ્યું છે અને તે શ્રી અધ્યાત્મ-જ્ઞાન–પ્રચારક મંડળ તરફથી પ્રસિદ્ધ થયું છે. જેઓ વિશેષ વિગત જાણવા ઈચ્છતા હોય તેઓ એ પુસ્તક જોઈ લે. અહીં તે હું દેવચંદ્રજી મહારાજ વિશે બહુ ટૂંકમાં જ પતાવીશ. તેઓનો જન્મ વિ. સ. ૧૭૪૬ માં અર્થાત ઉપાધ્યાય યશોવિજયજીના સ્વર્ગવાસ પછી તરત જ થયેલું અને તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૮૧૨ માં થયેલે. એટલે તેમને જીવનકાળ લગભગ ૬૬ વર્ષને હતે. દશ વર્ષ જેટલી નાની ઉમરમાં દીક્ષા લીધેલી અને આખું જીવન શાસ્ત્રાધ્યયન, ચિંતન અને સાધુસુલભ એવા ભિન્ન ભિન્ન પ્રદેશોના પરિભ્રમણના વ્યતીત કર્યું, તેમ જ તેમણે આખી જિંદગી સુધી નવી નવી રચનાઓ કરવામાં ધ્યાન આપ્યું. તેઓ જન્મ મારવાડી ઓસવાળ હતા, પણ એમણે ગુજરાત, કાઠિયાવાડ આદિ અનેક પ્રદેશમાં વિહાર કર્યો. સંસ્કૃત અને પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષાઓ ઉપરાંત ગુજરાતી, મરાઠી અને હિન્દી ભાષામાં તેમણે જુદી જુદી કૃતિઓ રચી છે. એ બધી કૃતિઓને વિષય મુખ્યપણે એકમાત્ર જૈન પરંપરાના કહેવાય એવા જ મુદ્દા રહ્યા છે. તવજ્ઞાન અને આચાર સાથે સંબંધ ધરાવતી અનેક બાબતો એમણે ચર્ચા છે. એ ચર્ચામાં અનેક સ્થળે કથાનુયોગને ઉપગ કર્યો છે, અને આજે પૌરાણિક કહી શકાય એવી બાબતોને તેમણે વાસ્તવિક માની, એટલે કે જેમ પ્રાચીન કાળમાં સામાન્ય રીતે બધા જ લેખકે માનતા રહ્યા છે તેમ સર્વરપ્રણીત લેખી, તેની ભૂમિકા ઉપર જન તત્વજ્ઞાનને લગતા પિતાના નિરૂપણની માંગણી કરી છે. પ્રસ્તુત Page #354 -------------------------------------------------------------------------- ________________ આત્મદષ્ટિનું આન્સર નિરીક્ષણ [૩૧૯ સ્તવન એમની એ જનાને એક નમૂનો પૂરો પાડે છે. કર્તા આ સ્તવનમાં મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે વર્તમાન મનાતા વીસ તીર્થંકર પૈકી અગિયારમા શ્રી વજીધર સ્વામીને ઉદ્દેશી પિતાની આરજૂ-વિનંતિ ગુજારે છે. મહાવિદેહ ક્ષેત્ર અને વિહરમાન જિન છેલ્લાં ૭૫ કે ૧૦૦ વર્ષના નવયુગ પહેલાના જમાનામાં, આજે જોવામાં આવે છે તેવી, વિચારની ચાળણી અગર સંશોધનવૃત્તિ કેઈ પણ ધર્મપંથમાં ભાગ્યે જ ઉદય પામેલી. હરેક સંપ્રદાય પિતપોતની પરંપરાગત માન્યતાને મોટે ભાગે શંકા ઉઠાવ્યા સિવાય જ માની લેતે, અને એની અતિહાસિક શોધમાં ન પડત. શ્રીમાન દેવચંદ્રજી જન્મ અને કાર્યો જૈન હતા, તેથી દરેક સાંપ્રદાયિક માન્યતા તેમને હાડોહાડ વ્યાપી હેય તે તે સ્વાભાવિક છે. જૈન પરંપરાની ભૂગોળમાં મહાવિદેહ નામના ક્ષેત્રનું ખાસું સ્થાન છે. જંબદીપ ઉપરાંત બીજા ખંડમાં પણ મહાવિદેહ નામનાં ક્ષેત્રે છે, અને તે બધાં મળી પાંચ છે. મહાવિદેહ નામનાં ક્ષેત્રમાં અત્યારે વિચરતા હોય એવા વીસ જિનનું અસ્તિત્વ જૈન પરંપરા સ્વીકારે છે. એ વિદ્યમાન તીર્થકરે વિહરમાન જિન કહેવાય છે. જેને ઉદ્દેશી પ્રસ્તુત સ્તવન રચાયું છે તે વીશ પૈકી અગિયારમાં છે અને તેમનું નામ વજુંધર સ્વામી છે. વીશ વિહરમાનમાં પહેલાં જિન તરીકે “સીમધર” સ્વામીનું નામ આવે છે. આ નામ બાકીના વિહરમાનો કરતાં એટલું બધું પ્રસિદ્ધ છે કે એ ભાગ્યે જ કોઈ જૈન હશે કે જેણે સીમંધર સ્વામીનું નામ સાંભળ્યું ન હોય. એમનું પવિજયજીકૃત “સુણે ચંદાજીથી શરૂ થતું સ્તવન જેટલું ભાવવાહી છે તેટલું જ જાણીતું છે. સીમંધર સ્વામીનું નામ લેતાં જ મહાવિદેહ ક્ષેત્ર અને તેમાં વિચરતા બીજા જિનોનું કલ્પનાચિત્ર મન સમક્ષ ખડું થાય છે. સીમંધર સ્વામી અત્યંત પ્રસિદ્ધ હોઈ તેમના નામની આસપાસ અનેક ચમત્કારી વાતે તેમ જ માત્ર શ્રદ્ધાથી જ માની શકાય એવી ગૂંથણીઓ ગૂંથાયેલી છે. અને તે જૈન પરંપરાના કોઈ આ કે તે એક ફિરકામાં જ નહિ, પણ તેના દરેકેદરેક ફિરકામાં અસ્તિત્વ ધરાવે છે, અને તેવી ગૂંથણીઓના પુરાવા લગભગ પંદરસો વર્ષ જેટલા જપૂના છે જ. જેવી રીતે દિગબર પરંપરામાં આચાર્ય શ્રી કુંદકુંદના શ્રતની પ્રતિષ્ઠાને આધાર તેમના પિતાના મહાવિદેહ ક્ષેત્રમાં જવા ઉપર તેમ જ ત્યાંથી સીમંધર સ્વામી પાસેથી તે મૃત લાવવા ઉપર છે, તેવી જ રીતે આચારાંગ અને દશવૈકાલિકની બબ્બે ચૂલિકાઓની પ્રતિષ્ઠાને આધાર પણ સ્થૂલિભદ્રની Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦] દર્શન અને ચિંતન બહેનોએ જાતે જઈને સીમંધર સ્વામી પાસેથી તે ચૂલિકાઓ લાવવા ઉપર, છે. આગમબ્રુતથી આગળ વધી તકૃતના સમયમાં પણ આવી જ એક ઘટના નોંધાયેલી છે. જૈન ન્યાયમાં પ્રસિદ્ધ એ એક બ્લેક મહાવિદેહ ક્ષેત્રમાંથી લાવ્યાની બેંધ પણ જૂની છે. આટલી હકીકત જૈન પરંપરાનું શ્રદ્ધાળુ માનસ સમજવા માટે પૂરતી છે. આવું શ્રદ્ધાળુમાનસ જે અત્યારના વૈજ્ઞાનિક અને પરીક્ષાપ્રધાન યુગમાં પણ પિતાનું કાર્ય કર્યું જતું હોય અને શ્રી. કાનજી મુનિ જેવાની મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીને જઈ મળી આવ્યાની વાતો વિશે કશી જ શંકા ઉઠાવતું ન હોય તે આજથી અઢીસો વર્ષ જેટલા જુના સમયમાં વર્તમાન શ્રી દેવચંદ્રજી મહારાજ પોતાની કૃતિઓમાં એ મહાવિદેહની જૂની પરંપરાને લઈને કાંઈ વર્ણન કરે છે તેમાં અચરજ કે. શંકાને સ્થાન જ કેવી રીતે હોઈ શકે ? જળ, સ્થળ અને આકાશના માઈલે માઈલની નોંધ રાખવા મથતા અને ચંદ્રક તેમ જ મંગળ ગ્રહના પ્રદેશ સુધી પહોંચવા પ્રયત્ન કરતા એવા વર્તમાન યુગની ભૌગોલિક તેમ જ અતિહાસિક દૃષ્ટિને આપણે સંતોષી ન શકીએ તે આપણાં માટે એટલું પૂરતું છે કે મહાવિદેહ અને તેમાં વિચરતા વિહરમાન તીર્થંકરને કવિનું એક રૂપક માની તેની કલ્પનાચિત્રમાંથી ફલિત થતા ભાવોને જ સમજીએ અને પ્રસ્તુત સ્તવનને અર્થ એ દૃષ્ટિએ તારવીએ. મહાવિદેહ એ બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન શાસ્ત્રોમાં આવતા વિદેહ દેશ જ છે કે: બીજો કોઈ જૈનમાન્યતા મુજબને દૂરવર્તી સ્વતંત્ર પ્રદેશ છે અને તેમાં વિચરતા કહેવાતા કેઈ તીર્થકર છે કે નહિ એ તપાસી તે વિશે નિર્ણય. આપવાનું કામ અત્યારે અપ્રસ્તુત છે. તેમ છતાં પ્રસ્તુત વિવેચન તો એટલા. આધારે પણ કરી શકાય તેમ છે કે આધ્યાત્મિક દૃષ્ટિએ દેહ ઉપરની મમતાથી મુક્ત હોવું એ મહાવિદેહ ક્ષેત્ર અને એવી સ્થિતિમાં જીવન જીવનાર હોય તે હરકેઈ વિહરમાન જિન. દેવચંદ્રજી મહારાજની દૃષ્ટિમાં આવા મહાવિદેહ અને આવા વિહરમાનની કલ્પના ભલે ન હોય, પણ એમના સ્તવનનો ભાવ પૂરેપૂરો સમજવા માટે રૂઢ શ્રદ્ધાળુ અને પરીક્ષક-શ્રદ્ધાળુ બન્ને માટે ઉપર સૂચવેલ મહાવિદેહ તેમ જ વિહરમાન જિનની આધ્યામિક કલ્પના એકસરખી ઉપયોગી છે, તેમ જ નિશ્ચયદષ્ટિએ વિચાર કરતાં એ જ કલ્પના છેવટે ધાર્મિક પુરુષને આધ્યાત્મિક જીવન જીવવામાં સહાયક બની શકે તેમ છે. એ પણ સંભવ છે કે પ્રાચીન કાળના ચિંતકેએ મૂળમાં એવી જ કોઈ આધ્યાત્મિક કલ્પના સાધારણ જનતાને ગ્રાહ્ય બને એ દૃષ્ટિએ રૂપકનું સ્થૂલ રૂપ આપ્યું હોય અને સાધારણ Page #356 -------------------------------------------------------------------------- ________________ આત્મદહનું આન્સર નિરીક્ષણ [૩૨ જનતા તે જ રૂપને વાસ્તવિક માનતી થઈ ગઈ હોય, અને તે દિવસે તે રૂપકે કથાસાહિત્યમાં અને બીજા પ્રસંગમાં વાસ્તવિકતાનાં ઊંડાં મૂળ નાખ્યાં હોય. શ્રદ્ધાળ કે પરીક્ષક બન્ને પ્રકારના ધાર્મિક તત્વોને એકસરખી રીતે સમજાય એ ભાવ પ્રસ્તુત સ્તવનમાંથી તારવે એ અહીં મુખ્ય ઉદ્દેશ છે. સ્તવનનું સામાન્ય સ્વરૂપ પ્રસ્તુત સ્તવનમાં ચાર પાદની એક એવી સાત કડીઓ છે. સ્તવન પ્રધાનપણે વિનંતિરૂપ હોવાથી એ વાટે મુખ્યપણે કવિને ભક્તિગ ચા શ્રદ્ધાતત્વ જ વહેતું દેખાય છે. તેમ છતાં એ ભક્તિ જ્ઞાનયોગથી યા વિવેકજ્ઞાનથી શન્ય નથી. એકંદર રીતે આખું સ્તવન જ્ઞાનયોગ અને ભક્તિયેગને સુમેળ પૂરું પાડે છે, જેને જૈન પરિભાષામાં સમ્યગ્દર્શન કહેવાય. ભક્તિતત્વ પ્રધાન હોવાથી કવિના ભક્તિપ્રવણ ઉદ્ગારે ભક્તિને જ અનુરૂપ એવા લહેકાદાર ને કોમળવણે છંદમાં પ્રગટ થયા છે. ભક્તિતત્વમાં ભક્ત તેમ જ ભક્તિપાત્રનું ટ્રેત હોય તે અનિવાર્ય છે. એટલું જ નહિ, પણ તેમાં ભક્તિપાત્ર પ્રત્યે ભક્ત અતિ નમ્રભાવે–અતિ દીનભાવે, જાણે પિતાની જાતને તદ્દન ગાળી ન દેતે હોય તેવા લાઘવથી ઊભે રહી, પિતાની વીતક કથા અનુતાપયુક્ત વાણીમાં કથે છે. તેથી એ થનમાં શૌર્ય કે પરાક્રમને વ્યક્ત કરે એવા ઉદ્દીપક શબ્દો અગર છંદને સ્થાન નથી હોતું, પણ એવા આંતરિક અનુતાપવાળા ઉગારેમાં નમ્રપણું અને દીનપણું વ્યક્ત કરે એવો જ છંદ સાહજિક બને છે. કવિએ જૈન અને વૈષ્ણવ પૂર્વાચાર્યોએ વાપરેલ એવા જ છંદની પસંદગી કરી છે. એની હલક એવી છે કે જે ગાનાર યોગ્ય રીતે ગાય તે એમાંથી કવિના હૃદયમાં પ્રગટ થયેલ અનુતાપયુક્ત ભક્તિભાવ અને વિવેક એ બને, અર્થના ઊંડા વિચાર સિવાય પણ, શ્રોતાના મન ઉપર અંકિત થાય છે. દરેક પાને અંતે આવતે અનુપ્રાસ ગેય તત્વની મધુરતામાં ઉમેરે કરે છે અને શ્રોતાના મન ઉપર એ રણકારે પાડે છે કે તે ફરી ફરીને સાંભળવાની કે ગાવાની લાલચ સેવ્યા જ કરે અને એ સેવનના પુનરાવર્તનમાંથી અર્થના ઊંડાણમાં આપોઆપ સરતો જાય. પહેલી કડી વિહરમાન ભગવાન, સુણ મુજ વિનતિ, જગતારક જગનાથ, અચ્છે ત્રિભુવનપતિ; ભાસક કાલેક, તિણે જાણે છતી, તે પણ વિતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨] દર્શન અને ચિંતન '' કવિ જાણે છે કે સ્તુત્યદેવ સર્વજ્ઞ હોવાથી પિતાનું વક્તવ્ય જાણે છે, અને તેથી તેમના પ્રત્યે કાંઈ પણ કહેવું છે તે માત્ર પુનરુક્તિ છેપિષ્ટપેષણ છે. આમ જાણવા છતાં કવિ પુનરુક્તિ અને પિષ્ટપેષણને દોષ વહેરી લે છે, તે એના હૃદયગત સાચા અનુતાપનું સુચન છે. જ્યારે હૃદયમાં ખરેખરે અનુતાપ એટલે કે ભૂલને હૂબહૂ ચિતાર ખડો થાય છે, ત્યારે માણસ પુનરુક્તિ કે પિષ્ટપેષણને દેષ વહારીને પણ પિતાનું દિલ પિતાના ભક્તિપાત્ર પ્રત્યે ખાલી કર્યા વિના રહી શકતો નથી. એ જ વસ્તુ પહેલી કડીમાં સુચિત થાય છે. 'બીજી કડી હું સરૂપ નિજ છોડી, રમે પર પુલે, ઝી ઉલટ આણી, વિષયતૃષ્ણા જળે; આસવબંધ વિભાવ, કરું રુચિ આપણું; ભૂલે મિયા વાસ, દેષ દઉં પરભણી. જીવનતત્વના આધ્યાત્મિક વિકાસક્રમમાં જે તત્ત્વ પરછાયાનો મેલ છોડી છેવટે તદન નિમળરૂપે બાકી રહે છે તે જ તત્ત્વ પારમાર્થિક સત્ય લેખાય છે અને તે જ સાષ્ય મનાયેલું છે. જે તત્ત્વ આધ્યત્મિક સાધના દ્વારા જીવનમાંથી હંમેશને માટે સરી પડે છે તે જ પર–છાયા અથવા વૈભાવિક કહેવાય છે. કવિ આધ્યાત્મિક માર્ગને પથિક છે, અને તેથી તે પોતાના જૈન પરંપરાનુસારી સંસ્કાર પ્રમાણે વિવેકથી પારમાર્થિક અને વૈભાવિક એ બે તરનો ભેદ જાણે પિતાની સ્વરૂપમ્યુતિનું વર્ણન બીજી કડીમાં કરે છે. કવિ એમ જાણે છે અને માને છે કે તે મૂળે તદન શુદ્ધસ્વરૂપી છે, પણ અકળ કળાથી અને અકળ કાળથી તે પોતાના એ સચ્ચિદાનંદ સાહજિક સ્વરૂપથી ચુત થઈ પરતત્ત્વમાં રત થયો છે અને પરને જ સ્વ માની પિતાનું સહજ ભાન ભૂલી ગયો છે. કવિ આટલા કથનથી જૈન પરંપરાને જીવ, અજીવ, આસ્ટવ અને બુધ એ ચાર તનું સૂચન કરે છે. ભારતનાં બધાં જ આત્મવાદી દર્શને આ ચાર તત્વો ઉપર જ પિતાપિતાનાં દર્શનની માંગણી કરે છે. સાંખ્યદર્શનમાં જે પ્રકૃતિ-પુરુષને વિવેક છે, તેમ જ વેદાંતમાં જે નિત્યાનિત્ય બ્રહ્મ અને માયાને વિવેક છે તે જ જૈન દર્શનમાં છવ-અજીવન વિવેક છે. આવા વિવેકને ઉદય તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. આવા દર્શનથી જ આધ્યાત્મિક વિકાસક્રમમાં ચેથા ગુણસ્થાન કે જેથી ભૂમિકામાં પ્રવેશ થાય છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ આત્મષ્ટિનુ આન્તર નિરીક્ષણ [ ૩૨૩ કવિ કઈ ભૂમિકાએથી કથન કરે છે એ સમજીએ તો જ એના કધનના ભાવ સમજાય. અત્રે કવિની ભૂમિકા આનંદધન કે શ્રીમદ્ રાજચંદ્રની પેઠે સમ્યગ્દર્શનની જ છે એમ માની લેવું જોઈ એ. સમ્યગ્દર્શન એટલે આધ્યાત્મિક વિવેક. આ વિવેકમાં સાધક મુખ્યપણે શ્રદ્દાની ભૂમિકા ઉપર ઊભા હોય છે, છતાં એમાં એને પોતાના સમ્પ્રદાયમાં થઈ ગયેલા અનુભવી ઋષિએના જ્ઞાનને વારસો પ્રતીતિકર રૂપે હોય જ છે. સમ્પ્રદાયભેદને લઈ તે આધ્યાત્મિક સાધકની ભાષા બદલાય. પણ ભાવ બદલાતો નથી. આની સાબિતી આપણને દરેક સમ્પ્રદાયના સંતાની વાણીમાંથી મળી રહે છે. દેવચંદ્રજીએ બીજી કડીમાં સ્થિત કરેલ ઉપયુક્ત ચાર તત્ત્વો પૈકી વ અને અજીવ એ એ તત્ત્વે સત્તત્ત્વના અર્થાત્ વિશ્વસ્વરૂપના નિદર્શોક છે, જ્યારે આસવ અને મધ એ એ તત્ત્વ જીવનલક્ષી છે. અનુભવાતું જીવન નથી એકલું ચૈતન્યરૂપ કે નથી એકલું જડરૂપ; એ તો બન્નેનું અકળ મિશ્રણ છે. તેના પ્રવાહની કાઈ આદિ લક્ષમાં આવે તેવી નથી. તેમ છતાં આધ્યામિક દ્રષ્ટાઓએ વિવેકથી વનનાં એ એ તત્ત્વ એકમેકથી જુદાં અને સાવ સ્વતંત્ર તારવ્યાં છે. એક તત્ત્વમાં છે જ્ઞાનશક્તિ અગર ચેતના, તે બીજામાં છે જડતા. ચેતનસ્વભાવ જેમાં છે તે જીવ અને જેમાં એ સ્વભાવ નથી તે કમ જીવ. એ જ એ તત્ત્વોને અનુક્રમે સાંખ્ય પુરુષ અને પ્રકૃતિ કહે છે, જ્યારે વેદાંત બ્રહ્મ અને માયા અગર આત્મા અને અવિદ્યા કહે છે. દેવચદ્રજી જીવ અને જાતે જેવી રીતે વિવેક દર્શાવે છે. તેવી જ રીતે સાંખ્ય અને વેદાંત આદિ દશનામાં પણ છે. એનામાં પણ આધ્યાત્મિક પ્રગતિ માટે એવા વિવેકના ઉદ્ય અનિવાય રીતે સ્વીકારાયેલા છે, અને તે જ સમ્યગ્દર્શન તરીકે પણ લેખાયા છે. • હું સ્વરૂપ નિજ છેાડી, ઝીલ્યો ઉલટ આણી, રમ્યા પર પુદ્ગલે, વિષયતૃષ્ણા જળે. કવિનું આ કથન મેથ્યુ આર્નોલ્ડના સુવિખ્યાત કાવ્ય · Lead Kindly light, amid the encircling gloom ! Lead thou me on!' – પ્રેમળ જ્યાતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ ’( અનુવાદક, સ્વ. કવિ નરિસંહરાવ ) માં આવતી · The night is dark and I am far from home – દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ધન અધાર' એ પંક્તિની યાદ આપે છે. એ પ્રકારનાં કથને જરા ઊંડાણુથી સમજવાં જોઈ એ. કવિ જ્યારે એમ કહે છે કે મે મારું સ્વરૂપ છેડયું છે અને પરરૂપમાં રત થયે! છુ, ત્યારે શું એમ સમજવું કે કોઈ કાળે આત્મા સાવ શુદ્ ' Page #359 -------------------------------------------------------------------------- ________________ . ૩૨૪ ] દર્શન અને ચિંતન હતો અને પછી તે જડ પાશમાં બંધાય ? જો આમ માનીએ તો પુરુષાર્થની માન્યતા જ નકામી કરે, કેમ કે પ્રયત્ન દ્વારા ક્યારેક મેક્ષ સિદ્ધ થાય અને શુદ્ધસ્વરૂપ આવિર્ભાવ પામે, તોપણ ત્યાર બાદ કોઈ વખતે ફરી કર્મપાશ કેમ ન વળગે? જે ન્યાયથી ભૂતકાળમાં શુદ્ધ સ્વરૂપ વિકૃત થયું તે જ ન્યાયથી. મોક્ષપ્રાપ્તિ પછીના ભવિષ્યત કાળમાં પણ તે વિકૃત થવાનું જ. અને જે એમ બને તે મોક્ષ પ્રાપ્ત કર્યો તેય શું અને ન કર્યો તેય શું? બીજી રીતે એમ કહી શકાય કે મોક્ષપ્રાપ્તિ એટલે દેવપદની પ્રાપ્તિ. દેવે ગમે તેટલે વખત સુખસમૃદ્ધિ ભગવે છતાં તેઓ તેથી વ્યુત થવાના. એ જ રીતે મોક્ષસ્થિતિ, પણ ગમે તેટલે લાંબે ગાળે પણ છેવટે ચુત થવાની. ત્યારે “હું સ્વરૂપ નિજ છેડી રમ્યો પર પુદ્ગલે” એનો શો અર્થ, એ સમજવું રહ્યું. એ માટે નિશ્ચય અને વ્યવહારદષ્ટિ બન્નેનો ઉપગ છે. આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં મોક્ષ નામના પુરુષાર્થને જે સ્થાન મળ્યું છે તે વિચાર-વિકાસના ઈતિહાસમાં અમુક કાળે જ મળ્યું છે, નહિ કે પહેલેથી તે સનાતન જ રહ્યું હોય. જ્યારે મેક્ષની ક૯૫ના આવી અગર એ કોઈને અનુભવ થયો ત્યારે મુક્ત આત્માનું અમુક સ્વરૂપ કલ્પાયું અગર અનુભવાયું અને એ જ સ્વરૂપ એનું અસલી છે અને એ સિવાયનું જે કાંઈ તેમાં ભાસે તે બધું જ આગન્તુક અને પર છે, એમ મનાયું. કેઈ પણ અનુભવીએ આત્માના કલ્પાયેલ શુદ્ધ સ્વરૂપમાં વિજાતીય તત્વ ક્યારે ઉમેરાયું અને શા માટે ઉમેરાયું એ જાણ્યું નથી, જાણવું શક્ય પણ નથી. છતાં મક્ષ પુરુષાર્થની કપના ઉપરથી કપાયેલ આત્માને શુદ્ધ સ્વરૂપને દરેક અનુભવીએ મૌલિક, વાસ્તવિક અને સ્વાભાવિક માનીને જ પિતાનું આધ્યાત્મિક પ્રસ્થાન શરૂ કર્યું છે અને જીવનમાં અનુભવાતા વિકાર-વાસનાના તત્વને વિજાતીય કે ભાવિક માની તેને ફેંકી દેવા પુરુષાર્થ સેવ્યું છે. મોક્ષ એ જીવનનું સાધ્ય લેખાયું અને તે સ્થિતિ આદર્શ લેખાઈ.એજ આદર્શ સ્થિતિનું સ્વરૂપ નિહાળતી દષ્ટિ તે નિશ્ચય. અને સાધકદશામાં પર-ભાવ કે વિજાતીય સ્વરૂપથી મિશ્રિત એવી ચેતનસ્થિતિને નિરૂપતી દૃષ્ટિ તે વ્યવહાર. દેવચંદ્રજી આ બન્ને દૃષ્ટિઓને આશ્રય લઈને કહે છે કે “હું સ્વરૂપ નિજ છોડી રમે પર પગલે.” ખરી રીતે પહેલાં ક્યારે પણ આત્મા સંપૂર્ણપણે શુદ્ધ સ્વરૂપની વ્યક્ત દશામાં હતું જ નહિ, તેથી એમાંથી શ્રુત થવાપણું પણ હતું જ નહિ, ખરી રીતે તે તે અનાદિ કાળથી અશુદ્ધ રૂપમાં જ રમી રહ્યો હતો, પણ એ અશુદ્ધ રૂપમાંથી જે શુદ્ધ રૂપ ક્યારેક નિખરવાનું છે તેને જ નિશ્ચયદષ્ટિએ ભૂતકાળમાં પણ તેવું જ હતું એમ માની કવિ લૌકિક ભાષામાં વ્યવહાર દષ્ટિનો આશ્રય લઈ “હું સ્વરૂપ નિજ છોડી રોડ પર પુદ્ગલે” એમ Page #360 -------------------------------------------------------------------------- ________________ આબનુિં આંતર નિરીક્ષણ ૩૫ કહે છે. સાંખ્ય અને વેદાંત આદિ દર્શનમાં પણ ચેતન-અચેતનના સંબંધને અહિ જ. માન્ય છે અને છતાં નિશ્રયદષ્ટિએ ચેતન કે બ્રહ્મનું સ્વરૂપ અનાદિ, કાળથી એવું જ મનાયું છે જેવું કે ભવિષ્યમાં મેક્ષપ્રાપ્તિ પછી આવિ. ભૂત થવાનું હોય. ખરી રીતે એક કેયડે અત્યાર લગી અણઉકેલાયેલે જ. રહ્યો છે કે જે બને તો મૂળે એકબીજાથી સાવ વિરુદ્ધ સ્વભાવનાં હેય અને બનેને એકબીજા ઉપર પ્રભાવ પડ્યો હોય તે તે શા કારણે અને ક્યારે? વળી જે ભવિષ્યમાં કદી પણ એકને પ્રભાવ બીજા ઉપરથી નાબૂદ થવાને હોય તે ફરી એ પ્રભાવ એના ઉપર નહિ પડે એની શી ખાતરી ? તેમ છતાં એ અણઉકેલાયેલ કેયડા ઉપર જ આધ્યાત્મિક માર્ગનું મંડાણું છે અને તે દ્વારા જ અનેક ચારિત્રમાર્ગના ગુણે મનુષ્યજાતિમાં વિકાસ પામ્યા છે. જૈન પરંપરાની નિશ્રયદષ્ટિ તે બૌદ્ધો અને વેદાંતીઓની પરમાર્થ દષ્ટિ અને જૈન પરંપરાની વ્યવહારદૃષ્ટિ તે બૌદ્ધોની સંસ્કૃતિ અને વેદાન્તીઓની માયા અગર અવિદ્યા. દેવચંદ્રજીએ જે તત્વ આ બીજી કડીમાં અનગાર પરંપરાની લૂખી, વાણીમાં ગાયું છે તે જ તત્ત્વ સાંખ્ય અને વેદાન્ત પરંપરાના ગૃહસ્થાશ્રમાનુભવી ઋષિઓએ સ્નિગ્ધ ને રસિક વાણીમાં ગાયું છે. કપિલ એ વસ્તુને એક રીતે વર્ણવે છે તે ઉપનિષદના ઋષિઓ એ જ વસ્તુને જરાક બીજી રીતે વર્ણવે છે. દામ્પત્યજીવનની પેઠે સંસારજીવન એક નાટક છે. ગૃહસ્થાશ્રમના બે જ પાત્ર સ્ત્રી અને પુરુષ; બ્રહ્માંડના તખ્તા ઉપર ખેલાતા સાંસારિક જીવનનાં પણ બે જ પાત્રો કપિલે કયાં છે. એ બન્નેને સ્ત્રી-પુરુષનાં અગર પનીપતિના રૂપકને આશ્રય લઈ કપિલે અનુક્રમે પ્રકૃતિ અને પુરુષ નામે ઓળખાવ્યાં છે. કપિલના રૂપક પ્રમાણે પ્રકૃતિ કુળવધુ જેવી છે અને તે પુરુષ સમક્ષ આપમેળે જ બધું નાટક ભજવે છે. તેને ખાતરી થાય છે કે પુરુષે મારું રૂપ જોઈ લીધું ત્યારે કૃતાર્થતાની સાથે શરમાઈ પિતાને ખેલ સમેટે છે. પ્રકૃતિની લીલાની શરૂઆતથી એની સમાપ્તિ સુધીમાં પુરષ કશું પણ નથી કરતે કે. કરાવત; એ તે લીલાના પ્રેક્ષક તરીકે તદ્દન તટસ્થ રહે છે. પ્રકૃતિ પોતે જ લીલાની કર્તાધર્તા છે અને પોતે જ એ લીલાને સમેટનાર છે. તેમ છતાં પુરુષ બદ્ધ કે મુક્ત મનાય છે. વાસ્તવમાં તે નથી બદ્ધ કે નથી મુક્ત. કપિલની આ કલ્પનાને બીજા એક ઋષિએ એક નવા જ રૂપકમાં વ્યક્ત કરી છે. તે કહે છે કે અા એટલે કે બકરી એક છે અને તે લાલ, સફેદ, કાળા વર્ણની અર્થાત કાબરચીતરી છે અને પિતાના જેવી જ સંતતિ સરજી રહી છે. આ સર્જનક્રિયામાં અજ એટલે બકરે અજાને સેવવા છતાં પણ સદા અવિકારી રહે છે અને ભક્તબેગ અજાને તટસ્થપણે જ નિહાળે છે. સાંખ્યના આ મતમાં Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬] દર્શન અને ચિંતન બધુ સ્તંવ, લેપની બધી જ જવાબદારી માત્ર પ્રકૃતિતત્વ ઉપર છે; પુરુષ કોઈ પણ જાતના કર્તવ વિનાને માત્ર તટસ્થ પ્રેક્ષક છે. ઉપનિષદના અનેક ઋષિઓએ જે વર્ણવ્યું છે તેમાં સ્પષ્ટપણે પુરુષનું જ કર્તવ ભાસે છે. એ ત્રષિઓ કહે છે કે આત્મા (બ્રહ્મ કે સત તત્ત્વ) પહેલાં એકલે હતો. એને એકલપણામાં રસ ન પડ્યો અને અનેકરૂપ થવાની ઈચ્છા થઈ. એ ઈચ્છામાંથી અજ્ઞાત માયાશક્તિ દ્વારા જ તે અનેકરૂપ થયે. આ અનેકરૂપતા એ જ સંસાર. આ વર્ણનમાં બધું જ કર્તૃત્વ આત્માનું છે–પુરુષનું છે. માયા કે. શક્તિએ સર્જનમાં મદદ આપી હોય તો તે પણ આત્માની કામના અને તપસ્યાને લીધે. ઉપનિષદની માયામાં સ્વતંત્રપણે કત્વ જેવું કાંઈ નથી, જ્યારે કપિલની પ્રકૃતિમાં બધું કર્તવ સ્વતંત્રપણે છે. ઉપનિષદના મતમાં રામના પૌરષ અને સીતાના અનુગમન માત્રના સંબધનું પ્રતિબિંબ દેખાય છે, જ્યારે કપિલના મતમાં કૃષ્ણ અને ગોપીકૃત રાસલીલા અને કૃષ્ણના માત્ર પ્રેક્ષકપણાનું પ્રતિબિંબ નજરે પડે છે. સંસારનાટકના ખેલની પૂરી જવાબદારી એકને તે પ્રકૃતિમાં છે, તો બીજાને મતે પુરુષમાં છે. આ બન્ને દેખીતા પરસ્પરવિદ્ધ મતો છે, અને તેથી તે એકાન્ત જેવા લાગે છે. દેવચંદ્રજી બીજી કડીમાં જૈન દષ્ટિ રજૂ કરે છે, પણ તેમને “હું સ્વરૂપ નિજ છોડી રમ્યો પર ૫ગલે” એ શબ્દથી વ્યક્ત થતો ઝાક ઉપનિષદના ઝોક જેવા છે. દેવચંદ્રજીને “હું” પોતે જ વિમાસણમાં પડે છે કે મેં મારું સ્વરૂપ આપમેળે જ છોડ્યું અને હું પગલિક લીલામાં રસ લેતા થયે. દેવચંદ્રજીને. હું” પુદ્ગલ કે કર્મને દેશ ન દેતાં બધો જ દોષ પિતાને માથે વહેરી લે છે. આટલી ચચ ઉપરથી વાચકે એ વિચારી શકશે કે જુદા જુદા આધ્યાત્મિક ચિન્તાએ એક જ વસ્તુ અનેક રૂપે વર્ણવી છે. કોઈ પ્રકૃતિ, પુગલ યા ભાયા ઉપર દોષને ટોપલે ઠાલવે છે તે બીજો કોઈ પુર", આત્મા કે જીવ ઉપર. કહેવાની ભેગી કે શૈલી ગમે તેવી હોય, તેને અંતિમ સિદ્ધાંત ભાની એ વાદમાં પડી જવું એ આધ્યાત્મિકતા નથી. મૂળ વસ્તુ એટલી જ છે કે વાસના કે અજ્ઞાનને ઘટાડવાં કે નિર્મૂળ કરવાં. - જૈન દૃષ્ટિ માને છે કે જે નાટક, જે પરિણામ કે જે ખેલ કોઈ એક પાત્રથી ભજવાત નથી એનું તૃત્વ બન્નેને ફાળે જાય છે. અલબત, એમાં એક હિસ્સો અમુક રીતે હોય ને બીજાને બીજી રીતે. પણ અજા સંતતિ પેદા કર્યા કરે અને એમાં અજને કશે રસ નથી એમ કહેવાને કશે અર્થ નથી. એ જ રીતે આત્મા એ મટી બેકલે થાય છે, ત્યારે પણ એને બીજા ઈ અજ્ઞાત તત્વની મદદ હોય છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ આત્મદષ્ટિનું અંતર નિરીક્ષણ [૩ર૭ માત્ર તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં જ આવા સામસામે ટકરાતા વાદો નથી, પણ એ વાદોનું મૂળ માનવસ્વભાવની સામાન્ય ભૂમિકામાં છે. અત્યારે પણ કેટલાય દુન્યવી દષ્ટિએ એમ જ માને છે અને કહે છે કે સ્ત્રીએ જ પુરુષને પાશમાં બાં-ફસાશે. એનું આકર્ષણ એ જ પુરુષનું બંધન. બીજા ઘણાય એમ કહે છે કે પુરુષ જ એ ધૂર્ત છે કે તે ભળી અને ગભરુ નિર્દોષ સ્ત્રી જાતિને પિતાની જાળમાં ફસાવે છે. આપણે આ બંને કથનમાં જોઈ શકીએ છીએ કે કહેવાની રીતમાં જ ફેર છે. એકનું આકર્ષણ ગમે તેટલું હોય, છતાં બીજામાં અમુક પ્રકારનું આકર્ષણ કરવાની અને આકર્ષિત થવાની શક્તિ ન હોય તે બંનેને યોગ સિદ્ધ જ ન થાય. તેથી જૈન દૃષ્ટિ સંસારમાં જીવઅવ બને તત્ત્વનું અપેક્ષાભેદથી કર્તૃત્વ સ્વીકારે છે.' બાઈબલને ઈશ્વરરચિત આદમ એડનના બાગમાં એકલે હો અને પછી તે પિતાની જ પાંસળીમાંથી બેકલે થયો. જ્યારે હવે સામે આવી ત્યારે જ વાસનાના સર્ષે તેનામાં સળવળાટ પેદા કર્યો, અને ઈવે જ આદમને છેવટે લલચાવ્યો. આ રૂપક ઉપનિષદના એક આત્મામાંથી બહુ થવાના રૂપકને મળતું છે; જ્યારે બર્નાર્ડ શોના “Man and Superman” નાટકમાને પુરુષ સ્ત્રી દ્વારા જ સ્ત્રીની પિતાની રતિ અને સગવડ ખાતર સજાયેલે છે–ભલે પછી તે આગળ જતાં પિતાની સર્જનહારીને સ્વામી બની ગયો હેય. શેના આ કથનની પાછળ કપિલનું રૂપક ભૂમિકારૂપે હોય તો ના નહિ. તત્ત્વજ્ઞ આવા રૂપક વાંચે, સાંભળે અને વિચારે; પણ તેમાંથી એકે રૂપકને અંતિમ માની તેના ઉપરથી સિદ્ધાંત ન તારવે એટલું જ અહીં વક્તવ્ય છે. રાગ-પ અને અજ્ઞાનનો દોષ એ જ કડીના ઉત્તરાર્ધમાંનો આસ્રવ છે અને એ દેપથી થનાર લેપ તે બંધ છે. આ જૈન પરિભાષાના આવે અને બંધ બધાં જ આસ્તિક દર્શને જુદે જુદે નામે વર્ણવ્યા છે. દેવચંદ્રજીને હું” આત્મનિરીક્ષણપૂર્વક પશ્ચાત્તાપની ઊંડી વેદના સાથે પિકારી ઊઠે છે કે “હું” પિતે જ દૂષિત છું, હું પોતે જ લેપ માટે જવાબદાર છું અને છતાં બીજા ઉપર દેવ મૂકું છું. ખરી રીતે પુગળ કે જગતના બીજા જીવજંતુઓ મારા પતન માટે જવાબદાર નથી; મારા પિતાના પતનની પૂરી જવાબદારી મારી જ છે. દેવચંદ્રજીનાં “હું' ના આ ઉગારે પુરુષાર્થ ભણું પ્રેરનારા છે. જે બીજા કોઈને દોષ ન હોય, પોતાના પતનમાં બીજા કોઈની જવાબદારી કે નિયતિ અથવા યુદચ્છા કામ કરી રહી ન હોય તે એ દેવથી બચવાને આધાર પણ બીજ ઉપર રાખી ન શકાય. આ ભાવને મળે Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ] દશન અને ચિંતન આભેદ્ધાર માટે મહાવીરે ઉપદેશેલ પરાક્રમ કે વીર્ય–પ્રયોગવાદને જ આભારી છે. જૈનદર્શન સ્પષ્ટપણે પિતાને ઉદ્ધાર પોતે જ કરવામાં માને છે, ભલે તે ઈશ્વર કે ગુરુના આલંબનની દૈતવાણી ઉચ્ચારે. ત્રીજી કડી અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા, ન તજે અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા દષ્ટિરાગને પોષ, તેહ સમકિત ગણું; સ્યાદ્વાદની રીત, ન દેખું નિજપણું. આ ત્રીજી કડીમાં દેવચંદ્રજીએ માત્ર પિતાના જીવનને જ નહિ, પણ પિતાની આસપાસના જૈન સમાજને દૂબ ચિતાર, કઈ પણ જાતના સંકેચ વિના કે કોઈની શરમ રાખ્યા વિના એક સાચા આધ્યાત્મિકને છાજે એ રીતે, ચીતર્યો છે. દેવચંદ્રજીએ “રત્નાકર-પચ્ચીશીને અનુવાદ કરે છે. રત્નાકરપચ્ચીશીને કર્તા પણ પિતાના અવગુણનું નગ્ન સત્ય સ્પષ્ટપણે વર્ણવે છે. દેવચંદ્રજી જાણે કે એને જ અનુસરતા હોય તેમ પિતાની રહેણીકરણને વિવેક કરી કહે છે કે હું સાધુ તરીકે જે જીવન જીવું છું તે માત્ર દેખાવનું જ છે. હું પિતે જે સંપ્રદાયમાન્ય ક્રિયાકાંડની ઘાણીની આસપાસ ફરું છું તે લેકેને દેખાડવા કાજે. સ્કૂલદર્શ લેકે સામાન્ય રીતે ઉપર ઉપરના જ ધાર્મિક ગણાતા વ્યવહારને ધર્મનું રૂપ માની એ વ્યવહારને આચરતા પુરુષને સાચે ધાર્મિક માની લે છે. દેવચંદ્રજી કોઈની આંખમાં ધૂળ નાખવા નથી માગતા, કેમકે તે પિતાની જાતને નીરખી રહ્યા છે. બીજાએ ન જુએ કે ને જાણી શકે એવું અવગુણનું પિતામાં રહેલું તત્ત્વ પિતે નિહાળતા હોય અને તે નિહાળનાર ખરેખર નિર્ભય અને સત્યવાદી હોય તો, બીજાએ તેને ગુણ માને તેય, તે પિતાની જાતને નીરખવાની અને પિતાના દેવ-અવગુણને નિર્ભેળપણે કહી દેવાની શક્તિમાં જ આધ્યાત્મિક વિકાસનું પહેલું પગથિયું આવી જાય છે. જોકે દેવચંદ્રજીએ માત્ર પોતાની જાત પૂરતું જ કથન ત્રીજી કડીમાં કર્યું છે, પણ લગભગ આખા સમાજમાં એ જ વસ્તુ પ્રવર્તી રહી છે એ સુક્ષ્મ નિરીક્ષક તેમ જ વિચારકને સમજાયા સિવાય રહે તેમ નથી.. દેવચંદ્રજી પિતે આધ્યાત્મિક વિકાસના પ્રથમ સે પાન-સમ્યગ્દર્શન સુધી પણ પહેચેલા હેવાની સાફ સાફ ના પાડે છે. સમાજમાં તેઓ સાધુ તરીકે Page #364 -------------------------------------------------------------------------- ________________ આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ [૩ર૯ છઠ્ઠા ગુણસ્થાનના અધિકારી લેખાતા હોય તે વખતે સૌની સમક્ષ ખુલ્લે દિલે એકરાર કરવો કે હું તે ચેથા ગુણસ્થાનમાં પણ નથી, એ કાંઈ જેવું તેવું પ્રતિક્રમણ છે? હૃદયમાં આ ભાવ ખરેખર જગ્યા હોય તે ત્યાંથી જ પ્રતિક્રમણ શરૂ થાય છે. માત્ર પ્રતિક્રમણનાં સૂત્રેની કે તેની વિધિઓની માળા ફેરવવા માત્રથી પ્રતિક્રમણનો કોઈ અર્થ સરતો નથી, એમ દેવચંદ્રજી સૂચવે છે. દેવચંદ્રજીએ દષ્ટિરાગના પિષણમાં સમ્યગ્દર્શન માની લેવાની ભ્રાન્તિને જે ઘટસ્ફોટ કર્યો છે તે જૈન સમાજમાં પ્રવર્તતી અને લાંબા કાળથી ઊંડાં મૂળ નાખી પડેલી સમકિત ધરાવવાની અને તે દ્વારા પિતાના વાડામાં ચેલાચેલીઓનાં ઘેટાં પૂરવાની પ્રથાના જાતઅનુભવનું સૂચન માત્ર છે. “હું તારે ગુરુ ને તું મારે ચેલે કે ચેલી,” એ જ રીતે અમે તમારા ચેલા–ચેલી અને • તમે જ અમારા ભારવાહી ગુરુ ઉદ્ધારક'–આવી દષ્ટિરાગની પુષ્ટિમાંથી જ અખંડ જૈનત્વ ખંડિત થયું છે અને તેનાં ટુકડેટુકડા થઈ તે નિર્જીવ બન્યું છે. સમાજ અને ચતુર્વિધ સંઘની દષ્ટિએ જે તત્ત્વ સર્વપ્રથમ હોય છે તેને સખ્ત વિરોધ દાખવવા સાથે દેવચંદ્રજીએ પિતાની જાત જેવી હોય તેવી - વર્ણવીને ખરેખર નિર્ભયપણું દાખવ્યું છે. આધ્યાત્મિક દૃષ્ટિએ વ્યક્તિને તેમ જ સામાજિક દૃષ્ટિએ સમષ્ટિને ઉદ્ધાર કરેલ હોય અને વ્યવહારદૃષ્ટિએ જીવનનાં બધાં જ ક્ષેત્રમાં પ્રતિક પ્રાપ્ત કરવી હોય તો તેને દેવચંદ્રજીએ સ્વીકારેલે એ એક જ માર્ગ છે અને તે એ કે પિતાની જાતને હોય તેવી દેખાડવી; બેટે કે સાચે કોઈ પણ જાતને દંભ–ડોળ ન કર. ચાથી કડી મન તનુ ચપલ સ્વભાવ, વચન એકાંતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતા; જે લેકેત્તર દેવ, નમું લૌકિકથી; દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભે તડકીથી. આ ચોથી કડીના પૂર્વાર્ધમાં દેવચંદ્રજી સ્થિરતાનું મૂલ્ય આંકે છે. માત્ર આધ્યાત્મિક જીવનના વિકાસમાં જ નહિ, પણ વ્યાવહારિક જીવનના એકેએક પ્રદેશ સુધ્ધાંમાં સ્થિરતાનું મહત્ત્વ છે. અસ્થિર મને કરેલું કોઈ કાર્ય સફળ થતું નથી કે સંતોષ આપી શકતું નથી. વચનની અસ્થિરતા એટલે ક્ષણમાં એક બેલવું અને ક્ષણમાં બીજું બોલવું. આગળપાછળના બેલામાં કશે Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ] દર્શન અને ચિંતન મેળ કે કંગધડ ન હોય તો એનાથી દુન્યવી લાભ અને પ્રતિષ્ઠા સુધ્ધાં મળતાં નથી, એટલે પછી આધ્યાત્મિક વિકાસની તો વાત જ શી કરવી ? જે કામ કરીએ તેમાં એના સાધ્યની સિદ્ધિની દૃષ્ટિએ શરીરની પણ સ્થિરતા આવશ્યક બને છે. આ રીતે ગમે તે ક્ષેત્રમાં બુદ્ધિ સાથેની સ્થિરતા જ સિદ્ધિને પામે છે. તેથી જ તે “યોગશાસ્ત્રમાં સ્થિરતા કેળવવા ઉપર ભાર આપવામાં આવ્યો છે. ઉપાધ્યાય યશેવિયજી જ્યારે સ્થિરતા–અષ્ટકમાં એનું મહત્ત્વ ગાય છે, ત્યારે ચારિત્રની વ્યાખ્યામાં સ્થિરતાને જ મુખ્યપણે સમાવેશ કરે છે. દેવચંદ્રજીએ ઉપાધ્યાયજીનાં અખકે ઉપર ટીકા લખી છે, તેથી સ્થિરતાનું મહત્વ તેમના ધ્યાન બહાર રહી શકે નહિ. એટલે જ તો તેમણે પૂર્વાર્ધમાં બીજી રીતે કહી દીધું કે મારા જીવનમાં જે મન, વચન અને શરીરની અસ્થિરતા છે, અને તેના પરિણામે જે એકાંતદષ્ટિ તરફ ઢળી જવાય છે તે સતત વિદ્યમાન એવા વસ્તુસ્વભાવનું દર્શન થવા દેતી નથી. દેવચંદ્રજીને અસલી વેદના એ બાબતની છે કે વસ્તુસ્થિતિનું સાચું જ્ઞાન થવામાં અસ્થિરતા આડી આવે છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાનની આપણને અગોચર એવી ભૂમિકાની વાત બાજુએ રાખીએ તોય દેવચંદ્રજીના કથનનું રહસ્ય આપણે સમજવા જેવું છે, અને તે એટલું જ કે જે જૈનપણું કે ધાર્મિકપણું કેળવવું હોય તે મન, વચન અને કાયાની એકરૂપતા સાચવવી. વિચારવું એક, બેલિવું બીજું, કરવું ત્રીજું એ સ્થિતિ કદી સત્ય તરફ લઈ જઈ શકે નહિ.' આ જ કડીના ઉત્તરાર્ધમાં દેવચંદ્રજી બીજું એક સામાજિક નબળાઈનું તત્વ પ્રગટ કરી પિતાના અંતરની વેદના ઠાલવે છે. સામાન્ય રીતે જૈન સમાજ જ્યારે દેવ વિશે વાત કરે છે ત્યારે હંમેશાં એમ જ કહ્યા કરે છે કે જૈને તે વીતરાગના પૂજક છે, સરામના નહિ. જેની દેવ વિશેની માન્યતા ગુણમૂલક છે; વૈભવ, લાલચ કે ભયમૂલક નથી. પણ આજે આપણે સમાજમાં જે જોઈ રહ્યા છીએ તે જ દેવચંદ્રજીએ પિતાની આસપાસ સમાજમાં પ્રવર્તતું. જોયું, અને તેમાં પિતાની જાતને પણ વિલિપ્ત થયેલી જોઈ. પણ એમણે એ ખામીને આરેપ સમાજ ઉપર ન કરતાં પોતાની જાત ઉપર કર્યો છે.. તેમણે કહ્યું કે હું તો તે લેકેત્તર દેવની–વીતરાગની કરું છું, જેને રાગદેશની વૃત્તિઓનો લેશ પણ લેપ નથી એવી જ વ્યક્તિ જીવનને આદર્શ છે એમ સૌની સમક્ષ કહ્યા કરું છું અને છતાંય નબળાઈ એવી કે તેવા આદર્શગત દેવને જ્યારે નમું છું કે જ્યારે તેની પ્રાર્થના, સ્તુતિ કે સેવા કરું છું ત્યારે તે પણ અહિક લાલચે અને ભયથી જ પ્રેરાઈને. મેથી. Page #366 -------------------------------------------------------------------------- ________________ આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ [૩૩૧ વીતરાગ-સેવાની વાત અને અંતરમાં ભય કે લાલચથી કામના-સિદ્ધિની અગર ધાર્મિક ગણાવાની ઝંખના. ખરી રીતે વીતરાગ-સેવામાં આવી કોઈ દુન્યવી વાસનાને સ્થાન જ હેઈ ન શકે, અને હોય છે તે લોકોત્તર દેવની ભક્તિ ન કહેવાય. અન્ય પરંપરાનાં દેવ-દેવીઓને લૌકિક કહી તેમની સેવા-પૂજાને તુચ્છકારવી અને સ્વપરંપરામાં જ માત્ર લેકેતર દેવને આદર્શ છે એમ કહ્યાં છતાં એ લેટેત્તર દેવની આસપાસ પરપરંપરાનાં દેવ-દેવીઓની પૂજાસેવા પાછળ હોય છે તેવું જ માનસ પિષ્યા કરવું એ ન સાંપ્રદાયિક દંભ, છે. એ જ સામ્પ્રદાયિક દંભને દેવચંદ્રજીએ પિતાની જાત દ્વારા ખુલ્લો કર્યો છે, જે સૌને માટે પદાર્થપાઠ બને તેમ છે. પાંચમી કડી મહાવિદેહ મઝાર કે તારક જિનવરુ, શ્રી વજી ધર અરિહંત, અનંત ગુણકરુ; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે, મહાવૈદ્ય ગુણગ, ભવ રે વારશે. આ પાંચમી કડીમાં દેવચંદ્રજી પિતાને સ્તુત્ય દેવ વજધર પ્રત્યે પૂર્ણ વિશ્વાસ પ્રગટ કરે છે અને એ વિશ્વાસને બળે એમ માનતા દેખાય છે કે આ ભગવાન મને અવશ્ય તારશે અને ભારે સંસારરેગ નિવારશે. છઠ્ઠી કડી પ્રભુમુખ ભવ્યસ્વભાવ, સુણું જે માહરે, તે પામે પ્રમાદ, એહ ચેતન ખરે; થાયે શિવપદ આશ, રાશિ સુખવંદની, સહજ સ્વતંત્ર સ્વરૂપ, ખાણ આણંદની. આ ક્કી કડીમાં જૈન પરંપરામાં પ્રચલિત એવી એક માન્યતાનો ઉલ્લેખ છે. માન્યતા એવી છે કે જો સાધકને “હું ભવ્ય છું એવી ખાતરી થાય છે. તેને પુરુષાર્થ ગતિ પામે છે, અને તે સિદ્ધિ માટે પૂર્ણ આશાવંત બને છે. આ કડી વાટે પ્રથમ દષ્ટિએ એમ પ્રગટ થાય છે કે જાણે દેવચંદ્રજીને પિતાની ભવ્યતા વિશે સંદેહ હોય અને તેથી સિદિની આશા જ બંધાતી ન હોય. આ સદેહની ભૂમિકા ઉપર દેવચંદ્રજી ભગવાન પાસે માગણી કરે છે કે તમારા મુખથી હું મારા ભવ્ય સ્વભાવની ખાતરી મેળવું તો મારો સંદેહ દૂર થાય અને પછી તે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ] દર્શન અને ચિંતન મારી સિદ્ધિ વિશેની આશા પાકી થાય, પણ કવિ ભગવાનના મુખથી ભવ્યસ્વભાવ સાંભળવાની વાત કરે છે ત્યારે શું એ ભક્તિની ઘેલછામાં કે કાવ્યની ઊમિ. માં સાવ ઘેલું થઈ ગયું છે કે જે એટલુંય ન જાણતા હોય કે કોઈ ભગવાન મેઢા મેઢ આવીને મને કહેવાના નથી. કવિતાની શબ્દગૂંથણી એક પ્રકારની હેય છે, જ્યારે તેનું તાત્પર્ય તદ્દન જુદું હોય છે. એટલે અહીં એમ સમજવું જોઈએ કે દેવચંદ્રજી ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે એવી માગણી દ્વારા ખરી રીતે એમ વાંછે છે કે મારા અંતરપટ ઉપર જે સંદેહનું આવરણ છે તે અંતસ્તમ આત્મપ્રદેશના ઊંડાણમાંથી પ્રગટેલ નિશ્ચય દ્વારા દૂર થાઓ ! દેવચંદ્રજી પોતાના જ આધ્યાત્મિક નિર્ણયની ઝંખના ચાલુ જૈન પરમ્પરાની શિલીને ઉપયોગ કરી વ્યક્ત કરે છે. સાતમી ક્કી વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણું, ધારે ચેતનરામ, એહ થિરવાસના; દેવચંદ્ર જિનચંદ્ર, હૃદય સ્થિર થાય છે, જિન આણાયુત ભક્તિ, શક્તિ મુજ આપજે. આ સાતમી કડીમાં ઉપસંહાર કરતાં દેવચંદ્રજી માત્ર બે બાબતે કહે છેઃ એક તે એ કે પ્રભુનાં જે જે નામ છે તે બધાં જ ગુણનાં ધામ છે. પ્રભુ પિતે તે નિશ્રયદષ્ટિએ વચનાગોચર છે, પણ એમને માટે વપરાતાં વિશેષણે કે નામે તે તેમના એક એક ગુણને પ્રગટ કરે છે. તેથી દેવચંદ્રજી એવાં નામો ચિત્તમાં ધારણ કરવાની સ્થિર વાસના સેવે છે. બીજી અને છેવટની બાબત એક માગણમાં જ સમાઈ જાય છે. દેવચંદ્રજીની પ્રાર્થના કે વિનંતિ એ છે કે પ્રભુ મને ભક્તિની શક્તિ આપે, પણ તેઓ એ ભક્તિતવમાં વેવલાપણું કે ગાંડપણ દાખલ ન થાય તેટલા માટે જિનશાયુક્ત ભક્તિતત્વની માગણી કરે છે. જિઆજ્ઞાને આપણે સ્થૂળ દૃષ્ટિએ ધારતા હોઈએ તેવો અર્થ અહીં લેવાને નથી—એમાં તે વેવલાપણું આવી પણ જાય–પણું જિનઆજ્ઞા એટલે નિશ્રયદષ્ટિએ જીવનશુદ્ધિના માર્ગમાં આગળ વધતા સાધકના અંતરમાંથી ઊઠેલો શાસ્ત્રો અને સામર્થગને અથવા તાત્વિક ધર્મસંન્યાસના કે ક્ષપકશ્રેણીના આરે હરણને નાદ. શ્રીમદ્ રાજચંદ્ર જ્યારે એહ પરમપદપ્રાપ્તિનું કર્યું સ્થાન મેં, ગજા વગરને હાલ મને રથ રૂપ જો; Page #368 -------------------------------------------------------------------------- ________________ આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ [ ૩૩૩. તોપણું નિશ્ચય રાજચન્ટ મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે. એમ કહે છે ત્યારે તેમને પણ અંતરને એ જ નાદ પ્રેરી રહ્યો છે. એમ ચોકકસપણે દેખાય છે. અને આનન્દઘનના એક પદની છેલ્લી કડીમાને. તેમને અંતરનાદ તેમની જ વાણીમાં સાંભળીએ– મર્યા અનંત બાર બિન સમજે, અબ સુખ દુખ બિસરેંગે ! આનન્દઘને નિપટ નિકટ અક્ષર દે, કે નહીં સુમરે સે મરેંગે ! અબ હમ અમર ભયે, ન મરેંગે ! –પ્રબુદ્ધ જૈન, ૧૫-૧૧-૪૭. Page #369 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ. [૧૨] પર્વની ઉત્પત્તિ તહેવારે અનેક કારણોથી ઊભા થાય છે. ઘણીવાર એવું પણ બને છે કે અમુક એક ખાસ કારણથી તહેવાર શરૂ થયેલો હોય છે અને પછી તેની પુષ્ટિ અને પ્રચાર વખતે બીજાં કારણે પણ તેની સાથે આવી મળે છે. જુદા જુદા તહેવારના જુદાં જુદાં કારણે ગમે તે હો, છતાં તે બધાનાં સામાન્ય બે કારણે તે હેય જ છે: એક ભક્તિ અને બીજી આનંદ. કઈ પણ તહેવારની પાછળ અથવા તેની સાથે અંધ અગર દેખાતી ભક્તિ હોય જ છે; ભક્તિ વિના તહેવાર નભી શકતિ જ નથી, કારણ કે તેના નભાવ અને પ્રચારને આધાર જનસમુદાય હોય છે, એટલે જ્યાં સુધી તે તહેવાર પરત્વે તેની ભક્તિ હોય ત્યાં સુધી જ તે ચાલે. આનંદ વિના તો લકે કઈ પણ તહેવારમાં રસ લઈ જ ન શકે. ખાવું-પીવું, હળવું. મળવું, ગાવું બજાવવું, લેવું દેવું, નાચવું-કૂદવું, પહેરવું-ઓઢવું, ઠાઠમાઠ અને અને ભપકા કરવા વગેરેની ઓછીવતી ગોઠવણ વિનાને કોઈ પણ સાત્વિક કે તામસિક તહેવાર દુનિયાના પડ ઉપર નહિ જ મળે. તહેવારોના સ્વરૂપ અને તેની પાછળની ભાવના જોતાં આપણે ઉત્પત્તિના કારણ પરત્વે તહેવારોને મુખ્યપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ : (૧) લૌકિક, (૨) લેકેર; અથવા આસુરી અને દેવી. જે તહેવારે ભય, લાલચ અને વિસ્મય જેવા શુદ્ર ભામાંથી જન્મેલા હોય છે તે સાધારણ ભૂમિકાના લેકને લાયક હોવાથી લૌકિક અગર આસુરી કહી શકાય. તેમાં જીવનશદિને કે જીવનની મહત્તાને ભાવ નથી હોત, પણ પામર વૃત્તિઓ અને શુદ્ધ ભાવનાઓ તેની પાછળ હોય છે. જે તહેવારે જીવનશુદ્ધિની ભાવનામાંથી જન્મેલા હોય અને જીવનશુદ્ધિ માટે જ પ્રચારમાં આવ્યા હોય તે તહેવાર ઉચ્ચ ભૂમિકાના લોકોને લાયક હોવાથી કેત્તર અગર દેવી કહી શકાય. પહાડે અને જંગલમાં વસતી ભીલ, સંચાલ, કાળી જેવી જાતે અગર તો શહેર અને ગામડામાં વસતી છારા, વાધરી જેવી જાતોમાં અને ઘણુવાર તે ઉચ્ચ વર્ણની મનાતી બીજી બધી જ જાતેમાં આપણે જઈને તેમના તહેવાર જોઈએ તે તરત જ જણાશે કે એમના તહેવારો લય, Page #370 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ [ ૩૩૫ લાલચ અને અશ્રુતતાની ભાવનામાંથી જન્મેલા છે. તે તહેવારે અર્થ અને કામ પુરુષાર્થની જ પુષ્ટિ માટે ચાલતા હોય છે. નાગપંચમી, શીતળાસાતમ, ગણેશચતુર્થી, દુર્ગા અને કાળીપૂજા–એ મેલડી અને માતાની પૂજાની પેઠે ભયમુક્તિની ભાવનામાંથી જન્મેલા છે. મોળાકત, મંગળાગૌરી, જયેષ્ઠાગીરી, લક્ષ્મીપૂજા વગેરે તહેવારે લાલચ અને કામની ભાવનામાંથી જન્મેલા છે અને એના ઉપર જ એ ચાલે છે. સૂર્યપૂજ, સમુદ્રપૂજા અને ચંદ્રપૂજા વગેરે સાથે સંબંધ ધરાવનારા તહેવારે વિસ્મયની ભાવનામાંથી જન્મેલા છે. સૂર્યનું અપાર ઝળહળતું તેજ અને સમુદ્રનાં અપાર ઊછળતાં મોજાં જોઈ માણસ પહેલવહેલે તે આભો જ બની ગયો હશે અને એ વિસ્મયમાંથી એની પૂજાના ઉસ શરૂ થયા હશે. આવા અર્થ અને કામના પોષક તહેવારે સર્વત્ર પ્રચલિત હોવા છતાં વિધક દષ્ટિવાળા ગણ્યાંગાંડ્યા થડાક માણસો દ્વારા બીજી જાતના પણ તહેવારે પ્રચલિત થયેલા આપણે જોઈ શકીએ છીએ. યાહૂદી, ખ્રિસ્તી અને જરથુસ્તી ધર્મની અંદર જીવનશુદ્ધિની ભાવનામાંથી યોજાયેલા કેટલાક તહેવાર ચાલે છે. ઈસ્લામ ધર્મમાં ખાસ કરી રમઝાનનો મહિને આ જીવનશુદ્ધિની દૃષ્ટિએ જ તહેવારરૂપે ગોઠવાયેલું છે. એમાં મુસલમાનો માત્ર ઉપવાસ કરીને જ સંતોષ પકડે એટલું બસ નથી ગણાતું, પણ તે ઉપરાંત સંયમ કેળવવા માટે બીજાં ઘણાં પવિત્ર ફરમાને કરવામાં આવ્યાં છે. બ્રહ્મચર્ય પાળવું, સાચું બોલવું, ઊંચનીચ કે નાનામોટાને ભેદ છેડી દેવા, આવકના ૨ ટકા સેવા કરનાર નીચલા વર્ગના અને ૧૦ ટકા સંસ્થાઓ તેમ જ કરિના નભાવમાં ખરચવા, વગેરે જે વિધાને ઇસ્લામ ધર્મમાં છે તે રમઝાન મહિનાની પવિત્રતા સૂચવવા માટે બસ છે. બ્રાહ્મણ ધર્મના તહેવારે એમની વર્ણવ્યવસ્થા પ્રમાણે બહુવણી છે, એટલે તેમાં બધી જ ભાવનાઓવાળા બધી જ જાતના તહેવારનું લક્ષણ મિશ્રિત થયેલું નજરે પડે છે. બૌદ્ધ તહેવારે લેકકલ્યાણની અને ત્યાગની ભાવનામાંથી જન્મેલા છે ખરા, પણ જૈન તહેવારે સૌથી જુદા પડે છે અને તે જુદાઈ એ છે કે જૈનેનો એક પણ નાને કે મેટો તહેવાર એ નથી કે જે અર્થ અને કામની ભાવનામાંથી અથવા તે ભય, લાલચ અને વિરમયની ભાવનામાંથી ઉત્પન્ન થયો હોય. અગર તે તેમાં પાછળથી સેળભેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમર્થન કરવામાં આવતું હોય. નિમિત્ત તીર્થકરેના કઈ પણ કલ્યાણનું હોય અગર બીજું કાંઈ હોય, પણ એ નિમિત્તે ચાલતા પર્વ કે તહેવારને ઉદ્દેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમ જ પુષ્ટિ કરવાને જ રાખવામાં આવેલું છે. એક દિવસના કે એકથી વધારે દિવસના લાંબા Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ] દર્શન અને ચિંતન. એ બને તહેવારે પાછળ જૈન પરંપરામાં માત્ર એ એક જ ઉદેશ રાખવામાં આવ્યા છે. લાંબા તહેવારમાં ખાસ છ અઠ્ઠાઈએ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે, તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. સાંવત્સરિક એ જેનું વધારેમાં વધારે આદરણીય પર્વ છે. એનું કારણ એ છે કે જૈન ધર્મની મૂળ ભાવના જ એ પર્વમાં ઓતપ્રેત થયેલી છે. જૈન એટલે જીવનશુદ્ધિનો ઉમેદવાર. સાંવત્સરિક પર્વને દિવસે જીવનમાં એકત્ર થયેલ મેલ બહાર કાઢવાનો નિર્ધાર કરવામાં આવે છે. એ પર્વને દિવસે બધા નાનામોટા સાથે તાદાત્ય સાધવાનું અને જેના જેનાથી અંતર વિખૂટું પડ્યું હોય તેની તેની સાથે અંતર સાંધવાનું અર્થાત દિલ. ચોખ્ખું કરવાનું ફરમાન છે. જીવનમાંથી મેલ કાઢવાની ઘડી એ જ તેની સર્વોત્તમ ધન્ય ઘડી છે અને એવી ઘડી મેળવવા જે દિવસ ના હોય તે. દિવસ સૌથી વધારે શ્રદ્ધેય લેખાય તેમાં નવાઈ નથી. સાંવત્સરિક પર્વને કેંદ્રભૂત માની તેની સાથે બીજા સાત દિવસે ગઠવવામાં આવ્યા છે, અને એ આઠે દિવસ આજે પજુસણ કહેવાય છે. શ્વેતાબરના બન્ને ફિરકાઓમાં એ. અઠવાડિયું પજુસણ તરીકે જ જાણીતું છે અને સામાન્ય રીતે બન્નેમાં એ અઠવાડિયું એકસાથે જ શરૂ થાય છે અને પૂરું પણ થાય છે, પણ દિગંબર સંપ્રદાયમાં આને બદલે દશ દિવસે માનવામાં આવે છે અને પજુસણને બદલે એને દશલક્ષણું કહેવામાં આવે છે, તથા એને સમય પણ શ્વેતાંબર પરંપરા કરતાં જુદો છે. શ્વેતાંબરેન પજુસણ પૂર્ણ થયાં કે બીજા દિવસથી. જ દિંગબરોની દશલક્ષણી શરૂ થાય છે. જૈન ધર્મના પાયામાં ત્યાગ અને તપની ભાવના મુખ્ય હેવાથી એમાં ત્યાગી સાધુઓનું પદ મુખ્ય છે, અને તેથી જ જૈન ધર્મનાં તમામ પર્વેમાં સાધુપદનો સંબંધ મુખ્ય ભાગ ભજવે છે. સાંવત્સરિક પર્વ એટલે ત્યાગી સાધુઓને વર્ષાવાસ નક્કી કરવાનો દિવસ, અને અંતર્મુખ થઈ જીવનમાં ડોકિયું મારી તેમાંથી મેલ ફેંકી દેવાને અને તેની શુદ્ધિ સાચવવાના નિર્ધારને દિવસ. આ દિવસનું મહત્ત્વ જેઈ ઋતુની અનુકૂળતા પ્રમાણે તેની સાથે ગોઠવાયેલા બીજા દિવસે પણ તેટલું જ મહત્ત્વ ભોગવે છે. આ આઠે દિવસ કે જેમ બને તેમ ધધધા ઓછો કરવા, ત્યાગ-તપ વધારવાને, જ્ઞાન, ઉદારતા આદિ સદ્ગુણો પોષવાને અને એહિક, પારલૌકિક કલ્યાણ થાય એવાં જ કામો કરવા પ્રયત્ન કરે છે. દરેક જૈનને વારસામાંથી જ પર્યુષણના એવા સંસ્કાર મળે છે કે તે દિવસોમાં પ્રપંચથી નિવૃત્તિ મેળવી બને તેટલું વધારે Page #372 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ [૩૩૭ સારું કામ કરવું. આ સંસ્કારના બળથી નાના કે મેટા, ભાઈ કે બહેન દરેક પજુસણુ આવતાં જ પિતતાની ત્યાગ, તપ આદિની શક્તિ અજમાવે છે. અને મેર જ્યાં દેખે ત્યાં જૈન પરંપરામાં એક ધાર્મિક વાતાવરણ, અષાહ મહિનાનાં વાદળની પેઠે, ઘેરાઈ આવે છે. આવા વાતાવરણને લીધે અત્યારે પણ આ પર્વના દિવસોમાં નીચેની બાબતો સર્વત્ર નજરે પડે છે: (૧) ધમાલ ઓછી કરીને બને તેટલી નિવૃત્તિ અને કુરસદ મેળવવા પ્રયત્ન. (૨) ખાનપાન અને બીજા કેટલાક ભેગે ઉપર ઓછેવત્તે અંકુશ. (૩) શાસ્ત્રશ્રવણ અને આત્મચિંતનનું વલણ, (૪) તપસ્વી અને ત્યાગીઓની તેમ જ સાધમિકેની રોગ્ય પ્રતિપત્તિ–ભક્તિ. (૫) જેને અભયદાન આપવાને પ્રયત્ન. (૬) વેરઝેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના. એક બાજુ વારસામાં મળતા ઉપરની છ બાબતના સંસ્કાર અને બીજી બાજુ દુન્યવી ખટપટની પડેલી કુટે એ બે વચ્ચે અથડામણ ઊભી થાય છે અને પરિણામે આપણે પજુસણુના કલ્યાણસાધક દિવસમાં પણ ઈચ્છીએ તેવો અને કરી શકીએ તેટલે ઉપરના સુસંસ્કારોને ઉપયોગ કરી નથી શકતા, અને ધાર્મિક બાબતે સાથે આપણા હમેશના સંકુચિત અને તકરારી કુસંસ્કારોને સેળભેળ કરી દઈ દરેક બાબતમાં ખટપટ, પક્ષાપક્ષી, તાણખેંચ, હુંસાતુંસી, અને વાંધાવચકાના પ્રસંગે ઊભા કરીએ છીએ અને એકંદરે પજુસણ પછી કાંઈક ઉન્નત જીવન બનાવવાને બદલે પાછો જ્યાં હતા ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ; અને ઘણી વાર તો હતા તે સ્થિતિ કરતાં પણ નીચે પડી કે ઊતરી જઈએ છીએ. એટલે પાસણ જેવા ધાર્મિક દિવસનો ઉપયોગ આપણા આધ્યાત્મિક જીવનના વિકાસમાં તે થતું જ નથી, પણ સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં પણ આપણે તેને કશે જ ઉપયોગ કરી શકતા નથી. આપણે સર્વ સાધારણની ભૂમિકા વ્યાવહારિક છે. આપણે ગૃહસ્થ હોઈ બધું જ જીવન બહિર્મુખ ગાળીએ છીએ, એટલે આધ્યાત્મિક જીવનનો તે સ્પર્શ કરવા લગભગ અશક્ત નીવડીએ છીએ. પણ જે જાતના જીવનનો વિકાસ આપણે ઈચ્છીએ છીએ અને આપણાથી સાધવો શક્ય છે તે જાતના એટલે સામાજિક અને રાષ્ટ્રીય જીવનને આપણે તુચ્છ અને ઓછી કિંમતનું માની લીધું છે અને આપણે એમ લાયકાત વિના જ મેઢે કહ્યા કરીએ છીએ કે જીવન તે આધ્યાત્મિક જ ખરું છે. આવી લાયકાત વિનાની સમજથી આપણામાં નથી થતો આધ્યાત્મિક જીવનને વિકાસ અને નથી સુધરતું સામાજિક કે રાષ્ટ્રીય જીવન. તેથી આપણે આપણા ધાર્મિક સુંદર વારસાને ઉપયોગ એવી રીતે કરવું જોઈએ કે જેથી આપણું સામાજિક અને રાષ્ટ્રીય જીવન સુધરે અને, આંતરિક ૨૨ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ]. દર્શન અને ચિંતન લાયકાત હોય તે, આધ્યાત્મિક જીવન ઉપર પણ તેની સારી અસર થાય. આ જતને પજુસણના દિવસેને ઉપયોગ કરવા માટે બે વસ્તુની મુખ્ય જરૂર છેઃ (૧) એક તે એ કે જૈન ધર્મે પિતાના વિશિષ્ટ વારસા તરીકે કયાં કયાં તો આપણને આપ્યાં છે અને તેને સામાજિક તેમ જ રાષ્ટ્રીય કલ્યાણની દષ્ટિએ ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જ્ઞાન મેળવવું; અને (૨) બીજું એ કે આપણે પજુસણુની નિવૃત્તિને ઉપયોગી એવી દિશામાં કર કે જેથી આપણે ઉપરાંત આપણા પડોશી ભાઈઓને અને દેશવાસીઓને ફાયદો થાય અને આપણું સામાજિક જીવનની લેકમાં તથા રાજ્યમાં પ્રતિષ્ઠા બંધાય; આપણે હસતે મોઢે સૌની મેખરે ઊભા રહી શકીએ અને આપણું ધર્મની સરસાઈ માટે અભિમાન લઈ શકીએ. આ કારણથી અમે પજુસણને ઉપયોગ કરવાની રીત બદલી છે. આપણામાં મુખ્ય બે વર્ગો છે. એક વર્ગ એ છે કે તેને નવું શું, જૂનું શું, મૂળ તવ શું વગેરેને કશે જ વિચાર નથી. તેને જે ચીલે મળ્યો છે તે જ તેનું સર્વસ્વ છે. એ ચીલા બહાર નજર કરવા અને પિતાની રીત કરતાં બીજી રીતે જોવામાં પણ તેને બહુ દુઃખ થાય છે. જગત તરફ આંખ ઉધાડવામાં પણ તેને ગુનો થતો હોય તેમ લાગે છે. તેને પોતાના સિવાયની બીજી કોઈ પણ ઢબ, બીજી કોઈ પણ ભાષા અને બીજે કઈ પણ વિચાર અસહ્ય લાગે છે. અને બીજો વર્ગ એ છે કે તેને જે સામે આવે તે જ સારું લાગે છે. પિતાનું નવું સર્જન કાંઈ હોતું નથી, પિતાને વિચાર હોતો નથી, તેને પિતાનાં સ્થિર પણ કાંઈ હેતાં નથી. માત્ર જે તરફ લોકે મૂકતા હેય તે તરફ તે વર્ગ મૂકે છે. પરિણામે સમાજના બન્ને વર્ગોથી આપણું ધર્મનાં વિશિષ્ટ તત્વોને વ્યાપક અને સારે ઉપયોગ થઈ શકતું જ નથી. તેથી જરૂરનું એ છે કે લેકમાં જ્ઞાન અને ઉદારતા ઊતરે એવી કેળવણું આપવી. આ કારણથી પરંપરામાં ચાલ્યું આવતું કલ્પસૂત્રનું વાચન ન રાખતાં અમે કેટલાક ખાસ વિષયો ઉપર ચર્ચા કરવાનું યોગ્ય ધાર્યું છે. એ વિષય એવા છે કે જે જૈનધર્મના ( કહો કે સર્વ ધર્મના) પ્રાણભૂત છે, અને એની ચર્ચા એવી દૃષ્ટિએ કરવા ધારી છે કે જેથી એ તોને ઉપગ બધી દિશામાં બધા અધિકારીઓ કરી શકે; જેને જેમાં રસ હોય છે, તેમાંથી ફાયદો ઉઠાવી શકે; આધ્યાત્મિકપણે કાયમ રાખી સામાજિક અને રાષ્ટ્રીય કલ્યાણ સાધી શકાય. - નવી પરંપરાથી ડરવાને કશું જ કારણ નથી. અત્યારની ચાલ પર પરાઓ પણ કાંઈ શાસ્વત નથી. જે રીતે અને જે જાતનું કલ્પસૂત્ર અત્યારે Page #374 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેને ઉપર [૩૭ વંચાય છે તે પણ અમુક વખતે અને અમુક સગમાં જ શરૂ થયેલું. લગભગ દેઢ હજાર વર્ષ પહેલાં તે આવી જાહેરસભામાં અને જાહેર રીતે કપસૂત્ર વંચાતું જ ન હતું. એ ફક્ત સાધુસભામાં જ અને તે પણ ફળ અમુક કેટિના સાધુને મોટેથી જ વંચાતું. પહેલાં તે તે રાતે જ વંચાતું અને દિવસે વંચાય ત્યારે અમુક સમયમાં સાધુ-સાધ્વીઓ ભાગ લઈ શકતા વળી આનંદપુર નગરમાં ધુવસેન રાજાના સમયમાં કલ્પસૂત્રને ચતુર્વિધ સંધ સમક્ષ વાંચવાની તક ઊભી થઈ. એમ થવાનું પ્રાસંગિક કારણ એ રાજાના પુત્રશોકના નિવારણનું હતું, પણ ખરું કારણ તે એ હતું કે તે વખતે જ્યાં-. ત્યાં માસામાં બ્રાહ્મણ સંપ્રદાયમાં મહાભારત, રામાયણ અને ભાગવત જેવાં શાસ્ત્રો વાંચવાની ભારે પ્રથા હતી. લેકે એ તરફ ખૂબ ખૂકતા. બૌદ્ધ સંપ્રદાયમાં પણ જિનચરિત અને વિનયના પ્રથે વંચાતા, જેમાં બુદ્ધ ભગવાનનું જીવન અને ભિખુઓને આચાર આવતો. આ કારણથી લેકવર્ગમાં મહાન પુરુષોનાં જીવનચરિત્ર સાંભળવાની અને ત્યાગીઓના આચાર જાણવાની ઉત્કટ સચિ જાગતી હતી. એ સચિને તૃપ્ત કરવા ખાતર બુદ્ધિશાળી જેન આચાર્યોએ ધ્રુવસેન જેવા રાજાની તક લઈ કલ્પસૂત્રને જાહેરવાચન તરીકે પસંદ કર્યું. એમાં જે પહેલું જીવનચરિત્ર ન હતું તે ઉમેર્યું અને માત્ર સામાચારીને ભાગ, જે સાધુ સમક્ષ જ વંચાતું હતું તે, ભાગને ગૌણ કરી શરૂઆતમાં ભગવાન મહાવીરનું ચરિત દાખલ કર્યું, અને સર્વસાધારણુને. તે વખતની રુચિ પ્રમાણે પસંદ આવે એ ઢબે અને એવી ભાષામાં તે ગોઠવ્યું. વળી જ્યારે તેમાં વધારે વિસ્તારપૂર્વક સાંભળવાની રુચિ જન્મી, કલ્પસૂત્રની લેકમાં ભારે પ્રતિષ્ઠા જામી, અને પજુસણમાં તેનું જાહેરવાચન નિયમિત થઈ ગયું ત્યારે, વખતના વહેણ સાથે, સંગે પ્રમાણે આચાર્યોએ ટીકાઓ રચી. એ પ્રાકૃત અને સંસ્કૃત ટીકાઓ પણ વંચાવા લાગી. ૧૭માં સિકા સુધીમાં રચાયેલી અને તે વખતના વિચારને પડ પાડતી ટીકાઓ પણ એક અતિ જૂના ગ્રંથ તરીકે વંચાવા અને સંભળાવા લાગી. છેવટે ગુજરાતી અને હિંદી ભાષામાં પણ એ બધું ઊતર્યું અને આજે જ્યાંત્યાં વંચાય છે. આ બધું જ સારું છે અને તે એટલા કારણસર કે તે લેકની ભાવના પ્રમાણે બદલાતું રહ્યું છે. કુટપસૂત્ર અક્ષરશઃ ભગવાન મહાવીરથી જ ચાલ્યું આવે છે અને એમના વખતની જ રીતે આજે પણ વંચાય છે, એમ માની લેવાની કઈ ભૂલ ન કરે. લોકશ્રદ્ધા, લેકચિ અને ઉપયોગિતાની દૃષ્ટિએ જે ફેરફાર થાય છે તે જે બુદ્ધિપૂર્વક કરવામાં આવે તો લાભદાયક જ નીવડે છે. કલ્પસૂત્ર અને તેના વાચનની જે રીત અત્યારે ચાલે છે તેમાં બધા જ Page #375 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન લે રસ લઈ શકે તેમ નથી. તેનાં કારણે આ પ્રમાણે છે : (૧) વાચન અને શ્રવણમાં એટલે બધો વખત આપવો પડે છે કે માણસ કંસળી જાય અને મહાને લીધે બેસી રહે તોપણ વિચાર માટે તે લગભગ અશક્ત બની જાય. (૨) નક્કી થયેલ ઢબ પ્રમાણે શબ્દો અને અર્થી ઉચ્ચારાતા અને કસતા હોવાથી, તેમ જ ઠરાવેલ વખતમાં ઠરાવેલ ભાગ પૂરે કરવાનો હોવાથી બેલનાર કે સાંભળનાર માટે બીજી ચર્ચા અને બીજી દષ્ટિના અવકાસને અંબાવ. (૩) એ વાચન વખતે વર્તમાન સમાજની અને દેશની દશા તરફ ઉદાર દષ્ટિએ જોવાના વલણનો અભાવ અને તેથી સમાજ અને રાષ્ટ્રમાં ઉગી થઈ શકે એવી કલ્પસૂત્રમાંથી હકીકત તારવી લેવાની ખોટ. (૪) શ્રા, ભક્તિ અને ચાલુ રૂઢિ ઉપર એટલું બધું દબાણ થાય છે કે જેને લીધે મુહિ, તર્ક અને સ્વતંત્ર જિજ્ઞાસા તદ્દન બુઠ્ઠાં જ થઈ જાય. (૫) ચાલુ પરિસ્થિતિ વિશેનું છેક જ અજ્ઞાન અથવા તેની ગેરસમજ અગર તે તરફ આંખમીંચામણાં અને ભૂતકાળની એકમાત્ર મૃત હકીકતને સજીવન કરવાને એકતરફી પ્રયત્ન. આ અને આના જેવા બીજા કારણોને લીધે આપણું પજુસણનું ક૫સુત્રવાચન નીરસ જેવું થઈ ગયું છેતેને ઉદ્ધાર કરવાની જરૂર છે. તે બહુ અરી રીતે થઈ શકે એવાં તત્તે આપણું પાસે છે, એ જ વસ્તુ મનમાં રાખી આ વખતે અમે અમારી દષ્ટિ પ્રમાણે ફેરફાર જાહેર રીતે શરૂ કર્યો છે. –પર્યુષણપર્વનાં વ્યાખાને, ૧૯૩૦. Page #376 -------------------------------------------------------------------------- ________________ ધર્મપર્વ કે જ્ઞાનપર્વ [ ૧૩] પણ એ જેનોને જાણી અને જૂનો ધર્મ-તહેવાર છે. એ અહવાંકિયું આવ્યા પહેલાં ઘણુ દિવસ અગાઉથી જ તેની અનેક જાતની વ્યાવહારિક અને ધાર્મિક તૈયારીઓ જૈન સમાજમાં થવા માંડે છે. જ્ઞાન અને ધર્મ મેળવવા તેમ જ સેવવા ગામોગામના શ્રાવકે પિતા પોતાના ગામમાં ચોમાસા માટે ત્યાગીવર્ગને આમંત્રે છે અને વિનવે છે. કેટલાક પહેલેથી જ તપ કરવા માંડે છે. કેટલાક વળી તપ પાછળ અને તપની પહેલાં પારણાં તેમ જ અતરવારણ માટેની પહેલેથી ખૂબ તૈયારીઓ અને ગોઠવણે કરે છે. એ પર્વમાં સ્વાદ અને તેના ત્યાગ બન્નેનું આરાધન એકસરખું અત્યારે જણાય છે, પણ મૂળે એ પર્વ ધર્મ અને જ્ઞાનનું છે. જીવનમાં ધર્મ ઊતરે અને અનેક પ્રકારનું જ્ઞાન મળે તે માટે અત્યારે આ પર્વમાં ભગવાન મહાવીરનું જીવન વાંચવાની પ્રથા છે અને બાકીના વખતમાં આવશ્યક ક્રિયા વગેરે અનેક જાતની ક્રિયાઓ ગોઠવાયેલી છે. ભગવાનના જીવન માટે કલ્પસૂત્ર વાંચવા-સાંભળવાની પ્રથા છે. એ સૂત્ર બg મેટું નથી, પણ એની સાથે એની ટીકાઓ વંચાતી હેવાથી તે જેમ લાંબુંલચર થઈ જાય છે તેમ તેમાં પુનરુક્તિ પણ થઈ જાય છે. અતિશ્રદ્ધાળુ સિવાયના અને આતિ ધીરજવાળા સિવાયના ઘણું લેકે તેના વાચન વખતે કંટાળે છે અને ઘણું તે ઊંઘે છે. બીજી બાજુ નવીન સંસ્કાર પામેલો અને પામતો તરુણવર્ગ ફરિયાદ કરે છે કે એમાં ભગવાનના જીવનની મૂળ વસ્તુ બહુ ઓછી આવે છે અને વર્ણને તેમ જ અલંકારના થરે એટલા બધા આવે છે કે એ શ્રવણુ માત્ર નીરસ જ નહિ, પણ અનુપયોગી જેવું થઈ જાય છે. નક્કી કરેલો ભાગ વાંચવાને હેવાથી તે વખતે વાંચનારને ઘણીવાર એટલી ત્વરા કરવી પડે છે કે રિણા અને મનન માટે શ્રોતાને વખત રહેતા જ નથી. વળી માત્ર શ્રવણ માહાતમ્ય વધી ગયેલું હોવાથી અને એકસાથે મનન ન કરી શકાય એટલે પણો ભાગ સાંભળવા માટે લાંબે વખત બેસવું પડતું હોવાથી કઈ તા. ભાગ્યે જ સાંભળ્યા ઉપર મનન કરે છે, અને પરિણામે સમાજમાં જેટલે અને અાપતા કેળવાઈ છે તેટલે અંશે વિચારપટુતા નથી કેળવાઈ; તેથી ઊલટું એ ભાળે વિચારજડતા જ દ% થઈ છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર 1 દર્શન અને શિત એક વાર એક વિદ્વાન મિત્રે મને કહેલું કે જ્યારે બારસા વાંચવા લાગ્યા ત્યારે જરાય રસ ન આવવાથી મેં ધાર્મિક પુસ્તક લઈ ત્યાં જ બેસી વાંચી કર્યું અને તેમાં ઘણું જાણવાનું મળ્યું. દરેક ભાઈબહેન, જે નિયમિત કલ્પસૂત્ર સાંભળતાં આવે છે તે, ભગવાનના જીવનને કઈ પણ પ્રસંગ પૂછયથી તરત વર્ણવી શકે. જો તમે તે બાબત તેમને કાંઈ ઊંડાણથી પૂછે તે કાં તો એ ચિડાઈ જઈ એમ કહેશે કે એમાં પ્રશ્ન છે અને શંકા શી ? અને કઈ ધીરજવાન હશે તે ન ચિડાતાં એટલું જ કહેશે કે ત્યારે તમે જ કહે. આ વસ્તુસ્થિતિ છે. ભગવાનના અસાધારણ તપસ્વી અને જ્ઞાની તરીકેના જીવનના કેયડા એ અસાધારણ જ હેય. આપણે એને સમજવા ધાર્મિક થવું વટ અને વિચારક તો થવું ઘટે જ. પર્યુષણુની ચાલુ પ્રથાને ૩૦ વર્ષને અનુભવ મને કહે છે કે હવે વિચારવૃદ્ધિ થાય અને ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુએ ઉદારતાપૂર્વક ધર્મ અને સમાજના એક એક અંગ ઉપર વિચાર કરવામાં આવે તે જ તરુણ સમાજ અને ભાવી પેઢીને સતિષ આપી શકાય અને બહારની દુનિયામાં જાગરિતા દષ્ટિએ ઊભી શકાય. છે. આ કલ્પના તે કેટલાયે વર્ષ અગાઉ આવેલી; એકવાર ભાવનગરમાં સન્મિત્ર કપૂરવિજયજી સમક્ષ વ્યાખ્યાન વખતે આ કલ્પના મૂક્વામાં પણ આવેલી, પણ કેટલાંક કારણસર તે વખતે તેને અમલ થઈ શક્યો નહિ. બે વર્ષ અગાઉ એક મિત્રને ત્યાં આ કલ્પનાને મૂર્તરૂપ આપવામાં આવ્યું હતું. આ વખતે અનેક મિત્રો સાથે વિચાર કરતાં બધાને એ કલ્પના પસંદ આવી. તે કલ્પના આ હતી: (૧) પ્રતિક્રમણ, પૂજન આદિ ચાલુ ક્રિયાકાણમાં રસ લેનાર તેમાં ભાગ લેવા ઉપરાંત પ્રવચનને લાભ લઈ શકે એવી રીતે સભ્ય ગોઠવો. (૨) પ્રવચનો એક વાર તે ભગવાનના જીવનને અંગેજ થાય અને બીજી વાર ભિન્ન ભિન્ન વિષય ઉપર થાય. એ વિષય જીવનસ્પી અને તાત્વિક હેય. (૩) પ્રવચન માટે જાહેર વિચારક અને વક્તઓને આમંત્રણ આપવું અને તેમને વિચારે છૂટથી મૂકવાની તક આપવી. (૪) બની શકે. ત્યાં સુધી એ પ્રવચને લખેલાં હોય અને પ્રવચનને અંતે પ્રશ્નોત્તરી રાખવી. અનુકૂળ કે પ્રતિકૂળ પક્ષકારે છૂટથી શાંતિ અને વિચારપૂર્વક ચર્ચા કરવી. ' . આ કલ્પના પ્રમાણે આ વર્ષે પ્રવચનને ક્રમ ગોઠવી ધર્મ સાથે જ્ઞાનનું પર્વ ઊજવવાની મિત્રોએ વ્યવસ્થા કરી. તે પ્રમાણે સવારે પ્રવચને નવ વાગે હમેશાં થતાં અને બીજીવાર બપોરે કે રાતે વક્તાની અનુકૂળતા પ્રમાણે થતાં. આ વર્ષે ખાસ જાહેરાત કરવામાં આવી ન હતી. જગ્યા પણ શહેરથી દૂર Page #378 -------------------------------------------------------------------------- ________________ ધર્મપર્વ કે જ્ઞાન પર્વ [૩૪૩ અને ખાનગી જ હતી, છતાં શ્રેતૃવગ પ્રમાણમાં સારે એકત્ર થ. બધા લગભગ જિજ્ઞાસુ આવતા. વિદ્વાનો ખાસ ભાગ લેતા. જેનેતરે પણ, જેને માલુમ પડે તે, આવતા. વિષયે પણ વ્યાપક રખાયા હતા. બેલનારાઓ પણ જાણીતા જ હતા. દષ્ટિ જરા પણ સંકુચિત ન રાખતાં તદ્દન ઉદાર રખાઈ હતી. તેથી ગમે તે માણસ પિતાના વિચાર થી દર્શાવે એવી તક મળી હતી. આ તે માત્ર પ્રથમ પ્રવેગ ગણાય. અનેક વિષય ઉપર જુદા જુદા વિચારકેએ ઉદાર ચિત્તે જે જે વિચારે જણાવ્યા તે બધાને અહીં સંગ્રહ આપવામાં આવે છે. આમાનાં ઘણું પ્રવચને તે તે વક્તાઓએ લખીને જ વાંચેલાં અગર પાછળથી તેમણે પોતે જ લખીને આપેલાં છે. કેટલાકની તે વખતે નોંધ લેવાયેલી; તે ખાસ તપાસ્યા પછી અહીં આપવામાં આવે છે. આ પ્રવચનસંગ્રહ દરેક વાચકને સુલભ થાય તે માટે “સુષા'ના સંપાદકે એક ખાસ અંક કાઢવા ધાર્યો છે, તે યોગ્ય જ થયું છે. આથી નીચેનાં પરિણામે આવવાનો સંભવ છેઃ (ક) જે ચાલુ પ્રથામાં રસ ન લેતા હોય કે ઓછો લેતા હોય અને છતાં ધર્મપર્વ ઊજવવાનો આગ્રહ રાખતા હોય તે તેમને માટે એક જાતનું માર્ગ સૂચન (a) અનેક વિચારકે પાસેથી તેમના વિચારનું દહન કરી વિચારશીલતા કેળવવી અને અનેક બાજુથી વસ્તુને વિચાર કરવાની દષ્ટિ ખીલવવી; તેમ જ આવે નિમિત્તે જૈનેતર વિદ્વાને અને શ્રદ્ધાળુઓને જેને સાથે મળતા કરવા અને વિચારમાં ઉદારતા આણવી. () લિખિત પ્રવચનને લીધે કઈ એક સ્થળે અપાયેલ પ્રવચનને અનેક સ્થળે ઉપયોગ થશે અને તે રીતે વિચાર તેમજ ઉત્સાહમાં જાગૃતિ થવી. સુષા, આશ્વિન ૧૯૮૪. Page #379 -------------------------------------------------------------------------- ________________ વહેમમુક્તિ [૧૪] પૂજીસણ એ ધર્મ પર્વ છે. ધર્માંપના સીધા અને સરળ અર્થ તો એટલે જ છે કે જે પ માં ધર્મની સમજણુ દ્વારા, હાઈ એ તે કરતાં કાંઈક સારી અને ચઢિયાતી ભૂમિકા પ્રાપ્ત કરવી. આ દૃષ્ટિએ વિચાર કરીએ અને પૂર્વગ્રહેાથી મુક્ત થવા જેટલી હિંમત કેળવીએ તો આપણુને સમજાયા સિવાય નહિ રહે કે આપણે માટેભાગે ધમ પ ને વહેમપુષ્ટિનું જ પર્વ બનાવી મૂકયુ છે, જૈનધમ કે બીજો કાઈ પણ સાચો ધર્મ' હોય તો તેને વહેમો સાથે કશી જ લેવા-દેવા હાઈ શકે નહિ. જેટલે અંશે વહેમની પુષ્ટિ કે વહેમાનું રાજ્ય તેટલે અંશે સાચા ધર્માંના અભાવ—આ વસ્તુ વિવેકી વાચકને સમજાવવાની ભાગ્યે જ જરૂર છે. . નાનામોટા બધા જ વહેંમાનું મૂળ અજ્ઞાન કે અવિદ્યામાં જ રહેલું છે, પણ અજ્ઞાન અને અવિદ્યાની ગુફા એટલી બધી મેટી તેમ જ અંધકારમય છે કે સરળતાથી તેનું સ્વરૂપ સર્વસાધારણને ગમ્ય થઈ શકતું નથી. તેમ છતાં એ અજ્ઞાન જ્યારે વહેમાની સૃષ્ટિ ખડી કરે છે ત્યારે તે સીધી રીતે તેવી સૃષ્ટિ ન સરજતાં બીજી ગમ્ય થઈ શકે એવી વૃત્તિઓ દ્વારા જ સર્જે છે. એવી વૃત્તિઓમાં એ વૃત્તિએ મુખ્ય છે: એક લાભ અને બીજો લાલચ અને ડર બન્ને અજ્ઞાનનાં જ પરિણામેા છે. ધણાં વહેમ લાલચમૂળક છે તે બીજા ભયમૂળક છે, અજ્ઞાનનું આવરણ ગયું ન હોય કે નબળું પડ્યું ન હોય તો તે, ન કળાય એવી રીતે ધર્મોના ક્ષેત્રમાં પણ લાલચ અને ભયનાં તત્ત્વને જન્મ આપે જ છે તેમ જ તેની પુષ્ટિ પણ કરે છે. એટલું જ નહિ, પણ વધારામાં તે માણસનાં વિચારનેત્રા ઉપર એવા ગાઢ પડદો નાખે છે કે માણસ પોતે વહેમાને ભાગ બનવા છતાં તેનાં કારણે લાલચ અને ભયને જોઈ શકતા નથી અને ઊલટુ વહેમાને જ ધર્મ માની તેનાં કારણ લાભ અને ભયને પાધ્યે જાય છે. અજ્ઞાનની ખૂબી જ એ છે કે પોતાના વિરોધી સમ્યગ્નાનનું સાચું સ્વરૂપ તે! સમજવા ન જ દે, પણ પેાતાનું સાચું સ્વરૂપ સમજતાં માણસને રોકે છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ વહેમમુક્તિ [ ૩૪૫ આવી સ્થિતિ હાવાથી પશુસણ જેવું ધર્મ પર્વ, કે જે ખરી રીતે વહેમમુક્તિનું જ પર્વ બનવું જોઈ એ, તે વહેમેની પુષ્ટિનું પર્વ બની રહ્યું છે અને પશુસપની આરાધનાની આડમાં લોકો વધારે ને વધારે વહેીલા અને વેવલા બનતા જાય છે; સમાજની ભૂમિકા ધ પવને નિમિત્તે શુદ્ધ તેમ જ દૃઢ ચવાને બદલે અશુદ્ધ અને નિળ પડતી જાય છે. તેથી આ વિશે અહીં ચેડા ઊહાપોહ કરવા યોગ્ય ધારું છું. પશુસણમાં ખીચ્છ ગમે તે ધર્મ પ્રવૃત્તિ ચાલતી હાય, છતાં એમાં ભગવાન મહાવીરના જીવનનું વાચન-શ્રવણ મુખ્ય ભાગ ભજવે છે. હજારો વર્ષ થયાં આ પ્રથા પ્રચલિત છે. સારા સારા વિદ્વાન કહી શકાય એવા સાધુઓ, યતિ અને પરિતા પણ એ વાંચતા અને સભળાવતા આવ્યા છે. સમજદાર કહી શકાય એવા શ્રાવકા એને સાંભળતા આવ્યા છે. ભગવાનના જીવનનું વાચન-શ્રવણ એટલે ધ પર્વની આરાધના અને ધપવની આરાધના એટલે વહેમોથી મુક્તિ મેળવવી તે. હવે આપણે જોઈ એ કે ભગવાનની જીવનકથાના વાચન-શ્રવણના ધર્મ-દિવસેામાં આપણે વહેમોથી છૂટીએ છીએ કે વધારે અને વધારે વહેંમાથી જકડાતા જઈ એ છીએ. જો છૂટતા હાઈ એ તો તા પ્રશ્ન જ નથી, પણ જો જકડાતા જતા હોઈએ તે નિઃસ્વાથ અને નિય એવા વિચારકવગે લોકેા સામે લાલબત્તી ધરવી જરૂરી થઈ પડે છે, જન્મ-પ્રસંગ લે. ભગવાનના જન્મ થયેા ને લાખા દેવ-દેવીઓ આવ્યાં. દિક્કુમારી શિશુને મેરુ ઉપર લઈ ગઈ અને મેરુનું કંપન પણ થયું. આ વર્ણનમાં કેટલું સ્વાભાવિક છે અને કેટલું હાર પ્રયત્ને પણ સમજી શકાય તેવું નથી એના વિચાર કાઈ વાચક કે શ્રોતા કરતો જ નથી. ઊલટુ કહેવામાં એમ આવે છે કે એ તો મહાપુરુષોનાં જીવન છે, આપણા સાધારણ જીવન નથી. જે સાંભળતા હાઈ એ તેમાં માત્ર શ્રદ્ધા જ કરવી જોઈ એ. શ્રદ્દાના આ તત્ત્વે સાચી સમજની ઇચ્છા અને સાચી સમજના પ્રયત્ન ઉપર પડદા નાખ્યા, એટલે શ્રદ્ધા મજબૂત બની. તે એવી મજબૂત બની કે એને માટે હવે આગળ આવતા બધા પ્રસંગો વિશે એને કાંઈ પૂછ્યા, શોધવા કે સત્યાસત્યને વિવેક કરવા જેવું રહ્યું જ નથી. આમલકી ક્રીડા જેવી મનુષ્ય જ્વન સુલભ બાળક્રીડાએ આવી. ભગવાન સાથે માત્ર માનવબાળકેા રમે તે ભગવાન શાના? રમતમાં દેવની વિકુશ્ર્વિત ગગનચુંબી કાયાને ભગવાન દખાવી ન શકે તે રામ અને કૃષ્ણ કરતાં ચડે કેવી રીતે ? એટલે લેાકેા પેાતાના ભગવાનને બીજા ભગવાતા કરતાં વધારે ચડિયાતા માનવા—મનાવવાની Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬] દર્શન અને ચિંતન ધૂનમાં એ વિચારવું જ ભૂલી ગયા કે મૂળ રમતમાં દેવ આવ્યાની વાત માનવા. જેવી છે કે નહિ ? ભગવાન પિતે તે દેવની મદદ વિના જ આગળ વધ્યા, પણ એમનું જીવન એવું લખાતું ગયું કે તે દેવની મદદ વિના આગળ ચાલી શકે જ નહિ. એટલે સંગમ આવ્યું. કઈ એ વિચાર નથી કરતું કે પહેલાં તે દેવને મહાવીરની સાધના વચ્ચે આવવાનું કેઈ કારણ જ નથી. પુરાણમાં વિશ્વામિત્ર જેવા ઋષિઓની તપસ્યામાં ઈન્ટ મેનકાને મેલી વિદ્ધ કરી શકે, પણ સ્વાભાવિક મનુષ્ય જીવનને વિચાર કરનાર આગમ-ધર્મમાં એવી કલ્પનાને સ્થાન હોઈ શકે નહિ. સંગમ કઈ હશે તેય તે પ્લેચ્છ પ્રકૃતિને માણસ હશે, અને તેણે ભગવાનને પરિષહ આપ્યાં હોય તેય તે અમુક મર્યાદામાં જ આપ્યાં હોવા જોઈએ, પણ જાણું-જોઈને આપણે વિચારશક્તિ એટલી બધી કુંઠિત કરી નાંખી છે કે એ વિશે વિચાર કરતાં પણ ધ્રુજીએ છીએ. દેની દરમ્યાનગિરી દ્વારા અસંભવ ઘટનાઓ પણ સંભવિત બનાવવાને સહેલે કીમિયો હાથમાં આવ્યું. પછી તે પૂછવું જ શું ? ભગવાને જન્મ તો લીધો દેવાનંદાની કુક્ષિમાં, પણ અવતર્યા ત્રિશલાને પેટે. આ બનાવને જૈનેતરે જ નહિ, પણ જૈન સુધ્ધાં હસી કાઢે એવી સ્થિતિ દેખાતાં દેવની દરમ્યાનગિરી મદદે આવી અને સમાધાન થઈ ગયું કે ગર્ભપહરણ તે દેવે કર્યું. દેવની શક્તિ કાંઈ જેવી–તેવી છે? એ તે ધારે તે કરે. આપણું ગજું નહિ કે એને આપણે સમજી શકીએ ! શ્રદ્ધા બંધાઈ. મજબૂત બની અને એ વિશે નવું જાણવાનું દ્વાર એણે બંધ કર્યું. આ પ્રસંગને જેનેતો તે બનાવટી લેખતા જ, પણ આ વિષમ કળિયુગમાં જેને પણ એવા પાકવા લાગ્યા કે તેઓ એ ઘટનાનું રહસ્ય પૂછવા લાગ્યા. જે તેઓ દેવનું અસ્તિત્વ અને દરમ્યાનગિરી ન સ્વીકારે તો તેમણે જૈન સમાજ જ છોડી દેવો ત્યાં લગી શ્રદ્ધાળુ વિચારણું આગળ વધી. પણ આકાશ કાટયું ત્યાં થીગડાં કેમ દેવાય ? ધર્મપર્વમાં તો ખુલે દિલે અને મુક્તમને વિચારણા કરવાને માર્ગ ખૂલ જોઈ તે હતો; નહિ સમજાયેલાં અને નહિ સમજાતાં રહસ્યના ખુલાસાઓ શેધવા જોઈતા હતા; પરંપરાગત પૌરાણિક કલ્પનાઓની પાછળનું ઐતિહાસિક તથ્ય શોધાવું જોઈતું હતું. તેને બદલે જ્યાં દેખે ત્યાં આઠે દિવસ હજારે કેની માનસિક એરણ ઉપર વહેમો અને અંધશ્રદ્ધાનાં એવા ઘાટ વ્યાખ્યાનેના હથેડાથી ઘડાયે જ જાય છે કે ત્યાગીઓ તેમ જ ગૃહસ્થ Page #382 -------------------------------------------------------------------------- ________________ વહેમમુક્તિ [૩૪૦ એ વિચાર સુધ્ધાં નથી કરતા કે સાંભળનારી આ નવી પેઢી તેમની કેટલીક સાચી વાતને પણ ખોટી સાથે આગળ જતાં ફેંકી દેશે ! ' ભગવાન દેવાનંદાને જ પેટે અવતર્યા હેત તો શું બગડી જાત ? ગર્ભમાં આવવાથી જે ભગવાનનું જીવન વિકૃત ન થયું તો અવતરવાથી શી રીતે વિકૃત થાત ? યશોદાને પરણ્યા છતાં તેને રાગ સર્વથા છોડી શકનાર મહાવીર દેવાનંદાને પેટે અવતારવાથી કેવી રીતે વીતરાગ થતાં અટકત? શુદ્ધ બ્રાહ્મણને પેટે અવતરનાર ઇન્દ્રભૂતિ આદિ ગણુધરેને કેવળજ્ઞાન અને વીતરાગત્વ પ્રગટતાં તેમની માતાનું જે બ્રાહ્મણત્વ આડે ન આવ્યું તે ભગવાનના વીતરાગત્વમાં આડે શા માટે આવત? ક્ષત્રિયાણુમાં એ શે ગુણ હોય છે કે તે વીતરાગત્વ પ્રગટવામાં આડે ન આવે ? ક્ષત્રિયત્ન અને બ્રાહ્મણત્વ તાત્વિક રીતે શેમાં સમાયેલ છે અને તેમાં કાણુ ઊંચુંનીચું છે અને તે શા કારણે ? આ અને આના જેવા સેંકડો પ્રશ્નો ઊભા થાય છે, પણ એ પ્રશ્નો કરે કેણુ? કરે તે સાંભળે કોણ? અને સાંભળે તે એને બુદ્ધિગમ્ય ખુલાસે કરે આ સ્થિતિ ખરેખર જૈન સમાજના ગૌરવને હીણપત લગાડે તેવી છે. તે વહેમથી મુક્તિ આપવાને બદલે એમાં જ સડે છે. ઈતિહાસની પ્રતિષ્ઠાને પવન ફૂંકાયો છે. આગળ પડતા જૈને કહે છે કે ભગવાનનું જીવન એતિહાસિક દષ્ટિએ લખાવું જોઈએ, જેથી સૌ બુદ્ધિગમ્ય કરી શકે. પ્રશ્ન એ છે કે ઈતિહાસમાં દેવોને સ્થાન છે? અને સ્થાન ન હોય તે દેવકૃત ઘટનાઓ વિશે કાંઈ માનવીય ખુલાસે આવશ્યક છે કે, નહિ? જે આવશ્યક હેય તે જુના વહેમમાંથી મુક્તિ મેળવ્યે જ છૂટકે છે. અને આવશ્યક ન હોય તો ઐતિહાસિક જીવન લખવા-લખાવવાના મનરથી મુક્તિ મેળવ્યે જ છૂટકે છે; ત્રીજે રસ્તો નથી. કેટલાક લેખકે ઐતિહાસિક હોવા છતાં આવા વહેમ વિશે ઘટતો ખુલાસો કે મુક્ત વિચારણા કરી નથી શકતા. તેનું એક કારણ એ છે કે તેમના દિલમાં ઊંડે ઊંડે. વહેમની લોકશ્રદ્ધા સામે થવાનું બળ નથી. જે ધમપર્વ સાચી રીતે ઊજવવું હોય તે વહેમથી મુક્ત થવાની વૃત્તિ કેળવવી જ પડશે. આ તે વિચારગત વહેમે થયા. કેટલાક આચારગત વહેમે પણ છે, અને તે વધારે ઊંડાં મૂળ ઘાલી લોકમાનસમાં પડ્યા છે. પજુસણ આવ્યાં, સ્વખાં ઊતર્યા, ભગવાનનું પારણું બંધાયું. લેકે પારણું ઘરે લઈ જાય. શા માટે ? અસંતતિયાને સંતતિ થાય તે માટે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮] દર્શન અને ચિંતન બેલીમાં વધારે રૂપિયા આવ્યા તે, બજારમાં ભાવ ચડાવી માલ ખરીદી લેવાની પેઠે, શાસનના અધિષ્ઠાયક કેઈ દેવ પાસેથી કે ભગવાન પાસેથી કે કર્મવાદ પાસેથી છોકરું મેળવવા. આ કે વહેમ ? અને આ વહેમને પિષનાર કેઈ સાધારણ માણસ નહિ, પણ એ તે સૂરિઓ અને સુરિસમ્રાટે જેવા ! હવે જ્યાં કુમળી વયની છોકરીઓના માનસ ઉપર એવો સંસ્કાર પડતો હોય કે છેવટે સંતતિ મેળવવાનું સાધન વધારે બેલી બેલી પારણું બંધાવવામાં છે, ત્યાં એ છોકરી સંયમ દ્વારા આરોગ્ય અને ગર્ભાશયની સુરક્ષા કેવી રીતે કરી શકશે? પારણું ઘેર બાંધ્યા છતાં બાળક ન થયું તે અધિષ્ઠાયક દેશ, ભગવાનને દોષ, પૂર્વકૃત કર્મને દોષ કે ગુરઓએ પિધેલ વહેમને કારણે બંધાયેલ છેટી આશાઓને દેવ ? આ બધું જ વિચારણીય ન હોય તે પજુસણુપર્વને કાંઈ અર્થ -નથી. એ ધર્મપર્વ મટી વહેમપર્વ બને છે અને પિતાનો વહેમમુક્તિને પ્રાણ ગુમાવી બેસે છે. – જૈન પર્યુષણાંક', શ્રાવણ ૨૦૦૨. Page #384 -------------------------------------------------------------------------- ________________ આપણે ક્યાં છીએ? [ ૧૫ ] પજુસણુપર્વ આવે છે ત્યારે આવતી જાનની પેઠે એની રાહ જોવાય છે અને એ પર્વ પૂરું થઈ જાય છે ત્યારે તેને રસ વાસી થઈ જાય છે, એ આપણ રેજના અનુભવની વાત છે. છાપાંની, તેમાં લખનારની અને તેને વાંચનારની પણ લગભગ આ જ સ્થિતિ છે. આનું કારણ વિચારતાં મને એમ લાગે છે કે આપણે જે કાંઈ વિચારીએ છીએ અને તેમાં જે સર્વ સંમતિએ માન્ય કરવા જેવું હોય છે તેને પણ અમલમાં મૂકતા નથી, માત્ર નિષ્ક્રિયતાને જ સેવતા રહીએ છીએ, અને તેમાં જ પસણુપર્વની ઈતિશ્રી, અને પારણું બને માની લઈએ છીએ, એ છે. મથાળામાં સૂચિત પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર તે એ જ છે કે આપણે જ્યાં હતા ત્યાં જ છીએ. પણ ઉત્તર ગમે તે હોય, છતાં આ સ્થિતિ નભાવવા જેવી તો નથી જ. એમાં પરિવર્તન કરવું હોય તે આપણે પજુસણુપર્વ નિમિત્તે એ વિશે વિચાર પણ કરો ઘટે છે. પ્રત્યેક સમજદાર જૈન પજુસણુપર્વમાં એક અથવા બીજી રીતે કાંઈને કાંઈ આત્મનિરીક્ષણ તે કરે જ છે, પણ તે નિરીક્ષણ માટે ભાગે વ્યક્તિગત જ હોય છે. તેના આઘાત-પ્રત્યાઘાત પણ વ્યક્તિગત જ રહે છે; અને આત્મનિરીક્ષણને પરિણામે જીવનમાં જોઈતું પરિવર્તન કરી શકે એવા તે ગણ્યાગાંઠ્યાં વિરલા જ હોય છે. એટલે આવું વ્યક્તિગત આત્મનિરીક્ષણ નિંદામિ ગરિહામિ થી આગળ વધતું નથી. જે વાતની ભારોભાર નિંદા કે ગહ કરી હોય તેને જ પ્રવાહ તેટલા વેગથી, અને ઘણી વાર તો બમણા વેગથી, પાછો શરૂ થાય છે. નિંદેલી કે ગહેલી બાબત વોસિરામિ સુધી પહોંચતી જ નથી. પરિણામે ટાળવાના દોષો અને નિવારવાની ત્રુટિઓ જેમની તેમ કાયમ રહેવાથી જીવનમાં સગુણોનું વિધાયક બળ પ્રતિષ્ઠા પામતું જ નથી; અને સુપર્વનું ધર્મચક્ર ઘાણીની પેઠે સદા ગતિશીલ રહેવા છતાં તેમાંથી કોઈ પ્રગતિ સિદ્ધ થતી નથી. એટલે એવા આત્મનિરીક્ષણ વિશે આ સ્થળે ન લખતાં હું સામાજિક દષ્ટિએ એ વિશે લખવા ઈચ્છું છું. સામાજિક બળ એ જ મુખ્ય બળ છે. જેવું સમાજનું વાતાવરણ તે જ તેની વ્યક્તિ ઉપર પ્રભાવ પડે છે. સામાજિક દૃષ્ટિએ વિચાર કરીએ એટલે Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] દર્શન અને ચિંતન પ્રત્યેક વ્યક્તિનો વિચાર એમાં આવી જ જાય છે. જૈન સમાજનું ધર્મની દૃષ્ટિએ પ્રથમ અંગ છે સાધુસંસ્થા. આ વિશે વિચાર કરનાર અને ચાલુ સ્થિતિ નિહાળનાર કોઈ પણ એમ -નહિ માનતા હોય કે આજની સાધુસંસ્થા જે કરે છે તેમાં કાંઈ જવાબદારીનું તવ રહેલું છે. જેટલા સાધુ એટલા જ ગુરુ અને તેટલા જ વાડા. એમની વચ્ચે કેઈ કાર્યસાધક જીવનદાયી સુમેળ નથી. એટલું જ નહિ, પણ ઘણીવાર તે બે આચાર્યો કે બે ગુરુ- શિષ્યના નિષ્ણાણુ ઝઘડા પાછળ વધારેમાં વધારે સામાજિક બળ ખર્ચાઈ જાય છે અને માત્ર નવા યુગને જ જૈન નહિ પણ શ્રદ્ધાળુ ગણાતે જુનવાણી જૈન પણ ઊંડે ઊંડે મૂંગે મોઢે પ્રથમ પિતાના માનીતા રહ્યા હોય એવા સાધુ કે ગુરુ પ્રત્યે અશ્રદ્ધા સેવ હોય છે. પર્વતિથિને વિવાદ જાણીતા છે. હજી તે એના પૂર્વયુદ્ધનો વિરામ આવ્યો નથી—એ વિરામ કેટે આણે કે અધિષ્ઠાયક દેવ આણે એ અજ્ઞાત છે–ત્યાં તે આવતા વર્ષમાં આવનાર પર્વતિથિના પ્રશ્નને અત્યારથી જ ચાળવામાં આવ્યો છે. ખરી રીતે પર્વતિથિની તાણખેંચ એ શ્વેતાઅર સમાજમાં દાખલ થયેલ પાકિસ્તાનહિંદુસ્તાનની તાણખેંચ છે. ફેર એટલે જ છે કે પર્વ તિથિના વિવાદના બને પક્ષકારે કાયદે આઝમની મનોદશા સેવે છે. જે આ સ્થિતિ હોય તો એક નહિ હજાર પજુસણુપર્વે આવે કે જાય છતાંય સમાજમાં બુદ્ધિપૂર્વક શો ફેર પડવાને ? એટલે જ્યાં હતાં ત્યાં જ રહેવાના. પર્વતિથિના વિવાદનું તે મેં એક જાણીતું ઉદાહરણ માત્ર આપ્યું છે. બીજી એવી ઘણી બાબતો ગણાવી શકાય. સસ્તા અને સાંધારતના યુગમાં સાધુઓ વાસ્તે ગમે તેટલો ખર્ચ થતો તે સમાજને પાલવડે; માસામાં એવો ખર્ચ લેકે હોંસથી કરતા. આજે સ્થિતિ સાવ બદલાઈ છે. સમાજનો મોટે ભાગે પિતાનાં બાળબચ્ચાં અને કુટુંબને જોઈતું પિષણ આપી નથી શકતા. આમ છતાં મોટા મોટા પ્રતિષ્ઠિત ગણાતા સાધુઓનો ખર્ચ માસામાં અને શેષ કાળમાં એકસરખે જ ચાલુ છે. ઘણુવાર વર્તમાન ફુગાવા સાથે એમના ખર્ચને ફુગાવ દેખાય છે. શું આમાં સમાજ પ્રત્યેની કોઈ જવાબદારીનું તત્ત્વ છે? શું આને લીધે લેકમાં સાધુસંસ્થા પ્રત્યે અણગમાનાં બીજો નથી વવાતાં? જો આમ છે તો ગમે તેટલાં સંપર્વો આવે કે જાય, તેથી સમાજની ભૂમિકામાં શો ફેર પડવાને? તીર્થ અને મંદિરનો પ્રશ્ન સામૂહિક છે. જેને ચોક્કસપણે એમ માને છે કે તેમનાં મંદિરમાં હોય છે તેવી ચેખાઈ અન્યત્ર નથી હોતી. પણ શું કાઈ જૈન એમ કહી શકશે કે મંદિરની આસપાસ અને તીર્થભૂમિમાં અગર Page #386 -------------------------------------------------------------------------- ________________ આપણે કયાં છીએ? [૩૫૧ ત્યાં આવેલ વાસસ્થાનેમાં એ ચેખાઈને એક પણ અંશ છે? મંદિર અને ઉપાશ્રયમાં જે ચોખાઈ હોય છે તે કરતાં અનેકગણી ગંદકી તેની આસપાસ હોય છે, એ હકીકત દીવા જેવી છે. અચિત્વની ભાવના મૂળે શાભિમાન દૂર કરવા અગર ચોખ્ખાઈને રાગ નિવારવા માટે જાયેલી, પણ તેના સ્થાનમાં જૈનોએ અશુચિનું પિષણ એટલું બધું કર્યું છે કે તે જોઈ કોઈને પણ તેના પ્રત્યે અણગમો કે દ્વેષ આવ્યા વિના રહે નહિ. રાગ નિવારવા જતાં દેવનું તત્ત્વ પિવાયું અને સમાજે આરેગ્ય તેમ જ પ્રતિષ્ઠા ગુમાવ્યાં. શું આ પ્રશ્ન સાંવત્સરિક આત્મનિરીક્ષણમાં સ્થાન નથી પામતે ? જો હા, તે આ વાતે કેશુ વિચાર કરશે ? સાધુઓ કે વહીવટકર્તાઓ કે બને? જો એકે પૂર્ણ જવાબદાર ન હેય તે સુપ આવે કે જાય તેથી સમાજનું શું વળવાનું? દેવદ્રવ્યને ઉદ્દેશ સુંદર છે, એ વિશે તે મતભેદ છે જ નહિ; પણ એ ઉદેશ સાધી શકાય તે કરતાં વધુ પ્રમાણમાં એકઠું થયેલું દેવદ્રવ્ય જ્યાં ત્યાં એક અથવા બીજે રૂપે પડયું રહે, તેને કોઈ સામાજિક હિતમાં ઉપયોગ થઈ જ ન શકે અને છેવટે કાંતે એ સ્થાવર મિલકતરૂપે રહે અને કાં તે જ્યારે ત્યારે જેના તેના હાથે ભરખાઈ જાય–આ સ્થિતિ શું પુનર્વિચારણા નથી માગતી? શું વિદ્વાન ગણાતા અને વિદ્વાન છે એવા ત્યાગીઓનું તેમ જ ડાહ્યા ગણાતા વ્યાપારી શ્રાવકોનું માનસ આમાંથી કોઈ ઉકેલ શોધવાની શક્તિ જ નથી ધરાવતું? જો એમ હોય તે પજુસણ કે સંવત્સરી પર્વ આવે ને જાય એ બધું પથ્થર ઉપર પાણી ઢોળ્યા બરાબર છે. સમાજ તે જ્યાં હતો ત્યાં જ છે, અગર સમયની દૃષ્ટિએ તુલનાત્મક વિચાર કરીએ તે પ્રથમથી પાછો પડ્યો છે એમ માનવું જોઈએ. તત્વજ્ઞાન અને ધર્મનું શિક્ષણ આપતી નાનીમેટી અનેક પાઠશાળાઓ છે, કેટલાંક ગુરુકુળે ને બ્રહ્મચર્યાશ્રમે પણ છે, અનેક છાત્રાલયો પણ છે. એમાં ત્યાગીઓ, પંડિત અને અત્યારના સુશિક્ષિત ગણાતા મહાશયોને પૂરેપૂરે હાથ છે, અને તેમ છતાં તેમાં ધાર્મિક અને તાત્ત્વિક શિક્ષણ લેનારની દશા જોઈએ છીએ ત્યારે એમ માનવાનું મન થઈ જાય છે કે જેટલા પ્રમાણ માં જેણે વધારે ધર્મશિક્ષણ લીધું તે તેટલા પ્રમાણમાં વધારે પાકે મૌલવી કે મુલા. અત્યારે અપાતું ધર્મનું તેમ જ તત્ત્વનું જ્ઞાન એને લેનારમાં કોઈન વિચાર પ્રેરતું નથી અને “તમસો મા જતિમા–અંધારામાંથી અજવાળામાં લઈ જા. એવી મનોદશાને બદલે “નિષો મા તમો જમ’ એવી મનોદશા સજે છે! કોઈ પણ સાચો સમજનાર અને નિર્ભય ધર્મતત્વજ્ઞ ઉપર કહેલ એવી સંસ્થાઓનું અને તેમાં શીખતા વિદ્યાર્થીઓનું ભાનસ જેશે તે તેને જણાયા Page #387 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન. વિના નહિ રહે કે એમાં વિચારનું નૂર જ નથી. જે આ સ્થિતિ સમાજની હેય તે હજાર-હજાર આંત્મનિંદા કે આત્મગહનું મૂલ્ય અજાગલસ્તન કરતાં. વધારે લેખાશે ખરું? છેલ્લાં પંચેતેર વર્ષમાં સમાજે યુગના ધક્કાથી મોડે મોડે પણ આનાકાની સાથે શાસ્ત્ર પ્રકાશન શરૂ કર્યું. એમાં ઘણી બાબતમાં પ્રગતિ પણ થઈ છતાં આજે એ પ્રકાશન પાછળ સમાજનું જેટલું ધન અને બળ ખર્ચાય છે તે પ્રમાણમાં કોઈ સુધારે કે નવીનતા થઈ છે કે નહિ એ શું વિચારવા જેવું નથી ? છે તેવાં જ પુસ્તકે મક્ષિ સ્થાને મક્ષિા રાખી ભાત્ર સારા. કાગળ ને સારા ટાઈપિ અગર સારું બાઈન્ડિંગ કરી છાપવામાં આવે તો શું આ યુગમાં એ પ્રતિષ્ઠા પામશે ? શું એના સંપાદક તરીકેના નામ સાથે પંડિત, પંન્યાસ, સૂરિ અને સુરિસમ્રાટોની ઉપાધિઓ માત્રથી એનું મૂલ્ય કે ઉપયોગિતા વધી શકશે ? આગમમંદિર જેવી સંસ્થા અને કૃતિઓ પાછળ વર્ષો લગી સમય ગાળનાર, અપાર શક્તિ ખર્ચનાર અને પુષ્કળ ધન ખર્ચનાર વિદ્વાન ધુરંધરે શું એ વિચારે છે કે તેમણે આટલાં લાંબા શાસ્ત્ર–આગમના પરિશીલનને પરિણામે સમાજને વારસામાં કોઈ નવ વિચાર કે નવ દહન આપ્યું છે કે નહિ ? જો આટલું મોટું શાસ્ત્રીય સમુદ્રમંથન નવ વિચારનું અમૃત પૂરું પાડી ન શકે તે એ મંથન માત્ર દ્રવ્યમંથન છે, એમ કઈ તટસ્થ કહે તે એને શું જવાબ આપી શકાય ? શું આ સ્થિતિ નભાવવા જેવી છે ? જો હા, તે પજુસણ પર્વના રથને આવવા દે અને જવા દે; આપણે તો જ્યાં ત્યાં રહી એના ધર્મચક્રની ઘૂઘરીઓના મધુર ઝણકાર જ સાંભળવાના. જૈન સમાજના એકેએક ફિરકાના દરેક છાપાને લઈ એ. શું કોઈ એવું જૈન સામયિક છે કે જેને નવીન જ્ઞાનપૂર્તિ, નવીન જ્ઞાનવૃદ્ધિ કે નિર્ભય માર્ગદર્શનની દષ્ટિએ ખરીદવાનું મન થાય ? સામયિક ચલાવનાર જ નિર્ભય હોય અને બીજા ક્ષેત્રમાં કામ કરવાની શક્તિ ધરાવતું હોય તો શું તે જૈન સામયિક ચલાવશે ? અને હા, તો તેને શું જૈન સમાજ વધાવી લેશે ? પ્રોત્સાહન આપશે ? જે ના, તે જૈન સામયિકો માટે કેવા સંચાલક અને સંપાદક મળવાના ? આ રીતે આખું જૈન-સામયિક-તંત્ર લઈ એના ઉપર વિચાર કરીએ છીએ, એની પાછળ ખર્ચાતાં નાણું, ખર્ચાતી શક્તિ—એ બધાનો વિચાર કરીએ છીએ તો એમ લાગે છે કે જૈન સામયિકે માત્ર અન્ય સામયિકની નિપ્રાણ છાયા છે અને ધનિકે તેમ જ ત્યાગીઓની કૃપાપ્રસાદી ઉપર જ જીવી રહ્યાં છે. આવી કૃપાપ્રસાદી મેળવવાની અને સાચવી રાખવાની વૃત્તિ હોય ત્યાં ખુશામત અને સાચું કહેવાને સ્થાને ચુપકીદી સિવાય બીજું સંભવતું જ નથી, Page #388 -------------------------------------------------------------------------- ________________ [૫૩ આપણે ક્યાં છીએ? જે જૈન સામયિક જૈનેતરોમાં પ્રતિષ્ઠા મેળવી ન શકે, એવાં પુનરુક્તિ, ખુશામત અને માત્ર પરલોકપ્રશંસા કરનાર સામયિકે ચાલુ રહેવાનાં હોય અને સમાજને કશી સાચી દેરવણી સ્પષ્ટપણે આપી શકતાં ન હોય તે સાંવત્સરિક ધર્મપર્વ તરીકે અનેક વાર ગાવા છતાં આપણું સ્થિતિમાં છે ફેર પડવાને ? ઉપરના પ્રશ્નો માત્ર દિગ્દર્શનરૂપ છે. પાંજરાપોળ, અસ્પૃશ્યતાનિવારણ, સાધુઓની કાર્યદિશાનું પરિવર્તન, એહિક આવશ્યક પ્રવૃતિઓમાં રસ લેવાની ભાવના, સ્વયંસેવક દળ, અખાડાપ્રવૃત્તિ, સ્વબળે સાચવી અને નભાવી શકાય તેટલાં જ મંદિર અને તીર્થોની વ્યવસ્થાને પ્રશ્ન વગેરે અનેક મુદ્દાઓ તત્કાળ એગ્ય વિચારણા અને ઉકેલ માગી રહ્યા છે, પણ એ વિશે વાચક પિતે જ વિચાર કરી લે અને વિચાર કરતો થાય એ ઈષ્ટ છે. આ સ્થળે જે સામાજિક નિરીક્ષણ કર્યું છે તે ક્રિયાપર્યવસાયી બને એ ભાવનાથી જ કરાયેલું છે; પણ એવી ભૂમિકા તૈયાર કઈ રીતે થાય અને એવી તૈયારી કરવાની જવાબદારી કોને શિરે છે, અગર એવી જવાબદારી ઉઠાવવાની જવાની કેનામાં છે એ પણ પ્રશ્ન છે. આને ઉત્તર શાણા અને સ્કૂર્તિવાળાં યુવકે જ આપે. ––જૈન “પયુંષણુંક', શ્રાવણ ૨૦૦૩. Page #389 -------------------------------------------------------------------------- ________________ મહત્પર્વ [૧૬] વગરકો પણ દરેક જૈન સમજે છે કે સાંવત્સરિક પર્વ એ મહત્પર્વ છે. બીજા કોઈ પણ પર્વે કરતાં એ મહત્વ છે. એની મહત્તા શેમાં છે એ જ સમજવાનું રહે છે. બધા જૈને એને એકસરખી રીતે સ્વીકારે છે તે એની મહત્તાનું મુખ્ય સૂચક નથી. એવા તે દિવાળી આદિ અનેક પર્વો છે, જેને જેને ઉપરાંત બીજો પણ મટે વર્ગ માને છે. તે દિવસે ઉપવાસ અને તપની પ્રથા છે એ પણ એની મહત્તાની મુખ્ય પ્રતીક નથી. જ્ઞાનપંચમી અને બીજી તિથિઓમાં પણ તપને આદર છે નથી. ત્યારે એની મહત્તા શિમાં ખરી રીતે સમાયેલી છે, એ સાંવત્સરિક પર્વ આવ્યા પહેલાં વિચારકેએ વિચારી રાખવું ઘટે. અત્રે જે મુદ્દો સૂચવવાને છે તે પણ કાંઈ તદ્દન અજ્ઞાત નથી, પણ જે એ મુદ્દો સાચો હોય, અને ખરેખર સાચો છે જ, તે તેની સમજણ જેટલા પ્રમાણમાં વિકસે, વિસ્તરે અને ઊંડી ઊતરે એટલું સારું, એ જ પ્રસ્તુત લેખને ઉદ્દેશ છે. કોઈ પણ વ્યક્તિએ ખરી શાનિત અનુભવવી હોય, અગવડ સગવડ, આપદા કે સંપદામાં સ્વસ્થતા કેળવવી હોય અને વ્યક્તિત્વને ખંડિત ન થવા દેતાં તેનું આન્તરિક અખંડપણું સાચવી રાખવું હોય તે એને એકમાત્ર અને મખ્ય ઉપાય એ છે કે તે વ્યક્તિ પોતાની જીવનપ્રવૃત્તિના દરેક ક્ષેત્રનું બારીકીથી અવલોકન કરે. એ આન્તરિક અનલોકનને હેતુ એ જ રહે કે તેણે ક્યાં ક્યાં, કેવી કેવી રીતે, કેની કોની સાથે નાની કે મોટી ભૂલ કરી છે તે જોવું. જ્યારે કોઈ માણસ સાચા દિલથી નમ્રપણે પિતાની ભૂલ જોઈ લે છે ત્યારે તેને તે ભૂલ, ગમે તેટલી નાનામાં નાની હોય તોય, પહાડ જેવી મોટી લાગે છે અને તેને તે સહી શકતું નથી. પિતાની ભૂલ અને ખામીનું ભાન એ માણસને જાગતે અને વિવેકી બનાવે છે. જાગૃતિ અને વિવેક માણસને બીજા સાથે સંબંધે કેમ રાખવા, કેમ કેળવવા એની સૂઝ પાડે છે. એ રીતે આન્તરિક અવકન માણસની ચેતનાને ખંડિત થતાં રિકે છે. આવું Page #390 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૫ મહત્પર્વ અવકને માત્ર ત્યાગી કે ફકીર માટે જ જરૂરી છે એમ નથી, પણ તે નાની કે મોટી ઉંમરના અને કોઈ પણ ધંધા અને સંસ્થાના માનવી માટે સફળતાની દષ્ટિએ આવશ્યક છે, કેમ કે તે દ્વારા એ મનુષ્ય પોતાની ખામીઓ નિવારતા નિવારતાં ઊંચે ચડે છે અને સૌનાં દિલ જીતી લે છે. આ એક સાંવત્સરિક પર્વના મહત્ત્વની મુખ્ય વ્યક્તિગત બાજુ થઈ, પરંતુ એ મહત્ત્વ સામુદાયિક દૃષ્ટિએ પણ વિચારવાનું છે, અને હું જાણું છું ત્યાં લગી, સામુદાયિક દૃષ્ટિએ આનારિક અવલોકનનું મહત્વ જેટલું આ પર્વને અપાયું છે તેટલું બીજા કોઈ પર્વને બીજા કેઈ વર્ગે આપ્યું નથી. - બૌદ્ધ ભિક્ષુકે અમુક અમુક અન્તરે મળે ત્યારે તેમાં સામુદાયિક રીતે પિતપિતાની ભૂલ કબૂલવાની પ્રથા છે. જેમાં પણ દેનિક અને પાક્ષિક પ્રતિક્રમણ પ્રસંગે કાંઈક આવી જ પ્રથા છે. ખ્રિસ્તીઓ પણ સમુદાયરૂપે ભૂલમાફીની પ્રાર્થના કરે છે ત્યારે તેમાં પોતાની ભૂલ જેવા અને કબૂલવાનો ભાવ છે જ. દરેક પંથમાં એક યા બીજી રીતે પિતાની નમ્રતા કેળવવા અહેવને ત્યાગ કરવાની સૂચના એના અનુયાયને અપાય જ છે. તેથી સમજાય છે કે સામુદાયિક દૃષ્ટિએ આન્તરિક અવલોકનપૂર્વક પિતપોતાની ભૂલ કબૂલવી અને જેના પ્રત્યે ભૂલ સેવાઈ હોય તેની સાચા દિલથી માફી ભાગવી અને સામાને બાફી આપવી એ સામાજિક સ્વાથ્ય માટે પણ કેટલું અગત્યનું છે. આને લીધે જ જૈન પરંપરામાં પ્રથા પડી છે કે દરેક ગામ, નગર અને શહેરના સંધ અંદરોઅંદર ખમે-ખમાવે; એટલું જ નહિ, પણ બીજા સ્થાનને સંઘ સાથે પણ તે આવો જ વ્યવહાર કરે. સંઘમાં માત્ર ગૃહસ્થ નથી આવતા, ત્યાગીઓ પણ આવે છે; પુરુષો જ નહિ, સ્ત્રીઓ પણ આવે છે. સંધ એટલે માત્ર એક ફિરકા, એક ગચ્છ, એક આચાર્ય કે એક ઉપાશ્રયના જ અનુગામીઓ નહિ, પણ જૈન પરંપરાને અનુસરનાર દરેક જૈનોને જૈન પરંપરાવાળા સાથે જ જીવવું પડે છે એવું કાંઈ નથી; તેઓને બીજાઓ સાથે પણ એટલું જ કામ પડે છે, અને ભૂલ થાય તે તે જેમ અંદરોઅંદર થાય તેમ બીજાઓના સંબંધમાં પણ થાય છે જ. એટલે ખરી રીતે ભૂલસ્વીકાર અને ખમવા-ખમાવવાની પ્રથાનું રહસ્ય એ કાંઈ માત્ર જૈન પરં: પરામાં જ પૂરું થતું નથી, પણ ખરી રીતે એ રહસ્ય સમાજવ્યાપી ક્ષમણમાં છે. પરંતુ આજે આ વાત ભુલાઈ ગયા જેવી છે, અને છતાં ખમણની પ્રથા તો ચાલે જ છે. તે એટલે સુધી કે આવી પ્રથાને અનુસરનાર જૈન Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ } દર્શન અને ચિંતન સૂક્ષ્મ–અતિસૂક્ષ્મ અને અગમ્ય જેવા જીવવર્ગને પણ ખમાવે છે, તેના પ્રત્યે પોતે કાંઈ સજ્ઞાન–અજ્ઞાનપણે ભૂલ કરી હોય તો માફી માગે છે. ખરી રીતે આ પ્રથા પાછળની દૃષ્ટિ તે બીજી છે, અને તે એ કે જે માણસ સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ જીવ પ્રત્યે પણ કમળ થવા જેટલે તૈયાર હોય તે તેણે સૌથી પહેલાં જેની સાથે પોતાનું અન્તર હોય, જેની સાથે કડવાશ ઊભી થઈ હોય, પરસ્પર લાગણી દુભાઈ હોય તેની સાથે ક્ષમા લઈ-દઈ દિલ ખાં કરવાં. બાઈબલના ગિરિપ્રવચનમાં પણ આ જ મતલબનું કથન છે કે તું તારા પાડોશીઓ અર્થાત્ સ્નેહીઓ અને મળતિયાઓ ઉપર તે પ્રીતિ કરે જ છે; પણ જે તારા વિરેધીઓ કે દુશ્મને હેય એમના ઉપર પણ પ્રીતિ કર, પ્રેમ વધાર ! પરંતુ સાંવત્સરિક પર્વ નિમિત્તે એક બાજુ ચોરાસી લાખ જીવનિને ખમાવવાની પ્રથા ચાલુ છે, બીજી બાજુએ જેની સાથે સારાસારી સાચવી રાખવામાં જ દુન્યવી લાભ હોય તેની સાથે જ મુખ્યપણે ક્ષમણ લેવાય-દેવાય છે, જ્યારે ક્ષમણને ખરે પ્રાણ તે ગૂંગળાઈ જ જાય છે. એ ખરે પ્રાણુ એટલે જેને પિતા પ્રત્યે કાંઈક નારાજ હોય, અથવા પિતામાં જેના પ્રત્યે કાંઈક કડવી લાગણી ઊભી થઈ હોય, તેની સાથેનું અત્તર મિટાવવું તે. આવું અન્તર હમેશાં દિલમાં કાયમ રહે, કદાચ વધારે પિષાયા પણ કરે, અને છતાં સર્વ જીવો પ્રત્યે મૈત્રી કેળવવાને મૌખિક ઉપચાર ચાલુ પણ રહે એ સાંવત્સરિક પર્વની મહત્તાની હાનિ છે. જે આ પર્વની મહત્તા સમજે અને સ્વીકારે તેને માટે પહેલી જરૂર તે એ છે કે તેણે પિતાના સંબંધ જેની જેની સાથે બગડ્યા હોય તેને તેને મળી દિલ ચેપ્યું અને હળવું કરવું જોઈએ. પરંતુ આવી પહેલ કરે કે? જે કરે તે ખરે પ્રાણવાન અને સાચે જૈન. પણ સામાન્ય રીતે આવી અપેક્ષા ગુરુવર્ગ પ્રત્યે જ સેવાય છે. એક રીતે તે રહ્યા ધર્મક્ષેત્રે દોરવણ આપનાર, એટલે તેમનાં વચન અને વર્તનની છાપ અનાયાસે બીજા ઉપર પડે. પણ આપણે જોઈએ છીએ કે ગુરુવર્ગમાં માત્ર પ્રથાભક્તિ છે. ભાગ્યે જ એવો કઈ ગુરુ હશે જે આ પર્વના મહત્ત્વને સજીવ કરતો હોય. * જે આ બાબતમાં ગુસ્વર્ગ નવેસરથી ચેતે તે સાંવત્સરિક પર્વના મહત્ત્વની સુવાસ બીજા સમાજે ને દેશમાં પણ પ્રસરે. દિગંબરત્વ ધારણ કરનાર ભિક્ષુને હવે શું બાકી રહ્યું છે કે જેને કારણે તે દિગંબર રહ્યા છતાં શ્વેતાંબર આદિ બીજા સંઘ સાથે એકરસ થઈ ન શકે ? ઘરબાર છોડી. Page #392 -------------------------------------------------------------------------- ________________ મહત્પર્વ [ ૩૫૭ અનગાર થયેલ સ્થાનકવાસી, તેરાપંથી કે શ્વેતાંબર મૂર્તિપૂજકને હવે શું સાચવવાનું છે કે જેને કારણે તે બીજા ફિરકાઓના ગુરુવર્ગ સાથે મેળા મનથી હળીમળી ન શકે ? આટલે દૂર ન જઈએ અને એક નાના વર્તલને જ લઈ વિચારીએ તેય દીવા જેવું દેખાશે કે સાંવત્સરિક પર્વની આપણે ઠેકડી કરી રહ્યા છીએ! એક જ ગચ્છ કે એક જ ગુરુના બે મુનિવર્ગો પણ ભાગ્યે જ અત્તરથી હળેમળે છે અને અમે–ખમાવે છે. આ કૃત્રિમતાની અસર પછી આખા સમાજ પર થાય છે અને પરિણામે પરસ્પરનું દેરષદર્શન કરવાને જ રસ પષાય છે, જેને લીધે ગુણદષ્ટિ અને ગુણનું મૂલ્યાંકન એ લગભગ લેપાઈ જાય છે, જે એકમાત્ર સાંવત્સરિક પર્વની મહત્તાને પ્રાણ છે. - મને લાગે છે કે સમાજમાં પર્વની પ્રથા ચાલુ છે તે દ્રવ્યરૂપે તે છે જ, પણ એમાં ભાવ–જીવ આવે તે વાંછનીય છે. એ માટે પ્રયત્ન એ જ પ્રભાવના છે. વરઘેડા, સરઘસ, વાજાંગજાં ઈત્યાદિનું કોઈ સ્વતંત્ર મૂલ્ય છે જ નહિ. આ સમજણ જેટલી જલદી જાગે તેટલું વ્યક્તિ, સમાજ અને માનવતાનું હિત વધારે. જૈન પર્યુષણાંક, શ્રાવણ ૨૦૧૨ Page #393 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપયોગ [૧૭] દીક્ષા એટલે માત્ર ધર્મદીક્ષા એટલે જ અર્થ નથી. તેના અનેક પ્રકારે છે. શાસ્ત્રદીક્ષા એટલે શાસ્ત્ર ભણવા માટે દીક્ષા લેવી. શસ્ત્રદીક્ષા એટલે જૂના વખતમાં ધનુર્વેદની અને વળી બીજે બીજે સમયે બીજું શસ્ત્રોની તાલીમ મેળવવા દીક્ષા લેવી તે. યજ્ઞદીક્ષા પણ છે અને તેને યજ્ઞ કરનાર યજમાન અને તેની પત્ની સ્વીકારે છે. રાજ્ય દીક્ષા પણ છે. ગાદીએ આવનાર ગાદીએ આવ્યાથી માંડી, જ્યાં સુધી રાજ્યસૂત્ર હાથમાં રાખે ત્યાં સુધી તે એ દીક્ષામાં બંધાયેલો છે. વિશેષ શું ? વિવાહની પણ દીક્ષા છે. વિવાહનાં ઉમેદવાર વધુવરને પણ એ દીક્ષા લેવી પડે છે. આ બધી દીક્ષાઓ કાંઈ કલ્પિત કે આધુનિક નથી; એને બહુ જ જૂનો ઈતિહાસ છે. ભગવાન મહાવીર પહેલાં હજારો વર્ષોથી એ બધી દીક્ષાઓ ચાલતી આવી છે, અને હજી પણ એક અથવા બીજા રૂપે ચાલે જ છે. ધર્મદીક્ષા એ બધી દીક્ષાઓથી જુદી છે. - દીક્ષા એટલે ભેખ લેવો, સંન્યાસ કે ફકીરી ધારણ કરવી. ભેખ એટલે. અમુક ખાસ ઉદ્દેશ માટે કુટુંબ અને સમાજનાં, અને ઘણીવાર તો દેશ સુધ્ધાંનાં બંધને પણ ઢીલાં કરવાં પડે છે, અને કોઈ કોઈ વાર છોડવાં પણ પડે છે. સ્વીકારેલ ઉદ્દેશને સાધવામાં જે બંધને આડે આવતાં હોય તે બધાને છેડવાં એ જ ભેખનો અર્થ છે. આજે પણ કેળવણી મેળવવા છોકરાઓને પિતાના કુટુંબકબીલાનાં બંધને છોડી બેનિંગ, કોલેજ અને ઘણીવાર પરદેશનાં વિદ્યાલયનાં બંધને સ્વીકારવાં પડે છે. ઉદ્દેશની જેટલી મર્યાદા એટલે જ દીક્ષાને કાળ. તેથી વિદ્યાદીક્ષા બાર કે પંદર વર્ષ લગી પણ ચાલે અને પછી વિદ્યા સિદ્ધ થયે પાછા ઘેર અવાય, જૂની ઢબે રહેવાય. બીજી દીક્ષાએના સમયે પણ મુકરર છે. એ રીતે વિવાહરીક્ષાને અવશેષ એટલે રહ્યો છે કે ફક્ત લગ્નને દિવસે વવર અમુક વ્રત આચરે અને એટલું બંધન સ્વીકારે. આ બધી દીક્ષાઓને સમયની મર્યાદા એટલા માટે છે કે તે દીક્ષાઓને ઉદેશ અમુક વખતમાં સાધી લેવાની ધારણું પહેલેથી જ રાખવામાં આવેલી હોય છે, પણ ધર્મદીક્ષાની બાબતમાં વસ્તુસ્થિતિ જુદી છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ [૩૫ ધમંદીક્ષાને ઉદ્દેશ જીવનની શુદ્ધિ છે, અને જીવનની શુદ્ધિ ક્યારે સિદ્ધ થાય અને પૂર્ણ શુદ્ધિ ક્યારે પ્રાપ્ત થાય એ કાંઈ નક્કી નથી. તેથી ધર્મદીક્ષા પરત્વે સમયની મર્યાદા મુકરર નથી. કાળમર્યાદાની બાબતમાં બે વાત જોવાની રહે છે: એક તે ધર્મદીક્ષા ક્યારે એટલે કઈ ઉંમરે લેવી અને બીજી વાત એ છે કે એની પૂર્ણાહુતિ કટલે વર્ષે થાય શરૂઆત કરવાની બાબતમાં એકમત નથી. ક્રિશ્ચિયન ધર્મમાં રેમન કેથલિક સંપ્રદાય નાની ઉંમરનાં–છેક નાની ઉંમરનાં બાળકને દીક્ષા આપી દેવામાં માનતે અને હજી પણ એમ ક્વચિત કવચિત મનાય છે. ઇસ્લામ ધર્મમાં એટલું જ બંધન છે કે ફકીરીના ઉમેદવાર ઉપર કેઈન નિર્વાહની જવાબદારી ન હોય તે તે ગમે તે ઉંમરે પણ ફકીરી ધારણ કરી શકે છે. અને કોઈ વડીલની કે બીજા તેવાની સેવા કરવાની જવાબદારી હોય તો ગમે તેટલી મોટી ઉંમરે પણ એ જવાબદારીમાંથી છટકી ફકીરી લેવાની છૂટ નથી. આર્ય દેશના જીવિત ત્રણ જૂના સંપ્રદાયમાંથી પહેલાં બ્રાહ્મણું સંપ્રદાયને લઈ આગળ ચાલીએ. એમાં આશ્રમવ્યવસ્થા હોવાથી અહીં ચર્ચાતી ધર્મદીક્ષા, જેને સંન્યાસાશ્રમ કહી શકાય તે, ઢળતી ઉંમરે જ લેવાની પરવાનગી છે. પહેલાં પચીસ વર્ષ બ્રહ્મચર્યાશ્રમમાં જાય, પછીનાં તેટલાં વર્ષ ગૃહસ્થાશ્રમમાં જાય, લગભગ પચાસ વર્ષે વાનપ્રસ્થ થવાને વખત આવે અને છેક છેલ્લી જિંદગીમાં જ તદ્દન (પૂર્ણ) સંન્યાસ અથવા તે પરમહંસ પદ લેવાનું વિધાન છે. ચતુરાશ્રમધર્મી બ્રાહ્મણ સંપ્રદાયમાં બાલ્યાવસ્થામાં કે જુવાનીમાં સંન્યાસ નથી લેવા કે કોઈએ નથી લીધે અથવા તેવું વિધાન નથી એવું કંઈ ન સમજે; પણ એ સ્થિતિ એ સંપ્રદાયમાં માત્ર અપવાદરૂપ હેઈ સર્વસામાન્ય નથી. સામાન્ય વિધાન તે ઉંમરના છેલ્લા ભાગમાં જ પૂર્ણ સંન્યાસનું છે, ત્યારે અનાશ્રમધમાં અથવા તે એકાશ્રમધર્મી બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં તેથી ઊલટું છે. એમાં પૂર્ણસંન્યાસ કહે, અથવા બ્રહ્મચર્ય કહે, એ એક જ આશ્રમને આદર્શ છે અને ગૃહસ્થાશ્રમ કે ત્યાર પછીની વચલી સ્થિતિ એ અપવાદરૂપ છે. તેથી બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં મુખ્ય ભાર સન્યાસ ઉપર આપવામાં આવે છે, અને બ્રાહ્મણ સંપ્રદાયમાં એ ભાર પહેલાં તે ગૃહસ્થાશ્રમ ઉપર આપવામાં આવે છે. બ્રહ્મચર્યાશ્રમ વિશે ચતુરાશ્રમધર્મ અને એકાશ્રમધમી સંપ્રદાય વચ્ચે કશે ભેદ જ નથી, કારણ કે એ બન્ને ફટાઓ બ્રહ્મચર્ય ઉપર એકસરખો ભાર આપે છે; પણ બનેને મતભેદ ગૃહસ્થાશ્રમમાંથી શરૂ થાય છે. એક કહે છે કે બ્રહ્મચર્યાશ્રમમાં ગમે તેટલી તૈયારી કરવામાં આવે છતાં ગૃહસ્થાશ્રમના આયાત Page #395 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન પ્રત્યાઘાતમાંથી અને વિવિધ વાસનાઓનાં ભરતીઓટમાંથી પસાર થઈ ત્યાગની તીવ્ર અભિલાષા આવ્યા બાદ જ સંન્યાસાશ્રમમાં જવું એ સલામતી ભરેલું છે. બીજે કહે છે કે ગૃહસ્થાશ્રમના જાળામાં સ્યા એટલે નિવાઈ જવાના. તેથી બધી શક્તિઓ તાજી અને જાગતી હોય ત્યારે જ સન્યાસ ફળદ્રુપ નીવડે. માટે બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સીધે સંન્યાસાશ્રમ સ્વીકારવામાં, અથવા તે બ્રહ્મચર્ય અને સંન્યાસ બને આશ્રમનું એકીકરણ કરવામાં જ જીવનને મુખ્ય આદર્શ આવી જાય છે. આ મતભેદ જમાનાજૂનો છે અને એની રસભરી તેમ જ તીખી ચર્ચાઓ પણ શાસ્ત્રોમાં મળે છે. આવી સ્થિતિ છતાં એટલું તે જાણવું જ જોઈએ કે બૌદ્ધ અને જૈન સંપ્રદાયની સામાન્ય જનતા ચતુરાશ્રમધર્મનું નામ આપ્યા સિવાય પણ તે ધર્મને જીવનમાં તે પાળે જ છે. એ જ રીતે બ્રાહ્મણ સંપ્રદાયમાં એકાશ્રમધર્મને સ્વીકાર ન હોવા છતાં પણ એ ધર્મને સ્વીકારનાર વ્યક્તિઓના દાખલા મળી જ આવે છે. આટલી તે સંન્યાસના પ્રારંભની ઉંમર પરત્વે વાત થઈ. હવે એની પૂર્ણાહુતિ તરફ વળીએ. બ્રાહ્મણસન્યાસ સ્વીકાર્યા પછી તે જીવનપર્યત ધારણ કરવો જ પડે છે; જીવનના અંત પહેલાં તેને અંત આવતું નથી. બૌદ્ધ અને જેને સંન્યાસ નાની ઉંમરમાં પણ સ્વીકારવામાં તે આવે છે, પણ બંને વચ્ચે તફાવત છે, તે તફાવત એ છે કે, બૌદ્ધ વ્યક્તિ સંન્યાસ લેતી વખતે જીવનપર્યતને સંન્યાસ લેવા બંધાયેલ નથી. તે અમુક માસને સંન્યાસ લે, અને તેમાં રસ પડે તે તેની મુદત વધારતે જાય અને કદાચ આજીવન સંન્યાસ પાળવાની પ્રતિજ્ઞા પણ લે. અને જે રસ ન પડે તે સ્વીકારેલી ટૂંક મુદત પૂર્ણ થતાં જ તે પાછો ઘેર ગૃહસ્થાશ્રમમાં આવે. એટલે કે બૌદ્ધસંન્યાસ એ માનસિક સ્થિતિ ઉપર અવલંબિત છે. સંન્યાસ લેનારને એ મારફત સંતોષ લીધે તે તેમાં આજીવન રહે અને એ જીવનના નિયમે સામે ઊભવાની શક્તિ ન હોય તે પાછો ઘેર પણ ફરે; જ્યારે જેના સંન્યાસમાં એમ નથી. એમાં તો એકવાર–પછી ભલે પાંચ કે આઠ વર્ષની ઉંમરે અથવા તે એંશી વર્ષની ઉંમરે–સંન્યાસ લીધો એટલે તે મરણની છેલ્લી ક્ષણ સુધી નભાવ જ પડે. ટૂંકમાં જૈનદીક્ષા એ આજીવન દીક્ષા છે. એમાંથી પ્રતિજ્ઞા પ્રમાણે તે જીવતાં સુધીમાં છટકી શકાય જ નહિ. * બ્રાહ્મણ સંપ્રદાયમાં બાળ અને તરણું ઉંમરે પરમહંસનું વિધાન ખાસ ને હેવાથી એમાં સંન્યાસ છોડી પાછા ઘેર ભાગવાના દાખલાઓ વિરલ બને છે, અને જ્યારે એવા દાખલાઓ બને પણ છે ત્યારે એ સંન્યાસ છોડી પાછા ફરનારની પ્રતિષ્ઠા એ સમાજમાં ખાસ નથી હોતી. જૈન સમાજમાં Page #396 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ [ ૩૧ બાલ્ય અને જુવાનીની અવસ્થામાં સુધ્ધાં–વળી ખાસ કરી આ જ અવસ્થાઓમાં–સંન્યાસ આપવાનું કાર્ય પ્રશસ્ત મનાવાથી અને એ કામને વધારે ટેકો અપાવાથી, એકંદર રીતે સંન્યાસ છોડી ઘેર પાછા ફરનારા પ્રમાણમાં વધારે મળી આવે છે. જે દીક્ષા છોડી પાછા ફરેલા હોય છે તેઓનું પાછું સમાજમાં માનપૂર્વક રહેવું અને જીવવું લગભગ મુશ્કેલ થઈ જાય છે. ફરી તે વ્યક્તિ દીક્ષા લે તે પણ એક વાર દીક્ષા છોડ્યાનું શરમિંદુ કલંક તેના કપાળે અને ભક્તોની ખાનગી ચર્ચામાં રહી જ જાય છે. સંયમ પાળવાની પિતાની અશક્તિને લીધે અથવા તે બીજા કેઈ પણ કારણસર જે માણસ ઘેર પાછો ફરે, અને જે વૈવાહિક જીવન ગાળવા માગે તેને તે - તેમ કરવા માટે દેવની મદદ મેળવવા જેટલી મુશ્કેલી પડે છે. તે ગમે તેટલે નીરોગ અને કમાઉ પણ હોય, છતાં તેને કઈ કન્યા ન આપે, આપતાં - સંકેચાય. વળી એને ધંધા કરવામાં પણ ખાસ કરીને પ્રતિષ્ઠિત અને તેમાં પણ ખાસ કરીને ધાર્મિક જૈનમાં જવું અને રહેવું મુશ્કેલ જેવું થઈ જાય છે. દીક્ષા છોડી ગૃહસ્થાશ્રમમાં પ્રામાણિકપણે આવવા ઈચ્છનાર માટે રસ્તો કાંટાવાળા હોવાથી આવા લેકમાં જેઓ અસાધારણ તેજ અને પ્રતિભાવાળા નથી હોતા તેઓ પિતાની વાસનાઓની તુષ્ટિ માટે અનેક આડા રસ્તા લે છે. કેાઈ સાધુવેષમાં જ રહી અનેક જાતની ભ્રષ્ટતાએ ચલાવે છે અને માનપાન તેમ જ ભોજન મેળવે જાય છે; કઈ વળી એ વેષ છોડી પિતાના ઈષ્ટ પાત્રને લઈ ગમે ત્યાં ગુપચુપ છટકી જાય છે. કેઈ ખુલ્લી રીતે વિધવાલગ્ન કરે છે અથવા તે બીજી જ રીતે ક્યાંઈક લગ્નગાંઠ બાંધે છે. એકંદર રીતે જોતાં દીક્ષા છોડનારની સમાજમાં પ્રતિષ્ઠા ન હોવાથી એવી વ્યક્તિઓની શક્તિ સમાજના કોઈ પણ કામ માટે રોગ્ય રીતે નથી ખર્ચાતી. જે તેવી વ્યક્તિઓ બીજા સમાજમાં દાખલ ન થઈ હોય અને ખૂબ શક્તિસંપન્ન હોય તોય સમાજ તેમને બુદ્ધિપૂર્વક ફાયદો ઉઠાવી શકતો નથી. બૌદ્ધ સંપ્રદાયમાં એમ છે જ નહિ. એમાં તે મેટા મોટા રાજાઓ, વૈભવશાળીઓ અને બધા ગ્રહ માટે ભાગે એક વાર ભિખુ જીવન ગાળીને પણ પાછા દુનિયાદારીમાં પડેલા હોય છે અને તેમનું માનપાન ઊલટું વધેલું હોય છે. તેથી જ તે એ સંપ્રદાયમાં ભિખ્ખપદ છડી ઘેર આવનાર પિતાના જીવનને માટે અગર તે સમાજને માટે શાપરૂપ નથી નીવડ; ઊલટું તેની બધી જ શક્તિઓ સમાજના કામમાં આવે છે. દીક્ષાત્યાગ પછીની આ સ્થિતિ આજના વિષય પર ખાસ ધ્યાનમાં રખાવી જોઈએ. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ] દર્શન અને ચિંતન જોકે વિષય જાણીને જ “વિશ્વમાં દીક્ષાનું સ્થાન એ રાખેલે છે, છતાં આજના પ્રસંગ પ્રમાણે તે એની ચર્ચા પરિમિત જ છે. એટલે જૈન ધર્મમાં દીક્ષાનું સ્થાન એ જ આજની ચર્ચાની મુખ્ય નેમ છે. જેનદીક્ષાને મુખ્ય ઉદ્દેશ અથવા તે એની અનિવાર્ય શરત એક જ છે અને તે જીવનશુહિની. જીવન શુદ્ધ કરવું એટલે જીવન શું છે, તેને સમાજ અને વિશ્વ સાથે શું સંબંધ છે તે વિચારવું, અને એ વિચાર કર્યા પછી જે જે વાસનાઓ, અને મળે તેમ જ સંકુચિતતાઓ પિતાને જણાઈ હોય તે બધાને જીવનમાંથી કાઢી નાખવી અથવા તે એ કાઢી નાખવાનો પ્રયત્ન સેવ. જૈનદીક્ષા લેનાર સમાજ, લેક કે દેશના કોઈ પણ કામને કાં ન કરે? વ્યાવહારિક કે પારમાર્થિક મનાતા કોઈ પણ કામને કાં ન કરે ? છતાં એટલી એની શરત અનિવાર્ય રીતે રહેલી જ છે કે તેણે જીવનશુદ્ધિનું જ મુખ્ય લક્ષ રાખવું અને જીવનશુદ્ધિને હાથમાં રાખીને જ પ્રવૃત્તિ કરવી. દીક્ષાને વિચાર કરતી. વખતે જે એના આ મૂળ ઉદ્દેશને ધ્યાનમાં રાખીએ તો આગળની ચર્ચામાં બહુ જ સરળતા થશે. જ એક જમાને એવો હતો કે જ્યારે જાતિ પરત્વે જૈનમાં દીક્ષાની તકરાર હતી, અને તે તકરાર કાંઈ જેવીતેવી નહિ પણ ભારેમાં ભારે હતી. એના, બને પક્ષકારે સામસામા મહાભારતના કૌરવ-પાંડવ સૈનિકેની પેઠે ભૂહબદ્ધ ગોઠવાયા હતા. એની પાછળ સેંકડો પંડિતે અને ત્યાગી વિદ્વાને શેકાતા, શક્તિ ખર્ચાતા અને પિતાપિતાના પક્ષની સત્યતા સ્થાપવા ખાતર રાજસભામાં જતા અને રાજ્યાશ્રમ તેમ જ તે બીજો આશ્રય, બીજી કોઈ રીતે નહિ તે, છેવટે મંત્ર, યંત્ર, તંત્ર, વશીકરણ, જ્યોતિષ અને વૈદકની ભ્રમણા દ્વારા પણ, મેળવતા. વળી સ્ત્રી દીક્ષા ન જ લઈ શકે અને એ પુરુષની પેઠે જ સંપૂર્ણ પણ લઈ શકે એટલે જ દીક્ષા પરત્વે આ ઝઘડા ન હતા, પણ બીજા અનેક ઝઘડા હતા. દીક્ષિત વ્યકિત મોરપીંછ રાખે, ગૃધ્રપીંછ રાખે, બલા પીંછ રાખે કે ઊનનું તેવું કાંઈ સાધન રાખે; વળી દીક્ષિત વ્યક્તિ કપડાં ન પહેરે અગર પહેરે, અને પહેરે તે ધોળાં પહેરે કે પીળાં, વળી એ કપડાં કદી પૂર્વે જ નહિ કે વે પણ ખર; વળી એ કપડાં કેટલાં અને કેવડાં રાખે–આ વિશે, પણું મતભેદો હતા, તકરારે હતી, પક્ષાપક્ષી હતી અને વિદ્વાને પિતપોતાને પક્ષ સ્થાપવા શાસ્ત્રાર્થો કરતા અને ગ્રંથ લખતા. ત્યારે છાપાં તે ન હતાં, પણ તાડપત્ર અને કાગળ ઉપર લખાતું ખૂબ. ફક્ત એ તકરારનાં શાસ્ત્રો જુદાં તારવીએ તે એક મોટો ઢગલે થાય. આજે કોલેજોમાં અને ખાનગી વિદ્યાલયમાં એ ગ્રંથ શીખવવામાં આવે છે, પણ એ શીખનારને એમાં Page #398 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપાય [૩૬૩ ભૂતકાળનાં ત અને દલીલનાં મડદાં ચીરવામાં વિશેષ રસ નથી આવતું. તેઓ જે તરસિક અને ભાષાલાલિત્યના રસિક હોય તે પિતાના વડવાઓની પ્રશંસા કરી ફુલાઈ જાય છે, અને જે ઈતિહાસઉસિક હેય તે ભૂતકાળના પિતાના પૂર્વજોએ આવી આવી ક્ષદ્ર બાબતોમાં ખર્ચેલ અસાધારણ બુદ્ધિ અને કીમતી જીવનનું સ્મરણ કરી ભૂતકાળની પામરતા ઉપર માત્ર હસે છે. પણ પિથા ઉપર ચડેલા અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાને વેશ પહેરેલા. તેમ જ શાસ્ત્રનું સુંદર નામ ધારણ કરેલા આ ક્ષુદ્ર કલહને નિસાર જેનાર આજને તરુણવર્ગ અથવા તે લેક બૂઢે વગે વળી દીક્ષાની એક બીજી હનીમાં પડ્યો છે. એ મોહની એટલે ઉંમરની અને સંમતિપૂર્વક દીક્ષા લેવા ન લેવાની. અત્યારનાં છાપાંઓને અને તેના વાંચનારાઓને ભૂતકાળને દીક્ષા પર સ્ત્રીને અધિકાર હોવા ન દેવાના, અમુક ચિહ્ન રાખવા નરાખવાના જૂના ઝઘડાઓ નીરસ લાગે છે ખરા, પણ :એમની પરાપૂર્વથી ઝઘડા માટે ટેવાયેલી છૂળ વૃત્તિ પાછી નો ઝઘડે ભાગી જ લે છે. તેથી જ તે આ ઉંમરે પરત્વેને અને સંભતિ પરત્વેને મઝેદાર ઝઘડે ઊભો થr. છે અને તે વિકસે જ જાય છે. માત્ર છાપાંઓમાં આ ઝઘડે મર્યાદિત ન રહેતાં રાજદરબારે સુધ્ધાં પહોંચ્યો છે. જૂના વખતમાં રાજદરબાર માત્ર બને પક્ષોને ચર્ચા કરવાનું સ્થાન હતું, અને હારજીતને નિકાલ વાદીની કુશળતા ઉપરથી આવી જતે; પણ આજને રાજદરબાર જુદો છે. એમાં તમે ચડે એટલે બન્ને પક્ષકારેની બુદ્ધિની વાત જ નથી રહેતી. પક્ષની સત્યતા અથવા પક્ષકાર વાદીની બુદ્ધિમત્તા પૈસાની કોથળી આડે દબાઈ જાય છે. એટલે જે વધારે નાણું ખર્ચે તે છત ખરીદી શકે. રાજતંત્રને આ વ્યક્તિસ્વતંત્રતા વિષયક ગુણ ભલે બુદ્ધિમાન અને રાજ્યકર્તાઓ માટે લાભદાયક છે, પણ જૈન સમાજ જેવા બુદ્ધ અને ગુલામ સમાજ માટે તે એ ગુણ નાશકારક જ નીવડતો જાય છે. અત્યારે બે પક્ષો છે. બન્ને દીક્ષામાં તો માને જ છે. દીક્ષાનું સ્વરૂપ અને દીલાના નિયમ વિશે બનેમાં કોઈ ખાસ મતભેદ નથી. બંનેને મતભેદ દીક્ષાની શરૂઆત પર છે. એક કહે છે કે ભલેને આઠ કે નવ વર્ષનું બાળક હેય તે પણ જીવનપર્યંતની જૈન દીક્ષા લઈ શકે, અને એવાં બાળકે ઉમેદવાર મળી આવે તે ગમે તે રીતે તેઓને દીક્ષા આપવી એ યોગ્ય છે. તેમ જ તે કહે છે કે સેળ કે અઢાર વર્ષ પહેચેલે તરુણ કેઈની પરવાનગી લીધા સિવાય, માબાપ કે પતિ પત્નીને પૂછળ્યા સિવાય, તેમની હા સિવાય પણ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૨૪] દર્શન અને ચિંતન દીક્ષા લઈ શકે અને તેવા તરુણે મળી આવે તે દીક્ષા આપવી જ જોઈએ. ઘણીવાર તે આ પક્ષ બાળ ઉમેદવારે ન હોય તે તેવા ઉમેદવારને કૃત્રિમ રીતે ઊભા કરી તેમને શિરે ધર્મમુકુટ પહેરાવવાનો પ્રયત્ન કરે છે. બીજે પક્ષ કહે છે કે બાળકને તે દીક્ષા ન જ આપવી જોઈએ, અને તરુણને દીક્ષા આપવી હોય તે એના વાલી-વારસદારો અને ખાસ લાગતા વળગતા તેમ જ સ્થાનિક સંધની પરવાનગી સિવાય તે આપવી એગ્ય નથી. બન્ને પક્ષકારોની પિતપોતાની દલીલ છે, અને ઘણીવાર એ મેહક પણ કેટલાકને લાગે છે. પહેલે પક્ષ, બાળ અને તરુણવયમાં દીક્ષિત થઈ સમાજમાં પ્રતિષ્ઠિત થઈ ગયેલ, અને કાંઈક સારું કામ કરી નામના કાઢી ગયેલ હોય એવી કેટલીક જૂની સાધુ-વ્યક્તિઓનાં નામ પિતાના પક્ષની પુષ્ટિમાં ટકે છે. બીજો પક્ષ કાચી ઉંમરે અથવા અસંમતિથી અપાયેલ દીક્ષાનાં માઠાં પરિણામે પિતાના પક્ષની પુષ્ટિમાં ટકે છે, અને તદ્દન ભ્રષ્ટ થયેલ કે શિથિલ થયેલ વ્યક્તિઓનાં નામો પણ કેઈક વાર સૂચવે છે. પણ એ બન્નેમાંથી એકે પક્ષ જોઈએ તેવી સાચી અને પૂરી યાદી તૈયાર કરી લેકે સામે નથી મૂકો. બન્ને પક્ષકારે ભલે પોતપોતાના પક્ષની પુષ્ટિ થાય એટલું જ આગળ ધરે છતાં, જે એ બન્ને સાચા અને વૈર્યશાળી હોય તે વસ્તુસ્થિતિ તે તેમણે જાણવી જ અને રજૂ કરવી જ જોઈએ. વસ્તુસ્થિતિ આ પ્રમાણે જાણું અને રજૂ કરી શકાય. એક યાદી દરેક સાધુએ રાખવી જોઈએ, જેમાં તેમની પાસે દીક્ષા લેનારની ઉંમર, નામઠામ અને દીક્ષા લેવાની તારીખ વગેરે બધું નોંધાય, અને બીજી તરફ પિતાની પાસે દીક્ષા લેનારમાંથી કઈ છટકી જાય તે તે પણ પ્રામાણિકપણે કારણપૂર્વક નોંધવામાં આવે. બધા જ સાધુઓ પિતાની આવી યાદીઓ એક આણંદજી કલ્યાણજી જેવી પેઢીને અથવા એક પત્રમાં મોકલી આપે. આ યાદીઓ ઉપરથી દર વર્ષે, દર પાંચ વર્ષે અને દર દશ વર્ષે એક પરિણામ તારવી શકાશે કે એકંદર દીક્ષા લેનાર કેટલા અને છેડનાર કેટલા. વળી લેનાર–છોડનારનું પરિમાણ ઉંમર પરત્વે કેટલું, તેમ જ લેવાનાં અને છોડવાનાં, ખાસ કરીને છોડવાનાં કારણેની સરખામણી. આ યાદીમાંની દર સે વ્યક્તિઓમાંથી સારી પાંચ જ વ્યક્તિઓ લઈ ભલે બાળદીક્ષાના પક્ષપાતી પિતાના પક્ષની પુષ્ટિ કરે, અને એ યાદીમાંથી પતિત કે શિથિલ એંશી વ્યક્તિઓને લઈ ભલે બીજા પક્ષના અનુગામીઓ પિતાના પક્ષની પુષ્ટિ કરે; તેમ છતાં બન્ને પક્ષે એકંદર રીતે દીક્ષાના અને તેનાં શુભ પરિણામના સરખી રીતે હિમાયતી હોવાથી તેઓને દીક્ષા છેડવાનાં કારણે પરત્વે ખાસું જાણવાનું મળશે, અને ઉંમર તેમ જ વડીલેની સંમતિ પરત્વેની કરારનું મૂળ અસલમાં ક્યાં છે તે તેઓ પ્રામાણિકપણે જાણી શકશે. Page #400 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપગ [ ૩૬પ. ભલે બન્ને પક્ષે ચાલુ રહે, છતાં તેઓ એકસરખી રીતે જે સાધુજીવનમાં પવિત્રતા જેવા તેજાર છે તે પવિત્રતા લાવવા માટે તેઓને આ યાદીમાં નોંધાયેલાં દીક્ષા છોડવાનાં કારણે ઉપરથી ઘણું જ અગત્યનું જાણવાનું મળશે અને કરવાનું સૂઝશે. બાળ અને અસંમત દીક્ષાના પક્ષપાતીઓ કાંઈ કઈ દીક્ષા છોડી જાય અથવા વંઠી જાય એમ તે ઈચ્છતા જ નથી. એટલે તેઓને માટે તો આવી યાદી સાચી રીતે ન કરવી એ તેમના પક્ષની હાર જેવું, અથવા તેમના પક્ષ માટે મૂલશ્કેદ કરનાર છે. બીજા વિરોધી પક્ષે પણ છેવટે આ તકરારમાં ન ઊતરતાં અમુક વર્ષોની દીક્ષા લેનાર અને છાડનારની વિગતવાર તેમ જ પ્રામાણિક યાદી તૈયાર કરવી જોઈએ. એ યાદી નામોની સંખ્યામાં ભલે અધૂરી , પણ હકીકતમાં જરાય ખેતી ન હોવી જોઈએ. કદાચ આ યાદી એમના પક્ષની પુષ્ટિમાં ઉપકારક ન પણ થાય, છતાં બાળદીક્ષાના પક્ષપાતીઓ માટે તે તે યાદી ભારે જ ઉપકારક નીવડશે, અને તેઓ આખરે બાળ તેમ જ અસંમત દીક્ષાના વિરોધનું મૂળ સમજી કાંઈ અને કાંઈ વિચારણા કરશે જ. વળી, કદાચ તેઓ આ યાદીને નહિ અડકે તે પણ લક્ષ્મત તેમને એને વિચાર કરવાની ફરજ પાડશે. એટલે એક પક્ષ બેચાર સારી નીવડેલ વ્યક્તિઓનાં નામ આગળ મૂકીને બાળ અને અસંમત દીક્ષાનું જે સમર્થન કરે છે, અને બીજો પક્ષ જે તેની ગળગળ અને વિગત વિનાની ખામીઓ ગાઈ તેને વિરોધ કરે છે, તેને બદલે બન્નેનું લક્ષબિંદુ મૂળ કારણે તરફ જશે.. અને એકંદર રીતે કાંઈક સાચી જ સુધારણ થશે. દીક્ષા દેવા ન દેવાના મતભેદ પરત્વે જરા ઊંડા ન ઊતરીએ તે ચર્ચાને અન્યાય થવા સંભવ છે. દીક્ષા દેવાની તરફેણને વર્ગ ગમે તેમ કરી, ગમે તે સ્થિતિમાં દીક્ષા આપી દેવાની હિમાયત કરતી વખતે ભગવાન મહાવીરે બાળકને જે દીક્ષા આપી હતી, તેમ જ ત્યાર પછીના વજ, હેમચંદ્ર અને યશવિજયજી જેવાઓએ બાળદીક્ષાને પરિણામે જે મહાનુભાવતા મેળવી હતી, તેના સાચા અને મનોરંજક દાખલાઓ ટાંકે છે. વળી બીજો સામે પક્ષ તેવા દાખલાઓ સ્વીકાર્યા છતાં, દીક્ષાની જરૂરિયાત અને મહત્તા માન્યા છતાં, અત્યારે દીક્ષા ન આપવાની જેસભેર હિમાયત કરે છે. તે પછી આપણને જોવાનું પ્રાપ્ત થાય છે કે આ વિવાદને મૂળ મુદ્દો તે શું છે ? જ્યારે સહેજ આજની સ્થિતિને અભ્યાસ કરીએ છીએ ત્યારે એ વિવાદને મૂળ મુદ્દો આપણી નજરે આવ્યા વિના નથી રહેતું. તે મુદ્દો એ છે કે ભગવાનના સમયના બાળદીક્ષાના દાખલાઓ આજે મુકાય છે ખરા, પણ એ બાળદીક્ષા જે વાતાવરણમાં અમેઘ ફળ આપતી તે વાતાવરણ આજે છે કે નહિ, અને Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] દર્શન અને ચિંતન નથી તે લાવવાનો પ્રયત્ન થાય છે કે નહિ, એની વાત બાળદીક્ષાના હિમાયતીઓ કરતા જ નથી. ભગવાન બાળકને, તરુણને, કન્યાઓને, તરુણીઓને, નવવિવાહિત દંપતીઓને દીક્ષા આપતા, નિઃસંકોચ આપતા; પણ જેમ તેઓ આવી દીક્ષા આપતા તેમ તેઓ પિતાની જવાબદારી વધારે સમજતા. એટલે તેમની પાસે અને તેમની આજુબાજુ ચોમેર માત્ર તપનું જ વાતાવરણ રહેતું. એ વાતાવરણમાં માત્ર દેહદમન નહિ, પણ સુક્ષ્મ ચિંતને ચાલતાં, અલૌકિક ધ્યાન ધરાતાં. રાતદિવસના આઠ પહોરમાંથી એક પહોર બાદ કરી, બાકીના સાતે પહેરને સાધુચર્યાનો કાર્યક્રમ વિચારણા, ધ્યાન અને મનોનિગ્રહી તપમાં જ ગોઠવાયેલું રહેતું. એ વાતાવરણ એટલું બધું સાત્વિકતામાં ઊંડું, જિજ્ઞાસામાં વિશાળ અને તપમાં ગંભીર રહેતું કે તેમાં ભાર (આસુરી વૃત્તિ)ને પેસતાં ભારે મુશ્કેલી પડતી. સુદ બાબતની તકરારે, કશું નવું જાણવાની બેદરકારી, અને પુરુષાર્થ ન કરવાની આત્મહત્યા, તેમ જ બીક અને પામરતાની છાયા, જે આજે ત્યાગીજીવનના વાતાવરણમાં છે, તે જે તે વખતે હતા તે તે વખતે પણ એવી દીક્ષાને વિરોધ જરૂર થાત, અથવા તે વખતે પણ આજની પેઠે દીક્ષાઓ વગેવાત અને નિષ્ફળ જાત. દીક્ષાના પક્ષપાતીઓની મુખ્ય નેમ ગમે ત્યાંથી ગમે તેને પકડી કે મેળવીને દીક્ષા આપી દેવાની હોય, તે કરતાં પહેલી અને મુખ્ય ફરજ તે ભગવાનના એ સમયનું વાતાવરણ લાવવાની છે. જે દીક્ષાના પક્ષપાતીઓ એ તમય વાતાવરણ લાવવા લેશ પણું મથતા ન હોય, અથવા ત્યાર પછીના જમાનાનું પણ કાંઈક સાત્વિક અભ્યાસમય અને કર્તવ્યશીલ વાતાવરણ અત્યારે ઊભું કરવા મથતા ન હોય, અને માત્ર દીક્ષા આપવાની પાછળ જ ગાંડા થઈ જાય તો સમજવું જોઈએ કે તેઓ પોતે જ દીક્ષા આપ્યા છતાં દીક્ષાને પાયે હચમચાવી રહ્યા છે, અને પિતાના પક્ષ ઉપર મૂળમાંથી જ કુઠારાઘાત કરી રહ્યા છે. જે તેઓ પિતાની આજુબાજુના વાતાવરણ તરફ અને પોતે જે વાતાવરણમાં રહે છે અને ઊછરે છે તે તરફ સહેજ પણ આંખ ઉઘાડીને જશે તે તેમને જણાયા વિના નહિ રહે કે અત્યારે દીક્ષા લેનારાઓ હજારે કાં ન આવે, પણ તેમને દીક્ષા આપવામાં ભારે જોખમદારી છે. ખાસ કરીને બાળકે , તરણે અને યુવકપતીઓને દીક્ષા આપવામાં તે ભારે જોખમ છે જ. એક જ વસ્તુ જે એક વાતાવરણમાં રહેલી બને છે તે જ બીજા અને વિરોધો વાતાવરણમાં અસાધ્ય અને મુશ્કેલ થાય છે. આપણે જાણીએ છીએ કે આજે કન્યાઓ અને કુમારને સાથે શિક્ષણ આપવાને કેયડે કેટલે મુશ્કેલ છે. આ મુશ્કેલીનું કારણ શું છે? Page #402 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેના ઉપયોગ ( ૩૬૭ શિક્ષકો, શિક્ષણસ્થાનો અને શિક્ષણના વિષયે એ જ એ ગૂંચનું કારણ છે. જો શિક્ષકે સાચા ઋષિ હય, શિક્ષકના વિષયે જીવનસ્પશી હેય અને તેનાં સ્થાને પણ મેહક ન હોય તે સહશિક્ષણને કઠણ દેખાતે કેયડે જૂના આશ્રમોના જમાનાની પેઠે આજે પણ સહેલ લાગે. એ જ ન્યાયે એક વાતારણમાં જે દીક્ષા સહેલાઈથી સફળ થઈ શકતી તે જ દીક્ષા આજના તદ્દન વિરોધી વાતાવરણમાં, ભારે પ્રયત્ન છતાં, સફળ બનાવવી લગભગ અશક્ય થઈ ગઈ છે. મનુષ્યનું શરીર, તેનું મન અને એને વિચાર એ બધું વાતાવરણનું સ્થળ અને સૂક્ષ્મ રૂપ જ છે. આજના ત્યાગીઓના વાતાવરણમાં જઈ આપણે જોઈએ તે આપણને જેવા શું મળે? ફક્ત એક વાર અને તે પણ ત્રીજે પહેરે આહાર લેવાને બદલે, આજે સૂર્યના ઉદયથી અસ્ત સુધીમાં રસોંદિયને કંટાળો આવે એટલી વાર અને એવી વાનીઓ લેવાતી જોવાય છે. જાણે કેમે કરી વખત જતો જ ન હોય તેમ દિવસે કલાકૅના કલાક સુધી નિદ્રાદેવી સત્કારાતી જોવાય છે. અમુકે તે કર્યું અને અમુકે પેલું કર્યું, મેં આ કર્યું અને પિલું કર્યુંઅમુક આવો છે અને પેલે તેવો છે—એ જ આજને મુખ્ય સ્વાધ્યાય છે. બાર અંગનું સ્થાન અગિયારે લીધું અને અગિયારનું સ્થાન આજના વાતાવરણમાં છાપાંઓએ-ખાસ કરી ખંડનમંડનનાં અને એકબીજાને ઉતારી પાડનારાં છાપાંઓએ–લીધેલું છે. પિસ્ટ, પાર્સલ અને બીજી તેવી જરૂરિયાતની ચીજોના ઢગલાઓ તળે બુદ્ધિ, સમય અને ત્યાગ એવાં દબાઈ ગયેલાં દેખાય છે કે તે માથું જ રોચકી શકતાં નથી. જિજ્ઞાસાનું વહેણ એકબીજાના વિરોધી વર્ગના દોષોની શોધમાં વહે છે. જગતમાં શું નવું બને છે, શું તેમાંથી આપણે મેળવવા જેવું છે, કયાં બળ આપણે ફેંકી દેવા જેવાં છે, અને કયાં બળ પચાવ્યા સિવાય આજે ત્યાગને જીવવું કઠણ છે, આપણે ક્યાંથી ક્યાં આવ્યા છીએ, અને ક્યાં બેસીને શું કરી રહ્યા છીએ, આજના મહાન પુરુષો અને સંત કોણ છે, તેમની મહત્તા અને સંતપણાનાં શાં કારણ છે, આજે જે મહાન વિદ્વાન અને વિચારક ગણાય છે અને જેને આપણે પોતે પણ તેવા માનીએ છીએ તે શા કારણે– એ બધું જેવાજાણવાની અને વિચારવાની દિશા તે આજના ત્યાગી વાતાવરણમાં લગભગ બંધ થઈ ગયા જેવી છે. આજને કોઈ સાધુ દુનિયામાં સૌથી મહાન ગણાતા અને હજારે ભાઈલથી જેને જેવા, જેની સાથે વાતચીત કરવા, હજારે માણસો, લાખ રૂપિયા ખર્ચ કરી આવે છે એવા સાબરમતીના સંત પાસે જઈ શકે એવું વાતાવરણ છે ખરું? મળવાની ચર્ચા કરવાની અને કાંઈક મેળવવાની અથવા આપવાની વૃત્તિવાળે આજનો કોઈ સાધુ ગાંધીજી, નહેર કે પટેલના Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮] દર્શન અને ચિંતન તંબૂમાં જવાની હિંમત કરે એવું વાતાવરણ છે ખરું ? ઊંચામાં ઊંચા ગણાતા પ્રોફેસરેને ત્યાં ઈચ્છા છતાં શીખવા માટે આજનો આચાર્ય કે પંન્યાસ જઈ શકશે ખરો ? જીવનની સાધનામાં પુષ્કળ ઊંડાણ કેળવેલ શ્રી અરવિંદ સાથે પિતાની જ ચર્ચામાં રહી બે દિવસ ગાળવા ઈચ્છનાર જૈન સાધુ પાછો આજના જૈન વાતાવરણમાં નિર્ભય રહી શકશે ખરો ? દારૂને પીઠે, વિલાસનાં ભવનમાં અને મૂખામીના બજારેમાં જવાને આજનું વાતાવરણ જેટલા પ્રમાણમાં સાધુઓને શકે છે તેટલા જખરેખર તેટલા જ પ્રમાણમાં આજનું વાતાવરણ જૈન સાધુઓને છૂટથી જગતનાં ખુલ્લાં વિદ્યાલયમાં અભ્યાસ કરવા જતાં, જગતના મહાન પુરુષો સાથે મળવાહળવા અને ખાસ કરી તેમને સહવાસ કરવા જતાં અને પિતાના ઈષ્ટ વિષયમાં અસાધારણ વિદ્વત્તા ધરાવનાર પ્રોફેસરના પાસમાં બેસી તેમને ઘેર શીખવા જતાં રોકે છે, એ વાત નથી ભાગ્યે જ અજાણી છે. - કેવળ હકીકત રજૂ કરવા ખાતર માત્ર મધ્યસ્થ દૃષ્ટિથી (લંબાણ અને નિન્દાને જે કોઈ આક્ષેપ કરે તે તેની પરવા ન કરીને પણ) થોડાક અનુભવો ટાંકું. એવા અનુભવ બીજાને પણ હશે જ. ‘યંગઈડિયા’ વાંચવાની તે ગ્યતા ન હોવાથી તેની વાત જતી કરીએ, પણુ “નવજીવન' ને લે. જે નવજીવનને વાંચવા હજારો માણસો તલસે અને જેને વિષય જાણવા મેટામેટા ધાર્મિક અને વિદ્વાને પણ ઉસુક રહે તે નવજીવનને અડતાં અને પિતાના મંડળમાં લાવતાં ધાણ આચાર્યો અને સામાન્ય સાધુઓ ડરે છે. કોઈ ઉતાવળિયા સાધુએ નવજીવન હાથમાં લીધું હોય તો એને જોઈ એની પાસેના બીજા લાલચોળ થઈ જાય છે. એક વિદ્વાન ગણતા સાધુના શિષ્ય મને કહ્યું કે મને વાંચવાની તે ખૂબ જ ઈચ્છા થાય છે, પણ ઇષ્ટ માસિક અને બીજાં પ મંગાવું તે મારા ગુરુ બહુ જ નારાજ થઈ જાય છે. એક પ્રસિદ્ધ આચાર્યે એક વાર મને કહ્યું કે ગાંધીજીને મળવું કેમ શક્ય બને ? મેં કહ્યું ચાલે અત્યારે જ. તેમણે નગ્ન છતાં ભીરુ ધ્વનિથી કહ્યું કે અલબત્ત, તેમની પાસે જવામાં તે અડચણ નથી, મને અંગત વાંધો જ નથી, પણ લેકે શું ધારે ? એક બીજા જાણીતા આચાર્યને તેવી જ ઈચ્છા થઈ ત્યારે આડકતરી રીતે ગાંધીજીને પિતાની પાસે આણવા ગોઠવણ કરી. બીજા કેટલાય સાધુઓ પ્રામાણિકપણે એમ જ માને છે કે હા, એ સારા માણસ છે, પણ કાંઈ સાચા લાગી જૈન સાધુ જેવા કહેવાય ? સેંકડે સાધુઓ અને સાધ્વીઓ અમદાવાદ અને મુંબઈમાં રહે છે. ગાંધીજી પણ ત્યાં નજીકમાં હોય છે, છતાં જાણે ત્યાગીષ લેવો એ કઈ એવો ગુને છે કે પછી તેઓ ગાંધીજી કે બીજા Page #404 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપગ [ ૩૬૯ તેવા પુરુષની પાસે અથવા તેઓની સભામાં જઈને કશે જ સાત્વિક ફાળે પણ લઈ કે આપી ન શકે ? જે ત્યાગીઓ ધર્મસ્થાનરૂપ મનાતા પિતાના ઉપાશ્રયમાં મુકદમાઓની પેરવી કરે, સંસારીને પણ શરમાવે એવી ખટપટમાં વખત ગાળે, તદ્દન નિવૃત્તિ અને ત્યાગને ઉપદેશ દઈ પાછા પાટથી નીચે ઊતરી પિતે જ કથાકુથલીમાં પડી જાય, તે ત્યાગીઓના ચરણમાં બેસનાર પેલા બાળદીક્ષિતે જાણેઅજાણે એ વાતાવરણમાંથી શું શીખે એનો કઈ વિચાર કરે છે ખરું? તેમની સામે શબ્દગત આદર્શ ગમે તે હે, પણ દસ્ય અને જાગતો આદર્શ અત્યારે શું હોય છે એ કોઈ જુએ છે ખરું ? જેને પિતે વિદ્વાન માનતા હોય એવા આચાર્ય કે સાધુ પાસે તેમનાથી જુદા ગચ્છના આચાર્ય કે સાધુ ઈચ્છા છતાં ભણવા જઈ શકે એટલી ઉદારતા આજના વાતાવરણમાં છે ખરી ? પોતાની વાત બાજુએ મૂકે તેય પિતાના શિષ્ય સુધ્ધાંને બીજા જુદા ગચ્છ કે સંધાડાના વિદ્વાન સાધુ પાસે શીખવા મોકલે એવું આજે વાતાવરણ છે ખરું? સાધુની વાત જવા દે, પણ એક સાધુના રાખેલ પંડિત પાસે બીજા સાધુના શિષ્ય છૂટથી ભણવા જઈ શકે છે ખરા ? એક મહાન મનાતા સૂરિના તાર્કિક પંડિતે સાંજને વખતે પુરાતત્વમંદિરમાં આવીને કહ્યું હતું કે ઘણા દિવસ થયાં આવવાની ઈચ્છા તે હતી, પણ જરા મહારાજજીને ભય હતા. એ જ સૂરીશ્વરના બીજા સાહિત્યશાસ્ત્રી પંડિત મારા મિત્રને મળ્યા પછી કહ્યું કે “હું તમારી પાસે આવ્યો છું એ વાત મહારાજજી જાણવા ન પામે.’ હું કબૂલું છું કે આ મારું વર્ણન સર્વને એકસરખું લાગુ નથી પડતું, પણ આ ઉપરથી હું એટલું જ કહેવા માગું છું કે આજનું આપણું ત્યાગી-વાતાવરણ કેટલું સંકુચિત, કેટલું બીકણ અને કેટલું જિજ્ઞાસાશન્ય જેવું થઈ ગયું છે. એક બાજુ ભગવાન મહાવીરના સમયનું તમય વાતાવરણ નથી, અને બીજી બાજુ આજે દુનિયામાં તથા આપણા જ દેશમાં બીજી જગ્યાએ મળી શકે છે તેવું ઉચ્ચ વાતાવરણ પણ આપણે દીક્ષિતે સામે નથી. એવી સ્થિતિમાં ગમે તેટલી મહેનત કર્યા છતાં પણ બાળ અને તરુણદીક્ષા જ નહિ પણ આધેડ અને વૃદ્ધદીક્ષા સુધ્ધાં ઇષ્ટ ફળ કેવી રીતે આપી શકે એ વિચાર કેઈ કરે છે ખરું? હું ધારું છું કે જો આજના વાતાવરણ અને પૂર્વકાલીન વાતાવરણને સરખાવી દીક્ષા આપવા ન આપવાને વિચાર કરવામાં આવે તે ઝઘડે રહે નહિ. કાં તે દીક્ષાપક્ષપાતીઓને પિતાનું સંકુચિત વાતાવરણ વિશાળ કરવાની ફરજ પડે અને કાં તે દીક્ષાને. ૨૪. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ 3 દર્શન અને ચિંતન આગ્રહ જ છોડે પડે. જે માતાએ સિકંદર, નેપોલિયન, પ્રતાપ કે શિવાજી જેવા પરાક્રમી જગતને આપવા હોય તે માતાએ સંયમ કેળવે જ છૂટકે છે, અથવા એવી ભેટ ધરવાની મહત્ત્વાકાંક્ષા છોડે જ છૂટકે છે. આપણો ગુરુવર્ગ બાળદીક્ષા મારફત જે સમાજ, રાષ્ટ્ર કે જગતને કાંઈ અને કાંઈ આપવા જ માગતો હોય તો તેણે પોતાના જીવનમાં અસાધારણ ત્યાગ, વિશાળ જ્ઞાન અને ચિત્તની વ્યાપક ઉદારતા કેળવે જ છૂટકો છે; અને તે માટે તેમને આજનું વાતાવરણ બદલ્યા વિના ચાલી શકે તેમ જ નથી. એટલે ઝઘડે દીક્ષા આપવા ન આપવાનો નથી, પણ અત્યારના ક્ષુદ્ર વાતાવરણને બદલવા ન બદલવાનો છે. મોઢેથી એમ તે કહેવાય જ નહિ કે અમારી પરિસ્થિતિ અને અમારું વાતાવરણ કેટલું ક્ષુલ્લક છે (જોકે સહુ મનમાં તે જાણે જ છે), એટલે બહારથી દીક્ષા આપવાની વાતો થાય છે. “વિશ્વમાં દીક્ષાનું સ્થાન શું છે એ પ્રશ્નનો ઉત્તર વાતાવરણમાં છે. જે ત્યાગીઓને રહેવાનું વિચારવા, શીખવાનું કામ કરવા અને આખી દિનચર્યા ગઠવવાનું વાતાવરણ ઉદાત્ત હોય તે વીસ વર્ષના, દશ વર્ષના અને પાંચ વર્ષના સુધ્ધાંને દીક્ષામાં સ્થાન છે; અને જે વાતાવરણ એદી તથા બીકણ હોય તે તેમાં સાઠ કે એંશી વર્ષને બુદ્ધો દીક્ષા લઈને કાંઈ ઉકાળવાનો નથી, એ વાત ત્યાગીઓની સફળતા-નિષ્ફળતાનો ઈતિહાસ આપણને જણાવે છે. જગત આખામાં, અને ખાસ કરી આપણા દેશમાં અને સમાજમાં, તે ત્યાગીઓની ભારે જરૂર છે. સેવા માટે ઝંખનાર આ પત્રસ્ત લોકો અને પ્રાણીઓને પાર નથી. સેવકે શોધ્યા જડતા નથી. ત્યારે પછી દીક્ષાને વિરોધ કેવી રીતે હોઈ શકે ? વિરોધ તે દીક્ષા લેનારમાં જ્યારે સેવકપણું મટી સેવા લેવાપણું વધી જાય છે ત્યારે જ ઊભો. થાય છે. એટલે દીક્ષાના પક્ષપાતીઓ જે પિતાના વિરોધીઓનું મોટું પ્રામાણિકપણે અને હંમેશને માટે બંધ જ કરવા માગતા હોય, અને પિતાના પક્ષને ખરીદેલો નહિ પણ સાચે જ વિજય ભાગતા હોય તે, તેમની ફરજ એ છે કે તેઓ દીક્ષાને સેવાનું સાધન બનાવે. કઈ એમ ન કહે અને ન સમજે કે સેવા સાથે દીક્ષાનો શું સંબંધ? જે દીક્ષાનો મૂળ ઉદેશ શુદ્ધિજીવનમાં હશે અને તે માટે સતત પ્રયત્ન હશે તે દીક્ષાને સેવા સાથે કરશે વિરોધ જ નથી; અને જો એ મૂળ ઉદેશ જીવનમાં નહિ હોય, અથવા તે માટેની તાલાવેલી પણ નહિ હોય તે તેવી દીક્ષા જેમ બીજાની સેવા નહિ સાધે, તેમ દીક્ષા લેનારની પણ સેવા નહિ સાધે એ નિઃશંક છે. એટલે જેમ હંમેશાં Page #406 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપયોગ [ ૩૭૧ બનતું આવ્યું છે તેમ આજે પણ સેવા લેવા ગ્ય વર્ગ મેરે હોવાથી સાચી દીક્ષાની સૌથી વધારેમાં વધારે ઉપયોગિતા છે. - દીક્ષાના પક્ષપાતીઓ જે આ વસ્તુ સમજવામાં એકરસ થઈ જાય તે હજારે માબાપે પોતાનાં બે બાળકોમાંથી ઓછામાં ઓછું એક તે સાધુને ચરણે ભાવપૂર્વક ધર્યા વિના નહિ રહે. આજે છાત્રાલયમાં અને વિદ્યાલયોમાં બાળકે ઊભરાય છે, તેમને માટે પૂરતી જગ્યાઓ નથી. માબાપે પિતાના બાળકને તે સ્થળે મૂકવા તલસે છે અને પિતાના બાળકને નીતિમાન તથા વિદ્વાન જેવા ભારે તનમનાટ ધરાવે છે. એવી સ્થિતિમાં દીક્ષા આપનાર ગુરુવર્ગ જે પિતાની પાસે અપાર જ્ઞાનનું, ઉદાત નીતિનું અને જીવતા ચારિત્રનું વાતાવરણ ઊભું કરે તે જેમ ગૃહસ્થને વગર પૈસે અને વગર મહેનતે પિતાનાં બાળકોને તાલીમ આપવાની તક મળે, તેમ ગુરુવર્ગની પણ ચેલાઓની ભૂખ ભાંગે. પરંતુ આજને દીક્ષાની તરફેણ કરનારે અને તેના ઝઘડા પાછળ બુદ્ધિ અને ધન ખર્ચનાર ગૃહસ્થવર્ગ પણ એમ ચેખું માને છે કે આપણાં બાળકો માટે સાધુ પાસે રહેવું સલામતીવાળું કે લાભદાયક નથી. જે તેઓને ગુરુવર્ગના વાતાવરણમાં વિશાળ અને સાચાં જ્ઞાન દેખાતાં હોય, અકૃત્રિમ નીતિ દેખાતી હોય તો તેઓ બીજાના નહિ તે પિતાના અને વધારે નહિ તે એક એક બાળકને ખાસ કરીને પોતાના માનીતા ગુરને ચરણે કાં ન ધરે ? આને ઉત્તર શું છે એ વિચારવામાં આવે તો આજે દીક્ષાની ઉપયોગિતા શી છે એનું ભાન થાય. જે વસ્તુ વધારે પ્રમાણમાં અને વધારે વખત સુધી અથવા તો વધારે ઊંડાણથી જગતને ઉપયોગી હોય તે જ ટકી અને જીવિત રહી શકે છે. એટલે આપણે દીક્ષાને ટકાવી તેમ જ સજીવ રાખવી હોય તે આપણે ધર્મ એને ઉપયોગી બનાવવાનો છે. એની ઉપયોગિતાની ચાવી જનસમાજ અને લેની સેવામાં, તેમને માટે ખપી જવામાં અને સતત અંતર્મુખ રહેવામાં છે. જે અંતર્જીવન વિકસિત થાય અને સેવામાર્ગ વિસ્તરે તે કઈ પણ વખતે ન હોય તે કરતાં પણ વધારે આજે દીક્ષાની ઉપયોગિતા છે. આખું વિશ્વ જ સાચી દીક્ષા ઉપર ટકી અને સુખી રહી શકે. આ ચર્ચા માત્ર દોષદર્શન માટે નથી, પણ વસ્તુસ્થિતિ રજૂ કરી આજનું ત્યાગી વાતાવરણ પુનર્વિધાન માગી રહ્યું છે એ દર્શાવવા પૂરતી છે. હવે Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨] દર્શન અને ચિંતન પુનર્વિધાનને પ્રશ્ન આવે છે. પણ જે દીક્ષાની સામાન્ય હિમાયત કરનાર બને પક્ષકારે, ખાસ કરી ગુરુઓ, આ વસ્તુ સમજી લે તે તેમની વિચારણમાંથી પુનર્વિધાનનું ખોખું ઊભું થશે અને કદાચ તેઓ માગશે તો પુનર્વિધાન પરત્વે બહારથી પણ તેઓને પ્રેરણું મળી આવશે. આપણે જાણીએ છીએ કે જે વસ્તુ મેળવવાની ઉત્કટ ઝંખના હોય છે તે વસ્તુ મળ્યા વિના કદી રહેતી નથી. તેથી પુનર્વિધાન કેવું હોવું જોઈએ એ ભાગ જાણુને જ છોડી દઉ છું. એ એક સ્વતંત્ર ભાષણને વિષય છે. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, ૧૯૩૦. Page #408 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સંધસંસ્થા તથા તેને ઉપયોગ [૧૮] જ્યાં માનવજાત છે ત્યાં જ્ઞાનને આદર સહજ હોય જ છે, અને જરા ઓછો હોય તો એને જમાવવો પણ સહેલ છે. હિંદુસ્તાનમાં તે જ્ઞાનની પ્રતિષ્ઠા હજારો વર્ષથી ચાલી આવે છે. બ્રાહ્મણ અને શ્રમણ સંપ્રદાયની ગંગા-યમુનાની ધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના પટ ઉપર જ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનું તપ એટલે બીજું કાંઈ જ નહિ, પણ જ્ઞાનની ઊંડી છે. જે શોધ માટે એમણે તન તેડયું, રાતદિવસ ન ગણ્યાં અને તેમની જે ઊંડી શોધ જાણુવા-સાંભળવા હજારે માણસની મેદની તેમની સામે ઊભરાતી, તે શોધ એ જ જ્ઞાન, અને એના ઉપર જ ભગવાનના પંથનું મંડાણ છે. ભગવાનના નિર્વાણ પછી એમના અનુભવજ્ઞાનને આસ્વાદ લેવા એકત્ર થયેલ અથવા એકત્ર થનાર હજારે માણસો એ જ્ઞાન પાછળ પ્રાણ પાથરતા. એ જ્ઞાને શ્રત અને આગમ નામ ધારણ કર્યું. એમાં ઉમેરે પણ થયે અને સ્પષ્ટતાઓ પણ થતી ચાલી. જેમ જેમ એ મૃત અને આગમના માનસરોવરને કિનારે જિજ્ઞાસુ હંસો વધારે અને વધારે આવતા ગયા તેમ તેમ એ જ્ઞાનનો મહિમા વધતો ચાલ્યો. એ મહિમાની સાથે જ એ જ્ઞાનને મૂર્ત કરનાર એનાં સ્થૂળ સાધનોનો પણ મહિમા વધતો ચાલ્યો. સીધી રીતે જ્ઞાન સાચવવામાં મદદ કરનાર પુસ્તક પાનાં જ નહિ, પણ તેના કામમાં આવનાર તાડપત્ર, લેખણ, શાહીને પણ જ્ઞાનના જેટલો જ આદર થવા લાગ્યો. એટલું જ નહિ, પણ એ પિથી–પાનાનાં બંધને, તેને રાખવા મૂકવા અને બાંધવાનાં ઉપકરણો પણ બહુ જ સકારાવા લાગ્યાં. જ્ઞાન આપવા અને મેળવવામાં જેટલું પુણ્ય કાર્ય, તેટલું જ જ્ઞાનનાં સ્થળ ઉપકરણને આપવા અને લેવામાં પુણ્ય કાર્ય મનાવા લાગ્યું. જ્ઞાનપ્રાપ્તિ માટે અનેક તપે જાયાં હતાં. એવાં તપે જાહેરમાં વધારે આવે અને મેર જ્ઞાનનું આકર્ષણ વધે એટલા માટે મેટાં મેટાં જ્ઞાનતપનાં ઉત્સવ અને ઉજમણુઓ યોજાયાં, તેની અનેક જાતની પૂજાઓ રચાઈ ગવાઈ અને તેને લીધે એવું વાતાવરણ બની ગયું કે જૈનને એકેએક બચ્ચે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] . દર્શન અને ચિંતન વગર ભણે એમ સમજવા મંડી ગયો કે “કરે ભવનાં પાપ એક જ પદના કે એક જ અક્ષરના જ્ઞાનથી બળી શકે છે. આ જ્ઞાનની ભક્તિ અને મહિનામાંથી, જે એકવારના વ્યક્તિગત અને જાતે ઉપાડી શકાય એટલા જ સાધુઓના ખંભે અને પીઠે ભંડારે લટકતા, તે બીજાં કારણે ઉપસ્થિત થતાં મોટા બન્યા અને ગામ તથા શહેરમાં દૃશ્યમાન થયા. એક બાજુ શાસ્ત્રસંગ્રહ અને લખાણને વધતે જતો મહિમા અને બીજી બાજુ સંપ્રદાયની જ્ઞાન વિશેની હરીફાઈઓ–આ બે કારણોને લીધે પહેલાંની એકવારની મોઢે ચાલી આવતી જ્ઞાનસંસ્થા આખી જ ફેરવાઈ ગઈ અને મોટા મોટા ભંડારરૂપમાં દેખા દેવા લાગી. દરેક ગામ અને શહેરના સંઘને એમ લાગે છે કે અમારે ત્યાં જ્ઞાન ભંડાર હો જ જોઈએ. દરેક ત્યાગી સાધુ પણ જ્ઞાનભંડારની રક્ષા અને વૃદ્ધિમાં જ ધર્મની રક્ષા માનતો થઈ ગયે. પરિણામે આખા દેશમાં, એક છેડેથી બીજા છેડા સુધી, જૈન જ્ઞાનસંસ્થા ભંડારરૂપે વ્યવસ્થિત થઈ ગઈ. ભંડારે પુસ્તકેથી ઊભરાતા ચાલ્યા. પુસ્તકમાં પણ વિવિધ વિષયનું અને વિવિધ સંપ્રદાયનું જ્ઞાન સંધરાતું ગયું. સંધના ભંડારે, સાધુના ભંડાર અને વ્યક્તિગત માલિકીને પણ ભંડારે–એમ ભગવાનના શાસનમાં ભંડાર, ભંડાર અને ભંડાર જ થઈ ગયા! એની સાથે જ મેટ લેખકવર્ગ ઊભે થયે, લેખનકળા વિકાસ પામી અને અભ્યાસીવર્ગ પણ ભારે વચ્ચે. છાપવાની કળા અહીં આવી ન હતી ત્યારે પણ કોઈ એક નવો ગ્રંથ રચાયો કે તરત જ તેની સેંકડો નકલે થઈ જતી અને દેશના બધે ખૂણે વિદ્વાનોમાં વહેંચાઈ જતી. આ રીતે જૈન સંપ્રદાયમાં જ્ઞાનસંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. વંદા, ઊધઈ અને ઉંદરો તેમ જ ભેજ, શરદી અને બીજાં કુદરતી વિદને જ નહિ, પણ ધર્માધિ યવનો સુધ્ધાએ આ ભંડાર ઉપર પિતાનો નાશકારક પંજો ફેરવ્યો, હજારે ગ્રંથ તદ્દન નાશ પામ્યા, હજારે ખવાઈ ગયા, હજારે રક્ષાની અને બીજાઓની બેપરવાઈથી નષ્ટભ્રષ્ટ થઈ ગયા, છતાં જ્ઞાન તરફની જીવતી જૈનભક્તિને પરિણામે આજે પણ એ ભંડારે એટલા બધા છે અને એમાં એટલું બધું વિવિધ તેમ જ જૂનું સાહિત્ય છે કે તેનો અભ્યાસ કરવા માટે સેંકડો વિદ્વાનો પણ ઓછા જ છે. પરદેશના અને આ દેશના કેડીબંધ શેધક અને વિદ્વાનોએ આ ભંડારોની પાછળ વર્ષે ગાળ્યાં છે અને એમાંની વસ્તુ તથા એનો પ્રાચીન રક્ષાપ્રબંધ જોઈ તેઓ ચકિત થયા છે. વર્ષો થયાં કેડીબંધ છાપખાનાંઓને જૈન ભંડારે પૂર ખોરાક આપી રહ્યા છે, અને હજી પણ વર્ષો સુધી તેથી વધારે ખોરાક પૂરું પાડશે. Page #410 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સંધસંસ્થા [૩૭૫ ભંડાર જેમ નામમાં તેમ સ્વરૂપમાં પણ હવે બદલાયા છે. હવે પુસ્તકાલય, લાયબ્રેરીઓ, જ્ઞાનમંદિર અને સરસ્વતી મંદિરનાં નામ તેઓએ ધારણ કર્યો છે, અને કલમને બદલે બીબાંમાંથી લખાઈ નવે આકારે પુસ્તકો બહાર પડતાં જાય છે. ભંડારોની જૂની સંગ્રાહક શક્તિ હજી પુસ્તકાલયમાં કાયમ છે; એટલું જ નહિ, પણ જમાનાના જ્ઞાનપ્રચાર સાથે તે વધી છે. તેથી જ આજનાં જૈન પુસ્તકાલયે જૂના જૈન ગ્રંથે ઉપરાંત આધુનિક, દેશી, પરદેશી અને બધા સંપ્રદાયોના સાહિત્યથી ઊભરાતાં ચાલ્યાં છે. બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સંપ્રદાયના ભંડારે વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડારે વ્યક્તિની માલિકીના હોય છે, જ્યારે જૈન ભંડારે બહુધા સંધની માલિકીના જ હોય છે અને ક્વચિત વ્યક્તિની માલિકીના હોય ત્યાં પણ તેને સદુપયોગ કરવા માટે તે વ્યક્તિ માલિક છે, અને દુરુપયોગ થતો હોય ત્યાં મોટે ભાગે સંધની જ સત્તા આવીને ઊભી રહે છે. બ્રાહ્મણો આસો મહિનામાં જ પુસ્તકમાંથી ચોમાસાનો ભેજ ઉડાડવા અને પુસ્તકોની સારસંભાળ લેવા ત્રણ દિવસનું એક સરસ્વતીશયન નામનું પર્વ ઊજવે છે, જ્યારે જેને કાર્તિક શુદિ પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તક અને ભંડારેને પૂજે છે, અને એ નિમિત્તે ચોમાસામાંથી 'સંભવ બગાડ ભંડારમાંથી દૂર કરે છે. આ રીતે જૈન જ્ઞાનસંસ્થા, જે એકવાર માત્ર મૌખિક હતી તે, અનેક ફેરફાર પામતાં પામતાં, અનેક ઘટાડાવધારા અને અનેક વિવિધતા અનુભવતાં અનુભવતાં આજે મૂર્તરૂપે આપણી સામે છે. પરંતુ આ બધું વારસાગત હોવા છતાં અત્યારે જમાનાને પહોંચી વળે તેવો કોઈ અભ્યાસીવર્ગ એ ભંડારેની મદદથી ઊભો થતો નથી. પ્રાચીન અને મધ્યકાળમાં જે ભંડારેએ સિદ્ધસેન અને સમતભદ્ર, હરિભદ્ર અને અકલંક, હેમચંદ્ર અને યશોવિજયને જન્માવ્યા, તે જ ભંડારો અને તેથીયે મોટા ભંડારો વધારે સગવડ સાથે આજે હેવા છતાં અત્યારે વિશિષ્ટ અભ્યાસીને નામે મીંડું છે. કોઈને જાણે સંગ્રહ સિવાય બીજી ખાસ પડી જ ન હોય તેમ અત્યારની આપણી સ્થિતિ છે. બેએક અપવાદને બાદ કરીએ તે આ જ્ઞાન સંસ્થાને વાર સંભાળી રાખનાર અને ધરાવનાર ત્યાગીવર્ગ જાણે તુષ્ટિમાં પડી ગયું છે, અને અત્યારના યુગની સામે તેના ઉપર જ્ઞાનની દૃષ્ટિએ કેટલી મોટી જવાબદારી છે એ વાત જ છેક ભૂલી ગયો છે અથવા સમજી શક્યો નથી, એમ કોઈ પણ આખા સાધુવર્ગના પરિચય પછી કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] દર્શન અને ચિંતન આ ભંડારોને ઉપગ અભ્યાસીઓ સર્જવામાં જ ખરે હેઈ શકે. અત્યાર સુધી જે એની સ્થૂળ પૂજા થઈ તેણે હવે અભ્યાસનું રૂપ ધારણ કરવું જોઈ એ. સાધુવર્ગ એ વસ્તુ સમજે તે ગૃહસ્થ પણ એ દિશામાં પ્રેરાય અને આપણે વારસો બધે સુવાસ ફેલાવે. અત્યારે જે કેટલાક ખંડ ભંડાર છે, એક જ ગામ કે શહેરમાં અનેક ભંડાર છે, એક જ સ્થળે એક જ વિષયનાં અનેક પુસ્તકે છતાં પાછાં વળી તેનાં અનેક પુસ્તક લખાયે જ જવાય છે અથવા સંધરે જ જવાય છે, તે બધાને ઉપગની દૃષ્ટિએ વિચાર કરી એક કેંદ્રસ્થ ભંડાર તે તે સ્થાને બન જોઈએ, અને દરેક ગામ કે શહેરના કેંદ્રસ્થ ભંડાર ઉપરથી એક મહાન સરસ્વતીમંદિર ઊભું થવું જોઈએ, જ્યાં કોઈ પણ દેશ-પરદેશને વિદ્વાન આવી અભ્યાસ કરી શકે અને તે તરફ આવવા લલચાય. લંડન કે બર્લિનની લાયબ્રેરીનું ગૌરવ એ મુખ્ય સરસ્વતીમંદિરને મળે અને તેની અંદર અનેક જાતની ઉપયોગી કાર્યશાખાઓ ચાલે, જેના દ્વારા ભણેલ કે અભણ સમગ્ર જનતામાં એ જ્ઞાનગંગાના છાંટા અને પ્રવાહે પહોંચે. આટલું આપણા ત્યાગી ગુરુઓ ન કરે તે તેઓ ઈચ્છશે છતાં તેમને નામાંથી આલસ્ય, કલેશ અને બિનજવાબદારીનું જીવન કદી જ જવાનાં નથી. તેથી સાધતાને જીવતી કરવા આ ભંડારેના જીવંત ઉપયોગમાં જ વ્યવસ્થિત રીતે સાધુવર્ગે નિયંત્રણપૂર્વક અને ઇચ્છાપૂર્વક, એક પણ ક્ષણને વિલંબ કર્યા સિવાય, ગોઠવાઈ જવું જોઈએ. જેમના પૂર્વજોએ ખભે જ્ઞાનની કાવડને ભારેમાં ભારે બોજો લાકડીને ટેકે ઉપાડી, પગપાળા ચાલી, કેડ વળી જાય ત્યાં સુધી અને ધોળાં આવે ત્યાં સુધી જહેમત ઉઠાવી છે અને એકેએક જણને તાજું જ્ઞાનામૃત પાવાની કેશિશ કરી છે તે સાધુવર્ગને મારા જેવા સુદ્ર જ્ઞાનપિપાસુ સેવકે એમને વારસાગત કાર્ય જમાનાની રીતે બજાવવા માટે વિનવણી કરવી, એમાં તે વિનવણી કરનાર અને વિનવાતા વર્ગ બંનેનું અપમાન છે. હું મારું પિતાનું અપમાન ગળી જાઉં તે પણ એ જ્ઞાનગંગાવાહીઓનું અપમાન સહી શકાય નહિ. તેથી તેઓ આપે આપ સમજી જઈ વિનવણુને નિરર્થક સાબિત કરે. સંઘ સંસ્થા હવે આપણે વિષયને બીજા ભાગ તરફ વળીએ. બૌદ્ધો અને બીજા આવક જેવા શ્રમણ પથેની પેઠે જેને વર્ણવ્યવસ્થામાં નથી માનતા; એટલે એમને વર્ણોનાં નામ સામે કે વિભાગ સામે વાંધો નથી, પણ Page #412 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સંધસંસ્થા [૨૭૭ એ વર્ણવિભાગને તેઓ વ્યાવહારિક કે આધ્યાત્મિક વિકાસમાં બંધનરૂપ માનવાની ના પાડે છે. બ્રાહ્મણ સંપ્રદાય વર્ણવિભાગમાં વહેંચાયેલું અને બંધાયેલ છે. એમાં જ્યારે વર્ણવિભાગે વ્યાવહારિક અને આધ્યાત્મિક વિકાસ સાધવામાં બંધન ઊભું કર્યું અને આર્ય માનવોના માનસિક વિકાસમાં આડ ઊભી કરી ત્યારે ભગવાન મહાવીરે એ આડ ફેંકી દેવા અને સામ્યવાદ સ્થાપવા બુદ્ધના જેટલો જ પ્રયત્ન કર્યો. જેઓ જેઓ ભગવાન મહાવીરના અનુગામી થતા ગયા તેઓ વર્ણનું બંધન ફેંકતા કે ઢીલું તે કરતા જ ગયા, છતાં પિતાના પૂર્વજોના અને પિતાના જમાનાના બ્રાહ્મણપંથી પડોશીઓના કડક વર્ણ બંધનેના સંસ્કારોથી છેક જ અલિપ્ત રહી ન શક્યા. એટલે વળી બ્રાહ્મણપથે જ્યારે જ્યારે જેર પકડયું, ત્યારે ત્યારે જૈન એ પથના વર્ણબંધનના સંસ્કારથી કાંઈક અને કાંઈક રીતે લેપાયા. એક તરફ વબંધન સામેના જૈનવિધે બ્રાહ્મણપંથ ઉપર સીધી અસર કરી અને તે પંથના વર્ણબંધન સંસ્કારે કાંઈક મેળા પડ્યા, તે બીજી તરફ બ્રાહ્મણપંથના વર્ણબંધન વિશેના દઢ આગ્રહે જૈનપંથ ઉપર અસર પાડી. જેને લીધે ઈચ્છાએ કે અનિચ્છાએ, એક અથવા બીજે રૂપે, જેને લોકોમાં વર્ણસંસ્કારોનું કાંઈક વાતાવરણ આવ્યું. આ રીતે વર્ણબંધનના વિરોધી અને અવિરેધી બંને પક્ષો એકબીજા સાથે લડતા અફળાતા છેવટે એકબીજાની થેડીઘણું અસર લઈ સમાધાનીપૂર્વક આ દેશમાં વસે છે. આ તે ટૂંકમાં ઐતિહાસિક અવલોકન થયું, પણ ભગવાન મહાવીરે જ્યારે વર્ણબંધનને છેદ ઉડાડી મૂક્યો ત્યારે ત્યાગના દષ્ટિબિંદુ ઉપર પિતાની સંસ્થાના વર્ગો પાડ્યા. મુખ્ય બે વર્ગ : એક ઘરબાર અને કુટુંબકબીલા વિનાને ફરતે અનગાર વર્ગ, અને બીજે કુટુંબકબીલામાં રાચનાર સ્થાનબદ્ધ અગારી વર્ગ. પહેલો વર્ગ પૂર્ણ ત્યાગી. એમાં સ્ત્રી અને પુરુષ બન્ને આવે, અને તે સાધુ-સાધ્વી કહેવાય. બીજો વર્ગ પૂર્ણ ત્યાગને ઉમેદવાર. એમાં પણ સ્ત્રી અને પુરુષ બને આવે અને તે શ્રાવક-શ્રાવિકા કહેવાય. આ રીતે ચતુર્વિધ સંઘવ્યવસ્થા, અથવા બ્રાહ્મણપંથના પ્રાચીન શબ્દને નવેસર ઉપગ કરીએ તે ચતુર્વિધ વર્ણવ્યવસ્થા, શરૂ થઈ. સાધુસંધની વ્યવસ્થા સાધુઓ કરે. એના નિયમો એ સંધમાં અત્યારે પણ છે, અને શાસ્ત્રમાં પણ બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે મુકાયેલા છે. સાધુસંધ ઉપર શ્રાવકસંઘને અંકુશ નથી એમ કેઈન સમજે. પ્રત્યેક નિવિદ સારું કાર્ય કરવા સાધુસંધ સ્વતંત્ર જ છે, પણું ક્યાંય ભૂલ દેખાય અથવા તે મતભેદ હોય અથવા તો સારા કાર્યમાં Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ] દર્શન અને ચિંતન પણ ખાસ મદદની અપેક્ષા હોય ત્યાં સાધુસંઘે પિતે જાતે જ, શ્રાવકસંઘને અંકુશ પિતાની ઈચ્છાથી જ સ્વીકાર્યો છે. એ જ રીતે શ્રાવકસંધનું બંધારણ ઘણી રીતે જુદું હોવા છતાં તે સાધુસંઘને અંકુશ સ્વીકારતે જ આવ્યો છે. આ રીતે પરસ્પરના સહકારથી એ બંને એ એકંદર હિતકાર્ય જ કરતા આવ્યા છે. | મૂળમાં તે સંધના બે જ ભાગ અને ધર્મની દૃષ્ટિએ મહાવીરનો એક જ સંધ, છતાં ગામ અને શહેર તેમ જ પ્રદેશના ભેદ પ્રમાણે એ સંધ લાખ નાના નાના ભાગોમાં વહેંચાઈ ગયે; અને વળી દુદેવથી પડેલા શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી જેવા ત્રણ ફાંટાઓને એ લાખ નાનકડા સંઘે સાથે. ગુણએ તો એ અનેક લાખો નાનકડા ટુકડા થઈ જાય. દુર્દેવ ત્યાંથી જ ન અટક્યું, પણ ગચ્છ વગેરેના ભેદ પાડી તેણે એ નાના ટુકડાઓના, આજના હિંદુસ્તાનના ખેડૂતોની ખેડવાની જમીનના નાના ટુકડાની પેઠે, વધારે અને વધારે ભાગલા પાડી દીધા. આ બધું છતાં જૈન સમાજમાં કેટલાંક એવાં સામાન્ય તો સુરક્ષિત છે અને ચાલ્યાં આવે છે કે જેને લીધે આખો જૈન સંધ એકત્ર થઈ શકે અને એક સાંકળમાં બંધાઈ પ્રગતિ કર્યું જાય. એ સામાન્ય તમાં ભગવાન મહાવીરે વારસામાં આપેલી અનેક વસ્તુઓમાંની શ્રેષ્ઠ, શાશ્વત અને સદા ઉપયોગી બે વસ્તુઓ આવે છે: એક, અહિંસાને આચાર અને બીજી, અનેકાંતનો વિચાર ભગવાન મહાવીરનો સંધ એટલે પ્રચારક સંધ. પ્રચાર શેને ? તે ઉપલી. બે વસ્તુઓનો, અને એ બે વસ્તુઓની સાથે અથવા એ બે વસ્તુઓના વાહનરૂપે નાનીમોટી બીજી અનેક વસ્તુઓને. હવે નાના નાના કટકાઓમાં વહેંચાયેલો અને વળી વધારે ને વધારે આજે વહેંચાતો જત જૈનસંધ પિતાના પ્રચારધર્મના ઉદ્દેશને અને પ્રચારની વસ્તુને સમજી લે, તેમ જ આ સમયમાં આ દેશમાં તેમ જ સર્વત્ર લેકની શી અપેક્ષા છે, તેઓ શું માગે છે, એ વિચારી લે, અને લેકેની એ માગણી અહિંસા તેમ જ અનેકાંત દ્વારા કેવી રીતે પૂરી પાડી શકાય એને અભ્યાસ કરી લે તે હજુયે એ સંધ એ તો ઉપર અખંડ રહી શકે અને એનું બળ ટકી શકે. ફરજનું ભાન જ સમય, શક્તિ અને બુદ્ધિનો દુરુપયોગ અટકાવે છે. તેથી જૈનસંઘે પહેલાં પિતાની ફરજનું ભાન જીવનમાં આવતું કરવું જોઈએ. દેશના સર્ભાગ્યે તેમાં જૈન જે પ્રચારક સંધ પડ્યો છે. તેનું બંધારણ વિશાળ છે. તેનું કાર્ય સૌને જોઈએ અને સૌ ભાગે તેવું જ છે. એટલે Page #414 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન સંસ્થા અને સંધસંસ્થા [ ૩૭૯ અત્યારે, બીજે કઈ પણ વખતે હતી તે કરતાં, સંધસંસ્થાને વ્યવસ્થિત કરવાની વધારે જરૂર છે. જે સંઘના આગેવાનો પોતાની સંધસંસ્થાને નિપ્રાણ જેવા ન માગતા હોય અને પિતાના વારસદારને શાપ તેમ જ દેશવાસીઓને તિરસ્કાર વહેરવા ન માગતા હોય તે અત્યારે સંધસંસ્થાને વ્યવસ્થિત કરવાની અને તેને ઉપયોગ રાષ્ટ્રપર કરવાની ખાસ જરૂર છે. આ દેશમાં જે એકવાર ભારે વગસગ ધરાવતો તે બૌદ્ધ સંઘ હયાત. નથી, છતાં જૈનસંધ તો છે જ. એટલે આ સંસ્થાનો ઉપયોગ દેશ પરત્વે પહેલાં જ થ ઘટે; અને માત્ર તબલાં કે ખડતાલ, ઝાંઝર કે ડાંડિયારા વગાડવા-વગડાવવામાં તેમ જ નિર્જીવ જમણવારની મીઠાઈઓ ખાવાખવરાવવામાં અને બહુ તે ભપકાબંધ વરઘોડા ચડાવવામાં જ એ સંધસંસ્થા પિતાની ઇતિશ્રી ન સમજે. જે કઈ શાસનદેવી હોય અને તેના સુધી સાચી પ્રાર્થના પહોંચતી હેય, અને પ્રાર્થના પહોંચ્યા પછી તે કાંઈ કરી શકતી હોય, તે આપણે બધા તેને પ્રાથશું કે આજે જ તેને પિતાનું શાસનદેવતા નામ સફળ કરવાનો વખત આવ્યો છે. જે આજે તે ઉદાસીન રહે તે ફરી તેને પિતાને અધિકાર ઓજસ્વી બનાવવાની તક આવશે કે નહિ એ કહેવું કઠણ છે. ખરી વાત તો એ છે કે આપણે બધા જ શાસનદેવતા છીએ, અને આપણુમાં જ બધું સારું કે નરસું કરવાની શક્તિ છે અને પ્રાર્થના કરનાર પણ આપણે જ છીએ, એટલે આપણી પ્રાર્થના આપણે જ પૂરી કરવાની છે. જે એ કામ આપણે ન કરીએ તે શાસનદેવતાને ઠપકો આપવો એનો અર્થ આપણી જાતને મૂર્ખ બનાવ્યા બરાબર છે. પુરુષાર્થ ન હોય તે કશું જ થતું નથી અને હોય તો કશું જ અસાધ્ય નથી. તેથી આપણે આપણે પુરુષાર્થ સંધસંસ્થાને દેશપગી કરવામાં પ્રેરીએ એટલે આપણું કામ કેટલેક અંશે પૂરું થયું. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, ૧૯૩૦ Page #415 -------------------------------------------------------------------------- ________________ આજના સાધુઓ નવીન માનસને દેરી શકે ? [ ૧૮ ] યુરોપમાં ગેલિલિયો વગેરે વૈજ્ઞાનિકેએ જ્યારે વિચારની નવીન દિશા ખુલ્લી મૂકી અને બ્રુને જેવા ખુદ પાદરીના પુત્રએ ધર્મચિંતનમાં સ્વતંત્રતા દાખવી ત્યારે તેમની સામે કોણ હતા ? એ પ્રશ્નના ઉત્તરમાં ત્યાંના પિપ અને ધર્મગુરુઓ જ આપણી સામે આવે છે. બાઈબલની જૂની ઘરેડ, વિચારની નવીનતા અને સ્વતંત્રતા જ્યારે સાંખી ન શકી ત્યારે જડતા અને વિચાર વચ્ચે ઠંદ શરૂ થયું. અંતે જડતાએ પિતાનું અસ્તિત્વ સલામત રાખવા એક જ માર્ગ અવલંબે અને તે એ કે ધર્મગુરુઓએ કે પિપોએ પિતાના ધર્મની મર્યાદા માત્ર બાઈબલના ગિરિવચન પૂરતી અને બની શકે ત્યાં સેવાક્ષેત્ર પૂરતી આંકી વિજ્ઞાન અને શિક્ષણનાં નવીન બળને દોરવાનું અસામર્થ્ય તેઓએ પિતામાં જોયું; અને તરત જ તેમણે પિતાનું કાર્યક્ષેત્ર સંકુચિત કરી નવા જમાનાને બાધક થવાની આત્મઘાતક પ્રવૃત્તિમાંથી મુક્તિ મેળવી પિતાનું અને નવીન વિકાસનું અસ્તિત્વ બચાવી લીધું. યુરોપમાં જે જમાનાઓ પૂર્વે શરૂ થયું અને છેવટે થાળે પડયું તેની -શરૂઆત આજે આપણે હિન્દમાં જોઈએ છીએ; અને એ શરૂઆત પણ ખાસ કરી જૈન સમાજમાં જોઈએ છીએ. હિન્દુસ્તાનમાં બીજા સમાજોની વાત કરે રાખી માત્ર વૈદિક કે બ્રાહ્મણ સમાજની વાત લઈ જરા વિચારીએ. વૈદિક સમાજ કડોની સંખ્યા ધરાવનાર એક વિશાળ હિન્દુ સમાજ છે. એમાં ગુરુપદે ગૃહસ્થ બ્રાહ્મણે ઉપરાંત ત્યાગી સંન્યાસીઓ પણ હોય છે. એ ગુઓની સંખ્યા લાખમાં જાય છે. જ્યારે હિન્દુ સમાજમાં નવશિક્ષણ "દાખલ થયું ત્યારે એમાં પણ ત્યાગી અને ગૃહસ્થ ગુરુઓ ખળભળ્યા. એ ખળભળાટ કરતાંય વધારે વેગે નવશિક્ષણ પ્રસરવા લાગ્યું. એણે પિતાને માર્ગ નવી રીતે શરૂ કર્યો. જે ગૃહસ્થ બ્રાહ્મણ પંડિત શાસ્ત્રજ્ઞાનને બળે અને પરંપરાને પ્રભાવે ચારે વર્ણના એકસરખા માન્ય ગુરુપદે હતા અને - જેમની વાણી ન્યાયનું કામ આપતી તેમ જ વર્ણ અને આશ્રમોના કાળજૂના ચીલાઓની બહાર પગ મૂકવામાં પાપને ભય બતાવતી તેમ જ પ્રાયશ્ચિત્તનું રક્ષણ આપતી, તે જ ધુરંધર પંડિતના સંતાનોએ નવીન શિક્ષણ લઈ અને પિનાના વડીલે સામે થઈ જ્યાં રસ્તે ન મળે ત્યાં બ્રહ્મસમાજ, આર્યસમાજ Page #416 -------------------------------------------------------------------------- ________________ આજના સાધુઓ નવીન માનસને દોરી શકે? [૩૮૧ આદિ નવનવ રૂપે પિતાને બંધબેસતા નવા ધર્મોની સ્થાપના કરી. એક તરફથી શિક્ષિત ગૃહસ્થવર્ગમાંથી જ પ્રજાના નવીન માનસને દેરે એ સમર્થ વર્ગ તૈયાર થતે ગયો ને બીજી બાજુ ત્યાગી ગણાતા સંન્યાસીવર્ગમાંથી પણ એ વર્ગ નીકળવા મંડ્યો કે જે પશ્ચિમનાં નવશિક્ષણનાં બળોને સમજ અને તેને પચાવવામાં જ પિતાની પ્રજાનું સુંદર ભાવી જોતે. સ્વામી વિવેકાનંદ અને રામતીર્થે નવશિક્ષણ પામેલા અને પામતા હિન્દુઓના. માનસને પારખ્યું અને તેને યોગ્ય દિશામાં સહાનુભૂતિપૂર્વક દોરવા પ્રામાણિક પણ બુદ્ધિસિદ્ધ પ્રયત્ન કર્યો. પરિણામે આપણે જોઈએ છીએ કે આજે જૂની ઘરેડના કટ્ટરનાં કટ્ટર લાખો સનાતન પંડિત મોજૂદ હોવા છતાં એ વિશાળ વૈદિક સમાજની નવી પેઢીને શિક્ષણમાં કે વિચારસ્વાતંત્રમાં કઈ બંધન આડે આવતું નથી. તેથી જ જ્યાં એક બાજુએ દશ હજાર જેટલા જૂના વૈદિક જમાનાની તરફેણ કરનાર ધરખમ સનાતની પંડિતે અસ્તિત્વ ધરાવે છે ત્યાં જ વિદ્યાની દરેક શાખામાં તદ્દન નવીન ઢબે પારગામી થયેલા અને ખુલ્લંખુલ્લા જૂના જમાનાઓનાં બંધનોને વિરોધ કરતા હજારે નહિ પણ લાખો વિદ્વાનો નજરે પડે છે. કોઈ સનાતની પંડિત કે કઈ શંકરાચાર્ય, જગદીશચંદ્ર બોઝ કે સી. વી. રામનને એટલા માટે નથી વગેવતા કે તેમણે તેમના પૂર્વજોએ ન કરેલું કર્યું છે. કાલિદાસ અને માધના વંશજ મહાન સંસ્કૃત કવિઓએ ટાગોરના કવિત્વ સામે એટલા કારણસર રેષ નથી દાખવ્યો કે તેમણે વાલ્મીકિ અને વ્યાસના ચીલાથી જુદા પડી નવી રીતે પ્રસ્થાન કર્યું છે. ગીતાના ભાષ્ય રચનાર આચાર્યોના પટ્ટધરેએ ગાંધીજીને એટલા કારણસર ત્યાજ્ય નથી ગણ્યા કે તેમણે પૂર્વાચાર્યોએ ગીતામાંથી ફલિત નહિ કરેલ અહિંસાને ગીતામાંથી જ રાજમાર્ગ તરીકે ફલિત કરી છે. દલપત કવિના કદ્દર ભકતએ કવિના જ પુત્ર ન્હાનાલાલને તેમના પિતાના પિતા કરતાં નવે રસ્તે વિચરવાને કારણે અવગણ્યા હેત કે ગૂંગળાવ્યા હોત તો ગુજરાતને અગર હિન્દુસ્તાનને હાનાલાલ ધરાવવાનું જે આજે ગૌરવ પ્રાપ્ત છે તે હોત ખરું?કઈ ભાર્ગવ, પછી તે ગમે તેટલે ધાર્મિક કે ઝનૂની હોય તો પણ, મુનશીની પ્રતિભા સામે થાય છે ખરે? આ ટૂંક અવકન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વિશાળ હિન્દુ સમાજમાં અતિ સંકુચિત અને વહેમી બીકણ માનસ ધરાવનાર કરેડની સંખ્યામાં હોવા છતાં એ જ સમાજમાંથી આખી દુનિયાનું ધ્યાન ખેંચે એવા અને માન પામે એવા અસાધારણ પુરુષો અને સ્ત્રીઓ પાકતાં આવ્યાં છે. તેનું એકમાત્ર કારણ એ જ છે કે એ સમાજમાં નવીન માનસને પારખનાર, તેને દોરનાર અને તેની સાથે તન્મય થનાર કોઈ ને કોઈ સતત નીકળતા જ આવ્યા છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨] દર્શન અને ચિંતન હવે આપણે જૈન સમાજ તરફ વળીએ. છેલ્લાં પચાસેક વર્ષ થયાં જૈન સમાજમાં નવ શિક્ષણનો સંચાર ધીરે ધીરે શરૂ થયો. આ સંચાર જેમ જેમ વધતો ગયો તેમ તેમ પ્રત્યાઘાતી બળે આગળ આવવા લાગ્યાં. જૈન સમાજના નવા માનસ સાથે જૂના માનસની અથડામણ થવા લાગી. એ ઘટના તે આખી દુનિયાના સાધારણ નિયમ પ્રમાણે જ હતી, તેથી તેમાં કાંઈ નવાઈ પામવા જેવું ન જ હોય. પણ અહીં જૈન સમાજની એક ખાસ પ્રકૃતિ વિચારવા જેવી છે. તે એ કે જ્યારે આપણે જન સમાજનું જૂનું માનસ એમ કહીએ છીએ, ત્યારે સાધુઓનું માનસ એટલું જ ખરી રીતે સમજવું જોઈએ. બેશક કટ્ટર સ્વભાવના અને દુરાગ્રહી જૈન ગૃહસ્થ સ્ત્રીપુરુષા હતાં અને આજે પણ છે, છતાં જૈન સમાજનું સુક્ષ્મ નિરીક્ષણ કરનાર વાસ્તે એ વાત ભાગ્યે જ અજાણ હશે કે જેન ગૃહસ્થ સ્ત્રીપુરુષોની દોરવણીનાં સૂત્ર ખરી રીતે સાધુઓના જ હાથમાં રહેલાં છે. આને અર્થ એ નહિ કે તમામ ગૃહસ્થવર્ગે કોઈ એક ક્ષણે પિતાનું નેતૃત્વ સાધુવર્ગને આપી દીધું છે, પણ આને અર્થ એટલે જ છે કે જૂની પરંપરા પ્રમાણે એમ મનાતું આવેલું છે કે ભણતર અને ત્યાગમાં તો સાધુઓ જ વધે. ગૃહસ્થ ભણે તેય ધંધા પૂરતું. બધા વિષયોનું અને બધી બાજુથી જ્ઞાન તો સાધુઓમાં જ સંભવે. ત્યાગ તે સાધુઓનું જીવન જ રહ્યું. આવી પરંપરાગત શ્રદ્ધાને લીધે જાણે કે અજાણે ગૃહસ્થવર્ગ સાધુઓના કથનથી દોરવા આવ્યું છે અને વ્યાપારધંધા સિવાયના કોઈ પણ વિચારણીય પ્રદેશમાં સાધુઓ જ માત્ર વધારે સારી સલાહ આપી શકે એમ પરાપૂર્વથી મનાતું આવ્યું છે. એટલે જ્યારે કોઈ નવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જૂનો ઘરે૫થી વર્ગ ક્ષોભ પામે કે અકળાય તે વખતે પણ સીધી કે આડકતરી રીતે સાધુઓનું માનસ જ એ ક્ષોભનું પ્રેરક નહિ તે પિષક હોય જ છે. જે એવા ક્ષોભને ટાણે કોઈ સમર્થ વિચારક સાધુઓ ઘરેડ૫થી શ્રાવકોને યોગ્ય સલાહ આપે તે તો ખાતરીથી એ ભ જલદી શમે. અજ્ઞાન, સંકુચિતતા, પ્રતિષ્ઠાભય કે બીજા ગમે તે કારણે સાધુઓ નવીન શિક્ષણ, નવીન પરિસ્થિતિ અને તેના બળનું મૂલ્ય આંકી નથી શકતા. તેને પરિણામે તેઓ નવીન પરિસ્થિતિને વિરોધ ન કરે તે જ્યારે ઉદાસીન રહે છે ત્યારે ઘરેડપંથી શ્રદ્ધાળુ શ્રાવકે એમ માની લે છે કે મહારાજ સાહેબ આવી બાબતમાં ચૂપ રહે છે, વાસ્તે આ નવીન પ્રકાશ કે નવીન પરિસ્થિતિ સમાજ વાસ્તે ઈષ્ટ ન જ હોવી જોઈએ. તેથી તેઓ વગર વિચાર્યું પણ પિતાની નવી પેઢી સામે થાય છે. એમાંય કઈ પ્રભાવશાળી સાધુઓ હાથે નાખે છે ત્યારે તો બળતામાં ઘી હોમાઈ એક હોળી પ્રગટી પ્રચંડ કડાકો તે સંભળાય છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ - આજના સાધુએ નવીન માનસને દેરી શકે? [ ૩૮૩ સાધુ સમાજમાં ભણતી જતા જૈન સમાજમાં પણ આવા કડાકા મુખ્યપણે શ્વેતામ્બર મૂર્તિપૂજકમાં જ સંભળાય છે. દિગંબર સમાજમાં તેમના સદ્ભાગ્યે સાધુઓ રહ્યા જ ન હતા. અલબત્ત તે સમાજમાં હમણાં હમણું થડા નગ્ન સાધુઓ નવા થયા છે જે જૂની ઘરેડના જ છે; તેમ જ એ સમાજમાં અતિ સાંકડા મનને પંડિત, બ્રહ્મચારી અને વણવર્ગ પણ છે. એ બધા દિગંબર નવપ્રજાને નવશિક્ષણ, નવવિચાર અને વિચારસ્વતંત્રતામાં ભારે આડા આવે છે. એક રીતે તેઓ પણ પિતાના સમાજમાં મંદ ગતિએ પ્રવેશ પામતા પ્રકાશને રેધવા પિતાથી બનતું બધું કરે છે. તેને લઈને એ સમાજમાં પણ જડતા અને વિચાર વચ્ચે મહાભારત ચાલે છે. છતાં શ્વેતામ્બર મૂર્તિપૂજકમાં સાધુઓનો જેટલે પ્રભાવ છે અગર જેટલે અનધિકાર હસ્તક્ષેપ છે તેમ જ જેટલું ગૃહસ્થ–સાધુઓ વચ્ચે તાદામ્ય છે તેટલું દિગંબર સમાજમાં પંડિતવર્ગ અને સાધુઓ વચ્ચે ન હોવાથી શ્વેતાંબર સમાજને ક્ષોભ એ દિગબર સમાજના ક્ષોભ કરતાં ઘણી રીતે વધારે ધ્યાન ખેંચે તેવો છે. સ્થાનિક વાસી સમાજમાં તે સામાન્ય રીતે આવા ક્ષોભના પ્રસંગે જ ઊભા નથી થતા. તેનું કારણ સ્પષ્ટ છે. તે એ કે એ સમાજમાં શ્રાવકે ઉપર સાધુઓને પ્રભાવ વ્યવહારક્ષેત્રમાં હાથ નાખવા પૂરત છે જ નહિ. ગૃહસ્થો સાધુઓને માને, વંદે, પિષે એટલું જ; પણ સાધુઓ ગૃહસ્થની પ્રવૃત્તિમાં સીધી કે આડકતરી રીતે ભાગ લેતા માલુમ પડે તો તેઓને સાધુ તરીકે જીવવું જ ભારે પડી જાય. અલબત્ત, શ્વેતાંબર સાધુઓએ ગૃહસ્થજીવનના વિકાસ વાતે જે કંઈ કર્યું છે તેનો શતાંશ પણ સ્થાનકવાસી સાધુઓએ નથી કર્યો, છતાં એ પણ ખરું કે તેઓએ શ્વેતાંબર સાધુઓની પેઠે ગૃહસ્થના જીવનવિકાસમાં અંતરાયના પહાડે નથી ઊભા કર્યા કે નથી એમાં રેડાં નાંખ્યાં. ખરી રીતે સ્થાનકવાસી સમાજમાં પણ જૂના અને નવા માનસ વચ્ચે અથડામણી છે, પણ તે અથડામણનાં મૂળ સૂત્રે સાધુઓના હાથમાં નથી. તેથી જ એમની એ અથડામણું લાબો વખત નથી ચાલતી કે ઉગ્ર રૂપ ધારણ નથી કરતી. એને નિકાલ આપોઆપ, બાપબેટા વચ્ચે, માદીકરી વચ્ચે અને ભાઈ ભાઈ વચ્ચે આવે છે તેમ, આવી જાય છે; જ્યારે શ્વેતાંબર સમાજમાં આવો નિકાલ સાધુઓ અશક્ય કરી મૂકે છે. સાધુઓ અને ધાર્મિક તકરારે હવે આપણે સહજ પાક્લી શતાબ્દીઓ તરફ વળીએ અને જોઈએ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] દર્શન અને ચિંતન કે અત્યારે જે અથડામણું સાધુઓ અને નવીન પ્રજા વચ્ચે દેખાય છે તેવી. કઈ પણ જાતની અથડામણું અત્યાર અગાઉ સાધુ અને ગૃહસ્થો વચ્ચે, ખાસ કરી કેળવણી અને સંસ્કારની બાબતમાં, ઊભી થયેલી ખરી? ઈતિહાસ કહે. છે કે નહિ. શ્વેતાંબર સમાજમાં ભગવાન મહાવીર પછી અત્યાર લગીના ઇતિહાસમાં અનેક તકરારે, કલહો અને અથડામણીએ થયાનાં પ્રમાણે મળે છે, પણ એ અથડામણીઓ જ્યારે ધાર્મિક હતી ત્યારે તેની બન્ને બાજુના વિરોધી સૂત્રધારે માત્ર સાધુઓ જ રહેતા. સાધુઓ પૂર્ણ અહિંસક હોઈ હિંસાયુદ્ધ સીધી રીતે ખેલી ન શકે, એટલે દરવણનાં સૂત્ર હાથમાં રાખી પિતપોતાના ગચ્છની છાવણીઓમાં દાખલ થયેલ શ્રાવક સિપાઈઓ વાટે જ લડતા; અને એટલું બધું કૌશલપૂર્વક લડતા કે લડવાની ભૂખ પણ સૌની અમે અને અહિંસા પણ સચવાઈ કહેવાય. એ રીતે જૂના ઈતિહાસમાં શ્રાવકે શ્રાવકે વચ્ચેની ધાર્મિક લડાઈ પણ ખરી રીતે સાધુઓ સાધુઓ વચ્ચેની જ લડાઈ હતી. પણ આપણે જૂના ઈતિહાસમાં આજના જેવો એક પણ દાખલ નહિ જોઈ શકીએ કે જેમાં સીધી રીતે સાધુઓ અને શ્રાવકો વચ્ચે જ લડાઈ લડાયેલી હોય. આનાં કારણોમાં ઊતરવું એ બહુ રસપ્રદ છે અને તે ઉપરથી વર્તમાન પરિસ્થિતિ સમજવામાં ભારે મદદ પણ મળે તેમ છે. સાધુઓનું દષ્ટિબિંદુ જૂના વખતમાં કેળવણીનું ધોરણ સાધુઓ અને શ્રાવકે વચ્ચે આજના જેવું ભિન્ન ન હતું. ગૃહસ્થ વ્યાપારધંધા કે વ્યવહારની બાબતમાં ગમે તેટલું પાવરધા પણું મેળવે તેય ધાર્મિક શિક્ષણની બાબતમાં તેઓ સાધુઓને જ અનુસરતા. સાધુઓનું દૃષ્ટિબિંદુ એ જ ગૃહસ્થનું દૃષ્ટિબિંદુ સાધુઓનાં શાસ્ત્રો એ જ ગૃહસ્થોનાં અંતિમ પ્રમાણે અને સાધુઓ દ્વારા દર્શાવાતા શીખવવાના વિષયો એજ ગૃહસ્થના પણ અભ્યાસના વિષયો, તેમ જ સાધુઓએ પૂરા પાડેલાં પુસ્તકે એ જ ગૃહસ્થની વાચનમાળા અને લાયબ્રેરીએ. એટલે કેળવણી અને સંસ્કારની દરેક બાબતમાં ગૃહસ્થને સાધુઓનું જ અનુકરણ કરવાનું હોવાથી તેમને ધર્મ હિન્દુસ્તાનની પતિવ્રતા નારીની પેઠે સાધુઓના પગલે પગલે જવા-આવવાને હતે. પતિનું તેજ એ જ પિતાનું તેજ એવી પતિવ્રતા સ્ત્રીની વ્યાખ્યા છે. તેથી એને સ્વતંત્ર પુરુષાર્થ કરવાપણું ભાગ્યે જ રહે છે. જૈન ગૃહસ્થોની પણ શિક્ષણ અને સંસ્કારિતાની બાબતમાં એ જ સ્થિતિ રહી છે. સિદ્ધસેન અને સમતભદ્ર તાર્કિક ખરા, પણ તે Page #420 -------------------------------------------------------------------------- ________________ આજના સાધુઓ નવીન માનસને દેરી શકે? [૩૮૫ સાધુપદે પહોંચ્યા પછી જ. હરિભ ને હેમચંદ્ર નવનવ સાહિત્યથી ભંડાર ભર્યો ખરા, પણ સાધુઓની નિશાળમાં દાખલ થયા પછી. યશોવિજયજીએ જન સાહિત્યને નવું જીવન આપ્યું ખરું, પણ તે સાધુ અભ્યાસી તરીકે. આપણે એ જુના જમાનામાં કોઈ ગૃહસ્થને પ્રસિદ્ધ વિદ્વાન જૈન સાધુ જેટલે સમર્થ વિદ્વાન નથી જોતા. તેનું શું કારણ? અસાધારણ પાંડિત્ય અને વિદ્વતા ધરાવનાર શંકરાચાર્ય અને બીજા સંન્યાસીઓના સમયમાં જ અને તેમની જ સામે તેમનાથી પણ ચડે એવા ગૃહસ્થ બ્રાહ્મણ પંડિત વૈદિક સમાજમાં પાક્યાને ઈતિહાસ જાણીતું છે, જ્યારે પ્રસિદ્ધ જૈન વિદ્વાન સાધુ કે આચાર્યની તેલે વિદ્વત્તાની દષ્ટિએ આવી શકે એ એક પણ ગૃહસ્થ શ્રાવક જૈન ઇતિહાસે નથી પકવ્યું. તેનું શું છે કારણ છે કે ગૃહસ્થ બ્રાહ્મણમાં હોય તેવી બુદ્ધિ શ્રાવકમાં ન જ સંભવે ? અથવા શું એ કારણ છે કે જ્યાં લગી શ્રાવક ગૃહસ્થ હેય ત્યાં લગી એનામાં એ જાતની બુદ્ધિ સંભવિત જ નથી, પણ જ્યારે તે સાધુવેશ ધારણ કરે છે ત્યારે જ એનામાં એકાએક એવી બુદ્ધિ ફાટી નીકળે છે? ના, એવું કાંઈ નથી. ખરું કારણ એ છે કે ગૃહસ્થ શ્રાવક કેળવણી અને સંસ્કારના ક્ષેત્રમાં સાધુઓના ક્લાસમાં સમાન દરજજે શીખવા દાખલ જ નથી થયો. એણે પૂરેપૂરે એ વખત પતિવ્રતા ધર્મ પાળી ભક્તિની લાજ રાખી છે, અને સાધુઓની પ્રતિષ્ઠા એકધારી પિષી છે! તેથી એક અને સમાન કલાસમાં ભણતા સાધુ સાધુઓ ગચ્છભેદ કે ક્રિયાકાંડભેદ કે પદવી મેહને લીધે જ્યારે લડતા ત્યારે ગહસ્થ એક અગર બીજા પક્ષને વફાદારીથી અનુસરતા, પણ સીધી રીતે કોઈ ગૃહસ્થને કોઈ સાધુ સામે લડવાપણું, મતભેદ કે વિરોધ જેવું રહેતું જ નહિ. આ જ સબબને લીધે આપણે જૂનો ઈતિહાસ, ગૃહસ્થ અને ત્યાગીને કેળવણી કે સંસ્કાર વિષયક આંતરવિગ્રહથી નથી રંગાયે. એ કેરું પાનું ચીતરવાનું કામ યુરેપના શિક્ષણે હવે શરૂ કર્યું છે. આંતરવિગ્રહ - સાધુઓ અને નવશિક્ષણ પામેલા તેમ જ પામતા વર્ગના માનસ વચ્ચે આટલે બધે આંતરવિગ્રહકારી ભેદ કેમ છે, એ ભેદ શેમાંથી જન્મે છે, એ બીન સર્વવિદિત છતાં જાણવી બહુ જ જરૂરી તેમ જ મને રંજક પણ છે. માનસ એ શિક્ષણથી જ અને શિક્ષણ પ્રમાણે ઘડાય છે. અન્ન તેવું મન એ સિદ્ધાન્ત કરતાં વધારે વ્યાપક અને સૂક્ષ્મ સિદ્ધાન્ત તે એ છે કે શિક્ષણ તેવું મન. વીસમી શતાબ્દીમાં શિક્ષણ વડે, માત્ર ઘટતા શિક્ષણ વડે, હજારે વર્ષ પહેલાંનું માનસ ઘડી શકાય. હજારે વર્ષ થયાં ચાલ્યા આવતા જંગલી માન ૨૫ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ] દશન અને ચિંતન સને માત્ર શિક્ષણ વડેજ થોડા વખતમાં આધુનિક જેવું ઘડી શકાય. સાધુવર્ગ શિક્ષણ મેળવે છે તે એક પ્રકારનું છે અને અત્યારને તેમના જ પટ્ટધર ભક્ત શ્રાવકને સંતતિવર્ગ જે શિક્ષણ મેળવે છે તે તદ્દન જુદા પ્રકારનું છે. આ એકબીજાથી તદ્દન સામે જતા શિક્ષણના બે પ્રકારેએ જ જૈન સમાજમાં પ્રથમ નહિ એવાં બે ભાનસ ઘડ્યાં છે, અને તે જ એકબીજા ઉપર સરસાઈ મેળવવા સમાજના અખાડામાં કુસ્તી કરવા આકર્ષક રીતે ઊતરી પડ્યા છે. આપણે એ પરસ્પરવિધી બને માનને ઘડનાર શિક્ષણ, તેના વિષયો અને તેની પ્રણાલિકા વિશે કાંઈક જાણીએ તે આપણને ખાતરી થઈ જવાની કે અત્યારે જે માનસિક ભૂકંપ આવ્યો છે તે સ્વાભાવિક અને અનિવાર્ય છે. સાધુઓ શીખે છે, આખી જિંદગી ભણનાર પણ સાધુઓ પડ્યા છે. તેમના શિક્ષકે કાં તે તેમના જેવું જ માનસ ધરાવનાર સાધુઓ હોય છે અને કાં તે મોટે ભાગે પતિ હોય છે કે જે પંડિત વીસમી સદીમાં જન્મવા અને જીવવા છતાં બારમી કે સોળમી સદીથી ભાગ્યે જ આગળ વધેલા હોય છે. શિક્ષણુના વિષે ને તેની પ્રણાલિકા સાધુઓના શિક્ષણને મુખ્ય વિષય–જે સૌથી પહેલાં તેમને શીખવવામાં આવે છે તે–ક્રિયાકાંડને લગતાં સૂત્રો છે. આ સૂત્રે શીખતી અને શીખવતી વખતે એક જ દષ્ટિ હોય છે કે તે ભગવાન મહાવીરનાં રચેલાં છે, અગર તે પાછળનાં છતાં એવાં ધ્રુવ છે કે જેમાં ઉત્પાદ અને વ્યયને જૈન સિદ્ધાંત પણ ગૌણ થઈ જાય છે. વળી એ ક્રિયાકાંડી શિક્ષણ ઉપર એવી સર્વશ્રેષ્ઠતાની છાપ શ્રદ્ધાના હથોડા મારીમારી પાડવામાં આવે છે કે શીખનાર, જૈન સિવાયનાં બીજાં કઈ પણ ક્રિયાકાંડને તુચ્છ અને ભ્રામક માનતા થઈ જાય છે, એટલું જ નહિ, પણ તે પોતાના નાનકડાશા ગ૭ સિવાયના બીજા સદર પડોશી અને સદાસાથી ગચ્છનાં વિધિવિધાનને પણ અશાસ્ત્રીય લેખતા થઈ જાય છે. સાધુઓના શિક્ષણનો બીજો વિષય ધર્મ અને તત્ત્વજ્ઞાન છે. તેઓ ધર્મના મથાળા નીચે જે જે શીખે છે તે બધામાં તેમની એક દષ્ટિ આદિથી અંત સુધી મક્કમ રીતે એવી પિષાય છે કે તે શિખવા ધર્મ પૂર્ણ છે, તેમાં કાંઈ વધારવા-ઘટાડવા જેવું છે જ નહિ અને એ ધમની શ્રેષ્ઠતા વિશે તેમના મનમાં એવા સંસ્કાર પાડવામાં આવે છે કે જ્યાંલગી તેઓ બીજા ધર્મની ત્રુટિઓ ન જુએ અને ઇતર ધર્મોની ખામીઓ ન બતાવે ત્યાં લગી તેમને પોતાના ધર્મની શ્રેષ્ઠતાની ખાતરી કરાવવાનો Page #422 -------------------------------------------------------------------------- ________________ આજના સાધુઓ નવીન માનસને દોરી શકે? [૩૮૭ બીજે માર્ગ દેખાતું જ નથી. તેમનો ઈતિહાસ એટલે જૈન સાહિત્યમાં દાખલ થયેલ કોઈ પણ ઘટના–પછી તે કાલ્પનિક વાત હોય, રૂપક હય, અગર પરાપૂર્વથી - ચાલ્યા આવતા કથાનકે હેય—એ બધું તેમને મન ઇતિહાસ અને સાચો ઇતિહાસ છે. તેમને શીખવાતી ભૂગોળ દશ્ય વિશ્વની પેલી પારથી શરૂ થાય છે. એમાં પ્રત્યક્ષ જોઈ શકાય, સ્વયં જઈ શકાય એવાં સ્થાન કરતાં મેટો - ભાગ કયારેય પણ આ જિંદગીમાં જઈ ને જોઈ ન શકાય એવાં સ્થાનોને આવે છે. એમની ભૂગોળમાં દેવાંગનાઓ છે, ઇન્દ્રાણુઓ છે અને પરમધાર્મિક નરકપાળે પણ છે. જે નદીઓ, જે સમુદ્રો અને જે પર્વતના પાઠ તેઓને શીખવાના હોય છે તે વિશે તેમની પાકી ખાતરી હોય છે કે જે કે અત્યારે તે અગમ્ય છે, છતાં એ છે તે વર્ણવ્યાં તેવાં જ. તત્વજ્ઞાન બે હજાર વર્ષ પહેલાં જે ઘડાયું તે જ અવિચ્છિન્ન રીતે અને પરિવર્તન સિવાય ચાલ્યું આવે છે એવા વિશ્વાસ સાથે જ તે શીખવવામાં આવે છે. છેલ્લાં બે હજાર વર્ષમાં આજુબાજુનાં બળેએ જૈન તત્વજ્ઞાનના પિષણ વાતે જે દલલે, જે શાસ્ત્રાર્થો જૈન સાહિત્યમાં દાખલ કર્યો છે તેનું ઋણ સ્વીકારવાની વાત તે બાજુએ રહી, પણ ઊલટું એ અભ્યાસી સાધુઓ એવા સંસ્કારથી પિોષાય છે કે અન્યત્ર જે કહ્યું છે તે તે માત્ર જૈન સાહિત્યસમુદ્રનાં બિંદુઓ છે. નવમા અને દશમા સૈકા સુધીમાં બૌદ્ધ વિદ્વાનોએ જે તાત્વિક ચર્ચાઓ કરી છે અને લગભગ તે જ સૈકાઓ સુધીમાં બ્રાહ્મણ વિદ્વાનોએ જે તાત્વિક ચર્ચાઓ કરી છે તે જ વેતાંબર કે દિગંબરના તસ્વસાહિત્યમાં અક્ષરશઃ છે, પણ તે પછીની શતાબ્દીઓમાં બ્રાહ્મણ વિદ્વાનોએ જે તત્ત્વજ્ઞાન ખેડ્યું છે અને જેને અભ્યાસ સનાતન બ્રાહ્મણ પંડિતે આજ સુધી કરતા આવ્યા છે અને જૈન સાધુઓને પણ ભણાવતા આવ્યા છે, તે તત્ત્વજ્ઞાનના વિકાસથી, એક યશવિજયજીના અપવાદ સિવાય, બધા જ જૈન આચાર્યોનું સાહિત્ય વંચિત હોવા છતાં જૈન તત્વજ્ઞાનના અભ્યાસી સાધુઓ એમ માનતા હોય છે કે તેઓ જે તત્ત્વજ્ઞાન શીખે છે તેમાં ભારતીય વિકસિત તત્ત્વજ્ઞાનને કોઈ પણ અંશ બાકી રહી જતો નથી! ભારતીય દાર્શનિક સંસ્કૃતિના પ્રાણભૂત પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા–બન્ને દર્શનના પ્રામાણિક થડા પણ અભ્યાસ સિવાય જૈન સાધુ પિતાના તત્વજ્ઞાનને પૂરેપૂરું માનતે હોય છે. ભાષાં, વ્યાકરણ, કાવ્ય, કેષ એ પણ એમના શીખવાના વિષય છેપણ તેમાં કોઈ નવા યુગનું તત્ત્વ દાખલ જ નથી થયું. ટૂંકમાં, જૈન સાધુઓની શિક્ષણપ્રણાલીમાં જેકે અનેકાંતવાદનું વિષય તરીકે સ્થાન હોય છે, છતાં એ પ્રણાલીમાં અનેકાંતની દૃષ્ટિ જીવંત Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ] દર્શન અને ચિંતન હોતી જ નથી. તેથી તેઓ વિજ્ઞાનને ટેકે ત્યારે જ લે છે જ્યારે તેમને પિતાના ભતસમર્થનમાં વિજ્ઞાનમાંથી કાંઈ અનુકૂળ મળી આવે. ખરા ઈતિહાસને તેઓ ત્યારે જ પ્રશંસે છે, જ્યારે તેમની માન્યતાને અનુકૂળ કાંઈ તેમાંથી મળી આવે. તાર્કિક સ્વતંત્રતાની વાત તેઓ ત્યારે જ કરે છે જ્યારે તે તર્કને ઉપયોગ અન્ય મતોના ખંડનમાં કરવાનું હોય. આ રીતે વિજ્ઞાન, ઈતિહાસ, તર્ક અને તુલના એ ચારે શિક્ષણવિષયક દૃષ્ટિઓનું તેમના શિક્ષણમાં નિષ્પક્ષ સ્થાન છે જ નહિ. આધુનિક નવીન શિક્ષણ આથી ઊલટું, આ દેશમાં કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાતાં જ આદિથી અંત સુધી શિક્ષણના વિષયે, તેની પ્રણાલી અને શિક્ષકે એ બધામાં પરિવર્તન થઈ ગયું છે. માત્ર કૉલેજમાં જ નહિ, પણ વર્નાક્યુલર નિશાળથી માંડી હાઈસ્કૂલ સુધીમાં પણ શિક્ષણની પ્રત્યક્ષ પદ્ધતિ દાખલ થઈ છે. વિજ્ઞાન કોઈ પણ જાતના પક્ષ કે ભેદભાવ સિવાય સત્યના પાયા ઉપર શિક્ષણમાં દાખલ થયું છે. ઈતિહાસ અને ભૂગોળના વિષયે પૂરી એકસાઈથી એવી રીતે શીખવાય છે કે કોઈ પણ ભૂલ કે ભ્રમણ સાબિત થતાં એનું સંશોધન થઈ જાય છે. ભાષા, કાવ્ય આદિ પણ વિશાળ તુલનાત્મક દૃષ્ટિએ શીખવાય છે. ટૂંકમાં કહીએ તે, નવીન શિક્ષણમાં પ્રત્યક્ષસિદ્ધ વૈજ્ઞાનિક કસોટી દાખલ થઈ છે, નિષ્પક્ષ ઐતિહાસિક દષ્ટિને સ્થાન મળ્યું છે અને ઉદાર તુલનાત્મક પદ્ધતિએ સાંકડી મર્યાદાઓ વટાવી છે. આ ઉપરાંત નવીન શિક્ષણ આપનાર માસ્તરો કે પ્રોફેસરે કાંઈ શીખનાર વિદ્યાર્થીઓને પંથ પિષવા કે તેમના પિતૃક ઘરેડી માનસને સંતોષવા બંધાયેલા નથી—જેવી રીતે પશુની પેઠે દાસ થયેલા પેલા પતિ કમરજીએ પણ બંધાયેલા હોય છે. વાતાવરણ ને વાચનાલયે માત્ર આટલે જ ભેદ નથી, પણ વાતાવરણ અને વાચનાલયને પણ ભારે તફાવત છે. સાધુઓનું ઉન્નતમાં ઉન્નત વાતાવરણ એટલે અમદાવાદ કે મુંબઈ જેવા શહેરની સાંકડી શેરીમાં આવેલ એકાદ વિશાળ ઉપાશ્રયમાં પાંચ-પંદર ગોખણિયા સાધુઓનું ઉદાસીન સાહચર્યા. એમને કઈ વિશાળ અભ્યાસી પ્રોફેસરના ચિંતન-મનનને લાભ નથી કે સહવાસનું સૌરભ નથી. એમનાં પુસ્તકાલયમાં નાનાવિધ છતાં એક જ જાતનું સાહિત્ય હોય છે. નવીન શિક્ષણનો પ્રદેશ આખે નિરાલે છે. એમાં તરેહતરેહના વિષય ઉપર ગંભીર અને વ્યાપકપણે અભ્યાસ કરેલ પ્રોફેસરોની વિચારધારાને Page #424 -------------------------------------------------------------------------- ________________ આજના સાધુએ નવીન માનસને દોરી શકે? [૩૮૯ પ્રવાહ ચાલતો હોય છે. એમાં ઘણા ને વિવિધ વિષયોને એક નવી ઢબે ચર્ચતાં પુસ્તકોથી ઊભરાતી લાયબ્રેરીઓ વિદ્યમાન હોય છે. આ ઉપરાંત બે મુદ્દા એવા છે કે જે સાધુ શિક્ષણ અને નવશિક્ષણ વચ્ચે ભારે દીવાલ હોવાની સાબિતી પૂરી પાડે છે. એક તે એ કે પંથ ને વાડામાં ઊછરેલું તેમ જ પિવાયેલું સાધુ-માનસ સ્વાભાવિક રીતે જ એવું બીકણ હોય છે કે તે, ભાગ્યજોગે કેઈ કાણું કે બકરાથી પ્રકાશ મેળવે તેય ખુલ્લંખુલ્લા પિતાની પરંપરા વિરુદ્ધ કશું જ ઉચ્ચારતાં મરણનું દુઃખ અનુભવે છે—જેવી રીતે જન્મથી પરદામાં પિષાયેલ સ્ત્રીમાનસ પ્રથમ ખુલ્લામાં પગ મૂકતાં, જ્યારે નવશિક્ષણ પામતે વિદ્યાથી એ ભયથી તદ્દન મુક્ત હોય છે. તે જે જાણે અગર માને છે તે બેધડક કહી શકે છે. તેને સાધુની પેઠે નથી ગૂંગળાવું પડતું કે નથી દંભ સેવ પડત. બીજો મુદ્દો પણ ભારે અગત્યનું છે. તે એ કે નવશિક્ષણ પામતી આજની પ્રજાનાં તરુણ–તરુણીઓને માત્ર આ દેશનાં જ વિવિધ સ્થળે અને વિવિધ જાતિઓ વચ્ચે જવાની તક નથી, પણ તેઓને પરદેશના વિશાળ પ્રદેશને સ્પર્શવાની પણ તક સુલભ થઈ છે. સેંકડો યુવકે જ નહિ, પણ યુવતીઓ અને કુમારી સુધ્ધાં યુરોપ અને અમેરિકા ખંડમાં જાય છે. જેવાં તેઓ જહાજ ઉપર ચડી અનંત આકાશ અને અપાર સમુદ્ર તરફ નજર નાખે છે, તેવાં જ તેમનાં જન્મસિદ્ધ બંધ છેક નાબૂદ ન થાય તેય તદ્દન ઢીલાં થઈ જાય છે. પરદેશભ્રમણ અને પરજાતિઓના સહવાસથી તેમ જ વિદેશી શિક્ષણસંસ્થાઓ અને અભૂત પ્રયોગશાળાઓ તથા પુસ્તકાલયોના પરિચયથી તેમનું માનસ હજાર વર્ષની તીવ્રતમ ગ્રંથિઓને પણ ભેદવા મથે છે અને એમને બધું જ નવી દષ્ટિએ જોવા-વિચારવાની વૃત્તિ થઈ આવે છે. આ રીતે આપણે જોયું કે જેઓને જૈન પ્રજા પિતાના ગુરુ તરીકે, પિતાના નાયક તરીકે અને પિતાને દોરનાર તરીકે માનતી આવી છે, તેમનું ભાનસ કઈ જાતનું સંભવિત છે અને હવે છેલ્લા કેટલાક દશકાઓ થયાં જે નવીન પેઢી નવશિક્ષણ ગ્રહણ કરી રહી છે અને જેને વાતે એ શિક્ષણ મેળવવું અનિવાર્ય છે, તેનું માનસ કઈ રીતે ઘડાય છે? જે આ બે પ્રકારનાં માનસના ઘડતર પાછળનો ભૂંસી કે સાંધી ન શકાય એટલે મે ભેદ હોય તે અત્યારે જે ભૂકંપ સમાજમાં અનુભવાય છે તેને અસ્વાભાવિક કે માત્ર આગંતુક કે બુદ્ધિમાન કહેશે ? ત્યારે હવે આપણી Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ] દર્શન અને ચિંતન સામે પ્રશ્ન એ ઊભે થાય છે કે જૈન સમાજના વર્તમાન ભૂક ંપને શમવાન કાઈ માર્ગ છે? જવાબ હકાર અને નકાર એય છે. વર્તમાન ભૂકંપ શમવાના માર્ગ આજની અને હવે પછીની પેઢી નવીન શિક્ષણના દરવાજે તાળાં લગાડી પોતાનામાં આવેલા નવશિક્ષણના સંસ્કારને છેક ભૂંસી નાખે તો એ ભૂકપ શમે ખરે. એ જ રીતે કાં તો સાધુવગ પોતાની સકી દૃષ્ટિમર્યાદા માકળી કરી નવશિક્ષણનાં દ્વારામાં પ્રવેશ કરે તેાય એ ભૂક ંપ શમવાની સંભાવના ખરી. નશિક્ષણનાં દ્વારામાં પ્રવેશ કર્યો વિના અને બારમી કે અઢારમી સદીની જૂની પ્રણાલીનુ શિક્ષણ પ્રાપ્ત કરવાનું કામ ચાલુ રાખ્યા છતાં પણ જો શ્વેતાંબર સાધુએ સ્થાનકવાસી સાધુની પેઠે ધર્મને નામે નવપેઢીની વિચારણા કે પ્રવૃત્તિમાં અધિકાર માથું મારવાનુ છેડી દે તાય એ ભૂકંપ શમે ખરા. ભૂકંપ શમવાને કાં તો સાવગ વાસ્તે પાપ અને પાદરીઓની પેઠે પેાતાની વિચાર અને કા મર્યાદા બદલવાની અનિવાર્ય આવશ્યકતા છે અને કાંતા નવીન પેઢીએ હમેશને વાસ્તે મુક્ત નાનદારો બંધ કરવાની આવશ્યકતા છે. પણ ઉપર દર્શાવ્યા પ્રમાણે એમાંથી એકે વર્ગ કાંઈ નમતું આપે તેમ છે? જવાબ સ્પષ્ટ છે કે કાઈ પામર પણ અત્યારની અને હવે પછીની શિક્ષણની મુક્ત તકે ગુમાવે જ નહિ. હવેનું જીવન જ નશિક્ષણ વિના શકય રહ્યું નથી, એટલે નવી પેઢી તો પાછળ પગલાં ભરે એવું છે જ નહિ. સાધુવગે જે અત્યાર લગી પૈતૃક તપસ ંપત્તિને અને ગૃહસ્થા ઉપર રાજ્ય કર્યું છે, જે અનધિકાર સત્તાના ઘૂંટડા પીધા છે, તે મુદ્ધિપૂર્વક છેડી જૂના જમાનાથી આગળ વધી નવા જમાનાને અનુકૂળ આપમેળે માનસ કેળવે એવે ભાગ્યે જ સભવ છે. તેથી જ અહીં પ્રશ્ન ઉદ્ભવે છે કે નવીન માનસને કાણુ દોરી શકે ? નવીન માનસને કાણુ દોરી શકે ? આને ઉત્તર એ રીતે આપી શકાયઃ કાં તો આજ લગી ગુરુપદે રહી શ્રાવકના માનસને દારા આવેલ સાવ નવમાનસને ઘેરી શકે; અગર નવમાનસ પોતે જ પોતાની દોરવણી કરે. પહેલા પ્રકાર તદ્દન અસંભવિત છે. આપણે જોયુ કે અત્યારના સાધુની શિક્ષણમર્યાદા છેક જ સાંકડી છે. એ પણ જોયુ કે દૃષ્ટિમર્યાદા તે એથીયે વધારે સાંકડી છે. જ્યારે નવમાનસ છેક જુદા પ્રકારનુ છે. એવી સ્થિતિમાં આજના સાવ માંથી જૂની શાસ્ત્રસંપત્તિને નવી દૃષ્ટિથી વાંચનાર્ વિવેકાનંદ, રામકૃષ્ણ જેવા Page #426 -------------------------------------------------------------------------- ________________ આજના સાધુઓ નવીન માનસને દેરી શકે? [૩૯૫ સાધુઓ નીકળવાનો સંભવ નથી; એટલે કોઈ પણ સાધુ નવમાનસને દેરી શકે એવી નજીકના ભવિષ્યમાં તે શું પણુ દૂરના ભવિષ્ય સુધ્ધાંમાં સંભાવના નથી. એટલે બીજો પ્રકાર બાકી રહે છે. તે પ્રમાણે નવશિક્ષણથી ઘડાયેલ અને ઘડાતા નવીન પેઢીના માનસે પિતે જ પોતાની દોરવણી કરવાની રહે છે, અને તે પણ છે. પતિત, દલિત અને કચરાયેલ જાતિઓ સુધ્ધાં આપમેળે ઊઠવા મથી રહી છે, તે સંસ્કારી જેને પ્રજાના માનસને માટે એ કાર્ય જરાય મુશ્કેલ નથી. પિતાની દેરવણીનાં સૂત્રે પોતે હાથમાં લે તે પહેલાં નવીન પેઢી કેટલાક મહત્વના સિદ્ધાતિ નક્કી કરી કાઢે, તે પ્રમાણે કાર્યક્રમ ઘડે અને ભાવી સ્વરાજ્યની લાયકાત કેળવવાની તૈયારી માટે સામાજિક જવાબદારીઓ હાથમાં લઈ સામૂહિક પ્રશ્નોને વૈયક્તિક લાભની દષ્ટિએ નિહાળી સ્વશાસન અને સ્વનિયત્રંણુનું બળ કેળવે એ જરૂરનું છે. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, ૧૯૩૭. Page #427 -------------------------------------------------------------------------- ________________ શિષ્યચોરીની મીમાંસા [૨૦] - આખા દેશનું ધ્યાન અત્યારે સરકાર સામે ચાલતા જંગમાં રોકાઈ રહ્યું છે, એટલે જૈન સમાજ પણ એની અસરથી સ્વાભાવિક રીતે જ છૂટ રહી ન શકે. બીજી બાજુ આખેય જૈન સમાજ એ એક વ્યાપારી સમાજ છે અને વ્યાપારી દુનિયામાં જે ભારે આર્થિક ઊથલપાથલ થઈ રહી છે તેની અસર પણ જૈન સમાજ ઉપર નાનીસૂની નથી. આ સિવાય બીજા કેટલાક સામાજિક અને કેળવણી સંબંધી જે અગત્યના ફેરફારો ઝપાટાબંધ મેર થઈ રહ્યા છે, એની અસરથી પણ જૈન સમાજ મુક્ત નથી. આવી સ્થિતિમાં એ બધા અગત્યના સવાલો ઉપર વિચાર કરે છેડી શિષ્યચોરી જેવા ક્ષત્ર દેખાતા વિષય ઉપર કેમ વિચાર કરવામાં આવે છે, અથવા તે એ ક્ષુદ્ર વિષય આજે કેમ ચર્ચવામાં આવે છે, એ પ્રશ્ન થવો સહજ છે. ઉત્તર એ છે કે આજે શિષ્યચેરીના વિષયે જૈન સમાજનું ભારે ધ્યાન કર્યું છે, અને એ વિષય “ઊંટડીનું દૂધ પીવું તે શાસ્ત્રવિહિત છે કે નહિ ?”—એના જેવો માત્ર કાલ્પનિક ચર્ચાને વિષય નથી રહ્યો; કારણ કે, શિષ્યચોરીમાં માનનારા એને શાસ્ત્રસમ્મત માની અને બીજાને તેમ મનાવી એ કૃત્ય કરે છે એટલે શિષ્યચોરીના હિમાયતીએ સમાજમાં ગમે તેટલા ઓછા હોય છતાં કે લગભગ આખા સાધુવર્ગને ખેજા અને પઠાણની જેમ બાળકર માને છે અને સીધી કે આડકતરી રીતે લેકે તેમની સાથે મનુષ્યર તરીકે જ વ્યવહાર કરે છે. શિષ્યચેરીના હિમાયતી ગૃહસ્થ પણ પિતાનાં બાળક–બાળિકાઓને સાધુ પાસે ખુલ્લા દિલથી ભાગ્યે જ જવા દે છે. શિષ્યચોરીમાં ન માનનારાઓ તો આ બાબતને ભારે વિરોધ કરે છે, અને તેથી જ્યાં ત્યાં તકરારની આગ સળગી ઊઠે છે, અને આ બધું શાસ્ત્રને નામે થાય છે. જોકે, ખાસ કરી સાધારણ લેકે,એમ જ માને છે કે “શાસ્ત્ર કહે છે તે જ કરવું જોઈએ અને શાસ્ત્ર ખોટું ન કહે.” આ જાતની શાસ્ત્રની પ્રતિષ્ઠા લેકના મનમાં છે, તેથી જ એ પ્રતિષ્ઠાને લાભ લઈ દરેક જમાનામાં જેમ બનતું આવ્યું છે તેમ, આજે પણ કેટલાક મહાશય શિષ્યચોરી જેવા વિષયને શાસ્ત્રસમ્મતિનું નામ આપી તેનું સમર્થન કરી રહ્યા છે, અને બીજી બાજુ તેમને વિષેધ કરનાર પક્ષ આ વસ્તુ શાસ્ત્ર Page #428 -------------------------------------------------------------------------- ________________ શિષ્યચેરીની મીમાંસા [ ૩૯૩ -સમ્મત નથી એમ કહી તેને ભારે વિરોધ કરી રહ્યો છે. આ વિરોધ માત્ર શાબ્દિક ન રહેતાં ઘણીવાર મારામારી અને કોર્ટે ચઢવા સુધીના પગલામાં પરિણમે છે. એ ઝરે તેથીયે વધારે ઉગ્રરૂપ ધારણ કર્યું છે. આ જ કારણથી આ વિષય આજે ચર્ચવાનું દુરસ્ત ધાર્યું છે. આ ચર્ચામાં કોઈ પણ એક પક્ષનું અનુસરણ કરવાને ઈરાદે નથી. જે પ્રમાણે બન્ને પક્ષકારે શાસ્ત્રમાંથી રજૂ કરે છે અને જે અમારી જાણમાં છે તેને તદ્દન મધ્યસ્થ દૃષ્ટિએ વિચાર કરે એ જ આ ચર્ચાને ઉદ્દેશ છે. અત્યારે પ્રસ્તુત બાબત પર જૈન સાધુસમાજમાં મુખ્ય ત્રણ વર્ગ છેઃ એક, સ્પષ્ટપણે શિષ્યહરણની હિમાયત કરનારે; બીજે, તેને તદ્દન વિરેધ કરનારા; અને ત્રીજે, દેખીતી રીતે તટસ્થ છતાં શિષ્યહરણના પક્ષનો લાભ લેનારે. કોઈ પણ વિષય ઉપર વિચાર કરવામાં અને નિર્ણય બાંધવામાં સાધુવર્ગ ઉપર આધાર ન રાખતાં, પિતાની જ બુદ્ધિ ઉપર આધાર રાખનાર ગૃહસ્થવર્ગ જૈન સમાજમાં બહુ જ નાનો છે, અને તે જેવડો છે તે આખેય વર્ગ શિષહરણના વિરોધી પક્ષનું વલણ ધરાવે છે. તેથી ગૃહસ્થવર્ગ પણ ઉપર કહેલા સાધુવર્ગના ત્રણ ભાગમાં જ વહેંચાઈ જાય છે. અત્યારે ઉપર ઉપરથી જોતાં શિખ્યહરણના હિમાયતી અને વિરોધી એ બે પક્ષ વચ્ચે જ અથડામણ દેખાય છે, છતાં વાસ્તવિક રીતે આખેય જૈનસમાજ આ ઝેરીલી અથડામણને ભોગ થઈ પડ્યો છે. શિષ્યહરણ યોગ્ય છે કે નહિ ?” એનો ખુલાસો સ્વતંત્ર બુદ્ધિથી અને શાસ્ત્રના આધારેથી એમ બન્ને રીતે મેળવી શકાય તેમ છે. જેઓને વિચારવાની અને સાચું ખોટું તપાસવાની સ્વતંત્ર બુદ્ધિ મળી છે તેમને તે આ વિષય પરત્વે કઈ પણ નિર્ણય બાંધવા માટે કેઈને આધાર લેવાની જરૂર નથી; અને બહુ ઊંડા પાણીમાં ઊતરવું પડે તેમ નથી. તેઓ તે તદ્દન સહેલાઈથી ક્રિોઈપણ નિર્ણય બાંધી શકે એટલી આ બાબત સહેલી, બુદ્ધિગમ્ય, અને દીવા જેવી ખુલ્લી છે. છતાં આ સ્થળે તે આ પ્રશ્નને ખુલાસે શાસ્ત્રીય દૃષ્ટિએ જ કરવાને હેઈ બુદ્ધિને ઉપગ મુખ્યતઃ શાસ્ત્રના પ્રમાણેને આધારે જ કરવાનો છે. જૈન સાધુની આખી જીવનચર્યા અહિંસા આદિ પાંચ મહાવ્રતોને આધારે જ હોવાનું શાસ્ત્રમાં કથન છે અને તે દરેક પક્ષ સ્વીકારે છે. એ પાંચ મહાવતે જૈનપણાના પાયા ઉપર જાયેલાં છે. જૈનપણું એટલે લોભ, લાલચ, Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ] દર્શન અને ચિંતન ભય આદિ વિકાર પરને વિજય અથવા એ વિજય માટે પ્રયત્ન. હિંસા હોય કે અસત્ય, ચેરી હોય કે પરિગ્રહ, એ બધા દોષ જેનતના વિરોધી છે; તેથી જૈનત્વને ધારણ કરનાર કે તેની સાચી ઉમેદવારી કરનાર સાધુ એ દેને હંમેશને માટે ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લે છે, જે પ્રતિજ્ઞા પાંચ મહાવ્રતના નામથી ઓળખાય છે. એમાં ત્રીજું મહાત્રત અદત્તાદાનવિરમણ આવે છે. એનો પૂલ શબ્દાર્થ એ છે કે કોઈ પણ વસ્તુ તેના માલિકની રજા સિવાય લેવાને સદંતર ત્યાગ.” જેમ દરેક વ્રત કે નિયમની પાછળ એના શબ્દાર્થ ઉપરાંત એને વિશિષ્ટ ભાવ હોય છે તેમ આ ત્રીજા મહાવતની બાબતમાં પણ છે. “માલિકની પરવાનગી સિવાય તેની ચીજ લેવાનો ત્યાગ એ ત્રીજું મહાવ્રત” એટલે માત્ર શાબ્દિક અર્થ લઈને કોઈ તેને વળગી રહે તે તે તે ઘણે અનર્થ પણ કરી બેસે. દાખલા તરીકે કોઈ એમ કહે કે ઉપરના અર્થ પ્રમાણે તે એ મહાવ્રતને અર્થ કોઈની માલિકીની ચીજ જ પરવાનગી સિવાય લેવાને ત્યાગ થાય છે, તેથી કાંઈ માલિકી વિનાની ચીજ લેવાને ત્યાગ થતો નથી. જેમ હવા પ્રકાશ આદિ ભૌતિક તત્ત્વોને જીવનમાં ઉપયોગ દર ક્ષણે કોઈ મનુષ્યની પરવાનગી સિવાય જ કરીએ છીએ તેમ બીજી પણ કઈ વસ્તુ, જેની માલિકીને સ્પષ્ટ દાવો કરનાર કોઈ ન હોય તે, લેવામાં શી અડચણ છે? કારણ કે, જ્યારે તેને કોઈ વાંધો લે એ માલિક જ નથી તે પછી તેને ઉપગ કરવો એ અદત્તાદાન શી રીતે હોઈ શકે? એવી દલીલ કરી તે અદત્તાદાન ત્યાગની પ્રતિજ્ઞા લેનાર કોઈ એકાંત ખૂણેથી મળી આવનાર ધનને અગર તે જંગલમાં માલિક વિનાનાં રખડતાં તદ્દન અનાથ બાળક–બાલિકાઓનો સંગ્રહ કરે, અથવા તે જેમાં લવલેશ પણ કોઈની માલિકીને દાવ નથી એવી જાતપ્રતિષ્ઠા સાચવવાની અને મેળવવાની પાછળ ગાંડાતૂર થઈ જાય તે શું એ અદત્તાદાનત્યાગની પ્રતિજ્ઞા પાળે છે એમ કાઈ કહી શકશે? જે એણે કોઈની માલિકીની ચીજ લીધી નથી અને લેવાનો વિચાર સુધ્ધાં કર્યો નથી તે એને શા માટે પ્રતિજ્ઞા પાળક કહેવો ન જોઈએ ? અને આવા ત્રીજા મહાવ્રતના ધારણ કરનારને જૈન શાસ્ત્રની દષ્ટિએ કેઈ માણસની માલિકી વિનાની ધનસંપત્તિ કે બીજી ચીજ લેવાની.. અડવાની, અને વાપરવાની શા માટે છૂટ ન હોવી જોઈએ ? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા જ્યારે આપણે ઊંડા ઊતરીએ છીએ ત્યારે આપણને તરત જ જણાઈ આવે છે કે નહિ નહિ, શબ્દના શૂળ અર્થ ઉપરાંત પ્રતિજ્ઞાની પાછળ એનો ખાસ પ્રાણ કે ભાવ પણ હોય છે. પ્રતિજ્ઞાનો સમગ્ર ભાવ સ્થૂળ અને પરિચિત શબ્દોમાં સમાઈ નથી શકતો, એને બુદ્ધિ અને વિચારથી ગ્રહણ Page #430 -------------------------------------------------------------------------- ________________ શિષ્યચેરીની મીમાંસા [૩૯૫ કરવાનું હોય છે. ત્યારે એ જોવું રહે છે કે અદત્તાદાનત્યાગ મહાવ્રતને ભાવ શો છે ? જૈનત્વના પાયા ઉપર લેવામાં આવતી ત્રીજા મહાવ્રતની પ્રતિજ્ઞાને સાચે અને પૂરે ભાવ તે લેભ અને ભયના ત્યાગમાં છે. સામાન્ય રીતે કઈ એક માણસ બીજાની માલિકીની ચીજ તેની પરવાનગી સિવાય લે છે ત્યારે કાં તો તેનામાં અમુક લાલચ હોય છે અને કાં તો અમુક ભય હોય છે. લેભ અને ભય જેવી મેહજન્ય વૃત્તિઓ જ અદત્તાદાનની પ્રેરક હોય છે, તેથી અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞા પાછળ ખરે હેતુ એવી વૃત્તિઓને જ ત્યાગ કરવાનો હોય છે. જેનામાં લેભ અને ભય જેવી વૃત્તિઓ જ નથી હોતી તેનું જીવન સ્વાભાવિક રીતે જ અદત્તાદાનથી મુક્ત હોય છે—–. પછી ભલે તે હવા આદિ ભૌતિક તત્ત્વને ઉપયોગ કરતા હોય અથવા તે અકસ્માત સાંપડેલ સોનાના સિંહાસન ઉપર તે જઈ પડ્યો હોય. જેણે લેભ ભય આદિ વૃત્તિઓ. છતી નથી, પણ એમને જીતવાને જેને પ્રયત્ન ચાલુ છે તે માલિકીવાળી કે બિનમાલિકીની કઈ પણ નાની કે મોટી, જડ કે ચેતન વસ્તુને લેભ કે ભયથી પ્રેરાઈ નહિ અડે નહિ સંધરે અથવા આપોઆપ આવી પડેલ વસ્તુ પાછળ પણ કલેશ નહિ પિશે. સારાંશ એ છે કે ત્રીજા મહાવ્રત દ્વારા નિર્લોભપણું, નિર્ભયપણું પિષવાનું હોય છે, અગર તે પ્રગટાવવાનું હોય છે. જ્યાં નિર્લોભાણા અને નિર્ભયપણમાં ખલેલ પહોંચે ત્યાં દેખીતી રીતે ત્રીજા મહાવ્રતનો સ્થૂલ અર્થ ખંડિત થયેલે ન જવા છતાં જૈન દૃષ્ટિએ ત્રીજા મહાવ્રતને તેટલે અંશે ભંગ જ છે; અને જ્યાં નિર્લોભવ આદિ મૂળ વસ્તુ અબાધિત હોય ત્યાં દેખીતી રીતે કોઈ વાર ત્રીજા મહાવ્રતને ભંગ પણ લાગે છતાં વાસ્તવિક રીતે તેવા દાખલાઓમાં ત્રીજું મહાવ્રત અખંડિત જ હોય છે. ત્રીજા મહાવ્રતની પ્રતિજ્ઞાના અર્થ વિશે અહીં જે સહજ લંબાણ ચર્ચા કરી છે તે પ્રસ્તુત વિષયની સાથે ખાસ સંબંધ હોવાને લીધે જ કરેલી છે. માબાપ કે બીજા ખાસ લાગતાવળગતાની સમ્મતિ લઈદીક્ષા લેવી અગર એવી. સમ્મતિ મેળવનારને જ દીક્ષા આપવી એ “સમ્મત-દીક્ષા' કહેવાય અને સમ્મતિ સિવાય ફેસલાવીને, નસાડી–ભગાડીને કે બીજી કોઈ પણ રીતે દીક્ષા આપવી તે “અસમત દીક્ષા” કહેવાય; જરા કડક શબ્દોમાં છતાં સાચા અર્થમાં તેને શિષ્યહરણ પણ કહેવાય. મૂળ આગમાં ખાસ કરી પ્રાચીન અને વિશિષ્ટ આગમાં, એવું સ્પષ્ટ અને ખુલાસાવાર વિધાન નથી કે “દીક્ષા લેનારે અમુક અમુક લાગતાવળગતાઓની પરવાનગી લઈને જ દીક્ષા લેવી અને તે સિવાય ન લેવી ” તેમ જ દીક્ષા આપનાર માટે પણ Page #431 -------------------------------------------------------------------------- ________________ -૩૯૬] દર્શન અને ચિંતન તેમાં એવું વિધાન ક્યાંય નથી કે જે અમુક લાગતાવળગતાઓની પરવાનગી મેળવે તેને જ તેણે દીક્ષા આપવી અને બીજાને ન આપવી.' આવું સ્પષ્ટ વિધાન દીક્ષા લેનાર કે આપનાર માટે ન હોવા છતાં ભગવાન મહાવીરના દાખલામાં અને તેમના સંઘબંધારણના ઇતિહાસમાં જે દાખલાઓ અંગઉપાંગમાં નોંધાયેલા મળે છે તે બધા જ દાખલાઓમાં એક જ બીના છે, અને તે એ કે દીક્ષા લેનાર માબાપ અને સ્ત્રી આદિની પરવાનગી લઈને જ દીક્ષા લે છે અને દીક્ષા આપનાર તેવી સંમતિ લેનારને જ દીક્ષા આપે છે. એટલે કે જ્યાં સુધી મૂળ અંગ-ઉપાંગોને લાગે છે ત્યાં સુધી સમ્મત દીક્ષાના જ સ્પષ્ટ દાખલાઓ મળે છે. આ પરંપરા ભગવાન મહાવીરથી લગભગ સે વર્ષ લગી નિરપવાદ રીતે એકસરખી ચાલુ રહે છે. નથી તે ખુદ ભગવાને એમાં અપવાદ સેવ્યો કે નથી તેમના તેટલા વખત સુધીના શિષ્યપરિવારે અપવાદ સેવ્યો. સંમતદીક્ષાનું સ્પષ્ટ વિધાન આગમાં ન હોવા છતાં સંમતદીક્ષાના નિયમનું આટલું કડક અને ચોક્કસ પાલન કેમ કરવામાં આવ્યું અને કેમ ચાલુ રહ્યું ? એને વિચાર કરતાં કઈ પણ બુદ્ધિમાન - સહેજે સમજી શકશે કે અસંમતદીક્ષામાં ત્રીજા મહાવ્રતને ભાવ, શાબ્દિક કે આર્થિક દૃષ્ટિએ, ભંગ થવાનો સંભવ ઊભો થાય છે, અને જૈન શાસ્ત્રો જેમાં મહાવ્રતના ભંગને સંભવ હોય એવી કોઈ પણ બાબતને આચરવામાં સંમત થઈ શકે નહિ. જે શાસ્ત્ર અને જે શાસ્ત્રના પ્રણેતાને એકમાત્ર ઉદ્દેશ -શાંતિ અને ચિત્તશુદ્ધિને હોય તે શાંતિની વિરોધી અને ચિત્તશુદ્ધિમાં ખલેલ પહોંચાડનારી કોઈ પણ બાબતને માન્ય રાખી શકે નહિ. દલીલ ખાતર થોડી વાર એમ માની લેવામાં આવે કે અસંમતદીક્ષામાં દીક્ષા આપનારનો હેતુ સ્વપરકલ્યાણને હોય છે, પણ એ કહેવું જોઈએ કે જેન આગમોએ અને ખુદ ભગવાન મહાવીરે તેવી અસંમતદીક્ષાની હિમાયત નથી કરી, એક પણ દાખલામાં તેમણે એને સ્થાન નથી આપ્યું, તેનું શું કારણ ? તેનું કારણ એ જ સંભવે છે કે જે સ્વપકલ્યાણને હેતુ હોય તે પછી અધીરાઈ અને ઉતાવળ કરવાથી શું ફાયદો ? એક બાજુ અસભ્યતદીક્ષાને પરિણામે લાગતાવળગતામાં કલેશકંકાસ વધે, દીક્ષા આપનાર ઉપર તહોમત મુકાય, તે કદાચ જોખમમાં પણ પડે, તેને લીધે આ ધર્મસંધ નિંદાપાત્ર બને અને જૈન જેવા શુદ્ધ ધર્મની હિમાયત કરનારાઓ ઉપર જાતજાતનાં કલેકે મુકાય, તે કરતાં દીક્ષા લેનારની બુદ્ધિ જાગ્રત કરી તેને વિચાર કરવાની અને સંયમ કેળવવાની ઘેર બેઠાં તક આપવી, એ શું ખોટી છે? કલ્યાણની ખરી ઈચ્છા જેનામાં જાગી હોય તે જો ન છૂટકે જ ઘરમાં રહેતો હશે તો પણ ધીરજ અને સંયમની Page #432 -------------------------------------------------------------------------- ________________ શિષ્યચારીની મીમાંસા [ ૩૯૬ • વૃત્તિ કેળવશે જ, અને વખત જતાં એ વૃત્તિને પ્રભાવે દીક્ષાના વિરોધીઓ પણ આપોઆપ સમ્મત થશે. જૈન ધર્મમાં ધૈય અને સહનશીલતાને મુખ્ય સ્થાન છે. સાચી કલ્યાણની ઇચ્છા જન્મે અને દીક્ષાની સમ્મતિ ન મળે ત્યારે જ એક રીતે એ દિશામાં ધૈય અને સહનશીલતા કેળવવાની તક ઊભી થાય છે અને તે જ વખતે બુદ્ધિ, વિનય, પ્રેમ, અને સાચા ત્યાગથી સામા પક્ષને જીતવાની તક મળે છે. ભગવાને એ વસ્તુ જેમ જાણી હતી તેમ જીવનમાં પણ ઉતારી હતી, અને વિવેકી તથા સાચા ઉમેદવારાએ ભગવાનના જીવનનું એ તત્ત્વ જાણી લઈ તે અમલમાં મૂકયુ હતુ. તેથી જ આપણે ભગવાન પછીના લગભગ છ સૈકાઓમાં એક પણ દાખલા અસમ્મત દીક્ષાને નથી જોતા. આ રીતે સમ્મતદીક્ષાની પરંપરા મૂળમાં તે ત્રીજા મહાવ્રતમાંથી નીકળી અને વ્યવહારમાં એ એટલી બધી સ્થિર તેમ જ પ્રતિષ્ઠિત થઈ ગઈ કે અસમ્મતદીક્ષા આપવાના વિચાર કરવા કે તેવી દીક્ષા લેવાને વિચાર કરવા એ ત્રીજા મહાવ્રતના ભંગ જેવુ જ થઈ પડયું. જૈન શ્રમણુસંધની કહા કે જૈનધર્મોની કહા, પ્રતિષ્ઠાના આધાર માત્ર મહાવ્રતા છે. અસંમત દીક્ષાથી મહાવ્રતને! ભગ ન થતા હોય તેવા દાખલામાં પણ મહાવ્રતના ભંગ વિશે કે મહાત્રત દૂષિત’ થવા વિશે શકા લેવાને કારણ મળે એ વસ્તુ જ જૈન શ્રમસંધ ચલાવી ન શકે. તેથી તે ધીર અને ગંભીર સધે સમ્મતદીક્ષાની પર પરાને કાયમ રાખી અને વધાવી લીધી અને દીક્ષા લેવામાં સમ્મતિ મેળવવી એ એક મહત્ત્વનું ધાર્મિક વિધાન જ બની ગયું. ભગવાનના સંધને લગભગ છસો વર્ષ થયાં હતાં. નાનીમોટી તેની અનેક શાખા વડવાઈની પેઠે ફેલાઈ હતી. હિંદુસ્તાનના લગભગ બધા ભાગમાં એ સંધ ફેલાયા હતા. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અને ભિન્ન ભિન્ન દરજ્જાના લેાકેા એમાં દાખલ થઈ ચૂકયા હતા, અને દાખલ થતા જતા હતા. સંધની આટલી બધી વિશાળતા વખતે અને આટલે લાંખે ગાળે કાઈ અપવાદ કે ભિન્નતા દાખલ થાય એ મનુષ્યસ્વભાવના અભ્યાસીને માટે નવાઈ જેવું નથી. એક પ્રસંગ ઊભા થાય છે. તે આ રક્ષિતને છે. આ પ્રસંગ વીરનિના છઠ્ઠા સૈકાના છે. આય રક્ષિતે આય તાલિપુત્ર પાસે દીક્ષા લીધી ત્યારે આપની પરવાનગી નહિ લીધેલી, માત્ર માતાની સમ્મતિ લીધેલી. વિવાહિત ન હોવાથી સ્ત્રીસમ્મતિને તો સવાલ જ નહાતા. આ પ્રસંગથી દીક્ષાના બંધારણનું પ્રકરણ નવું શરૂ થયું. માત્ર પિતાની જ અસમ્મતિ અને તે પણ વિરાધ વિનાની અસમ્મતિ છતાં આય રક્ષિતે દીક્ષા લીધી. એ દીક્ષાને જૈન. Page #433 -------------------------------------------------------------------------- ________________ - ૯૮ ] દર્શન અને ચિંતન શાસ્ત્રોમાં પ્રથમશિષ્યનિટિતા કહેવામાં આવી છે. [ આ કથનની પાછળ ભારે મહત્ત્વના મુદ્દાઓ સમાયેલા છે.] આ કિસ્સો બહુ અગત્યનું હોવાથી ટૂંકમાં તેનું વર્ણન આપી તેનું પૃથક્કરણ કરવું જરૂરી છે. આર્ય રક્ષિત જ્યારે બાવીસ વર્ષ જેટલી તરુણ ઉમરના હતા ત્યારે પુષ્કળ વિદ્યાઓને અભ્યાસ કરી સ્નાતકની પેઠે ઘેર પાછા ફર્યા. માતાને પૂર્ણ સંતોષ થ હજી બાકી જ હતો. તેથી તેણે પુત્રને એ શાસ્ત્રવિધાન કહ્યું કે જ્યાં લગી દૃષ્ટિવાદ નામક જૈન શાસ્ત્ર તું નથી ભણ્ય ત્યાં લગી તારે અભ્યાસ અધૂરે કહેવાય. પુત્ર તે વિદ્યાભૂખ્યો હતો અને તેમાં વળી ખુદ માતાની પ્રેરણા, એટલે તે જરા પણ થોભ્યા વિના બેલ્યો કે એ શાસ્ત્ર મારે કયાં શીખવું ? માતાએ પોતાના ભાઈ જે એક વિદ્વાન અને પ્રધાન જન આચાર્ય હતા અને જેમનું નામ આર્ય તસલિપુત્ર હતું, તેમની પાસે જવા સૂચના કરી. આર્ય રક્ષિત ત્યાં પહોંચે. આચાર્યે ભાણેજને કહ્યું કે જનદીક્ષા લીધા સિવાય એ શાસ્ત્ર શીખી શકાય નહિ, તેમ જ અદીક્ષિતને અમારાથી શીખવી પણ ન શકાય. વિદ્યાભૂખ્યા આર્ય રક્ષિતે દીક્ષા લીધી અને એ શાસ્ત્રને અભ્યાસ કર્યો. અને દીક્ષામાં તેમનું મન ઠર્યું અને તે એક અસાધારણ વિદ્વાન તથા વિશિષ્ટ આચાર્ય થયા. આ દાખલામાં નીચેની બાબતો ખાસ ધ્યાન દેવા જેવી છે: (૧) આર્ય રક્ષિત બાવીસ વર્ષ જેટલી પાકી ઉંમરના હોવા ઉપરાંત વિશિષ્ટ વિદ્યાભ્યાસી હાઈ સ્વયં નિર્ણય કરવાની શક્તિવાળા હતા. (૨) તે વિવાહિત ન જ હતા. (૩) આચાર્યે તેમને ફોસલાવવાને, નસાડવાને કે બીજો કોઈ તે અયોગ્ય માર્ગ અવલંખ્યો જ ન હતો. એટલું જ નહિ, પણ આચાર્યો આર્ય રક્ષિતની માતાને એટલે પિતાની બહેનને સુદ્ધાં આ વિશે કાંઈ કહ્યું ન હતું કે તું છોકરાને વિદ્યાભ્યાસ નિમિતે મારી પાસે મોકલ અથવા તું એને દીક્ષા લેવા દે અથવા બીજી કઈ પણ લાલચ તેને આપી ન હતી. ઊલટું, તેમણે તે સીધી અને ચોખ્ખી રીતે આર્ય રક્ષિતને એટલું જ કહ્યું કે અમારે ધર્મ દીક્ષિતને જ શાસ્ત્ર શીખવવાને છે. (૪) દીક્ષા લીધા પછી કે દીક્ષા લેતી વખતે નથી માતાએ વિરોધ કર્યો કે નથી પિતાના વિરોધને ઉલેખ એટલું જ નહિ, પણ આર્ય રક્ષિતના પિતાએ પોતાની પત્ની સાથે પણ કોઈ જાતને ક્લેશ ક્યને ઉલ્લેખ– Page #434 -------------------------------------------------------------------------- ________________ શિષ્યચેરીની મીમાંસા [૩૯૯ નથી. એ જ રીતે દીક્ષા આપનાર આચાર્ય સાથે પાછળથી કલેશ થયાનો અગર તે બીજી કોઈ પણ ખેંચતાણ થયાને કશો જ ઉલ્લેખ નથી. - આ કિસ્સામાં પરંપરાથી ચાલી આવતી દીક્ષાવિધિમાં જે કાંઈ ઊણપ હેય તે તે એટલી જ હતી કે આચાર્યો દીક્ષાના ઉમેદવાર રક્ષિતને તેના પિતાની સમ્મતિ મેળવવા વાસ્તે પાછો મેકલવા ઉપર ભાર ન આપ્યો અને તેની માતાની સમ્મતિથી જ સંતોષ માની લીધો. એક બાજુ દીક્ષા લેનાર આગળ જતાં વિશિષ્ટ કૃતધર તરીકે પ્રસિદ્ધ થયેલ આર્ય રક્ષિત અને બીજી બાજુ નિઃસ્પૃહ, નિર્ભય અને નિષ્કપટ તેમજ અસાધારણ વિદ્વાન તરીકે પ્રસિદ્ધ દીક્ષા આપનાર આચાર્ય તે સલિપુત્ર, ત્રીજી બાજુ શિષ્ય અને ગુરુ વચ્ચે મામા ભાણેજને સંબંધ અને ચેથી બાજુ બહેને પોતે જ વગરમાગે ભાઈ આચાર્ય પાસે પુત્રને મોકલ્યો–આટલી સુસ્પષ્ટ અને સંતોષપ્રદ બીના હોવા છતાં ફક્ત પિતાની અસમ્મતિને કારણે આ કિસ્સાને “પ્રથમશિષ્યનિષ્ફટિકા' કહેવામાં આવેલ છે. આ કથન અનેક મહત્ત્વની બાબત ઉપર પ્રકાશ પાડે છે. તેમાં પહેલી બાબત તો એ છે કે જ્યારે ફક્ત પિતાની જ અસ સ્મૃતિવાળી દીક્ષા શિષ્યનિષ્ફટિકા ગણાઈ ત્યારે ભગવાનથી માંડી તે જમાના સુધીના છસો વર્ષ જેટલા ગાળામાં દીક્ષા લેનાર અને આપનાર માટે ઉમેદવારે પિતાના લાગતાવળગતા બધા જ પાસેથી સમ્મતિ મેળવવાનું ઘેરણ કેટલું મજબૂત અને અનિવાર્ય હતું એ સૂચિત થાય છે. એ સૂચનાની પિષક આગમવર્ણિત કથાઓ ઉપલબ્ધ છે. બીજી બાબત એ છે કે આ શિષ્યનિષ્ફટિકા પ્રથમ ગણાઈ છે, એટલે આ કિસ્સાની નેંધ કરનારાઓ બધા જ એમ જાણતા હોવા જોઈએ કે આર્ય રક્ષિત પહેલાં એક કિસ્સામાં અસમ્મત દીક્ષાનો પ્રસંગ બન્યું જ નથી અને માત્ર આર્ય રક્ષિતને જ પ્રસંગ પહેલે છે, અને એ પ્રસંગ પહેલે હોવાથી જ તેમ જ સમ્મતિપૂર્વક દીક્ષા લેવા અને દેવાની પરંપરા અતિ સખત અને અતિ માન્ય હેવાથી જ ફક્ત પિતાની અસમ્મતિવાળા નજીવા કિસ્સાને પાછળથી અને તે વખતે શિષ્યનિષ્ફટિકા જેવું મોટું રૂપ આપવામાં આવ્યું. આર્ય રક્ષિતને દાખલે બની ગયે, પણ પાછળથી એને ઉપગ બહુ અઘટિત રીતે થવા લાગે. અત્યાર લગી એકસરખી ચાલી આવેલી સમ્મતદીક્ષાની પરંપરામાં એક નજીવી ચિરાડ પડી. તેને કેટલાક અલ્પજ્ઞ અને અવિચારી ગુરુઓએ મોટો દરવાજો બનાવવાનું શરૂ કર્યું. આર્ય રક્ષિતના દાખલાને ઉપયોગ કરી ઘણુ વગરસમ્મતિએ દીક્ષા આપવા લાગ્યા અને Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ] દર્શન અને ચિંતા પછી તે એ શિથિલતા એટલે સુધી વધી કે ન જોવાતી ઉમરનો ભેદ કે ન જોવામાં આવતું દીક્ષા લેનારનું વિવાહિતપણું કે અવિવાહિતપણું; અને દીક્ષા લેનારને ભેળવવાની, નસાડવાની અને છુપાવવા આદિની બધી પ્રપંચક્રિયામાં એ શિથિલતા પરિણમવા લાગી. આ ભયંકર સ્થિતિ જોઈ આચાર્યોને અપવાદ દાખલ કરવામાં બે તરફ ધ્યાન રાખવાનું હતું : એક તે એ કે આર્ય રક્ષિતની જે શુભપરિણામકારક ઘટના બની ગઈ હતી તેને બચાવ કરે અને બીજું એ કે તે ઘટનાનો અઘટિત રીતે થતો ઉપગ અટકાવો. આ કારણથી જે અપવાદવિધાન આગમ અને નિયંક્તિમાં ન હતું તે ભાષ્યકાળમાં ભાષ્યમાં દાખલ થયું. તેમાં આચાર્યોએ શિષ્યનિષ્ફટિકાના સંબંધમાં ખુલાસો કર્યો કે સેળ વર્ષ સુધીની ઉંમર સુધીમાં અસમ્મત દીક્ષા શિષ્યનિષ્ફટિકામાં આવે છે અને તેથી ઉપરની ઉંમરમાં શિષ્યનિષ્ફટિકાને આરોપ લાગુ નથી પડત. આ રીતે આર્ય રક્ષિતની ઘટનાને બચાવ કરવા અને તેને. દુરુપયોગ થતો અટકાવવા આચાર્યોએ અમુક અપવાદવિધાન કર્યું તે ખરું, પણ જેમ સર્વત્ર અને સદાકાળ બનતું આવ્યું છે તેમ એ અપવાદવિધાનને પણ દુરુપયોગ થવા લાગે, અને તે એ રીતે કે સળથી વધારે વર્ષની ઉંમરનાને દીક્ષા આપવામાં સમ્મતિનું ધેરણ સચવાવા ન લાગ્યું; અને ઘણીવાર તે તેની ઉંમરનાને સમ્મતિ વિના જ ઉસર્ગમાર્ગ તરીકે દીક્ષા આપવાના કિસ્સાઓ બનવા લાગ્યા. તેને પરિણામે ઘણીવાર દીક્ષા આપનારને દીક્ષિત ઉમેદવારના લાગતાવળગતા પકડવા લાગ્યા, અને ક્યારેક ક્યારેક અદાલતોમાં ઘસડવા પણ લાગ્યા. ઘણીવાર ન્યાયાલયોમાં આવા કિસ્સાઓના મુકદ્દમાઓ પણ ચાલવા લાગ્યા. કોઈ વાર દિીક્ષા આપનાર પોતાના અન્યાયને લીધે હારી પણ જતા અને ઘણીવાર જાહેર રીતે તેવી દીક્ષા આપનારને શિષ્યચર કે મનુષ્યહારક કહી નિંદવાના પ્રસંગે પણ ઊભા થવા લાગ્યા. અવિચારી, અવિવેકી અને શિષ્યલાલચી ગુરુઓ અપવાદને મર્મ ભૂલી જવાથી અને તેને ઉત્સર્ગનું રૂપ આપવાથી જ્યારે શાસનને વગેવવામાં કારણભૂત થવા લાગ્યા ત્યારે વળી પેલા અપવાદમાં સુધારો કરવાની આચાર્યોને ફરજ પડી; અને તેથી જ આપણે ભાષ્ય અને ચૂર્ણિમાં સ્પષ્ટ વાંચીએ છીએ કે જ્યાં દીક્ષા લેનારના લાગતાવળગતાઓ બળવાન હેય રાજ્યાશ્રય પણ તેમના પક્ષમાં હોય, અને જૈન ધર્મ વગેવાવાનો સંભવ હોય, તેમ જ કેટે કે ન્યાયાલયમાં ધસડાવાને પ્રસંગ ઊભો થતો હોય ત્યાં ગમે તેટલી ઉંમર મારી હોવા છતાં પણ અસમ્મત દીક્ષા ન આપવી, અને દેશકાળ તેમ જ પરિસ્થિતિને વિચાર કર. આટલા સુધારાથી પણ જેઓ પેલા અપવાદને દુરુપયોગ. Page #436 -------------------------------------------------------------------------- ________________ શિષ્યચોરીની મીમાંસા [ ૪૦૧ કરતા ન અટક્યા તેઓને લક્ષીને વળી તે જથ્થામાં આગળ જતાં આચાર્યોને સ્પષ્ટ કહેવાની ફરજ પડી કે જેઓ આર્ય રક્ષિતના આપવાદિક દાખલાને સામાન્ય નિયમ તરીકે ગણું અસમ્મત દીક્ષા આપે જાય છે તેઓ મંદધર્મ અર્થાત ધર્મભ્રષ્ટ છે અને તેઓ મૂળને–ઉત્સર્ગ નિયમને–છોડી અપવાદને વળગેલા છે. તેમનું આ વર્તન મૂળમાંથી ઉખડી ગયેલા અને માત્ર થડ કે શાખાઓ ઉપર રહેલા વટવૃક્ષ જેવું છે, એટલે કે, જેમ મૂળમાંથી ઊખડી ગયેલ વટવૃક્ષ ગમે તેવાં થડ અને ડાળે હેવા છતાં પણ જીવિત કે રક્ષિત ન રહી શકે તેમ જેઓ સમ્મત દીક્ષાના ઉત્સર્ગ નિયમને બાજુએ મૂકી અસમ્મત દક્ષાના અપવાદવિધાનને જ મુખ્યતઃ આગળ ધરે છે અથવા તેને અવલંબે છે તેઓ તીર્થકરની આજ્ઞાને છોડી આડે રસ્તે ચાલતા હેવાથી અનુક્રમે ચારિત્રભ્રષ્ટ જ થાય છે. ભાષ્ય અને ચૂર્ણિના આ છેલ્લા અને સખ્ત કથન ઉપરથી તે વખતની ગુરુઓની દીક્ષા આપવાની પ્રવૃત્તિ ઉપર બહુ સ્પષ્ટ પ્રકાશ પડે છે. અને આર્ય રક્ષિતને દાખલે કેટલે અંશે સ્વીકારવા યોગ્ય છે એ બાબત ઉપર જરા પણ શંકા ન રહે તેવો પ્રકાશ પડે છે. અહીં સુધી તે ઉત્સર્ગ અને અપવાદને લગતી જે ટૂંક હકીકત મળે છે તેની વિચારણા થઈ. પરંતુ ઉત્સર્ગ અને અપવાદ એ શી વસ્તુ છે? એ બનેને શું સંબંધ છે? અને કઈ હદ સુધી એ સંબંધ સચવાઈ રહે છે? એ વસ્તુ જાણ્યા વિના પ્રસ્તુત ચર્ચા અસ્પષ્ટ અને અધૂરી રહે. તેથી ટૂંકમાં એ વિશે પણ કંઈક લખી દેવું જોઈએ. ન ઉત્સર્ગ એટલે સામાન્ય નિયમ. એ નિયમ કેઈ એક તત્વ ઉપર ઘડાયેલું હોય છે. અપવાદ એટલે વિશેષ નિયમ. એ પણ ઉત્સર્ગને જ તત્ત્વ ઉપર ઘડાયેલું હોય છે. ઉત્સર્ગને પ્રદેશ વિસ્તૃત હોય છે, અને અપવાદને પ્રદેશ ઉત્સર્ગના પ્રદેશમાંથી જ કપાતું હોવાથી તે સ્વાભાવિક રીતે જ તેના કરતાં ટૂંકે હોય છે. ઉત્સર્ગ અને અપવાદને સંબંધ પિષ્યષકપણાનો છે; એટલે કે, અપવાદ એ ઉત્સર્ગને પિષક હોય છે, અને તે જ્યાં લગી ઉત્સગને પોષક રહી શકે ત્યાં લગી જ તે અપવાદ ગ્રાહ્ય છે, અને પછી તે તે ત્યાજ્ય બને છે. અપવાદ એ પ્રાસંગિક એટલે કેઈક જ સ્થળમાં અને કંઈક જ કાળમાં સ્થાન લે છે, જ્યારે ઉત્સર્ગ સર્વ દેશ અને સર્વ કાળમાં ચાલુ રહે છે. પ્રસ્તુત બાબતમાં ઉત્સર્ગ–અપવાદ આ રીતે સમજી શકાય. સમ્મત દીક્ષાને ફલિત નિયમ એ ઉત્સર્ગ છે અને તે નિર્લોભવ તેમ જ શાસનપ્રતિષ્ઠાના તત્વ ઉપર સ્થિર છે. અમ્મત દીક્ષાને અપવાદ છે અને જ્યાં લગી એ તત્ત્વોનો પિષક હોય તો અને ત્યાં લગી જ તે અપવાદકેટિ તરીકે Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ] દર્શન અને ચિંતન ગ્રાહ્ય રહે છે. એટલે ઉત્સર્ગને મર્યાદા નથી હોતી, પણ અપવાદને દેશની, કાળની અને સગોની મર્યાદા હોય છે. એ મર્યાદાને સૂક્ષ્મ વિચાર સાધારણુ લેકે ન કરી શકે એટલા જ માટે ભાષ્ય અને ચૂર્ણિમાં છેવટે કહેવું પડયું કે અપવાદને આગળ કરી જેઓ વર્તે છે તેઓ મધમી અને મૂલવ્યુત છે. અપવાદ એ અપવાદની મર્યાદામાં છે કે નહિ એને જાણવાનું સામાન્ય સાધન એટલું જ છે કે અસમ્મત દીક્ષા લેનાર અને આપનારમાં લેભ, ભય, અને શાસનઉપેક્ષા જેવા દો હવા ન જોઈએ. આ દોષ મારા પિતામાં નથી અથવા તે તદ્દન ઓછા છે એમ તે સૌ કઈ કહી શકે, પણ તેની ખરી પ્રતીતિ આજુબાજુના લેકેની એકમતી અથવા બહુમતીથી અથવા તે સમગ્ર સંધની સમ્મતિથી જ થઈ શકે. જેનામાં લભ ન હોય, ભય ન હોય અને શાસન માટે યથાર્થ આદર હોય તે શિષ્ય માટે લાંચ કેમ આપે ? તેમને નસાડે કેમ ? બીજાને ત્યાં છુપાવે કેમ? સીધી કે આડકતરી રીતે ખોટું બોલે અને બોલાવે કેમ ? દાવપેચ અને જૂઠાણું સેવે કેમ? મારપીટ, લડાલડી અને કેટંબાજીમાં રસ લે કેમ ? જેઓને શાસનને સાચે આદર હોય તેઓ પિતે જાણી જોઈને કેટે ઘસડાય એવા પ્રસંગો ઊભા કરે જ કેમ? રાજસત્તાને દીક્ષા ઉપર અંકુશ મૂકો પડે અગર તો જાહેર સ્થાનોમાં અને જાહેર છાપાંઓમાં ફક્ત શિષ્યહરણને કારણે થતી ધર્મ હલનામાં ભાગીદાર થવાની સ્થિતિ એ લેકે પસંદ કરે જ કેમ? જ્યારે આવી સ્થિતિ દેખાય ત્યારે જાણું લેવું જોઈએ કે હવે અપવાદે મર્યાદા મૂકી છે, અને તે ઉત્સર્ગને પિષક મટી ઘાતક થવા લાગે છે. આ સ્થિતિ આજે છે કે નહિ, એ વિચારવાનું કામ દરેકનું છે. મને તે ચોખ્ખું લાગે છે કે અસમ્મત દીક્ષાના અપવાદે મર્યાદા મૂકી છે અને ભાષ્ય-ચૂર્ણિકારના કથન પ્રમાણે તે મંદધમીની પ્રવૃતિ થઈ પડેલ છે. તેના પુરાવા તરીકે મેર ચાલતી ઝગડાબાજી, કેટંબાજી અને કલેશપ્રવૃત્તિ ઉપરાંત સ્થળે સ્થળે સંધ ભેદ છે. સૌથી વધારે અને પ્રબળ પુરાવો તે એ છે કે નામદાર શ્રીમંત ગાયકવાડ સરકારને પિતાને જ દીક્ષા ઉપર અંકુશ મૂકનારે ઠરાવ ધારાસભામાં લાવવો પડ્યો છે. શાસ્ત્રને આધારે વર્તવાની વાત કરનારાએ અને જ્યાં ત્યાં શાસ્ત્રના પુરાવાના નામે મરજી મુજબ વિધાન કરનારાએ જાણવું જોઈએ કે શાસ્ત્ર એટલે શું? અને શાસ્ત્રની મર્યાદામાં શું સમાય છે અને શું નહિ ? સાધારણ લેકે તે નથી દેતા ભણેલા કે નથી હોતા વિચારશીલ કે જેથી તેઓ કાંઈ શાસ્ત્રને વિવેક કરી શકે. હજાર વર્ષ જેટલા લાંબા સમયમાં ઘણા લોકોએ ઘણું લખેલું હોય છે અને તે બધું શાસ્ત્ર પણ કહેવાય છે. તેમાં ઘણીવાર Page #438 -------------------------------------------------------------------------- ________________ શિષ્યરીની મીમાંસા [૪૦૩ તે એક બીજાથી તદ્દન વિધી અને અસંગત વિધાનો પણ મળી આવે છે. દરેક જણ પિતાને ફાવતું વાક્ય લઈ તેને આધારે પિતાની પ્રવૃત્તિને શાસ્ત્રીય ઠરાવવાનો પ્રયત્ન કરે તે હિંસા, મૃષાવાદ, ચોરી અને વ્યભિચારાદિ દોષનું પિષણ થઈ શકે એવા પ્રસંગે પણ તેમાંથી મળી આવવાને અથવા તે -ઉપજાવી શકાવાને ચોક્કસ સંભવ છે. તેથી ટૂંકમાં અને છતાં અવિરેાધીને સર્વગ્રાહ્ય શાસ્ત્રવ્યાખ્યા એટલી છે કે જે સુધારે અથવા જેનાથી કશું બગડે નહિ પણ સર્વ સુધરે તે શાસ્ત્ર; અથવા એમ કહે કે જેનાથી કલેશનું પિષણ ન થાય તે શાસ્ત્ર. જૈન શાસ્ત્રને નામે ચઢેલાં શાસ્ત્રોમાં કઈ પણ કારણને લીધે એમ લખાયેલું સુધાં મળે છે કે સીધી રીતે વડીલે કે લાગતાવળગતાઓ સમ્મતિ ન આપે તો દીક્ષા લેનાર અમુક અમુક રીતે પ્રપંચબાજી પણ રમે અને એ છળપ્રવૃત્તિ દ્વારા પણ છેવટે પરવાનગી મેળવે. આ કથન ગમે તેણે કોઈ પણ સંગોમાં કોઈ પણ આશયથી કર્યું હશે એમ આપણે માની લેવું જોઈએ. એ કથનને શાસ્ત્રીય માની પણ લઈએ. હવે ધારે કે આવા કથનનો ઉપયોગ સાર્વત્રિક થવા લાગે તે એનું પરિણામ છેવટે શું આવે? એનું પરિણામ એક જ આવે, અને તે એ કે સત્ય તેમ જ સરળતા ખાતર અસત્ય અને કૂડકપટનું સેવન, અથવા એમ કહે કે અહિંસા ખાતર હિંસાને પ્રચાર અને પુષ્ટિ થવા પામે. તેથી જ્યાં આંટીઘૂંટીની બાબત આવે ત્યાં ધોરી માર્ગ પ્રમાણે જ વર્તવાને સુવર્ણ નિયમ શાસ્ત્રસમ્મત છે. જૈન શાસ્ત્રને મુખ્ય પાયો તે અનેકાંતદષ્ટિ છે. ઉપર જે અસમ્મત દીક્ષાના અપવાદો ગ્રન્થમાં દાખલ થયા છે તેમાં પણ આચાર્યોએ અનેકાન્તદૃષ્ટિ રાખેલી છે. સોળ વર્ષની ઉંમર સુધીનાને અસમ્મત દીક્ષા આપવામાં શિષ્યનિષ્ફટિકા કહેલ છે; એટલે કે, તે ક્યને ત્રીજા મહાવ્રતના ભંગ તરીકે ગણી એ દેષ માટે મૂળ આદિ પ્રાયશ્ચિત્તેનું વિધાન કરેલ છે. તેમાં પણ એકાંત નથી. જો કેઈ સાતિશય જ્ઞાની અતિ ઉજજવળ ભાવી જુએ, અને દીક્ષા લેનાર દ્વારા તેનું અને શાસનનું પરમ હિત જુએ, વળી તે એ અમોઘહસ્ત હોય કે તેના હાથથી દીક્ષિત દીક્ષાભ્રષ્ટ થવાને જ ન હોય તો તેવો જ્ઞાની સગીર ઉંમરના બાળક સુધ્ધાંને એ સમ્મત દીક્ષા આપે–આવું પણ કથન છે. અત્યારે આ આપવાદિક કથનો ઉપયોગ કરી, જેના દ્વારા ધર્મને ચોક્કસ જ પ્રભાવ વધે અને જે કદી દીક્ષાથી ચલિત થવાના જ નથી એવા નાનાં નાનાં બાળકબાળિકાઓને ખૂણેખાંચરેથી જ્ઞાન દ્વારા શોધી કાઢી તેમને સમ્મત દીક્ષા આપી શાસનપ્રભાવના કરવા જેવા જ્ઞાનીઓ જે આજે હોય તે તેમણે શા માટે ચૂપ બેસી રહેવું જોઈએ ? તેમને તે બાળકોને નસાડવાનો, ભગાડવાનો અને Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪] દર્શન અને ચિંતન ગમે તેવો દાવપેચ ખેલવાને શાસ્ત્રમાં પરવાનો છે. જે એમ કહેવામાં આવે કે ભલે શાસ્ત્રમાં સગીર ઉમરનાને સમ્મત દીક્ષા આપવાની છૂટ હેય, ભલે પ્રપંચબાજી ખેલવાની બારીઓ હેય, છતાં આજે એ છૂટે અને એ બારીઓને ઉપયોગ કરનાર વિશિષ્ટ જ્ઞાનીઓ ક્યાં છે, તે એ પ્રશ્ન પણ થયા વિના નથી રહે કે સોળ વર્ષથી મોટી ઉંમરનાને અસમ્મત દીક્ષા આપનારના અપવાદકથનને સમજનાર વિશિષ્ટ જ્ઞાની પણ ક્યાં છે ? જેઓની સત્યવાદિતા વિશે લેકેને વિશ્વાસ ન હય, જેઓમાં શાંતિ અને સરળતાને છોટે ભાગ્યે જ હેય, જેઓ બ્રહ્મચર્યભંગના સેવાયેલ દેશે જાહેરપણે કે ખાનગી રીતે કબૂલી પિતાની નિખાલસતા પુરવાર કરવા જેટલા નિર્ભય ન હોય અને જેઓ એક અથવા બીજી રીતે પૈસાને વહીવટ તેમ જ સંગ્રહ કરવા-કરાવવામાં મશગૂલ હોય તેવા પુસ્તકના ગમે તેટલા ઢગલા ચૂંચ્યા છતાં તેને મર્મ અનેકાન્તદષ્ટિએ સમજી શકે અથવા તે સમજ્યા પ્રમાણે અમલમાં મૂકી શકે એવો કદી સંભવ છે ખરો ? જે એવો સંભવ હોત તે દીક્ષા જેવી પવિત્ર વસ્તુ માટે શાસ્ત્રને નામે જે કિન્નાખોરી ચાલી રહી છે તે ન જ હેત. બધાં શાસ્ત્રીય પ્રમાણે અને અત્યારની પરિસ્થિતિને વિચાર કરતાં દીક્ષા પરત્વે એક જ વસ્તુ ફલિત થાય છે અને તે એ કે જે બધી બાજુના વિચાર કરતાં દીક્ષા લેવી અને આપવી એગ્ય હોય તે તે સમ્મતિ સિવાય ન જ લેવી કે દેવી જોઈએ, અને સોળ વર્ષથી મોટી ઉંમરનાને અસમ્મત દીક્ષા સુધ્ધાં આપવાની ઘોષણા કરનારે જાણી લેવું જોઈએ કે એ સીધું વિધાન નથી; એ તે એક અચાનક બની ગયેલ અને પરિણામે શુભ નીવડેલ વિધાન છે. દાખલાના બચાવ માટે સ્વીકારેલ અપવાદમાંથી નીકળત ફલિતાર્થ એવું વિધાન છે કે, નથી ઉત્સર્ગ તરીકે એ વિધેય અને નથી અપવાદ તરીકે એકાંત ગ્રાહ્ય. એટલે આવી છટકબારીઓના આધારે કઈ શાસ્ત્રાર્થ કરવાનો ઉત્સાહ ધરાવતું હોય તે તે ઇચ્છે ત્યારે અને તે કહે ત્યારે દલીલપૂર્વક અને સમભાવપૂર્વક લેખિત અથવા તે વાચિક શાસ્ત્રાર્થમાં એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઊભો રહેવા આ લેખક તૈયાર છે. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને. Page #440 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ [ ૨૧ ] જ્યાં ધાર્મિક આત્માઓને કાંઈ પણ સંબંધ રહ્યો હોય, અગર જ્યાં કુદરતી સુંદરતા હોય અથવા એ બેમાંથી એકે ન હોય છતાં જ્યાં કોઈ પૈસાદારે પુષ્કળ નાણું ખરચી ઈમારતની, સ્થાપત્યની, મૂર્તિની કે એવી કોઈ વિશેષતા આણી હોય ત્યાં ઘણે ભાગે તીર્થ ઊભાં થઈ જાય છે. ગામ અને શહેર ઉપરાંત સમુદ્રતટ, નદીકાંઠે, બીજાં જળાશયો અને નાનામોટા પહાડ એ જ મેટે ભાગે તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. જૈન તીર્થો જળાશય પાસે નથી આવ્યાં એમ તો નથી જ. કેટલાંક સુંદર તીર્થો ગંગા જેવી મહતી નદીને કિનારે અને બીજાં જળાશયો પાસે આવેલાં છે. તેમ છતાં સ્થાન પરત્વે જૈન તીર્થોની ખાસ વિશેષતા પહાડની પસંદગીમાં છે. પૂર્વ હિંદુસ્તાન કે પશ્ચિમ હિંદુસ્તાન, દક્ષિણ હિંદુસ્તાન કે ઉત્તર હિંદુસ્તાન—જ્યાં જાઓ ત્યાં જૈનોનાં પ્રધાન તીર્થો ટેકરીઓ અને પહાડની ઉપર જ આવેલાં છે. માત્ર શ્વેતાંબર સંપ્રદાય જ નહિ પણ દિગંભર સંપ્રદાય સુધ્ધાંની સ્થાન પરત્વે ખાસ પસંદગી પહાડોની જ છે, જ્યાં વેતાંબરેને જરા પણ સંબંધ નથી, અવરજવર નથી એવાં કેટલાંક ખાસ દિગંબરનાં તીર્થો દક્ષિણ હિંદુસ્તાનમાં છે, અને તે પણ પહાડી ભાગમાં આવેલાં છે. આ ઉપરથી એટલું જ ફલિત થાય છે કે તીર્થના પ્રાણભૂત સંતપુરુષોનું મન કેવાં કેવાં સ્થાનોમાં વધારે લાગતું, અને તેઓ કઈ જાતનાં સ્થાન પસંદ કરતા. વળી ભક્તવર્ગ છે કે મનુષ્યમાત્ર છે, તેમને એકાંત અને કુદરતી સુંદરતા કેવી ગમે છે એ પણ એ તીર્થસ્થાનોના વિકાસ ઉપરથી જાણી શકાય છે. ગમે તેટલું ભેગમય અને ધમાલિયું જીવન ગાળ્યા પછી પણ છેવટે, અથવા વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક, માણસ આરામ અને આનંદ માટે ક્યાં અને કેવાં સ્થાન તરફ દૃષ્ટિ દોડાવે છે એ આપણે તીર્થસ્થાનની પસંદગી ઉપરથી જાણી શકીએ છીએ. તીર્થોનું બધું તેજ અને મહત્વ એ આજે મૂર્તિ પૂજા ઉપર અવલંબિત છે. કઈ જમાનામાં અને તે પણ ક્યાંઈક કયાંઈક તીર્થસ્થાનમાં વિદ્યાની પ્રતિષ્ઠા, પ્રચાર અને વિદ્વાનોની કાયમી ગોષ્ઠી ભલે રહી હોય, પણ આજે Page #441 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન તો કાશી જેવા એકાદ સ્થળને બાદ કરીએ તે તીર્થસ્થાનમાં વિદ્યા અને વિચારને નામે લગભગ મીડું જ છે. ખાસ કરીને આખા હિંદુસ્તાનમાં જૈન તીર્થ તે એવું એકે નથી કે જ્યાં વિદ્યાધામ હેય, વિદ્વાની પરિષદ હોય, વિચારકોની ગેડી હોય અને એમની ગંભીર પ્રાણપૂરક વિદ્યાના આકર્ષણથી જ ભક્તો અને વિદ્યારસિક આકર્ષાઈ આવતા હોય. વધારેની આશા તે બાજુએ રહી, પણ કોઈ એક તીર્થમાં એક પણ એવું જૈન વિદ્યાલય નથી, જૈન વિદ્યામઠ નથી કે એકાદ પણ એ સમર્થ વિદ્યાજવી વિદ્વાન નથી કે જેને લીધે ત્યાં યાત્રીઓ અને જિજ્ઞાસુઓ આકર્ષાઈ આવતા હોય અને પિતાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય. તીર્થોની પ્રાકૃતિક જડતા અને નૈસર્ગિક રમણીયતામાં કાં તે તપ અને કાં ને વિદ્યા અને કાં તે બન્ને ચેતના પૂરે છે, જ્યારે આજનાં આપણું તીર્થોમાં તપ અને વિદ્યાને નામે શું છે તે તમે બધાં જ જાણે છે. મૂર્તિની માન્યતા અને પ્રાણીઓની પૂજા પછી મનુષ્યપૂજાએ જ્યારે સ્થાન લીધું એ એકસપણે કહેવું આજે કઠણ છે, છતાં ભગવાન મહાવીર અને બુદ્ધના તપસ્વી જીવન સાથે જ મનુષ્યપૂજા વિશેષ પ્રતિષ્ઠા પામી અને એ બે મહાન પુરુષના સંઘના પ્રચારકાર્યના વિકાસની સાથે અને સાથે જ મનુષ્યપૂજા અને મૂર્તિ પ્રચાર વિકાસ પામતાં ગયાં એ સાબિત કરવાને પૂરતાં સાધન છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પુરુષોત્તમ રામ અને કૃષ્ણની મૂર્તિપૂજા હતી કે નહિ અને હતી તે કેટલા પ્રમાણમાં અને કેવી, તે આપણે નથી જાણતા; પણું જૈન અને બૌદ્ધ સંધની વ્યવસ્થિત સ્થાપના અને તેમના વ્યવસ્થિત પ્રચાર પછી રામ અને કૃષ્ણની પૂજા વધારે અને વધારે જ પ્રચારમાં આવતી ગઈ એ વિશે કશી જ શંકા નથી. જેમ જેમ મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણ એ વિશિષ્ટ પુરુષો તરીકે પૂજાવા લાગ્યા તેમ તેમ પક્ષીઓ, દેવ-દાનવો અને કમળ તેમ જ ભયંકર પ્રકૃતિનાં પ્રાણીઓની પૂજા ઓછી અને ઓછી થતી ગઈ. તેમ છતાં હજી પણ એનાં અવશેષે તે છે જ. તીર્થોના વિકાસમાં મૂર્તિપ્રચારને વિકાસ છે અને મૂર્તિપ્રચારની સાથે જ મૂર્તિ નિર્માણકળા તેમ જ સ્થાપત્યકળા સંકળાયેલાં છે. આપણા દેશના સ્થાપત્યમાં જે વિશેષતાઓ અને જે મહકતાએ છે તે તીર્થસ્થાનો અને મૂર્તિ પૂજાને જ મુખ્યપણે આભારી છે. ભેગસ્થાનોમાં સ્થાપત્ય આવ્યું છે ખરું, પણ તેનું મૂળ ધર્મસ્થાને અને તીર્થસ્થાનમાં જ છે. જેનેનાં તીર્થો એ કાંઈ બે-પાંચ કે દશ નથી પણ સેંકડોની સંખ્યામાં, અને તે પણ દેશના કોઈ એક જ ભાગમાં નહિ, પરંતુ જ્યાં જાઓ ત્યાં Page #442 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપયોગ [૪૦૭ ચારેતરફ મળી આવે છે. એ જ એક વખતના જૈન સમાજના વિસ્તારને પરા છે. જૈન તીર્થોની ખાસ એક સંસ્થા જ છે, જોકે આજે દિગંબર અને શ્વેતાંબર એ બે ભાગમાં તે વહેંચાઈ ગઈ છે. એ સંસ્થાની પાછળ કેટલા માણસે કાયમને માટે રોકાયેલા રહે છે, કેટલી બુદ્ધિ એની સારસંભાળમાં અને બીજી બાબતમાં ખરચાય છે, અને એ તીર્થોની પાછળ કેટલું ધન વપરાય છે એને પૂરે અને સાચે ખ્યાલ આપવા જેટલા આંકડા અત્યારે પાસે નથી, છતાં અટકળથી ઓછામાં ઓછું કહેવું હોય તો એમ કહી શકાય કે એ સંસ્થાની પાછળ પાંચ હજારથી ઓછા કાયમી માણસો નહિ હોય, અને જુદી જુદી અનેક બાબતમાં પચાસ લાખથી ઓછો ખર્ચ થતે નહિ હોય. એ સંસ્થાની પાછળ કેટલીક જગ્યાએ જમીનદારી છે, બીજી પણ સ્થાવર-જંગમ મિલકત છે અને રોકડ નાણું, સોનું, ચાંદી તેમ જ ઝવેરાત પણ છે. ઘરમંદિર અને તદ્દન ખાનગી માલિકીનાં મંદિરને બાજુએ મૂકીએ તે પણ જેના ઉપર નાનામોટા સંધની માલિકી હેય, દેખરેખ હોય એવાં સંધમાલિકીનાં મંદિરના નાનામોટા ભંડારે હોય છે. એ ભંડારેમાં નાણાનું ખાસું ભંડોળ હોય છે, જે દેવદ્રવ્ય કહેવાય છે. ફક્ત શ્વેતાંબરસંઘની માલિકીનું દેવદ્રવ્ય અત્યારે ઓછામાં ઓછું એક કરોડ જેટલું તે આખા હિંદુસ્તાનમાં ધારવામાં આવે છે. એમાં શંકા નથી કે આ દેવદ્રવ્ય એકઠું કરવામાં, તેની સારસંભાળ રાખવામાં અને તે ભરપાઈ ન જાય તે. માટે ચાંપતા ઇલાજે લેવામાં જૈન સંઘે ખૂબ ચાતુરી અને ઈમાનદારી વાપરી છે. હિંદુસ્તાનમાંના બીજા કોઈ પણ સંપ્રદાયના દેવદ્રવ્યમાં જૈન સંપ્રદાયના દેવદ્રવ્ય જેટલી ચેખવટ તમે ભાગ્યે જ જોશે. એ જ રીતે દેવદ્રવ્ય એના ઉદેશ સિવાય બીજે ક્યાંય ખર્ચાય નહિ, વેડફાય નહિ અને કેઈ એને પચાવી ન જાય એ માટે પણ જૈન સંઘે એક નૈતિક અને વ્યાવહારિક સુંદર વાતાવરણ ઊભું કર્યું છે. જૈન બચ્ચે દેવદ્રવ્યની એક પણ કેડી, પિતા-. નાથી બને ત્યાં સુધી, પિતાના અંગત ભાગમાં વાપરવા કદી રાજી કે તૈયાર . હેતું નથી. એમ કરતાં એ, સંસ્કારથી જ, બહુ ડરે છે અને કાંઈક સામાજિક બંધારણ પણ એવું છે કે કોઈએ દેવદ્રવ્ય પચાવ્યું એમ જાણ થતાં. જ એની પાછળ સંધ અથવા સાધુઓ પડે છે અને એ વ્યક્તિને જવાબ દેવો ભારે થઈ પડે છે. દેવદ્રવ્ય હડપાઈ જવાના કિસ્સા મળી આવે ખરા પણ તે ન ટકે જ, અથવા જ્યારે હાથમાં બીજી કોઈ પણ બાજી ન રહી હોય ત્યારે જ. તીર્થસંસ્થા સાથે મૂર્તિને, મંદિર, ભંડારને અને સંઘ નીકળવાને Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] દર્શન અને ચિંતન એમ ચાર ભારે મનોરંજક અને મહત્ત્વના ઇતિહાસા છે. લાકડા, ધાતુ અને પથ્થરે મૂર્તિ અને મદિરામાં કેવી કેવી રીતે, કયા કયા જમાનામાં, કેવા કેવા ભાગ ભજવ્યા, એક પછી બીજી અવસ્થા કેવી કેવી રીતે આવતી ગઈ, ભડારામાં અવ્યવસ્થા અને ગરબડ કેવી રીતે આવ્યાં અને તેની જગ્યાએ પાછી વ્યવસ્થા અને નિયત્રણ કેવી રીતે શરૂ થયાં, નજીકનાં અને દૂરનાં તીર્થોમાં હજારો અને લાખા માણસાના સહ્યા યાત્રાએ કેવી રીતે જતા અને એની સાથે એ શું શું કામેા કરતા—એ બધા ઇતિહાસ ભારે જાણુવા જેવા હોવા છતાં આપણી આજની મર્યાદાની બહાર છે. ત્યાગ, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણે તીર્થોં ઊભાં કર્યાં છે અને ત્યાં જવાના તથા તેની પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાને આપણા ઉદ્દેશ પણ એ જ છે. તેમ છતાં આજ આપણે તી સંસ્થા દ્વારા એ ઉદ્દેશ કેટલા સિદ્ધ કરીએ છીએ એ તમે જ વિચારો. શ્વેતાંબર, દિગમ્બર બન્ને ક્રિકાને આજે પેાતાનું. પરાક્રમ બતાવવાનું અને કુસ્તી ખેલવાનું એકમાત્ર ધામ તીર્થં જ રહ્યાં છે. એમને મઝિયા। બીજી કાઈ બાબતમાં હવે રહ્યો નથી અને જે કાંઇ રહ્યો હાય અથવા ઝિયારે ન હોવા છતાં ઝિયારાપણાના કાંસા ઊભા કરતા હાય તે તે માત્ર તીર્થાંમાં જ છે. પ્રસિદ્ધ એવું એકે તીથ નથી કે જ્યાં બન્ને પક્ષના ઝઘડા ન હેાય અને જેને માટે તેઓ કાર્ટે ન ચઢતા હોય. મારે જરા પણ તરફદારી કર્યાં સિવાય અને કાઈ પક્ષપાતના આરોપ મૂકે તે તેનું જોખમ ખેડીને પણ સ્પષ્ટ અને છતાં નમ્રપણે કહેવુ જોઈ એ કે જ્યાં જ્યાં માત્ર દિગંબરાનુ આધિપત્ય પહેલાં હતું અથવા હજી છે ત્યાં એક સ્થળે શ્વેતાંબરા મઝિયારા કરવા ગયા નથી, જ્યારે દુ:ખની વાત એ છે કે દિગંબરા એટલી તટસ્થતા સાચવી શકતા નથી. માત્ર શ્વેતાંબરેનું આવિષય પહેલાં હતું અને હજી પણ છે એવાં તીથી સુધ્ધાંમાં તે, જાણે ધની ભારે પ્રભાવના કરતા હોય તેમ, દખલગીરી કરવા જાય છે અને પરિણામે ઝઘડા થાય છે. કચારેક એક તે કયારેક બીજો પક્ષ જીતે છે. જીતના આધાર પૈસા અને લડનારાઓની કુશળતા ઉપર જ છે, સત્ય ઉપર નથી. વળી એક જ મુદ્દા પરત્વે એક પક્ષ આજે તેા બીને પક્ષ કાલે જીત મેળવે છે, અને પેાતાની છતમાં થાય તે કરતાં સામાની હારમાં તેમને વધારે ખુશાલી ઊપજે છે. ખન્ને સંપ્રદાયના અનુયાયીઓના મનમાં એવા સસ્કારા પડ્યા છે અને પોષાય છે કે જ્યારે કાઈ પણ એક તીર્થંની તકરારના ફેંસલા પેાતાની વિરુદ્ધ થયા છે એમ સાંભ-’ ળતાવેંત જ પોતાની અંગત મિલકત જવાના દુ:ખ કરતાં પણ વધારે Page #444 -------------------------------------------------------------------------- ________________ સાધુસ’સ્થા અને તી સંસ્થા તથા તેના ઉપયોગ [ ૪૯ દુઃખ અને આધાત લેાકેા અનુભવે છે, અને એ દુઃખ અને આધાતમાંથી પાછા ફરી લડવા લેાકા લલચાય છે, નાણાં ભરે છે અને બુદ્ધિ ખર્ચે છે. આ રીતે એકબીજાની વારાફરતી હારજીતનાં ચક્ર સતત ચાલ્યા કરે છે અને એમાં બુદ્ધિ, ધન અને સમય ત્રણે નિરર્થક ળાઈ જાય છે. એ દળણુ —આટાને ફાયદો એમાંથી એકેને ભાગે નથી આવતા. એને પૂરો ફાયદો એ ચક્કી ચલાવનાર આજનું રાજતંત્ર ઉડાવે છે. શકે અને ાના પછી મુસલમાને આવ્યા. તેમણે જૈન મૂર્તિ અને દિશ ઉપર હથોડા ચલાવ્યા. એમાંથી બચવા આપણે ક્રમાને પણુ મેળવ્યાં અને કાંઈક કાંઈક પરાક્રમો પણ કર્યાં. આજે આપણે માનીએ છીએ કે આપણાં તીર્થો અને મદિરા સુરક્ષિત છે. સાચે જ ઉપર ઉપરથી જોનારને એમ લાગે પણ ખરું, કારણ કે અત્યારે કાઈ આપણાં મંદિર કે મૂર્તિએ સામે આંગળી ઉઠાવતાં પણ વિચાર કરે છે. તેમ છતાં જરાક ઊંડા ઊતરીને જોઈએ તેા આપણને લાગશે કે આપણાં તીથો આજે જેવા ભયમાં છે તેવા ભયમાં પહેલાં કદી નહાતાં. કાઈ ગિઝની, કાઈ અલાઉદ્દીન કે કાંઈ ઔરંગઝેબ આવતા તો તે કાંઈ ચારે ખૂણે કરી નહાતા વળતા અને જ્યાં પહેાંચતા ત્યાં પણ કાંઈ ત્રણસો સાઠ દિવસ કુહાડાએ નહાતા ચલાવતા. વળી જે કુહાડા અને હથોડાએ ચાલતા તેનું દેખીતું પરિણામ એવું આવતું કે આપણે પાન એ મૂર્તિ અને મદિરાને જલદી સમરાવી લેતા અને ક્રી એવા આધાતાથી બચવા કળ અને ખળ વાપરતા; જ્યારે આ રાજતંત્ર આવ્યા પછી અને આપણી ધાર્મિક સ્વતંત્રતા સચવાવાનાં વચનેની વારવાર રાજ્યકર્તાઓ તરફથી ાણા થયા પછી, આપણે એમ માનતા થઈ ગયા છીએ કે હવે તે! કાઈ મૂર્તિ કે મદિર તરફ હાથ ઉગામતું નથી. એક રીતે એ શાંતિ રાજ્યકર્તાએ અપી એ ખલ ઘેાડા તેમના આભાર માનીએ, પણ ખીજી રીતે એમણે રાજ્યતંત્રની ગોઠવણ જ એવી કરી છે કે તમે પોતાની મેળે જ પોતાનાં મૂતિ અને દિશ પર હથેાડાઓ ઠોકા, કુહાડા મારા અને માથાં પણ ફાડા. બહારા કાઇ તીર્થંભ જક ન આવે એવી વ્યવસ્થા તે સરકાર તમારી ધાર્મિક સ્વતંત્રતા સાંચવવા ખાતર કરે જ છે, પણ તમે પોતે જ પોતાના તીભજક થા અને ધરબારથી પણ બરબાદ થાઓ ત્યારે તમારી વચ્ચે પડી તમારી થતી અરબદી અટકાવવામાં સરકાર ધાર્મિક સ્વતત્રતામાં દૃખલગીરી માને છે. એણે એવું તંત્ર ઊભુ` કર્યું. છે કે તમે પાતે જ રાત અને દિવસ એકખીજાનાં મૂતિ અને મદિરા તાક્યા કરે અને કથા કરી કે આ રાજ્યતંત્રમાં Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ ] દર્શન અને ચિંતન અમારી ધાર્મિક સ્વતંત્રતા સલામત છે ! સીધી રીતે કાઈ અમલદાર કે કાયદો તમને નથી કહેતા કે તમે તમારાં જ મદિરા ઉપર હથોડા મારા, પણ એ ધાર્મિક સ્વતંત્રતાનાં રાજકીય વચનેાની મેહની જ એવી છે કે તમે હંમેશાં એકબીજાનાં મૂર્તિ અને મદિરા તાક્યા કરે અને અંદરોઅંદર લડ્યા કરો. કયારેક જીતથી હરખાઈ અને કયારેક હારથી નાખુશ થઈ હમેશાં તમે લડવાને તૈયાર રહે એ આજની રાજનીતિ છે. આ રાજનીતિને ન સમજવાથી જ આપણે પ્રીવીકાઉન્સિલ સુધી દોડીએ છીએ અને જાણે કેળવાયેલા ગણાતા સાંપ્રદાયિક વકીલાને એ સિવાય બીજું કામ જ ન હોય અથવા એ સિવાય એકે કાય માં તેમને આસ્તિકતાની છાપ જ ન મળવાની હાય, તેમ તે આ દેશમાં અને વિલાયતમાં તીર્થોની લડાઈમાં પોતાની બધી જ શક્તિ ખેંચી રહ્યા છે. આપણા દેશમાં સૌથી મોટા સત્યના ઉપાસક પેદા થયા છે એમ તે વકીલા અને આગેવાન પૈસાદારા માટે છે, છતાં તકરારને ચુકાદો એમને મન એમને હાથે કરતાં બીજા કાઈ ને હાથે વધારે સારા થવાનો સંભવ દેખાય છે. આપણી અપાર મૂર્ખતાએ હજી આજના રાજતંત્રનું સ્વરૂપ સામે આવવા નથી દીધું. પણ છેલ્લાં ત્રીસ વર્ષના તીર્થીની હારજીતનેા ઇતિહાસ જો આપણે વાંચીએ અને અત્યારે કયાં કયાં અને કેવી કેવી રીતે આવા ઝઘડા ચાલે છે, તે કાણુ ચલાવે છે, કેમ પાષાય છે અને એના મૂળ વાંધા શા છે એ જો જાણીએ તે આપણને આપણી મૂર્ખતાના ભાન ઉપરાંત એ મૂર્ખતાનું પોષણ કરનાર, અને છતાં ધાર્મિક સ્વતંત્રતાનેા પટ્ટો આપનાર, રાજતંત્રની નીતિનું ભાન પણ થાય. પરંતુ આપણામાંના કાઈ આ દૃષ્ટિએ આ વસ્તુ વિચારતા જ નથી. ખરી વાત તે એ છે કે ઝનૂની મુસલમાનેાના રાજ્યકાળ દરમ્યાન તેમને હાથે થયેલા નુકસાન કરતાં આ રાજ્યકાળ દરમ્યાન આપણે આપણા હાથે જ તીરક્ષા નિમિત્તે તીના અને તેના ઉદ્દેશો વધારે ધ્વંસ કર્યો છે, અને હજી આ રાજતંત્રને ધાર્મિક સલામતીવાળું માની વધારે અને વધારે એ નાશ કયે જ જઈએ છીએ. આ બધા ઉપરથી જે ફલિત થાય છે તે એ છે કે અત્યારે જ આપણાં તીર્થો વધારે જોખમમાં છે. આ તે ખરખાદીની વાત થઈ, પણ આ તીર્થ સંસ્થા મારફત આપણે કેટલું વધારે ઉપયોગી કામ કરી શકીએ તેમ છે એ પણ જાણવું જોઈ એ. ભક્તિ અને આર્થિક ઉદારતા ઉપર જતી સંસ્થા નભે છે. સમાજને વિદ્યા, હુન્નર, ઉદ્યોગ અને બીજા તેવાં જ્ઞાતાની અનિવાર્ય જરૂર છે. કાઈ પણ જમાનામાં જૈન તીર્થે નાલંદાના કે વિક્રમશીલાના વિદ્યાલયની સુગંધ નથી. Page #446 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપયોગ [૪૧ અનુભવી. અત્યારે તે બીજે કઈ પણ સ્થળે નભી શકે તે કરતાં વધારે સહેલાઈથી કેટલાંક તીર્થસ્થાનમાં વિદ્યાલયે સારી રીતે નભી શકે. કેટલાંય આબુ જેવાં પ્રકૃતિરમણીય જૈન તીર્થો છે કે જ્યાં અંગ્રેજો અને બીજા લેકે વિદ્યા મેળવવા સાથે ત્યાંના સુંદર વાતાવરણને ફાયદો ઉઠાવી રહ્યા છે ત્યારે જૈનોને એ વાત સુઝતી જ નથી. તેઓ ત્યાં જાય છે ત્યારે ખુશ થાય છે, જગ્યાની, એકાંતની, હવાપાણીની વાહવાહ કરે છે, બીજાનાં વિદ્યાધામે જોઈ રાજી થાય છે, પણ પિતાને માટે કાંઈ કરવાનું એમને સૂઝતું જ નથી. જૈને કાશીમાં યાત્રાર્થે જાય છે, પણ કેઈને ત્યાંની વિદ્યાગોછીની ખબર નથી, વિદ્વાનોની જાણ નથી, એ જાણવાની તેમને ઈચ્છા જ થતી નથી. ત્યાંનાં વિદ્યાધામ કેવાં અને કેટલાં છે એ જાણવાનું એમને મન જ નથી, કારણ કે એમણે પિતાનાં કોઈ પણ તીર્થસ્થાનમાં વિદ્યા અને વિદ્વાનો હોવાની સુગંધ લીધી જ નથી. એમને કલ્પના એક જ છે અને તે એ કે તીર્થસ્થાનોમાં મંદિરે અને મૂર્તિઓ સિવાય બીજું શું હોય ? બીજું હોવાની શી જરૂર છે? પરંતુ સમાજની વિદ્યાની જરૂરિયાત આ તીર્થસંસ્થારક્ષક ભક્તિ અને ઉદારતા જેવાં બળો દ્વારા સધાવી જ જોઈએ. જે વિશિષ્ટ વિશિષ્ટ તીર્થોમાં ખાસ વિદ્યાલયે ચાલતાં હોય, તેમાં બન્ને સંપ્રદાયના હજારે બાળકે ભણતા હય, વિદ્યા અને દેશની સ્વતંત્રતાનો બ્રહ્મ-આદર્શ તેમની સામે હોય તે સમાજને આ તકરાર પાછળ બળ ખર્ચવાની બહુ જ થેડી ફુરસદ રહે. જ્યાં સુધી સુંદર અને ઉપયોગી આદર્શ સામે નથી હતો ત્યાં સુધી માણસ પિતાનું બળ આડે રસ્તે વેડફે છે. આજનો દેશધર્મ આપણને બે વાત શીખવે છે એક તે આ રાજતંત્રને માયાવી રૂપના ભોગ બની પોતાને જ હાથે પોતાનાં મૂર્તિ અને મંદિરને નાશ ન કરો, અને બીજી વાત એ છે કે તમારામાં ભક્તિ અને ઉદારતા હોય તે તીર્થોને સાચવી તે મારફત તમે વિદ્યા અને કળાથી સમૃદ્ધ બનો, વધારે શીખે. તીર્થની લડાઈમાં જીતનાર પક્ષ માની લે છે કે અમે તીર્થ સાચવ્યું, ધર્મ બજાવ્યો. બીજી વાર બીજો પક્ષ તેમ માને છે. પણ બન્ને પક્ષ એ. ભૂલી જાય છે કે તેઓ શરીરનાં હાથપગ જેવાં અંગેને જ સાચવવા પ્રાણ પાથરે છે અને તેમાંથી ઊડી જતા આત્માને બચાવવા કઈ જરા પણ જહેમત નથી ઉઠાવતું. એટલું જ નહિ, પણ તેમનો આ હાથપગને. બચાવવાનો પ્રયત્ન જ ઊલટે શરીરમાંથી આત્માને ઉડાડી રહ્યો છે. જૈન તીર્થને આત્મા અહિંસા અને શાંતિ છે. લડાઈ મારફત આપણે એક પક્ષે. જીત મેળવી એટલે તેણે હાથ બચાવ્યો, બીજાએ જીત મેળવી એટલે તેણે Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨] દર્શન અને ચિંતન પગ બચાવ્યો, પણ બંનેએ હાથપગ બચાવવા જતાં તીર્થમાંથી આત્મા ઉડાડી દીધે; કારણ કે, હમણાં હમણાંની તીર્થની તાજી લડાઈઓ તમને કહે છે કે તે નિમિત્તે મનુષ્યહત્યા સુધ્ધાં કરી ચૂક્યા છે અથવા તે હત્યા થવામાં નિમિત્ત થયા છે. જે આ આત્મા જ ન હોય અને છિન્નભિન્ન અંગવાળું માત્ર ફ્લેવર જ હોય તો હવે એ માટે શું કરવું અને શું ન કરવું એ કહેવાની જુદી જરૂર રહેતી નથી. સાધુસંસ્થા જાણીને જ સાધુસંસ્થાની ચર્ચા પાછળથી કરું છું. આજની સાધુસંસ્થા ભગવાન મહાવીરને તે આભારી છે, પણ એ સંસ્થા તો એથીયે જૂની છે. ભગવતી જેવા આગમોમાં અને બીજા જૂના ગ્રંથોમાં પાર્થાપત્ય એટલે પાર્શ્વનાથ ના શિષ્યોની વાત આવે છે. તેમાંના કેટલાક ભગવાન મહાવીર પાસે જતાં ખચકાય છે, કેટલાક તેમને ધર્મવિધી સમજી પજવે છે, કેટલાક ભગવાનને હરાવવા કે તેમની પરીક્ષા કરવા ખાતર તરેહતરેહના પ્રશ્નો કરે છે, પણ છેવટે એ પાર્થાપત્યની પરંપરા ભગવાન મહાવીરની શિષ્ય પરંપરામાં કાં તો સમાઈ જાય છે અને કાં તો તેમાં કેટલાક સડેલે ભાગ આપોઆપ ખરી જાય છે. અને એકંદર પાછો ભગવાનને સાધુસંધ નવે રૂપે જ ઊભો થાય છે, તે એક સંસ્થાના રૂપમાં ગોઠવાઈ જાય છે. તેના રહેણીકરણીના અરસપરસના વહેવારના અને કર્તવ્યના નિયમે ઘડાય છે. એ નિયમના પાલન માટે અને એમાં કઈ ભંગ કરે તો એને શાસન કરવા માટે સુવ્યવસ્થિત રાજતંત્રની પેઠે એ સાધુસંસ્થાના તંત્રમાં પણ નિયમ ઘડાય છે; નાનામોટા અધિકારીઓ નિમાય છે. એ બધાનાં કામોની મર્યાદા અંકાય છે. સંસ્થવિર, ગચ્છસ્થવિર, આચાર્ય, ઉપાચાર્ય, પ્રવર્તક, ગણું વગેરેની મર્યાદાઓ, અરસપરસના વ્યવહાર, કામના વિભાગ, એકબીજાની તકરારના ફેંસલાઓ, એકબીજા ગચ્છની અંદર કે એકબીજા ગુરની પાસે જવા-આવવાના, શીખવાના, આહાર વગેરેના નિયમેનું જે વર્ણન છેદસત્રોમાં મળે છે, તે જોઈ સાધુ સંસ્થાના બંધારણ પરત્વેના આચાર્યોના ડહાપણ વિશે માને ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એટલું જ નહિ, પણ આજ કઈ પણ મહતી સંસ્થાને પિતાનું બંધારણ બાંધવા અથવા વિશાળ કરવા માટે એ સાધુસંસ્થાના બંધારણનો અભ્યાસ બહુ જ મદદગાર થઈ પડે તેમ મને સ્પષ્ટ લાગ્યું છે. " આ દેશના ચારે ખૂણામાં સાધુસંસ્થા ફેલાઈ ગઈ હતી. ભગવાનના અસ્તિત્વ દરમ્યાન ચૌદ હજાર ભિક્ષુ અને છત્રીસ હજાર ભિક્ષુણીઓ હોવાનું Page #448 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસ્થા તથા તેને ઉપયોગ [૪૧૩ કથન છે. તેમના નિર્વાણ પછી એ સાધુસંસ્થામાં કેટલે ઉમેરે છે કે કેટલે ઘટાડે થયો તેની ચોક્કસ વિગત આપણી પાસે નથી, છતાં એમ લાગે છે કે ભગવાન પછીની અમુક સદીઓ સુધી તે એ સંસ્થામાં ધટાડે નહોતો જ છે, કદાચ વધારે થયો હશે. સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન કાંઈ ભગવાન મહાવીરે જ પહેલાં નથી આપ્યું. તેમના પહેલાંય ભિક્ષણીઓ જૈન સાધુસંધમાં હતી અને બીજા પરિવ્રાજક પંથોમાં પણ હતી, છતાં એટલું તે ખરું જ કે ભગવાન મહાવીરે પિતાના સાધુસંધમાં સ્ત્રીઓને ખૂબ અવકાશ આપે અને એની વ્યવસ્થા વધારે મજબૂત કરી. એનું પરિણામ બૌદ્ધ સાધુસંધ ઉપર પણ થયું. બુદ્ધ ભગવાન સાધુસંધમાં સ્ત્રીઓને સ્થાન આપવા ઇચ્છતા ન હતા, પણ તેમને છેવટે સાધુસંસ્થામાં એમણે સ્થાન આપવું પડ્યું. આ તેમના પરિવર્તનમાં જૈન સાધુસંસ્થાની કાંઈક અસર અવશ્ય છે એમ વિચાર કરતાં લાગે છે. - સાધુસંસ્થા મૂળમાં હતી તે એક, પણ પછી અનેક કારણે તે વહેંચાતી. ગઈ. શરૂઆતમાં દિગંબર અને શ્વેતાંબર એવા બે મુખ્ય ભેદ પડ્યા. પછી દરેક ભેદની અંદર બીજા અનેક નાનામોટા ફાંટા પડતા જ ચાલ્યા. જેમ જેમ જૈન સમાજ વધતો ગયે, ચોમેર દેશમાં તેનો વિસ્તાર થતો ગયો અને નવનવી જાતે તથા લેકે તેમાં દાખલ થતા ગયા, તેમ તેમ સાધુસંસ્થા પણું વિસ્તરતી ગઈ અને ચોમેર ફેલાતી ગઈ. એ સંસ્થામાં જેમ અસાધારણ ત્યાગી અને અભ્યાસી થયા છે, તેમ હંમેશાં ઓછેવત્તે શિથિલાચારીને વર્ગ પણ થતો આવ્યો છે. પાસત્યા, કુસીલ, જહાછંદ વગેરેનાં જે અતિ જૂનાં વર્ણનો છે તે સાધુસંસ્થામાં શિથિલાચારી વર્ગ હોવાનો પુરાવો છે. ક્યારેક એક રૂપમાં તે ક્યારેક બીજા રૂપમાં, પણ હંમેશાં આચારવિચારમાં મેળો અને ધ્યેયશન્ય શિથિલ વર્ગ પણ સાધુસંસ્થામાં થતા જ આવ્યો છે. જ્યારે જ્યારે શિથિલતા વધી ત્યારે ત્યારે વળી કઈ તેજસ્વી આત્માએ પિતાના જીવન દ્વારા એમાં સુધારે પણ કર્યો છે. ચૈત્યવાસીઓ થયા અને તેમનું સ્થાન ગયું પણ ખરું. વળી જતીઓ જેરમાં આવ્યા અને આજે તેઓ નામશેષ જેવા છે. જે એકવારના સુધારકે અને જ્ઞાન, ત્યાગ તેમ જ કર્તવ્ય દ્વારા સાધુસંસ્થાને જીવિત રાખનારા હતા તેમના જ વંશજો બેચાર પેઢીમાં પાછા ખલનાઓ કરનારા થાય અને વળી કઈ એ સ્કૂલનાઓ સામે માથું ઊંચકનાર આવી ઊભે રહે. આ બગાડા સુધારાનું ધ્રુવચક્ર જેમ બીજી સંસ્થાઓમાં તેમ સાધુસંસ્થામાં પણ પહેલેથી આજ સુધી ચાલ્યું આવ્યું છે. એને જુદે ઈતિહાસ તારવો હેય તે તે જૈન સાહિત્યમાંથી પ્રમાણપૂર્વક તારવી શકાય તેમ છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪] દર્શન અને ચિંતન - સાધુ એટલે સાધક. સાધક એટલે અમુક ધ્યેયની સિદ્ધિ માટે સાધના કરનાર, તે ધ્યેયને ઉમેદવાર. જૈન સાધુઓનું ધ્યેય મુખ્યપણે તે જીવનશુદ્ધિ જ નક્કી કરવામાં આવેલું છે. જીવનને શુદ્ધ કરવું એટલે તેનાં બંધને, તેનાં મળે, તેના વિક્ષેપો અને તેની સંકુચિતતાઓ ટાળવી. ભગવાને પિતાના જીવન મારફત સમજદારને એવો પદાર્થપાઠ શીખવ્યું છે કે જ્યાં સુધી પિોતે પિતાનું જીવન અંતર્મુખ થઈ તપાસી ન લે, શોધી ન લે, પોતે વિચાર અને વર્તનમાં સ્થિર ન થાય, પોતે પિતાના ધ્યેય પર સ્પષ્ટ ભાન ન કરે ત્યાં સુધી તે બીજાને શી રીતે દોરી શકે? ખાસ કરી આધ્યાત્મિક જીવન જેવી મહત્વની બાબતમાં જે કંઈની દોરવણી કરવાની હોય તે પહેલાં, એટલે કે બીજાના ઉપદેશક અથવા ગુરુ થયા પહેલાં, પોતાની જાતને એ બાબતમાં ખૂબ તૈયાર કરી લેવી જોઈએ. એ તૈયારીને સમય એ જ સાધનાને સમય. આવી સાધના માટે એકાંત જગ્યા, સ્નેહીઓ અને બીજા લોકોથી અલગપણું, કોઈ પણ સામાજિક કે બીજી ખટપટમાં માથું ન મારવાપણું, અમુક પ્રકારના ખાનપાનના અને રહેણીકરણીના નિયમ–એ બધું જાયેલું હતું. જેમ કેઈ ખરા વિદ્યાર્થીને પોતાના ઊંડા અભ્યાસની સિદ્ધિ માટે ખાસ સ્થાનની, એકાંતની, કુટુંબ અને સગાંસંબંધીઓના ત્યાગની અને બીજી કેટલીક સગવડોની જરૂર રહે છે, તેમ આધ્યાત્મિક જીવનની સાધનાના વિદ્યાથી જૈન સાધુને માટે પણ છે. પરંતુ જેમ આજે ઉંમર થયા પહેલાં અને બાપ કે મા બનવાની જવાબદારી સમજ્યા પહેલાં છોકરાઓ અને કન્યાએ બાપ કે મા બની જાય છે, તેમ સાધુસંસ્થામાં પણ બનવા લાગ્યું. પિતાના જીવનની ઊડી વિચારણા કર્યા વિના કે પાકી સ્થિરતા આપ્યા વિના જ મોટે ભાગે સાધુવર્ગ ઉપદેશકના કામમાં પડી ગયો. એનું પરિણામ સમાજની દષ્ટિએ ગમે તે આવ્યું હોય, પણ એકંદર રીતે એથી સાધુસંસ્થાને તે નુકસાન જ થયું છે. જે સગવડે અને જે નિવૃત્તિનાં વિધાન છવનની સાધના માટે કરવામાં આવ્યાં હતાં એ સાધના ઊડી જતાં કે ખસી જતાં - અથવા તે અકાળે ગુરુપદ લેવામાં આવતાં એ સગવડ અને એ નિવૃત્તિનાં સાધને તે જેમ ને તેમ સાધુસંસ્થા માટે ઊભાં રહ્યાં; ઊલટું ઘણીવાર તે એ સગવડે અને એ નિવૃત્તિનાં વિધારેમાં વધારે પણ થયું, અને બીજી બાજુથી મૂળ લક્ષ જે જીવનની સાધના તે કાં તે તદન બાજુએ જ રહી ગયું અથવા તે તદ્દન ગૌણ થઈ ગયું. એ જ સબબ છે કે આપણે જેન જેવા ત્યાગપ્રધાન સાધુસંધના ઈતિહાસમાં ગૃહસ્થ કે રાજાઓને શોભે તેવાં સાધને, સગવડ અને ભપકાઓ સાધુઓની આસપાસ વીંટળાયેલા જોઈએ છીએ. Page #450 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસ્થા તથા તેને ઉપગ [૪૧૫ મૂળમાં તે રાજાઓને પ્રજાને એટલા માટે સોંપાયેલ કે તેઓ પિતાના ક્ષત્રિયોચિત પરાક્રમથી બીજા બધા કરતાં તેને વધારે સારી રીતે સાચવે. લશ્કર એટલા માટે સોંપાયેલું કે તેઓ તેને પિતાના તેજથી કાબૂમાં રાખે અને જરૂર પડે ત્યારે એ ખજાના અને લશ્કરને ઉપયોગ માત્ર પ્રજાકલ્યાણમાં કરે. જે રાજા શાંતિના વખતમાં વધારે સુરક્ષિત અને બળસંપન્ન રહે તે આફત વખતે વધારે કામ આપે, એટલા માટે ટાઢતડકાથી બચાવવા છત્ર ચામરની વેજના થયેલી. પણ જ્યારે વારસામાં વગર મહેનતે રાજ્ય મળવા લાગ્યાં અને કઈ પૂછનાર ન રહ્યું ત્યારે એ રાજાઓ લશ્કર, ખજાનો, છત્રચામર વગેરેને પિતાનું જ માનવા લાગ્યા અને પિતાના અંગત સાધન તરીકે એને ઉપયોગ કરવા મંડ્યા. એટલું જ નહિ, પણ પિતાની આડે કેઈ આવે તે એ સાધનને ઉપગ તેઓ પ્રજા સામે પણ કરવા લાગ્યા. પિતાનું પ્રજાપાલનનું ધ્યેય તે બાજુએ રહી ગયું, અને તેના પાલન માટે સોંપવામાં આવેલ સગવડોના ભેગમાં જ તેઓ પડી ગયા. જે વસ્તુ રાજાઓ માટે સાચી છે, મનુષ્યસ્વભાવના ઈતિહાસ પ્રમાણે, એ જ વસ્તુ સાધુસંસ્થા માટે પણ સાચી જ છે. જીવનની સાધનાનું ધ્યેય સરી પડતાં તે માટે યોજાયેલી સગવડ અને ઘડેલાં વિધાન જ તેમના હાથમાં રહ્યાં, અને એ સગવડોના ભેગમાં અને એ વિધાનના આચરણમાં જ તેમને સાધુપણું સમજાયું. બીજાઓ પણ તેમ સમજવા લાગ્યા અને સાધુઓ પણ લેકેને એમ જ જાણે અજાણે સમજાવતા ગયા. પરંતુ એ ઉપરથી કેઈએમ ન ધારે કે સાધુસંસ્થા આખી જ સગવડભોગી અને તદ્દન જડ બની ગઈ હતી. એ સંસ્થામાં એવા અસાધારણ પુરુષો પણ પાડ્યા છે કે જેમની અંતર્દષ્ટિ અને સૂક્ષ્મ વિચારણા કાયમ હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમની બહિર્દષ્ટિ તો હતી છતાં અંતર્દષ્ટિ પણ ચુકાઈ ન હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમનામાં અંતર્દષ્ટિ નહિવત્ અથવા તદ્દન ગૌણ થઈ હતી અને બહિર્દષ્ટિ જ મુખ્ય થઈ ગઈ હતી. ગમે તેમ છે, છતાં એક બાજુ સમાજ અને કુળધર્મ તરીકે જૈનપણને વિસ્તાર થતે ગયે અને એ સમાજમાંથી જ સાધુઓ થઈ સંસ્થામાં દાખલ થતા ગયા, અને બીજી બાજુ સાધુઓનું વસતિસ્થાન પણ ધીરે ધીરે બદલાતું ચાલ્યું. જંગલ, ટેકરીઓ અને શહેરની બહારના ભાગમાંથી સાધુગણુ લેકવસતિમાં આવતે ગયે. સાધુસંસ્થાએ જનસમુદાયમાં સ્થાન લઈ અનિચ્છાએ લોકસંસર્ગજનિત કેટલાક દેશે સ્વીકાર્યા હોય, તે તેની સાથે જ તે સંસ્થાએ લેકમાં કેટલાક પિતાના ખાસ ગુણે પણ દાખલા Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ] દર્શન અને ચિંતન કર્યા છે, અને તેમ કરવાનું ભગીરથ પ્રયત્ન કર્યો છે. જે કેટલાક ત્યાગીઓ માત્ર અંતર્દષ્ટિવાળા હતા અને જેમણે પોતાના જીવનમાં આધ્યાત્મિક શાંતિ સાધી હતી એવાઓના શુભ અને શુદ્ધ કૃત્યની નોંધ તે એમની સાથે જ ગઈ, કારણ કે એમને પોતાના જીવનની યાદી બીજાઓને સોંપવાની કશી પડી જ ન હતી; પણ જેઓએ અંતર્દષ્ટિ હોવા છતાં કે ન હોવા છતાં અગર ઓછીવતી હોવા છતાં લેકકાર્યમાં પિતાના પ્રયત્નને ફાળે આપેલ હિતે તેની નોંધ તે આપણી સામે વજીલિપિમાં લખાયેલી છે. એકવારના માંસભોળ અને મદ્યપાથી જનસમાજમાં જે માંસ અને મઘ તરફની અરુચિ અથવા તેના સેવનમાં અધર્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેનું શ્રેય કાંઈ સાધુસંસ્થાને ભાગે ઓછું નથી. લોકમાન્ય તિલકે કહેલું કે “ગૂજરાતની જનપ્રકૃતિની અહિંસા એ જૈન ધર્મને આભારી છે, અને આપણે જાણવું જોઈએ કે જૈન ધર્મ એ સાધુસંસ્થાને આભારી છે. સાધુસંસ્થાનું રાતદિવસ એક કામ તે ચાલ્યા જ કરતું કે તેઓ જ્યાં જાય ત્યાં સાત વ્યસનના ત્યાગને શબ્દથી અને જીવનથી પદાર્થપાઠ શીખવે. માંસનો તિરસ્કાર, દારૂની ઘણા અને વ્યભિચારની અપ્રતિષ્ઠા તેમ જ બ્રહ્મચર્યનું બહુમાન–આટલું વાતાવરણ લેકમાનસમાં ઉતારવામાં જૈન સાધુસંસ્થાને અસાધારણ ફાળો છે એની કોઈ ના પાડી શકે નહિ. જૈન પરંપરાઓ અને બૌદ્ધ પરંપરાએ પેદા કરેલ અહિંસાનું વાતાવરણ મહાત્માજીને પ્રાપ્ત થયું ન હતા તે તેમને અહિંસાનો આ પ્રયુગ શરૂ થાત કે નહિ, અને શરૂ થાત તે કેટલી હદ સુધી સફળ નીવડત એ એક વિચારણીય પ્રશ્ન છે. સાત વ્યસન છોડાવવાનું કામ અવિછિન્નપણે સાધુસંસ્થા ચલાવ્યે જતી. એની અસર ઝનૂની અને હિંસાપ્રકૃતિના આગંતુક મુસલમાનો પર પણ થયેલી છે, અને તે એટલી હદ સુધી કે ઘણું અહિંસાનાં કાર્યોમાં હિંદુ અને જૈને સાથે મુસલમાનો પણ ઊભા રહે છે. કેટલાંક મુસલમાની રાયે અત્યારે પણ એવાં છે કે જ્યાં દયાની –ભૂતદયાની–લાગણી બહુ જ સુંદર છે. એટલે અત્યારની વર્તમાન સાધુસંસ્થાને તેમના પૂર્વજોએ બહુ જ કીમતી ઉપજાઉ ભૂમિ સોંપી છે, અને શક્તિ હોય તે જેમાંથી ભારે પરિણામ નિપજાવી શકાય એવો મહત્વને અલભ્ય વારસ પણ આજ સુધી જેમ મળેલ વારસા ઉપર નભતું અને સંતોષ માની. લેવાતે તેમ હવે રહ્યું નથી. દેશવ્યાપી આંદોલન અને દેશવ્યાપી ફેરફારે શરૂ થાય, બંધિયાર મકાને બદલે નદીના અને સમુદ્રના તટે જ સભાનું સ્થાન લે Page #452 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપગ [ ૪૧૭ એટલું લેકમાનસ વિશાળ બને, ત્યારે એ વારસાને વિકસાવ્યા સિવાય અથવા એને નવી રીતે ઉપયોગ કર્યા સિવાય રહી શકાય જ નહિ. આજે સાધુસંસ્થા બાંધેલાં મકાનમાં છે. તેમની પાસે જનાર કુળધર્મી જેને જ હોય છે, જેમને જન્મથી જ માંસ, દારૂ તરફ તિરસ્કાર હોય છે. જે લેકે માંસ ખાય છે અને દારૂ છેડી શકતા નથી, તેવાઓ તે સાધુ પાસે આવતા નથી. દેશમાં પશુરક્ષાની આર્થિક દૃષ્ટિએ પણ માંસનો ત્યાગ કરાવવાની અને કતલ થયેલ. હેરનાં ચામડાં કે હાડકાંની ચીજોના વાપરને ત્યાગ કરાવવાની ભારે જરૂર, ઊભી થઈ છે. આર્થિક અને નૈતિક બન્ને દષ્ટિએ દારૂના ત્યાગની જરૂર છે માંસના ત્યાગની પહેલાં પણ આવીને ઊભી થઈ છે. દેશની મહાસભા જેવી સંસ્થાઓ જેમ બીજા સંપ્રદાયના તેમ જૈન સંપ્રદાયના ધર્મગુરુઓને પણ આર્જન કરે છે અને કહે છે કે “તમે તમારું કામ સંભાળો. દારત્યાગ કરાવવા જેવી બાબતમાં તો અમારે વિચાર કરવાપણું હોય જ નહિ, એ તો તમારે. જીવનવ્યવસાય હતા અને તમારા પૂર્વજોએ એ વિશે ઘણું કર્યું હતું. તમે સંખ્યામાં ઘણું છે. વખત, લાગવગ અને ભાવના ઉપરાંત તમારું ત્યાગી જીવન એ કામ માટે પૂરતાં સાધનો છે, એટલે તમે બીજું વધારે નહિ તે ફક્ત દારૂ નિષેધનું કામ તે સંભાળી લે.” આ મહાસભાની (આજ્ઞા કહે કે,. આમંત્રણ કહો) ઘેષણ છે. આ ઘોષણાનો ઉત્તર જૈન સાધુસંસ્થા શે આપે છે એના ઉપર જ એના તેજનો અને એના જીવનનો આધાર છે. ઘણું જૈન ભાઈબહેનો અને ઘણીવાર સાધુઓ પણ એમ કહે છે કે “આજનું રાજ્ય જૈન ધર્મની સલામતી માટે રામરાજ્ય છે. બીજા પરદેશી આવનારાઓએ અને મુસલમાનોએ જૈન ધર્મને આઘાત પહોંચાડ્યો છે, પણ આ અંગ્રેજી રાજ્યથી તે જૈન ધર્મને આઘાત પહોંચ્યો નથી; ઊલટું તેને રક્ષણ મળ્યું છે. લોકેની આ માન્યતા કેટલી ખરી છે એ જરા જોઈએ. જૈન સાધુઓની ખરી મિલકત, ખરી સંપત્તિ અને ખરે વારસ તે એમના પૂર્વજોએ ભારે જહેમતથી તૈયાર કરેલું દારૂત્યાગનું વાતાવરણ એ જ હતું, અને એ જ હોઈ શકે. અત્યારે માંસ અને અફીણ જેવી બીજી ત્યાજ્ય વસ્તુઓની બાબત ન લઈ ભાત્ર દારૂની જ બાબતમાં જોઈએ કે એના ત્યાગના હજારો વર્ષના વારસા ઉપર, આ રાજ્ય આવ્યા પછી શી અસર થઈ છે. જે વિચાર કરતાં અને પુરાવાઓથી જૈન સાધુઓને એમ લાગે કે તેમને જનતાગતા દારૂત્યાગને વારસો આ રાજ્ય આવ્યા પછી નષ્ટ અને નાબૂદ થવા લાગે છે, તે પછી એમણે વિચારવું જોઈશે કે આપણે જે જૈન ધર્મની સલામતી આ રાજ્યમાં માની રહ્યા છીએ તે સલામતી કયા અર્થમાં છે? મંદિર અને ૨૭. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ]. દર્શન અને ચિંતન મૂર્તિઓ ઉપર કુહાડાઓ ન પડે, ભંડારે ન લૂંટાય, પણ જે હજારો વર્ષથી જનતામાં પેદા કરેલું નૈતિક ધન જ ( જેને માટે જ મંદિરે, મૂર્તિઓ અને ભંડારે હતા) નાશ પામે, તે આપણે શી રીતે કહી શકીએ કે આપણો ધમ–આપણે ધાર્મિક વારસો–સલામત છે? કઈ દુષ્ટ પુરુષ કે બાઈનાં ઘરેણાં, કીંમતી કપડાં અને તેનાં કોમળ અંગોને જરા પણ નુકસાન પહચાડ્યા સિવાય જે તેની પવિત્રતાનો નાશ કરે છે તે માણસના હાથમાં તે બાઈ સલામત રહી ગણાય કે જોખમાઈ ગણાય ? બીજી રીતે પણ આ વસ્તુ આપણે સ્પષ્ટ સમજીએ. ધારે કે કોઈ પરાક્રમી અને ધૂર્ત માણસ તમને તમારું ધન લુંટી લેતી વખતે એટલું પૂછે કે કાં તો તમે તમારા નૈતિક ગુણમાં બરબાદ થાઓ, એટલે મારી ઈચ્છા પ્રમાણે વર્તી તમે તમારું નૈતિક જીવન ભ્રષ્ટ કરે, અને કાં તો મંદિર, મૂર્તિ અને પ્રજાને મને સોંપી દો અને નૈતિક જીવન તમારી ઈચ્છા પ્રમાણે ગાળો. જે આ બેમાંથી એક જ માગણી પસંદ કરવા જેવી છેક જ લાચાર સ્થિતિ હોય તે તમે બધા જૈન ભાઈઓને પૂછી શકાય કે તમે મંદિર, મૂર્તિ અને પ્રજાને સોંપી દઈ નૈતિક જીવનની પવિત્રતા હાથમાં રાખે કે એ જીવન એને સોંપી દઈ મંદિર મૂર્તિ અને પ્રજાને બચાવી રાખો ? ખાસ કરીને આ પ્રશ્ન સાધુસંસ્થા સામે હોય તે તે શે ઉત્તર વાળશે ? હું નથી ધારતે કે આજની છેક નિસ્તેજ સ્થિતિમાં પણ એક પણ જૈન સાધુ નૈતિક જીવનની પવિત્રતાને સર્વશ્રેષ્ઠ ન માનતા હોય. આપણા દેશના ઈતિહાસમાં એવા સેંકડે દાખલાઓ છે કે જેમાં બ્રાહ્મણોએ અને બીજાઓએ પિતાના પવિત્ર સંસ્કારે સાચવવા ખાતર બધી જ માલમિલકત, ધર્મસ્થાન અને ખજાનાઓ પણ દુશ્મનોને સોંપ્યા છે. એમણે દીર્ધ દૃષ્ટિથી જોયું કે જે શુદ્ધ સંસ્કારે કાયમ હશે તે બહારની વિભૂતિઓ કાલે આવીને ઊભી રહેશે, અને એ નહિ હોય તો પણ પવિત્ર જીવનની વિભૂતિથી કૃતાર્થ થઈશું. કાલકાચાર્ય કઈ સ્કૂલ માલમિલક્ત માટે નહેતા લડ્યા, પણ એમની લડાઈ જીવનની પવિત્રતા માટે હતી. આજે જૈન સાધુઓને ભારેમાં ભારે કીમતી સપ્ત વ્યસનના ત્યાગનો વારસે જોખમમાં છે; એટલું જ નહિ, પણ નાશના મુખમાં છે, અને ખાસ કરીને રાજતંત્રને લીધે જ એ વાર જોખમાયેલ છે. એવી સ્થિતિમાં કોઈ પણ જૈન, ખાસ કરી સાધુગણ, આ રાજ્યને ધાર્મિક સલામતીવાળું રાજ્ય કેમ માની શકે ? જો અત્યારના ધીમાન સાધુઓને એમ લાગે કે ધાર્મિક સ્વતંત્રતાના મેહક બંધારણ નીચે ચાલતી એક દિવસના એક લાખ પશુઓની કતલ, Page #454 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસ્થા તથા તેને ઉપગ 1 ૪૧૯ ઘેરઘેર સરલતાથી પહોંચી શકે એવી દારૂની પર અને એની સાથે -સાથે વધેલા વેશ્યાવાડાઓ દ્વારા સુંદર જૈન ધર્મના વારસાને મેર નાશ થઈ રહ્યો છે, તો પછી આજની સાધુસંસ્થાને શો ઉપયોગ કરે એ પ્રશ્નનો નિકાલ તેઓ કરી શકશે. જેન સાધુઓને સખ વ્યસનનો ત્યાગ કરાવવા જેટલું બીજું પ્રિય કામ નથી હતું. એમની સામે આવનાર નાનકડાશા -વર્ગમાં આ પરત્વે કરવાપણું કશું જ નથી, એટલે તેમનું કર્તવ્યક્ષેત્ર કાં તો પીઠા પાસે અને કાં તે પીનારાઓના લત્તાઓમાં ઊભું થાય છે. આજે દારૂનિષેધની પ્રવૃત્તિમાં જે લોકે કામ કરે છે તે બધા કરતાં એ બાબતમાં સિદ્ધહસ્ત થયેલા જૈન સાધુઓ વધારે સારી રીતે કામ કરી શકે એ દેખીતું છે. અલબત્ત, હવે માત્ર નરકનાં ચિત્રો બતાવીને કે કે સંભળાવીને એ કામમાં વધારે સફળતા મેળવી નહિ શકાય; એમાં સફળતા મેળવવાની સામગ્રી ઘણી નવી ઊભી થઈ છે. એ બધી અભ્યાસ કરવાથી જૈન સાધુઓમાં જીવતું લોહી વહેશે અને તેમના ચહેરા તેજસ્વી બનશે. કેટલાક કહેશે કે–સાધુઓ પાસે કોઈ આવે તેઓ સમજાવે, અથવા એવા સમજાવવા લાયક માણસને તમે સાધુ પાસે પકડી લાવે તે સાધુઓ ખુશીથી અને છૂટથી સમજાવે, પણ સાધુઓ, જે પિતાના શાંત ભવનમાં જ કામ કરતા આવ્યા છે તેઓ, પીઠે કે પીનારાઓની વસ્તીઓમાં કે બીજે બહાર ક્યાં જાય ? એ એમને ન શેભે અને ધર્મની હેલના પણ થાય.” આ કહેનારે જૈન સાધુસંસ્થાને ઇતિહાસ જાણ્યું જ નથી. ખરા પરાક્રમી અને શક્તિશાળી જૈન સાધુએ તે રાજસભામાં પહોંચ્યા છે, રાજમહેલમાં ગયા છે, મોટા મોટા સેનાધિપતિ અને બીજા અમલદારોને ઘરે તથા લશ્કરેની છાવણીઓમાં ગયા છે. સેંકડે સાધુઓ વ્યસનગ્રસ્ત લેકેની વચ્ચે પહોંચ્યા છે, અને એમણે એમ કરીને જ વિસ્તાર્યો છે. શક્તિ ન હૈવાનું, હિંમત ન હોવાનું કબૂલવું એ એક વાત છે, અને એ નબળાઈને ધર્મનું અંગ માનવું એ બીજી વાત છે. એટલે અત્યારની હિલચાલમાં ઊભા થયેલાં બીજા કેટલાંય સાધુ-મર્યાદાયોગ્ય કર્તવ્યોને બાજુએ મૂકીએ, તે પણ દારૂનિષેધની હિલચાલ એવી છે કે જે માટે પિતાના નૈતિક વારસાની દષ્ટિએ, સામાજિક ધર્મની દૃષ્ટિએ, દેશમાં જીવવા અને દેશનું લૂણ ખાવાની દૃષ્ટિએ અને છેવટે શુદ્ધ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ જૈન સાધુસંસ્થાએ જાહેરમાં આવી દેશકાર્યમાં ફાળો આપવો જ જોઈએ. - કોઈ કહે છે કે આવાં લૌકિક કાર્યમાં જૈન સાધુઓ પડે છે એમને Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ] દર્શન અને ચિંતન આધ્યાત્મિક ઉદ્દેશ ન રહે.” આમ કહેનાર આધ્યાત્મિકતા શું છે એ સમજતો જ નથી. આધ્યાત્મિકતા એ કાંઈ એક મકાનમાં અથવા એક રૂઢિમાં અથવા એક ચોક્કસ બંધનમાં નથી હોતી, નથી રહી શકતી; ઊલટું ઘણીવાર તો તે ત્યાં ગૂંગળાઈ જાય છે. જે આધ્યાત્મિકતા જીવનમાં હોય અથવા સાચે જ લાવવી હોય તે તેને કોઈ પણ સાથે વિરોધ નથી. કુટુંબમાં રહીને, સમાજમાં રહીને અને રાજ્યવ્યવસ્થામાં ભાગ લઈને પણ આધ્યાત્મિકતા સાધી શકાય, પોષી શકાય અને એ બધાંથી છૂટીને પણ ઘણીવાર ન જ સાધી શકાય. મૂળ વાત એ છે કે આધ્યાત્મિકતા એ અંદરની વસ્તુ છે, વિચાર અને ચારિત્રમાંથી તે આવે છે, એને કઈ બાહ્ય વસ્તુ સાથે વિરોધ નથી. અલબત્ત, આધ્યાત્મિક જીવનની કળા જાણવી જોઈએ અને એની કૂંચી લાધવી જોઈએ. આપણે ઘણીવાર આધ્યાત્મિકતાને નામે પુરુષાર્થ અને પુરુષાર્થને ઘાત કરીએ છીએ. સપુરુષાર્થ કરે એટલે આધ્યાત્મિકતા પાસે જ છે, વગર નોતરે ઊભી જ છે. લકોને દારૂ પીતા છોડાવવામાં, દારૂ વેચનારને તેમ કરતાં છોડાવવામાં (અને તે પણ અહિંસા ને સત્ય દ્વારા) સપુરુષાર્થ નહિ તે બીજું શું છે? –એનો જવાબ કોઈ આગમધર આપશે ? વળી અત્યારે છેલ્લાં ત્રીસ-ચાલીસ વર્ષને સાધુસંસ્થાનો ઈતિહાસ આપણને ને શું કહે છે? તેમની આધ્યાત્મિકતાને પુરાવે તેમાંથી કેટલું મળે છે? છેલ્લાં દશ વર્ષને જ લે. જે પક્ષાપક્ષી, કાર્ટબાજી, ગાળગલેચ અને બીજી સંકુચિતતા ને આધ્યાત્મિકતાનું પરિણામ માનીએ તો તો અનિચ્છાએ પણ કબૂલવું પડશે કે સાધુસંસ્થામાં આધ્યાત્મિકતા છે અથવા વધતી જાય છે. એક બાજુ દેશહિતના કાર્યમાં કશે જ ફાળો નહિ અને બીજી બાજુ આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ નહિ, એમ બંને રીતે દેવાળું કાઢીને કઈ પણ ત્યાગીસંસ્થા માનભેર ટકી શકે નહિ. એટલે આવી હજાર વર્ષની મહત્વની અને શક્તિસંપન્ન સાધસંસ્થાને પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર, અને લોકોમાં માનભેર રહેવા ખાતર પણ, આજની ચાલુ પ્રવૃત્તિમાં પિતાને વિશેષ ઉપયોગ વિચાર્યું જ છૂટકે છે. કેટલાંક એવાં બીજાં પણ દેશની દષ્ટિએ મહત્વનાં અને સાધુઓ માટે સહેલાં કામે છે કે જેને ત્યાગીગણ અનાયાસે કરી શકે. દા. ત. (૧) વકીલ અને બીજા અમલદારે, જે સરકારી તંત્રના અન્યાયનું પિષણ કરી રહ્યા હોય, તેમને એ બાબતમાં સમજાવી એમાંથી ભાગ લેતા અટકાવવા. (૨) પિલીસે અને સિપાઈઓ, જેઓ આ દેશનું ધન છે, આ દેશના છે અને Page #456 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા તથા તીર્થસંસ્થા અને તેને ઉપયોગ [૪૨૧ આ દેશમાં જ રહેવાની છે, તેઓ ફક્ત નજીવી નેકરી માટે અન્યાય ન કરે, જૂઠું ન બોલે, ખુશામત ન કરે, ડરે નહિ અને દેશની સામાન્ય જનતાથી પોતાને અળગા ન માને એવી નિર્દોષ વસ્તુ પ્રેમ અને સત્યથી તેમને સમજાવવી. (૩) કેળવણુને સાર્વત્રિક પ્રચાર કરવામાં જે ત્યાગી સ્વયંસેવકેની અપેક્ષા રહે છે તે પૂરી પાડવી. આ સિવાય બીજાં પણ હિતકારી કામો છે, પરંતુ જે સાધુસંસ્થા એક બાબતમાં સક્રિય થશે તે બીજાં કાર્યો અને ક્ષેત્રે એમને આપોઆપ સૂઝી આવશે અને મળી આવશે. જે અત્યારની વ્યાપક હિલચાલમાં જૈન સાધુઓ સ્થિરતા અને બુદ્ધિપૂર્વક પિતાનું સ્થાન વિચારી લે, પિતાને કાર્યપ્રદેશ કી લે, તે સહેજે મળેલ આ તકને લાભ ઉઠાવવા સાથે તેમના જીવનમાંથી શુદ્ધતાઓ ચાલી જાય, કલહે વિરમે અને નજીવી બાબત પાછળ ખર્ચાતી અપાર શક્તિ તથા કાત લાખને ધુમાડે અટકે અને એટલું તે દેશનું કલ્યાણ થાય, જેમાં જૈન સમાજનું કલ્યાણ તો પહેલું જ રહેલું છે. ઉપરનાં કર્તવ્યો કેવળ જૈન સમાજની દૃષ્ટિથી પણ વિચારવા અને કરવા લાયક છે. એટલે ઘેડી શક્તિવાળા ત્યાગીઓ એ જ કાર્યોને નાના ક્ષેત્રમાં પણ કરી શકે. જોકે ખાસ પજુસણનો પ્રસંગ હોઈ, અને તેમાં પણ હાજર થયેલ જનતા મોટે ભાગે શ્વેતાંબર હેઈ, મેં સાધુશબ્દ વાપરેલે છે કે જે જૈન સમાજ સાથે જ મુખ્ય સંબંધ ધરાવતો હોય તેમ સ્થૂળ રીતે લાગશે, પણ આ મારું કથન મર્યાદિત ક્ષેત્ર પરત્વે હોવા છતાં બધા જ સંપ્રદાયના અને બધી જ જાતના ત્યાગીઓ માટે છે. ખાસ કરીને દિગંબર સમાજ, કે જે જૈન સમાજનો એક વગદાર ભાગ છે તે, તે મારા લક્ષ બહાર નથી જ. એ સમાજમાં આજે સાધુસંસ્થા શ્વેતાંબર સમાજ જેવી નથી. હમણાં હમણાં પાંચ-પચીસ દિગંબર સાધુઓ થયા છે, તેને બાદ કરીએ તો તે સમાજમાં સાધુસંસ્થાને ઘણી સદીઓ થયાં અંત જ આવેલું છે. તેમ છતાં એ સમાજમાં સાધુસંસ્થાની જગ્યા ભટ્ટારકે, એલકે અને બ્રહ્મચારી તેમ જ પંડિતએ લીધેલી છે. એટલે એ બધાને લક્ષીને પણ આ કથન છે, કારણું કે શ્વેતાંબર સમાજના થંભ મનાતા સાધુઓની પેઠે જ દિગંબર સમાજમાં ભટ્ટારક, પંડિત વગેરેને વર્ગ થંભરૂપ મનાય છે અને એ પણ લગભગ સમાજ તેમ જ રાષ્ટ્રની દષ્ટિએ પક્ષઘાતગ્રસ્ત થઈ ગયેલ છે. શ્વેતાંબર હો કે દિગંબર, જેઓ પિતાને ધાર્મિક નહિ તે ઓછામાં ઓછું ધર્મપથગામી Page #457 -------------------------------------------------------------------------- ________________ કરર 1. દર્શન અને ચિંતન ગુરુ અથવા ગુરુ જેવા માને છે અને બીજા પાસે મનાવે છે, તે જે વર્તમાન આંદોલનમાં પોતાનું સ્થાન વિચારી અંદરોઅંદરના ઝઘડાઓ નહિ છોડે, નજીવી બાબતને મહત્ત્વ આપતાં નહિ અટકે અને સ્થળ ચિહ્નોમાં તેમજ બહારની વસ્તુઓમાં ધર્મ સમાયાની નાશકારક ભ્રમણામાંથી નહિ છૂટે તે બુદ્ધની ભાષામાં સમજવું જોઈએ કે તેઓ ભગવાન મહાવીરના ધમ્મદાયાદ એટલે ધર્મવારસાના ભાગીદાર નથી, પણ “આમિષદાવાદ એટલે ધર્મનિમિત્તે મળી શકે એટલા ભોગના ભોગવનારાઓ છે. છેવટે દેશની મહેનત-મજૂરી અને ભક્તિ ઉપર છવતા પચાસ લાખ જેટલા બાવા, ફકીરે અને તેને પણ જરા કહી દઈએ. મહાસભા લાખ ગમે સ્વયંસેવકો માગે છે. સ્વયંસેવક વધારે સહનશીલ, ત્યાગી અને બિનવ્યસની તેમ જ કુટુંબકબીલાની ફિકર વિનાને હું જોઈએ. આ ગુણ ત્યાગીવર્ગમાં વધારે હોવાની ઉમેદ રહે છે. જનતા એટલે તેમને ભક્તગણુ દુઃખી છે અને દરિદ્ર છે. તે ગુરુ પાસે આ ભીડના વખતમાં મદદ માગે છે. અત્યારે એ ગુરુવર્ગ જે શાંત અને સુખી ગાદીઓ છોડી દે તે જ તેમની ગાદીઓની સલામતી છે. તેમનાં તપ અને ત્યાગ હવે તેમના મઠમાં કચરાઈ ગયાં છે, નાશ પામ્યાં છે. હવે તે એ તપ, એ ત્યાગ જેલમાં જ અને મહાસભાના નિયંત્રિત રાજ્યમાં જ જીવી શકે. છે, એ વાત આ વિશાળકાય યુગધર્મમાંથી તેમણે શીખી લેવી ઘટે. પોતાના ધર્મનું વામનરૂપ બદલી, તેમણે વ્યાપક રૂપ કરવું જ જોઈએ; નહિ તે, એ. વામનપણું પણ મરણને શરણ છે. -પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, ૧૯૩૦.. Page #458 -------------------------------------------------------------------------- ________________ તીથેોની પ્રતિષ્ઠા કેમ સચવાય ? [ ૨૨ ] જૈન તીર્થીની ઇમારત તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતનના પાયા ઉપર ઊભી થયેલી છે, તેથી એને પ્રાણ કે આત્મા પણ એ જ છે. જૈન તીર્થોમાં છે તેના જેવાં અને તેનાથી પણ કદાચ ચડિયાતાં, કારીગરીવાળાં અને કળાપૂર્ણ ભવના અને મહેલો હિંદુસ્તાનમાં અને દુનિયાના બીજા ભાગેામાં કાંઈ એછાં નથી, તેમ જ જૈન મંદિરામાં અને જૈન ભડારામાં હોય તે કરતાં લાખા અને કરાડે ગણું ધન કાઈ એકાદ જગ્યાએ જ આજે મેાજૂદ છે; છતાં કાઈ પણ જૈન એ ખજાના અને એ મહેલેામાં તી બુદ્ધિ નથી ધરાવતા, ધર્મોબુદ્ધિથી તેની યાત્રા કરવા નથી જતે. એનું કારણ શું છે ? આ પ્રશ્નને ઉત્તર દરેકને માટે સહેલા છે, અને તે એ કે એ મહેલ અને ભડારેની વિભૂતિ કાંઈ તી નથી. તીને આત્મા । તપ, ત્યાગ, અને અધ્યાત્મચિંતનમાં છે. જે જગ્યામાં કે જે ભૂમિમાં એ ગુણા ખીલ્યા હોય તે ભૂમિ તીર્થોનું કલેવર છે, અને વિશાળ મંદિરે કે તેની કારીગરી એ તા માત્ર શરીરના અને શરીર દ્વારા કદાચ આત્માના અલંકારો છે. શરીરમાં ચૈતન્ય કે તેજ આત્માને લીધે જ હાય છે અને ધરેણાંઓ પણ, ચૈતન્ય અને તેજ હાય ત્યાં લગી જ, શરીરને શાભાવે છે. પ્રાણુ વિનાનું શરીર, પછી તે ગમે તેવું હોય છતાં, નથી શેભતું કે નથી પ્રતિષ્ઠા પામતું, અને નિષ્પ્રાણ શરીર ઉપર અલંકારો લાદવા એ તેા એ શરીરની તેમ જ એને લાદનારની માત્ર મશ્કરી છે. જૈન તીર્થોમાં આત્મા, શરીર, અને આભૂષણ એ ત્રણે મેાજૂદ છે કે કશાની ઊણપ છે એ જ્યારે જોવા જઈએ છીએ ત્યારે સ્પષ્ટ લાગે છે કે એમાં ઊણપ છે; અને તે ઊણપ શરીર કે અલંકારની નહિ, પણ આત્માની. શરીર અને અલંકારની ઊણપ હાય અને આત્મા સબળ હાય તા એ ઊણપ જરા પણ્ સાલતી નથી; ઊલટું તેનું મહત્ત્વ વધારે ખીલે છે, પણ જ્યારે આત્માની ઊણપ હાય ત્યારે ગમે તેવું શરીર અને ગમે તેવાં આભૂષા છતાં એ બધું ફીકુ લાગે છે. તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતનના આત્મા તીર્થોમાં કેમ નથી રહ્યો ? અથવા તો કેમ બાઈ અને કચરાઇ ગયા છે? એ પ્રશ્ન વિચારવા જેવા છે. જેમ જેમ ઊંડા વિચાર કરીએ છીએ તેમ તેમ તેનાં કારણે Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ] . દર્શન અને ચિંતન સ્પષ્ટ તરી આવે છે. એ આત્માને માવાનાં અને કચરાઈ જવાનાં મુખ્ય એ કારણા છેઃ (૧) અતિરેક, (૨) મમત્વ અનેકલેશ. જ્યારે વૃત્તિ અંતર્મુખ હાય છે ત્યારે જ તપ, ત્યાગાદિ તત્ત્વ જન્મે છે અને વિકસે છે. વૃત્તિ અહિર્મુખ થતાં એ તત્ત્વા એસરવા માંડે છે. એ તત્ત્વાના વારસા તા જૈન સમાજને વિચારમાં મળ્યો, પણ વખત જતાં એ સમાજ એની પૂજા-પ્રતિષ્ઠામાં પડી ગયા અને તેય પણ સ્થૂળ પૂજા–પ્રતિષ્ઠા. આ સ્થૂળ પૂજા—પ્રતિષ્ઠાએ સમાજની વૃત્તિ વધારે અહિર્મુખ કરી અને એમ મનાવા લાગ્યું તથા જાણે-અજાણે એવુ વાતાવરણ ઊભું થઈ ગયું કે જ્યાં વધારે કીમતી, વધારે કળામય અને સમૃદ્ધ મદિરા તે તીથ ખીજા તીર્થો કરતાં વધારે માટુ. આ રીતે અહિર્મુખ વ્રુત્તિ વધતી ચાલી અને તેને પરિણામે સ્વાભાવિક રીતે જ જે અંતર્મુખ વૃત્તિના થોડાઘણા સંભવ હતા તે દબાઈ ગયા. પછી તે બાહ્ય દેખાવ તેમજ આદ્ય શણગારના એટલા બધા અતિરેક થઈ ગયા કે ત્યાગી, તપસ્વી, આધ્યાત્મિક ગણાતા કે મનાતા પુરુષા પણ એ બાહ્ય વિભૂતિ અને આડંબરની વાહવાહમાં ઓછેવત્તે અંશે ઘસડાવા લાગ્યા. પરિણામે બાહ્ય શોભાના અતિરેકથી તીર્થીની સાદગી અને સરળતા હણાઈ; તેમ જ તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતન માત્ર શબ્દમાં રહી ગયાં. એક બાજુ જેનાથી શાંતિ, સમાધિ, સહિષ્ણુતા અને વિવેકના સંભવ હતા એ અંતર્મુખ વૃત્તિ ઓસરી અને બીજી બાજુ જેનાથી ક્લેશ, કંકાસ અને મમત્વ સિવાય બીજું થવાને સંભવ જ નથી એવી ખબહિર્મુખ વૃત્તિ જન્મી. પરિણામ એ આવ્યું કે તીર્થોના કલેવરના હક્ક વિશે અને એવી ખીજી ક્ષુદ્ર ખાખતા વિશે ભક્તોમાં ભાગલા પડયા અને તાણાતાણી શરૂ થઈ. એ કજિયાળા શોકા વચ્ચે જેમ ઋણી કચરાય તેમ એ પક્ષાની તાણાતાણી વચ્ચે તીથ પણું જવા લાગ્યું. હવે જે તીપણું ભાવનામાં, વર્તનમાં હતું તે તી પણું ચડસાચડીમાં, હારજીતમાં અને કુબજો મેળવવામાં મનાવા લાગ્યું. આત્મામાં અને તેથી પેાતાની પાસે જ રહેલા તેમ જ કાઇથી છીનવી ન શકાય એવા તી પણા તરફ દુર્લક્ષ થતાં અને તી'પણાની છાયા પાછળ અગર તેા કૃત્રિમ તીર્થ પાછળ દોડવા જતાં સહજ વસ્તુ ચાલી ગઈ અને અસહજ વસ્તુ જોખમમાં આવી પડી. તેથી દિગંબરાને હંમેશાં શ્વેતાંબરા દુશ્મન થઈ પડ્યા અને તે તેમને સ્વાર્થી તેમ જ નીચે જણાવા લાગ્યા. શ્વેતાંબરાને પણ દિગખરે વિશે એમ જ થયું. બન્ને પક્ષો તીર્થોને સાચવવા કુરબાની આપવા લાગ્યા, પ્રાણ પાથરવા મડયા; છતાં એમાંથી એક્ય તીપણું સાચવી શકયા નહિ અને સૂતાં કે બેસતાં, પ્રત્યેક ક્રિયામાં અને તીરક્ષા વિશે 'કાશીલ અને ભીરુ અતી Page #460 -------------------------------------------------------------------------- ________________ તીર્થોની પ્રતિષ્ઠા કેમ સચવાય? [ ૪૨૫ ગયા–તીર્થોની રક્ષા કરવાના પ્રયત્નમાં તીર્થત્વની પ્રતિષ્ઠા જ લગભગ ગુમાવી બેઠા. હવે બન્ને વચ્ચે એટલે સુધી અંતર વધી ગયું છે કે કેઈને એ બન્નેની એકતાને માર્ગ સૂઝતો જ નથી. જેઓ કાંઈ માર્ગ સૂચવે તેઓ તે એક જ વસ્તુ સૂચવી શકે, અને તે હકક જ કરવાની અથવા તો ઓછામાં સંતોષ માનવાની સૂચના. પરંતુ આ સૂચના સામે વ્યવહારુ લેકે એક જ દલીલ કરે છે અને તે સાવ નિરર્થક પણ નથી. તે દલીલ એ છે કે જો આપણે આ રીતે હકકે જતા જ કરીએ અને ઢીલું મૂકીએ તે આપણે નબળા ગણાઈએ અને નબળો કશુંય સાચવી ન શકે. ત્યારે શું નબળા બની સર્વસ્વ ગુમાવવું ? આજે એક તે કાલે બીજો, પરમદિવસે ત્રીજે એમ સ્વાર્થીઓ અને દુશ્મને આવવાના અને નબળાઈને લાભ લઈ બધું ઓઈલાં કરવાના ! શું આ રીતે બધું ગુમાવવું? આ દલીલ બને પક્ષોના ડાહ્યા ડાહ્યા માણસોની છે, અને તેમાં વજુદ પણ છે; પરંતુ જ્યાં એક જ વસ્તુ ઉપર બન્ને વિરોધી પક્ષોના સંબધનો સંભવ છે ત્યાં તકરાર બંધ કરવાનો ઉપાય શો છે એ પણ વિચારવું તે ઘટે જ. ઓછામાં ઓછું કાં તે એકપક્ષ તદન પાયમાલ થઈ જાય અને બીજો આબાદ રહે અને કાં તે એક અથવા બન્ને પક્ષ ઉદારતા કેળવે. આ સિવાય ત્રીજો રસ્તો કોઈ પણ છે ખરે? પહેલો રસ્તે શક્ય નથી અને શક્ય હોય તો પણ તે પસંદ કરવા જેવો છે ખરો ? જમણી આંખ ડાબીને નાશ કરી દેવા માગે એના જે એ ઉપાય નથી શું? શ્વેતાંબરે છેક જ પાયમાલ થાય તેથી શું દિગંબરનું મહત્વ રહેવાનું? અથવા દિગંબરે બરઆદ થાય એમાં શું શ્વેતાંબરની મહત્તા ગણાવાની ? જે બન્ને પક્ષ સરખા બળવાળા હશે તો તે જ્યાં લગી મમતા મમતી હશે ત્યાં લગી લડાઈને અંત આવવાને જ નથી. એટલે સમાન બળમાં લડાઈને અંત નથી; અને એકની પાયમાલી પણ પસંદ કરવા જેવી વસ્તુ નથી. ત્યારે પછી માર્ગ શો રહે છે? એ પ્રશ્ન થાય અને તેનો ઉત્તર જૈન ધર્મ સહેલાઈથી એ જ આપે છે કે સહિષ્ણુતા કેળવવી. એક પક્ષ ઉદાર બનશે ત્યારે તે દેખીતી રીતે ઘણું ગુમાવશે, પણ જે સમાજની અને રાષ્ટ્રની એક્તા માટે એ ઉદારતા દાખવવામાં આવી હશે તે તે પક્ષ જ જીત્યો ગણાશે. આમ કરવાથી સામા પક્ષને ઉદારતાને ચેપ લાગ્યા વિના કદી નહિ રહે. તેથી જેમ જેમ વિચાર કરીએ છીએ તેમ તેમ વ્યવહાર દષ્ટિએ પણ તીર્થોની સમાધાન માટે ઉદારતાને જ માર્ગ સામે આવે છે. એક બાજુ તીર્થોને શોભે એવી સાદગી અને સરળતા દાખલ થઈ અને બીજી બાજુ મમતા મમતી ઓછી થઈ એટલે તીર્થોની પ્રતિષ્ઠા આપોઆપ સચવાવાની અને તેનું તેજ પણ આપોઆપ વધવાનું. - કાંટે ભેંકાય છે ત્યારે પણ દુઃખ થાય છે અને તેને ખેંચીને તાણી કાઢ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ] દર્શન અને ચિંતન વામાં પણ દુ:ખ તેા થાય છે; છતાં તેને તાણી કાઢતાં જે દુ:ખ થવાનુ તે ન થાય એટલા માટે શું તેને અંદર રહેવા દેવામાં ડહાપણ ગણાશે? એ જ રીતે જૈનપણાની ભાવનામાં જે અભિમાનને કે મમતામમતીને કાંટા ભેાંકાયા છે અને એને લીધે બન્ને પક્ષા જે રીતે દુભાય છે તે દુઃખ શું ચાલુ રાખવું ? કે પછી એ હની મમતાના કાંટાને કાઢવા જતાં થનારું દુઃખ સહી લેવું ? આને જે ઉત્તર તે જ તીની પ્રતિષ્ઠાના માર્ગ છે. આ તા એક રીતે પ્રતિષ્ઠા સાચવવાના વિચાર થયા. આ વિચાર આધ્યાત્મિક છે. જૈન સમાજની ભાવના આધ્યાત્મિક ભૂમિકા ઉપર ધડાયેલી હાવાથી તેને માટે પ્રથમ રસ્તા આધ્યાત્મિક હોય તે જ સૂચવવા યાગ્ય છે. જ પરંતુ તીર્થીની પ્રતિષ્ટા સાચવવાના અને વધારવાના સમયાનુકૂળ મા વ્યવહાર દૃષ્ટિએ બીજો પણ છે, અને તે એ કે જ્યાં જ્યાં સંભવ હોય ત્યાં બધાં જ તીર્થં સ્થાનામાં વિદ્યાધામેા ઊભાં કરવાં. મકાન તો ત્યાં હાય જ; છેવટે મદિરા તે હાય જ, અને મદિરાના અમુક ભાગ વિદ્યા જેવા પવિત્ર તત્ત્વના સેવનમાં વપરાય તેથી વધારે રૂડું શું હેાઈ શકે? ક્રાંતિનાં પરદેશી ખળેા કરજ પાડે અગર તલવાર કે કાયદાની કલમ દબાણ કરે તે પહેલાં સમયને સમજ નાર પેાતાનાં જ તીર્થોને કે મદિરાને સમાજનાં વિદ્યાધામા બનાવી દે તે કેટલું સુંદર ! કાઈ એમ કહે કે ધ સ્થાનેામાં અર્થ કરી વિદ્યા કેમ શિખવાડાય ? એને એક સીધા અને ટૂંકા ઉત્તર એ છે કે ભલે અથ કરી વિદ્યા ન શીખવા, તાપણુ તમે જેને ધકરી અને શાસ્ત્રીય વિદ્યા માનતા હૈ! તે તે શીખવા ? જો એમ કહેવામાં આવે કે આજે શાસ્ત્રીય વિદ્યા લેનાર કથાં છે ? તે એને અર્થ એ થયો કે શાસ્ત્રીય વિદ્યા લોકમાન્ય નથી અને . જે લોકગ્રાહ્ય છે તે શીખવી શકાય તેમ નથી; એટલે સમાજ વિદ્યાહીન રહે તો કાંઇ અડચણ નથી. ખરી વાત તો એ છે કે આજે જે આપણી હિમુ`ખ વૃત્તિ મકાનો, શણગારા અને દેખાવા પાછળ જ માત્ર વળેલી છે તે તરફથી લક્ષ ખસેડવુ જોઈએ; અને તે એ રીતે ખસેડી શકાય: આધ્યાત્મિક પ્રદેશમાં જઈ ને અને વિદ્યાના પ્રદેશમાં જઈને. બીજો માગ સગ્રાહ્ય અને જરૂરી છે, અને તેમાંથી કયારેક પહેલા માતા સંભવ પણ છે. જે પુષ્કળ ધન, સમય અને અપાર બુદ્ધિશક્તિ તીર્થોની પ્રતિષ્ઠા સાચવવા ખાતર ખરચાય છે ( અને છતાં નથી. સચવાતી પ્રતિષ્ઠા કે નથી વધતું સામાજિક બળ ) તે જ ધન, સમય અને શક્તિ જો તીથો દ્વારા વિદ્યાની વૃદ્ધિ કરવામાં ખરચવામાં આવે તે પરિણામે સમાજ સબળ અને અને તીથોની પ્રતિષ્ઠા એક અથવા બીજી રીતે સચવાય. —પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને Page #462 -------------------------------------------------------------------------- ________________ ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળના વિચાર [ ૨૩ ] સ્થાનકવાસી, મૂર્તિપૂજક શ્વેતાંબર અને દિગંબર એવા ત્રણ જૈન ફિરકાઓ અત્યારે છે અને એ ત્રણે ભગવાન મહાવીરના શાસનના અનુગામી છે. તેથી એ શાસનથી જ આપણે આરંભ કરીએ. ભગવાન મહાવીર પહેલાં પણ જૈન પરંપરા હાવાનાં ઐતિહાસિક પ્રમાણા છે. એ પાર્શ્વનાથની પર પરા શિથિલ અને છિન્નભિન્ન જેવી થઈ ગઈ હતી. ભગવાન મહાવીરે સુધારાના પ્રાણ ફૂંકયો. પાર્શ્વનાથની પરંપરાના ઘણા નબળા અને સબળા અશા એ સુધારાને શરણે આવ્યા. જે એને વશ ન થયા તે લાંખા વખત ન નભ્યા અને અંતે નામશેષ થઈ ગયા. જૂની પરંપરા અને નવા સુધારા એ એમાંથી ભગવાનનું એક શાસન શરૂ થયું. અત્યારના જૈન ધર્મનુ મૂળ એ શાસનમાં છે. ગા એક ખીજમાંથી અંકુર એક ફૂટે પણ તરત જ તેમાંથી અનેક ફૂટે છે અને આગળ જતાં ડાળા, ડાંખળીઓ વગેરે વિસ્તાર થાય છે. જો એક ખીજમાંથી ભેદ અને પ્રભેદ સાથે વિસ્તાર ન થાય તેા વડ જેવું મોટુ ઝાડ કદી સંભવે જ નહિ; એ માત્ર બીજ જ રહી જાય. આખી કુદરતમાં જે સુંદરતા અને અલૌકિકતા છે તે વિસ્તારને લીધે જ છે, અને વિસ્તાર એ ભેદ–પ્રભેદ વિના સંભવિત નથી. વીરશાસનના વિસ્તાર થવાનુ નિર્માયું હતું, એટલે ભેદ્દા પડવા સ્વાભાવિક હતા. એ પ્રમાણે મહાવીરના શાસનની પરપરામાં પણ ભેદો પડ્યા; એ વધ્યા. જૈન પર પરાને ઇતિહાસ આપણને કહે છે કે એ ભેદે પાર વિનાના હતા. એમાંના કેટલાકનાં તા આજે નામ પણ નથી રહ્યાં,. અને જેનાં નામ વગેરે રહ્યાં છે તેને પણ પૂરા ઇતિહાસ આપણી પાસે નથી. આજે જૈન શાસનના ત્રણ ફિરકા મુખ્ય મનાય છે, પણ ખરી રીતે જોતાં એક એક ફ્રિકામાં આજે પણ પુષ્કળ ગચ્છ, સધાડા આદિ ભેદ્ય છે. એ પેટા ભેદો વચ્ચે પણ ધણીવાર તે મુખ્ય ફિરકાઓ વચ્ચે દેખાય છે. તેટલું જ અંતર હેાય છે. દિગંબર તેરાપંથી કે દિગ ંબર વીસપંથી લા, સ્થાનકવાસી તેરાપંથી કે ખીજા સ્થાનકવાસી લે, શ્વેતાંબર અચળગચ્છી, પાયચ‘ગચ્છી Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ] દર્શન અને ચિંતન કે તપાગચ્છી લે, એ બધા વચ્ચે પણ આજે તે મોટું અંતર થઈ પડ્યું છે. સ્થાનક્વાસી અને મૂર્તિ પૂજક એ બે વચ્ચે જે ભેદ અને વિરોધની ખાઈ દેખાય છે તેથી જરા પણ ઓછી ખાઈ સ્થાનકવાસી તેરાપંથી અને બીજા સ્થાને નકવાસીઓ વચ્ચે નથી. દિગંબર અને શ્વેતાંબર વચ્ચે દેખાય છે તેટલું જ અંતર લગભગ પાયચંદ અને તપા એ બન્ને શ્વેતાંબર ગચ્છો વચ્ચે છે. આ બધું હોવા છતાં પ્રસ્તુત લેખને આશય તે મુખ્યતઃ ઉક્ત ત્રણ ફિરકાઓના સંબંધ વિશે જ વિચાર કરવાનું છે. પહેલાં તો ભેળું મૂળ તપાસીએ. આચાર-વિચાર અને પરંપરાની ઘણી બાબતમાં શ્વેતાંબર–દિગંબર વચ્ચે ભેદ છે, છતાં એમનો મુખ્ય ભેદ નગ્નત્વ અને વસ્ત્ર ધારણ ઉપર અવલંબિત છે. બન્નેને માન્ય મૂર્તિના સ્વરૂપને ભેદ લે કે સ્ત્રી દીક્ષા લઈ શકે કે નહિ એ ભેદ લે; પણ એની પાછળ તત્ત્વ તો એક જ છે અને તે નગ્નત્વમાં જ ધર્મ માનવાનું કે વસ્ત્રધારણમાં પણ ધર્મ માનવાનું. દિગંબરેએ નગ્નત્વને ધર્મનું મુખ્ય અંગ માન્યું, એટલે સાધુઓ અને મૂર્તિ બન્ને ઉપર નગ્નત્વ આરોપાયું. શ્વેતાંબરેએ વસ્ત્રધારણમાં પણ જૈનત્વને નાશ ન જે, એટલે સાધુઓ અને મૂર્તિ બન્ને ઉપર વસ્ત્રો લદાયાં. નગ્નત્વને જ આગ્રહ રખાયે, એટલે સ્ત્રી આપોઆપ શ્રમણદીક્ષાથી મુક્ત થઈ. વસ્ત્રો સ્વીકારાયાં એટલે શ્વેતાંબરેમાં શ્રમણ કાયમ રહી. આમ નગ્નત્વ અને વસ્ત્રધારણના ભેદની આજુબાજુ બીજા ઘણા જ ભેદોનું જંગલ ઊભું થયું. નગ્નત્વ અને વસ્ત્રધારણનો વિરોધ જોકે પાછળથી જ, છતાં એ બેને ભેદ તે ભગવાન મહાવીર જેટલે જ જૂને છે, પરંતુ સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વચ્ચેના ભેદ વિશે તેમ નથી. હિંદુસ્તાનમાં મૂર્તિવિધિની વિચારણું મહમદ પેગંબર પછી જ, તેમના અનુગામી આરબો અને બીજાઓ દ્વારા, ધીરે ધીરે દાખલ થઈ, પણ જૈન પરંપરામાં મૂર્તિવિરોધ દાખલ થયાને પૂરી પાંચ સદીઓ પણ નથી થઈ. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વચ્ચે ગમે તેટલા ભેદો હોય, છતાં એ ભેદોને મુખ્ય આધાર મૂર્તિની માન્યતા અને તેના વિરોધમાં છે. અમુક શાસ્ત્ર માનવું કે નહિ, અમુક તીર્થ હયાત છે કે વિચ્છેદ પામ્યું છે, એ બધા વિચારભેદેની પાછળ મુખ્ય ભેદ તે મૂર્તિની માન્યતા અને અમાન્યતાને છે. આમ એક બાજુ નગ્નત્વ અને વસ્ત્રધારણને અને બીજી બાજુ મૂર્તિ માનવી કે નહિ તેને ભેદ હોવા છતાં, અને તેને લીધે બીજા ઘણા નાનામોટા ભેદો દાખલ થયેલા હોવા છતાં, ત્રણે ફિરકાઓમાં અભેદનું તત્વ પણ છે. ડાળે પૂર્વ અને પશ્ચિમમાં કે દક્ષિણ અને ઉત્તરમાં ફેલાય અને Page #464 -------------------------------------------------------------------------- ________________ વણે જૈન ફિરકાઓના મળને વિચાર [૪૨ એમની વચ્ચે મોટું અંતર પણ દેખાય, છતાં એનાં થડ અને મૂળ તો એક જ હોય છે. એક જ મૂળમાંથી રસ બધે પહોંચે છે, તેનાથી બધી ડાળે કે પાંદડાં. પિષાય છે અને જીવિત રહે છે, તેમ એ ત્રણે ફિરકાઓનું પણ છે. એ ત્રણે જુદા અને તદ્દન વિરોધી જેવા આજે થઈ પડ્યા છે કે તેવા દેખાય છે, છતાં એ. ત્રણેના અસ્તિત્વ કે જીવનનું તત્વ એક જ છે. તે તત્ત્વ એટલે વીતરાગપણની. ભાવના અને ઉપાસના. એ ભાવના અને ઉપાસના વાટે જ ત્રણે ફિરકાઓ જીવે છે, પિષણ પામે છે અને વિસ્તરે છે. આ રીતે જોતાં ત્રણે ફિરકાઓમાં અગમ્ય અને સંખ્યાબંધ ભેદો હોવા છતાં એમાં જે એક અભેદનું તત્ત્વ છે. તે જ મુખ્ય છે અને તે જ અસલી છે. આ તત્ત્વને ત્રણે ફિરકાઓ એક સરખી રીતે માને છે અને તેની ઉપાસના માટે એકસરખે ભાર આપે છે.. જ્યારે આમ છે ત્યારે વિરોધ શાનો? પૂર્વ દિશામાં ફેલાતી શાખા એમ કહે કે બધી જ શાખાઓએ મારી દિશામાં મારી ઢબે, મારી સાથે જ ચાલવું જોઈએ અને બીજી શાખાઓ એ રીતે કરે છે એનું પરિણામ એ જ આવે કે અંતે ઝાડ જ ન વધે; અને તે ન વધે એટલે પૂર્વની શાખા પણ ન રહે.. એક બાજુ ભાર વધતાં સમતોલપણું જવાથી વૃક્ષ વધી જ ન શકે અને અંતે પૂર્વની શાખાનો પણ સંભવ ન રહે. એ જ ન્યાય ધર્મની શાખાઓને લાગુ પડે છે. એક ફિરકે માને તે જ રહેણીકરણી દરેકે સ્વીકારવી અને બીજી નહિ એ ભાર આપવા જતાં મનુષ્યસ્વભાવમાં રહેલા જે સમતલપણાને લીધે ધર્મનો વિસ્તાર થાય છે તે સમતોલપણું જ ન રહે. અન્ત બીજા, ફિરકાઓની સાથે તે એક ફિરકા પણ ન ટકે. તેથી વિકાસ અને વિસ્તાર માટે ભેદ અનિવાર્ય છે, અને ભેદથી જ સમતલપણું સચવાય છે. ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે જે વીતરાગપણની ભાવના ઉપર રચાયેલા બધા જ ફિરકા-ભેદો અનિવાર્ય અને ઈટ હોય તે આજની જૈન ધર્મની જે સ્થિતિ છે તે સ્વાભાવિક હોઈ તેમાં કહેવાપણું શું રહે છે ? અત્યારે જે કહેવાપણું છે તે ભેદ કે જુદાઈની બાબતમાં નહિ, પણ વિરોધની બાબતમાં છે. વિરોધ અને ભેદ એ બન્ને એક નથી. કડવાશ હોય ત્યારે વિરોધ કહેવાય છે; અને ત્રણે ફિરકાના પરસ્પર સંબંધમાં કડવાશ છે. કડવાશ એટલે પિતાને વિશે મિથ્યાભિમાન અને બીજા તરફ અણગમો. આ કડવાશ ત્રણે ફિરકાઓમાં અંદરોઅંદર કેવી અને કેટલી છે એ સૂક્ષ્મ દૃષ્ટિએ જેનારથી ભાગ્યે જ અજાણ્યું છે. દરેક ફિરકાનો આધાર તે તે ફિરકાના સાધુ, પંડિત અને ઉપદેશકે છે. એક ફિરકાને ગુસ્વર્ગ બીજા ફિરકાને હૃદયથી Page #465 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન મિથા જૈન માને છે અને એ જ રીતે પોતાના અનુયાયીઓને સમજાવે છે. બીજા ફિરકાનો ગુરુ અને ઉપદેશકવર્ગ પણ તેમ જ કરે છે. આનાં બે પરિણામ આવ્યાં છે : પહેલું તે એ કે કોઈ પણ એક ફિરકાની આચારવિષયક કે જ્ઞાનવિષયક સુંદર વસ્તુ બીજા ફિરકાના ધ્યાનમાં જ નથી આવતી. ઊલટે, તે તેનાથી દૂર ભાગે છે, અને તે તરફ અણગમો કેળવવામાં જ ધર્મનું પોષણ સમજે છે. બીજું પરિણામ એ આવ્યું છે કે ભિન્ન ભિન્ન ફિરકાના ગુરુ અને ઉપદેશકવર્ગ વચ્ચે પ્રેમ કે આદરને સંબંધ જ નથી રહ્યો અને તેઓનું પાર સ્પરિક સંમેલન (હવે તેઓ અને બીજાઓ ઈચ્છે તે પણ) લગભગ અશક્ય જેવું થઈ પડ્યું છે. જાણે એક ફિરકે બીજાના બગાડ કે બીજાની આપત્તિ વખતે રાજી થતું હોય એવો વ્યવહાર શરૂ થયો છે. ક્યાંય મંદિર ઉપર અન્યાય ગુજર્યો, આફત આવી અને દિગંબરે કે શ્વેતાંબરે મુશ્કેલીમાં હોય ત્યારે, ગમે તેટલે મે અને શક્તિશાળી હોવા છતાં પણ ત્યાં સ્થાનકવાસી સમાજ વહારે નહિ ધાય; એટલું જ નહિ, પણ ઘણા દાખલાઓમાં તે ઊંડે ઊંડે રાજી પણ થશે. આ વસ્તુનો ચેપ સામેના ફિરકાઓમાં પણ નથી એમ તે ન જ કહી શકાય; ક્યાંય સ્થાનક ઉપર આફત આવી અગર સ્થાનકવાસી સાધુઓને મુશ્કેલી આવી કે તેમની હેલના–નિંદા થતી હોય ત્યારે મૂર્તિપૂજક બને ફિરકાઓ એમાં રસ લેવાના અને કદાચ રસ ન લે તોપણ પિતાનાથી બની શકે તેવી પણ મદદ નહિ આપવાના. ઘણે સ્થળે તે આ ફિરકાઓ સ્થાનક, મંદિર અને ગુરુવર્ગને કારણે કેટે પણ ચડેલા છે અને હજીયે ચડે છે. શ્વેતાબર મૂર્તિપૂજક ફિરકાના અનેક વિષયમાં ઊંડાણવાળા સાહિત્યને લાભ નથી લેતે સ્થાનકવાસી ફિરકશે કે નથી લેતો દિગંબર ફિરક. સેંકડો વિદ્વાનોએ હજાર વર્ષ સુધી ભગીરથ પ્રયત્ન કરીને ઉપજાવેલું અને બીજે ક્યાંય પણ ન મળે તેવું મૂર્તિપૂજક શ્વેતાંબર અને દિગંબરનું સાહિત્ય સ્થાનક્વાસીને માટે અસ્પૃશ્ય થઈ પડ્યું છે; અને મોટે ભાગે તે તે એ સાહિત્યને જાણ જ નથી, કારણ કે પહેલેથી જ એને એ સાહિત્ય વિશે બેપરવા અને આદરહીન બનાવવામાં આવ્યો છે. દિગંબર ફિરકાનું પણ ગંભીર અને બીજે ન મળી શકે તેવું કેટલુંક સાહિત્ય છે. એને વિશે સામાન્ય રીતે શ્વેતાંબરે બેપરવા છે. આને પરિણામે પાઠશાળાઓ, છાત્રાલયે અને વિદ્યાલયમાં કે ગુરૂવર્ગના અભ્યાસક્રમમાં, જ્યાં પુસ્તકની પસંદગીને સવાલ આવે છે ત્યાં, કેટલીક વખતે એક જ વિષય ઉપર અન્ય ફિરકાનું સર્વોત્તમ પુસ્તક છેડી તેની જગ્યાએ કચરા જેવું પુસ્તક પસંદ કરવામાં આવે છે, અને પરિણામે ભણનાર જ્ઞાન કે વિદ્યા કરતાં અજ્ઞાન અને અવિદ્યા Page #466 -------------------------------------------------------------------------- ________________ [૪૩૧ રણે જૈન કિકાઓના મળને વિચાર જ વધારે સેવે છે. એટલે એકંદરે અત્યારને જે ફિરકાઓને કડવાશવાળે સંબંધ છે તે આપણામાં જ્ઞાનશત્રુતા જ પિષે છે. જે ધર્મ સહિષ્ણુતા અને જ્ઞાનના પ્રચાર માટે જ હતું અને એ પ્રચાર સિવાય જે ધર્મનું જીવન નકામું જ ગણાવું જોઈએ તે ધર્મ ફિરકાઓની કડવાશમાં પરિણમતાં અસહિષ્ણુતા અને અજ્ઞાન જ પોષી રહ્યો છે. આ સ્થળે એક રૂપક યાદ આવે છે. કિનારે પહોંચવાના ધ્યેયથી વહાણે અમુક ટાપુથી ઊપડ્યાં. બધાં વહાણોએ ઉતારુઓને લીધા. શરત બધાંની એક જ હતી અને તે કિનારે પહોંચાડવાની. રસ્તામાં એક વહાણુના કપ્તાન અને મુસાફરોએ બીજા વહાણમાં કાંઈક ખોડ બતાવી અને ટીકા કરી. એ ટીકાને તેના કપ્તાન અને મુસાફરેએ અંગત ટીકા ભાની સામસામી ખોટી ટીકા શરૂ કરી. મુસાફરી વખતે બધા હતા તે નવરા જ. ટીકા અને ખેડ કાઢવાનું મળી આવતાં સૌનું મન ત્યાં રોકાયું. મુસાફરીને આનંદ, સમુદ્રની ગંભીરતા અને આકાશની અપારતા તરફ તેમ જ સહીસલામતી અને ઝડપ વધારવા તરફ લક્ષ જવાને બદલે એકબીજાની ટીકામાં સામુદાયિક માનસ રેકાયું. કેઈ વિવાદમાં ઊતર્યા અને બીજાએ શ્રોતા બન્યા. પરિણામે તકરાર વધી. એક બાજુ બધું રક્ષકબળ પરસ્પરના નાશમાં ખરચાવા લાગ્યું, અને બીજી બાજુ વહાણે અકસ્માત એક ખરાબાથી બચવાની સાવધાની રાખી ન શક્યા. એક વહાણ અથડાયું અને બીજા તેના નાશ તરફ બેપરવા રહ્યાં. એ અભિમાનમાં બીજાઓની પણ એ જ દશા થઈ. એક જ સાય માટે નીકળેલા મુસાફરે સાધનની ટીકામાં ઊતરતાં પરિણમે સાધ્યભ્રષ્ટ થઈ ગયા. એ સ્થિતિ આજે ત્રણે ફિરકાઓની છે. ત્રણે ફિરકાઓનું લક્ષ અહિંસા અને જ્ઞાનની ઉપાસના તથા તેનો પ્રચાર છે; જ્યારે તેઓ તેથી ઊલટું જ કરી રહ્યા છે. બીજા તરફ કડવાશ રાખવી એટલે કે પિતાને મોટો અથવા શુદ્ધ ધાર્મિક માની બીજા તરફ અણગમે રાખ, એ જ હિંસા કહેવાતી હોય તે એમ કહેવું જોઈએ કે અહિંસાની સાધના માટે નીકળેલા અને ચાલતા ફિરકાઓ હિંસા જ કરી રહ્યા છે, અને જ્ઞાનને બદલે અજ્ઞાનનો જ પ્રચાર કરી રહ્યા છે. આનું વ્યાવહારિક પરિણામ સામાજિક અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ કડવું આવ્યું છે. જૈન સમાજ સામાજિક દૃષ્ટિએ નબળે ગણાય છે. રાષ્ટ્રીય અને રાજકીય બાબતમાં પણ એ પછાત છે. કારણ શું ? એવો પ્રશ્ન જે કરીએ અને તેના ઉત્તર માટે ઊંડા ઊતરીએ તે જણાશે કે તેનું મુખ્ય કારણ સંગઠનને અભાવ છે. જ્યાં ધાર્મિક દેષ હોય ત્યાં સંગઠન સંભવે જ નહિ. જે ધાર્મિક દેશનું પરિણામ માત્ર સ્થાનક, મંદિર, ગુરુવર્ગ અને પંડિત ઉપદેશકવર્ગ સુધી જ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ] દર્શન અને ચિંતન રહ્યું છે તે કદાચ ચલાવી પણ લેવાત, પણ એ વિષ બીજાં વિષની પેઠે. ચેપ ફેલાવે તે સ્વાભાવિક જ હતું; એટલે બધાં જ ક્ષેત્રમાં એ વિષ ફેલાયું.. આજે તો નછૂટકે ને લાચારીથી જ ત્રણે ફિરકાવાળા મળે છે, અને એ લાચારી એટલે ક્યાંઈક વ્યાપારી સંબંધ, ક્યાંઈક લગ્નસંબંધ અને ક્યાંઈક રાજકીય સંબંધ. પરંતુ એ સંમેલન નથી તે વ્યાપક અને નથી તે બુદ્ધિપૂર્વકનું, તેમ જ નથી હાર્દિક. આ દેખાતું વિરલ સંમેલન પણ ગૃહસ્થમાં જ છે, કારણ કે પેલી લાચારી ગૃહસ્થને જ મળવાની ફરજ પાડે છે; પરંતુ ગુરુવર્ગ અને પંડિત ઉપદેશકવર્ગમાં તો એ લાચારીજન્ય વિરલ સંમેલન પણ નથી. ગુરુઓને કે પંડિત ઉપદેશકોને નથી જરૂર વ્યાપાર ખેડવાની કે નથી પ્રસંગ લગ્નાદિને. એ વર્ગને રાષ્ટ્ર અને રાજકીય બાબતેનું તે સ્વમ પણ નથી, એટલે તેમનામાં પારસ્પરિક સંમેલન કે સંગઠનના સંભવનું વ્યાવહારિક કારણ એકેય નથી; અને જે ધર્મ તેમને અરસપરસ મેળવવામાં સૌથી વધારે અને સૌથી પહેલું કારણભૂત છે જોઈએ અને થઈ શકે તે જ ધમેં તેમને ઊલટા હમેશને માટે દૂર કર્યા છે. એક બાજુ વ્યાવહારિક જરૂરિયાતોને લીધે ત્રણે ફિરકાના ગૃહસ્થો અરસપરસ વધારે મળવા અને સંગઠિત થવાનો વિચાર કરે, ત્યાં તો બીજી બાજુ પેલે ગુરુ અને ઉપદેશકવર્ગ એમાં ધર્મનાશ જોઈ એમને મળતા અટકાવવા અને અરસપરસ ગાઢ સંબંધ બાંધતા રોકવા કમર કસે છે. પરિણામે એ ફિરકાઓ નથી પડી શકતા તદ્દન છૂટા કે નથી થઈ શકતા એકરસ અને સંગઠિત. આ સ્થિતિ લગભગ ગામેગામ છે. ત્યારે હવે શું કરવું જોઈએ ? ઉત્તર ટ્રક અને સીધો છે. તકરાર અને વિરોધ મટાડવાની આશા ધર્મ પાસેથી હતી, પણ આજના ધર્મમાંથી એ સફળ થવાનો સંભવ જ નથી. એટલે ત્રણે ફિરકાઓને પોતાનો મેળ સાધવા-વધારવા અને સંગઠન કરવા માટે બે જ રસ્તા બાકી રહે છે. પહેલો એ કે નિર્ભય અને સ્વતંત્રબુદ્ધિવાળી વ્યક્તિઓએ (તે ગૃહસ્થ હોય કે ત્યાગી) ધર્મનાં સૂત્રે હાથમાં લેવાં અને તેના ઉપર જે કડવાશને મેલ ચક્યો છે તે દૂર કરી ધર્મની મારફત જ બધી કોમમાં વધારેમાં વધારે મેળ સાધવો. અને બીજો માર્ગ, પરંતુ છેવટને માર્ગ (ભલે ને તે ક્રાન્તિકારી લેખાય), એ છે કે ગૃહસ્થાએ આ નવા ધર્મને જ એટલે કે વિકૃત અને સાંકડા ધર્મને શરણે જવું છોડી અને જાણે કે ધર્મને વારસ ન મળ્યો હોય એવી રીતનું મનને ઘડી વ્યાવહારિક ભૂમિકા ઉપર એકત્ર થવું, અને બુદ્ધિપૂર્વક તથા અગત્યનું સંગઠન કરવું, જેમાં ઈચ્છા પ્રમાણે એક ફિરકાના ગૃહસ્થ બીજા ફિરકાના ગૃહ સાથે હૃદયથી દરેક ક્ષેત્રમાં ભેટી શકે અને અરસપરસ સહકાર કરી શકે. જ્યારે ગૃહસ્થો પેલા Page #468 -------------------------------------------------------------------------- ________________ ત્રણે જૈન ફિરકાઓના મેળને વિચાર [ ૪૩૩ ધર્મધ્વજોને બાજુએ મૂકી એકરસ થવા લાગશે અને દિગંબર શ્રીમાન શ્વેતાંબર વિદ્યાર્થીઓને અને શ્વેતાંબર ગૃહસ્થ દિગંબર સંસ્થાઓને મદદગાર થતા દેખાશે, બધા સંયુક્ત કે સહકારના ધોરણ ઉપર સંસ્થા ચલાવશે, ત્યારે ધર્મદૂત આપ આપ ખેંચાઈ તેમાં જોડાશે. તેમને એમ જ થવાનું કે હવે આપણે ભેદકમંત્ર નકામે છે. સેંકડે અને હજારો વર્ષથી માંડીને તે ઠેઠ અત્યાર સુધીને ધર્મદૂતોને ઇતિહાસ એક જ વસ્તુ દર્શાવે છે અને તે એ કે તેમણે વિરોધ અને કડવાશ જ ફેલાવી છે. આપણે અજ્ઞાનથી તેને વશ થયા. હવે જુગ બદલાયો છે. આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ આ વસ્તુ ચલાવી શકે તેમ રહ્યું નથી. તેથી હવે દરેક જુવાન કે વૃદ્ધ, જેનામાં બુદ્ધિ અને સ્વતંત્રતાને છાંટે પણ હોય તે, પિતાથી બને ત્યાં અને બનતી રીતે, સાચા દિલથી અને બુદ્ધિપૂર્વક, બીજા ફિરકાને સહકાર સાધે. આજે એ જ વસ્તુ ધમ્ય થઈ પડી છે. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન. Page #469 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણ* [૨૪]. જેમ ભૂગોળ, ખગોળાદિ વિદ્યાઓ છે તેમ ધાર્મિક શિક્ષણ પણ એક વિદ્યા છે કે નહિ ? અને તે વિદ્યા નથી એમ જે નથી કહી શકાતું તે એ જેવું રહે છે કે ધાર્મિક શિક્ષણમાં જાણવા જેવી, રસ પેદા કરે એવી અને માનવબુદ્ધિની ભૂખ જગાડી તેને સંતુષ્ટ કરે એવી મહત્વની બાબતે કઈ છે કે નહિ ? જે અનુભવીઓને ઉત્તર એ હેય (અને છે એમ મારે વિશ્વાસ છે) કે એવી બાબતો ધાર્મિક કહેવાતી વિદ્યામાં પુષ્કળ છે, તે પછી આજે એ પ્રશ્ન કેમ ઊભું થાય કે છાત્રાલય વગેરે સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ લેવું જોઈએ કે નહિ? આ પ્રશ્ન થવાનાં ચાર મુખ્ય કારણ છેઃ (૧) દષ્ટિનું સંકુચિતપણું, (૨) બુદ્ધિસ્વાતંત્ર્ય અને તર્ક ઉપર અંકુશ, (૩) જ્ઞાન ઉપર અંકુશ અર્થાત નવી વિચારધારાઓ અને શોધ તરફ દુર્લક્ષ, (૪) શેલી દેષ. ધાર્મિક શિક્ષણ આપવામાં દૃષ્ટિ ભારે સંકુચિત અને ટૂંકી રાખવામાં આવે છે. દા. ત. જૈન સમાજ, અને તેમાં પણ દિગંબર, ધાર્મિક શિક્ષણ આપે ત્યારે તેઓ એવી જ દૃષ્ટિ ધરાવતા હોય છે કે અમુક બાબત ઉપર દિગંબર શાસ્ત્રોમાં જે લખાયેલું છે તે છેલ્લામાં છેલ્લું એટલે કે સર્વ કથિત છે, હવે તેમાં વધારે જાણવા જેવું કે ઉમેરવા જેવું કશું નથી. તે બાબત પરત્વે અન્ય શાસ્ત્રો જે ભિન્ન મત દર્શાવતાં હોય તે તે તદ્દન અગ્રાહ્ય અને અપૂર્ણ છે. અને જે જૈન શાસ્ત્ર પ્રમાણે જ બીજાં શાસ્ત્રો પણ તે બાબત પર મત ધરાવતાં હોય તે તે વિચાર તેમણે જૈન શાસ્ત્રમાંથી લીધેલ છે. વળી તેઓ એવી પણ માન્યતા ધરાવતા હોય છે કે તે બાબત પરત્વે દિગંબર આચાર્યોએ લખ્યું છે તે જ યથાર્થ છે અને બીજા આચાર્યો યથાર્થ દષ્ટિ વિનાના હોવાથી અભ્રાંત વિચાર કરી શકે જ નહિ. ભણાવનારમાં આ દષ્ટિસંકુચિતતા હોય છે અને ભણનારમાં પછીથી એ દાખલ થાય છે, - આ ચર્ચા જન સમાજને લક્ષીને લખેલી છે પણ તે બધા ધાર્મિક સમાજોની શિક્ષણ પદ્ધતિને લાગુ પડે એ દૃષ્ટિએ જ વિચારાયેલી છે, Page #470 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણ [૪૩૫ એટલે જ્યારે ભણનારાઓમાંથી કેટલાક આગળ વધે છે અને વિચારશીલ થાય છે ત્યારે તેમને શરૂઆતમાં મળેલે દૃષ્ટિસંકોચનો વારસે યાદ આવે છે, અને તે વખતની વિચારસરણું સાથે તેમ જ અભ્યાસ સાથે એ ટૂંકી દૃષ્ટિનો મેળ ખાતે ન જોતાં એ શિક્ષિતગણ પિકારી ઊઠે છે કે ધાર્મિક શિક્ષણ નકામું છે. અત્યારની સાંપ્રદાયિક બધી જ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપનારાઓ અને સંસ્થાના સંચાલકે મોટેભાગે બુદ્ધિસ્વાતંત્ર્ય અને તર્કશક્તિ, કે જે બને મનુષ્યત્વના પ્રાણ અને ખરું જીવન છે, તેના ઉપર અંકુશ મૂકે છે. દા. ત. કોઈ જૈન વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ લેતી વખતે દૂધ–ઘીના જ સમુદ્રોનું વર્ણન સાંભળી તેમ જ સનારૂપાના પહાડોનું વર્ણન સાંભળી એ વિશે પુરાવા માગે અગર તો વિશેષ જિજ્ઞાસા પ્રગટ કરે તે શિક્ષકો એના ઉપર લાલ આંખ ન કરે એમ માની લઈએ, તે પણ એટલું તે જરૂર જ કહેવાના કે આપણી બુદ્ધિ પરિમિત છે અને પરતંત્ર છે તેથી તેને આવી બાબતે વિશે માત્ર શ્રદ્ધા રાખવાનું હોય છે; એમાં શંકા કરવી એ પણ ધર્મહત્યા છે. વળી કઈ રડ્યાખડ્યો શિષ્ય તર્ક કરે કે ભગવાન મહાવીરની તહેનાતમાં કોડ દે રહેતા એમ કહેવાય છે, ત્યારે ભગવાનના સમયના રાજાઓ અને બીજી વ્યક્તિએના ઉલ્લેખો જેમ બૌદ્ધ આદિ શાસ્ત્રોમાં મળી આવે છે તેમ આવી અજબ વસ્તુઓને ઉલ્લેખ કેમ નથી મળતું ? વળી, કોઈ વિદ્યાથી એમ તર્ક કરે કે પૂજામાં લેના ઢગલા કરે છે તે, અથવા તીર્થરક્ષાને નામે કોઈ કોઈ વાર મનુષ્યહત્યા સુધીનાં અજાણતાં પણ પગલાં ભરાય છે તે, ત્યાગ અને અહિંસાની સાથે બંધ કેવી રીતે બેસે ? એક તે આવા તર્કો ઊઠવા જેવી બુદ્ધિ જ ઘટી ગઈ છે, અને કદાચ દુર્ભાગ્ય કે સભાગે ઊઠયા તે તેવા તર્ક કરનારને મોટેભાગે નાસ્તિક અથવા દેઢડાહ્યો કહીને ઉતારી પાડવામાં આવે છે. જ્યારે એમાંના કોઈ વિદ્યાર્થી આગળ જતાં સ્વતંત્ર વિચારક અને તાર્કિક થાય છે ત્યારે તેઓ પેલા વિદ્યાથીજીવનના ધાર્મિક શિક્ષણ સામે તોબા પોકારે છે, અને બળ જગાવે છે. ધાર્મિક શિક્ષણમાં જે વિષય શિખવા હોય અને તેના ઉપર જે આચાર્યનું પુસ્તક ચાલતું હોય તે વિષય પર તે આચાર્યના (પછી ભલે તે સેંકડે અને હજાર વર્ષ પહેલાં થઈ ગયા હેય) વિચાર સિવાય બહારની દુનિયામાં તે જમાના સુધીમાં બીજાઓએ શું વિચાર્યું છે અને તે જમાનાથી માંડી અત્યાર સુધીમાં તે વિષય પરત્વે આખી દુનિયામાં શું શું વિચારવામાં આવ્યું છે, શી શી શેધ થઈ છે, કયાં જૂનાં સત્યે વધારે સ્પષ્ટ થયાં છે Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ] દર્શન અને ચિંતન અને કઈ ખાખતા ખોટી સાબિત થતી જાય છે અગર થઈ છે, તે બધાં તરફ માત્ર દુર્લક્ષ કરવામાં આવે છે. તેથી જ્યારે કાઈ ધાર્મિ ક શિક્ષણ લીધેલ વિદ્યાર્થી મોટી ઉંમરે પોતે શીખેલ વિષયની બાબતમાં ચામેરથી નવું જાણે છે અથવા તેને એ જાણવા-સાંભળવાના પ્રસંગ આવે છે ત્યારે તેને પેલે ધાર્મિક અભ્યાસ દરમિયાન જ્ઞાનઅંકુશ ખટકે છે અને વગર સાચે તે કહી દે છે કે ધાર્મિક શિક્ષણને સલામ ! એને લીધે તેા ઊલટા મૂર્ખ રહ્યા ! ઉપરના ત્રણ દોષો ઉપરાંત એક મોટા દોષ શિક્ષણની શૈલીના છે. આજે મેટેભાગે અર્થહીન પાગાખવવામાં આવે છે, એમાં શીખનારને કદાચ ટીખળ અને મજા પડે છે, કારણ કે તે ગાખતાં રમતા જાય છે; પણ તેની વિચાર અને કલ્પનાશક્તિ માત્ર ગેાખણપટ્ટીના ભારને લીધે મુઠ્ઠી થઈ જાય છે. અથ ન સમજાવાથી જ્ઞાનને! રસ આવતા નથી અને ગાખેલા શબ્દો કાળ જતાં ભુલાઈ જાય છે. મોટી ઉ ંમરે જ્યારે એવા વિદ્યાથી વિચાર અને કલ્પનાની કિંમત આંકતા થાય છે અને વ્યવહારમાં તેની અગહતા જુએ છે ત્યારે એરગઝેબની પેઠે તે પેાતાના ધશિક્ષકાને ફ્રાંસી માક્ કરી શાપ તો આપેજ છે. આ ઉપરાંત કેટલીક, મહેસાણામાં છે તેવી, ધજીવી પાઠશાળાઓમાં તા વિદ્યાથીઓને, જેમનું જ્ઞાન અને વિચાર જાણવા માટે આખું જગત તલસે છે તે ગાંધીજીનાં પત્રો અને પુસ્તકા વાંચતાં પણ રાકવામાં આવે છે; એટલા કારણે કે એ જૈન ધાર્મિક પુસ્તક નથી. હું... કેટલાંય ધર્મપુત્ર મનાતાં અને વિદ્વાન ગણાતાં જૈન સાધુ તેમ જ સાધ્વીને જાણું છું કે જેઓને મન અમુક આચાર્યોએ અમુક ભાષામાં લખ્યું હોય તે સિવાયનું કશું પણ વાંચવા અને સાંભળવા તરફ્ માત્ર ઉદાસીનતા જ નહિ, પણ દ્વેષ હોય છે. આ જોઈ ઘણા મેલી ઊઠે છે કે ધાર્મિક શિક્ષણે સત્યાનાશ વાહ્યું; એની શી જરૂર છે? અલબત્ત, ધાર્મિક શિક્ષણ સામે વાંધો લેનારા ઉપરના અનુભવ ખોટે છે એમ તેા ન જ કહી શકાય, છતાં જો વિચાર અને અનુભવે એમ લાગે કે ધાર્મિ ક શિક્ષણમાં સમાતી જાની માન્યતાઓ, જૂની પરપરા અને એ પ્રાચીન અનુભવા અમુક હદ સુધી અને અમુક દૃષ્ટિએ જાણવા જેવાં છે અને ઉપયાગી પણ છે, તો પછી ખીજા આગતુક દેષો, જે સમજ અને પ્રયનથી ટાળી શકાય તેમ છે, તેને કારણે એ બધુ' ફૅ'કી ા ન દેવાય. ઓછા કે વત્તા કાંકરા હોય અગર ધૂળ હોય તેટલામાત્રથી જ પુષ્ટિકારક અને અગત્યનું અન્ન-ધાન્ય ફેંકી તે ન જ દેવાય. જેમ સૂપડું અને આંખ અનાજ Page #472 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણ [ ૪૩૭ સાફ કરવા માટે છે તેમ, બુદ્ધિ અને ધીરજ ગુણદોષ પારખવા અને દોષ નિવારવા માટે છે. ધાર્મિક શિક્ષણના વિરેધી પક્ષની દલીલે તે એટલું જ સાબિત કરે છે કે જે ખામીઓને કારણે આગળ જતાં ભણેલાઓને ધાર્મિક શિક્ષણ તરફ અરુચિ થાય છે તે ખામીઓ દૂર કરવી અને એ શિક્ષણમાં પ્રાણ લાવો. ત્યારે અત્યારે ધાર્મિક શિક્ષણ ક્યા પ્રકારનું હોવું જોઈએ કે જેથી તે રસપ્રદ થાય, આગળ જતાં તે લેનારને પસ્તા ન થાય એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ધાર્મિક શિક્ષણ કઈ રીતે અને કઈ દષ્ટિએ આપવું તેનું ટૂંક સૂચન અહીં કરવામાં આવે છે. વિશેષ સુધારાને અને પરિવર્તનને પૂર્ણ અવકાશ છે. શિક્ષણમાં પહેલી વાત દૃષ્ટિની ઉદારતાની છે. એટલે જે વિષય પર તે જે વિચાર ધાર્મિક શિક્ષણમાં શીખવવામાં આવે તે વિષ્ય પર તે વિચાર છેવટને જ છે એમ આગ્રહ ન રાખતાં તે પણ એક વિચાર છે, જાણવા જે છે, અને અમુક જમાનાના, અમુક સંપ્રદાયના વિદ્વાનો અમુક વખત સુધી આ રીતે માનતા આવ્યા છે એમ ધારીને જ એ વિચાર શીખવે જોઈએ. આ પ્રમાણે દૃષ્ટિ વિશાળ બની એટલે એ વિષય પરત્વે બીજા આચાર્યોના વિચાર ઉપર પણ ઉદાર ભાવે લક્ષ આપી શકાશે, અને એક વિષય પરત્વે ધાર્મિક કોષમાં સમાતી બધી જ માન્યતાઓ સમતોલપણે જાણવાની તક રહેશે. પરિણામે સર્વજ્ઞપણું હોઈ શકે કે નહિ એવી અને બીજી બાબતોમાં માત્ર એક વિચારને પૂર્વગ્રહ ન બંધાતાં તે મુદ્દા ઉપર ભિન્ન ભિન્ન દર્શનમાં મળતાં બધાં જ મંતવ્ય સમતલપણે જાણું અને વિચારી શકાશે. દષ્ટિ ઉદાર થઈ એટલે તેને જ્ઞાનને દરવાજે પહોળો થયે, તેનું સાહિત્ય અપાર બન્યું અને તેને માત્ર દુરાગ્રહને લીધે જ અમુક સાહિત્યમાં ગંધાઈ રહેવાની સ્થિતિ પ્રાપ્ત થઈ હતી તે પણ ગઈ. પછી ધાર્મિક શિક્ષણ લેનાર જે દશવૈકાલિક શીખતે હશે તે તે સ્થાનકવાસી કે શ્વેતાંબર દેરાવાસી હોવા છતાંય ધમ્મ પદ, ગીતા અને બાઈબલ આદિ વાંચવાને; અને જે તે વિદ્યાર્થી બ્રાહ્મણ હઈવેદ કે ઉપનિષદ શીખતે હશે તે તેની દૃષ્ટિ અવેસ્તા, કુરાન અને જૈન કે બૌદ્ધ આગમ તરફ પણ જશે. ધાર્મિક શિક્ષણમાં બુદ્ધિસ્વાતંત્ર્ય અને તર્કશક્તિને સંપૂર્ણ છૂટ હેવી જોઈએ. ધર્મ એ નાનીસૂની કે સાંકડી વસ્તુ નથી. મનુષ્ય મહાન બનવા જ ધર્મનું શરણ લે છે, એટલે ધર્મના પ્રદેશમાં તે બુદ્ધિની સ્વતંત્રતા અને તને વધારેમાં વધારે છટ હોવી જોઈએ. જેમ ઊગતા બાળકના શરીરને Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮] દર્શન અને ચિંતન રૂંધવામાં આવે છે તે તેના જીવનને ગૂંગળાવે છે અને શરીરના વિકાસને તદ્દન પુષ્ટિ આપવામાં આવે છે તેથી શરીર વધે છે અને મજબૂત બને છે, એ જ રીતે બુદ્ધિની સ્વત્રતા અને તર્કશક્તિની છૂટથી ધર્મ વિકસે છે, તેના તરફની રુચિ વધે છે. શરૂઆતમાં અમુક ત ડગમગવા લાગે, તેથી કાંઈ ધર્મને નાશ થતો નથી; ઊલટું તેમાં સુધારે અને ઉમેરે જ થાય છે. ધર્મ એ માત્ર મર્યાદિત કે જડ વસ્તુ નથી; એ તે અમર્યાદિત અને જીવંત વસ્તુ છે. એટલે જેમ જેમ બુદ્ધિને છૂટ તેમ તેમ ધાર્મિક ગણાતી માન્યતાઓ અને વિષય વધારે ચર્ચાવાનાં, વધારે સ્પષ્ટ થવાનાં અને કસાવાનાં. આ તત્વ શિક્ષણમાં આવવાથી ઘણા જૂના વિષયે ચાળણમાં ચળાશે એ વાત ખરી, પણ તેથી તે ઊલટું તેનું સ્વરૂપ વધારે ચોખું બનશે. સત્યને શંકાને ભય શાને ? એને લીધે ધાર્મિક શિક્ષણ પામેલ મોટી ઉંમરે એને તરફ આદર બતાવવાના. ધાર્મિક શિક્ષણમાં જિજ્ઞાસા નિરંકુશ રહેવી જોઈએ, એટલે કે કોઈ પણ વિષય પરત્વે શક્ય હોય એટલું બધું જ્ઞાન મેળવવાની વિદ્યાર્થીમાં ઈચ્છા ઉત્પન્ન કરવી જોઈએ અને એ ઈચ્છાને શિક્ષકોએ પૂર્ણ પ્રયત્નથી સતિષવી જોઈએ. આમ કરવા માટે કઈ પણ વિષયનું ધાર્મિક શિક્ષણ આપતાં માત્ર મર્યાદા તરીકે ભલે અમુક પુસ્તક પસંદ કરવામાં આવે, પણ તે વિષય પરનાં વિચારે અને શે જાણવા માટે દેશકાળનું બંધન નહિ જ રાખી શકાય. આને પરિણામે તુલનાત્મક અભ્યાસ દાખલ થશે, ભણનારને કદી અરુચિ નહિ થાય, તેમ જ તેનું વિચારક્ષેત્ર પણ વધશે. આ ઉપરાંત શૈલીનું પરિવંતન જરૂરી છે. ગેખણપટ્ટીનું સ્થાન સમજશક્તિ અને કલ્પનાશક્તિ લે એટલે સમય અને શક્તિ લેખે લાગવાનાં. પછી ધાર્મિક શિક્ષણ તરફ આકર્ષવા માટે નહિ જરૂર પડે પતાસાં વહેંચવાની કે નહિ જરૂર પડે બીજાં પ્રલેભની. ટૂંકમાં, ઉપરના સ્વરૂપનું તારણ એટલું જ કાઢી શકાય કે ધાર્મિક શિક્ષણ ઉદાર દૃષ્ટિથી, તુલનાત્મક પદ્ધતિથી અને સમજ શક્તિ તેમ જ કલ્પનાશક્તિના વિકાસને પ્રધાન રાખીને જ અપાવું જોઈએ. આ બધું છતાં ધાર્મિક શિક્ષણ મરજિયાત રહેવું જોઈએ. એનાં કારણે ટૂંકમાં આ છે : ( ૧ ) વર્ગ ખાલી ન રહે તે માટે શિક્ષકને શિક્ષણ ખૂબ આકર્ષક બનાવવાની ફરજ પડશે, કારણ કે વર્ગના ચાલવા ઉપર જ તેની પ્રતિષ્ઠાને આધાર મનાવો જોઈએ. Page #474 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણ [ ૪૩૯ (૨) તેથી શિક્ષકને ખૂબ વાંચવું–વિચારવું પડશે, અને શિષ્યોનાં માનસ તપાસી તેને અનુકૂળ થવા શિક્ષણમાં રસ રેડ પડશે. આને લીધે એ શિક્ષક ગંભીર બનશે અને પરિણામે ફરજિયાત પદ્ધતિમાં જે શિષ્ય અને શિક્ષક બને છીછરા રહી જાય છે તેને બદલે શિક્ષક પ્રૌઢ બનશે અને અને એ ચેપ બીજે પણ ફેલાશે. (૩) ફરજિયાત પદ્ધતિથી આગળ જતાં જે કંટાળો અને હંમેશને માટે અણગમો જન્મે છે તેને સ્થાન જ નહિ રહે. ફરજિયાત શિક્ષણના ફાયદાઓ કાંઈ ધ્યાન બહાર નથી, પણ મરજિયાત શિક્ષણના પરિણામ સામે તેની કશી જ કિંમત નથી. ધાર્મિક શિક્ષણમાં જ્યાં જ્યાં આચાર વિશેના શિક્ષણની વાત આવે ત્યાં પણ ઉપરનાં ઉદારતા, તુલને આદિ તો દાખલ કરીને જ આચાર શીખવવાથી વિદ્યાર્થીઓને તેમાં રસ પડશે. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને. Page #475 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિષહ [૨૫] અહિંસાના પંથે જેટલા જૂના છે, તેટલું જ તપ પણ જૂનું છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં આપણા દેશમાં તપને કેટલે મહિમા હો, તપ કેટલું આચરવામાં આવતું અને તાપૂજા કેટલી હતી એના પુરાવાઓ આપણને માત્ર જૈન આગમ અને બૌદ્ધ પિટકમાંથી જ નહિ, પણ વૈદિક મંત્ર, બ્રાહ્મણો અને ઉપનિષદ સુધ્ધાંમાંથી મળે છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે તપનું અનુષ્ઠાન આવશ્યક મનાતું. તપથી ઈન્દ્રનું આસન કાંપતું. તેને ભય લાગતો કે તપસ્વી મારું પદ લઈ લેશે, એટલે તે મેનકા કે તિલોત્તમા જેવી અપ્સરાઓને, તપસ્વીને ચલિત કરવા મોકલતા. માત્ર મેક્ષ કે સ્વર્ગના રાજ્ય માટે જ નહિ, પણ ઐહિક વિભૂતિ માટે પણ તપ આચરાતું. વિશ્વામિત્રનું ઉગ્ર તપ પુરાણમાં પ્રસિદ્ધ છે. મહાભારત અને રામાયણ કે તે પાને પાને તાપસના ભઠે, તપસ્વી ઋષિએ તેમ જ તપસ્વિની માતાઓ નજરે પડશે. સ્મૃતિઓમાં જેમ રાજદંડના નિયમો છે તેમ અનેક પ્રકારના તપના પણ નિયમો છે. સૂત્રગ્રંથોમાં વર્ણાશ્રમની વ્યવસ્થા વાંચે, એટલે જણાશે કે ચારે આશ્રમ માટે અધિકાર પ્રમાણે તપ બતાવવામાં આવ્યું છે; અને ત્રીજો તથા એ આશ્રમ તો ઉત્તરોત્તર વધારે અને વધારે તપનાં વિધાનોથી જ વ્યાપેલ છે. આ ઉપરાંત એકાદશી-વ્રત, શિવરાત્રિનું વ્રત, જન્માષ્ટમી અને રામનવમીનું વ્રત વગેરે અનેક વ્રતના મહિમાના ખાસ જુદા ગ્રંથ લખાયા છે. સ્ત્રીઓનાં કેટલાંક તપે જુદાં છે; કેટલાંક સ્ત્રીપુરુષ બન્નેનાં સાધારણ છે; જ્યારે કેટલાંક તો તે માત્ર કન્યાઓનાં છે. આ તે બ્રાહ્મણ સંપ્રદાયની વાત થઈ. પણ બૌદ્ધ અને જૈન સંપ્રદાયનાં શાસ્ત્રોમાં પણ એની એ જ વાત છે. મઝિમનિકાય જેવા જૂનાં બૌદ્ધ ગ્રંથમાં અને ભગવતી જેવા પ્રસિદ્ધ જૈન આગમમાં અનેક પ્રકારના તાપસેના, તેમના મઠના અને તેમના તપની વિવિધ પ્રણાલીઓનાં આકર્ષક વર્ણને છે, જે એટલું જાણવા માટે બસ છે કે આપણા દેશમાં અઢી હજાર વર્ષ પહેલાં પણ તપ-અનુષ્ઠાન ઉપર નભતી ખાસ સંસ્થાઓ હતી અને લેકે ઉપર તે સંસ્થાઓને ભારે પ્રભાવ હતો. બ્રાહ્મણ, Page #476 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિષહ [૪૪૧ ભિક્ષુ અને શ્રમણ એ ત્રણે નામનું મૂળ તપમાં જ છે. બ્રહ્મ તરફ મૂકનાર અને તે માટે બધું ત્યાગનાર તે બ્રાહ્મણ. માત્ર ભિક્ષા ઉપર નભનાર અને કશો જ સંચય ન કરનાર તે ભિક્ષુ. કલ્યાણ માટે બધે જ શ્રમ ઈચ્છાપૂર્વક સહનાર તે શ્રમણ. ભગવાન બુદ્ધ ભિક્ષુક માટે તપ બતાવ્યું છે, પણ તે સખત નથી. એમણે જીવનના નિયમોમાં સખતાઈ કરી છે, પણ તે બાહ્ય નિયમમાં નહિ; મુખ્યપણે તેમની સખતાઈ ચિત્ત શુદ્ધ રાખવાના આંતરિક નિયમમાં છે. પરંતુ ભગવાન મહાવીરની સખતાઈ તે બાહ્ય અને આંતરિક બને પ્રકારના નિયમોમાં છે. બૌદ્ધ ગ્રંથમાં જે કાયકલેશ અને દેહદમનને પરિહાસ કરવામાં આવ્યું છે તે કાયલેશ અને દેહદમનની જૈન આગમ પૂરી હિમાયત કરે છે, પરંતુ આ હિમાયતની પાછળ ભગવાન મહાવીરની જે મુખ્ય શરત છે તે શરત તરફ જાણે કે અજાણે ધ્યાન ન અપાયાથી જ બૌદ્ધ ગ્રંથમાં જૈન તપનો પરિહાસ થયેલો દેખાય છે. જે તપને બુદ્ધ પરિહાસ કર્યો છે અને જે તપને તેમણે નિરર્થક બતાવ્યું છે, તે તપને તે મહાવીરે પણ માત્ર કાયક્લેશ, મિથ્યા તપ કે અકામ નિર્જરા કહી તેની નિરર્થકતા બતાવી છે. તામલી તાપસ અને પૂરણ જેવા તાપસનાં અતિ ઉગ્ર અને અતિ લાંબા વખતનાં તપને ભગવાને મિથ્યા તપ કહેલ છે. આનું શું કારણ? જે ઉગ્ર તપ, જે ઉગ્ર કાયકલેશ અને જે ઉગ્ર દેહદમન ભગવાન આચરે તે જ તપ, તે જ કાયક્લેશ અને તે જ દેહદમન જે બીજે આચરે તે એને વિરોધ ભગવાન શા માટે કરે ? શું એમને બીજાની અદેખાઈ હતી ? કે બીજાના તપને સમજવાનું અજ્ઞાન હતું ? આ બેમાંથી એકે ભગવાન મહાવીરમાં હોય એમ કલ્પવું એ એમને ન સમજવા બરાબર છે. ભગવાનને વિરોધ એ તાપના દેદમન પરત્વે ન હતું, કારણ કે એવાં દેહદમનો તે તેમણે પોતે આચરેલાં છે, અને તેમની સામે વર્તમાન ધના અણગાર જેવા તેમના અનેક શિષ્યોએ એવાં જ દેહદમને સેવેલાં છે, જેના પુરાવાઓ જૈન આગમોમાં મેજૂદ છે. ત્યારે જૂની ચાલી આવતી તાપસ સંસ્થાઓ અને તેનાં વિવિધ તપ સામે ભગવાનનો વિરોધ કઈ બાબતમાં હતે? એમને એમાં શી ઊણપ લાગેલી એ સવાલ છે. એનો ઉત્તર ભગવાનના પિતાના જીવનમાંથી અને જૈન પરંપરામાં ચાલ્યા આવતા એ જીવનની, ભાવનાના વારસામાંથી મળી આવે છે. ભગવાને તપની શોધ કાંઈ નવી કરી ન હતી; તપ તો એમને કુળ અને સમાજના વારસામાંથી જ સાંપડ્યું હતું. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૪ર ] દર્શન અને ચિંતન એમની શૈધ જે હોય તે તે એટલી જ કે એમણે તપને—કઠોરમાં કઠોર તપને–દેહદમનને અને કાયલેશને આચરતા રહી તેમાં આંતરદૃષ્ટિ ઉમેરી, એટલે કે બાહ્ય તપને અંતર્મુખ બનાવ્યું. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમતભદ્રની ભાષામાં કહીએ તે ભગવાન મહાવીરે કઠોરતમ તપ પણ આચર્યું; પરંતુ તે એવા ઉદ્દેશથી કે તે દ્વારા જીવનમાં વધારે ડોકિયું કરી શકાય, વધારે ઊંડા ઊતરાય અને જીવનનો અંતર્મળ ફેંકી દઈ શકાય. આ જ કારણથી જૈન તપ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક બાહ્ય અને બીજું આત્યંતર. બાહ્ય તપમાં દેહને લગતાં બધાં જ દેખી શકાય તેવાં નિયમનો આવી જાય છે, જ્યારે આવ્યંતર તપમાં જીવનશુદ્ધિના બધા જ આવશ્યક નિયમો આવી જાય. છે. ભગવાન દીર્ઘતપસ્વી કહેવાયા તે માત્ર બાહ્ય તપને કારણે નહિ, પણ એ તપને અંતર્જીવનમાં પૂર્ણ ઉપયોગ કરવાને કારણે જ—એ વાત ભુલાવી ન જોઈએ. ભગવાન મહાવીરના જીવનક્રમમાંથી જે અનેક પરિપકવ ફળ રૂપે આપણને વાર મળે છે તેમાં તપ પણ એક વસ્તુ છે. ભગવાન પછીનાં આજ સુધીનાં ૨૫૦૦ વર્ષમાં જન સંઘે એટલે તપનો અને તેના પ્રકારેને જીવતો વિકાસ કર્યો છે એટલે બીજા કોઈ સમ્પ્રદાયે ભાગ્યે જ કર્યો હશે. એ ૨૫૦૦ વર્ષના સાહિત્યમાંથી કેવળ તપ અને તેનાં વિધાનને લગતું સાહિત્ય જુદું તારવવામાં આવે તે એક ખાસ અભ્યાસગ્ય ભાગ જ થાય. જૈન તપ માત્ર ગ્રંથમાં જ નથી રહ્યું, એ તે ચતુર્વિધ સંધમાં જીવતા અને વહેતા વિવિધ તપના પ્રકારોને એક પડશે માત્ર છે. આજે પણ તપ આચરવામાં જૈને એક્કા ગણાય છે. બીજી કોઈ પણ બાબતમાં જેને કદાચ બીજા કરતાં પાછળ રહે, પણ જો તપની પરીક્ષા, ખાસ કરી ઉપવાસ-આયંબિલની પરીક્ષા, લેવામાં આવે તો આખા દેશમાં અને કદાચ આખી દુનિયામાં પહેલે નંબર આવનાર જૈન પુરુષો નહિ તે છેવટે સ્ત્રીઓ નીકળવાની જ, એવી મારી ખાતરી છે. આજે જેમ જ્યાં દેખો ત્યાં લાઠી ખાવાની હરીફાઈ બાળકે સુધ્ધાંમાં નજરે પડે છે, તેમ ઉપવાસ કરવાની હરીફાઈ જૈન બાળકોમાં રૂઢ થઈ ગઈ છે. ઉપવાસ કરતાં કચવાતાં જૈન બાળકને એની એ પિચે અને નબળો એવી જ રીતે કહે છે, કે જેવી રીતે લડાઈમાં જવાને નાઉમેદ થતા રજપૂત બાળને તેની ક્ષત્રિયાણી મા નમાલા કહેતી. તપને લગતા ઉત્સ, ઉજમણાઓ અને તેવા જ બીજા ઉત્તેજક પ્રકારે આજે પણ એટલા બધા વ્યાપેલા છે કે જે કુટુંબે, ખાસ કરી જે બહેને, તપ કરી તેનું નાનું મોટું ઉજમણું ન કર્યું હોય, તેને એક રીતે પિતાની ઉણપ લાગે છે. મુગલ સમ્રાટ અકબરનું આકર્ષણ કરનાર એક કઠોર તપસ્વિની જૈન બહેન જ હતી. Page #478 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિવહ [ ૪૪૩ તપને તે જૈન ન હોય તે પણ જાણે છે, પરંતુ પરિષહેની બાબતમાં તેમ નથી. અજેને માટે પરિષહ શબ્દ જરા નવા જેવું છે, પરંતુ એને અર્થ ન નથી. ઘર છોડી ભિક્ષુ બનેલાને પિતાના ધ્યેયની સિદ્ધિ માટે જે જે સહવું પડે તે પરિષહ. જૈન આગમાં આવા પરિષદે ગણાવવામાં આવ્યા છે, તે ફક્ત ભિક્ષુજીવનને ઉદ્દેશીને જ. બાર પ્રકારનું તપ દર્શાવવામાં આવ્યું છે તે તે ગૃહસ્થ કે ત્યાગી બધાને જ ઉદ્દેશીને, જ્યારે બાવીસ પરિષહ ગણાવવામાં આવ્યા છે તે ત્યાગીજીવનને ઉદ્દેશીને જ. તપ અને પરિષહ એ બે જુદા દેખાય છે, એના ભેદો પણ જુદા છે, છતાં એકબીજાથી છૂટા ન પાડી શકાય એવા એ ફણગા છે. વતનિયમ અને ચારિત્ર એ બંને એક જ વસ્તુ નથી. એ જ રીતે જ્ઞાન એ પણ એ બન્નેથી જુદી વસ્તુ છે. સાસુ, નણંદ અને ધણી સાથે હંમેશા ઝધડનાર વહુ, તેમ જ જૂઠું બોલનાર અને દેવાળું કાઢનાર અપ્રામાણિક વ્યાપારી પણ ઘણીવાર કઠણ વ્રતનિયમ આચરે છે. નેકનીતિથી સાદું અને તદ્દન પ્રામાણિક જીવન ગાળનાર કઈ કઈ એવા મળી આવે છે કે જેને ખાસ વ્રતનિયમોનું બંધન નથી હોતું. વ્રતનિયમ આચરનાર અને સરલ ઈમાનદાર જીવન ગાળનાર કોઈ કાઈ ઘણીવાર એવા તમને મળશે કે જેમનામાં વધારે વિચાર અને જ્ઞાનની જાગૃતિ ન હોય. આમ છતાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણનો યોગ એક વ્યક્તિના જીવનમાં શક્ય છે, અને જો એ વેગ હોય તો જીવનનો વધારે અને વધારે વિકાસ સંભવે છે; એટલું જ નહિ, પણ એવા ગવાળા આત્માને જ વધારે વ્યાપક પ્રભાવ બીજા ઉપર પડે છે, અથવા તે એમ કહે કે એ જ માણસ બીજાઓને દેરી શકે છે; જેમ મહાત્માજી. આ જ કારણથી ભગવાને તપ અને પરિષહમાં એ ત્રણે તત્વે સમાવ્યાં છે. તેમણે જોયું કે મનુષ્યનો જીવનપથ લાંબે છે, તેનું ધ્યેય અતિ દૂર છે, તે એય જેટલું દૂર છે તેટલું જ સૂક્ષ્મ છે અને તે થેયે પહોંચતાં વચ્ચે મોટી મુસીબત ઊભી થાય છે, એ માર્ગમાં અંદરના અને બહારના બને દુશ્મને હુમલે કરે છે, એને પૂર્ણ વિજય એકલા વ્રતનિયમથી, એકલા ચારિત્રથી, કે એકલા જ્ઞાનથી શક્ય નથી.. આ તન ભગવાને પોતાના જીવનમાં અનુભવ્યા બાદ જ એમણે તપ અને પરિષહેની એવી ગોઠવણ કરી કે તેમાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણેનો સમાવેશ થઈ જાય. એ સમાવેશ એમણે પિતાના જીવનમાં શક્યા કરી બતાવ્યો. મૂળમાં તે તપ અને પરિષહ એ ત્યાગી તેમ જ ભિક્ષુજીવનમાંથી જ Page #479 -------------------------------------------------------------------------- ________________ -૪૪૪ ] દર્શન અને ચિંતન " ઉત્પન્ન થયેલાં છે—જે કે એનો પ્રચાર અને પ્રભાવ તો એક અદના ગૃહસ્થ સુધી પણ પહોંચેલે છે. આર્યાવર્તન ત્યાગજીવનને ઉદ્દેશ આધ્યાત્મિક શાંતિ જ હતા. આધ્યાત્મિક શાંતિ એટલે કલેશોની અને વિકારેની શાંતિ. આર્ય ઋષિઓને મન લેશોને વિજયે એ જ મહાન વિજય હતું. તેથી જ તે મહર્ષિ પતંજલિ તપનું પ્રયોજન બતાવતાં કહે છે કે “તપ કલેશને નબળાં પાડવા અને સમાધિના સંસ્કારે પુષ્ટ કરવા માટે છે.” તપને પતંજલિ ક્રિયાવેગ કહે છે, કારણ કે એ તપમાં વ્રતનિયમોને જ ગણે છે; તેથી પતંજલિને ક્રિયાયોગથી જુદા જ્ઞાનગ સ્વકારે પડ્યો છે. પરંતુ જૈન તપમાં તે ક્રિયા ગ અને જ્ઞાનેગ બને આવી જાય છે, અને એ પણ સ્મરણમાં રાખવું જોઈએ કે બાહ્ય તપ, જે ક્રિયાયોગ જ છે, તે અત્યંતર તપ એટલે જ્ઞાનની પુષ્ટિ માટે જ છે. ને એ જ્ઞાનની પુષ્ટિ દ્વારા જ જીવનના અંતિમ સાધ્યમાં ઉપયોગી છે, સ્વતંત્રપણે નહિ. આ તે તપ અને પરિષહના મૂળ ઉદ્દેશની વાત થઈ, પણ આપણે જેવું જોઈએ કે આટઆટલા તપ તપનાર અને પરિષહે - સહનાર સમાજમાં હોવા છતાં આજ સુધીમાં સમાજે કલેશ-કંકાસ અને ઝઘડા-વિખવાદની શાંતિ કેટલી સાધી છે? તમે સમાજને છેલ્લાં ફક્ત પચીસ જ વર્ષને ઈતિહાસ લેશે તે તમને જણાશે કે એક બાજુ તપ કરવાની વિવિધ સગવડે સમાજમાં ઊભી થાય છે અને વધતી જાય છે અને બીજી બાજુ કલેશ કંકાસ અને વિખવાદના કાંટા વધારે ને વધારે ફેલાતા જાય છે. આનું કારણ એ નથી કે આપણે ત્યાં તપ અને ઉદ્યાપ વધ્યા એટલે જ કલેશ કંકાસ વળે, પણ એનું કારણ એ છે કે આપણે તપને ઉપયોગ કરવાની ચાવી જ ફેંકી દીધી અથવા હાથ ન કરી. તેથી તપની હજારે પૂજાએ સતત ભણાવવા છતાં, તપનાં ઉદ્યાપને ભપકાબંધ ચાલુ હોવા છતાં, તેના વરઘોડાનો દમામ હોવા છતાં, આપણે જ્યાં અને ત્યાં જ ઊભા છીએ; નથી એક પગલું બીજા કોઈ સમાજ કે પડોશીથી આગળ વધ્યા, ઊલટું ઘણી બાબતમાં તો આપણે ચાવી વિનાના તપમાં - શક્તિ નકામી ખર્ચ બીજા કરતાં પાછા પડતા જઈએ છીએ. જે વસ્તુ ચેથા મોક્ષપુરુષાર્થની સાધક હોય તે વ્યવહારમાં અનુપયોગી હોય તેમ બનતું જ નથી. જે નિયમે આધ્યાત્મિક જીવનના પિષક હોય છે, તે જ નિયમે વ્યાવહારિક જીવનને પણ પોષે છે. તપ અને પરિષહે જો કલેશની શાંતિ માટે હોય તો તેની એ પણ શરત હેવી જોઈએ કે તેના દ્વારા સમાજ અને રાષ્ટ્રનું હિત સધાય અને તેનું પિષણ થાય. કોઈ Page #480 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિવહ [ ૪૪૫ પણ આધિભૌતિક કે દુન્યવી એવી મહાન વસ્તુ કે શેધ નથી કે જેની સિદ્ધિમાં તપ અને પરિષહાની જરૂરિયાત ન હોય. સિકંદર, સીઝર અને નેપલિયનનો વિજય લે, અથવા વૈજ્ઞાનિકોની શોધ લો, અથવા બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખનાર અંગ્રેજોને લે, તે તમને દેખાશે કે એની પાછળેય એમની ઢબે તપ હતું અને પરિષહ પણ હતા. આપણે બધા તપ આચરીએ કે પરિષહ સહીએ તો તેને કાંઈક તે ઉદ્દેશ જ જોઈએ. કાં તે તેનાથી આધ્યાત્મિક શાંતિ સધાય અને કાં તે આધિભૌતિક વિભૂતિ સધાય. આ બેમાંથી એકે ન સધાય તે આપણને મળેલ તપ અને પરિષહેનો વારસો વિકસિત થવા છતાં તે કેટલે વધારે કીમતી થાય છે અને વિચાર તમે જ કરે ! પરિણામ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે તપ અને પરિષહો મારફત આપણા સમાજે પ્રમાણમાં બીજા કરતાં આધ્યાત્મિક શાંતિ એટલે કલેશોની શાંતિ કેટલી વધારે સાધી છે, અથવા એ વારસા દ્વારા એણે આધિભૌતિક મહત્તા કેટલી વધારે પ્રાપ્ત કરી છે. જે આપણને એવું અભિમાન હોય કે જેને જેવું તપ કોઈ કરતા નથી, કરી શકતા નથી અને જૈન ભિક્ષ જેટલા ઉગ્ર પરિષહ બીજ કોઈ સહી શકતા નથી તે આપણે એનું વધારેમાં વધારે પરિણામ બતાવવા તૈયાર રહેવું જોઈએ. દુનિયામાંથી કોઈ આવી આપણને પૂછે કે “ભલા તમે તપ અને પરિષહેની બાબતમાં બીજા કરતાં પિતાને વધારે ચડિયાતા માને. છો, તે પછી તમારે સમાજ પણ એનું પરિણામ મેળવવામાં વધારે ચડિયાતો. હોવો જોઈએ. તેથી તમે બતાવે કે તમારા સમાજે તપ અને પરિષહ દ્વારા કયું પરિણામ મેળવી બીજા સમાજે કરતાં ચડિયાતાપણું મેળવ્યું છે? શું તમે hશશાંતિમાં બીજા કરતાં ચડે છે? કે શું જ્ઞાનની બાબતમાં બીજા કરતાં ચડે છે કે શું શેધખોળ કે ચિંતનમાં બીજા કરતાં ચડે છે ? શું તમે પરાક્રમી શીખ સૈનિકે જેવી સહનશીલતામાં બીજા કરતાં ચડે છે ? આ પ્રશ્નોને ઉત્તર આપણે હકારમાં પ્રામાણિકપણે ન આપી શકીએ ( અને અત્યારનું સામાજિક પરિણામ એવો ઉત્તર આપવા ના પાડે છે), તે પછી આપણે એકવાર ગમે તેવા કીમતી નીવડેલા અને વસ્તુતઃ કીમતી નીવડી શકે તેવા તપ અને પરિષહના વારસાનું મિથ્યાભિમાન કરવું છોડી દેવું જોઈએ. તપ અને પરિષહના ખાસ પ્રતિનિધિ મનાતા ગુરુઓ જ આજે મોટેભાગે આપણે કરતા વધારે ગૂંચમાં છે, મોટા કલેશમાં છે, ભારે અથડામણીના જોખમમાં છે. સાથે સાથે સમાજને મોટે ભાગ પણ એ વાવાઝોડામાં સપડાયેલું છે. ક્યાં એ સુંદર વારસાનાં સુંદરતમ આધ્યાત્મિક પરિણામો Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬] દર્શન અને ચિંતન અને ક્યાં એ કીમતી વારસાને વ્યર્થ અને નાશકારક રીતે વ્યય ! જે જૈન સમાજના એ મુખ્ય પ્રતિનિધિઓએ આધ્યાત્મિક વિજય સાધી આપણું સમાજને જીવિત શાંતિ અપ હોત, અથવા હજી પણ અર્પતા હોય તે, વ્યાવહારિક ભૂમિકામાં ગમે તેટલું પછાતપણું હોવા છતાં, આપણે ઊંચું માથું કરી એમ કહી શકત કે અમે આટલું તો કર્યું છે. પણ એક બાજુ આધ્યાત્મિક શાંતિમાં જગત આપણું દેવાળું જુએ છે અને બીજી બાજુ આપણી સામાજિક અને રાષ્ટ્રીય નબળાઈઓ તે આપણે પિતાને મોઢે જ કબૂલ કરીએ છીએ; એટલે એકંદર રીતે એમ બન્યું છે કે આપણે તપ અને પરિષહોમાંથી પરિણામ મેળવવાની કૂંચી જ હાથ નથી કરી. તેથી આજે વિચાર ઉપસ્થિત થાય છે કે હવે શું એ વારસે, જે હજારો વર્ષો થયાં મળ્યો છે અને જે કીમતી લેખાય છે તે, ફેંકી દે ? અગર તે તે મારફત શું કરવું? તેનાથી પરિણામ સાધવાની શી કુંચી છે ? આ પ્રશ્નોના જવાબમાં જ પ્રસ્તુત ચર્ચા પૂરી થઈ જાય છે. સમયે સમયે નવાં નવાં બળે પ્રગટે છે અને ક્ષેત્રો ખુલ્લાં થાય છે. એક જ વસ્તુને ભિન્ન ભિન્ન સમયમાં અને ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં જુદો ઉપગ થઈ શકે છે. આજે ભારતવર્ષને સાચા તપ અને પરિવહની જરૂર ઊભી થઈ છે. આપણે સમાજ તપ અને પરિષહેથી ટેવાયલે છે. જે એમની આધ્યાત્મિક આંખ એનાથી ન ઊઘડતી હોય તે પછી એનાથી વ્યાવહારિક આંખ તે ઊઘડવી જ જોઈએ ! અને તપ કે પરિષ દ્વારા કોઈ પણ વ્યાવહારિક પરિણામ લાવવું હોય ત્યારે, જે દષ્ટિ હોય છે, તેનાથી આધ્યાત્મિક પરિણામ તે આવે જ છે. ભગવાનનું તપ દ્વિમુખી છે. જે એને આચરનારમાં જીવનની કળા હોય તે તે મોટામાં મોટું વ્યાવહારિક પરિણામ આણવા ઉપરાંત આધ્યાત્મિક પરિણામ પણ આણે જ છે. આની સાબિતી માટે ગાંધીજી બસ છે. એમના તપે અને પરિષહાએ રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં કેવાં કેવાં પરિણામ આપ્યાં છે! કેવી કેવી ચિરસ્થાયી ક્રાંતિઓ જન્માવી છે અને લેકમાનસમાં કેટલે પલટો આણ્યો છે ! તેમ છતાં તેમણે પિતાના આધ્યાત્મિક જીવનમાંથી કશું જ ગુમાવ્યું નથી; ઊલટું એમણે એ તપ અને પરિષહેની મદદથી જ પોતાનું આધ્યાત્મિક જીવન પણ ઉન્નત બનાવ્યું છે. એક જણ તપ અને પરિષહેથી આધ્યાત્મિક તેમ જ આધિભૌતિક બને પ્રકારનાં પરિણામે સાધે અને બીજાઓ એ વડે બેમાંથી કશું જ ન સાધે ત્યારે એમાં ખામી તપ–પરિષહની કે એના આચરનારની? ઉત્તર એ જ છે કે ખામી એના આચરનારની. Page #482 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિષહ [ ૪૪૭ આપણે આપણા એ વારસાના ઉપયોગ રાષ્ટ્રના અભ્યુદય અર્થે કાં ન કરીએ ? રાષ્ટ્રના અભ્યુદય સાથે આપણે આધ્યાત્મિક શાંતિ મેળવવી હાય તા વચ્ચે કાણું આડું આવે છે ? પણ ન નાચનારીને આંગણું વાંકું——એ ન્યાયે આપણાં આળસી અંગેા આપણી પાસે એમ કહેવરાવે છે કે અમે દેશકાય માં શી રીતે પડીએ? રાષ્ટ્રપ્રવૃત્તિ એ તો ભાગભૂમિકા છે અને અમે તે આધ્યાત્મિક કલ્યાણ સાધવા માગીએ છીએ. ભેગભૂમિકામાં પડીએ તે। એ શી રીતે સધાય ? ખરેખર, આ કથનની પાછળ પુષ્કળ અજ્ઞાન રહેલું છે. જેનું મન સ્થિર હાય, જેને કરી છૂટવું હાય એને માટે રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને આધ્યાત્મિક કલ્યાણ વચ્ચે કશા જ વિરાધ નથી. જેમ શરીર ધારણ કરવા છતાં એનાથી આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે તેમ ઇચ્છા અને આવડત હોય તે રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરવા છતાં આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે, અને જો ઈચ્છા અને આવડત ન હોય તે આધ્યાત્મિક કલ્યાણને નામે તપ તપવા છતાં તેનુ પરિણામ ઊલટું જ આવે—જેવું આજે દેખાય છે. આવીસ પરિષહેામાં ભૂખ તૃષા, ટાઢ–તડકા, જીવ-જંતુ, માન-અપમાન વગેરેનાં સ’કટા મુખ્ય છે. એ સંકટાથી પેતાને વધારેમાં વધારે ટેવાયેલ માનનાર એક મોટા શ્રમણવ દેશને સદ્ભાગ્યે માજુદ છે. સરકાર અને સમાજના અન્યાય સામે થનાર અહિંસક અને સત્યપ્રિય યાદ્દાઓમાં એ જ ગુણોની વધારે અપેક્ષા રહે છે. આ ગુણે જૈનવને વારસાગત જેવા છે. એટલે જ્યારે દેશને અન્યાયના વિજય માટે સૈનિકાની જરૂર હેાય ત્યારે તે ધ યુદ્ધમાં એ પરિષહસહિષ્ણુએ જ માખરે હાવા જોઈ એ. એમ તે કાઈ નહિ કહે કે દેશની સ્વત ંત્રતા તેમને નથી જોઈતી કે નથી ગમતી, અગર તો એ સ્વતંત્રતા મળ્યા પછી તે પરદેશમાં ચાલ્યા જશે. વળી એમ પણ કાઈ નહિ કહી શકે કે આવી શાંત સ્વતંત્રતા વધારેમાં વધારે સહન કર્યાં વિના મળી શકે. જો આમ છે તે આપણી ફરજ સ્પષ્ટ છે કે આપણે—ખાસ કરી તપ અને પરિષહ સહેવાની શક્તિ ધરાવનારા—દેશકાય માં વધારે ભાગ આપીએ. લડાઈ મારવાની નહિ પણ જાતે ખમવાની છે. જેલે હોય કે ખીજી સ્થળ હોય, આજનું યુદ્ધ બધે જ સહન કરવા માટે છે, જે સહન કરવામાં એક્કો અને તપ તપવામાં મજબૂત તે જ આજને ખરા સેવક. બહેન હા કે ભાઈ હા, જે ખમી ન જાણે તે આજ ફાળા આપી ન શકે. જૈન ત્યાગીવર્ગ અને ગૃહસ્થવર્ગ ખીજાતે મારવામાં નહિ, પણ જાતે સહન કરવામાં પેાતાને ચડિયાતા માને છે અને ખીજા પાસે મનાવે છે. એટલે તેની Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] દર્શન અને ચિંતન આજના યુદ્ધ પરત્વે તેમાં ઝુકાવવાની બેવડી ફરજ ઊભી થાય છે. કેઈ સાચો આચાર્ય કે સામાન્ય મુનિ કલાલને અને પીનારને સમજાવતાં–શાંતિ અને પ્રેમથી સમજાવતાં–જેલમાં જશે તે ત્યાં તે જેલ મટી એને માટે અને બીજાને માટે ભૂમિ બનશે. લૂખુંપાછું ખાવા મળશે, જાડાંપાતળાં કપડાં મળશે તે એ એને અઘરું નહિ પડે, કારણ કે જે ટેવ વલ્લભભાઈ જેવાને કે નેહરુ જેવાને પાડવી પડે છે તે ટેવ જૈન ગુરુને તે સ્વતઃસિદ્ધ છે. વળી જ્યારે ઘરથી નીકળ્યો ત્યારે જ કપડાંને પરિષહ તેણે સ્વીકાર્યો છે. હવે જે ખાદી પહેરવી પડે તે એમાં એણે ધારેલું જ થયું છે, વધારે કશું જ નહિ. વધારે છે ત્યારે થયું કહેવાય કે જે એ ખાદીની અછતને લીધે તદ્દન નગ્ન રહે અથવા લંગોટભેર રહી ટાઢ, તડકે અને જીવજંતુનો ઉપદ્રવ સહન કરે. પણ આ ધાર્મિક દેશની એટલી અપાર ભક્તિ છે કે તે જાતે નગ્ન રહીને પણ પિતાના ગુરુઓનાં અંગ ઢાંકશે! ખરી વાત એ છે કે આધ્યાત્મિક અને આધિભૌતિક અને પ્રકારનો અભ્યદય સાધી શકાય એવી આ અલૌકિક લડાઈ છે અને એમાં તપ તપતાં જૈન ભાઈ અને બહેને અને ગુરુવર્ગને જેટલે અવકાશ છે, જેટલી સફળતાની વકી છે, તેટલી બીજા કોઈને નથી. માત્ર રાજ્ય મેળવવામાં નહિ, પણ તેને ચલાવવા સુધ્ધાંમાં પરિષહે સહન કરવો પડે છે. સાચું હોય કે ખોટું એ તેઓ જાણે કે ઈશ્વર જાણે, પણ અંગ્રેજો દલીલ કરે છે કે “હિંદુસ્તાન જેવા ગરમ દેશમાં જઈ રહેવામાં અને ત્યાં જીવન ગાળવામાં અમારે જે મુશ્કેલી છે, જે ખમવું પડે છે, તે હિંદુસ્તાનીઓ ન જાણી શકે. આમ છતાં અમે હિંદુસ્તાનના ભલા ખાતર એ બધું સહન કરીએ છીએ !” એમની આ ફરિયાદને સાચી માની એમનાં બધાં જ સંકટ આપણા દેશના બધા સંપ્રદાયના તપસ્વીઓએ માથે લઈ લેવાં જોઈએ. જે બાવાઓ પંચાગ્નિ તપની ભારે અભ્યાસી છે એમને હિંદુ સ્તાનની રક્ષા માટે ઉઘાડે પગે સિંધના રણમાં કે મારવાડના વેરાન પ્રદેશમાં ઊભું રહેવું અને કૂચ કરતાં ચાલવું ભારે નહિ પડે. જે નાગડા બાવાઓ ભભૂતિ લપેટી ભર શિયાળામાં સ્મશાનમાં પડ્યા રહે છે તેમને દેશરક્ષા માટે અફઘાનિસ્તાનની સરહદ ઉપર કડકડતી ટાઢમાં રહેવું ભારે નહિ પડે. જેઓ અણીદાર ખીલાવાળા પાટિયા ઉપર સૂવાના અભ્યાસી છે, તેમને દુશ્મનની બંદૂકની સંગીને નહિ ખૂંચે. પગપાળા ચાલવાના અને લૂખુંચૂકું ખાવાના તેમ જ એક વાર જેવુંતેવું ખાઈ ચલાવી લેવાના અને દિવસના દિવસ સુધી ઉપવાસ અને આયંબિલ કરવાના અભ્યાસી છે, તેમને કાંઈ પણ મુશ્કેલી આવવાની નથી. એટલે અંગ્રેજ સોજોને કે વાઈસરોય સાહેબ સુધીના Page #484 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિવહન [ ૪૪૯ અમલદારને આપણે આપણા માટે શા સારુ આપણા દેશમાં મુસીબત સહન કરવા દેવી જોઈએ? ભલે તેઓ ઈગ્લેંડમાં જઈ શનિ ભગવે. ખાસ કરી આપણા બધા જ સમજેમાં સ્ત્રી અને પુરુષોમાં તપ કરવાનું અને ખમી ખાવાનું અસાધારણ બળ પડ્યું હોય ત્યારે આપણે આપણા માટે પરદેશના લેકેને શા માટે હેરાન કરવા જોઈએ ? એટલે આજે સ્વરાજ મેળવવામાં કહે કે તેને સાચવવામાં કહે, જેટલા બળની દરકાર છે તે બધું જ આપણી પાસે છે. ફક્ત ખામી હોય તે એટલી જ છે કે તેને ઉપયોગ કેઈ નિશ્ચિત ઉદ્દેશમાં વ્યવસ્થિત રીતે થતું નથી. ફક્ત આપણા દેશની સ્ત્રીઓમાં જ જે તપ કરવાનું અને આ સહન કરવાનું બળ છે અને જેટલું બળ આજકાલ તેઓ તેમાં વાપરે છે, તે બહેને ધારે તે એટલા જ બળના વ્યવસ્થિત અને વિચારપૂર્વકના ઉપયોગથી, પુરુષોની જરા પણ મદદ સિવાય, સ્વરાજ મેળવી શકે, કારણ કે આજની રાષ્ટ્રીય પ્રવૃત્તિની સફળતા માત્ર તપસ્યા અને સહનશીલતા ઉપર જ અવલબેલી છે—જે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં છે. એટલે આજે આપણા હજારે વર્ષના વારસાનો સુંદરતમ ઉપગ કરવાની તક પ્રાપ્ત થઈ છે; એને ઉપયોગ કરો અને એ દિશામાં વિચાર કરે એમાં જ આપણું આ પર્યુષણની આંશિક સફળતા છે. કે એમ ન ધારે કે અત્યારે આ જે મોજું ચાલી રહ્યું છે, તેને લાભ લઈ બોલનારાઓ તપ અને પરિષહ જેવી આધ્યાત્મિક કીમતી વસ્તુ ઓને વેડફી નાખવા માગે છે. ખાતરીથી માનજે કે અહીં એ વાત જ નથી. અહીં તે ઉદ્દેશ એટલે છે કે જે બળ આપણુમાં છે, અસ્તવ્યસ્ત થયેલું છે અને જેને અત્યારે આધ્યાત્મિક કે આધિભૌતિક ક્ષેત્રમાં કશે જ ઉપયોગ નથી થતે, તે બળને ચાલુ પ્રવૃત્તિમાં લગાડી તેની વધારે કિંમત સિદ્ધ કરવી. જે એમ થાય તે દુનિયાની દૃષ્ટિમાં જૈન તપ અને પરિષહનું કેટલું મહત્વ વધે ! ફક્ત મહાત્માજીએ પિતાના આચરણ દ્વારા ઉપવાસનું કેટલું મહત્ત્વ વધારી મૂકયું છે! આજે એમના ઉપવાસની અનેક દૃષ્ટિએ કિંમત છે, કારણ કે એમના ઉપવાસની પાછળ ચારિત્ર અને જ્ઞાન એ બન્ને આત્યંતર તપ રહેલાં છે. તે પછી આપણા સમાજમાં ઉપવાસ અને બીજા તેવાં અનેક તપે ચાલે છે તે બધાંની સાથે ચારિત્ર અને જ્ઞાનને સયાગ કરી એને લેકગમ્ય ઉપયોગ કરીએ તે શું એ તપની કિંમત ઘટવાની કે વધવાની ? એટલે તપનું ખરું ઉજમણું દેખાવ અને ભપકાઓમાં નથી. ગાંધીજીએ પોતાના સાત, ચૌદ કે ૨૯ Page #485 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન એકવીસ ઉપવાસનું એક પાઈ ખરચીને પણ ઉજમણું નથી કર્યું અને છતાં એમના ઉપવાસએ મેટામેટા દૂતને આકર્ષી. કારણ શું છે? કારણ એ કે એ ઉપવાસની પાછળ લોકકલ્યાણની અને ચિત્તશાંતિની શુદ્ધ દૃષ્ટિ હતી. આજે આપણે આશા રાખીએ કે આપણા તપસ્વીવર્ગમાં અને પરિષહ ખમનાર, માથામાંથી વાળ ખેંચી કાઢવા જેવી સખત મુશ્કેલી સહનાર, ઉઘાડે પગે ચાલનાર અને ઉઘાડે માથે ફરનાર ત્યાગીવર્ગમાં એ શક્તિ તેમ જ ભાવના ઊતરે! –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, ૧૯૩૦. Page #486 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ [૨૬] માનવપ્રકૃતિમાં હિંસા અને અહિંસાના બને તો સમાયેલાં છે. હિંદુસ્તાનમાં તેના મૂળ વતનીઓની અને પાછળથી તેમના વિજેતા તરીકે જાણીતા આર્યોની જાહોજલાલી વખતે અનેક જાતનાં બલિદાન તેમ જ યજ્ઞયાગની ભારે પ્રથા હતી અને એમાં માત્ર પશુઓ કે પંખીઓ જ નહિ, પણ મનુષ્ય સુધ્ધાંની બલિ અપાતી. ધાર્મિક ગણાતે હિંસાને આ પ્રકાર એટલી હદ સુધી વ્યાપેલ હતા કે તેના પ્રત્યાઘાતથી બીજી બાજુએ એ હિંસાને વિરોધ શરૂ થયો હતો અને અહિંસાની ભાવનાવાળા પંથો ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પણ સ્થપાઈ ગયા હતા. એમ છતાં અહિંસા તત્ત્વના અનન્ય પિોષક તરીકે અને અહિંસાની આજની ચાલું ગંગોત્રી તરીકે તે જે બે મહાન ઐતિહાસિક પુરુષો આપણી સામે છે તે ભગવાન મહાવીર અને બુદ્ધ જ છે. એમના સમયમાં અને એમના પછી હિંદુસ્તાનમાં અહિંસાને જે પોષણ મળ્યું છે, તેનો જેટજેટલી રીતે અને જેટજેટલી દિશામાં પ્રચાર થયું છે તેમ જ અહિંસાતત્વ પર જે શાસ્ત્રીય અને સૂક્ષ્મ વિચારે થયા છે એની જોડ હિંદુસ્તાનની બહારના કોઈ પણ દેશના ઈતિહાસમાં મળી શકે તેમ નથી. દુનિયાના બીજા દેશે અને બીજી જાતિઓ ઉપર અસાધારણ પ્રભાવ પાડનાર, તેમને જીતનાર અને કાયમને માટે તેમનાં મન હરી લેનાર કોઈ તત્ત્વ હિંદુસ્તાનમાં ઉદ્ભવ્યું હોય તે તે હજારો વર્ષથી આજ સુધી સળંગ ઓછેવત્તે અંશે ચાલ્યું આવેલું અને વિકાસ પામેલું અહિંસા-તત્વ જ છે. આજે પણ ગુલામીગ્રસ્ત હિંદુસ્તાનનું તેજ જે કાંઈ હોય તે તે માત્ર અહિંસા જ છે. અહિંસાના પ્રચારક જૈન અને બૌદ્ધ સો વ્યવસ્થિત સ્થપાયા પછી તેનું પ્રચારકાર્ય મેર ખૂબ જેસભેર ચાલવા લાગ્યું. એના પુરાવાઓ આજે પણ જીવતા છે. મહાન સમ્રાટ અશોકની ધર્મલિપિઓમાં જે ફરમાનો છે તે આપણુને સ્પષ્ટ જણાવે છે કે અશોકે ઉત્સવો અને સમારંભમાં હિંસા ન કરવાની આજ્ઞા કરી હતી અથવા એક રીતે લેકે પાસે એમ ન કરવાની પિતાની ઈચ્છા તેણે દર્શાવી હતી. જાતે હિંસામુક્ત થઈ ફકીરી ધારણ કરી રાજદંડ ધારણું કરનાર અશોકની ધર્મ–આજ્ઞાઓનો પ્રભાવ દરેક પંથના લેકે ઉપર Page #487 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ] દર્શન અને ચિંતન કેટલે પડ્યો હશે એની કલ્પના કરવી કઠણ નથી. રાજકીય ફરમાન દ્વારા અહિંસાના પ્રચારને આ માર્ગ અશોકથી અટક્યો નથી. તેના પૌત્ર જાણતા જૈન સંપ્રતિ રાજાએ એ માર્ગનું ભારે અનુસરણ કર્યું હતું અને પિતાના પિતામહની અહિંસાની ભાવનાને એણે પિતાની ઢબે અને પિતાની રીતે બહુ જ પોષી હતી. રાજાઓ, રાજકુટુંબ અને મોટા મોટા અધિકારીઓ અહિંસાના પ્રચાર તરફ ઝૂકેલા હેય તે ઉપરથી બે વાત જાણવી રહેલ છે. એક તો એ કે અહિંસાપ્રચારક સંઘોએ પિતાના કાર્યમાં કેટલી હદ સુધી પ્રગતિ કરી હતી કે જેની અસર મહાન સમ્રાટ સુધી થઈ હતી; અને બીજી વાત એ કે લેકેને અહિંસાતત્વ કેટલું રુચ્યું હતું અથવા તેમનામાં દાખલ થયું હતું કે જેને લીધે તેઓ આવા અહિંસાની ઘોષણા કરનારા રાજાઓને માન આપતા. કલિંગરાજ આહંત સમ્રાટ ખારવેલે પણ એ માટે ખૂબ કર્યું હોય તેમ તેની કારકિર્દી ઉપરથી લાગે છે. વચ્ચે વચ્ચે બલિદાનવાળા યજ્ઞના યુગો માનવપ્રકૃતિમાંથી ઉદયમાં આવતા ગયા એમ ઈતિહાસ સ્પષ્ટ કહે છે, છતાં એકંદર રીતે જોતાં હિંદુસ્તાન અને તેની બહાર એ બને અહિંસાપ્રચારક સંઘના કાર્યો જ વધારે સફળતા મેળવી છે. દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનના મધ્યકાલીન જૈન અને બૌદ્ધ રાજાઓ તેમ જ રાજકુટુંબ અને અમલદારેનું પહેલું કાર્ય અહિંસાના પ્રચારનું જ રહ્યું હોય તેમ માનવાને ઘણાં કારણે છે. પશ્ચિમ હિંદુસ્તાનના પ્રભાવશાળી રાજ્યકર્તા પરમ આહંત કુમારપાળની અહિંસા તે એટલી બધી જાણીતી છે કે ઘણાને આજે તે અતિશયતાવાળી લાગે છે. મોગલ સમ્રાટ અકબરનું મન હરણ કરનાર ત્યાગી જૈન ભિક્ષુ હીરવિજયસૂરિના અને ત્યાર પછીના તેમના અનુગામી શિષ્યના બાદશાહ પાસેથી અહિંસા પરત્વે મેળવેલાં ફરમાને હમેશને માટે ઈતિહાસમાં અમર રહે તેવાં છે. આ ઉપરાંત ઠાકરડાઓ, જમીનદારે, લાગવગવાળા અમલદારે અને ગામના આગેવાન પટેલ તરફથી પણ હિંસા ન કરવાનાં મળેલાં વચનો જે આપણે મેળવી શકીએ અને મળી આવે તે આ દેશમાં અહિંસાપ્રચારક સંઘે અહિંસાનું વાતાવરણ ઊભું કરવા કેટલે પુરુષાર્થ કર્યો છે એની કાંઈક કલ્પના આવે. . અહિંસાપ્રચારના એક સચોટ પુરાવા તરીકે આપણે ત્યાં પાંજરાપોળની સંસ્થા ચાલી આવે છે. આ પરંપરા ક્યારથી અને કોની દ્વારા અસ્તિત્વમાં આવી એ ચેકકસ કહેવું કઠણ છે, છતાં ગૂજરાતમાં એને પ્રચાર અને એની પ્રતિષ્ઠા જોતાં એમ માનવાનું મન થઈ જાય છે કે પાંજરાપોળની સંસ્થાને વ્યાપક કરવામાં કદાચ કુમારપાલને અને તેના ધર્મગુરુ આચાર્ય હેમચંદ્રને મુખ્ય હાથ હેય. આખાયે કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતનું તેમ જ રજપુતાને-- Page #488 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫૩ અહિંસા અને અમારિ - ના અમુક ભાગનું કઈ એવું જાણીતું શહેર કે સારી આબાદીવાળો કસબ નહિ મળે કે જ્યાં પાંજરાપોળ ન હોય. ઘણે સ્થળે તે નાનાં ગામડાંઓમાં પણ પ્રાથમિક નિશાળો(પ્રાઈમરી સ્કૂલ)ની પેઠે પાંજરાપોળની શાખાઓ છે. આ બધી પાંજરાપોળ મુખ્યપણે પશુઓને અને અંશતઃ પંખીઓને પણ બચાવવાનું અને તેમની સારસંભાળ રાખવાનું કામ કરે છે. આપણી પાસે અત્યારે ચોકકસ આંકડા નથી, પણ મારી સ્થૂળ અટકળ એવી છે કે દરવર્ષે એ પાંજરાપોળ પાછળ જેને પચાસ લાખથી ઓછો ખર્ચ નથી કરતા, અને એ પાંજરાપોળોના આશ્રયમાં કાંઈ નહિ તે નાનામોટા લાખેક જીવ સારસંભાળ પામતા હશે. ગૂજરાત બહારના ભાગમાં જ્યાં જ્યાં ગે શાળાઓ ચાલે છે ત્યાં બધે મુખ્ય ભાગે ફક્ત ગાયોની જ રક્ષા કરવામાં આવે છે. ગોશાળાઓ પણ દેશમાં પુષ્કળ છે અને તેમાં હજારે ગામે રક્ષણ પામે છે. પાંજરાપોળની સંસ્થા હો કે ગોશાળાની સંસ્થા છે, પણ એ બધી પશુરક્ષણની પ્રવૃત્તિ અહિંસા પ્રચારક સંધના પુરુષાર્થને જ આભારી છે એમ કોઈ પણ વિચારક કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. આ ઉપરાંત કીડિયારાની પ્રથા, જળચરેને આટની ગોળીઓ ખવડાવવાની પ્રથા, શિકારે અને દેવીને ભેગે બંધ કરાવવાની પ્રથા –એ બધું અહિંસાની ભાવનાનું જ પરિણામ છે. અત્યાર સુધી આપણે પશુ, પંખી અને બીજા જીવજંતુઓ વિશે જ વિચાર કર્યો છે. હવે આપણે મનુષ્યજાતિ તરફ પણ વળીએ. દેશમાં દાનપ્રથા એટલી ધંધબંધ ચાલતી કે તેમાં કોઈ માણસ ભૂખે રહેવા ભાગ્યે જ પામતું. પ્રચંડ અને વ્યાપક લાંબા દુષ્કાળમાં જગડુશા જેવા સખી ગૃહસ્થાએ પિતાના અન્નભંડાર અને ખજાનાઓ ખુલ્લા મૂક્યાના વિશ્વસ્ત પુરાવાઓ છે. જે દેશમાં પશુપંખી અને બીજા ક્ષુદ્ર છે માટે કરેડે રૂપિયા ખર્ચાતા હોય તે દેશમાં માણસજાત માટે લાગણી ઓછી હેય અગર તે તે માટે કાંઈ ન થયું હોય એમ કલ્પવું એ વિચારશક્તિની બહારની વાત છે. આપણું દેશનું આતિથ્ય જાણીતું છે અને આતિથ્ય એ માનવજાતને લક્ષીને જ છે. દેશમાં લખો ત્યાગી અને ફકીર થઈ ગયા અને આજેય છે. તે એક આતિથ્ય કે મનુષ્ય તરફની લેકેની વૃત્તિનો પુરાવો છે. અપગે, અનાથે અને બીમારે માટે બને તેટલું વધારેમાં વધારે કરી ફીટવાનું બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેનાં શાસ્ત્રોમાં ફરમાન છે, જે તત્કાલીન લેકરુચિને પડે છે. મનુષ્યજાતિની સેવાના દિવસે દિવસે વધતી જતી જરૂરિયાતને લીધે, અને પડોશીધર્મની અગત્ય સર્વથી પ્રથમ હેવાને લીધે, ઘણીવાર ઘણું ભાઈએ આવેશ અને ઉતાવળમાં અહિંસાના પ્રેમી લેને એમ કહી દે છે કે એમની અહિંસા, Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪] દર્શન અને ચિંતન કીડી-કેડી અને બહુ તો પશુપંખી સુધી વ્યાપેલી છે, માનવજાતને અને દેશભાઈઓને તે બહુ ઓછી સ્પર્શે છે; પણ આ વિધાન બરાબર નથી એની સાબિતી માટે નીચેની હકીકત બસ ગણવી જોઈએઃ (૧) જૂના અને મધ્ય કાળને બાજુએ મૂકી માત્ર છેલ્લાં સો વર્ષના નાનામેટા અને ભયંકર દુષ્કાળે તેમ જ બીજી કુદરતી આફતો લઈ તે વખતને ઈતિહાસ તપાસીએ કે તેમાં અન્નકષ્ટથી પીડાતા માને માટે કેટકેટલું અહિંસાપોષક સંધ તરફથી કરવામાં આવ્યું છે ! કેટલા પૈસા ખરચવામાં આવ્યા છે ! કેટલું અન્ન વહેંચવામાં આવ્યું. છે! દવાદારૂ અને કપડાં માટે પણ કેટલું કરવામાં આવ્યું છે! દા. ત. છપ્પનિયે દુષ્કાળ લે કે જેની વિગતો મેળવી શક્ય છે. (૨) દુકાળો અને બીજી કુદરતી આફત ન હોય તેવે વખતે પણ નાના ગામડા સુધ્ધાંમાં જે કંઈ ભૂખે મરતું જાણમાં આવે તે તેને માટે મહાજન કે કોઈ એકાદ ગૃહસ્થ કઈ અને કેવી. રીતે મદદ પહોંચાડે છે એની વિગત જાણવી. (૩) અર્ધા કરેડ જેટલે ફકીર, બાવા અને સાધુસંતોનો વર્ગ મોટેભાગે જાતમહેનત વિના જ બીજા સાધારણ મહેનતુવર્ગ જેટલા જ સુખ અને આરામથી હંમેશા નભતે આવ્યો છે અને નભે જાય છે તે. આટલે સાચે બચાવ છતાં ઉપર દર્શાવેલ આક્ષેપની પાછળ બે સત્યો સમાયેલાં છે જે બહુ કીમતી છે અને જેના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર ઊભી થઈ છે: (૧) પહેલું તે એ કે આપણે માનવજાતિ તરફની અહિંસા, કે દયા વ્યવસ્થિત કે સંગઠિત નથી; એટલે મોટેભાગે જ્યાં, જેવી રીતે અને જેટલા પ્રમાણમાં માનવભાઈઓ માટે ખર્ચ કરવાની જરૂર હોય ત્યાં, તેવી રીતે અને તેટલા પ્રમાણમાં સંગીન ખર્ચ કરવામાં સાવધાની કે ચેસાઈ રખાતી નથી; તેમ જ ઘણીવાર માનવભાઈઓ પાછળ એવો અને એટલે બધે. ખર્ચ થાય છે કે ઊલટે એ ખર્ચ તેમની સેવાને બદલે તેમની હિંસામાં જ ઉમેરાનું કારણ થઈ જાય છે. (૨) અને બીજું સત્ય એ છે કે પ્રાચીન અને મધ્યકાળમાં કદી ઊભી નહિ થયેલી એવી જીવનનિર્વાહની અને ઉદ્યોગની મુશ્કેલ પરિસ્થિતિ આજે ઊભી થઈ છે કે જેમાં સૌથી પહેલાં અને વધારેમાં વધારે મનુષ્યજાતિ તરફ જ લક્ષ અપાવું જોઈએ. ખાસ કરીને જ્યારે પરધમ અને પરદેશના ભાઈઓ આપણા દેશમાં આપણા ભાઈઓ માટે શુદ્ધ અહિંસાની નિષ્ઠાથી કે રાજકીય દૃષ્ટિથી સેવા કરનારી વિવિધ સંસ્થાઓ ચલાવી રહ્યા હોય અને આપણું દેશવાસીઓ જીવનનિર્વાહ તેમ જ બીજી સગવડસર આપણા દેશ તરફથી ઉદાસીન થઈ પરદેશી લેકે તરફ ઢળી જતા હોય, ત્યારે તે દેશની અખંડતા ખાતર અને મુકાબલામાં ટકી રહેવા ખાતર પણ માનવસેવા તરફ સૌથી, Page #490 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ ૪૫૫ પહેલું અને સૌથી વધારે વ્યવસ્થિત ધ્યાન આપવાની જરૂર ઊભી થાય એ સ્વાભાવિક છે. - આ બે સ ઉપર જ આજની આપણી અહિંસા અને અમારિનું વ્યાવહારિક સ્વરૂપ નક્કી કરી શકાય તેમ છે. જીવનની તૃષ્ણા હેવી એટલે કે ચલાવી શકાય તે કરતાં વધારે જરૂરિયાત ઊભી કરી તે પૂરી પાડવા ખાતર, બિલકુલ બદલે આપવાની વૃત્તિ રાખ્યા સિવાય અગર તે ઓછામાં ઓછા બદલે આપીને, બીજાઓની સેવા લેવી તે હિંસા. આ વ્યાખ્યા સામાજિક હિંસાની છે. તાત્વિક હિંસા તે એથી પણ વધારે સૂક્ષ્મ છે. એમાં કોઈ પણ જાતના થેડામાં થોડા વિકારને પણ સમાસ થઈ જાય છે. તાત્ત્વિક અહિંસામાં માત્ર સહન અને સહન જ અગર તો ત્યાગ અને ત્યાગ જ કરવાપણું છે, પરંતુ અહીં સામાજિક અને રાષ્ટ્રીય દષ્ટિએ અહિંસાને વિચાર કરવાનું હોવાથી અને તેવી જ અહિંસાની વધારે શક્યતા તેમ જ વધારે ઉપયોગિતા હોવાથી આ સ્થળે તે જ અહિંસાને વિચાર પ્રસ્તુત છે. - અહિંસા કે અમારિનાં બે રૂપ છે: (૧) નિષેધાત્મક (નકાર); (૨) તેમાંથી જ ફલિત થતું ભાવાત્મક (હકાર). કોઈને ઈજા ન કરવી કે કેઈને પિતાના દુઃખના તેની અનિચ્છાએ ભાગીદાર ન કરવા એ નિષેધાત્મક અહિંસા છે. બીજાના દુઃખમાં ભાગીદાર થવું અગર તે પોતાની સુખસગવડનો લાભ બીજાને આપ એ ભાવાત્મક અહિંસા છે. એ જ ભાવાત્મક અહિંસા દયા અગર તે સેવા તરીકે જાણીતી છે. સગવડ ખાતર આપણે અહીં ઉક્ત બને પ્રકારની અહિંસાને અનુક્રમે અહિંસા અને દયાના નામથી ઓળખાવીશું. અહિંસા એ એવી વસ્તુ છે કે જેની દયા કરતાં વધારેમાં વધારે કિંમત હવા છતાં તે દયાની પેઠે એકદમ સૌની નજરે નથી ચડતી. દયાને લોકગમ્ય કહીએ તે અહિંસાને સ્વગમ્ય કહી શકાય. જે માણસ અહિંસાને અનુસરતા હોય તે તેની સુવાસ અનુભવે છે. તેને ફાયદો તે અનિવાર્ય રીતે બીજાઓને મળે જ છે, છતાં ઘણીવાર એ ફાયદો ઉઠાવનાર સુધ્ધાંને એ ફાયદાના કારણરૂપ અહિંસાતત્ત્વનો ખ્યાલ સુધ્ધાં નથી હોતો અને એ અહિંસાની સુંદર અસર બીજાઓના મન ઉપર પડવામાં ઘણીવાર ઘણે લાંબે વખત પસાર થઈ જાય છે. જ્યારે દયાની બાબતમાં એથી ઊલટું છે. દયા એ એવી વસ્તુ છે કે તેને પાળનાર કરતાં ઘણીવાર તેને લાભ ઉઠાવનારને જ તે વધારે સુવાસ આવે છે. દયાની સુંદર અસર બીજાઓનાં મન ઉપર પડતાં વખત જતા જ નથી. તેથી દયા Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ] દાન અને ચિંતન એ ઉઘાડી તરવાર જેવી સૌની નજરે આવે એવી વસ્તુ છે. તેથી તેને આસરવામાં જ ધર્મની પ્રભાવના દેખાય છે. સમાજના વ્યવસ્થિત ધારણ અને પોષણ માટે અહિંસા તેમ જ યા અન્તેની અનિવાર્ય જરૂર છે. જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં જેટલે અ ંશે બીજા ઉપર ત્રાસ વધારે ગુજરતા હોય, નબળાના હક્કા વધારે કચરાતા હાય, તે સમાજ કે તે રાષ્ટ્ર તેટલા જ વધારે દુ:ખી અને ગુલામ. તેથી ઊલટુ, જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં એક વર્ગના ખીન્ન વર્ગો ઉપર કે એક વ્યક્તિના બીજી વ્યક્તિ ઉપર જેટલે ત્રાસ ઓછો અથવા ખીજા નબળાના હકકાની જેટલી વધારે રહ્યા તેટલા જ તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સુખી અને વધારે સ્વતંત્ર. એ જ રીતે જે સમાજ અને જે રાષ્ટ્રમાં સખળ વ્યક્તિઓ તરફથી નબળા માટે જેટજેટલા વધારે સુખસગવડના ભાગ અપાતા હોય, જેટજેટલી તેમની વધારે સેવા કરાતી હોય, તેટ્લા તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સ્વસ્થ અને વધારે આબાદ. એથી ઊલટું જેટજેટલું વધારે સ્વાથી પશુ તેટતેટલે તે સમાજ વધારે પામરી અને વધારે છિન્નભિન્ન. આ રીતે આપણે સમાજે અને રાષ્ટ્રાના ઇતિહાસ ઉપરથી જે એક નિશ્ચિત પરિણામ તારવી શકીએ છીએ તે એ છે કે અહિંસા અને ધ્યા એ બન્ને જેટલાં આધ્યાત્મિક હિત કરનારાં તત્ત્વ છે તેટલાં જ તે સમાજ અને રાષ્ટ્રનાં ધારક અને પેષક તત્ત્વ પણ છે. એ બન્ને તત્ત્વાની જગતના કલ્યાણાર્થે એકસરખી જરૂરિયાત હોવા છતાં અહિંસા કરતાં યા જીવનમાં લાવવી કાંઈક સહેલ છે. અતર્દશન વિના અહિંસા જીવનમાં ઉતારી શકાતી નથી, પણ યા તો અતર્દશન વિનાના આપણા જેવા સાધારણ લેાકેાના જીવનમાં પણ ઊતરી શકે છે. અહિંસા નકારાત્મક હાવાથી બીજા કાઈ ને ત્રાસ આપવાના કાર્યથી મુક્ત થવામાં જ એ આવી જાય છે અને એમાં બહુ જ બારીકીથી વિચાર ન પણ કર્યાં હાય, છતાં એનું અનુસરણ વિધિપૂર્વક શકય છે; જ્યારે ધ્યાની ખખતમાં એમ નથી. એ ભાવાત્મક હાવાથી અને એના આચરણના આધાર સચાગા તેમ જ પરિસ્થિતિ ઉપર રહેલા હોવાથી એને પાળવામાં વિચાર કરવા પડે છે, બહુ જ સાવધાન રહેવું પડે છે અને દેશકાળની સ્થિતિનું બહુ જ જ ભાન રાખવું પડે છે. અહિંસા અને ધ્યા બન્નેની પાછળ સિદ્ધાંત તે આભૌપમ્યના છે, Page #492 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ [૪૫૭ એટલે તત્વની દષ્ટિએ કઈ પણ શુદ્રમાં સુદ્ર કે મોટામાં મોટા છવના પ્રત્યે આચરવામાં આવતી અહિંસા કે દયાનું પરિણામ સમાન જ છે. તેમ છતાં આપણે સામાજિક અને સ્થળ ભૂમિકાના લેક છીએ. આપણે આપણું કર્તવ્ય અને આચરણને પડશે સાંભળવા હંમેશાં આપણા પિતાને કાન ઉધાડા રાખીએ છીએ અને જે કર્યું તેની લેકે ઉપર શી છાપ પડી અથવા લેકે ઈચ્છે તેમ આપણે આચર્યું કે નહિ એમ જાણવા હમેશાં ઇતર હેઈ એ છીએ; એટલે કે આપણે વ્યાવહારિક ધર્મનું અનુસરણ પહેલાં કરીએ છીએ. વળી આપણે આપણા સમાજ અને કુલધર્મની બીજાઓ પાસે વધારે કિંમત અંકાવવા ઈચ્છીએ છીએ. આ કારણથી બીજી કોઈ પણ જીવજાતિ કરતાં મનુષ્યજાતિ તરફ અહિંસા ને દયાનો હાથ લંબાવવાની આપણને જાણે-અજાણે કે ઈચ્છા-અનિચ્છાએ પહેલી ફરજ પડે છે. તમારી સામે ત્રણ માણસો છે એવી કલ્પના કરે: એક જણ ગળીના શિકારી પંજામાંથી સેંકડો માને બચાવે છે અગર તે કાબરની કઠેર ચાંચમાંથી હજારે કીડામડાને બચાવે છે. બીજો બગલાની ચાંચમાંથી માછલીઓને અગર તે શિકારીની જાળમાંથી હરણોને છોડાવે છે. ત્રીજે કઈ લૂંટારા કે ખૂનીના પંજામાં સપડાયેલ એક માનવભાઈને બચાવે છે. આ ત્રણે દો તમારી સામે હેય. તેમાં છેલ્લા કરતાં પાછલાઓમાં જ ઉત્તરોત્તર વધારે અને વધારે છેવોને બચાવ થાય છે એ દેખીતું છે, છતાં તમારા ઉપર એ ત્રણમાંથી કેની વધારે સારી અસર થશે ? એટલે કે તમે એ ત્રણે દયાળુ વ્યક્તિઓમાં કેને શ્રેષ્ઠ કહેશે? અથવા તો કેની દયાની વધારે કિંમત આંકશો ? હું ધારું છું, દરેક જણ વગર સંકેચે મનુષ્યને બચાવનાર વ્યક્તિને જ વિશેષ દયાળુ કહેવાને. આ દલીલ ઉપરાંત બીજી પણ કેટલીક એવી દલીલ છે કે જે મનુષ્યજાતિ તરફ સૌથી પહેલું લક્ષ ખેંચવાની તરફેણ કરે છે: (૧) મનુષ્ય પોતે સ્વસ્થ અને સાધનસંપન્ન હોય તો તે પોતાની જાતિ ઉપરાંત બીજી છવજાતિઓની પણ ખૂબ સેવા કરી શકે છે; જ્યારે મનુષ્ય સિવાયનું કોઈ પ્રાણી તેમ કરવા અસમર્થ છે. (૨) મનુષ્ય એ બીજા કોઈ પણ જીવધારી કરતાં વધારે વિચાર અને વર્તનવાળા હોવાથી, તેમ જ પિતાની શક્તિઓનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા એનામાં સૌ કરતાં વધારે હોવાથી તે જેમ વધારેમાં વધારે બીજાઓને હેરાનકર્તા થઈ શકે છે તેમ બીજા કોઈ પણ વધારી કરતાં બીજાઓને માટે તે વધારે કલ્યાણકારક પણ નીવડે છે. એટલે વિકાસશીલ હેવાથી જ મનુષ્ય સૌથી પહેલાં દયા અને સેવા મેળવવાનો અધિકારી છે. મનુષ્યના જેટલે Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ] દન અને ચિંતન પોતાના જીવનને વ્યાપક અને સરસ ઉપયોગ બીજું કાઈ પણ પ્રાણી કરી શકતું નથી. (૩) મનુષ્યની સખ્યા બીજા કાઈ પણ જીવધારીએ કરતાં ઓછી જ હોય છે, કારણ હંમેશાં વિકાસશીલ વર્ગ નાના જ હોય છે. આટલે નાનકડા વગ જે સુખી અને સમાધાનવાળા ન હેાય તે ગમે તેટલી રાહત અને મદદ આપ્યા છતાં પણ ખીજા જીવધારીએ કદી સ્વસ્થ અને સુખી રહી ન શકે; એટલે કે મનુષ્યજાતિની સુખશાંતિ ઉપર જ ખીજા જીવાની સુખશાંતિના આધાર છે. આ કારણોથી આપણે આપણી ધ્યાને ઝરા દરેક જંતુ ઉપર ભલે ચાલુ રાખીએ, તેમ છતાં વધારેમાં વધારે અને સૌથી પહેલાં માનવભાઈ આ તરફ જ એ વહેતા રાખવા જોઈ એ અને માનવભાઈ એમાં પણ જે આપણી પડેાશમાં હાય, જે આપણા જાતભાઈએ કે દેશવાસીએ હાય તેમના તરફ આપણા યાસ્રોત પહેલા વહેવડાવવા જોઈ એ. જો આ વિચારસરણી સ્વીકારવા માં અડચણ ન હેાય તા, કહેવું જોઈએ કે, આપણી અહિંસા તે ધ્યા એ અન્નેના ઉપયાગ અત્યારે આપણા દેશવાસીઓ માટે જ થવા ઘટે. આનું એક ખાસ કારણ એ છે કે આપણે રાજકીય પરતંત્રતામાં છીએ, અને પરતંત્ર પ્રજામાં સ્વતંત્ર ધર્મ કદી પોષાઈ શકતા જ નથી. જ્યારે મન, વચન અને શરીર એ ત્રણે ગુલામીમાં રગાયાં હાય, નિર્ભયપણે મન વિચાર કરવા ના પાડતું હોય, કરેલ નિય વિચાર ઉચ્ચારવામાં અર્થાત્ ખીજા-આને કહેવામાં વચન ઉપર અંકુશ મુકાતા હોય અને અપવિત્રમાં અપવિત્ર તેમ જ એકાંત અહિતકારક કેફી પીણાંના ત્યાગ કરાવવા જેવી વાચિક અને શારીરિક પ્રવૃત્તિ ઉપર રાજદંડ પોતાનું બિહામણુ મોઢુ ફાડી ઊભા હોય, સ્વતંત્ર આત્માનાં બધાં જ વહેંણા રાજભયથી અને શંકાના વાતાવરણથી થંભી ગયાં હાય, ત્યાં શુદ્ધ ધર્મ જેવી વસ્તુને સંભવ જ રહેતા નથી. તેથી શુદ્ધ ધર્મની દૃષ્ટિએ પણ રાજકીય ગુલામી દૂર કરવા ખાતર સૌથી પહેલાં આપણા દેશવાસી ભાઈઓને જોઈતી મદદ આપવા તરફ જ સ પ્રથમ લક્ષ અપાવું જોઈએ અને આપણા બધાની મદદ આપવાની સશક્તિ દેશની ગુલામી દૂર કરવામાં વપરાવી જોઈ એ. એ જ અત્યારની આપણી અમારિ (અહિંસા) છે. જો આપણે રાજકીય ગુલામીમાં ન હોઈએ તે આપણા દેશમાં દિન ઊગે લાખો દુધાળ અને ખેતી ઉપયોગી પ્રાણીઓનો નાશ થાય છે તે થાય જ નહિ. આપણે આપણી ઇચ્છા પ્રમાણે દેશની વ્યવસ્થા કરી શકીએ અને કાઈ પણ વગતે ગુલામીમાં રાખ્યા સિવાય જેટલી વ્યવહારમાં શક્ય હાય તેટલી સૌને સ્વતંત્રતા આપી શકીએ. Page #494 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ [૪૫૯ હવે છેલ્લે જોવાનું એ રહે છે કે ત્યારે કઈ રીતે અને કયા ક્યા ક્ષેત્રમાં આપણી દયા દેશવાસીઓમાં વહેંચાવી જોઈએ. આ બાબતનો નિર્ણય કરવાને આધાર આજની આપણી દેશદશા ઉપર રહેલું છે. કયું કર્યું અંગ પોષણ માગે છે તેમ જ ક્યા અંગમાં વધારે પડતો ભરાવો થવાથી સડાણ ઊભું થયું છે, એ તપાસીને જ આપણું સખાવતોનો અને બુદ્ધિ તેમ જ શક્તિનો ઉપયોગ, કરે જોઈએ. (૧) ખેડૂતે, મજા, આશ્રિત નોકરી અને દલિતવર્ગ એ બધા પોતાના પરસેવાનાં ટીપાંના પ્રમાણમાં કશું જ નથી પામતા; ઊલટું, તેમના લેહીનું છેલ્લું ટીપું તેમના ઉપર કાબૂ ધરાવનાર જ ચૂસી લે એવી દશા વર્તે છે. (૨) ઉદ્યોગધંધા અને કળાહુન્નર ભાંગી પડવાથી તેમ જ નિરાધાર થઈ જવાથી તેના ઉપર નભતા કારીગરવર્ગ અને બીજા વર્ગોની પિતાના જ દેશમાં જુવાની. છતાં ઘડપણ જેવી પાંગળી સ્થિતિ થઈ ગઈ છે. (૩) ભણેલગણેલ અને વકીલાત, નોકરિયાત જેવાં કામ કરનાર બુદ્ધિજીવી લેકની એકતરફી બેઠમલિયા તાલીમથી તેમનામાં આવેલી અસાધારણ માનસિક નબળાઈ અને અસંતોષની વૃત્તિ. (૪) ફકીર, બાવા તથા પંડિત-પુરહિત અને રાજા-મહારાજાઓનાં જઠરમાં જોઈએ તે કરતાં વધારેમાં વધારે પડતા હવિને લીધે તેમની આળસી, કેફી અને બીજાને ભેગે જીવવાની વૃત્તિ. આ રીતે આર્થિક વહેંચણીની વિષમતાને લીધે રાષ્ટ્રનાં અંગોમાં નબળાઈ અને સડે આવી ગયેલ છે. એ નબળાઈ અને સડો દૂર કરવામાં જ, એટલે જે અંગમાં લેહીની જરૂર હોય ત્યાં તે પૂરવામાં અને જ્યાં વધારે જામીને સ્થિર થઈ ગયું હોય ત્યાંથી તેને ગતિમાન કરી બીજી જગાએ વહેવડાવવામાં જ, આજની આપણી દયા કે અમારિની સાર્થકતા છે. પજુસણ જેવા ધર્મદિવસમાં તેમ જ બીજા સાર–નરસે પ્રસંગે આપણે દાનપ્રવાહ કસાઈખાને જતાં ઢેરાંઓના બચાવમાં અને એ ઢેરાંઓના ભાવમાં વહે છે. એ જ રીતે ગરીબગરબાને પોષવામાં તેમ જ અનાથ અને અપંગને નભાવવામાં અને સાધર્મિક ભાઈઓની ભકિત, –પ્રતિપત્તિ કરવામાં તેમ જ એવી બીજી બાબતમાં આપણે છૂટું છવાયું અને વ્યવસ્થિત રીતે પુષ્કળ ધન ખરચીએ છીએ. આ દાનપ્રવાહ અને સખાવતની પાછળ રહેલ ઉદારતા અને બીજાનું ભલું કરવાની વૃત્તિ એ બે તત્વ બહુ કીમતી છે. તેથી એ બે તો કાયમ રાખીને, બલકે વધારે વિકસાવીને,. આપણે દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે દાન અને સખાવતનું સ્વરૂપ બદલવું જોઈએ. આ ફેરફારની શરત એટલી જ હોવી જોઈએ કે તે ફેરફાર દ્વારા. Page #495 -------------------------------------------------------------------------- ________________ -૪૬૦] દર્શન અને ચિંતન - જૂની રીત કરતાં વધારે પ્રમાણમાં અને વધારે વ્યાપક રીતે રાષ્ટ્રનું પિષણ થવું જોઈએ. આ દૃષ્ટિથી વિચારતાં આપણી સામે અત્યારે પહેલો સ્વદેશી ધર્મ આવે છે, જે પ્રથમ બતાવેલ ચાર મુદ્દા પૈકી બીજા મુદ્દા સાથે ખાસ સંબંધ ધરાવે છે. આપણું દેશમાં બધું પાકવા છતાં પાક માલ પરદેશથી જ આવે છે. - અહીંના પડી ભાંગેલા ઉદ્યોગધંધા અને કળાહુન્નરને આપણા વિના બીજા કેઈ દેશનો માણસ સજીવન નહિ કરે. આપણા દેશની વસ્તુઓ બીજા દેશના લેકે નહિ વાપરે. યુરોપ અને અમેરિકાના લેકે એટલું જીવનતત્ત્વ સમજી ગયા છે કે તેઓ પોતાના દેશવાસીઓને નુકસાન થાય એવું કશું જ નહિ કરે, એટલે તમારે પાક ભાલ તેઓ નહિ જ લે. ત્યારે આપણે માલ આપણે ન ખરીદીએ તો આપણા દેશમાં માલ પેદા જ કેવી રીતે થઈ શકે? અને થતા હોય તે એ નભી કેવી રીતે શકે? એક બાજુ સ્વદેશી માલ ખરીદવાની આપણી - ઉદાસીનતા અને બીજી બાજુ રાજ્યકર્તાઓ તેમ જ બીજા પરદેશી વ્યાપારીઓ તરફથી આપણે ધંધો કચરાઈ જાય તેવી થતી બધી જ હિલચાલે–આ બે કારણથી આપણે ધંધે જાગે જ કેવી રીતે ? અને જે દેશમાં ઉદ્યોગ કે ધ ન જાગે તે આપણે દાન અને સખાવતથી હંમેશાં આપણું દેશના કરડે માણસોને કેવી રીતે અને કેટલા વખત સુધી નિભાવી શકવાના ? દાન અને સખાવત એ તો માત્ર મલમપટા જેવું છે. મલમપટાની જરૂર હોય છે, પણ જ્યારે શરીરમાંથી લેહી જ ચુસાતું અને નિચેવાતું હોય ત્યારે પહેલાં તો એ લેહી ભરેલું કાયમ રહે એવી વ્યવસ્થા કરવી જ આવશ્યક છે. માતૃભૂમિ હિંદના શરીરની એકેએક નસમાંથી આજે લેહી વહી જાય છે અને શરીર ખાલી પડી નિસ્તેજ થઈ ગયું છે. એ વહી જતું લેહી અટકાવી તાજું લેહી ભરવું આપણા હાથમાં છે. એક માણસ લાખો રૂપિયાની મોટામાં મોટી સખાવત કરે અને બીજી બાજુ તે જ માણસ ફર્નિચરમાં, લૂગડાંલત્તામાં, વાસણસણમાં અને બીજી એવી નાની-મોટી હજારે ચીજોમાં લાખો રૂપિયા હમેશને માટે પરદેશમાં મોકલ્યા કરે તો એની એ સખાવત આજે બહુ કીમતી નથી; અથવા એમ કહે કે એને સખાવત અને પરદેશીત્યાગ એ બેમાંથી માતૃભૂમિની સેવા માટે એકની જ પસંદગી કરવાની હોય તો આજે પરદેશીત્યાગ અને સ્વદેશીને સ્વીકાર એની જ પસંદગી લાભદાયક લેખાશે, કારણ કે તે માણસ મોટામાં મોટું દાન આપે તે પણ તે અમુક વખતે જ અને અમુક કામ પૂરતું જ આપી શકે, બધાં ક્ષેત્રમાં એની વહેંચણી થઈ ન શકે, જ્યારે એ માણસ સ્વદેશીની ખરીદ અને પરદેશીના ત્યાગ મારફત બધાં જ ક્ષેત્રોમાં Page #496 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ [ ૪૬ અને હમેશને માટે દેશને મદદ કરી શકે. પરદેશના ત્યાગમાં અને સ્વદેશીના ? સ્વીકારમાં જેમ શોખ ઉપર અંકુશ મુકાય છે તેમ નકામા ખર્ચ ઉપર પણ. અંકુશ મુકાય છે. શરૂઆતમાં અમુક ચીજો વિના ચલાવવું પડશે, રફ ચીજો પણ લેવી પડશે, કિંમત પણ વધારે બેસશે, ઘણીવાર ચીજ મેળવવામાં મુશ્કેલી, પણ પડશે; પરંતુ આ બધું છતાં દેશવાસી કોડે ભાઈઓના પેટમાં હંમેશાં અન્ન પહોંચાડવા ખાતર આપણે સ્વદેશી ખરી જ છૂટકો છે, અને પરદેશી વસ્તુઓને બહિષ્કાર કરવામાં જ આપણું દેશવાસીઓની અમારિ આવી જાય છે. પરદેશી માલના વેપારમાંથી આપણા દેશના લેકે નફે મેળવે છે અને એ નફામાંથી કેટલાક જણ સારાં કામમાં સખાવતે કરે છે એ વાત સાચી,. પણું એવા વ્યાપારમાં દેશના એક ટકા જેટલા માણસે પણ ભાગ્યે જ કમાનાર હોય છે. એથી ઊલટું સ્વદેશી વ્યાપાર ખીલે તો ધરધર ધંધો ચાલે, પ્રમાણ ઓછું છતાં બધા જ વ્યાપારીઓ ઘેર બેઠાં કમાય, કરોડો ધંધાર્થીઓ ધંધે લાગી જાય અને ઉદ્યોગીવર્ગ તેમ જ તે ઉપર નભતા વ્યાપારીવર્ગની નસમાં તાજું લોહી ભરાઈ જાય. તેથી આજનો અમારિ ધર્મ આપણને સ્વદેશી ધર્મ શિખવાડે છે. જ્યારે દેશની અંદર ધંધાની ખોટ ન હતી, સામાન્ય રીતે કોઈને અન્નવસ્ત્ર મેળવવાની ફરિયાદ ન હતી, ત્યારે આપણી અમારિઓ કતલખાનાં અને કસાઈખાનામાં કામ કર્યું, તે વ્યાજબી જ થયું છે. તે વખતે ગરીબગરબાને પ્રાસંગિક મદદ અપાતી, તે પણ વ્યાજબી જ હતું. પરંતુ આજે તે આખો કારીગરવર્ગ અને તે ઉપર નભતે બીજા મધ્યમવર્ગ જ ગરીબ અને કંગાલ થઈ ગયો છે, એને જુવાનીમાં ધોળાં આવ્યાં છે, તે વખતે આપણે અમારિની સખાવતે ગમે તેટલી કરીએ, તો પણ કેટલી કરીશું અને કેટલા માણસોને કેટલા વખત સુધી નભાવી શકીશું? એટલે જ એ સખાવતોને પ્રવાહ ઉદ્યોગધંધા સ્થાપવામાં, તેમ જ ચાલુ હોય તેને નિભાવવામાં વહેવરાવે જોઈએ. વળી કાંઈ અમારિ એવી વસ્તુ નથી કે તેને મોટામોટા ધનવાને જ કરી શકે. આજે તો અમારિનું સ્વરૂપ એવું છે કે દરેક માણસ એ ધર્મ બજાવી શકે. જેણે હંમેશના વાપરની ચીજો દેશની જ ખરીદી અને દર વર્ષે દેશમાં દશ રૂપિયા રાખ્યા, તેણે નફાના દરબાર આના જ નહિ પણ એ ચીજના ઉત્પાદક કારીગરવર્ગને મહેનત પૂરી પાડી મહેનતાણામાં બે રૂપિયા તે આપ્યા જ. આ રીતે એક એક માણસની અમારિનું કેવડું મોટું પ્રમાણ થાય ? અને એ પ્રમાણે એક માણસની એકાદ વખતની લાખની સખાવત કરતાં કેટલું વધી જાય એ વિચારવાની જરૂર છે. તેમ છતાં કાંઈ આપણે મોટી સખાવતે જતી કરવાના નથી. અપંગ, તદ્દન અનાથ અને બીજા એવા કેટલાક લેકે માટે હંમેશાં એવી સખાવતની જરૂર રહેશે, પણ આજે જ્યારે Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ] દર્શન અને ચિંતન આખો દેશ અપંગ અને અનાથ નહિ છતાં ઉદ્યોગધંધાને અભાવે અપંગ અને અનાથ જેવો થઈ ગયો હોય, અને ઉદ્યોગધધ ભળતાં જ પાછો પગભર થઈ શકે એ સંભવ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ, એ જ પ્રશ્ન છે અને એનો ઉત્તર સ્વદેશીની ખરીદમાં અમારિ ધર્મ આવી જવાની સમજમાં સમાયેલું છે. હવે આપણે ખેડૂતવર્ગ વગેરેના પહેલા મુદ્દાને લઈ તે ઉપર અમારિધર્મને વિચાર કરીએ. ચાર માણસ કલ્પનામાં રાખે. એક કદી અમારિ ધર્મ માટે કઈ મોટી રકમ અલાયદી કાઢી જાહેર કે ખાનગી સખાવત નથી કરતે, પણ પિતાની જમીન ખેડતા ખેડૂતોને જ પિતાના હાથપગ સમજી એમને એમની મહેનને પૂરે બદલ આપે છેપોતાને માલિક અને ખેડૂતને માત્ર કામગરે માની પિતાની કિંમત, સત્તા અને જરૂરિયાત ખેડૂત કરતાં વધારે અકી તેને ચૂસતે નથી. બીજે માણસ પણ તે જ સમભાવી છે, જે પિતાના તાબેના મજૂરેને પિતાનાં ફેફસાં જેવાં ગણી તેના કરતાં પિતાને ચડિયાત કે જુદો નથી ગણત; તેમને તેમની મજૂરી આપતાં જરા પણ અન્યાય કે શેષણ નથી કરતા. ત્રીજો માણસ પોતાના આશ્રિત નોકરને જ પિતાનું જીવન લખી તેમનાથી અતડે કે જુદો નથી પડત; પિતાને માટે એક અને આશ્રિતને માટે બીજું એવા ભેદ નથી રાખતો. એક ચણાની સરખી બે ફાડ કરીને જ આશ્રિત સાથે વહેંચણીનું તત્ત્વ રાખે છે. ચોથો માણસ ગમે તેટલે ઊંચ વર્ણન મનાતે હોય છતાં એને બધે જ વ્યવહાર દલિતવર્ગ સાથે સમાન છે. એ દલિતવર્ગને દબાવી કામ નથી કાઢી લે, પણ તેને તેના કામના બદલામાં પૂરતું આપે છે. આ ચારે માણસો કઈ નાનીમોટી રકમ, જાહેર કે ખાનગી, અલાયદી કાઢી સખાવત નથી કરતા. તેથી ઊલટું બીજા ચાર માણસ આવી સખાવત કરનાર છે. દુનિયામાં દાની તરીકે જાણીતા છે, પણ એમના પિતાના ખેડૂતે, મજા, આશ્રિત અને દલિત સાથે એ વ્યવહાર છે કે જેમાં તેઓ તેમની લેવડદેવડમાં બને તેટલું સામાનું ચૂસે છે. આ બન્ને ચિત્રો તમારી સામે હોય તે તમે સખાવત નહિ કરનાર પિલા ચાર માણસને ખરે અમારિધર્મ પાળનાર કહેશે કે પાછલા ચાર જણને? દુનિયાના શબ્દો ઉપર ન્યાયનું ધોરણ ઘણીવાર નથી હોતું. દુનિયા સ્થળદર્શી હોય છે. તાત્કાલિક મોટા કૃત્યથી તે અંજાઈ જાય છે અને ઝટપટ અભિપ્રાય ઉચ્ચારી દે છે. એક સાથે જાહેરમાં અમુક સખાવત કરનાર માણસના દાનની રકમથી અંજાઈ ભાણસો કહી દે કે એ તે ભારે ધાર્મિક છે. પણ ધાર્મિકતાનું ખરું અને છેલ્લું ધોરણ તે એના જીવનવ્યવહારમાં હોય છે. એટલે જોવું જોઈએ કે એવી મોટી સખાવત કરનાર પૈસા કઈ રીતે એકઠા Page #498 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ [૪૬૩ કરે છે, અને એ પિતાના સાથીઓ તેમ જ પિતાના તાબેદાર સાથે આર્થિક વહેંચણીમાં કે વ્યવહાર રાખે છે? એ વ્યવહારમાં જે એ માણસ મારવાડીવ્યાજ લેતા હોય અને આખાં કેળાં હડપતા હોય એની સખાવતે અમારિધર્મ નહિ કહેવાય. તેથી આજનો અમારિ ધર્મ આપણને જીવનવ્યવહારમાં આપણા સંબંધમાં આવનાર સાથે આર્થિક વહેંચણી કરવામાં સમાનતા અને આત્મીયતાને પાઠ શીખવે છે. એ વિનાને અમારિધર્મ કલ્યાણ સાધી નહિ શકે. જૈન ધર્મ તે એ જ સમાનતાની શિક્ષા આપે છે. આ રીતે પહેલા અને બીજા મુદ્દા પરત્વે અમારિધર્મને વિચાર કર્યા પછી ત્રીજા મુદ્દા પરત્વે જુદો વિચાર કરવાનું ભાગ્યે જ રહે છે. સ્વદેશીને ઉત્તેજન આપવાથી દેશનો ઉદ્યોગધ ધ સ્થિર થયે અને વ્યાપારી તેમ જ માલિકે દ્વારા આર્થિક વહેચણીમાં સમાનતાનું તત્ત્વ દાખલ થયું એટલે પ્રજાને મેટો ભાગ શક્ત થયે, અને એમ થાય એટલે બુદ્ધિજીવી વર્ગની માનસિક નબળાઈ અને અસંતોષ નહિ રહેવાનાં. આજે એ વર્ગ સરકાર-દરબારની કરીચાકરીની હૂંફ માટે તલસે છે; એ વિના એને બીજો ત્રાણપાય દેખાતે નથી. પણ દેશની સામાન્ય આબાદી વધતાં અને ધંધાધાપે સ્થિર થતાં જ સ્વતંત્રતાની ભાવના જાગવાથી એ વર્ગને પોતાની બુદ્ધિ ગુલામી પિષવામાં ખર્ચાય એ ભારે વસમું લાગશે અને એ આપમેળે જ દેશદ્રોહી કામમાં સાથ આપ છોડી દઈ દેશકાર્યમાં જ સાથ આપશે. એટલે એક બાજી અમારિ ધર્મ અત્યારના ગરીબોને સશક્ત બનાવશે અને બીજી બાજુ એ બુદ્ધિજીવી મધ્યમવર્ગને દેશધાતક રાજતંત્રમાંથી ભાગ લેતાં રેકી સ્વતંત્ર બનાવશે. છેલ્લો અને ચોથો મુદ્દો ખાસ વિચારણીય છે. એના પરત્વે અમારિ. ધર્મને વિચાર લાગુ પાડતાં જ વાળામુખી ફાટવાને કે ધરતીકંપ થવાને ભય છે. જે રાજાઓ પિતાને વારસામાં મળેલ રાજ્યને પિતાની અંગત આવકનું સાધન માનતા હશે અને જેમના જીવનમાં મોજશેખ સિવાય બીજુ તત્વ જ નહિ હોય, પ્રજામાત્રનું પૂરું પેટ ભરાયા સિવાય પિતાને ખાવાને હકક નથી, પિતાની પ્રજાને એક પણ માણસ દુઃખી કે નિરાધાર હોય ત્યાં સુધી સુખ કે ચેનમાં રહેવાને તેને ધર્મ નથી, એવું જે રાજાઓને ભાન ન હોય તેઓને એવું ભાન કરાવવા માટે અમારિધર્મની કડવી ગોળી આપતાં જ તેઓની આંખ લાલચોળ થવાની અને તેઓનાં હથિયારે આપણી વિરુદ્ધ ખણખણવાનાં. અમારિ ધર્મ એ કાંઈ દાન કે સખાવતનું નામ નથી, પણ એિ તે મરતા અને કચરાતાને બચાવનાર ધર્મનું નામ છે. જેમ ઘણીવાર કોઈને કાંઈ આપીને બચાવી શકાય છે, તેમ ધણીવાર કોઈને કાંઈ અપાત Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪] દર્શન અને ચિંતન હેય તે બંધ કરીને પણ તેને અને બીજા ઘણાને બચાવી શકાય છે. રાજા બળજબરીથી પિતાની પ્રજાને પીડતે હોય, પ્રજાનાં સુખદુઃખથી છૂટા પડી ગયો હોય, ત્યારે તેજસ્વી અને બુદ્ધિમાન માણસનું કામ તે રાજાની સત્તા. બૂડી કરી નાખવાનું હોય છે. તેની સત્તા બૂઠી કરવી એટલે તેને કરવેરે ન ભરે, તેના ખજાનામાં ભરણું ન ભરવું એ છે. એમ કરીને એ રાજાની સૂધબૂધ ઠેકાણે આણું એટલે તેનું પોતાનું કલ્યાણ થવાનું. એક જગ્યાએ બધું ધન એકઠું થઈ એક માણસના તરંગ પ્રમાણે ખર્ચાતું અટકે અને બધાના. જ લાભમાં સરખી રીતે ખર્ચાય એવી સ્થિતિ લાવવામાં દેખીતી રીતે કાંઈ આપવાપણું ન હોવા છતાં, ખરી રીતે એમાં પણ તેજસ્વી અમારિ ધર્મ આવી જાય છે. એટલે અમારિધર્મનું તાત્વિક સ્વરૂપ એવું છે કે તેમાંથી જેમ ગરીબો અને અશક્તોને સખાવત દ્વારા પોષણ મળે, જેમ મજૂરે અને આશ્રિતને સમાન વહેંચણી દ્વારા પિષણ મળે, તેમ જ રાજા પાસે અર્થઘૂસકનીતિ બંધ કરાવવા દ્વારા તેની બધી જ પ્રજાનું પિષણ પણ થાય અને સાથે સાથે એ રાજાને પિતાની ફરજનું ભાન થઈ તેનું જીવન એશઆરામમાં એળે જતું અટકે. જેમ અન્યાયી રાજા પ્રત્યે તેમ જ પંડિત–પુરોહિત, બાવા-ફકીર અને ધર્મગુરુઓ પ્રત્યે પણ આપણો અમારિ ધર્મ એ જ વસ્તુ શીખવે છે. તે કહે છે કે જે પંડિત-પુરહિત અને બાવા-ફકીરેનો વર્ગ પ્રજા સામાન્ય - ઉપર નભતા હોય તે તેની ફરજ પ્રજાની સેવામાં પોતાનું લેહી નિચોવી. નાખવાની છે. એ વર્ગ એક ટંક ભૂખે ન રહી શકે અને તેના પિષક અનુગામી વર્ગમાં કરેડ માણસને એક વાર પૂરું ખાવાનું પણ ન મળે એ સ્થિતિ અસહ્ય હોવી જોઈએ. પંડિત અને ગુરુવર્ગને જોઈએ તે કરતાં દશગણાં કપડાં મળી શકે અને તેમના પગમાં પડતા અને તેમના પગની ધૂળ ચાટતા કરે માણસનાં ગુહ્ય અંગ ઢાંકવા પણ પૂરતાં કપડાં ન હોય, તેઓ શિયાળામાં કપડાં વિના કરી અને મરી પણ જાય. પંડિત, પુરોહિતે અને ત્યાગીવર્ગને માટે મહેલે હોય અને તેમનું પોષણ કરનાર, તેમને પિતાને ખભે બેસાડનાર કરે માણસને રહેવા માટે સામાન્ય આરોગ્યકારી ઝૂંપડાં પણ ન હોય એ સ્થિતિ અસહ્ય છે. પહેલો વર્ગ તાગડધિન્ના કરે અને બીજો અનુગામીવર્ગ એના આશીર્વાદ-મંત્ર મેળવવામાં જ સુખ માને, એ સ્થિતિ હંમેશાં નથી ન શકે. એટલે જે આપણે ખરે અમારિધર્મ સમજીએ અને તેનો ઉપયોગ જુદે જુદે પ્રસંગે કેમ કરી શકાય એ જાણી લઈએ તે જેમ અન્યાયી રાજા પ્રત્યે, તેમ સેવાશન્ય પંડિત-પુરહિત અને બાવા-ફકીરે પ્રત્યે પણ આપણે Page #500 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ [ ૪૬૫ ફરજ તેમનું પિષણ અટકાવવાની ઊભી થાય છે. એમ કરી તેમને સેવાનું અને પિતાની જવાબદારીનું ભાન કરાવવું એ જ આ કડવી ગેળીને ઉદ્દેશ હે જોઈએ. જ્યારે તેઓ પોતાને મળતા પિષણના બદલામાં પ્રાણ પાથરવાની જવાબદારી સમજી લે, તેમની બધી જ શક્તિઓ દેશ માટે ખરચાય, દેશનું ઉત્થાન–સામાન્ય જનતાની જાગૃતિ–તેમને શાપરૂપ ન લાગે, તેઓ પોતે જ આપણું આગેવાન થઈ દેશને સાથ આપે, ત્યારે તેઓ આપણા માનપાન, દાન અને ભેટના અધિકારી થાય. એમ ન થાય ત્યાં સુધી એવા એદી વર્ગને પિષવામાં તેમની અને આપણી બન્નેની હિંસા છે. હિંસાથી બચવું તે આજનો અમારિધર્મ શીખવે છે. - ધર્મમાત્રની બે બાજુ છેઃ એક સહકારની અને બીજી અસહકારની. અમારિધર્મની પણ બે જ બાજુ છેજ્યાં જ્યાં પરિણામ સારું આવતું હોય ત્યાં ત્યાં બધી જાતની મદદ આપવી એ અમારિધર્મની સહકારી બાજુ છે, અને જ્યાં મદદ આપવાથી ઊલટું મદદ લેનારને નુકસાન થતું હોય અને મદદને દુરુપયોગ થતો હોય ત્યાં મદદ ન આપવામાં જ અમારિ ધર્મની બીજી બાજુ આવે છે. મેં જે સેવા નહિ કરનાર, બદલે નહિ આપનાર અને સમાજ તેમ જ રાષ્ટ્રની પ્રગતિમાં આડે આવનાર વર્ગને મદદ ન આપવાની વાત કહી છે તે અમારિ ધર્મની બીજી બાજુ છે. એને ઉદેશ એવા વર્ગમાં ચેતન્ય આણવાન છે, એ વસ્તુ ભુલાવી ન જોઈએ, કારણ કે એ વર્ગ પણ રાષ્ટ્રનું અંગ છે. તેને જતું કરી શકાય નહિ. તેને ઉપયોગી બનાવવાની જ વાત છે. હેમચંદ્ર અને હીરવિજય કેમ થવાય? આજના જેની સામે અમારિધર્મના ખરા ઉદ્યોતકર તરીકે બે મહાન આચાર્યો છે. એક હેમચંદ્ર અને બીજા હીરવિજય. આ બે આચાર્યોના આદર્શ એટલા બધા આકર્ષક છે કે તેનું અનુકરણ કરવા ઘણા ગુરુઓ અને ગૃહસ્થ મથે છે. એ દિશામાં તેઓ ઘણે પ્રયત્ન કરે છે. જગાએ જગાએ ફંડ થાય છે, પશુઓ અને પંખીઓ છોડાવાય છે, હિંસા અટકાવવાનાં ફરમાને કઢાવાય છે. લોકોમાં પણ હિંસાની ઘણાના સંસ્કારે પુષ્કળ છે. આ બધું છતાં આજના હેમચંદ્ર અને આજના હીરવિજય થવા માટે જે દિશા લેવાવી જોઈએ તે દિશાને વિચાર સુધ્ધાં કોઈ જૈન ગૃહસ્થ કે ત્યાગીએ કર્યો હોય તેમ દેખાતું નથી. તેથી જ લાખો રૂપિયાના ફંડ ખર્ચાવા છતાં અને બીજા અનેક પ્રયત્નો. જારી હોવા છતાં હિંસાના મૂળ ઉપર કુઠાર પડ્યો નથી. જેમ શ્રી. વાલજી ગોવિંદજી દેસાઈએ અત્યારે ચોમેર ચાલતી કાલનો ઊંડો અભ્યાસ કર્યો, તેનાં કારણે શેધ્યાં અને તેના નિવારણના ઉપાય સૂચવ્યા તેમ કોઈ Page #501 -------------------------------------------------------------------------- ________________ ક૬૬ ] દર્શન અને ચિંતન અમારિ ધર્મના જૈન ઉપાસકે કર્યું છે ખરું ? અથવા એ અભ્યાસ કરી ખરી બીના કાઈ મેળવે છે ખરે? સેંકડો સાધુઓ છે, બધા વિદ્વાન લેખાય છે અને તેઓ અહિંસાની એટલી બધી સૂક્ષ્મ વ્યાખ્યા કરે છે કે તે બુદ્ધિમાં પણ ભાગ્યે જ ઊતરે. છતાં એમાંના કોઈ દેશમાં ચાલતી પશુપંખીઓની કતલ વિશે બધી જાતની સકારણ માહિતી શાસ્ત્રીય વિવેચન સાથે કેમ પૂરી નથી પાડતા જે કોઈ પણ હેમચંદ્ર કે કુમારપાળ, હીરવિજય કે અકબરને આદર્શ સેવવા માગે છે તે જુદી જ રીતે સેવી શકાશે. અત્યારે આ યુગમાં જ મારનારના દંડની રકમમાંથી મંદિર બંધાવનાર કદી અમારિ ધર્મ બજાવનાર તરીકે પ્રતિષ્ઠા નહિ પામે. આ યુગમાં માત્ર પશુપંખીઓની અમુક વખત સુધી તલ બંધ કરાવનાર પણ જૂના વખત જેટલી પ્રતિષ્ઠા નહિ પામે. આજના અમારિધર્મની જવાબદારી ખૂબ જ વધી ગઈ છે; એટલે એ ઢબે જ કામ થવું જોઈએ. એક બાજુ સાધુવર્ગ સંગઠનપૂર્વક ગામોગામ નીકળી જાય અને એક પણ ગામ એમના પગ તળે હૂંદાયા વિના ન રહે. દરેક માણસને પશુપાલનનું મહત્વ સમજાવે અને પશુરક્ષામાં મનુષ્યબળ તેમ જ મનુષ્યજીવન કેવું સમાયેલું છે તે આંકડા, વિગતો અને શાસ્ત્રીય વિવેચન સાથે રજુ કરે. કતલ થયેલા પશ અને પંખીઓનાં ચામડાં તેમ જ રૂવાં વાપરવાથી કતલ કેવી વધે છે, તે ઉદ્યોગને કેવું ઉત્તેજન મળે છે, સાંચાકામમાં ચરબી વાપરવાથી અને ખેતરમાં લેહીની ભૂકીનું ખાતર આપવાથી તેમ જ શીંગડાં, હાડકાં, ખરી, વાળ વગેરેની ચીજો વાપરવાથી તેની કિંમત વધવાને લીધે તે ઉદ્યોગ ખીલવાને લીધે, દિવસે દિવસે કતલ કેવી રીતે વધતી જાય છે એ બધું એ લોકો સમક્ષ આબેહૂબ રજૂ કરે અને કતલને ધંધે મૂળમાંથી જ ભાંગી પડે તે માટે કતલ થયેલ પશુપંખીના એકેએક અવયવની ખરીદ અને વાપર તરફ લેકેની અરુચિ પેદા કરે, મરેલ ઢેરનાં ચામડાં સિવાય કતલ કરેલ ઢેરનું કાંઈ જ કામ ન આવે એવી વૃત્તિ લેકમાં પેદા કરે. બીજી બાજુ ઊંચી કેળવણી માટે તલસતે અને જુદી જુદી કાર્ય દિશાઓને અભાવે વલખાં મારતો તરુણ વિદ્યાર્થીવર્ગ ગેરક્ષા અને પાંજરાપોળના અભ્યાસ પાછળ રોકાઈ જાય અને એ સંસ્થાઓની ઉપયોગિતા તેમ જ વ્યાપકતા ખિલવવા ખાતર તેની પાછળ બુદ્ધિ ખર્ચે. એ કામમાં પણ અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનને અવકાશ છે. જેને અભ્યાસ જ કરવો હોય અને બેઠમલિયા થયા સિવાય સાચું કામ કરવું હોય, તેમ જ દેશોપયોગી નવું સર્જન કરવું હોય, તેને માટે ગેરક્ષા અને પાંજરાપોળને લગતી સેંકડે બાબતે અભ્યાસ માટે પડી છે. એમાંથી દુગ્ધાલયનું કામ, લકોને નિર્દોષ ચામડાં પૂરા પાડવાનું કામ, નિર્દોષ ખાતર વગેરેથી ખેતીવાડીને Page #502 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ [ ૪૬૭ મદદ કરવાનું કામ અને એ સંસ્થાઓની પશુપાલન તેમ જ પશવર્ધનની શક્તિ વધારવાનું કામ એ બધું કરી શકાય તેમ છે; અને જીવનનિર્વાહ માટે સમાજને કે બીજાને જરૂપ થયા સિવાય તેમ જ ગુલામી કર્યા સિવાય એક નવી દિશા ઉઘાડી શકાય તેમ છે. ઝવેરાતના, અનાજના, કાપડના, સટ્ટાના કે દલાલીના કોઈ પણ ધંધા કરતાં આજકાલની શાસ્ત્રીય દષ્ટિએ ગેરક્ષા અને પાંજરાપોળની સતિષત્તિથી સેવા કરવાનો ધંધે જરાય ઊતરતે નથી. આ દિશામાં સેંકડે ગ્રેજ્યુએટ કે પંડિતને અવકાશ છે. શિક્ષણકાર્ય, સાહિત્યનિર્માણનું કાર્ય, અને બીજા તેવા ઉચ્ચ ગણાતાં બૌદ્ધિક કાર્યો કરતાં આ કામ ઊલટું ચડે તેવું છે, કારણ કે એમાં બુદ્ધિ ઉપરાંત પ્રત્યક્ષ કાર્ય કરવાનું છે. યુરોપ અને અમેરિકામાં આ વિષયના ખાસ અભ્યાસીઓને મોટે વર્ગ છે. તે લોકોને અનેક રીતે જ્ઞાન આપે છે અને પશુપાલનના નવા નવા માર્ગ ધી તેની આબાદી અને સર્જનની શક્તિ વધાર્યું જ જાય છે. આપણે જે કંડે કરી પશુપંખીઓને બચાવીએ છીએ તે માર્ગ બંધ. કરવાની જરૂર તે નથી જ, પણ હંમેશને માટે સ્થાયી કતલ બંધ કરવાને કે તેને તદ્દન ઘટાડી દેવરાવવાનો ઉપાય આજે આજકાલની પરિસ્થિતિ પ્રમાણે જ અજમાવી શકાય. એમ કરવામાં આવે તો કોઈ પણ રાજાની મદદ ન છતાં અને કોઈની પાસેથી ફરમાનો ન મેળવ્યા છતાં આજના વિદ્વાન સાધુઓ હેમચંદ્ર અને હીરવિજયના આદર્શને આ યુગમાં નજીક આણું શકે. મહાન પયગંબર ૨૫૦૦ વર્ષ પછી માત્ર હિંદુસ્તાનમાં જ નહિ, પણ પૃથ્વીના પાંચે ખંડમાં જ્યાં જ્યાં માનવ બચે છે, ત્યાં ત્યાં બધે જ પિતાની જિંદગીમાં એક જ સાથે અહિંસાને સંદેશ પહોંચાડનાર અને પિતાની અહિંસાવૃત્તિથી સૌને ચકિત કરનાર આજે મહાન પયગંબર કોણ છે ? એ પ્રશ્નનો ઉત્તર પાંચ વર્ષનું બાળક પણ જાણતું ન હોય એમ તમે કહેશે ખરા? આનું કારણ શું ? એ મહાન મનાતા પયગંબરની પાસે નથી મયૂરપિચ્છ કે નથી એ, નથી એની પાસે કમંડળ કે નથી ભામંડળ, નથી એની પાસે ભગવાં કે નથી એની પાસે ક્રસ. તેમ છતાં તે અહિંસાને મંત્રદ્રષ્ટા કેમ કહેવાય છે? એનાં કારણે તરફ અમારિધર્મના પ્રેમીઓએ નજર દોડાવવી જોઈએ કારણ એ છે કે એ પિતે અહિંસાની ઝીણામાં ઝીણી વ્યાખ્યાઓ કરી શાંત નથી બેસતો, પણ એનો પ્રયત્ન અહિંસાને જીવનમાં મૂર્તિમાન કરી તેની વ્યાખ્યા સિદ્ધ કરવાનો છે. એ વિશ્વદયા કે છકાયની સંપૂર્ણ દયામાં માનવા છતાં તેને પાળવાને કૃત્રિમ દા નથી કરતું. એણે તે અહિંસાપાલનની મર્યાદા આંકી છે. એણે Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ] દર્શન અને ચિંતન વ્યાપક શરૂઆત માનવજાતથી કરી છે, અને તેમાં પણ પિતાના દેશવાસીઓથી પહેલી કરી છે, કારણ કે એ જાણે છે કે દૂર તે તો દૂર જ છે, અને નજીકનાનો ખ્યાલ ન કરાય તે બન્ને દૂર જ પડી જવાના. એણે કેાઈ રાજા મહારાજા કે સત્તાધીશ પાસેથી ધ્યાનાં ફરમાન મેળવવાને યત્ન નથી કર્યો, પણ એનું વાક્ય જ દયાનું ફરમાન બની ગયું છે; કારણ એ છે કે તે માનવજાતને અકારી થઈ પડેલ અને માનવજાતને ભાગ લેતી એવી લડાઈનાં જ મૂળ ઉખેડવા માગે છે. એને અહિંસા અને સત્યની રક્ષા અને પ્રચાર માટે. નથી કોર્ટ જવાની જરૂર પડી, નથી પક્ષાપક્ષી કરી મારામારી કરાવવાની જરૂર પડી. એને એની રક્ષા પિતાના હાથમાં જ દેખાય છે. એ પયગંબર કોઈ પણ સત્તાધારીની શેમાં નથી તણ. એને તો મહાપ્રતાપી ગણાતા રાજ્યકર્તાઓની સામે પણ થવું પડે છે. જેના ઉપર અન્યાય ગુજરતે હોય અને જેને કઈ બેલી ન હોય એની વહારે વગર હથિયારે માત્ર મૈત્રીનું શરણ લઈ દેડી જવું એ એક જ આ પયગંબરને જીવનવ્યવસાય છે. મનુષ્યદયા પછી, એની દયા પશુઓમાં ઊતરે છે અને તે પણ મર્યાદિત રીતે, કારણ કે એ જાણે છે કે પશુઓની જેટલી અહિંસા કે દયા પાળી શકાય તેટલી લેકને ઓછી લાગે, તેથી તેના તરફ તેઓ ધ્યાન ન આપે અને તેને સિદ્ધ ન કરે, અને જેની વાત અને ચર્ચા કરવામાં આવે તે પાળવી શક્ય ન હોય, વધારે તો ન પળાય પણ જે શક્ય હોય તે ઓછી પણ ન પળાય, એટલે એકંદર અહિંસાધર્મ ચર્ચામાં જ રહી જાય. માટે જ એણે અહિંસાપાલનની પશજાતિમાં પણ મર્યાદા આંકી છે. એ પયગંબરની ભાવના છે અને તે શેલ્વે છે કે એ કઈ માર્ગ છે કે જે દ્વારા અત્યારે બચાવવાનું શક્ય દેખાય છે તે કરતાં વધારે બીજાં ને અને પશુઓને બચાવી શકાય. એવી શોધ અને તાલાવેલી તેમ જ પગ વાળીને ન બેસવાની જુવાની એ જ એ વૃદ્ધ પયગંબરની સફળતાનું કારણ છે. એના જીવનમાંથી આપણે શું શીખીએ? વધારે નહિ તે આટલું તો શીખીએ જ: (૧) સ્વદેશીધર્મ અને ખાસ કરી ખાદી સિવાય બીજા કપડાંમાત્રનો ત્યાગ. (૨) જીવિત ચામડાની વસ્તુના વાપરને ત્યાગ. (૩) કઈ પણ જાતના કેફી પીણુને ત્યાગ. આપણે જેને માટે તે બીડી, હૈકા, સિગારેટ વગેરેનો ત્યાગ. (૪) સૌથી મહત્વનું અને છેલ્લું આપણું કર્તવ્ય એ છે કે આપણે શાસનરક્ષા માટે ફડો જમા ન કરીએ– એ કુંડને કેર્ટે જઈ ન ખર્ચીએ. છાપાઓ ને પુસ્તક દ્વારા મનુષ્યત્વને લજવે એ વિષપ્રચાર ન કરીએ. પક્ષાપક્ષી અને દળબંદીમાં ન રાચીએ. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, ૧૯૩૦. Page #504 -------------------------------------------------------------------------- ________________ અસ્પૃશ્યા અને જૈન સ`સ્કૃતિ [ ૨૭ ] હજારો વર્ષ પહેલાં પણ ચંડાળા અને અત્યો તરફ અત્યાર જેટલી જ, કદાચ તેથીયે વધારે અને ધણી વધારે ઘૃણા તેમ જ તુચ્છ દૃષ્ટિ હતી. તે વખતના જૂના બ્રાહ્મણુસૂત્રો વાંચવાથી અંત્યજો તરફની એ લાગણીના ખ્યાલ આવે. ભગવાન મહાવીરે પોતાના જીવનથી એ વસ્તુના વિરાધ કર્યાં, અતજો અને અસ્પૃશ્યાને સાધુસંધમાં દાખલ કર્યાં. તેથી બ્રાહ્મણ અને ખીજા વૈદિક ઉચ્ચવણમાં ક્ષેાભ પ્રગટ્યો, પણ ભગવાને જરાય પરવા ન કરી. અસ્પૃશ્યોને ગુરુપદ આપવુ એને અથ એ છે કે તેને બધી જ જાતની શક્તિ કેળવવા માટે સ્વતંત્રતા આપવી. તે વખતના જૈન રાષ્વ અને બીજા ગૃહસ્થી પણ એ અસ્પૃશ્ય જૈન ગુરુને અડકવામાં બહુમાન સમજતા, તેમને પગે પડતા અને બ્રાહ્મણ જૈન ગુરુ જેટલા જ તેમનેા આદર કરતા. ઉત્તરાધ્યયનમાં ચિત્ત, સદ્ભૂતિ અને હરિકેશીઅળના એ પ્રસંગો ભગવાનની એ હિલચાલના દાખલા છે. આ એ ઘટનાએ કચે કાળે બની તે નક્કી નથી, પણ તે ભગવાનના સમયમમાં અથવા પછી તરત જ ખની હાવી જોઈ એ. ચિત્ત અને સભૂતિ બન્ને ચડાળ બાળકો છે. જ્યારે બ્રાહ્મણાના અને બીજા વૈદિક લોકોના તિરસ્કારથી દુઃખી થઈ આત્મધાત કરવા તેઓ તૈયાર થાય છે ત્યારે ભગવાનની સાચી દીક્ષા જ તેમને બચાવી લે છે. આ વર્ણતિરસ્કાર સામેના પહેલા દાખલેા. હરિકેશી ચંડાળ છે. તેને બધા વૈદિક લેાકેા તરાડે છે અને ધિક્કાર વરસાવે છે, ત્યારે જૈન દીક્ષા એ ચંડાળપુત્રમાં માત્ર તેજ નહિ, પણ અસાધારણુ તેજ દાખલ કરે છે. આ સિવાય ખીજા પણ કાઈ કાઈ વિરલ દાખલા છે. મુખ્ય મુદ્દો એ છે કે જૈન સંસ્કૃતિ એટલે જન્મથી નહિ પણ ગુણકર્માંથી વણ ભેદમાં માનનારી સંસ્કૃતિ. અલબત્ત, બૌદ્ઘ સંસ્કૃતિ પણ તેવી જ છે, પણ દુ:ખની વાત તો એ છે કે · ભગવાન મહાવીરને ઝંડા લઈ ફરનાર જૈન સાધુ એ સંસ્કૃતિ ... સાચવી ન શકયા. નવમા સૈકા સુધીના શિખર વિદ્વાનોએ બ્રાહ્મણાની જન્મસિદ્ધ ઉચ્ચતા Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ] દર્શન અને ચિંતન અને અંત્યજોની જન્મસિદ્દ નીચતા સામે જે તુમુલ યુદ્ધ શાસ્ત્રોમાં કર્યું હતું અને પશ્ચિમ તેમ જ ઉત્તર હિન્દુસ્તાનના શ્વેતાંબર આચાર્યોએ જે વસ્તુ છેવટ સુધી શાસ્ત્રોમાં તત્ત્વદૃષ્ટિએ સ્થાપી છે તે જ બાબતમાં બધા જ જૈને—ત્રણે ક્િરકાના જૈના—બ્રાહ્મણાથી હારી ગયા છે. બ્રાહ્મણોએ જે કહ્યું, જે કર્યું અને જે લખ્યું તેમાં જૈને પાછા ગુલામ થયા. એકવાર જૈન દીક્ષાથી અત્યન્ને પવિત્ર થતા અને એમની આભડછેટ બળી જતી. આજે એ અત્યો અને એમની આભડછેટ જૈન દીક્ષાને અપવિત્ર બનાવે છે. શું આ જૈનેની હાર નથી સૂચવતી કે પહેલાં જૈન દીક્ષામાં પવિત્રતાને અગ્નિ હતા જેથી આભડછેટ મળી જતી અને આજે કહેવાતી આભડછેટમાં એવા મેલ છે કે તેની સામે આજની જૈન દીક્ષા કાંઈ પણ કરવાને અસમર્થ છે? સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આજની દીક્ષામાં જો ખરે જ કાંઈ સત્ત્વ હોય તે તે આભડછેટથી ભ્રષ્ટ ન થાય, પણ ઊલટી આભડછેટને ધોઈ નાખે. હસવા જેવી વાત તો એ છે કે ખુદ ભગવાન પાસે અસ્પૃશ્યેા જાય અને પવિત્ર થાય, પણ તેમની મૂર્તિ પાસે જઈ ન શકે અથવા તેમના ધસ્થાનેમાં જઈ ન શકે ! જો જિનમૂર્તિ, કહેવાય છે તેમ, જિન સમાન જ હાય તો જેમ જિન—તીર્થંકર પાસે અંત્યજો જતા તેમ તેમની મૂર્તિ પાસે પણ જવા જોઈ એ અને જઈ તે પવિત્ર થઈ શકે, એટલે કાં તે ‘જિનમૂર્તિ જિન સરખી’ એ વાત ખોટી અને માત્ર કહેવા પૂરતી જ છે એમ ગણવું જોઈ એ અને કાં તો એ વાત સાચી ઠરાવવા ખાતર તેમ જ જૈન સાધુ બ્રાહ્મણાથી નથી હાર્યાં એ બતાવવા ખાતર અત્યજોને જૈન સંધમાં લેવા જોઇએ અને એામાં આછું જો તેઓ ઇચ્છે તે જૈન મંદિરમાં અને બીજા કાઈ ધર્મસ્થાનમાં તેમને જવા આવવાની છૂટ મળવી જોઇએ. આ તો ધર્માંદૃષ્ટિએ વાત થઈ, પણ સમાજ અને રાજકીય દૃષ્ટિએ પણ જૈતે। આ વસ્તુ ન વિચારે તે તેની આ નિર્માલ્યતા અને વિચારહીનતા છે એમ વિષ્યની તેમની પ્રજા સમજશે. અને જ્યારે બ્રાહ્મણધમાં લેાકા અસ્પૃશ્યતા દૂર કરશે ત્યારે જ જૈને તેમનું અનુકરણ કરશે તે તેમાં તેમની પોતાની સાંસ્કૃતિક વિશેષતા નહિ હાય. અત્યારે આ પ્રશ્ન માત્ર સહાનુભૂતિ પૂતે નથી. દરેક ગૃહસ્થે કે સંસ્થાના સંચાલકે ઓછામાં ઓછું એક અત્યજ બાળક કે એક બાળિકાને પેાતાને ત્યાં સમભાવપૂર્ણાંક રાખી જૈન સંસ્કૃતિના નિર્ભય પરિચય આપવા જોઈ એ. —પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, ૧૯૩૨. Page #506 -------------------------------------------------------------------------- ________________ અસ્પૃશ્યતા અને હારજીત [૨૮] અસ્પૃશ્યતાનું ઝેરી ઝાડ ઓછામાં ઓછું ત્રણ હજાર વર્ષ જેટલું તે જૂનું છે જ. સૌથી પહેલાં તેને ઉગ્ર સામને કરનાર બે મહાન અતિહાસિક પુરુષે જાણીતા છે. એક ભગવાન મહાવીર અને બીજા ભગવાન બુદ્ધ. એમનું જીવન અંતઃશુદ્ધિ ઉપર ઘડાયેલું હોવાથી એમને અસ્પૃશ્યતા સામે વિરોધ ધર્મપ્રદેશમાં દેખાયે. પરિણામે ચિત્ત અને સંભૂતિ નામના બે અસ્પૃશ્ય બાળક, જેઓ સામાજિક તિરસ્કારથી આત્મહત્યા કરવા તૈયાર થયેલા તેઓ, અને હરિકેશી વગેરે ચંડાળે (અંત્યજો) પણ જૈન મુનિસંધમાં દાખલ થયા. બૌદ્ધ ભિક્ષુસંધમાં પણ અસ્પૃશ્યો દાખલ થયા. આ અસ્પૃશ્ય ત્યાગીઓના પગમાં રાજાઓ અને મોટા મોટા શ્રીમાને જ નહિ, પણ જૈન અને બૌદ્ધ બ્રાહ્મણો પણ પડવા લાગ્યા, એટલે ધર્મની જાગૃતિ સમાજમાં દાખલ થઈ. એક બાજુ વૈદિક બ્રાહ્મણને પ્રચંડ રોષ અને બીજી બાજુ જૈન બૌદ્ધ ભિક્ષુઓનો ત્યાગ, એ બે વચ્ચે જાદવાસ્થળી શરૂ થઈ પરિણામે આગળ જતાં બ્રાહ્મણધર્મની ગીતામાં અસ્પૃશ્યોને પણ અપનાવવામાં આવ્યા. એટલા પૂરતી જૈન અને બૌદ્ધ ત્યાગ તેમ જ વિચારની છત. પણ જૈન અને બૌદ્ધ સંધમાં સંખ્યાબંધ બ્રાહ્મણે દાખલ થયા હતા. તેઓ પિતાનું જન્મસિદ્ધ જાતિ-અભિમાન છોડી ન શક્યા. તેઓ વિચાર અને પ્રભાવમાં મહાન હોવાથી બીજા લોકો તેમને વશ થયા, એટલે શાસ્ત્રીય વિચારમાં જૈન પરંપરા હમેશાં અસ્પૃશ્યતાને એકસરખે વિરોધ કરતી આવી હોવા છતાં સંધ બહારના અને અંદરના બ્રાહ્મણના મિથ્યા જાતિઅભિમાનને ગૃહસ્થ અને ત્યાગી બધા જ જેને વશ થયા અને પરિણામે ધર્મ તેમ જ સમાજ બંને પ્રદેશમાં અસ્પૃશ્યતા પરત્વે જૈન વ્યવહારમાં હાર્યા. બૌદ્ધ સંધ જૈન જેટલે નિર્બળ ન હતો, તેથી તે હિંદુસ્તાનની અંદર અને બહાર અસ્પૃશ્યતાની બાબતમાં પોતાના મૂળ ધ્યેયથી દૂર ન ગયે. એટલે એ બાબતમાં છેવટે માત્ર જૈને જ હાર્યા. રામાનુજે, કબીર, નાનકે, ચૈતન્ય, તુકારામે અને બીજા સંતોએ ધર્મની દષ્ટિએ અસ્પૃશ્યોને અપનાવવા પિતાથી બનતું કર્યું, પણ પાછા તેમના જ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨] દર્શન અને ચિંતન શિષ્ય આજુબાજુ ફેલાઈ રહેલા જન્મસિદ્ધ ઉચ્ચનીચના ખ્યાલથી હાર્યા. છેવટે સ્વામી દયાનંદ(જન્મથી બ્રાહ્મણ) આવ્યા. તેમણે ધર્મ, સમાજ અને રાષ્ટ્ર એ બધી દષ્ટિએ અસ્પૃશ્યતાને પાપરૂપ કહી અને તેને ધોઈ કાઢવા સંગીન પ્રયત્ન શરૂ કરાવ્યા. એ પ્રયત્ને તે પહેલાંના કોઈ પણ પ્રયત્ન કરતાં વધારેમાં વધારે સફળ થયા, છતાં અત્યાર સુધીમાં એ પ્રયત્ન માત્ર એક સમાજ તરફથી ચાલતે અને બીજા સમાજે કાં તો એને વિરોધ કરતા અને કાં તો તટસ્થ રહેતા. છેવટે મહાત્માજીનું તપ આવ્યું. એને લીધે બધા જ સમાજમાં અસ્પૃશ્યતા પરત્વે જાગૃતિ થઈ. આ જાગૃતિ વિશ્વવ્યાપી છે અને તે મોટામાં મટી જીત છે. આ જીતમાં ફુલાવાને અવકાશ નથી, પણ કર્તવ્યો સવાલ છે. જેઓ અસ્પૃશ્યતા નિવારવાના કામમાં પાછા પડશે તેઓ ધર્મ ચૂકશે અને સ્વમાન પણ કદી સાચવી નહિ શકે. ત્યારે હવે આજે શું કર્તવ્ય છે એ ટૂંકમાં જોઈ લઈએ: (૧) અંત્યજોને પિતાને ત્યાં બીજા ઉચ્ચ ભાઈઓની પેઠે રાખવા. (૨) જાતે અગર બીજા મારફત કે સ્કોલરશિપ આપીને તેમને ભણાવવા. (૩) તેમની વચ્ચે જઈને દવા, સ્વચ્છતા, સભ્યતા આદિ માટે કામ કરવું અને તેઓની ખાનપાનની શુદ્ધિ માટે પ્રયત્ન કરે. (૪) તેઓને કથાવાર્તા દ્વારા અને બીજી રીતે હિંદુ ધર્મને સ્પષ્ટ ખ્યાલ આપ તેમ જ તેમના વહેમે દૂર કરવા. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, ૧૯૩૨. Page #508 -------------------------------------------------------------------------- ________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર [ ૨૯ ] આજને છેલ્લો દિવસ એટલે શું ? લેકે એને સાંવત્સરિક દિવસ કે પર્વ કહે છે. પણ વળી સાંવત્સરિક એટલે શું એ પ્રશ્ન થાય છે. એને ઉત્તર ઉપરના માળામાં આવે છે. ભગવાન મહાવીર અને જીવનશુદ્ધિ એ બે વસ્તુ નેખી નથી જ. એ તે એક જ તત્વનાં બે નામે અને રૂપ છે. કલ્પના અને બુદ્ધિ જ કાંઈક વિચારી શકે તેવી સૂક્ષ્મ વસ્તુ એ જીવનશુદ્ધિ, અને હાલતી ચાલતી તથા જીવતી જાગતી, તેમ જ સ્થૂળ દષ્ટિને પણ ગ્રાહ્ય થઈ શકે તેવી જીવનશુદ્ધિ એ ભગવાન મહાવીર. આજનો દિવસ જીવનશુદ્ધિનો; એટલે જીવનશુદ્ધિને આદર્શ માનનાર હરકેઈને માટે પિતાના ભૂતજીવનમાં ડોકિયું કરવાનું અને એ જીવનમાં કક્યાં ક્યાં કચરે એકઠા થયે છે એની સુક્ષ્મ તપાસ કરવાનો. આટલું જ કરવા માટે આપણે ભગવાનનું જીવન સાંભળીએ છીએ. જે એ જીવન સાંભળી પિતાના જીવનમાં એકવાર પણ ડેકિયું કરાય અને પિતાની નબળાઈ નજરે પડે તે સમજી લેવું કે તે બધાં જ તપ તપે અને બધાં જ તીર્થોની યાત્રા કરી ! પછી દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણની જુદાઈ નહિ રહે, એને માટે એને રણરેઝની પેઠે રખડવું નહિ પડે. આપણે સાંવત્સરિક દિવસે કેટલા પસાર કર્યો? તેને સ્થૂળ ઉત્તર તે સૌ કોઈ પિતાની જન્મપત્રિકામાંથી મેળવી શકે, પણ યથાર્થ સાંવત્સરિક દિવસ પસાર કર્યો છે કે નહિ એને સત્ય ઉત્તર તો અંતરાત્મા જ આપી શકે. પચાસ વર્ષ જેટલી લાંબી ઉંમરમાં એકવાર પણ આવું સાંવત્સરિક પર્વ જીવનમાં આવી જાય તે એનાં બાકીનાં ઓગણપચાસે સફળ જ છે. ભગવાન મહાવીરનું જીવન સાંભળીએ છીએ ત્યારે તેમના ઉપર પડેલા ઉપસર્ગો સાંભળી અને તેમની પાસે હાજર થતી દેવોની સંખ્યા સાંભળી કાં તે અચરજ પામી વાહ વાહ કરીએ છીએ અને કાં તો “કાંઈક હશે” એમ કહી અશ્રદ્ધાથી ફેંકી Page #509 -------------------------------------------------------------------------- ________________ અહ૪] દર્શન અને ચિંતન દઈએ છીએ. જ્યારે એ ભયાનક પરિષહ અને પ્રભાવશાળી દેવાની વાત સામે આવે છે ત્યારે શ્રદ્ધાથી અચંબો પામીએ કે અશ્રદ્ધાથી એ વાત ન માનીએ એ બંનેનું પરિણામ એક જ આવે છે અને તે એ કે આપણે ક્ષુદ્ર રહ્યા, આવું તે આપણા જીવનમાં ક્યાંથી આવે ? એ તો મહાપુરુષમાં જ હોય અથવા કેઈમાં ન હોય એમ ધારી, આપણે શ્રદ્ધાળુ હોઈએ કે અશ્રદ્ધાળુ હોઈએ, પણ મહાવીરના જીવનમાંથી આપણું જીવન પરત્વે કશું જ ઘટાવી કે ફલિત કરી શકતા નથી. એટલે આપણે તો જીવનશુદ્ધિની દષ્ટિએ ભગવાન મહાવીરના જીવનમાંથી કશે જ ફાયદો ઉઠાવી શકતા નથી, એમ સામાન્ય રીતે કહી શકાય. મહાવીરની મહત્તા દેવના આગમન કે બીજી દિવ્ય વિભૂતિઓમાં નથી, શરીરસૌષ્ઠવ કે બીજા ચમત્કારોમાં પણ નથી, કારણ કે જે દેવે આવી જ શકતા હોય તે બીજાઓ પાસે પણ આવે અને શરીરનું સૌષ્ઠવ તથા બીજી વિભૂતિઓ તે મહાન ભોગી ચક્રવતીઓને કે જાદુગરેને પણ સાંપડે. પછી આપણે આવી અતિશયતાઓથી કાં લેભાગું જોઈએ ? ત્યારે પ્રશ્ન થશે કે ભગવાનના જીવનમાં આકર્ષક અથવા ઉપયોગી અને અસાધારણ મેહક તત્ત્વ શું છે કે જેનો સંબંધ આપણું સાથે પણ સંભવી શકે અને જેને લીધે ભગવાનની આટલી મહત્તા છે? એનો ઉત્તર રાતદિવસ ચાલતા આપણું જીવનમાંનાં તેજાનેમાંથી મળી રહે છે. જે તેફાને આપણને હેરાન કરે છે, કચરી નાખે છે અને નિરાશ કરી મૂકે છે, તે જ મનનાં તોફાને. ભગવાનને પણ હતાં. ભયનું ભારે વાવાઝોડું, બીકનું ભારે દબાણ, સ્થિર રહેવાની લીધેલ પ્રતિજ્ઞામાંથી ચલિત થઈ હંમેશની પડેલી ભેગની ટેવોમાં તણાઈ જવાની નબળાઈ સંગમનું રૂપ ધારણ કરીને આવી અને ભગવાનની કસોટી થવા લાગી. પ્રતિજ્ઞાના અડગ પગ ડગાવવા પૂર્વ ભાગોના સ્મરણ અને લાલચે આગનું રૂપ ધારણ કર્યું અને ખીર પાકવા લાગી. મહાવ્રતની ભીષ્મ પ્રતિજ્ઞા લેતી વખતે અંતરાત્માના દિવ્ય નાદને સાંભળવા ભગવાને મનમાં જે શ્રવણ–બારીઓ ઉધાડી મૂકી હતી, તેમાં દુન્યવી વાવાઝોડાના નાદ ખીલારૂપે દાખલ થયા. આ બધું છતાં એ ભીષ્મપ્રતિજ્ઞાવીર કેવી કેવી રીતે આગળ વધ્યે જ ગયા, અને સંગમથી કે પગ ઉપરના ખીરપાકથી કે ખીલા ભેંકાવાથી જરા પણ પાછા ન હતાં છેવટે વિજયવાન થયા, એ જ જાણવામાં મહાવીરના જીવનની મહત્તા છે. એવા સંગમ દેવો, એ રંધાતી ખીરે, એ કાનમાં ઠેકાતા ખીલાઓ આપણે રેજેજ આપણા જીવન Page #510 -------------------------------------------------------------------------- ________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર [ ૪૭૫ માં, ધર્મસ્થાનમાં કે બજારમાં અનુભવીએ છીએ. કપડાં ચોગીનાં હોય કે ભોગીનાં, પણ આપણું જીવનમાં એ બધા જ ઉપસર્ગો આપણે અનુભવીએ છીએ. પછી શંકા શી કે ભલા, આવા દે હેઈ શકે? કે વળી આવા ઉપસર્ગો હોઈ શકે? તેમ જ અચંબે પણ શે, કે અહે! આ તે બધું ભગવાન જેવા મોટા પુરુષને જ હોય, એમને જ આવા ઉપસર્ગો પડે અને એ જ તેને જીતી શકે ! આપણે પોતે ભગવાન છીએ. આપણું જીવનમાં તેમને પડ્યા અને તેમણે સહ્યા તે બધા જ ઉપસર્ગો રાતદિવસ આવ્યે જાય છે, પણ આપણે આપણા પિતાના જીવનમાં ડોકિયું નથી કરતા અને ભગવાનના જીવન તરફ પણ નજર કરીએ છીએ તે અંદર ઊતરવા ખાતર નહિ, પણ ઉપર ઉપરથી જ. આપણે ભગવાનના જીવન અને આપણું જીવન વચ્ચે ભારે ફેર અનુભવીએ છીએ, અને એ ફેર એક એવો દેવતાઈ માની લઈએ છીએ કે આપણે ભગવાન ઉપર શ્રદ્ધા રાખવા છતાં તેમનાથી વેગળા જ રહીએ છીએ. આપણે પિતે જ ભગવાન છીએ, એનો અર્થ એટલે જ કે ભગવાનની માનસિક વિટંબણાઓ, એમના જીવનનાં તોફાનો, અને એમનું દિવ્ય-આસુરીવૃત્તિનું યુદ્ધ, એ જ આપણા જીવનમાં છે. ફેર હોય તે તે એટલે જ છે કે આપણે આપણા જીવનગત એ ઉપસર્ગોને જોતા નથી, જોવા ઇચ્છતા નથી, તે માટે પ્રયત્ન કરતા નથી, જ્યારે ભગવાને એ બધું કર્યું. જે જાણે, ઈચ્છે અને પ્રયત્ન કરે તે વસ્તુને મેળવે, તેથી જ ભગવાને જીવન મેળવ્યું અને આપણે ગુમાવ્યું અને હજી ગુમાવતા જઈએ છીએ. મહાવીર કોના પુત્ર હતા, કઈ નાતના હતા, ઉમર શી હતી, તેમને પરિવાર કેટલે હતા, સમૃદ્ધિ શી હતી, ઘર ક્યારે છોડયું, ક્યાં ક્યાં ફર્યા, કે તેમના પરિચયમાં આવ્યું, કેટલા અને ક્યા ક્યા દૈવી બનાવ બન્યા. કે કેટલો રાજા ચરણોમાં પડ્યા, કેટલાં ચેલા અને ચેલીઓ થયાં, કેટલા ગૃહસ્થોએ તેમના પગ પૂજ્યા, તેમણે શાં શાં કામો કર્યો, ક્યાં નિર્વાણ પામ્યા વગેરે બધું જાણવું હોય તે જાણવું ખરું, પણ સ્મરણમાં રહે કે એ બધી બાબત તો વધારે ચમત્કારપૂર્વક અને વધારે આકર્ષક રીતે બીજાના જીવનમાંથી પણ સાંભળી અને મેળવી શકીએ છીએ. તે પછી આજકાલ વંચાતા મહાવીરજીવનમાંથી શું કાંઈ સાંભળવા જેવું નથી એવો પ્રશ્ન થાય. ઉત્તર ઉપર દેવાઈ તે ગયે જ છે, છતાં સ્પષ્ટતા ખાતર કહેવું જોઈએ કે મહાવીરનું જીવન સાંભળતી કે વિચારતી વખતે અંતર્મુખ થઈ એમના જીવનની ઘટનાઓ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬] દર્શન અને ચિંતન ખાસ કરી ગૃહસ્થ અને સાધક જીવનની ઘટનાઓ, આપણું જીવનમાં કઈ કઈ રીતે બની રહી છે તે ઊંડાણથી જોયા કરવું. ચમત્કારે, દૈવી ઘટનાઓ અને અતિશયોની વાતે પાછળનું યથાર્થ રહસ્ય, આપણું જીવનને સામે રાખી ભગવાનના જીવનમાં ડોકિયું કરવાથી, તરત ધ્યાનમાં આવશે અને ધ્યાનમાં આવતાં જ ભગવાનની સ્વતસિદ્ધ મહત્તા નજરે ચડશે. પછી એ મહત્તા માટે કોઈ ઠાઠમાઠ, દિવ્ય ઘટના કે ચમત્કારેનું શરણું લેવાની જરૂર નહિ રહે. જેમ જેમ એ જરૂર નહિ રહે તેમ તેમ આપણે ભગવાનના જીવનની એટલે સાંવત્સરિક પર્વની નજીક જઈશું. આજે તે આપણે બધાય સાંવત્સરિક પર્વમાં હોવા છતાં તેમાં નથી, કારણ કે આપણે જીવનશુદ્ધિમાં જ નથી. એટલે સાંવત્સરિક પર્વનું કલેવર તે આપણી પાસે છે જ. એમાં પ્રાણ પુરાય અને એ પ્રાણ પુરાવાના સ્થૂળ ચિહ્નરૂપે આપણે સમાજ અને રાષ્ટ્ર માટે ભેગને ત્યાગ કરીએ અને એમ સાબિત કરી બતાવીએ કે સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થવાની જીવનશુદ્ધિ અમારામાં આ રીતે છે, તે આજનું આપણું આંશિક કર્તવ્ય સિદ્ધ થયું લેખાય. ભગવાનની જીવનશુદ્ધિને એટલે તેને પડઘો પાડતે સાંવત્સરિક પર્વને પંથ એવો વિશાળ છે કે તેમાંથી આપણે આધ્યાત્મિક અને લૌકિક બને કલ્યાણ સાધી શકીએ. હવે જોવાનું છે કે જીવનશુદ્ધિને દા કરતા આપણે સમાજ અને રાષ્ટ્રસેવા દ્વારા એનો કેટલે વિકાસ કરી શકીએ છીએ. રસ્તે તે આજે ખુલ્લો થઈ ગયો છે. રાષ્ટ્રધર્મ એટલે પ્રવૃત્તિ અને જીવનશુદ્ધિ એટલે નિવૃત્તિ, એ બે વચ્ચેના માની લીધેલ વિરોધનો ભ્રમ પણ હવે ભાંગી ગયો છે. એટલે ફક્ત પુરુષાર્થ કરે છે કે નહિ, એને જ ઉત્તર આપો બાકી રહે છે. આના ઉત્તરમાં જ જૈન સમાજનું જીવન અને મરણ સમાયેલું છે. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, ૧૯૩૦. Page #512 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થધર્મીને નિર્વાણુ સંભવી શકે ખરું? [ ૩૦ ] અધ્યાત્મસાધના દ્વારા નિર્વાણુના અન્તિમ ધ્યેયને પહોંચવા માટે સંન્યાસી દશા આવશ્યક મનાઈ છે. બીજી બાજુ ગૃહસ્થાશ્રમ પાળવા છતાં પણ એ દશા પ્રાપ્ત થઈ શકે છે. એવું પણ સ્વીકારાયું છે. ત્યાગપૂ ગૃહસ્થાશ્રમ હું સમજી શકું છું, પણ અંતકાળ સુધી પણ જેએ સ્ત્રીસંગરૂપ ગૃહસ્થ ધર્મ આચરતા હાય છે, દાખલા તરીકે સન્ત તુકારામ, તેવા સન્તા. શું નિર્વાણુદાને પહેાંચી શકે ખરા ? જે પોતાની સંતતિદ્વારા નવસર્જનની શ્રૃતિમાંથી છ્યા નથી તે પેાતાના સર્જનતતુરૂપ પુનર્જન્મોમાંથી "કવી રીતે છૂટી શકે? ઉત્તર : પ્રશ્ન આન્તરિક અને બાહ્ય ધર્મો તેમ જ તેવા આશ્રમેાની કઢંગી સમજણમાંથી ઊભા થયા છે. ખરી રીતે અધ્યાત્મસાધના, નિર્વાણ, સન્યાસઆશ્રમ, ત્યાગ અને ગૃહસ્થાશ્રમ જેવા શબ્દોના દેખીતા વ્યાવહારિક અથ વચ્ચેનુ અંતર વિવેકથી તપાસીએ તો તુકારામના દાખલામાં અસંગતિ જણાવાને કાઈ કારણ જ નથી. પ્રશ્નકારે એમ માની લીધુ` છે કે તુકારામ મોટા સત હતા તો તે ગૃહસ્થાશ્રમમાં પૂરા સન્યસ્ત પણ હાવા જોઈએ અને તે તેવા. સંન્યસ્ત હોય તે સન્તતિજનનયેાગ્ય વાસના કેવી રીતે સંભવે ? પરંતુ તુકારામ ગમે તેટલા વિચારક, વિશ્લેષણકાર, ભક્ત અને ત્યાગી હોય, તોપણ તે સન્યાસની પૂર્ણ દશાએ પહોંચ્યા હોય એમ કેમ કહી શકાય? અને જ્યારે તેમનામાં સતતિજનનયાગ્ય વાસનાને સદ્ભાવ માનવામાં આવ્યા હૈાય ત્યારે તે સન્યાસની કે ત્યાગની આન્તરિક પૂર્ણ દશાએ પહોંચ્યા હોય એવી માન્યતાને તા અવકાશ જ રહેતા નથી. ગૃહસ્થાશ્રમમાં ત્યાગ અને સન્યાસ ખરા પણ જેટલા પ્રમાણમાં ભાગવાસના શમી કે અર્થાંમાં સભવે છે અવશ્ય, ક્ષીણ થઈ હોય તેટલા જ પ્રમાણમાં ત્યાગ અને સંન્યાસને વાસ્તવિક વિકાસ થાય છે. જો ગૃહસ્થાશ્રમમાં Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ] દર્શન અને ચિંતન કઈ પિતાની વાસનાઓને તદ્દન નિર્મૂળ કરે તે જ એનામાં પૂર્ણ ત્યાગ પૂર્ણ સંન્યાસ હેઈ શકે. એ જ રીતે બાહ્ય દૃષ્ટિએ ત્યાગી, સંન્યાસી કે સાધુને આશ્રમ સ્વીકાર્યા છતાં તેનામાં વાસનાનું પ્રમાણ ઓછું કે વતું હોય તે તે દેખીતે ત્યાગી, સંન્યાસી કે સાધુ પણ બાહ્ય રૂપે ગૃહસ્થાશ્રમમાં વસતી એવી પણ તાત્વિક રીતે વાસનાઓના શમન કે દમનમાં આગળ વધેલ વ્યક્તિ કરતાં ઊતરત જ છે, એવું આધ્યાત્મિક સાધનાનું દૃષ્ટિબિંદુ –પ્રબુદ્ધ જીવન, ૧-૨-૫૪. Page #514 -------------------------------------------------------------------------- ________________ સાચો જૈન [૩૧] ખા જૈને અગર ખરા જૈન બનવા ઈચ્છનારે શું કરવું? આપણી આજુબાજુની પરિસ્થિતિ મનમાં બે વૃત્તિઓ ઉત્પન્ન કરે છે. ધાર્મિક લાગણી, રાજકીય સ્વાર્થ અથવા તે લાંબે લૌકિક સ્વાર્થ આપણને એમ માનવા લલચાવે છે કે તું કેઈથી વિખૂટો ન પડતો, ના લડતે અને ગમે તેવા સ્વાર્થને માર્ગે પણ એકતા સાચવવાનું ન ચૂકતો. બીજી બાજુ કુળવાર, પૂર્વસંસ્કારે, કૌટુંબિક ક્ષોભો અને સામાજિક પ્રેરણાએ ઘણીવાર આપણને એવી માન્યતા તરફ ધકેલે છે કે સ્વાર્થ ન ત્યજાય, જરાયે જતું ન કરાય. એમ જતું કરીએ તો ચાલે કેમ ? કુટુંબનું કેમ નભે ? નાત, ધર્મ ને સમાજની પ્રતિષ્ઠા કાંઈ જતી કરાય? શું આપણે ત્યાગી છીએ ? આવા બે દેવી અને આસુરી વૃત્તિના પ્રવાહ માત્ર વ્યાપાર-વ્યવસાય, સત્તા, અધિકાર કે સારે નરસે પ્રસંગે જ નથી જન્મતા, પણ ધર્મ જેવી વિશુદ્ધ અને સ્વાર્પણ સૂચક વસ્તુને પ્રસંગે પણ આવું અથડામણવાળું ભંયકર તોફાન મનમાં ઊઠે જ છે. જે વિદ્વાનો અને ત્યાગીઓ ગમે તેટલું સહીને પણ ઉદારતા કેળવવાની શિક્ષા આપે છે તે જ અગ્રગણ્ય ગણાતા સંતપુરુષો જ્યારે ખરેખર સ્વાર્પણ કરવાનો અને ઉદારતા કેળવવાને કટોકટીને પ્રસંગ ઊભે થાય છે ત્યારે મજબૂત અને મક્કમપણે એમ કહે છે કે ધર્મનું તે અપમાન સહાય ? ધર્મની કોઈ પણ વસ્તુ, પછી તે સ્થાવર જ કેમ ન હોય. જતી કરાય? ધર્મની સંસ્થા અને તેનાં સાધને જે નહિ સાચવીએ તે અને ધર્મના હક્કોની પરવા નહિ કરીએ તો ધર્મ કેવી રીતે રહેશે ? આ રીતની અસ્મિતા માત્ર ધર્મગુરુઓ કે પંડિત જ નથી જગાડતા, પણ જે માતાપિતા કે બીજા આપ્તજનો નાની ઉંમરમાં બાલકને ઉદાર થવાની, સહનશીલ થવાની અને નમ્રતા કેળવવાની તાલીમ આપવા માટે હજાર રૂપિયાનો ખર્ચ કરતા, ધર્મગુરુઓ પાસે બાળકને સમાગમ માટે મેકલતા અને આદર્શ શિક્ષકને હાથે બાળક સુધરે એમ ઈચ્છતા હોય છે, તે જ માતાપિતા કે બીજા આવા જૈનો હવે યુવક થયેલ બાળકને વ્યાવહારિક જીવનમાં નીતિ કે અનીતિનો માર્ગ પસંદ કરવાની તક આવતાં, પાછા જાણે અજાણે એમ કહેતા હોય છે કે –ભાઈ એ તે ખરું, પણ આપણે એણે Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ]. નાનકડી જ કેટલું અપમાન કર્યું ? બીજું તે બધું જતું અને ભાગવટાની વસ્તુ (ભલે તે અન્યાયથી જતી કરાય ? તું એમ નમાલે થઈશ તો તને કાઈ પૂવાનું નથી, તારા ધડા થવાના નથી અને ખરેખર તું ભીખ માગીશ ! આ અને આવી બીજી અનેક રીતે આપણી સામે પરસ્પર વિધી પ્રસંગ આવે છે—જેને પ્રત્યેક વ્યક્તિને ઓછાવત્તો અનુભવ થાય છે—તે. વખતે ધાર્મિક દૃષ્ટિએ, રાજકીય દૃષ્ટિએ કે બીજા વધારે લૌકિક હિતની દૃષ્ટિએ આપણે ઉદારતા કેળવવી અને બધું જતું કરી ખરુ` મનુષ્યત્વ વિકસાવવું કે મનેાગત ઊંડા સસ્કારો અને સ્વાથી સંકુચિત પ્રેરણાને વશ થઈ અન્યાયી અને અપ પણ તત્કાળ લલચાવનાર સ્વાર્થ તરફ ધસડાવું ? ઉદારતા વગેરે ધર્મના ઉદ્દેશાને માત્ર સાંભળવાના જ વિષય બનાવી આપણે હમેશા ખેલ ખેલ્યા કરવા એ એક ભારે વિચિત્ર વસ્તુ છે. દર્શોન અને ચિંતન કરાય, પણ આપણા હકની કેમ ન હોય ) એમ કાંઈ અને મૂંગે મોઢે સહ્યું જઈશ હિંદુ અને મુસલમાના જ નહિ, બ્રાહ્મણ અને બ્રાહ્મણેતરો જ નહિ, અસ્પૃશ્ય અને સ્પૃશ્ય ગણાતી કામા જ નહિ, પણ એક જ સંસ્કૃતિ, એક જ તત્ત્વજ્ઞાન અને એક જ ધ્યેયને વારસા ભાગવનાર એવા શ્વેતામ્બર, દિગમ્બર કે સ્થાનકવાસી ફિરકાઓ વચ્ચે જ્યારે હક કે માનાપમાન માટે મરી ફીટવાને કે તેનાં સાધના માટે મતભેદ કે તકરારને પ્રસંગ ન હોય ત્યારે ઉદારતા કેળવવાની અને નમ્ર બનવાની તક અપાતી જ નથી; પણ જ્યારે રસાકસીને પ્રસંગ ઊભા થાય ને જીવનમાં ધમ કે નીતિ દાખવવાની તક આવે ત્યારે ચેામેરથી ખાણ થાય છે કે તમે ખાયલા થઈ ગયા; તમને ધર્મનું કશું લાગતું જ નથી; આવી રીતે બેદરકાર રહેશે તો તમારું કે તમારા ધર્મનુ નામ કે નિશાન નહિ રહેએકતા અને ઉદારતા દાખવવાના ખરેખરા કટોકટીના પ્રસંગે ધર્મની રક્ષાને બહાને આ રીતે આપણી અસ્મિતાને ઉશ્કેરવામાં આવે ત્યારે ધર્મને જ નામે અપાયેલા અને પુષ્ટ થયેલા ઉદારતાના સંસ્કાર અગર એકાએક નાશ ન પામે તે પણ વ્યાવહારિક જીવનમાં ઊતરી શકે એવા અળવાન તેા ન જ રહે એ દેખીતુ છે. પણ આ દૈવી અને આસુરી—આંતરિક અને ખાદ્ય, હચમચાવી મૂકે એવી, અને ઘણાને ઘણી વાર તદ્દન મૂંઝવી નાખે એવી વિકટ પરિસ્થિતિ વચ્ચે જે ખરા જૈન હોય અગર તો ખરો ધનિષ્ટ હોય તેમ જ જે તેવા અનવા ઇચ્છતા હાય તેણે શું કરવું એ આજના અતિ ગહન પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તર આપોઆપ મેળવી લે એટલી મુદ્દિપટુતા કે સંસ્કારિતા આજે Page #516 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮૧ સાચે જૈન કેટલામાં જણાય છે ? અને જે લેકસમાજ એ પ્રશ્નનો ઉત્તર આપે બાપ મેળવી લેવા સમર્થ ન હોય તે લેકોએ એને ખરે ઉત્તર કેની પાસેથી મેળવો ? જે વિદ્વાન ગણ એક આગેવાન અમુક ઉત્તર આપે, બીજે તે આગેવાન વળી બીજો ઉત્તર આપે અને ત્રીજે વિદ્વાન ત્રીજે જ ઉત્તર આપે તે પ્રશ્ન કરતાં ઉત્તરની ગૂંચવણું કરોળિયાના જાળાની પેઠે એવી મૂંઝવણકારક થઈ જવાની કે તેમાં સપડાયેલ દરેક પંગુ જ બની જવાને. ત્યારે એ કયે માર્ગ છે કે જેને આધારે દરેક માણસ એક જ સરખે અને સાચે ઉત્તર મેળવી શકે? જે આવે કઈ એક માર્ગ ન હોય અને હોય તે કદી સૂઝી શકે તે ન હોય અથવા માર્ગ સૂક્યા પછી પણ અમલમાં મૂકી શકાય કે જીવનમાં કામ લાવી શકાય તે ન જ હોય તે પછી આજ સુધીની આપણી શાસ્ત્રો, ધર્મો અને ગુસ્ની ઉપાસના વંધ્ય છે. અને વધ્ય ન જ હોઈ શકે એવું જે આપણું અભિમાન સાચું હોય અગર સાચું સાબિત કરવું હોય તે પ્રસ્તુત વિકટ પ્રશ્નને એકસરખે, મતભેદ વિનાને અને ત્રિકાલાબાધિત ઉત્તર આપી શકે તેવો માર્ગ અને તેવી કસોટી આપણે શોધવી જ રહી. આ માર્ગ અને આ કસોટી ઘણુ સાત્વિક હૃદયમાં સ્ફરતી હશે તેમ જ જરા માત્ર મહેનતથી સ્ફરવાને સંભવ પણ છે, માટે એનું સ્પષ્ટીકરણ કરી દરેક વાચકની બુદ્ધિસ્વતંત્રતા અને નિર્ણયશક્તિ કે વિચારસામર્થ્યને ગૂંગળાવી નાખવા ન ઇચ્છતાં દરેક સહૃદય વાચકને એ માર્ગ અને એ કસોટી વિચારી લેવા પ્રાર્થના છે. તેથી આ લેખ વાંચનાર દરેક એટલું જરૂર વિચારે કે ખરા જેને અને ખરા જૈન બનવા માટે (જ્યારે વિરોધી પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે) શું કરવું અને તે કર્તવ્યના નિર્ણય માટે સર્વમાન્ય એક કઈ કસોટી નજરમાં રાખવી ? – જનયુગ, ભાદ્ર-આશ્વિન ૧૯૮૩. ૨૧ Page #517 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપ [ ૩૨ ] માત્ર મનુષ્યતા જ નહિ, પણ પશુપ`ખી વગેરે કાઈ પણ પ્રાણીને વનવ્યવહાર અને જીવનધમ નિહાળીએ તો વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે શા અને કેવા સબધ છે તે ધ્યાનમાં આવ્યા વિના નહિ જ રહે. સ્થૂળ દૃષ્ટિએ જોતાં દરેક વ્યક્તિ સ્વપર્યાપ્ત કે પેાતાનાંમાં જ પૂર્ણ ભાસે છે. ઉપર ઉપરથી જોતાં આપણને એમ લાગે છે કે દરેક પ્રાણી કે વ્યક્તિની આત્મકથા એ માત્ર તેના જ વનની કથા છે, કેમકે તે તેના જીવનના પ્રારંભથી શરૂ થાય છે અને તેના જીવના અંત સાથે જ તે અંત પામે છે. પરંતુ જો આપણે સૂક્ષ્મ અને તાત્ત્વિક દૃષ્ટિએ નિરીક્ષણ કરીએ તે આપણને તરત જ જણાશે કે કાઈ પણ વ્યક્તિના જીવનપ્રવાહ માત્ર વ્યક્તિ–મર્યાદિત છે જ નહિ, કેમકે તે તેના પૂર્વકાલીન અને સમકાલીન સમાજનાં અનેક જીવનવહેણાથી રચાય છે અને સમૃદ્ધ થાય છે. કાઈ પણ મનુષ્ય પોતાના પૂર્વકાલીન અને સમકાલીન માનવસમાજ તેમ .જ શ્વેતર પ્રાણીગતના સંબંધો અને તેથી ઉત્પન્ન થતા સંસ્કારોને પેાતાનામાંથી બાદ કરે તે તે માત્ર શૂન્ય બની રહે અને તેનામાં કશી જ જીવનશક્તિ શેષ ન રહે. પૂર્વ કાળને પેઢીઉતાર અને સંસ્કાર–વારસા એ જ પ્રત્યેક વ્યક્તિના જીવનધારણ અને જીવનવિકાસની નક્કર ભૂમિકા છે; અને એ જ ભૂમિકા સમકાલીન સમાજ સાથેના વ્યક્તિના સારા કે નરસા સબધાથી વિશેષતા પામે છે અને તે ભાવિ સમાજના ઘડતરમાં સારા કે નરસા કાળેા આપવાની શક્તિ અનિવાય પણે કેળવે છે. આટલા ઉપરથી સ્પષ્ટ થશે કે વ્યક્તિ અને સમાજના સબંધ એ પુષ્પ અને તેની સુવાસના સંબંધ જેવા અવિભાજ્ય છે. ગુદાષ વિચાર પ્રાણીવર્ગમાં માત્ર માનવજાતિ જ એવી છે કે જે અતિ લાંબા કાળના સંસ્કારવારસાની રક્ષા કરવા ઉપરાંત તેમાં તે ધાર્યા પ્રમાણે ફેરફાર અને સુધારાવધારા કરી શકે. વળી તે ભાવિ પેઢીને આશીર્વાદ કે શાપરૂપ નીવડે એવી સામગ્રી પણ યાજી શકે, જે સદ્ગુણા કે દ્વેષ વ્યક્તિમાં દેખાય છે કે વ્યક્તિગત મનાય છે તે ખરી રીતે સમાજસાપેક્ષ હાઈ તે તે સમાજના ગુણદોષનું પ્રતિ Page #518 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપર્વ [૪૮૩ બિંબ માત્ર છે. કોઈ પણ વ્યક્તિ રુચિપૂર્વક પોતામાં સક્ષુણ કેળવવા અને વિકસાવવા માગે છે તે જીવનની દિશાને સમાજથી સાવ વિમુખ બનાવી કદી સદ્ગણ સાધી શકે જ નહિ. સદ્ગણનો અર્થ જ એ છે કે ગમે તેવી અથડામણે અને ગમે તેવા સંધર્ષ વચ્ચે પણ બીજા પ્રત્યેનું વલણ મધુર જ બનાવી રાખવું, તેમાં કડવાશ આવવા ન દેવી. માણસ સાવ એકલે હોય તે તેની વૃત્તિની મધુરતા કે કટુતાની કસોટી થઈ જ ન શકે અને તે પોતે પણ એમ નક્કી ન કરી શકે કે જેને તે સગુણ માની રહ્યો છે તે વખત આવતાં સદ્ગુણ જ સિદ્ધ થશે. એ જ નિયમ દેશને પણ લાગુ પડે છે. કોઈ વ્યક્તિ ક્રૂરતા, લોભ કે ભગવૃત્તિમાં રસ ધરાવતી હોય અને તે સમાજથી સાવ છૂટી પડે તે તે કદી પિતાની નવી રસવૃત્તિને તૃપ્ત કરી શકશે નહિ. સત્ય બોલવું અને આચરવું એ સદ્ગુણ છે અને અત્યાચરણમાં દેશ છે, પણ જે મનુષ્ય એકલે હોય તે તે સત્ય કે અસત્યનું આચરણ કેવી રીતે અને કોના પ્રત્યે કરે? તેથી એ નિઃશંકપણે ફલિત થાય છે કે ઇતર જગત સાથેના માણસના સંબંધમાં જ ગુણદોષની વૃદ્ધિ કે હાનિની શક્યાશક્યતા સમાયેલી છે. મહાન પુરુષો પૃથ્વીના પટના કઈ પણ ભાગ ઉપર ક્યારેય પણ થઈ ગયેલ અને અત્યારે વર્તમાન એવા મહાન પુરુષોની જીવનકથા એટલે સંક્ષેપમાં કહીએ તો તેમને તેમની આસપાસના જગત પ્રત્યેનો દષ્ટિકોણ અને જીવનવ્યવહાર. જે રીતે ભગવાન મહાવીરે વારસામાં મળેલ સંસ્કારને ઇતર જગત પ્રત્યેના પિતાના બંધુત્વમય અને વિશાળ દૃષ્ટિકોણ વડે તેમ જ કોમળ અને મધુર આચરણથી ઉદાત્ત બનાવ્યા અને તેના પરિણામે માનવજાતિના અભ્યદય અને નિઃશ્રેયસની દૃષ્ટિએ કાલાબાધિત મૂળભૂત સિદ્ધાંત ઈતર પયગંબરની પેઠે પ્રરૂપ્યા, તે જ સૂચવે છે કે તેમનો જીવનહેતુ વ્યક્તિ અને સમાજના સંબંધને કલ્યાણમય બનાવવાનું હતું. તેમણે જેમ સમાજના આશ્રયથી સ્વપુષાર્થ દ્વારા સગુણ વિકસાવવાની કળા સિદ્ધ કરી હતી, તેમ તેમણે પોતાના એ સગુણ-ઉપાર્જનની કૃતાર્થતા સમાજના ક્ષેમમાં જ માની હતી. પવિત્ર અષ્ટાદ્વિકા દીર્ધદષ્ટિ મહર્ષિઓએ યુગ યુગના નવ સમાજને દીવાદાંડીરૂપ બને એવા ઉદ્દેશથી વર્ષવાસનું એક અઠવાડિયું એવી રીતે કર્યું છે કે તેમાં આપણે ભગવાન મહાવીરની પુણ્યકથા સાંભળવા અને તેના મર્મ ઉપર વિચાર કરવા પૂરો અવકાશ મેળવી શકીએ. ભગવાને પિતાની કઠેર સાધના દ્વારા જે સત્યો Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪] દર્શન અને ચિંતન અનુભવ્યા હતા અને તેમણે પોતે જ જે સત્યોને સમકાલીન સામાજિક પરિસ્થિતિ સુધારવા અમલમાં મૂક્યાં હતાં અને લેકે એ પ્રમાણે જીવન ઘડે એ હેતુથી જે સત્યોને સમર્થ પ્રચાર કર્યો હતો, તે સત્યે સંક્ષેપમાં ત્રણ છે (૧) બીજાના દુઃખને પિતાનું દુઃખ લેખી જીવનવ્યવહાર ઘડે, જેથી જીવનમાં સુખશીલતા અને વિષમતાના હિંસક તો પ્રવેશ ન પામે. (૨) પિતાની સુખસગવડને, સમાજના હિત અર્થે, પૂર્ણ ભેગ આપો, જેથી પરિગ્રહ બંધન મટી લેકેપકારમાં પરિણમે. (૩) સતત જાગૃતિ અને જીવનનું અંતરનિરીક્ષણ કરતા રહેવું જેથી અજ્ઞાન કે નબળાઈને કારણે પ્રવેશ પામતા દોષોની ચોકી કરી શકાય અને આત્મપુરુષાર્થમાં ઓટ ન આવે. આત્મવંચના ભગવાનની જીવનકથા સાંભળવી અને તેનું સ્થળ અને બાહ્ય અનુકરણ કરવું એ એક વાત છે; અને તેના હાર્દને સમજી યથાશક્તિ તેને પિતાને સમયની પરિસ્થિતિ સુધારવા ઉપગ કરે એ જુદી વાત છે. એ ખરું છે કે નાનામોટા બધા જ ભાવુક જૈન ઓછામાં ઓછું પજુસણના દિવસોમાં તે મહાવીરને પગલે ચાલી નાનુંમોટું તપ આચરે છે અને અન્યના દુઃખને પિતાનું લેખવાના પ્રતીકરૂપે નાનમેટું પગલું ભરે છે. એ પણ સાચું છે કે દરેક ધાર્મિક જૈન પિતાની ઉદારતાને બીજાના હિત અર્થે કાંઈને કાંઈ ઉપયોગ કરે છે. તેમ જ એ પણ સત્ય છે કે વધારે નહિ તે પજુસણના દિવસમાં નિત્ય અને તેમ નહિ તે છેવટે સંવત્સરીને દિવસે અવશ્યમેવ બધા જ નાનામોટા ગૃહસ્થ અને ત્યાગી પ્રતિક્રમણ કરી સૌની સાથે મૈત્રીભાવ દર્શાવતા કહે છે કે અમારે કોઈની સાથે વૈરવિરોધ નથી. આ બધું છતાં આપણે જૈન સમાજની આંતરિક સ્થિતિને તટસ્થપણે અભ્યાસ કરીએ, રાષ્ટ્રમાં અને સમગ્ર માનવસમાજમાં તેનું શું સ્થાન છે અને વિચાર કરીએ, તે આપણને જણાયા વિના નહિ રહે કે આપણે મહાવીરના સિદ્ધાંતના બાહ્ય ખોખાના જ આચરણમાં ધર્મનું વાસ્તવિક પાલન માની આત્મવંચના કરીએ છીએ. તપ, વ્રત, નિયમ, દાન અને પ્રભાવના આદિ દ્વારા ચોથે આરે વર્યાની કે તેના ઉદ્યોતની જે કુંકુમપત્રિકાઓ અરસપરસ સંઘોને લખવામાં આવે છે, તેનું પિકળપણું આપણે તે જ ગૃહસ્થ અને સાધુસંધોના જીવન જીવવાના માપદંડ દ્વારા સરળતાથી જાણી શકીએ છીએ. ઉકેલ માગતી સમસ્યાઓ પજુસણ જેવું ધર્મપર્વ, જે ખરી રીતે આત્મશુદ્ધિનું પર્વ છે, તેમાં Page #520 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપર્વ [ ૪૮૫ સમાજ પ્રવેશ કરી રહ્યો છે. જૈન સમાજ એ શિષ્ટ સમાજોમાંનું એક છે. રાષ્ટ્રીય અને માનવસંસ્કૃતિમાં અહિંસાના કટ્ટર અનુગામી તરીકે તેને મોભો છે. તેને કેટલાયે સુસંસ્કારે પેઢીઉતાર અનાયાસે પ્રાપ્ત થયા છે. તેથી આત્મશુદ્ધિનું પર્વ ઊજવવા ઉત્સુક એ જૈન સમાજ પાસે થોડી પણ તાત્કાલિક સમસ્યાના ઉકેલની કેઈ આશા રાખે તો તે જરાયે અસ્થાને નથી. ખરી રીતે સમાજના જીવિત ધર્માત્માઓની તે તેના ઉકેલની દિશામાં વધારેમાં વધારે પ્રયત્ન કરવો એ સ્વયંસિદ્ધ ફરજ બની રહે છે, કેમકે સમાજગત મુખ્ય લાલો અને દોષનું નિવારણ કર્યા સિવાય યુગાનુરૂપ સામાજિક પ્રતિક્રમણ અગર આત્મશુદ્ધિ કદી શક્ય જ નથી. આવી સમસ્યાઓ મુખ્યપણે આપણી સામે ત્રણ છે : (૧) તંગી અને ગરીબી, (૨) કાળાબજાર, અને (૩) અસ્પૃશ્યતા. તંગી અને ગરીબી આ સમસ્યાઓના ઉકેલની એક ચાવી ગુરુવર્ગના જીવન પરિવર્તનમાં રહેલી છે. આખા દેશમાં વ્યાપકરૂપે વર્તતી તંગી અને ગરીબીને અનુભવ એક પણ જૈન ત્યાગીને થયો હોય એવો દાખલે અદ્યાપિ જાણમાં નથી. તેથી ઊલટું શ્રાવકોમાં એવા કેઈ વિરલ મળી આવવાના કે જેમણે એ તંગી અને ગરીબીને એચ્છિક અનુભવ કરે છે અને જેઓ મૂગી સેવા આપી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે દરેક ફિરકાના ત્યાગી ગુરુઓ ત્યાં જ રહેવું અને જીવન ગાળવું પસંદ કરે છે કે જ્યાં પૂરેપૂરી સુખસગવડ પ્રાપ્ત થતી હેય. પરદુઃખે દુઃખી થવાના સિદ્ધાંત ઉપર જે જીવનચર્યા સ્વીકારેલી તે જ જીવનચર્યાને આદર્શ માની ઘરબાર છોડી ભેખ લેનાર ભિક્ષુગણ જે સાદગી, સહિષ્ણુતા અને ઐચ્છિક વાસ્તવિક ગરીબીમાં કૃતાર્થતા માનવાને બદલે સુખસગવડમાં જ ત્યાગ માનવાની ભૂલ કરે તો તે કદી બીજા પર નૈતિક વજન પાડી શકે નહિ. ગમે તેટલી હામાં હા ભણવા છતાં અનુયાયી ભક્ત મનમાં તે જાણુતા જ હોય છે કે આ ગુરુવર્ગને કશી તંગી અને ગરીબીને સાચે અનુભવ છે જ નહિ. એમ જાણવા છતાં ભક્તો પણ એક અથવા બીજા કારણે ગુરુવર્ગની બધી જ અસ્વાભાવિક, ખર્ચાળ અને વધારે પડતી જરૂરિયાત પૂરી પાડતા રહે છે અને ત્યાગને પોષણ આપ્યાનો ટે સંતોષ કેળવે છે. આ એક ગુરુ અને ભકતિની ત્યાગ વિશેની માન્યતાનું દુશ છે. એ દુશ્ચક્રના દેષનું નિવારણ કર્યા સિવાયનું પ્રતિક્રમણ તે નથી જીવનશુદ્ધિ કે નથી શુદ્ધિપર્વની સાચી ઉજવણીનું મુખ્ય અંગ. જ્યાં તે અચ્છિક અગવડ વહોરી લેનાર ભગવાનની જીવનકથા અને ક્યાં અચ્છિક સુખસગવડની શોધમાં પડેલ ગુરુવર્ગનું Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ] દર્શન અને ચિંતન એ કથાવાચન અને ભકતનું એ કથાશ્રવણ આ અંતર બનતા પ્રયત્ન નિવા-- રવું એમાં જ પજુસણ પર્વની શુદ્ધિ છે. કાળાબજાર જૈન પરંપરામાં ધર્મપ્રાપ્તિની પ્રાથમિક શરત પ્રમાણે જે છત્રીસ ભાર્ગનુસારી ગુણ બતાવ્યા છે તેમાં ન્યાયપૂર્વક ધનોપાર્જન કરવું એ પ્રથમ અને મુખ્ય ગુણ મનાયેલ છે. યુદ્ધ દરમ્યાન સર્વત્ર ચાલતાં કાળાબજારમાં જૈન વ્યાપારીઓને હાથ ના સૂનો નથી. કેટલાક નિખાલસ જૈન ભાઈઓએ એ વાતનો જાહેરપણે સ્વીકાર પણ કરેલો છે. જેલમાં પડ્યા પડ્યા પણ રાષ્ટ્રપુરુષોને કાળાબજારની જાણ થયેલી અને મુક્ત થતાં જ તેઓ બધાએ એકી અવાજે કાળાંબજારનાં કૃત્યને ધુતકાર્યું છે. તેમ છતાં અત્યાર લગીમાં કોઈ પણ ફિરકાના એક પણ જૈન ગુરુએ કાળાબજારની ચોરી વિરુદ્ધ સામાન્યપણે પણ અવાજ ઉઠાવ્યો હોય એવું જાણવામાં આવ્યું નથી. શું એ ગુરુઓ કાળાબજારની કમાણીને અન્યાયોપાર્જિત છે એમ નથી માનતા ? અને જો માનતા હોય તો તે વિરુદ્ધ અવાજ ઉઠાવતા કેમ ડરે છે ? આ પ્રશ્નનો ઉત્તર આપણને તેમની સુખસગવડની વૃત્તિ અને તે સગવડ પૂરી પાડનાર ભક્તને રાજી રાખવાની મનોવૃત્તિમાંથી મળે છે. જેની પાસેથી ન્યાય-અન્યાયના વિવેકની દોરવણની આશા રાખી શકાય તે જ ગુરુવર્ગ જે અંતર્મુખ થઈ જીવનવિચાર ન કરે તે તેઓ ભાવ-પ્રતિક્રમણ દારા શુદ્ધિપર્વને સાચી રીતે ઊજવે છે એમ કેણ કહી શકશે? આ માટે અહિંસક સરળ ઉપાય ભગવાન મહાવીરે પોતાના જીવનથી જ દર્શાવ્યો છે અને તે એ કે ગમે તેવી અગવડમાં જીવનનો આનંદ માણો, પણ લૂંટ અને ચોરીના ધનથી મળતી કોઈ પણ જાતની સગવડ લેવાનો સદંતર વિચાર ત્યજવો. જો એક પણ ગુરુ આ દિશામાં ગ્ય પગલું ભરશે તે સાચે જ તે પજુસણ પર્વને અજવાળશે; એટલું જ નહિ, પણ તે જૈન સમાજના મોભા અને વારસાને દિપાવશે. પિતાને મળતી દોષમૂલક સગવડ સ્વીકારવામાં અસહયોગ એ ગમે તેવા લેભી અને લાલચુ વ્યાપારીઓની ન્યાયવૃત્તિ જાગૃત કરવાને રામબાણ ઉપાય છે. પેઢીઓ થયાં ચેરીને ધંધો કરતી અને ચોરી તેમ જ પરાક્રમ વિનાના જીવનને નમાલું સમજતી ધારાળા જેવી મોટી કેમની એ વૃત્તિમાં એકલા રવિશંકર મહારાજની તપસ્યામાં પલટો આણ્યો તે દીર્ધતપસ્વીના વારસદારની યથાર્થ તપસ્યા કાળાબજારની વૃત્તિ પર થોડો પણ કાબૂ ન મેળવે એ કદી માની શકાય નહિ. જરૂર હોય તે તે એટલી જ છે કે કોઈ એકાદ સૂરિ આર્ય મહાગિરિનું અનુકરણ કરી આર્ય સુહસ્તિને પગલે ચાલતા આજના સુખશીલ અને રાંક મનના Page #522 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપર્વ [ ૪૮૭ મુનિગણને ગ્ય રસ્તેવાળે. તેથી આપણે આશા રાખીએ કે ગુરુવર્ગ વરડા, અર્ચા પ્રભાવના અને શાસ્ત્રોની પૂજા ઉપર ભાર આપે છે તે કરતાં વધારે ભાર કાળાબજારની ચોરીના મૂળગત દેષ નિવારવા તરફ આપે. આથી તેઓ એવી ચરીને ભોગ બનતા લેકેના મૌન આશીર્વાદ પણ મેળવશે અને પિતાના અનુયાયીઓને કમાણીની હરીફાઈની અવિચારી પાપજાળમાં પડતાં અંશત: પણ બચાવી શકશે. યુદ્ધજન્ય પરિસ્થિતિને વધારેમાં વધારે લાભ લેવાની હરીફાઈના વાતાવરણમાં અર્થવૃત્તિથી ટેવાયેલે જૈન વ્યાપારી કાળાબજારમાં લેભનું સંવરણ કરી ન શકે એવી દલીલ કરનારે પણ વિચારવાનું રહ્યું કે ખરે ટાંકણે જ અન્યાય લાલચને સામને કરવો એમાં જ ધર્મવૃત્તિ–સતપુરુષાર્થ છે. સંતતિને અન્યાયપાર્જિત ધનને વારસે સપનાર પિતા વારસામાં માત્ર ધન જ નથી આપતું, પણ તે ધન કરતાંયે અતિ સૂક્ષ્મ એવી અન્યાયવૃત્તિ પણ વારસામાં આપે છે. ધનનો વારસો નાશ પામશે, ત્યારે પણ એ અન્યાય–દુર્બુદ્ધિના સંસ્કાર પેઢીઉતાર સંતતિમાં ચાલુ રહેશે. એટલે કાળાબજાર કરનાર એકંદર કુટુંબ અને સંતતિનું તે એકાન્ત અહિત જ કરે છે. અન્યાવ્ય ધનમાં ઊછરેલી અને તાલીમ પામેલી સંતતિ કદી લાંબે વખત તેજસ્વી રહી શકે નહિ. ચેરીના ધનની ગાદી ઉપર બેસનાર કદી ધર્મારાધન કરી શકે નહિ. તેથી પજુસણુની આરાધના કરવા ઈચ્છનાર વ્યાપારીવર્ગે પણ કાળાબજારના કૃત્યનું પ્રતિક્રમણ પ્રથમ કરી તે પછી જ પરંપરાગત પ્રતિક્રમણની સાર્થકતા લેખવી જોઈએ. અસ્પૃશ્યતા અસ્પૃશ્યતાની બાબતમાં બુદ્ધ અને મહાવીરે વૈદિક પરંપરા વિરુદ્ધ ભારે સાહસપૂર્વક આંદોલન શરૂ કરેલું. એ આંદોલનનાં મૂળો એટલે સુધી ઊંડાં ગયાં કે તે બન્ને મહાત્માઓની પછી પણ એ દિશામાં અનેક સંતોએ અનેકવિધ પ્રયત્ન કર્યો. મહાવીર પછી લગભગ ૧૫૦૦ વર્ષે દક્ષિણ હિંદુસ્તાનના વૈષ્ણવ સંત આળવારેએ અસ્પૃશ્યતાનું કલંક ટાળવા પુરુષાર્થ કર્યો. ત્યારબાદ રામાનંદ, કબીર અને નાનક વગેરેએ પણ પ્રયત્ન કર્યા, પરંતુ સૌથી છેલ્લો અને સર્વદેશીય પ્રયત્ન મહાત્માજીનો અને તેને લીધે કોગ્રેસનો છે. અહિંસા જૈન પરંપરાને મુખ્ય સિદ્ધાંત છે. ગાંધીજીએ નાનાં તમામ ક્ષેત્રમાં અહિંસાને પ્રયોગ સૌથી પહેલાં જ શરૂ કર્યો છે. અહિંસાતત્વ માત્ર ધાર્મિક ક્ષેત્ર પૂરતું જ ન રહેતાં તે સમાજ, અર્થકારણ અને રાજકારણના પ્રદેશ સુધી વિસ્તર્યું છે. એની સમજ, વ્યાખ્યા અને પ્રગના પ્રકારે ભૂતકાળના Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ] દર્શન અને ચિંતન સંસ્કારમાંથી વિકાસ પામ્યા હોવા છતાં સાવ અપૂર્વ છે. જૈન પરંપરાને તે અનાયાસે પિતાના પ્રાણભૂત સિદ્ધાંતને વિસ્તારનાર, વિશદ કરનાર અને તેની વિશ્વભરમાં પ્રતિષ્ઠા કરનાર એવા સંત મળી આવ્યા છે, તે કાંઈ જે તે લાભ ન કહેવાય. આપણે પોતે અહિંસાને બહલાવી લેકપ્રિય કરી ન શકીએ અને કેઈ બીજો જીવને જોખમે તે કામ કરે તો તેને પિતાને કરતાં પાછા પડીએ તે તેનાથી વધારે વિનિપાત બીજે કયે હોઈ શકે? મહાવીરે તે અહિંસાના વિચારમાંથી જ અસ્પૃશ્યતાનો ધર્મ પ્રદેશ પૂરો વિરોધ કરેલ. ગાંધીજીએ તે જ અહિંસાના આધારે અસ્પૃશ્યતાને સર્વ ક્ષેત્રમાં વિરોધ કર્યો છે અને તે ખૂબ સફળ પણ થઈ રહ્યો છે. સનાતન ધર્મના બહુમત અને બીજાં બળ સામે જેને અસ્પૃશ્યતાના વિરોધની બાબતમાં ટક્કર ઝીલી શક્યા ન હતા. તેમને એ સાચા સિદ્ધાંતની બાબતમાં પણ વ્યવહારદષ્ટિએ વૈદિક પરંપરા સામે હાર ખાવી પડી હતી. પરંતુ સત્ય લબે વખત દબાવ્યું દબાતું નથી, એટલે અસ્પૃશ્યતાના પાપનિવારણનું પરમ સત્ય આજે પૂરી પ્રતિષ્ઠા પામી રહ્યું છે. ગાંધીજી અને કેગ્રેસ જ નહિ, પણ પ્રાચીન કાળના કટ્ટર વિદિકના અનેક બ્રાહ્મણ વંશજો પણ આ સત્યની પડખે છે. એટલે બીજી રીતે વિચારીએ તે બુદ્ધ અને મહાવીરનાં વાવેલાં બીજ આજે ફાલ્યાં ત્યાં છે. તેવી દષ્ટિ પામેલા સંખ્યાબંધ જેનો અસ્પૃશ્યતાનિવારણમાં સીધે સાથ આપી પ્રતિક્રમણને સફળ કરી રહ્યાં છે. પાછી પાની કરતા હોય તે તે માત્ર અહિંસાધ્વજધારી ગુરુઓ અને તેમને પગલે ચાલતા રૂઢિચુસ્તો. હવે તેમણે વખત ઓળખ જોઈએ. એક બાજુ તેમને ક્યારેકના પિતાના વિરોધી કટ્ટર વૈદિકનો સાથ છે અને બીજી બાજુ તેમની પોતાની નવી પેઢી તેમની પડખે છે. એટલે અત્યારે અસ્પૃશ્યતાનું કલંક ધોઈ નાખવાની જે સોનેરી તક જૈનેને સાંપડી છે તેનો રૂઢ દષ્ટિવાળા નિર્ભયપણે સત્કાર નહિ કરે તે પુનઃ પુનઃ પ્રાયશ્ચિતનું સ્મરણ કરાવતાં પ્રતિક્રમણનાં બધાં સૂત્રે એ માત્ર બકરાના ગળાના આપળ જેવાં અર્થ વિનાનાં થઈ પડશે અને તેઓ યુગ તેમ જ પિતાની જ પેઢી દ્વારા ઉપહાસ પામશે. આપણે આ વર્ષના શુદ્ધિપર્વ પ્રસંગે ઉપરની સમસ્યાઓના ઉકેલ તરફ કદમ ઉઠાવીએ એટલું જ વાંછનીય છે. –પ્રબુદ્ધ જૈન, ૧-૯-૪પ. Page #524 -------------------------------------------------------------------------- ________________ આપણી શ્રત પ્રત્યેની જવાબદારી [૩૩] દરેક ધર્મ પરંપરાની પેઠે જૈન પરંપરાના અસ્તિત્વન આધાર મુખ્યપણે ત્રણ છેઃ (૧) શ્રુત-શાસ્ત્ર, (૨) એના ધારક ત્યાગી અને વિદ્વાન, અને (૩) તીર્થસ્થાન–પૂજ્ય પુરુષોનાં સ્મારક સ્થાન. આ ત્રણ વસ્તુઓમાંથી અહીં મૃત પ્રસ્તુત છે. દેશ અને ગુણનાં મૂળ તપાસવાં જોઈએ શ્રતના સંબંધમાં વર્તમાન કાળમાં આપણું શું શું કર્તવ્ય છે, એ સંબંધમાં આપણે કેટલે અંશે જાગરૂક છીએ, કેટલે અંશે પ્રમાદી કે આડે રસ્તે છીએ, અગર કેટલે અંશે આપણી શક્તિ નિરર્થક વેડફાય છે, વગેરે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. સામાન્ય રીતે દરેક જૈન વર્તમાન સ્થિતિને અસંતોષજનક બતાવી તેના ગુણદોષનું વર્તમાનકાળ પૂરતું કથન કરે છે અને એમ કહેવા ઈચ્છે છે કે આપણું અમુક અમુક ખામી દૂર કરવી અને અમુક રીતે કામ કરવું, પણ આ આપણી વર્તમાન ખામી કે વર્તમાન ગુણસંપત્તિ એ માત્ર આકસ્મિક છે કે એનાં મૂળ ઊંડાં છે એનો વિચાર ભાગ્યે જ થાય છે. જ્યારે પણ એ ગુણદોષનાં મૂળ વિશે વિચાર થાય છે ત્યારે પણ એનું ચિત્ર વિવેકપૂર્વક અને તદ્દન મધ્યસ્થતાથી ભાગ્યે જ રજૂ થાય છે. આને લીધે સાધારણ વાચક અને ઊગતે વિચારક મનમાં એવા સંસ્કાર ષિત થઈ જાય છે કે ભૂતકાળ તે સુવર્ણમય હતે, એમાં કશી જ ખામી ન હતી અને હેઈ શકે નહિ. પછી તેવા વાચક અને વિચારકને એમ લાગે છે કે વર્તમાન સ્થિતિ એ નવી અને અણધારી ઊપજ છે, વારસામાં તે બહુ જ ગુણસંપત્તિ પ્રાપ્ત થઈ, પણ આપણે એવા નબળા પાક્યા કે એ સતવારસાને વણસાડી નાખે. આવી ધારણાથી સુધારક અને વિચારક વર્તમાન કાળને બહુ જ ભાડે છે, સુધારો કરવા માગે છે, પણ તેનાં મૂળનું શોધન કરી શકતો નથી. જે મૂળ વારસાગત છે અને જેનું નવેસર સંશોધન થવું જરૂરી છે તેને ઉપર ઉપરથી મલમપટ્ટી કર્યું તેને અસલી દેષ દૂર થઈ શકતો નથી. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ] દર્શન અને ચિંતન સત્યની શોધમાં શ્રદ્ધા અને તર્કની જરૂર આપણે ભૂતકાળમાં પ્રવેશ કરીએ તે એની ખરી સ્થિતિ જાણવાનાં સંપૂર્ણ અને શુદ્ધ સાધન આપણી પાસે નથી. જે કાંઈ છે તે ત્રુટક ત્રુટક અને કવચિત વિકૃત પણ છે. તેમ છતાં એવાં સાધને ઉપરથી આપણે જૈન શ્રત વિશેની આપણી પરંપરાનો ઠીક ઠીક ક્યાસ બાંધી શકીએ છીએ, પણ શરત એટલી કે આપણે માત્ર એકાંગી ભકિત કે શ્રદ્ધાથી એ સાધનોને જેમ ના તપાસવાં તેમ માત્ર આવેશી કલ્પનાઓ અને નિરાધાર તર્કથી પણ ન તપાસવાં. માત્ર શ્રદ્ધાથી વિચાર કરતાં જે હતું તે બધું ઠીક જ હતું, જે બન્યું તે પણ ઠીક જ બન્યું -એ સંસ્કાર મનમાં પડવાને અને તેથી કરીને એમાં રહી ગયેલી જે ખામી અને તેનો અત્યાર સુધીને એક અથવા બીજા રૂપમાં મળતા આવતે વારસો, એને આપણે જોઈ શકવાના નહિ. બીજી બાજુ માત્ર ઉતાવળિયા તર્ક અને તાત્કાલિક સુધારાના આવેશથી પ્રેરાઈને ભૂતકાળને જોતાં એમ બનવાનું કે ભૂતકાળમાં તે કાંઈ સારું ન હતું; હતું તે માત્ર નામનું કે થેડું, એટલે ભૂતકાળને ભૂલીને જ નવેસર પાટી માંડવી. આ બંને તદ્દન વિરોધી અને સામસામેના છેડા છે. એ સત્યશોધમાં તે આડે આવે જ છે, પણ કર્તવ્યનો નિશ્ચય કરવામાં પણ તે આડખીલીરૂપ બને છે. જે ભૂતકાળમાં બન્યું તે બધું સારું જ અને સંતોષપ્રદ હતું તે એને વારસે ધરાવનાર આપણે એકાએક કેમ વણસ્યા ? શું આપણી આ ખામી કોઈ બહારના વાતાવરણમાંથી અકારણ જ આપણને વળગી કે આપણા ઉપર કેઈએ લાદી ? એવી જ રીતે જે ભૂતકાળમાં બન્યું તે બધું નકામું હતું તો પ્રશ્ન એ છે કે એવા સાવ નિ:સત્વ અને નિર્માલ્ય ભૂતકાળે આજ સુધી શ્રતની છે તેવી પણ પરંપરા ગૌરવપૂર્વક કેવી રીતે સાચવી ? આને ઉત્તર ઈતિહાસ એ આપે છે કે સત્યની શોધમાં માત્ર એકાંગી શ્રદ્ધા કે એકાંગી તકે કામ આવી શકે નહિ. એ શોધમાં જેમ શ્રદ્ધા જરૂરી છે તેમ તક પણ જરૂરી છે. તર્ક, દલીલ કે. યુક્તિની મદદથી શ્રદ્ધા (ધીરજ, નિષ્ઠા અને આદર ) સાથે પ્રાપ્ત સાધનોનો ઉપયોગ કરી સત્યની શોધ કરીએ તે દૂર અને પરોક્ષ એવા ભૂતકાળ ઉપર પણ ઠીક ઠીક ને સત્યની નજીક હોય એ પ્રકાશ પડી શકે. આપણી શ્રુત-સંપત્તિ મૃત પ્રત્યેની વર્તમાન જવાબદારી એ જૈન સંધ માટે એક વિચારણીય વસ્તુ છે. આવી જવાબદારી વિશે આજે આપણે જ વિચાર કરીએ છીએ તેમ નથી. આપણું નજીક અને દૂરના પૂર્વજોએ પણ તે વિશે બહુ વિચાર, Page #526 -------------------------------------------------------------------------- ________________ આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી [૪૧. કરેલ અને તે તે સમયની પરિસ્થિતિમાં તેમને જે અને જેટલું મૂક્યું તેને અમલમાં મૂકવા પણ તેમણે નાનામોટા અનેક પ્રયત્નો કર્યા છે. એને જ લીધે મૃતને અનન્ય વારસે આપણને મળ્યો છે. જે કાળે પ્રેસ ન હતા, કાગળ ન હતા, વિશેષ શું ?—તાડપત્રે પણ ન હતા, અગર તે તે ઉપર લખી સંગ્રહ કરવાની સર્વમાન્ય ધર્મપ્રથા ન હતી, તે કાળમાં જે પૂર્વજોએ મૃત સાચવ્યું અને જે રીતે સાચવ્યું તે સામાન્ય વસ્તુ નથી. વધારામાં દેશ અને પરદેશનાં વિનાશક બળો તેમ જ કુદરતી વિનાશક બળોથી પણ એમણે શ્રત–સંપત્તિ સાચવવામાં અને વધારવામાં કશી ભણું નથી રાખી એમ પણ ઇતિહાસ કહે છે.. આ આપણી શ્રતપરંપરા પ્રત્યેની જવાબદારીને ઉત્તમમાં ઉત્તમ અંશ છે; અને તે, હું સમજું છું ત્યાં લગી, દરેક જૈનના લોહીમાં ઊતરી આવ્યા છે. એમ ન હોત તો આજે જૈન પરંપરાના જુદા જુદા, નાનામોટા બધા ફિરકાઓ પોતપોતાની સમજ અને સાધન પ્રમાણે શ્રતરક્ષા, કૃતપ્રચાર આદિ માટે જે કાળજી સેવે છે ને પ્રયત્ન કરે છે તે કદી સંભવત નહિ. એ ખરું છે કે પાડોશી સંપ્રદાયે અને પરંપરાઓની શાસ્ત્રરક્ષા અને શાસ્ત્ર પ્રચાર આદિની હિલચાલનો પ્રભાવ જૈન ફિરકાઓ ઉપર પડે તે અનિવાર્ય છે, પણ જે એ ફિરકાઓને વારસામાં મૃતનિષ્ઠાનો સંસ્કાર લાવ્યો ન હોત તો, માત્ર બાહ્ય સંજોગો એમનામાં ગરમી પેદા કરી શકતા નહિ અને કરત તેયે તે ટકી શકત નહિ અગર પ્રયત્નાભિમુખ થઈ શકત નહિ. એટલે આપણામાં શ્રત પ્રત્યેની નિષ્ઠા કે આદરનો સંસ્કાર વારસાગત છે એમાં શક જ નથી. અને એ એક આપણું વારસાગત ગુણસંપત્તિ છે. આપણી કેટલીક ખામીઓ આ બધું છતાં એ ગુણસંપત્તિની સાથે સાથે આપણા વારસામાં કેટલીક ખામીઓ કે ત્રુટિઓ પણ ઊતરી આવી છે. આપણે ભલે એ ભૂતકાળથી ઊતરી આવેલ ખામીઓ આડે આંખ મીચીએ, પણ તેથી લેહીમાં ઊતરેલી એ ખામીઓને કઈ ઈન્કાર કરી શકે તેમ નથી અને ઈન્કારમાત્રથી રસ્તો પણ સરળ થતું નથી. જે ગુણસંપત્તિ વિશે ઉપર સૂચન કર્યું છે તેનો વિસ્તાર, રેચક રીતે કરી શકાય તેમ છે, પણ જ્યારે જવાબદારીને પ્રશ્ન વિચારવાને હોય અને તે અર્થે ટૂંકમાં લેવા જોઈતા માર્ગને નિર્દેશ કરવો હોય ત્યારે તે વારસામાં કઈ ખામીઓ ઊતરી છે અને તે કેવી રીતે અત્યારે આપણને બાધક બની રહી છે એનું જ સાધાર સૂચન કરવું જોઈએ. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ] દન અને ચિંતન * આપણે જાણીએ છીએ કે ભગવાન પાર્શ્વનાથનું પેાતાનું પણ શ્રુત હતું. તે તેમના પટ્ટધરાએ તે સમયની શક્યતા પ્રમાણે સાચવ્યું. ભગવાન મહાવીરે એ શ્રુતમાં કાંઈક પણ વધારો કર્યાં અગર સંસ્કાર કર્યાં. એ જે કાંઈ બન્યુ તેની અક્ષરશઃ કે તાદશ નોંધ નથી, પણ એટલું તેા હકીકતથી સિદ્ધ છે કે ચંદ્રગુપ્ત મૌર્યંના સમયમાં જૈન અનગારાને શ્રુતસંગ્રહ અને શ્રુતવ્યવસ્થા માટે ભારે ચિંતા ઊભી થઈ. અત્યાર અગાઉ બૌદ્ધ ભિક્ષુકાએ પેાતાના શ્રુતની રક્ષા અને વ્યવસ્થા માટે એ મેાટી પરિષદો કે સંગીતિઓ ભરી તેમાં નોંધવાલાયક કામ કર્યું હતું. આવી કાઈ પરિષદ વૈદિકાએ ક્યાંય ભરી હતી એવું ચોક્કસ પ્રમાણ પ્રાપ્ત નથી. તેમ છતાં એમ માનવાને કારણ છે કે શાસ્ત્રનિષ્ઠ અને શાસ્ત્રજીવી બ્રાહ્મણીએ આ વિષયમાં નાનામેાટા પ્રયત્ના અવશ્ય કર્યાં હાવા જોઈએ. પેાતાની આસપાસ જે વાતાવરણ ઉગ્રપણે પ્રવર્તતું હાય તેની અસરથી માટે ભાગે વનવાસી એવા જૈન અનગારા પણ અલિપ્ત રહી શકે નહિ. તેમને પણ લાગ્યું કે આમ ને આમ મુખ–શ્રુતથી કામ નહિ ચાલે અને વનવાસ કે લેખન તેમ જ શ્રુત-સંગ્રહના અપરિગ્રહને પણ એકાંત વળગી રહ્યું કામ નહિ ચાલે. સ્થૂલભદ્ર આગળ આવ્યા. મદદ માટે અનેક અનગારાને -એકત્ર કર્યાં. ત્યાગી અને યાગી એવા પોતાના મોટા ગુભાઈ ભદ્રબાહુને નિમજ્યા. તે સીધી રીતે શ્રુત-સ ંગ્રહ તે શ્રુત-વ્યવસ્થાના કામ માટે પાટલિપુત્રમાં મળેલ પરિષદમાં ભાગ લેવા ન આવ્યા. અલખન, આપણે શ્રદ્ધાથી એમ કહી શકીએ કે યાગાભિમુખ હાવાથી કે ખીજા કારણથી ન આવ્યા, પણ તેમણે પેાતાની પાસે આવેલ અનગારાને કાંઈક તો શ્રુત આપ્યું જ. પણ આ પ્રશ્નની બીજી બાજુ છે, જે ન વિચારીએ તો આજની આપણી મનોદશા સમજવામાં આપણે ન ફાવીએ. ભદ્રબાહુ સૌથી મેાટા હતા. તેમના પ્રત્યે સ્થૂલભદ્રે પણ મીટ માંડી હતી. પાટલિપુત્રને સંધ પણ તેમના પ્રત્યે અસાધારણ આદર ધરાવતા. સ્થૂલભદ્ર કરતાં ભદ્રબાહુ વધારે શ્રુતસંપન્ન હતા. તે વખત સુધીમાં શ્રુતની શી સ્થિતિ થઈ છે અને હવે શું થવા એઠું છે અને શું કરવુ જોઈએ એની સમજ તેમનામાં વધારે હોવી જોઈ એ એમ આપણે કલ્પીએ તે અસ્થાને નથી. એવી સ્થિતિમાં તેમણે જ શ્રુતની રક્ષા અને વ્યવસ્થા માટે પહેલ કરવી જોઈતી હતી. એ પહેલ કરવાને બદલે તેમણે પહેલ કરનાર અને તે સમયની દૃષ્ટિએ નવા ચીલા પાડનાર સ્થૂલભદ્રની પરિષદને પૂરા અને સાક્ષાત્ સહયેાગ ન આપ્યા એ ખામી વિચારકના ધ્યાનમાં આવ્યા વિના નથી રહેતી. તે સમયના સયેાગા એ ખામીને ભારે માનવા ના પાડતા હશે, પણ એ ખામી હતી તે Page #528 -------------------------------------------------------------------------- ________________ આપણું શ્રુત પ્રત્યેની જવાબદારી [ ૪૯૩ એમ અત્યારના તટસ્થ વિચારકને લાગ્યા વિના નથી રહેતું. ખામી કહીએ છીએ એટલા માત્રથી શ્રતધર ભદ્રબાહુ પ્રત્યે આદરહીન બની જઈએ છીએ એમ માની લેવું એ પણ બરાબર નથી. તે વખતે જે બન્યું તેની પુનરાવૃત્તિ ઉત્તરોત્તર થતી આવી છે. ચોકાવૃત્તિનું દુષ્પરિણામ સંપ્રતિ અને અને ખારવેલના સમયનું પૂરું ચિત્ર આપણી સામે નથી, પણ એટલું તે આપણે જાણીએ છીએ કે સંપ્રતિના ધર્મપ્રચાર વિશેના પિતાના પિતામહ અશોક જેવા અસાધારણ પુરુષાર્થની નોંધ દિગંબર વાલ્મમાં નથી. એ જ રીતે ખારવેલનો શિલાલેખ અત્યારે કહે છે તે પ્રમાણે તેણે “અંગસુત’ને ઉદ્ધાર કાંઈ ને કાંઈ કરાવ્યું હોય તે તેની પણ નૈધ દિગંબર કે શ્વેતાંબર એકેના શ્રતમાં નથી. ભૂતબલિ કે પુષ્પદંત જેવા દિગંબર અનગાએ શ્રતરક્ષા માટે જે કાંઈ કર્યું તે વિશે શ્વેતામ્બર પરંપરા જાણે સાવ અજ્ઞાત હોય એમ લાગે છે. મથુરામાં આર્ય કંદિલે પરિષદ ભરી જે કામ કર્યું તેની નેંધ શ્વેતાંબર સાહિત્ય સિવાય બીજી એકે જૈન પરંપરાના સાહિત્યમાં નથી. સ્થાનકવાસી કે તેરાપંથીને કે દિગંબર પરંપરાને જાણે તે સાથે કશી જ લેવા-દેવા નથી. આ બધું સૂચવે છે કે જ્યારે પણ જન શ્રતની રક્ષા ને વ્યવસ્થાને પ્રશ્ન આવ્યું ત્યારે મોટે ભાગે અને ખાસ કરીને ત્યાગી ગણાતા અનગારે જ પિતપોતાને ચોકે બાંધીને એવી રીતે જુદા પડતા યા તટસ્થ રહેતા કે જેને લીધે તેઓ સર્વસાધારણ જૈન શ્રતની જવાબ-- દારી વીસરી જતા હોય તેવો ભાસ થઈ આવે છે. અલબત્ત, તેઓ પોતપોતાના ચોકામાં પિતાને ફાવે અને ચે એટલું અને એવું કૃત સાચવવા કાંઈ ને કાંઈ કરતા જ રહ્યા છે, પણ એવી ચોકાવૃતિને લીધે સર્વને એકસરખું માન્ય થાય, એકસરખું ઉપયોગી થાય અને જૈન પરંપરાના મોભાને પૂર્ણ રીતે ટકાવી રાખે એવું મહત્ત્વનું કૃત તે લુપ્ત થઈ ગયું છે એની કબૂલાત દરેક ફિરકે બહુ ઉત્સાહથી આજ સુધી કરતો રહ્યો છે ! જે જે આચાર્યું કે જે જે સંઘે કે જે જે ફિરકાએ જેટલું અને જે રીતે સાચવ્યું તેની યશોગાથા ગાવામાં તેના વારસદારેએ કચાશ નથી રાખી; અને જે નાશ પામ્યું, જે ન સંગૃહીત થઈ શક્યું તે ત્રુટિને ટોપલે દરેક ફિરકાએ કાળ ઉપર નાખે છે. સૌએ એક જ વાત કહી છે કે કાળ ઊતરતો આવ્ય, દુર્ભિક્ષ બહુ પડ્યા, સ્મૃતિ અને આયુષ્ય ઘટયાં, એટલે સારામાં સારું અને જૂનામાં જૂનું પણ મૃત આપણે ગુમાવ્યું. પણ આમ કહેતી Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ] દર્શન અને ચિંતન વખતે કે એને સાંભળતી વખતે આપણે એટલેય વિચાર નથી કરતા કે કાળહાનિ, દુર્ભિક્ષ અને બીજી અગવડ એ માત્ર જૈન સંધને જ સ્પર્શ કરતી હતી કે તે જ સ્થાનોમાં વસતા બ્રાહ્મણ અને બૌદ્ધોને પણ સ્પર્શ કરતી ? જે કાળહાનિ વગેરે તો સૌને એકસરખાં સ્પર્શ કરતાં તે એવું ક્યું તત્વ હતું કે જેને લીધે બુદ્ધના ઉપદેશે અવિકલપણે સંગ્રહાયા, લખાયા અને પથ્થરનાં કેતરાયા, તેમ જ વૈદિક અને પનિષદ જેવાં શાસ્ત્રો, તેનાં છ અંગે અને અર્થશાસ્ત્ર કે મહાભાષ્ય જેવા ગ્રંથ અક્ષરશઃ સચવાઈ રહ્યાં અને મુખ્ય તેમ જ મહત્વનું જૈન શ્રત માત્ર ન સચવાયું ! નજીવા મતભેદોને મોટું રૂપ આપવાની ટેવ ખરી વસ્તુસ્થિતિ એવી લાગે છે કે જૈન અનગારે ભૂતભક્તિથી શ્રતરક્ષા માટે ખરેખર પ્રયત્ન કરતા, પણ તેમનામાં અંદરોઅંદર નજીવી બાબત ઉપર જે મતભેદ પડતા તે મતભેદને તેઓ એટલું મોટું અને ભયાનક રૂપ આપતા કે જેને લીધે તેમના અનુયાયીઓ દિવસે દિવસે એકબીજાથી સાવ અલગ પડતા જતા હતા, અને મૃત જેવી સામાન્ય બાબતમાં પણ એક થઈ શકતા નહિ. આજે આપણે જાણીએ છીએ કે એક વ્યક્તિ પોતાને મત-વિચાર સાચવી રાખીને પણ બીજા સાથે સર્વસાધારણ હિતકારી બાબતમાં મળી જાય છે, તેની સાથે કામ કરે છે. તે આજ કરતાં જેને આપણે મોટા ગુણ ધર સમજતા હેઈએ કે જ્ઞાની સમજતા હોઈએ તેમને પિતાપિતાના મતભેદે કાયમ રાખીને પણ સર્વસાધારણ જૈન મૃતની રક્ષાના કાર્યમાં ભાગ લેતા કેણ અટકાવે? જવાબ એ નથી કે કાળહાનિ અવસ્થંભાવી હતી. કાળહાનિને અર્થ પણ છેવટે તે એ જ છે કે જવાબદાર આગેવાનોની માનસિક નબળાઈ. આ નબળાઈનું તત્વ જૈન સંઘને એવી રીતે વારસામાં મળતું રહ્યું છે કે આજ સુધી તે જૈન સંધની શ્રત પ્રત્યેની જવાબદારીને અને તેને અમલમાં મૂકવાની વૃત્તિને સંગીન બનવા દેતું નથી, પુંવર્ધન, મથુરા અને વલભીમાં જે કાંઈ શ્રત વિશે કાર્ય થયું તેમાં પણ તે વખતે મળી શકવાને સંભવ હોય એવા ભિન્ન ભિન્ન આચાર્યો મળ્યા નથી. દિવસે ને દિવસે અભેદગામી, સમન્વયલક્ષી કે સહકારી તત્ત્વ વિકાસ પામવાને બદલે વિધલક્ષી અગર ભેદગામી તત્વ વધારે ને વધારે વિકસતું આપણે ઉત્તર કાળના ઈતિહાસમાં જોઈએ છીએ. તેથી જ્યારે એક વિદ્વાન આગળ આવે ત્યારે મોટે ભાગે બીજા વિદ્વાને કે આચાર્યો તેને ભૂતકાર્યમાં સંપૂર્ણ સાથ આપવાને બદલે કાં તે તટસ્થ રહેતા, કાં તે જુદો ચોકે જમાવતા. • Page #530 -------------------------------------------------------------------------- ________________ આપણી શ્રત પ્રત્યેની જવાબદારી [ ૪૯૫ આનું પરિણામ છેવટે એ જ આવતું જે આજે દેખાય છે. બહુમૂલું જૈન શ્રત આવી સ્થિતિ છતાં સદ્ભાગે આપણને વારસામાં જે કાંઈ બુત મળ્યું છે તે પણ નથી ઓછું કે નથી ઓછા મહત્ત્વનું. ભગવાન મહાવીરના સમયની જ નહિ, પણ તે પહેલાંના કેટલાક સમયની પણ ઘણી હકીકતે આજે. જૈન શ્રત દ્વારા પ્રાપ્ત છે. તત્ત્વજ્ઞાનના, તત્કાલીન સમાજના ધાર્મિક આચાર અને સંધના અને ભાષા આદિ અનેક મુદ્દાના ઈતિહાસની દૃષ્ટિએ એ પ્રાચીન શ્રતમાં ઘણું ઘણું ઉપયોગી સચવાયું છે. એ શ્રુતપરંપરાની સમય સમયની નવી ગઠવણ, નવા વિચારોનો સમાવેશ, આવશ્યક સંક્ષેપનવિસ્તાર વગેરે બધું થયા છતાં એમાં અતિજૂના અને જૂના અવશેષો જેમના તેમ સુરક્ષિત છે. વસ્તુ એની એ જ કાયમ હેય તે એને પ્રકાશિત કરનારી ભાષામાં કે એની રચનામાં થયેલ ફેરફાર કઈ ખાસ અસર કરતા નથી. પ્રાકૃત કે અર્ધમાગધીના સંસ્કૃતમાં કે બીજી અંગ્રેજી આદિ ભાષાઓમાં થયેલાં અને થતાં રૂપાંતરે જો કે યથાવત હોય છે, પણ તેથી મૂળ ગ્રંથનું મહત્વ જરા પણ ઓછું ન થતાં ઘણી વાર વધે પણ છે. પ્રાચીન જૈન શ્રતની બાબતમાં પણ આમ બન્યું છે. આ એક ભારતીય સંસ્કૃતિના ઈતિહાસની દૃષ્ટિએ સાધારણ સામગ્રી ન ગણવી જોઈએ. જેન શ્રતને વેબર, યાકેબી જેવા વિદેશી વિદ્વાનો, તેમ જ જૈનેતર ભારતીય વિદ્વાનો અનેક દૃષ્ટિએ મહત્વનું સ્થાન આપે છે અને જેના પરિશીલન વાતે તેમણે જિંદગીનો મોટામાં મેટો અને સારામાં સારે ભાગ ખર્ચો છે, એટલું જ નહિ, પણ જે જૈન શ્રત આજકાલના વિસ્તરતા જતા વિશ્વમાં અનેક ભાષાઓ દ્વારા વધારે ને વધારે પરિચિત થવા સાથે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે તે જૈન શ્રત પ્રત્યે જૈન લોકેની વારસાગત ભક્તિ હોવા છતાં, તે પ્રત્યેનું આધુનિક કર્તવ્ય તેઓ બરાબર ન સમજતા હેય એમ લાગ્યા કરે છે. એકબીજા પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિ પહેલાં તે આપણે જોઈએ છીએ કે દિગમ્બર પરંપરા પિતાના જ ચકામાં પુરાયેલી છે, તે શ્વેતાંબર પરંપરા પિતાના ચકામાં. સ્થાનકવાસી અને તેમાંથી ઉદભવેલ તેરાપંથી એ પણ પિતાના ચકામાં જ પુરાયેલ છે. ચેકામાં રહેવું એ એક વાત છે અને તેમાં પુરાવું એ બીજી વાત છે. ચકામાં રહેનાર અનેક આંખેથી બહારનું બધું જુએ-જાણે, તેની સાથે મળે-હળે, સહગ લે-દે તે એ ચેક બાધક નથી બનત, પણ ચોકામાં પુરાનાર તે Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ] દર્શન અને ચિંતન આંખ-કાન બંધ કરીને જ પુરાય છે, એટલે તે બીજા વિશે કશું જાણવાની દરકાર નથી કરતે, બીજા સાથે મળતો-હળતો નથી, સહકાર લેતે-દેતે નથી, અને છેવટે એ પિતાની જાતને નબળી પાડે છે તેમ જ બીજાને નબળા બનાવવામાં નિમિત્ત બને છે. લગભગ આવી દશા જૈન ફિરકાના શ્રતની થઈ છે. દિગંબર પરં. પરાએ પોતાના અનુયાયીઓમાં જન્મથી જ સંસ્કાર પિષવા માંડ્યો કે અંગશ્રત નાશ પામ્યું અને જે અંગ કે આગમશ્રત છે તે તે તાંબર, પરંપરાએ પાછળથી ઉપજાવ્યું છે. આવા સંસ્કારમાં પિષાયેલ કોઈ પણ સાંપ્રદાયિક માણસ ઉપલબ્ધ જન શ્રતને આદરથી કે જિજ્ઞાસાથી જોઈ જ ન શકે. જે મૃતમાંથી અનેક પુરાતન અને મહત્ત્વની વિગત યુરેપિયન વિદ્વાને શોધી રજૂ કરે તે જ શ્રત દિગંબર પરંપરાને તુચ્છ લાગે ! એ જ રીતે શ્વેતામ્બર પરંપરાના સાંપ્રદાયિક લેકે દિગંબર પરંપરાને શ્રત વિશે પોતાના અનુયાયીઓમાં સંકુચિત સંસ્કાર પિષે તે તેઓ કુંદકુંદ, પૂજ્યપાદને સમcભદ્ર જેવા સમર્થ વિદ્વાનોના મૃતનું મહત્વ કેવી રીતે આંકી શકે? આ ભેદક રેખા બહુ મોટી છે. એને ચેપ વારસામાં ઊતરતો સ્થાનક્વાસી ફિરકામાં પણ આવ્યો છે. એણે પિતાને અમુક ચોકે બાંધી માનવા-મનાવવા માંડ્યું કે બત્રીસ આગમ એ જ મુખ્ય છે અને બીજું તે બધું ઠીક જ છે! આ એકાવૃત્તિએ સ્થાનકવાસી ફિરકાને જે શ્રત અને જ્ઞાનની દરિદ્રતા આપી છે તે વિશે અહીં કાંઈ પણ કહેવું અપ્રસ્તુત છે. અહીં તે એટલું જ પ્રસ્તુત છે કે તે ચોકાવૃત્તિને વારસો પાછે તેરાપંથને મળ્યો અને તેણે શ્રત પરંપરાને વિસ્તાર કરવાને બદલે એક રીતે પિતાની દૃષ્ટિએ તેનું ક્ષેત્ર સંકુચિત કર્યું. આ રીતે આપણે ઇતિહાસક્રમમાં જોઈએ છીએ કે શ્રત પ્રત્યેની જેની જન્મસિદ્ધ ભક્તિ પણ એટલી બધી આંધળી અને સામયિક કર્તવ્યથી વિમુખ બનતી આવી છે કે અત્યારે સમયની માગણી સંતોષે એ પ્રસ્તાવ તેમની સમક્ષ રજૂ કરતાં પણ માણસ ખચાય છે. શ્રી સાગરાનંદસૂરિને ભગીરથ પુરુષાર્થ હવે આપણે નવા યુગ તરફ વળીએ. એક તરફથી યુરોપમાં જૈન શ્રત દાખલ થતાં તેને અભ્યાસ શરૂ થયે, વળે અને વિસ્તર્યો. તે ઉપર અનેક ભાષામાં અનેક રીતે કામ થયું અને હજી થાય છે, બીજી બાજુ દેશમાં જ પાશ્ચાત્ય વિચારના પડઘા પડ્યા અને જૈન શ્રતને પ્રકાશિત કરવાનો વિચાર ફેલાતે ગયે. બાબુ ધનપતસિંહજીને પુરાણા પ્રકાશનની વાત જતી કરીએ તેય આપણે આગમવાચનાને જતી કરી શકીએ તેમ નથી. આગમ અને Page #532 -------------------------------------------------------------------------- ________________ આપણી ભુત પ્રત્યેની જવાબદારી [ ૪૯ બીજાં શાસ્ત્રોને છપાવવાનો વિરોધ શ્વેતાંબર દિગંબર બંને પરંપરામાં એકસરખો હતા. શ્રીમાન સાગરાનંદસૂરિ પહેલાં વિરોધ પક્ષમાં હતા, પણ તેમની ચકેર દષ્ટિએ કાળબળ પારખ્યું અને પિતે જ આગમપ્રકાશનના કાર્ય માટે આગળ આવ્યા. મેં એમના સહવાસમાં જોયું છે કે જ્યારે તેઓએ આ ભગીરથ કાર્ય હાથમાં લીધું ને પાટણમાં વાચન સાથે મુદ્રણ કાર્ય પણ શરૂ કર્યું ત્યારે તેમાં સાથ આપનારા સાધુઓ એવા ન હતા કે જે ખાસ લાગવગવાળા હોય, જે કાર્યસાધક વિદ્વત્તા પણ ધરાવતા હોય અને જે સાગરજીને તેમના કાર્યમાં સીધા સહાયક પણ થતા હોય. જે સાધુઓ તે વખતે આવેલા તે મોટે ભાગે ચાલતી વાચનાના શ્રાવક માત્ર હતા. કામ તો એકલે હાથે એ બાહેશ સાગરજી જ કરતા. તે વખતે બીજા વિદ્વાન, લાગવગવાળા અને સામગ્રીસંપન્ન આચાર્યો કે સાધુઓએ સાગરજીને, કઈ પણ જાતને ભેદભાવ રાખ્યા સિવાય, સાથ આપ્યું હોત તો એ આગમપ્રકાશનનું કાર્ય જુદી જ રીતે સંપન્ન થયું હોત. આ બધું છતાં બહુશ્રુત અને પુરુષાથ શ્રી સાગરાનંદસૂરિએ ખરેખર એકલે જ હાથે અને કલ્પી ન શકાય એટલા થોડા સમયમાં લગભગ બધું આગમશ્રત લેકેને સુલભ કરી દીધું. એને પરિણામે વેતામ્બર પંરપરા ઉપરાંત દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી પરંપરામાં પણ નવચેતના પ્રગટી. સૌએ પિતાપિતાની દષ્ટિએ મૃતપ્રકાશનને માર્ગ અંગીકાર્યો, જે આજે પણ કામ કરી રહ્યો છે. સમયની માગણી પરંતુ સમયની માગણી જુદી હતી અને હજીયે જુદી છે. જેમ જેમ પાશ્ચાત્ય વિચારો અને તેની કાર્યપદ્ધતિઓ આપણું જાણમાં વધારે ને વધારે આવતી ગઈ તેમ તેમ આપણને માત્ર પ્રથમ થયેલ કામમાં સંતોષ રહે તે ઘટવા લાગ્યો. અને એક જ વસ્તુને નવનવી રીતે લેકો સમક્ષ મૂકવાની. વૃત્તિ પ્રબળ અને પ્રબળ થતી ગઈ. યુરોપીય વિદ્વાનના હાથે થયેલ સંસ્કારણેની જેવી પ્રતિષ્ઠા છે, તેમનાં લખાણોમાં જે તટસ્થતા અને વિશાળ દષ્ટિ છે તેવું આપણે કેમ ન કરીએ ? આવી મહત્ત્વાકાંક્ષા આપણી ચેતનામાં જન્મી. હવે “અભિધાનરાજેન્દ્ર” અને બીજા તેવા ગ્રંથ માત્રથી સંતુષ્ટ ન રહેતાં કાંઈક તેથી વધારે પદ્ધતિસર, વધારે અગત્યનું અને વધારે ગ્રાહ્ય બને તેવું કામ કરીએ–આવી ભાવના શું ત્યાગી કે શું ગૃહસ્થ બને સમજદાર વર્ગમાં એકસરખી જાગી. એને લીધે છૂટાછવાયા અનેક પ્રયત્ન પણ શરૂ થયા. જૈન પરંપરાના બધા ફિરકાઓમાં, અને એક એક ફિરકાની જુદી જુદી સંસ્થાઓમાં, એ પ્રયત્નો ચાલી રહ્યા છે એ એક પ્રમોદદાયક વસ્તુ છે. આ બધું છતાં હવે. ૩૨ Page #533 -------------------------------------------------------------------------- ________________ જ૯૮] દર્શન અને ચિંતન એવો સમય આવી ગયો છે, અને તે પાક્યો પણ છે, કે જ્યારે આપણે હવે કાંઈક જુદી જ દૃષ્ટિએ અને કાંઈક જુદી જ ભૂમિકા ઉપર જૈન મતના પ્રકાશનનું કે નવનિર્માણનું કામ હાથ ધરવું જોઈએ. આજની જૈન શ્રત પ્રત્યેની આપણું મુખ્ય જવાબદારી આ જ છે. એ જુદી દષ્ટિ અને જુદી ભૂમિકા શી છે કે જેને લીધે આપણી વારસાગત સંકુચિતતાની ખામી દૂર થાય અને આપણે જાગેલી નવચેતનાને સંતોષી પણ શકીએ. એ હવે સંક્ષેપમાં વિચારીએ. તૈયાર ભૂમિકાને ઉપયોગ કરી લઈએ આપણે પ્રથમ ભૂમિકાને જોઈએ. જૈન શ્રતને લગતું જે કામ જે દૃષ્ટિએ કરવું પ્રાપ્ત છે તેની સાધનસામગ્રી એ જ આપણી ભૂમિકા છે. પહેલાં પણ આવી સામગ્રી ન હતી કે સર્વથા અજ્ઞાત હતી એમ નથી, પણ આજે તેવી સામગ્રી જેટલા પ્રમાણમાં પ્રાપ્ત છે, જેટલા પ્રમાણમાં જ્ઞાત છે અને જેટલા પ્રમાણમાં સુલભ છે, તેટલા પ્રમાણમાં પ્રથમ ન હતી પ્રાપ્ત કે ન હતી સુલભ. જે જૈન ભંડારો પૂર્ણપણે અવગાહવામાં આવ્યા ન હતા અને જેમાં આ હશે, તે હશે એવી ધારણા સેવાતી હતી, લગભગ તે બધા ભંડારે હવે અતિ જોવાઈ ગયા છે અને તેમાંથી બધી સામગ્રી એકત્ર કરવામાં આવી છે. સંભવ હોય તેટલા જાના સમયની જૂનામાં જૂની હસ્તલિખિત તાડપત્ર અને કાગળની પ્રતિઓ આજે આપણી સામે છે. જૈન શ્રત સાથે અનિવાર્ય સંબંધ ધરાવતી અને તેના સંપાદન-પ્રકાશનમાં કીમતી ફાળો આપે તેવી બૌદ્ધ અને બ્રાહ્મણ શ્રતની સામગ્રી પણ અનેક રૂપે આજે સર્વથા સુલભ છે. પાલિ પિટકે, મહાયાની સાહિત્ય, એનાં યુપીય ભાષાઓમાં અને દેશી ભાષાઓમાં થયેલાં ભાષાન્તરે, એના ઉપર થયેલ બીજા અનેક કષાદિ કામો અને એમાંથી નીપજેલું તેમ જ વિકસેલું ચીની, જાપાની, બર્મી અને સિલેની સાહિત્ય—એ બધું જાણે આંગણામાં હોય એવી સ્થિતિ છે. વેદથી માંડી પુરાણ અને દર્શન આદિ વિષયને લગતા વર્તમાન કાળ સુધીના વૈદિક તેમજ બ્રાહ્મણ પરંપરાના મૂળ ગ્રંથ, તેનાં ભાષાંતરે, તે ઉપરનાં વિવેચને વગેરે બધું જ આપણા આંગણામાં છે. બૌદ્ધ અને વૈદિક વાસ્મય તેમ જ જૈન શ્રતનો એટલે બધા નિકટ સંબંધ છે કે તે એકમેકના પૂરક બને છે. આ બધું તે છે જ, પણ તે ઉપરાંત જરથુસ્ટ્રિયન ધર્મના અવેસ્તા આદિ પ્રાચીન ગ્રંથને લગતી પણ બધી સામગ્રી આજે પ્રાપ્ત છે, જેની સાથે જૈન આચારવિચારને બહુ જ સંબંધ છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ આપણી શુના પ્રત્યેની જવાબદારી [ ૪૯ સાહિત્ય સામગ્રી ઉપરાંત આજે કાર્ય કરી શકે અને કામ લઈ શકાય એવા વિદ્વાનો અને વિશારદોની પણ આપણી પાસે ઠીક ઠીક સંપત્તિ છે. આવી કેટિના જૈન ગૃહસ્થ વિદ્વાનોને લક્ષમાં ન લઈએ તો પણ એકલી જૈન સાધુસંસ્થામાં ગણ્યાગાંઠ્યા પણ ઉચ્ચ કેટિની યોગ્યતા ધરાવનારા ત્યાગીઓ છે જે નવસંસ્કરણ માટે અગત્યની ભૂમિકા છે. એમની જૈન શ્રત પ્રત્યેની ભક્તિ, એમને પરંપરાગત મળેલે આચાર-વિચારનો વારસો અને એમની સંધ ઉપરની લાગવગ એ બધું બહુ કીમતી છે. આ સિવાય આ દેશ અને પરદેશમાં એવા અનેક વિદ્વાન, અધ્યાપક અને સંશોધકે કોલેજ, યુનિવર્સિટી તેમ જ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આદિમાં કામ કરી રહ્યા, જેમને જ્ઞાનની દષ્ટિએ જૈન શ્રતના સંપાદનમાં, તેના પ્રકાશનમાં અને તેને લગતા વિવેચન આદિમાં ઊંડામાં ઊંડો રસ છે; એટલું નહિ, પણ આપણે ઈચ્છીએ અને લઈ શકીએ તે તેઓ પ્રસ્તુત કાર્યમાં બહુ કીમતી મદદ પણ કરી શકે તેમ છે. સંપાદનપ્રકાશનને લગતી આ ભૂમિકા જાણે પહેલાં કદી ન હતી તેવી કાળક્રમે નિર્માઈ છે. એને ઉપયોગ જૈન શ્રતના નવસંસ્કરણમાં કરવો એ આપણું દૃષ્ટિબિંદુ હોઈ શકે. જિજ્ઞાસાને સંતોષવાની દષ્ટિ રાખીએ આપણે જે સંપાદન, પ્રકાશન, વિવેચન અને નિર્માણ કરવા ઈચ્છીએ છીએ, તેની પાછળ કઈ દષ્ટિ હેવી જોઈએ એ વિચારવું એ ગણાશે. પહેલાં જે જૈન શ્રત માત્ર જૈન પરંપરામાં અભ્યાસને વિષય હતું, અને તે પણ ધર્મ કે શ્રદ્ધાની દૃષ્ટિએ, તે જૈન શ્રત આજે જૈન પરંપરા ઉપરાંત અન્ય પરંપરાએમાં પણ જિજ્ઞાસાને વિધ્ય બન્યું છે. સ્કૂલથી માંડી કૉલેજ, યુનિવર્સિટી અને રીસર્ચને લગતી સંરથાઓમાં એનું ક્ષેત્ર વિસ્તર્યું છે. ભારત અને ભારતની બહાર, જ્યાં દેખે ત્યાં, અન્ય પ્રાચીન સાહિત્યની પેઠે જૈન પ્રાચીન વાડ્મય તરફ વિદ્વાનોનું ધ્યાન ગયું છે, ને આપણે જાણીએ તેવી રીતે અનેક સ્થાનમાં જૈનેતરે અને વિદેશીઓ પણ એ વાડમયને લગતું ઘણું કામ કરી રહ્યા છે. એજ રીતે પિતાની ઢબે પણ જૈન પરંપરાના જુદા જુદા ફિરકાઓ એ વિશે કાંઈ ને કાંઈ કરી રહ્યા છે. આમ હોવા છતાં આજની વિસ્તરતી જિજ્ઞાસાને દરેક રીતે સંતોષે એવી દષ્ટિથી જૈન શ્રતનું નવસંસ્કરણ કરવું આવશ્યક છે. તે માટે ફિરકાઓએ પિતાના જૂના પૂર્વગ્રહ શિથિલ કરવા જોઈએ. સૂતકાર્યમાં મોખરે ઊભા રહી શકે એવા ત્યાગીવર્ગે આ કાર્યમાં પિતાનો પૂરે સાથ આપવો ઘટે. દરેક યોગ્ય વિદ્વાન કે ત્યાગી પિતાને ભાગે આવતું અને પિતે કરી શકે તેવું કામ પિતાને ઈષ્ટ સ્થાને રહીને પણ કરી શકે એવી દૃષ્ટિથી કામની વહેંચણી Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ] દર્શન અને ચિંતન થવી ધટે. આ કામકાઈ અમુક ફિરકાનું જ છે કે અમુક ગચ્છની અમુક વ્યક્તિ જ કામ કરે છે કે અમુક સંધ જ તેમાં રસ લે છે, તેથી તેની સાથે આપણે શી લેવા દેવા ? –એવી કાળજૂની સંકુચિતતાને ખંખેરી છેવટે આ બધું કાર્ય કોઈ એકનું નથી પણ સહુનું છે, છેવટે અમુક ગણીગાંઠી વ્યક્તિઓ તે મુખ્ય ભાગ લે જ, તો આપણે પણ શા માટે ન લઈએ ? વગેરે ઉદાત્ત ભાવના દ્વારા હાર્દિક સહકાર આપવા પૂરતી દૃષ્ટિ શું ગૃહસ્થમાં કે શું ત્યાગીઓમાં આવશ્યક છે; અને એ દૃષ્ટિથી કામ કરીએ તે મને લાગે છે કે જૈન શ્રતનું ધારેલું નવસંસ્કરણ કેઈ અનેરે જ રંગ લે! પછી તે એવું અવશ્ય બનવાનું કે જ્યાં જ્યાં શાસ્ત્રીય વિદ્યાઓનું અધ્યયન-સંશોધન થતું હશે ત્યાં સર્વત્ર જૈન વાત્મયનું સ્થાન અનિવાર્યપણે હશે. તેથી આપણું દષ્ટિ એવી હોવી જોઈએ કે સાધારણ અને ઉચ્ચ કેટિના વિદ્વાનેને સંતોષી શકે, એમની માગણીઓને પૂરી કરી શકે તે રીતે અને તે દૃષ્ટિથી જૈન શ્રતનું નવસંસ્કરણ થાય. જવાબદારી અદા કરવાને સમય જૈન શ્રત પ્રત્યેની આજની આપણી જવાબદારી આ છે, અને તે પૂરી કરવાને સમય પાક્યો છે. કાળબળ આપણી સાથે છે. સાધને અપરિમિત છે. આ બધું જોતાં મને એમ નિશ્ચિતપણે લાગે છે કે હવે આપણે માત્ર ચકાબદ્ધ ન રહેતાં વિશાળ દષ્ટિ કેળવી આપણી જવાબદારી અદા કરીએ. – જૈન પર્યુષણક), શ્રાવણ ૨૦૦૮. Page #536 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્રનું વાચન અને શ્રવણુ [ ૩૪ ] પસૂત્રમાં અન્ય તીથંકરાની જીવનકથાના અંશો છે, તેમ જ એમાં ભગવાન મહાવીરના સાધુસંધમાંના પ્રમુખ સ્થવિરાની યાદી પણ છે; છતાં કલ્પસૂત્રની પ્રતિષ્ઠા અને એના વાચન અને શ્રવણુના મહિમા મુખ્યપણે એમાંના ભગવાન મહાવીરના જીવનભાગને લીધે છે. ભગવાન દિગ્બર, સ્થાનકવાસી અને શ્વેતાંબર એ ત્રણે ફ્રિકાને એકસરખી રીતે પૂજ્ય અને શ્રદ્ધેય છે, તેમ છતાં જ્યારે પશુસણ કે દશલક્ષણીને પ્રસંગ આવે છે ત્યારે કલ્પસૂત્રનુ નામ શ્વેતાંબર પરંપરામાં જેવું ઘેર ઘેર અને આબાલવૃદ્ધ દરેકને મુખે સંભળાય છે તેવું સ્થાનકવાસી કે દિગમ્બર ફ્રિકામાં સંભળાતું નથી. કલ્પસૂત્રમાંની ધણી હકીકતા અને સ્થવિરપરંપરાને દિગંબરા ન માને તેથી તેઓ કલ્પસૂત્રને ન વાંચે કે ન સાંભળે એ સમજી શકાય તેવી બાબત છે, પણ સ્થાનકવાસી, જેમને કલ્પસૂત્રમાંની એક પણ બાબત અમાન્ય નથી કે તેની સાથે વિરોધ નથી, તેઓ સુધ્ધાં કલ્પસૂત્ર પ્રત્યે એટલે આદર નથી ધરાવતા જેટલા શ્વેતાંબર. પશુસણના દિવસેામાં એ જ કારણથી શ્વેતાંબર પરંપરામાં કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ અનિવાય` લેખાય છે અને તે ભારે આદર, આડંબર તેમ જ નિયમપૂર્વક ચાલતું જોવાય છે, જ્યારે સ્થાનકવાસીઓમાં કલ્પસૂત્રનું વાચન–શ્રવણુ પશુસણના વિસામાં પણ અનિવાય નથી અને દેખાદેખીથી કાઈ ક્યારેક ક્યાંય વાંચે તે એની પાછળ એટલા દેખાવ, આડંબર કે ખર્ચ નથી થતા. આ રીતે આપણે જોવા જઈએ તેા કલ્પસૂત્રનું વાચન અને શ્રવણુ એ વિશે જે કાંઈ વિચારવું ધટે છે તે સામાન્ય રીતે સકલ જૈન પરંપરાને ઉદ્દેશીને વિચારવાનું પ્રાપ્ત હેાવા છતાં ખરી રીતે અથવા મુખ્ય રીતે શ્વેતાંબર પરંપરાને ઉદ્દેશીને જ વિચારવાનુ અત્યારે પ્રાપ્ત થાય છે. કલ્પસૂત્રના વાચન અને શ્રવણના ઉદ્ભવ કયારે, કયા સ્થાનમાં, કુવા સજોગામાં અને કેવી રીતે થયા એ વિશે અહીં આજે કાંઈ ચવા ઇચ્છતા નથી. આજે તા એ વાચન–શ્રવણુની ધારાગંગા કયા મૂળમાંથી શરૂ થઇ, કાને આધારે આજ સુધી ચાલી આવે છે તે વિશે જ સમીક્ષક દૃષ્ટિએ કાંઈક Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ] દર્શન અને ચિંતન વિચારવા ધારું છું. કલ્પસૂત્રના વાચન-શ્રવણના પ્રવાહનું મૂળ આધ્યાત્મિક ભક્તિ છે. આધ્યાત્મિક ભક્તિ એટલે જેણે પિતાના જીવનમાં સગુણ વિકસાવી જીવન તન્મય કર્યું હોય એવા મહાપુરુષનો આદર્શ નજર સામે રાખી, તેવા ગુણે જીવનમાં પ્રગટાવવાની તાલાવેલી અથવા આડે રસ્તે દોરાઈ જવાય એવા પ્રસંગોથી ઓછામાં ઓછું તેવા ગુણો દ્વારા પ્રતિક્ષણ સચેત કે જાગૃત રહેવાની તમન્ના. કલ્પસૂત્રમાં મુખ્ય પાત્ર ભગવાન મહાવીર છે. તેમણે એ પ્રકારનું જીવન સાધ્યાની દરેક જૈનની શ્રદ્ધા છે. તેથી ભગવાનના જીવનને આદર્શ સામે રાખી, તે દિશામાં આગળ ન વધાય તોય તેથી ઊલટી દિશામાં તણાઈ ન જવાની જૈન કહેવડાવનારની, ખાસ કરી ઉંમરે પહોંચેલ દરેક જનની, નેમ છે. આ તેમને કાયમ રાખવા તેમ જ પિષવા માટે જ ભગવાનની જીવનગાથા પૂરી પાડનાર કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ શરૂ થયું, બીજા કેાઈ હેતુથી નહિ; તેથી આપણે હવે વિચારવાનું પ્રાપ્ત થાય છે કે એ વાચન અને શ્રવણ દ્વારા આપણી જેમ ક્યાં લગી સધાતી આવી છે અને અત્યારે કેટલી હદે સધાય છે ? જો એ નેમ સધાતી ન હોય તે એનાં શાં કારણે છે અને તે દૂર કરવાં શક્ય છે કે નહિ ? જો શક્ય હોય તો તે કઈ રીતે ? આટલું તો આપણે પરાપૂર્વથી જોતા જ આવ્યા છીએ કે ભગવાનના જીવનની પ્રતિષ્ઠાનું સ્થાન ધીરે ધીરે બીજી વસ્તુઓએ લીધું. જીવનની પૂજા જીવનવર્ણન કરનાર કલ્પસૂત્ર પુસ્તક તરફ વળી. કાગળ અને શાહી જ સેનારૂપાથી ન રંગાયાં પણ પૂંઠાં, વેષ્ટનો અને દોરીઓ સુધ્ધાંએ કીમતી અલંકારે પહેર્યા, અને તે પણ કલાપૂર્વક. પુસ્તકની પૂજા, પુસ્તકના વાચનાર ગુરુવ તરફ પણ વળી. વાચનાર ગુરુ અનેક રીતે પૂજાવા લાગ્યા. અમુક જાતનો વેશ પહેર્યો એટલે ગુરુ અને જે ગુરુ તેને તે બીજી કોઈ પણ કસોટી વિના વાંચવાનો અધિકાર. જે વાંચવાનો અધિકારી, તે પાટે બેસે અને પૂજાય. આ રીતે મૂળમાં આધ્યાત્મિક ભક્તિ પિષવા યોજાયેલ સાધનની પૂજા ને પ્રતિષ્ઠા ધીરે ધીરે એટલે સુધી વિસ્તરી અને તેની આજાબાજ એટલાં બધાં સસ્તાં અને ખર્ચાળ સમારંભે તેમ જ વિધિ-વિધાનો જાય છે કે તેને ભેદી, મૂળ નેમ તરફ જવાની વાત તો બાજુએ રહી પણ એને વિચાર સુધ્ધાં કરવાનું કામ ભારે અઘરું થઈ પડ્યું છે અને અત્યારે તે કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ એ વર્ષાકાળની પેઠે એક વાર્ષિક અનિવાર્ય નિયમ થઈ ગયો છે. ભક્તિ એ જીવનના દરેક ક્ષેત્રને રસમય બનાવનાર તત્ત્વ છે, પણ જ્યાં લગી એ તત્વ સજીવન અને શુદ્ધ હોય ત્યાં લગી જ કાર્યસાધક થાય છે અને Page #538 -------------------------------------------------------------------------- ________________ કહપસૂત્રનું વાચન અને શ્રવણ [૫૦૩ સગુણ બને છે. ભક્તિનું જીવંતપણું વિચાર અને બુદ્ધિને લીધે છે. તેની શુદ્ધિ નિઃસ્વાર્થતાને લીધે હોય છે. જ્યારે બુદ્ધિનો પ્રદેશ ખેડા અટકે છે અને સ્વાર્થ તેમજ ભેગવૃત્તિને કચરે આજુબાજુ એકઠો થાય છે ત્યારે ભક્તિ નિર્જીવ અને અશુદ્ધ બની જઈ સગુણરૂપ નથી રહેતી; તે ઊલટી દોષ બની જાય છે. ભક્તિ પિષનાર અને તે માર્ગે ચાલનાર આખા સમાજનું જીવન એ દોષને કારણે જડ, સંકુચિત અને કલેશપ્રધાન બની જાય છે. સામાન્ય રીતે જૈન જનતાની કલ્પસૂત્ર પ્રત્યે ભક્તિ છે, પણ એમાં બુદ્ધિનું જીવન કે નિઃસ્વાર્થતાની શુદ્ધિ ભાગ્યે જ રહી છે. એનાં બીજા અનેક કારણે હય, પણ એનું પ્રધાન કારણ ગુરુમુખથી શાસ્ત્ર શ્રવણ કરવાની પોષાયેલી શ્રદ્ધા એ છે. ગુરુ વાસ્તવિક અર્થમાં ગુરુ સમજાયા હતા અને તેમને અધિકાર યોગ્યતાને લીધે મનાતે આવ્યો હોત તે આવી ખલના ન થાત. જે જેનોએ માત્ર જન્મને કારણે બ્રાહ્મણત્વ અને તેના ગુરુપદ સામે લડત ચલાવી તે જ જેને ગુણની પ્રધાનતા ગાતાં ગાતાં છેવટે વેશમાત્રમાં ગુરુપદ માની સંતુષ્ટ થઈ ગયા! કલ્પસૂત્ર સાંભળવું છે, વાંચનાર જોઈએ અને તે કોઈ ગુરુ સાધુ જ હેવા જોઈએ. બીજી યોગ્યતા હેય કે નહિ પણ ભેખ હોય તોય બસ છે, એ વૃત્તિ શ્રોતાવર્ગમાં પિલ્લાઈ પરિણામ અનેક રીતે અનિષ્ટ જ આવ્યાં. લાયકાતની કોઈ પણ કસોટીની જરૂર ન જ રહી. વેશધારી એટલા ગુરુઓ અને ગુરુઓ એટલા વ્યાખ્યાતાઓ–છેવટે કલ્પસૂત્ર પૂરતા. માત્ર કલ્પસૂત્રના અક્ષરે વાંચી જાણે એટલે વડેરાઓને આશ્રય છોડી સ્વતંત્ર વિચરવાનું સર્ટિફિકેટ મળી જાય! ભકત તે સૌને જોઈએ જ. તે હેય ગણ્યાગાંઠયા, એટલે તેમના ભાગલા નાના નાના પડે. જેના ભકતે વધારે અગર ઓછા છતાં જેના ભકત પૈસાદાર તે ગુરુ મેટા. આ માન્યતામાંથી વાંચવાની દુકાનદારી હરીફાઈ ઉપાશ્રયે પિપાઈ. કલ્પસૂત્રના વાચનમાંથી ઊભા થતા નાણાં જ્ઞાનખાતાના એ ખરું, પણ તેના ઉપભોકતા છેવટે કોણ? ગુરુ જ, અને ગુરુઓને કાંઈ ખર્ચ ઓછો નહિ. આકાશમાંથી એ આવે નહિ. બીજી રીતે એમને પરસે ઉતારવાનો જ નહિ, એટલે ખર્ચને પહોંચી વળવા ખાતર પણ સામાન્ય આવકનું કામ કલ્પસૂત્રના વાચને કરવા માંડ્યું. દેખીતી રીતે નિઃસ્વાર્થ જણાતા સાધુજીવનના પ્રમાદમય ઝીણુ %િોમાં અનેક રીતે સ્વાર્થ પરંપરાએ પ્રવેશ કર્યો. વાડા બંધાયા. પિતાના ઉપાશ્રયના શ્રાવકોએ હમેશાં નહિ તે પજુસણના દિવસોમાં કલ્પસૂત્ર સાંભળવા પૂરતું ત્યાં જ આવવું શોભે એવી મક્કમ માન્યતા બંધાઈ કણ વાંચનાર ગ્ય અને કણ અગ્ય એ વિવેક જ વિસારે પડ્યો. કલ્પસૂત્ર તે વર્ષમાં એક વાર કાને પડવું જ જોઈએ અને તે ગુરુમુખથી. વળી તે પણ ચાલી Page #539 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] દર્શન અને ચિંતન આવતી પરંપરા પ્રમાણે અમુક ગુરુના જ મુખમાંથી. એ માન્યતામાં તણાતા વિચાર અને બુદ્ધિનું ખૂન થયું, પક્ષાપક્ષી બધાઈ અને તે એટલે સુધી કે કાશી, મથુરા કે ગયામાં શ્રાદ્ધુ કે સ્નાન કરાવવા પડયાએ જેમ એક યાત્રી પાછળ પડે છે તેમ ધણીવાર તમે ટેપ સવ્વસાહૂળ એ પથી વાતા, સ્તવાતા જૈન ગુરુએ શ્રેાતાવર્ગ મેળવવાની ખેચતાણમાં પડયા. મેં અનેક સ્થળે એ જોયું છે કે એક ઉપાશ્રયમાં ચામાસુ રહેલ અનેક સાધુએ કલ્પસૂત્ર વાંચવાની તક જતી હાય ! તેને મેળવવા અકળ ખટપટા કરતા. આવી ખેચતાણુ નિઃસ્વાભાવ હોય ત્યાં કદી ન જ સ ંભવે. પણ કલ્પસૂત્રના વાચનના અવિચારી અધિકાર ઉપર એકાન્તિક ભાર આપવાનું માત્ર આટલું જ પરિણામ નથી આવ્યું. એ અનિષ્ટ બહુ દૂર સુધી પ્રસર્યુ” છે. એક વાર શ્રાવકાએ માન્યું કે કલ્પસૂત્ર ન સાંભળીએ તેા જીવન અલેખે જાય. જાતે તે ન વંચાય ત્યારે શેાધા જતિને. જ્યાં સાધુએ પહેાંચે નહિ ત્યાં ગમે તેટલે દૂર જતિ પહેાંચે. જતિને બીજી આવક કશી ન હોય તેાય તેમને વાસ્તે કલ્પસૂત્ર એ કામધેનુ, સાધુ વિનાના સેંકડૅા ક્ષેત્ર ખાલી, ત્યાં જતિએ પહેાંચે. એમને પાકી આવક થાય. શ્રાવકાને ક્યાં જોવું છે કે આધ્યાત્મિક જીવન સભળાવનાર આ છેલછબ્બીલા જતિ મહારાજ પૈસા ક્યાં વાપરે છે? જીવન કેમ ગાળે છે? એ તા માને છે કે કલ્પસૂત્ર સાંભળ્યું એટલે જન્મારા લેખે. પૈસા આપણે તે સત્બુદ્ધિથી આપ્યા છે. લેનાર પોતાનું કરમ પોતે જાણે! આ મરજાદી લેાકાના જેવી ગાંડી શ્રાવકભક્તિ આજે અનેક કુપથગામી જતિવાડાઓને ગેસાંઇઓની પેઠે નભાવી રહી છે. આ તે। નિઃસ્વાર્થતાની શુદ્ધ ભક્તિમાંથી ચાલી જવાનું પરિણામ થયું, જે આજે આપણી સામે એક મહાન અનિષ્ટ તરીકે ઊભું છે, પણ એથીયે વધારે ધાતક પરિણામ તેા ભક્તિમાંથી મુદ્દિવન જવાને લીધે આવ્યું છે. કાં ભગવાનના સર્વક્ષેત્રસ્પર્શી આધ્યાત્મિક જીવનની વિશાળતા અને કાં તેને સ્પર્શી અનેક દૃષ્ટિબિન્દુથી સમાજ સામે વિવિધ પ્રશ્નો ઋણી એ જીવનને સદાકાળ માટે આકર્ષક બનાવવાની કળાની ઊણપ ! આખા સમાજ કાંઈ આધ્યાત્મિક અધિકાર ધરાવી શકે જ નહિ, તેને તે પોતાના વ્યવહારક્ષેત્રમાં, સામાજિક જીવનમાં એ આદર્શ જીવનમાંથી સમુચિત પ્રેરણા મળવી જોઈ એ. એક બાજુ સામાજિક જીવનમાં પ્રેરણા આપવાનું કામ વિચારની ખામીને લીધે બંધ પડ્યું અને બીજી બાજુ સ્વાભાવિક આધ્યાત્મિક જીવનને અધિકાર ન હતા, એટલે સે કડા ગુરુઓએ દર વર્ષે કલ્પસૂત્રનું શ્રવણુ કરાવવા છતાં સમાજ તે સમસ્યાઓના અધારામાં જ વધારે ને વધારે ગબડતા ગયા. Page #540 -------------------------------------------------------------------------- ________________ કલપસૂત્રનું વાચન અને શ્રવણ [ પ૦૫ જે ભગવાનના જીવનમાંથી માણસને અનેક દિશામાં વિચાર કરતે બનાવી શકાય તે જ જીવનના યંત્રવત બનેલા વાચનના ચીલા ઉપર ચાલતાં ચાલતાં વાચનાર પિત અને શ્રોતાવર્ગ બને એક એવા સંકુચિત દૃષ્ટિબિન્દુના જાળામાં અને કાલ્પનિક તત્વજ્ઞાનમાં સપડાઈ ગયા કે હવે એની ગાંઠમાંથી છૂટવાનું કામ તેમને માટે ભારે થઈ ગયું છે, અને વળી બુદ્ધિદ્રોહ એટલે સુધી વધે છે કે જે કઈ એ પકડમાંથી છૂટવા પ્રયત્ન કરે તે એને ધર્મબ્રશ કે નાસ્તિકતા કહેવામાં આવે છે! કલ્પસૂત્રની ચોમેર માત્ર વાંચનારાઓના જ સ્વાર્થનું આવરણ નથી પથરાયું, પણ શ્રેતાઓએ સુધ્ધાં એની પાછળ લમી, સંતતિ, અધિકાર અને આરોગ્યના આશામોદકે સેવ્યા છે અને અત્યારે પણ એ મોદકે વાસ્તે હજારે રૂપિયા ખર્ચાય છે. આ રીતે ઉપરથી ઠેઠ નીચે સુધી, જ્યાં નજર નાખો ત્યાં, કલ્પસૂત્રના વાચન-શ્રવણને મૂળ આત્મા જ હણાયેલ છે. પ્રશ્ન થાય છે કે ત્યારે કાંઈ રસ્તે છે? જવાબ સ્પષ્ટ છે. બુદ્ધિ અને હિંમત વાસ્તે રસ્તા અનેક છે. વળી તેમાંથી નવા રસ્તા પણ નીકળી શકે. હું અત્યારના વિચારક વર્ગ વાસ્તે જે માર્ગ જોઉં છું તે નમ્રપણે જણાવી દેવા પણ ઈચ્છું છું. એનાથી વધારે સારે માર્ગ શોધી તેને અનુસરવાની સૌને સ્વતંત્રતા છે જ. - (૧) સાધુ, જતિ કે પંડિત સામે વ્યક્તિશઃ દેષ કે તિરસ્કાર જરા પણ સેવ્યા સિવાય, જ્યાં બુદ્ધિશન્ય અને શુદ્ધિવિહીન વાચન-શ્રવણની નિર્જીવ પ્રણાલી ચાલુ હોય ત્યાં નિર્ભય વિચારકોએ તેમાં જરાય ભાગ ન લેવો. (૨) બુદ્ધિના વિવિધ પ્રદેશોને સ્પર્શ કરે અગર એતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ જીવનકથા ચર્ચે અને તે પણ સીધી કે આડકતરી રીતે કોઈ પણ જાતની દાન, દક્ષિણા કે ચડાવે સ્વીકારવાની વૃત્તિ વિના જ, તેને સ્થળે, પછી વાંચનાર સાધુ હોય, યતિ હેય કે ગૃહસ્થ હેય, આદરપૂર્વક ભાગ લે. (૩) આધ્યાત્મિકતાની શુષ્ક ચર્ચામાં સામૂહિક દૃષ્ટિએ ન પડવું અને સામાન્ય રીતે જે સમાજને અધિકાર દેખાય છે તે જ અધિકારને ધ્યાનમાં રાખી દંભ ન પોષાય એવી રીતે પ્રામાણિકપણે વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય અગર વિધીય પ્રશ્નો વિશે અભ્યાસ તેમ જ તટસ્થતાભરેલી ચર્ચાઓ વાસ્તે બધી શક્ય ગોઠવણ કરવી અને પજુસણના દિવસેને ઉપગ એક જ્ઞાન અને શાંતિના સાપ્તાહિક સત્ર તરીકે કરે. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ] દર્શન અને ચિંતન. (૪) જ્યાં ગ્ય અને નિઃસ્વાર્થ વિચારકે મેળવવાની મુશ્કેલી હોય અને છતાંય બુદ્ધિની જાગૃતિ કરવી હોય ત્યાં એ દિવસે માં અમુક જાતનાં પુસ્તક મેળવી તેનું જાતે અગર સામૂહિક વાચન કરવું. એવાં પુસ્તકેમાં મુખ્યપણે ધાર્મિક પર્વને અનુરૂપ જીવનકથાઓને સમાવેશ થાય. બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ અને તેમને પથે ચાલેલા અનેક સંતેની સાચી જીવનકથાઓ વાંચવી. ભગવાન મહાવીરના વ્યાપક અને વિશુદ્ધ જીવનના ઉપાસકે જ્યાં જ્યાં વિશુદ્ધિ અને સગુણની વૃદ્ધિ દેખાય ત્યાંથી ગુણદૃષ્ટિએ તેને અભ્યાસ કરી, ભગવાનના જીવનને અનેકાંતદષ્ટિએ જોવાની શક્તિ કેળવવી. કઈ પણ વિચારકને કલ્પસૂત્ર કે તેના વાચન-શ્રવણ પ્રત્યે વિષ કે અણગમે હોઈ જ ન શકે. નિર્જીવતા અને અનુપયોગિતા પ્રત્યે અણગમે. ગમે તેટલે ખાળવા યત્ન કરીએ તો તે પ્રગટયા વિના રહે જ નહિ. ખરું, જીવન જૈનત્વમાં છે, તેથી જૈનત્વને જીવન સાથે મેળ જ હવે જોઈએ, વિરેધ નહિ. આ કારણથી ભગવાનની જીવનકથાનાં વાચન-શ્રવણ નિમિત્તે બુદ્ધિની બધી શાખાઓને વિકાસ બનતે પ્રયત્ન કરવાનો યુવકેને ધર્મ છે. અરવિંદ કે ટાગોર, ગાંધીજી કે મશરૂવાળા જેવાના જીવનસ્પર્શ વિચારે વાંચનાર અને વિશાળ તેમ જ ભવ્ય જીવંત આદર્શોમાં વિચરનાર યુવકને, એકડો ઘૂંટાવે તેવી ધુળી નિશાળ જેવી પોષાળમાં ગંધાઈ રહેવાનું કહેવું એ કેવળજ્ઞાન અને અનેકાંતની ભક્તિનો પરિહાસ માત્ર છે. એક વાર વિચારકેએ નિર્ભયપણે પણ વિવેકથી પિતાનું કામ શરૂ કર્યું કે પછી એ જ પિશાળોમાં આપોઆપ વાતાવરણ બદલાવા લાગશે. કન્યા નાલાયકને વરવા ના પાડે તે. શ્રીમંતના છોકરાઓને પણ લાયકાત કેળવવી જ પડે છે એ ન્યાયે. છોકરીએને પણ સૌંદર્ય ઉપરાંત લાયકાત કેળવવી પડે છે. એટલે જે જુવાને ચોમેર પ્રકાશ પ્રસારવા ઈચ્છતા હોય તેમણે આ કલ્પસૂત્ર પ્રત્યેની પરંપરાગત ભક્તિને સુંદર ઉપયોગ કરી લેવો જોઈએ. – જૈન, ૧૩-૯-૧૯૩૬ Page #542 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર [ ૩૫ ] જૈન દૃષ્ટિનું સ્પષ્ટીકરણ બ્રહ્મચર્ય ને લગતી કેટલીક બાબતો ઉપર જૈન દૃષ્ટિએ વિચાર કરીએ તે પહેલાં ‘જૈન દૃષ્ટિ એટલે શું ' તે જાણી લેવું જરૂરતું છે. એથી જૈન ધર્મના વહેણની મૂળ દિશા સમજવાની સરળતા થશે. માત્ર તત્ત્વજ્ઞાન કે માત્ર આચારમાં જૈન દૃષ્ટિ પૂર્ણ થતી નથી. એ તત્ત્વજ્ઞાન અને આચાર ઉભયની મર્યાદા સ્વીકારે છે. કાઈ પણ વસ્તુને (પછી તે જડ હેાય કે ચેતન) તેની બધી બાજુએને વાસ્તવિક સમન્વય કરવા એ અનેકાંતવાદ જૈન તત્ત્વજ્ઞાનના મૂળ પાયા છે; અને રાગદ્વેષના નાનામેટા દરેક પ્રસંગાથી અલિપ્ત રહેવારૂપ નિવૃત્તિ એ સમગ્ર જૈન આચારને મૂળ પાયે છે. અનેકાન્તવાનું કેન્દ્ર મધ્યસ્થતામાં છે અને નિવૃત્તિ પણ મધ્યસ્થતામાંથી જ જન્મે છે, તેથી અનેકાન્તવાદ અને નિવૃત્તિ એ બન્ને એકબીજાનાં પૂરક અને પેાષક છે. એ બન્ને તત્ત્વ જેટલે અંશે સમજાય અને જીવનમાં ઊતરે તેટલે અરશે જૈન ધર્મનું જ્ઞાન અને પાલન થયું કહેવાય. જૈન ધર્મનું વહેણ નિવૃત્તિ તરફ છે. નિવૃત્તિ એટલે પ્રવૃત્તિની વિરોધી ખીજી બાજી. પ્રવ્રુત્તિને અર્થે રાગદ્વેષના પ્રસગામાં ઝંપલાવવું. જીવનમાં ગૃહસ્થાશ્રમ એ રાગદ્વેષના પ્રસ ંગેાનાં વિધાનનું કેન્દ્ર છે. તેથી જે ધમમાં ગૃહસ્થાશ્રમનુ વિધાન કરવામાં આવ્યું છે તે પ્રવૃત્તિધર્મ અને જે ધર્માંમાં ગૃહસ્થાશ્રમૐ નહિ પણ માત્ર ત્યાગનું વિધાન છે તે નિવૃત્તિધ, જૈન ધર્મ એ નિવૃત્તિધમ હોવા છતાં તેના પાલન કરનારાઓમાં જે ગૃહસ્થાશ્રમના વિભાગ દેખાય છે. તે નિવૃત્તિની અપૂર્ણતાને લીધે. સર્વાંશે નિવૃત્તિ મેળવવા અસમર્થ વ્યક્તિ જેટજેટલા અશામાં નિવૃત્તિ સેવે તેતેટલા અંશામાં તેઓ જૈન છે, જે અશામાં નિવૃત્તિ સેવી ન શકે તે અામાં પેાતાની પરિસ્થિતિ પ્રમાણે વિવેકદૃષ્ટિથી તેઓ પ્રવૃત્તિ ગાઢવી લે; પણ એ પ્રવૃત્તિનું વિધાન જૈન શાસ્ત્ર નથી કરતું, તેનું વિધાન તે માત્ર નિવૃત્તિનું છે. તેથી જૈન ધર્મને વિધાનની દૃષ્ટિએ Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ] દર્શન અને ચિંતના એકાશ્રમી કહી શકાય. તે એકાશ્રમ એટલે બ્રહ્મચર્ય અને સંન્યાસ આશ્રમના એકીકરણરૂપ ત્યાગનો આશ્રમ. આ જ કારણથી જૈનાચારના પ્રાણભૂત ગણાતાં અહિંસાદિ પાંચ મહાવ્રત પણ વિરમણ (નિવૃત્તિ) રૂ૫ છે. ગૃહસ્થનાં અણુવ્રત પણ વિરમણરૂપ છે. ફેર એટલે કે એકમાં સર્વીશે નિવૃત્તિ છે અને બીજામાં અલ્પાંશે નિવૃતિ છે. તે નિવૃત્તિનું મુખ્ય કેન્દ્ર અહિંસા છે. હિંસાથી સવશે નિવૃત થવામાં બીજાં બધાં મહાવ્રત આવી જાય છે. હિંસાના પ્રાણઘાતરૂપ અર્થ કરતાં જૈન શાસ્ત્રમાં તેને અર્થ બહુ જ સૂક્ષ્મ અને વ્યાપક છે. બીજે કઈ જીવ દુભાય કે નહિ, પણ મલિન વૃત્તિમાત્રથી પિતાના આત્માની શુદ્ધતા હણુયા તે તે પણ હિંસા. આવી હિંસામાં દરેક જાતની સૂક્ષ્મ કે સ્થૂલ પાપવૃત્તિ આવી જાય છે. અસત્ય ભાષણ, અદત્તાદાન (ચૌર્ય), અબ્રહ્મ (મૈથુન અથવા કામાચાર ) કે પરિગ્રહ એ બધાંની પાછળ કાં તે અજ્ઞાન અને કાં તે લેભ, કિધ, કુતૂહલ કે ભયાદિ મલિન વૃત્તિઓ પ્રેરક હોય છે જ. તેથી અસત્યાદિ બધી પ્રવૃત્તિઓ હિંસાત્મક જ છે. એવી હિંસાથી નિવૃત્ત થવું એ જ અહિંસાનું પાલન; અને તેવા પાલનમાં સહેજે બીજા બધા નિવૃત્તગામી ધર્મો આવી જાય છે. જૈન ધર્મ પ્રમાણે બાકીના બધાં વિધિનિષેધે એ ઉક્ત અહિંસાના માત્ર પિષક અંગો જ છે. ચેતના અને પુરુષાર્થ એ આત્માનાં મુખ્ય બળે છે. તે બળોને દુરપગ અટકાવવામાં આવે તે જ તેમને સદુપયોગની દિશામાં વાળી શકાય. આ કારણથી જૈન ધર્મ પ્રથમ તો દોષવિરમણ (નિષિદ્ધત્યાગ )રૂપ શીલનું વિધાન કરે છે, પણ ચેતના અને પુરુષાર્થ એવો નથી કે તે માત્ર અમુક દિશામાં ન જવારૂપ નિવૃત્તિમાત્રથી નિષ્ક્રિય થઈ પડ્યાં રહે. તે તે પિતાના વિકાસની ભૂખ ભાંગવા ગતિની દિશા શોધ્યા જ કરે છે. આ કારણથી જૈન ધર્મે નિવૃત્તિની સાથે જ શુદ્ધ પ્રવૃત્તિ (વિહિતઆચરણરૂપ ચારિત્ર)નાં વિધાને પણ ગોઠવ્યાં છે. તેણે કહ્યું છે કે મલિન વૃત્તિથી આત્માને વાત ન થવા દેવ અને તેના રક્ષણમાં જ (સ્વદયામાં જ) બુદ્ધિ અને પુરુષાર્થને ઉપયોગ કરે. પ્રવૃત્તિના એ વિધાનમાંથી જ સત્ય ભાષણ, બ્રહ્મચર્ય, સંતોષ આદિ વિધિમાર્ગે જન્મે છે. આટલા વિવેચન ઉપરથી એ જણાશે કે જેન દષ્ટિ પ્રમાણે કામાચારથી નિવૃત્તિ મેળવવી એ અહિંસાને માત્ર એક અંશ છે અને તે અંશનું પાલન થતાં જ તેમાંથી બ્રહ્મચર્યનો વિધિમાર્ગ નીકળી આવે છે. કામાચારથી નિવૃત્તિ એ બીજ છે અને બ્રહ્મચર્ય એ તેનું પરિણામ છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ પ૦ ભગવાન મહાવીરને ઉદ્દેશ ઉપર કહેલા નિવૃત્તિધર્મને પ્રચાર છે. તેથી તેમના ઉદ્દેશમાં જાતિનિમણ, સમાજ સંગઠન, આશ્રમ વ્યવસ્થા આદિને સ્થાન નથી. લેકવ્યવહારની ચાલુ ભૂમિકામાંથી ગમે તે અધિકારી પોતાની શક્તિ, પ્રમાણે નિવૃત્તિ લે અને કેળવે, તેમ જ તે દ્વારા મેક્ષ સાધે એ એક જ ઉદ્દેશથી ભગવાન મહાવીરના વિધિનિષેધ છે. તેથી તેમાં ગૃહસ્થાશ્રમનો કે લગ્નસંસ્થાને વિધિ ન જ હોય એ સ્વાભાવિક છે. લગ્નસંસ્થાનું વિધાન ન હોવાથી તેને લગતી બાબતોમાં વિધાને પણ નાગમમાં નથી; જેમકે વિવાહ કરવો, તે અમુક ઉંમરે કરે અને અમુક ઉંમરે ન કરો, સ્વયંવર પદ્ધતિએ કરે કે બીજી પદ્ધતિએ કરે, એક પુરુષ એક જ સ્ત્રી કરે કે વધારે પણ કરે. એક સ્ત્રીને પતિ એક જ હોય કે વધારે હય, વિધવા પુર્નવિવાહ કરે કે નહિ. અને કરે તે કઈ મર્યાદામાં, અમુક ઉંમર સુધી જ કુંવારા રહેવું યોગ્ય છે અને પછી નહિ, તેમ જ વિવાહિત સ્થિતિમાં પણ વિષયસેવનની અમુક મર્યાદા હેવી જોઈએ, “ “ માર્યાયત્ત ” એ વિધાન કે તેના લિંધનમાં પાપ–વગેરે. દરેકને સરખો અધિકાર નહિ હોવાથી લોકપ્રવૃત્તિના નિયમો સિવાય લોકસંગ્રહ અને લેકવ્યવસ્થા ન ચાલે અને ન નભે, એ વાત દીવા જેવી છતાં તેમાં ભગવાન મહાવીર ન પડ્યા. એનું કારણ એ છે કે તેમને મન તદ્દન અપૂર્વ, લેકેત્તર અને આપવા જેવી વસ્તુ ત્યાગ જ હતી. ભોગ તે દરેક લેકે પોતે જ સાધી લે છે અને તેની વ્યવસ્થા ઘડી કાઢે છે. આવી વ્યવસ્થાનાં શાસ્ત્રો તે કાળે પણ હતાં અને પાછળથી પણ બન્યાં. તેવાં શાસ્ત્રોને જૈન પરંપરા લૌકિક શાસ્ત્રો કહે છે, અને નિવૃત્તિપ્રધાન જૈન શાસ્ત્રોને લેકર (આધ્યાત્મિક) શાસ્ત્રો તરીકે વર્ણવે છે. જૈન ધર્મ અને જૈન શાસ્ત્રોની કરતા પ્રવૃત્તિથી અલગ રહેવામાં છે. આ કારણથી પ્રાચીન જૈનાગ આપણને ગૃહસ્થની ભોગમર્યાદાના કશા જ નિયમે પૂરા પાડતાં નથી. તેથી ઊલટું, જૈન સંસ્થા એ મુખ્યપણે ત્યાગીઓની સંસ્થા હોવાથી અને તેમાં ઓછાવત્તા, પ્રમાણમાં ત્યાગ લેનાર વ્યક્તિઓનું મુખ્ય સ્થાન હોવાથી બ્રહ્મચર્યને લગતી પુષ્કળ માહિતી મળી આવે છે. આ સ્થળે બ્રહ્મચર્યને લગતા કેટલાક મુદ્દાઓ તારવી તે ઉપર જૈન શાસ્ત્રોના આધારે કાંઈક લખવા ધાર્યું છે. તે મુદ્દાઓ આ પ્રમાણે છે (૧) બ્રહ્મચર્યની વ્યાખ્યા. (૨) બ્રહ્મચર્યનાં અધિકારી સ્ત્રી પુરુષો. (૩) બ્રહ્મચર્યના જુદાપણાને ઈતિહાસ. (૪) બ્રહ્મચર્યનું ધ્યેય અને તેના ઉપાય Page #545 -------------------------------------------------------------------------- ________________ ધ૧૦ ] દર્શન અને ચિંતન (૫) બ્રહ્મચર્યના સ્વરૂપની વિવિધતા અને તેની વ્યાપ્તિ. (૬) બ્રહ્મચર્યના અતિચારે. (૭) બ્રહ્મચર્યની નિરપવાદતા. (૮) બ્રહ્મચર્યમાં એક ખાસ દૃષ્ટિ. (૯) બ્રહ્મચર્યમાં સાવધ રાખવા માટેની ઉપદેશેલી. (૧૦) જૈન સૂત્ર અને વિવાહપદ્ધતિ. (૧) બ્રહ્મચર્યજન્ય સિદ્ધિ અને ચમત્કાર. (૧૨) કાકાસાહેબના પ્રશ્નો અને ઉપસંહાર. ૧. વ્યાખ્યા જૈન શાસ્ત્રમાં બ્રહ્મચર્ય શબ્દની બે વ્યાખ્યાઓ મળે છે. પહેલી વ્યાખ્યા બહુ વિશાળ અને સંપૂર્ણ છે. એ વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે જીવનસ્પર્શી સંપૂર્ણ સંયમ. આ સંયમમાં માત્ર પાપવૃત્તિઓ ઉપર અંકુશ મૂકવાનો જ—જેના પરિભાષામાં કહીએ તે આસ્ત્રવનિરોધને જ—સમાવેશ નથી થતા, પણ તેવા સંપૂર્ણ સંયમમાં શ્રદ્ધા, જ્ઞાન, ક્ષમાદિ સ્વાભાવિક વૃતિઓના વિકાસને સુધ્ધાં સમાવેશ થઈ જાય છે. તેથી પહેલી વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે કામક્રોધાદિ દરેક અસવૃત્તિને જીવનમાં ઉદ્ભવતી અટકાવી શ્રદ્ધા, ચેતના, નિર્ભયતા આદિ સવૃત્તિઓ–ઊર્ધ્વગામી ધર્મો–ને જીવનમાં પ્રગટાવી તેમાં તન્મય થવું તે. સાધારણ લોકોમાં બ્રહ્મચર્ય શબ્દને જે અર્થ જાણીતું છે અને જે ઉપર વર્ણવેલ સંપૂર્ણ સંયમને માત્ર એક અંશ જ છે તે અર્થ બ્રહ્મચર્ય શબ્દની બીજી વ્યાખ્યામાં જૈન શાસ્ત્રોએ પણ સ્વીકારેલ છે. તે વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે મૈથુનવિરમણ અર્થાત કામસંગને–કામાચાર –અબ્રહ્મને ત્યાગ. આ બીજા અર્થમાં બ્રહ્મચર્ય શબ્દ એટલે બધે પ્રસિદ્ધ થઈ ગયો છે કે બ્રહ્મચર્ય અને બ્રહ્મચારી કહેવાથી દરેક જૈન તેને અર્થ સામાન્ય રીતે એટલે જ સમજે છે કે મૈથુનસેવનથી દૂર રહેવું તે બ્રહ્મચર્ય અને જીવનના બીજા અંશમાં. ગમે તેવો અસંયમ હોવા છતાં માત્ર કામસંગથી છૂટે રહેનાર હોય તે બ્રહ્મચારી, આ બીજો અર્થ જ વ્રત–નિયમે સ્વીકારવામાં ખાસ લેવાય છે અને તેથી ૧. “ત્ર સત્યતઘોમૂતન્દ્રિયનિરોધક્ષા !” –સૂત્રછતાં સુત્ર, બુધ ૫, અધ્ય. ', થા ૧ 'व्रतपरिपालनाय ज्ञानाभिवृद्धये कषायपरिपाकाय च गुरुकुलवासो ब्रह्मचर्यम् अस्वातन्त्र्यं गुर्वधीनत्वं गुरुनिर्देशस्थायित्वमित्यर्थ च ।' -तत्त्वार्थभाष्य, अध्याय ९, सूत्र ६ Page #546 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ ५११ જ્યારે કોઈ ગૃહત્યાગ કરી ભિક્ષ થાય અગર ઘરમાં રહી મર્યાદિત ત્યાગ સ્વીકારે, ત્યારે બ્રહ્મચર્યને નિયમ અહિંસાના નિયમથી જુદો પાડીને જ લેવામાં आवे छ.२ ૨. અધિકારી અને વિશિષ્ટ સ્ત્રીપુરુષે (અ) સ્ત્રી કે પુરુષ જાતિને જરાયે ભેદ રાખ્યા સિવાય બનેને એકસરખી રીતે બ્રહ્મચર્ય માટે અધિકારી માનવામાં આવ્યાં છે. તે માટે ઉંમર, દેશ, કાલ વગેરેને કશે જ પ્રતિબંધ મૂકવામાં આવ્યું નથી. આ માટે સ્મૃતિઓમાં જુદો જ મત બતાવેલ છે. તેમાં આ જાતના સમાન અધિકારને અસ્વીકાર કરે છે. બ્રહ્મચર્ય માટે જોઈતું આત્મબલ સ્ત્રી અને પુરુષ બન્ને એકસરખી રીતે પ્રગટ કરી શકે છે એ બાબતમાં જૈન શાસ્ત્ર અને બૌદ્ધ શાસ્ત્રનો મત એક છે. આ જ કારણથી વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરનારી અનેક સ્ત્રીઓમાંથી સોળ સ્ત્રીઓ મહાસતી તરીકે એકેએક જૈન ધરમાં જાણીતી અહિંસા પાળવાની પ્રતિજ્ઞા २. 'तत्थ खलु पढमे भन्ते महव्वए पाणाइवायाओ वेरमणं, सव्वं भन्ते पाणाइवायं पच्चक्खामि, से सुहुमं वा बायरं वा तसं वा थावरं वा नेव सयं पाणे अइवाएज्जा, नेवन्नेहिं पाणे अइवायाविज्जा, पाणे अइवायंते वि अन्ने न समणुजाणामि तिविहं तिविहेणं मणेणं वायाए कायेणं न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते पडिक्कमामि निन्दामि गरिहामि अप्पाणं वोसिरामि ।' બ્રહ્મચર્યના પાલનની પ્રતિજ્ઞા 'अहावरे चउत्थे भन्ते महव्वए मेहणाओ वेरमणं, सव्वं भंते मेहण पच्चक्खामि, से दिव्वं वा माणुसं वा तिरिक्खजोणियं वा नेव सयं मेहणं सेविज्जा, नेवन्नेहिं मेहुणं सेवावेज्जा, मेहुणं सेवंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए कायेण न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते पडिकमामि निन्दामि, गरिहामि अप्पाणं वोसिरामि । से मेहुणे चउविहे पन्नत्ते तं जहा-दव्वओ, खितओ. कालओ, भावओ। दवओ णं मेहुणे रुवेसु वा रूवसहगएसु वा । खित्तओ णं मेहुणे उड्ढलाए वा अहोलोए वा तिरियलोए वा । कालओ गं मेहणे दिवा वा राओ वा । भावओ ण मेहुणे रागेण वा दोसेण वा-' । -पाक्षिकसूत्र पृ० ८ तथा २३ Page #547 -------------------------------------------------------------------------- ________________ પ૧૨ ] દર્શન અને ચિંતન છે અને પ્રાતઃકાળમાં આબાલવૃદ્ધ દરેક જૈન કેટલાક વિશિષ્ટ સન્દુરુષનાં નામેની સાથે એ મહાસતીઓનાં નામોને પણ પાઠ કરે છે, અને તેઓના સ્મરણને પરમમંગળ માને છે. (આ) કેટલાંક બ્રહ્મચારીઓ અને બ્રહ્મચારિણુઓ બ્રહ્મચર્યજીવનમાં શિથિલ થયાના દાખલારું છે. તેમ તેથીયે વધારે આકર્ષક દાખલાઓ બ્રહ્મચર્યમાં અદ્ભુત સ્થિરતા બતાવનાર સ્ત્રીપુરુષના છે. એવામાં માત્ર ત્યાગી વ્યક્તિઓ જ નહિ, પણ ગૃહસ્થાશ્રમમાં રહેલી વ્યક્તિઓ પણ આવે છે. બિસિાર શ્રેણિક રાજાને પુત્ર ભિક્ષુ નન્દિષેણ માત્ર કામરાગને વશ થઈ બ્રહ્મ ચર્યથી વ્યુત થઈ બાર વર્ષ ફરી ભોગજીવન સ્વીકારે છે. આષાઢભૂતિ નામક મુનિએ પણ તેમ જ કરેલું. આદ્રકુમાર નામને રાજપુત્ર બ્રહ્મચર્યજીવનથી શિથિલ થઈ ચોવીસ વર્ષ સુધી ફરી ગૃહસ્થાશ્રમ તરફ વળે છે; અને છેવટે એકવાર ચલિત થયેલા આ ત્રણે મુનિઓ પાછા બેવડા બળથી બ્રહ્મચર્યમાં સ્થિર થાય છે. આથી ઊલટું, ભગવાન મહાવીરના પટ્ટધર શિષ્ય શ્રીસુધર્મા ગુરુ પાસેથી વર્તમાન જૈનાગમોને ઝીલનાર તરીકે પ્રસિદ્ધ થયેલ શ્રી અંબૂ નામક વૈશ્યકુમાર પરણવાને દિવસે જ પિતાની આઠ સ્ત્રીઓને, તેઓનું અત્યંત આકર્ષણ છતાં, છોડીને તારુણ્યમાં જ સર્વથા બ્રહ્મચર્ય સ્વીકારે છે, અને એ અદ્ભુત અને અખંડ પ્રતિજ્ઞા વડે આઠે નવપરિણીત બાળાઓને પિતાને માર્ગે આવવા પ્રેરે છે. કોશા નામક વૈશ્યાના પ્રભક હાવભાવ અને રસપૂર્ણ ભજન છતાં, તેમ જ તેને જ ઘેર એકાન્તવાસ છતાં, નન્દમસ્ત્રી સકાળના પુત્ર સ્થૂલભદ્ર પિતાને બ્રહ્મચર્યને જરાયે આંચ આવવા દીધી નહિ અને ૩. મુખ્ય મુખ્ય મહાસતીઓનાં નામે આ છે? તુલસા, ચંદનબાળા, મનેરમા, મદનરેખા, દમયંતી, નર્મદાસુંદરી, સીતા, નંદા, ભદ્રા, સુભદ્રા, રામતી, ઋષિદના, પદ્માવતી, અંજના, શ્રીદેવી, છા, સુયેષ્ઠા, મૃગાવતી, પ્રભાવતી, ચેલણું, બ્રાહ્મી, સુંદરી, રુકિમણ, રેવતી, કુંતી, શિવા, જયંતી, દેવકી, દ્રૌપદી, ધારિણું, કલાવતી, પુષ્પચૂલા, પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણ, સુસીમા, જબુમતી, સત્યભામા, રુકિમણું, ચક્ષા, ચદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેના, વેના અને રેના. આ સતીઓના વિશેષ પરિચય માટે જુઓ ભરતબાહુબલિની વૃત્તિ, મૂળપાડ માટે જુઓ પંચપ્રતિક્રમણ : સરફેસરની સઝાય. ૪. નંદિપેણ અને આદ્રકુમારના વૃત્તાંત માટે જુઓ ત્રિષષ્ટિમહાવીરચરિત સર્ગ ૬-૭, જંબૂકુમારના અને સ્થૂલભદ્ર તથા કોશાના વૃત્તાંત માટે જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ ૧-૩-૮, Page #548 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [૫૧૭ તેને પ્રભાવે એ કેશાને પાકી બ્રહ્મચારિણી બનાવી. જેના પરમપૂજ્ય તીર્થકરમાં સ્થાન પામેલ મલ્લિનાથ એ જાતે સ્ત્રી હતાં. તેઓએ કૌમાર અવસ્થામાં પિતાની ઉપર આસક્ત થઈ પરણવા આવેલા છ રાજકુમારને માર્મિક ઉપદેશ આપી વિરક્ત બનાવ્યા અને છેવટે બ્રહ્મચર્ય લેવરાવી પોતાના અનુયાયી બનાવી ગુરુપદ માટે સ્ત્રી જાતિની યોગ્યતા સાબિત કર્યાની વાતY જૈનેમાં ખૂબ જાણીતી છે. બાવીસમા તીર્થંકર નેમિનાથ ચેરીમાં ફેરા ફર્યા પહેલાં જ ત્યાગેલી અને પછી સાધ્વી થયેલી રાજકુમારી રાજીમતીએ ગિરનારની ગુફાના એકાન્તમાં પિતાના સૌન્દર્યને જોઈ બ્રહ્મચર્યથી ચલિત થતા સાધુ અને પૂર્વાશ્રમના દિયર રથનેમિને બ્રહ્મચર્યમાં સ્થિર થવા જે માર્મિક ઉપદેશ આપે છે અને તે વડે રથનેમિને પાછા સ્થિર કરી હમેશને માટે ત્રિી જાતિ ઉપર મુકાતા ચંચળતા અને અબલાત્વના આપને દૂર કરી ધીર સાધકેમાં જે વિશિષ્ટ નામના મેળવી છે તે સાંભળતાં અને વાંચતાં આજે પણ બ્રહ્મચર્યના ઉમેદવારોને અભુત શૈર્ય અર્પે છે. બ્રહ્મચારિણું શ્રાવિકા પ. જુઓ વિષ્ટિ ચરિત્ર પર્વ ૬, સર્ગ ૬. જ્ઞાતાસૂત્ર: મલ્લિઅધ્યયન પૃ. ૧૪૬ થી તથા ભગવાન મહાવીરની ધર્મકથાઓઃ મલ્લિ. પૃ. ૭૦ ૬. રામતી અને રથનેમિના વૃત્તાંત માટે જુઓ ત્રિષષ્ટિ ચરિત્ર પર્વ ૮, સર્ગ ૯; ઉત્તરધ્યયનસૂત્ર : રથનેમીય અધ્યયન ૨૨ તથા દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૨. રાજીમતી ઉપર મુગ્ધ થયેલા રથનેમિને તેણે જે જે માર્મિક વચને કહ્યાં છે તેને સાર આ પ્રમાણે છે : તું રૂપમાં ભલે વૈશ્રમણ-કુબેર હે, લાલિત્યમાં ભલે નળ હો, અરે, ભલે ને સાક્ષાત્ ઈન્દ્ર છે, તે પણ તને હું ઇચ્છું જ નહિ. હે કામી પુરુષ! તારી ખાનદાની ક્યાં ગઈ? તું યાદવકુળનો હેઈને પણ સંયમથી ભ્રષ્ટ થાય છે અને મારી વાંછા કરે છે ! આ કરતાં તે તું મર એ વધારે સારું છે, તું જરા વિચાર તો કર કે તું અંધક્ટ્રષ્યિનો ખાનદાન છે અને હું ભેગરાજની ખાનદાન છું. માટે કુલાંગાર ન થઈએ એની તું સરત રાખ અને સંયમમાં સ્થિર થા. વળી, જ્યાંત્યાં સ્ત્રીઓને જોતાં જ તું આવી રીતે ચલિત થયા કરીશ તે તે તારે સંયમ જ નહિ રહે અને તું વાયુથી કંપતા ઝાડની પેઠે હમેશાં અસ્થિર જ રહ્યા કરીશ, જે ભેગેને તેં તજેલા છે તે તો વમેલા અન્ન સમા છે, તે શું કઈ પુરુષ વમેલું અન્ન કદી પણ ખાશે ખરે?” આ વચનો સાંભળીને રથનેમિ સંયમમાં સ્થિર થયા. જુઓ દશવૈકાલિસૂત્ર, અધ્યયન ૨. : ૩૩ Page #549 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન થયા પછી કેશા વિસ્થાએ પિતાને ત્યાં આવેલા અને ચંચળ મનના થયેલા શ્રી સ્થૂલભદ્રના એક ગુભાઈને જે શિખામણ આપી સ્થિર કર્યાની વાત ધાઈ છે, તે પડતા પુરુષને એક ભારે કામ આપે તેવી અને સ્ત્રી જાતિનું ગૌરવ વધારે તેવી છે. પણ આ બધાઓમાં સૌથી ચડે તેવો દાખલે વિજય શેઠ અને વિજયા શેઠાણનો છે. એ બન્ને દમ્પતી પરણ્યાં ત્યારથી જ એકશયનશાયી છતાં પિતાપિતાની શુક્લ અને કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાની પ્રથમ લીધેલ જુદીજુદી પ્રતિજ્ઞા પ્રમાણે એમાં પ્રસન્નતાપૂર્વક આખી જિંદગી અડગ રહ્યાં અને હંમેશને માટે સ્મરણીય બની ગયાં. એ દંપતીની દઢતા, પ્રથમ દંપતી અને પાછળથી ભિક્ષુકજીવનમાં આવેલ બૌદ્ધ ભિક્ષુ મહાકાશ્યપ અને ભિક્ષણ ભદ્રાકપિલાની અલૌકિક દઢતાને યાદ કરાવે છે. આવાં અનેક આખ્યાને જૈન સાહિત્યમાં નોંધાયેલાં છે. એમાં બ્રહ્મચર્યથી ચલિત થતા પુરુષને સ્ત્રી દ્વારા સ્થિર કરાયાના જેવા ઓજસ્વી દાખલાઓ છે તેવા ઓજસ્વી દાખલાઓ ચલિત થતી સ્ત્રીને પુરુષ દ્વારા સ્થિર કરાયાના નથી, અથવા તદ્દન વિરલ છે. ૩. બ્રહ્મચર્યના જુદાપણાને ઈતિહાસ જૈન પરંપરામાં ચાર અને પાંચ યમોના (મહાવ્રતના) અનેક ઉલ્લેખે મળે છે. સૂત્રોમાં આવેલાં વર્ણને ઉપરથી સમજાય છે કે ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં ચાર યામ (મહાવ્રતો)ને પ્રચાર હતો, અને શ્રી મહાવીર ભગવાને તેમાં એક યામ (મહાવ્રત) વધારી પંચયામિક ધર્મને ઉપદેશ કર્યો. આચારાંગસૂત્રમાં ૭. જુઓ ઉપર ટિપ્પણુંક. ૮. જુઓ વિજય શેઠ અને વિજયા શેઠાણની કથા. ૯. મહાકાશ્યપ અને ભદ્રાકપિલાની હકીક્ત માટે જુઓ બૌદ્ધ સંધને પરિચચ પૃ. ૧૯૦ તથા પૃ. ૨૭૪. १०. 'पच्छिमवज्जा, मज्झिमगा बावीसं अरिहन्ता भगवंता चाउज्जामं धम्मं पण्णवेंति । तं जहा (१) सव्वतो पाणातिवायाओ મળ, (૨) પુર્વ મુરાવા મળ, (૨) લડ્યા શિસળગો રમi, (૪) અશ્વો વાિવાળો મળે (આમાં ચાર યામને ઉલ્લેખ છે.) –-સ્થાનાંગસૂત્ર, પૂ. ૨૦૧ Page #550 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચાવિચાર ૫૨૫ ધર્મના ત્રણ યામે ૧૨ પણ કહેલા છે. એની વ્યાખ્યા જોતાં એમ લાગે છે કે ત્રણ યામની પરંપરા પણ જૈમસંમત હોય. આને અર્થ એમ થયું કે કઈ જમાનામાં જૈન પરંપરામાં (૧) હિંસાને ત્યાગ, (૨) અસત્યને ત્યાગ અને (૩) પરિગ્રહને ત્યાગ એમ ત્રણ જ યા હતા. પછી એમાં ચૌર્યને ત્યાગ ઉમેરાઈ ત્રણના ચાર યામ થયા, અને છેલ્લે કામાચારના ત્યાગને યામ વધારી. ભગવાન મહાવીરે ચારના પાંચ યામ કર્યા. આ રીતે ભગવાન મહાવીરના સમયથી અને એમના જ શ્રીમુખે ઉપદેશાયેલું બ્રહ્મચર્યનું જુદાપણું જેનપરંપરામાં જાણીતું છે. જે સમયે ત્રણ કે ચાર યા હતા તે સમયે પણ પાલન તે પાંચ થતું હતું. ફક્ત એ સમયના વિચક્ષણ અને સરળ મુમુક્ષુઓ ચૌર્ય અને કામાચારને પરિગ્રહરૂપ સમજી લેતા, અને પરિગ્રહને ત્યાગ કરતાં જ તે બન્નેને પણ ત્યાગ આપોઆપ થઈ જતો. પાર્શ્વનાથની પરંપરા સુધી તો કામાચારનો ત્યાગ પરિગ્રહના ત્યાગમાં જ આવી જતે અને એથી એનું જાદુ વિધાન નહિ થયેલું, પણ આમ કામાચારના ત્યાગના જુદા વિધાનને અભાવે શમણુસંપ્રદાયમાં બ્રહ્મચર્યનું શથિલ્ય આવ્યું અને કેટલાક તે એવા અનિષ્ટ વાતાવરણમાં પડવા પણ લાગ્યા. એથી જ ભગવાન મહાવીરે પરિવહત્યાગમાં સમાસ પામતા કામાચારત્યાગને પણ એક ખાસ મહાવ્રત તરીકે જુદે ઉપદે શે. જ્યારે ભગવાન મહાવીરે પંચયામિક ધર્મનો ઉપદેશ કર્યો ત્યારે પાર્શ્વનાથની પરંપરાના કેટલાક શ્રમણએ એમાં વિરોધ બતાવ્યું, અને પાર્શ્વનાથની પરંપરાના શ્રમણમાં આ વિષય ખૂબ ચર્ચા પણ ખરા. આ.. હકીકતનું વર્ણન ઉત્તરાધ્યયનસત્રના કેશિગમીય નામના તેવીસમા અધ્યયનમાં સવિસ્તર આપેલું છે. તે આ પ્રમાણે છે : પાર્શ્વનાથના શિષ્ય કેશિકુમાર કુમારશ્રમણ (બાળબ્રહ્મચારી), મહાયશસ્વી, વિદ્યા અને ચારિત્રના પારગામી, અવધિજ્ઞાની અને શિષ્યસંધના આચાર્ય હતા. તે ફરતા ફરતા સાવથી નગરીમાં પધાર્યા અને ત્યાં એવા જ પ્રતાપી, દ્વાદશાંગના જાણનારા, વિદ્યા અને ચારિત્રસંપન્ન તથા અનેક શિષ્યોના આચાર્ય શ્રમણ ગૌતમ, જે ભગવાન મહાવીરના મુખ્ય પટ્ટધર હતા તે પણ આવ્યા. પાર્શ્વનાથના શ્રમણએ વિચાર્યું કે પાર્શ્વનાથ અને મહાવીરને ઉદ્દેશ એક ૧૧. “નામા તિનિ ૩યા” (प्राणातिपातः, मृषावादः, परिग्रहश्च । अदत्तादानमैथुनयोः परिग्रह एवान्तर्भावात् त्रयग्रहणम्-टीका ) –આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ અધ્યયન ૮, ઉદ્દેશક ૧ આ ઉલ્લેખમાં ત્રણ યામોને (વ્રતન) નિર્દેશ છે, Page #551 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન છતાં એમના મહાવ્રતવિધાનમાં ભેદ કેમ દેખાય છે? શું એ બને ધર્મો જુદા જુદા છે?—એ વિશે શ્રમણ ગૌતમ સાથે વિચાર કરી લેવો જોઈએ. એમ ધારીને કેશિકુમાર અને શ્રમણ ભગવાન ગૌતમ એ બન્ને ઉદાર આચાર્યો પિતપોતાના પરિવાર-શિષ્ય પરિવાર–સાથે એક ઉદ્યાનમાં આવી મળ્યા. પાર્શ્વનાથના શ્રમણની વતી શિકુમારે ગૌતમને પૂછયું કે “અમારે આચાર ચાતુર્યામિક છે અને તમારે એ પંચયામિક છે. વર્ધમાન અને પાર્થ એ બન્નેને ઉદ્દેશ તે સમાન જ હતો, છતાં આ ફેરફારનું કારણ શું છે? ભલા તમને એમાં વિરોધ નથી લાગતો ? ગૌતમે આને ઉત્તર આપતાં એમ જણાવ્યું કે “હે મહાનુભાવ, આચારના પાલનના ઉપદેશનું બંધારણ તે તે સમયના જનસમાજની પરિસ્થિતિને અવલંબીને બાંધવામાં આવે છે. પાર્શ્વનાથની પરંપરાના શ્રમણ ઋજુ (સરળ) અને પ્રાજ્ઞ (વિચક્ષણ) છે અને અમારી તથા શ્રી ત્રાષભદેવની પરંપરાના શ્રમણે વક્ર (આડા) અને જડ તથા ઋજુ અને જડ છે. આ પ્રકારે તે તે શ્રમણોની મનભૂમિકાના ભેદને લીધે એકને ચાર યામને ઉપદેશ કરવામાં આવ્યો છે અને બીજાને પાંચ યામને.” ગૌતમને આ ઉત્તર સાંભળી કેશિને વિરોધ શમી ગયે અને પરિસ્થિતિ પ્રમાણે એમણે અને એમની પરંપરાએ ચારને બદલે પાંચ વામનો સ્વીકાર કર્યો. કેશી અને ગૌતમના સંવાદ ઉપરથી આપણે એમ તારવી શકીએ છીએ કે મનુષ્યોની ત્રણ કેટી હોય છે: (૧) ઋજુ અને પ્રાજ્ઞ, (૨) ઋજુ અને જડ, (૩) વક્ર અને જડ. એક જ હકીકતને આ ત્રણે કોટીના મનુષ્ય કેવી જુદી જુદી રીતે સમજે છે તે માટે નીચેનું નટનટીનું ઉદાહરણ આપવામાં આવે છે– કેટલાક ઋજુ–પ્રાજ્ઞ શ્રમણે બહાર ગયેલા. ત્યાં એમણે રસ્તા વચ્ચે. નટને રમત જે. તેને ખેલ જોઈને તેઓ વિલંબથી પિતાને સ્થાનકે આવ્યા. ગુએ વિલંબનું કારણ પૂછ્યું તે તેઓએ જે હકીકત હતી તે જણાવી દીધી. ગુરુએ કહ્યું કે નટ જેવાને આપણે આચાર નથી. ફરીવાર તે જ શ્રમણે બહાર ગયા. તેમણે રસ્તા વચ્ચે નટીને નાચ તે જોયો, પરંતુ તેઓ ત્યાં બેટી ન થતાં પિતાને સ્થાનકે ચાલ્યા ગયા, કારણ કે તેઓ પ્રાજ્ઞ હતા એટલે નટના નિષેધમાં નદીને નિષેધ સમજી ગયા હતા. આવે જ પ્રસંગે ઋજુ અને જડ પ્રકૃતિને શ્રમણો એ વસ્તુને નહિ ૧૨. જુઓ ઉત્તરાધ્યયનસૂત્રનું તેવીસમું કેશિગૌતમીય અધ્યયન તથા કલ્પસૂત્રસુબોધિકા ટી પૃ. ૪ થી, Page #552 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ચાવિચાર [ ૫૧૭ સમજી શકવાથી અને નનિષેધની ગુરુની આજ્ઞાના શબ્દોને જ વળગી રહેવાને કારણે તેઓને નટીને નાચ જોવામાં બાધ ન સમજાયા. પણ તે સરળ હતા, માટે જ રસ્તામાં ખનેલા પ્રસંગ એમણે ગુરુને નિવેદિત કર્યાં. એટલે ગુરુએ એમને માટે એ જુદી આજ્ઞા કરી કે સાધુઓથી નટ ન જોવાય અને નટી પણ ન જોવાય. વક્ર અને જડ ભૂમિકાના સાધુએ નટ વિશેની આજ્ઞાના શબ્દને વળગી નટી જોવામાં બાધ ન સમજ્યા. ઉપરાંત ગુરુએ પૂછતાં વક્તાને લીધે ખનેલા અનાવ છુપાવી યાતદ્દા કહેવા લાગ્યા. જ્યારે ગુરુએ ખૂબ ધમકાવ્યા ત્યારે તેઓએ કહ્યું કે તમે તો અમને નટ જોવાને નિષેધ કરેલા; એ પ્રમાણે અમે વર્યાં છીએ. જો તમે પહેલેથી જ નટની સાથે નટીને પણ નિષેધ કર્યો હાત તો અમે એ પ્રમાણે વત. અમે તે તમારા કહ્યા પ્રમાણે જરૂર કરીએ, પણ તમારા ઉપદેશમાં ધડા કયાં છે? આ પ્રમાણે વક્ર અને જડ સાધુએ ગુરુ કે શાસ્ત્રની આજ્ઞાને ખરાબર સમજતા નથી; કદાચ સમજે છે તો પાળતા નથી અને નહિ પાળવા માટે પાતાનો વાંક નહિ ગણતાં ગુરુને દોષી ઠરાવે છે અને ખાટું ખેલતાં પણ અચકાતા નથી. ઋજુ અને પ્રાન અધિકારીએ ચાતુયામથી પણ સયમને પૂરે! મમ સમજી શકે છે, પરંતુ ઋજી-જડ અને વક્ર --જડની કલ્પનામાં ચાર યામથી પાંચ યામને ખ્યાલ આવવા મુશ્કેલ છે. એથી જ એમની વિશેષ સમજને માટે ચારના પાંચ યામ કરવામાં આવ્યા છે અને એ ઉપરાંત રાત્રિભાજનના ત્યાગને પણ એક જુદા વ્રત તરીકે જણાવ્યું છે; અર્થાત્ અધિકારીની મનેદશાના કારણથી ભગવાન મહાવીરે ચારના પાંચ યામ કર્યાં, અને બ્રહ્મચર્ય વ્રતને જુદું સ્થાન આપ્યું. વર્તમાનમાં પણ ત્યાગપ્રધાન અને સેવાપ્રધાન સંસ્થાઓમાં પાંચ યામ ઉપરાંત જે કેટલાક નિયમા અને ઉપનિયમા રાખવાનું ધારણ ચાલે છે તે પણ અધિકારીઓની વિચિત્ર મનેાદશાને લીધે હોય એમ લાગે છે. ૪. બ્રહ્મચર્યનું ધ્યેય અને તેના ઉપાયો જૈન ધર્માંમાં અન્ય તમામ વ્રતનિયમેાની પેઠે બ્રહ્મચયનું સાધ્ય પણ માત્ર માક્ષ છે. જગતની દૃષ્ટિએ મહત્ત્વની ગણાતી ગમે તે બાબત બ્રહ્મચર્યથી સિદ્ધ થઈ શકતી હાય, પણ જો તેનાથી મેાક્ષ સાધવામાં ન આવે તા જૈન દૃષ્ટિ પ્રમાણે એ બ્રહ્મચય લોકાત્તર ( આધ્યાત્મિક) નથી. જૈન દૃષ્ટિ પ્રમાણે મેક્ષમાં ઉપયોગી થતી વસ્તુ જ સાચું મહત્ત્વ ધરાવે છે. શરીરસ્વાસ્થ્ય, સમાજખંળ Page #553 -------------------------------------------------------------------------- ________________ પ૮] દર્શન અને ચિંતન આદિ ઉદ્દેશે ખરા મોક્ષસાધક આદર્શ બ્રહ્મચર્યમાંથી સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. | બ્રહ્મચર્યને સંપૂર્ણપણે સિદ્ધ કરવા બે માર્ગો નક્કી કરવામાં આવ્યા છેઃ પહેલે ક્રિયામાર્ગ અને બીજો જ્ઞાનમાર્ગ. ક્રિયામાર્ગ વિધી કામસંસ્કારને ઉત્તેજિત થતું અટકાવી તેના સ્થલ વિકારવિષને બ્રહ્મચર્યજીવનમાં પ્રવેશવા નથી દે; અર્થાત્ તેની નિષેધબાજુ સિદ્ધ કરે છે, પણ તેનાથી કામસંસ્કાર નિર્મળ થતું નથી. જ્ઞાનમાર્ગ એ કામસંસ્કારને નિર્મૂળ કરી બ્રહ્મચર્યને સર્વથા અને સર્વદા સ્વાભાવિક જેવું કરી મૂકે છે; અર્થત તેની વિધિબાજુ સિદ્ધ કરે છે. જૈન પરિભાષામાં કહીએ તો ક્રિયામાર્ગથી બ્રહ્મચર્ય ઔપશમિકભાવે સિદ્ધ થાય છે, અને જ્ઞાનમાર્ગથી ક્ષાયિકભાવે સિદ્ધ થાય છે. ક્રિયામાર્ગનું કાર્ય જ્ઞાનમાર્ગની મહત્ત્વની ભૂમિકા તૈયાર કરવાનું હોવાથી તે માર્ગ વસ્તુતઃ અપૂર્ણ છતાં પણ બહુ ઉપયોગી મનાય છે, અને દરેક સાધક માટે પ્રથમ આવશ્યક હોવાથી તેના ઉપર જૈન શાસ્ત્રમાં બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. એ ક્રિયામાર્ગમાં બાહ્ય નિયમોનો સમાવેશ થાય છે. એ નિયમોનું નામ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે રક્ષાનું સાધન અર્થાત વાડ. એવી ગુપ્તિઓ નવ ગણાવવામાં આવી છે. એક વધુ નિયમ એ ગુપ્તિઓમાં ઉમેરી એમને જ બ્રહ્મચર્યનાં દશ સમાધિસ્થાનક તરીકે વર્ણવવામાં આવ્યાં છે. એનિષેધાત્મક સમાધિસ્થાનેને બ્રહ્મચારી પાસે પળાવવા જે રીત જૈન શાસ્ત્રમાં અખત્યાર કરવામાં આવી છે તે ભારતવર્ષનાં બીજાં દર્શનમાં પણ પ્રસિદ્ધ અને જૂની છે. બ્રહ્મચર્યના ઉમેદવાર પુરુષને સ્ત્રી જાતિના આકર્ષણથી મુક્ત રાખવા તેને સ્ત્રીકલેવર તરફ પ્રબળ ધૃણા થાય, સ્ત્રીસ્વભાવમાં દોષ દેખાય અને ત્રીજાતિ મૂળથી જ દેષની ખાણરૂપ છે એવી પ્રતીતિ થાય તે માટે કરવું જોઈતું બધું વર્ણન શાસ્ત્રમાં છે. તે ઉપરાંત સમાજભય, રાજભય અને પરલેકભય દ્વારા તેમ જ કીર્તિ, પ્રતિષ્ઠાની સિદ્ધિ અને દેવી સુખના પ્રલેભન દ્વારા પણ એ ઉમેદવાર બ્રહ્મચર્યને વળગી રહે તે માટે અભુત વર્ણન અને કલ્પનાઓ છે. ક્રિયામાર્ગ દ્વારા બ્રહ્મચર્યને પૂલ રક્ષણ ગમે તેટલું મળતું હોય, છતાં તેમાં કામસંસ્કાર કાયમ રહેતા હોવાથી અને એમાં ઘણ, ભય, લેભ આદિ બીજી અનિષ્ટ વૃત્તિઓ પોષાતી હોવાથી એ માર્ગની અપૂર્ણતા દૂર કરવા જ્ઞાનમાર્ગ યોજવામાં આવ્યો છે. જ્ઞાનમાર્ગમાં ધ્યાનનું સ્થાન મુખ્ય છે. ધ્યાન દ્વારા વિચારવિકાસ અને સ્વરૂપચિંતન સધાતા કામાદિ બધી અનિષ્ટ વૃત્તિઓનાં બીજે બળી જાય છે. ધ્યાનનાં પ્રકારોમાં શુકલ નામક ધ્યાન ઊંચ કોટિનું છે. તે યોગદર્શનપ્રસિદ્ધ સંપ્રજ્ઞાત અને અસપ્રજ્ઞાત સમાધિને સ્થાને છે. જેમ ફક્ત બ્રહ્મચર્યવ્રત માટે Page #554 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ પ૧૯ ક્રિયામાર્ગનાં બાહ્ય વિધાને તદ્દન જુદાં જ કરવામાં આવ્યાં છે તેમ જ્ઞાનમાર્ગનાં આંતરિક વિધાને ફક્ત એ વ્રતને ઉદેશી જુદાં પાડી ક્યાંય કહેવામાં આવ્યાં નથી; પણ ક્રોધ, મોહ, લેભાદિ બધા સંસ્કારોને નાબૂદ કરવા જે જ્ઞાનમાર્ગ જાય છે તે જ કામસંસ્કારના નાશમાં પણ લાગુ પડે છે. માત્ર ક્રિયામાર્ગથી મળતું રક્ષણ ઐકાંતિક (પૂરેપૂરું) કે આત્યંતિક (હંમેશનું) ન હોઈ શકે, કારણ કે તે દોષદર્શનથી થયેલું હોવાથી દોષદષ્ટિ બદલાતાં ભાગ્યે જ રહી શકે. જ્યારે જ્ઞાનમાર્ગથી મળતું રક્ષણ ઐકાંતિક અને આત્યંતિક હોય છે, કારણ કે તે રક્ષણ સ્વરૂપચિંતન અથવા આત્મવિવેકમાંથી ઉત્પન્ન થયેલું હોવાને લીધે કદી નાશ પામતું નથી અને સાહજિક ભાવે સિદ્ધ થાય છે. - ક્રિયામાર્ગમાં આવતાં દશ સમાધિસ્થાનોનું વર્ણન ઉત્તરાધ્યયનસૂત્રના સેળમા અધ્યયનમાં બહુ માર્મિક રીતે કરવામાં આવ્યું છે. તેનો સાર આ પ્રમાણે છે : ૧. દિવ્ય કે માનુષી સ્ત્રીના, બકરી, ઘેટી વગેરે પશુના અને નપુંસકના સંસર્ગવાળાં શયન, આસન અને રહેઠાણ વગેરેને ઉપયોગ ન કરવો. ૨. એકલા એકલી સ્ત્રીઓની સાથે સંભાષણ ન કરવું. માત્ર સ્ત્રીઓને કથાવાર્તા વગેરે ન કહેવાં અને સ્ત્રીકથા ન કરવી, એટલે કે સ્ત્રીનાં જાતિ, કુળ રૂપ અને વેશ વગેરેનું વર્ણન કે વિવેચન ન કરવું. ( ૩. સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જે આસને સ્ત્રી બેઠેલી હોય ત્યાં તેના ઊઠયા પછી પણ બે ઘડી સુધી ન બેસવું. ૪. સ્ત્રીઓનાં મનોહર નયન, નાસિકા વગેરે ઈન્દ્રિયોનું વા તેઓનાં અંગેપાંગનું અવલોકન ન કરવું અને તે વિશેનું ચિંતન-મરણ પણ વજેવું. ૫. સ્ત્રીઓના રતિપ્રસંગના અવ્યક્ત શબ્દો, રતિકલહના શબ્દો, ગીતના ધ્વનિઓ, હાસ્યના કિલકિલાટે, ક્રીડાના શબ્દો અને વિરહ સમયે રુદનના શબ્દો પડદા પાછળ રહીને કે ભીંતની આડમાં રહીને પણ ન સાંભળવા. ૬. પૂર્વે અનુભવેલી, આચરેલી, કે સાંભળેલી રતિક્રીડા, કામક્રીડા વગેરે ન સંભારવાં. ૭. ધાતુને વધારનારાં પૌષ્ટિક ખાનપાન ન લેવાં. ૮. સાદુ ખાનપાન પણ પ્રમાણથી અધિક ન લેવું. ૯. શણગાર ન જવો; એટલે કે કામરાગને ઉદ્દેશીને સ્નાન, વિલેપન, ધૂપ, માલ, વિભૂષણ કે વેશ વગેરેની રચના ન કરવી. - ૧૦. જે શબ્દો, રૂપ, રસ, ગધે, અને સ્પર્શી કામગુણને જ પિષનારાં હોય તેઓને વર્જવાં. Page #555 -------------------------------------------------------------------------- ________________ પર૦ ] દર્શન અને ચિંતન આ ઉપરાંત કામોદ્દીપક હાસ્ય ન કરવું, સ્ત્રીનાં ચિત્રે ન રાખવાં, ન જેવાં, અબ્રહ્મચારીને સંગ ન કર વગેરે બ્રહ્મચારીએ ન કરવા જેવી બીજી અનેક જાતની ક્રિયાઓ આ દશ સ્થાનમાં સમાઈ જાય છે. - સૂત્રકાર કહે છે કે પૂર્વોક્ત નિષિદ્ધ પ્રવૃત્તિમાંની કોઈ પણ પ્રવૃત્તિ કરનાર બ્રહ્મચારી પિતાનું બ્રહ્મચર્ય તે ખાશે જ, તદુપરાંત એને કામજન્ય માનસિક કે શારીરિક રોગો પણ થવાનો સંભવ છે. - બ્રહ્મચારી પણ રહે છે તે જનસમાજમાં જ, એટલે એની આંખે રૂપ અને કાને શબ્દો વગેરે ન આવે એ તો ન જ બને; તે હવે શું એણે જનસમાજમાં ન રહેવું ? રૂપિ, શબ્દો વગેરેને ન આવવા દેવાં ? કે આંખે અને કાને પડદા રાખવા? સૂત્રકારે આને ઉત્તર કે પણ સચોટ રીતે આપેલો છે, જે આ રીતે ૧૩ છે : આંખે આવતાં રૂપોનો અને કાને પડતા અવનિ વગેરેને પરિહાર શક્ય જ નથી, પણ તેને પ્રસંગે એ રૂપ કે શબ્દો વગેરેને લીધે પોતાની પ્રવૃત્તિમાં રાગને કે દ્વેષને ન થવા દેવો, અર્થાત્ એવે વખતે બ્રહ્મચારીએ વસ્તુસ્વભાવનું ચિંતન કરવું યા તે સર્વથા ઉદાસીન રહેવું. સ્પર્શી, ગંધ અને રસ માટે એ ન્યાય ધટાવી લે. ઉપર્યુક્ત સમાધિસ્થાને ઉપરાંત બ્રહ્મચારી ભિક્ષભિક્ષણીઓ માટે બીજાં પણ કેટલાંક વિધાનો કરવામાં આવ્યાં છે, જેમ કે ૪ પથારી કઠણ રાખવી, પથારી ઉપરને ઓછાડ સુંવાળા કપડાંને ન રાખ, સુંવાળાં વસ્ત્રો ન પહેરવાં, ભિક્ષુએ હાથાવાળાં આસનો પર ન બેસવું અને આખું કેળું ન લેવું, ભિક્ષુએ સાંકડા નાં પાત્રો ન રાખવાં, વગેરે વગેરે. પ. બ્રહ્મચર્યના સ્વરૂપની વિવિધતા અને તેની વ્યાપ્ત ઉપર આપેલી બીજી વ્યાખ્યા પ્રમાણે કામસંગના ત્યાગરૂપ બ્રહ્મચર્યને જે ભાવ સાધારણ લેકે સમજે છે તે કરતાં ઘણો સુક્ષ્મ અને વ્યાપક ભાવ જૈન શાસ્ત્રોમાં લેવાય છે. જ્યારે કઈ વ્યક્તિ જૈન ધર્મની મુનિરીક્ષા લે છે ત્યારે ૧૩ “ા હવા, ન તો સદા (?) સવિલયમાચા रागदोषा उ जे तत्थ तं भिक्खू परिवज्जए । ण सक्का स्वमहळु चक्खुविसयमागय । रागदोषा उ जे तत्थ तं भिक्खू परिवज्जए॥' : ઈત્યાદિ, આચાશંગસૂત્ર વિમુક્તિ-અધ્યયન છેલ્લું. ૧૪. જુઓ કલ્પસૂત્ર પંચમ ઉદ્દેશ, સૂ. ૧૫-૪૭. Page #556 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ ૫૨૧ તે વ્યક્તિ વડે લેવાતી પાંચ પ્રતિજ્ઞાઓમાં ચોથી પ્રતિજ્ઞા રૂપે એવા ભાવના બ્રહ્મચર્યનો સ્વીકાર કરવામાં આવે છે. એ પ્રતિજ્ઞા આ પ્રમાણે છે : હે પૂજ્ય ગુરે ! હું સર્વ મૈથુનને પરિત્યાગ કરું છું; અર્થાત્ દેવી, માનુષી કે તૈર્યચી (પશુપક્ષી સંબંધી) કોઈ પણ જાતના મૈથુનને હું મનથી, વાણીથી અને શરીરથી, જીવનપર્યત નહિ એવું, તેમ જ મનથી, વચનથી અને શરીરથી ત્રણ પ્રકારે બીજા પાસે જીવનપર્યત સેવરાવીશ નહિ અને બીજો કોઈ મૈથુન સેવા હશે તે તેમાં હું એ જ ત્રણ પ્રકારે જીવનપર્યત અનુમતિ પણ નહિ આપું. જેકે મુનિદીક્ષામાં સ્થાન પામેલ ઉપર વર્ણવેલું નવ પ્રકારનું બ્રહ્મચર્ય જ બીજી વ્યાખ્યા પ્રમાણેના બ્રહ્મચર્યનું અંતિમ અને સંપૂર્ણ સ્વરૂપ છે, છતાં તેવા એક જ પ્રકારના બ્રહ્મચર્યને દરેક પાસે પળાવવાને દુરાગ્રહ કે મિથ્યા આશા જૈન આચાર્યોએ નથી રાખ્યાં. પૂર્ણ શક્તિ ધરાવનાર વ્યક્તિ હેય તે બ્રહ્મચર્યને સંપૂર્ણ આદર્શ સચવાય અને અલ્પશક્તિ અને અશતિવાળી હોય તે પૂર્ણ આદર્શને નામે દંભ ચાલવા ન પામે એવા સ્પષ્ટ ઉદ્દેશથી શક્તિ અને ભાવનાની ઓછીવતી ગ્યતા ધ્યાનમાં રાખી જન આચાર્યોએ અસંપૂર્ણ બ્રહ્મચર્ય પણ ઉપદેશ્ય છે. જેમ સંપૂર્ણતામાં ભેદને અવકાશ નથી તેમ અસંપૂર્ણતામાં અભેદને સંભવ જ નથી. તેથી અપૂર્ણ બ્રહ્મચર્યના અનેક પ્રકારે થઈ જાય અને તેને લીધે તેના વ્રતનિયમેની પ્રતિજ્ઞાઓ પણ જુદી જુદી હોય તે સ્વાભાવિક છે. આવા અસંપૂર્ણ બ્રહ્મચર્યના ઓગણપચાસ પ્રકારે જૈન શાસ્ત્રોમાં કલ્પાયેલા છે, અને અધિકારી તેમાંથી પિતાની શક્તિ પ્રમાણે નિયમ સ્વકારે છે. મુનિદીક્ષાના સંપૂર્ણ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવા અસમર્થ અને છતાં તેવી પ્રતિજ્ઞાના આદર્શને પસંદ કરી તે દિશામાં પ્રગતિ કરવા ઈચ્છનાર ઉમેદવાર ગૃહસ્થ પોતપોતાની શક્તિ અને રુચિ પ્રમાણે એ ઓગણપચાસ પ્રકારમાંથી કોઈ ને કોઈ જાતના બ્રહ્મચર્યને નિયમ લઈ શકે તેવી વિવિધ પ્રતિજ્ઞાઓ જૈન શાસ્ત્રો પૂરી પાડે છે. આ રીતે વાસ્તવિક અને આદર્શ બ્રહ્મચર્યમાં ભેદ ન હોવા છતાં વ્યાવહારિક જીવનની દષ્ટિએ તેના સ્વરૂપની વિવિધતા જૈન શાસ્ત્રોમાં બહુ વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવી છે. - જેમ ખાદીનું વ્રત ઢીલું કરવા જતાં કે તેમાં બારીઓ શોધાતાં તે વ્રતમાં દાખલ થતી દાંભિકતા દૂર કરવા ખાતર શુદ્ધ, મિશ્ર અને મિલની ખાદી એવા ભેદો એ વ્રત સાથે સંકળાયાને ઈતિહાસ જાણીતું છે, તેમ અપૂર્ણ બ્રહ્મચર્યમાં અનેક છૂટો અને બારીઓને અવકાશ હેવાથી જેમ જેમ Page #557 -------------------------------------------------------------------------- ________________ પર૨ ] દર્શન અને ચિંતન તેમાં બારીઓ શોધાતી ગઈ તેમ તેમ તે વ્રતની ઝીણવટ વધતી ગયાને ઈતિહાસ પણ બહુ મનોરંજક અને મહત્ત્વ છે. પ્રાચીન કાળના સીધા, સરળ અને છતાં ગંભીર વર્ણન ઉપરથી એમ ચેખું લાગે છે કે અપૂર્ણ બ્રહ્મચર્યનાં ઉમેદવાર સ્ત્રી અગર પુરુષ સતિષ કેળવવા કામવૃત્તિની મર્યાદા બાંધતાં. આર્યાવર્તમાં પુરુષને ગમે તેટલી સ્ત્રીઓ કરવામાં ન હતો કઈ બાહ્ય અંકુશ કે ન હતે કોઈ સામાજિક પ્રતિષ્ઠા જવાનો ભય. જ્યારે સામાન્ય રીતે સ્ત્રીને એકથી બીજો પતિ કરવામાં એક તરફ સામાજિક પ્રતિષ્ઠા ઓછી થવાને ભય હતો અને બીજી તરફ બાહ્ય અંકુશો પણ હતા. આ કારણથી અપૂર્ણ બ્રહ્મચર્ય સ્વીકારનાર વ્યક્તિ જે પુરૂ હોય તે પોતાની ઈચ્છા પ્રમાણે અમુક સ્ત્રીઓના ભોગની મર્યાદા બાંધી તેથી અન્ય સ્ત્રીના ભોગનો ત્યાગ કરતે. ખાનદાની અને ધર્મનિષા, એવા પુરુષને સંખ્યામાં ગમે તેટલી છતાં સ્વવિવાહિત સ્ત્રીઓના ભોગની મર્યાદા બાંધવા પ્રેરતાં. પુરુષની એ મર્યાદા જૈન શાસ્ત્રોમાં “સ્વદારસંતિષ વ્રતને નામે પ્રસિદ્ધ છે. પરંતુ અપૂર્ણ બ્રહ્મચર્યવ્રતની ઉમેદવાર સ્ત્રી હોય તે તે પોતાના વિવાહિત એક પતિ સિવાય અન્ય પુરુષના ભોગને ત્યાગ કરતી. એને એ ત્યાગ “સ્વપતિસંપ' વ્રતને નામે જૈન સમાજમાં જાણીતા છે. પુસ્પનું સ્વદારતેવવ્રત અને સ્ત્રીનું સ્વપતિસંતોષવ્રત એવા બે ભેદ સામાન્ય રીતે અપૂર્ણ બ્રહ્મચર્યવ્રતના પડે છે. અંતઃકરણમાં રહેલી સારી ધર્મનિષ્ઠા જે માણસને સંયમની દિશામાં પ્રેરે છે તો તેની સાથે રહેવા પામેલી ઓછીવત્તી વાસનાઓ તેને કાં તે અસંયમની. દિશામાં અગર સ્વીકારેલ નિયમમાં બારીઓ અને છૂટ શોધવા તરફ પ્રેરે છે. સાહસવૃત્તિ, તર્કવૃત્તિ અને નિરંકુશતાનો જોગ જે ધર્મનિષ્ઠા સાથે થાય તે તેમાંથી સંયમનાં ફળ જન્મે છે. અને જે તેમને જે વાસના અને ખાસ કરી કામવાસના સાથે થાય છે તેમાંથી અસંયમ જ નહિ પણ સ્વીકારેલ સંયમમર્યાદા સુધ્ધાંમાં અનેક છૂટોની શોધને પરિણામે ભયંકર અધઃપાત પણ જન્મે છે. જોકે પુરૂષના સ્વદારસંતોષ વ્રતમાં બે, પાંચ કે દશ જ નહિ પણ સેંકડો અને હજારે સ્વવિવાહિત સ્ત્રીઓના ભાગનો સમાવેશ થવા જેટલું અવકાશ આર્યાવર્તની લગ્નપ્રથાને લીધે હતે જ, છતાં સાહસ, તર્ક અને નિરંકુશતાએ પુને પ્રશ્ન કરાવ્યો કે વેશ્યા જેવી સર્વસાધારણ સ્ત્રી, જે અન્ય દ્વારા વિવાહિત નથી, તેને પિસા કે બીજી લાલચથી છેડા વખત સુધી પિતાની સ્ત્રી જ માની ભોગવવામાં સ્વદારસંતિવ્રતને ભંગ શા માટે ગણવો જોઈએ ? Page #558 -------------------------------------------------------------------------- ________________ [ પર૩. જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર કારણ કે સ્વદારસંતિષવ્રતને ધ્વનિ પરસ્ત્રીત્યાગ તરફ છે, અને વેશ્યા એ કાંઈ પરસ્ત્રી તે નથી જ. એ તે સાધારણ સ્ત્રી હોવાથી જે બીજાની હાય. તે પિતાની પણ છે જ. માટે સ્વદારસંતિવ્રતની મર્યાદામાં વેશ્યાસેવન બાધક શાને ગણવું જોઈએ ? પુરુષના આ એક કુટિલ પ્રશ્નને લીધે સ્વદારસંતિષવતમાંથી પરદારયાગનો જન્મ થયો અને સ્વદારસંતવ્રત તેમ જ પરદારત્યાગવૃત એ બેના અર્થમાં આપોઆપ ભેદ નિશ્ચિત છે. - જ્યારે અપૂર્ણ બ્રહ્મચર્ય લેનાર પુરુષ માટે સ્વદારસંતિષ અને પરદારત્યાગ એ બે જુદાં કલ્પાયાં ત્યારે અર્થભેદની કલ્પના આ રીતે કરીઃ જે પોતાની વિવાહિત સ્ત્રીમાં જ સંતુષ્ટ રહેવા ઈછે તે સ્વદારતેષ વ્રત લે. એ વ્રત લેનાર જેમ પરસ્ત્રી ને એવી શકે તેમ વેશ્યસેવન પણ ન કરી શકે, પરંતુ જે વિવાહિત સ્ત્રી ઉપરાંત વેશ્યાસેવન તજવા ન ઈચ્છે, માત્ર અન્ય પુરુષોએ પરણેલી એવી સ્ત્રીઓને જ ત્યાગ કરવા ઈચ્છે તે પરદારત્યાગવત લે. એ વ્રત લેનારને સ્વવિવાહિત સ્ત્રી અને સાધારણ વેશ્યા એ બન્નેને ભોગ બાધક નથી ગણુ. તેને ફક્ત પરવિવાહિત સ્ત્રીને ભોગ જ બાધક ગણાયેલું છે. આ રીતે એક જ કાયદામાંથી અનેક અર્થો નીકળે છે તેમ પુરૂને એક જ ગંભીર સ્વરદારસંતોષવ્રતમાંથી બે અર્થવાળાં બે વતો જમ્યાં. પણ પુરુષનું પલ્પ કાંઈ એટલેથી જ અટકે? તેથી વળી તેને શંકા થઈ કે પરસ્ત્રી એટલે જેને વિવાહિત પતિ હોય અને જે પર-પતિનું રક્ષણ મેળવતી હોય છે. પરસ્ત્રીની આ વ્યાખ્યામાં કુમારી સ્ત્રીને, વિધવાનો કે જેનો પતિ ક્યાંય ચાલ્યો ગયો હોય (પ્રેષિતભર્તૃકા). તેવી સ્ત્રીને સમાવેશ થઈ ન શકે અને તેથી પરદારત્યાગનું વ્રત લેનારને તેવી કુમારી કન્યા, વિધવા કે પ્રેષિતભર્તૃકા સ્ત્રીને ભેગ બાધક શા માટે ગણા, જોઈએ ? પુરુષની આ શંકા પરંપરાએ પરદારત્યાગવતમાંથી બીજા અનેક તો જન્માવવાની પરિસ્થિતિ ઉત્પન્ન કરી, પણ દીર્ધદષ્ટિ આચાર્યોએ અનવસ્થાપના ભયથી બીજાં નવાં તેની કલ્પના અટકાવી અને એ શંકાનું નિવારણ બીજી જ રીતે કર્યું. પરંતુ આર્યાવર્તની સ્ત્રીને શંકાજનક તો પુરુષ એટલે વાર નથી મળ્યો, એટલે તેના સ્વપતિસતિષવતને અર્થ ચોક્કસ અને એકસરખો રહ્યો છે. તેને લીધે ભારતવર્ષની સાધ્વી સ્ત્રીઓને પુરુષની પૂર્વોક્ત કલ્પનાની પેઠે. એવી કલ્પના ન જ ઊગી કે પરપતિત્યાગ એટલે જે કોઈ પુરુષ કેઈ સ્ત્રીને પંચસાક્ષિક પતિ છે તેને જ માત્ર ત્યાગ અને જે કુમાર છે, વિધુર છે અથવા કેઈ સ્ત્રીને નિયત પતિ નથી પણ ગણિકા જેવો અનિયત છે એ બધા પુરુષોને. Page #559 -------------------------------------------------------------------------- ________________ પ૨૪ ] દર્શન અને ચિંતન - ત્યાગ નહિ. એથી એ વ્રત લેનાર સ્ત્રીને પિતાના વિવાહિત પતિ સિવાય કોઈ પણ પુરુષનું સેવન બાધક જ લેખાયું છે, પછી ભલે તે અન્યપુ કઈ બીજી સ્ત્રીને વિવાહિત પતિ હોય, વિધુર હોય કે અવિવાહિત કુમાર હેાય. સંયમશીલ સ્ત્રીના સદ્ભાગ્યે તેના પરપતિત્યાગવતના અર્થમાં જરાયે છૂટ થવાને બદલે ઊલટી તેમાં વધારે નિયમિતતા નકકી કરવામાં આવી છે. તે જેમ જાણવા જેવી છે તેમ સરખામણીમાં આશ્ચર્યજનક પણ છે. સ્વપતિસતિષવત લેનાર સ્ત્રીને જે સપત્ની (શાક) હોય તે સપત્નીના વારાને દિવસે પિતાના વિવાહિત પતિ સુધ્ધાને ત્યાગ સૂચવવામાં આવ્યો છે અને તેને ભોગ બનને બાધક માનવામાં આવ્યું છે. જ્યારે સ્વદારસતિષત્રત લેનાર પુરુષ જે અનેક પત્નીઓને સ્વામી હોય અને એક સ્ત્રીના વારાને દિવસે બીજી સ્ત્રીને ભેગ પસંદ કરે તે તેને માટે કાંઈ વિધિનિષેધ સૂચવાયો નથી. આ રીતે પુરુષના અપૂર્ણ બ્રહ્મચર્યવ્રતમાંથી અનેક ફાંટાઓ પડ્યાને ટૂંકે ઈતિહાસ છે. સર્વ બ્રહ્મચર્ય તે નવે પ્રકારનું બ્રહ્મચર્ય અને દેશ બ્રહ્મચર્ય તે આંશિક બ્રહ્મચર્ય. તેનું વધારે સ્વરૂપ આ પ્રમાણે છે: મન, વચન અને શરીર એ પ્રત્યેક દ્વારા સેવવું, સેવરાવવું અને સેવનની અનુમતિ આપવી એ નેવે કેરીથી સર્વ બ્રહ્મચારીને કામાચારને ત્યાગ હોય છે. સાધુ કે સાધ્વી તે સંસારને ત્યાગ કરતાં જ એ નવે કેટીના પૂર્ણ બ્રહ્મચર્યને નિયમ લે છે અને ગૃહસ્થ પણ તેને અધિકારી થઈ શકે છે. પૂર્ણ બ્રહ્મચર્યની એ નવે કેટી ઉપરાંત એ પ્રત્યેક કોટીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા પણ છે. એ દરેક મર્યાદા ક્રમશઃ આ પ્રમાણે છે: કઈ પણ સજીવ કે નિર્જીવ આકૃતિઓ સાથે નવે કેટીથી કામાચારનો નિષેધ એ દ્રવ્યમર્યાદા. ઉપરનો લોક, નીચેને લોક અને તિરછો લેક એ ત્રણેમાં નવે કેટીએ કામાચારનો ત્યાગ એ ક્ષેત્રમર્યાદા. દિવસે, રાત્રિએ કે એ સમયના કોઈ ભાગમાં એ જ નવે કેટીથી કામાચારનો નિષેધ એ કાળમર્યાદા અને રાગ કે દ્વેષથી એટલે માયા, લેભ, દ્વેષ કે અહં. કારના ભાવથી કામાચારો નવે કેટીથી ત્યાગ એ ભાવમર્યાદા. આંશિક બ્રહ્મચર્યને અધિકારી ગૃહસ્થ જ હોય છે. એને પિતાના કુટુંબ ઉપરાંત સામાજિક જવાબદારી હોય છે, અને પશુપક્ષીના પાલનની પણ ચિંતા હોય છે. એટલે એને વિવાહ કરવા-કરાવવાના પ્રસંગે અને પશુપક્ષીને ગર્ભાધાન કરાવવાના પ્રસંગો આવ્યા જ કરે છે. આ કારણથી ગૃહસ્થ એ નવે કેટીનું બ્રહ્મચર્ય બહુ વિરલ રીતે પાળી શકે છે. આગળ જે નવ કેટીઓ બતાવી છે તેમાંની મન, વચન અને શરીરથી અનુમતિ આપવાની ત્રણ કોટીઓ Page #560 -------------------------------------------------------------------------- ________________ જન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ પરપ. એને નથી હોતી; અર્થાત્ એનું ઉત્તમ બ્રહ્મચર્ય બાકીની કોટીએ લીધેલું હોય છે. આંશિક બ્રહ્મચર્ય લેવાને આ છ પદ્ધતિઓ છે: ' (૧) દ્વિવિધ ત્રિવિધે, (૨) દિવિધે દિવિધે, (૩) દિવિધે એકવિધે, તથા (૪) એકવિધે ત્રિવિધે (૫) એકવિધે તિવિધે (૬) એકવિધે એકવિધે. આમાંના કઈ એક પ્રકારને ગૃહસ્થ પિતાની શક્તિ પ્રમાણે બ્રહ્મચર્ય માટે સ્વીકારે છે. તિવિધે એટલે કરવું અને કરાવવું એ અપેક્ષાએ અને ત્રિવિધે એટલે મન વચન અને શરીરથી અર્થાત મનથી કરવા-કરાવવાને ત્યાગ, વચનથી કરવા. કરાવવાને ત્યાગ અને શરીરથી કરવા-કરાવવાનો ત્યાગ. એ પ્રથમ પદ્ધતિ છે. આ જ રીતે બીજી બધી પદ્ધતિઓ લેવાની છે. ૬. બ્રહ્મચર્યના અતિચારે કઈ પણ પ્રતિજ્ઞાને લગતાં ચાર દૂષણો હોય છે. તેમાં લૌકિક દષ્ટિથી દૂષિતપણાનું તારતમ્ય માનવામાં આવે છે. એ ચારે પ્રતિજ્ઞાના ઘાતક તે છે. જ, પણ વ્યવહાર તે પ્રતિજ્ઞાના દશ્ય ધાતને જ વાત માને છે. એ ચારનાં નામ અને સ્વરૂપ આ પ્રમાણે છે : ૧. પ્રતિજ્ઞાને અતિક્રમ કરે એટલે પ્રતિજ્ઞાના ભંગનો માનસિક સંકલ્પ કરે. ૨. પ્રતિજ્ઞાને વ્યતિક્રમ કરે એટલે એ સંકલ્પની સહાયક સામગ્રીના સગની ચેજના કરવી. આ બન્ને દૂષણરૂપ હોવા છતાં વ્યવહાર એ બન્નેને ક્ષમ્ય ગણે છે, અર્થાત મનુષ્યની અપૂર્ણ ભૂમિકા અને તેની આસપાસનું વાતાવરણ જોતાં એ બન્ને દેશો ચલાવી લેવાય ખરા. ૩. પણ જે પ્રવૃત્તિને લીધે વ્યવહારમાં પણ લીધેલી પ્રતિજ્ઞાને આંશિક ભંગ મનાય, અર્થાત જે પ્રવૃત્તિ વડે મનુષ્યનું વર્તન વ્યવહારમાં દૂષિત મનાય તે પ્રવૃત્તિને ત્યાજ્ય માનવામાં આવી છે. એવી પ્રવૃત્તિનું જ નામ અતિચાર વા દોષ છે, અને એ ત્રીજે દોષ ગણાય છે. ૪. અનાચાર એટલે પ્રતિજ્ઞાને સર્વથા નાશ. એ મહાદેષ છે. અહીં સર્વથા બ્રહ્મચર્ય કે આંશિક બ્રહ્મચર્ય સાથે જે અતિચાર રૂપ દેષ સંબંધ ધરાવે છે તેમનું વિવેચન કરવાનું છે અને તે નીચે પ્રમાણે છે: Page #561 -------------------------------------------------------------------------- ________________ પર૬] દર્શન અને ચિંતન સર્વથા બ્રહ્મચારીને હસ્તકર્મ અને બીજી એવી કુચેષ્ટાઓ દોષરૂપ છે તથા આગળ પાંચમા પ્રકરણમાં જે દશ સમાધિસ્થાન બતાવ્યાં છે તેમના પાલનમાં જેટલી જેટલી ખામી રહે તે પણ દોષરૂપ છે. એ દેના સેવન દ્વારા બ્રહ્મચર્યને ચે ભંગ છે એ વાત સર્વથા બ્રહ્મચારી પિતાની પ્રતિજ્ઞાને પૂરે મર્મ સમજે છે તે સમજી જ જાય અને એ દેશોને પાસે ફરકવા પણ ન દે. પણ કઈ વક્ર અને જડ એમ સમજે કે આપણી પ્રતિજ્ઞા માં તો માત્ર સ્ત્રી પ્રસંગને ત્યાગ છે, એમાં હસ્તકર્મ વગેરેના નિષેધની વાત ક્યાં આવે છે ? શાસ્ત્રકારે તેવાને બરાબર સમજાવવા ઉપર કહેલા દોષોને અતિચારરૂપ બતાવેલા છે. આંશિક બ્રહ્મચારી એટલે ગૃહસ્થ. તેનું શીલ મોટે ભાગે સ્વદારસતિષ સુધીનું છે. સ્વદારસંતિષને અર્થ પુરુષ કે સ્ત્રી સમાજસમ્મત વિવાહપદ્ધતિએ પિતાના વૈષયિક પ્રેમનું સ્થાન અમુક સ્ત્રી કે અમુક પુરુષને જ બનાવે, પણ એ પ્રેમનો વિષય જે તે કઈ જ્યારે ત્યારે તે ન જ બને એ છે. આ અર્થમાં પરદાર કે પરપુરુષનો ત્યાગ આપોઆપ આવી જાય છે. ઉપરાંત લેકે જેને પરદાર તરીકે નથી સમજતા એવી વેશ્યા, કન્યા કે કુંવારી સ્ત્રી તથા રક્ષિતા સ્ત્રી વગેરેનો અને સમાજને અમાન્ય એવી વિવાહપદ્ધતિએ થતા લગ્નને પણ ત્યાગ આ જ અર્થમાં સમાઈ જાય છે. આમ છતાં સ્વદારસંતોષી હોઈને પણ વિષયવૃત્તિને આધીન થયેલ વર્ગ જાણતાં કે અજાણતાં એવી એવી છૂટે શોધે છે કે જે દ્વારા પ્રતિજ્ઞાન ભંગ ન કહેવાય અને પિતાની વૃત્તિને પિષણ પણ મળે. એવી છૂટે એ ગૃહસ્થના શીલને -અતિચારરૂપ છે, માટે જ એ અનાચરણીય છે. એવી એવી જે છૂટે છે તેનું પાંચ સંખ્યામાં વર્ગીકરણ કરીને શાસ્ત્રકારે દેષોનું જે સ્વરૂપ બતાવ્યું છે તે નીચે પ્રમાણે છે: શાસ્ત્રકારે કહે છે કે ગૃહસ્થના શીલના એવા પાંચ અતિચાર છે: (૧) ઇવરપરિગ્રહીતાગમન, (૨) અપરિગૃહીતાગમન, (૩) અનંગકીડા, (૪) પરવિવાહરણ, (૫) કામગોમાં તીવ્ર અભિલાષ. એ પ્રત્યેકનું સ્પષ્ટ સ્વરૂપ આ પ્રમાણે છે – ૧. જે સ્ત્રીઓ પરદારકેટીની નથી તેમને પૈસા વગેરેની લાલચ આપી અમુક સમય સુધી પોતાની કરવી એટલે સ્વદારકોટીની કરવી અને તેઓની સાથે કામાચારને પ્રત્યક્ષ વ્યવહાર રાખવો. એનું નામ ઇવર પરિગ્રહીતાગમન. Page #562 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ પર૭ | ૨. જે સ્ત્રી પોતાને માટે અપરિગ્રહીતા-અસ્વીકૃતા છે, જેના લગ્નની પદ્ધતિ સમાજસમ્મત નથી, જે વેશ્યા વગેરે નિયત રીતે અન્યસ્વીકૃત છે એટલે પિતાને માટે અપરિગૃહીત છે, જે એક સમયે પરિગ્રહીતા હોવા છતાં વર્તમાનમાં અપરિગ્રહીતા છે અર્થાત્ જે કોઈ કારણથી પતિથી છૂટી થયેલી છે વા પ્રોષિત પતિકા છે, વિધવા છે, વા ગ્રહિલપતિકા (ગાંડા પતિવાળી?) છે; વળી જે પરિગૃહીતા હોવા છતાં આશ્રિતરૂપે પિતાની છે વા પિતાની દાસી વગેરે છે–એવી તમામ પ્રકારની સ્ત્રીઓ સાથે ભૂલથાપને લીધે વા સ્વદારસષની પૂરી સમજણના અભાવને લીધે જે કામપ્રસંગ બની જાય તે અપરિગ્રહીતાગમન, ૩. ગમે તે સ્ત્રીનાં કામને આશરીને ક્રીડા કરવી, અનુરગપૂર્વક ગમે તે સ્ત્રીને આલિંગવી, પુરુષે પુરુષ સ્ત્રી કે નપુંસક સાથે, સ્ત્રીએ સ્ત્રી પુરુષ કે નપુંસક સાથે અને નપુસકે પણ ત્રણે સાથે કામાચારને લગતા વિચાર કરો, હસ્તકર્મ વગેરે કુચેષ્ટાઓ કરવી, લાકડાનાં કે ચામડાં વગેરેનાં કૃત્રિમ સાધનો દ્વારા કામાચારનું સેવન કરવું; મતલબ એ કે, જે દ્વારા કામરાગને પ્રબળ વેગ વધે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી તે અનંગક્રીડા. ૪. કન્યાદાનમાં ધર્મ છે એમ સમજીને વા સ્નેહાદિકને કારણે બીજા એને માટે કન્યાઓ કે વરે શોધી આપવાં, વેવાઈઓ અને વેવાણોને મળવું વા એ જ પ્રવૃત્તિ માત્ર કામરાગને લઈને કરવી તે પરવિવાહકરણ. - ૫. શબ્દ અને રૂપ એ બે કામરૂપ છે. ગંધ, રસ અને સ્પર્શ એ ત્રણે ભેગરૂપ છે. એ પાંચમાં અત્યંત આસક્તિ રાખવી, તથા વાજીકરણ આદિના સેવન દ્વારા વા કામશાસ્ત્રોક્ત પ્રયોગો દ્વારા કામાભિલાષને અધિકાધિક ઉદ્દીપ્ત કરે તે કામગતીત્રાભિલાષ. આ પાંચ પ્રકારની પ્રવૃત્તિ સ્વદારસંતિષી ગૃહસ્થના શીલને દૂષણરૂપ છે, કઈ પણ ગૃહસ્થ સ્વદારસંતિષને પૂરેપૂરે વફાદાર રહે તો એ પાંચમાંની એક પણ પ્રવૃત્તિને કદી પણ નહિ આચરે. એવી વફાદારી તે કઈ વિશિષ્ટ વ્યક્તિમાં જ સંભવી શકે છે, પણ જ્યાં સમુદાયના આચારબંધારણને પ્રસંગ આવે છે ત્યાં એ વિચાર સમુદાયની દૃષ્ટિએ અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિને લક્ષમાં રાખીને જ કરવાનો હોય છે. આ અતિચારે ઊભા થવામાં પણ એ દષ્ટિ એક નિમિત્તરૂપ છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ પર૮ ] દર્શન અને ચિંતન સમુદાયમાં એવી પણ અનેક વ્યક્તિ હાય છે જે સ્વદારસ તાષના વ્રતને જાળવવા પ્રયત્ન તા જરૂર કરે છે, પણ એમનામાં એ વ્રતને! મૂળ ઉદ્દેશ સમજવા જેટલી સૂક્ષ્મ વિવેકશક્તિ ધણી ઓછી હોય છે. એથી લોકા જે સ્ત્રીઓને પરદારકાટીની નથી ગણતા તેઓને પૈસા વગેરે આપી પોતાની કરી લઈ તેમની સાથે પ્રસંગ રાખતાં એને પેાતાના વ્રતનેા અંશે પણ ભંગ ન જણાય . એ સ્વાભાવિક છે. વળી સમાજ આવી પ્રવૃત્તિના પ્રબળ વિરાધી ન હોય ત્યાં એ પ્રવૃત્તિને અનાચરણીય માને પણ કાણુ ? આવી સ્થિતિમાં વ્રતધારીના વ્રતનું બરાબર પાલન થાય, ત્રતા પૂરા મમ તેની સમજમાં આવી જાય અને વક્ર-જડ પ્રકૃતિને મનુષ્ય પણ પોતાના લીધેલ વ્રતના અંકુશમાં ખરાખર રહે એ હેતુથી શાસ્ત્રકારે ઇવરપરિગૃહીતાગમનની પ્રવૃત્તિને પૃથક્ બતાવી અતિચારરૂપે હરાવી અને ભલે તે સામાજિક કાટીની ગણાતી હાય તાપણ તેને સાફ્ સાફ શબ્દોમાં તદ્દન અનાચરણીય કાટીની સમજાવી. કાઈ પુરુષ સ્વદારસાષી રહેવાની ગણતરીએ જેને જેતે માહે તેને તેને પરણીને સ્વદારા ખનાવે; અર્થાત્ ખીજ્બીજી અનેક કન્યાને, કુંવારી સ્ત્રીઓને કે દાસી વગેરેને પરણે, છતાંય તે પરણનાર પોતાના વ્રતનેા થાડા પણ ભંગ ન સમજે અને બહુવિવાહની પ્રથાને ટેકા આપનાર સમાજ તે એ રીતને અનુમાદન જ આપે, પણ પરમાર્થ રીતે વિચારતાં જણાશે કે આ પ્રવૃત્તિ સ્વદારસ તાષીને દૂષણરૂપ છે. વળી જૂના જમાનામાં આઠ જાતના વિવાહ થતા : બ્રાહ્મ, પ્રાજાપત્ય, આ, દૈવ, ગાંધવ, આસુર, રાક્ષસ અને પૈશાચ. આમાંના આગલા ચાર આચારકાટીના છે, પાબ્લા ચાર અનાચારકેાટીના છે. કાઈ એક જૂના બનાવને આધારે પાછલા ચારમાંના ગમે તે વિવાહને અવલખી કાઈનું પાણિગ્રહણ કરે અને માને કે મેં તો અમુકને અમુક વિવાહપદ્ધતિએ સ્વદાર તરીકે સ્વીકારેલી છે, તેમાં મારા સ્વદારસાષને શો ખાધ આવે? આ ઉપરાંત જે જે સ્ત્રીઓના વિવાહ સામાજિક રીતે વર્જ્ય છે તેને પણ સ્વદારારૂપે સ્વીકાર કરવાનો નિષેધ આમાં આવી જાય છે. આ બધી બાબત તરફ સ્વદારસ ંતાષીનું ધ્યાન ખેંચાય, તે સ્વદારસાષના ગાંભીયને ખરાખર સમજે અને ક્યારે પણ આવા ભ્રામક પ્રસંગેામાં લપસી પડી પેાતાના વ્રતને મલિન ન બનાવે એવા અનેક શુભ ઉદ્દેશથી શાસ્ત્રકારે આ ખીજા અતિચારને વર્ણવેલા છે અને તેના સ્પર્શે સરખા પણ નિષેધેલા છે. અચૌર્ય વ્રતને નિયમ લેનારાએ પોતાના મેાજશાખા જરૂર ઓછા કરવા જોઈ એ. આવી વ્યાપ્તિ સાંભળનારો કાઈ ભદ્રક જરૂર પૂછશે કે અચૌર્ય વ્રતના Page #564 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ ૫૨૯ નિયમ એ એક જુદી બાબત છે અને મજશેખને ત્યાગ એ પણ એક જુદી બાબત છે. એ બેમાં કાર્યકારણની સંકલના જેવી વાત કેમ કરે છે ? જેની દૃષ્ટિ ઊંડી, વિવેકી અને મર્મગ્રાહી, ગંભીર વિચાર કરનારી હશે તે તે ઉપરના નિયમને બરાબર સમજી શકે તેમ છે. તે જ ન્યાય આ ત્રીજા અને પાંચમા અતિચારે વિશે ઘટાવવાનો છે. જે એ અતિચારેને સેવે તે કદી પણ સ્વદારસંતેષ ન જ રાખી શકે. એ અતિચારેના વર્જનમાં જ સ્વદારતિષનું પાલન છે અને સ્વદારસંતેષના પાલનમાં જ એ અતિચારેને નિષેધ છે. આમ એ બન્ને એકબીજા સાથે ઘટ અને માટીની પેઠે સંકળાયેલાં છે. આ તે કોઈ ભદ્રક કે વક્ર મનુષ્ય એમ સમજી બેસે કે મેહક સંગીત સાંભળવું, વેધક રૂપ જેવાં એમાં વળી સ્વદારસંતિષને છેડે પણ ભંગ શેને ? એવા ભદ્રક-વક્રનું વલણ એ અતિચારે તરફ જરા પણ ન થાય અને એના ખ્યાલમાં સ્વદારસંતોષની વિશાળતા આવે એ માટે જ ત્રીજો અને પાંચમો અતિચાર શાસ્ત્રકારે સમજાવ્યો અને નિષેધ્યો છે. - સ્વદારસંતોષી ગૃહસ્થ પિતાનાં પુત્રપુત્રીઓને એગ્ય સ્થળે પરણાવે વા એ કામ કોઈ યોગ્ય સમજનાર અને જવાબદાર સ્વજનને ભળાવે, પણ એ તરફ એની લેશ પણ બેદરકારી ન જ ચાલે. જે એવા આવશ્યક કાર્ય તરફ તે બેદરકાર રહે તે એ જૈન ધર્મને ઉપધાત (વિનાશ) કરે છે એ હકીકતને શાસ્ત્રકારે સ્પષ્ટ શબ્દોમાં મૂકેલી ૧૫ છે. કૃષ્ણ અને ચેટક વગેરે ગૃહસ્થને પિતાનાં સંતાનોના વિવાહ ન કરવાનો નિયમ હતો, પણ એમના એ ખાસ કામની જવાબદારી સમજદાર સ્વજનેએ માથે લીધેલી હતી, એ વાત ભૂલવાની નથી. હવે કોઈ સ્વદારસંતોષી સ્નેહાદિકને કારણે, દાક્ષિણ્યને લીધે કે કન્યાદાનમાં ધર્મ સમજી બીજાનાં સંતાનોનાં સગપણ કે વિવાહ વગેરેની પ્રવૃત્તિ કરે તે શાસ્ત્રકાર કહે છે કે એ પ્રવૃત્તિ એના બ્રહ્મચર્યને આડખીલીરૂપ છે. આ વસ્તુને ઉપર ઉપરથી જ જોવામાં આવે તે એને લીધે બ્રહ્મચર્યને કશી હાનિ થતી નહિ ભાસે, પણ જરા ઊંડા વિચારપ્રદેશમાં ઊતરીશું તે ઝટ સમજી શકાશે કે સ્નેહાદિકને કારણે કે પુણ્ય સમજીને સગપણ વગેરેની પ્રવૃત્તિ કરનારાઓની દશા છેવટે એવી થઈ જાય છે કે જેવી આજકાલના વરકન્યાના દલાલની છે. આ દશામાં સ્વદારસંતિથી પિતાના વ્રતને બરાબર વળગી રહે એ બહુ કપરું કામ છે. તદુપરાંત એમાં બીજા પણ અનેક દે છે. વર કે કન્યાના પક્ષપાતને ૧૫. જુઓ પંચાશવૃત્તિ પૃ. ૧૫; ધર્મબિન્દુવૃત્તિ પૃ.૧૨૪; યોગશાસ્ત્ર પૃ. ૧૯૩ તૃતીય પ્રકાશ; સાગરધર્મામૃત પૃ. ૧૧૮ ૧૬. કૃષ્ણ અને ચેટકના વૃત્તાંત માટે જુઓ ત્રિષષ્ટિ ચરિત પર્વ ૮, સર્ગ પાંચમાથી; તથા પર્વ ૧૦, સર્ગ ૬, પૃ. ૧૨૯. Page #565 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ ] દર્શન અને ચિંતન લીધે ગમે તેવાં કજોડાં કરી દેવામાં આવે છે, જેને પરિણામે સમાજમાં બીજા અનેક સડાઓ પેસે છે. આવાં અનેક બાધક કારણોને લીધે સ્વદારસંતિષીને સારુ એ પ્રવૃત્તિ વર્ય માનવામાં આવી છે. સાગારધર્મામૃતને કર્તા પંડિત આશાધર (તેરમો સકે) અહીં એક અગત્યની વાતનો સ્ફોટ આ પ્રમાણે કરે છે. તે કહે છે કે પોતાના સમાનધર્મને સારી કન્યા આપવી એ એના ત્રણે વર્ગોને સુધારી આપવા જેવું મહાપુણ્યનું કામ છે, કારણ કે ખરું ઘર તે સ્ત્રી જ છે, પણ ભીંત કે છાપરું વગેરે૧૭ નથી (પૃ. ૨૪). પંડિત આશાધર પરવિવાહ કરણને અતિચાર રૂપે બતાવે છે અને એની વ્યાખ્યા પણ જેવી આગળ કહી છે તેવી કરે છે. આમ છતાં એ સાધમને સત્કન્યા આપવાની પ્રવૃત્તિને પુણ્યકેટીની ગણે છે. એનું કારણ એક જ હોઈ શકે કે તે સમયે લેકોએ આ અતિચારની આડમાં રહીને સ્વસંતાનોના વિવાહ જેવા ગંભીર પ્રસંગે તરફ તદ્દન બેદરકારી બતાવી હશે અને એને લીધે અનેક અનાચારે કે કુછદ વધ્યા હશે, જેને પરિણામે “અરે જૈનો પરણે તે છે, પણ પિતાનાં છોકરાં પરણાવવામાં પાપ સમજે છે આવા ઉપાલંભથી જૈન ધર્મ વગેવાય પણ હશે. આવી કોઈ સ્થિતિ ઊભી થઈ હશે, તેથી જ એ પંડિતે સાધમને સત્કન્યા આપવા ખાસ ભલામણ કરી હશે અને એ દેશકાળ પ્રમાણે ઉચિત પણ હશે. બારમા તેરમા સૈકાના આચાર્ય હેમચંદ્ર પિતાનાં છોકરાંઓનાં સગપણ કે વિવાહ વગેરેનો વ્યવસ્થિત પ્રબંધ ન કરનાર ગૃહસ્થને જૈન ધર્મનો ઉપધાતક (વિનાશક) કહ્યો૧૮ છે. એનું કારણ પણ એવી જ કોઈ સામાજિક બેદરકારી હોય એમ લાગે છે. પરંવિવાહકરણને એક બીજો પણ અર્થ છે અને તે એ કે એક સ્ત્રી હોય છતાં બીજે વિવાહ કરે. આ પ્રવૃત્તિ સ્વદારસંતિષીના શીલને વિદ્યરૂપ છે. ધારે કે હયાત સ્ત્રીથી સંતોષ ન હોય તે પણ સ્વદારસંતોષીનું એ કર્તવ્ય છે કે તેણે સહનશીલતા કેળવીને વા સ્ત્રીને અત્યંત અનુકૂળ કરીને પિતાને વ્યવહાર ચલાવો, પણ બીજી સ્ત્રી કરવાનો સંકલ્પ સરખો પણ ન કરે. એમ કરવામાં ૧૭. “સરવેન્યાં સૂતા સૂત્ત ત્રિવને પ્રથમ __ गृहं हि गृहिणीमाहुन कुड्यकटसंहतिम् ॥' –સાગારધર્મામૃત, પૃ. ૫૪ ૧૮ જુઓ ઉપર ટિપ્પણ ૧૫. . ૫૯ . Page #566 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [પ૩૧ જ સ્વદારસંતોષવ્રતનું યથાર્થ પાલન છે. આ બીજો અર્થ આચાર્ય હરિભદ્રના પંચાશકની વૃત્તિમાં અન્ય મત તરીકે અને સાગારધર્મામૃતની ટીકામાં બીજા અર્થ તરીકે પણ આપે છે. આ બીજા અર્થને ઉભાવક ગમે તે હોય, પણ તે આજની પરિસ્થિતિમાં તે ખાસ ગ્રાહ્ય છે અને એ અર્થની દૃષ્ટિએ આ અતિચારનું વર્જન સર્વથા આવશ્યક છે, ઉપર કહેલા પાંચ અતિચારો દ્વારા ગૃહસ્થોના શીલન વ્યવહારથી– સ્થૂળદૃષ્ટિથી–આંશિક ભંગ થાય છે, પણ જે શીલને પ્રાણસમું સમજે છે તેનાથી તે તેને આંશિક ભંગ પણ કેમ સહી શકાય ? ખરી રીતે તે તે દરેક અતિચારને શીલનો ધ્વંસક જ સમજવો જોઈએ. અતિચારનું જ સ્વરૂપ બતાવ્યું છે તે સ્વદારસંતાપી પુચ્છને અંગે જ છે. પતિવ્રતા સ્ત્રી માટે પણ અતિચારે તો તે જ છે, માત્ર તેને લગતા પહેલા અને બીજા અતિચારની વ્યાખ્યામાં ખાસ ફેર છે, જે આ પ્રમાણે છે: પતિવ્રતા સ્ત્રી પિતાના સ્વીકૃત પતિ સિવાય બીજા કોઈને પતિ સમજવાની કલ્પના સરખી પણ ન કરી શકે...એણે જેવો પતિ મળે તે દેવરૂપ સમજ.” એવા એકાંતિક નિયંત્રણને લીધે એને માટેના ઈવરહિગ્રહીતાગમનની વ્યાખ્યા જુદી કરવામાં આવી છે, જેમકે કોઈ ગૃહસ્થને બે સ્ત્રીઓ હોય અને એમને પિતાના પતિનો પ્રસંગ વારાફરતી કરવાનો હોય, છતાં તે વધુ સમય સુધી પતિનો પ્રસંગ કરવાનો પ્રયત્ન કરે છે તેને માટે ઈવર પરિ. ગૃહીતાગમનને અતિચાર છે. કેઈ પણ સ્ત્રીને ભૂલથાપથી ગમે તે પ્રકારના પરપુરુષને પ્રસંગ થઈ જાય એ તેને સારુ અપરિગ્રહીતાગમનનો અતિચાર છે. પછીના ત્રણે અતિચારો સ્ત્રી અને પુરુષે એકસરખી રીતે સમજવાના છે. આ બે અતિચારોની જુદી વ્યાખ્યાને લીધે આ વિષયમાં પુરુષને જેટલે નિરંકુશ રહેવા દેવામાં આવ્યો છે તેટલી જ સ્ત્રીને અંકુશમાં રાખવામાં આવી છે, એ હકીકત તરત સમજાઈ જાય છે. સ્વદારસંતિષી પુરુષ વેશ્યાગમન કરે ત્યાં કોઈ એવો બીજી જાતનો પ્રસંગ રાખે તે તેના સ્વદારસંતોષવ્રતનો સર્વથા ભંગ નથી મનાતે, માત્ર તેને અતિચાર જ લાગે છે એમ ધર્મશાસ્ત્ર કહે છે અને સમાજ તો દેશાચાર કે રૂઢિને નામે એનો બચાવ પણ કરી લે છે, ત્યારે પતિવ્રતા સ્ત્રીને પરપુરુષ સાથે બીજું તે કાંઈ નહિ પણ માત્ર હાસ્યને–નિર્દોષ હાસ્યને પ્રસંગ આવી જાય છે તેમાં તેના પતિવ્રત્યને શકિત માનવામાં આવે છે. એટલું જ નહિ, Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ ] દર્શન અને ચિંતના પણ એવી નિર્દોષ સ્ત્રી૧૯ કુલટાકાટીની મનાઈ હેાય એવા અનેક દાખલા ધ શાસ્ત્રોમાં આજ પણ ઉપલબ્ધ છે. આપણા દેશમાં સ્ત્રીપુરુષના અધિકારનું વૈષમ્ય આચાર અને વિચારમાં ઘણા કાળથી ચાલ્યું આવે છે; એને પડઘો ધર્માંવિધાનના ક્ષેત્રમાં પણ પડે એ સ્વાભાવિક જ છે. આ જાતના પુરુષપ્રાધાન્યવાદની અસર સ્વદારસંતાષત્રત ઉપર એક બીજી પણ થયેલી છે, જેને વૃત્તાંત આ પ્રમાણે છે. ઉપાસકદશાંગસૂત્રમાં શ્રાવકાનાં —ગૃહસ્થાનાં ત્રતા અને તેમના અતિચારાના ઉલ્લેખ છે. તેમાં ચેાથા અણુવ્રત તરીકે સ્વદારસ'તેાષને અને તેના પાંચ અતિચારાને જણાવેલા છે. પણ પછીના વ્યાખ્યાકારા શરૂઆતના પહેલા એ અતિચારેાને વિભાગ ખીજી રીતે બતાવે છે. તેઓ કહે છે કે જે પુરુષ સ્વદારસંતોષી છે તેને જ પહેલા બે અતિચાર સંભવી શકે છે અને જે પુરુષ માત્ર પદારવક છે તેને માટે તો એ મે અતિચાર રૂપ જ નથી. સ્વદારસતાષના આગળ જણાવેલા પોંચસાક્ષીએ પરણેલી સ્ત્રી સિવાયની બધી સ્ત્રીઓને ત્યાગવાના વિશાળ અર્થ જ ચાલુ રહ્યો હાત તે અતિચારાના આ વિભાગને જરા પણ સ્થાન ન મળત. ટીકાકારો કહે છે કે સ્વદારસ તેષને પાળનારા પુરુષો સમાજમાં એ પ્રકારના મળે છે: એક તે એવા કે જેઓ માત્ર પરદારવક છે અને ખીજા માત્ર સ્વદારસંતોષી છે. પરદારવ ક એટલે જે માત્ર પારકી સ્ત્રીઓને—ખીજાએ પંચસાક્ષીએ સ્વીકારેલી સ્ત્રીઓને જ વર્ષે છે, નહિ કે વેશ્યાને તથા જેમને લોકેા પરસ્ત્રી તરીકે નથી માનતા એવી સ્ત્રીઓને. આવા પરદારત્યાગીની મર્યાદામાં વેશ્યા વગેરેને નિષેધ નથી જ આવતા. એવા પુરુષ વૈશ્યાદિગમન કરે તેપણ તેનું વ્રત અખંડિત રહે છે, અંશે પણ દૂષિત થતું નથી. એનું કારણ એ છે કે લોકેા વેશ્યા વગેરેને પરદારા નથી જ માનતા. આમ છે માટે પરદારત્યાગીને પહેલા એ અતિચારો. અતિચાર રૂપે નથી જ ધટતા. હવે જે પુરુષ સ્વદારસતાષી છે, જેના વ્રતની મર્યાદા પાતાની સ્ત્રીથી આગળ જતી જ નથી, જેને પેાતાની સ્ત્રીમાં જ સાષ માનવાનું વ્રત છે તેને કદાચ વેસ્પાદિકને પોતાની સ્ત્રી તરીકે મનાવી પ્રસંગ કરવાની છૂટ ઊભી થાય તેથી જ એને સારુ તે છૂટ તદ્દન નિષિદ્ધ છે. છતાંય કદાચ તે એવી છૂટ લે તોપણ તેના વ્રતને સર્વથા ભગત મનાત નથી, માત્ર આંશિક દૂષણુ મનાય છે. ઉપર્યુક્ત અતિચારવિભાગની કલ્પનાથી આપણે કળી શકીએ છીએ કે ૧૯. કલાવતી અને સુભદ્રાના ધૃત્તાંત માટે જીએ ભરતમાહુબલિની વૃત્તિ, Page #568 -------------------------------------------------------------------------- ________________ જે દષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર [ ૫૩૩ સ્વદારસંતોષને અર્થ એ વ્યાખ્યાકારેના જમાનામાં કાંઈક સંકીર્ણ થયેલ જણાય છે. એથી જ વ્યાખ્યાકારોએ પુરુષની પ્રચલિત સ્થિતિને લક્ષ્યમાં રાખીને સ્વદારસંતોષના પરદારત્યાગ અને સ્વદારસંતોષ એવા બે વિભાગ કર્યા છે, અને તે તે અતિચારોનો વિભાગ ઉપર્યુકત રીતે ઘટાડે છે. જ્યારે સમાજમાં એવા પુરુષોનું બાહુલ્ય હોય કે જેઓ માત્ર પરદારને ત્યાગ કરી શકે છે નહિ કે વેશ્યાદિને, વળી દેશાચાર કે સામાજિક રૂઢિ પણ એવાં બંધારણને ટેકો આપતાં હોય, ત્યારે માત્ર તેઓને લક્ષ્યમાં રાખીને ધર્મશાસ્ત્ર પણ પિતાનાં વિધાનોની પુનર્ભવસ્થા પુરુષાનુકૂળ કરે છે. એ રીતે સ્ત્રી સમાજને લક્ષ્યમાં રાખીને ભારતના એક પણ શાસ્ત્રમાં એક પણ પુનર્ઘટના થઈ હોય એનું હજુ સુધી તે કઈ ઇતિહાસકારે નોંધેલું વાંચ્યું કે સાંભળ્યું નથી. ૭. બ્રહ્મચર્યની નિરપવાદતા અહિંસા, સત્ય, અસ્તેય વગેરે મહાબતે સાપવાદ છે. પરંતુ માત્ર એક બ્રહ્મચર્ય જ નિરપવાદ છે. અહિંસા વ્રત સાપવાદ છે એટલે સર્વ પ્રકારે અહિંસાનો પાલક કોઈ ખાસ વિશિષ્ટ લાભના ઉદ્દેશથી હિંસાની પ્રવૃત્તિમાં ઊતરે છતાં તેના વ્રતને ભંગ નથી મનાતો. કેટલાક તે પ્રસંગે જ એવા છે કે જેને લઈને એ અહિંસક હિંસા ન જ કરે યા હિંસામાં પ્રવૃત્ત ન જ થાય છે તેને વિરાધક પણ માને છે. ૨૦ વિરાધક એટલે જૈન આજ્ઞાને લેપક. આવી જ સ્થિતિ સત્યવ્રત અને અસ્તેયાદિ વ્રતમાં પણ ઘટાવવાની છે, પણ બ્રહ્મચર્યમાં તો આ એક પણ અપવાદ નથી. જેણે જે જાતનું બ્રહ્મચર્ય સ્વીકાર્યું હોય તેણે વિના અપવાદે તેવું ને તેવું જ આચરવાનું છે. બીજાના આધ્યાત્મિક હિતની દષ્ટિ લક્ષ્યમાં રાખીને અહિંસાદિન २०. 'आयरियस्स विणासे गच्छे अहवा कुलगणे संघे । पचिदियवोरम पि काऊं नित्थारणं कुज्जा ॥ . एवं तु करेंतेग अव्वुच्छित्ती कया उ तित्थम्मि । जावि सरीरवाओ तह विय आराहओ सो उ ।। यस्तु समथों ऽपि आगाढेऽपि प्रयोजने न प्रगल्भते स विराधकः । -ગીત#ત્તિઃ – તિસ્ત્રાવ છુ. રૂપ-રે ૬. આ ઉતારામાં અમુક અમુક પ્રસંગે હિંસાદિ નહિ કરનારાઓને વિરાધક કહેલા છે. Page #569 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] દર્શન અને ચિંતન અપવાદ કરનારા તટસ્થ યા વીતરાગ રહી શકે છે, બ્રહ્મચર્યના અપવાદમાં એવા સભવ જ નથી; એનેા પ્રસંગ તે રાગ, મેહ કે દ્વેષને જ અધીન છે. વળી એવા કામાચારના પ્રસંગ કાઇના આધ્યાત્મિક હિતને માટે પણ સંભવી નથી શકતા. આવા જ કારણથી બ્રહ્મચર્યના પાલનનુ નિરપવાદ વિધાન કરવામાં આવ્યું છે અને એ માટે દરેક જાતના ઉપાય! પણ બતાવવામાં આવ્યા છે. બ્રહ્મચર્ય'ના ભંગ કરનારાને પ્રાયશ્ચિત્ત તેા આકરાં છે, તેમાં પણ જે જેટલે ઊંચે દરજ્જેથી બ્રહ્મચર્યની વિરાધના કરે છે તેને તેના દરજ્જા પ્રમાણે તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ પ્રાયશ્ચિત્ત કહેલાં છે. જેમકે, કાઈ સાધારણ ક્ષુલ્લક સાધુ અજ્ઞાન અને મેહને વશ થઈ બ્રહ્મચર્યની વિરાધના કરે તો તેનું પ્રાયશ્ચિત્ત એના ક્ષુલ્લક અધિકાર પ્રમાણે ચાજેલું છે. અને કૈાઈ ગીતા ( સિદ્ધાંતને પારગામી અને સમાન્ય) આચાય આવી ભૂલ કરે તો તેનું પ્રાયશ્ચિત્ત પહેલા ક્ષુલ્લક સાધુ કરતાં અનેકગણું વધારે કહેલું છે. લાકામાં પણ આ જ ન્યાય પ્રચલિત છે. કાઈ તદ્દન સામાન્ય માણસ આવી ભૂલ કરે તેા સમાજ એ વિશે લગભગ બેદરકાર જેવા રહે છે, પણ કાઈ કુલીન અને આદર્શ કાટીને માણસ આ પ્રસંગને અંગે સાધારણ પણ ભૂલ કરે તે કદાપિ સમાજ તેને સાંખી લેતા નથી. બ્રહ્મચર્ય ભંગ વિશેના પ્રાયશ્ચિત્તનું વન આપીએ તે પહેલાં કામસ’સ્કારાને અંકુશમાં લાવવાને લગતી વિશેષ હકીકત ટૂંકમાં જણાવી દઈ એ. કાઈ બ્રહ્મચારી બ્રહ્મચય તે પાળતા હોય, તે માટે ઉદ્યમશીલ પણ હાય, છતાં એણે ઊભા થતા પ્રબળતમ કામસંસ્કારને અંકુશમાં કેમ લાવવેા ? એ પ્રશ્નના નિકાલ લાવવા તે ગ્રંથકારો આ પ્રમાણે કહે છે : એવા પરવશ બનેલા બ્રહ્મચારી એ પ્રકારના હાય છેઃ એક તા ગુરુ કે વડીલાના આજ્ઞાધારી અને બીજા સર્વથા સ્વચ્છંદી, જે આજ્ઞાધારી છે તેઓને માટે જ આ નીચેની યોજના છે. આજ્ઞાધારી બ્રહ્મચારી ગુરુની કે વડીલનો સમક્ષ પેાતાની વિદ્વળ સ્થિતિને પ્રકાશિત કરે. પછી ગુરુ એને ઘણા લાંખા સમય સુધી નિર્વિકાર ભાજન ઉપર રાખે. નિર્વિકાર ભાજન એટલે જેમાં ઘી, દૂધ, માખણ, દહીં, ગાળ, મધ, તેલ, ખટાશ, મરચાં વગેરે મસાલાદાર ઉદ્દીપક પદાર્થી લેશ પણ્ ન આવતા હોય. વળી તળેલા એક પણ પદાર્થ તેમાં ન હોય, માંસ અને મદ્ય તા એને વર્જ્ય જ હાય. લાંબા સમય સુધી આવી ચર્યાં રાખ્યા પછી એની વિલતા ન મટે તે એવું જ ભાજન તેને પ્રમાણમાં આછું આછું આપવું; અર્થાત્ શરીરના નિર્વાહને બાધ ન આવે એવી રીતે એને રાજ થાડા ઘેાડા ભૂખ્યા રાખવા. આ પછી પણ Page #570 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ પ૩૫ કાંઈ ફેરફાર ન જણાય છે તેને લાંબા ઉપવાસ કરાવવા. ઉપવાસોથી પણ એ ઠેકાણે ન પડે તે એની પાસેથી સેવા વગેરેનું ખૂબ મહેનતી કામ લેવું. પછી તેને મહિનાના મહિના સુધી ઊભો જ રહેવાની ભલામણ કરવી. પછી કઈ સુશીલ સાથી આપીને તેને લાંબા લાંબા વિહાર (પ) કરાવવા. પત્થના થાકથી પણ એ ન શમે તો જે એ શાસ્ત્રાભ્યાસનો રસિક હોય તો તેને શાસ્ત્રો કંઠસ્થ કરાવવા તથા તેના અર્થો પણ યાદ રખાવવા. આ સ્વાધ્યાયની પ્રવૃત્તિ રાતદિવસ ચલાવવી અને તે પણ લાંબા સમય સુધી. આ બધા ત્યાગપ્રધાન ઉપાયે અનવરત ચાલુ રાખવાના છે એ યાદ રાખવું જોઈએ. મનુષ્ય, આશ્રમની વ્યવસ્થામાં યથાક્રમ પસાર થઈ પછી સંન્યાસમાં આવતો હોત આવી યોજનાનો ઉદ્ગમ ભાગ્યે જ થાત, અથવા સંન્યાસની પ્રતિજ્ઞા અમુક મુદત સુધીની હોત તો પણ આવા બંધારણની જરૂર ભાગે જ રહેત. આ ઉપરાંત બ્રહ્મચારિણીઓના આ પ્રસંગને લગતા પ્રાયશ્ચિત્તના પ્રકારે, તેને પ્રાયશ્ચિત્ત આપનારાઓની ગ્યતા અને આ જાતના ગંભીર પ્રસંગે તરફ ગુરુ ઉપેક્ષા રાખે તો તે પણ કેવા મહાપ્રાયશ્ચિત્તનો ભાગી થાય છે, વગેરે વગેરે અનેક વિચારણાઓ તે ગ્રંથમાં સેંધાયેલી છે. ૨૧ બ્રહ્મચર્યભંગ કરનારા ભિક્ષુઓ માટે પ્રાયશ્ચિત્તનું વિધાન આ પ્રમાણે છે : ૧. બ્રહ્મચર્યના ભંગને લગતું દુઃસ્વપ્ન આવે તો ૧૦૮ શ્વાસપ્રશ્વાસ સુધી મૌન રહી ધ્યાન કરવું. ૨. જાહેર રીતે કોઈ સાધ્વી સ્ત્રીના શીલને તેડવાના ઈરાદાથી બ્રહ્મચર્યનું ખંડન કરે તે એના દીક્ષા પર્યાયને સર્વથા છેદ કરે. (દીક્ષા પર્યાયને છેદ કરે એટલે કોઈને દીક્ષા લીધે ૨૦ વર્ષ થયાં હોય અને તે જ આ ગુને કરે તે તેનાં ૨૦ વર્ષમાંથી ૧૫ વર્ષ કાપી નાખવાં અને તેને પાંચ વર્ષથી જ દીક્ષિત થયે જાહેર કરે, એટલે કે તેને સંધમાં વડીલ કે વૃદ્ધ ગણાતો અટકાવવો.) ૩. ગર્ભપાત કે ગર્ભાધાનાદિ કરે તો પણ દીક્ષા પર્યાયને સર્વથા છેદ કરો. ૪. સૃષ્ટિવિરુદ્ધ અને મુખ દ્વારા મૈથુન કરનારના પણ દીક્ષા પર્યાયને સર્વથા છેદ કરે. ૨૧. સટીક વ્યવહારસૂત્ર ભાષ્ય, તૃતીય ઉદ્દેશક, પ, પર થી. Page #571 -------------------------------------------------------------------------- ________________ પ૩૬ ]. દર્શન અને ચિંતન જે ઉપર જણાવેલે અપરાધી આચાર્ય, ઉપાધ્યાય વગેરેની પદવી ધરાવતે હોય અને તેણે ઉપર્યુક્ત ૨-૩-૪ કલમમાં લખેલા અપરાધ કર્યા હોય તે તેને યથાયોગ્ય અનવસ્થાપ્ય અને પારાંચિત પ્રાયશ્ચિત્ત આપવાં. [અવસ્થા એટલે દીક્ષા પર્યાયનો છેદ કરીને પાછો દીક્ષાનો આરોપ ત્યારે જ કરવામાં આવે કે જ્યારે તેણે અમુક આપેલ પ્રાયશ્ચિત્ત પૂરું કરેલું હોય. સામાન્ય સાધુઓને તે દીક્ષા પર્યાયને છેદ કરીને તરત જ દીક્ષા આપવામાં આવે છે, જ્યારે આ જોખમદાર વ્યક્તિઓ માટે વિશિષ્ટ પ્રાયશ્ચિત્ત છે. પારાંચિત એ અનવસ્થાપ્યના જેવું છે. માત્ર ફેર એ છે કે દીક્ષા પર્યાયન છેદ કર્યા પછી જે પ્રાયશ્ચિત પૂરું કરવાનું હોય છે તે જે દેશમાં પિતાની અપકીર્તિ આદિ થયેલ હોય તે દેશાદિને છોડીને અને સાધુવેશ મૂકીને કરવાનું હોય છે. ] સામાન્ય ભિક્ષુ, આચાર્ય, ઉપાધ્યાયાદિ પિતાના ભિક્ષત્રનો કે પદનો ત્યાગ કર્યા સિવાય બ્રહ્મચર્યને ભંગ કરે તે તેમને જીવતાં સુધી આચાર્યાદિની પદવી ફરી આપી શકાય નહિ તેમ તેઓ લઈ શકે પણ નહિ. જો એ આચાર્ય વગેરે પિતાની પદવીને ભાર અન્યને સેંપી દે અને ગ૭થી છૂટા થઈને ભંગ કરે અને તે પછી તે સુધરી જાય એમ ચેકસ લાગે તો પણ ત્રણ વર્ષ સુધી તે તેઓને તે પદવી આપી શકાય નહિ જ. ચોથે વર્ષે આપી શકાય અને તેઓ તે વખતે લઈ પણ શકે. – તકલ્પ અને તેની ચૂર્ણિને આધારે. ૮. બ્રહ્મચર્યમાં એક ખાસ દષ્ટિ બ્રહ્મચર્ય પાળવામાં અહિંસાની પણ એક ખાસ દષ્ટિ છે. કામાચારને સેવતાં બીજા અનર્થો તો છે જ, ઉપરાંત અનેક જીવને ઘાત પણ થાય છે. કામાચારને સેવતા મનુષ્યને કેવા પ્રકારને અસંયમ લાગે ?' એવો પ્રશ્ન શ્રી ગૌતમે ભગવાન મહાવીરને કર્યો. એના ઉત્તરમાં ભગવાન મહાવીરે ભગવતીસૂત્ર (શતક ૨, ઉદ્દેશક ૫, પ્રશ્નોત્તર અંક ૩૩ )માં જણાવ્યું કે કોઈ મનુષ્ય રૂથી ભરેલી નળીમાં તપેલે સળિયો નાખે તે રૂનો નાશ થઈ જાય છે તેમ કામાચારસેવી મનુષ્ય સ્ત્રી નિગત જતુઓનો નાશ કરે છે. તે જતુઓ પણ આપણી પેઠે પંચેન્દ્રિય છે અને તેમની સંખ્યા નવ લાખ છે. એ ઉપરાંત એ આની સાથે રહેલા સમ્મઈિમ ની તે કાંઈ સંખ્યા જ નથી. વાસ્યાયન કામસૂત્રને ટીકાકાર જયમંગળ પણ નીચેના ગ્લૅક દ્વારા એ ઉત્પત્તિને ઉલ્લેખ કરે છેઃ Page #572 -------------------------------------------------------------------------- ________________ જેની દષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર [ ૫૩૭ ના ઝૂમઃ સૂક્ષ્મ ઋતુમ સ્થાપ્રશm: स्मरसद्मनि कण्डुतिं जनयन्ति तथाऽबलाम् ।। –અધ્યાય ૧, અધિકાર ૨, પૃ. ૭૭-૭૮ અર્થાત સ્મરસન્દ્ર–નિ–માં જે કંપ્નતિ ચળ આવે છે તે તેમાં રહેલા રક્તજન્ય સૂક્ષ્મ કૃમિઓને લીધે. કવિ કે કોક પિતાના રતિરહસ્યમાં (પરિ. ૩, . ૮, પૃ. ૨૩) પણ આ જ વાતને આ જ શબ્દોમાં મૂકે છે: योनियन्त्रसमुत्पन्नाः सुसूक्ष्मा जन्तुराशयः । पीडयमाना विपद्यन्ते यत्र तन्मथुनं त्यजेत् ॥ –યોગશાસ્ત્ર પ્રકાશ ૨, શ્લે. ૭૯, પૃ. ૧૨૧ એમ કહી આચાર્ય હેમચન્દ્ર કામાચારમાં થતા જીવવધને ત્યાગ કરવા કામાચારના વર્જનને ઉપદેશ કરે છે અને સાથે વાત્રયાયનને ઉપર્યુક્ત પુરાવો પણ ટકે છે. વર્તમાન વિજ્ઞાને કરેલું આ ઉત્પત્તિનું સમર્થન તે જાણીતું છે. એમ બ્રહ્મચર્ય પાળવામાં જેમ બીજી અનેક દૃષ્ટિએ છે તેમ આ અહિંસાની પણ એક દૃષ્ટિ છે અને ખાસ કરીને જેનોપદેશક બ્રહ્મચર્યને ઉપદેશ દેતાં તેને પણ ઉપયોગ કરે છે. ૯. બ્રહ્મચર્યમાં સાવધ રાખવા માટે ઉપદેશૌલી આવા ઉપદેશમાં મોટે ભાગે સ્ત્રી જાતિની નિંદા દ્વારા તે પ્રતિ ધૃણા ઉપજાવી વિષય તરફનો વૈરાગ્ય ટકાવવાની હકીકતો આવે છે. આ જાતની શેલી ૨૨ સૂત્રકાળથી તે આજ સુધીના સાહિત્યમાં એકસરખી ચાલી આવે છે. સૂત્રોમાં કહેવું છે કે સ્ત્રી જાતિ બહુ માયાવાળી છે. એનું મન ક્યાંય હોય છે, વચન બીજે હોય છે અને પ્રવૃત્તિ વળી ત્રીજે હોય છે. જેમ વૈતરણી નદી દુસ્તર છે તેમ સ્ત્રીઓ પણ દુસ્તર છે. સ્ત્રીઓ ખૂબ હાવભાવ કરીને પુરુષોને લલચાવે છે. માટે બ્રહ્મચારી પુરુષ ચેતતે હેય, છતાં કદાચ તેનું મન બહાર ચાલ્યું જાય તે તેણે એમ વિચારવું કે જેની તરફ મારું મન જાય છે તે મારી નથી, હું પણ તેને નથી. એમ સંસારને અસ્થિર સંબંધ વિચારી તેણે તરફના રાગને દૂર કરવા પ્રયત્નશીલ રહેવું, આતાપના લેવી (સૂર્યના તડકામાં ધ્યાન કરવું), સુકુમારતાનો ત્યાગ કરે, શબ્દાદિ વિષને ત્યજી દેવા અને કામનાં પરિણમે વિચારી રાગ અને દ્વેષને છેદ કરવા તત્પર રહેવું. ૨૨. આ જાતની શૈલી વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં પણ ઉપલબ્ધ છે. Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ ] દર્શન અને ચિંતન ગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્ર કહે છે કે સ્ત્રીઓ સ્વભાવે જ ઠગ, ક્રૂર, ચંચળ અને કુશીલ હોય છે. તેઓ તે એવી દુષ્ટ હોય છે કે સ્વાર્થ માટે પિતાના પતિને, પુત્રને, પતાને કે ભાઈને પણ ખાડામાં નાખતાં પાછું વળી ન જુએ. ટૂંકામાં સ્ત્રીઓ સંસારનું બીજ છે, નરકમાર્ગની દીવીઓ છે, શોકનું મૂળ છે અને દુઃખની ખાણ છે. માટે બ્રહ્મચારી પુરુષે તેમનાથી સદા ચેતતા, રહેવું. આવી શૈલી ઉપરાંત એક બીજી શૈલી પણ છે. તેમાં ભય અને લાલચો દ્વારા બ્રહ્મચારીને સાવધ થવાની સૂચના છે. જેમકે, બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રી પિતાના વ્રતમાં સાવધ ન રહે તો તેને જન્મ જન્મ નપુંસક થવું પડશે કે રંડાવું પડશે, નરકમાં તપેલા લેઢાની પૂતળીને ભેટવું પડશે, આ લેકમાં એની પ્રતિષ્ઠા જશે, નિર્ધનતા આવશે, ભગંદર વગેરે રોગો થશે વગેરે વગેરે. જે પિતાના વ્રતને બરાબર પાળે છે તેને અગ્નિ પાણુ સમાન છે. સાપ ફૂલની માળા સમાન છે, વાઘ તો તેની પાસે હરણિયું બની જાય છે, વિMો ઉત્સવરૂપે થઈ જાય છે, તેના સાધેલા મંત્ર ફળે છે, જગતમાં જશ વધે છે, તેને દેવો સહાય કરે છે, નવે નિધાન સાંપડે છે, ચક્રવતી પણું મળે છે અને યથેષ્ટ કામભોગે પણ પ્રાપ્ત થાય છે, માટે બ્રહ્મચારીએ પિતાના વ્રતને બરાબર સાચવવું. આ રીતે બ્રહ્મચર્યમાં સાવધ રહેવા માટે એક તે સ્ત્રી જાતિના અત્યંત અપકર્ષની વાત કરી તેના તરફ ઘણા પેદા કરવાની અને બીજી ભય અને લાલચ બતાવવાની ઉપદેશશેલી પહેલેથી ચાલી આવે છે. આ સિવાય બીજી કોઈ શૈલી શાસ્ત્રમાં કે વ્યવહારમાં ચાલુ હોય એમ જણાતું નથી. ૧૦. વૈવાહિકમર્યાદા જૈન ધર્મ વિધાન કરે તે બ્રહ્મચર્યનું જ કરે. એથી વિવાહ કેમ કરે કેવા પાત્રની સાથે કરે, કેટલી વયે કરવો વગેરે પ્રશ્નોનો નિકાલ જૈનોના પ્રાચીન સાહિત્યમાં નથી દેખાતો, તેમ જ સંતાનોત્પત્તિની આવશ્યકતા વિશે પણ એ શાસ્ત્ર તદ્દન ઉદાસીન છે. ત્યારે વૈદિક સ્મૃતિઓ, કે જેમાં ગૃહસ્થાશ્રમની પદ્ધતિને ખાસ આવશ્યક માનવામાં આવી છે, તેમાં વિવાહને લગતા અનેક જાતના પ્રશ્નોને નિકાલ અને સંતાનોત્પત્તિની આવશ્યકતા વિશેનો ખાસ મત નેંધાયેલ છે. સ્મૃતિઓની પેઠે જૈન શાસ્ત્રોમાં કોઈ જાતનાં વૈવાહિક વિધાનો નથી, પરંતુ તેમાં સ્ત્રીપુરુષનાં જે જે વર્ણને આવેલાં છે તે દ્વારા તે સમયની વિવાહવિષ્યક મર્યાદા વિશે જરૂર પ્રકાશ પડે એમ છે. Page #574 -------------------------------------------------------------------------- ________________ જૈન રાષ્ટએ બ્રહ્મચર્યવિચાર [ પ૩૯ ભગવાન ઋષભદેવના સમયમાં દરેક સ્ત્રીને પેટે પુત્રપુત્રીનું યુગલ જ જન્મતું અને વય પ્રાપ્ત થતાં તે જ યુગલ પરસ્પર સ્નેહગ્રંથિથી જોડાતું. આજની ભાષામાં કહીએ તે તે જમાનામાં સહોદર ભાઈબહેનનું લગ્ન થતું. શારીરિક, પ્રજાકીય કે બીજા કેઈ કારણને લીધે ઋષભદેવજીએ પોતે એ પદ્ધતિ બદલી અને તે જાતના યુગલવિવાહનો નિષેધ કર્યો. ત્યાર પછી આજ સુધીમાં સહોદર ભાઈબહેનનું સામાજિક રીતે લગ્ન થયેલું જણાતું નથી, પણ ક્ષત્રિયાદિમાં મામા ફઈ વગેરેનાં ભાઈબહેને સામાજિક રીતે આજ પણ વરે છે. એ પ્રાચીન સહદરવિવાહને અવશેષ હોય એમ કદાચ માની શકાય, વૈદિક સ્મૃતિઓમાં “મઝા મ ી ” જેવાં અનેક વચનો મળે છે અને એ વચન ઉપર જ બાળવિવાહના સમર્થન મંડાણ છે, ત્યારે સ્મૃતિઓથી પણુ પુરાણા જૈન કથાસાહિત્યમાં એક પણ પાત્રનું લગ્ન એ રીતે વર્ણવેલું નથી મળતું. એમાં તે જે જે પાત્રોના વિવાહની હકીક્ત મળે છે તેમાં યૌવનપ્રાપ્ત અને લાવણ્ય, રૂપ તથા ગુણેમાં સરખેસરખી જેડીઓની જ નોંધ મળે છે. જ્યારે કોઈ કન્યા કે વરના વિવાહનો પ્રસંગ વર્ણવવાને હોય છે ત્યારે એ વિશે આગમમાં આ રીતે લખેલું હોય છે. કન્યાનાં માતાપિતા પિતાની કન્યાને યુવતિ થયેલી જાણે, બાલભાવથી સર્વથા મુક્ત થયેલી સમજે, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થયેલી જુએ તથા ભોગમાં સમર્થ થયેલી માને ત્યારે એને એને બરાબર એગ્ય એવા ભર્તી સાથે ઉચિત શુલ્ક અને ઉચિત વિનયપૂર્વક વિવાહ કરવાનું ઠરાવે છે. પુત્રનાં માતાપિતા પોતાના પુત્રને યુવાન થયેલે જાણે, બાલભાવથી સર્વથા મુક્ત થયેલે સમજે, ભેગસમર્થ થયેલ જુએ, બોતેર કળામાં નિપુણ અને પરિપક્વ જ્ઞાનવાળે થયેલ માને ત્યારે તેને તેને બરાબર ગ્ય એવી કન્યા સાથે વિવાહ કરવાનો વિચાર કરે છે. આવાં અનેક વર્ણનો ભગવતી, જ્ઞાતા, વિપાક વગેરે અનેક સૂત્રમાં ઉપલબ્ધ છે.૨૩ આ ઉપરથી એમ ચોક્કસ માની શકાય છે કે એ જમાનામાં બાળવિવાહ કે વૃદ્ધવિવાહનું તે નામ જ ન હતું. હવે સૂત્રસાહિત્યના ટીકાકારોએ પણ આ વિશે જે જે કરેલી છે તે પણ જોઈએ. આગના ટીકાકાર અભયદેવસૂરિ (અગિયારમો સકે) સ્થાનાંગસૂત્રની ટીકામાં૨૪, લખે છે કે વીશ વર્ષને વર અને સેળ વર્ષની કન્યા વિવાહ થાય તે જ પ્રજા પરાક્રમી, નરેગી, દીર્ધાયુ અને બુદ્ધિશાળી થઈ શકે છે. એથી ઓછે વર્ષે ૨૩. જ્ઞાતાસૂત્ર અધ્યયન ૧, ૫, ૮ ૧૪, ૧૬; ભગવતીસૂત્ર શતક ૧૧, ઉદ્દેશક ૧૧; શતક ૧૫; વિપાકસૂત્ર કૃ૦ ૨, અ. ૧ તથા ઉવવાઈએસૂત્રઃ દર પ્રતિજ્ઞાને અધિકાર Page #575 -------------------------------------------------------------------------- ________________ પ૪૦ ] દર્શન અને ચિંતન વિવાહિત થનારી જોડીઓની પ્રજા નિર્બળ, રેગી, જડ અને અલ્પજીવી થાય છે. પ્રવચનસારોદ્ધારના કર્તા શ્રી નેમિચંદ્ર ૨૫ કહેલું છે કે વિવાહિત થનાર વરનું વય પચીસ વર્ષનું અને કન્યાનું વય સોળ વર્ષનું હોવું જોઈએ. જે એમ હોય તો જ પ્રજા બળવાન, વીર્યવાન, આરોગ્યવાન અને બુદ્ધિમાન થઈ શકે છે. મૂળ આગમાં વિવાહમર્યાદા વિશે સ્વતંત્ર વિચાર કશો જ નથી, છતાં બ્રાહ્મણધર્મની પ્રબળ અસરથી પ્રેરાયેલા દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનના બને સંપ્રદાયના આચાર્યોએ જૈન દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને વિવાહમર્યાદા વિશે ઘણું ઘણું લખી નાખ્યું છે. વરકન્યાની પરીક્ષા, વિવાહને વિધિ, એને અંગે નારી પરીક્ષા, પુરુષપરીક્ષા વગેરે કામસૂત્રોનાં જેવાં પ્રકરણે પણ લખી નાખ્યાં છે. તેમાં કેટલીક બીભત્સ વાત પણ આવેલી છે. - હવે વિધવાવિવાહ વિશેની આ લોકેની દૃષ્ટિને આપણે જાણી લઈએ. વિધવાવિવાહ નિંદનીય છે કે પ્રશંસનીય એવું તે ક્યાંય આવતું જ નથી; પણ બેત્રણ પ્રામાણિક કથાઓમાં વિધવાવિવાહને પ્રસંગ આવેલું છે, છતાં તે તરફ ઘુણા તે નથી બતાવવામાં આવી. પહેલે પ્રસંગ ભગવાન ઋષભ૨૪-૨૫. ફૂfોકશા સ્ત્રી પૂffોન અT I शुद्ध गर्भाशये मार्गे रक्ते शुक्रेऽनिले हृदि ॥ वीर्यवन्त सुतं सूते ततो न्यूनान्दयोः पुनः । रोग्यल्पायुरधन्यो वा गभों भवति नैव वा ॥ --સ્થાનાંગસૂત્ર ટકા પ મું સ્થાન, ઉ. ૨, પૃ. ૩૧૩. ૨૬, જુઓ વિવેકવિલાસ તથા વૈવણિકાચાર. નૈવણિકાચારમાં સ્ત્રીસમાગમ માટે અને સ્ત્રીયોનિના પૂજન માટે પણ વિધિ બતાવ્યો છે કે તે આ છે : 'भुक्तवानुपविष्टस्तु शय्यायामभिसम्मुखः । संस्भृत्य परमात्मानं पन्या जंधे प्रसारयेत् ॥ अलोमशां च सदुचामनार्दा सुमनोहराम् । योनि स्पृष्टा जपेन्मत्र पवित्र पुत्रदायकम् ।। ॐ ही क्ली ब्लं योनिस्थे देवते मम सत्पुत्र जनयस्व अ. सि. आ. उ. सा. साहा इति मन्त्रेण गोमयगोमूत्रक्षीरदधिसर्पिःकुशोदकैः योनि संप्रक्षाल्य શ્રી ધરૂમઝલૂચિનુ ફર્ચાત્ ” ઈત્યાદિ પૃ. ૪૨૯. વૈદિક આચારમયૂખમાં સ્ત્રી ચને નામે આવી જ વાત લખેલી છે. પ્ર. ૮૬. Page #576 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ ૫૪૧ દેવજીને છે. તેઓ એવી સ્ત્રીને પરણેલા કે જેને પતિ મરી ગયેલું. આ વિવાહને પ્રાચીન વ્યાખ્યાકારે એ બહુ રેચક શબ્દોમાં, પ્રસન્નભાવે વર્ણવેલે છે. બીજો પ્રસંગ ભ. મહાવીરના એક ગણધરનો છે. તેમાં એમ આવે છે કે છઠ્ઠા ગણધર મંડિતપુત્ર અને સાતમા ગણધર મૌર્યપુત્ર એ બનેયની માતા એક હવા છતાં તેમનાં ગાત્રે જુદાં જુદાં છે. તેનું કારણ એમ બતાવવામાં આવ્યું છે કે તે બનેનો પિતા જુદા જુદા છે. આમ તો ત્યારે જ બની શકે કે એક બાઈ એકવાર પરણી હોય અને એને પુત્ર થયે હોય, પછી તે જ બાઈ રાંડ્યા પછી ફરી પરણે અને પુત્ર પણ થાય. આ પદ્ધતિ જ વિધવાવિવાહની પદ્ધતિ છે. આ પદ્ધતિ વિશે સત્તરમા સૈકાના ટીકાકાર શ્રી વિનયવિજયજી એમ લખે છે કે—કાઈ દેશમાં એવી પણ પ્રથા છે કે એક પતિ મર્યા પછી બીજો પતિ વરી શકાય, એમ વૃદ્ધ પુરુષો કહે છે.” વાચકોએ યાદ રાખવું જોઈએ કે એ બન્ને ગણધરે વૈદિક બ્રાહ્મણ હતા. ત્રીજી બાબત ગુજરાતના પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાળ તેજપાળને લગતી છે. તેમના રાસના કર્તા શ્રી લક્ષ્મીસાગરસૂરિ અને પાસચંદ્ર સૂરિ એ બન્ને આ વિશે આ પ્રમાણે જણાવે છે – પિરવાડ આસરાજ ગર્ભશ્રીમંત હતો, પણ હવે તે નિર્ધન છે. તેથી તેણે પોતાના વતન પાટણને છોડી ભાલાસણમાં આવીને નિવાસ કર્યો છે. માલાસણમાં પિરવાડની જાતને આભૂશાહ નામનો શેઠ છે. તેને કુંવરી કરીને એક પુત્રી છે, પણ તે દુદેવે બાળપણમાં જ રંડા પામેલી છે. એ બાળવિધવા ધર્મનિયમમાં પિતાનો સમય વિતાવે છે. એકવાર હરિભદ્રસુરિનું વ્યાખ્યાન સાંભળવા તે ઉપાશ્રયે ગઈ. તેને જોઈને સામુદ્રિક શાસ્ત્રના પારગામી તે આચાર્ય વિસ્મય પામ્યા. તે વખતે ત્યાં આસરાજે ગુરુને વિસ્મયનું કારણ પૂછયું. ગુએ કહ્યું કે આ બાળાની કૂખથી સૂર્યચંદ્ર જેવાં બે પુત્રરત્ન નીપજવાનાં છે. એ સાંભળીને એનો કુંવરી સાથે પરણવાનો વિચાર થયો. એ જાણતો હતો કે કુંવરી તે બાળવિધવા છે, એથી જ તેનું મન સંકોચાયું, પણ ઋષભદેવના દાખલાથી પિતાના મનનું સમાધાન કરી તેણે કુંવરી સાથે ઘરવાસ કર્યો અને પૂર્વપ્રથાનું પાલન કર્યું. ૨૯ ર૭. જુઓ કલ્પસૂત્રની સુધિકા ટીકા પ્ર. ૧૪૭. ૨૮. , , પૃ. ૧૫૯. 'अनिषिद्धं च तत्र देशे एकस्मिन् पत्यौ मृते द्वितीयपतिवरणमिति वृद्धाः । ૨૯. “હરિભદ્રસૂરિઇ ઈમ કહિઉં એ એહની કુંખે રચણ; બે આ પુત્ર અ૭ઈ ભલા એ શિસૂર સમાણું. Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ ] દર્શન અને ચિંતન જૈનોમાં સુપ્રસિદ્ધ દાનવીર જગડુ વિશે નીચેની વાત એના ચરિત્રમાં નોંધાયેલી છે ? શ્રીમાન જગડુને પિતાની સ્ત્રી યશોમતીથી પ્રીતિમતી કન્યાને જન્મ થશે. તે કન્યાને તેણે (લગ્નને સમય આવ્યો જાણી) એક સારે દિવસે યશોદેવ નામના પુરુષને પરણાવી, પણ તેનું પાણિગ્રહણ કર્યા પછી તક્ષણ તે મૃત્યુ પામ્યો. ત્યારપછી સ્વજ્ઞાતિના બુદ્ધિમાન અને વૃદ્ધપુરુષોની અનુમતિથી પિતાની દીકરી એક બીજા વરને તે આપવા તૈયાર થયો, ત્યારે બે કુળવાન વૃદ્ધ અને ચતુર વિધવાઓ પુષ્કળ શૃંગાર સજીને તેને આ પ્રમાણે સ્પષ્ટ કહેવા લાગી–જે તું તારી વિધવા પુત્રીને માટે વર ખોળ હોય તે હે શ્રીમદ્ ! અમારે વાસ્તે પણ વરની શોધ કરજે.” એ શ્રીમાળ વંશના ભૂષણરૂપ જગડુ તે બે સ્ત્રીઓનાં એવાં બોધક વચને સાંભળીને મનમાં લજજા પામે અને પછી પુત્રીના શ્રેય માટે કૂવા, વાવ આદિ પુણ્યનાં કાર્યો કરાવવા લાગ્યો.” –ખખરનું જગડુચરિત્ર, પૃ ૪૦-૪૧ આ ઉપરથી જૈન સાહિત્યની વિધવાવિવાહ પ્રત્યેની દષ્ટિને આપણે સમજી શકીએ છીએ. જૈન કથાઓ વાંચતાં એમ પણ જણાય છે કે જેમાં અને જૈનેતરમાં બહુવિવાહ ખૂબ પ્રચાર પામેલ હતા. સ્ત્રીઓ સમ્પત્તિ જ મનાતી. એટલે જેને અધિક સ્ત્રીઓ તે અધિક પુણ્યશાળી, અધિક ભાગ્યવાન. ચક્રવર્તીને ચોસઠ હજાર સ્ત્રીઓના પતિ તરીકે વર્ણવેલા છે અને સાથે કહેવું છે કે ચક્રવર્તીને એટલી સ્ત્રીઓ હેવી જ જોઈએ. તેથી વધારે ભલે હોય, પણ પછી તે ચક્રવતીની મર્યાદાને અણછાજતું લાગે છે. એ પ્રમાણે વાસુદેવને બત્રીસ હજાર સ્ત્રીઓના પતિ તરીકે વર્ણવેલ છે. ત્રણ તીર્થકરે ચક્રવતી હતા, તેમને પણ પ્રત્યેકને ચોસઠ ચોસઠ હજાર સ્ત્રીઓ હતી. એ જ હકીકત આજ પણ એમની સ્તુતિ કરતાં ગાવામાં આવે છે. કુંઅરિ લેવા કરઈ ઉપાય મંત્રિ ગુરૂનઈ વણિક પઢમ જિસેસર આદિનાથિ જે કીધઉ ઈઈ. પૂરવ રીતિ ન લોપીઈ એ સંગહણું કી જઈ પૂરવલા ભવ તણુઈ પુણિય એ વાત જ સૂજઈ.' રાસકાર પાસચદે પણ આ જ પ્રમાણે ગાયેલું છે. Page #578 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ ૫૪૩ - સ્ત્રીઓ વિશે વિચાર કરતાં સમજાય છે કે એ સમયનો સ્ત્રી સમાજ ખૂબ પરતંત્ર હતો. તે એટલે સુધી કે વિષયેની નિંદા કરવી હોય ત્યારે પણ પુરુષની વાસનાની નિંદા ન કરતાં જ્યાંત્યાં માત્ર સ્ત્રીઓની જ નિંદા કરવામાં આવેલી છે. તે સમયે બીજા સમાજની અસરથી જૈન સમાજે પણ કેટલાક એવા નિયમો ઘડ્યા છે જેથી સ્ત્રી અને પુરુષના અધિકારનું સામ્ય તૂટી ગયું છે. જૈન ધર્મમાં સ્ત્રીને સર્વજ્ઞ થવાને અધિકાર છે, મુક્તિ મેળવવાનો અધિકાર છે, એક સ્ત્રી તે તીર્થંકર પણ થયાં છે, ત્યારે જૈન સંપ્રદાય સ્ત્રીને દષ્ટિવાદ નામનું શાસ્ત્ર, જે બધાં આગમમાં મુખ્ય હોઈ વેદ જેવું માન્ય છે, તે શીખવાનો અધિકાર નથી સ્વીકારતો. આમ છતાં પછીના જમાનામાં થયેલા આચાર્ય હેમચંદ્ર સ્ત્રી જાતિની નિંદા કરવામાં મણ ન રાખવા છતાં એમ પણ કહેવું છે કે કાંઈ એકલી સ્ત્રીઓ જ દુષ્ટ નથી. પુરુષો પણ દુષ્ટ, કૂર, કપટી, વિષયી અને જુલમી છે. સ્ત્રીઓ તે પવિત્ર અને સંતપોની માતા છે. તીર્થકરે પણ એની જ કુખે આવેલા છે. સ્ત્રી સમાજ તરફની આ એમની જે તરફદારી છે તે પણ એક જમાનાની અસર છે. જૈન સાહિત્યની વિવાહ અને સ્ત્રીઓ તરફની દષ્ટિ સમજવાને આટલી હકીકત પૂરતી છે. ૧૧. બ્રહ્મચર્યજન્ય સિદ્ધિ અને ચમત્કાર - બ્રહ્મચારી પાસે અનેક વિશિષ્ટ સિદ્ધિઓ હોય છે, એ અનેક જાતના ચમત્કારે કરી બતાવી શકે છે એવી માન્યતા આજ કેટલાય સમયથી સમાજમાં રૂઢ થયેલી છે. આ માન્યતાઓનું મૂળ કેટલીક કથાઓમાં દેખાય છે. બ્રહ્મચરીનું બેલેલું થાય જ, બ્રહ્મચારીના આશીર્વાદથી નિર્ધન ધનવાન થાય, વાંઝણ પુત્રવતી થાય, જેને માથે એને હાથ હોય તેને કદી ક્યાંય પણ નિષ્ફળતા ન જ હોય, બહેરાઓ સાંભળતા થાય, મૂંગાઓ બોલતા થાય, જ્યાં એનાં પગલાં થાય ત્યાં લીલાલહેર જ હોય! આ જાતની અનેક માન્યતાઓને એ કથાઓ પિષે છે; અને સાથે કોઈ સતીના કપાયેલા હાથ સાજા થયા, કેઈ સતીએ કાચે તાંતણે ચાલણ બાંધી કૂવામાંથી પાણી કાઢયું, કોઈ સતીને શૂળીનું સિંહાસન થયું, એ જાતના અનેક ચમત્કારથી ભરેલાં વૃત્તાને પણ રજૂ કરે છે. આથી જ સમાજમાં બ્રહ્મચર્યના પાલન કરતાં પૂજનને અતિરેક થયેલ છે. જેને મોટે ભાગે કોઈ જાતની અહિક કે પારલૌકિક આશા વિના શુદ્ધ બ્રહ્મચર્ય પાળવા માટે તૈયાર નથી. નામના બ્રહ્મચારીઓ હેશેહોંશે પૂજાય છે. લોકો ઘરે તેમનાં પગલાં કરાવે છે, અને રેગીઓ રેગ મટાડવા, નિર્ધાને ધનવંત થવા, વાંઝિયા પુત્રવાન થવા બ્રહ્મચારી કહે તે કરવા તૈયાર હોય છે. આ સ્થિતિ તે આજકાલ આખા દેશમાં વ્યાપેલી છે. એનો Page #579 -------------------------------------------------------------------------- ________________ પ૪૪ ] દર્શન અને ચિંતન લાભ લઈ કેટલાક ધૂર્તે બ્રહ્મચારીના સ્વાંગમાં રહીને ભોળા સમાજને લૂંટે છે અને મનમાન્યું ભેગવે છે. ટૂંકામાં “લેમિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ કહેવત ચરિતાર્થ થઈ જ રહી છે. ૧૨. કાકા સાહેબના પ્રશ્નો અને ઉપસંહાર પૂજ્ય કાકાસાહેબે બ્રહ્મચર્ય વિશે જૈન દૃષ્ટિએ વિચાર કરવા જે જે મુદ્દાઓ જણાવ્યા હતા તે નીચે આપીએ છીએ? ૧. બ્રહ્મચર્યને ઉપદેશ નિરપવાદ છે કે સાપવાદ? ૨. પૂર્ણ બ્રહ્મચર્ય વગર મોક્ષ અસંભવિત છે. એવી માન્યતા છે કે નહિ ? ૩. મેક્ષપ્રાપ્તિ ઉપરાંત બ્રહ્મચર્યને અન્ય કોઈ હેતુ બતાવ્યો છે? જ. મેક્ષસાધન તરીકે બ્રહ્મચર્યને સ્વીકાર પરંપરાને લીધે થયો છે કે તર્કસિદ્ધ છે કે ખોજને પરિણામે જડ્યો છે ? પ. બ્રહ્મચર્યની વ્યાખ્યા શી ? એમાં પણ તારતમ્યરૂપ ભેદ છે? ૬. માણસ પરણે નહિ, અન્ય રીતે વિષયસેવન કરે નહિ, સમાજમાં રૂઢ થયેલે સદાચાર પાળે અને સાધારણ રીતે યુક્તાહારવિહારી હોય તે એટલાથી એ આદર્શ બ્રહ્મચારી થઈ શકે, કે આદર્શ બ્રહ્મચારી થવા માટે વિશિષ્ટ સાધનવાળું જીવન ગાળવું જોઈએ ? ૭. બ્રહ્મચર્યની સાધના માટે આહારવિહારાદિના ક્યા ક્યા, કેવા કેવા નિયમો સૂચવ્યા છે? એમાંના કેટલા પ્રત્યક્ષ અમલમાં મુકાતા હતા ? અને કેટલા અતિશયોક્તિરૂપે છે? . ૮. બ્રહ્મચર્યની સાધના માટે અત્યાર સુધી કોણે કોણે ખાસ પ્રયત્ન કરેલા જણાય છે ? તેમની સાધના કેવી હતી ? તેમને કેવી મુશ્કેલીઓ નડી ? તે દર, કરવાના ક્યા કયા ઉપાયે લેવાયા ? ૯. પૂર્વાચાર્યોએ રજૂ કરેલા આદર્શમાં અને સાધનામાં પાછળના લકે એ અનુભવને પરિણામે કાંઈ ફેરફાર સૂચવ્યો છે? અથવા મર્યાદાઓ મૂકી છે ? ૧૦. બ્રહ્મચર્યના પાલનમાં કોણ કોણ નિષ્ફળ નીવડ્યા અને શા કારણે? ૧૧. બ્રહ્મચર્ય સિદ્ધ થવાથી કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત થયાનો ઉલ્લેખ છે ? એમાંથી પ્રત્યક્ષ અનુભવ કેટલે નોંધાયું છે ? Page #580 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ ૫૪૫ ૧૨. બ્રહ્મચર્યના પાલનથી અથવા એવા પ્રયત્નમાં કેઈને નુકસાન થયાના દાખલા છે? અને તે કઈ રીતે? ૧૩. વિવાહિત સ્થિતિમાં બ્રહ્મચર્યનું પાલન કેટલે દરજે ઈષ્ટ ગણાયું છે? વિષયસેવન માટે કઈ કઈ મર્યાદામાં મૂકી છે? ૧૪. પ્રજોત્પત્તિની ઈચ્છા ન હોય તે માણસ વિષયસેવન કરી શકે છે એવી છૂટ ક્યાંય રાખેલી છે? અથવા છૂટ રાખી છે એવું અનુમાન નીકળી ૧૫. વિષયત્યાગ માટે સ્ત્રીની સમ્મતિ આવશ્યક છે? ૧૬. સ્ત્રીને વિરોધ હોવા છતાં જેમણે વિષયત્યાગ કર્યો હોય એવા દાખલાઓ છે? ૧૭. “રાતી મામુયા” એ નિયમનું ઉલ્લંધન પાપરૂપ મનાયું છે ? કે “અન્ય સમયે નહિ” એટલી જ એની મતલબ છે ? ૧૭. ગૃહસ્થાશ્રમી વિષયને ત્યાગ કર્યા વગર જ્ઞાની થઈ શકે છે એવી માન્યતા ક્યાંય મળી આવે છે? ૧૯. આ જ વિષયમાં જૈન સાહિત્યમાંથી અને અન્ય પથ, સંપ્રદાય અથવા ધર્મોમાંથી શી માહિતી મળે છે ? ૨૦. વિષયસેવન કાળ કયાંથી કયાં સુધી વિહિત મનાય છે? ૨૧. બાળલગ્ન સામે અથવા અપક્વ દશાના વિષય સામે કાંઈ વચને જડે છે? ૨૨. સામાજિક વ્યવહારમાં સ્ત્રીપુરુષો એકબીજાના પ્રસંગમાં કેટલે દરજે આવે તે તે ગ્ય ગણાય ? ક્યાં અતિપ્રસંગ ગણાય ? ૨૩. કન્યાઓ સ્વયંવર કરે એ બરાબર છે કે નહિ? એ વિશેના અભિપ્રાય ક્યાંય મળી આવે છે? ૨૪. પરાણે બ્રહ્મચર્ય પાલન કરવું પડવાથી સાધુઓના સંધમાં વિશેષ વ્યાધિઓ અને આધિઓ દાખલ થવાના કાંઈ દાખલા છે ? ૨૫. સંધમાં પરાણે બ્રહ્મચર્ય પાલન કરાવતાં છડેચોક અનાચાર - ૩૫. Page #581 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ચાલ્યાના દાખલાઓ છે? અનાચારી સાધુઓને સધે, સમાજે કે રાજાએ સજા કર્યાના દાખલાઓ મળી આવે છે? - ૨૬. વિષયત્યાગ કરી સાધુ થયા પછી ફરી ગૃહસ્થાશ્રમમાં છૂટ સાથે કે છૂટ વગર દાખલ થયાનાં દૃષ્ટાંત મળી આવે છે ? ૨૭. સાધુઓની અત્યંત વિરક્તિ સામે સમાજમાં અત્યંત વિષયાશક્તિ વધી છે એવું અનુમાન કાઢવાને અવકાશ છે? બ્રહ્મચર્યના આદર્શની ટોળ, મશ્કરી કે હાંસી કરનારા પુરૂષો અથવા ઉલ્લેખો મળી આવે છે? ૨૮. જૈન ધર્મના શ્વેતાંબર, દિગમ્બર વગેરે વિભાગમાં બ્રહ્મચર્યના આદર્શની બાબતમાં કાંઈ સૂક્ષ્મ અથવા સ્કૂલ મતભેદ છે? ૨૯. લોકોત્તર વિભૂતિઓને બાદ કરતાં અને કેવળ સામાન્ય દાખલાઓ જોતાં સ્વચ્છ ગૃહસ્થાશ્રમી ભાણસ કરતાં ચુસ્ત બ્રહ્મચારી માનસિક અથવા આધ્યાત્મિક શક્તિમાં ચડિયાત હોય છે એવો અનુભવ થયો છે ? ૩૦. બ્રહ્મચર્યની શક્તિ વિશે જેટલા દાવા કરેલ છે તેમાંના કેટલા સાચા નીવડ્યા છે ? ૩૧. કુટુંબફ્લેશથી કાયર થઈ અથવા જીવનસંગ્રામમાં હારી જઈ સાધુ થયેલા લેકનું પ્રમાણ કેટલું હશે? " ૩૨. કોઈ પણ વિશ્વસનીય ડૉક્ટર પાસેથી સાધુઓને થતા રોગો વિશે સામાન્ય માહિતી મળી શકે એવું છે ? ૩૩. કામવિકાર દુસહ થાય ત્યારે તે શાંત પાડવા ખાતર સાધુઓ ક્યા ઉપાયે શોધે છે ? ૩૪. સાધ્વી બ્રહ્મચારિણી માટે કેવા કેવા નિયમે કરેલા છે? ૩૫. ઉપરના સવાલમાંથી તેમને લાગુ પડતા સવાલની કોઈ માહિતી મળે છે? ૩૬. સાધ્વી બ્રહ્મચારિણીઓની સંખ્યા દરેક જમાનામાં કેટલી હતી? ક્યારે તે સંખ્યા વધેલી અને ક્યારે ઘટેલી ? એ વિશે કોઈ માહિતી મળે એમ છે ? Page #582 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ ૫૪૭ આ નિબંધમાં જૈન દષ્ટિને મુખ્ય રાખીને બ્રહ્મચર્ય વિશે લખવામાં આવ્યું છે. ક્યાંક સ્મૃતિશાસ્ત્ર સાથે તુલના પણ કરેલી છે અને ક્યાંક અમારે સ્વતંત્ર મત પણ મૂકેલે છે. એકંદરે જૈન શાસ્ત્રમાં બ્રહ્મચર્ય વિશે આજ સુધીમાં જે કાંઈ નોંધાયેલું છે તે બધું લગભગ આમાં આવી ગયેલું છે. આ નિબંધ લખવામાં નીચે જણાવેલા જૈન ગ્રંથને ઉપયોગ કરવામાં આવેલું છે? (૧) પ્રશ્નવ્યાકરણ, (૨) સ્થાનાંગસૂત્ર, (૩) ઉપાસકદશાંગ, (૪) ભગવતીસૂત્ર, (૫) દશવૈકાલિકસૂત્ર, (૬) સૂત્રકૃતાંગસૂત્ર, (૭) ઉત્તરાધ્યયનસૂત્ર, (૮) યોગશાસ્ત્ર, (૯) પંચાશક, (૧૦) પ્રવચનસારોદ્ધાર, (૧૧) જ્ઞાનાર્ણવ, (૧૨) ઉપદેશમાળા, (૧૩) ઋષિમંડળવૃત્તિ, (૧૪) ભરતબાહુબલિવૃત્તિ, (૧૫) પરિશિષ્ટપર્વ, (૧૬) નિશીથચૂર્ણિ, (૧૭) વ્યવહારભાષ્ય, (૧૮) કતકલ્પસૂત્ર, (૧૯) સાગારધમમૃત, (૨૦) આચારાંગસૂત્ર, (૨૧) ત્રેવર્ણિકાચાર, (૨૨) જ્ઞાતાધર્મકથાસૂત્ર, તથા (૨૩) વિપાકસૂત્ર, વગેરે. છેવટે બ્રહ્મચર્યના પ્રેમીઓ આમાંથી સારસારને લેશે અને નિસારને છોડશે અને અમારાં ખલને દરગુજર કરશે એ અંતિમ આશા સાથે વિરમીએ છીએ.' ૧. આના સહલેખક પંડિત શ્રી બેચરદાસ દોશી પણ છે. Page #583 -------------------------------------------------------------------------- ________________ પુન: પંચાવન વર્ષે– [૩૬ ] પ્રસ્તુત વાર્તાસંગ્રહ સાંભળતે ગયો અને પંચાવન વર્ષ પહેલાંની સ્થિતિ તાદશ થવા લાગી. દર્શનશક્તિની સાથે દશ્ય જગત લેપ પામતાં જે નિરાલંબતા આવેલી તેમાં પહેલું અવલંબન મુખ્યપણે શાસ્ત્રોનું મળ્યું. એ શાસ્ત્રો એટલે સંસ્કૃત, પાલિ કે પ્રાકૃત નહિ, પણ મુખ્યપણે કાંઈક જૂની અને કાંઈક નવી એવી મિશ્રિત ગુજરાતી ભાષામાં લખાયેલ જૈન પરંપરાને લગતા કેટલાક વિષયનાં શાસ્ત્રો. પહેલવહેલાં એ અવલંબન પ્રાપ્ત થયાનું વર્ષ વિ. સં. ૧૯૫૪ હતું, એમ યાદ આવે છે. આજથી ૫૫ વર્ષ પહેલાં જે શાસ્ત્રીય વિષયએ મનને એક નવી દિશા પૂરી પાડવાનું કામ કર્યું હતું તે વિષયમાં એક ગેય વિષય હતો કથા કે ઉપદેશને લગત. આવાં પરંપરાગત કથાઓ કે ઉપદેશે સઝાયને નામે જૈન પરંપરામાં પ્રસિદ્ધ છે. સઝાયને સંસ્કૃત પર્યાય છે સ્વાધ્યાય. આપણે જાણીએ છીએ કે સમગ્ર આર્ય પરંપરાઓમાં સ્વાધ્યાયનું કેટલું મહત્ત્વ છે. તૈત્તિરીય ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાય અને પ્રવચન જ તપ છે, તે વસ્તુ એકેએક પરંપરામાં જીવતી રહી છે. જૈન પરંપરા, જે મુખ્યપણે તપસ્વી અગર તપઃપ્રધાન સંસ્થા હેઈ બાહ્યત્યાગલક્ષી મનાય છે, તેમાં પણ ખરેખર ભાર તો સ્વાધ્યાય અને ધ્યાન જેવા અન્તસ્તા ઉપર જ આપવામાં આવ્યું. છે. એટલે સાધુ અગર ગૃહસ્થ, જેઓ વ્રત, નિયમ આદિ તપના વિવિધ પ્રકારમાં રસ લેતા હોય છે, તેઓ પણ સજઝાયના પાઠ અને શ્રવણ પ્રત્યે ઊંડી શ્રદ્ધા સેવતા હોય છે ને તેમાં સીધે રસ અનુભવે છે. એટલે જ્યાં ગંભીર શાસ્ત્રાભ્યાસનું વાતાવરણ ન હોય કે તેની સામગ્રી ન હોય ત્યાં પણ સજઝાય નામે જાણીતા ગેય સાહિત્ય દ્વારા લેકે વિદ્યારસ અનુભવે છે અને પરંપરાગત ઉચ્ચ પ્રકારની સાત્ત્વિક ભાવનાઓના સંસ્કાર ઝીલતા રહે છે. આ સઝાય નામક સાહિત્યવિભાગ એટલો બધે સર્વપ્રિય છે કે ભાગ્યે જ એવો કઈ જૈન હશે કે જેને કોઈ ને કોઈ સઝાય કઠસ્થ ન હય, અગર બીજા કોઈ સઝાય ગાય ત્યારે તેને તેમાં આકર્ષણ ન થાય. Page #584 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે– [૫૪૯ સાય કે રાસાઓનું પંથભેદ ભુલાવવાનું સામર્થ્ય સઝા વિવિધ ઢાળોમાં હોય છે અને એ ઢાળો પણ સુગેય હેઈ ગમે તેને ગાવામાં રસ પડે છે. જેઓ સામાન્ય રીતે પણ ગાઈ ન શકતા હોય તેઓ બીજાઓનું સઝાયગાન સાંભળી તલ્લીન થતા હોય છે. ચોરે અને ઠાકુરદ્વારે શ્રાવણ-ભાદરવામાં રામાયણ કે મહાભારતની કથાઓ વંચાતી. ગામના લેકે બપોરે કથા સાંભળવા મળે. કથાકાર મહારાજ કોઈ અનેરી છટાથી કથા કરે અને અર્થ સમજાવે. રસ એટલે બધો જામે છે તેને સાંભળવા જનાર પંથભેદ ભૂલી જાય. જેમ રામાયણ, મહાભારત અને ભાગવતની કથાઓમાં પંથભેદ ભુલાવવાનું સામર્થ્ય અનુભવ્યું છે, તેમ જ સજઝાય કે રાસ નામના જૈન ગેય સાહિત્યના લલકાર અને સમજાવટ વખતે પણ પથભેદ ભૂલી શ્રેતાઓ એકત્ર થયાનું ચિત્ર આજે પણ મન સામે ઉપસ્થિત થાય છે. કેઈ સુકંઠ સાધુ કે સાધ્વી અગર ગૃહસ્થ-શ્રાવક જુદી જુદી સજઝાએ ગાય, રાસની ઢાળે ગાય ત્યારે મોટી મેદની જામવી, અને આ જ ધાર્મિક કે સાંસ્કૃતિક જીવનનું તે વખતે ગામડાઓમાં અને શહેરમાં પણ એક મહાન પર્વ બની રહેતું. આ પર્વરસે મને અલંબન પૂરું પાડ્યું ત્યારે કેટલાંક સુપાત્ર સાધ્વીઓની દ્વારા મોઢેથી અને લખેલ તેમ જ છાપેલ પુસ્તક ઉપરથી પણ મેં કેટલીક સજા કંઠસ્થ કરી. છંદ, સ્તવન આદિ અન્ય ગેય પ્રકારની સાથે સાથે સજઝાની ઢાળે યાદ કરવાને, એને ભંડોળ વધારવાને અને એને ગાઈ પુનરાવૃત્તિ કરવાનો એક નિત્યક્રમ બની ગયે, જેને હું મારા વિદ્યાવ્યવસાયનું પ્રથમ પગથિયું અને નવી દિશા ઉઘાડવાનું એક કાર કહું છું. સઝાના બે પ્રકાર તે વખતે મેં જે સઝાયો કંઠસ્થ કરેલી તેને મોટે ભાગે તે વખતે મુદ્રિત અને ઉપલબ્ધ સઝાયમાળા” ભાગ પહેલા-બીજામાં હતા. સઝા બે પ્રકારની હોય છે : એક અસવૃત્તિઓના દોષે વર્ણવી સવૃત્તિઓના ગુણો . ગાનારી અને બીજી કોઈ જાણીતી સુચરિત વ્યક્તિને ટૂંકમાં જીવનપ્રસંગ પૂરે પાડી તે દ્વારા ત્યાગ કે સંયમનું વાતાવરણ સર્જનારી. જેમાં ક્રોધ અને લેભ જેવી વૃત્તિઓના અવગુણ દૃષ્ટાંત દ્વારા બતાવવામાં આવ્યા હોય ને ક્ષમા તેમ જ સંતોષના લાભે વર્ણવવામાં આવ્યા હોય તે પહેલે પ્રકાર. જેમાં ભગવાન મહાવીર કે ગૌતમ જેવા માન્ય પુરુષોના જીવનને કોઈને કોઈ પ્રસંગ ગવાયો હેય તે બીજો પ્રકાર. Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ ] દર્શન અને ચિંતન રાસાઓની પ્રાચીનતા ઉપર જે રાસને નિર્દેશ કર્યો છે તેને થોડે ખુલાસે અત્રે આવશ્યક છે. આચાર્ય હેમચંદ્ર સાહિત્યના વિવિધ પ્રકારમાં “રાસક” પણ એક પ્રકાર ગણાવ્યો છે. ભાગવતમાં રાસપંચાધ્યાયી જાણીતી છે. એ જ રાસ પ્રકાર મધ્ય કાળથી અપભ્રંશ, જૂની ગુજરાતી અને છેક નવા યુગની ગુજરાતીમાં ખેડાતો આવ્યો છે, અને તે રાસુ”, “રાસ” કે “ રાસ' તરીકે જાણીતો છે. કથાપ્રધાન સજઝાય એ આ યુગની વાર્તા કે નવલિકાનું સ્થાન લેતો એક ગેયપ્રકાર છે, જ્યારે રાસ એ આ યુગના નવલસાહિત્યનું સ્થાન લેતા તત્કાલીન કાવ્ય કે મહાકાવ્યનો પ્રકાર છે. રાસમાં મુખ્ય પાત્રની સગસૂત્ર જીવનકથા ગ્રથિત ઈને તેની આસપાસ અનેક નાનીમેટી ઉપકથાઓ વર્ણવવામાં આવે છે, જેને લીધે તે એક સુથવ ગેયકાવ્ય બની રહે છે. મેં જે સઝાનો એક સારે સરખે સંગ્રહ યાદ કરેલે તેમાં કેટલીયે સઝાયે એવી હતી, જેમાં પ્રસ્તુત સંગ્રહમાંની કેટલીક વાર્તાઓ વણાયેલી છે. દા. ત. નંદિષણ, સંયતિરાજ, ધન્નાશાલિભદ્ર, મૃગાવતી, કપિલકુમાર, કેણિક -ચેટક આદિ. તેથી જ્યારે પ્રસ્તુત વાર્તાસંગ્રહ સાંભળવા લાગ્યો ત્યારે એ લગભગ પંચાવન વર્ષ પહેલાંની માનસિક ભૂતાવળના સંસ્કારે જાગ્રત થયા, અને જાણે એ પંચાવન વર્ષના પડદાને સાવ સેરવી તેણે મને એ ભૂતકાળમાં બેસાડી દીધો ! એ જ ભૂતકાળના સંસ્કારવશ હું આજે કાંઈક લખવા પ્રેરાયો છું અને તેથી જ મેં ‘પુનઃ પંચાવન વર્ષે–' એવું મથાળું પસંદ કર્યું છે. સઝાયસાહિત્યની વ્યાપકતા ભરદરિયે વહાણ ભાંગે અને ડૂબતો મુસાફર કેઈ નાનકડાશા ખાખરા પાટિયાને મેળવી તેને ટેકે ટેકે કિનારા સુધી પહોંચે અગર તેને આધારે દરિયા વચ્ચે જ બીજા કોઈ સાબૂત વહાણને મેળવી લે તેના જેવી જ, “સઝાય” નામના સાહિત્યપ્રકારથી મળેલ ટેકાને લીધે મારી સ્થિતિ થઈ છે, એમ કહી શકાય. તે કાળે એ “સઝાય” સાહિત્યનું ગૌરવ મારે માટે નિરાશામાં એકમાત્ર ટેકા પૂરતું અને બહુ તે વખત વિતાડવા પૂરતું હતું, પણ એ ટેકાએ ત્યારબાદનાં પંચાવન વર્ષોમાં જે જે વિદ્યાનાં ક્ષેત્રે ખેડવાની વૃત્તિ જગવી અને જે જે અનેકવિધ સંસ્કાર મેળવવાની તક પૂરી પાડી તે બધાનો સળંગ વિચાર કરતાં એમ લાગે છે કે તે વખતે જે સઝાય” સાહિત્યને હું સામાન્ય લેખતે તેવું એ સામાન્ય નથી. જેમ એને ભૂતકાળ ઘણે છે તેમ Page #586 -------------------------------------------------------------------------- ________________ પુન પંચાવન વર્ષે– [ પપ૧ એની વ્યાપતા પણ ઘણી છે. આ બાબત અહીં પ્રસ્તુત સંગ્રહમાંની કેટલીક વાર્તાઓના દાખલાથી જ સ્પષ્ટ કરવી ઠીક લેખાશે. જૈન કથાસાહિત્યમાં કેન્દ્રપરિવર્તનને પડઘો પ્રસ્તુત સંગ્રહમાં કુલે બાર વાર્તાઓ છે. તેમાંની છેલ્લી ત્રણ વાર્તાઓ મધ્યયુગની છે, જ્યારે બાકીની બધી વાર્તાઓ ભગવાન મહાવીરના સમયથી માંડી વિક્રમની બીજી સદી સુધીનાં લગભગ સાતસો વર્ષને સ્પર્શે છે. બધી જ વાર્તાઓનું મૂળ જૈન સાહિત્ય જ છે. જૈન સાહિત્ય ખાસ કરી કથાસાહિત્ય—કોઈ એક કાળમાં અને એક જ પ્રદેશમાં કે એક જ હાથે નથી રચાયું. જેમ જેમ જૈન પરંપરાના પ્રાધાન્ય અને પ્રભાવનું ક્ષેત્ર બદલાતું ગયું તેમ તેમ તેના કથાસાહિત્યમાં પણ એ કેન્દ્રપરિવર્તનનું પ્રતિબિંબ પડયું છે. જ્યારે વૈશાલી, રાજગૃહ, ચંપા અને પાટલિપુત્ર જેવી નગરીઓ જન પ્રભાવ નાં કેન્દ્રો હતાં ત્યારે રચાયેલ કે તે સ્મૃતિ ઉપરથી રચાયેલ સાહિત્યમાં તે કેન્દ્રોને પડ છે; વળી જ્યારે અવંતી (ઉજ્જયિની) અને મધ્યભારત જૈન પ્રભાવનાં કેન્દ્ર બન્યાં ત્યારે રચાયેલ કેટલીક કથાઓમાં તે કેન્દ્રના પડઘા છે. જ્યારે જૈન પ્રભાવ પશ્ચિમ હિન્દુસ્તાન–ખાસ કરી ગૂજરાતમાં આગળ વળે ત્યારે લખાયેલ સાહિત્યમાં એ કેન્દ્રના પડઘા છે. આ રીતે પરંપરાના પ્રભાવના કેન્દ્રના પરિવર્તન સાથે જ કથાઓએ જૈન સાહિત્યમાં નવા નવા પિષાક ધારણ કર્યા છે. આ વસ્તુ પ્રસ્તુત સંગ્રહના લેખકે દરેક વાર્તાની માંડણીમાં એને જે પરિચય આપ્યો છે તે ઉપરથી જ વાચક સમજી શકે તેમ છે. પ્રસ્તુત વાર્તાઓનાં પાગે અને તેને આધાર - પ્રસ્તુત સંગ્રહમાંની બાર વાર્તાઓ પૈકી છએક વાર્તાઓનાં મુખ્ય પાત્ર એતિહાસિક છે; જેવાં કે, કેણિક, ચેટક, હલ્લ, વિહલ, મૃગાવતી, શકટાળ, આર્ય રક્ષિત, ઉદયન મંત્રી, આમ્રભટ જેવાં; અને તેની સાથે સંકળાયેલી હકીકત કેટલેક અંશે ઐતિહાસિક છે, જ્યારે બીજી વાર્તાઓને અતિહાસિક કહેવા જેટલે આધાર નથી. તેમ છતાં એ વાર્તાઓનું મૂળ વસ્તુ પ્રાચીન જૈન સાહિત્યમાં અત્યારે પણ ઉપલબ્ધ છે. કેટલીક વાર્તાઓનાં મૂળ તે જૈન આગમમાં પણ છે; જેમ કે, નંદિષેણ, સંયતિરાજ, કપિલકુમાર, ધન્ના-શાલિભદ્ર, શાલ-મહાશાલ; જ્યારે કેટલીકનાં Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ ] દર્શન અને ચિંતન મૂળ નિર્યુક્તિ અને શૂર્ણિ આદિમાં છે, તે બીજી કેટલીકનાં મૂળ ગૂજરાતમાં લખાયેલ પ્રબન્ધસાહિત્યમાં છે; જેમ કે, ઉદયન મંત્રી, આમ્રભટ અને ભૂયરાજ. જૈન પરંપરા બૌદ્ધ જેવી અન્ય શ્રમણ પરંપરાઓની પેઠે જ, બ્રાહ્મણવર્ગ પ્રધાન નથી. એમાં ક્ષત્રિય અને ગૃહપતિ વૈશ્યનું પ્રાધાન્ય રહેતું આવ્યું છે. તેથી જ આપણે પ્રસ્તુત વાર્તાઓનાં મુખ્ય પાત્રોમાં મોટે ભાગે ક્ષત્રિય અને વૈશ્ય વર્ણ નિહાળીએ છીએ. બ્રાહ્મણોએ જૈન પરંપરા સ્વીકાર્યાના દાખલા વિરલ છે, એ હકીકત જૈન ઇતિહાસમાં જાણીતી છે. આર્ય રક્ષિત બ્રાહ્મણ હતા અને જૈન ભિક્ષુ બન્યા તે એ વિરલતા જ સૂચવે છે. પ્રાચીન આગમમાં કે તે ઉપરના ભાષ્ય, નિર્યુક્તિ કે ચૂણિ જેવા ટીકાગ્રંથમાં જે નાનીમોટી કથાઓ આવે છે તેમાંથી કેટલાંક પાત્રોનાં નામ, પ્રાતઃસ્મરણીય સ્મૃતિસંગ્રહરૂપે રચાયેલ “ભરફેસરબાહુબલિ” નામની એક * આ સંગ્રહમાંની વાર્તાઓનાં પ્રાચીન મૂળ નીચે મુજબ મળે છે? પહેલી વાર્તાના મુખ્ય પાત્ર નંદિણ ઉલ્લેખ આવશ્યકર્ણિના ચોથા અધ્યચનમાં તથા નંદીસૂત્રમાં ઔત્પત્તિકી બુદ્ધિના વર્ણન પ્રસંગે મળે છે. બીજી વાર્તાના નાયક સંચતિરાજનો અને છઠ્ઠી વાર્તાના કપિલમાને ઉલ્લેખ ઉત્તરાધ્યયનસૂત્રમાં છે. ત્રીજી વાર્તામાંનાં સેમ અને આર્ય રક્ષિતને લેખ આવશ્યકનિર્યુક્તિ, ચર્ણિ અને દશવૈશાલિકની અગત્યસિંહની ચૂર્ણિમાં છે. આ ચર્ણિ મુ. શ્રી. પુણ્યવિજયજીને સર્વથા નવી જ મળી છે, ને તે બીજી બધી ચણિઓ કરતાં ઘણું જૂની છે. ચોથી વાર્તામાંના શટાળ મંત્રીને ઉલ્લેખ આવશ્યકનિર્યુકિતમાં તેમ જ બૃહકલ્પમાં છે. પાંચમી વાર્તામાંના ધન્ના-શાલિભદ્રનો ઉલ્લેખ ઠાણાંગસૂત્રના દશમા સ્થાનકની ટીકામાં છે. સાતમી શાલ-મહાશાલની વાર્તાનું મૂળ ઉત્તરાધ્યયનના દશમાં અધ્યયનની ટીકામાં છે. આઠમી મૃગાવતીની તથા નવમી કણિકટિકની વાર્તાનું મૂળ મહાવીરચરિત્રમાં છે. એમાંના હલ્ય-વિહલને ઉલ્લેખ ભગવતીસૂત્રના સાતમા શતકના નવમા ઉદ્દેશકમાં છે. દસમી ઉદયન મંત્રી, અગિયારમી આમ્રભટ અને બારમી ભૂયાજની વાર્તાને આધાર “પ્રબંધચિંતામણિ” છે. Page #588 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે– [ ૫૫૩ પદબંધ પ્રાકૃત સઝાયમાં મળી આવે છે. એ સઝાયની સંસ્કૃત ટીકામાં ટીકાકારે તે તે સૂચિત પાત્રોની વિસ્તૃત જીવનરેખા આપેલી છે. પ્રસ્તુત વાર્તાના લેખકે એ ટીકાગત જીવનરેખાઓનો આધાર કેટલીક વાર્તાઓમાં લીધો છે, તે કેટલીક વાર્તાઓના આધાર તરીકે એમણે પ્રબંધચિંતામણિ જેવા મધ્યકાલીન પ્રબંધસાહિત્યનો ઉપયોગ કર્યો છે. વાર્તાઓને સામાન્ય સૂર લેખકે પ્રત્યેક વાર્તા દ્વારા જે રહસ્ય સૂચિત કરવા ધાર્યું છે તેને સ્ફોટ કરતાં પહેલાં, સમગ્ર વાર્તાસંગ્રહને એકંદર અને સામાન્ય સૂર શો છે તે જાણવું એગ્ય લેખાશે. બધી વાર્તાઓને એકંદર અને સામાન્ય સૂર છે વીરવૃત્તિ દર્શાવવાને. ભલે એ વૃત્તિ જુદી જુદી રીતે, અને જુદે જુદે માર્ગે તેમ જ જુદે જુદે પ્રસંગે તીવ્ર કે તીવ્રતમ રૂપે અવિર્ભાવ પામતી હોય, પણ સંગ્રહમાંની એવી એકે વાર્તા નથી કે જેમાં વીરવૃત્તિને ઉદ્દેક સૂચવાત ન હોય. વીરતાનું મૂળ ઉત્સાહમાં છે. ઉત્સાહ એ એક ચાલુ જીવનક્રમના સામાન્ય વહેણમાંથી છલાંગ મારી છૂટવાનો અને કેટલીક વાર તો આ છેડેથી તદ્દન સામે છેડે જઈ ઊભા રહેવાને વીર્યપ્રધાન ઉલ્લાસ છે. પરલક્ષી અને સ્વલક્ષી વીરવૃત્તિ આલે ઉલ્લાસ એ જ મનુષ્યને ઈતર પ્રાણીઓથી જુદો પાડે છે. વાઘ, સિંહ જેવાં ક્રૂર અને તોફાની પ્રાણીઓમાં શક્તિને ઊભરે દેખાય છે; કેટલીક વાર તે વીરવૃત્તિનું રૂપ પણ ધારણ કરે છે, પણ એ વૃત્તિ મનુષ્યની વીરવૃત્તિ કરતાં નાખી છે. પ્રચંડ બળશાળી અને આવેગી ઇતર પ્રાણીઓને જુસ્સો છેવટે પરલક્ષી હોય છે; એને કોઈ વિરોધી હોય તેની સામે જ તે ઠલવાય છે. ઈતર પ્રાણીઓને જુસ્સ કદી સ્વલક્ષી બની જ નથી શકતો; પિતાના વિધી કે દુશ્મનને મારી કે ફાડી ખાવામાં જ એ પરિણમે છે. જ્યારે મનુષ્યનો વીયૅલ્લાસ અગર જુસ્સો એ પરલક્ષી હોય છતાં તે સ્વલક્ષી પણ બને છે. મનુષ્ય વધારેમાં વધારે જ્યારે આવેગમાં તણાતું હોય અને પિતાના વિરોધીની સામે સમગ્ર શક્તિ અજમાવતા હોય ત્યારે પણ એનામાં એવી એક શક્યતા રહેલી છે કે તેને એ પરલક્ષી સે સાવ દિશા બદલી સ્વલક્ષી બની જાય છે અને તે જ વખતે તેને પિતાની જાત ઉપર પિતાને ગુસ્સો કે આવેગ ઠાલવવાને પ્રસંગ ઊભો થાય છે. એ જ સ્વલક્ષી વીરવૃત્તિ છે અને એ જ માનવતાની માંગલિક ભૂમિકા છે: Page #589 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન લાગે છે કે મનુષ્ય જાતિમાં એવુ જ દેખાય છે કે, મનેાવૃત્તિના અભ્યાસ ઉપરથી એમ શકયતા ગમે તેટલી હેાય છતાં, સામાન્ય ધારણ તો માણસ જે પ્રવાહમાં જનમ્યા હાય કે જે વહેણમાં તણાતા હોય તેમાં જ જીવન ગાળવા પૂરતી માંડવાળ કરી લે છે; અને અનુકૂળ સયાગાની વાત તેા બાજુએ રહી, પણ પ્રતિકૂળ સયોગા સુધ્ધાંમાં તે મેટી ફાળ ભરી શકતા નથી; છતાં એવા પણ અસંખ્ય દાખલાએ દરેક દેશ અને દરેક કાળમાં મળી આવે છે કે જેમાં માણસ ઊર્મિ અને વૃતિના વેગને વશ થઈ એક છેડેથી સાવ સામે અને બીજે છેડે જઈ એસે. વળી ત્યાં ચેન ન વળે કે ઠરીઠામ ન થાય તેા માણસ પાછે પ્રથમ છેડે આવી ઊભા રહે છે. આવુ સામસામેના છેડા ઉપર પહેાંચી જવાનું લેાલક જેવું મનેાત્તિચક્ર માણસ જાતમાં છે. તેમ છતાં તે લેાલક જેવુ યાંત્રિક નથી કે જે એક બિંદુએ પહેાંચ્યા પછી ત્યાંથી અચૂકપણે પાઠ્ઠુ જ ફરે. જ્યાં લગી માણસના જીસ્સા, ઉત્સાહ કે ઊર્મિ પરલક્ષી હાય ત્યાં લગી તે તે લાલકની જેમ યાંત્રિક રહે, પણ સ્વલક્ષી થતાં જ તે યાંત્રિક મટી જાય છે, અને વિવેકપૂર્વક કાઈ એક જ છેડે ઠરીઠામ થઈ માનવતાની મંગળમૂર્તિ સર્જે છે. તેમાંથી જ આત્મશેાધનના અને તે દ્વારા સદ્ગુણાના સ્રોતના ફુવારા ફૂટે છે. અસાધરણ વેગની જરૂરઃ વીવૃત્તિનાં વિવિધ પાસાં ૫૫૪ ] જે વ્યક્તિમાં આવે. અસાધરણ વેગ નથી જનમતે તે કાઈ ક્ષેત્રમાં બહુ લીલુ કે નવું નથી કરી શકતા. ઈતિહાસમાં જે જે પાત્રે અમર થયાં છે તે આવા કાઈ સ્વલક્ષી જુસ્સાને લીધે જ. એને આપણે એક વીરવ્રુત્તિ જેવા શબ્દથી ઓળખાવીએ તેા એ ચેાગ્ય લેખાશે. વીરવૃત્તિનાં પાસાં તે અનેક છે. કયારેક એ વૃત્તિ રાંગણમાં કે વિરોધી સામે પ્રજ્વળી ઊઠે છે, તે કયારેક દાન અને ત્યાગને માગે; વળી કયારેક પ્રેમ અને પરત્રાણને રસ્તે, તે કયારેક બીજા સદ્ગુણા દ્વારા. આમ એને આવિર્ભાવ ભલે, ભિન્ન ભિન્ન રીતે અને ભિન્ન ભિન્ન પ્રસંગે થતા હોવાથી જુદો દેખાય, છતાં મૂળમાં તો એ આવિર્ભાવ સ્વલક્ષી જ બનેલા હાઈ એને સાત્ત્વિક ઉત્સાહ કે સાત્ત્વિક વીરરસ કહી શકાય. સંગ્રહમાંની દરેક વાર્તાનું મુખ્ય પાત્ર એ આવા કાઈ ને કાઈ પ્રકારના સાત્ત્વિક વીરરસનું જ પ્રતીક છે એ વસ્તુ વાચક ધ્યાનપૂર્વક જોશે તે સમજી શકાશે. આ છે આ વાર્તાના સામાન્ય સૂર. હવે આપણે એક એક વાર્તા લઈ એ વિશે કાંઈક વિચાર કરીએ : Page #590 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે– | [ ૫૫૫. પ્રત્યેક વાર્તાને સૂર પ્રથમ વાર્તા ઉપર જે વીરવૃત્તિનો નિર્દેશ કર્યો છે તે વીરવૃત્તિ ક્ષત્રિય પ્રકૃતિના પાત્રમાં જે રીતે આવિર્ભાવ પામતી દેખાય છે તે કરતાં બ્રાહ્મણપ્રકૃતિના પાત્રમાં કાંઈક જુદી જ રીતે આવિર્ભાવ પામતી દેખાય છે. ક્ષત્રિયપ્રકૃતિ એટલે પરંપરાગત ગુણપ્રધાન પ્રકૃતિ. એમાં ચંચળતાની અને જુસ્સાની વૃત્તિનું મિશ્રણ દેખાય છે. આ વસ્તુ પ્રથમ વાર્તાના મુખ્ય પાત્ર નંદિષણમાં લેખકે વ્યક્ત કરી છે. નંદિષેણ એ રાજગૃહીના ક્ષત્રિય નરેશ બિંબિસાર અપર નામ શ્રેણિકને પુત્ર છે. લધુ વયે ભગવાન મહાવીરના ત્યાગ-તપસ્યામય સાત્ત્વિક વાતાવરણથી આકર્ષાઈ ત્યાગીજીવન સ્વીકારવા તે તૈયાર થાય છે. ભગવાન એની ક્ષત્રિય પ્રકૃતિ અને કુમારવૃત્તિના દીર્ધદષ્ટિથી વિચાર કરી તેને સંપૂર્ણ ત્યાગનું સાહસ ખેડતાં રોકે છે, પણ નંદિણ છેવટ તે રહ્યો રાજપુત્ર અને ક્ષત્રિય પ્રકૃતિનો, એટલે એ પોતાના ત્યાગલક્ષી આવેગને રોકી શકતો નથી. તે ત્યાગી તે બને છે, પણ તેનું મન જેમ જેમ વધારે ને વધારે તારુણ્યમાં પ્રવેશ કરે છે તેમ તેમ તેની ભગવાસનાઓ વધારે અને વધારે ઉત્પાદક બનતી જાય છે. મંદિષેણ એને શમાવવા અને કાબૂમાં લેવા અનેકવિધ દેહદમન કરે છે, પણ એ દમન છેવટે તે દેહશેષણમાં જ પરિણમે છે. નંદિષેણ રહ્યો સ્વમાની, એટલે તેને પિતાની સાધના ભગવૃત્તિનું ઉપશમન કરતી ન જણાઈ કે તરત જ તે આવેગને સામે છેડે જઈ નિર્ણય કરે છે કે જે દેહદમન ભગવાસનાનું શમન નથી કરતું તે એવા દેહદમનથી શે લાભ ? અને ભોગમાં પડી અપજશ મેળવવાથી પણ શો લાભ? –આ વિચાર તેને આત્મઘાત કરવા પ્રેરે છે, પણ આત્મઘાતની છેલ્લી ક્ષણે વળી તેનું મનલેલક સામે છેડે જઈ થોભે છે અને વિચાર કરે છે કે દેહપાત એ કાંઈ કાયમી ઉકેલ નથી. જાણે કે તેના મનમાં ભગવાન મહાવીરે ભાખેલ ભાવીને પડઘે ન પડી રહ્યો હોય તેમ એ પાછે ઉત્કટ તપ અને ધ્યાનમાં જ લીન થે. એને તપગથી લબ્ધિ કે વિભૂતિ લાધી. તે ભિક્ષા પર્યટનમાં અચાનક એક ગણિકા ને ત્યાં પહોંચે છે; ધર્મલાભ આપી ઊભો રહે ત્યાં તે ગણિકા એને એમ કહીને મોહપાશમાં પાડે છે કે અહીં તે ધર્મલાભ નહિ પણ અર્થલાભ જોઈએ! નંદિષણ પ્રાપ્ત વિભૂતિબળથી ધનવર્ષ કરાવે છે ને છેવટે એ જ ધન ને એ જ વેશ્યાના ગોપભોગમાં પડી આવેગની બીજી જ દિશામાં તણાય છે.. આમ ભગવાનની આગાહી સાચી પડે છે, પણ નદિષેણ એ કાંઈ માત્ર ચંચળતાની જ મૂર્તિ નથી. કાંચન અને કામિનીના વશીકરણમાં પડ્યા છતાં Page #591 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન તેના મનના ઊંડા પ્રદેશમાં ધર્મભાવનાનાં અને સંયમનાં બીજ તે વવાઈ ચૂક્યાં છે. તે ત્યાગી મટી પૂરે ભેગી બને, પણ એની ત્યાગરુચિ કાયમ છે. તે જ કોઈ ને કોઈ વ્યક્તિને ત્યાગ તરફ વાળે છે અને અનેક જણને ત્યાગી બનાવવાનું જાણે વ્રત લીધું હોય તેમ તે વેશ્યાના ઘરમાં રહ્યા છતાં, નિયમિતપણે પિતાનો ઉદ્યોગ ચાલુ રાખે છે. વળી નંદિષણ એ કોઈ સામાન્ય માટીનો માનવ નથી. એની ભેગવાસનાને પરિપાક થયો છે ને મેગ્ય નિમિત્ત પણ મળી જાય છે. એણે કરેલ સંકલ્પ પ્રમાણે જે દિવસે તેને ત્યાગ સ્વીકારનાર નવી વ્યક્તિ નથી મળતી અને ભેજન વગેરેના દૈનિક ક્રમમાં મોડું થાય છે ત્યારે પેલી ગણિકા મીઠું મેણું મારે છે કે કઈ બીજે ત્યાગ લેનાર ન મળે તે તમે જ કાં નથી તૈયાર થતા ? ગણિકાએ મેણું તો માર્યું મશ્કરીમાં, પણ એ જાણીતી ન હતી કે એની મશ્કરી એને ભારે પડશે ! એ ક્યાં જાણીતી હતી કે આ નંદિષેણ કોઈને વાર્યો રહે તેમ નથી ? નંદિષણની સિંહવૃત્તિને એટલું જ જોઈતું હતું. અને તે પાછો ચાલી નીકળ્યો. દેહદમનથી ઉપશાંત નહિ થયેલ ભોગવાસના ભોગથી ઉપશાંત બની અને સાથે જ ધર્મ–આરાધને જે બીજે વાવ્યાં હતાં તેના પણ સાત્ત્વિક અંકરે સ્વાભાવિક રીતે ઊગ્યા. આમ ભેગવાસનાને ઉપશમ અને ત્યાગસંયમના વિવેકી સંસ્કારે એ બંનેને સુમેળ થતાં જ પિતાના ધર્મગુરુ ભગવાન મહાવીર પાસે જઈ સ્થિર મનથી જીવનશૈધનના કામમાં લાગી જાય છે. નદિષેણની જીવનરેખા તે લેખકે આકર્ષક રીતે આલેખી છે તેમાં ઘણે સ્થળે આવતું માનસિક વૃત્તિઓનું વિશ્લેષણ અનુભવસિદ્ધ અને ધ્યાન ખેંચે એવું છે. પણ ઉપર જે ટૂંક સાર આપે છે તે ઉપરથી એટલું જાણી શકાશે કે ક્ષત્રિયવૃત્તિ કેવી ચંચળ અને છલાંગ મારનારી હોય છે. એ વૃત્તિ જ્યારે કાબૂમાં આવે છે ત્યારે તે કેટલી કાર્યસાધક બને છે, અને કાબૂમાં ન આવે ત્યાં લગી તે માણસને કેવી રીતે દડાની પેઠે આમથી તેમ ફળે છે ! આખી વાર્તાને ધ્વનિ તે છેવટે એ જ છે કે અંતરવાસના બળવતી હોય તે દેહદમન કારગત થતું નથી. જ્યારે એ વાસનાનું બળ એક કે બીજી રીતે ઉપશાંત થાય ત્યારે જ સાધના ધર્મસાધના નીવડે છે. આ સત્ય ભલે નદિષેણની વાર્તામાં નિરૂપાયું હોય, પણ તે આખી માનવજાત માટે સાચું છે. એટલે લેખકે નંદિષેણની વાર્તા દ્વારા વાચકનું ધ્યાન એ મુખ્ય સત્ય તરફ જ આકર્ષવા સુંદર રીતે પ્રયત્ન કર્યો છે. છઠ્ઠી વાર્તા કપિલકુમાર, જે છઠ્ઠી વાર્તાને નાયક છે, તે વિશે અહીં જ Page #592 -------------------------------------------------------------------------- ________________ પુન પંચાવન વર્ષે– [ પ . થોડું કહી દઈએ. નદિષેણ એ ક્ષત્રિય પ્રકૃતિનો છે, જ્યારે કપિલકુમાર બ્રાહ્મણ પ્રકૃતિન. નંદિઘણુ ક્ષણમાત્રમાં રાજવૈભવ ત્યજી તપ-ત્યાગ તરફ ઢળે છે અને વળી તેમાંથી સૃત થઈ પાછો ભોગ ભણી ભાગે છે. કપિલકુમાર સરસ્વતીની સાધના કરતાં કરતાં વચ્ચે જ એક તરુણી તરફ આકર્ષાય છે અને એ સાધનાને ત્યાં જ જતી કરી ગુરુવાસ છોડી તરુણી સાથે ચાલી નીકળે છે. નંદિ વિશે ભગવાન મહાવીરે ભાખેલું સત્ય સાચું ઠરે છે, તે કપિલકુમાર વિશે વિદ્યાગુરુએ કલ્પેલું ભાવી સાચું પડે છે. નંદિણ ગણિકાના પાશમાંથી એકાએક છૂટી મૂળ ભાગે પાછા ફરે છે, તેમ જ કપિલકુમારનું પણ બને છે. પત્નીના આગ્રહથી ગરીબી નિવારવા રાજકારે દાન મેળવવા જતાં જ્યારે તેને રાજ તરફથી જોઈએ તે માગી લેવાનું કહેવામાં આવે છે ત્યારે કપિલકુમાર – આ માગું, તે માગું, આટલું માગું તેટલું માગું ? એવી અનેક પ્રકારની વિકલ્પજાળમાં સપડાય છે. પણ તરત જ તેની સ્વલક્ષી વીરવૃત્તિ–કહો કે ધર્મવૃત્તિ–પ્રગટે છે અને તે કાંઈ પણ મેળવવાના લેભથી તદ્દન ઊંચે ઊઠી પરમ સંતોષની ભૂમિકા ઉપર જઈ બેસે છે. હવે એને કોઈ વસ્તુ લલચાવી શકતી નથી. આમ જે થોડી ક્ષણે પહેલાં દીનવૃત્તિથી કંગાળ દેખાતે તે જ થોડી પળોમાં સાવ બદલાઈ મનસિ ર તુટે યોગાન . ત્તિ: એવી સામ્ય અવસ્થામાં આવે છે. આમ ક્ષત્રિયપુત્ર નંદિષણનું જેવું પતનોત્થાન જોવામાં આવે છે તેવું જ પતનોત્થાન બ્રાહ્મણપુત્ર કપિલકુમારમાં પણ દેખાય છે. આવાં પતનેત્યાન દ્વારા લેખકે મનુષ્યસ્વભાવનું વાસ્તવ ચિત્ર જ ખેંચ્યું છે. બીજી વાર્તા સંયતિરાજની છે. સંયતિરાજ પણ ક્ષત્રિયપ્રકૃત્તિને છે. એને મુખ્ય નાદ છે શિકારને. તે શિકાર પાછળ એટલે બધે ઘેલું છે કે જાણે તેના જીવનનું તે ધ્યેય જ ન હોય! એની આ હિંસાપરાયણ ચંચળ વૃત્તિ જ એક દિવસ એને સાવ સામે છેડે લઈ જઈ મૂકે છે. તે શિકાર પાછળ, પડી એક ભાગતા મૃગલાને તીરથી વીંધે છે. મૃગલું તીર વાગતાં જ ઢળી પડે છે. લક્ષ્યવેધની સફળતા જોઈ સંયતિરાજ મલકાય તેટલામાં તે તેની નજર સામે નવું જ જગત ખડું થાય છે. જ્યાં એ શિકાર પડ્યો છે ત્યાં જ નજીકમાં એક પ્રશાંત અહિંસક વૃત્તિની સાક્ષાત મૂર્તિ ન હોય એવા યોગીમુનિને ધ્યાનમુદ્રામાંથી ઊતા તે નિહાળે છે. મુનિ મૃગલાના પ્રાણત્યાગથી દુઃખી છે તે બીજી બાજુ તે શિકારને વીંધનાર શિકારીને અજ્ઞાન અને મિથ્યા કૃત્યથી પણ દુઃખી છે. મુનિનું સાત્ત્વિક દુઃખ કલ્યાણુગામી છે. પેલે સંયતિરાજ મુનિના મુખ તરફ જોઈ રહે છે કે એ તપસ્વી શાપ કે ઠપકો તે નહિ. Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮: દર્શન અને ચિંતન આપે? પણ મુનિ તે તે મુનિ! એમનું મૌન જેટલું વધારે વખત ચાલે છે તેટલું જ ઊંડેથી રાજાનું મન વધારે લેવાય છે. એ વિચારવમળમાં ગોથાં ખાય છે. તેને જે શાપ અને ઠપકાને ભય હતું તેને બદલે તે તે મુનિના મૌનમાં કરુણા વરસતી જુએ છે. મુનિ સંયતિરાજની હિતકામનાને જેમ જેમ ઊડે વિચાર કરે છે તેમ તેમ એ વિચારના પડઘા, મૌન દ્વારા જ, સંયતિરાજ "ઉપર એટલા સખત રીતે પડે છે કે છેવટે તેનું મન પ્રથમની શિકારવૃત્તિના એક છેડેથી સાવ બીજે છેડે જઈ ઊભું રહે છે, અને હિંસાવૃત્તિ એ અહિંસા તેમ જ કરુણવૃત્તિમાં પલટે ખાય છે. સંયતિરાજ ત્યાં ને ત્યાં મુનિના ચરણમાં હંમેશ માટે અહિંસા અને કરુણાને સાક્ષાત્ કરવા સંકલ્પ કરી લે છે ને રાજવૈભવ ત્યજે છે. સંયતિરાજની વીરવૃત્તિ પરલક્ષી મટી જ્યારે સ્વલક્ષી થઈ ત્યારે જ તેનામાં મંગળમૂર્તિ પ્રગટી. લેખકે આ વાર્તા જૂના ગ્રંથમાંથી લીધી છે, પણ તેની રજૂઆત એટલી સારી રીતે થયેલી છે કે વાચક તે વાંચતાં વાંચતાં પિતાનામાં ઉદ્ભવતી પરસ્પર વિરોધી એવી સામસામેની વૃત્તિઓને પ્રતીતિકર રીતે નિહાળી શકે. ભારતમાં ધર્મસાધના અનેક રીતે થયેલી છે, પણ તેમાં મુખ્ય સાધના તો અહિંસાની જ છે. બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન બધા જ કથાસાહિત્યમાં અહિંસાને ભાવ વિકસાવતી કથાઓ મળી આવે છે, તે જ એ બાબતમાં પ્રમાણ છે. આમ તે આવી કથા કાલ્પનિક લાગે, પણ જ્યારે તે કોઈ દાખલામાં વર્તમાન કાળમાં અનુભવાય ત્યારે તે કાલ્પનિક કથાઓ પણ એક વાસ્તવિક સત્ય નિરૂપતી હોય તેવી પ્રતીતિ થાય છે. હમણાં જ હિન્દુસ્તાન ટાઈમ્સ (તા. ૧૪–૧–૫૩) માં આવી એક ઘટના છપાઈ છે : નિવૃત સરસેનાપતિ જનરલ કરિઅપ્પા એક વાર સંયતિરાજની પિઠે. શિકારના શોખે સાબર પાછળ પડ્યા. તેમણે તેને વીંધ્યું અને તે ચીસ પાડીને ઢળી પડ્યું. તેની ચીસ સાંભળતાં જ. કરિઅપ્પાનો આત્મા પણ સયંતિરાજની પડે અંદરથી ચીસ પાડી ઊઠ્યો. પેલી શિકારી પરલક્ષી વૃત્તિ તે જ વખતે સ્વલક્ષી બની અને તેમણે તે જ વખતે શિકાર ત્યાગવાને સંકલ્પ કર્યો એટલું જ નહિ, પણ પિતાના અધિકાર તળેના અમલદારને સૂચવ્યું કે જે શિકાર કરવો જ હોય તો પોતાના જાનનું જોખમ હોય તે શિકાર કરજે. * આ જ પ્રસંગ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જીવનમાં આવે છે. જુઓ તેમની આત્મકથાને ગુજરાતી અનુવાદ, ત્રીજી આવૃત્તિ, પૃ. ૩૨. Page #594 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે– [ ૫૫૯ એનો અર્થ એ છે કે નિર્દોષ અને ગરીબડાં પ્રાણીઓનો શિકાર કરી તેમાં પુરુષાર્થ ચરિતાર્થ થયાને ગર્વ ન લેશે. આ પણ એક હિંસામાંથી અહિંસા ભણું પગલાં માંડવાની શરૂઆત છે. લેખકે વાર્તામાં કહ્યું છે તેમ જે કર્મમાં એટલે કોઈને પજવવાના કર્મમાં રા હોય તે જ વૃત્તિચક્ર બદલાતાં ધર્મમાં એટલે સહુનું હિત સાધવાના કાર્યમાં શૌર્ય લેખતા થઈ જાય છે. સંયતિરાજની કથામાં હિંસાવૃત્તિમાંથી અહિંસાને સાવ બીજે છેડે જઈ બેસવાનો જે ધ્વનિ છે તે પ્રત્યેક સમજદાર માણસના મનમાં ઓછેવત્તે અંશે ક્યારેક રણકાર કરે જ છે. આ વાર્તામાં સંયતિરાજ અને મુનિ એ બન્નેના મૌન મિલનપ્રસંગનું જે ચિત્ર લેખકે આલેખ્યું છે તે વાંચતાં એમ થઈ આવે છે કે જાણે બનેની મનવૃત્તિની છબી જ ન પડી હોય ! ત્રીજી વાર્તા છે માની. એ દશપુર (વર્તમાન મંદિર)ના એક રાજપુરોહિતની પત્ની છે. જનમે અને સ્વભાવે પણ એ બ્રાહ્મણી છે. એના વંશ અને કુટુંબમાં બ્રાહ્મણપરંપરાને વિદ્યાસંસ્કાર જ ઉત્તરોત્તર વિકસતે ચાલ્યો આવે છે. તે વારસે પિતાના જયેષ્ઠ પુત્રને મળે અને તેને તે વિકસાવે એ દષ્ટિ એ પુરોહિત અને પુરેહિત પત્નીની રહી છે. જયેષ્ઠ પુત્ર રક્ષિત તે સમયમાં વિદ્યાધામ તરીકે જાણીતા પાટલિપુત્રમાં બાર વર્ષ લગી વિદ્યાભ્યાસ કરી જ્યારે વતનમાં પાછા ફરે છે ત્યારે તેનો રાજ્ય તરફથી ભારે આદર થાય છે. રક્ષિત શાસ્ત્રીય વિદ્યાઓ ભણીને આવ્યા છે, પણ તે માતૃભક્ત હાઈ માતાનું દર્શન કરવા ને તેનું વાત્સલ્ય ઝીલવા તલસી રહ્યો છે. માતાનું પુત્ર પ્રત્યે વાત્સલ્ય પણ જેવું તેવું નથી. તે પુત્રની વિદ્યાસમૃદ્ધિથી પ્રસન્ન છે ખરી, પણ તેના મનમાં ઊંડે અને વાસ્તવિક સંતોષ નથી. સામાન્ય માતાઓ સંતતિની જે વિદ્યા અને જે સમૃદ્ધિથી સંતોષાય તે કરતાં સોમાનું ઘડતર મૂળે જ જાદુ છું. તેથી જ્યારે રક્ષિત માતાના પગમાં જઈ પડે છે ત્યારે તેને માતા જોઈએ તેટલી પ્રસન્ન નથી જણાતી. છેવટે ઘટસ્ફોટ થાય છે અને રક્ષિત જાણવા પામે છે કે હું જે અને જેટલી શાસ્ત્રીય વિદ્યાઓ શીખ્યો છું તેમ જ જે સરસ્વતી–ઉપાસના કરી છે, તેટલામાત્રથી મારી માતાને પૂર્ણ સંતોષ નથી. હું અપરા વિદ્યા (લૌકિક વિદ્યાઓ) ઉપરાંત પર વિદ્યા (આધ્યાત્મિક વિદ્યાઓ) પણ મેળવું ને સાચે બ્રાહ્મણ થાઉં એવી માતાની તીવ્ર ઝંખના છે. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ ] અપરા વિદ્યા અને પરા વિદ્યાઃ શ્વેતકેતુની વાત સામાની કેવળ અપરા વિદ્યામાં પૂર્ણતા ન માનવાની અને પરા વિદ્યા સુધી આગળ વધવાની તાલાવેલી આપણને પ્રાચીન યુગના વાતાવરણની યાદ આપે છે. છાંદોગ્યેાપનિષદમાં શ્વેતકેતુની વાત આવે છે એને પિતા ઉદ્દાલક આરુણિ એ પણ રુદ્રસામાની પ્રકૃતિને યાદ આપતા બ્રાહ્મણ છે. જ્યારે શ્વેતકેતુ ખાર વર્ષ લગી ગુરુકુળમાં રહી અનેક શાસ્ત્રીય વિદ્યાઓ——અપરા વિદ્યાએ—ભણી પાઠો ફર્યો ત્યારે પિતા આરુણિએ તેને એક પ્રશ્ન પૂછ્યો કે ‘તું બધું શીખ્યા ખરા, પણ એ શીખ્યો છે કે જે એક જાણવાથી બધુ જણાઈ જાય ?? આ પ્રશ્ન પરા વિદ્યા—આત્મવિદ્યા બ્રહ્મવિદ્યાના હતા. તે કાળે શાસ્ત્રીય વિદ્યાએ શીખનાર અને શીખવનાર પુષ્કળ હતા, પણ બ્રહ્મવિદ્યા વિરલ હતી. તેથી જ ઉચ્ચ કાટિના વિદ્વાના અને આધ્યાત્મિકા પોતાનાં શિષ્ય કે સંતતિને અધ્યાત્મવિદ્યા મેળવવા ખાસ પ્રેરતા. છેવટે પિતા આરુણિ શ્વેતકેતુને પાતે જ પૂછેલા પ્રશ્નના ઉત્તરરૂપે બ્રહ્મવિદ્યાનું વિસ્તૃત અને તલસ્પર્શી જ્ઞાન આપે છે. સ્વસામા પાતે તા પોતાના પુત્ર રક્ષિતને પરા વિદ્યા આપવા નથી બેસતી, પણ તેની અભિરુચિ અને ઝંખના પરા વિદ્યા પ્રત્યે અસાધારણ છે. એટલે જ ખાર વર્ષ પછી પાછા ફરેલ વત્સલ પુત્રને એવી પરા વિદ્યા શીખવા રજા આપતાં તે દુઃખ નથી અનુભવતી. સામા રક્ષિતને પોતાના ગુરુ તાસલિપુત્ર પાસે પૂવિદ્યા મેળવવા મેાકલે છે. પૂવિદ્યા એ જૈન પર્ પરાના શબ્દ તે, પણ તે ઉપનિષદોની પરા વિદ્યાને અપરા વિદ્યાઓ સમાય છે ખરી, પણ તેનું મહત્ત્વ આત્મવિદ્યાને લીધે છે. સ્થાને છે. પૂર્વાવિદ્યામાં દર્શન અને ચિંતન માતાની વૃત્તિ સંતોષવા અને બ્રાહ્મણુસુલભ જ્ઞાનવૃત્તિ વિકસાવવા રક્ષિત ખીજો કશા પણ વિચાર કર્યાં સિવાય પૂરા ઉત્સાહથી જૈન ગુરુ તેાસલિપુત્ર પાસે જાય છે; પૂર્વાંવિદ્યા મેળવવા છેવટે વજ્રસ્વામીનું પાસુ પણ સેવે છે. તેમની પાસેથી પ્રાપ્ય સધળું જ્ઞાન મેળવી તે માતાને ફ્રી મળવા આવવાના વિચાર કરે છે, પણ તે આવે—ન આવે તેટલામાં તા માતાનું વત્સલ હૃદય ધીરજની સીમા ઓળંગે છે અને નાના પુત્ર ફલ્ગુને મોટા ભાઈ રક્ષિતને તેડી લાવવા રવાના કરે છે. ફલ્ગુ પણ છેવટે તે સરસ્વતીના પુત્ર જ હતા, એટલે રક્ષિતના વિદ્યાપાશમાં એ સપડાય છે. છેવટે બન્ને ભાઈઓ જૈન સાધુરૂપમાં માતાને મળે છે. એને બન્ને પુત્રાની અંતર્મુખ સાધનાથી એવા પરિતાષ થાય છે કે હવે તેનુ મન સ્થૂળ જીવનવ્યવહારામાં સંતોષાતુ નથી, અને તે પણ ત્યાગને માર્ગે વળે છે. પિતા સામદેવ પુરાહિત મૂળે તો વૈદિક Page #596 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે [ પs સંસ્કાર ધરાવતે બ્રાહ્મણ છે, પણ તેને કોઈ વારસાગત સંપ્રદાયબંધન નથી, એટલે તે પણ પત્નીને સાથ આપે છે ને દંપતી જીવનશુદ્ધિ સાધવા પુત્રની સાથે ચાલી નીકળે છે. ધ્યાન ખેંચતી બાબતે આ કથા મૂળ તે અતિહાસિક છે અને તે વિક્રમના બીજા સૈકાની ઘટના છે. આ વાર્તામાં ખાસ ધ્યાન ખેંચે એવી બેચાર બાબતે છેઃ પહેલી તે એ કે બ્રાહ્મણ પ્રકૃતિમાં શાસ્ત્રીય વિદ્યાઓને મેળવવાનું સહજ બીજ રહેલું છે. બીજી બાબત એ છે કે મા એ કઈ સાધારણ માતા જેવી માતા નથી, તેનું દર્શન પારદર્શી હોઈ તે પર વિદ્યા ન મેળવાય ત્યાં લગી અપરા–શાસ્ત્રીય વિદ્યાઓને અપૂરતી કે અસાધક લેખે છે. ત્રીજી બાબત એ છે કે પુત્ર પણ એવો જ વિદ્યાકામ અને માતૃભક્ત છે કે માતાની ઈચ્છાને માન આપવા અને લભ્ય ગમે તે વિદ્યા મેળવવા માટે બધું જ કરી છૂટે છે, એટલે સુધી કે, તે છેવટે ગાઉં શ્યધર્મ ને સ્વીકારતા માતાનું મન સતિષવા અને પિતાની આધ્યાત્મિક અભિલાષા તૃપ્ત કરવા આજીવન ત્યાગમાર્ગે વળે છે. ચોથી બાબત તે કાળના સંસ્કારજીવન અને રાજકીય જીવનને લગતી છે. તે કાળે માળવાની ઉજજયિની અને મંદસોર એ જૈન પરંપરાનાં અને સામાન્ય રીતે વિદ્યા માત્રનાં કેન્દ્રો હતાં. ઉજ્જયિની સાથે તે પાટલિપુત્રને સજકીય સંબંધ અશોકના સમયથી જ બહુ વધી ગયેલ. તે ઉત્તરોત્તર વધે જ જતું હતું, અને વિક્રમ સંવતના પ્રારંભ સુધીમાં તે પાટલિપુત્રની મહત્તાનું સ્થાન ઉજ્જયિનીએ લીધું હતું. અશોકને પૌત્ર સંપ્રતિ ઉજ્જયિનીને સૂબે હતું ત્યારથી જૈન ધર્મને સંબંધ વધારે ને વધારે ઉજજયિનીની આસપાસ વિક હતો. મા બ્રાહ્મણ કુટુંબની હતી અને છતાં તેનામાં જૈન પરંપરા પ્રત્યે ઊંડી મમતા હતી. એ સૂચવે છે કે તે કાળે માળવામાં જૈન પરંપરા વધારે પ્રભાવ ધરાવતી હોવી જોઈએ. પતિ વૈદિક પરંપરાના સંસ્કાર ધરાવે અને પત્ની જૈન પરંપરાના, છતાં દાંપત્યજીવનમાં કોઈ અથડામણું ન આવે એ પણ તે કાળના સંસ્કારી જીવનનું એક સૂચક લક્ષણ ગણાય. આ બધી ધ્યાન ખેંચે એવી બાબતે સ્ટસોમાની સ્વલક્ષી વીરવૃત્તિની આસપાસ ગૂંથાયેલી છે. લેખકે સમાની એ વીરવૃત્તિના ચિત્રને એવો ઉઠાવી આપે છે કે તે વાંચતાં જ ઉપરની બધી બાબતે એક પછી એક મન ઉપર તરવરવા લાગે છે.. Page #597 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] દર્શન અને ચિંતન ચેથી, દશમી અને અગિયારમી—એ ત્રણ વાર્તાઓ રાજ્યભક્ત મંત્રીની ક્ષાત્રવટવાળી વીરવૃત્તિને દાખવે છે. ત્રીજીનું મુખ્ય પાત્ર શકટાળ છે. તે છેલ્લા ધનનંદને બ્રાહ્મણ મંત્રી છે. રાજ્યલક્ષ્મીને વેડફાતી અટકાવવા અને પ્રજાહિતનાં કાર્યો સુયોગ્ય રીતે ચાલુ રાખવા ખાતર જ રાજકારણું દાવપેચ રમવા જતાં છેવટે તે પિતાને હાથે પોતાનું બલિદાન આપે છે, અને રાજ્યતંત્રને નબળું પડતું બચાવી લે છે. ઉદયન મંત્રી એ ગુજરાતના ચૌલુક્યરાજ જયસિંહ સિદ્ધરાજને સુવિખ્યાત ઉદ મંત્રી છે. તે પણ ગુર્જરરાષ્ટ્રની તેજેરક્ષા કરવા અને તેના વિરોધીઓને નાથવા ઘરડે ઘડપણ પણ રણાંગણમાં શૌર્ય દાખવી વીરમૃત્યને વરે છે અને પિતાનું ધારેલ લક્ષ્ય સિદ્ધ કરે છે. પ્રજાજીવનને શ્રેમમાં પશે એવા ગુર્જર રાજ્યને ટકાવવા ને તેને પાકે પાયે મૂકવા એ મંત્રીએ પ્રાણની પણ પરવા ન કરી, એ જ તેની ક્ષાત્રવટ છે. અગિયારમી વાર્તાને નાયક છે રાજપિતામહ આમ્રભટ, તે ચૌલુક્યરાજ કુમારપાળને એક મુખ્ય મંત્રી અને આચાર્ય હેમચંદ્રનો અનન્ય ગુણજ્ઞ હતો. જ્યારે એણે જોયું કે કુમારપાળના ઉત્તરાધિકારી અજયપાળે ગુર્જરરાજ્યલક્ષ્મીને હીણપત લાગે એવી પ્રવૃત્તિ માંડી છે, ને પાટણના અભ્યદયને વણસાડવા માંડ્યો છે, ત્યારે તેણે પ્રાણની પણ પરવા કર્યા સિવાય સામી છાતીએ જઈ તમાખી અજયપાળને લલકાર્યો અને એની સાન ઠેકાણે લાવવા પ્રાણર્ષણનું જોખમ પણ ખેડ્યું. એ એક અસાધારણ બહાદુરી અને ક્ષાત્રવટની ઐતિહાસિક વાર્તા છે. ઉપરની ત્રણે વાર્તાઓને લેખકે અત્યારની ઢબે એવી રીતે વિકસાવી છે કે વાંચનારની સુષુપ્ત વીરવૃત્તિ જાગે અને સાથે સાથે પ્રાચીન કાળનું તાદશ ચિત્ર તેની સમક્ષ રજુ થાય. આ વાર્તાઓ આપણને કહી જાય છે કે ક્ષાત્રવટ એ કોઈ એક જાતિનો જ વારસો નથી; તે વિદ્યાવી લેખાતા બ્રાહ્મણમાં પણ પ્રગટે અને ગણતરીબાજ લેખાતા વૈશ્યમાં પણ પ્રગટે. પાંચમી ભિક્ષા નામની વાર્તાનું મુખ્ય પાત્ર શાલિભદ્ર છે. જેને કથાઓમાં શાલિભદ્ર સાથે ધન્નાનું નામ સંકળાયેલું હોઈ ધન્ના-શાલિભદ્ર એમ જોડકું સાથે જ સ્તવાય–ગવાય છે. ધન્નો એ શાલિભદ્રનો બનેવી થાય છે. અને શ્રેષ્ઠીપ છે ને સાથે જ ત્યાગી બને છે. ધર્માચારકે કર્મચારને નિરૂપતી કોઈ પણ ભારતીય કથા એવી ભાગ્યે જ હશે, જેમાં પુનર્જન્મને સિદ્ધાંત સ્વીકાર્યો Page #598 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે-- [ ૫૬૩ સિવાય કથની થતી હોય. ખરી રીતે ભારતીય બધી જીવિત પરંપરાઓને આચાર-વિચાર પુનર્જન્મની ભૂમિકા ઉપર ઘડાય છે. જ્યાં બીજી કોઈ રીતે ઘટનાને ખુલાસે ન થાય ત્યાં પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતથી ખુલાસાએ મેળવાય છે. પ્રસ્તુત વાર્તામાં એ ભાવનું પ્રતિપાદન છે. ભગવાન મહાવીર શાલિભદ્ર મુનિને કહે છે કે આજે તું માતાને હાથે ભિક્ષા પામીશ. શાલિભદ્ર વર્તમાન જન્મની માતા સમીપ જાય છે, તે ખાલી હાથે પાછા ફરે છે. અચાનક વનમાં એક મહિયારી મળે છે. તે મુનિને જોઈ કોઈ અંદરની અકળ સ્નેહલાગણીથી પુલકિત બને છે ને પિતાની પાસેનું દહીં એ મુનિને ભિક્ષામાં આપે છે. મુનિ ગુરુ મહાવીરના વચન વિશે સંદેહશીલ બને છે, પણ જ્યારે તે ખુલાસો મેળવે છે કે મહિયારણ એના પૂર્વજન્મની માતા છે ત્યારે તેનું સમાધાન થાય છે. આ વાર્તામાં જન્માંતરની સ્નેહશંખલા કેવી અકળ રીતે કામ કરે છે તે દર્શાવાયું છે. અને લેખકે વાર્તા દ્વારા માઘ કવિની “સતીવ ચાષિત પ્રકૃતિઃ દુનિચરા પુનાગ્યેતિ મવારે' એ ઉક્તિમાંની કર્મપ્રકૃતિને જન્માક્તરમાં પણ કામ કરતી દર્શાવી છે. સાતમી વાર્તા શાલ-મહાશાલની છે. મહાવીર અને બુદ્ધના સમયમાં અંગ, વિદેહ અને મગધમાં ત્યાગવૃત્તિનું મોજું કેટલું જોરથી આવ્યું હતું તેનું પ્રતિબિંબ આ વાર્તામાં પડે છે. ભાઈભાઈ વચ્ચે અને બાપ-દીકરા જેવા નિકટના સંબંધીઓ વચ્ચે રાજ્ય માટે લડાઈ લડવાની અને એકબીજાનાં માથાં કાપવાની કથા દેશના કથાસાહિત્યમાં અને ઇતિહાસમાં સુવિદિત છે, છતાં એવા પણ અનેક દાખલાઓ છે કે જેમાં રાજ્યભ ભાઈભાઈ વચ્ચે અંતર ઊભું કરી શકતો નથી. શાલ રાજ્ય ત્યજી મહાશાલને ગાદી લેવા કહે છે, તે મહાશાલ એથી ન લલચાતાં મોટા ભાઈ ને પગલે જ જાય છે. જેમ લક્ષ્મણ અને ભરત રામને પગલે ગયા તેમ મહાશાલ શાલને પગલે ગયે, અને જન્મગત સહેદરપણું ધર્મગત સિદ્ધ કર્યું. પણ શાલ-મહાશાલને એટલામાત્રથી સંતોષ ન થયો. તેમને થયું કે ભાણેજને ગાદી સોંપી છે, તો તે રાજ્યપ્રપંચના કીચડમાં ખેંચી જન્મારે ન બગાડે એ પણ જોવું જોઈએ. છેવટે શાલ-મહાશાલના અંતસ્યાગે ભાણેજ ગાંગીલને આકર્ષે અને આખું કુટુંબ ત્યાગને માર્ગે ગયું. જે ઘટના આજે જરા નવાઈ ઉપજાવે તે જ ઘટના બીજે કાળે ન બને એમ તે ન કહી શકાય. તે કાળમાં ત્યાગનાં એવાં મોજાં આવેલાં કે જેને લીધે અનેક તરુણ-તરુણીઓ, કુટુંબીજનો ત્યાગ લેવા લલચાતા. બૌદ્ધ, જૈન અને વૈદિક ત્રણે પરંપરાના સંન્યાસ કે પરિવ્રાજક જીવનમાં જે પ્રાચીન Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ ] દર્શન અને ચિંતન વર્ણન છે તે અત્યારે કલ્પિત જેવાં લાગે, પણ તેમાં ઘણું સત્ય સમાયેલું છે. એ વસ્તુની પ્રતીતિ આવી પ્રાચીન કથાઓ કરાવે છે. વળી, મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય ઉદ્ધારની અહિંસક કાર્યપદ્ધતિ લેક સમક્ષ રજૂ કરી, ને પિતે એના પથિક બન્યા ત્યારે શરૂઆતમાં જે ત્યાગ અને અર્પણનું ચિત્ર અસંભવિત જેવું દેખાતું તે જ ૧૯૨૧, ૧૯૩૦ અને ૧૯૪ર માં વાસ્તવિક બનેલું આપણે સહુએ જોયું છે. સૌને તે કાળે એક જ લગની હતી કે અમે. કુટુંબસહ પણ ગાંધીજીની હાકલને ઝીલીએ. પચીસ વર્ષ પહેલાં સ્વલક્ષી વીરવૃત્તિ જુદા રૂપમાં આવિર્ભાવ પામેલી. આ ભાવ લેખકે શાલ-મહાશાલની વાર્તા દ્વારા સૂચવ્યું છે ને વાચકને પ્રાચીન કાળના વાતાવરણનો સુરેખ પરિચય કરાવ્યો છે. આઠમી “રાજમાતા” નામની વાર્તામાં મુખ્ય પાત્ર છે મૃગાવતી. એ. સાહિત્યમાં પ્રસિદ્ધ ઉદયન-વત્સરાજની માતા અને ભગવાન મહાવીરના મામા ચેટકરાજની પુત્રી થાય. જ્યારે એના રૂપથી લેભાઈ એન બનેવી ઉજ્જયિનીરાજ ચંડપ્રદ્યોત કૌશાંબી ઉપર ચડી આવે છે ત્યારે, એ લડાઈ દરમ્યાન જ પતિ સ્વર્ગવાસી થતાં, વિધવા મૃગાવતી ઉપર રાજ્યની અને પિતાનું પાવિત્ર્ય. સાચવવાની એમ બેવડી જવાબદારી આવી પડે છે. મૃગાવતી કુનેહથી બને. જવાબદારીઓ સરસ રીતે પાર પાડે છે અને છેવટે તે પુત્ર ઉદયનને ગાદીએ, બેસાડી અંતિમ જીવન ત્યાગમાર્ગે વીતાવે છે. આ વાર્તા દ્વારા લેખકને દર્શાવવું એ છે કે સ્ત્રી માત્ર ભીરુ, લાચાર કે પાંગળી નથી; એનામાં એવું ખમીર રહેલું છે કે તે ધારે તે ઐતિહાસિક વિરમૂર્તિ લક્ષ્મીબાઈ અને ધર્મમૂર્તિ અહલ્યાબાઈની પેઠે ભારેમાં ભારે સેંકટે વચ્ચે પણ રસ્તે કાઢી શકે. આ તથ્ય તે મહાત્મા ગાંધીજી પછી આવેલી આપણું દેશની સ્ત્રી જાગૃતિમાં આપણે નજરે જ નિહાળ્યું છે. રાજમાતા મૃગાવતી એ જ સત્યની પ્રતીતિ કરાવે છે. નવમી વાર્તા : “છત કે હાર' નામની આ વાર્તા શાલ-મહાશાલની કથા કરતાં સાવ નોખી પડે છે. એમાં કૌરવ–પાંડવની જાદવાસ્થળી જોવા મળે છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું તે ઐતિહાસિક છે કે નહિ એ એક પ્રશ્ન છે, પણ આ વાર્તાનાં બે મુખ્ય પાત્ર ચેટક અને કેણિક વચ્ચેનું યુદ્ધ તે નિર્વિવાદ રીતે ઐતિહાસિક છે. ચેટક એ માતામહ છે તે કેણિક–જે અજાતશત્રુ નામથી જાણીતા છે તે–તેને દૌહિત્ર છે. આમ દાદા-ભાણેજ વચ્ચે મહાન યુદ્ધ જામે છે અને તે પણ માત્ર એક હાર અને હાથીને જ કારણે કિણિકના બે સગા ભાઈએ નામે હલ, વહ@હતા. તેમને ભાગમાં Page #600 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે-- [૫૬૫ મળેલ હાર અને હાથી લઈ લેવાની કેણિકની જીદ હતી. પેલા બન્ને ભાઈઓ માતામહ ચેટકને શરણે ગયા. શરણાગતની રક્ષાને ક્ષત્રિયધર્મ માની ચેટકે કેણિકને નમતું ન આપ્યું, અને છેવટે યુદ્ધમાં તે મૃત્યુને પણ ભેટયો. આમ એક જ લેહીના સગાઓ વચ્ચેના યુદ્ધની આ કથામાં માત્ર એટલું જ નથી; તે ઉપરાંત પણ કાંઈક છે, અને તે એ કે કેણિક ઔરંગઝેબની પેઠે પિતાના પિતા બિંબિસારને કેદ કરે છે અને છેવટે તેને જ નિમિત્તે તેનું મૃત્યુ પણ થાય છે. જે કાળે ચોમેર ત્યાગ અને અર્પણનું દેવી મજું આવેલું તે જ કાળે નજીવી ગણાતી ચીજ માટે ખૂનખાર લડાઈ લડાવાનું આસુરી મજું પણ વિદ્યમાન હતું. મનુષ્યસ્વભાવ ઘણાં પાસાંથી ઘડાયો છે. એમાંના આસુરી પાસાનું જે દર્શન વ્યાસે મહાભારતમાં કૌરવ–પાંડવના યુદ્ધ દ્વારા કરાયું છે તે જ પાસાનું દર્શન આ વાર્તામાં પણ થાય છે. જેમ કલિંગના મહાહત્યાકારી વિજય બાદ અશોકને ભાન પ્રગટયું કે એ વિજય ખરા વિજય નથી, એ તે ઊલટો પરાજય છે, તેમ જે હાથી મેળવવા કેણિક મહાન યુદ્ધ શરૂ કરેલું તે યુદ્ધ જીતવા તેને પિતાને જ તે હાથી મારવાનો અકલ્પિત પ્રસંગ આવ્યો! જોકે કેણિક યુદ્ધ જીત્યો ખરે, પણ એને એ વસવસો જ રહ્યો કે તે પોતે આટલા સંહારને અંતે ખરી રીતે છે કે હાર્યો? વ્યાસે મહાભારતના યુદ્ધને વર્ણવી છેવટે તે એ જ - દર્શાવ્યું છે કે જીતનાર પાંડ પણ અંતે હાર્યા જ છે; યુદ્ધના દેખીતા વિજ્યમાં પણ મોટી હાર જ સમાયેલી હોય છે. કોઈને એ હાર તત્કાળ સૂઝે તો કોઈને કાળ જતાં! અને આ વસ્તુ આપણે આજકાલ લડાયેલી છેલ્લી બે મહાન લડાઈઓમાં પણ જોઈ છે. અશોક યુદ્ધવિજયને વિજય ન ગણી ધર્મવિજયને જ વિજ્ય તરીકે પિતાના શાશ્વત શાસનમાં દર્શાવે છે, તે યુદ્ધની સૈકાલિક નિરર્થકતાને દર્શાવતું એક સત્ય છે. માનવજાત આ સમજણ નહિ પામે ત્યાં લગી સત્તા અને શક્તિ દ્વારા સંહાર થતો અટકવાનો નથી. છેલી વાર્તા ભૂયરાજની છે. તેમાં પણ લાગણની ઉત્કટતા પૂરેપૂરી દેખાય છે. જ્યારે તે કામાંધ બને છે ત્યારે વિવેક સર્વથા છોડી દે છે, અને - જ્યારે તેને વેગ વિવેકભાનું વળે છે ત્યારે તે ક્ષણમાત્રમાં કામાંધતાથી મુક્ત થઈ કર્તવ્યમાં સ્થિર થાય છે; તામસિક વૃત્તિનું ઉગ્ર માં સાત્વિકવૃત્તિમાં • બદલાઈ જાય છે. ભૂયરાજના હાથ કપાયા ને પાછી મહાકાળની ઉપાસના બાદ સાજા થયા એ વસ્તુ ચમત્કારી દેખાય છે, પણ એ ચમત્કારની પાછળ ખરી - હકીકત કંઈક એવી હેવી જોઈએ કે જ્યારે ભૂયરાજ કર્તવ્યભ્રષ્ટ થયું ત્યારે Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ] દર્શન અને ચિંતન તેને રાજ્ય છોડવાની ફરજ પડી, એટલે કે એના હાથ હેઠા પડ્યા અગર તેણે આપમેળે રાજ્યનો ત્યાગ કર્યો. પણ જ્યારે એણે ઈષ્ટદેવ મહાકાળની ઉપાસના દ્વારા સાચી ધાર્મિક વૃત્તિ અને ન્યાઓ વૃત્તિ કેળવી પિતાની સુવાસ ફેલાવી ત્યારે તેને પ્રજાએ પુનઃ ગાદી ઉપર સ્થાપવા ઇછ્યું. પણ ભૂયરાજ તો એકનો બે ન થતાં તેણે પ્રાપ્ત રાજ્ય મહાકાળને જ અપ્યું. આ વાર્તા એમ સૂચવે છે કે દુરાચારી રાજા પ્રજાના હૃદયમાં સ્થાન નથી પામત; અને જ્યારે દુરાચારી પણ સદાચારી બને છે ત્યારે એક વખત વિફરેલી પ્રજા ફરી તેને સત્કારતા ખમરચાતી પણ નથી. સાથે સાથે એ પણ સૂચવાય છે કે ઉજ્જયિનીના પ્રખ્યાત મહાકાળનો મહિમા લેકેના હૃદયમાં કેટલે હતે ! અને ગુજરાતમાં દ્રમહાલયની આસપાસ કે સોમનાથની આસપાસ જેમ રાજભક્તિ ઊભરાતી તેમ માળવામાંના મહાકાળ પ્રત્યે પણ રાજભક્તિ ઊભરાતી. ગુણગ્રાહી દષ્ટિબિંદુની જરૂર અહીં એક બાબત નોંધવી યોગ્ય લેખાશે. તે એ કે પ્રાચીન કાળ અને મધ્યકાળના કથાલેખકો માત્ર પિતપોતાની પરંપરા સાથે સંબંધ ધરાવતા હોય એવાં જ પાત્રની કથા ન આલેખતા. ઘણીવાર તેઓ ગુણ ગ્રાહક દૃષ્ટિએ શીલ અને સદાચારનું મૂલ્ય આંકતા, અને તેવાં શીલ કે સદાચાર જ્યાં પણ તેમને દેખાય તે ભણું પૂર્ણ આદરથી અને ઉદાર વૃત્તિથી જેતા. મેરૂતુંગે પ્રબંધચિંતામણિમાં ભૂયરાજનો પ્રબંધ લખ્યું છે તે કોઈ એવા જ ઉદાર ગુણગ્રાહી દષ્ટિબિંદુથી. આ વસ્તુ સાંપ્રદાયિક દૃષ્ટિથી લખતા લેખકેએ અપનાવવા જેવી છે. ઉપસંહાર તાર્કિક જયંત અને આચાર્ય હેમચંદ્ર કહે છેઃ તા gવ વિથા નવનવીમતિ, અર્થાત પ્રથમની કેટલીક વિદ્યાઓ ફરી ફરી નવાં રૂપ અને નવા પિષક ધારણ કરે છે. નવીન અવતારને ઉદ્દેશ લેકરુચિને સંસ્કારવાનો અને વધારે ને વધારે પિષવાનો હોય છે. વળી એને એ પણ એક ઉદ્દેશ છે કે જે વસ્તુ પ્રથમ માત્ર સંપ્રદાયના વર્તુળમાં જ જાણીતી હોય તેને યોગ્ય રૂપમાં સર્વગમ્ય કરવી અને તેમાં સમાયેલાં માનવીય તત્ત્વોને સર્વોપયોગી દૃષ્ટિથી રજૂ કરવાં. હું સમજું છું કે લેખકનો પ્રાચીન વાર્તાઓને નવું રૂપ આપવાને પ્રસ્તુત પ્રયત્ન એ દૃષ્ટિથી સફળ થયો છે. આમ તે લેખક મારા કેટલાંક વર્ષો થયાં પરિચિત છે, છતાં અત્યાર Page #602 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે– L[ ૫૬૭ લગી હું એ ન જાણતા કે તેમણે વાર્તાઓ પણ લખી છે. ૧૯૩૭ થી ૧૯૫૧ સુધીમાં લખાયેલી આ વાર્તાઓની જાણ મને થઈ અને તે સાંભળી ત્યારે હું મારા અજાણપણાથી અને લેખકની આત્મગોપનવૃત્તિથી નવાઈ પામે. જેમ જેમ એ વાર્તાઓ સાંભળતો ગયો તેમ તેમ મને જણાતું ગયું કે લેખકની શક્તિ વ્યાપારી ક્ષેત્રના સંકુલ વર્તેલમાં કેદ થઈ ન હોત અથવા તેને સ્વસ્થ લેખન માટે જોઈતી સગવડ અને છૂટ મળે તો એ શક્તિ એના પૂર્ણ રૂપમાં જુદું જ દર્શન કરાવે. લેખકની ભાષા કેટલી પ્રવાહબદ્ધ છે, કેટલી સરલ અને રુચિકર છે, તેમ જ લખાણમાં કેટલું માનસિક, સામાજિક અને સાંપ્રદાયિક ભાવોનું–કવચિત્ કવચિત કાવ્યમય અને છટાબંધ–વિશ્લેષણ છે તે તે પરીક્ષક વાચકેના ધ્યાનમાં આવ્યા સિવાય રહેવાનું નથી. ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી અને મારા ચિરપરિચિત શ્રીયુત જેઠાલાલ ગાંધીએ જ મને પ્રસ્તુત સંગ્રહથી પરિચિત કર્યો, ને તેથી જ હું એ સાંભળી જવા અને તે વિશે મારા છૂટાછવાયા વિચારે લખવા પ્રેરાયો છું. એ બધા મિત્રો એવા સુપરિચિત છે કે તેમને વિશે કાંઈ પણ કહું તો તે આત્મપ્રશંસા જ લેખાય. અહીં તે એટલું જ કહેવું બસ થશે કે આ વાર્તાસંગ્રહ સાંભળતાં જ પંચાવન વર્ષ પહેલાંની સ્થિતિનાં સ્મરણોથી જેમ મારું મન ઊભરાઈ ગયું તેમ, એણે સીચેલા રસથી એ મન વધારે તરબોળ બન્યું. ૧, શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈના વાર્તાસંગ્રડ “અભિષેક’ની પ્રસ્તાવના. Page #603 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી અને જૈનત્વ [૩૭] . દુનિયામાં આજે જેટલા જાણતા ધર્મપ છે લગભગ તે બધા ગાંધીજીને હૃદયથી અપનાવવા અગર પિતાના પંથના અનુગામી બનાવવા કે મનાવવા થોડોઘણો પ્રયત્ન કરે છે. મુસલમાનો કેટલાંક વર્ષ અગાઉ ગાંધીજીને જ ખલીફા બનાવવાની વાતો કરતા. ખ્રિસ્તીઓ તે બહુ જ ઉમળકા સાથે ગાંધીજીને ખ્રિસ્તી બનાવવા પ્રયત્ન કરી પણ ચૂકેલા અને અત્યારે પણ ઘણાયે મનથી એમ ઈચ્છતા હશે. આર્યસમાજીએ તે આવી બાબતમાં પાછા પડે એવા છે એમ માનવા કોઈ ભાગ્યે જ તૈયાર હશે. ઘણુ સમજદાર બૌદ્ધો ગાંધીજીમાં બૌદ્ધ ધર્મની નવી આવૃત્તિનું દર્શન કરી રહ્યા છે. જૈનેને તો એ દાવો જ છે અને તેને ગાંધીજીના પિતાના જ કથનને ટેકે છે કે તેમનામાં જૈન ધર્મનાં કેટલાંક વિશિષ્ટ તો અમુક કારણથી આવેલાં છે. જે બધા ધર્મપંથવાળા ગાંધીજીમાં પિતપોતાના પંથનાં વિશિષ્ટ તો જોઈ રહ્યા છે અને તેને લીધે તેઓ ગાંધીજી પાસે પિતાનો પંથ સ્વીકારાવવા અગર તેમની પાસે પિતાના પંથનું મહત્ત્વ ગવરાવવા ઈચ્છે છે તે ધર્મ પંથમાં ફક્ત સુધારક અગર ક્યારેક ક્રાંતિકારક તરીકે પ્રસિદ્ધ થયેલા (ભલે આજે તે તદ્દન સ્થિતિચુસ્ત અને નિષ્ક્રિય થયા હોય) પંથેનાં જ નામ આવે છે. ગાંધીજી જન્મથી જે ધર્મપંથના છે તે ધર્મપંથના એટલે સનાતન ધર્મના લેકે ગાંધીજીને પિતાના પંથના સમજી બહુ હરખાતા કે મલકાતા નથી અને સનાતન પંથનો મોટે રૂટિબદ્ધ ભાગ તો ગાંધીજીને પિતાના પંથના કહેતાં ને મનાવતાં કદાચ સંકેચાય પણ છે. જ્યારે બીજા પંથવાળા કઈ પણ રીતે તેમના પંથ વિશે ગાંધીજી પાસે સહાનુભૂતિવાળા બે શબ્દો બેલાવવામાં અને કદાચ કડવી ટીકા સાથે સુધ્ધાં તેમના શ્રીમુખથી પિતાના ધર્મ પંથ વિશે કોઈ મહત્ત્વપૂર્ણ સાંભળવામાં ગૌરવ માને છે અને તે માટે ખૂબ પ્રયત્નશીલ રહે છે, ત્યારે ગાંધીજી ડાંડી પીટીને જે ધર્મને પોતાનો ધર્મ અને પિતાને પંથ કહે છે તેમ જ જેને સંપૂર્ણ ધર્મ તરીકે ઓળખાવે છે તે જ Page #604 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી અને જૈનત્વ [ ૫૬૯ ધર્મ અને પંથના લેકે ગાંધીજીને પોતાના ધર્મપથના કહેતાં અને મનાવતાં શા માટે સંકોચાતા હશે એ સવાલ થાય છે. આ સવાલ વિષમ છે, પણ તેને ઉત્તર તે વિષમ નથી. ગાંધીજીને આત્મા જેવો પ્રાચીનપણને પક્ષપાતી દેખાય છે તે તે ખરી રીતે નથી. તેમને કોઈ પણ વસ્તુ માત્ર જૂની હેવાને કારણે જ નથી ગમતી અને માત્ર નવી હોવાને કારણે તેઓ તેને ફેંકી નથી દેતા. તેમની કસોટી સખત છે અને ઉદારતા તે તેથીયે વધારે છે. એટલે દરેક વસ્તુને તેઓ જીવનસુધારણાની તેમ જ પ્રજાજીવનમાં ઉપયોગીપણની દૃષ્ટિએ કસે છે, એ કસોટીમાં તેમને જન્મસિદ્ધ ધર્મપંથનાં ઘણાં તો ફેંકી દેવાં અગર બદલી દેવાં પડ્યાં છે અને બીજા બીજા ધર્મપથનાં કેટલાંક તો એમ ને એમ અગર ડાઘણા ફેરફાર સાથે તેમણે સ્વીકાર્યો છે, જીવનમાં ઉતાર્યા છે અને કેટલીક બાબતમાં તો તેમણે એ તત્ત્વોને પિતાનું વિશિષ્ટ સ્વરૂપ અધ્યું છે. સનાતન પંથ એટલે અચલ પંથ. તે બુદ્ધિપૂર્વક ફેરફાર અને પરિવર્તન કરવાની પહેલ નહિ કરનાર પંથ. જે એવું પરિવર્તન કરે તે તેની નજરે નાસ્તિક અગર સનાતન પંથ બહારનો; એટલે ગાંધીજીને પોતાને જન્મસિદ્ધ ધર્મપંથ તે પચાવે એવી તેની આંતરશક્તિ જ નથી. સનાતન પંથી હેય અને ગાંધીજીને પોતાના પંથન માને તે તેને જૂની સ્મૃતિઓ, પુરાણો વગેરે ફેંકી દેવું પડે અગર તેમાંના કેટલાક ભાગ ઉપર હરતાલ દેવી પડે. એમ કરવા જતાં તે તે અચલપંથી મટી જ જાય. એટલે કેઈ પણ સનાતનપંથી એમ જ કહેવાનો કે ગાંધીજી યુરોપમાં જઈને અગર બાઈબલ વગેરે વિધમાં શાસ્ત્રોને સાદર અભ્યાસ કરીને, તેમ જ કદાચ સનાતનપંથના પ્રૌઢ આચાર્યો પાસેથી વેદ, ઉપનિષદનું ખરું મમ નહિ સમજવાને કારણે, સનાતન ધર્મનાં તત્તે બરાબર સમજી શક્યા નથી, અને એ તત્ત્વોનું મહત્ત્વ તેમના ધ્યાનમાં ખરેખર ઊતર્યું નથી. જો કે બીજા સુધારક પશે પણ અનેક બાબતોમાં રૂઢિચુસ્ત અને અચલ જેવા હોય છે, છતાં તેમની મૂળ પ્રકૃતિમાં સુધારકપણાનું તત્ત્વ હોવાથી તેઓ ગાંધીજીની પ્રકૃતિને પિતાથી બહુ દૂર નથી લેખતા. ગાંધીજીના આત્મામાં જે શેધનું અને ઉપયોગી વસ્તુને પચાવવાનું અસાધારણ બળ છે તેને મેળ બધા જ સુધારક ગણાતા પથેની મૂળ પ્રકૃતિ સાથે વધારે બેસે છે. આ જ કારણને લીધે સનાતન સિવાયના બધા જ ધર્મપંથવાળાએ ગાંધીજીને પોતાની નજીક આવા અગર પોતે ગાંધીજીની નજીક જવા ઓછુંવત્તું ઈચ્છે છે. આ રીતે જૈન સમાજના Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] દર્શોન અને ચિંતન અધા જ સારા વિચારકા ગાંધીજીને જૈન માને છે અગર તેમનામાં જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતા આતપ્રાત થયેલા જુએ છે. ખીજા ધર્માંક્થા વિશે ન કહેતાં આ લેખમાં જૈન પથ વિશે જ મુખ્યપણે કહું છું તેનાં એ કારણેા છે : એક તે લેખની મર્યાદા અને ખીજું કારણ બધી વસ્તુને એકસાથે ન્યાય એક જ જણ આપે તેમાં અન્યાય થવાને સભવ. ત્યારે આપણે હવે જોઈ એ કે ગાંધીજીમાં કયાં એવાં જૈનધમ માન્ય ખાસ તત્ત્વ આતપ્રેાત થયાં છે કે જેને લીધે જેના અગર કેટલાક જૈનેતરા એમને જૈન કહેવા અને માનવા પ્રેરાય છે. > જૈન ધર્મોના આચાર અને વિચાર સબંધી એ તત્ત્વ એવાં વિશિષ્ટ છે કે જેને લીધે એ ધર્મ બીજા પથાથી જુદો પડે છે. એ એ તત્ત્વો એટલે અહિંસા અને અનેકાન્તવાદ, આ બન્ને તત્ત્વા માત્ર મધ્યસ્થપણાની પ્રકૃતિમાંથી જન્મ્યા છે અને વિકસ્યા છે. ગાંધીજીની પ્રકૃતિમાં મધ્યસ્થપણું જે સહજ રીતે જ ન હોત તા આ બે તત્ત્વો તેમના જીવનમાં ન આવત એમ મને ચોખ્ખુ લાગે છે. તેમની પ્રકૃતિના બંધારણમાં મધ્યસ્થપણાના સંસ્કારા ખીજરૂપે હતા એ એમની ‘ આત્મકથા ' કહે છે. સ્વાભાવિક મધ્યસ્થપણું હાવા છતાં તેમને જૈન ધર્મના વિશિષ્ટ અભ્યાસી શ્રીમદ્ રાયચંદ્ર જેવા ગાઢ પરિચય થયા ન હાત તાપણુ એ તત્ત્વા જે રીતે તેમના જીવનમાં દેખા દે છે તે રીતે આજે હાત કે નહિ એ શંકાસ્પદ છે. ગાંધીજીના જીવનમાં બધા ધર્મોને માન્ય અને છતાં જૈન ધર્મની ખાસ ગણાતી અહિંસા ઊતરી છે, પણ તે જૈન બીબામાં ઢળાયેલી નહિ. નાના અનેકાંતવાદ ગાંધીના પ્રત્યેક કાર્યમાં અને પ્રત્યેક શબ્દમાં દેખાય છે, પણ તે સુધ્ધાં જૈન ભાષા અને જૈન રૂઢિના બીબામાં ઢળેલે નહિ. પોતાની પ્રકૃતિમાંથી જ જન્મેલાં અને શ્રીમદ્ રાયચંદ્ર આદિ જેવાના પરિચયથી કાંઈક વિશિષ્ટ રીતે પાષણ પામેલાં એ એ તત્ત્વા જો સામ્પ્રદાયિક બીબામાં ઢળેલા જ, ગાંધીજીના જીવનમાં આવ્યા હોત તો ગાંધીજીના જીવન વિશે આજે વિચારવાનું રહેત જ નહિ. તે આપણા જેવા પ્રાકૃત હૈાત અને તેમના જીવનમાંથી મેળવવાપણું ન જ હોત, અથવા ઓછામાં હુ‘ હોત. ગાંધીજીએ અહિંસાને અપનાવી, પણ તે એવી રીતે અપનાવી કે અત્યાર સુધીમાં કાઈ પણ સાધારણ કે અસાધારણ માણસે એ રીત અંગીકાર જ કરી નહેાતી, અથવા કાઈ તે બહુ સ્પષ્ટપણે અને વ્યાપકપણે એ રીત સૂઝી Page #606 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી અને જૈનત્વ [ ૫૭૧: જ નહોતી. હથિયાર ન પકડવાં, કાઈ સામે હાથ ન ઉગામવેા, ધરમાં, ગુફામાં કે જંગલમાં મૌન લઈ નિષ્ક્રિય થઈ બેસી ન રહેવું, બધાં જ ક્ષેત્રામાં ઝઝૂમવું, છતાં કાઈ પણ સ્થળે ન હારવાના તેમ જ બધા ઉપર વિજય મેળવવાન ઉત્સાહ અને નિશ્ચય એ ગાંધીજીની અહિંસાનું નવુ અને સ્પષ્ટ રૂપ છે. પોતાના વિચારા અને સિદ્ધાન્તામાં અતિ આગ્રહી રહ્યા છતાં કાઈ પણ કટ્ટરમાં કટ્ટર બીજા પક્ષકારની દલીલને સમજવાતા ઉદાર પ્રયત્ન અને સામાની દૃષ્ટિમાંથી કાંઈ લેવા જેવું ન જણાય તેપણ તેને તેના રસ્તે જવા દેવાની ઉદારતા, એ ગાંધીજીના અનેકાંતવાદનુ જીવતું દિવ્ય સ્વરૂપ છે. વિરોધી પક્ષકારા ગાંધીજીને ન અનુસરવા છતાં કેમ ચાહે છે તેની કૂંચી એમના અનેકાન્ત દૃષ્ટિએ ઘડાયેલ જીવનમાં છે. અનેકાંતદૃષ્ટિ એટલે એક જ બાબત પરત્વે અનેક વિરોધી દેખાતી દૃષ્ટિએના મેળ સાધવે! તે, જેને સમન્વય કહી શકાય. આ દૃષ્ટિ ગાંધીજીના વ્યાવહારિક જીવનમાં સંપૂર્ણપણે તરવરે છે. અહિંસાનું અને અનેકાંતદૃષ્ટિનું બીજ કાંથી આવ્યું, કેમ વિકસ્યું એ જોવા કરતાં એ ગાંધીજીના જીવનમાં કઈ રીતે કામ કરી રહ્યું છે, એ જોવુ બહુ જ જીવનપ્રદ અને અગત્યનું છે. ખરી રીતે તે હવે ગાંધીજીની અહિંસા અને ગાંધીજીના અનેકાંત એ એમના જીવનની તદ્દન વિશિષ્ટ જ ખાખત થઈ પડી છે અને તેથી જ તે જૈન પંથના બીબાબ૬ એ એ તત્ત્વા કરતાં જુદી પણ પડે છે. આમ હોવા છતાં જ્યારે અહિંસા તત્ત્વતી અપારતા અને અનેકાંતતત્ત્વની વિશાળતાને વિચાર આવે છે ત્યારે ચોખ્ખુ લાગે છે કે ગમે તેટલા વિકાસ કર્યો છતાં અને ગમે તેટલું ઉપયોગી પરિવર્તન કર્યાં છતાં એ તત્ત્વોની બાબતમાં ગાંધીજી બીજા ધ પંથે કરતાં વધારેમાં વધારે જૈન ધર્મની જ નજીક છે. ગાંધીજી જૈન કહેવાય તેથી જૈન પથે મેટ વિજય સાધ્યા અગર જૈન પંથ બહુ કર્યાં છે એમ અહીં કહેવાતુ નથી. એ જ રીતે ગાંધીજી જૈન ન કહેવાય તેાયે જૈન પંથનાં વિશિષ્ટ તત્ત્વા જો સાચે જ ઉપયોગી હોય તો તેથી જૈન પથનુ ગૌરવ ઘટવાનુ નથી. અહીં તે ફક્ત વિચારવાનુ એટલું જ છે કે ગાંધીજીની પ્રકૃતિમાં જે જે વિશિષ્ટ તત્ત્વો ભાગ ભજવી રહ્યાં છે તે તત્ત્વામાંનાં કયાં તત્ત્વા જૈન ધર્મના મૂળ સિદ્ધાન્તામાં આવે છે. આ દૃષ્ટિએ હું ગાંધીજીને ઉપર કહેલ એ તત્ત્વાની બાબતમાં જૈન સમજુ છું. હજારા જ નહિ પણ લાખા જેનાને પૂછે તે એમ જ કહેવાના કે Page #607 -------------------------------------------------------------------------- ________________ પ૭ર ] દર્શન અને ચિંતન જે વાછરડે મારે અને કૂતરાં મારવાની સંમતિ આપે તે જૈન ધર્મની અહિંસાવાળા શી રીતે હોઈ શકે ?” પરંતુ મેં ઉપર સૂચન કર્યું છે કે ગાંધીજીની અહિંસા એ તેમની વિચાર અને જીવનસરણમાંથી સિદ્ધ થયેલી અને નવું રૂપ પામેલી અહિંસા છે. ગાંધીજીને કેવળ શબ્દોમાં જ અહિંસાની ચર્ચા કરવી પડી હતી અને નાનાંમોટાં અનેક ક્ષેત્રોમાં વ્યવહારુ જીવનને લગતા કઠણ કેયડાને ઉકેલ કરવાનો પ્રસંગ તેમને આવતે ન હોત તે તેમની અહિંસા જુદા જ પ્રકારની હોત અને તેમના અનેકાંતવાદમાં જૈન શાસ્ત્રના “અસ્તિ-નાસ્તિ', “ધ્રુવ-અધુવ” વગેરે વિરેધી શબ્દોના ચમકારા સિવાય બીજું આકર્ષક તત્ત્વ ભાગ્યે જ આવ્યું હોત. અહિંસા અને અનેકાંતવાદનો આશ્રય લઈ તેમને બધાં જ વ્યવહારુ કામ કરવાનાં હોય છે અને બધા જ કોયડાઓ ઉકેલવાના હોય છે, એટલે તેઓ પિતાને જણ માર્ગ નિર્ભયપણે અને નમ્રપણે અમલમાં મૂકે છે. આ તેમની વિશિષ્ટ પ્રકૃતિ છે. એ પ્રકૃતિને કારણે તેમને પિતાના પંથના માનવા લલચાઈ જનાર સારા સારા વિચારકે પણ પાછા પડે છે અને તેમને પિતાના પંથના કહેતાં ખચકાય છે. ગાંધીજીના જીવનમાં જેટલી મૃદુતા છે તેથીયે વધારે કઠોરતા છે, એટલે તેમનું તાદામ્ય સાધવાની વૃત્તિ જતી પણ નથી અને છોડાતી પણ નથી. એમના જીવનમાં કાંઈ મેહક તત્વ છે કે જેને લીધે જાણે-અજાણે જનતાને મોટે ભાગે તેમની આજુબાજુ વીંટળાય છે અને છતાયે તત્ત્વ પચાવવા તૈયાર નથી. આ જ ન્યાય જેન લેકને લાગુ પડે તે સ્વાભાવિક છે. તેઓ જ્યારે જ્યારે ગાંધીજીના લેખમાં અગર ભાષણમાં સૂક્ષ્મ જંતુને બચાવવાની વાત વાંચે અને સાંભળે છે, રાતે ન ખાવાપીવાની અને બની શકે તો રાતે દી સુધ્ધાં ન કરવાની અગર દીવામાં ભરતાં પતંગિયાં બચાવી લેવાની ઝીણવટ તેમ જ ફૂલની પાંખડીઓને પણ ન દુભાવવાની બારીકી તેમના કથનમાં સાંભળે છે ત્યારે તેઓ એકાએક જાણે-અજાણે કહી દે છે કે ગાંધીજી તે ખરેખર જૈન દેખાય છે. વળી બીજે પ્રસંગે ગાંધીજી વાછરડાં, કૂતરાં આદિની ચર્ચા ઊભી કરે છે ત્યારે તે જ જેનો પાછા ઝપાટાબંધ, પિતાનું આપેલું પ્રમાણ પત્ર વીસરી જઈ એકાએક કહી દે છે કે “ગાંધીજી તે હિંસક છે અને નાસ્તિક છે.” આ રીતે સવર અપાતા અને પાછા ખેંચી લેવાતા પ્રમાણ પત્ર વિશે હું તટસ્થ છું. હું તો ફક્ત એટલું જ જોઉં છું કે ગાંધીજીના જીવનમાં અહિંસા અને Page #608 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી અને જૈનત્વ [ પછ૩. અનેકાંતનાં બે ત કઈ કઈ રીતે કામ કરી રહ્યાં છે. અને જ્યારે એ જોઉં છું તેમ જ વિચારું છું ત્યારે મને ચોખું લાગે છે કે એ તત્વોની બાબતમાં ગાંધીજીના જીવન ઉપર જૈનત્વની મોટી અને સ્પષ્ટ અસર છે, પછી ભલે તે ગમે તે રૂપમાં હેય. ખરી રીતે મહાન પુરુષ કોઈ ખાસ ધર્મ કે પંથને હોતો જ નથી. તે પ્રચલિત બધા પથેની બહાર જ હોય છે, અને કાં તો તે બધા જ પથને, હોય છે. જે મહાન પુરુષ વિશેનું આ સૈકાલિક સત્ય માનવામાં વાંધો ન હોય તે ગાંધીજી વિશે પણ છેવટે એટલું જ કહેવું બસ છે કે તેઓ જૈન નથી જ અને છતાં છે જ. આ “અસ્તિ-નાસ્તિ’ વાદમાં જ જૈનપણું આવી જાય છે. –પ્રસ્થાન “ગાંધીમણિમહોત્સવાંક ?, સં. ૧૯૮૫. Page #609 -------------------------------------------------------------------------- ________________ જૈન જન [૩૮] ઘણું જૂના કાળથી બે જાતની ભાવના આપણે ત્યાં ચાલી આવે છે: એક તે, આ શરીર અશુચિ છે, અનિત્ય છે, નકામું છે, દુનિયા દુઃખમય છે, એમાં ક્યાંય સુખ કે સૌન્દર્ય નથી એ ભાવના; અને બીજી ભાવના તે આ સંસાર દુઃખમય નહિ પણ સુખમય છે, જવવાલાયક છે, સૌન્દર્યથી ભલે છે, આનંદમય છે તે ભાવના. આમાં પહેલી ભાવનાને વિકાસ થવાથી જીવન કલેશમય જ નહિ, પણ કૃત્રિમ પણ બનતું ગયું છે. સુત્રામવાતc–એ સૂત્ર મુજબ દેશમાં દુનિયાને અને જીવનને દુઃખમય, અશુચિ, અનિત્ય વર્ણવતું સાહિત્ય ખૂબ વધ્યું છે, પણ હું આ ભાવનાને અપનાવવામાં અને બિનજરૂરી રીતે જીવનને નિરાશ અને કલેશમય બનાવવામાં નથી માનતે. બીજી ભાવના તે એમ કહે છે કે દુનિયામાં સઘળે સુખ જ છે. જેને એક જણ દુઃખ કહે છે તે જ બીજાને મન સુખ છે. દુઃખને છોડવું, એનો ત્યાગ કરે એ એક વાત છે, અને પહેલાંથી જ સર્વત્ર દુઃખ માની લેવું એ બીજી વાત છે. દુઃખ છે ક્યાં? એ પણ એક સવાલ છે. એક વ્યક્તિ શરીરને ખરાબ ગણીને એની ઉપેક્ષા કરે છે અને છતાં પાંચ માળના મહેલમાં રહે છે એ શું સમજવું ? જન્મે તો હું પહેલી ભાવનામાં જ ઊછર્યો છું, પણ તત્ત્વચિંતન પછી મારી એ ભાવના બદલાઈ ગઈ છે, અને તેથી જગતમાં ક્યાંય દુઃખ નથી એ મારે અનુભવ છે. જરાક રમૂજમાં કહેવું હોય તે કહી શકાય કે આ સભા સુંદર છે, આ સ્વાગત સુંદર છે, કાકાસાહેબ વિદ્યામૂર્તિ છે અને આ સત્કાર સમારંભમાં હું મારી જાતને અધન્ય નથી માનતો, તમે પણ ધન્ય છે ! “દેહ દેવળમાં અખંડ દીવડે, તેથી મારું મનડું ડોલે” –એ કાવ્યપંક્તિ આવા અવસરે સાચી પડતી લાગે છે. જેને અને અસ્પૃશ્યતા નાની ઉંમરમાં અને પછી મહાવીર-બુદ્ધ વિશે વાંચ્યું હતું, મહંમદ Page #610 -------------------------------------------------------------------------- ________________ [ ૫૫ જૈન જત અને જિસસ વિશે વાંચ્યું હતું, પણ એ કાઈ મારી સામેના ન હતા, એ અધા પરાક્ષ હતા. કાશીમાં ભણતા હતા ત્યારે બંગભંગના દેશવ્યાપી ઉગ્ર આંદ્રેલન વખતે, એક પુરુષે આફ્રિકામાં કરી બતાવેલ સફળ સત્યાગ્રહના કાળની વાતે વાંચી. પછી આ દેશમાં એ મહાપુરુષે કરેલું કામ જોયું. એમની વિચારસરણી, આશ્રમપદ્ધતિ, તટરથવ્રુત્તિ એ બધું જાતે પ્રત્યક્ષ રીતે જોયું અને અને બધું સમજાયુ. રામ-રાવણ, કૃષ્ણ-અર્જુન એ પરાક્ષ છે. એ કવિની કલ્પના હા કે ગમે તે હા, પણ ગાંધીજીને જોઈ તે મને એ બધું સાચું લાગ્યું. મુદ્દ—મહાવીર, રામ-રાવણુ, કૃષ્ણ-અર્જુન, મહંમદ–જિસસ વિશે જેમને શંકા હોય તે પાતાની શંકા ગાંધીજીને જોઈ ને દૂર કરી શકે. न त्वहं कामये राज्यं, न स्वर्ग नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥ આ શ્લોકમાંની ભાવનાને અનુરૂપ ગાંધીજીએ એક વાત કરી—જીવન હાય તો તે માનવતા માટે. અને આ વાત તેમણે ઉપદેશથી નહિ, પણ પોતાના આચરણથી સમજાવી. આ બધું જોતાં લાગે છે કે જીવન દુઃખમય નહિ, પણ સુખમય અને સૌ મય છે. આ સૌન્દર્યની દૃષ્ટિએ, હું જરા પણ આનાકાની વગર, આ સત્કારને સ્વીકાર કરું છું, અને આ માટે સધને અને આપ સૌને આભાર માનુ છું. જૈતા મહાવીર માટે કહેશે કે તેમણે તે આમ કહ્યું હતું અને તેમ કહ્યું હતું. જૈન ધર્મ' વિશ્વધર્મ હોવાનું કહેવા છતાં પણ તે અસ્પૃશ્યતાને પથ્થર છોડવાને તૈયાર નથી ! પ્રશ્નોને હલ કરવાને બદલે તે એને ટાળવાના જ પ્રયત્ન કરવાના. પણ આમ કરવાથી કંઈ કામ ચાલે નહિ. હિરજનોના મદિરપ્રવેશ પ્રત્યે એમની કેવી વૃત્તિ છે? જે સમાજને ચૂસતા હોય તેને માટે મંદિરનાં દ્વાર સદા ખુલ્લાં અને જે હરિજનેા વગર તંદુરસ્ત જીવન અશકય બની જાય એને અસ્પૃશ્ય માના, એથી મોટી બેવકૂફી કઈ સમજવી ? પણ હવે વખત બલાયા છે. યુવકનું માનસ નર્યાં ગાણા ગાવા પૂરતું નહિ, પણ હિરજનાને અપનાવીને તેમને તેાકર તરીકે, રસાયા તરીકે કે બીજી ગમે તે રીતે પોતાની પાસે રાખવામાં દેખાઈ આવવુ જોઈ એ. યુવકેા પાસેથી હું એછામાં ઓછી આટલી અપેક્ષા રાખું છું. Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] દર્શન અને ચિંતન હવે એ શબ્દો યુવક' અને ‘જૈન’. શબ્દ વિશે કહું. મેં નાની ઉંમરથી મહાવીરનું જીવન સાંભળેલું, અને પછી તે છેલ્લાં સાઠ વર્ષમાં એનુ અનેક રીતે પરિશીલન કર્યુ`. મુદ્દની જાણ થયા પછી તેમની જીવનકથા પણ અનેક દૃષ્ટિએ વાંચી–વિચારી. બીજાબીજા સ’તાનાં જીવન વિશે પણ બને તેટલું વાંચ્યું–વિચાર્યું. છેલ્લે છેલ્લે ગાંધીજીનું જીવન તા પ્રત્યક્ષ જ જોયું. આ બધા ઉપરથી મને લાગ્યું છે કે યુવકના સબંધ ઉંમર કે શારીરિક તાકાત સાથે નહિ, પણ માનસિક અને હાર્દિક પરિવર્તન કરવાની શક્તિ સાથે છે. જે કેવળ પ્રાચીન પુરુષોનાં ગુણગાન કરવાની મૂડી ઉપર જ મદાર બાંધે છે તે યુવા ન કહેવાય. જેને એવા ગુણા મેળવવાની પ્રત્યક્ષ તાલાવેલી લાગેલી હાય, જે એ માટે સતત પ્રયત્નશીલ હૈાય તે જ યુવક. જે પારકાના શ્રમને ઉપયેાગ કરવાની વૃત્તિથી મુક્ત હોય, જે શ્રમનું મૂલ્ય પિછાણતો હાય અને જે લાભ-લાલચની વૃત્તિ ઉપર વિજય મેળવી શકે તે જૈન. હું ઇચ્છું કે તમે બધા આ અર્થમાં જૈન યુવક હા, અને ન હેાતા એવા બને ! અનવાના પ્રયત્ન કરે!! * એક વખતે · વૈષ્ણવ જન ' નું ભજન ગવાતું હતું. ત્યારે કાઈ એ કહ્યું કે ત્યાં ‘ જૈન જન ’કરીએ તે ? એ ભજનમાંના બધાય ગુણા જૈનમાં પણુ હાવા જ ઘટે. એટલે એ ભજનમાં વર્ણવેલા ‘વૈષ્ણવ જન ” તે ‘· જૈન જન’ કહીએ તેા જરૂર કહી શકાય. પણ આજે સ્થિતિ જુદી બની ગઇ છે. ગુણને વિચાર જ જાણે ભુલાઈ ગયા છે. લઈ શકે કે જ્યારે વેપારી. આપણી કાઈ પણ વ્યક્તિ, સમાજ કે દેશ ગૌરવ ત્યારે જ એની શાખ હાય. જેની બજારમાં શાખ હાય તે જ ઉંમરલાયક કન્યા આપણે કાને સોંપીએ ? જેની શાખ હેાય તેને. પણ જેનેાની શાખ હવે રહી નથી. પહેલાં પૈસા વ્યાજે મૂકવા હોય તા જૈનની પેઢીને પહેલી પસંદગી મળતી. સાક્ષી આપવામાં પણ જૈન જા હું ખેલે નહિ, એવી એની આબરૂ. પણ આજે બધુ અવળુ થઈ ગયું છે. કાળાબજારનું ભૂત પણુ જૈનાને વળગી ગયું છે, એટલે જેનાએ પોતાની શાખ ગુમાવી દીધી છે. અને શાખ જો ગુમાવી દીધી તો પછી મંદિરમાં જાવ કે ન જાવ, સ્થાનકમાં જાવ કે ન જાવ એ બધું નકામું છે. મૂળ વાત તેા શાખ હાવી તેજ છે, બાકી કાઈને વગર શાખે ‘જૈન' કહેવાવું હાય તે તેમને મારે કઈ કહેવું નથી. Page #612 -------------------------------------------------------------------------- ________________ જૈન જૈન જન [ ૧૭૭ એ જ રીતે વાળ ખેંચવામાત્રમાં કે ઉઘાડે પગે ચાલવામાત્રમાં પણ ગૌરવ નથી. એટલામાત્રથી સાધુજીવન ચરિતાર્થ ખની જતું નથી. બીજાની સેવાશુશ્રૂષા અને શ્રમને લાભ મળે એ પણ ગૌરસ્વાસ્પદ વાત નથી. એથી તેા ઊલટું માણસનું પતન થાય છે, અને એને વિકાસ રૂંધાઈ જાય છે; એટલે ગરીબ થવા છતાં, મજૂર થવા છતાં ખોટા ધંધો ન કરે એ જ સાચી શાખ સમજવી, એ જ સાચું ગૌરવ છે, એ ગૌરવને માટે તમે સહુ પ્રયત્નશીલ ખતા, એટલું જ ઈચ્છુ છું -પ્રમુદ્ધ જીવન, ૧-૧૧૫૪. *મુંબઈ ન ચુક સધના રજતમહાત્સત્ર પ્રસગે કરવામાં આવેલ સત્કારના પ્રત્યુત્તરરૂપે આપેલ ભાષણ, ૩૭ Page #613 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞને અંજલ [ ૩૯ ] આજે જે મહાપુરુષની જન્મજયન્તી ઊજવવા આપણે સૌ એકઠાં થયાં છીએ એમની જન્મતિથિ-કાર્તિક શુક્લા પૂર્ણિમા—એક વિશિષ્ટ તિથિ છે. તેની સાથે અનેક મહાન વ્યક્તિએની સ્મૃતિ સંકળાયેલી છે. ભગવાન બુદ્ધના જન્મ આ જ તિથિએ થયા છે, અને એની ઊજવણી માટે બનારસ પાસે સારનાથના ઔવિહારમાં દૂર દૂરથી તિબેટ, સિલાન, ચીન અને અમામાંથી તેમ જ કાઈ કાઈ પશ્ચિમના દેશોમાંથી પણ અનેક યાત્રિકા આવે છે અને મોટા ઉત્સવ સાથે યુદ્ધજન્મની ઉજવણી કરે છે. શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક અને તપસ્વી શ્રીમદ્ રાજચંદ્રે પણ આ જ તિથિએ જન્મ્યા હતા. જેને આપણે કલિકાલસર્વજ્ઞ કહી સન્માનીએ છીએ તેનો આપણે પૂરા પિછાનતા નથી, એ આપણું કમભાગ્ય છે. આવા પ્રખર પાંડિત્યવાળા મહાપુરુષને જન્મદિન આપણે કેવા ગૌરવપૂર્વક ઊજવવા જોઈ એ ! હું માનુ છુ કે શ્રી હેમચંદ્રાચાય અને તેમના જેવા જ અન્ય અન્ય ધર્મો તેમ જ ક્ષેત્રમાં જે જે અસાધારણ પ્રતિભાવાળા પુરુષો આપણે ત્યાં થઈ ગયા હોય તેમને સમયે સમયે યાદ કરવા માટે આવા અનેક જ્યંતી-ઉત્સવા યેાજાય તે આપણી નવીન પ્રશ્નને, આજનાં શુષ્ક અને નિષ્પ્રાણ ખની ગયેલા શિક્ષણ વચ્ચે, કંઈક પ્રેરણાદાયક સંદેશા આપણે આપી શકીએ. હેમચંદ્રાચાર્યના મહિમા મારે મન એ એક જૈન આચાય હતા એ રીતે છે જ નહિ. એ તે। ન કેવળ આખા ગુજરાતની, પણ સમરત ભારત વર્ષની સંપત્તિરૂપ હતા, અને એ રીતે જ એમનું જીવન આપણે સમજવું જોઈ એ. હેમચંદ્રાચાર્યના પાંડિત્યના અને રાજકારણ સહિત અનેક પ્રવૃત્તિમાં નિમગ્ન રહેવા છતાં એમણે કરેલ વિશાળ સાહિત્યસર્જનને વિચાર કરીએ તો આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ. જિંદગીના છેડા સુધી આટલી બધી પ્રવૃત્તિઓ આદરનાર એ મહાપુરુષમાં શક્તિને કેટલા સંચય થયેલા હશે એની આપણને કલ્પના પણ નથી આવી શકતી. Page #614 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વને અંજલિ દક્ષિણના પાંડિત્યરૂપ પૂર્વ-ઉત્તરમીમાંસાને પહેલવહેલે ગંભીર આભાસ ગુજરાતને હેમચંદ્રાચાર્યે જ કરાવ્યું. દૂરદૂરના દેશો તક્ષશિલા અને કાશ્મીરની વિદ્યાઓને ગુજરાતમાં લાવનાર કોણ હતું ? આજે કાશ્મીરની સ્થિતિ ભલે ગમે તેવી હોય, પણ તે કાળે તે એ પંડિતને દેશ હતો અને તેથી શારદા દેશ” તરીકે એની પ્રસિદ્ધિ હતી. વળી અત્યારે કાશ્મીર સાવ નજીક પ્રદેશ બની ગયું લાગે છે, પણ તે સમયે તે ત્યાં પહોંચવું કે ત્યાંથી કંઈ મેળવવું બહુ દુષ્કર હતું; પણ હેમચંદ્રાચાર્યના વિદ્યા–પ્રેમે કાશ્મીરની સરસ્વતીને ગુજરાતમાં લાવી મૂકી હતી. ગુજરાતમાં સમૃદ્ધ ગ્રંથભંડારે તે કાળે હેમચંદ્રાચાર્યું ન હોત તો કોણે સરજાવ્યા હેત ? આજે ગુજરાતમાં ઠેર ઠેર જે હસ્તલિખિત ગ્રંથના ભંડારે જોવા મળે છે તે મુખ્યપણે હેમચંદ્રની વિદ્યાઉપાસનાને આભારી છે. - ટૂંકમાં એમ કહી શકાય કે વિદ્યા અને પાંડિત્યની દૃષ્ટિએ ગુજરાતને જે અપરિચિત હતું તેનો પરિચય ગુજરાતને હેમચંકે કરાવ્યું છે. એમ કહેવાય છે કે પાટણની જ્ઞાનશાળામાં હેમચંદ્ર પાસે ૭૦ ૦ લહિયાઓ કામ કરતા હતા. આજે આ યંત્રના જમાનામાં પણ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા કે એવા મોટા એકાદ મુદ્રણાલયને બાદ કરતાં આપણું દરિદ્ર જેવા પ્રેસમાં આટલા કંપાઝીટરે ક્યાંય જોવા નથી મળતા, અને એ બધા પાસેથી કામ લેવામાં બીજી કેટકેટલી તૈયારીઓ જોઈએ છે? આજની આ સ્થિતિનો વિચાર કરીએ છીએ અને આ ઉ૦૦ લહિયાઓ પાસેથી કેવળ એની નકલે કરાવવાનું જ નહિ, પણ નવા નવા ગ્રંથની રચના કરાવવાનું પણ કામ લેવાની હેમચંદ્રની શક્તિને વિચાર કરીએ છીએ, ત્યારે એમના વિશદ પાંડિત્યને કંઈક ખ્યાલ આવે છે. અલબત્ત, આમાં તેમના વિદ્વાન શિષ્યોને સાથ અને સહકાર હશે જ, પણ આજની દૃષ્ટિએ લેખનસાધનો-કાગળે વગેરેની જબરી અછતવાળા એ સમયમાં ૭૦૦ લહિયાઓ પાસેથી જે કામ લીધું તે અદ્ભુત છે. આપણે તે આજે કંઈ લખવું હોય તે ચાર વખત લખીએ અને ભૂસીએ ત્યારે તૈયાર કરી શકીએ છીએ. • હેમચંદ્રાચાર્યને ગ્રંથ સૌ પહેલે મારા હાથમાં આવ્યો અને મેં એનું અધ્યયન કર્યું ત્યારથી જ હું તે એમને ઉપર આફરીન બની ગયો છું.' હેમચંદ્રાચાર્યના પ્રથેની તે વિષયના પ્રાચીન ગ્રંથ સાથે સરખામણું કરતાં આજના કેટલાક વિદ્વાને તેમણે બીજા ગ્રંથમાંથી ઉતારાઓ લીધાની Page #615 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન વાતો કરે છે. આવા વિદ્વાને કાં તે વસ્તુને યથાર્થપણે સમજતા નથી હતા, અથવા સાંપ્રદાયિક કે એવા કોઈ કારણે આમ માની લે છે, પણ એ સાવ ખોટું છે. ગીતા વાંચીને ઉપનિષદ વાંચીએ તે એમાં કેટલેય વિષય અને શબ્દરચના સમાન જણાયા વગર નથી રહેતાં. જેને એક એક શબ્દ અકાય જે ગણાવવામાં આવે છે તે શંકરાચાર્યના શાંકરભાષ્યને વાંચી બૌદ્ધતાર્કિક વસુબંધુને વાંચીએ તે વસુબંધુના કેટલાય વિચારો શાંકરભાષ્યમાં નોંધાયેલા મળે જ છે. તે શું આ બધા ઉપર ચરીને આરોપ મૂકી શકાય ? માતા અને પુત્રીને સરખાં રૂપ-રંગવાળાં જોઈને શું પુત્રીનું વ્યક્તિત્વ જ વીસરી જવું? ખરી વાત એ છે કે વિદ્યા અને વિચારની પરંપરાઓ તે ચાલી જ આવે છે, તો પછી એની છાયા પોતાના અધ્યયન અને ગ્રંથસર્જનમાં આવ્યા વગર કેમ રહે? પૂર્વની વિદ્યાઓ ઉત્તરની વિદ્યાઓમાં આવે જ, પણ સાચી વિશેષતા તે એ વિદ્યાઓને પચાવવામાં છે. અને આ વિશેષતા હેમચંદ્રમાં બરાબર હતી. એટલે બીજા ના ઉતારાની વાત કરીને એમના પાંડિત્યનું મૂલ્ય ઓછું ન કરી શકાય. મારે કહેવાને એ આશય નથી કે હેમચંદ્ર કરતાં વધારે પ્રતિભાસંપન્ન બીજા કોઈ ન થાય. વાત એટલી જ કે હેમચંદ્રને તેમના યથાર્થ રૂપમાં આપણે પિછાણીએ. હેમચંદ્ર જેવી એક જ વ્યક્તિમાં રહેલ જુદા જુદા વિષયના પાંડિત્યને સમગ્રપણે વિચાર કરીએ તે આપણને એ એન્સાઈક્લોપીડિયા જ લાગે. તેથી હું તેમને સારસ્વતપુત્ર કહું છું. આજે એમ લાગે છે કે જાણે સરસ્વતી નિરાધાર બની ગઈ છે, પણ સરસ્વતી કદી નિરાધાર નથી. આજના ગુજરાતમાં પુરુષો જે વેપારમાં જ રહેવા માગતા હોય તો, તેમને એમ કરવા દઈ, સ્ત્રીઓએ વિદ્યાનું આ કામ ઉપાડી લેવું જોઈએ. હું તો માનું છું કે સહજ કમળ પ્રકૃતિવાળી આપણું સ્ત્રીઓને આ કામ જરૂર વધારે ભાવી જાય. આજે સ્ત્રીઓ ઘરેણાં, કપડાં કે શણગારની પાછળ જે વખત કાઢે છે તે સરસ્વતીની પાછળ કાઢે તે જરૂર એમનું ભલું થાય અને નિરાધાર લાગતી સરસ્વતીને આધાર મળી રહે. આજે તો કેટલીય એવી બહેને છે, જેમાં વિધવા, ત્યક્તાઓ અને ઉમરલાયક કુમારિકાઓ છે, જેઓ દિશાશૂન્ય જેવી દશા ભોગવે છે. પણ જે એ બધી બહેને અને બીજી બહેને પણ સરસ્વતીની ઉપાસનાનું આવું કાર્ય ઉપાડી લે તે જરૂર એમને ઉદ્ધાર થઈ જાય. ' '' આવી સરસ્વતી ઉપાસના માટે હેમચંદ્રનું વિપુલ સાહિત્ય ખૂબ ખૂબ ઉપયોગી થઈ પડે એ નિઃશંક છે. Page #616 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞને અંજલિ [ પ૮૧ હેમચંદ્ર ગુજરાતમાં રેડેલા સંસ્કારને હું વિચાર કરું છું ત્યારે અહિંસાની નજરે આઠ વર્ષના ગાળામાં એક જ મોઢ જાતિમાં થયેલા હેમચંદ્ર અને ગાંધીજીમાં કોઈ કુદરતી સંકેત જેવું લાગે છે. આજે જેમ ગાંધીજીએ આખા દેશમાં અને વિશ્વમાં અહિંસાની પ્રતિષ્ઠા વધારી છે તેમ તે કાળે હેમચંદ્ર ગુજરાતની સમગ્ર પ્રજા ઉપર દયાની છાપ પાડી હતી અને અહિંસાની પ્રતિષ્ઠા કરી હતી. હેમચંદ્રને આ માટે ગુણ અને મોટે ઉપકાર ! હેમચંદ્રની અહિંસા એ વેવલી અહિંસા ન હતી. અહિંસા પિતે તે એવી કઈ વેવલી વસ્તુ છે જ નહિ. અગર એ નિંદાને પાત્ર ઠરતી હોય તે તે દેષ તેના પાળનાર છે. હેમચંદ્ર કુમારપાળને અહિંસાની દીક્ષા આપી હતી અને કુમારપાળે રાજ્યકર્તાની બધીય ફરજો પૂરેપૂરી પાળી હતી, યુદ્ધો જીતવામાં પણ કદી પાછી પાની કરી ન હતી. અહિંસાની મર્યાદા કે એની સમજણ અમુક અમુક કાળમાં જુદી જુદી હોય. ગાંધીજીએ રાજકારણમાં પણ તેને અજમાવી અને તેની મર્યાદા વધારી એ જુદી વાત છે, પણ હેમચંદ્રની અહિંસા વેવલી અહિંસા હતી જ નહિ. ખરી વાત તો એ છે કે અહિંસા એ હિંદુસ્તાનનું સંસ્કારધન છે અને તેથી અહિંસાની વાત એના હૈયામાં સહેલાઈથી ઉતારી શકાય છે. - આજે જે કેવળ પૈસાની જ મોટાઈ થઈ પડી છે તે દૂર કરીએ અને વિદ્યાના ક્ષેત્રમાં પણ ચોકા રચાઈ જાય છે તે પણ દૂર કરીએ, તે આવા સમર્થ પુરુષને આપણે બરાબર પિછાની શકીએ. તેમને પિછાનવાને આ જયંતી–ઉત્સવ કે એ દરેક પ્રયત્ન આદરણીય ગણાય. એમને કે એમના જેવા મહાપુરુષને સ્મરીને અને ઓળખીને આપણે આપણું સંસ્કારધન વધારીએ! –જૈન, ૨૮–૧૧–૪૮. Page #617 -------------------------------------------------------------------------- ________________ વિજયધર્મસુરિ અને શિક્ષણસંસ્થાએ [૪૦] શ્રી વિધર્મસૂરીશ્વરના જયંતી-ઉત્સવમાં મેં ૨૫ વર્ષ સુધી ભાગ . નથી લીધે અને આજે હું એમાં ભાગ લઈ રહ્યો છું એ શું સુવર્ણચંદ્રકની લાલચે? એમ કોઈને સહજ પ્રશ્ન થાય; પણ હું એટલું જ કહ્યું કે શ્રી વિજ્યધર્મસૂરીશ્વરને–તેમનાં શક્તિ અને સામર્થ્યને—હું પિછાનું છું, પણ એને હું એ રીતે ઉપયોગ કરવા નથી માગતો કે જેથી એ કોઈને માટે કેવળ પ્રચારના સાધનરૂપ બની રહે. બાકી એમના પ્રત્યે મને હમેશાં આદર રહ્યો છે અને તેથી જ તે મેં મારી એક સારામાં સારી ગ્રંથકૃતિ તેમને સમપી છે. આવી જયંતીને અર્થ હું તો એ જ સમજું છું કે તે વ્યક્તિને ખરા રૂપમાં આપણે સમજીએ અને તેમાંથી જે જીવનમાં ઉતારવા યોગ્ય હેય તેને જીવનમાં ઉતારીએ. બાકી તે ઘણુય જયંતી ઊજવાય છે અને ભૂલી જવાય છે. એ જાણે રેજના અનુભવની વાત બની ગઈ છે. આવી ઉજવણીઓ મારા મન સાથે સંગત થતી નથી. મારા ખ્યાલ મુજબ વિજયધર્મસૂરીશ્વરને એક વિશિષ્ટ ગુણ એ હતો. કે જે ગુણની આજે પણ જૈન સમાજને જરૂર છે. તે ગુણ એટલે ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાની કલ્પના અને એ કલ્પનાને મૂર્તરૂપ આપવાની સૂઝ અને - સાહસ. વિજયધમસૂરિજીના સાહસને ગુજરાતનું ક્ષેત્ર અનુકૂળ ન હતું, તેથી તેમણે કાશીનો માર્ગ ગ્રહણ કર્યો એ જાણીતી બીના છે. આપણે ત્યાં શ્વેતાંબર સમાજમાં હજુ સુધી પણ ગૃહસ્થ માત્ર શ્રાવકે (સાંભળનારાઓ) જ રહ્યા છે અને તેથી જ વેતાંબર પરંપરાના ઈતિહાસમાં તત્વ જૈન ગૃહસ્થ વિદ્વાન હવાને એકે દાખલે નેંધાયો નથી. દિગમ્બર સમાજમાં જરૂર ગૃહસ્થ વિદ્વાન થયા છે. વિજયધર્મસૂરીશ્વરને યુગપ્રવર્તક કહેવામાં આવે છે, તેનો અર્થ એટલે જ કે શ્વેતાંબર જૈન સમાજમાં ગૃહસ્થ વિદ્વાને તૈયાર કરવાને યુગ તેમણે Page #618 -------------------------------------------------------------------------- ________________ વિજયધર્મસૂરિ અને શિક્ષણસંસ્થાઓ [ પ૮૩ પ્રવર્તાવવાનો પ્રયત્ન કર્યો અને એ યુગની શરૂઆત ત્યારથી થઈ. બનારસની અત્યારની સ્યાદવાદ મહાવિદ્યાલય જેવી દિગંબર પાઠશાળાઓ એ શ્રી વિધર્મસૂરિજીના પુરુષાર્થને પ્રતિધ્વનિ છે. • પણ હવે સવાલ એ થાય છે કે એ પુરુષાર્થ આગળ શી રીતે વધારી શકાય? પ્રારંભમાં જે રીતે એ પુરુષાર્થ અમલમાં મૂકવામાં આવ્યો એ રીત તે હવે પુરાણી થઈ ગઈ છે અને તેથી આ યુગમાં એ કારગત થઈ શકે એમ નથી. હવે તે મૂળમાં એ ભાવના-ગૃહસ્થવિદ્વાને તૈયાર કરવાની ભાવના – કાયમ રાખવા છતાં એને મૂર્ત કરવાની રીતમાં ફેરફાર કરવો જ રહ્યો. જે રીત એક કાળે કાર્ય કરી હતી તે સદાય કાર્યકારી બની રહે એ શી રીતે બને ? એટલે હવે નવી રીત જ શેધવી રહી અને તે રીતે તે સમન્વયગામી તુલનાત્મક અભ્યાસની પદ્ધતિ દ્વારા વિદ્વાનને તૈયાર કરવા તે. જૈન સંપ્રદાયના ત્રણે ફિરકાઓમાં ગુરુકુળની ફુરણા થઈ છે એ સાચું છે, પણ તેથી તત્વચિંતક ગૃહસ્થ વિદ્વાનની ઊણપ દૂર થઈ શકી નથી, એ પણ હકીકત છે. આમ થવાનું કારણ એ છે કે પંડિત બનેલા ગૃહસ્થને કામ શું આપવું? એ પ્રશ્નને નિકાલ આપણે ન કરી શક્યા અને પરિણામે આપણી કેળવણીની સંસ્થાઓ છેવટે કેવળ વ્યાવહારિક ક્ષેત્રને અધ્યયનઅધ્યાપનનાં ધામ બની ગઈ બનારસની પાઠશાળા ભલે ગમે તે કારણે અસ્ત બની, પણ બનારસમાં નહિ તે બીજે ગમે તે સ્થળે એ ક્રમ ચાલુ રહે જોઈતું હતુંપરંતુ એ ચાલુ રહ્યો નહિ. મારી નજર સામે જ અનેક સંસ્થાઓ અસ્ત થઈ પણું આમ થવાનું એક અને મુખ્ય કારણ તે સંસ્થાના સંચાલનમાં સાધુઓનું વર્ચસ્વ છે એમ મને સ્પષ્ટ લાગ્યું છે. સંસ્થાના કલ્યાણની દૃષ્ટિએ આપણે સાધુઓને નમ્રભાવે એમ કહી દેવું જોઈએ કે આપ સંસ્થાને દરેક રીતે જરૂર મદદ અને માર્ગદર્શન કરાવતા રહે, પણ સંસ્થાના સંચાલનમાં આપ માથું ન મારે. તેથી નથી સચવાતો તમારે ત્યાગધર્મ અને નથી સધાતું સંસ્થાનું વિદ્યાવિષયક લક્ષ્ય. મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થા નભી શકી છે અને પુષ્ટ બની શકી છે એનું કારણ આજ છે. બીજી સંસ્થાઓનું અસ્તગમન પણ આજ હકીકતની સાખ પૂરે છે. માનું છું કે જૈન સાધુઓને જવાબદારીનું ભાન ભાગ્યે જ હોય છે, તેથી તેઓ ન ઈચ્છે છતાં તેમના હસ્તક્ષેપથી સંસ્થા વિકસવાને બદલે વિનાશમાં જ પરિણમે છે. Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ] દર્શન અને ચિંતન શું આપણને રાધાકૃષ્ણન જેવા વિદ્વાને નથી જોઈતા? જો હા, તે એવા વિદ્વાને આજની જૈન સંસ્થાઓમાં તૈયાર થઈ શકશે ખરા ? એ વાતને તમે બધા વિચાર કરજો. રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિ આપણને સૌને પ્રેરણા આપે એવી છે. ત્યાં કેવા મોટા મોટા વિદ્વાનો પડ્યા છે અને તે પણ ત્યાગ અને વૈરાગ્યની ભૂમિકા ઉપર અને જનકલ્યાણની સાધનાના માર્ગ ઉપર. મને લાગે છે કે જે સંસ્થાઓ બિનજવાબદારપણે ચાલતી હોય તે સંસ્થાઓ આપણે બંધ કરવી જોઈએ. એ બંધ કરવામાં જ સમાજનું શ્રેય રહેલું છે અને સાથે સાથે અગ્ય સંચાલકે હેય તેમનું પણ નિયંત્રણ કરવું જોઈએ અને જરૂર જણાય તો તેમને રૂખસદ આપતાં પણ અચકાવું ન જોઈએ, કારણ કે અગ્ય સંસ્થા કે અયોગ્ય સંચાલક પાસેથી સારા માણસે તૈયાર થવાની આશા તે ન જ રહે; ઊલટું એમાંથી અગ્ય માણુની પરંપરા જ ઊભી થવાની. આ સ્થિતિ અટકવી જ જોઈએ. - આપણું ફિરકાઓ ઘેલકાં જેવા બની ગયા છે, જેમાં કદી ન બુદ્ધિને અવકાશ રહે છે ન મુક્ત વિકાસને. એમાં તો કેવળ જડતા અને અંધશ્રદ્ધાનું જ સામ્રાજ્ય જામે છે. જ્યારે ધર્મનું શિક્ષણ તે કેઈન પણ અંધ અનુયાયી થયા સિવાય જ લેવું ઘટે. એટલે આપણી શિક્ષણ સંસ્થાઓમાં કોઈ એક પંથનું દૃષ્ટિબિંદુ ન કેળવાય એ જોવું ઘણું જરૂરી છે; નહિ તે માત્ર શુષ્ક ક્રિયાકાંડની જાળને ધર્મ માની લેવાની ભૂલમાં આપણે ફસાઈ પડીશું અને પરિણામે ધર્મના નામે કેવળ ભ્રમની પરંપરા જ આપણા નસીબમાં રહેશે. અત્યારે તે આવી દુઃખદ પરિસ્થિતિ પ્રવર્તે છે. એને દૂર કરવી અતિ જરૂરી છે અને એ દૂર કરવાનું કામ આપણી જ્ઞાનની-કેળવણુની સંસ્થાઓનું છે. એ કામ માટે વ્યાપક દષ્ટિ અને ઉદાર ચિત્તની જરૂર છે. આપણે સૌ એ સમજીએ અને એ માટે પ્રયત્નશીલ બનીએ! –સમયધર્મ, વર્ષ ૧૬, અંક ૨૦. Page #620 -------------------------------------------------------------------------- ________________ પરિશીલન Page #621 -------------------------------------------------------------------------- ________________ Page #622 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાની ચાર ભૂમિકાઓ * [૧] આજે તમારી સૌની સમક્ષ બેલતી વખતે જે હું પ્રત્યેક વ્યક્તિને ચહેરે જોઈ શકતે હેત, અથવા તે શબ્દ સાંભળીને પણ બધાને ઓળખી શકતે હેત તે મને વધારે સગવડ રહેત. મારે શું કહેવું તેનો મેં બહુ વિચાર કર્યો નથી, પણ અહીં આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં એક વિચાર સૂઝી. આવ્ય, તે તમને કહી સંભળાવું છું. આપણે બધાં એકત્ર થયાં છીએ તે એક જ પંથનાં છીએ માટે. અન્ય સંબંધમાં જુદા જુદા વ્યવસાયીઓને અવકાશ રહે છે, પણ આપણે તો વિદ્યાધ્યયન અને સંશોધન અર્થે જ એકત્ર થયાં છીએ. તે અધ્યયન સંબંધી જ કંઈક કહું. પદ્ધતિસર અથવા વૈજ્ઞાનિક રીતે કામ કરવાની જેવી તાલીમ તમને મળી છે તેવી મને મળી નથી; એટલે મારે તે વગર તાલીમે ફાંફાં મારતાં જે રસ્તે મને સૂઝી આવ્યો હતો તેની જ વાત કરવાની છે. જે માણસે બીજા રસ્તા જોયા જ ન હોય અને હાથ લાગેલી અમુક કેડીથી જેણે જંગલ પસાર કર્યું હોય તે કેવળ પિતાની કેડીનું જ વર્ણન કરી શકે. એનો અર્થ એ તે નહિ જ કે બીજી કેડીઓ જ નથી, અથવા છે તો એનાથી ઊતરતી છે. બીજી કેડીઓ એનાથી પણ સારી હોય એ બનવાજોગ છે, છતાં એટલું કહું કે મારી કેડીમાંથી મને આનંદ અને સ્થિરતા મળી રહ્યાં છે. વિદ્યાર્થી જીવન આપણે ચાર વિભાગમાં કે ભૂમિકાઓમાં વહેંચાયેલું જોઈએ છીએ. પ્રાથમિકથી માધ્યમિક સુધીને તે પહેલે વિભાગ; માધ્યમિથી ઉચ્ચશિક્ષણ અર્થાત આપણે જેને બી. એ. કે સ્નાતક થતાં સુધીનું શિક્ષણ ગણુએ છીએ તે પામતાં સુધી બીજો વિભાગ અનુસ્નાતકને તે ત્રીજો અને તે પછી તે ચોથે વિભાગ. આપણું પ્રારંભનું શિક્ષણ શબ્દપ્રધાન અને સ્મૃતિપ્રધાન હોય છે. એમાં શીખનાર અને શીખવનાર બંનેની સમજવા તેમ જ સમજાવવાની પ્રવૃત્તિ ભાષાના સાધન દ્વારા જ થતી હોય છે. સીધું વસ્તુગ્રહણ તેમાં થતું નથી. માત્ર ભાષા દ્વારા જે સંસ્કાર પડે તે સ્મૃતિથી પકડી રાખવામાં આવે છે. અહીં મઃ ગુજરાત વિદ્યાસભાની અનુસ્નાતક વિદ્યાથી સભાને આશ્રયે, અધ્યાપક અને વિદ્યાથીઓ સમક્ષ, ૧૯૪૭ના પહેલા સત્રમાં પૂ. પંડિતજીએ કરેલું મંગલપ્રવચન. Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ ]. દર્શન અને ચિંતન જેને હું ભાષા કહું છું તેમાં લખવાનું, બોલવા વાંચવા અને ઉચ્ચારવાનું બધું આવી ગયું એમ ગણવાનું છે. આ પ્રવૃત્તિથી સમજણ, તર્ક બધું ઉત્તેજિત થાય છે, પણ તે મોટે ભાગે ઉમરના પ્રમાણમાં. ત્યાર પછીની બીજી ભૂમિકા સંજ્ઞાન અર્થાત સમજણપ્રધાન છે. વિદ્યાથી કોલેજમાં દાખલ થાય ત્યારે પણ ભાષા અને શણું મહત્ત્વ તે રહે છે જ, પણ એ ભૂમિકામાં એને વિષયને પકડીને ચાલવાનું થાય છે. તેથી જ અભ્યાસક્રમમાં ઘણું પુસ્તકે હેવા છતાં તે બધાં પૂરાં થાય છે. જે એને ત્યાં પણ માત્ર સ્મૃતિ પર આધાર રાખીને ચાલવાનું હોય તે એમ થઈ શકે નહિ. ત્યાં શબ્દ નહિ પણ અર્થ મહત્વ ભગવે છે. એ અર્થ ગ્રહણ કરવાની પદ્ધતિમાં ફેર હોઈ શકે, પણ મુખ્ય વસ્તુસ્થિતિ આ પ્રકારની હેય છે. ત્યાર પછીની ભૂમિકામાં સમજણ ઉપરાંત એક નવું તત્ત્વ આવે છે. એની પહેલાંની ભૂમિકાઓમાં શિક્ષણ, ચર્ચા, ટીકા બધું અન્યની કનેથી આવતું હતું અને સમજી લેવાતું હતું, પણ હવે આ નવી ત્રીજી ભૂમિકામાં તારતમ્ય, પરીક્ષણવૃત્તિ—કઈ પણ મતને પિતાની બુદ્ધિથી કસી જવાની પરીક્ષવૃત્તિઉમેરાય છે. આ વખતે વિદ્યાથી આમ કરી શકવા જેટલી ઉંમરે પણ પહોંચ્યો હોય છે, એટલે પહેલાં જે પુસ્તક કે અધ્યાપકને તે પ્રમાણભૂત માનતે હોય તેની સામે પણ એ શીંગડા માંડે એ સ્થિતિ આવે છે. તે પછીની ભૂમિકા તે પીએચ. ડી. થવા માટે જે જાતની પ્રવૃત્તિ થતી હોય છે તેની છે. શબ્દપ્રધાન, સમજણપ્રધાન અને પરીક્ષાપ્રધાન વિદ્યાધ્યયનને ઉપયોગ એ ભૂમિકામાં થાય છે. એ ભૂમિકાવાળાએ પોતાના વિષયને અંગે જેટલું કામ થયું હોય તે બધું સમજી લઈને, ઉપલભ્ય હોય એટલું જ્ઞાન મેળવી લઈને કંઈક નવું શોધવાનું, સર્જવાનું, ઉમેરવાનું હોય છે–પેલી શબ્દસૃતિ, સંજ્ઞાન અને પરીક્ષાની ત્રિવેણુને આધારે. એણે કરેલા કામનું પ્રમાણ જોવાનું હોતું નથી, એટલે કે પાનાંની સંખ્યા જોવાની હોતી નથી, પણ એની મૌલિકતા, એને અધિકાર જેવાનાં હોય છે. એની નવી શોધ એકાદ વાક્યમાં જણાઈ આવે એમ પણ બને; પણ મારે જે કહેવાનું છે તે તે આ જ કે એ ભૂમિકા નવું શોધવાની, સર્જનશક્તિને વ્યક્ત કરવાની ભૂમિકા છે. આપણે આજે જેઓ અહીં એકત્ર થયાં છીએ તે ત્રીજી અને એથી Page #624 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાની ચાર ભૂમિકાઓ [પટેલ ભૂમિકાવાળાં છીએ. ડિગ્રી મેળવવા માગનારાઓનો કે પરીક્ષા પાસ કરનારાઓને અત્યારે હું વિચાર નથી કરતા. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પણ હું ભેગે જ ખ્યાલ કરું છું, છતાં અધ્યાપકે વિશે થોડુંક કહી લઉં. આમ તો સાચે અધ્યાપક હંમેશાં વિદ્યાર્થી માનસ સાથે તાલ મેળવતો જ હોય છે; પણ જ્યારે વિદ્યાર્થીની સંશાધનપ્રવૃત્તિને એ સહાય કરતા હોય છે ત્યારે એ જુદો જ રંગ સજતે હોય છે. એ કક્ષામાં અધ્યાપકને એવી વસ્તુઓ સૂચવવી પડતી હોય છે જેથી વિદ્યાથીની સંશોધકવૃત્તિ જાગ્રત થાય. એટલે અધ્યાપક પ્રત્યક્ષ શિક્ષણથી જ નહિ પરંતુ ચર્ચા, વાર્તાલાપ, સૂચના વગેરે દ્વારા પણ વિદ્યાથીના મનમાં કશુંક ઉગાડવા મથતા હોય છે. એકંદરે, વિદ્યાર્થી જીવનની જેમ ચાર ભૂમિકાઓ ગણાવી તેમ અધ્યાપકના જીવનની પણ ચાર ભૂમિકાઓ ગણાવવા. જેવી છે–એને વિદ્યાર્થીઓની સપાટી પર ઊતરવું પડતું હોય છે માટે. વિદ્યાર્થી અને અધ્યાપકનો સંબંધ પણ સમજવા જેવું છે. વિદ્યાનું અધ્યયન બંનેને સામાન્ય ધર્મ છે. અધ્યાપક અને વિદ્યાર્થી એવા વિભાગે કેવળ વ્યવહારુ છે, બાકી બેઉ એક જ વર્ગના છે. પણ અધ્યાપકના પદે નિમાવાથી અધ્યાપક થવાતું નથી; એ તે રજિસ્ટરમાં અધ્યાપક થ. વિદ્યાર્થીની બુદ્ધિને અને જિજ્ઞાસાને સંકેરનારે ને ઉત્તેજના જ સાચો અધ્યાપક ગણાય. એ સિવાય વિદ્યાર્થી અને અધ્યાપક વચ્ચે તારતમ્ય ઝાઝું નથી, છતાં અધ્યાપક વિના વિદ્યાથીને ચાલે નહિ. નટને નાચવા માટે દેરી ન હોય તો એ નાચે કેવી રીતે ? તેમ વિદ્યાર્થીને પણ પુસ્તકો અને, અધ્યાપકે વિના ચાલે નહિ. સામે પક્ષે જે વિદ્યાર્થી જ ન હોય તે અધ્યાપક કે અધ્યાપન સંભવતાં નથી. વસ્તુતઃ વિદ્યાર્થીના સાંનિધ્યમાં જ અધ્યાપકનો આત્મા વિકસે છે, વ્યક્ત થાય છે. એની સમજ પણ ત્યારે જ સ્પષ્ટ થાય છે. વિદ્યાથી એની પાસે આવે છે તે કંઈક મેળવવાની શ્રદ્ધાથી, પણ અધ્યાપક જે પિતાની જવાબદારી સમજતા હોય તે જ એ શ્રદ્ધા સાર્થક થાય છે. આમ ઉચ્ચ શિક્ષણની સંસ્થામાં વધારેમાં વધારે જવાબદારી અધ્યાપકની રહે છે. પણ અધ્યાપક જવાબદારી સમજનારે હેય એટલાથી જ વિદ્યાથીને ઉદ્ધાર ન થઈ જાય. જેઓ અધ્યાપકની શરણાગતિ લેવા આવે તેઓ પિત. પણ જિજ્ઞાસુ, મહેનતુ અને વિદ્યાપરાયણ હેવા જોઈએ. અધ્યાપકનું પિતાનું પણ એક ધ્યેય હોય છે. એને પણ નવું સંશોધન Page #625 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] દર્શન અને ચિંતન કરવુ હાય છે. હવે વિદ્યાર્થીઓને દોરવણી આપતાં, એમને કામ આપતાં તે એમની પાસેથી કામ લેતાં એની પાતાની સૂઝ પણ ખીલે છે, એનુ નેતૃત્વ ધડાય છે. એટલે સ્વાભાવિક રીતે જ ઉત્તમ સંશોધકેા પોતાની આસપાસ વિદ્યાર્થીઓનુ માળ હાય એમ ઇચ્છે છે; એટલુ જ નહિ, તેમની સાથે કુટુંબભાવે વ્યવહાર આચરે છે. કલકત્તામાં અને શાંતિનિકેતનમાં મે એવા અધ્યાપકા જોયા છે. યુરાપમાં એવા અધ્યાપકેા છે એમ સાંભળ્યું છે. આવા અધ્યાપકાને વિદ્યાથીઓ તે પાતાને શકાપ્રશ્ન પૂછીને નિરાંતે ઘેર જઈ ને સૂઈ શકે, પણ અધ્યાપકની તે ધણીવાર ઊંધ ઊડી જતી હોય છે. એને એમ ચાય છે કે વિદ્યાર્થીના મનનું સમાધાન કરવા જે ઉત્તર પોતે આપ્યા તે અધૂરો છે, પૂરતા સતોષકારક નથી. તેથી સંતોષકારક ઉત્તર આપે ત્યારે જ એને ચેન પડે છે. આ જ્યારે વિદ્યાથી ાણે છે ત્યારે અધ્યાપકના જીવનને રંગ એને પણ લાગે છે. વિદ્યોષાર્જન એ તે વૃક્ષ જેવી ક્રિયા છે. સતત રસ લીધા કરીએ તે જ એ વધ્યા કરે અને શાખાએ શાખાએ, પાંદડે પાંદડે એ રસ પહેાંચ્યા કરે. ધણા પૂછે છે કે શું અમદાવાદમાં સાધન થઈ શકે? પ્રશ્ન સાચા છે, કેમ કે અમદાવાદનુ” ધન જુદું છે. છતાં એ ધનને વિશેષ ઇચ્છનાર વર્ગોમાં પણ વિદ્યાધન ઇચ્છનાર વર્ગ હાય છે જ. અમદાવાદ એમાં અપવાદરૂપ ન હાઈ શકે. આપણે જેનું ઉપાર્જન કરવાનુ છે તે પણ એક ધન છે. એ ધન પામીને ઝૂંપડામાં રહીને પણ સુખી થવાય. જે માણસ ખંતીલા છે, જેને પેાતાની બુદ્ધિ અને ચારિત્ર્યના વિકાસમાં ધન્યતા દેખાય છે તેને માટે વિદ્યોપાર્જન એ ધન્ય વ્યવસાય છે. આપણે બધાં ઇચ્છાએ કે અનિચ્છએ આ વ્યવસાયમાં ધકેલાયાં છીએ, છતાં એને પણ ઉપયોગ છે. ધણા પૂછનારા મળે છે કે આમાં શું જોઈ તે પડયા હશો ? હું જવાબ આપું છું કે અમારે મરતી વખતે વીલ કરવાની જરૂર પડવાની નથી. અને નિકા ભલે અભિમાન કરે પણ વિદ્યાધનવાળાઓને-વિદ્વાનાને શાખ્યા વિના એમને ચાલ્યું નથી. પેાતાને માટે નહિ તે પેતાનાં સતાના માટે પણ એમને વિદ્વાનાની જરૂર રહે જ છે. આમ કરીને લક્ષ્મી અને સરસ્વતીના વિરોધની વાત હું નથી કરતા. વિદ્યાર્થીના સાધનાકાળમાં લક્ષ્મીની લાલસા વિશ્ર્વરૂપ છે. વિદ્યાની સાધનામાં વિશ્વ હાય તે તે ધનરાશિનું છે. પણ ગરીબ દેશમાં અને વળી ગરીબ કુટુંબમાં રહેતા હાઈ એ તે। ધનની મહત્ત્વાકાંક્ષા જાગવાને સંભવ નથી. ધનાઢયોના સંસગ થી Page #626 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાની ચાર ભૂમિકાઓ [૫૯૧ જ એ જાગતી હોય છે. એટલે એથી ભૂમિકામાં વ્યક્ત થનારી આપણી મૌલિક સાધનામાં આપણે એનાથી ચેતીને ચાલવાનું છે. એક બીજા વિઘને પણ અહીં નિર્દેશ કરીશ. ઘણું વાર પાછલી ભૂમિકાની ત્રુટિઓ પણ આગળની ભૂમિકાઓમાં દેખાવા માંડે છે. એમને પણ દૂર કરવાની હોય છે. પિતાના વખતનો સદુપયેગ કરનારા વિદ્યાર્થીએ મેં બહુ ઓછી જોયા છે. એમને પુરુષાર્થ પરીક્ષાકાળ પૂરતું જ હોય છે. એમાં તેઓ આરોગ્ય પણ બગાડતાં હોય છે. આ ભૂલ બીજી ભૂમિકામાં વારં વાર થતી જોવામાં આવે છે, પણ ત્રીજીચોથી ભૂમિકામાં એ ભૂલ કદાપિ ન થવી જોઈએ અને થતી હોય તે સ્વપ્રયત્નથી–સમજણથી એ દૂર કરવી જોઈએ. પહેલી બે ભૂમિકાઓની ભૂલ માટે આપણે શિક્ષકો, શિક્ષણપદ્ધતિ, સમાજ–ગમે તેને જવાબદાર ગણીએ, પણ ત્રીજીમાં તો વિદ્યાર્થીએ જાતે જ જવાબદાર બનવું પડે, અને એથીમાં તે એ ભૂલ નભી જ ન શકે; ત્યાં તે એને દૂર કરવી જ પડે. એ ભૂમિકામાં તમે ને હું બધાં છીએ. એ મંગલ અવસર છે, મંગલ જીવન છે. ઘરનું વાસ્તુ, લગ્ન, પરદેશપ્રયાણ વગેરેમાં અમુક વખત પૂરતું મંગલ મનાય છે, પણ પ્રત્યેક ક્ષણે માંગલિકતા દેખાયચર્ચા, વાચન, શોધન, સૂઝમાં માંગલ્ય ઊભરાય–એ તો વિદ્યાર્થી જીવનમાં જ બને છે. પહેલી ત્રણ ભૂમિકાઓનાં તે વર્ષે પણ નિયત કરવામાં આવે છે, પણ ચોથીને તે એનુંય બંધન નથી. એ તો સદા મંગલ છે. એ જીવનમાં તમે બધાં વિકસે એવું પ્રાણું છું. Page #627 -------------------------------------------------------------------------- ________________ નચિકેતા અને નવો અવતાર [૨] ભારતનું નામ ભૌતિક સાધના કે પ્રાકૃતિક વિભૂતિથી એવું જાણીતું નથી જેવું તે આધ્યાત્મિક સાધનાથી જાણીતું છે. ભારતની આગવી કહી શકાય એવી બધી કળાઓએ, બધી વિદ્યાઓએ અને બધી સાંસ્કૃતિક પરંપરાઓએ આધ્યાત્મિક સંસ્કારમાંથી જ મુખ્ય બળ મેળવ્યું છે. આધ્યાત્મિક ભાવનાઓને પ્રવાહાએ હજારે વર્ષના કાળ પટ પર વહેતે આવેલ તેમ જ દેશ, જાતિ અને પંથ આદિના સંકીર્ણ વર્તુળમાં નહિ બંધાયેલ એ એક ચિરંજીવી પ્રવાહ છે. તથાગત બુદ્ધની છ વર્ષની ઉત્કટ સાધના કે દીર્ધ તપસ્વી મહાવીરની બાર વર્ષની તીવ્ર સાધના જેવી જાણીતી અતિહાસિક સાધનાઓ તે એ પ્રવાહને એક નમૂને માત્ર પૂરું પાડે છે, પણ અતિવિપુલ એવા વૈદિક, પૌરાણિક અને તાન્સિક સાહિત્યમાં એવી સાધનાની દઢ પ્રતીતિ કરાવ. નારા સંખ્યાબંધ પ્રતીકે જોવા મળે છે. એટલું જ નહિ, પણ કહેવાતા આ ભૌતિક યુગમાં પણ એ સાધનાને સાચી રીતે જીવવા મળ્યા હોય અને તે પ્રમાણે જીવતા હોય એવા વિરલ સાધકે આજે પણ દુર્લભ નથી. ઉપનિષદો એ મંત્ર-બ્રાહ્મણ યુગ તેમ જ સંત, સાધક અને તપસ્વીયુગ એ બેને એકમેક સાથે સાંધતી એવી એક સુંદર કડી છે. ઉપનિષદો અનેક છે. તે બધાં કોઈ એક કાળે કે એક પ્રદેશમાં અગર એક વ્યક્તિ દ્વારા રચાયાં નથી. ઘણીવાર એક જ ઉપનિષદના જુદા જુદા ભાગે પણ જુદા જુદા હાથની તેમ જ જુદા જુદા સમયની કૃતિ હોવાનું જણાય છે. તે બધાં જ ઉપનિષદોનું મૂલ્ય એકસરખું ન પણ હોય, છતાં એ બધાંમાં સાધનાનો સૂર છે. એકસરખે જ સંભળાય છે. તેમાંથી કેટલાંક ઉપનિષદો અને ખાસ કરી કઈ કઈ ઉપનિષદના ખાસ ભાગે તે એવા છે કે જે ગમે તે સહેદય જિજ્ઞાસુને વશ કરી લે. દા. ત. ઈશાવાસ્ય, યાજ્ઞવઠ્યસંવાદ ઈત્યાદિ. આવાં હૃદયસ્પર્શી ઉપનિષદો અગર તેના ભાગમાં કાઠક ઉપનિષદનું ખાસ સ્થાન છે. એના નામ ઉપરથી જ તે કઠ શાખામાં થયેલ કેઈ ઋષિની રચના છે એમ જણાય છે. ઋષિઓની અનેક શાખાઓમાં કઠ શાખા બહુ Page #628 -------------------------------------------------------------------------- ________________ નચિકેતા અને નવા અવતાર [૧૯૩ જાણીતી અને જૂની પણ છે. કાક એ નિચકેતા આખ્યાનને લીધે જ બહુ સુવિદિત છે. સાધનાકાળ દરમિયાન એક ઉત્કટ ધર્મવીર સાધકમાં લક્ષ્યસિદ્ધિ માટેની જે અદમ્ય જિજ્ઞાસા ને જે પૌરુષવૃત્તિ હાય છે તેની કાવ્યમય અમર ગાથા નચિકેતા આખ્યાનમાં છે. આખ્યાન અને ઉપાખ્યાનની શૈલી બહુ પ્રાચીન છે. એ શૈલીમાં કહેવાનું બધું ટૂંકમાં પણ રોચક રીતે રજૂ થાય છે. આવાં આખ્યાના અને ઉપાખ્યાનાથી આખુ ભારતીય વાડ્મય ઓતપ્રોત છે. એવાં જ આખ્યાને અને ઉપાખ્યાનામાંથી ખળ મેળવી કેટલીયે પ્રતિભાઓએ મહાન કાવ્યો સરજ્યાં છે, અને મહાભારત, રામાયણ તેમ જ ભાગવત જેવાં પુરાણાની અલૌકિક રચના પણ કરી છે. આપ્યાનની પ્રથા એટલી બધી લોકપ્રિય થઈ છે કે તેણે દરેક પ્રાન્તીય ભાષાઓમાં પણ સ્થાન મેળવ્યું છે. ગુજરાતીમાં પ્રેમાનંદ જેવા કવિઓનાં આખ્યાન જાણીતાં છે. રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના વર્તમાન ઉપાસકેાએ પણ આખ્યાનપ્રથાને સમયેાચિત ધાટ આપી લેાકમાનસને કેળવવાનું કામ આધ્યું છે. વૈશ`પાયનની વાણી, નારદવાણી જેવી રચનાઓ તાત્કાલિક પ્રશ્નોને રસિક રીતે ચતાં સમય પૂરતાં આખ્યાને જ છે. કીર્તનકારોને જાણીતા સંપ્રદાય આખ્યાનપ્રથાને સજીવ નમૂનો છે. નચિકેતાઃ એક પ્રતીક રચનાર, આખ્યાન કે તેવી કૃતિ રચે છે ત્યારે તે પેાતાને સુપરિચિત એવી ભાષા, પરિભાષા તેમ જ પરંપરાગત પ્રણાલીએ અને માન્યતાઓનાં કલેવરને પેાતાને સૂઝેલા વિચારના પ્રાણથી સજીવ ખનાવે છે, તે તેને નવચેતના અપે છે. જેણે નાચિકેત ઉપાખ્યાન રચ્યું છે તે કવિ સ ંસ્કૃત ભાષાથી——— ખાસ કરી બ્રાહ્મણ તેમ જ ઉપનિષદના યુગની સંસ્કૃત ભાષાથી—વિશેષે પરિચિત છે. છંદ અને શૈલી પણ તે યુગનાં છે. પરિભાષા—ખાસ કરી ધાર્મિક અને દાનિક પરિભાષા-મુખ્યપણે પ્રાચીન સાંખ્યયોગ પર પરાની તેને સુપરિચિત છે. જ્યારે યજ્ઞયાગ જેવી ક્રિયાકાંડની પ્રણાલિકા અને કઠોર વ્રત, નિયમ, દેહદમન જેવાં તપાતા પ્રભાવ ઘટી રહ્યો હતેા, તેમ જ જ્યારે ચૈતન્યતત્ત્વની મૂળગામી શોધ અને તેને જીવનમાં ઉતારવાના પુરુષા વધી રહ્યાં હતાં તેવે સધિકાળે થયેલ એ કાઠક કવિએ પોતાની હથોટીના માધ્યમ દ્વારા નચિકેતાને અહાને એક ઉત્કટ આધ્યાત્મિક જિજ્ઞાસા અને તેની સિદ્ધિનું સચોટ ચિત્ર ખેચ્યુ' છે અને સાથે સાથે જૂની તેમ જ પ્રાણવિહીન થતી ચાલેલી ધર્મ પ્રણાલીઓને હંમેશ માટે જિવાડી શકે એવું આધ્યાત્મિક તેજ અપ્યું છે. Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪] દર્શન અને ચિંતન આખ્યાનમાં પિતા વાશ્રયમ્ર, પુત્ર નચિકેતા અને વરદાતા યમ એ ત્રણ મુખ્ય પાત્ર છે. ધર્મના ત્રણ સ્કન્ધ પૈકી પ્રથમ સ્કંધમાં યજ્ઞ, અધ્યયન અને દાનનું સ્થાન છે. તેમાંથી યજ્ઞ અને તેને અંગે અપાતા દાનની પ્રથાને આખ્યાનમાં ઉલ્લેખ છે. સૂત્રાત્મક વાક્યથી સૂચવાતી કથાનો સ્થૂળ સાર એ છે કે પિતા યાને અંતે પ્રણાલિકા પ્રમાણે દાન આપે છે–પણ તે જાણે પ્રણાલિકાને સાચવવા પૂરતું જ ન આપતે હેય તેવી રીતે. તે કાળે ગોદાનની પ્રથા બહુ પાપક હતી અને તેનાં મૂળ ઊંડે સુધી ગયાં હતાં. પિતા પિતાની પાસેની દુધાળ, તરુણ, નવવત્સ ગાને રાખી, આજકાલની ભાષા વાપરીએ તે, પાંજરાપોળમાં મૂકવા જેવી ગાયો દાનમાં આપે છે. વાજશ્રવમ્ શ્રદ્ધાળ અવશ્ય છે, પણ તે સાથે તે લેભી અને ગણતરીબાજ પણ છે. દાન આપવું તે એવી વસ્તુ કેમ ન આપવી કે જે હવે સાચવવાનો બહુ અર્થ ન હોય ! સજીવ શ્રદ્ધા નચિકેતાની પ્રકૃતિ સાવ જુદી છે. તે શ્રદ્ધાળુ હોવા ઉપરાંત તદ્દન ઉદાર અને વિવેકી છે. પિતાની પ્રવૃત્તિ જોઈ પુત્રને દુઃખ થાય છે. તેને એમ થાય છે કે જે દાન કરવું તે પછી સછવ શ્રદ્ધા સાથે પિતાની પાસે હોય તેમાંથી સારી વસ્તુ કેમ ન આપવી તેને પિતાની સીધી ટીકા કરતાં વિવેક રેકે છે, એટલે તેણે બીજો ભાગ લીધે અને પિતાને કહ્યું કે, તમે મારું જ દાન કરી દો ને! તમે મને કોને આપશે ? તેણે તે આ માગણું સાચા દિલે કરી હતી, પણ તેની જીદ જેઈ પિતાએ આવેશમાં કહી દીધું કે હું મને તારું દાન કરીશ. આવેશમાં બોલતા તો બેલાઈ ગયું, પણ પુત્ર તે પિતાના વચનને ઝીલી સીધે યમને ઘરે સિધાવ્યો. યમ ઘેર ન હતું, એટલે નચિકેતા ત્રણ દિવસ તેને આંગણે ઉપવાસ સાથે રહ્યો. આંગણે આવેલ અતિથિ આમ અન્નપાણુ વિના રહે તે આતિથેયને જીવનધર્મ માનનાર માટે એક ધર્મશળ હતું. યમે ઘેર પાછા ફરી જ્યારે એ ધર્મશાની વાત જાણી ત્યારે તેણે પ્રાયશ્ચિત્ત કરવા અથવા તે આતિથેય ધર્મને સદા માટે દીપાવવા એ બ્રાહ્મણ અતિથિને સત્કારપૂર્વક ત્રણ લાંધણ બદલ ત્રણ વર માગવા કહ્યું. વિવેકી નચિકેતાએ જે વર માગ્યા તે તેની આધ્યાત્મિક સાધના અને વિવેકના સૂચક છે. એ પહેલું વર માગે છે કે એને પિતા એના પ્રત્યે રોષમુક્ત થઈ પ્રસન્ન થાય. કુપિત પિતાને પ્રસન્ન જેવા તત્પર આ કુમારની વડીલભક્તિ Page #630 -------------------------------------------------------------------------- ________________ નચિકેતા અને નવા અવતાર [ ૫૫ તેમ જ અખંડ કૌટુમ્બિકતાની વૃત્તિ જોઈ યમ ત્રણ વર ઉપરાંત કંઈક વધારે આપતાં નચિકેતાને કહે છે કે બીજા વરમાં જે તેં સ્વર્ગ્યુ અગ્નિ વિશે જાણવાની માગણી કરી છે તે અગ્નિ હવે પછી તારા નામથી પ્રસિદ્ધ થશે. ' બીજું વરદાન નચિકેતાએ માગ્યું તે એ છે કે કર્યો અને કેવા પ્રકારનો અગ્નિ સ્વર્ગપ્રદ બને છે તે જ્ઞાન આપે. યમ આ માગણી સહેલાઈથી સ્વીકારી નચિકેતાને એ જ્ઞાન આપે છે. તે કાળમાં યાજ્ઞિકે સ્વર્ગ પ્રાપ્તિના એક સાધન લેખે અગ્નિના ચયન અને યજનને એક આવશ્યક કર્મ લેખતા. બ્રાહ્મણ માટે એવું જ્ઞાન મેળવવું તે જરૂરી પણ મનાતું. તેથી એ કુળ પરંપરાગત કર્મઠ સંસ્કારને નચિકેતાએ પિષ્યા અને બ્રાહ્મણ થઈ કુળધર્મ નથી જાણત એવા રૂઢ આક્ષેપથી મુક્તિ મેળવી. જીવનમાં સદાસ્થાયી તત્વ આમ છતાં નચિકેતાની સૂક્ષ્મ દૃષ્ટિને સ્વર્ગને આદર્શ સારહીન અને અપૂર્ણ લાગે. તેથી જ તેણે ત્રીજું વરદાન એવું માગ્યું કે જે એની મૂળ જિજ્ઞાસાને વિષય અને સાધનાનું ધ્યેય હતું. નચિકેતા યમને કહે છે કે, “જો તમે પ્રસન્ન જ છે તે મને એ જ્ઞાન આપો કે જેનાથી મારે મૂળ સંશય ટળે. મનુષ્ય અગર પ્રાણું મૃત્યુ પામ્યા પછી નથી રહેતે એમ કેટલાક માને છે; જ્યારે બીજા કહે છે કે તે મૃત્યુ પછી પણ રહે છે. આવા બે સાવ વિરોધી પક્ષે હોવાથી લેકમાં સંશય પ્રવર્તે છે કે જીવનમાં કોઈ સદાસ્થાયી તત્ત્વ જેવું છે કે નહિ?” - યમ નચિકેતાને એની આ માગણીથી ચલિત કરી બીજી અનેક માગણીઓ કરવા પ્રલેભન આપે છે અને એની મૂળ માગણીની દુ:સાધ્યતા પણ દર્શાવે છે. યમ કહે છે કે, “હે, નચિકેત ! તારો પ્રશ્ન એ છે કે જે બાબત દે પણ પહેલેથી સંશય કરતા આવ્યા છે, અને તારી જિજ્ઞાસાનો વિષય સરળતાથી જાણી શકાય તેમ પણ નથી; તે અત્યંત સૂક્ષ્મ છે. તેથી તું મને આ માગણથી મુક્ત કર અને આગ્રહ ન ધર.” પરંતુ નચિકેતા જેવોતે સાધક ન હતું. તે હસ્તગત થયેલ રત્નને જવા દે કે પ્રાપ્ત તકને વેડફે એ ઢીલેપિચો ન હતો. તેથી જ તેણે નમ્રપણે પણુ યુકિતક જવાબ આપ્યો કે, “અલબત્ત, મારા પ્રશ્ન વિશે દેવને પણ સંદેહ થયો છે. પરંતુ હે યમ ! તમે મૃત્યુ છે, એટલે તમે તે વર્તમાન જીવન અને પછીના જીવનના સાક્ષી દેવ મનાવ છે. અને છતાં કહે છે કે એ તત્ત્વ : Page #631 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન જાણવું સહેલું નથી, એ કેમ સંભવે ? આ પ્રશ્નનો જવાબ આપનાર તમારા જે બીજો કોઈ હેઈજ ન શકે. અને મેં જે ત્રીજું વરદાન માગ્યું છે તેની તુલના કરે એવું બીજું કંઈ વરદાન પણ નથી. એક તે આ ત્રીજું વરદાન મેળવવું એ જ ભારે અંતિમ આદર્શ અને વધારામાં એને તમારા સિવાય બીજો કોઈ સિદ્ધ પણ ન કરી શકે. તો પછી આવી અનુકૂળ તકને હું કેમ જતી કરું ?” યમ જાણે કે નચિકેતાની પૂરી કરી જ ન કરતો હોય તેમ તે નચિકેતાની જિજ્ઞાસાને બીજી દિશામાં વાળવા પ્રયત્ન કરે છે અને કહે છે કે, “હે! નચિકેતા, તું શતાયુ પુત્રપૌત્ર, પુષ્કળ હાથીડા આદિ પશુઓ, મોટા ભવનો ભાગ. એટલું જ નહિ, પણ યથેચ્છ આયુષ્ય માગ. તું બીજું કાંઈપણ વર માગે અને આ ભૂમિ ઉપર તું સુખેથી રહે. હું તારા બધા મનોરથ પૂરીશ. જે જે ભેગો મનુષ્યલકમાં દુર્લભ છે તેને યથેચ્છ માગી લે. જે, રથ અને વાદ્યો સહિત આ સુંદર રમણુઓ ! આવા ભોગે મનુષ્યોને સુલભ નથી. હું એ ભોગે પૂરા પાડીશ, અને તું એ સ્ત્રીપુત્રો વગેરેની સેવા લે. તેં જે પુનર્જન્મને લગતો પ્રશ્ન કર્યો છે તે જતો કર.” પણ નચિકેતાની જિજ્ઞાસા ને સાધના ઉપર ઉપરની ન હતી. એટલે તે મકકમ થઈ વર આપવાના વચનથી બંધાયેલ યમને કહે છે કે, “તમે જે આપવા કહ્યું તે બધું તે આવતી કાલ સુધી જ ટકનાર છે. એટલું જ નહિ, પણ એને ઉપભોગ કરનારની ઈન્દ્રિયની શક્તિને પણ તે હણે છે, અને ગમે તેટલું આયુષ્ય મળે તો પણ તે અનંતકાળમાં અલ્પમાત્ર છે. માટે એ બધા ભોગ તમે તમારી પાસે જ રહેવા દે. ધનથી માણસને ધરપત નથી થતી. હે મૃત્યુ! એક વાર જે અમે તમારું દર્શન પામ્યા તે પછી બધું આપોઆપ આવી ભળવાનું. માટે મારે તે એ જ વર જોઈએ; અર્થાત મરણ બાદ સ્થાયી રહેનાર કોઈ તત્વ છે કે નહિ ? ને હોય તે તે કેવું છે, એનું જ જ્ઞાન જોઈએ. છેવટે ઘડપણ આવે જ છે; એટલે રંગરાગના આપાતરમણીય સુખને જે ખરી રીતે સમજતું હોય તે ગમે તેટલા દીર્ધ જીવનમાં પણ કેવી રીતે રાચે? મેં જે પરલેક સંબંધી પ્રશ્ન કર્યો છે તેના સંશયમાં અનેક વિશારદો લાંબા કાળથી પડ્યા છે. તેથી જ એ પ્રશ્ન વધારે મહત્ત્વનો બને છે, અને હું તેનો જ ઉકેલ તમારી પાસેથી માગું છું. મેં જે ત્રીજું વર માગ્યું છે તે ખરેખર ગૂઢ છે. તેથી જ તો આ નચિકેતા બીજા કોઈ વરને વરતે નથી.” અહીં પ્રથમ વલ્લી પૂરી થાય છે. નચિકેતા પિતાની છેલ્લી અને તાત્વિક માગણીમાં સ્થિર છે તેમ જ તે Page #632 -------------------------------------------------------------------------- ________________ નચિકેતા અને ન અવતાર [ ૫૯૭ ચિગ્ય પણ છે એ જાણ્યા પછી યમ તેની સમક્ષ બીજી અને ત્રીજી વલમાં સાધકે અવશ્ય જાણવા જેવા કેટલાય અગત્યના મુદ્દાઓનું બુદ્ધિગમ્ય નિરૂપણ કરે છે, જેમાં શ્રેય અને પ્રેમનું સ્વરૂપ તથા જીવાત્મા અને પરમાત્માનું સ્વરૂપ મુખ્યપણે નિરૂપાયું છે. અલબત્ત, એ આખી ચર્ચા વાચકોને રસ આપે એવી છે, પણ તેને સાર અહીં આપતાં લંબાણ થઈ જાય અને પ્રસ્તુત લેખ દ્વારા કહેવાનો આશય ગૌણ થઈ જાય તે દષ્ટિથી આગળની વલીઓનો સાર અને તે ઉપર કાંઈક વિચારણા કરવાનું કામ મુલતવી રાખી પ્રસ્તુત સાર પરત્વે જે વિચારણીય પ્રશ્નો ઊભા થાય છે અને તેને જે ખુલાસે સંભવિત દેખાય છે તે જ નિરૂપી આ લેખ પૂરે કરીશું. આ વેદમાં યમ-યમીનું યુગલ આવે છે. તેનો સંબંધ સૂર્ય સાથે છે. વળી ચમ દક્ષિણ દિશાને એક દિપાળ પણ છે. યમ મૃત્યુ તરીકે અગર મૃત્યુદેવતા જમ તરીકે જાણીતું છે. જેમાં તે પરમાધામી તરીકે જાણીતું છે. ચમ એટલે સદ્ગુરુ અથવા અન્તરાત્મા યમ વિશેની જુદી જુદી પૌરાણિક તેમ જ ધાર્મિક કલ્પનાઓ જોતાં નચિકેતા, જે એક બ્રાહ્મણપુત્ર મનુષ્ય છે, તે તેની પાસે ગયે એમ કહેવાને કશે અર્થ નથી. એક ઈહલોકવાસી બ્રાહ્મણકુમાર લોકાંતરવાસી કાલ્પનિક દેવ પાસે જાય એ વાત બુદ્ધિગમ્ય નથી. વળી યમ બહુ તે મૃત્યુ દેવતા છે, અગર કઈ દેવવિશેષ છે. તે આધ્યાત્મિક જ્ઞાનનું અંતિમ રહસ્ય જાણે પણ ક્યાંથી ? અને જાણે તે મનુષ્યને કઈ ભાષામાં કેવી રીતે સમજાવે ? વળી એવા 'કોઈ દેવને અતિથિધર્મની શી પડી છે? જે યમ મૃત્યદેવતા હોય તે તેના દરબારમાં રેજ અતિથિઓનું મંડળ આવ્યા જ કરે છે, એટલે તે અતિથિધર્મ બજાવે કે આગન્તુકના પુણ્યપાપનું લેખું લે? આ બધું વિચારતાં કઈ એમ નહિ કહી શકે કે અત્રે યમનો અર્થ કેઈ દેવિશેષ બંધબેસે છે. ત્યારે કર્યો અર્થ બંધબેસત છે?—એ પ્રશ્ન તે રહે જ છે. એને સરળ અને સીધે ઉત્તર એ છે કે અત્રે યમ એટલે અધ્યાત્મજ્ઞાતા સર અગર અંતરાત્મા. સાધકને સાધનાની પ્રક્રિયામાં સગુરુ જ પ્રથમ બેધદાતા અને માર્ગદર્શક બને છે. કોઈ ખાસ દાખલામાં એમ પણ અનુભવાય છે કે બહારના કોઈ સદગુરના યોગ સિવાય પણ સાધક પૂર્વસંસ્કારવશ પોતાની ઉગ્ર તપસ્યાને બળે અંતરાત્મામાંથી આધ્યત્મિક બેધની પ્રેરણા મેળવે છે. તેથી યમના ઉપર સૂચવેલા બંને અર્થે સાધના–માર્ગમાં બંધબેસે છે. Page #633 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન - આ કથનને સાર એ છે કે નચિકેતા-યમ સંવાદ એ એક પ્રતિભાશીલ કવિએ જેલ કાલ્પનિક સંવાદ છે, પણ તે ધાર્મિક તેમ જ આધ્યાત્મિક જિજ્ઞાસાના ઉત્ક્રાંતિક્રમવાળા એક પુરાણ યુગવિશેષનું દૂબ ચિત્ર રજૂ કરે છે, જે કંઈક આવું છે – સંસ્કારના ત્રણ થશે વૈયક્તિક તેમ જ સામાજિક જીવનમાં સંસ્કારના ત્રણ થર છે : પહેલો થર મોટે ભાગે સર્વસાધારણ હોય છે, જેમાં પરંપરાગત રૂઢ બની ગયેલ વિવેકશન્ય ક્રિયાકાંડી પ્રણાલીઓ પ્રવર્તતી હોય છે. સામાન્ય રીતે મનુષ્ય એ જ થરમાં જન્મી તેમાં પિવાય છે ને ઊછરે છે. તેથી એ થર જીવનક્રમમાં પિતાસ્થાને છે. બીજે થર સત્ય, જિજ્ઞાસા અને વિવેકનો હેઈ પ્રથમ થરથી જુદો પડે છે, અને તે મનુષ્યને સપુષાર્થ વિના જંપવા દેતો નથી. તેથી તે પિતાથી જન્મેલ, પણ તેથી જુદી દિશામાં જતા પુત્રને સ્થાને છે. ત્રીજો સ્તર સત્પક્ષાર્થની પૂર્ણ સિદ્ધિનો છે. તેથી તે સદ્ગસ્થાને છે અગર અંતરાત્માના પ્રાકટયને સ્થાને છે. વાજશ્રવાસ એવા પિતૃથરનાં, નચિકેતા પુત્રથરનાં અને યમ સદ્ગુરુ અગર અંતરાત્માથરનાં પ્રતીકમાત્ર છે. - એ અનુભવ છે કે સામાન્ય માણસ રૂઢ અને સ્થૂળ સંસ્કારમાં જન્મી. તેનાથી પિષઈને પણ ક્યારેક સત્ય જિજ્ઞાસા અને સૂક્ષ્મ વિવેકની તાલાવેલી થી પૂર્વનું સંસ્કારચક્ર ભેદી આગળ વધે છે અને છેવટે કાં તે સગુરુ પાસેથી સત્યદર્શન પામે છે અને કાં તે ઉપરનું આવરણ સરી જતાં સ્વયમેવ અંતરાત્માની પ્રતીતિ કરે છે. સાધના અને ઉત્ક્રાંતિનો આ ક્રમ દર્શાવવો તે જ નચિકેતા ઉપાખ્યાનને હેતુ છે, એમ આખ્યાનનું મનન કરનારને જણાયા સિવાય નહિ રહે. " શિષ્ય આચાર્ય પાસે જઈ ઉપનયન સંસ્કાર લઈ વિદ્યા મેળવે અને નો જન્મ પામે અગર જિવ સાધે એ ભાવ પણ આ આખ્યાનથી સૂચવાય છે. એ ગમે તેમ ઘટાવીએ, પણ દરેક દેશ, દરેક જાતિ અને કાળમાં લાગુ પડે એવો આ આખ્યાનનો ભાવ તે ટૂંકમાં એ જ છે કે માણસને જન્મથી જે સંસ્કાર વારસામાં મળ્યા હોય તેમાં જ રચ્યાપચ્યા ન રહેતાં - સત્યશોધ માટે પ્રાણાર્પણ કરવા સુધી કમર કસવી અને તે સિદ્ધ કરીને જ Page #634 -------------------------------------------------------------------------- ________________ નચિકેતા અને નવા અવતાર [૫૯ - નાચિકેત આખ્યાનનું આ તાત્પર્ય જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં લાગુ પાડી શકાય તેમ છે. તેથી જ એ આખ્યાન એક અમર ગાથા બની રહે છે. ઉપરનું લખાણ પૂરું કરતી વખતે પં. વિષ્ણુદેવ પાસેથી સ્વાધ્યાય મંડળ દ્વારા પ્રકાશિત કઠોપનિષદ મને અણધારી રીતે મળ્યું. તેમાં પં. શ્રીયુત સાતવળેકરજીએ નાચિકેત આખ્યાનના વિવિધ પ્રકારે, જે સાયણભાષ્ય, તૈત્તિરીય બ્રાહ્મણ, મહાભારત વગેરેમાંથી દર્શાવ્યા છે, તે વાંચ્યા પછી પ્રસ્તુત આખ્યાનના એતિહાસિક વિકાસક્રમના જિજ્ઞાસુઓને એ વાંચી જવાની ભલામણ કરવાનું મન થઈ જાય છે. મેં જે તાત્પર્ય ઉપર દર્શાવ્યું છે તે જ તાત્પર્ય પં. સાતવળેકરજીના પુસ્તકમાં પણ નજરે પડ્યું અને મને મારા કથનને સુભગ સંવાદ સાંપડ્યો. તટસ્થ વિચારક જુદે જુદે સમયે પણ કેવી રીતે સમાન વિચાર ઉપર આવે છે એનું આ એક વધારે પ્રતીતિકર ઉદાહરણ છે. –નચિકેતા, મે ૧૯૫૩. Page #635 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા હિન્દી સંસ્કૃતિ અને અહિંસા” નામનું પ્રસ્તુત પુસ્તક મૂળમાં મરાઠી ભાષામાં લખાયેલું છે. એના લેખક વાચનશીલ ગુજરાતીથી ભાગ્યે જ અજાણ્યા એવા અધ્યાપક ધર્માનંદ કેશાંબી છે. પ્રસ્તુત ગુજરાતી અનુવાદના પ્રકાશક શ્રીયુત જીવણલાલભાઈને આ પુસ્તકના પ્રારંભમાં કાંઈક લખી દેવા વિશે જ્યારે મારા ઉપર કાગળ આવ્યો ત્યારે સાથે જ કોસાંબીઝને પણ મારા ઉપર પત્ર હતો કે મારે કાંઈક લખવું. કેશાબીજના પરિચિત જ નહિ પણ અતિ પરિચિત અને તેમના પ્રત્યે આદરશીલ અનેક વિદ્વાને હોવા છતાં કોસાંબીજીએ મારા જેવા અનધિકારી મિત્રની પસંદગી કરી, તેથી મને અંતરમાં સાચે જ નવાઈ લાગી. તબિયત અને બીજા કાર્યભારને લીધે, તેમ જ ધાર્મિક મનાતા અને તે જ કારણે અતિ આળા વિષય ઉપર લખાયેલ આવા ગંભીર પુસ્તક વિશે કાંઈ પણ લખવાના અધિકારના સ્પષ્ટ ભાનને લીધે, મેં જવાબમાં શ્રીયુત જીવણલાલભાઈને કાંઈક લખવા વિશે ના જ લખી હેત, પણ તેમ કરી ન શક્યો. કેશાબીજી સાથેના મારા વિવિધ મધુર સંબધેમાં એક મહત્ત્વને મધુર સંબંધ પહેલેથી લાંબા કાળ લગી અવ્યાહત ચાલ્યો આવેલો. તે સંબંધ છે વિદ્યાને. બૌદ્ધ પાલિ વાડ્મયની મારી અસલી ઉપાસના ગૂજરાત વિદ્યાપીઠમાં કેશાંબીઝના જોડાણ સાથે જ તેમની પાસે શરૂ થઈ ને ઠેઠ પ્રસ્તુત પુસ્તક લખવાના ઉદ્દેશથી તેઓ જ્યારે હિન્દુ યુનિવર્સિટીમાં આવી રહ્યા ત્યાં લગી અને છેવટે તેમણે જ્યારે સરયૂતટે જઈ અનશન આદર્યું, ત્યાંથી કાશીમાં પાછા ફર્યા ત્યાં લગી અર્થાત્ ૧૯૪૪ ના શિયાળા લગી મળતી બધી તકોમાં ચાલુ રહી. આવા ઈષ્ટ અને જીવનમાં રસપૂરક વિદ્યાસંબંધને લીધે જ મારાથી, કેશાબાજીના શ્રમસિદ્ધ અતિપ્રિય પુસ્તક વિશે, કાંઈ પણ લખી આપવાની ના લખવાનું કામ કઠણ જેવું થઈ પડયું. લગભગ બે માસ લગી પ્રસ્તુત પુસ્તકના બધા ફરમા પાસે રાખ્યા. હવે વધારે વખત સુધી એને એમ ને એમ રાખવાં એ પ્રકાશકની દષ્ટિએ અને મારા પિતાના ભાવી કામની દૃષ્ટિએ ચોગ્ય ન લાગ્યું, તેથી પ્રસ્તુત પુસ્તક વાંચતાં જે સામાન્ય ને ઉપરછલા વિચાર આવ્યા તેમાં થોડે પણ ભાગ લખી, સ્વીકારેલ બંધનમાંથી મુક્ત ચવા પ્રયત્ન કરે છે. Page #636 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૦૧ ઐતિહાસિક યુગ પહેલાંનાં હજારો વર્ષથી આજ લગીના દીર્ઘતમ કાળ પટ ઉપર સતત વહેલી અને વહેતી હિન્દી સંસ્કૃતિના અનેક પાસાઓને સ્પર્શતા વિવિધ અભ્યાસ અને ચિંતનથી ભરપૂર એવા આ મધ્યમ કદના છતાં ગંભીરતમ પુસ્તક વિશે સાધિકાર લખવાનું કામ મૂળ લેખકના અભ્યાસ અને અવલોકન કરતાં વધારે નહિ તે ઓછામાં ઓછું તેમના જેટલા અભ્યાસ, અવલોકન અને ચિંતનની અપેક્ષા રાખે જ છે. પણ અત્યારે તે મારી પાસે જે કાંઈ સ્વલ્પ સાધનસંપત્તિ છે તેથી જ આ કામ પતાવવું રહ્યું. પુસ્તકના લેખકને, તેમ જ પુસ્તકમાં પ્રતિપાદન કરેલ વિષય સાથે સીધો સંબંધ ધરાવનાર કરેડે વૈદિક, બૌદ્ધો ને લાખ જૈનોને, પરિમિત સમય અને અતિપરિમિત શક્તિની સ્થિતિમાં હું ઘટ ને પૂરે ન્યાય આપી શકું એ સંભવિત જ નથી. એ કામ તે બીજા અનેકેએ તેમ જ કોઈ એક સમર્થતમે કરવું રહ્યું. મારું કાર્ય તે આ દિશામાં એક પ્રાથમિક અને અધૂરું પગલું ભરવા જેવું ગણાવું જોઈએ. નામ પ્રમાણે પુસ્તકને પ્રતિ વાઘ વિષય હિન્દી સંસ્કૃતિ અને અહિંસા એ જ છે. આ મુખ્ય વિષયના લેખકે મુખ્ય પાંચ વિભાગ કર્યા છે. દરેક વિભાગમાં ગણુ અને અવાન્તર બીજા અનેક મથાળાંઓ નીચે અનેક વિષયની ચર્ચા કરવામાં આવી છે, પણ તે દરેક ચચ તે તે મુખ્ય વિભાગ સાથે અને છેવટે પુસ્તકના મુખ્ય પ્રતિવાદ્ય વિષય સાથે સંકળાઈ જાય એની કાળજી રાખવામાં આવી છે; વૈદિક સંસ્કૃતિ, શ્રમણ સંસ્કૃતિ, પૌરાણિક સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિ તેમ જ સંસ્કૃતિ અને અહિંસા એ પાંચ વિભાગે મુખ્ય છે. હિન્દી સંસ્કૃતિ એ શબ્દથી લેખકને વસ્તુતઃ બ્રાહ્મણ અને શ્રમણ એ બે સંસ્કૃતિ વિવક્ષિત છે. બ્રાહ્મણ સંસ્કૃતિમાં વૈદિક અને પૌરાણિક સંસ્કૃતિનો સમાવેશ થઈ જાય છે. શ્રમણ સંસ્કૃતિમાં જૈન અને બૌદ્ધ બે સંસ્કૃતિઓ ગણતાં એકંદર હિન્દી સંસ્કૃતિ શબ્દથી વિશાળ અર્થમાં વૈદિક સંસ્કૃતિ તેમ જ બૌદ્ધ અને જૈન સંસ્કૃતિ એ હિન્દુસ્તાનની મુખ્ય ત્રણે સંસ્કૃતિઓ આવી જાય છે. લેખકના મત મુજબ બાબિલેનિયામાંથી સપ્તસિબ્ધ પ્રદેશમાં આવેલ આર્યો અને એ જ પ્રદેશમાં પ્રથમથી વસતા અને પછીથી આર્યો દ્વારા જિતાયેલા દાસ, એમ આર્ય અને દાસેના મિશ્રણથી જે એક પ્રકારની વિશિષ્ટ સંસ્કૃતિ ઉદ્ભવી તે જ મૂળે વૈદિક સંસ્કૃતિ. આ સંસ્કૃતિમાં દાસેના પ્રાધાન્યને લાગેવળગે છે ત્યાં લગી તેમાં ગેપાલન અને ગોદયા પૂરતી અહિંસા પ્રથમ જ હતી. દાસને, રાજકીય પરાજય સાથે, જ્યારે નૈતિક પરાજય પણ થયો અને Page #637 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ ] દર્શન અને ચિંતન આર્યોનાં બળ તેમ જ પ્રાધાન્ય જેમ જેમ વધતાં ગયાં તેમ તેમ ધીરે ધીરે યજ્ઞયાગાદિ કર્મની આજુબાજુ ધાર્મિક લેખાતી હિંસા પણ વિસ્તરવા લાગી. કાળક્રમમાં ક્યારેક અહિંસાના તર પ્રદેશવિશેષમાં પ્રાધાન્ય ભેગવ્યું તે ક્યારેક ઓછા કે વધતા પ્રદેશમાં હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મે પ્રાધાન્ય ભોગવ્યું. લેખકના મન્તવ્ય મુજબ પરીક્ષિત અને જનમેજયના પહેલાંના સમય સુધીમાં હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મનું અસ્તિત્વ છતાં તેનું પ્રાધાન્ય ન હતું. પરીક્ષિત અને જનમેજય, જેમને સમય લેખકે બુદ્ધ પહેલાં ત્રણ વર્ષને જ માન્યો છે, તેમણે હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મને વધારેમાં વધારે વેગ અને ઉત્તેજન આપ્યાં, એમ લેખક માને છે. આ રીતે યજ્ઞયાગાદિમાં હિંસાનું પ્રાધાન્ય વધતાં જ બીજી બાજુથી જૈન તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા હિંસાને વિરોધ અને અહિંસાનું પ્રતિષ્ઠાપન શરૂ થયાં. એક તરફથી હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મને સબળ પ્રચાર અને બીજી તરફથી તેનો વિરોધ તેમ જ અહિંસાનું બળવત પ્રતિપાદન બને ચાલતાં; તે દરમિયાન જૈન તીર્થકર મહાવીર અને તથાગત બુદ્ધ બને થયા, ને એ બન્ને જણે પોતપોતાની ઢબે પણ પૂરા બળ સાથે ધાર્મિક હિંસાનો વિરોધ કર્યો. દાસ લેકમાંથી તેમના પરાજય પછી જે અહિંસા ઓસરી ગઈ હતી ને તેની જગ્યા હિંસાએ લીધી હતી તે જ અહિંસા પાછી બમણે વેગે ને વ્યાપક રીતે દાસ તેમ જ આર્યજાતિના મિશ્રણથી જન્મેલ તેમ જ વિકસિત થયેલ વંશમાં કાળક્રમે વિકસી તેમ જ સ્થિર થઈ અશક જેવા ધાર્મિક સમ્રાટને પૂરેપૂરા પીઠબળને લીધે અહિંસાએ ધાર્મિક હિંસાને એવી પછાડ ખવરાવી કે ત્યારબાદ ક્યારેક ક્યારેક તેણે માથું ઊંચકર્યું, પણ છેવટે તે તે શાસ્ત્ર ને ગ્રન્થનો જ માત્ર વિષય બની રહી. લેખકે આ રીતે ધાર્મિક હિંસા અને અહિંસાના પારસ્પ-- રિક દ્વન્દનું ચિત્ર ખેંચ્યું છે. તેથી આગળ વધી છેવટે લેખક સ્કૂલ હિંસાઅહિંસાના પ્રદેશમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હિંસા-અહિંસાના પ્રદેશને સ્પર્શ છે. એને સ્પર્શતાં તે એકવારના ધાર્મિક હિંસાના વિરોધી અને અહિંસાના સમર્થક એવા જ્ઞાતપુત્ર મહાવીરના તેમ જ શુદ્ધોદનપુત્ર બુદ્ધના શ્રમણશિષ્યોની પૂરેપૂરી ખબર લે છે. લેખક કહે છે, ને તે સાચું જ કહે છે, કે એ શ્રમણોએ યશીય હિંસાને વિરોધ તો કર્યો ને દેખીતી રીતે તેમણે અહિંસા ધર્મનું પાલન કરવા માંડયું, પણ તે જ અહિંસક ગણાતા શ્રમણોના જીવનમાં પાછલી બાજુથી સૂક્ષ્મ હિંસા–પરિગ્રહ, આલસ્ય, પરાવલંબન ને ખુશામત– રૂપે દાખલ થઈ. એ જ હિંસાથી શ્રમણે નિર્વીર્ય બન્યા અને તેમણે છેવટે ધર્મ અને રાજ્ય બને સત્તા ગુમાવી. ધાર્મિક હિંસા ઓસરવા ને મોળી Page #638 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૭ પડવા છતાં બ્રાહ્મણવર્ગમાં પણ શ્રમણો જેટલી જ, કે કદાચ તેથી વધારે, પરિગ્રહ, ખુશામત, પરાશ્રય અને પારસ્પરિક ઈષ્યની સૂક્ષ્મ હિંસા હતી જ. શ્રમણો પણ એ બાબતમાં પડેલા, એટલે કેઈ અહિંસાના તત્વને બરાબર વિચારી તે દ્વારા રાષ્ટ્ર અને જાતિનું ઉત્થાન કરે એ મહાપુરુષ લાંબા વખત સુધી આ દેશમાં ન પાક્યો. પશ્ચિમની પ્રથમથી જ જડપૂજક અને હિંસાપ્રિય સંસ્કૃતિમાં અહિંસા તત્વને અપનાવી તે દ્વારા મનુષ્યજાતિને વ્યાપક ઉત્કર્ષ સાધવા સમર્થ હોય એવો પુરુષ પાકવાને સંભવ જ બહુ ઓછો. તેટલામાં છેવટે મહાત્મા ગાંધીજી હિન્દુસ્તાનની ખરી રીતે વિશ્વની, રંગભૂમિ ઉપર અહિંસાનું તત્વ લઈ આવે છે, અને એ તત્ત્વના સૂક્ષ્મ તેમ જ સ્થળ બને અર્થને વ્યાપક રીતે ઉપયોગ કરી તે દ્વારા માત્ર હિન્દુસ્તાનનું જ નહિ, પણ વસ્તુતઃ સમગ્ર વિશ્વનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા અને સમગ્ર માનવજાતિના પારસ્પરિક સંબંધોને મધુર તેમ જ સુખદ બનાવવા જગતે કદાપિ નહિ જોયેલ એ અખતરે તેમણે શરૂ કર્યો છે. લેખકની અહિંસાતવ પ્રત્યે પુષ્ટ શ્રદ્ધા હોવાથી તે ગાંધીજીના અહિંસાપ્રધાન પ્રયોગને સત્કારે અને વધાવી લે છે; પણ સાથે સાથે લેખક એમ માને છે કે આ અહિંસાતત્વ સાથે પ્રજ્ઞાનું તત્વ મળવું જોઈએ, જે તત્ત્વની કાંઈક ખોટ તે ગાંધીજીમાં જુએ છે ને જે તત્ત્વનું વિશિષ્ટ અસ્તિત્વ તે સામ્યવાદના પુરસ્કર્તાઓમાં– ખાસ કરી કાર્લ માર્ક્સ જેવામાં–જુએ છે. સામ્યવાદીઓની પ્રજ્ઞા અને ગાંધીજીની અહિંસા એ બન્નેના મિશ્રણથી જગતના ઉદ્ધારની પૂરી આશા સાથે લેખક પુસ્તક સમાપ્ત કરે છે. ટૂંકમાં, મારી સમજ મુજબ, સમગ્ર પુસ્તકનું પ્રતિપાદ્ય વસ્તુ આટલું જ છે. અંગત પરિચયથી કેશાબીજની ચાર શક્તિઓની મારા ઉપર ઊંડી છાપ છે, જેને આ પુસ્તકનો કોઈ પણ વાચક પદે પદે અને પ્રસંગે પ્રસંગે જોઈ શકશે. અભ્યાસ, અવકન, કલ્પના–સામર્થ્ય અને નીડરપણું–એ ચાર શક્તિઓ મુખ્ય છે. એમનો મુખ્ય અને તલસ્પર્શી અભ્યાસ બૌદ્ધ પિટકે કે પાલિ વાડ્મયને છે, જેની દઢ પ્રતીતિ કોઈ પણ વિષયની ચર્ચા વખતે જ્યારે તેઓ પાલિ વાલ્મમાંથી મને રંજક અને મહત્ત્વના ઉતારા છૂટથી આપે છે ને તેના અર્થ સમજાવે છે ત્યારે થઈ જાય છે. એમનું અવલોકન માત્ર ધર્મસાહિત્ય પૂરતું નથી. એમણે દુનિયામાં જાણીતા લગભગ તમામ ધર્મસંપ્રદા વિશે કાંઈ ને કાંઈ વાંચેલું છે જ. તે ઉપરાંત જદી જુદી મનુષ્ય જાતિઓ, જુદા જુદા દેશના રીતરિવાજો, રાજ્યસંસ્થાને, “સામાજિક બંધારણો, તેમની ચડતી પડતીના પ્રસંગે આદિ અનેક વિષયો વિશેનું તેમનું Page #639 -------------------------------------------------------------------------- ________________ ૧૪] દર્શન અને ચિંતન વાચન અને પ્રત્યક્ષ અવલોકન અતિ વિશાળ છે. એમની કલ્પનાશક્તિ કવિ કે નવલકથાકારને અદેખાઈ આવે એવી છે, જેની સાથે એમની વિલક્ષણ વિનોદક શૈલી પણ ઓતપ્રેત છે. એમનું નીડરપણું એ એમનું જ છે. જે તેઓ કાંઈ કહેવા માગતા હોય તે પછી સામે ગમે તે હોય, જરા પણ અનુસરણ કર્યા સિવાય કે દબાયા સિવાય, પ્રિયભાષિત્વને ભોગે પણ, તેઓ કહી જ દે છે. એમના આ ચાર ગુણો વાચક જાણું તે પછી આ પુસ્તક વાંચતી વખતે તેના મનમાં ઊઠતા ઘણા સવાલેનું સમાધાન એક યા બીજી રીતે કાંઈક તો થઈ જ જશે. આજકાલ લખાતાં શાસ્ત્રીય પુસ્તક ઘણુંખરું અતિહાસિક અથવા વૈજ્ઞાનિક એ બે દૃષ્ટિઓને અગર તેમાંની એક દૃષ્ટિને અવલંબી લખાય છે; કારણ, આ બે દષ્ટિએ એના ગુણ ને યથાર્થતાને બળે પ્રતિષ્ઠા પામી છે. કેશાંબીજીએ પ્રસ્તુત પુસ્તકના લેખનમાં શરૂઆતથી જ અતિહાસિક દષ્ટિને આશ્રમ લીધું છે. એ દષ્ટિથી તેમણે પિતાનું વક્તવ્ય કે મંતવ્ય સિદ્ધ તેમ જ સબળ બનાવવા પિતાની ઉક્ત ચારે શક્તિઓને વધારેમાં વધારે ઉપગ કર્યો છે, પણ ઐતિહાસિક દષ્ટિને આશ્રય લઈ પ્રવૃત્ત થવું અને સાચે ઈતિહાસ શોધી તે રજૂ કરવો એ બે વચ્ચે મહદન્તર છે. અતિહાસિક યુગની સર્વવિદિત સેંકડે હકીકતોને નિર્વિવાદ અતિહાસિક ખુલાસે કરે એ કામ પણ ભારેમાં ભારે અધરું અને દુઃસાધ્ય જેવું હોય તો અતિહાસિક યુગ પહેલાંનાં સેંકડો નહિ, પણ હજારો વર્ષોની ઊંડી અને અંધારી કાળગુફામાંથી ઈતિહાસ કહી શકાય એવાં વિધાન કરવાનું કામ તે લગભગ અસંભવિત જ છે. તેથી જ એટલા જૂના કાળ વિશે લખતાં કેશાંબીજી આમ હશે, આમ હોવું જોઈએ, આ સંભવ છે, ઈત્યાદિ શબ્દોમાં માત્ર કલ્પનાત્મક જ વિધાન કરે છે. એને કઈ ઈતિહાસ લેખી ન શકે. તેઓ પણ એવી હકીકતોને ઇતિહાસ મનાવવાનો આગ્રહ સેવતા નથી. મનુષ્ય એ જિજ્ઞાસાની મૂર્તિ છે. કામનું હોય કે નકામું, વર્તમાન હય, ગયુંગુજર્યું હોય કે ભાવિ હોય; નજીકનું હોય કે દૂરનું હોય, મનુષ્ય–જાગ્રત મનુષ્ય-બધા વિશે સાચું જાણવા ઉદ્યત રહે જ છે. તે માત્ર કલ્પનાઓમાં અંતિમ સંતોષ મેળવી નથી શકતો. તેમ જ ખરી હકીકત નથી જણાતી કે તે જાણવી બાકી છે તેટલા માટે મનુષ્ય કલ્પના કરવાનું કામ પણ છોડી શકતા નથી. તે શરૂઆતમાં સાધન અને શક્તિ પ્રમાણે સ્પષ્ટ–અસ્પષ્ટ, સાચી-ખોટી અને મિશ્રિત કલ્પનાઓ કર્યો જ જાય છે, અને સત્યજિજ્ઞાસાના ટેકાથી ક્યારેક તે સત્યની કઈ ભૂમિકા ઉપર કે તેની નજીક પહોંચે છે. મનુષ્ય સ્વભાવનું આ Page #640 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૦૫ તત્ત્વ અહીં પણ લાગુ કરી કહેવું જોઈ એ કે કાશાંખીજીએ પૂરાં સાધના અને પૂરી માહિતીને અભાવે ઉપલબ્ધ સાધન અને માહિતી પ્રમાણે ભૂતકાળ વિશે જે જે કલ્પના કરી છે તે બધીને અક્ષરશઃ સત્ય કે અક્ષરશઃ અસત્ય ન માનતાં તે ઉપર વિચાર ચલાવવાનું અને તેમાં સંશોધન કરવાનુ કામ અભ્યાસી વાચંકાનુ છે. કાશાંબીજીની બધી જ કલ્પનાઓ અન્યથાસિદ્ધ થાય તાય એમને ખાટું લાગવાનું છે જ નહિ. એની પાછળનું સત્ય હોય તે તે એ જ છે કે બધી વસ્તુઓને વિચાર ખુલ્લા દિલથી અને વહેમમુક્ત માનસથી કરતા શીખવું. આ ઐતિહાસિક દૃષ્ટિનું રહસ્ય છે. એ રહસ્ય ધ્યાનમાં રાખી વેદ કે તેવાં ખીજા અતિપ્રાચીન ધ શાસ્ત્રોને વિચાર થશે તોય લેખકના પ્રયત્નનું આંશિક ફળ સિદ્ધ થશે જ. કાશાંખીજીએ પોતે જ કહ્યુ છે કે તેઓ બાબિલેનિયન સાહિત્ય વિશે નથી જાણતા. વૈદિક સાહિત્ય તેમણે કામ પૂરતું વાંચ્યું અને વિચાર્યું... હાય, તેમ છતાં તેઓ તે સાહિત્યના મુખ્ય અભ્યાસી તે નથી જ. એટલે પ્રાચીન વૈદિક સંસ્કૃતિને બાબિલેનિયન સંસ્કૃતિ સાથે તેમણે જે સંબધ ગાઠવ્યા છે તે હજી કલ્પનાને જ વિષય છે, અને તે વિશેના અભ્યાસનુ હજી આપણે ત્યાં તે પગરણ જ મંડાયું છે. વેદોને અને તેને લગતા સાહિત્યને શ્વિરીય કે અપૌરુષેય માનવાની હારા વર્ષની વારસાગત શ્રદ્ધા કરોડા માણસામાં રૂઢ થયેલી છે. એની વિરુદ્ધ ખુદ વેભક્તો અને વેદાભિમાની વિચારકવગતું પણ ધ્યાન ખેંચાવા લાગ્યું છે. લોકમાન્ય તિલક જેવાએ પણ વૈદ્યને અતિહાસિક દૃષ્ટિએ જ જોવાવિચારવાનું પસંદ કરેલું, એ આ ઐતિહાસિક દૃષ્ટિની પ્રતિષ્ઠાનું જ પરિણામ છે. ઈશ્વરીય વાણી અને અપૌરુષેય વાણી તરીકેની વેદની માન્યતા આ રીતે ઓસરવા લાગી છે. તેવી સ્થિતિમાં બને તેટલા ચોકસાઈથી, પણ મેાકળા મનથી, વેદોના અતિહાસિક અભ્યાસ થવા લાગે તે એથી વેદોની પ્રતિષ્ઠામાં ઘટાડા નહિ પણ વધારો જ થવાનેા છે. સાયણ વગેરેનાં જે વેદભાષ્યા ને ખીજા એવા પ્રાચીન ટીકાગ્રંથ છે તે બધાંને ક્રી અતિચીવટથી ઐતિહાસિક દૃષ્ટિએ વિચારવાની અનુકૂળ તક આવી લાગી છે. કાશાંખીજીની આ બાબતની કલ્પનાઓ માત્ર કલ્પનાઓ જ હશે તેાય કેટલેક સ્થળે તેમણે કે કલા પ્રકાશ ઐતિહાસિકાને ઉપયોગી તો થવાના જ. દા. ત. એમણે જે સ્થળે (પૃ. ૫૯) વગ, મગધ અને વજ્જી એ ત્રણ પ્રજાએ શ્રદ્દાહીન થવાના અર્થ કાઢયો છે તે કાઈ પણ વિદ્વાન વાચકને સાયણે કરેલ અથ કરતાં વધારે સંબદ્ધ જણાયા સિવાય ભાગ્યે જ રહેવાને. કાશાંખોજીએ વેદના મત્ર, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ વગેરે ભાગેાના સમય વિશે જે મર્યાદા Page #641 -------------------------------------------------------------------------- ________________ -૬૦૬ ] દર્શન અને ચિંતન સૂચવી છે તે મને પિતાને વ્યાજબી લાગતી નથી. વૈદિક સાહિત્યમાં ભલે કેટલાક અંશે ડેના હેય, પણ એ સાહિત્યમાં ઘણો ભાગ અપેક્ષાકૃત બહુ જ જૂનો છે, એ વિશે મને શંકા નથી. ઇન્દ્ર એક સ્વર્ગીય દેવ છે, તે વેદમંત્ર અને વિધિપૂર્વકના યજ્ઞથી પ્રસન્ન થઈ વરસાદ વરસાવે છે, પશુ અને મનુષ્યજાતિનું સંવર્ધન કરે છે વગેરે ધાર્મિક માન્યતાઓ આજના વૈજ્ઞાનિયુગીન વેદભક્ત મનુષ્યની બુદ્ધિને સંતોષી શકે તેમ નથી. જ્યાં લગી એવી માન્યતાઓને બુદ્ધિગમ્ય અતિહાસિક ખુલાસો ન થાય ત્યાં લગી એવી માન્યતાઓને સહસા ફેંકી શકાતી પણું નથી અને તે બુદ્ધિમાં ખટક્યા સિવાય રહેતી પણ નથી. કૌશાંબીજીએ ઇન્દ્ર વિશે દેડાવેલ કલ્પના–તરંગે કલ્પનામાં જ રહે તેય પણ તેવા બીજા ખુલાસાઓ ઇન્દ્ર આદિ દેવ વિશે કરવાના બાકી રહે છે. આવા ખુલાસાઓ કરવાની કે તે દિશામાં પ્રયત્ન જાગરિત કરવાની વૃત્તિ વાચકેમાં કેશાં બીજીનું લખાણ જન્માવે તે એમને પ્રયત્ન નિષ્ફળ નહિ ગણાય. કેશાબીએ આ પુસ્તકમાં છે અને જેટલી હકીકતો એકઠી કરી છે, જેટલા વિવિધ ઉતારાઓ આપ્યા છે અને તે બધાને પિતાની વિનોદક અને મને રંજક શૈલીથી, છતાંય કડક સમાજના સાથે, જે રીતે ગોઠવ્યા છે તે બધું અભ્યાસી વાચકને આકર્ષે પણ છે અને ચીડવે પણ છે. બ્રાહ્મણપક્ષીય વાચક હોય કે જૈન યા બૌદ્ધપક્ષીય વાચક હોય, તે જે જિજ્ઞાસુ હશે તે આ પુસ્તક વાંચતાં વાંચતાં ગમે તેટલે રોષ પ્રગટ કરતે જશે છતાંય તે પુસ્તક પૂરું વાંચ્યા સિવાય છેડશે નહિ. એવી રીતે એમાં નવ નવ વિષયોની ભરચક પૂરવણું લેખકે કરી છે, અને ટીકાને કઈ પણ પ્રસંગ આવતાં તે સ્થળે તદ્દન નીડરપણે સીધે પ્રહાર પણ કર્યો છે. પ્રતિપાદ્ય વિષય સંપ્રદાય સાથે સંબંધ ધરાવતે હેઈ અને સંપ્રદાય ધર્મરૂપે સામાન્ય જનતાના મનમાં સ્થાન પામેલે હોઈ તે વિશે જ્યારે ખંડનાત્મક સમાલોચના જોવામાં આવે છે ત્યારે અસાંપ્રદાયિક જેવું માનસ પણ ક્ષણભર ઉશ્કેરાઈ જાય તે સ્વાભાવિક છે. કેશાંબીજીએ પિતાની સખત ટીકાનાં તીણાં બાણે માત્ર બ્રાહ્મણવર્ગ ઉપર જ નથી ચલાવ્યા, તેમણે જૈન અને બૌદ્ધ શ્રમણને પણ પિતાના એ બાણના લક્ષ્ય બનાવ્યા છે. એ સામાન્ય તત્ત્વ જોતાં કેશાંબીઝની પ્રકૃતિનં એક વિશિષ્ટ તત્વ વાચકના મન ઉપર આવે છે અને તે એ કે તેઓનો સ્વભાવ મુખ્યપણે ખંડનશેલી પ્રધાન અગર ટીકાપ્રધાન છે. આમ હેવા છતાં તેમણે એકત્ર કરેલ અને વિલક્ષણ રીતે મનોરંજકતાપૂર્વક ગેહવિલ હકીકતે અને બીજી બાબત વાચકને ઉત્તરોત્તર જિજ્ઞાસાવૃદ્ધિ સાથે કોઈ Page #642 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [૬૦૭ નવા જ પ્રદેશમાં લઈ જાય છે. આ વાતે ઇન્દ્ર, બ્રહ્મા, મહાદેવ, લિંગપૂજા, વાસુદેવ આદિની ચર્ચાવાળાં પ્રકરણો ઉદાહરણરૂપ સૂચવવા બસ છે. ઇન્દ્ર વિશે તેમણે જે માહિતી એકઠી કરી છે ને તેને જે રીતે ગોઠવી છે, બ્રહ્મા હિંસક મટી અહિંસક દેવ કેમ કે એ વિશે જે હકીકત મૂકી છે, મહાદેવનું મૂળ શું ? તે અસલમાં કોણ હતા ? લિંગ જેવી બીભત્સ પૂજા આર્યોમાં ક્યાંથી અને કેમ આવી ? દેવકીપુત્ર વાસુદેવ મૂળમાં કોને દેવ હતે, ઈત્યાદિ વિશે જે લખ્યું છે તે કોઈને ગળે ઊતરે કે નહિ, કઈને ચે કે નહિ, તેમ છતાં એ ચર્ચાઓ નવનવી હકીકત, નવનવી કલ્પના અને શિલીને કારણે એક નવ પ્રકારની નવલકથા જેવી બની ગઈ છે. મધ્યયુગમાં હરિભદ્ર અને અમિતગતિ જેવા જૈન લેખકોએ સાંપ્રદાયિક બદલા તરીકે પુરાણ અને પૌરાણિક દેવની ટીકા કરેલી, તે કરતાં કોસાંબીજીની ટીકા અતિહાસિક દૃષ્ટિના આશ્રયને લીધે જુદી પડી છે. તેમ છતાં કોસાંબીજીએ કરેલી કલ્પનાઓ અને જોડેલ પૂર્વીપર સંબંધે વિદ્વાનોમાં ગ્રાહ્ય થવા વિશે શંકા રહે છે. આખા પુસ્તકમાં બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્યને જેટલા પ્રમાણમાં સ્પર્શાયું છે તેમ જ બ્રાહ્મણ અને બૌદ્ધ પરંપરા વિશે અનુકુળ કે પ્રતિકૂળ જેટલું કહેવાયું છે તેને પ્રમાણમાં જૈન સાહિત્ય અને જૈન પરંપરાને સ્પર્શ સકારણ જ બહુ ઓછો છે. તેમ છતાં કેશાંબીજીને ભગવાન પાર્શ્વનાથ પ્રત્ય, અહિંસાના પ્રથમ અને પ્રબળ સ્થાપક તરીકે, અતિ આદર જોવામાં આવે છે. કેશાંબીજી ઘેર અંગીરસ અને બાવીસમા જૈન તીર્થંકર નેમિનાથના એકીકરણની કલ્પના કરે છે, પણ તે માત્ર કલ્પના જ હોવાનો સંભવ છે. ભગવાન પાર્શ્વનાથની અહિંસાને તેઓ માત્ર નિષેધાત્મક અને બુદ્ધના અહિંસાના ઉપદેશને વિધાયક પણ કહે છે, તે મને બરાબર લાગતું નથી. પાર્શ્વનાથના ચતુર્થી ત્રિવિધ ત્રિવિધ હતાં, અને એમાં જૈન પરિભાષા પ્રમાણે સમિતિ–સપ્રવૃત્તિનું તત્ત્વ પણ હતું. વળી તેમને એક વિશિષ્ટ સંધ હોવાનું કેશાંબીજી પિતે પણ કબૂલે છે. આ ત્યાગી સંઘ માત્ર નિષ્ક્રિય રૂપે બેસી રહે ને કાંઈ વિધાયક કાર્ય કરે જ નહિ તે હિંસાપ્રધાન યજ્ઞોની સંસ્થાને કેવી રીતે જનતામાંથી ખસેડી કે નબળી કરી શકે ? એ જુદી વાત છે કે પાર્થ અને તેમના સંધને વિધાયક કાર્યક્રમ કે હવે તે જાણવાનું સ્પષ્ટ સાધન નથી. તેમણે પાર્શ્વની પરંપરા વિશે માત્ર દેહદમન પૂરતા તપનું વિધાન કર્યું છે તે તો અસંગત લાગે છે. બૌદ્ધ પરંપરા કરતાં જૈન પર પરામાં દેહદમન ઉપર વધારે ભાર અપાય છે એ વિશે શંકા નથી; પણ સામાન્ય લેકનાં મનમાં એવી છાપ છે કે જૈન ભિક્ષુકે માત્ર દેહદમનને જ Page #643 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ ] દર્શન અને ચિંતન તપ કહે છે તે તદ્દન ભ્રાંતિ છે. ભગવાન મહાવીર કઠોર તપને કારણે જ દીર્ધ તપસ્વી કહેવાયા, પણ એ કાઈ એ ભૂલવું ન જોઈ એ કે એમના તપમાં દેહદમન એ તા માત્ર સાધન તરીકે જ હતું. તેમનું મુખ્ય અને સાધ્ય તપ તે ધ્યાન, ચિત્તશુદ્ધિ આદિ આભ્યંતર તપ જ હતું. ભગવાન મહાવીરના આખા જીવનને ઝાક આભ્યંતર તપ, માનસિક તપ કે આધ્યાત્મિક તપ તરફ જ હતા. ખાદ્ય તપની કિંમત એમને મન આભ્યંતર તપમાં ઉપયાગી થવા પૂરતી જ હતી. કેવળ દેહદમન જેવા ખાદ્ય તપના તા એમણે વિરાધ કરેલા, તે ભગવતી જેવા પ્રામાણિક ગ્રન્થમાં દેખાય છે. તેથી સિદ્ધ થાય છે કે મહાવીરની તપસ્યા મુખ્યત્વે આત્મશુદ્ધિલક્ષી હતી, જેને જેને આભ્ય તર તપ કહે છે. હવે જો પાની પરંપરામાં માત્ર દેહદમન કે બાહ્ય તપને જ સ્થાન હેાત અને ભગવાન મહાવીરે એમાં સુધારા કરી પાછળથી આભ્ય તર તપને સ્થાન આપ્યું હોત તે જૈન શાસ્ત્રોમાં એ સુધારાની નેોંધ જરૂર હોત; કારણ, પાર્શ્વની પરંપરામાં પ્રચલિત ચાતુર્યંમના સ્થાનમાં પંચયામની અને ખીજી નિત્ય પ્રતિક્રમણ જેવી સામાન્ય ભાખતાની મહાવીરે જે સુધારણ કરી તેની નોંધ અતિ આદર અને અતિ કાળજીપૂર્વક જો જૈન પરંપરા આજ સુધી રખાતી આવી છે તેા પાની પરંપરાના માત્ર દેહદમન પૂરતા તપમાં મહાવીરે સુધારા કર્યાની વાત જૈને કદી ભૂલત જ નહિ. ભગવાન મહાવીર પહેલાં જૈન પર’પરામાં પૂર્વ શ્રુતના અસ્તિત્વની અને કતત્ત્વ વિશે કાંઈક વિશિષ્ટ સાહિત્ય હાવાની સાબિતી મળે છે, જે પાશ્વના સંધની માત્ર નિષ્ક્રિ યતાની વિરુદ્ધના પુરાવા છે. લિ’ગપૂજાનાં મૂળ અને તેના પ્રચારમાં જૈન શ્રમણાને પણ કાંઈક હિસ્સો હાવાની કાશાંબીજીની કલ્પના છે. મને એ બરાબર લાગતું નથી. જૈન પરંપરામાં સમયે સમયે શિથિલાચાર દાખલ થયાના પુરાવા મળે છે, પણ લિંગ જેવી ખીભત્સ અને ખુલ્લી અનાચારપ્રધાન પદ્ધતિમાં કયારે પણ એ ઘસડાયા હોય એમ જણાતું નથી. ઊલટુ, ઘણે સ્થળે પ્રાચીન ગ્રન્થામાં જૈન લેાકાએ મહાદેવ અને લિંગપૂજાના પ્રબળ પરિહાસ કર્યો છે. કાશાંખી પ્રત્યે પૂરા આદર હોવા છતાં સમપ્રભાવે પુસ્તકની શૈલી વિશે જે છાપ પડે છે તે જણાવી દેવી યોગ્ય છે. મારા ઉપર એકબે વાર પુસ્તક વાચનથી જે છાપ પડી તેની ચોકસાઈ કરવા મેં બે-ચાર અસાંપ્રદાયિક માનસવાળા અને પૂરા કેળવાયેલ, કે જેમણે આ પુસ્તક વાંચ્યું હતું અગર મારા કહેવાથી વાંચ્યું, તેમની સાથે ચર્ચા કરી. એ બાખતમાં સૌને અભિપ્રાય એક જ પ્રકારના જણાયા કે કાાંબીજીએ ભલે ઉદાર મન અને Page #644 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૦૯ અસાંપ્રદાયિક ભાવે લખવા ઈચ્છયું હોય, છતાં તેનું વાચન ઊલટી જ અસર કરે છે. કઈ પણ વાચક ઉપર એ છાપ પડવી લગભગ અનિવાર્ય છે કે લેખક મુખ્યપણે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણ સંસ્કૃતિને જ કડકમાં કડક વિરોધી છે. વાચકને અનેક વાર મનમાં એમ થઈ આવે છે કે જે બ્રાહ્મણવર્ગ ઉપર અને જે બ્રાહ્મણ જાતિ ઉપર લેખકે આટલા બધા હુમલા કર્યા છે તે વર્ગ અને તે જાતિમાં સાત્વિક પ્રકૃતિવાળા, ઉદાત્ત ચારિત્રવાળા અને સમસ્ત જનતાનું ભલું ઈચ્છનારા તેમ જ તે માટે કાંઈક કરનારા કેઈ મહાપુરુષો કે સંત થયા જ નથી શું ? જે બૌદ્ધ સાહિત્યમાંથી સંખ્યાબંધ અવતરણે સગુણ અને ઉચ્ચ ભાવનાના પિષક મેળવી શકાય તે ખંડનીય બ્રાહ્મણ સાહિત્યમાં શું એને છેક જ અભાવ છે ? બ્રાહ્મણ સાહિત્ય બૌદ્ધ સાહિત્ય કરતાં પ્રમાણમાં અતિવિશાળ છે. એમાં રાજસૂ અને તામસૂ અંશે હોય એ સ્વાભાવિક છે, કારણ એ સાહિત્ય જૂના વખતથી ચાલુ થયેલું અને સમગ્ર પ્રકારની જનપ્રકૃતિઓને ઉદ્દેશી રચાયેલું છે, જ્યારે બૌદ્ધ અને જૈન સાહિત્ય તો બ્રાહ્મણ સાહિત્યના એક સુધારારૂપે હેઈ માત્ર સાત્વિક પ્રકૃતિને ઉદેશી લખાયેલું છે; અને તેમ છતાંય તેમાં આગળ જતાં સાધારણ જનસ્વભાવના રાજસૂ તામસૂ અંશે થોડા પણ આવી ગયા છે. એવી સ્થિતિમાં બ્રાહ્મણ સાહિત્યમાંથી સાત્વિક પ્રકૃતિવાળા ભાગને છેક જ સ્પર્શ સિવાય રાજ કે તામસૂ જેવા ભાગની ટીકા કરવી તે કશાંબીજી જેવાની લેખિનીને પૂરું શોભતું નથી. કેશાબીજી સત્સંગતિ જેવા કેટલાક સાત્વિક ગુણો વિશે લખતાં જ્યારે એમ લખે છે કે એ ગુણો રામાનંદ જેવા સંતમાં કે વારકરીપંથના ત્યાગીઓમાં દેખાયા તે તે બૌદ્ધ જાહેજલાલીના સમય દરમિયાન પ્રજામાં ઊતરી ગયેલ એ સગુણોની ઊંડી અસરનું પરિણામ જ હતું, પુરાણ અને તેના પુરસ્કર્તા બ્રાહ્મણોએ તે એવા સદ્ગણે ભૂંસવા ખૂબ પ્રયત્ન કર્યા, પણ બૌદ્ધ ઉપદેશને પ્રભાવે પ્રજામાં ઊંડા ઊતરી ગયેલ એ ગુણો છેક ભૂંસાયા નહિ અને કાળ જતાં ક્યારેક બ્રાહ્મણપંથીય સંતમાં એ પ્રગટ્યા, ત્યારે તે કે શાંબીજના વિધાનની અસંગતિની હદ વાચકના મન ઉપર અંકાઈ જાય છે. જો કેશાબીજ ધારત તે મહાભારત, રામાયણ અને અનેક પરાણેમાંથી તેમ જ નીતિ, આચાર અને તત્ત્વજ્ઞાન વિષયક અનેક બ્રાહ્મણ ગ્રન્થમાંથી સત્સંગતિ અને તેના જેવા બીજા અનેક સગુણના સમર્થક ભાગો બૌદ્ધ સાહિત્યના અવતરણની પેઠે જ ઉતારી શકત. એમાં જરાય શંકા નથી કે મહાભારત અને પુરાણ આદિ બ્રાહ્મણ સાહિત્યમાંથી તેમણે ગાંધારીના પુત્રની તેમ જ અગ્નિએ ખાંડવ વન બાળ્યાની જે અસંગત વાતે તે સાહિત્યની ૩૮ Page #645 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ] દર્શન અને ચિંતન અસંબદ્ધતા બતાવવા રજૂ કરી છે તે જ વખતે બ્રાહ્મણ સાહિત્યના ભક્તને પણ આજે અસંગત જ લાગવાની. પણ કેશબીજીનું કર્તવ્ય આથી કાંઈક વધારે હતું અને તે મારી દષ્ટિએ એ હતું કે તેમણે બ્રાહ્મણ સાહિત્યમાંથી સારા અને સાત્ત્વિક ભાગે પણ તારવી દેખાડવા જોઈતા હતા. પાછળથી બૌદ્ધ સાહિત્યમાં કેટલીયે અસંબદ્ધતાઓ દાખલ થઈ, છતાં જેમ તેમને મૂળ પિટકમાંથી સરસ ભાગો મળી આવ્યા તેમ એવા સરસ ભાગેને એક મોટા ખજાનો બ્રાહ્મણ સાહિત્યમાં પણ તેમની નજરે ચડત. ખુદ એકલા મહાભારતમાં અહિંસા, સત્ય, મિત્રી, સત્સંગતિ આદિ સગુણ ઉપર બીજા કોઈ શાસ્ત્રથી ન ઊતરે એવું હૃદયગ્રાહી વર્ણન છે. વળી જેની ટીકા કરવાની હોય તેના ગુણો તે વધારેમાં વધારે સાવધાનીથી જેવા ને દોષોની પણ સખત ટીકા કરવી એ મારી સમજ મુજબ અહિંસક રીત છે. એવી સ્થિતિ છતાં બ્રાહ્મણ વર્ગની ટીકા કરતાં કાંબીઝની શૈલી વાચક ઉપર એવી છાપ પાડે છે કે જાણે તે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણ જાતિના કટ્ટા વિરોધી હોય–જોકે હું અને બીજા જાણીએ છે કે કોશાબીજી પોતે જ મૂળમાં બ્રાહ્મણ છે ને તેમના મનમાં એ દેશ છે જ નહિ. ભગવદ્ગીતા વિશે કે શાંબીજી જ્યારે લખે છે ત્યારે તેમની કલ્પનાચાતુરી અને કાવ્યશક્તિ વિશે માન ઊપજ્યા વિના રહેતું નથી. એ છતાંય કેશાં બીજી ગીતા વિરુદ્ધ કહે છે, તે જરાય ગળે ઊતરતું નથી. ગીતામાં જે કાંઈ સુંદર અને - સાત્વિક ભાગ છે તે બૌદ્ધ પરંપરાને પ્રભાવ છે, તેમ જ ગીતાની રચનાના સમય વિશે તેમણે બાંધેલ કલ્પનાઓને પુલ એ બધું તર્કથી વેગળું લાગે છે. એમ તે હરકોઈ માણસ પોતાના માનીતા ને પ્રિય સંપ્રદાય કે સાહિત્ય વિશે એમ કહી શકે કે એની જ છાપ બીજા સંપ્રદાય ને બીજા સાહિત્ય ઉપર છે. જૈન લેકે પણ એ જ રીતે ગીતાની બાબતમાં પિતાની કલ્પના દેડાવી કહી શકે કે તેમાં પ્રતિપાદેલી અહિંસા, ભૂતદયા અને બીજા સાત્વિક ગુણો એ તો જૈન અસરને લીધે છે. ખરી રીતે ગીતામાં જે ગૌરવ અને જે માંભીર્ય છે તે માત્ર કોઈ એક કવિ કે વિદ્વાન અનુભવ સિવાય આણી શકે નહિ. વળી કેશાંબીજીએ ગીતાનું સ્થાન આંકતાં જે સારાનરસા ભાગનું પૃથક્કરણ કરી એમાં મૌલિકતાનો અભાવ બતાવ્યું છે તે તો તર્કની દૃષ્ટિએ ઉપહસનીય લાગે છે. જેમ ભદંત નાગસેને રાજા મિલિન્દ સામે એક રથને દાખલો લઈ પૃથક્કરણ કરતાં બતાવ્યું કે પૈડાં, સુરા, ધરી આદિ અવયવ સિવાય રથ જેવી કોઈ એક વસ્તુ નથી, એ જ રીતે એ અવય પણ પરમાણુ–પંજસિવાય બીજું કાંઈ નથી; મતલબ કે છેવટે એક એક અંશને અલગ અલગ તપાસતાં સમૂહ કે અખંડ સૌન્દર્ય જેવી વસ્તુ જ નથી રહેતી. તે જ પ્રમાણે કોસાંબીજી બારીક Page #646 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૧૧ પૃથક્કરણ કરી ગીતાના એક એક ભાગને છૂટો પાડી તેનું અખંડત્વ અને સામૂહિક સૌન્દર્ય જેવા વિરુદ્ધ દલીલ કરે તો એ જ તકે ભગવાન બુદ્ધના પ્રત્યેક ઉપદેશમાં લાગુ પાડતાં તેમાં મૌલિકત્વ જેવું શું બતાવી શકાય? આર્ય-અષ્ટગિક માર્ગ લે, તે એના એકએક લ્ટા અંશે પ્રથમથી જ પ્રજાજીવનમાં અને શાસ્ત્રોપદેશોમાં હતા એમ કહી શકાય. ચાર આર્ય સત્ય પણ નવાં તો નથી જ. જે એવી દલીલ કરવામાં આવે કે પ્રથમથી કે સમાન કાળમાં એ તો હોવા છતાં બુદ્ધ પિતાની ઢબે જીવનમાં એ તો પચાવી લેકેપગી થાય એવી રીતે એને ઉપદેશ કર્યો એ જ બુદ્ધનું વૈશિષ્ટ, તે ગીતાની બાબતમાં પણ એમ કાં ન કહી શકાય ? અહિંસા અને હિંસા એ બે વિરોધી તત્ત્વો મેળ એમાં કેવી રીતે બેસે એ પ્રશ્ન ખરે, પણ એનું સમાધાન તે બ્રાહ્મણ સાહિત્યની સર્વપ્રકૃતિમૂલક ઔત્સર્ગિકતામાં છે, એમ મને લાગે છે. એટલે કે ગુણકર્મમૂલક વર્ણ ધર્મ એ બ્રાહ્મણ ધર્મનું એક મહત્વનું અંગ રહેલું છે. શસ્ત્રયુદ્ધ એ ક્ષત્રિયવર્ગને એક ધર્મ મનાતે આવ્યા છે. અજ્ઞાન, સ્વાર્થ આદિ અનેક દેશોને કારણે એ ધર્મનાં હાનિકારક પરિ. ણામો પણ ઇતિહાસમાં નોંધાયાં છે એ વાત ખરી, છતાં શસ્ત્રયુદ્ધ સિવાય અનેક પ્રસંગોએ કૌટુંબિક, સામાજિક કે રાષ્ટ્રીય રક્ષણ કદી પણ કોઈએ શક્ય સિદ્ધ કર્યું નથી. ખુદ બૌદ્ધ અને જન રાજ્યકર્તાઓએ, અહિંસાને આત્યંતિક પક્ષપાત ધરાવવા છતાં પણ, સમૂળગે શસ્ત્રત્યાગ કરી કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય રક્ષણનો પદાર્થપાઠ સમગ્રભાવે શીખવ્યો નથી. અહિંસાને ઉદાત્ત ધર્મ માનનાર જૈન અને બૌદ્ધ પરંપરાના અનુગામી રાજ્યકર્તાઓએ અહિંસા દ્વારા વ્યાપક રીતે સમાજરક્ષણનો દાખલે બેસાડ્યો ન હોય ને તેમણે પોતે પણ રાજ્યરક્ષણમાં શસ્ત્રયુદ્ધનો આશ્રય લીધે હોય, એવી સ્થિતિમાં વર્ણન ધર્મ તરીકે શસ્ત્રયુદ્ધને આશ્રય લેનાર બ્રાહ્મણ પરંપરા, એક અથવા બીજે કારણે એનાં અનિષ્ટ પરિણામો આવ્યાં છે એટલા જ કારણસર, ધર્મપરામુખ છે એમ તે ન કહી શકાય. સમાજ અને રાષ્ટ્રરક્ષણને અહિંસા દ્વારા કોયડા ઉકેલવાનો વ્યાપક પ્રયોગ તે આ ચાલુ શતાબ્દીમાં મહાત્માજીએ આદર્યો છે અને તે ગમે તેટલે આદર્શ હોય તો પણ હજી પૂર્ણ રીતે સિદ્ધ થવાને બાકી છે. એટલે અત્યારની અહિંસાપ્રધાન યુદ્ધની દૃષ્ટિએ શસ્ત્રયુદ્ધની ઐતિહાસિક પરંપરાનું નિરર્થકપણું બતાવી શકાય નહિ. ગીતા એ તે બ્રાહ્મણધર્મની સુનિયત અને બુદ્ધિસિદ્ધ અતિહાસિક વર્ણવ્યવસ્થાનું પ્રતિપાદન કરે છે, એટલે તેમાં સિદ્ધ થયેલ તેમ જ વિકાસને અવકાશ હોય એવા બધા જ વર્ણ ધર્મોને સ્થાન છે. તેથી પ્રાચીન શસ્ત્રયુદ્ધની ક્ષત્રિય ધર્મની પરંપરા એમાં Page #647 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨] દર્શન અને ચિંતન આલેખાય અને સાથે સાથે ત્યાર લગીમાં ઉદાત્ત ધર્મ તરીકે સમજાયેલ અને અંશતઃ વ્યક્તિગતપણે આચરાયેલ આધ્યાત્મિક અહિંસા પણ આલેખાય, એમાંય કશો વિરોધ મને દેખાતો નથી. આપણે સ્પષ્ટ જોઈએ છીએ કે જ્યારે ગાંધીજી અહિંસાના ઉદાત્ત તત્વના વ્યાપક ઉપયોગની શક્યતા પિતાના પ્રયોગથી કરી બતાવવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓ એ જ ગીતાને સર્વશ્રેષ્ઠ પુસ્તક માનવા છતાં તેમાંની શસ્ત્રયુદ્ધની પરંપરાને સર્ષની કાંચળીની પેઠે ફેંકી દેવા જેવી લેખી તેના પર જરાયે ભાર ન આપતાં ગીતામાંથી જ સર્વ રીતે અહિંસા ફલિત કરે છે. મને લાગે છે કે અસલ વાત તે ગુણદષ્ટિ અને ભક્તિની જ છે. ગાંધીજીએ એ દૃષ્ટિથી ગીતાને અવલંબી પિતાને પુરુષાર્થ સિદ્ધ ક્યનું ઉદાહરણ આપણી સામે જ છે. ધમ્મપદ અને ઉત્તરાધ્યયન જેવા માત્ર અહિંસા પ્રતિપાદક ગ્રન્થોને પણ સ્વાર્થ અને ભોગની દષ્ટિએ બૌદ્ધ તેમ જ જૈન ભિક્ષકે ક્યાં ઉપયોગ નથી કરતા ? અહિંસા, પ્રજ્ઞા, મિત્રી આદિ સાત્વિક ગુણોનો પક્ષપાત એ જ કેશાબીજીનું મુખ્ય બળ છે, એવી મારી ધારણાને લીધે જ મેં ટીકા કરવામાં તેમણે અખત્યાર કરવા જોઈતા વલણ વિશે સૂચન કર્યું છે. બાકી કયારેક જેવાના પ્રત્યે તેવા” થવાની અપરિશધિત વાસના મારા મનમાં ઉદય પામે છે ત્યારે સી. વી. વઘ કે ડૉકટર મુંજે જેવાને મુંહતોડ ઉત્તર આપવા કોસાંબીઓની સમર્થ લેખિની યાદ આવી જાય છે. ૧૯૩૬ના ચોમાસામાં પંડિત મદનમોહન માલવીયના પ્રમુખપદે હિન્દુ યુનિવર્સિટીમાં પહેલી વાર જ મુજેને સાંભળવાની તક મળી. તેમના આખા ભાષણને ધ્વનિ એક જ હતો અને તે એ કે હિન્દુસ્તાનમાં હિન્દુઓની પડતી માત્ર અહિંસા અને બૌદ્ધ ધર્મને લીધે જ થયેલી છે. આવા મતલબના લખાણ અને ભાષણ કરનાર કાંઈ માત્ર મુંજે જ નથી, પણ વિદ્વાન અને પ્રોફેસર કહેવાતા અનેક માણસ જ્યાંત્યાં આવા પ્રલાપ કરે છે. મુજેને સાંભળતી વખતે મનમાં અનેક પ્રશ્ન ઉદ્ભવ્યા. તેમાંથી પહેલે પ્રશ્ન એ હતો કે જે આ વખતે ડૉ. ધ્રુવ જેવો પ્રમુખ હોત તે એ વિષપ્રચારને કાંઈક પ્રતિકાર કરત. બીજો પ્રશ્ન મનમાં એ થયો કે મુંજે જ્યારે અહિંસાને જ હિન્દુઓની પડતીનું કારણ માની બૌદ્ધોને વગોવે છે ત્યારે તેમની સામે બૌદ્ધ તે કઈ છે જ નહિ અને અહિંસાના પ્રબળ સમર્થક જેને તેમની સામે છતાં તેમને ખુલ્લી રીતે કાં નહિ વગોવતા હોય? આ પ્રશ્નનો ઉત્તર તે તે જ વખતે મનમાં મળી ગયું. તે સાચું હોય કે ખોટો એ કહી ન શકું, પણ ઉત્તર એ ફુર્યો કે હિન્દુ મહાસભાના મુંજે જેવા સૂત્રધારે દેશમાં જ્યાંત્યાં ઘેડ પણ મેલે ધરાવનાર જૈને પાસેથી આર્થિક Page #648 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૧૩ અને બીજી અનેક પ્રકારની મદદ મેળવવાની લાલચથી જ જેનોને ખુલ્લંખુલા ચીડવતાં ડરે છે. તેવા બૌદ્ધો આ દેશમાં નથી અને ક્યાંઈક હોય તેમ હિન્દુ મહાસભાને આર્થિક અને બીજી મદદ જેને પેઠે કરવાની આશા નથી. તેથી જ મુંજે અહિંસા અને બૌદ્ધોનું નામ લઈ મુસલમાન વગેરે પરદેશી જાતિઓથી થયેલ હિંદુ પરાજયનો રોષ અહિંસા પ્રત્યે ઠાલવે છે. એ જ વખતે મનમાં એમ પણ થઈ આવ્યું કે કેશાબીજી ઘણું વાર બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણ સંસ્કૃતિ ઉપર પુણ્યપ્રકોપ ઠાલવે છે તે મુજે જેવા મધ અને મિથ્યા અભિમાની વાતે યોગ્ય બદલે હશે શું? છેવટે કોસાંબીજીએ ગાંધીજીના વલણ વિશે ટીકા કરતાં જે કહ્યું છે તે બાબત કાંઈક કહેવું પ્રાપ્ત થાય છે. ગાંધીજી જમીનદારને જનતાપાલક થવાનું અને રાજાને રામરાજ્ય કરવાનું કહે છે. ગાંધીજીના જનતાપાલક અને રામરાજ્ય એ બે શબ્દોને અર્થ કે હવે જોઈએ ને ગાંધીજીના મુખમાં કે શોભે તેને ખુલાસો કૌશાંબીએ કરેલ છે. ગાંધીજીના પ્રથમથી આજ લગીનાં લખાણો ધ્યાનપૂર્વક સાંભળી લેવાની મારી વૃતિ રહી છે. કેશાબીજીએ ઉક્ત બે શબ્દોનો અર્થ જે પ્રકારને ગાંધીજીના મુખમાં ભવાની વાત કહી છે તે જ પ્રકારના અર્થવાળા ખુલાસે તે ગાંધીજીનાં લખાણોમાં જેનારને અનેક સ્થળે મળી આવે તેમ છે. ગાંધીજીમાં પ્રજ્ઞાની ઊણપ હોવાની વાત તે, હું ધારું છું, ભાગ્યે જ કોઈ સ્વીકારશે. સત્ય અને તજજન્ય પ્રજ્ઞા ગાંધીજીમાં સહજ છે. એ ન હોત તે તેમનામાં અહિંસા જ ન હતા, અને હોત તોય તે અહિંસા જગતનું ધ્યાન ન ખેંચત, વિશ્વવ્યાપી અસર પેદા ન કરત. એ સ્વતઃસિદ્ધ પ્રજ્ઞા સામે બીજી કહેવાતી પ્રજ્ઞાઓ કેવી હતપ્રભ થઈ જાય છે એ તે ગાંધીજીના જીવનને હરેક અભ્યાસી જોઈ શકશે. કેશબો પ્રત્યેના બહુમાનને લીધે અને તેમના ઉદાર નિખાલસપણું પ્રત્યેના વિશ્વાસને લીધે મેં કેટલેક સ્થળે તેમના લખાણ વિરુદ્ધ મારું મન્તવ્ય નિઃસંકોચ જણાવ્યું છે, છતાં એથી આ પુસ્તકની કિંમતમાં કે ઉપયોગિતામાં જરાય ટાડે થતું નથી. કેશાંબીજીએ આ પુસ્તક લખી વિદ્વાન અને સંશોધકે સામે એટલે બધે મોટે વિચાર અને દૃષ્ટિબિન્દુઓને ખજાનો ખુલ્લું મૂક્યો છે કે વિરોધી પક્ષના સાચા અભ્યાસીઓ પણ એ બદલ તેમનો આભાર કદી ભૂલશે નહિ. અંધશ્રદ્ધા અને બીકણવૃત્તિને લીધે ઘણું વહેમો જાહેરાતમાં આવતા જ નથી. મિત્રમંડળમાં ખાનગી રીતે થનાર ચર્ચાઓ જેવી ટ અને નિર્ભયતાથી થાય છે તે ચર્ચાઓ ઘણીવાર અગત્યની હોવા છતાં Page #649 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન તેને સમક્ષ મૂકતાં વિદ્વાન લેખકે સુધ્ધાં કરે છે, સંકેચાય છે. જે વસ્તુ હું. મનમાં વિચારતે હૈઉં, મિત્રોને કહેતે હૈઉં ને જેના પ્રત્યે મારું વિશિષ્ટ વિલણ હોય તે જ વસ્તુ હું જે સમભાવે લેકસમક્ષ વિચાર અર્થે ન મૂકું તે વિચારની પ્રગતિશીલ ધારાઓ ઉદયમાં જ ન આવે. કેશાબીજી એવા ડરથી પર છે. એક વાર તેમને જે સત્ય લાગ્યું તે પછી તેઓ કહી જ દે છે. આ કાંઈ દોષ જ છે એમ ન કહી શકાય. તેથી એમણે પિતાનાં મંતવ્ય જે છૂટથી ચર્ચા છે, તથા પિતાના અવકન અને કલ્પનાબળનો ઉપયોગ કરી પિતાના કથનનું જે સમર્થન કર્યું છે તે પુનઃ વિચારવા વાતે સૌને માટે ખુલ્લું છે. વિચારકને વિચાર અને ચિંતનની, લેખકને લખવાની અને શોધકને સંશોધનની ઘણું સામગ્રી પૂરી પાડવા બદલ ગુણ તે કેશાબીજીના સમર્થ શ્રમના આભારી જ રહેવું જોઈએ. કેશાબીજી આ પુસ્તક મરાઠીમાં લખી રહ્યા હતા તે જ વખતે એવો નિર્ણય મેં સાંભળેલ કે આનું હિન્દી ભાષાન્તર પ્રથમ જ અને જલદી પ્રગટ થશે. તે વખતે મને સંદેહ તે થયેલો કે કાશી જેવા સનાતન રૂઢિના કિલામાં વસતા ઉદારચેતા પ્રકાશકો પણ આવું ભાષાન્તર જલદી અને પ્રથમ પ્રગટ કરે તો એટલી વાત સાબિત થશે કે એ કિલ્લામાં હવે ગાબડાં પડવા લાગ્યાં છે. કોણ જાણે કયે કારણે હજી હિન્દી ભાષાન્તર પ્રસિદ્ધ થયું નથી. મરાઠી ઉપરથી હિન્દી લખાયું છે કે નહિ તે પણ અજ્ઞાત છે, પરંતુ ખુશીની વાત છે કે ગૂજરાતી ભાષાન્તર પ્રથમ જ પ્રસિદ્ધ થાય છે. ગુજરાતની વ્યાપારી પ્રકૃતિસુલભ ઉદારતા, સાહસવૃત્તિ અને રૂઢિદાસવની મુક્તિ આ પ્રકાશનથી સિદ્ધ થાય છે. શ્રીયુત જીવણલાલે આ ગુજરાતી ભાષાન્તર પ્રગટ કરી ગૂજરાતી સાહિત્યમાં એક નવી ભાતના કીમતી અને ભાગ્યે જ બીજાથી લખાય એવા પુસ્તકનું ઉમેરણ કરી ગુજરાતી વાચકવર્ગ ઉપર ઉપકાર કર્યો છે. Page #650 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ' નું પરિશીલન [૪] જે ધર્મો દરેક પ્રતિષ્ઠિત ધર્મપરંપરાનાં આવશ્યક અંગે છે અને જેનું જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સ્થાન છે તે ધર્મોને સામાન્ય રીતે નિર્દેશ કરી તેના ઉપર સમાજની દૃષ્ટિએ વિવેચન કે નિરૂપણ ન કરતાં, કાકા કાલેલકરે તે ધર્મોને, ગીતાને આશ્રય લઈ “ગીતાધર્મ” તરીકે નિર્દેશી તેના ઉપર સમાજશાસ્ત્ર લખ્યું છે અથવા સામાજિક દષ્ટિએ તે ધર્મોની ઉપયોગિતાનું નિરૂપણ કર્યું છે તેનું શું કારણ? આ પ્રશ્ન સહજ જ ઊઠે છે. ગીતાનું અનન્ય સાધારણ આકર્ષકપણું એ જ આ પ્રશ્નને સીધોસાદે ઉત્તર છે. ગીતાના. એ જ મૌલિક આકર્ષકપણુએ હજારથી વધારે વર્ષ થયાં અનેક વિદ્વાને અને સંતોને પિતા વિશે ચિંતન કરવા, લખવા અને જીવન ઘડવા પ્રેર્યા છે. એવી સ્થિતિમાં કાકા જેવા બહુશ્રત, સ્વતંત્રદ્રષ્ટા અને પ્રગવીર ગીતાને આશ્રય લઈ તેમાં પ્રતિપાદિત દેવીસંપત તરીકે ગણાવાયેલ છવ્વીસ ધર્મો કે સદ્ગણે ઉપર વિવેચન કરે તે એ જરાયે અસ્થાને નથી. પણ અહીં એ સવાલ તે ઊભે થાય જ છે કે અનેક ધર્મગ્રંથે એક અથવા બીજી રીતે આકર્ષક તે છે જ, તેમાં ગીતાનું જે અનન્યસાધારણ આકર્ષકપણું છે તે શા કારણે ? એના એવા આકર્ષકપણાનાં મુખ્ય અંગો મને પિતાને નીચે પ્રમાણે જણાય છે: ' (૧) પ્રશ્નોત્તર પદ્ધતિ. બૌદ્ધ પિટક, જૈન આગમ કે અન્ય કોઈ પણ ધર્મગ્રંથ જોઈએ તે તેમાં મુખ્યપણે પ્રશ્નોત્તરરૂપે જ ચર્ચા થયેલી દેખાય છે; સંવાદશૈલી એ ચર્ચાની સ્પષ્ટતાનું આવશ્યક અંગ બની ગઈ છે. પણ અન્ય થેની સંવાદશૈલી અને ગીતાની સંવાદશૈલી વચ્ચે મહદ્ અંતર છે, એ જ એના આકર્ષકપણુંનું એક પ્રાથમિક અંગ છે. અન્ય ધર્મગ્રંથોમાં કઈ જિજ્ઞાસુ સીધી રીતે ગુરુને જઈ પ્રશ્ન કરે છે અને ગુરુ પણ સીધી રીતે જ જવાબ આપે છે; જ્યારે ગીતામાં તેમ નથી. એમાં પ્રશ્નોત્તરની માંડણી એવી ઉઠાવદર, એવી કુતૂહલવર્ધક થઈ છે કે તેને લીધે શ્રેતા અને વાચકની જિજ્ઞાસા ખુદ ધૃતરાષ્ટ્ર કરતાં પણ અનેકગણી તીવ્ર બની જાય છે. ગીતાકારે સામસામે શસ્ત્ર Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ ] દર્શન અને ચિંતન ફેંકવા કેડ બાંધી ઊભાં રહેલાં બંને પ્રતિસ્પધી સૈન્ય વચ્ચે જ અર્જુનને મેઢે ધર્મ વિષયક પ્રશ્ન કરાવ્યું છે, અને યુદ્ધના અંતિમ નિર્ણયમાં જેમને અગત્યને ફાળે હતું અને જે સારથિરૂપે દોરવણી પણ આપવા કબૂલ થયેલ એ શ્રીકૃષ્ણને મુખે જ એ પ્રશ્નનો વિસ્તૃત જવાબ અપાવ્યું છે. એક તે યુદ્ધતિ જ લેકેને સહેજે ભાવતી વસ્તુ છે; એને રસ જાગ્યા પછી માણસ મરણપર્યત પાછી પાની નથી કરતો. બીજું એ કે જે યુદ્ધમાં સીધું ઝંપલાવી ન શકે તેને પણ એ નજરે જોવું ગમે જ છે. જ્યાં નજરે જોવાની શક્યતા ન હોય ત્યાં પણુ યુદ્ધ વાર્તા લખ્યા એ ઉક્તિ તે કામ કરે છે. તેથી ધૃતરાષ્ટ્ર કરતાં પણ તીવ્ર જિજ્ઞાસા આપણામાં એ જાગે છે કે બધું તે ઠીક, પણ કૃષ્ણનાં લાંબાં લાંબાં વ્યાખ્યાનોને અંતે અને નિર્ણય લે કર્યો ? અને તેનું પરિણામ શું આવ્યું ? સંજય દ્વારા ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસા પૂર્ણપણે સંતોષાઈ હશે કે નહિ એ તે તે જાણે, પણ આપણે જ્યારે વચ્ચે વચનં તવ એ ઉદ્ગાર અર્જુનના મુખમાંથી સાંભળીએ છીએ અને તેને પાકે યુનિર્ણય જાણીએ છીએ ત્યારે આપણને એટલી તે નિરાંત વળે જ છે કે હવે યુદ્ધ બંધ પડવાનું નથી, અને બન્યું પણ તેમ જ. નૈમિષારણ્યમાં કે બીજા તપવનમાં પણ ધર્મ અને તત્વજ્ઞાનની ચર્ચા ચાલતી હોય તેયે ભારતીય માનસ બધું કામ છોડી એ તરફ વળે છે, ત્યારે અહીં તો યુદ્ધભૂમિ ઉપર જ ધર્મ અને તત્વજ્ઞાનના પ્રશ્નો ઝીણવટથી ચર્ચાય છે અને તે પણ યુદ્ધની કાર્યકાર્યતાને ઉદ્દેશીને જ, એટલે સ્વાભાવિક રીતે જ ગીતાની આ શિલી બહુ રેચક બની છે. (૨) ગીતાના આકર્ષકપણાનું બીજું મુખ્ય અંગ તે એમાં ચર્ચાયેલા વિષયની પસંદગી અને તે પાછળ રહેલી ગીતાકારની દૃષ્ટિ. પિતાના સમય સુધીમાં જે ધાર્મિક અને તાત્વિક મુખ્ય મુખ્ય પરંપરાઓએ ભારતીય માનસ ઉપર કબજે જમાવ્યો હતો, તે બધી પરંપરાઓને સંક્ષેપમાં આવરી લઈ ગીતાકારે પોતાની દષ્ટિએ તેની મીમાંસા કરી છે અને તેમાંથી પિતાની એક સુનિશ્ચિત દૃષ્ટિ ફલિત કરી છે. એ દષ્ટિ તે કર્મવેગની અર્થાત ફલેચ્છાત્યાગની. ભારતીય માનસ ઉપર મોક્ષ-પુરુષાર્થની અને તેના અંગ લેખે નિવૃત્તિમાર્ગની એવી ઊંડી છાપ પડી હતી કે જેને લીધે જીવનવ્યવસાયમાં પડેલ દરેક પ્રવૃત્તિશીલ માણસ મોક્ષ અને નિવૃત્તિની વાતમાં જેટલે રસ લેતે, તેટલે સ્વીકારેલ પ્રવૃત્તિમાં ભાગ્યે જ રસ લેત. એથી ન તે તેની જીવનક્ષેત્રવિષયક પ્રવૃત્તિ યોગ્ય રીતે સધાતી અને ન મોક્ષની આકાંક્ષા પૂરી પડતી. એવી પ્રજાવ્યાપી અસર મંજસ સ્થિતિમાં ગીતાકારે યુદ્ધને વિશે જીવનયુદ્ધને લગતી દષ્ટિ સ્પષ્ટ કરી. Page #652 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ”નું પરિશીલન [ ૬૫૦ અનાસક્તિપૂર્વક પ્રવૃત્તિ કરવાની આ દષ્ટિ નવી તે ન જ હતી, પણ ગીતાકારે જેવા સંગમાં અને કેવી રીતે તેની ચેખવટ કરી છે તે બેશક અપૂર્વ હોઈ ભારે આકર્ષક બની છે. . (૩) આકર્ષકપણાનું ત્રીજું મહત્વનું અંગ તે ગીતાની પ્રતિપાદનકલા અને કવિતા. ગીતાકારે સાંખ્ય તત્વજ્ઞાન, ગમાર્ગ, ભક્તિમાર્ગ, યજ્ઞ પરંપરા આદિ અનેક વિષયોને ઠીક ઠીક વિસ્તારથી છણ્યા છે, એટલું જ નહિ, પણ તેણે દશમા અને અગિયારમા અધ્યાયમાં અનુક્રમે વિભૂતિનિરૂપણ તેમ જ વિશ્વરૂપદર્શન દ્વારા જે કાવ્યકલા દર્શાવી છે તે બધું, મુખ્ય પ્રશ્નની દૃષ્ટિએ આડકથા જેવું લાગવા છતાં પણ, તેણે છેવટે એ બધા વિષયને અને પિતાની કલાને પિતાના મુખ્ય પ્રતિપાદ્ય વિષય-ફલેચ્છાયાગ સાથે એવી રીતે સુસંવાદી૫ણે જેલ છે કે વચ્ચે વચ્ચે નાનીમોટી ગમે તેવી અસંગતિઓ આવતી હોય તે તે પણ તેના સુસંવાદી સૂરમાં સાવ લુપ્ત જેવી થઈ જાય છે. | ગીતાકાર કૃષ્ણના મુખે છેવટે થેરછ તથા ૩૬ એમ કહેવડાવે છે ત્યારે આપણને એવી પ્રતીતિ થાય છે કે કૃષ્ણ અર્જુનને જે કર્મગ ઉપદે, જે ફલેચ્છાત્યાગ નિરૂપ્યો તે તેણે પિતે જ અમલમાં મૂક્યો. એથેરરિ તથા ગુરુ એ વચન દ્વારા કૃષ્ણ અર્જુનને એટલું જ કહે છે કે તારા પ્રશ્નોના જવાબમાં જે કંઈ કહેવાનું હતું તે મેં તો કહ્યું, હવે હું પરિણામનિરપેક્ષ છું, તને ફાવે તિમ નિર્ણય કર. ઉપર સૂચવેલ અને બીજાં કેટલાંક તત્ત્વોને લીધે ગીતાનું જે આકર્ષક સ્થાન સિદ્ધ થયેલું તેને જ લીધે શ્રી. શંકરાચાર્યના પહેલાંના વિદ્વાન ગીતા ઉપર લખવા પ્રેરાયેલા. જોકે એ પ્રાચીન વ્યાખ્યાઓ આજે ઉપલબ્ધ નથી, તથાપિ શ્રી. શંકરાચાર્યથી માંડી આધુનિક યુગ સુધી શેવ વૈષ્ણવ આદિ અનેક પરંપરાઓના સુપ્રસિદ્ધ આચાર્યોએ ગીતા ઉપર સંસ્કૃતમાં લખેલી ટીકા, અનુટીકાનું વિશાળ સાહિત્ય ઉપલબ્ધ છે. ગીતાના મૌલિક આકર્ષકપણુમાં, તેના ઉપરની નાનાવિધ સંપ્રદાયની વિવિધ દૃષ્ટિવાળી વ્યાખ્યાઓને લીધે, એર ઉમેરો થયો છે. સંસ્કૃતમાં લખાયેલાં ભાષ્યો અને વૃત્તિઓ ઉપરાંત ગીતાના મૌલિક આકર્ષકપણામાં અસાધારણ ઉમેરે કરનાર એક બીજું પણ સાહિત્ય છે, અને તે લેકભાષામાં રચાયેલ ગીતા ઉપરની વ્યાખ્યાઓ. તેરમા સૈકાના સુપ્રસિદ્ધ મહારાષ્ટ્રીય સંત જ્ઞાનેશ્વર પહેલાં કઈ પણ પ્રાંતીય વિદ્વાને કે તે ગીતા ઉપર કંઈ લખ્યું હોય તો તે અત્યાર લગી અજ્ઞાત છે. પણ મને પોતાને એ સંભવ લાગે છે કે કોઈ ને કોઈ દ્રાવિડ આળવાર કે નામનાર સત Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮] દશન અને ચિંતન ગીતા ઉપર દ્રાવિડ ભાષામાં કંઈક અવશ્ય લખેલ હેવું જોઈએ. જે આ સંભવ ખોટે હોય તે લેકભાષામાં પ્રથમ લખવાનું માન જ્ઞાનેશ્વરને ફાળે જ જાય છે. અત્યાર લગીની મારી તપાસમાં જે માલૂમ પડ્યું છે તે ઉપરથી એટલું કહી શકાય કે ગીતા પર બંગાળી કે હિંદી ભાષામાં કોઈએ આધુનિક યુગ પહેલાં લખ્યું નથી. ગુજરાતી ભાષામાં ગીતાના જે ટબા–અન્વયાર્થ પૂરતી. વ્યાખ્યા મળે છે તે વિક્રમની ૧૭મી સદી પહેલાંના નથી. યુરોપીય વિદ્વાનોના હાથમાં ગીતા આવી ત્યારથી તેણે વિશ્વના સમગ્ર તત્ત્વજ્ઞવર્ગનું ધ્યાન ખેંચ્યું છે. તિલક અને અરવિંદ ગીતા પર હાથ અજમાવ્યું ત્યારથી તો તે ભારતીય ધર્મગ્રંથનું એક બહુમૂલ્ય રત્ન બની ગઈ છે. એમ તે આધુનિક યુગમાં દયારામ પછી મણિલાલ નભુભાઈ વગેરેએ ગીતા પર ગુજરાતીમાં લખ્યું છે, પણ છેવટે જ્યારે એની તરફ ગાંધીજીની દૃષ્ટિ વળી અને પિતે યથાવત્ જીવેલ જીવનની પદ્ધતિ અને સાર્વજનિક પ્રયાગ કરી અજમાવેલ પિતાની વિચાર સરણી ગીતાની વ્યાખ્યારૂપે તેમણે ઉપસ્થિત કરી ત્યારથી તે ગુજરાતી ભાષામાં અનેક રીતે ગીતા પર વિવેચન થવા લાગ્યાં છે અને અન્ય ભાષામાંથી ગુજરાતી ભાષામાં સંક્રમણો પણ થયાં છે. કાકાએ મૂળમાં તે “ગીતાધર્મનું સમાજશાસ્ત્ર મરાઠી ભાષામાં લખેલું તેનું જ ગુજરાતીમાં આ રૂપાંતર છે. એમ તે કાકાએ ગુજરાતીમાં પણ ગીતાનું વિવેચન કરેલું છે, પણ તે વિવેચન અને પ્રસ્તુત સમાજશાસ્ત્ર એ બંનેને પ્રકાર જુદે જુદે છે. પેલું વિવેચન સમગ્ર ગીતાને આવરે છે, જ્યારે પ્રસ્તુત સમાજશાસ્ત્ર સેળમા અધ્યાયમાં પ્રતિપાદિત દેવી સંપત પૂરતા ભાગને જ આવરે છે. એક કાળે પ્રજામાં પારલૌકિક સ્વર્ગની ભાવના પ્રબળ હતી. એને સિદ્ધ કરવાનો પુરુષાર્થ મોટા પાયા પર અને વિવિધ રીતે પ્રજાવ્યાપી થયો હતો. તેની સામે બીજી મોક્ષની ભાવના સબળપણે ઉપસ્થિત થઈ. તેને લીધે સ્વર્ગ ગમે તેવું સુખમય છતાં અંતે વિનશ્વર છે એમ ઠરતું ગયું. મોક્ષ એ અવિનશ્વર–શાશ્વત સુખ છે એ ભાવના જેમ જેમ બળ પકડતી ગઈ તેમ તેમ સ્વર્ગની ભાવનાને લીધે જે શાસ્ત્રનિષ્ઠા, કાર્ય-કર્મવિભાગ અને સહકાર વૃત્તિ આદિ સદ્ગણો પ્રજામાં ખીલ્યા હતા તે સદ્ગણો અંતર્મુખ દૃષ્ટિથી વિશેષ વિચારના અને વિકાસના વિષયે તે બન્યા જ, પણ વધારામાં બીજા પણ કેટલાક નવા યમ, વેગ આદિ સદ્ગુણેને વિકાસની તક મળી. આ બધું ચાલતું હતું ત્યારે જ એક ન વિચાર ઉદયમાં આવી રહ્યો હતો. તેનું વલણ એ હતું કે મેક્ષ ભલે શાશ્વત સુખની અવસ્થા હોય, છતાં તે પારલૌકિક Page #654 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મનું પરિશીલન [ ૬૧૯ મેક્ષ એટલે વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસની જ એક ભૂમિકા છે. કેઈ વ્યક્તિ એવા વિકાસની પરાકાષ્ઠા સાધે તોયે તે તે એક અંગત અને મર્યાદિત સિદ્ધિ છે: પારલૌકિક મોક્ષને જીવન સર્વસ્વ માની ઊંડામાં ઊંડી સાધના કરનારના જીવનગત સણોને વ્યાપક દૃષ્ટિએ સામાજિક ઉત્કર્ષમાં શો ઉપગ? આ વિચારવલણે લેસંગ્રહની અગર તે સામાજિક શ્રેયની પ્રબળ ભાવનાનું રૂપ ધારણ કર્યું. સ્વર્ગની તેમ જ મેક્ષની ભાવનાના પ્રાધાન્ય વખતે જે જે ગુણએ પ્રજાના હૃદયમાં ઘર કર્યું હતું અને જે સદ્ગણોના વિકાસને પૂરી તક હતી તે સદ્ગણે પ્રત્યે લેખસંગ્રહવાદીઓની જરાયે ઉપેક્ષા નહોતી; ઊલટું તેમનું કહેવું એ હતું કે જે સગુણ વિશે. ગંભીર ચિંતકે વિચાર કરે છે અને જેને સાધવા પુરુષાર્થ મથે છે તે સદ્ગણોના ઉપયોગની દિશા માત્ર બદલવાની છે. આથી વૈયક્તિક મોક્ષ થતો. અટકશે નહિ અને સામૂહિક કલ્યાણને માર્ગ વધારે સરળ બનશે. લેકસંગ્રહની આ ભાવનાનાં કેટલાંક બીજે તે ઈશપનિષદ અને મહાયાનની ભાવનામાં પડ્યાં જ હતાં. તે બીજેને વધારે વિકસિતરૂપે ચર્ચવાનો પ્રશ્ન ગીતાકારે હાથમાં લીધો. ગીતાની લેકસંગ્રહ વિષયક મુખ્ય દષ્ટિ સાંપ્રદાયિક આચાર્યોની વ્યાખ્યાઓમાં સાવ ગૌણ બની ગઈ હતી. તેને પ્રકાશ અને. તેનું ઉદ્દઘાટન તિલકે ગીતારહસ્યમાં કર્યા. તિલકે કર્મયોગ દ્વારા જે વસ્તુનું પ્રતિપાદન કર્યું છે તે મુખ્ય વસ્તુનું શ્રી અરવિંદે પૂર્ણગ દ્વારા પિતાની ઢબે નિરૂપણ કર્યું છે. ગાંધીજીએ એ જ કર્મયોગ કે અનાસક્તિયોગનું પિતાની સાવ અનોખી રીતે સમર્થન કર્યું છે. આ રીતે ગીતાના લોકસંગ્રહવિચારની ભાવના સ્પષ્ટપણે તેમ જ પ્રબળપણે સામાજિક સેવાની અને સામાજિક કલ્યાણની વિચાર-દિશામાં પરિણમી. લેકકલ્યાણની વાતને આજે ગીતા દ્વારા એટલું બધું સમર્થન મળે છે કે હરકેઈ ચિંતક કર્મગીની નજર સૌથી પ્રથમ ગીતા પર પડે છે. કાકાએ એ જ લોકસંગ્રહની બલવતી ભાવનાથી પ્રેરાઈ ગીતાધર્મનું સમાજશાસ્ત્ર લખ્યું છે. તેઓ પિતે જ નવેસર વ્યાખ્યા કરવા પાછળ પિતાની. શી દૃષ્ટિ રહી છે તેનું સ્પષ્ટીકરણ “ગીતાધમના કેટલા પ્રકરણમાં, ગીતાધર્મનું જીવન્તપણું” એ મથાળા નીચે, ઐતિહાસિક દષ્ટિએ, નાનાવિધ દાખલા-દલીલ સાથે, અસરકારક રીતે કરે છે. તેમનું આ સ્પષ્ટીકરણ જેઓ પિતાપિતાના ધર્મગ્રંથની “મમી”ની પેઠે પૂજા કરે છે અને તેમાં પૂર્ણપણાને. કે અંતિમપણાને આરેપ કરી અંતે તે ધર્મગ્રંથને દેશકાળ–બાહ્ય જેવા અવ્યવહાર અને માત્ર શ્રદ્ધાસ્પદ બનાવી મૂકે છે તે સૌનાં વિચારચક્ષના Page #655 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] દર્શન અને ચિંતન -ઉન્મેષ અર્થે નેત્રોજનની અચૂક ગરજ સારે તેવું છે. એ આખું પ્રકરણ મનનપૂર્વક વાંચવા જેવું જ છે. અહીં તે આપણે તેમાંના કેટલાક ઉગારે જોઈએઃ “જે ધર્મગ્રંથની મૂળ પ્રેરણા જીવનમાંની કેન્દ્રસ્થ વસ્તુઓમાંથી મળેલી હોય છે તેના વિકાસને સહેજે અટકાવ થઈ શકતું નથી. મનુષ્યજાતિનું જીવન જેમ જેમ સમૃદ્ધ થતું જાય છે તેમ તેમ ગીતાનાં વચનોને અર્થ વ્યાપક, ગૂઢ અને સમૃદ્ધ થતો ગયે છે. આવી સ્થિતિ અનંતકાળ સુધી ટકશે એમ તે કોણ કહી શકશે ? પણ ગીતાગ્રંથને હજી ઘડપણ આવ્યાનાં ચિહ્નો દેખાતાં નથી એટલું તે જરૂર કહી શકાશે'...“ગીતાના લેખકને જીવનધર્મનું જેટલું રહસ્ય સમજાયું હતું તેટલું જ ગીતાના શબ્દમાં છે એમ માની લેવામાં ભૂલ છે. ગીતાગ્રંથ એ એક જીવંત વ્યક્તિ છે. તેનું જીવન ગીતાના લેખકથી અલગ, સ્વતંત્ર અને વર્ધમાન છે, એટલું સ્વીકાર્યા પછી ગીતાના મૂળ ઉપદેશને વળગી રહીને નવી દષ્ટિથી નવા અર્થે તેમાં જેવા એમાં સત્યને કઈ દ્રોહ નથી, પણ બંનેની કૃતાર્થતા જ છે.” ગીતાધર્મમાં કુલ ૩૫ પ્રકરણ છે. ગીતામાં પ્રતિપાદેલા ૨૬ દેવી ગુણે પૈકી યજ્ઞ, દાન અને તપ એ ત્રણ ગુણોને એક જ પ્રકરણમાં ચર્ચા છે અને શમ-દમ એ બે ગુણ પણ એક જ પ્રકરણમાં લીધા છે. બાકીના દરેક ગુણ પર સ્વતંત્ર પ્રકરણ હેવાથી દેવી સંપતીને લગતાં ૨૩ પ્રકરણે થાય છે. વધારાનાં ૧૨ પ્રકરણો ગીતા સમગ્રને સમજવામાં સહાયક થઈ શકે એવા કેટલાક મુદ્દાઓને સ્પર્શી તેમ જ દૈવી ગુણ-સંપતિને આધારે રચાનાર સમાજના સ્વરૂપને સ્પષ્ટ કરવાના ખ્યાલથી લખાયેલાં છે. તે પ્રકરણોને ક્રમ આ પ્રમાણે છે: ૧. ગીતાનું લેકશાસ્ત્ર, ૨. અભય, ૩. સત્વસંશુદ્ધિ, ૪. ધૃતિ, ૫. શમદમ, ૬. તેજ, ૭. યજ્ઞ, દાન અને તપ, ૮. ક્ષમાં, ૯. માર્દવ, ૧૦. આજંવ, ૧૧. અહ, ૧૨. અપશુન, ૧૩. વ્હી, ૧૪. શૌચ, ૧૫. અલેલુપત, ૧૬. અચાપલ, ૧૭. નાતિમાનિતા, ૧૮. અક્રોધ, ૧૯. જ્ઞાનયોગ-વ્યવસ્થિતિ, ૨૦. સ્વાધ્યાય, ૨૧. દયા, ૨૨. અહિંસા, ૨૩. સત્ય, ૨૪. શાંતિ, ૨૫. ચાતુર્વણ્ય, ૨૬. ગીતામાં હિંસા કે અહિંસા ? ૨૦. બ્રહ્મ એટલે શું ? ૨૮. કર્મવાદની પૂર્વ પીઠિકા, ૨૯. બ્રહ્મચર્ય, ૩૦. જીવનગ, ૩૧. શિષ્ણાઃ કમાન્, ૩૨. બે વાધિકારસ્ત, ૩૩. આશ્રમવ્યવસ્થા, ૩૪. ગીતામાંનું રૂપકાત્મક યુદ્ધ, ૩૫. ગીતાગ્રંથનું જીવંતપણું. . સમાજને ધારણ કરનાર લેખે દેવીસંપનું નિરૂપણ કરવા કાકા ઈચ્છે છે. તેથી તેમને સમાજની વ્યાખ્યા કરવાનું અને સાથે સાથે સમાજશાસ્ત્રની વિષયમર્યાદા નિરૂપવાનું પ્રાપ્ત થાય છે. માટે પ્રથમ પ્રકરણમાં તેમણે આ બધી Page #656 -------------------------------------------------------------------------- ________________ • ગીતાધમ ”નું પિશીલન [ ૬૨૪ આખતે સ્પષ્ટ કરી છે, અને ગીતાની દૃષ્ટિ તેમ જ આય પર પરા ધ્યાનમાં રાખી ગીતાના સમાજશાસ્ત્રને લાકશાસ્ત્ર તરીકે ઓળખાવ્યું છે. આધુનિક સમાજશાસ્ત્રીઓની સમાજશાસ્ત્રવિષયક કલ્પના અને વિષયમર્યાદા બહુ જ વ્યાપક છે અને તેથી જ તે લેાકશાસ્ત્રના પર્યાય બની રહે છે. અભય એ મૂળે આધ્યાત્મિક ગુણ મનાતા આવ્યા છે. એને આધાર અમરત્વની ભાવના છે. જિવિષા શબ્દને વૈયક્તિક જીવનની તેમ જ હાર્દિક જીવનની ઇચ્છા પૂરતા સ`કુચિત અર્થે રૂઢ થયેલા હાવાથી ભયની પરપરા જન્મે છે અને સ્મૃતિકારાએ તથા નીતિવિદ્યએ પણ રાજતંત્ર, વર્ણ વ્યવસ્થા આદિ બધાં જ તાને સુસ ંગઠિત રાખવાના એક ઇલાજ તરીકે ભયનું સમર્થન કર્યું છે. ઊગતા પ્રજામાનસને ધડવા, વિકસાવવા અને સુસંસ્કારી બનાવવાની જવાબદારી લેનાર કેળવણીકારા સુધ્ધાં ભયમૂલક ત ંત્રવ્યવસ્થાની હિમાયત કરતા આવ્યા છે. તેથી સહેજ જ પ્રશ્ન થાય છે કે અભયમૂલક સમાજવ્યવસ્થાની હિમાયત કરનાર કાકાએ પરપરાગત અને શાસ્ત્રસમર્થિત ભયમૂલક વ્યવસ્થાના કાંઈ વિચાર અથવા ખુલાસા કર્યો છે કે નહિ ? આને ઉત્તર અભયની હિમાયત કરતાં અહુ સૂક્ષ્મ અને દીર્ધદષ્ટિ વાપરી સમાધાનકારક રીતે દાખલાદલીલ સાથે આપ્યા છે. એમાં એમના સ્મૃતિશાસ્ત્રવિષયક અભ્યાસ અને કેળવણીકારની શુદ્ધ ષ્ટિ એ અને જોવા મળે છે. તેમના કહેવાનો નિષ્ક એટલા જ છે કે જે પેાતે ભયભીત રહે તે સમાજ તેા કદી ઉત્કર્ષ સાધી શકતા જ નથી, પણ જે બીજાને ભયભીત રાખવાની ગડમથલમાં જ પડેલ હાય તે સુધ્ધાં પેાતાને સ્થાયી અને સ્પૃહણીય ઉત્કર્ષ સાધી શકતા નથી, કેમ કે તેવા ઉત્કષમાં ઉપયાગી થાય એવાં તેનાં શક્તિસાધના ખાટી રીતે વપરાય અને ઘસાય છે. આ દૃષ્ટિથી ન ડરવા અને ન ડરાવવાની અભયનીતિ જ સમાજના વ્યાપક ઉત્કર્ષ માટે આવશ્યક છે. સત્ત્વસંશુદ્ધિના પ્રકરણમાં સામાજિક સંગઠનના સાચા આધાર લેખે. સત્ત્વસંશુદ્ધિનું જે વિવિધ દૃષ્ટિએ કાકાએ નિરૂપણ કર્યું છે તેમાં સામાજિક વિકાસને સક્ષિપ્ત ઈતિહાસ જ આવી જાય છે. હૃદયશુદ્ધિ એ જ સત્ત્વસંશુદ્ધિ છે. જેટલા પ્રમાણમાં તે હાય તેટલા પ્રમાણમાં જ સામાજિક સંગઠન ટકી શકે છે એવું યથા વિધાન કર્યા પછી પરશુરામ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, રામચંદ્ર, શિવાજી આદિના પૌરાણિક અને ઐતિહાસિક દાખલાઆ ટાંકી કાકાએ ઠીક જ કહ્યું છે કે : ‘ શિવાજીએ હિંદુ સંગઠન કર્યું" તેથી આજે આપણે જો તેટલું જ કરવા નીકળીએ તે તે કાળાનુકૂળ નહિ થાય. વ્યક્તિ અને સમાજના અગર તે। વ્યષ્ટિ અને સમષ્ટિના " Page #657 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] દર્શન અને ચિંતન હિતવિરે ટાળવા માટે છેલ્લાં બે-ત્રણસો વર્ષોમાં સમાજશાસ્ત્રીઓએ જે જે ઉપાય વિચાર્યા છે તે બધા કરતાં સત્વસંશુદ્ધિને ઉપાય કેટલે કારગત નીવડી શકે એ મુદ્દે બહુ જ હૃદયંગમ રીતે રજૂ કરાયો છે. સત્ત્વસંશુદ્ધિ દ્વારા કુટુંબસંસ્થાનો આંતરિક અને વ્યાપક સુધાર કરવા ઉપર ભાર આપવાને બદલે કુટુંબસંસ્થામાં તડ પાડતી સંન્યાસ અને શ્રમણસંસ્થાઓ મોટા પાયા ઉપર રચાઈ. તેને પરિણામે એ સંન્યાસ અને શ્રમણસંસ્થાઓના અને મૂળભૂત કુટુંબ સંસ્થાના શા હાલહવાલ થયા તેનું હૂબહૂ એતિહાસિક ચિત્ર કાકાએ આલેખ્યું છે. તેમણે મેની વ્યાખ્યા આપી છે તે શાસ્ત્રીય હવા ઉપરાંત વિશેષ બુદ્ધિગ્રાહ્ય અને સર્વોપયોગી છે. તેઓ જણાવે છે કેઃ “પડરિપુના બંધનમાંથી કાયમનો છૂટકારો મેળવવો એ જ મોક્ષનો અર્થ છે. તદ્દન મટી જવું અને કઈ રીતે શેષ ન રહેવું એ મોક્ષને અર્થ નથી. મોક્ષ પણ એક સાધન જ છે. તેનું અંતિમ સાધ્ય છે વિધાક્ય. એ જ લેકજીવનને પરમ અને ચરમ આદર્શ છે.” ધતિના પ્રકરણમાં વ્યવહાર અને વૈજ્ઞાનિક દાખલા વડે જ્યારે કાકા ધતિનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે ત્યારે તે ગમે તેવા નબળાબળાને સુધ્ધાં ધતિને આશ્રય લેવાની ભૂખ જગાડે છે. નાસભાગ કરતાં સૈન્યમાં જો સેનાપતિ સાચી ધતિવાળા હોય છે તે તેમાં પાછી કાર્યકારી એકતા સ્થાપે છે. મનુષ્યતર પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે જે મૌલિક અંતર છે તે દર્શાવવા સાથે માણસને નવા નવા પ્રયોગ કરવામાં યુતિ જ ટકાવી શકે એ વિધાન કરે છે ત્યારે કાકા માણસજાતિના વિકાસનું રહસ્ય સ્પષ્ટ કરે છે. એકલાં જ પુરુઅષાર્થ કરો એટલે બીજાને હાથા બનાવી માત્ર પોતે જ આગેવાની લેવી એવી મધ્યકાલીન એકાંગી નીતિ અને સંધની આગેવાની ન લેવી એવી બીજી એકાંગી નીતિ એ બંનેનું નિસારપણું તેમણે મનોરંજક રીતે દર્શાવ્યું છે. બીજી નીતિના નિઃસારપણું માટે શ્રી રવીન્દ્રનાથ ઠાકુરે આપલે દાખલ તેમણે ને છે કે ગામના હિતાર્થે આગેવાન થઈ કૂવે બાંધનાર ફાળે ઊઘરાવવા નીકળે ત્યારે તેને લેકે કહે છે, કૂવાનું પુણ્ય તને, પૈસા અમારા ? શમ-દમન નિરૂપણમાં તેનું સામાજિક દૃષ્ટિએ જે સ્વરૂપ આલેખ્યું છે તે શાસ્ત્રોક્ત વ્યાખ્યાને આવશ્યક વિસ્તાર છે. તેમણે કહ્યું છે કે આપણા દેહગત જીવનના કરતાં આપણું સમાજગત જીવન જ વ્યાપક, દીર્ધકાલીન તેમ જ અર્થપૂર્ણ હોય છે અને તેથી આપણું દેહગત વાસનાઓને રોકીને આપણું સામાજિક જીવન શુદ્ધ અને નિષ્પાપ કરવું એ આવશ્યક હોય છે. Page #658 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મનું પરિશીલન [ ૬૨૩ દેહગત વાસનાઓને કાબૂમાં લઈ રેવાને માટે જે આત્મિક શક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને જ શમ-દમ નામ આપેલું છે. શમ અને દમ બન્નેમાંથી પહેલાં શેના ઉપર ભાર આપવો એને ખુલાસો પણ સ્વાભાવિક જ છેઃ “બાહ્ય કે બદલવાથી સ્વભાવ આપોઆપ બદલાય છે એ સાચું, અને એ વાત પણ ખરી કે સ્વભાવમાં ફેરફાર થવાથી ટેવોને નવું વલણ મળ્યા વિના રહેતું નથી. એટલે સાધકોએ અને સમાજના આગેવાનોએ બંને બાજુથી શરૂઆત કરવી જોઈએ.” છઠ્ઠા પ્રકરણમાં તેજની વિશદ ચર્ચા કર્યા પછી કાકાએ સાતમા પ્રકરણમાં યજ્ઞ, દાન અને તપ એ ત્રણ ગુણેની એકસાથે મીમાંસા કરી છે. આપણે બધા જ તપનો રૂઢ અર્થ જાણીએ છીએ. ભારતમાં તપના જેટલા પ્રયોગ થયા છે અને જેટલા કાળથી તેનાં વિવિધ સ્વરૂપે ખીલતાં ખીલતાં છેવટે તે બહુરૂપી બન્યું છે તેને ઈતિહાસ ભારતીય વાડમયમાં અને ભારતીય બધી ધર્મપરંપરાઓમાં જીવિત છે. એક રીતે ભારતને તપોભૂમિ કહી શકાય. કઠણમાં કઠણ તપથી માંડી સહેલામાં સહેલા અને વધારેમાં વધારે સગવડકારક તપની સૃષ્ટિ ભારતીય જીવનમાં વ્યાપેલી છે, તેમ છતાં અનેક બાબતોમાં ભારતીય સમાજની પામરતા જાણીતી છે. આનું મૂળ કારણ પકડી કાકાએ તપને અર્થ એવી રીતે વિસ્તાર્યો છે કે તે તેના બાહ્ય બહુરૂપી પણાને સજીવ બનાવી શકે. તપની વ્યાપક વ્યાખ્યા હરકોઈ વાચકના ધ્યાનમાં સહે. લાઈથી ઊતરી શકે તે માટે તેમણે પિતાના પૌરાણિક જ્ઞાનસંગ્રહમાંથી ગંગાને હિમાલયથી નીચે આણનાર જશ્નને દાખલો બહુ જ આકર્ષક રીતે ટાંક્યો છે અને બીજા પણ દાખલા સૂચવ્યા છે. વિચારના વિકાસ સાથે જ આચારનો વિકાસ થાય છે. બંનેને સંવાદી વિકાસ એ જ સામાજિક સંસ્કૃતિને વિકાસ. જેમ જેમ સંસ્કૃતિ વિકસતી જાય તેમ તેમ પ્રાચીન શબ્દમાં નવા અર્થના સ્તરે ઉમેરાતા જ જવાના. યજ્ઞ શબ્દ પ્રાચીન ટંકશાળમાં તૈયાર થયે; ત્યાર બાદ કલપી ન શકાય એટલા તેના અર્થો ખીલતા અને સમાજમાં રૂઢ પણ થતા ગયા છે. કાકાએ એના અર્થવિકાસનો ઈતિહાસ ધ્યાનમાં રાખી સામાજિક મોક્ષને સિદ્ધ કરી શકે છે. તેને સ્થિર અર્થ સરળ શબ્દોમાં કર્યો છે. એ અર્થ સહેલાઈથી સમજી શકાય અને સામાજિક પ્રવૃત્તિમાં તેને અમલ કરવાનું બળ મળે તે હેતુથી તેમણે પિતાના “હિમાલયને પ્રવાસમાંથી સાર્વજનિક વાસણ માંજવાનાં પરિણામ અને શૌચક્રિયા વખતે પ્રથમથી નહિ પણ પછી ઉપર મારી નાખવાના લાભ સૂચવતા બે દાખલાઓ ટાંક્યા છે. આ દાખલા સામાન્ય Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪] દર્શન અને ચિંતન જેવા લાગવા છતાં તેનું પ્રેરક બળ અસાધારણ છે. તપ અને યજ્ઞ વચ્ચેનું તારતમ્ય પણ તેમણે એક સુંદર દાખલાથી સમજાવ્યું છે. “કૂવામાંનું પાણી હાથથી પંપ ચલાવીને ઉપલા માળ ઉપરની ટાંકીમાં લઈ જવું એ થયું તપઉપર આવેલી ટાંકીની સગવડને લીધે ઘરમાં જ્યાં જોઈએ ત્યાં અને જોઈએ તેટલું પાણે વાપરવું અને ફુવારાઓ ઉડાડવા એ ભંગ થયો. આમ ઉપરથી નીચે આવેલા પાણીને ફરીથી શુદ્ધ કરી તેને પાછું પંપ વડે ટાંકી સુધી ચઢાવવું અથવા પહોંચાડવું એ થયે યજ્ઞ.” સામાન્ય રીતે દાન અને ત્યાગ એ બને શબ્દ પર્યાય ગણાય છે, પણ એ બેમાં સૂક્ષ્મ અંતર શું છે તે કાકાએ દર્શાવ્યું છે અને બન્નેની વેધક ચર્ચા કરી છે. અપશુનનું સામાજિક મૂલ્યાંકન કરતી વખતે કાકાએ પશુન્ય એટલે શું તેની ચર્ચા કરી છે. તેમાં જે ચામડી વિનાના શરીર સાથે માણસોના આંતરિક આળી વૃત્તિવાળા મનની સરખામણી કરી છે તે કાકાનું ઉપનાકૌશલ દર્શાવવા ઉપરાંત ભારે સુચક છે. પિશુન માણસને શાસ્ત્રમાં મÍવિધુ કહ્યો છે. “મમંવિધૂ” શબ્દને ખરે ભાવ આ ઉપમા દ્વારા વ્યક્ત થયું છે. ગુરશિષ્યના સંબંધની જે વિગતથી માહિતી આપી છે તે જાતઅનુભવી હોય તેવી અસંદિગ્ધ છે. કેળવણી ગુલામ સજેવા કે માણસ-યંત્ર નિર્માણ કરવા નથી એ તેમનું કથન કેળવણશાસ્ત્રનું મહત્વ રહસ્ય છે અને તે સાચા કેળવણીકારના અનુભવમાંથી આપમેળે સરેલું હોય તેવું છે. અંતેવાસી, છાત્ર જેવા જે શબ્દો વિદ્યાર્થી માટે પ્રસિદ્ધ છે તે કયા વાતાવરણમાંથી, કઈ ભાવનામાંથી અને કયા હેતુથી જાય છે તેનું સ્પષ્ટીકરણ આ ચર્ચામાં છે. વધારેમાં વધારે જ્યાં નિકટને સંબંધ હોય ત્યાં જ ગુણ કે દોષ જાણવાપકડવાની તક હોય છે. આવી તક બીજા કોઈ પણ સંબંધ કરતાં ગુરુશિષ્યના સંબંધમાં વધારે પ્રમાણમાં હોય છે, એટલે ગુરુ પિતે શિષ્યને દેકાવારક અર્થ માં છાત્ર સમજે અને કહે તો તે યુત જ ગણાય. આ વસ્તુ તૈત્તિરીય ઉપનિષદમાં, જ્યાં ગુરુ વિદ્યાર્થીને સમાવતને વખતે શિક્ષા આપે છે ત્યાં કહેવાઈ પણ છે. ગુરુ કહે છે: “અમારાં સુચરિત ગ્રહણ કરજે, અન્ય નહિ.” આ કેવું નગ્ન સત્ય છે ! કોઈ નેકર માલિકને છેડી જાય કે કમને વિદાય લેતા હોય ત્યારે જે તે નોકર ખરેખર પરિચારક અને પારિવાશ્વિક હોય તે માલિક તેને વિદાય આપતી વખતે શું એવું જ ન કહે? એક કે બીજે કારણે બે મિત્રો વચ્ચે અંતર ઊભું થતાં તેઓ પરસ્પર સ્ટા પડે. ત્યારે બંને એકબીજા પાસેથી શી આશા રાખે ? Page #660 -------------------------------------------------------------------------- ________________ ગીતાધમ’નું પરિશીલન [ ૬૫ સામાન્ય રીતે જીવનવ્યવહારના દરેક પ્રદેશમાં માણુસના મનમાં એવા ડર રહે છે કે, રખે મારી વાત આ ભાઈ પ્રગટ કરી દે, ઘણાં માણસોનું અળ કુ પરાક્રમ એ જ હાય છે કે તેઓ સામાના દોષને પ્રગટ કરી દેવાની ધમકી આપ્યાં કરે છે. એટલે મૈથુનવૃત્તિ એ ખરી રીતે સમાજને સડા છે. . દોષકથન એ જાતે દુષ્ટ નથી, પણ એની પાછળ કેવી વૃત્તિ રહેલી છે તે જ જોવાનું હોય છે. જો સવૃત્તિમૂલક દોષકથન હોય તે તે વૈશુનમાં ન આવે. એવી સ્થિતિમાં એ કથન પરાક્ષ સ્થિતિમાં થાય પણ નહિ. સુવ નિયમ એ છે કે જે માઢે કહી શકાય તેથી જરા પણ વધારે પીઠ પાછળ ન કહેવાય તે સમજવું કે એમાં પૈથુન નથી.જો આ વખતે તેમાં આવેશ ન હાય તા. બેશક, સમાજ–સુવ્યવસ્થાના પાયા પેશન છે. સ્ત્રીએ કૈથલીશર છે એમ કહેવાય છે; પણ કુથલી તે એવી વ્યાપક છે કે તે સાધુ, વિદ્વાન, અધ્યાપક આદિ બધાને વળગી છે અને જો એ જ સ્ત્રીત્વની વ્યાખ્યા હોય તો પછી પુષને શેાધવાની જ મહેનત લેવી પડશે ! બૌદ્ધ અભિધમ માં હિરી ' અને < " • આપ્ ’ જુએ છે કે નહિ તેને કાપણુ એ એને શાલન વિચાર કર્યાં ગુણામાં ગણાવ્યા છે. કાઈ વિના આપમેળે જ અકૃત્ય વિચાર અને વર્તનથી દૂર રહેવાની સ્વયંભૂ * < > વૃત્તિને જ · હિરી ’ અને ખીજાથી શરમાઈ અકૃત્ય કરતાં અટકવું તેને એતષ્પ ’ કહેલ છે. અમરકાશમાં હી' અને અપત્રપા શબ્દો છે તે જ પાલિમાં • હિરી ’ અને · આતપ્' છે. અમરકાશમાં પણ હી અને અપત્રપાને અર્થ ઉપર પ્રમાણે જ કરેલ છે. આચારાંગ જેવા પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં · લગ્નુ ' શબ્દ છે, તે સ્વતઃ લજ્જાળુ અથમાં જ વપરાયેલો છે. કાકાએ હીની ચર્ચા કરતાં લાજ, આખરે શબ્દના પ્રયાગ કર્યો છે તે અનુક્રમે હી અને અપત્રપાના ભાવમાં જ કરેલ છે. ઃ રૈ < લાજ, આબરૂને કાકાએ સમાજની આખરી મૂડી કહી છે તે તદ્દન યથાય છે. જો સમાજ પાસે આ આખરી મૂડી ન હોય કે ઓછી હાય તે તે સુવ્યવસ્થિત રીતે જીવન ગાળી જ ન શકે. જોકે ગુણવત્તાની દૃષ્ટિએ અપત્રપાના કરતાં હીનું સ્થાન ચડિયાતું છે, છતાં સામાજિક વ્યવહાર માટે ભાગે અપત્રપાના આધારે જ નભે છે. કાકાએ શૌચના અનેક દૃષ્ટિએ ઊહાપાડ કર્યો છે. વ્યક્તિગત શૌચ એ એક વસ્તુ છે અને સામાજિક શૌચ એ ખીજી વસ્તુ છે. એ એ વચ્ચેનુ ૪૦ . Page #661 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] દર્શન અને ચિંતન તારતમ્ય તેઓ ખૂબ દાખલા દલીલથી બતાવે છે; તેથી પણ આગળ વધી તેઓએ શારીરીક અને માનસિક શૌચનું સામાજિક જીવનમાં જે સ્થાન છે અને જે હેવું જોઈએ તે બહુ જ વિગતથી સમજાવ્યું છે. મને ગમે ત્યાં ભમે તે શરીર કાબૂમાં હોય એટલે બસ છે એવું વલણ ધરાવનારને સચોટ જવાબ આપતાં કાકાએ ઠીક જ કહ્યું છે કેઃ “એકાદ ઘરમાં ખૂબ ગંદકી છુપાવી રાખી છે. તે કોઈની નજરે ન પડવા દઈએ તોપણ તેમાંથી રોગને ફેલાવે થવાનો જ. આ વાત જેટલી સાચી છે તેટલું જ એ પણ સાચું છે કે કોઈકે એક જણની ચિત્તવૃત્તિ મલિન હોય તે આખા સમાજ પર તે પિતાનો પ્રભાવ પાડ્યા વિના રહેશે નહિ. એથી ઊલટું, એકાદ જણની ચિત્તવૃત્તિ પવિત્ર, ઉદાત્ત અને આર્ય હશે તે તેની અસર પણ સમાજ પર પહોંચવાની જ.” કાકાએ માનસિક શૌર્ચનું પ્રધાનપણું બતાવતાં દેહાપત્ય અને વિચારાપત્ય એવા બે પ્રકારના અપત્ય વચ્ચેનું અંતર બતાવ્યું છે, તે તેમના વક્તવ્યને સચોટપણે રજૂ કરે છે. આમ તે શૌચ સર્વત્ર સંભળાય અને ગવાય છે, પણ એનું સામાજિક મૂલ્ય કેટલું છે તેને વિચાર વ્યાપકરૂપે હજી સાર્વત્રિક થયો નથી. તેથી ગીતાને આધારે થયેલ આ વિચાર બહુ ઉપયેગી થઈ પડે તેવો છે. અલેલુપતાની ચર્ચામાં કાકાએ પ્રથમ અનુભવમાં આવતી અનેકવિધ લેલુપતાને નિર્દેશ કર્યો છે. અધિકાર કે સ્વાર્થ લુપતા, સ્વાદલેલુપતા, કામલોલુપતા, એ બધી લેલુપતાઓ કેવી કેવી રીતે બાધક નીવડે છે એ સઘળું તેમણે સામાજિક વ્યવહાર, રાજકારણ અને આહારવિધિમાંથી દાખલાએ ચૂંટી તદ્દન દીવા જેવું સ્પષ્ટ કર્યું છે. જે લેકે ઉન્માદક વાતાવરણ વચ્ચે રહીને અલેલુપતા સાધવાની હિમાયત કરે છે તેમને કાકાએ અકાટય ઉત્તર આપતાં કહ્યું છે કે છેવટે એવી હિમાયત વાવ્યાચાર ભાગી જ વાળે. વળી, જેઓ નિર્મળતાના આદર્શની ખાતર સ્ત્રીઓને પડદામાં રાખવાની અને પુરુષોએ પૂતળી સુધ્ધાં ન જવાની હિમાયત કરે છે તેમને એકાંત પણ બ્રહ્મચર્યના આદર્શ માટે પિચો જ છે એ પણ કાકાએ યથાર્થ રીતે દર્શાવ્યું છે, અને અલેલુપતા વૈયક્તિક કે સામાજિક આરોગ્યમાં કેવું અગત્યનું સ્થાન ભોગવે છે તે સ્થાપિત કર્યું છે. નાતિમાનિતાની ચર્ચામાં અમાનિત્વને પણ વિચાર કર્યો છે. એને અર્થ માન ન કરવું એટલે જ સીધી રીતે થાય છે; જ્યારે નાતિમાનિતાને Page #662 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ નું પરિશીલન ૬ર૭ અર્થ અતિમાન નહિ પણ આવશ્યક માન રાખવું જ જોઈએ એ થાય છે. એક બાજુથી ભાન ન રાખવાનું કહેવું અને બીજી બાજુથી આવશ્યક માનને સદગુણ કહે એ બે વચ્ચે દેખીતે વિરોધ છે, પણ એને ખુલાસે કાકાએ ઠીક ઠીક કર્યો છે. માન ન કરવું એટલે પિતે જે જાણ્યું હોય કે જાણતું હોય તેને જ સંપૂર્ણ માની બીજાના અનુભવને ન અવગણવો. આવી અવગણના જ બધી તકરારનું મૂળ બને છે. પણ આ ચર્ચા કરતાં કાકાએ જે ઉપમા વાપરી છે તે તેમનામાં રમત કાલિદાસ અને હેમચંદ્રને આત્મા સૂચવે છે. તદ્દન વ્યવહારુ જીવનમાંથી કેવી સરસ ઉપમા પકડી છે, જે સાંભળતાં જ ચિત્તને ચૂંટી જાય છે. “અનુભવની માટીમાંથી જ્ઞાનની મૂર્તિ ઘડતી વખતે તે સુકાઈને તરત જ કડક ન બની જાય તેની ખબરદારી માણસે રાખવી જોઈએ. અમાનિત્વનું પાણી વારેવારે છાંટીને ચીકણી માટીને જે નરમ રાખીએ તે જ જ્ઞાનની મૂર્તિને ઘાટ સુધરતે રહે અને તેનું ઘડતર વધારે ને વધારે સર્વાગ સુંદર કહી શકાય.’ નાતિમાનિતાના બે અર્થે કર્યા છે, તે જીવનના અનુભવમાંથી લીધા છે અને બરાબર સમાજદષ્ટિએ ઘટાવ્યા છે. સેવક સામાજિક કલ્યાણ અર્થે કાંઈ પણ કરે ત્યારે સેવકરૂપ હાથાએ એમ ન વિચારવું જોઈએ કે સેવ્યસમાજરૂપ ધંટીએ જ હાથાની આસપાસ, હાથાની મરજી મુજબ, ફરવું ને હાથાએ પિતે સ્થિર રહેવું. એમ સેવક વિચારે તે એના ઉપર અતિમાનિતને ભાર એટલે બધે વધે કે છેવટે સમાજની ઘંટી ચાલે જ નહિ અને સેવા પણ થઈ ન શકે. અહીં હાથે અને ઘંટીનું દૃષ્ટાંત કેટલું સચોટ છે ! બીજા અર્થમાં પરિસ્થિતિ ગમે તેવી પ્રતિકૂળ હેય, અર્થાત તેના ઉપર કાબૂ જમાવી શકાય એવું ન પણ હોય, ત્યારે પુરુષાર્થ નકામો હણી ન નાખવાની સૂચના છે. સિદ્ધાંત કાયમ રાખી પરિસ્થિતિ પ્રમાણે માંડવાળ કરવાની વૃત્તિ એ જ નાતિમાનિતા છે. સેવા કરતાં જે ડગલે ને પગલે માનસિક આડખીલીઓ આવે છે ને મૂળ ધ્યેયને જ વણસાડે છે તે અનુભવમાંથી આ અર્થે સ્કુર્યા છે. - વ્યાને મૂળ આધાર પ્રેમતત્ત્વ છે. મનુષ્ય-મનુષ્યતર દરેક પ્રાણીમાં પ્રેમતત્વ જ જીવન સાથે ઓતપ્રેત છે, અથવા એમ કહે કે પ્રેમ અને જીવન એ બંને શબ્દો પર્યાય માત્ર છે. પ્રેમ કરે અને ઝીલ, તેને વિસાવ અને વિસ્તાર એજ જીવનની પ્રક્રિયા છે. બીજા પ્રત્યે પ્રેમ દર્શાવ્યા સિવાય અગર તે બીજાને પ્રેમ ઝીલ્યા સિવાય કોઈ પણ નાનું કે મોટું પ્રાણી જીવી Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮] દર્શન અને ચિંતન શકે નહિ. એ વિના એને જીવન કંટાળાભરેલું જ લાગે અને જીવન જલદી છેડી દેવું એવો ભાવ જ જન્મે. આ ઉપરાંત, દરેક જીવધારી પિતાના પ્રેમને વિસ્તાર પણ કરવા મથે છે અને ખરી રીતે એના વિસ્તારમાં જ એનું આખું જીવન પૂરું થઈ જાય છે. જડ અને ચેતન એ બે વચ્ચેનો ભેદ દર્શાવે હોય તે પ્રેમના નાસ્તિત્વ અને અસ્તિત્વથી જ દર્શાવી શકાય. જે આમ છે, અને છે પણ એમ જ, તે ઠર્યું એમ કે ચેતનાને વિસ્તાર કરવો એ જ પ્રેમ છે. બીજા પ્રત્યે વહાલ દર્શાવવું અને બીજનું વહાલ મેળવવું એ જ પ્રિય શબ્દ ઉપરથી બનેલ પ્રેમ શબ્દને ફલિતાર્થ છે. જે ચેતન તત્વને જ બ્રહ્મ, ઈશ્વર કે આત્મા કહીએ તે ઠયું એમ કે પ્રેમ એ જ આત્મા છે અને એ પણ કહ્યું કે આવો આત્મા સૂક્ષ્મ, સ્થળ સર્વ પ્રકારનાં પ્રાણીઓમાં મોજુદ છે. તે પછી એમ ન કહી શકાય કે આત્મા માત્ર મનુષ્યમાં વસે છે. આ જાતને વિચાર કાકાએ મૂક્યો છે તે તત્ત્વજ્ઞાન અને વ્યવહારની દૃષ્ટિએ તદ્દન બુદ્ધિગમ્ય છે. જે પ્રેમ એ સહજ અને જીવનનું મૌલિક ઉપાદાન હોય તો એમ કેમ બને છે કે એક જણ બીજા પ્રત્યે ઘણીવાર વગર કારણે પણ અણગમો દર્શાવે છે; એને પજવવા, શેષવા જેવી અપ્રિય પ્રવૃત્તિમાં રસ લે છે ? આ પ્રશ્નનો ઉત્તર આપણને જીવનનાં જુદાં જુદાં પાસાં તપાસવા તેમ જ તેનાં બળાબળનું તેલન કરવા પ્રેરે છે. દરેક પ્રાણીમાં બુદ્ધિ અને સમજણને વિકાસ એકસરખે નથી હોતો અને એ જ કારણે રેષ, ષ, અદેખાઈ કે વધારે પડતું શેષણ કર્યા વિના જ પોતાનું જીવન કેમ ગોઠવી શકાય તે કળા સૌમાં એકસરખી સિદ્ધ થઈ નથી, એટલે પ્રેમ ચાહનાર અને પ્રેમ કરનાર માણસ જેવું વિકસિત પ્રાણી પણ પોતાના સમાજમાં અને માનવેતર જગતમાં પિતાનું નિરુપદ્રવી સ્થાન–જીવવું અને જીવવા દેવું–સિદ્ધ કરી શક્યો નથી. પણ સાથે સાથે આપણે જોઈએ છીએ કે માનવસમાજમાં કાળે કાળે એવી વ્યક્તિએ પેદા થઈ છે અને થાય છે કે જે પિતાની સાચી સમજણ અને જીવનકળાની વિશિષ્ટ સાધના દ્વારા આખા જગત પ્રત્યે એકસરખો પ્રેમ વ્યક્ત કરી ગઈ છે અને વ્યક્ત કરતી અત્યારે પણ જોવામાં આવે છે. જે વસ્તુ વિરલ વ્યક્તિઓમાં દેખાય તે અન્યમાં ન જ સંભવે એવા દૃષ્ટિકોણથી જીવનવ્યવહાર ઘડ તે કરતાં એ વસ્તુ પ્રયત્નથી બધામાંય સાધ્ય થઈ શકે છે એવી સમજણને આધારે જીવનવ્યવહાર કેળવો એ સૌને માટે કેટલું સારું છે! વળી, એમ પણ નથી કે પ્રયત્નથી સમાજમાં જીવવું અને જીવવા દેવું.”. Page #664 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મનું પરિશીલન [૨૯. ની ભાવના વધારે વિકસાવી કે સ્થિર કરી શકાતી નથી. જે વ્યક્તિ એકવાર ઘણું પ્રત્યે ઉપદ્રવકારી વ્યવહાર કરતી હોય છે તે જ વ્યક્તિ સાચી સમજણ. પ્રગટતાં તેથીયે વધારે પ્રતિ નિરુપદ્રવ જીવનવ્યવહાર કેળવે છે તેવું આપણે આપણુ જ જીવનમાં જોઈએ છીએ. પ્રેમતત્વના વિકાસ અને વિસ્તારમાં બાધા નાંખે એવી વૃત્તિઓ પણ જીવનમાં પડેલી છે. સ્વાર્થ, ક્રોધ આદિ ઘણીવાર પ્રેમતત્વને વિકસવામાં આડે આવે છે; પણ બારીકીથી જોઈશું તે એ લેભ અને ક્રોધ જેવી વિરોધી વૃત્તિઓના મૂળમાં પણ વસ્તુતઃ પ્રેમનો અંશ પડેલે હોય છે. એક વસ્તુ પ્રત્યે પ્રેમ થયું એટલે તેને વધારે પડતી ત્વરાથી સિદ્ધ કરવાની ઉતાવળમાં તેની આડે આવતાં તર પ્રત્યે આપણે છેડાઈ જઈએ છીએ. આવે વખતે ધીરજ અને સમજણ કેળવવામાં આવે તો એક વસ્તુ પ્રત્યે એટેલ પ્રેમને આગ વિધી દેખાતાં ત પ્રત્યે ક્રોધ કે આવેશનું રૂપ ધારણ ન કરતાં પ્રેમરૂપમાં કે સમત્વમાં જ બદલાઈ જાય. ત્રષિઓએ અને સાધકેએ આ કળા જીવનમાં પણ દર્શાવેલી છે. વળી, બીજી રીતે જોઈએ તે, પ્રેમતત્વ એ સત્ય, શિવ અને સુન્દર છે. જેની પૂરી કસોટી ન થાય, જેને મૂળથી ઉખડી જવાને-અસત થઈ જવાનેપ્રસંગ ન આવે, જેમાં વિકૃતિ થવાની વેળા ન આવે અને જેનું ડહોળાયું કરનાર પ્રસંગે જ ન આવે અને આ બધું આવે ત્યારે જે પિતાનું સત્ય, શિવ, સુન્દર સ્વરૂપે પ્રગટ કરી ન શકે, સાચવી ન શકે, વધારી ન શકે તે વસ્તુ સત્ય, શિવ, સુન્દર છે એમ કહી જ ન શકાય. ગમે તેવા ઝંઝાવાત વચ્ચે પણ જે પોતાનું મૂળ સ્વરૂપ અખંડિત રાખી શકે, વિકસાવી ને વિસ્તારી શકે તે જ સત્ય, શિવ અને સુન્દર છે. આ દૃષ્ટિએ જોતાં લેભ, ક્રોધ જેવી વૃત્તિઓની સખત કસોટીમાંથી ક્ષેમંકર રીતે પસાર થવામાં જ પ્રેમનું પ્રમત્વ છે અને એમાં જ સામાજિક જીવનની ચરમ સીમા છે. બુદ્ધ, મહાવીર, ક્રાઈસ્ટ કે ગાંધીજી જેવાનાં સંવેદને જોતાં ખે અનુભવ થાય કે એમણે એવી આકરી કસોટીમાંથી જ પોતાના પ્રેમતત્વને વિકાસ ને વિસ્તાર કર્યો છે. કાકાએ દયાની ચર્ચામાં અનેક દૃષ્ટિબિંદુથી મહત્વને વિચાર કર્યો છે. બહુ વિચાર કરતાં એમ લાગે છે દયાના મૂલાધાર પ્રેમતત્વમાં જ બાકીના બધા સદ્દગુણેને સમાવેશ થઈ જાય છે, અથવા એમ કહે કે બીજા સદન ગુણે એ પ્રેમબીજનાં અંકુર, પલ્લવ અને પત્ર જેવા છે. Page #665 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ]. દર્શન અને ચિંતન * અહિંસાની ચર્ચા એટલી બધી વ્યાપક અને સર્વાગીણ તેમ જ હૃદયસ્પશી છે કે તેમાં કાંઈ ઉમેરવું એ મિથ્યા ડહાપણ જેવું છે. એને હૃદયંગમ કરવામાં જ એનું ખરું મૂલ્યાંકન છે. એમ તે આ ચર્ચામાંથી પ્રત્યેક વસ્તુ મનને પકડી લે છે, છતાં કેટલીક ઉપમાઓ અને દાખલા સામાન્ય છતાં અસાધારણ રીતે મનને જીતનારાં છે. બ્રહ્મ એટલે આત્મા કે એવું કંઈ ફૂટસ્થ અથવા અપરિણામી તત્વ મનાય છે. એ તવ મૂળમાં ગમે તેવું હોય છતાં એને જીવનગત અને અનુભવસિદ્ધ અર્થ અહિંસા જ છે. હું સર્વત્ર અને સૌમાં છું અને સૌ મારામાં છે અગર તે બધાં સમાન છીએ એ ભાવના કે ધારણ વિના અહિંસા કદી યથાર્થ સિદ્ધ થતી જ નથી. એવી ભાવના વસ્તુતઃ જીવે છે કે મરવાને વાંકે જીવે છે, એની પરીક્ષા અહિંસાની કટીથી જ થઈ શકે છે. અહિંસાના આચાર વિનાને બ્રહ્મવિચાર કે આત્મવિચાર એ માત્ર શુષ્કવાદ છે. તેથી અહિંસા, બ્રહ્મ અને આત્મા એ બધા પર્યાય એટલે સમાનાર્થી શબ્દો છે. આથી આપણે જોઈએ છીએ કે આચારાંગમાં સમગ્રપણે અહિંસાની સાધના ઉપર ભાર દેવા છે અને તે જ સાધનાને બ્રહ્મચર્ય કહેલ છે. - દયા અને અહિંસા બંનેનો મૂળ આધાર અગર પ્રેમ જ છે તે ગીતામાં એ બંને ગુણો જુદા કેમ નિર્દેશ્યા ? એ પ્રશ્નનો ઉત્તર કાકાએ જાણીને જ આપ્યું ન હોય એમ લાગે છે–એમ સમજીને કે એ વસ્તુ બહુ ચેખી છે. કેઈનું સુખ કે જીવન ન હરવું એ પ્રેમની નિષેધ બાજુ અહિંસા છે, જ્યારે દયા એ તેની ભાવાત્મક બાજુ છે. બીજાના દુઃખમાં ભાગીદાર થવું કે પિતાના સુખમાં બીજાને ભાગીદાર બનાવવા કાંઈ કરી છૂટવું એ દયા છે. એક જ સિક્કાની બે બાજુ છે. સાચી અહિંસામાં દયા અને સાચી દયામાં અહિંસા ન સમાય એમ બને જ નહિ; પણ વ્યવહારમાં ફેડ પાડે જરૂરી હોવાથી ગીતાકારની પેઠે કાકાએ પ્રેમની તે બંને બાજુનું આચારપક્વ વિચાર દ્વારા સમાજદૃષ્ટિએ નેખું નોખું નિરૂપણ કર્યું છે. કાકાએ “ગીતામાં હિંસા કે અહિંસા ?” એ મથાળા નીચે એક સ્વતંત્ર પ્રકરણ લખ્યું છે. તેમાં પિતે પ્રથમ હિંસાની તરફેણ કરનાર હતા અને પછી ક્રમે ક્રમે અહિંસાના તરફદાર અને સમર્થક કેમ થયા એને ૧૯૦૪થી આગળને પરિવર્તન-ક્રમ દર્શાવ્યો છે તે કાંઈ સાધારણ મહત્ત્વને નથી. ગીતામાં હિંસાનું વિધાન છે એ સંસ્કાર મેટેભાગે આપણા બધામાં Page #666 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મનું પરિશીલન [ ૧૩૫ એક અથવા બીજી રીતે પડેલે છે, પણ એ સંસ્કારનું શ્રવણમનન દ્વારા સંશોધન કરવું અને એક ચોક્કસ નિર્ણય પર પહોંચવું એ કામ સૌને માટે સરળ નથી. કાંઈ નિર્ણય બાંધે તેયે તે આચરણની કસોટીએ કસાયેલે જ હેય એવું તે ભાગ્યે જ હોય છે. કાકાને નિર્ણય માત્ર દલીલમૂલક કે બુદ્ધિવાદમૂલક નથી. એમણે આચરણનાં વિવિધ ક્ષેત્રમાં હિંસા વિરુદ્ધ અહિંસાવૃત્તિને પ્રવેગ કરી અહિંસાશક્તિને કાંઈક પણ અનુભવ કર્યો છે અને તેથી જ એમની અહિંસાની સમર્થક તકશેલીમાં વિશેષ તેજ પ્રતીત થાય છે. - સત્યની ચર્ચામાં જ્ઞાતવ્ય તે ઘણું જ છે, પણ એમાં ઉપમાકૌશલ લેખે બે ઉપમાઓ ધ્યાન દેવા જેવી છે. બાળક જન્મતાં વેંત ભાનો સંબંધ લઈને જ આવે છે. તે સંબંધ તેના હાડપિંજરના બંધારણ સાથે જ ઘડાયેલે છે, તેમ સત્ય એ જીવનના અસ્તિત્વ સાથે જ સંકલિત છે. જીવન પહેલું અને સત્ય પછી એમ નથી. તેથી સત્યની ભૂમિકા ઉપર જ જીવનની ગતિવિધિ એ સ્વાભાવિક ગતિવિધિ છે એમ ઉપમાને ભાવ છે. બાળક જન્મ્યા પછી મોટું થઈ ગમે ત્યાં ગમે તે રીતે વિચરે અને વિહરે છતાં માતા તરફથી મળેલ સૂક્ષ્મ અને સ્થૂળ વારસાની ભૂમિકા જે તે ગુમાવે છે તેનું અસ્તિત્વ જ ન રહે અથવા વિકૃતના બને. દી એક જ જગાએ સ્થિર હોય તે તે માત્ર તે જ સ્થળમાં પ્રકાશ આપે અને નવા પ્રદેશો તમસાત જ રહે, પણ ચાલવા સાથે બત્તીને પણ ચાલવા દઈએ તે નવાં જીવનક્ષેત્રમાં પણ તે પ્રકાશ આપે. પ્રકાશ અને જીવન તેમ જ પ્રકાશ અને વ્યવહાર છૂટાંજ ન પડે તેમ જ સત્ય જો પ્રત્યેક જીવનવ્યવહારમાં સાથે હેય તે જીવનની તમસાત ગલીથીઓમાં કે અધારી ગુફાઓમાં પણ તે રસ્તે બતાવે. સત્યના તેર આકારે મહાભારતમાંથી દર્શાવ્યા છે. આને અર્થ એટલે જ છે કે મૂળમાં સત્ય હોય તે તે વ્યવહારમાં જુદે જુદે નામે પ્રસિદ્ધ એવા અનેક ગુણરૂપે આવિર્ભાવ પામે છે. બીજા ગુણ એ તેમાં નાનાવિધ રૂપ છે જેમ એક ધાતુનાં અનેક રૂપ હેય તેમ. દ્રષ્ટાઓ કોઈ પણ એક સગુણને જ્યારે એના મૂળ અર્થમાં વ્યાપક રીતે જોતા અને વર્ણવતા ત્યારે બાકીમા સલ્લુને એના આકારે જ માનતા. જેમ શિવને મુખ્ય દેવ માનનાર બાકીના દેવોને તેનાં જ રૂપ માનતે; વિષ્ણુને પરમ દત માનનાર પણ એ જ રીતે કલ્પના કરતે; તે રીતે જે સાધક જે સગુણને આશરે મુખ્યપણે. વતંતે તે બીજા ગુણેને તેના વર્તુળમાં તેના અંગ તરીકે ગોઠવતે. દા. ત. અહિંસાની અનન્ય સાધના કરનાર બુદ્ધ કે મહાવીરે બીજા બધા ગુણોને Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ ] દર્શન અને ચિંતન અહિંસાના વ્યાપક વર્તેલમાં તેના અંગ લેખે ગોઠવ્યા છે, જેમ ગાંધીજીએ સત્યના વર્તુળમાં અન્ય સદગુણોને ગોઠવ્યા છે તેમ. આ એક સાધનાની અનન્ય નિષ્ઠાનું સૂચન માત્ર છે. ગાદમાં સત્ય અને ઋત એ શબ્દો છે. તેમાં ઋતનો અર્થ સહજ નિયમ કરવામાં આવે છે. સૂર્યને ઉદય-અસ્ત અને ઋતુચક્રનું ગમનાગમન નિયમ પ્રમાણે જ થાય છે. આ રીતે નિયમ એ ત છે અને એ નિયમ જે સત ઉપર પ્રતિષ્ઠિત છે તે સત્ય. પરંતુ બારીકીથી જોતાં ત્રિકાલાબાધિત નિયમ અને સત્ય એ બે જુદાં હોય તેમ સમજાતું નથી. છતાં એટલું ખરું કે ઋત એટલે ગતિ-નિયમબદ્ધ ગતિ, અને તેમાં જે સંવાદીપણું તે સત્ય. ચિત્રમાં રેખાઓ અને સંગીતમાં સ્વરે એ ઋત હોય તે તેનું સંવાદિત્વ એ સત્ય છે, કેમ કે સંવાદિવ વિના રેખા અને સ્વરે માત્ર બેખું છે અને એ બેખા વિના સંવાદિતને, મીઠાશને, રસ, કળાને આવિર્ભાવ જ શક્ય નથી. ઋતના સ્થાનમાં અવેસ્તામાં “અશ” શબ્દ આવે છે. અર્થ એ જ છે. છેવટે ઋત અને અશ એ ધર્મ છે. એને જૈન, બૌદ્ધો, બ્રાહ્મણે બધા જ ધર્મ શબ્દથી વ્યવહારે છે. આજે તો ધર્મ શબ્દ જ પ્રચલિત થઈ ગયું છે. ચાતુર્વણ્યના મથાળા નીચે કાકાએ જે ચર્ચા કરી છે તે હિંદુઓની જ કહેવાતી એક સનાતન ચતુર્વર્ણવ્યવસ્થાને લગતી છે. ગીતામાં પણ તેને નિર્દેશ છે જ. ચતુર્વર્ણનું ખોખું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, જ્યારે આવ્યું અને ક્યાં કયાં બળને લીધે ઘડાયું એ વિશે હજાર વર્ષ થયાં અનેક જાતના વિચારે પ્રવર્તે છે, અને તેના ઉલ્લેખ પણ હિન્દુ સાહિત્યના મોટા ભાગને રોકે છે. ચાતુર્વણ્યના અર્થની કલ્પના વિશે અને તેનું સ્વરૂપ બદલવા વિશે પણ જમાને જમાને અનેક જણે અનેક પ્રયત્ન કર્યો છે. કેટલાકને એમાં થોડીઘણી સફળતા મળી છે, છતાં હજી હિન્દુસમાજના જીવનવ્યવહારનું નિષ્ણાણુ જેવું ખોખું તે ચાતુર્વણ્યના રૂપમાં વર્તમાન છે. કાકાએ પિતાની દૃષ્ટિથી વેદ, ઉપનિષદ અને મહાભારત આદિ ગ્રંથના અમુક અમુક ઉતારાઓને આધારે ચાતુર્વણ્યને વિકાસક્રમ ઘટા છે, અને સાથે સાથે વર્ણ એટલે શું, તેની વ્યવસ્થા એટલે શું, એ પણ પિતાની પરિમાર્જિત સામાજિક દષ્ટિએ બતાવ્યું છે. તેમણે એક બાજુથી ચતુર્વર્ણવ્યવસ્થાનું ચાર પ્રકારના સમાજપષક ધંધાના ચાર વર્ણરૂપે અને Page #668 -------------------------------------------------------------------------- ________________ “ગીતાધર્મ”નુ રિશીલન [ ૬૩૩ સમાજના હિતની દૃષ્ટિએ તેની વ્યવસ્થારૂપે સમન કર્યું" છે; જ્યારે ખીજી આજીથી તેમનુ સમર્થન એટલાં બધાં નવાં દ્વારા ખુલ્લાં કરે છે કે તેને લીધે જૂનાં ખુદ્દાર ખાખામાં આજ સુધી દાખલ થતાં અટકેલા આવશ્યક પ્રકાશ સહેલાઈથી પ્રવેશ કરી શકે છે. એટલે કાકા ચાતુÖણ્યના નિષ્પ્રાણ જેવા સામાજિક ખાખામાં અત્યાર લગી લાભદાયક સિદ્ધ થયેલ સામાજિક તત્ત્વોના પ્રાણને માકળાશ કરી આપે છે. ઘણાને આ નિરૂપણ જૂની બાટલીમાં નવા દારૂ ભરવા જેવું લાગે, પણ એમણે જે રીતે નવા પ્રાણને નવા દારૂ ભરવાની સૂચના કરી છે તે રીત જ એવી છે કે છેવટે એ જૂની આટલી જ કાઈ અણુધારી સસાયનિક પ્રક્રિયાથી લાંબે કાળે સાવ નવા રૂપમાં ફેરવાઈ જાય. સૌથી ચડિયાતા ગણાતા અને પોતાને ચડિયાતા માનતા બ્રાહ્મણ વણુ અને સૌથી ઊતરતા ગણાતા અને પોતાને ઊતરતા માનતા દ્ર વર્ણ વચ્ચે જો કાકાની દૃષ્ટિ પ્રમાણે ભેદ હશે ! તે કામકાજ અને ફરજ પૂરતા જ. એ ઉપરાંત એમાં આજ લગી જે ઊંચનીચપણાનુ` કે સ્પર્શોપની ભાવનાનું ઝેર એકત્ર થયું છે. તે રહેવાનુ જ નથી. શ્ત્ર અને વૈશ્ય પણ પોતાની ફરજ અદા કરે એટલે અમુક વર્ણની આગવી ગણાતી વેદ ઉપનિષદ આદિ સંપત્તિના અધિકારી બની શકશે; જ્યારે બ્રાહ્મણુ પણ પોતાની નિયત ફરજ બજાવવા સાથે શૂદ્રનાં ગણાય એવાં કામેા કરવા છતાં પ્રતિષ્ઠિત લેખાશે. આશ્રમવ્યવસ્થા વિશેને લેખ એ દૃષ્ટિ અર્પે છે. પ્રથમ આશ્રમવ્યવસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવી, વિકસી અને તેના શા ઉપયાગ હતા તે જોવાની સ્માત ઐતિહાસિક દૃષ્ટિ. બીજી દૃષ્ટિ એટલે હવે એ આશ્રમવ્યવસ્થા કઈ રીતે વિકસાવવી, બદલાયેલા સંજોગામાં તેને કેવા ઉપયોગ કરવા એ બતાવવાની છે. આ દૃષ્ટિએ આકષ ક અને ઉપયોગી રીતે રજૂ થઈ છે. એમાં બહુશ્રુતત્વ સાથે સ્વાનુભવ રસાયેલા હોવાથી આખા લેખ વિચારપૂત અન્યા છે. ગૃહસ્થાશ્રમ હો કે બ્રહ્મચર્યાશ્રમ, સંન્યાસ હા કે વાનપ્રસ્થ, એ બધામાં નિબંળ માટે જે સાવધાની રાખવાના અપવાદો સ્મૃતિમાં છે તે અપવાદો ઉત્સગ અની જતાં વસ્તુતઃ ચારે આશ્રમનું ખાખું ભયાવિષ્ટ બની ગયું છે. બ્રહ્મચારી નવા પ્રયાગે ને સાહસેા કરતાં જીવના જોખમથી ડરે તે એના બ્રહ્મચય ના અથશે ? નવ વિદ્યા અને નવ તત્ત્વ શોધાય કેવી રીતે ? ગૃહસ્થ પણ ફૂંકી ફૂંકીને પગ માંડે તો ખાપના કૂવામાં ડૂબી જ મરે! કળિયુગ છે માટે અમુક અપવાદ જોઈ એ. જંગલમાં ધ`રક્ષા કળિયુગમાં કાણુ કરે ? તેથી નગરા અને ઉપવનને જ જંગલ માની કળિયુગમાં નિવૃત્તિ સેવવાના પ્રારંભ કરવા એ Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ ] દર્શન અને ચિત્તન ચેતવણી છેવટે પુત્રપૌત્રાના બંગલામાં જ વાનપ્રસ્થ જીવન ગાળવા સુધી પરિણમી. એ જ સ્થિતિ સન્યાસીની થઈ. તે નિયતાની મૂર્તિ મઢી ભયથી રક્ષણ માટે આશા શાધતાં શોધતાં ગૃહસ્થના સગા ભાઈ બની ગયા. આજે શ્રમણ, ભિક્ષુ કે વૈદિક સંન્યાસી દરેકની આ સ્થિતિ છે. તેથી જ ચારે આશ્રમમાં નિર્ભયતાનું તત્ત્વ દાખલ કરી તેના આધુનિક દૃષ્ટિએ ઉપયોગ કાકાએ સૂચવ્યેા છે તે વેળાસરનું જ છે. વજ્રપાત્ર, ખાનપાન, ઔષધઆરામ આદિની બાબતમાં સર્વથા પવલખન ન રહે અને આત્માવલંબન વધવા સાથે આધ્યાત્મિક આત્મવિશ્વાસ વધે એ દૃષ્ટિથી બુદ્ધ, મહાવીર વગેરેએ ભિક્ષુકા માટે નિયમો ધડવા છે. હવે એ નિયમેા કળિયુગના કળણમાં પડી એટલા બધા સડી ગયા છે કે તે નિયમેન પ્રાણ ચાલો ગયા અને નિષ્પ્રાણ નિયમ પાળનારા ભિક્ષુ છેવટે ગૃહસ્થાના ગુલામ બની ગયા છે. તેથી નિર્દેયતાની સૂચના એ એછામાં ઓછું ભિક્ષુજીવન માટે તો પ્રાણપાષક જ છે. જો એવી પ્રાણનિરપેક્ષ નિર્ભયતા ન હોય તે અહેતર છે કે ભિક્ષુરૂપે ગુલામ ન બનવું. કે, જીવનયાગ, શાત્રમાનમ્ અને ક્લાનાસક્તિ તથા બ્રહ્મચર્ય જેવા માત્ર આધ્યાત્મિક અને વ્યક્તિગત જેવા દેખાતા વિષયાને સમષ્ટિની દૃષ્ટિએ જે રીતે ચર્ચ્યા છે તે રીત જ ખરી રીતે વ્યક્તિ અને સમાજ અનેે માટે લાભદાયક છે. એટલે આ ચર્ચા સામાજિક ધની નિરૂપક છે. આધ્યાત્મિકતા એટલે વ્યક્તિગત જીવનમાં રહેલાં છે, વાસના અને કુસંસ્કારોને નિવારવાં અને સામાજિક વનના પ્રવાહમાં તે આધ્યાત્મિકતાના પદ્મા પાડવા તે. જો વ્યક્તિ પેાતાના અંગત જીવનની ભૂમિકા તૈયાર કરવામાં પડે અને સામાજિક વનના પ્રવાહની કસોટીએ પેાતાના જીવનને ન સે તે એણે કરેલી સાધના અને આદરેલી તપસ્યા નક્કર છે કે પાકળ છે એની ખાતરી શી રીતે થાય ? જેમ બાળક, કુમાર કે તરુણ ભણે છે ત્યારે પોતાની અમુક જાતની તૈયારી કરે છે, પણ તે આગળ જતાં એ તૈયારીના ઉપયોગ કૌટુંબિક અને સામાજિક ક્ષેત્રે કરે છે ત્યારે જ તેનું ભણતર કેવુ છે એની ખાતરી તેને અને અન્યને થાય છે. તે જ રીતે આધ્યાત્મિકતાના સંસ્કારીની બાબતમાં પણ વિચારવું ધરે. સામાજિક જીવનમાં ઉપયોગ કરાયા ન હોય તે થાણે અંશે કેળવેલા ગુણા પણ તે માણસને આત્મવિશ્વાસનું પૂ ખળ આપી નથી શકતા અને તેની વાણી તેટલે અંશે મક્કમ કે અસરકારક બનતી પણ નથી. તેથી જે મેળવવું કે જે કેળવવું તેના ઉપયાગ વ્યાપક રીતે કરવામાં જ તેની મૃતાતા છે. Page #670 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ'નુ પરિશીલન [ ૬૩૫. ક કરવું પણ ફળમાં આસક્તિ ન રાખવી, એ વિષય જ ગીતાના મુખ્ય પ્રતિપાદ્ય છે. આ વિષય ઉપસ્થિત કેવી રીતે થયા એ ખાસ વિચારણીય છે. પ્રવૃત્તિમાર્ગ જેમ બહુ જૂને છે તેમ તે સજન-સાધારણ છે અને જીવન માટે અનિવાય પણ છે. હરકેાઈ પ્રવૃત્તિ કરે છે તે કાંઈ ને કાંઈ કળેચ્છાથી જ કરે છે. સામાન્ય અનુભવ જ એવા છે કે જ્યારે પોતાની ઇચ્છામાં બાધા આવતી દેખાય ત્યારે તે બધાકારી સામે ઊકળી જાય છે, અધીરા બને છે અને અધીરાઈમાંથી વિધિ અને વૈરનું બીજ રેશપાય છે. અધીરેશ માણસ જ્યારે અકળામણ અને મૂંઝવણને ભાર સહી નથી શકતા ત્યારે તે શાંતિ માટે ઝંખે છે અને છેવટે એને સ્થૂળ દૃષ્ટિએ એમ જ લાગે છે કે આ પ્રવૃત્તિની ધૂંસરી, કામના બંધન અને ચાલુ વનની જવાબદારીથી છૂછ્યું તો જ શાંતિ મળે. આ માનસિક વ્રુત્તિમાંથી નિવૃત્તિમાર્ગ જન્મ્યા. દેખીતી રીતે તે નિવૃત્તિમાર્ગમાં પ્રવૃત્તિના ખાજો એછે થવાથી શાંતિ એક રીતે જણાઈ, પણ જીવનના ઊંડા વિચાર કર્યા વિના સ્થૂળ નિવૃત્તિમાર્ગ તરફ વળનારને મોટા સંધ ઊભા થતાં અને તે સધ દ્વારા નિવૃત્તિજન્ય વિશેષતાના લાભા સમાજમાં પ્રતિષ્ઠિત થતાં પ્રવૃત્તિમાં પડેલા લેાકેાના મનમાં નિવૃત્તિ પ્રત્યે આદર પાષાયા અને નિવૃત્તિગામી સાથી દેશ વ્યાપી ગયા, ઊભરાઈ ગયા. ધીમે ધીમે એ નિવૃત્તિગામી સધા નબાવવા માટે પણ પ્રવૃત્તિશીલ લેાકા ઉપર એક જાતના ખાજો વધ્યા. સામાન્ય માણસ નિવૃત્તિને નકામી ગણી શકે નહિ અને પ્રવૃત્તિમાં રસ લઈ શકે નહિ એવી સદ્બિ સ્થિતિ આખા દેશમાં ઊભી થઈ. આમાંથી સામસામે બે છાવણીએ પણ ગાવાઈ. પ્રવૃત્તિમાગી નિવૃત્તિમાને અને નિવૃત્તિમાર્ગી પ્રવૃત્તિમાને વગાવે એવું કલુષિત વાતાવરણ ઊભું થયું અને કુટુંબના, સમાજના, રાજકરણના તેમ જ નીતિ અને અને લગતા બધા જ પ્રશ્નોને એ વાતાવરણે પ્રસ્યું. આ સંધષ એટલે સુધી વધ્યે કે કુટુ કુટુંબમાં જીવવા છતાં, સમાજમાં રહેવા છતાં, રાજ્યની છાયામાં રહેવા છતાં તેની સાથે પેાતાને લગવાડ નથી એમ માનતા થયા અને અકુહુંખી હોય તે પણ કુટુંબીના વૈભવથી જરાય ઊતરતા રહેવામાં નાનમ માનતા થયા. આવી વસ્તુસ્થિતિમાંથી જ આખરે અનાસક્ત કમ યાગના વિચાર જન્મ્યા અને તે ચર્ચાતા, સ્પષ્ટ થતા એટલી હદ સુધી વિકસ્યા કે ગીતાના પ્રણેતામાં તે પૂર્ણપણે, સોળે કળાએ અવતર્યાં. આ વિચારે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાતા સંધષ ટાઢ્યો. પ્રવૃત્તિનું ઝેર અને નિવૃત્તિનું આલસ્ય. અને આનાથી ટળે છે, એ જ એની વિશિષ્ટતા છે. Page #671 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન પ્રગતિ અને પ્રવૃત્તિ કરનાર મૂળ ધ્યેયથી દૂર દૂર ચાલ્યો જાય છે એ ભાવ ભારતના લેહીમાં જડાયેલે છે એ વાત સાચી છે. એ જ ભાવમાંથી નિવૃત્તિમાર્ગને ઉદય થયે છે, એ માર્ગ વિકસ્યો પણ છે. પરંતુ એ નિતિ પિતાને બેજે બીજા ઉપર નાખવા પૂરતી સિદ્ધ થઈ છે. હવે નિવૃત્તિને અર્થ એથી ઊલટે થો જોઈએ. બીજાનો બેજ ઊંચકી બીજાને આરામ આપો, રાહત આપવી; અને એમ ન થાય ત્યાં પિતાને બોજ તે બીજાના પર નાખવો જ નહિ, એ નિવૃત્તિ હોવી જોઈએ. એનાથી જ અનાસક્ત કર્મગનો પાયે નાખી શકાય. નંદીસત્ર નામના જૈન આગમમાં ચાર પ્રકારની બુદ્ધિઓનું વર્ણન છે. કામ કરવાના અનુભવથી ઘડાતી બુદ્ધિ કર્મ જા; અનુભવવૃદ્ધની પરિચર્યા-સેવાથી નીપજનારી બુદ્ધિ નયિકી; ઉંમરના પરિપાકને લીલે પરિપક્વ થનાર બુદ્ધિ પારિણીમકી અને અવનવી સમસ્યાઓ ઉપસ્થિત થતા વેંત તેને તત્કાલ ઉકેલ કરવા માટે પ્રકટ થતી સૂઝ તે ઔત્પત્તિકી કહેવાય છે. ગાંધીજીમાં આ ચાર બુદ્ધિઓને વિરલ યુગ હતે એ તે સૌ જાણે છે, પણ તેમને વારસ તેમના જ કેટલાક ગણધર શિષ્યોને મળ્યો છે. મારી દૃષ્ટિએ તેમાં કાકાનું અચૂક સ્થાન છે. આ વસ્તુની પ્રતીતિ તેમનાં અન્ય લખાણની પેઠે ગીતાધર્મ” વાંચતાં જ વાચકને થઈ જાય છે. એમ તે શ્રદ્ધેય ધર્મગ્રંથ લેખે અનેક શ્રદ્ધાળુઓ ગીતાને શબ્દપાઠ કરે જ છે અને કેટલાક વિશેષ જિજ્ઞાસુઓ અને સમજદાર તેના અર્થોનું અનેક રીતે ચિંતન-મનન પણ કરે છે, પણ મને લાગે છે કે ગુજરાતી સમજનારા વાચકે પ્રસ્તુત ગીતાધર્મનું ડું થોડું પણ નિયમિત વાચન-ચિંતન કરે તો ગીતા સમગ્રના અધ્યયનનું ફળ તેમને મળવાનું જ અને વધારામાં ગીતાને સમજવાની અનેક ચાવીઓ પણ લાધવાની. આ નાનકડું પુસ્તક શ્રદ્ધાળુ અને સમાચક બંનેને એકસરખું ઉપયોગી થાય એવું હોવાથી તે પાઠયધર્મગ્રંથનું સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે. ગમે તેટલા વ્યાખ્યાનકારોએ ગીતાને આશ્રય લઈ પિતાનાં વિવેચનને પૂર્ણ બનાવવા પ્રયત્ન કર્યો હોય, છતાં ગીતા એ ચિંતન-ભાવનાપ્રેરક પૂર્ણ ગ્રંથ લાગે છે કે બધી પૂર્ણ વ્યાખ્યાઓ છતાં તેની પૂર્ણતા કાયમ જ રહે છે. “ચ પૂfમારા પૂર્નમેવાવચિતે એ ઔપનિષદ-વચન ગીતાની બાબતમાં પણ યથાર્થ છે. –સંસ્કૃતિ, એપ્રિલ ૧૫૬. Page #672 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક અવશેષ અને કાલિદાસ બને ભારતીય કવિ છે અને બ્રાહ્મણ કુભવ છે. તેમાંય અશ્વષ તે કાલિદાસને માત્ર પૂવવત જ નહિ, પણ કાલિદાસના કવિત્વને પ્રેરક સુધ્ધાં છે. તેમ છતાં પહેલેથી આજ લગી કાલિન દાસની ખ્યાતિ જેટલી અને જે રીતે ભારતમાં વ્યાપેલી છે તેટલી અને તે રીતે અસ્વષની ખ્યાતિ ભારતમાં પ્રસરી નથી. વિદ્વાન હોય કે માત્ર વિદ્યારસિક હોય, પણ ભારતને ખૂણે ખૂણે વસનાર હરકેઈ તેવી વ્યક્તિની જીભે કાલિદાસનું નામ અને તેની કૃતિઓ રમમાણ હશે; જ્યારે અસ્વપના. નામ કે તેની કૃતિઓને જાણનાર ભારતમાંથી વિરલ જ મળી આવશે. તેથી ઊલટું, ભારતની બહારના ભારતની મેર સંલગ્ન અને ભારત કરતાંય અતિવિશાલ ૌદ્ધ પ્રદેશમાં અસ્વઘોષનું નામ અને તેની કૃતિઓ સુપ્રસિદ્ધ છે; જ્યારે ટિબેટ, ચીન, મધ્ય એશિયાની આબાદીઓ અને સિલેન, બરમાં આદિ પ્રદેશમાં કાલિદાસ અને તેની કૃતિઓ વિશે જાણનાર વિરલ જ મળી આવશે. આ અત્તરનું શું કારણ એ પ્રશ્નને ઉત્તર સહજ અને ઈતિહાસસિદ્ધ છે. અશ્વઘોષ બ્રાહ્મણ કવિ છતાં તે બૌદ્ધ ભિક્ષુ થયે ન હતી અને તેણે તથાગતની ગાથા ન ગાતાં બ્રાહ્મણસંસ્કૃતિને યશોવિસ્તાર કર્યો હત, તે તેનું સ્થાન ભારતમાં નિઃશંકપણે કાલિદાસના જેવું જ હતું. તેથી ઊલટું, કાલિદાસે સુગતસંસ્કૃતિની યશગાથામાં જ સરસ્વતીને કૃતાર્થ કરી હોત તે ભારતમાં તે ભાગ્યે જ આટલી પ્રસિદ્ધિ પામત. અશ્વષ અને કાલિદાસની ભારતમાંની ખ્યાતિના અંતર વિશેનું ઉપરનું નિદાન આચાર્ય માતચેટને વિશે પૂરેપૂરું લાગુ પડે છે. માતચેટ પણ ભારતને જ સુપુત્ર છે. એટલું જ નહિ, પણ તે અશ્વઘોષ અને કાલિદાસની પેઠે તત્કાલીન સમ્રાટમાન્ય પણ રહ્યો છે, અને છતાય આપણું ભારતીઓને માટે માતૃચેટનું, નામ અત્યારે છેક જ અપરિચિત થઈ ગયું છે. એની કૃતિ કે કૃતિઓ વાસ્તે. તે જાણે કે ભારતના ભંડારમાં જરા પણ જગ્યા જ ન હોય એમ બન્યું છે; જ્યારે એની કૃતિનાં સીધેસીધી કે આડકતરાં અનુકરણ બ્રાહ્મણ અને જૈન પરંપરામાં હજી પણ અસ્તિત્વ ધરાવે છે. Page #673 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] દર્શન અને ચિંતન કૃતિ ' છેલ્લાં સેા વર્ષમાં થયેલા યુરોપિયન ગવેષકામાંથી એમ. એ. સ્ટીન મહાશયે ખુતાન( Khōtan )થી અને એ. ગ્રનવેરેલ તથા એ. વન લે કૈંગ એ એ મહાશયાએ તુરફાન ( Tufan ) માંથી ગ્રંથાવશેષો મેળવ્યા ન હોત અને તે અવશેષોનું પ્રકાશન પ્રે. સિવન લેવી વગેરેએ કર્યું' ન હેાત તે અસ્વધેષ તેમ જ માતૃચેટ વિષૅ યુરાપમાં ભાગ્યે જ કાઈ કાંઈ વિશેષ જાણવા પામ્યું હોત. અહીં માતૃચેટ અને તેની કૃતિ અશતક મુખ્યપણે પ્રસ્તુત છે. તેથી એને વિશે એ નિર્વિવાદપણે કહી શકાય કે માતૃચેટ અને અધ્યશતક વિશેની અત્યાર લગી જે માહિતી અને સાધનસમ્પત્તિ આપણને પ્રાપ્ત થાય છે, તેને પ્રધાન યશ ઉપર નિર્દેશલ સ્ટીન અને લેવી વગેરે મહાશાને જ ભાગે જાય છે. તેમના પછી તેા અનેક યુરોપિયન સ્કોલરોએ માતૃચેટ અને તેની જુદીજુદી વિશે અનેક પ્રયત્ના કર્યાં છે અને છેલ્લે ભારતીય વિદ્યાના અધ્યાપક વિન્તર્નિઅે પોતાની · હિસ્ટ્રી ઑફ ઈંડિયન લિટ્રેચર ’ના ખીજા ભાગમાં માતૃચેટ અને અધ્ય શતક વિશે પર્યાપ્ત માહિતી આપી છે. આ બધું છતાં જે ભગીરથપ્રયત્ની ભિક્ષુ રાહુલ સાંકૃત્યાયને ૧૯૨૬ની બીજીવારની ટિમેટ યાત્રા વખતે સા-કથા (Sa–skya) નામના ટિમ્બેટન વિહારમાંની પાણો ઇંચ ધૂળથી રંગાયેલ ઉપેક્ષિતપ્રાય ભારતીય જ્ઞાન-સ ંપત્તિ ઉપર હસ્તસ્પા કર્યાં ન હત, તો આજે જે મૂળ સંસ્કૃત રૂપમાં જ પૂર્ણ અધ્ય શતક આપણને સુલભ થયું છે તે થયું ન હેાત અને અય્યદું શતકના ટિબેટન તેમ જ ચાઇનીઝ અનુવાદો -ઉપરથી અને તુરાનમાંથી પ્રાપ્ત થયેલ ખડિત ભાગાના અપૂર્ણ અનુસ ંધાન પરથી જ તે વિશે યુરોપિયન સ્કૉલરોએ જે કાંઈ લખ્યું છે તે દ્વારા જ જાણવાનું રહેત. સસ્કૃતના અભ્યાસી આપણે ભારતીય આજે માતૃચેટની મૂળ સંસ્કૃત કૃતિને વાંચવા સમજવા તે વિચારવા સમ થયા છીએ તેને એકમાત્ર યશ ભિક્ષુ રાહુલ સાંકૃત્યાયનને જ ભાગે જાય છે. માતૃચેટને પશ્ચિય માતૃચેટનાં જન્મસ્થાન, જાતિ, માતા-પિતા, વિદ્યા અને દીક્ષાગુરુ તેમ જ શિષ્યપરિવાર આદિ વિશે હજી લગી કશું જાણવા મળ્યું નથી. તેમના વિશે અત્યારે જે કાંઈ થોડી માહિતી આપવી શક્ય છે, તે પ્રો. વિન્તર્નિઝના લખાણને આધારે જ. તેથી અહી... એ લખાણુને આવશ્યક સારભાગ આપવા પ્રાપ્ત છે. ૧. A History of Indian Literature, Vol II ની પ્રસ્તાવના, પૃ. ૯, ર, જુએ, એજન, પૃ. ૨૬૯ થી ૨૭૨. Page #674 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનુ અધ્ય રાત ક [ ૬૩¢ * સમ્રાટ કનિષ્ક, જેના દરબારમાં કવિ અવધેષ હાવાનુ મનાય છે, તેણે માતૃચેટને પણ પોતાની રાજસભામાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ માતૃચેટે વૃદ્ધત્વને કારણે આવી ન શકવા બદલ ક્ષમા માગવાપૂર્વક એક પુત્ર વાખમાં કનિષ્કને લખ્યો હતો. એ પત્ર ટિખટન ભાષામાં અનુવાદિત થયેલ મળે છે અને તે · મહારાજ કણિકાલેખ ’ નામે સુપ્રસિદ્ધ છે. આ પત્રનું અંગ્રેજી ભાષાન્તર એક. ડબલ્યુ. થેામસ મહાશયે ઇડિયન એન્ટિકવેરી' ( ૭૨, ૧૯૦૩ પૃ. ૩૪૫ )માં પ્રસિદ્ધ કર્યું છે. આ પત્ર ૮૫ દ્યોનું એક લઘુકાવ્ય છે. :એ પઘોમાં બુદ્ધના આદેશ પ્રમાણે નૈતિક જીવન ગાળવાના ઉપદેશ મુખ્યપણે ગ્રચિત છે. કરુણાથી ઊભરાતાં એ પદ્યોમાં કવિ માતૃચેટ છેવટે સમ્રાટને બહુ જ ઉત્સુકતાથી નમ્ર વિનંતીપૂર્વક કહે છે કે તારે વન્ય પશુઓને અભયદાન આપવું અને શિકાર હોડી દેવા, સાતમા સૈકામાં જ્યારે ચીની યાત્રી ઇત્સિંગ ભારતમાં પ્રવાસ કરતા હતા, ત્યારે માતૃચેટની પ્રસિદ્ધ કવિ તરીકેની ખ્યાતિ હતી અને તેણે કરેલ બુદ્ધ-ાત્રા જ્યાંત્યાં સર્વત્ર ગવાતાં.. તે વખતે ઇ-સિંગે જે એક લેાકવાર્તા સાંભળેલી તે માતૃચેટની ખ્યાતિ પુરવાર કરી આપે છે. એકદા ખુદ્દ ભગવાન જંગલમાંધી પસાર થતા હતા ત્યારે એક બુલબુલે મધુર સ્વરમાં ગાવું શરૂ કર્યું; જાણે કે મુદ્દની જ સ્તુતિ કરતી હોય ! તે ઉપરથી મુદ્દે શિષ્યોને ભવિષ્યદ્રાણી કરી કહ્યું કે આ બુલબુલ અન્યદા માતૃચેટરૂપે અવતરશે. માતૃચેટની સૌથી વધારે પ્રસિદ્ધ સ્તુતિ એ છે : એક ચતુઃશતક, જેમાં ચારસો પદ્યો છે અને ખીજી સાર્ધશતક, જેમાં દોઢસા પદ્યો છે. આ બન્ને સ્તુતિના ખંડિત અવરોષો મધ્ય એશિયામાંથી મળેલ લિખિત ગ્રન્થામાંથી મળી આવ્યા છે. આ સ્તુતિએ સાદી તેમ જ અનલંકૃત કિન્તુ સુન્દર ભાષામાં રાયેલ શ્લોકબદ્ધ કૃતિઓ છે અને તે સ્તુતિઓની, ખાદ્ય આકારથી અસર થાય તે કરતાં તેમાં પ્રથિત પવિત્ર ભાવાની ધાર્મિકા ઉપર વધારે અસર થતી. આ વિશે ઇસિંગ કહે છે કે ભિક્ષુઓની પરિષદમાં માતૃચેટની ખન્ને સ્તુતિએ ગવાતી સાંભળવી એ એક સુખદ પ્રસંગ છે. વધારામાં તે કહે છે કે આ સ્તુતિઓની હૃદયહારિતા સ્વર્ગીય પુષ્પ સમાન છે, અને તે સ્તુતિઓમાં પ્રતિપાન કરેલ ઉચ્ચ સિદ્ધાન્તા ગૌરવમાં પર્વતનાં ઉન્નત શિખરોની સ્પી કરનારા છે. ભારતમાં જે સ્તુતિએ રચે છે તે બધા માતૃચેટને સાહિત્યને પિતા Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦] દર્શન અને ચિંતન માની તેનું અનુકરણ કરે છે. અસંગ અને વસુબધુ જેવા ધિસ પણ માતૃચેટની બહુ પ્રશંસા કરતા. સમગ્ર ભારતમાં બૌદ્ધ ઉપાસક કે ભિક્ષ થનાર દરેકને પાંચ કે દશ શીલનો પાઠ શીખી લીધા પછી તરત જ માતૃચેટની સ્તુતિઓ શીખવવામાં આવે છે. આ પદ્ધતિ મહાયાન, હીનયાન બન્ને પરંપરાઓમાં પ્રચલિત છે. ઈ–સિંગ એ સ્તુતિઓની પ્રશંસા કરવા પિતાને અસમર્થ માને છે, અને તે ઉમેરે છે કે આ સ્તુતિઓના ઘણું વ્યાખ્યાકારે અને અનકરણકારે થયા છે, ત્યાં લગી કે છેવટે પ્રસિદ્ધ બૌદ્ધ તાર્કિક દિડનાગે પણ માતૃચેટના સાર્ધશતકગત દરેક શ્લેકની આગળ એક એક શ્લેક રચી એક ત્રણસે કને સંગ્રહ તૈયાર કરેલ જે “મિસ્તોત્ર તરીકે જાણીતા છે. ઈ-સિંગે પોતે સાર્ધશતકનો ચીની ભાષામાં અનુવાદ કરે છે અને ટિબેટન ભાષામાં તે માતૃચેટની સાર્ધશતક અને ચતુ શતક એ બંને કૃતિઓનાં ભાષાંતરે છે. ચતુશતકનું નામ ટિબેટન અનુવાદમાં “વર્ણનાર્યવર્ણન' એવું છે, અને એ જ નામ મધ્ય એશિયામાંથી પ્રાપ્ત અવશેષની અંતિમ પ્રશસ્તિમાં પણ છે. આ સિવાય માતૃચેટને નામે ટિબેટન ભાષામાં જે બીજી કૃતિઓ ચડેલી છે, તેની યાદી એફ. ડબલ્યુ. થૉમસ મહાશયે આપેલી છે. જેકે ટિબેટન પરમ્પરા માતૃચેટ અને અસ્વષ બન્નેને એક જ દર્શાવે છે, છતાં ખરી રીતે એ બંને વ્યક્તિઓ ભિન્ન ભિન્ન જ હતી અને માતૃચેટ અસ્વષને વૃદ્ધ સમકાલીન હતા. ચીની પરંપરા એ બન્નેને જુદા જુદા જ માને છે અને તે જ પરંપરા સાચી છે. આ પરંપરાનું સમર્થન ભિક્ષુ રાહુલજીએ અધ્યદ્ધશતકની પ્રસ્તાવનામાં સબળ દલીલથી કરેલું છે. અધદ્ધશતકને પરિચય જે અધ્યદ્ધશતક પરિચય વાચકોને કરાવવો અહીં ઈષ્ટ છે. તે મૂળ સંતમાં જ જર્નલ ઓફ ધી બિહાર એન્ડ ઉડીસા રીસર્ચ સંસાયટી, પુસ્તક ૨૩. ખંડ ૪ (૧૯૩૭)માં છપાયેલ છે. એનું સંપાદન શ્રી. કે. પી. જાયસવાલ અને ભિક્ષ રાહુલજીએ કર્યું છે. આ સંસ્કરણ જે લિખિત પ્રતિને આધારે પ્રસિદ્ધ થયું છે, તે લિખિત પ્રતિ ભિક્ષુ રાહુલજીએ ટિબેટમાંથી મેળવેલી અને તે મૂળ ઈ. ૧૧મા સૈકાના સુનયશ્રીમિત્ર નામક નેપાલી વિદ્વાનની માલિકીની હતી, જેણે નેપાલમાં પાટણ નગરમાં એક વિહાર સ્થાપ્યો હતો અને જે * ટિબેટન ઉપરથી લગભગ અર્ધા ભાગનું અંગ્રેજી ભાષાંતર એફ. ડબલ્યુ મસે કર્યું છે અને તે ઇન્ડિયન એન્ટિકરી ૨૪, ૧૯૦૫, પૃ. ૧૪૫માં પ્રસિદ્ધ થયું છે, Page #676 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અદ્ધિશતક [૨૪૧ મૂળ સંસ્કૃત ગ્રંથના ટિબેટન ભાષાન્તરે કરવા તિબેટમાં ગયે હતે. એ લિખિત પ્રતિ શ્રી. રાહુલજીએ પિતાની ત્રીજી ટિબેટ યાત્રામાં મેળવી હતી. આ પ્રતિ ક્યાંથી કેવી રીતે અને કેવા સંજોગોમાં તેમને મળી તેમ જ આ પ્રતિની લંબાઈ પહોળાઈ વગેરેનું શું સ્વરૂપ છે એનું વર્ણન બહુ જ રેચક છે છતાં અહીં તે જતું કરવું પડે છે, કેમ કે મારે આશય આ સ્થળે મુખ્યપણે અધ્યદ્ધશતકના બાહ્ય–આન્તર હાર્દને જ બતાવવાનો છે. પરંતુ જેઓ શેધળ અને ભારતીય વિદ્યા સંપત્તિમાં રસ ધરાવતા હોય તેઓ પૂર્વોક્ત જર્નલના પુસ્તક નં. ૨૧, ૨૩ અને ૨૪માં પ્રસિદ્ધ થયેલ ટિબેટમાંની શેપ વિશેના શ્રી. રાહુલજીના લેખે અવશ્ય વાંચે. તેમાંથી તેઓ બહુ જ નવીન જ્ઞાતવ્ય વસ્તુ મેળવી શકશે. પ્રસ્તુત અધ્યદ્ધશતકનું ટિબેટન ભાષાંતર પણ શ્રી. રાહુલજીને પ્રાપ્ત થયેલું. એનું ચીની ભાષાંતર થયેલું છે એ વાત તો પહેલાં કહેવાઈ ગઈ છે; પણ એના તે ખારિયન ભાષાંતરના અવશેષો સુધ્ધાં પ્રસિદ્ધ થયા છે. આ વિવિધ ભાષાન્તરે એટલું પુરવાર કરવા માટે બસ છે કે અનેક શતાબ્દીઓ લગી પ્રસ્તુત અધ્યદ્ધશતકની ખ્યાતિ અને પ્રચાર જુદા જુદા દેશોમાં રહ્યાં છે. એના જન્મસ્થાન ભારતમાંથી એ ભલે અદશ્ય થયું હોય, છતાં તે અનેક રૂપોમાં ભારત બહાર પણ આજે વિદ્યમાન છે. અધ્યદ્ધશતકના પર્યાય તરીકે મેં સરલતા ખાતર સાર્ધશતક શબ્દ માતચેટના પરિચયમાં વાપર્યો છે. અને શબ્દને અર્થ એક જ છે અને તે અર્થ એટલે “એકસો પચાસ સંખ્યાના કેનું સ્તોત્ર. અધ્યદ્ધશતક એ નામનું ટિબેટન ઉપરથી સંસ્કૃત રૂપાન્તર “શતપંચાશિકાસ્તોત્ર” એવું પણ કરવામાં આવ્યું છે. તેમ છતાં એ સ્તોત્રનું અસલ નામ તે અધ્યદ્ધશતક જ છે. એમાં ખરી રીતે પડ્યો એકસે પચાસ નહિ પણ એકસો ત્રેપન મળે છે, જે બધાં માતૃચેટરચિત જ ભાસે છે. પચાસ ઉપર ત્રણ પદ્યો વધારે હેવા છતાં તે અર્ધ શબ્દથી સોના અર્ધ તરીકે ગણવામાં આવ્યાં છે. સામાન્ય રીતે લેકે એમ સમજે છે કે અર્ધ એટલે આખાનો બરાબર અર્ધ ભાગ. પણ અર્ધ શબ્દ આખાના બે સમાન અંશ પૈકી એક અંશની પેઠે તેના નાનામોટા બે અસમાન અંશ પૈકી કોઈ પણ એક અંશ માટે પણ વપરાય છે. એટલે પ્રસ્તુત ઑત્ર સો ઉપરાંત ત્રેપન ગ્લૅકપ્રમાણ હેય તેય એનું અધ્યદ્ધશતક નામ તદ્દન શાસ્ત્રીય અને યથાર્થ છે. 1. ૩. જુઓ સિદ્ધહેમશબ્દાનુશાસનનું સૂત્ર “ શે વા' (૩-૧-૫૪), અને તેની બહવૃત્તિ ૪૧ Page #677 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ ] દર્શન અને ચિંતન અધ્યશતક તેર વિભાગમાં વહેંચાયેલું છે. દરેક વિભાગ એના વિષયનુરૂપ નામથી અંકિત છે. એ નામ અને વિભાગની રચના મૂળકારની જ હશે. તે વિભાગો નીચે પ્રમાણે છે – ૧. ઉપધારતવ ૨. હેતુસ્તવ ૩. નિરુપમસ્તવ ૪. અદ્ભુતસ્તવ ૫. રૂપસ્તવ ૬. કરુણાસ્તવ ૭. વચનસ્તવ ૮. શાસનસ્તવ ૯. પ્રણિધિસ્તવ ૧૦. માર્ગાવતારસ્તવ ૧૧. દુષ્કસ્તવ ૧૨. કૌશલસ્તવ ૧૩. આનુણ્યસ્ત છેલ્લાં બે પદ્યો વંશસ્થ છંદમાં અને બાકીનાં બધાં અનુષ્ટ્રપમાં છે. આખા સ્તોત્રનું સંસ્કૃત તદ્દન સરલ, પ્રસન્ન અને નિરાબર શેલીવાળું છે. સ્તુતિકાર માટે એટલી નાનકડીશી સ્તુતિમાં બુદ્ધના આધ્યાત્મિક જીવનની શરૂઆતથી તેની પૂર્ણતા સુધીનું સંક્ષિપ્ત કિંતુ પરિપૂર્ણ ચિત્ર એટલી બધી સાદગી, સચ્ચાઈ ને ભાવવાહિતાથી ખેંચ્યું છે કે તે સ્તોત્ર વાંચનાર અને વિચારનાર ક્ષણભર ભૌતિક જગતની ઉપાધિઓ ભૂલી જાય છે. સ્તુતિ-સ્તંત્રનું પ્રવાહબદ્ધ અને અખંડ વહેણ તે ઓછામાં ઓછું ઋગવેદના સમયથી ભારતમાં આજ લગી વહેતું આવ્યું છે, પણ માતૃચેટનું પ્રસ્તુત સ્તોત્ર તેના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન સ્તોત્રથી કેટલાક અંશમાં જાદું પડે છે, જે આપણું ખાસ ધ્યાન ખેંચે છે. વેદનાં પ્રાચ્ય સૂતો સૂર્ય, ચન્દ્ર, ઉષા આદિ પ્રકૃતિગત અંશોને જ દિવ્યતા અપી તેમ જ ઈન્દ્ર, વરણું આદિ પ્રસિદ્ધ પૌરાણિક દેવ-દેવીઓની ઓજસ્વિની કિતુ તત્કાલીન કાંઈક અગમ્ય ભાષામાં ભાવ અને જીવનભરી સ્તુતિઓ કરે છે, પણ તે સૂક્તો ભાગ્યે જ કઈ અતિહાસિક વ્યક્તિને સ્તવે છે. આગળ જતાં સ્તુતિનો પ્રવાહ બીજી દિશામાં પણ વહે શરૂ થાય છે. બૌદ્ધ પ્રાચીન પિટકામાં અને જૈન આગમાં સ્તુતિએ સંસ્કૃત ભાષાનું કલેવર છોડી પ્રાકૃત ભાષાને આશ્રય લે છે અને સાથે જ તે કાલ્પનિક તેમ જ પૌરાણિક દેવ-દેવીઓને પ્રદેશ છોડી અતિહાસિક વ્યક્તિને વિષય સ્વીકારે છે. પાલિ સુરો બુદ્ધને સ્તવે છે, જ્યારે જૈન સુત્ત મહાવીરને સ્તવે છે. ભાષા અને વિષયભેદ ઉપરાંત આ પાલિ– પ્રાકૃત સ્તુતિઓનું બીજું પણ એક ખાસ લક્ષણ છે અને તે એ કે એ Page #678 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અદ્ધિશતક [૬૪૩ સ્તુતિઓ તદ્દન સાધારણ બુદ્ધિવાળા માણસથી પણ સમજાય તેવી સહેલી અને નિરાડમ્બર શેલીમાં મળી આવે છે. માતૃચેટના ઉત્તરવર્તી બ્રાહ્મણુપરંપરાના કવિઓ વૈદિક શૈલીમાં સ્તુતિઓ રચે છે. કાલિદાસ જેવા મહાકવિઓ કવિત્વસુલભ કલ્પનાઓ દ્વારા સુપ્રસન્ન અને હૃદયંગમ શબ્દબંધમાં ઈષ્ટદેવને સ્તવે છે, તે બાણુ–મયૂર આદિ સ્તુતિકારે વ્યાકરણ અને અલંકારશાસ્ત્રન. ભારથી લચી જતી એવી શબ્દાર્ડબરી શૈલીમાં સ્તુતિઓ રચે છે, પણ આ બધા જ કવિઓનું સામાન્ય લક્ષણ એ છે કે તેઓ પિતાના વૈદિક પૂર્વજોના ચાલેલ ચીલે ચાલી પ્રકૃતિગત તેમ જ પૌરાણિક દેવદેવીઓની જ મુખ્યપણે સ્તુતિઓ રચે છે. એમાંથી કોઈની સરસ્વતી ભાગ્યે જ અતિહાસિક વ્યક્તિને સ્તવે છે. તેથી ઊલટું, માતૃચેટના ઉત્તરવતી બૌદ્ધ ને જૈન સ્તુતિકારે પિતાના પૂર્વજોને માર્ગે જ વિચરી બુદ્ધ-મહાવીર જેવા ઐતિહાસિક કે પૌરાણિક પણ મનુષ્યની સ્તુતિઓ રચે છે. તેઓ પોતાના પૂર્વજોની અકૃત્રિમ શૈલી છડી મોટે ભાગે શબ્દ અને અલંકારના આડંબરમાં કવિત્વસુલભ કલ્પનાઓને વણે છે. એટલું જ નહિ, પણ તેઓ અતિહાસિક માનવજીવનનું ચિત્ર સ્તુતિ દ્વારા રજૂ કરવા પ્રવૃત્ત થયા હોવા છતાં તેમાં એવાં અનેક તોની સેળભેળ કરે છે કે જેથી તે સ્તુત્ય વ્યક્તિનું જીવન શુદ્ધ માનવજીવન ન રહેતાં અર્ધ દૈવીજીવન કે અર્ધ કાલ્પનિક જીવન ભાસવા લાગે છે. પછીના બૌદ્ધ કે જૈન દરેક રસ્તુતિકારે મોટાભાગે પિતાના ઈષ્ટદેવને સ્તવતાં અનેક દેવી ચમત્કારે અને માનવજીવનને અસુલભ એવી અનેક અતિશયતાઓ વર્ણવી છે. વધારામાં એ સ્તુતિઓ શુદ્ધ વર્ણનાત્મક ન રહેતાં બહુધા ખંડનાત્મક પણ બની ગઈ છે—જાણે પિતાને અમાન્ય એવા સંપ્રદાયના ઈષ્ટદેવે ઉપર કટાક્ષ-ક્ષેપ કર્યા સિવાય પિતાના ઈષ્ટદેવની સ્તુતિ જ કરવા તેઓ અસમર્થ બની ગયા હોય! મોટેભાગે દરેક સંપ્રદાયની સ્તુતિનું સ્વરૂપ એવું બની ગયું છે કે તેને પાઠ તે સંપ્રદાયના શ્રદ્ધાળુ ભક્ત સિવાય બીજામાં ભાગ્યે જ ભક્તિ જગાડી શકે. આવી વસ્તુસ્થિતિ છતાં માતચેટનું પ્રસ્તુત ઑત્ર બ્રાહ્મણ અને શ્રમણ કવિઓની એ અતિશયતાઓથી સર્વથા મુક્ત રહ્યું છે. એમાં માતૃચેટે બુદ્ધના આધ્યાત્મિક જીવનને કવિસુલભ કલ્પના દ્વારા સરલ અને શિષ્ટ લૌકિક સંસ્કૃતમાં સ્તવ્યું છે, પણ એણે તેમાં દૈવી ચમત્કારે કે વિકસિત માનવતા સાથે જરા પણ અસંગત દેખાય એવી અતિશયતાઓને આશ્રય લીધો જ નથી. તે સ્વમાન્ય તથાગતને સ્તવે છે, પણ ક્યાંય અન્ય સંપ્રદાયસંમત દેવ કે પુરૂષો ઉપર એક પણ કટાક્ષ નથી કરતે. ગમે તેવા વિધી સંપ્રદાયના અનુયાયીને Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪] દર્શન અને ચિંતન પણ માતૃચેટની આ સ્તુતિને પાઠ તેને વિશે અણગમો ઉત્પન્ન નથી જ કરતે. આ શૈલી દ્વારા જાણે માતૃચેટ એવું તત્વ સ્થાપિત કર્યું લાગે છે કે કોઈ પણ. ભક્ત કે સ્તુતિકાર પિતાના ઈષ્ટદેવની ભક્તિ કે સ્તુતિ બીજા કોઈના દોષ જોયા સિવાય અને દેવી કે અસ્વાભાવિક ચમત્કારનો આશ્રય લીધા વિના પણ કરી શકે છે. - અહીં ઈ-સિંગના ઉપર આપેલ એ કથન વિશે વિચાર કરે ઘટે છે કે માતૃચેટની સ્તુતિઓના ઘણા વ્યાખ્યાકાર અને અનુકરણકાર થયા છે. આજે આપણી સામે માતૃચેટનું સમકાલીન કે ત્યાર પછીનું સંપૂર્ણ ભારતીય વાડમય નથી કે જેથી ઈ–સિંગના એ કથનની અક્ષરશઃ પરીક્ષા કરી શકાય. તેમ. છતાં જે કાંઈ વાડ્મયની અસ્તવ્યસ્ત અને અધૂરી જાણે છે, તે ઉપરથી એ તે નિઃશંક કહી શકાય છે કે ઈ-સિંગનું એ કથન નિરાધાર કે માત્ર પ્રશંસા પૂરતું નથી. માતૃચેટની બે પૈકી પહેલી સ્તુતિ “ચતુશતકછે. નાગાર્જુનની . મધ્યમકકારિકા’ ૪૦૦ શ્લોકપ્રમાણ છે. નાગાર્જુનના શિષ્ય આર્યદેવનું ચતુઃશતક પણ તેટલા જ શ્લોકપ્રમાણ છે. બને ગુરુ-શિષ્ય માતૃચેટના સમીપ ઉત્તરવર્તી છે અને બૌદ્ધ શુન્યવાદી વિદ્વાનો છે. તેથી એમ કહેવાનું મન થઈ જાય છે કે કદાચ નાગાર્જુન અને આર્યદેવે માતૃચેટના “ચતુ શતક” નું અનુકરણ કરી પોતપોતાનાં અંતઃશતપ્રમાણે પ્રકરણ લખ્યાં. આ પ્રકરણે ઈ–સિંગ પહેલાં રચાયેલ હોઈ તેના ધ્યાનમાં હતાં જ અને તેનું ચીની ભાષાન્તર પણ છે જ. ઇ–ત્રિસંગે ચતુ શતકના અનુકરણની વાત કહી છે તે સાધાર લાગે છે. જૈન આચાર્ય હરિભદ્ર પ્રાકૃતમાં વીસ વીશીઓ રચી છે, જે ચાર શ્લેક પ્રમાણ થાય છે. જોકે હરિભદ્ર ઈ-સિંગના ઉત્તરવત હોઈએ વિંશિકાઓ ઈ-સિંગની જાણમાં ન હોઈ શકે, છતાં એટલું તો ભારતીય વિદ્વાનોની અનુકરણપરંપરા ઉપરથી કહી શકાય કે કદાચ હરિભદ્રની એ રચનામાં પણ માતૃચેટના ચતુ શતકની, સાક્ષાત નહિ તે પારસ્પરિક પ્રેરણું હોઈ શકે. માતૃ-- ચેટનું બીજું સ્તોત્ર અધ્યદ્ધશતક છે. એનું અનુકરણ તે દિદ્ભાગે કર્યું જ છે; અને દિનાગની એ અનુકૃતિ ટિબેટન ભાષામાં મળે છે. ઈ-સિંગ પહેલાં એ રચાયેલ હોઈ તેની જાણ ઈ-સિંગને હતી જ. દિદ્ભાગનું સ્થાન ભારતમાં અને ચીનમાં તે કાળે અતિગૌરવપૂર્ણ હતું. દિક્લાગ સિવાય બીજા બૌદ્ધ વિદ્વાનોએ પણ અધ્યદ્ધશતકનાં અનુકરણ કર્યા હોય એવો સંભવ છે, કેમ કે અસંગ અને વસુબધુ જેવા અસાધારણ વિદ્વાને પણ માતૃચેટના પ્રશંસક હતા. આગળ વધારે શોધને પરિણામે એવાં અનુકરણો મળી આવે તો નવાઈ નહિ. એ ઉપરાંત , પ્રતિકાર ઉપર પણ ધ્યદ્ધિશતકની સાક્ષાત્ કે Page #680 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અદ્ધિશતક [૬૪૫ વંશાનુવંશગત છાયા પડી હોય તે વધારે સંભવ લાગે છે. સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર દિદ્ભાગના બહુ સમીપવતી છે. તેમણે દિલ્તાગના “ન્યાયમુખનું અનુકરણ કરી “ન્યાયાવતારર છે એમ માનવાને આધાર છે. તેમણે દિન્નાગની અન્ય કૃતિઓની સાથે દિનાગનું અધ્યદ્ધશતક અને તેના જ મૂળ આદર્શરૂપ માતૃચેટનું અધ્યદ્ધશતક જોયું હોય એ વધારે સંભવ છે. જે એ સંભવ સાચે હોય તે એમ માનવું નિરાધાર નથી કે સિદ્ધસેને ચેલ પાંચ સળંગ બત્રીસ-બત્રીસ લેકની બત્રીશીઓ, જેનું કુલ પ્રમાણુ અધ્યદ્ધશતકના એક પન લેક કરતાં માત્ર સાત જ શ્લોક વધારે થાય છે, તેમાં પણ માતૃચેટના પગલે ચાલવાનો પ્રયત્ન છે. સિદ્ધસેન પછી થનાર અને મોટે ભાગે સિદ્ધસેનની સ્તુતિઓનું જ પિતાની ઢબે અનુકરણ કરનાર સ્વામી સમન્તભદ્રના “સ્વયમ્ભસ્તોત્રની સ્મૃતિ પણ આ સ્થળે અસ્થાને નથી, કેમ કે એ સુલિષ્ટ તેત્રમાં પણ અધ્ય શતક કરતાં માત્ર દસ જ ક ઓછા છે, અર્થાત તેની શ્લોકસંખ્યા ૧૪૩ છે. હું ઉપર જણાવી ગયો છું કે પચાસથી થોડા ઓછા કે થડા વધારે શ્લેકે હોય તે પણ તે શતાઈ શાસ્ત્રીય રીતે કહેવાય છે. એટલે, કહેવું હોય તો, એમ કહી શકાય કે સિદ્ધસેનના ૧૬૦ અને સમંતભરના ૧૪૩ શ્લોકે એ અધ્યદ્ધશતકના ૧૫૩ શ્લોકોની બહુ નજીક છે. આ સિવાય સિદ્ધસેનની સ્તુતિઓમાં કઈ કઈ ખાસ એવા શબ્દો અને ભાવો છે કે જે ઉપરથી એમ માનવાને કારણે મળે છે કે કદાચ સિદ્ધસેને એ શબ્દો કે ભાવ માતૃચેટ અગર તેના અનુકર્તાઓની સામે જ પ્રકટ કર્યો હોય, જે વિશે આગળ વુિં વિચારીશું. સિદ્ધસેન અને સમન્તભદ્ર કરતાં પણ આચાર્ય હેમચન્દ્ર આ સ્થળે વિશેષ સ્મરણીય છે. જોકે આચાર્ય હેમચન્દ્ર તે ઈ-સિંગ પછી લગભગ પાંચ શતાબ્દી બાદ થયા છે, છતાં એમનું માત્ર “વીતરાગસ્તેત્ર” પણ જ્યારે અર્ધશતક સાથે સરખાવીએ છીએ ત્યારે ઈ–સિંગના અનુકરણવિષયક કથન વિશે જરા પણ સંદેહ રહેતો નથી. વીતરાગસ્તોત્ર'ના સ્લે કે ૧૮૭ છે. એટલે તે સંખ્યાની દૃષ્ટિએ અધ્યદ્ધશતકથી બહુ દૂર છે. અધ્યદ્ધશતકના તેર વિભાગે છે, જ્યારે વીતરાગસ્તોત્રના વીશ. પણ હેમચંદ્ર “વીતરાગસ્તોત્રમ્ કુમારપાલ ભૂપાલને ઉદ્દેશી લખ્યું છે. માતૃચેટને કનિષ્ક સાથે સંબંધ જોતાં એમ થઈ આવે છે કે શું માતૃચેટે પણ સમ્રાટ કનિષ્કને ઉદેશી અધ્યપદ્ધશતક જેવાં સ્તોત્રો રચાં ન હોય ? હેમચંદ્ર કુમારપાલ પાસે શિકાર છોડાવ્યો અને વન્ય પ્રાણુઓને તેને હાથે અભયદાન દેવડાવ્યું એ અમારિઘોષણાની વાત ઈતિહાસવિદિત છે. માચૅટે સમ્રાટ કનિષ્કને લખેલા પત્રમાં Page #681 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન પણ છેવટે વન્ય પ્રાણીઓને અભયદાન દેવાની અને શિકાર છેડવાની વિનંતી છે. આ સાદસ્ય ભલે એકબીજાના પ્રસ્થાનુકરણરૂપે ન હોય, તેય એમાં ધાર્મિક પરંપરાની સમાનતાનો પડે સ્પષ્ટ છે જ. ગમે તેમ હોય, પણ અધ્યદ્ધશતક અને વીતરાગસ્તોત્ર એ બન્નેને પુનઃ પુનઃ પાઠ કરતાં મન ઉપર એવી છાપ તો પડે જ છે કે, હોય ન હોય પણ, હેમચંદ્ર સામે અદ્ધશતક કે બીજાં તેવાં જ સ્તોત્રો અવશ્ય હતાં. હેમચંદ્રનું બહુશ્રુતત્વ અને સર્વતોમુખી અવેલેકન અને તેને ગ્રન્થસંગ્રહરસ જોતાં એ કલ્પના સાવ નિમૂળ ભાગ્યે જ કહી શકાય. બીજા કેઈની સ્તુતિ કરતાં હેમચંદ્રના વીતરાગસ્તોત્ર સાથે અધ્યદ્ધશતકનો કેટલે વધારે બિંબ–પ્રતિબિંબભાવ છે એ જાણવું બહુ રસપ્રદ હોઈ તેની ટૂંકમાં સરખામણી કરવી અનેક દષ્ટિએ ઉપયોગી છે. માટે બીજા કોઈમાં દોષનું અસ્તિત્વ બતાવ્યા સિવાય જ બુદ્ધને સ્તવતાં કહ્યું છે કે, જેનામાં કોઈ પણ દેશ છે જ નહિ અને જેનામાં સમગ્ર ગુણો જ છે તેને જ શરણે જવું, તેની જ સ્તુતિ કરવી, તેની જ ઉપાસના કરવી અને તેની જ આજ્ઞામાં રહેવું વાજબી છે—જે બુદ્ધિ હોય તો. આ જ ભાવ હેમચંદ્ર સહેજ શૈલીભેદે વર્ણવ્યો છે. બીજામાં સંપૂર્ણ દે છે, જ્યારે તમ વીતરાગમાં બધા ગુણો જ છે. નાથ તરીકે તારે આશ્રય લઈએ છીએ, તને જ સ્તવીએ છીએ, તારી જ ઉપાસના કરીએ છીએ, તારા સિવાય અન્ય કોઈ ત્રાતા નથી." માતચેટ બુદ્ધ વિશે કહે છે કે આ બુદ્ધને દોષ અને એના બીજસંસ્કારે કશું જ નથી. વળી હે સુગત, તેં દોષ ઉપર એવો સખત પ્રહાર કર્યો છે કે જેથી તે પિતાના ચિત્તમાં દોષના સંસ્કારને પણું બાકી રહેવા દીધા નથી. ४. अध्य.-सर्वदा सर्वथा सर्वे यस्य दोषा न सन्ति ह। सर्वे सर्वाभिसारेण यत्र चावस्थिता गुणाः ॥1॥ तमेव शरणे गन्तु तं स्तोतुं तमुपासितुम । तस्यैव शासने स्थातुं न्याय्यं यद्यस्ति चेतना ।। २ ॥ ૫. વીત–સર્વે સર્વાનના જેવું રોષાઇ પુનર્ગળઃ || ૧૧, ૮. त्वां प्रपद्यामहे नाथ त्वां स्तुमस्त्वामुपास्महे । त्वत्तो हि न परस्त्राता किमु ब्रूमः किमु कुर्महे ।। ६, ५॥ ૬. ગષ્ય-સવારના તે ઢોષ ન સચેવાય તાચિનઃ રૂ तथा सर्वाभिसारेण दोषेषु प्रहृतं त्वया । यथैषामात्मसन्ताने वासनापि न शेषिता ॥ ३१॥ Page #682 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યશતક [૧૪૭ આ જ વસ્તુને હેમચંદ્ર ટૂંકમાં વર્ણવે છે કે વીતરાગે સપૂર્ણ કલેશવૃક્ષોને નિમૂળ ઉખાડી નાખ્યાં છે. માતચેટે મનુષ્યજન્મની અતિદુર્લભતા સૂચવી ક્ષણભંગુર સરસ્વતી-વાફશક્તિ-ને બુદ્ધની સ્તુતિમાં જ સફળ કરી લેવાની ભાવનાથી કહ્યું છે કે મહાન સમુદ્રમાં છૂટી ફેંકાયેલ ઘૂંસરીના કાણામાં કાચબાની ડોકનું આપમેળે આવી જવું અતિદુર્લભ છે. તેવો જ અતિદુર્લભ સદ્ધર્મના સંભવવાળે મનુષ્યજન્મ પામી હું ક્ષણિક અને ગમે ત્યારે સવિઘ બની જનાર સરસ્વતીને શા માટે સફળ ન કરું? ૮ આ જ ભાવ હેમચંદ્ર અતિટૂંકમાં વીતરાગને સ્તવતાં વર્ણવે છે કે, વીતરાગ વિશે તેત્ર રચી હું સરસ્વતીને પવિત્ર કરીશ. સંસારકાન્તારમાં જન્મધારીઓના જન્મનું ફળ તે તેની સ્તુતિ જ છે. માતૃચેટ બુદ્ધને ઉદ્દેશી કહે છે કે તું કેઈની પ્રેરણા વિના જ સ્વયમેવ સાધુ છે, તું નિઃસ્વાર્થ વાત્સલ્યવાળો છે, તે અપરિચિતને પણ સખા છે અને તું અસંબંધીઓનો પણ બંધુ છે. ૧૦ હેમચંદ્ર શબ્દશઃ એ જ વસ્તુ વીતરાગ વિશે કહે છે: તું વગર બેલાબે પણ સહાયક છે, તું નિષ્કારણ વત્સલ છે, તું વગર પ્રાર્થનાએ પણ સાધુ છે અને તું સંબંધ વિના પણ સૌને બંધ છે. જાતકોમાં બુદ્દે અનેક વાર પિતાના શરીરને ભોગે પણ હિંસોના મુખમાંથી પ્રાણુઓ છોડાવ્યાની જે વાત છે તેનો સંકેત કરી માતચેટે રતવ્યું ૭. રીત – ચેનો ભૂથનત સમૂત્રા: રિદ્રિા ૧, ૨, . ૮. ગષ્ય –ોડ કાર મનુષ્યને સમમોત્સવ . महार्णवयुगच्छिद्कूर्मग्रीवापणोपमम् ॥५॥ अनिन्याताव्यनुसृतां कर्मच्छिद्रससंशयाम् । आतसारां करिष्यामि कथं नैनां सरस्वतीम् ॥ ६॥ ४. वीत.-तत्र स्तोत्रेण कुर्या च पवित्रां स्वां सरस्वतीम् । હરે મિત્રવત્તા જિની નમનઃ જન્મ || ૧, ૬ ૧૦. – વ્યાપારિતપુર તામારા असस्तुतस सश्च त्वं त्वमसम्बन्धवान्धवः ॥ ११॥ ૧૧. વીસ–ગનrદૂતરાય, માત્સ: . अनभ्यर्थितसाधुस्त्वं त्वमसम्बन्धमान्धवः ॥ १३, १॥ Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ ] દર્શન અને ચિંતન છે કે, હે સાધા ! તે પેાતાનું માંસ પણ આપ્યું છે તે અન્ય વસ્તુની વાત જ શી ? તે તે। પ્રાણેાથી પણ પ્રણયીના સત્કાર કર્યાં છે. તે હિન્નો દ્વારા આક્રાન્ત પ્રાણીઓનાં શરીરા પાતાના શરીરથી અને તેમના પ્રાણા પેાતાના પ્રાણથી ખરીદી બચાવી લીધાં છે.૧૨ બુદ્ધના પ્રાણા'ની કરાયેલ સ્તુતિને જ પરિહાસ કરી હેમચંદ્ર ષ્ટિદેવને તવે છે. તેણે એક સ્થળે મહાવીરને તવતાં કહ્યું છે કે સ્વમાંશ્વરાનેન ત્રુથા વાજી: (પ્રવેશય્યયચ્છેદ્વાત્રિંશિયા જો૦૬); જ્યારે એ જ પરિહાસ તેણે વીતરાગોત્રમાં બીજી રીતે મૂકયો છે, જે સ્પષ્ટ બૌદ્ધ જાતકકથા સામે છે; જેમ કે, હે નાથ ! પોતાના દેહના દાનથી પણ બીજાઓએ જે સુકૃત ઉપાર્જ્ડ નથી તે સુકૃત તે ઉદ્દાસીન એવા તારા પદાસન નીચે આવી પડતું. ૧૩ હેમચંદ્રે કરેલ આ પરિહાસ જૈન પરંપરામાં સિદ્ધસેન દિવાકર જેટલા તો જૂનો છે જ. દિવાકરે પણ મહાવીરને-સ્વમાંસદાનથી પરપ્રાણીની રક્ષા કરનારને–યાપાત્ર કહ્યા છે. જેમ કે, कृपां वहन्तः कृपणेषु जन्तुषु स्वांसदानेष्वपि मुक्तचेतसः । त्वदीयमप्राप्य कृतार्थ ! कौशलं स्वतः कृगं संजनयन्त्यमेधसः ॥ --દ્વાત્રિંશિકા ૧-૬ માતૃચેટે નિઃસ્પૃહતા–પ્રક દ્વારા યુદ્ધની ચિત્તશુદ્ધિ સ્તવતાં કહ્યું છે કે ગુણામાં પણ તારી અસકિત ન હતી, ગુણીએ ઉપર પણ રાગ ન હતા. તારા સુપ્રસન્ન ચિત્તની પરિશુદ્ધિ આશ્રયજનક છે.૧૪ હેમચંદ્ર પણ બીજા શબ્દોમાં એમ જ સ્તવે છેઃ તું જ્યારે સુખ-દુઃખ કે સંસાર–મેાક્ષ બન્નેમાં ઉદાસીન છે ત્યારે તારામાં વૈરાગ્ય સિદ્ધુ જ છે, એટલે તું સત્ર જ વિરક્ત છે. ૧૫ ૧૨. ૨૦-સામ્યવિ જ્ઞાનિ વતુચેષુ ા થા । પ્રાગૈરપિ થયા સાધો! માનિતઃ પ્રમથી નનઃ || ૧૨ || વૈઃ શરીરે શરીરનિ પ્રાગૈ: પ્રા; શરીરિનામ્ । जिघांसुभिरुपात्तानां क्रीतानि शतशस्त्वया ॥ १३ ॥ ૧૩. ચીત-ચંદ્દેદુસ્થાપિ તનૈન મુક્ત નાનિત પરઃ । उदासीनस्य तच्चाथ पादपीठे तवालुठत् ॥ ११, ५ ॥ ૧૪. અધ્ય॰ —મુળવિ ન સંગોમૂત તૃષ્ણા ન મુળવવવિધ अहो ते सुप्रसन्नस्य सत्त्वस्य परिशुद्धता ॥ ४९ ॥ ૧૫. વૌત॰--સુલે કુલે મટે મોક્ષે ચૌલીન્થમીશિષે तदा वैराग्यमेवेति कुत्र नासि विरागवान् ॥ १२, ६ ॥ Page #684 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્ધશતક [ ૬૪૯ માતચેટ બુદ્ધના દેહરૂપને સ્તવતાં કહે છે કે ઉપશાન્ત અને કાન્ત, દીપ્તિવાળું અને છતાં આંજી ન નાખે તેવું, બળશાળી અને છતાં ત્રાસ ન - આપે તેવું તારું રૂપ કોને ન આકર્ષે ૧૬ હેમચંદે પણ એ જ ભાવ બીજા શબ્દોમાં સ્તવ્ય છે: હે પ્રભુ! પ્રિયંગુ, સ્ફટિક, સ્વર્ણ આદિ જેવા જુદા જુદા વર્ણના તમારા વગરધયે પણ પવિત્ર દેહે કોને આકર્ષતા નથી ? ૧૭. માતૃચેટ બુદ્ધની કરુણા રતવતાં કહે છે કે હે નાથ, પોપકારમાં એકાન્તપણે ભગ્ન અને પિતાના આશ્રય–બુદ્ધ-કલેવર પ્રત્યે અત્યંત નિષ્ફર એવી કરુણાવિહીન કરુણ ફક્ત તારામાં હતી.૧૮ | હેમચંદ્ર પણ વીતરાગના વિલક્ષણ ચરિત્રને એ જ રીતે સ્તવે છે: હે નાથ! તે પિતાના હિંસકે ઉપર પણ ઉપકાર કર્યા છે અને સ્વાશ્રિતની પણ ઉપેક્ષા કરી છે. તારું ચરિત્ર સહજ રીતે જ આવું વિચિત્ર હોય ત્યાં આપને અવકાશ જ ક્યાં છે? ૧૯ માતચેટ બુદ્ધનું શાસન અવગણનાર વિશે જે કહ્યું છે તે જ હેમચંદ્ર બીજી ભંગીમાં વધારે ભારપૂર્વક વીતરાગનું શાસન અવગણનાર વિશે કહ્યું છે: હે મુનિશ્રેષ્ઠ ! આ પ્રકારના કલ્યાણયુક્ત તારા શાસનને જે અનાદર કરે તે કરતાં બીજું વધારે ભૂંડું શું ? ૨૦ હે વીતરાગ ! જે અજ્ઞાનીઓએ તારું શાસન નથી અપનાવ્યું, તેઓના હાથમાંથી ચિન્તામણિ રત્ન જ સરી ગયું છે અને તેઓએ પ્રાપ્ત અમૃતને નિષ્ફળ કર્યું છે. ૨૧ - ૧૬. અa૦–૩વશાન્ત જ શાન્ત વીપ્તમતિઘાતિ निभूतं चोजित चेदं रूपं कमिव नाक्षिपेत् ।। ५२ ॥ ૧૭. રીત --શિયાટિયરવ–પમાનમઃ | - પ્રમો તવાપીતશુવિઃ યઃ કમિવ નાક્ષિત ૨, ૧ | ૧૮. સચ્ચ૦-પરાર્થે વાતચાળ વામ દતાત્રયનિgL. ઘેર વહે નાથ હળTS# Sમવત્ | ૪ | ૧૯. વિતષિા મધુરતા સાબિતા અણુપેક્ષિતા इदं चित्रं चरित्रं ते, के वा पर्यनुयुञ्जताम् ॥ १४, ६॥ २०. अध्य०-एवं कल्याणकलितं तवेदमृषिपुङ्गव । शासनं नाद्रियन्ते यत् किं वैशसतरं ततः ॥ ११ ॥ ૨૧. વીતિયુતિનિઃ તેવા શ્વા સુધા મુધા | यैस्ते शासनसर्वस्वमज्ञानै त्मसास्कृतम् ॥ १५, ३ ॥ Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ ] દર્શન અને ચિંતન માતૃચેટ વિરાધાભાસ દ્વારા બુદ્ધની પ્રભુતા બુદ્ધના જીવનમાંથી જ તારવી સ્તવે છે કે, હે નાથ ! તેં પ્રભુ-સ્વામી છતાં વિનેય—શિષ્ય-વાત્સલ્યથી સેવા કરી, વિક્ષેપે સહ્યા; એટલું જ નહિ, પણ વેશ અને ભાષાનું પરિવર્તન સુધ્ધાં કર્યું. ખરી રીતે, હે નાથ ! તારા પોતામાં પ્રભુપણું પણ હમેશાં નથી હતું. તેથી જ તા બધાએ તને પેાતાના સ્વામાં સેવકની માફક પ્રેરે છે.૨૨ હેમચંદ્ર પણ વિરાધાભાસથી છતાં ખીજી રીતે જૈન દૃષ્ટિ પ્રમાણે પ્રભુત્વ વર્ણવે છે: હે નાથ ! તે બીજા પ્રભુની માફક કાઈ ને કાંઈ આપ્યુ નથી તેમ જ ખીજા પ્રભુએની માફક કાઈની પાસેથી કાંઇ લીધું નથી; અને છતાંય તારામાં પ્રભુત્વ છે. ખરેખર, કુશળની કળા અનિવચનીય જ હોય છે.૨૩ મુદ્દે કાઈ પણ સ્થિતિમાં કલ્યાણકારી સ્વપ્રતિપદાનુ–મધ્યમપ્રતિપદાનુ લંધન નથી કર્યું... એ ગુણની સ્તુતિ માતૃચેટે જેવી શબ્દરચના ને ભંગીને અવલખી કરી છે તેવી જ શબ્દરચના અને ભગીને વધારે પલ્લવિત કરી તેમાં હેમ અતિ ઉદાત્ત ભાવ ગોઠવ્યા છે : જ્યાં ત્યાં અને જે તે રીતે, જેણે કણે, ભલે તને પ્રેર્યાં હાય— તારાથી કામ લીધું હોય, છતાં તું તે પોતાના કલ્યાણમાંનુ કદી ઉલ્લંધન કરતા નથી.૨૪ જે તે સમ્પ્રદાયમાં, જે તે નામથી અને જે તે પ્રકારે તુ જે હા તે હા, પણ જો તુ નિર્દોષ છે તે! એ બધા રૂપમાં, હે ભગવન્ ! છેવટે તું એક રૂપ જ છે. વાસ્તે તને~~વીતરાગને નમસ્કાર હા.૨૫ ૨૨. અ૨૦—પ્રાપ્તા લેવા ધૃતા સેવા शभाषान्तरं कृतम् नाथ वैनेयवात्सल्यात् प्रभुणापि सता त्वया ॥। ११६ प्रभुत्वमपि ते नाथ सदा नात्मनि विद्यते । कव्य इव सर्वैर्हि स्वैरं स्वार्थे नियुज्यसे ॥ ११७ ॥ ૨૩. વીત॰—ત્ત ન રુચિષ્ઠમૈત્રિત્રાત્ત' નિવિદ્યુતથન | प्रभुत्वं ते तथाप्येतत्कला कापि विपश्चिताम् ॥ ११, ४ ॥ ૨૪. અન્ય— - येन केनचिदेवं त्वं यत्र तत्र यथा तथा । चोदितः स्वां प्रतिपदं कल्याणीं नातिवर्तसे ॥ ११८ ॥ 10- यत्र यत्र समये यथा यथा योऽसि सोऽस्यभिधया यया तथा । वीतदोषकतुषः स चेद् भवानेक एवं भगवन्नमोस्तु ते ॥३१॥ -अयोगव्यवच्छेदद्वात्रिंशिका ૨૫. રીત.. Page #686 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અર્થદ્ધશતક [ ૬૫. માતચેટ બુદ્ધની ઉપકારકતા અલૌકિક રીતે સ્તવી છે કે, હે નાથ ! અપકાર કરનાર ઉપર તું જેવો ઉપકારી બન્યા છે તે ઉપકારી જગતમાં બીજે કઈ માણસ પોતાના ઉપકારી પ્રત્યે પણ નથી દેખાતે ૨૬ - આ જ વસ્તુને હેમચંદ્રની સ્ફટ વાચા 2થે છેઃ હે નાથ ! બીજાઓ ઉપકારકે પ્રત્યે પણ એટલે સ્નેહ નથી દાખવતા એટલે તમે અપકારકે પ્રત્યે પણ ધરાવો છે. ખરેખર, તમમાં બધું અલૌકિક છે. ૨૭ ' માટે બુદ્ધની દુષ્કરકારિતા વિશે કહ્યું છે કે સમાધિવજથી હાડકાં એને ચૂરેચૂરે કરનાર તે છેવટે પણ દુષ્કર કાર્ય કરવું છેવું નહિ. ૨૮ | હેમચંદ્ર એ જ ભાવ ભંગતરથી સ્તવ્ય છે: હે નાથ ! તેં પરમસમાધિમાં પિતાની જાતને એવી રીતે પરેવી કે જેથી હું સુખી છું કે નહિ, અગર. દુઃખી છું કે નહિ, તેનું તને ભાન સુધ્ધાં ન રહ્યું. ૨૯ માતૃચેટે બુદ્ધના બધા જ બાહ્ય-આભ્યન્તર ગુણેની અભૂતતા જે શબ્દ અને શૈલીમાં સ્તવી છે લગભગ તે જ શબ્દ અને શૈલીમાં હેમચંદ્ર પણ વીતરાગને અબ્રુતતાના સ્વામી તરીકે સ્તવ્યા છે : દશા, વર્તન, રૂપ અને ગુણો એ બધું આશ્ચર્યકારી છે, કેમ કે બુદ્ધની એક પણ બાબત અનભુત નથી.” અધ્ય૦ ૧૪૭ હે ભગવન! તારે પ્રશમ, રૂપ, સર્વભૂતદયા એ બધું આશ્ચર્યકારી છે, તેથી સંપૂર્ણ આશ્ચર્યના નિધીશ તને નમસ્કાર છે.? २१. अध्य०-नोपकारपरेऽप्येवमुपकारपरो जनः । ___अपकारपरेऽपि त्वमुपकारपरो यथा ॥ ११९ ॥ २७. वीत.-तथा परे न रज्यन्त उपकारपरे परे । यथाऽपकारिणि भवानहो सत्रमलौकिकम् ॥१४, ५॥ ૨૮. અન્યત્વે પાધિવા તિસ્ત્રશોકથી િળાનું . - अतिदुष्करकारित्वमन्तेऽपि न विमुक्तवान् ॥ १४४ ।। ૨૯. વીત–તથા સમાધી મે યામા વિનિરિતઃ | सुखी दुःख्यस्मि नास्मीति यथा न प्रतिपन्नवान् ।। १८, ७ ॥ ૩૦. –ગો સ્થિતિ ગૃહમણોનો અr: I __ न नाम बुधर्माणामस्ति किंचिदनद्भुतम् ॥१७॥ ૩૧. રીત –– મુનો મુદં રમણ પામતા ! સર્વાભાનિધીય તુષ્ય માવતે નમઃ || ૧૦, ૮ Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ ] દર્શન અને ચિંતન માતૃચેટ બુદ્ધને વન્દન કરનારાઓને પણ વળે છેઃ હે નાથ! જેઓ પુણ્યસમુદ્ર, રત્નનિધિ, ધર્મરાશિ અને ગુણાકર એવા તને નમે છે, તેઓને નમસ્કાર કરવો એ પણ સુકૃત છે.ર, હેમચંદ્ર એ જ ભાવ માત્ર શબ્દાન્તરથી સ્તવે છે: હે નાથ ! જેઓએ તારા આજ્ઞામૃતથી પિતાની જાતને સદા સીંચી છે તેઓને નમસ્કાર, તેઓની સામે આ મારી અંજલિ અને તેઓને જ ઉપાસીએ છીએ. માતૃચેટ અને હેમચંદ્રની તેત્રગત વધારે તુલનાનો ભાર જિજ્ઞાસુઓ ઉપર મૂકી આ સરખામણને ઉપસંહાર માતૃચેટથી બહુ મેડે નહિ થયેલ કાલિદાસ અને સિદ્ધસેનનાં એકાદ બે પદ્યોની સરખામણીથી પૂરે કરું છું. માટે સ્તુતિને ઉપસંહાર કરતાં જે ભાવ પ્રગટ કર્યો છે તે જ ભાવ કાલિદાસ વિષ્ણુની સ્તુતિના ઉપસંહારમાં દેના મુખથી પ્રકટ કરે છે : હે નાથ ! તારા ગુણ અક્ષય છે, જ્યારે મારી શક્તિ ક્ષયશીલ છે. તેથી લિંબાણના ભયને લીધે વિરમું છું, નહિ કે સ્તુતિજન્ય તૃપ્તિને લીધે. –અધ્ય. ૧૫૦ હે વિષ્ણ! તારા મહિમાનું કીર્તન કરી વાણી વિરમે છે તે કાં તો શ્રમથી અને કાં તે અશક્તિથી; નહિ કે તારા ગુણની પરિમિતતાથી. -રધુ. ૧૦, ૩૨. આ સ્થળે બ્રાહ્મણ અને શ્રમણુપરંપરાની મૌલિક માન્યતાના ભેદ વિશે એક બાબત તરફ ધ્યાન જાય છે. તે એ કે બ્રાહ્મણપરંપરા કોઈ પણ દેવામાં દુષ્ટ કે શત્રુના નાશને સાધુ–પરિત્રાણ જેવા જ ગુણ તરીકે સ્તવે છે, જ્યારે બૌદ્ધ ને જૈન પરંપરા મિત્ર કે શત્રુ, સાધુ કે દુષ્ટ બને ઉપર સમાનભાવે કરણ વર્ષાવવી એને જ પ્રકૃષ્ટ માનવીય ગુણ માને છે. આ માન્યતાભેદ ગમે તે બ્રાહ્મણ કવિની સ્તુતિ અને શ્રમણ કવિની સ્તુતિમાં નજરે પડવાનો જ. તેથી અહિ તેવાં ઉદાહરણ નથી તારવતે. માતૃચેટ બુદ્ધનાં વચનોને સર્વજ્ઞતાને નિશ્ચય કરનાર તરીકે સ્તવે છે, જ્યારે ૩૨. અથ–પુણો નિધિ ધn Tળાદરમ્ | ये त्वां सत्त्वा नमस्यन्ति तेभ्योपि सुकृतं नमः ॥ १४९ ॥ 33. वीत०-तेभ्यो नमो ऽञ्जलिरयं, तेषां तान् समुपास्महे । त्वच्छासनामृतरसैयरात्माऽसिच्यतान्वहम् ॥ १५, ७ ॥ Page #688 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અદ્ધિશતક [ ૬૫૩. સિદ્ધસેન પણ મહાવીરનાં વચનોને એ જ રીતે સ્તવે છે, અને વધારામાં શરીરના અતિશયને ઉમેરે છે? હે નાથ! કયા તારા ૮ષીને પણ એ પ્રકારનાં વચન સાંભળી તારે વિશે સર્વજ્ઞપણને નિશ્ચય ન થાય? ૩૪ - “હે વીર! તારું સ્વભાવથી શ્વેત રુધિરવાળું શરીર અને પરાનુકંપથી. સફળ ભાષણ આ બન્ને તારે વિશે સર્વાપણુને નિશ્ચય જેને ન કરાવે એ માણસ નહિ પણ કઈ બીજું જ પ્રાણું છે.” ૩૫ કાગળના દુર્ભિક્ષનો ભય ન હોત તે સંપૂર્ણ અદ્ધશતક નહિ તો છેવટે તેનાં કેટલાંક પદ્યો ગુજરાતી અનુવાદ સાથે લેખને અંતે આપત, પણ એ લેભ આ સ્થળે જતો કરવો પડે છે. તેમ છતાં અધ્યદ્ધશતકમાં આવતા બે મુદ્દા પર અહીં વિચાર દર્શાવવો જરૂરી છે, કેમ કે તે તુલનાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિએ સાહિત્ય તેમ જ સામ્પ્રદાયિક અધ્યયન કરવામાં ખાસ ઉપયોગી છે. પહેલે મુદ્દો મનુષ્યજન્મની દુર્લભતા સમજાવતાં દૃષ્ટાંતિ અને બીજો મુદ્દો બુદ્ધને સ્વયભૂ રૂપે નમસ્કાર કરવાને લગતો છે. માતૃચેટ પ્રારંભમાં જ મનુષ્યજન્મની દુર્લભતા સમજાવવા કહ્યું છે કે— सोऽहं प्राप्य मनुष्यत्वं, ससद्धर्ममहोत्सवम् । महार्णवयुगच्छिद्रकूर्मप्रीवार्पणोपमम् ॥ ५ ॥ આ ઉક્તિમાં જે ધૂસરાના છેદમાં કાચબાની ડોક પરવાઈ જવાને દાખલે આપી માનવજીવનની દુર્લભતા સૂચવી છે તે દાખલ બૌદ્ધ ગ્રન્થ સત્રાલંકારમાં તે છે જ, પણ આ દાખલે પાલિ મઝિમનિકોયમાં પણ છે. પરંતુ જૈન ગ્રન્થોમાં તે આનાં દશ દષ્ટાન્તો પહેલેથી જ પ્રસિદ્ધ છે. ઉત્તરાધ્યયનની નિર્યુક્તિ, ૩૭ જે પાંચમી શતાબ્દીથી અર્વાચીન નથી જ, તેમાં ૩૪. અથ૦––ાય યાકુબુચ વાકયા જોવૈવિધારિ સે. स्वयि प्रतिहतस्यापि सर्वज्ञ इति निश्चयः ।। ६८॥ ૩૫. વધુ વામાવરથમવારણિત પરાગુqraw a માષિત || न यस्य सर्वज्ञविनिश्चयस्त्वयि द्वयं करोत्येतदसौ न मानुषः ।। – રિજ ૧-૧૪ ૩૬. જુઓ,બાલપંડિત સુત્ત. ૩૭. જુઓ, ચતુરંગીયાધ્યાયન, ગાથા ૧૬૦ અને તેની “વફા” ટીકા. Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ ] દર્શન અને ચિંતન એ દશે દૃષ્ટાન્તોની યાદી છે. આ યાદી જૂની પરંપરાને સંગ્રહ માત્ર છે. એ પરંપરા કેટલી જૂની છે તે નક્કી કરવું સરલ નથી, પણ બૌદ્ધ ને જન પરંપરામાં જે આવા દાખલાઓનું સામ્ય દેખાય છે તે ઉપરથી એટલું તે નક્કી જ છે કે ઉપદેશકે અને વિદ્વાને આ દેશમાં જ્યાંત્યાં માનવજીવનની દર્લભતા સમજાવવા આવાં દૃષ્ટાન્ત યોજી કાઢતા અને તે દ્વારા સાધારણ લેકમાં આવાં દૃષ્ટાન્ત રમતાં થઈ જતાં. એકવાર કેઈએ એક દષ્ટાન્ત રચ્યું કે પછી તો તે ઉપરથી બીજાએ તેના જેવાં નવનવ દૃષ્ટાન્ત રચી કાઢતા. જૈન પરંપરામાં આજ લગી માત્ર તેવાં દશ દષ્ટાન્તો જ જાણીતાં છે, અને તેને ઉપયોગ ધાર્મિક પ્રદેશમાં બહુ થાય છે. માતૃચેટ કૂર્મગ્રીવા શબ્દ વાપરી કાચબાની ડોક સૂચવી છે, જ્યારે જૈન ગ્રન્થોમાં “સમીલા” શબ્દ વપરાયેલ છે, જેનો અર્થ છે સાંબેલું અર્થાત એક નાનકડે લાકડાને લાંબાશે ટક. યુગછિક શબ્દ બને પરંપરાઓના વાભયમાં સમાન છે. ભાવ એ છે કે મહાન સમુદ્રને એક છેડે ઘૂસણું તરતું મૂકવામાં આવે અને તદ્દન બીજે છેડે એક નાનકડો પાતળો ઠંડીકે. એ બે ક્યારેક અથડાય એ સંભવ જ પહેલાં તે ઓછે અને બહુ લાંબે કાળે તરંગોને કારણે અતિ વિશાળ સમુદ્રમાં પણ ક્યારેક ધૂંસરું અને એ લાકડું એકબીજાને અડકી જાય તોય ઘૂસરાના કાણામાં એ દંડીકાનું પરેવાવું અતિદુરસંભવ છે. છતાંય દુર્ઘટના ઘટનપટીયસી વિધિલીલા જેમ એ લાકડાને એ છેદમાં ક્યારેક પરેવી દે તેમ આ સંસારભ્રમણમાં માનવયોનિ એટલે લાંબે ગાળે અને તેટલી જ મુશ્કેલીથી સંભવે છે. માતૃચેટે કાણામાં દંડીકાને બદલે કાચબાની ડોક પરવાવાની વાત કહી છે તેને ભાવ પણ એ જ છે. બાકીનાં નવ દૃષ્ટાન્તો પણ એ જ ભાવ ઉપર ઘડાયેલાં છે. માતૃચેટે ઝુવે નમતેતુ (. ૮) શબ્દથી બુદ્ધને નમસ્કાર કર્યો છે. અહીં વિચારવાનું એ પ્રાપ્ત છે કે સ્વયંભૂ શબ્દ બ્રાહ્મણ પરંપરા અને તેમાંય ખાસ પૌરાણિક પરંપરાનો છે. તેનો અર્થ તે પરંપરામાં એવો છે કે જે વિગણના નાભિકમળમાંથી માતાપિતા સિવાય જ આપમેળે જ તે બ્રહ્મા-કમલનિજ સ્વયંભૂ. બૌદ્ધ અને જૈન પરંપરા આવી કમળમાંથી સ્વયં જન્મની કલ્પનાને માનતી જ નથી. અલબત્ત, એ બન્ને પરંપરામાં સંચલઘુ અને સમારવુ જેવા શબ્દો છે, પણ તે શબ્દોનો અર્થ આપમેળે જ્ઞાનપ્રાપ્તિ” એટલે જ છે, નહિ કે આપમેળે જનમવું તે. છેક પ્રાચીન બૌદ્ધ અને જૈન વાલ્મમાં પિતાના અભિમત તીર્થ કરે વાસ્તે તેઓએ જિન, Page #690 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિકાર માતૃચૈટ અને તેમનુ અધ્યશતક [ ૫૫ સુગત, તીથંકર, સ્વયંસખુદ્દ આદિ જેવાં વિશેષણા વાપર્યાં છે, તેમાં કચાંય બ્રાહ્મણ અને પૌરાણિક પરંપરાના અભિમત દેવા માટે તે પરપરામાં વપરાયેલ ખાસ સ્વયંભૂ, વિષ્ણુ, શિવ આદિ વિશેષણા દેખાતાં નથી. તે જ રીતે બૌદ્ધ અને જૈન પરંપરામાં પ્રસિદ્ધ એવાં જિન, સુગત, અન્ આદિ વિશેષણા બ્રાહ્મણપર’પરાના પ્રાચીન ગ્રંથામાં કયાંય દેખાતાં નથી. સામાન્ય રીતે બ્રાહ્મણુ અને શ્રમપર પરાના આ શબ્દભેદ જૂના છે. તેથી બૌદ્ધો કે જેને બ્રહ્મના વાચક સ્વયંભૂ શબ્દને યુદ્ધ કે જિનમાં ન વાપરે એ સ્વાભાવિક છે. પૌરાણિક પરંપરામાં સ્વયંભૂનું સ્થાન જાણીતું છે. પાછલા વખતમાં વિષ્ણુ અને શિવની પૂજાપ્રતિષ્ઠા વિશેષ વધી તે પહેલાં કયારેક બ્રહ્માની પ્રસિદ્ધિ અને પૂજા વિશેષ હતાં. કયારેક સ્વયંભૂ સૃષ્ટિના કર્તા દેવ તરીકે પ્રસિદ્ધ હતા અને આ લોક સ્વયંભૂ કૃત મનાતા, જેનો ઉલ્લેખ સૂત્રકૃતાંગ૩૮ જેવા પ્રાચીન ગ્રંથમાં મળે છે. ખૌદ્ધ કે જૈને જગતને કાઈનું રચેલું ન માનતા હાવાથી તેઓ સૃષ્ટિકર્તા સ્વયભૂતે ન માને અને તેથી પૌરાણિક સ્વયંભૂ શબ્દને પેાતાના અભિમત સુગત કે જિન વાસ્તે ન • વાપરે એ સ્વાભાવિક છે. તેમ છતાં તેઓએ પૌરાણિક કલ્પનાને નિમૂળ અને નિયુક્તિક સૂચવવા પોતાના દેવા વાસ્તે સ્વયં સમ્રુદ્ધ શબ્દ વાપરી એમ સૂચવતા કે આપમેળે જન્મ સંભવ નથી, પણ આપમેળે જ્ઞાન તા સભવે છે. માન્યતાની આ પરંપરાને ભેદ ચાલ્યે આવતા, છતાં કયારેક એવે સમય આવી ગયા છે કે તે વખતે બૌદ્દો અને જૈના બન્નેએ પૌરાણિક સ્વયંભૂ શબ્દને તદ્દન અપનાવી લીધા છે. આગળ જતાં જેમ શિવ, શંકર, મહાદેવ, પુરુષોત્તમ અને બ્રહ્મા આદિ અનેક વૈદિક અને પૌરાણિક શબ્દને પાતાના અભિપ્રેત અર્થમાં અપનાવી લેવાની પ્રક્રિયા જૈન અને બૌદ્ધ સ્તુતિપરંપરામાં ચાલી છે, તેમ કયારેક પહેલાના સમયમાં સ્વયંભૂ શબ્દને અપનાવી લેવાની પ્રક્રિયા પણ શરૂ થયેલી. આ શરૂઆત પહેલાં કાણે કરી તે તે અજ્ઞાત છે, પણ એટલું' તેા નક્કી છે કે એ શરૂઆત કાઈ એવા સમય અને દેશના એવા ભાગમાં થઈ છે જે વખતે અને જ્યાં સ્વયંભૂની પૂજા–પ્રતિષ્ઠા બહુ ચાલતી. માતૃચેટ ઈસ્વીસનના પહેલા સૈકાના કવિ છે. તેણે યુદ્ધ માટે સ્વયંભૂ શબ્દ વાપર્યો છે, તે ઉપર સૂચવેલ પ્રક્રિયાનું જ પરિણામ છે. હજી લગી માતૃચેટ પહેલાંના કાઈ જૈન ગ્રન્થમાં મહાવીર આદિ અન્ માટે સ્વયંભૂ શબ્દ વપરાયેલા જણાયે નથી. તેથી ઊલટું નિર્વિવાદ રીતે માતૃચેટ પછીની જૈન કૃતિઓમાં મહાવીર આદિના વિશેષણ તરીકે સ્વયંભૂ શબ્દ ૩૮, પ્રથમ શ્રુતસ્કંધ ૧, ૩, ૭ Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ દર્શન અને ચિંતન વપરાયેલો મળે છે–ખાસ કરી સ્તુતિઓમાં. માતૃચેટ પણ સ્તુતિમાં જ બુદ્ધ માટે એ શબ્દ વાપર્યો છે. માતૃચેટ પછી બીજા બૌદ્ધ સ્તુતિકારે એ શબ્દ વાપરે છે તે સ્વાભાવિક જ છે. જૈન સ્તુતિકાર સિદ્ધસેન દવાકર, જે ઈ. સ.ના પાંચમા સિકા લગભગ થયેલ છે, તેણે પિતાની બત્રીશીઓમાં મહાવીરની સ્તુતિ તરીકે જે પાંચ બત્રીશીઓ રચી છે, તેને આરંભ જ “સ્વયમ્ભવ મૂતરત્રનેત્ર' શબ્દથી થાય છે. ત્યાર બાદ તે જૈન પરંપરામાં સ્વયંભૂ શબ્દ પુરાતન સ્વયંસંબદ્ધ શબ્દના જેટલી જ પ્રતિષ્ઠા પામે છે. સ્તુતિકાર સમન્તભદ્ર પણ “ ભુવા મૂર્તિના મૃત” શબ્દથી જ સ્તોત્રની શરૂઆત કરી છે. એક વખતે બૌદ્ધ પરંપરામાં એ પણ યુગ આવ્યો છે, કે જે વખતે સ્વયંભૂચત્ય, સ્વયંભૂવિહાર અને સ્વયંભૂબુદ્ધની વિશેષ પૂજા શરૂ થઈ હતી, અને તે ઉપર સ્વયંભૂપુરાણુ જેવા તીર્થમાહામ્યગ્રંથ પણ રચાયા છે. આ પુરાણ નેપાલમાં આવેલ સ્વયંભૂત્ય અને તેના વિહાર વિશે અભુત વર્ણન આપે છે, જે બ્રાહ્મણપુરાણોને પણ વટાવી દે તેવું છે. આ બધું એટલું તે સૂચવે છે કે બ્રાહ્મણ અને પુરાણપરંપરામાં સ્વયંભૂનું જે સ્થાન હતું તેના આકર્ષણથી બૌદ્ધ અને જૈન સ્તુતિકાએ પણ સુગત, મહાવીર આદિને વિશે પિતાની ઢબે સ્વયંભૂપણને આરોપ કર્યો અને તેઓ પોતે પણ (ભલે બીજી દૃષ્ટિએ) સ્વયંભૂને માને છે એમ પુરવાર કર્યું. આ સ્થળે એ પણ સેંધવું જોઈએ કે એક સ્વયંભૂસમ્પ્રદાય હતો જેના અનુયાયી સ્વાયંભુવ કહેવાતા; પછી તે સમ્પ્રદાય કોઈ સાંખ્યોગની શાખા હોય કે પૌરાણિક પરંપરાનું કોઈ દાર્શ. નિક રૂપાન્તર હેય, એ વિશે વધારે શેધ થવી બાકી છે. * શ્રી આનન્દશંકર ધ્રુવ સ્મારક ગ્રંથમાંથી ઉદ્ધત Page #692 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાને મર્મ [૬] તથાગત બુદ્ધની ૨૫૦૦મી પરિનિર્વાણ જયંતી ઉજવાય છે અને તે ભારતમાં. બુદ્ધના સમયથી માંડી અનેક સૈકાઓ સુધી બૌદ્ધ અનુયાયીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહેલી. એમાં એવી ઓટ આવી કે આજે ભારતમાં તળપદ બૌદ્ધો ગણ્યાગાંડ્યા જ છે; પરંતુ ભારતની બહાર છતાં ભારતની ત્રણ–ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિશામાં એશિયામાં જ બૌદ્ધોની તથા બૌદ્ધ પ્રભાવવાળા ધર્મના અનુયાયીઓની સંખ્યા એટલી બધી વિશાળ છે કે જેથી દુનિયામાં તે ધર્મનું સ્થાન બહુ અગત્યનું છે. આમ છતાં ભારત બહારના કોઈ પણ બૌદ્ધ દેશમાં એ જયંતી ન ઊજવાતાં ભારતમાં જ ઊજવાય છે, અને તે પણ રાજ્ય અને પ્રજા બન્નેના સહકારથી. આજનું ભારતીય પ્રજાતંત્ર કોઈ એક ધર્મને વરેલું ન હોઈ અસામ્પ્રદાયિક છે, અને ભારતીય પ્રજા તે મુખ્યપણે બૌદ્ધ ધર્મ સિવાયના બીજા અનેક ધર્મપથમાં વહેંચાયેલી છે. એટલે સહેજે જ પ્રશ્ન થાય છે કે રાજ્ય ને પ્રજા બુદ્ધજયંતી ઊજવે છે તેનું પ્રેરક બળ શું છે? મારી દષ્ટિએ આને સાચે અને મૌલિક ઉત્તર એ છે કે બૌદ્ધ એ ધર્મ અને પંથ હોવા છતાં તેના સ્થાપકને પ્રવર્તક તથાગતમાં અસામ્પ્રદાયિક માનવતાનું તત્વ જ પ્રધાનપણે હતું. કોઈ પણ એક ધર્મપુરુષના અનુયાયીઓ. મૂળ પુરુષના મૌલિક અને સર્વગ્રાહી વિચારને સંપ્રદાય અને પંથનું રૂપ આપી દે છે. તેને લીધે તે મૂળ પુરુષ ક્રમે ક્રમે સામ્પ્રદાયિક જ લેખાય છે. પરંતુ તથાગત બહનું મૂળ કાઠું એવું છે કે તે વધારેમાં વધારે અસામ્પ્રદાયિક માનવતાની દષ્ટિ ઉપર રચાયેલું છે. એટલે બુદ્ધને એક માનવતાવાદી તરીકે જ જે જોઈ અને વિચારી શકીએ તે સામ્પ્રદાયિકતાની ભાષામાં, જયંતીની ઉજવણી વિરુદ્ધ પ્રશ્ન ઊભો થતે જ નથી. ભારત બહાર કડોની સંખ્યામાં બૌદ્ધો છે, કેટલાક દેશે તે આખા ને આખા બૌદ્ધ જ છે એ ખરું; પણ આવા વિશાળ બૌદ્ધ ધર્મના સ્થાપક અને પ્રવર્તકને જન્મ આપવાનું, તેની સાધનાને પિલવાનું અને તેના ધર્મચક્રને ૪૨. Page #693 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ દર્શન અને ચિંતન ગતિ આપવાનું સાંસ્કારિક તેમ જ આધ્યાત્મિક બળ તે ભારતનું જ છે. જે ભારતનું એ મૂળ સત્વ ન હોત તે ન થાત બુદ્ધ કે ન પ્રસરત ભારત બહાર બૌદ્ધ ધર્મ. ભારતમાં સંખ્યાબંધ ધર્મપુરુષો જન્મતા આવ્યા છે. અધ્યાત્મની પરાકાષ્ઠાએ પહોંચ્યા હોય એવા પણ પુરુષોની ખોટ ભારતે ક્યારેય અનુભવી નથી. આમ છતાં સુદૂર ભૂતકાળથી આજ સુધીને ભારતને ઈતિહાસ એટલું તે કહે જ છે કે સિદ્ધાર્થ ગૌતમે માનવતાના વિકાસમાં જેટલું અને જેવો ફાળો આપે છે તેટલે અને તે ફાળ બીજા કોઈ એક ધર્મપુરુષે દુનિયાના ઈતિહાસમાં આપ્યો નથી. જે આમ છે તે ભારત જ્યારે બુદ્ધની જયંતી ઊજવે છે ત્યારે તે કઈ એક સમ્પ્રદાય કે પંથને મહત્વ આપે છે એમ ન ભાનતાં માત્ર એટલું જ માનવું પડે છે કે ભારત પિતાને અને દુનિયાને મળેલા સર્વોચ્ચ માનવતાના વારસની જયંતી ઊજવી રહ્યું છે. આ એક તાત્ત્વિક વાત થઈ. - ભારત બહારના કોઈ પણ એક બૌદ્ધ દેશે, દાખલા તરીકે જાપાન કે ચીન જેવા વિશાળ રાષ્ટ્ર, બુદ્ધની આ જયંતી ભારત ઊજવે છે તે કરતાં પણ વધારે ‘દમામથી અને કુશળતાથી ઊજવી હોત તો શું ભારતમાં ઊજવાનાર જયંતી કરતાં એમાં વધારે ગૌરવ આવત? હું માનું છું કે એવી કોઈ ઉજમણી માત્ર માગેલ કીમતી અલંકાર જેવી બનત. જે દેશમાં બુદ્ધ જમ્યા, જ્યાં પરિવ્રાજક થઈ લેકે વચ્ચે ફર્યા અને જ્યાં તેઓ જ્ઞાન પામ્યા તેમ જ જીવનકાર્ય પૂરું કરી વિલય પામ્યા, ત્યાં તેમની જયંતીની ઉજવણું કેવી સાહજિક હોઈ શકે એ સમજવું વિચારવાનોને માટે જરાય મુશ્કેલ નથી. આ પ્રશ્નને માત્ર સામ્પ્રદાયિક કે રાજકીય દૃષ્ટિએ ન જોતાં માનવીય સંસ્કૃતિની દષ્ટિએ જોઈએ તે જ આવી ઉજવણીનું મુખ્ય પ્રેરક બળ. ધ્યાનમાં આવે. ગાંધીજીએ પિતાના જીવનકાળ દરમિયાન જ અને જીવન પછીનાં ડાં જ વર્ષોમાં, વિશ્વના માનવતાવાદી લેકેનાં હૃદયમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેને જેવું સ્થાન પ્રાપ્ત કરતાં બુદ્ધજીવનને તે હજારો વર્ષ લાગ્યાં. તેનું કારણ જમાનાની જુદાઈમાં રહેલું છે. બુદ્ધના જમાનામાં ગાંધીજી થયા હિત તે એમના માનવતાવાદી વિચારેને પ્રસરતાં, બુદ્ધના વિચારોને પ્રસરતાં લાગે એટલે જ સમય લાગત. આજનાં વિચારવિનિમયનાં સાધનો એવાં ઝડપી છે કે જે તે જ બુદ્ધ આ જમાનામાં થયા હતા તે ગાંધીજીની પિઠે પિતાના જીવનકાળ દરમિયાન જ પિતાના વિચારને દૂરગામી પડઘો સાંભળી શકત. બુદ્ધને માનવતાવાદી વિચાર લાંબા વખત પછી પણ એક Page #694 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાને મમ [ ૬૫૯ જ સાથે આખા ભારતમાં અને દુનિયાભરમાં ગુંજે એ એક નવા જમાનાની અપૂર્વ સિદ્ધિ જ છે. જે બુદ્ધનું વ્યક્તિ આવું છે તે એ જાણવાની આકાંક્ષા સહેજે થઈ આવે છે કે બુદ્ધની એવી કઈ વિશેષતા છે, જે તેમને બીજા મહાન આધ્યાત્મિક પુરુષોથી જુદા તારવી આપે ? બુદ્ધના જીવનમાં, તેમના વિચાર અને આચારમાં, અનેક બાબતો એવી છે કે જે ઇતર મહાન ધર્મપષોના જીવનમાં અને વિચાર-આચારમાં પણ જોવા મળે છે. પણ થોડીક છતાં તરત નજરે તરી આવે એવી વિશેષતાઓ તે બુદ્ધના જીવમાં જ વંચાય છે. એ વિશેષતાઓને જે બરાબર સમજી લઈએ તે બુદ્ધના જીવનનું અને એમના વ્યક્તિત્વનું ખરું હાર્દ ધ્યાનમાં આવે. તેથી આ સ્થળે એ બાબત જ ડેક વિચાર દર્શાવવા ધાર્યો છે. ક્ષત્રિયવંશમાં જન્મ, શ્રમણ થઈ ગૃહત્યાગ કરવો, કઠોર તપ કરવું, ધ્યાનની ભૂમિકાઓનો અભ્યાસ કરે, માર યા વાસનાને જીતી ધર્મોપદેશ કરો, સંધ રચે, યજ્ઞયાગાદિમાં થતી હિંસાનો વિરોધ, લોકભાષામાં સીધું સમજાય તે રીતે ઉપદેશ કરે અને ઉચ્ચનીચનો ભેદ ભૂલી લેકમાં સમાનપણે હળવું મળવું, ઈત્યાદિ બાબતને બુદ્ધની અસાધારણ વિશેષતા લેખી ન શકાય; કેમ કે એવી વિશેષતાઓ તે બુદ્ધના પૂર્વકાલીન, સમકાલીન અને ઉત્તરકાલીન અનેક ધર્મપ્રવર્તક પુરુષોમાં ઇતિહાસે નોંધી છે. એટલું જ નહિ, પણ એ વિશેષતાઓ પૈકી કઈ કઈ વિશેષતા તે બુદ્ધ કરતાં પણ વધારે સચોટરૂપે અન્ય ધર્મ પ્રવર્તક પુરુષમાં હેવાનું ઈતિહાસ કહે છે, અને છતાંય બીજા એકે ધર્મપ્રવર્તક પુરુષે બુદ્ધ જેવું વિશ્વવ્યાપી સ્થાન પ્રાપ્ત કર્યું નથી. તેથી વળી બુદ્ધની અસાધારણ વિશેષતા જાણી લેવાની વૃત્તિ પ્રબળતમ થઈ આવે છે. આવી વિશેષતાઓ પૈકી કેટલીક આ રહી ઃ છેલ્લાં ત્રણ હજાર વર્ષના ધાર્મિક અને આધ્યાત્મિક ઈતિહાસને જોઈએ છીએ તે જણાય છે કે એટલા દૂર ભૂતકાળમાં બુદ્ધ સિવાય બીજો કોઈએ મહાન પુરુષ નથી થયો કે જેણે સ્વમુખે પોતાની જીવનગાથા અને સાધનાકથા જ જાદે પ્રસંગે, જુદા જુદા પુરુષોને ઉદ્દેશી, સ્પષ્ટપણે કહી હોય અને તે આટલી વિશ્વસનીય રીતે સચવાઈ પણ હોય. દીર્ધતપસ્વી મહાવીર હોય કે જ્ઞાની સોક્રેટીસ હેય, કાઈટ હોય કે કૃષ્ણ હોય અથવા રામ જેવા અન્ય કોઈ માન્ય પુરૂષ હૈય–તે બધાની જીવન વાર્તા મળે છે ખરી, પણ બુદ્ધ જે Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ ] દર્શન અને ચિંતન આપવીતી અને સ્વાનુભવ સ્વમુખથી, ભલે છૂટા છૂટો પણ, કહેલ છે અને તે સચવાયેલ છે, (જેમ કે મજિઝનિકાયના અરિયપરિયેસન, મહાસર્ચીક, સીહનાદ, મૂળદુÖÚન્ધ આદિ સુત્તોમાં તેમ જ અંગુત્તરનિકાય અને સુત્તનિપાત આદિમાં ) તેવા અને તેટલો બીજા કાઈના જીવનમાં વર્ણવાયેલા જોવા નથી મળતા. મુખ્ય પુરુષ વિશેની હકીકત શિષ્ય-પ્રશિષ્યા દ્વારા જાણવા મળે, તે યથાવત્ પણ હાય, તેાય તેનું મૂલ્ય જાતકથન કરતાં એણું જ છે, અને વધારે તે! નથી જ. જાતકથન યા સ્વાનુભવવનમાં, તે કહેનારના આત્માના તારા જે મધુરતા અને સંવાદથી ઝણઝણી ઊઠે છે તે મધુરતા અને સવાદ અન્ય દ્વારા પ્રાપ્ત થયેલ વર્ણનમાં ભાગ્યે જ સંભળાય. એ ખરું કે મુદ્દવનના અનેક પ્રસંગા એમના શિષ્ય-પ્રશિષ્યાએ નોંધી રાખ્યા છે, ભક્તિ અને અતિશયોક્તિને એમાં પુષ્કળ રંગ પણ છે; તેમ છતાં અનેક જીવનપ્રસંગેા એવા પણ છે કે જે બુદ્ધે પોતે જ કહ્યા છે અને આસપાસના સંદર્ભ તેમ જ 'તે કથનની સહજતા જોતાં એમાં જરાય શંકા નથી રહેતી કે તે તે પ્રસંગાનું વર્ણન મુદ્દે પાતે જ કરેલું છે. આ કંઈ જેવી તેવી વિશેષતા નથી. આજે, જ્યારે ચેામેર તટસ્થપણે લખાયેલ આત્મકથાનું મહત્ત્વ અંકાઈ રહ્યું છે ત્યારે, ૨૫૦૦ વર્ષ પહેલાંની એવી આત્મકથાને થાડા પણ વિશ્વસનીય ભાગ મળે તે તે, એ કહેનાર પુરુષની જેવી તેવી વિશેષતા લેખાવી ન જોઈ એ, કેમ કે એ સ્વાનુભવના વિશ્વસનીય થેડાક ઉદ્ગારા ઉપરથી પણ કહેનારના વ્યક્તિત્વનું સાચું મૂલ્યાંકન કરવાની સામગ્રી મળી જાય છે. તથાગતની બીજી અને મહત્ત્વની વિશેષતા તેમની સત્યની અદમ્ય શોધ અને પ્રાણાન્તે પણ પીછેહઠ ન કરવાના સંકલ્પમાં રહેલી છે. ભારતમાં અને ભારત બહાર પણ અનેક સાચા સત્યશોધકે થયા છે, તેમણે પાતપાતાની શોધ દરમિયાન અહુ બહુ વેયુ પણ, પરંતુ તથાગતની તાલાવેલી અને ભૂમિકા એ જુદાં જ તરી આવે છે. જ્યારે એમણે હસતે મુખે માતા, પિતા, પત્ની આદિને વિલાપ કરતાં છેાડી, પ્રજિત થઈ, નીકળી જવાના અતિહાસિક સ કલ્પ કર્યો ત્યારે એમની પ્રાથમિક ધારણા શી હતી અને માનસિક ભૂમિકા શી હતી એ બધુ, તેમણે એક પછી એક છેાડેલ ચલુ સાધનામાર્ગ તેમ જ છેવટે અંતરમાંથી ઊગી આવેલ સમાધાનકારક માર્ગને વિચાર કરીએ છીએ ત્યારે, સ્પષ્ટપણે સમજાય છે. આધ્યાત્મિક શુદ્ધિ સિદ્ધ કરવાના ઉદ્દેશ યુદ્ધના હતા જ, પણ એવા ઉદ્દેશથી પ્રજિત થયેલાની સંખ્યા તે કાળે પણ નાની તુ હતી. જો મુદ્દતા માત્ર એટલા જ ઉદ્દેશ હાત તા તે સ્વીકારેલ એવા ચાલુ સાધનામાર્ગોમાં કયાંય તે કયાંય ઠરી ઠામ ખેસત, પરંતુ બુદ્ધને મહાન ઉદ્દેશ Page #696 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાને મર્મ [૬૬૧ એ પણ હતું કે ક્લેશ અને કંકાસમાં રચીપચી રહેતી માનવતાને ચાલુ જીવનમાં જ સ્થિર સુખ આપે એવા માર્ગની શોધ કરવી. બુદ્ધ તે વખતે અતિપ્રચલિત અને પ્રતિષ્ઠિત એવા ધ્યાન અને યોગમાર્ગ ભણી પ્રથમ વળે છે, એમાં તેઓ પૂરી સિદ્ધિ પણ મેળવે છે, તોય એમનું મન ઠરતું નથી. આ શાને લીધે? એમના મનમાં થાય છે કે ધ્યાનથી અને યોગાભ્યાસથી એકાગ્રતાની શક્તિ અને કેટલીક સિદ્ધિઓ લાધે છે ખરી, એ સારી પણ છે, પરંતુ એનાથી સમગ્ર માનવતાને શું લાભ? આ અજંપ તેમને તે સમયે પ્રચલિત એવા અનેકવિધ કઠોર દેહદમન તરફ વાળે છે. તેઓ કઠોરતમ તપસ્યાઓ દ્વારા દેહને શેષવી નાખે છે, પણ તેમના મનનું આખરી સમાધાન થતું નથી. આમ શાથી? એમને એમ થયું કે માત્ર આવા કઠોર દેહદમનથી ચિત્ત વિચાર અને કાર્યશક્તિમાં ખીલવાને બદલે ઊલટું કરમાઈ જાય છે. એમણે તેથી કરીને એવું ઉગ્ર તપ પણ ત્યર્યું, અને તે સાથે જ પોતાના પ્રથમના પાંચ વિશ્વાસ પાત્ર સહચારી સાધકને પણ ગુમાવ્યા; બુદ્ધ સાવ એકલા પડ્યા. એમને હવે કઈ સંધ, મઠ કે સેબતીઓની હૂંફ ન હતી; અને છતાં તેઓ પિતાના મૂળ ધ્યેયની અસિદ્ધિના અજંપાને લીધે નવી જ મથામણ અનુભવવા લાગ્યા. પણ બુદ્ધની મૂળ ભૂમિકા જ અસામ્પ્રદાયિક અને પૂર્વગ્રહ વિનાની હતી. તેથી તેમણે અનેક ગુરુઓ, અનેક સાથીઓ અને અનેક પ્રશંસકોને જતા કરવામાં જરાય હાનિ ન જોઈ; ઊલટું એમણે એ પૂર્વ પરિચિત ચેલાઓ ત્યજી એકસપણે રહેવા, વિચરવા અને વિચારવામાં વિશેષ ઉત્સાહ અનુભવ્યું. ઘરબાર બધું છોડાય, પણ સ્વીકારેલ પંથોના પૂર્વગ્રહ છોડવા એ કામ અઘરામાં અઘરું છે. બુધે એ અઘરું કામ કર્યું અને તેમને પોતાની મૂળ ધારણા પ્રમાણે સિદ્ધિ પણ સાંપડી. આ સિદ્ધિ એ જ બુદ્ધના વ્યક્તિત્વને વિશ્વવ્યાપી બનાવનાર અસાધારણ વિશેષતા છે. - નજરા નદીને કિનારે, વિશાળ ચગાનમાં, સુંદર પ્રાકૃતિક દો વચ્ચે, પીપળના ઝાડ નીચે, બુદ્ધ આસનબદ્ધ થઈ ઊંડા વિચારમાં ગરક થયેલ, ત્યારે એમના મનમાં કામ અને તૃષ્ણાના પૂર્વ સંસ્કારોનું દૂધ શરૂ થયું. એ વૃત્તિઓ એટલે મારની સેના. બુદ્ધ ભારની એ સેનાને પરાભવ કરી જે વાસનાવિજય ચા આધ્યાત્મિક શુદ્ધિ સાધી તેને સ્વાનુભવ સુત્તનિપાતના પધાનસુરમાં મળે છે. એમાં નથી અત્યુક્તિ કે નથી કવિકલ્પના. જે સાધક આ દિશામાં સાચા અર્થમાં ગયે હશે તે બુદ્ધના ઉદ્દગારમાં પિતાને જ અનુભવ જોશે. કાલિદાસે કુમારસંભવમાં મહાદેવના કામવિજયનું મનહર રોમાંચકારી ચિત્ર કળામય રીતે કવ્યું છે, પણ તે કાવ્યકળામાં કવિની કલ્પનાના આવરણ તળે માનવ Page #697 -------------------------------------------------------------------------- ________________ દર ] દર્શન અને ચિત અનુભવ જરા ગૌણ થઈ જાય છે; દીર્ધતપસ્વી મહાવીરે સંગમ અસુરના કઠેર ઉપસર્ગો છ માસ લગી સહ્યા અને અને એને પરાભવ કર્યો, એ રૂપકવર્ણનમાં પણ સીધેસીધું માનવીય મનોવૃત્તિનું તુમુલ દૂધ જેવા નથી મળતું કૃષ્ણની કાલિયનાગદમનની વાર્તા પણ એક પૌરાણિક વાર્તા જ બની જાય છે, જ્યારે બુદ્ધનું કુશળ–અકુશળ વૃત્તિઓનું આંતરિક તુમુલ દૂધ એમના સીધા સ્વાનુભવ વર્ણનમાં સચવાયેલું છે, ભલે પાછળથી અશ્વઘોષે કે લલિતવિસ્તરના લેખકે તેને કવિકલ્પનાના કૂવામાં ઝુલાવ્યું હોય. મારવિજયથી બુદ્ધની સાધના પૂરી થતી નથી; એ તે આગળની સાધનાની માત્ર પીઠિકા બની રહે છે. બુદ્ધનો આંતરિક પ્રશ્ન એ હતો કે માનવતાને સાચું સુખ સાંપડે એ ક્ય વ્યવહારુ માર્ગ છે? આ પ્રશ્નનું નિરાકરણ અત્યારે જેટલું સરસ લાગે છે તેટલું તેમને માટે તે કાળમાં સરલ ન હતું. પણ બુધે તે એવું નિરાકરણ મેળવવા સુધી ન જંપવાને કઠેર સંકલ્પ જ કર્યો હતો. એ સંકલ્પ અંતે તેમને રસ્તો દાખવ્યું. ' તે કાળમાં આત્મતત્વને લગતા અને તે વિશે સામસામી ચર્ચા–પ્રતિચર્ચા કરતા અનેક પંથે હતા. તેમાં એક પંથ બ્રહ્મવાદને હતે. એ માનતો કે ચરાચર વિશ્વના મૂળમાં એક અખંડ બ્રહ્મતત્વ છે, જે સચ્ચિદાનંદરૂપ છે અને જેને લીધે આ સમગ્ર વિશ્વ અસ્તિત્વમાં આવ્યું છે, ટકી રહ્યું છે અને પરિવર્તન પામી રહ્યું છે. આવું બ્રહ્મ એ જ સર્વ દેવેનું અધિષ્ઠાન હેઈ દેવાધિદેવ પણ છે. બુદ્ધને પ્રશ્ન વ્યવહારુ હતા. એમને જગતના મૂળમાં શું છે ? તે કેવું છે ? –ઈત્યાદિ બાબતોની બહુ પડી ન હતી. એમને તે એ શોધવું હતું કે બીજાં બધાં પ્રાણુઓમાં શ્રેષ્ઠતા ધરાવતી માનવજાતિ જ પ્રમાણમાં ઈતર પ્રાણી જગત કરતાં વધારે કલહપરાયણ અને વિશેષ વૈરપ્રતિવૈરપરાયણ દેખાય છે, તો એના એ સંતાપનિવારણને કેઈ સરલ વ્યવહારુ માર્ગ છે કે નહિ ? આ મથામણે તેમને બ્રહ્મવિહારને માર્ગ સુઝાળ્યો. તપ અને ધ્યાનના પૂર્વ સંસ્કારોએ તેમને મદદ કરી હશે, પણ બ્રહ્મવિહારની શોધમાં મુખ્ય પ્રેરક બળ તે એમના વ્યવહાર પ્રશ્નના ઉકેલ પાછળની લગનીમાં જ દેખાય છે. બેશક, તે કાળે અને તેથી પહેલાં પણ, આત્મૌપજ્યના પાયા ઉપર અહિંસાની પ્રતિષ્ઠા થયેલી હતી; સર્વભૂતહિરતઃ અને મૈત્રીની ભાવના જ્યાંત્યાં ઉપદેશતી, પરંતુ બુદ્ધની વિશેષતા બ્રહ્મતત્ત્વ યા બ્રહ્મદેવના સ્થાનમાં બ્રહ્મવિહારની પ્રતિષ્ઠા કરવામાં છે. આપણે અત્યાર લગીનાં પ્રાપ્ત સાધનો દ્વારા એ નથી જાણતા કે બુદ્ધ સિવાય બીજા કેઈએ બ્રહ્મવિહારની વ્યાપક ભાવનાને એટલે સુરેખ અને સચોટ પાયો નાખ્યું હોય. બૌદ્ધવાડ્મયમાં જ્યાં ને ત્યાં આ બ્રહ્મવિહારનું જેવું વિશદ Page #698 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાને મર્મ [ ૬૬૩ અને હૈયહારી ચિત્ર આલેખાયેલું મળે છે તે બુદ્ધની વિશેષતાનું સૂચક પણ છે. જ્યારે બુદ્ધને મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓમાં માનવજાતિના સુખનો માર્ગ દેખાય ત્યારે તેમને પોતાની બીજી શોધ સધાયાની દઢ પ્રતીતિ થઈ, અને પછી તેમણે એ જ ભાવનાઓને બ્રહ્મવિહાર કહી માનવજાતિને સૂચવ્યું કે તમે અગમ્ય અને અકળ બ્રહ્મતત્ત્વની જટિલ ચર્ચા કરશે તેય છેવટે તમારે સાચી શાંતિ માટે આ બ્રહ્મવિહારને આશ્રય લે પડશે. એ જ વ્યવહારુ અને જીવનમાં પ્રયત્નશીલ સૌને સુલભ એવું બ્રહ્મ છે. જો બુદ્ધના આ બ્રહ્મવિહારને આપણે માનવજાતિના સ્થિર સુખના પાયા લેખે વિચાર કરીએ તે સમજાયા વિના નહિ રહે કે એ કેવી જીવનપ્રદ શેધ છે. બુદ્ધ પિતાના આખા જીવનમાં જે નવા નવા રૂપે અનેક ઉપદેશ કર્યો છે, તેના મૂળમાં આ બ્રહ્મવિહારને વિચાર જ તરવરે છે—જેમ ગાંધીજીની અનેકવિધ પ્રવૃત્તિમાં સત્ય અને અહિંસાની પ્રબળ વૃત્તિ તરવરે છે તેમ, કહેવાય છે કે પ્રતીત્યસમુત્પાદ અને ચાર આર્યસત્ય એ બુદ્ધની વિશેષતા છે, પણ આ કથનમાં મૌલિક વજૂદ નથી. બુદ્ધના પહેલાંથી જ ભારતીય આધ્યમિકો એ નિર્ણય ઉપર આવેલા હતા કે અવિદ્યાથી તૃષ્ણ અને તૃષ્ણમાંથી જ બીજા દો જન્મે છે. આ વિચારને અઢે પિતાની રીતે પ્રતીત્યસમૂત્પાદના નામથી વિકસાવ્યું અને વિસ્તાર્યો એટલું જ. એ જ રીતે ચાર આર્યસ પણ બુદ્ધના પહેલાંથી સાધકે અને ગીઓમાં જાણીતાં હતાં; એટલું જ નહિ, પણુ ઘણુ તપસ્વીઓ અને ત્યાગીએ એ સત્યને આધારે જીવન ઘડવા પ્રયત્ન પણ કરતા. જૈન પરંપરાનાં આસ્રવ, બંધ, સંવર અને મોક્ષ એ ચાર તો કાંઈ મહાવીરની પ્રાથમિક શોધ નથી; એની પરંપરા પાર્શ્વનાથ સુધી તે જાય જ છે. એ જ ચાર તો ઉપનિષદોમાં પણ જુદે જુદે નામે મળે જ છે, અને કપિલના પ્રાચીન સાંખ્ય આધાર પણ એ જ ચાર તત્ત્વ છે. પ્રતીત્યસમુત્પાદ કે ચાર આર્યસત્ય એ બુદ્ધની મૌલિક વિશેષતા નથી, તેય એને આધારે ઉચ્ચ જીવન ઘડવાની રીત એ બુદ્ધની આગવી જ રીત છે. જ્યારે એમણે નિર્વાણુના ઉપાય લેખે આર્યઅષ્ટાંગિકમાર્ગ નિરૂપ્યો ત્યારે એમણે વર્તમાન જીવનમાં આંતરબાહ્ય શુદ્ધિ આણવા ઉપર વધારેમાં વધારે ભાર મૂક્યો. - પરંતુ હા, આમાંય બુદ્ધની વિશેષતા હોય તે ચોક્કસપણે એ છે કે તેમણે વિચાર અને આચારની સાધનામાં મધ્યમમાર્ગી વલણ સ્વીકાર્યું. જે તેમણે આવું વલણ સ્વીકાર્યું ન હતું તે તેમને ભિક્ષુસંધ ભિન્ન ભિન્ન સંસ્કારવાળા દેશાંતરમાં જઈ કે કામ કરી શકતું નહિ અને જાતજાતના Page #699 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] દર્શન અને ચિંતન લકોને આકથી કે જીતી શક્ત નહિ. મધ્યમમાર્ગ બુદ્ધને સૂઝ એ જ સૂચવે છે કે તેમનું મન કોઈ પણ એકાંગી પૂર્વગ્રહથી કેવું મુક્ત હતું! જ નજરે તરી આવે એવી બુદ્ધની મહત્વની એક વિશેષતા એ છે કે તેઓ પિતાની સૂક્ષ્મ ને નિર્ભય પ્રતિભાથી કેટલાંક તત્ત્વોનાં સ્વરૂપનું તલસ્પર્શી આકલન કરી શક્યા અને જ્યારે જિજ્ઞાસુ તેમ જ સાધક જગત સમક્ષ બીજો કોઈ તે વિશે તેટલી હિંમતથી ન કહે ત્યારે બુદ્ધ પિતાનું એ આકલન સિંહની નિર્ભય ગર્જનાથી, કોઈ રાજી થાય કે નારાજ એની પરવા કર્યા વિના, પ્રગટ કર્યું. - તે વખતના અનેક આધ્યાત્મિક આચાર્યો યા તીર્થકરે વિશ્વના મૂળમાં કયું તત્ત્વ છે અને તે કેવું છે એનું કથન, જાણે પ્રત્યક્ષ જોયું હોય તે રીતે, કરતા, અને નિર્વાણ યા મોક્ષના સ્થાન તેમજ તેની સ્થિતિ વિશે પણ ચોક્કસ નજરે નિહાળ્યું હોય તેવું વર્ણન કરતા; ત્યારે બુધે, કદી પણ વાદવિવાદ શમે નહિ એવી ગૂઢ અને અગમ્ય બાબતે વિશે કહી દીધું કે હું એવા પ્રશ્નોનું વ્યાકરણ કરતા નથી, એનાં ઘૂંથણ ગૂંથતું નથી. હું એવા જ પ્રશ્નોની છણાવટ લેકે સમક્ષ કરું છું કે જે લેકેના અનુભવમાં આવી શકે તેવા હોય અને જે વૈયક્તિક તેમ જ સામાજિક જીવનની શુદ્ધિ તેમ જ શાંતિમાં નિર્વિવાદપણે ઉપયોગી થઈ શકે તેવા હેય. દેશકાળની સીમામાં બદ્ધ થયેલ માણસ પિતાની પ્રતિભા કે સૂક્ષ્મ બુદ્ધિને બળે દેશકાળથી પર એવા પ્રશ્નોની યથાશકિત ચર્ચા કરતા આવ્યા છે, પણ એવી ચર્ચાઓ અને વાદવિવાદને પરિણામે કોઈ અંતિમ સર્વમાન્ય નિર્ણય આવ્યું નથી. એ જોઈ વાદવિવાદના અખાડામાંથી સાધકને દૂર રાખવા અને તાર્કિક વિલાસમાં ખરચાતી શક્તિ બચાવવા બુદ્દે તેમની સમક્ષ એવી જ વાત કહી, જે સર્વમાન્ય હોય અને જેના વિના માનવતાને ઉત્કર્ષ સાધી શકાય તેમ પણ ન હેય. બુદ્ધને એ ઉપદેશ એટલે આર્યઅષ્ટોગિક માર્ગ તેમ જ બ્રહ્મવિહારની ભાવનાને ઉપદેશ. ટૂંકમાં કહેવું હોય તો વેર–પ્રતિવૈરના સ્થાનમાં પ્રેમની વૃદ્ધિ અને પુષ્ટિને ઉપદેશ. બુદ્ધની છેલ્લી અને સર્વાકર્ષક વિશેષતા એમની અગૂઢ વાણી તેમ જ હદયસોંસરાં ઊતરી જાય એવાં વ્યવહારુ દષ્ટાંત અને ઉપમાઓ ભારત વક્તવ્યની સ્પષ્ટતા એ છે. દુનિયાના વાત્મયમાં બુદ્ધની દષ્ટાંત અને ઉપમાશેલીને જે ધરાવે એવા નમૂના બહુ વિરલ છે. એને જ લીધે બુદ્ધને પાલિ ભાષામાં અપાયેલ ઉપદેશ દુનિયાની સુપ્રસિદ્ધ બધી ભાષાઓમાં અનુવાદિત થયે છે ને રસપૂર્વક વંચાય છે. એની સટતા, તેમ જ પ્રત્યક્ષજીવનમાં જ લાભ અનુભવી Page #700 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાને મર્મ શકાય એવી બાબત ઉપર જ ભાર, એ બે તત્વોએ બૌદ્ધ ધર્મની આકર્ષકતામાં વધારેમાં વધારે ભાગ ભજવ્યો છે, અને એની અસરને પડઘો ઉત્તરકાલીન વૈદિક, જૈન આદિ પરંપરાના સાહિત્યે પણ ઝીલ્યો છે. એક વાર વૈદિક અને પૌરાણિકે જે બુદ્ધને અવગણવામાં કૃતાર્થતા માનતા તે જ વૈદિક અને પૌરાણિકએ બુદ્ધને વિષ્ણુના એક અવતાર લેખે સ્થાન આપી બુદ્ધના મોટા ભારતીય અનુયાયીવર્ગને પોતપોતાની પરંપરામાં સમાવી લીધું છે, એ શું સૂચવે છે? એક જ વાત અને તે એ કે તથાગતની વિશેષતા ઉપેક્ષા ન કરી શકાય એવી મહતી છે. બુદ્ધની જે જે વિશેષતા પરત્વે ઉપર સામાન્ય સૂચન કરવામાં આવ્યું છે તે તે વિશેષતા સ્પષ્ટપણે દર્શાવતા પાલિપિટકમાંના થોડાક ભાગો નીચે સારરૂપે ટૂંકમાં આપું છું, જેથી વાચકોને લેખમાં કરેલી સામાન્ય સૂચનાની દઢ પ્રતીતિ થાય, અને તેઓ પોતે જ તે વિશે સ્વતંત્ર અભિપ્રાય બાંધી શકે. એક પ્રસંગે ભિક્ષુઓને ઉદ્દેશી બુદ્ધ પિતાના ગૃહત્યાગની વાત કરતાં કહે છે કે, “ભિક્ષુઓ! પોતે બધિજ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલાં જ્યારે ઘરમાં હતો ત્યારે મને એક વાર વિચાર આવ્યો કે હું પોતે જ જરા, વ્યાધિ અને શક સ્વભાવવાળી પરિસ્થિતિમાં બદ્ધ છું, અને છતાંય એવી જ પરિસ્થિતિવાળા કુટુંબીજનો અને બીજા પદાર્થોની પાછળ પડ્યો છું, તે ય નથી; તેથી હવે પછી હું અજર, અમર, પરમપદની શોધ કરું તે યંગ્ય છે. આવા વિચારમાં કેટલેક સમય વીત્યું. ભરજુવાનીમાં આવ્યો. મારા માતા-પિતા આદિ વડીલે મને મારી શોધ માટે ઘર છોડી જવાની કોઈ પણ રીતે અનુમતિ આપતા નહિ. છતાં મેં એક વાર એ બધાંને રડતાં મૂક્યાં અને ઘર છોડી, પ્રજિત થઈ ચાલી નીકળ્યો.” બીજે પ્રસંગે એક અગ્નિવેસ્સન નામે ઓળખાતા સચ્ચક નામના નિર્ચન્ય પંડિતને ઉદ્દેશી પ્રવજ્યા પછીની પિતાની સ્થિતિ વર્ણવતાં તેઓ કહે છે કે, હે અગિસ્સન, મેં પ્રવજ્યા લીધા પછી શાંતિમાર્ગની શોધ પ્રારંભી. હું પહેલાં એક આળાર કાલામ નામના યોગીને મળ્યો. મેં તેના ધમપંથમાં દાખલ થવાની ઈચ્છા દર્શાવી, અને તેણે મને સ્વીકાર્યો. હું તેની પાસે રહી, તેના બીજા શિષ્યની પેઠે, તેનું કેટલુંક તત્ત્વજ્ઞાન શીખે. તેના બીજા શિષ્યની પેઠે હું પણ એ પિપટિયા વાદવિવાદના જ્ઞાનમાં પ્રવીણ થયે, પણ મને એ છેવટે ન રુચ્યું. મેં એક વાર કાલામને પૂછયું કે તમે તત્ત્વજ્ઞાન મેળવ્યું છે તે માત્ર શ્રદ્ધાથી તે મેળવ્યું નહિ હોય ! એના સાક્ષાત્કારનો તમે જે માર્ગ આચર્યો હોય તે જ મને કહે. હું પણ માત્ર શ્રદ્ધા પર ન ચાલતાં તે માર્ગ Page #701 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન જીવનમાં ઉતારીશ. કાલામે મને એ માર્ગ લેખે આકિંચન્યાયતન નામની સમાધિ શીખવી. મેં એ સિદ્ધ તે કરી, પણ છેવટે તેમાંય મને સમાધાન ન મળ્યું. કલામે મને ઊંચું પદ આપવાની અને પિતાના જ પંથમાં રહેવાની લાલચ આપી, પણ હે અગ્નિવેમ્સન, હું તે મારી આગળની શેધ માટે ચાલી નીકળ્યો. હે અગ્નિવેસ્સન, બીજા એક ઉદ્દક રામપુત્ર નામના યોગીને ભેટે છે. તેની પાસેથી હું નેવસંજ્ઞાનાસંજ્ઞાયતન નામની સમાધિ શીખે. તેણે પણ મને પિતાના પંથમાં રાખવા અને ઊંચું પદ આપવા લલચાવ્યો, પણ મારા આંતરિક અસમાધાને મને ત્યાંથી છૂટો કર્યો. મારું અસમાધાન એ હતું કે ધ્યાન એ એકાગ્રતા માટે ઉપયોગી છે, પણ નાચં વર સંશોધાય–અર્થાત આ ધર્મ સાર્વત્રિક જ્ઞાન અને સાર્વત્રિક સુખને નથી. પછી હું એવા માર્ગની શોધ માટે આગળ ચાલ્યો. હે અગ્નિવેમ્સન, એમ ફરતાં ફરતાં રાજગૃહમાં આવ્યો. ત્યાં કેટલાય શ્રમણપથે હતા, જેઓ જાતજાતની ઉગ્ર તપસ્યા કરતા. હું પણ રાજગૃહથી આગળ વધી ઉવેલા (હાલનું બુદ્ધગયા)માં આવ્યું, અને અનેક પ્રકારની કઠોર તપસ્યા કરવા લાગ્યો. મેં ખેરાકની માત્રા તદ્દન ઓછી કરી નાખી અને તદ્દન નીરસ અનાજ લેવા લાગ્યો. સાથે જ મેં શ્વાસોચ્છવાસ. રેકી સ્થિર આસને બેસી રહેવાને પણ સખત પ્રયત્ન કર્યો. “પરંતુ, હે અગ્નિવેમ્સન, તે ઉગ્ર તપ અને હઠાગની પ્રક્રિયા આચરતાં મને એ વિચાર આવ્યો કે હું જે અત્યંત દુઃખકારી વેદના હાલ અનુભવી રહ્યો છું તેવી ભાગ્યે જ બીજાએ અનુભવી હશે. છતાં આ દુષ્કર કર્મથી લોકેત્તર ધર્મને માર્ગ લાધે એવું મને લાગતું નથી. તે હવે બીજે કો માર્ગ છે, એની ઊંડી વિમાસણમાં હું પડ્યો. તેવામાં, હે અગિસ્સન, મને નાની ઉંમરના અનુભવનું સ્મરણ થઈ આવ્યું. ' - “સ્મરણ એ હતું કે હું ક્યારેક નાની ઉંમરે પિતાજી સાથે ઘરના ખેતરમાં જબુડાના ઝાડ નીચે છાયામાં બેસી સહજભાવે ચિંતન કરતા, અને શાતા અનુભવતો. હે અગિસ્સન, મને એમ લાગ્યું કે એ મધ્યમમાગી રસ્તે તે સાચે ન હોય? તે એ માર્ગે જતાં હું શા માટે ડરું? એવા વિચારથી મેં ઉપવાસ આદિ દેહદમન છોડી, દેહપિષણ પૂરતું અન્ન લેવું શરૂ કર્યું. આ શરૂઆત જોતાં જ મારા નજીકના સાથીઓ અને પરિચારકે, હું સાધનાભ્રષ્ટ થયો છું એમ સમજી, મને છોડી ગયા. હું એકલે પડ્યો, પણ ભારે આગળની શોધને સંકલ્પ તો ચાલુ જ રહ્યો. એગ્ય ને મિત ભોજનથી મારામાં શક્તિ આવી અને હું શાંતિ અનુભવવા લાગે.” Page #702 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાને મર્મ [ ૬૬૭ ' તે સમયે સામાન્ય લેકવ્યવહારને અનુસરીને બેધિસત્વ દેહદમન આદિના માર્ગને અનુસર્યો, પણ તે વખતે તેમના મનને સમસ્ત વિચારપ્રવાહ તે જ દિશામાં વહેતા એમ નથી માનવાનું. સામાન્ય માણસને સમુદ્ર એકસરખે. જ દેખાય છે, પરંતુ તેમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારા પુષ્કળ પ્રવાહ હોય છે. તે પ્રમાણે બધિસત્વના ચિત્તમાં પણ વિરોધી અનેક વિચારપ્રવાહ. વહેતા હતા. તેમનું આ માનસિક ચિત્ર જ્યારે બુદ્ધ અગિસનને ઉદ્દેશી પિતાને સૂઝેલી ત્રણ ઉપમાઓ કહે છે ત્યારે સ્પષ્ટ ઊપસી આવે છે. તે ત્રણ ઉપમાઓ આ રહી : (૧) પાણીમાં પડેલું ભીનું લાકડું હેય ને તેને બીજા લાકડાંથી ધસવામાં આવે છે તેમાંથી આગ ન નીકળે. તે રીતે જેનાં મનમાં વાસના ભરી હોય અને ભોગનાં સાધનોમાં જેઓ રચ્યાપચ્યા હોય તેઓ ગમે તેટલું હઠયોગનું કષ્ટ વેઠે તેય મનમાં સાચું જ્ઞાન પ્રકટે નહિ. (૨) બીજું લાકડું પાણીથી આધે હોય, છતાં હાય ભીનું. એનેય ઘસવાથી એમાંથી આગ ન નીકળે. એ જ રીતે ભેગનાં સાધનોથી આઘે અરણ્યમાં રહેલ સાધક હોય, પણ મનમાં વાસનાઓ સળવળતી હોય તેય કેઈ તપ તેમાં સાચું જ્ઞાન. ઉપજાવી શકે નહિ. (૩) પરંતુ જે લાકડું પૂરેપૂરું સૂકું હેય ને જળથી વેગળું હોય તેને અરણિથી ઘસવામાં આવે તે આગ જરૂર પ્રગટે. એ જ રીતે ભેગનાં સાધનોથી દૂર તેમ જ વાસનાઓથી મુક્ત એ સાધક જ ગભાર્ગને અવલંબી સાચું જ્ઞાન મેળવી શકે. . વળી, બુદ્ધ ભિક્ષુઓને ઉદ્દેશી સાધનાના અનુભવની વાત કરતાં જણાવે છે કે, હું જ્યારે સાધના કરતા ત્યારે જ મને વિચાર આવ્યો કે મનમાં સારા અને નરસા બન્ને પ્રકારના વિતર્ક કે વિચાર આવ્યા કરે છે. તેથી મારે એના બે ભાગ પાડવા : જે અકુશળ કે નઠારા વિતર્કો છે તે એકબાજુ અને જે કુશળ કે હિતકારી વિતર્કો છે તે બીજી બાજુ. કામ, દ્વેષ અને ત્રાસ આપવાની વૃત્તિ આ ત્રણ અકુશળ વિતર્કો. તેથી ઊલટું નિષ્કામતા, પ્રેમ અને કેઈને પીડા ને આપવાની વૃત્તિ એ ત્રણ કુશળ વિતર્કો છે. હું વિચાર કરતો બેસું અને મનમાં કોઈ અંકુશળ વિતર્ક આવ્યું કે તરત જ વિચાર કરતે કે આ વિતર્ક મારું કે બીજા કેઈનું હિત કરનાર તે છે જ નહિ, અને વધારામાં તે પ્રજ્ઞાને રોકે છે. મન ઉપરની પાકી ચેકીદારી અને સતત જાગૃ-- તિથી એવા વિતને હું રેકતે, તે એવી રીતે કે જેમકેઈગેવાળિયે, પાકથી ઊભરાતાં ખેતરે ન ભેળાય એ માટે, પાક ખાવા દોડતી ગાને સાવધાનીથી Page #703 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] દર્શન અને ચિંતન ખેતરેથી દૂર રાખે તેમ. પરંતુ જ્યારે મનમાં કુશળ વિતર્ક આવે ત્યારે તે વિતર્કો મારા, બીજાના અને બધાના હિતમાં કેવી રીતે છે એને વિચાર કરી સતત જાગૃતિથી હું એ કુશળ વિતનું જતન કરત. બહુ વિચાર કરતાં બેસી રહેવાથી શરીર થાકી જાય ને શરીર થાકે તે મન પણ સ્થિર ન થાય, એમ -ધારી હું કુશળ વિતર્કો આવે ત્યારે મનને માત્ર અંદર જ વાળ. જેવી રીતે ખેતરમાંથી પાક લણાયા પછી ગોવાળ ને ખેતરોમાં છૂટાં મૂકી દે છે, માત્ર દૂર રહી એના ઉપર દેખરેખ રાખે છે, તેમ હું કુશળ વિતર્કો આવે ત્યારે એની દેખરેખ રાખત, પણ મનને નિગ્રહ કરવાનો પ્રયત્ન ન કરો.” બુદ્ધને આ અનુભવ તેમણે સાધેલ મારવિજયને સૂચક છે. બૌદ્ધ ધર્મમાં બ્રહ્મવિહારનો મહિમા વેદાંતીઓના બ્રહ્મના મહિમા જેવો જ છે. તેથી બ્રહ્મવિહાર વિશે થોડુંક વધારે સ્પષ્ટીકરણ આવશ્યક છે. બ્રહ્મ એટલે જીવલેક. તેમાં વિહાર કરવો એટલે સમગ્ર જીવસૃષ્ટિ સાથે પ્રેમમૂલક વૃત્તિઓ કેળવી સૌની સાથે સમાનપણું સાધવું. આ વૃત્તિઓને મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એમ ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. એનું મહત્વ શ્રી. ધર્મનન્દ કસબીએ પાલિદેને આધારે દર્શાવ્યું છે તે તેમના જ શબ્દોમાં ટૂંકમાં વાંચીએ: “માતા જેમ ધાવણ છોકરાનું મૈત્રીથી (પ્રેમથી) પાલન કરે છે, તે માંદું થાય ત્યારે કરણથી તેની સેવા કરે છે, પછી વિદ્યાભ્યાસાદિકમાં તે હોશિયાર થાય એટલે મુદિત અંતઃકરણથી તેને થાબડે છે, અને ત્યાર પછી જ્યારે તે સ્વતંત્રપણે સંસાર શરૂ કરે, અથવા પિતાના મતથી વિરુદ્ધ રીતે વર્તવા લાગે ત્યારે તેની ઉપેક્ષા કરે છે; કદી તેને ઠેષ કરતી નથી, અને તેને મદદ કરવા હંમેશ તૈયાર હોય છે, તે પ્રમાણે જ મહાત્માઓ આ ચાર શ્રેષ્ઠ મનોવૃત્તિઓથી પ્રેરિત થઈને જનસમૂહનું કલ્યાણ કરવા તત્પર હોય છે.” ગૂઢ અને અણઊકલ્યા પ્રશ્નોથી વેગળા રહેવાનું બુદ્ધનું વલણ સમજવા માટે તેમને માલુક્યપુત્ર સાથે વાર્તાલાપ ટૂંકમાં જાણી લે ઠીક થશે. ક્યારેક માસુંઠ્યપુત્રે બુદ્ધને પૂછયું કે, “તમે તે બીજા આચાર્યો નિરૂપે છે તેમ જગતના આદિ, અંત કે મૂળ કારણ વિશે તેમ જ નિર્વાણ પછીની સ્થિતિ આદિ વિશે કાંઈ કહેતા નથી, તે હું તમારે શિષ્ય રહી નહિ શકું.' બુદ્ધ જવાબ આપતાં કહે છે કે, “જ્યારે મેં તને શિષ્ય બનાવ્યું ત્યારે શું વચન આપેલું કે એવા અવ્યાકૃત પ્રશ્નોને હું જવાબ આપીશ ? શું તેં પણ એમ કહેલું કે જે એવા પ્રશ્નોને જવાબ નહિ આપે તે હું શિષ્ય રહી નહિ શકું ?” ભાલુંઠ્યપુત્રે કહ્યું, “ના, એ કઈ કરાર હતે જ નહિ.' બુદ્ધ કહે છે, “તે Page #704 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાને મર્મ [ ૬૬૯ પછી શિષ્યપણું છાંડવાની વાત એગ્ય છે?” માલુક્ય : “ના.” આટલાથી ભાલુંક્યને ઉકળાટ તે શમે, પણ બુદ્ધ એટલામાત્રથી પતાવી દે તેવા ન હતા. આગળ તેમણે એવી એક વેધક ઉપમા આપી જે બુદ્ધની વલણ સ્પષ્ટ કરે છે. બુદ્ધ કહે છે કે, “કોઈ ઝેરી બાણથી ઘવાય છે. તેના હિતચિંતકે તેના શરીરમાંથી એ બાણ કાઢવા તત્પર થાય ત્યારે પેલે ઘવાયેલ તેમને કહે કે મને પ્રથમ ભારા નીચેના પ્રશ્નોને જવાબ આપ, પછી બાણ કાઢ-. વાની વાત. મારા પ્રશ્નો એ છે કે બાણ મારનાર કઈ નાતન છે? ક્યા ગામનો, ક્યા નામને અને કેવા કદને છે? ઈત્યાદિ. તે જ રીતે એ બાણ શેમાંથી અને કેવી રીતે બન્યું તથા ધનુષ અને દેરી એ પણ શેનાં અને કોણે બનાવ્યાં. છે ? વગેરે. આ પ્રશ્નોના જવાબ ન મળે ત્યાં લગી જે વાગેલ બાણ તે પુરુષ કાઢવા ન દે તે શું એ બચી શકે?” માલુંઠ્યપુત્ર કહે, “નહિ જ.” બુદ્ધ કહે, “તે પછી જે ગૂઢ ને હમેશને માટે અણઊકલ્યા પ્રશ્નો છે એવા, પ્રશ્નોના ઉત્તર સાથે બ્રહ્મચર્યવાસ યા સંયમસાધના યા જીવનશુદ્ધિના પ્રયત્નને શું સંબંધ છે? ભાલુંક્યપુત્ર, ધાર કે વિશ્વ શાશ્વત યા અશાશ્વત, નિર્વાણ પછી તથાગત રહે છે કે નહિ ઈત્યાદિ તે જાણ્યું ન હોય, તેથી તારી સંયમસાધનામાં શું કાંઈ બાધા આવવાની? વળી, હું જે તૃષ્ણા અને તેનાથી ઉદ્ભવતાં દુઃખની વાત કહું છું અને તેના નિવારણને ઉપાય દર્શાવું છું તે તે અત્યારે જ જાણી અને અનુભવી શકાય તેવાં છે. તો એની સાથે આવા અકળ પ્રશ્નોને શો સંબંધ છે? તેથી, હે માલુક્યપુત્ર, મેં જે પ્રશ્નોને અવ્યાકૃત કહી બાજુએ રાખ્યા છે તેની ચર્ચામાં શક્તિ ન વેડફ અને મેં જે પ્રશ્નો વ્યાકૃત. તરીકે આગળ રજૂ કર્યા છે તેને જ સમજ અને અનુસર.” ઉપર લખેલી કેટલીક કંડિકાઓ જ બુદ્ધનું ઉપમાકૌશલ સ્પષ્ટ દર્શાવે છે. તેથી એ દર્શાવવા વધારે ઉપમાઓ ન આપતાં એક ઉપયોગી અને સચોટ મને રમ ઉપમા આપવી યોગ્ય ધારું છું. ક્યારેક અરિષ્ટ નામને એક ભિક્ષુ બુદ્ધના ઉપદેશને વિપર્યાસ કરી લોકોને ભરમાવતે. ત્યારે અરિષ્ટને બેલાવી બીજા ભિક્ષુઓ સમક્ષ બુદ્ધે ઉપમા દ્વારા જે વસ્તુ સૂચવી છે તે જીવનના દરેક ક્ષેત્રે, સૌને માટે, એકસરખી ઉપયોગી છે. બુદ્ધ કહે છે કે, “પ્રતિષ્ઠિત ગણાતાં ગમે તેટલાં શાસ્ત્રો ભણું જાય, મોઢે બોલી જાય, પણ એને સાચે ભાવ પ્રજ્ઞાથી ન સમજે, માત્ર એને ઉપયોગ ખ્યાતિ મેળવવામાં કે આજીવિકા કેળવવામાં કરે, તે એ પિપટિયું જ્ઞાન ઊલટું તેને ભારે નુક્સાન કરે. જેમ કોઈ મદારી મોટા સાપને પકડે, પણ તેનું Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] દર્શન અને ચિંતન પૂછડું કે પેટ પકડી મેટું ન દબાવે તે એ સાપ ગમે તેવા બળવાન મદારીને પણ ડંખે, અને તેની પકડ નકામી નીવડે. તે જ રીતે પ્રજ્ઞાથી તેને ખરે અર્થ અને ભાવ જાણ્યું ન હોય એવાં શાસ્ત્રોને લાભ–ખ્યાતિ માટે ઉપયોગ કરનાર છેવટે દુર્ગતિ પામે. આથી ઊલટું, જે પુરુષ પ્રજ્ઞા અને સમજણથી શાસ્ત્રોને અમે યોગ્ય રીતે ગ્રહણ કરે અને તેને ઉપયોગ લાભખ્યાતિમાં ન કરે તે પુરુષ સાણસામાં મોટું દબાવી સાપને પકડનાર કુશળ મદારીની પેઠે સાપના ડંખથી મુક્ત રહે. એટલું જ નહિ, પણ તે સાપનો ગ્ય રીતે ઉપયોગ પણ કરી શકે.” બુદ્ધની વિશેષતાને સૂચવનાર જે થોડાક દાખલા ઉપર આપ્યા છે તે અને જે આપવામાં નથી આવ્યા તે બધાયથી ચડી જાય તેવો અથવા તે સમગ્ર વિશેષતાના મર્મને ખુલાસો કરે એવો એક દાખલે અંતમાં ન આપું તો બુદ્ધ વિશેનું પ્રસ્તુત ચિત્ર અધૂરું જ રહે. વળી, ભારતીય તત્ત્વચિન્તકોની વિચાર–સ્વતંત્રતાને દર્શાવતાં પ્ર. એસમૂલરે ઈ. સ. ૧૮૯૪માં પિતાના વેદાંત ઉપરના ત્રીજા ભાષણમાં બુદ્ધની એ જ વિશેષતાને નિર્દેશ કર્યો છે, અને સત્યશોધક તેમ જ સ્વતંત્ર વિચારક સ્વર્ગવાસી કિશોરલાલભાઈએ “જીવનશોધન ની પ્રસ્તાવનાના પ્રારંભમાં પણ બુદ્ધની એ જ વિશેષતાને નિર્દેશ કર્યો છે. હું જાણું છું ત્યાં લગી બુદ્ધ પહેલાં અને બુદ્ધ પછીનાં ૨૫૦૦ વર્ષમાં બીજા કોઈ પુરુષે બુદ્ધના જેટલી સ્વસ્થતા, ગંભીરતા અને નિભર્યતાથી એવા ઉદ્ગારો નથી ઉચ્ચાર્યા, જે વિચાર–સ્વતંત્રતાની સાચી પ્રતીતિ કરાવે તેવા હોય. તે ઉગારે આ રહ્યા અને એ જ એમની સર્વોપરી વિશેષતાઃ - “હે લેકે, હું જે કાંઈ કહું છું તે પરંપરાગત છે એમ જાણું ખરું માનશો નહિ. તમારી પૂર્વ પરંપરાને અનુસરીને છે એમ જાણીને ખરું માનશે. નહિ. આવું હશે એમ ધારી ખરું માનશો નહિ. તર્કસિદ્ધ છે એમ જાણી ખરું માનશે નહિ, લૌકિક ન્યાય છે એમ જાણું ખરું માનશે નહિ. સુંદર લાગે છે માટે ખરું માનશે નહિ. તમારી શ્રદ્ધાને પિષનારું છે એવું જાણી ખરું માનશે નહિ. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું, એવું જાણું ખરું માનશો નહિ. પણ તમારી પિતાની વિવેકબુદ્ધિથી મારે ઉપદેશ ખરે લાગે તે જ તમે તેનો સ્વીકાર કરજે. તેમ જ જે સૌના હિતની વાત છે એમ લાગે છે જ તેને સ્વીકાર કર.”-(કાલામસુત) –અખંડ આનંદ, મે ૧૯૫૬. Page #706 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને ગોપા - લગ્ન એ એક મંગળ વિધિ છે, એકમાંથી અનેક થવાને ઉપનિષદમાં આવતે બ્રહ્મસંકલ્પ છે. પણ એ વિધિની માંગલિકતા લગ્નમાં જોડાનાર બંને પાત્રોની સરખી સમજણ અને સમાનતા ઉપર અવલંબિત છે. જ્યારે એવી સમજણું અને એવી સમાનતા બન્નેમાં હોય ત્યારે જ તે લગ્ન આદર્શ છે -નમૂનારૂપ છે એમ કહી શકાય. બુદ્ધ એક મહાન ક્રાંતિકારી વિચારક તરીકે અને મધ્યમમાર્ગે સમતોલપણે ચાલનાર લોદ્ધારક પુરુષ તરીકે જાણીતા છે. એમનું વિચાર અને આચારનું સૂક્ષ્મત્વ અને સમતોલપણું અધ્યાત્મમાર્ગમાં અને તત્વચિંતનમાં તે સર્વત્ર સુવિદિત છે; પણ એમની એ વિચારસૂક્ષ્મતા અને આચારની સમતોલતા છેક નાની ઉંમરથી કેવી હતી અને ખાસ કરી તેઓ જ્યારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાલાયક થયા ત્યારે કેવી હતી એ બહુ ઓછા જાણે છે. બુદ્ધનું જીવનચરિત્ર પાલિગ્રંથમાં છે, પણ તેમાં એ વિગત નામમાત્રની છે. પાલિપિટક પછીના સંક્રમયુગમાં જે મહાયાન સાહિત્ય રચાયું, તેમાં બુદ્ધના ગૃહસ્થાશ્રમ–પ્રવેશને લગતું ચિત્ર વિસ્તારથી આવે છે. આવો એક ગ્રંથ છે લલિતવિસ્તર.” એની રચના ઈસ્વી સનનાં પ્રારંભિક શતકોમાં થયાનું મનાય છે. એની ભાષા પાલિમાંથી સંસ્કૃત તરફ જતી એક મિશ્ર ભાષા છે. લલિતવિસ્તર” ને અર્થ છેઃ બુદ્ધની જીવનલીલાને વિસ્તાર. એની શૈલી પૌરાણિક છે અને એમાં કાવ્યચમત્કાર પણ જેવોતેવો નથી. જે કાંઈ કહેવામાં આવ્યું છે, તે બધું અતિહાસિક છે એમ ન સમજવું; પણ બુદ્ધ પિતે ઐતિહાસિક છે, એમનું લગ્ન એ પણ એતિહાસિક છે; આટલી મૂળ વસ્તુ વિશે તો પ્રશ્ન છે જ નહિ, પણ એમના લગ્નવર્ણનમાં લલિતવિસ્તારના લેખકે જે રગે પૂર્યા છે, જે ભાવનાઓ રજૂ કરી છે તેમ જ જે લગ્નજીવનને સ્પર્શતા પણ દરેક દેશ અને કાળના સમાજને ઉપયોગી થાય અગર અનુકરણીય બને એવા જે મુદ્દાઓ આદુલાદક શૈલીમાં કાવ્યબદ્ધ કર્યો છે, તે બુદ્ધના જીવનમાં બન્યા ન હોય તે પણ એના વ્યક્તિત્વને શોભાવે તેમ જ ઉઠાવ આપે તેવા છે; એટલું જ નહિ, પણ જે વાંચનાર સમજદાર હોય તો એને એમાંથી ઘણું શીખવા જેવું પણ છે. તેથી પ્રસ્તુત લેખમાં બુદ્ધના લગ્નપ્રસંગને લગતી એ “લલિતવિસ્તર ”માંની રોમાંચક વિગતે લિપિબદ્ધ કરવા ધારી છે. Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ ] દર્શન અને ચિંતન " પાલિ અને બીજા “મહાવસ્તુ' આદિ સાહિત્યમાં બુદ્ધની પત્નીનું નામ યશોધરા તરીકે જાણીતું છે, જ્યારે લલિતવિસ્તરમાં એનું નામ ગોપા છે; એટલે આ લેખમાં ગોપાના નામને જ ઉપયોગ કરીશું. બુદ્ધ એ વિશેષણ કે નામ ત્યાગ પછીનું છે; મૂળ નામ સિદ્ધાર્થ છે. સ્મૃતિગ્રંથમાં બ્રાહ્મ વગેરે આઠ પ્રકારનાં એ દર્શાવેલાં છે. તે જુદા જુદા સમયે અગર એક જ સમયે પણ જુદા જુદા સમાજોમાં બનેલી લગ્નધટનાઓ ઉપરથી તારવેલાં છે. પૌરાણિક અને ઇતર કથાસાહિત્ય કે નાટક-આખ્યાન સાહિત્યમાં જે અનેકવિધ લગ્નની ઘટનાઓ મળે છે, તે જોતાં સ્મૃતિકાએ વર્ણવેલા લગ્નના આઠ પ્રકારે એ સામાજિક યથાર્થતાનું એક નિરૂપણ લાગે છે. વળી, જ્યારે આ દેશ અને પરદેશના જુદા જુદા સમાજમાં બનતી અને પ્રવર્તતી લગ્નઘટનાઓ તેમ જ લગ્નપ્રથાઓ વિશે વાંચીએ છીએ, ત્યારે સ્મૃતિકાનું એ નિરૂપણ યથાર્થ લાગે છે. તેમ છતાં લલિતવિસ્તરમાં બુદ્ધ અને ગે પાનું જે લગ્નચિત્ર આલેખાયેલું છે, તે અનેક દૃષ્ટિએ બધાથી ચડી જાય એનું છે એમ લાગે છે. રામ મહાન પુરુષ, કૃષ્ણ પણ તેવા જ, મહાદેવ પણ દેવ જ, પાંડે પણ વીરપુરુષો, નળ પણ સુવિખ્યાત, અજ એક પૌરાણિક અને પૃથ્વીરાજ એ એતિહાસિક. આવા પુરુષોના લગ્નપ્રસંગે તે તે કાવ્ય કે પુરાણમાં આવે છે અને મેટેભાગે સામાન્ય જનતા એનાથી પરિચિત પણ છે. પરંતુ લલિતવિસ્તરમાં બુદ્ધ ને ગોપાનો જે લગ્નપ્રસંગ આવે છે, તે અત્યંત બેધપ્રદ હવા ઉપરાંત આકર્ષક અને રસપ્રેરક પણ છે, છતાં એ અજ્ઞાત રહ્યો હોય એમ લાગે છે. એમ ન હેત તે અશ્વઘોષ, કાલિદાસ, ભવભૂતિ જેવા અનેક કવિઓએ તે પ્રસંગ ઉપર મોહક કાવ્ય રચ્યાં હેત. રામ શવધનુર્ભાગ દ્વારા પરાક્રમને પુરાવો આપે છે ને સીતા એમને પતિ તરીકે સ્વીકારે છે. કૃષ્ણ કિમણીનું એની ઈચ્છાથી પણ હરણ કરે છે. મહાદેવ પાર્વતીની તપસ્યામૂલક ભક્તિથી એને સ્વીકારે છે. અર્જુનના મસ્યવેધથી દ્રૌપદી એને વરતાં છેવટે પાંચે ભાઈઓને વરે છે. દયમતી નળને અને દુમતી અને સ્વયંવરમાં માળા પહેરાવી પતિ તરીકે સ્વીકારે છે. સંયુક્તા પૃથ્વીરાજને સ્વયંવરમાં જ વરે છે. આટલા દાખલાઓમાં આપણે એ જોઈએ છીએ કે લગ્ન પહેલાં બન્ને ઉમેદવાર એકબીજાને ભલે ચાહતાં હોય છતાં છૂટથી એકબીજાની પરીક્ષા નથી કરતાં કે નથી કરતાં ગૃહસ્થાશ્રમને યોગ્ય ગણેની ધીર મીમાંસા. એક અથવા બીજા કારણે તેઓ પરસ્પર Page #708 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને ગોપા [ ૬૭૩ ચાહતાં હોય છે, પણ એ ચાહના પાછળ બંને ઉમેદવારોમાં સમાન સમજણ અને નિર્ભય તેમ જ મોકળા મનથી એકબીજા સાથે વિચારની આપલે આપણે જોતા નથી. જ્યારે બુદ્ધ અને ગેપમાં તે બધાથી ઊલટું છે. બુદ્ધ જેટલા સમજદાર, ગોપા તેથી જરાય ઓછી સમજદાર નથી જણાતી. બુદ્ધ જેટલા મોકળા મનથી વાત કરે છે, તેથી જરાય આછા મેકળા મનથી ગોપા બુદ્ધ સાથે વાત નથી કરતી. બુદ્ધ ધનુર્વિદ્યા દ્વારા પરાક્રમને પરચો તે બતાવે જ છે, પણ તે ઉપરાંત જે અનેક વિદ્યાઓ અને કળાઓમાં પિતાનું ચઢિયાતાપણું બતાવે છે તે રામ, કૃષ્ણ આદિ બીજા કોઈના લગ્નપ્રસંગમાં આપણે નથી જોતા. બીજા અનેક રોમાંચકારી પ્રસંગોમાં સૌથી ચઢી જાય એવો પ્રસંગ તો એ છે કે, ગોપા સાસુ-સસરા અને બીજા અનેક વડીલે સમક્ષ જરા પણ પડદો ન કરવાની પિતાની મક્કમ વૃત્તિનું એક ભવ્ય, ઉદાત્ત અને કુશળ તેમ જ વીર નારીને શોભે તેવી દલીલોથી સમર્થન કરે છે. એ સમર્થન આજની સમજદાર, શિક્ષિત અને સંસ્કારી વર કન્યાના સમર્થન કરતાં જરાય ઊતરે એવું નથી. જે લેખકે લલિતવિસ્તારમાં આ પ્રસંગ આલેખે છે, તેનામાં શ્રમણ પરંપરા અને તેમાંય ખાસ કરી બૌદ્ધ પરંપરામાં સ્થપાયેલી સમાનતા અને મુક્તતાની ભાવના બુદ્ધ અને ગોપાને વરણ-પ્રસંગ લઈને દૂબ રજૂ કરી છે. લેખક ગમે તે પ્રદેશનો હોય, ગમે તે કેમ કે જાતિને હોય, છતાં એણે બુદ્ધ અને ગે પાના પાત્રાલેખનમાં સ્ત્રી-પુરુષની સમાનતાની ભાવના એટલી બધી ઊંચી કક્ષાએ રજૂ કરી છે કે તે આજે સર્વત્ર માન્ય થાય તેવી છે. બુદ્ધ ને ગોપા એ બને પાત્રો કપિલવસ્તુનાં નિવાસી છે. બન્ને શાક્ય જેવા પ્રસિદ્ધ કુળનાં સંતાન છે; નેપાળ જેવા પર્વતીય પ્રદેશની મુક્ત હવામાં ઊછરેલાં છે. એ બધું હોવા છતાં છેવટે બન્નેને સંબંધ બૌદ્ધ પરંપરામાં પર્યાવસાન પામે છે અને બૌદ્ધ પરંપરાનું સ્ત્રી-પુરુષનું સમાનતાનું ધોરણ બીજી કોઈ પણ પરંપરા કરતાં તેટલા પ્રાચીન સમયમાં પણ કેટલું ચઢિયાતું હતું એ વસ્તુ બુદ્ધ અને ગોપાના સંવાદ, મિલન અને પરીક્ષણ–પ્રસંગોમાં આપણે વાંચીએ છીએ. મને લાગે છે કે લલિતવિસ્તરને આટલે ભાગ જુદી જુદી ભાષાઓ દ્વારા સામાન્ય જનતા સમક્ષ આવી રહ્યો હત, તે ગમે તેટલાં વિદેશી આક્રમણ અને બીજાં ભયસ્થાને હોવા છતાં પણ, ભારતીય નારીનું, ખાસ કરી સવર્ણ ગણાતી કેમેન નારીવર્ગનું, આટલું બધું પતન ન થાત અને આજે અનેકવિધ છૂટ ભેગવવા જે યુરોપ-અમેરિકાના નારીવર્ગને ખલે લે પડે છે, તે કરતાં પણ સરસ દાખલે એકમાત્ર ગોપાના પ્રસંગમાંથી મળી Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ ] દર્શન અને ચિંતન રહેત. આ દષ્ટિએ બુદ્ધ ને ગેપના એ વરણ–પ્રસંગનું આખું ચિત્ર વાચકે સમક્ષ રજુ કરવા જેવું લાગવાથી પ્રસ્તુત પ્રયત્ન છે. બને તેટલું ટૂંકાવાની વૃત્તિ હોવા છતાં એ પ્રસંગ એટલે બધે મધુર છે કે તેને સાવ ટૂંકાવવા જતાં એને આત્મા જ હણાઈ જાય; પણ વાંચનાર ધીરજ રાખશે તે એને એ લંબાણ કંટાળો નહિ આપે. લગ્નનું કહેણ એકવાર એકત્ર મળેલા મેટા મોટા અનેક શાક્યોએ શુદ્ધોદનને કહ્યું કે કુમાર સિદ્ધાર્થ ઉંમરલાયક થયો છે. જ્યોતિષીઓ અને સામુદ્રિકેની ભવિષ્યવાણી છે કે કાં તો તે ધર્મપ્રવર્તક થશે અને કાં તે તે ચક્રવતી. એટલે જે એનું લગ્ન કરી દેવામાં આવે તો તે ઘરમાં વસી, સ્ત્રીસુખમાં પડી ન્યાયે રાજ્ય કરશે અને અનેક વીરપુત્રને જન્મ આપી શાક્યકુળ દીપાવશે. શુદ્ધોદને જવાબ આપ્યો કે કન્યાની તપાસ કરીશું. ઉપસ્થિત દરેક શાક્ય આગેવાનોએ કહ્યું કે અમારી કન્યા તેને એગ્ય છે; પણ શુદ્ધોદન કહે છે કે કુમારને પૂછવા વિના આપણો નિર્ણય કામનો નથી. પછી તે બધા જ વડીલ શાળ્યોએ મળી કુમારને પૂછયું કે, “તને કઈ કન્યા પસંદ છે?” કુમાર સિદ્ધાર્થે કહ્યું કે, “હું આજથી સાતમે દિવસે જવાબ આપીશ.” લગ્ન વિશે મંથન અને નિર્ણય - કુમાર જોધિસત્વને પ્રથમ તે થયું કે હું ભેગના દોષ જાણું છું; મને એકાંતમાં ધ્યાનમગ્ન રહેવાનું ગમે છે; તે હું ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે શોભે? પણ ત્યાર બાદ વધારે વિચાર કરતાં તેને લાગ્યું કે ગૃહસ્થાશ્રમમાં દાખલ થવાથી અનેક પ્રાણીઓનું ભલું જ થવાનું છે. કમળ કાદવ અને પાણીમાં રહેવા છતાં લેપાતું નથી તેમ હું અલિપ્ત રહીશ અને પૂર્વે થઈ ગયેલા બધા જ બોધિસોએ એ રીતે અલિપ્તપણે ગૃહપ્રવેશ કર્યો પણ છે. તેથી લોકહિતની દષ્ટિએ લગ્ન તે કરવું, પણ કન્યા યોગ્ય મળે તે જ. આમ વિચારી તેણે કન્યાની યેગ્યતાને લગતા પિતાના વિચારે લખી મેકલ્યા. તેના એ વિચારે આપણું ખાસ ધ્યાન ખેંચે છે. તે આ રહ્યા: પિતાને પત્ર અને ગ્ય કન્યાની પસંદગીની સૂચના જે પ્રાકૃત કે અસંસ્કારી હોય, તે કન્યા મારી વધુ થવા લાયક નથી જ. જેનામાં અદેખાઈ વગેરે દોષ ન હય, જે હંમેશાં સત્ય Page #710 -------------------------------------------------------------------------- ________________ બુ અને ગેપ [ ૬૫ ભાષિણી હેય, જે આળસ સેવ્યા સિવાય મારા ચિત્તને અનુસરે તેમ જ જે શુદ્ધ ખાનદાનવાળી હવા ઉપરાંત રૂ૫-યૌવનવતી પણ હોય; એટલું જ નહિ, પણ રૂપ છતાં રૂપને મદ ન હોય, જેનું ચિત્ત માતા અને બહેનના જેવું પ્રેમાળ હૈય; જે સ્વભાવે ઉદાર હાઈ બ્રાહ્મણ અને શ્રમ ને દાન દેવાની વૃત્તિવાળી હોય; જે પિતાના પતિમાં એટલી બધી સંતુષ્ટ હોય કે સ્વમમાં પણ અન્ય પુરુષને ન ચિંતવે; જે ગર્વિષ્ઠ કે ઉદ્ધત ન હોય પણ ધીટ હેય; જે નમ્ર હોવા છતાં દાસી કે ગુલામડી જેવી ન હોય પણ સ્વમાની હેય; જે કેફી પીણાં કે ઉન્માદક ગીત, સુગધ આદિમાં આસક્ત ન હોય, એવી નિર્લોભવૃત્તિવાળી હોય કે જે કાંઈ પિતાનું હોય તેમાં જ સંતુષ્ટ રહે, પણ બીજાની પાસેથી કશું જ મેળવવાની આશા ન સેવે; જે ચંચળ કે અસ્થિર ન હોય અને જે લજજાના ચિહ્ન લેખે પડદે સેવનાર કે બેઠાડુ ન હોય; જે ઊંઘણશી ન હોય, જે વિચારશીલ હોય અને જે સાસુ તેમ જ સસરા પ્રત્યે પ્રેમ ધરાવે તેવી હોય; જે દાસ-દાસીવર્ગ પ્રત્યે પોતાની જાત એટલે જ પ્રેમ રાખે તેવી હોય; જે શાસ્ત્રીય વિધિ પ્રમાણે સૌની પછી સૂએ અને સૌના પહેલાં ઊઠે તેવી હૈય; જે સૌના પ્રત્યે મિત્રતા રાખનારી હોય અને કુમારી હૈય–જે આવી કન્યા હોય તે, હે પિતાજી ! તમે એને મારે માટે પસંદ કરે.” કન્યાની શોધ - પિતા શુદ્ધોદને પુરેહિતને બોલાવી તેના હાથમાં સિદ્ધાર્થ તરફથી આવેલે લેખ મૂકી કહ્યું કે આ લેખમાં સૂચવ્યા મુજબના ગુણવાળી કન્યા શોધી લાવે. કન્યાની પસંદગીમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શક એવો કોઈ વર્ણ કે જાતિભેદ જેવાને નથી; કારણ કે કુમાર કેવળ ગુણાર્થિક છે, નહિ કે કુળ કે ગાત્રને અર્થે. પુરોહિત પિલવસ્તુ નગરમાં ચોમેર ભટક્યો, પણ યોગ્ય કન્યા ન જોઈ. છેવટે દંડપાણિ નામના શાક્યને ત્યાં પ્રવેશ કરતાં જ એવી કન્યા નજરે પડી, જે પુરોહિતને બધી રીતે એગ્ય લાગી. કન્યા પણ પરેહિતને આવેલા જોઈ તેના પગમાં પડી અદબપૂર્વક બેલી કે, “મહારાજ ! શા માટે પધાર્યા છે?” પુરોહિતે લિખિત પત્ર આપી કહ્યું કે આમાં વર્ણવ્યા છે એવા ગુણ હોય તેવી કન્યા સિદ્ધાર્થ માર પસંદ કરે છે.” કન્યાએ વાંચીને જરા પણ ઢીલ કર્યા વિના સ્મિતપૂર્વક જવાબ આપ્યો કે, જાવ અને કુમારને કહે કે એ બધા ગુણે મારામાં છે. હું તે સૌમ્ય કુમારની પત્ની થઈશ. કેઈ હીન કે પ્રાકૃત પાત્ર સાથે એને સંબંધ ન થાવ.' Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ ] દર્શન અને ચિંતન બુદ્ધ અને ગોપાનું મિલન તેમ જ સંવનન પુરેહિતે કન્યાનું એ વચન શુદ્ધોદનને જઈ સંભળાવ્યું. શુદ્ધોદને વિચાર્યું કે કુમાર કાંઈ આવા વચનમાત્રથી માની લે તેવો નથી; એટલે ભારે કાંઈક વધારે ખાતરી કરાવનાર માર્ગ લેવો જોઈએ. આમ વિચારી તેણે નક્કી કર્યું કે મારે કીમતી ધાતુનાં સુંદર અને ચે તેવાં પાત્રો બનાવરાવવાં. કુમાર ઉપસ્થિત બધી કન્યાઓને પાત્રે વહેચે ને જેના ઉપર એની નજર ઠરે એ કન્યાને તે ચાહે છે એમ સમજી આગળનું બધું ગોઠવવું. શુદ્ધોદને વિચાર્યા પ્રમાણે પાત્રો તૈયાર કરાવી નગરમાં ઘોષણા કરાવી કે સભાસ્થાનમાં બધી કન્યાઓએ ઉપસ્થિત થવું. તેમને કુમાર દર્શન આપશે અને કીમતી પાત્રોની ભેટ પણ આપશે. શુદ્ધોદને ગુપ્ત રીતે વિશ્વાસુ માણસોને રોકી એમ પણ સૂચવ્યું કે પાત્રો વહેંચતી વખતે કુમારની નજર કેના ઉપર ઠરે છે, તે તમે મને જણાવજે. યાજના પ્રમાણે સભામંડપમાં નગરકન્યાઓ આવતી ગઈ અને સિદ્ધાર્થનું દર્શન કરી, મળ્યું તે પાત્ર લઈ તરત ચાલતી થઈ પણ એકેય એમાં એવી ન નીકળી કે જે સિદ્ધાર્થની શોભા કે તેજને ઝીલી થોડી વાર સાહસપૂર્વક તેની સામે ઊભી રહી શકે. છેવટે પેલી દંડપાણિની પા નામની કન્યા આવી અને સભામંડપમાં પરિવાર સાથે એક બાજુ ઊભી રહી તેમ જ અનિમેષ નયને કુમારને જતી રહી. જ્યારે તેને પાત્ર ન મળ્યું, ત્યારે હસતી હસતી કુમાર પાસે જઈ તે બોલી કે, “મેં શું બગાડયું છે કે મને પાત્ર ન મળ્યું ?” કુમારે કહ્યું કે, “હું તારું અપમાન નથી કરતે, પણ તું સૌથી પાછળ આવી અને પાત્રો તો પૂરાં થયાં.” એમ કહી કુમારે પિતાની કીમતી વીંટી તેને આપી. ગોપા બોલી, “કુમાર ! હું તમારી વીંટીને લાયક છું.” કુમારે ફરી કહ્યું, “તે પછી લે આ મારાં આભરણે.” ગોપા બેલી, “અમે કાંઈ કુમારને વ્યસંકૃતઅલંકારહીન–કરવા નથી ઈચ્છતાં; ઊલટું, અમે તે ભારને અલંકૃત કરીશું અર્થાત્ મારની–કામદેવની આરાધના દ્વારા જ પારને જીતીશું. ” આમ મધુર વ્યંગ્યક્તિ કરી તે કન્યા ચાલતી થઈ કન્યાનું માથું અને દંડ૫ાણિને જવાબ . આ બધું જોઈ પેલા ગુપ્ત પુરુએ રાજા પાસે યથાવત નિવેદન કર્યું કે, “દેવ ! દંડપાણિની ગેપા નામની કન્યા ઉપર કુમારની આંખ ઠરી છે; એટલું જ નહિ, પણ એ બન્ને વચ્ચે થોડી વાર વાતચીત પણ થઈ છે. આ હકી, 1 રૂાગી શબ્દોને પુરોહિતને મોકલી દંડપાણિ પાસે કન્યાનું માગું કર્યું, Page #712 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને પા [ ૬૭૭. પણ દંડપાણિએ જવાબ આપે કે, “કુમાર તે ઘરમાં જ સુખે ઊછરેલા છે અને હું તે યુદ્ધ તેમ જ કળા કે શિલ્પમાં કુશળ હોય તેવાને જ કન્યા આપવાનો છું. કુમાર કાંઈ યુદ્ધ, કળા કે શિલ્પમાં કુશળ નથી.” શુદ્ધોદનની મૂંઝવણ - પુરોહિતે દંડપાણિને જવાબ રાજાને કહી સંભળાવ્યો. રાજા ઊંડા વિચારમાં પડ્યો કે મને અત્યાર અગાઉ બે વાર લેકેએ ચેતવ્યું હતું કે જે કુમાર રાજમહેલની બહાર ન નીકળતા હોય તે અમે તેમની સાથે રમતગમત કે અખાડા આદિના પ્રયોગોમાં ભાગ લેવા આવીને શું કરવાના? ખરેખર, હવે એ સંકટ સામે આવ્યું છે. કુમારને ખબર પડી કે રાજા ખૂબ ચિંતાતુર છે. તેણે આવીને પૂછ્યું કે, “પિતાજી ! કહો કે ઉદાસ શા માટે છો?” “તારે શું કામ છે ?–એમ કહી રાજાએ ટાળવા માંડ્યું, પણ છેવટે કુમારના આગ્રહથી રાજાએ દંડપાણિની કન્યા આપવાને લગતી શરત વિશેની બધી હકીકત સ્પષ્ટ કહી. કુમારે તરત જ જવાબ આપ્યો કે, “શું મારી સાથે કોઈ બધા પ્રયોગમાં ઊતરે તેવો છે?” રાજાએ પૂછ્યું કે, “ તું વ્યાયામ, - યુદ્ધ, શિલ્પ આદિના બધા પ્રયોગો કરી શકીશ?” કુમારે કહ્યું, “અવશ્ય. બધા વિશારદની હાજરીમાં બીજાઓની સાથે સ્પર્ધામાં અવશ્ય ઊતરીશ.” સિદ્ધાર્થને હરીફાઈમાં વિજય અને પા સાથે વિવાહ - રાજાએ પ્રસન્ન થઈ ઢોરે પિટાવ્યો કે “આજથી સાતમે દિવસે કુમાર બધી જાતના ખેલ, તમાશા અને કૌશલપ્રયોગમાં ગમે તે બીજા સાથે હરીફાઈમાં ઊતરશે, માટે જે જે એ બાબતમાં કુશળ હોય તે બધાએ ઉપસ્થિત થવું અને સ્પર્ધામાં ભાગ લેવો. ઘેષણને અનુસરી મેદાનમાં પાંચ શકય કુમારે હરીફાઈમાં ભાગ લેવા આવ્યા. પેલી ગેપ પણ આવી અને તેણીએ એક જયપતાકા ખોડી, અને જાહેર રીતે ઉચ્ચાર્યું કે જે તલવાર, ધનુષ વગેરેના યુદ્ધમાં તેમ જ ઇતર કળા કૌશલના પ્રગમાં જીતશે તે આ પતાકાને અધિકારી છે. વિશ્વામિત્ર નામના લિપિત્તની સાક્ષીએ લિપિજ્ઞાનની હરીફાઈ થઈ તે છેવટે વિશ્વામિત્રે કહ્યું કે આ સિદ્ધાર્થ જેટલી લિપિઓ જાણે છે તેટલી તે હુંય નથી જાણત, માટે વિજય એને વરે છે. ત્યાર બાદ ગણિતની હરીફાઈ શરૂ થઈ એમાં પણ કુમાર છ. અનુક્રમે બધી જ કળાઓમાં, કુસ્તીમાં અને ધનુર્વિદ્યા આદિ પ્રગમાં કમાર સિદ્ધાર્થ જ છે. આ જીતથી એક બાજુ તમામ પ્રેક્ષકે નાચી ઊડ્યા ને કુમાર ઉપર પુષ્પવર્ષા Page #713 -------------------------------------------------------------------------- ________________ % ) દર્શન અને સિંહના કરી, તે બીજી બાજુથી દંડપાણિએ પિતાની શરત પૂરી થયેલી જોઈ પિતાની કન્યા કુમાર સિદ્ધાર્થને અપ. મેપ ઘીરેદાર વિધરૂપે ગેમા બધિસત્વની અગ્રમહિણી બની. તે સાસુ-સસરા કે બીજા તમામે પરિવાર સમક્ષ મેટું ઢાંક્યા વિના કે પડદે ર્યા વિના આવતી જતી અને વ્યવહાર કરતી. આ જોઈ તે બધાં વિચારમાં પડ્યાં કે હજી તે આ નવોઢા છે અને કોઈ વડીલ સામે પડદો કરતી જ નથી. તેઓને ગોપાના મુક્ત અને સ્વસ્થ વ્યવહારથી કાંઈક માઠું લાગ્યું, અગર ચાલુ રિવાજના ભંગથી મનદુઃખ થયું. આ વાતની ગપાને જાણ થઈ એટલે તેણે પિતાના પરિવાર સમક્ષ એક સાત્વિક, વિચારપૂર્ણ અને નિર્ભય નિવેદન કર્યું, જે નિવેદન લલિતવિસ્તારમાં ગાથાબદ્ધ છે અને એ ગાથાપટ્ટો પણ સુગેય તથા લલિત છે. અહીં તે એનો સાર માત્ર આપીશું. ભલે કોઈ એગ્ય કવિ એ ધંધોને ગુજરાતીમાં પદ્યબંધ અનુવાદ કરે. , “જે આર્ય છે તે તે મુખ ખુલ્લું હોય તેય બેસતાં કે હરતાં-ફરતાં, ધ્વજના અગ્રભાગમાં ચમકતા મણિરત્નની પેઠે, દીપી નીકળે છે. આયંજન, કપડાનું આવરણ ન હોય તેય, ઊઠતા-બેસતાં બધે જ શોભી નીકળે છે. “ જેવી રીતે બુલબુલ રૂપથી અને સ્વરથી શોભે છે, તેવી રીતે આર્યજન પડદા વિના પણ બેલે કે મૌન રહે તેય શોભે છે. : “આર્ય હોય તે નિવસન હોય કે કુશચીવર ધારી હેય, અગર જીર્ણ વસ્ત્રધારી કે દુર્બળ શરીર હોય, છતાં તે ગુણવાન હોવાથી પિતાના તેજથી જ શોભી ઊઠે છે. “જેના મનમાં કોઈ પાપ નથી તે આર્ય ગમે તે સ્થિતિમાં શોભી ઊઠે છે. તેથી ઊલટું, મલિન વૃત્તિવાળો અનાર્ય પુષ્કળ આભૂષણો ધરાવતું હોય તેમ નથી શેભ. જેનું મન પથ્થર જેવું કઠણ છે અને જેના હૃદયમાં પાપ ભર્યું છે છતાં વાણીમાં માધુર્ય છે તેવા અમૃત છાંટેલા પણ ઝેરથી ભરેલા ધડાની પિઠે બધાંને માટે હંમેશાં આદર્શનીય છે. જે આથી દરેકના પ્રત્યે બાળકની પેઠે નિર્દોષ અને સૌમ્યવૃત્તિવાળા છે Page #714 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને મે [ ૬ તેમ જ બધાને માટે તીર્થની પેઠે સેવનીય છે, તેવા આર્યોનું દર્શન દહીં અને દૂધથી ભરેલા ઘડાની પેઠે સુમંગળ લેખાય છે. “જેઓમાં પાપવૃત્તિ નથી અને જેઓ પુષ્યવૃત્તિથી શોભે છે, તેવાઓનું દર્શન સુમંગળ છે અને સફળ પણ છે. ' “જેઓ શરીર, વચન અને દિયેમાં સંયત છે અને પ્રસન્ન મનવાળા છે, તેવાઓ માટે મોટું ઢાંકવું કે પડદે કર નકામે છે. જેઓનું મન નિરંકુશ કે સ્વચ્છંદી છે, જેને લાજ કે શરમ નથી અને જેનામાં ઉપર કહ્યા તેવા ગુણે કે સત્યભાષિતા નથી, તેવાઓ જે ઢગલાબંધ વસ્ત્રોથી પિતાની જાતને ઢાંકે તેય ખરી રીતે તે પોતાના દેશને જ ઢકે છે; અર્થાત્ તેઓ શરીરે સવસ્ત્ર છતાં દુનિયામાં નગ્નશિરોમણિ નાગડાઓના જેવા વિચરે છે. - જે આર્યનારી ઈદ્રિય અને મનથી સંયત છે તેમ જ જે સ્વપતિમાં સંતુષ્ટ હેઈ બીજા કોઈ પુરુષને વિચાર સુધ્ધાં કસ્તી નથી, તેવી આ સૂર્ય અને ચંદ્રના પ્રકાશની પેઠે પિતાના રૂપને ઢાંકતી નથી. તેને માટે મેટું ઢાંકવું લ.જ કાઢી બે નર જ છે, “વળી બીજાનું મન સમજી શકનાર ઋષિ-મહાત્માઓ અને દેવગણે મારું હૃદય તેમ જ મારું શીલ જાણે છે, તે પછી મુખનું અવગુંઠન મને શું કરવાનું છે ? હું જેવી છું તેવી તે ઋષિઓ અને દેવાની નજરમાં દેખાઉં જ છું, પછી મુખાવગુંઠન હોય કે ન હોય.’ ગોપાની આર્યનારીને શેભે એવી વિચારપૂત તેમ જ નિર્ભય યુક્તિ સાંભળી રાજા શુદ્ધોદન આવી પુત્રવધૂ મળવા બદલ એટલે બધે પ્રસન્ન થયે કે તેણે બહુ કીમતી મતી અને ફૂલને હાર તેને ખુશાલીમાં પહેરાવ્ય અને છેવટે ઉદાર કાઢયો કે જેવી રીતે મારા પુત્ર સિદ્ધાર્થ ગુણોથી શોભે છે, તેવી જ રીતે આ વધૂ પણ ગુણથી શોભે છે, એટલે આ બન્નેને સમાગમ એ ઘી અને ખાંડના જેવો છે. ઉપસંહાર ઉપરના વર્ણનમાં મુખ્ય પાત્ર ચાર છે. તે દરેકની વિશેષતા * બીજે ક્યાંક વાંચેલી સમરણમાં આવતી ગોપાની સમર્થ અને બુદ્ધિપ્રધાન એક દલીલ એ પણ છે કે જે મેં ઘુંઘટ ખેંચ્યા હોત તો તમારા જેવા વડીલેનાં શ્રી અને સૌ દર્યસંપન્ન મુખનું દર્શન હું કેમ પામી શકતો વળી સ્ત્રીઓએ ઘૂંઘટ કાઢ એ તો પુરુષોનાં હૃદયની મલિનતાને સૂથક બને, Page #715 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] દર્શન અને ચિંતન આપણું ધ્યાન ખેંચે છે. એ વિશેષતા આજે અને હંમેશાં લગ્નના પ્રશ્ન પર કેટલી કામની છે, તે સમજવાની દષ્ટિએ હવે આપણે એની ટૂંકમાં તારવણી કરીશું. ૧. શુદ્ધોદન : પિતા અને શ્વશુર તરીકેની શુદ્ધોદનની ચાર વિશેષતાઓ ભણી આપણું ધ્યાન જાય છે. પહેલી એ કે ઉંમરલાયક સંતતિને પૂછળ્યા વિના, તેને નિર્ણય જાણ્યા વિના, લગ્ન બાબત પિતાનો નિર્ણય તેના ઉપર ઠેકી ન બેસાડવાની વૃત્તિ, અર્થાત લગ્નની પસંદગીમાં સંતતિની ઇચ્છાનું મુખ્ય સ્થાન. બીજી વિશેષતા કન્યાની યોગ્યતા વિશેની કસોટી છે. શુદ્ધોદનની મુખ્ય કસોટી પાત્રની ગુણવત્તા છે. તે શદ્ર કન્યા હોય તો પણ જે ગુણની દૃષ્ટિએ ચઢિય તી હોય, તે કુમાર માટે પસંદ કરે છે. એને મન બ્રાહ્મણ કે ક્ષત્રિય આદિ કહેવાતી ઉચ્ચ જાતિનું કોઈ મહત્ત્વ નથી. એને ખરું મહત્ત્વ ગુણમાં જ દેખાય છે, જે સુખી દામ્પત્યની સાચી ભૂમિકા છે. ત્રીજી બાબત કુમાર સિદ્ધાર્થને વરવાની કન્યા ગોપાની ઈચ્છા પુરોહિત દ્વારા જાણ્યા પછી પણ કુમારને મોકળા મનથી કન્યાની છેલ્લી પસંદગી કરી લેવા માટેની તક આપવી તે. ચોથી બાબત વધારે મહત્ત્વની લાગે છે. વડીલે સમક્ષ ઘૂંઘટ કે લાજ નહિ કાઢવા માટે રૂઢિચુસ્ત લેકે તરફથી ટીકા થતાં જ્યારે ગોપા શિષ્ટ અને વીર નારીની હેસિયતથી લાજ કાઢવા અને ન કાઢવા વચ્ચેનું અંતર માર્મિક રીતે પ્રગટ કરે છે, ત્યારે શ્વશર તરીકે શુદ્ધોદને પુત્રવધૂ ગોપાના વક્તવ્યને સ્વચ્છંદી કે ઉદ્ધત ન લખતાં ઊલટું વધાવી લઈ તેને પ્રતિષ્ઠા આપી લાજની રૂઢિને તેડી તે. * ૨. દંડપાણિ ? બીજું પાત્ર દંડપાણિ છે, જે ગપાને પિતા છે. પુત્રી ગેપ કુમાર સિદ્ધાર્થને વરવા ઈચ્છે છે એ જાણ્યા પછી પણ તે શુદ્ધોદને કરેલા ભાગાને સ્વીકાર્યા પહેલાં એક એવી શરત મૂકે છે કે જે શરતમાં કુમાર પસાર થાય તો પુત્રીને પિતાની પસંદગી કર્યા બદલ પ્રસન્નતા થાય અને હોંશ વધે, અને જે શરતમાં ઉમેદવાર પસાર ન થાય તે કન્યાને પિતાને જ પોતાની પસંદગી કે નિર્ણય બદલવાની તક મળે, અને પિતા તરીકે ઉંમરલાયક પુત્રીની ઈચ્છાને કશી દલીલ આપ્યા વિના અવગણવાના અનિષ્ટ પરિણામથી બચી જવાય. - ૩. સિદ્ધાર્થ : ત્રીજું પાત્ર સિદ્ધાર્થ છે. એની વિશેષતાઓ તે ધણી છે: (૧) કુટુંબીઓ લગ્ન બાબત પૂછવા જાય છે, ત્યારે તુરતાતુરત હા કે ના ન પાડતાં સાત દિવસ પછી પૂર્ણ વિચાર કર્યા બાદ જવાબ Page #716 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને ગેપા [ ૬૮૧ આપવાનું કહે છે અને તે જવાબ પણ એક વિચારશીલ સુશીલ પુત્રને શોભે એવી રીતે લખીને, અને તે પણ સ્પષ્ટપણે, પિતાને આપે છે. એમાં તે પિતાની પસંદગી પામવા ગ્ય કન્યા કેવી હોઈ શકે તે દર્શાવતાં -દામ્પત્ય, કુટુંબ અને સમાજજીવનને સુખી કરવા માટે જે આવશ્યક ગુણ છે તેને ખાસ નિર્દેશ કરે છે, જે ભાવી બુદ્ધની એક વિચારભૂમિકા સૂચવે છે. (૨) ગોપાએ પોતાની કરેલી પસંદગીમાં તે કેટલી વાજબી છે એની એના પિતા દંડપાણિને પાકી ખાતરી કરી આપવા તેમ જ ગોપાનું સન્માન વધારવા અને સાથેસાથ પિતાના પિતા શુદ્ધોદનને થતી ચિંતા ટાળવા કુમાર સિદ્ધાર્થ દંડપાણિએ મૂકેલી શરતમાં ભાગ લેવા તૈયાર થાય છે અને શારીરિક તેમ જ બૌદ્ધિક બધી જાતની પરીક્ષાઓમાં પૂર્ણ સફળ થઈ લગ્ન માટે સુપ્રસન્ન વાતાવરણ સર્જે છે. ૪. ગોપા : ચોથું પાત્ર ગોપા છે. તે જેમ પાત્રમાં છેલ્લું છે તેમ તે અનેક દૃષ્ટિએ ચઢિયાતું પણ લાગે છે. ભાવિ બુદ્ધ જેવી વ્યક્તિને માટે પત્ની તરીકે વધારેમાં વધારે યોગ્ય પાત્રની જે આશા રાખી શકાય અને જે કલ્પના કરી શકાય તે ગેધામાં સિદ્ધ થતી લાગે છે. (૧) વધૂની પસંદગી બાબતન કુમારને પત્ર પુરહિત પાસેથી લઈ વાંચતાંવેંત જ ગોપાએ દર્શાવેલ એને આત્મવિશ્વાસ કે હું કુમારની ગુણપસંદગીને અવશ્ય સંતવું તેમ છું. (૨) સભામંડ૫માં કુમારને હાથે વહેંચાતી ભેટ લેવા જવામાં ગોપા સંકેચ નથી સેવતી, છતાં તે એક ખાનદાન કન્યાને સહજ એવી મર્યાદા સાથે પોતાની સખીઓ સાથે જ ત્યાં જાય છે અને કુમાર સાથે બલવાને પ્રસંગે ઉપસ્થિત થતાં કટાક્ષ તેમ જ વિનોદપૂર્ણ શૈલીથી કુમારને ત્યાં જ જીતી લે છે. (૩) જ્યારે રૂઢિબદ્ધ નરનારીઓ ઘૂંઘટ ન કાઢવા બદલ મેર ટીકા કરતાં જણાય છે ત્યારે એક ધીરેદાર નવપુત્રવધૂ લેખે તે શ્વશુર શુદ્ધોદનની સામાજિક ગૂંગળામણ ટાળવા તેમની સમક્ષ પોતાનો કેસ એવી ચાતુરી, એવી નમ્રતા અને એવી સત્યનિષ્ઠાથી રજૂ કરે છે કે શુદ્ધોદન અને આખો સમાજ છેવટે તેના ઉદાર વલણને માન આપી સ્ત્રીવર્ગની એક તત્કાલીન ગુલામીને રૂઢિ સાથે જ ફેંકી દે છે. લલિતવિસ્તરના લેખક મોટે ભાગે ભિક્ષુ જ સંભવે છે. તે જન્મે, વતને અને ઉછેરે ગમે તે નાત, દેશ કે સમાજનો હોય, છતાં તે એક શ્રમણ વર્ગના–ખાસ કરી બૌદ્ધ સંધના–સભ્ય લેખે કઈ પણ જાતનાં નાત-જાત Page #717 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ ] દર્શન અને ચિંતન કે દેશ આદિનાં સંકુચિત બંધનોને આધીન રહ્યા સિવાય જ કેવળ ગુણવત્તાની ભૂમિકા ઉપરથી જ વિચાર કરતે લાગે છે. ત્યાગલક્ષી ભિક્ષુ હોવા છતાં તે - લેખક ગૃહસ્થાશ્રમનું અને તેમાંય દામ્પત્યજીવનનું જે મૂલ્ય આંકે છે, તે એની ઊંડી સમજણું દર્શાવે છે. જોકે એની સામે એક અટપટે પ્રશ્ન છે. તે એ કે દેશદેશાન્તરમાં ત્યાગી, ધ્યાન અને બ્રહ્મચારી તરીકેની સર્વોત્કૃષ્ટ પ્રતિષ્ઠા પામનાર બુદ્ધને તારુણ્યકાળમાં પણ લગ્નજીવનમાં કેવી રીતે પ્રવેશ કરાવો અને એ ઘટનાને બંધબેસતી કરવી ? હજારે નહિ, લાખે કે જેને પૂર્ણ બ્રહ્મચર્યના સમર્થક તરીકે પૂજતા હોય, તેને તેના ચરિત્રચિત્રણમાં એક તરૂણીના સહભાગી ને સખા થતા જોવામાં એકાંગી ભક્તોને આંચકો લાગે. જાણે કે આવી જ કોઈ મુશ્કેલીમાંથી છૂટવા માટે એ લેખકે કુમાર સિદ્ધાર્થ પાસે લગ્ન કરવું કે ન કરવું એ પ્રશ્ન પર વિચાર કરાવ્યું છે; અને તે વિચાર એવો કે લગ્નના દોષ જાણવા છતાં છેવટે લોકકલ્યાણની ભાવના તેમ જ પૂર્વ પરંપરાને અનુસરવાની દૃષ્ટિથી સિદ્ધાર્થ લગ્ન કરવાનો નિર્ણય કરે છે. લેખક બૌદ્ધ ભિક્ષુ હોવા છતાં અંતે તૈત્તિરીય ઉપનિષદમાંની પ્રજ્ઞા તનું મા સચવણીઃ એ સનાતન રાજમાર્ગ જેવી ગાઈશ્ય દીક્ષાને જ સ્વીકારે છે. –અખંડ આનંદ, જુલાઈ ૧૯૫૪. Page #718 -------------------------------------------------------------------------- ________________ સુગતને મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને મેધાનો સમન્વય [૮] જીવનમાત્રના, ખાસ કરી માનવજીવનના, મુખ્ય બે પાયા છે. શ્રદ્ધા અને મેધા. આ બંને એકમેકથી કદી તદ્દન છૂટા પડી શકતા જ નથી, ભલે ક્યારેક કેઈમાં એકની પ્રધાનતા અને બીજાની અપ્રધાનતા-ગૌણતા હોયજ્યાં અને જ્યારે શ્રદ્ધા તેમ જ બુદ્ધિને સંવાદ, સુમેળ યા પરસ્પરની પુષ્ટિ તેમ જ વૃદ્ધિ કરે એ સમન્વય થવા પામે છે ત્યાં અને ત્યારે માનવજીવન ખીલી ઊઠે છે. જેટલા પ્રમાણમાં એ સંવાદ વધારે તેટલા પ્રમાણમાં માનવજીવનની દીપ્તિ વિશેષ. બુદ્ધના જીવનને વેગ્ય રીતે સમજવાનો માપદંડ આ સત્ય ઉપર પ્રતિષ્ઠિત છે. થીક અને સેમેટિક વિચારધારા આપણે ઇતિહાસથી જાણીએ છીએ કે ગ્રીસમાં મેધા યા બુદ્ધિશક્તિના વિકાસ ઉપર વધારે પડતો ભાર અપાયેલે, જેને લીધે ત્યાં તત્ત્વચિન્તન તેમ જ અનેક ક્ષેત્રોને સ્પર્શતી મુક્ત વિચારધારાઓ અને સ્વતંત્ર ચચીઓ ખીલી; તેમાંથી આંજી દે એ બૌદ્ધિક ચમકાર અસ્તિત્વમાં આવ્યું, પરંતુ ત્યાં બૌદ્ધિક ચમકારાને જોઈએ તેવું ધાર્મિક બળ યા તે એ સૂક્ષ્મ ચિન્તનને જીવનમાં એગ્ય રીતે ઉતારવાનું શ્રદ્ધાબળ ન ખીલ્યું. બીજી બાજુ આપણે એ પણ જાણીએ છીએ કે સેમેટિક (યાહૂદી, આરએ આદિ) પ્રજામાં મુખ્યપણે શ્રદ્ધાબળ પ્રગટયું. તેથી ત્યાં ખાસ ખાસ માન્યતાઓને જીવનમાં વણી લેવાને પુરુષાર્થ વિશેષ થશે. ગ્રીસની સૂક્ષ્મ અહિ કહામૂલક ધર્મના યોગ્ય ટેકા વિના માત્ર ફિલસૂફીમાં મુખ્યપણે પરિણમી, તે સેમેટિક પ્રજાની શ્રદ્ધામૂલક ધર્મવૃત્તિ તત્વચિન્તનના સમર્થ પ્રકાશની મદદ વિના ગતિશત્ય ચોકઠામાં મુખ્યપણે પુરાઈ રહી. અલબત્ત, એ બંને દાખલાએમાં થોડાક અપવાદે તો મળી જ આવવાના. ભારતની સ્થિતિ પહેલેથી સાવ જુદી રહી છે. વેદકાળ કે ત્યાર પછીના. કાળમાં બુદ્ધિ અને શ્રદ્ધાની જે જે ભૂમિકા રચાતી આવી છે ત્યાં સર્વત્ર શ્રદ્ધામૂલક ધર્મ અને બુદ્ધિમૂલક તવચિંતન એ બન્ને સાથે જ ખીલતાં રહ્યાં Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ ] દર્શન અને ચિંતન છે. ક્યારેક કોઈ વર્તુળમાં શ્રદ્ધાનું એકઠું વધારે સખત થયું કે તરત જ તે વર્તુલના આન્તરિક કે બહારનાં બળેમાંથી એક નવું તત્વચિંતન પ્રગટે કે જેને લીધે એ સખત ચોકડું પાછું ઢીલું પડે અને તત્વચિંતનની દેરવણ પ્રમાણે નવેસર રચાય. એ જ રીતે જ્યારે કોઈ વર્તુળમાં બુદ્ધિમૂલક વિચારને સ્વૈરવિહાર જીવનગત આચરણની ભૂમિકાથી તદ્દન છૂટે પડી જાય ત્યારે એ વર્તુલના આન્તરિક કે તેની બહારનાં બળામાંથી એવી શ્રદ્ધામૂલક ધર્મભાવના પ્રગટે કે તે વિચારના સ્વૈરવિહારને આચાર સાથે એગ્ય રીતે સાંકળીને જ જંપે. ' આ રીતે ભારતીય જીવનમાં શ્રદ્ધામૂલક ધર્મ યા આચાર, બુદ્ધિમૂલક તત્ત્વવિચારના પ્રકાશથી અજવાળી રહ્યો છે, ગતિ પામતો રહ્યો છે; વિશેષ અને વિશેષ ઉદાત્ત બુદ્ધિમૂલક તત્વવિચાર, શ્રદ્ધામૂલક ધર્મના પ્રગની મદદથી વિશેષ અને વિશેષ યથાર્થતાની કસોટીએ પર ખાતે રહ્યો છે. તેથી જ ભારતીય બધી પરંપરાઓમાં વિચાર અને આચાર બન્નેનું સમ્મિલિત સ્થાન અને માને છે. બુદ્ધની વિશિષ્ટતા બુદ્ધના પહેલાં અને બુદ્ધના સમયમાં પણ અનેક ધર્માચાર્યો, તીર્થકરે અને ચિન્તક વિદ્વાને એવા હતા જે પિતપતાની પરંપરામાં પિતાની રીતે વિચાર અને આચાર બન્નેનું સંવાદી મૂલ્ય આંકતા. બુદ્ધે પોતે પણ વિચાર અને આચારનું સંવાદી મૂલ્ય જ આંધ્યું છે. તે પછી પ્રશ્ન થાય છે કે બીજા કરતાં બુદ્ધની વિશિષ્ટતા શી? આને ઉત્તર આપવો એ જ અત્રે પ્રસ્તુત છે. એક વાક્યમાં કહેવું હોય તે કહી શકાય કે બુદ્ધની વિશિષ્ટતા મધ્યમપ્રતિપદામાં છે; અર્થાત વિચાર અને આચારનાં તમામ ક્ષેત્રમાં એ બંનેને મધ્યમમાગ સંવાદ સાધવો એ જ બુદ્ધની વૈયક્તિક સાધના અને સામૂહિક ધર્મ પ્રવૃત્તિનું હાર્દ છે. આ કેવી રીતે, તે હવે જરા વિગતે જોઈએ. બીજા વિચારો તત્વજ્ઞાનની બાબતમાં બુદ્ધે જોયું કે કેટલાક વિચારકે જીવન યા ચિત કે આત્માનું અસ્તિત્વ વર્તમાન દેહના વિલયની સાથે જ વિલય પામે છે, એમ માને છે. અને તેઓ પિતાને આચાર પણ માત્ર વર્તમાન જીવનને સુખી બનાવવાની દૃષ્ટિએ જ જે છે અને ઉપદેશ છે. આવા ઈહલે કવાદી ચાર્વાકે ઉપરાંત બુદે બીજે પણ એક એ વિચારક વર્ગ જેવો જે Page #720 -------------------------------------------------------------------------- ________________ સુરતને મધ્યમમાર્ગ [ ૬૮૫. આત્માનું અસ્તિત્વ માત્ર વર્તમાન કાળ પૂરતું ન માનતાં શાશ્વત-સદા સ્થાયી માન, અને એ શાશ્વત જીવનને સદા સુખમય બનાવવાની દૃષ્ટિએ જ આચારપ્રણાલિકાઓ જતો ને તેને પ્રચાર કરતો. આ બન્ને વર્ગના વિચાર અને આચારમાં બુદ્ધને અતિરેક દેખાયો. બુદ્દે જોયું કે વર્તમાન જીવન એ અનુભવસિદ્ધ સત્ય બને છે, પણ એનાથી પહેલાં અને પછી જીવનનું કઈ અનુસંધાન નથી એમ માનવું તે કેવળ ઈન્દ્રિયને ધૂળ અનુભવ ઉપર, આધાર રાખી સૂક્ષ્મ વિચાર અને તર્કબળને નકારવા બરાબર છે. એ જ રીતે બુધે એ પણ જોયું કે તત્વચિન્તકે આત્મા અને લેકના શાશ્વતપણ. વિશે વિચાર કરતાં કરતાં એવી ભૂમિકાએ પહોંચ્યા છે કે જે કોઈને માટે વિચાર કે તર્કથી ગમ્ય નથી. તત્વજ્ઞાન પરત્વે મધ્યમમાર્ગ તત્વવિચારની આ સ્થિતિ જોઈ બુદ્ધને તેમાંથી મધ્યમમાર્ગનું સત્ય લાધ્યું. એ સત્યને અનુસરી તેણે જીવનતત્ત્વ યા આત્મતત્વને કેવળ ઈન્દ્રિયગમ્ય વર્તમાનકાળની શૂળ મર્યાદાથી પર એવી, પણ વિચાર અને તર્કથી સમજી શકાય એવી, સૈકાલિક મર્યાદાવાળું સ્વીકાર્યું. પણ સાથે સાથે એવા આત્મ તત્વને દેશ-કાળની અસરથી તદ્દન મુક્ત એવા શાશ્વતવાદની અગમ્ય કટિથી પણ મુક્ત રાખ્યું. આ રીતે બુદ્દે આત્મતત્વને ઉચ્છેદવાદ તેમ જ કૂટનિત્યવાદ બન્નેથી પર રાખી તેનું દરેક વિચારવાન અને તર્કશીલને સમજાય એવું પ્રવાહગામી સ્વરૂપ સ્થાપ્યું. તેણે કહ્યું કે જે આપણે વર્તમાન અનુભવ પ્રત્યેક ક્ષણે આન્તરિક જીવનમાં પણ ફેરફાર જેતે હેય અને પૂર્વ પૂર્વના સંસ્કારમાંથી નવનવા અનુભવ પામતે હોય તે એ જ અનુભવને આધારે આપણે સ્વીકારવું જોઈએ કે વર્તમાન જીવનને પ્રારંભ એ કાંઈ આકસ્મિક નથી, પણ અતીતપ્રવાહમાંથી ફૂટેલું એક વહેણ માત્ર છે. એ જ રીતે વર્તમાન જીવન પૂરું થવા સાથે એને આન્તરિક પ્રવાહ સમાપ્ત નથી થતો, પણ એમાંથી એક નવું ભાવિ વહેણ શરૂ થાય છે. આ રીતે બુદ્ધ આત્મા કે ચિત્તને ત્રણ કાળના પટમાં વિસ્તરેલ માનવા છતાં તેને સતત ગતિશીલ સ્વીકાર્યું અને એમાં જ પુનર્જન્મ, કર્મ, પુરુષાર્થ તેમ જ ચરમસુખવાદ એ બધું બુદ્ધિગમ્ય રીતે ઘટાવ્યું. આ થયે તત્ત્વજ્ઞાન પર બુદ્ધને મધ્યમમાર્ગ. Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ ] દર્શન અને ચિંતન આચાર પરત્વે મધ્યમમાર્ગ પિતાના તત્ત્વજ્ઞાનને અનુસરીને જ બુદ્ધ આચાર વિશે પણ મધ્યમમાર્ગ વિચાર્યો અને ઉપદે. બુદ્ધ આચાર યા ધર્મની આડીઅવળી ગલીકૂચીઓમાં ફાંફા મારતા લેકને એવી બાબતો જ કહી કે જે વિશે કોઈ સમજદાર વાંધો લઈ શકે નહિ, અને છતાં જે વનને ખરું સુખ આપે. વૈદિક પરંપરામાં ધર્મના યજ્ઞ, અધ્યયન અને દાન એ ત્રણ સ્કંધે જાણીતા હતા. બુદ્ધે એના સ્થાનમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ સ્કંધ ઉપર જ સૌનું ધ્યાન ખેંચ્યું. બુદ્ધે કહ્યું કે જીવનમાં સાચે અને થિર પ્રકાશ તે પ્રજ્ઞા યા વિવેકના ઊંડાણમાંથી જ લાધે છે, પણ એવી પ્રજ્ઞા ચિત્ત તે જ મેળવી શકે જે તે વિક્ષેપ ને ચંચળતાથી મુક્ત બની સ્થિરતા કેળવે. એવી સ્થિરતા યા સમાધિ શલના અનુશીલન વિના કદી સંભવી જ ન શકે. તેથી બુદ્ધ ધર્મની પ્રાથમિક ભૂમિકા તરીકે શીલવાન થવા ઉપર ભાર આપે. ગૃહસ્થ હોય કે ભિક્ષ, જે એ દુરશીલ હશે. સદાચારી નહિ હોય, સામૂહિક હિતમાં પિતાનું હિત સમાયું છે એ દૃષ્ટિથી નહિ વ તો તે ધર્મમાર્ગે કદી આગળ વધી નહિ શકે. શીલ, સમાધિ, પ્રજ્ઞા બુદ્ધે જ્યારે શીલ ઉપર ભાર આપે ત્યારે માનસિક શુદ્ધિને અગ્રસ્થાન આપ્યું. માનસિક શુદ્ધિ ન સધાતી હોય, ચિત્તમાંથી કલેશ નબળા પડતા ન હોય તો ગમે તેવા કઠોરતમ તપ આદિ ધાર્મિક આચારને પણ અનુસરવાની બુદ્દે ના પાડી. બુદ્ધને ઉત્કટ તપ યા બીજા પ્રકારના દેહદમન સામે વિરોધ હતે તો તેના મૂળમાં તેની દષ્ટિ એટલી જ હતી કે અન્ત શુદ્ધિ ન સધાતી હોય તે બાહ્યધર્માચારને કાંઈ અર્થ નથી. આ રીતે બુધે શીલ, સમાધિ અને પ્રજ્ઞાના ધર્માચાર પરત્વે પણ મધ્યમમાર્ગ જ સ્વીકાર્યો, જે એના મધ્યમમાર્ગી તત્વજ્ઞાનના સિદ્ધાંત સાથે બરાબર સંવાદ ધરાવે છે. . બુદ્ધે જીવનતત્ત્વ ત્રિકાળસ્પર્શ માન્યું, છતાં વર્તમાન જીવન ઉપર દષ્ટિને કેન્દ્રિત કરવા માટે વધારે ભાર આપે. આ ભાર ભૌતિક સુખવાદી લેકાયત દ્વારા અપાતા ભારથી જુદો છે. લેકાયત તે એટલું જ કહે કે તમારા હાથમાં જીવન આવ્યું છે તે એ ભણાય એટલું માણું લે. તેને ભાર ઈન્દ્રિયસુખ અને શરીરસુખને માણી લેવા ઉપર રહેતા. બુદ્ધ પણ વર્તમાન જીવનને માણું લેવાની વાત કહે છે, પણ તે જુદા દૃષ્ટિબિન્દુથી અને જુદી ભૂમિકા ઉપરથી. તે કહે છે કે ભૂતકાળ તે ગયે. હવે હજાર Page #722 -------------------------------------------------------------------------- ________________ સુગતનો મધ્યમમા [ +૮૭ . ઉપાયે એ સુલભ નથી. ભાવી પણ અત્યારે હસ્તગત નથી અને હરતમત થયું કે તરત જ તે વમાન બનવાનું. એટલે જે કાંઈ હાથમાં છે અને સ્વાધીન છે તે તે વર્તમાન જીવન. આવા દુČભ અને ફરી ન લાધનાર વર્તમાન વનને કેવળ સ્થૂળ ભાગના સુખ માટે વેડફી નાખવું તેના કરતાં તેમાં સાચુ, નિર્બોધ અને કાઈને ઉપદ્રવ ન કરે એવું સુખ અનુભવવું એ જ મારા મધ્યમમાર્ગી ધર્મના મુખ્ય સૂર છે. તેથી જ હું કહું છું કે તમે શીલ દ્રારા અનુભવાતી નિર્ભયતાના સુખને આ જીવનમાં જ માણી લે. તેથી જ હું કહું છું કે સમાધિસુખ આ જીવનમાં જ અનુભવા અને પ્રજ્ઞાપ્રકાશના આનંદ પણ આ જીવનમાં જ અનુભવે. એક વાર રાજગૃહપતિ અજાતશત્રુ, અપરનામ ક્રાણિક, મુદ્દને મળવા જાય છે અને પ્રશ્ન કરે છે કે શ્રમણત્વથી પ્રત્યક્ષ લાભ ? એ પ્રશ્ન તત્કાલીન વાતાવરણમાંથી ઉપસ્થિત થયા છે. તે કાળે ભિક્ષુ અને અન્ય અનેક સાધકા હતા જે પેતપાતાની ઉત્કટ ધર્મસાધના ઉચ્ચ અને ઉચ્ચતર એવા પરલાકની સિદ્ધિ અર્થે કરતા. આ બાબતમાં યુદ્ધના દષ્ટિકાણુ એ હતા કે ધ સાધના એ જ ખરી કહેવાય જે વમાન જીવનમાં જ નિર્બોધ સુખને અનુભવ કરાવે. એકવાર વર્તમાન જીવનમાં જ એવા સુખની પ્રતીતિ ચાય તો ભાવિ માટે ચિંતા કરવાની જરૂર નથી. એના ક્રમમાં એ આપમેળે રચાશે. તેથી જ મુદ્દે અજાતશત્રુને શીલ, સમાધિ અને સાથી નીપજતા પ્રત્યક્ષ સુખની વાત વિશદપણે ‘ દીધનિકાય ’ ના લસુત્ત 'માં સમજાવી છે. ( સામજી યુદ્ધવિચાર ને બુદ્ધ વાર મુદ્દના પહેલાં અને એના સમયમાં બ્રહ્મ, બ્રહ્મા અને લેાક આદિ વિશે અનેકર’ગી ચર્ચાઓ થતી. કાઈ કહેતા કે લોક અન્તવાન છે તે ખીજા કહેતા કે તે અનન્ત છે. એ જ રીતે બ્રહ્મદેવને અનાદિઅનન્ત અને અનાદ્ધિ સાન્ત માનનાર પણ હતા. આવી આસર્ડ માન્યતાઓ યા દૃષ્ટિઓ ‘ દીધનિકાય' ના એક સૂત્રમાં બુદ્ધને મુખે વર્ણવાયેલી નોંધાઈ છે. ખરી રીતે એ ઉદ્ગારે બુદ્ધના જ છે એમ ન માનીએ તેય એમાં યુદ્ધનું દૃષ્ટિબિંદુ વ્યક્ત થયું છે, એ નિર્વિવાદ સત્ય છે. તે દૃષ્ટિબિંદુ એટલે બુદ્ધ આવી અગમ્ય અને સદા વિવાદાસ્પદ માન્યતાઓને, જિજ્ઞાસુઓ અને સાધકાની બુદ્ધિને મૂંઝવનાર હેાઈ, એક જાળ તરીકે નિર્દેશ છે. તે શિષ્યાને કહે છે કે એવી માન્યતાઓ એ તા બ્રહ્મજાળ છે. (કદાચ ચાલુ ભ્રમજાળ શબ્દ એનું જ અપભ્રષ્ટ રૂપ હોય. એમાં . Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ ] દર્શન અને ચિંતન સપડાયા તે માછલાંની પેઠે ભરવાનાં. આટલું જ કહીને બુદ્ધ પતાવતા નથી, પણ એ બ્રહ્મવિચારના સ્થાનમાં “બ્રહ્મવિહાર’નો વિધાયક માર્ગ પ્રરૂપે છે. ચાર ભાવનાઓ બુદ્ધ કહે છે કે બ્રહ્મ કે બ્રહ્મા આવાં છે તેવાં છે એ ભલે વિવાદાસ્પદ હોય, પણ જીવસૃષ્ટિ એ તે સૌના અનુભવની વસ્તુ છે. જીવસૃષ્ટિમાં ચડતી-ઊતરતી કેટિના અનન્ત જીવોની રાશિ છે. એ જ બ્રહ્મ છે. એમાં વિહાર કરે એટલે જીવસૃષ્ટિ સાથે એવા પ્રકારનો સંબંધ કેળવો જેથી ચિત્તમાં કલેશ ન વધે અને હોય તે જૂના કલેશે ક્ષીણ થાય તેમ જ ઉત્તરોત્તર ચિત્ત વધારે વિકસિત થાય. આ સંબંધ કેળવવાની રીત તરીકે એણે મિત્રી, કણું, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ આ જીવનમાં ઉતારવા ઉપર જ ભાર આપ્યો છે. ખરી રીતે બુદ્ધના શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ ધર્મસ્કંધને અથવા તે વર્તમાન જીવનમાં જ ધર્મસાધનાનું સુખ અનુભવવાનો પાયો એટલે આ બ્રહ્મવિહાર. બુદ્ધનો સમગ્ર ઉપદેશ બ્રહ્મવિહાર ઉપર પ્રતિષ્ઠિત છે, અને તે માટેનો પુરુષાર્થ વર્તમાન જીવનમાં જ શક્ય છે. જેઓ બ્રહ્મલોકની અગમ-નિગમ વાત કરતા હોય તેમને પણ છેવટે બ્રહ્મવિહાર માન્યા વિના ચાલે તેમ નથી." આત્મવાદી કે અનાત્મવાદી? બુદ્ધ અનાત્મવાદી કહેવાય છે, તે એક રીતે સાચું છે, કારણ પિતાની પહેલાં અને પિતાના સમયમાં જે કૂટસ્થનિત્ય આત્મતત્ત્વ મનાતું તેને બુદ્ધ નિષેધ કરે છે અને છતાંય તે આત્મવાદી છે એ વાત પણ સાચી, કેમ કે તે ચાર્વાકના દેહાત્મવાદને નિષેધ કરી સદા ગતિશીલ એવા ત્રિકાળસ્પેશ ચિત યા ચૈતન્ય તત્વને માને છે. આંખે ઊડીને વળગે એવી બુદ્ધની વિશેષતા એ છે કે તે જે કાંઈ કહે છે તે વિચાર અને તર્કથી સમજી શકાય યા સમજાવી શકાય એવું જ કહે છે. એને કઈ રૂઢિબદ્ધ શાસ્ત્ર, પરંપરા આદિનું બંધન નથી. એને બંધન હેય તે એટલું જ છે કે જેટલું વિચાર અને તર્કથી સમજાય તે સ્વીકારે અને તે પ્રમાણે જ જીવન છે. આ બુદ્ધને શ્રદ્ધા અને મેધા અર્થાત આચાર-વિચાર, યા ધમ–તત્વજ્ઞાનને માનવજાતિના ઈતિહાસમાં અને સંવાદ છે. –જન્મભૂમિ, ૨૪ મે ૧૯૫૬. Page #724 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થ પત્નીને પુણ્યપ્રકોપ [૯] ભાવિ બુદ્ધ થનાર સિદ્ધાર્થે તરુણવયે લગ્ન કર્યું. એની પત્નીનું નામ ગેપા. બને શક્યવંશનાં હતાં અને નેપાલમાં આવેલ કપિલવસ્તુના રહેવાસી. નેપાલ એ પર્વતીય પ્રદેશ છે. સામાન્ય રીતે પર્વતીય જાતિઓમાં સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીશક્તિ પ્રધાનપદ ભોગવતી જ હોય છે. તેમાંય આજથી હજારો વર્ષ પહેલાંના સ્વાતંત્ર્યની તો વાત જ શી ? વળી કુમાર સિદ્ધાર્થ અને ગેપ જે શાક્યવંશનાં હતાં તે વંશ પ્રરાક્રમી અને વિશેષે સ્વતંત્રતાપ્રિય હતા; નહિ કે અત્યારે એના વંશજો જે “સાકિયા” કહેવાય છે અને ગુલામી મનોદશા. ભેગવે છે તેના જે. એવી સ્વતંત્ર હવામાં અને સ્વતંત્ર ખાનદાનીમાં ઊછરેલી ગોપા લગ્ન પછી શ્વસુર પક્ષમાં જાય છે ત્યારે કેટલાંક રૂઢિબળો એના ઘૂંઘટ નહિ કાઢવાના, લાજનું અવગુંઠન નહિ રાખવાના સ્વસ્થ વલણ સામે કાંઈ બબડાટ કરવા, માંડે છે. ગોપાએ જોયું કે આને જવાબ સાધારણ સ્ત્રીની જેમ રિસાઈને કે વાંધાવચકા પાડીને કે ગૃહકલહ જન્માવીને ને આપ; પણ એ વિશેની પિતાની સમજણ અને દૃઢ માન્યતા નિર્ભયપણે રજૂ કરવી. ગોપાએ તેમ કર્યું અને તે પણ પોતાના શ્વસુર શુદ્ધોધન આદિ વડીલો સમક્ષ પિતાનું વક્તવ્ય વિનમ્રપણે પણ અત્યંત મક્કમપણે રજૂ કરીને. ગોપાની એ ઉક્તિઓ એતિહાસિક અવશેષ હોય કે કવિ-લેખક દ્વારા કપાયેલી હોય, તે ગમે તે હો, પણ એ મુકિતસંગ્રહ આજની સ્થિતિમાં જ્યાં જ્યાં ધૂંધટને લીધે અનેક જાતની ગૂંગળામણ સ્ત્રીઓને સહેવી પડે છે ત્યાં સર્વત્ર સ્ત્રી અને પુરુષોને દીવાદાંડી. રૂપ થઈ પડે તેમ છે. તેથી અત્રે એ મૂળ સૂક્તિઓનો ભાવ ગુજરાતીમાં આપવામાં આવ્યો છે. લલિતવિસ્તર અધ્યાય ૧૨ પૃ. ૧૭૮–૧૮૨ ઉપર આવેલ એ મુકિતઓને કોઈ શક્તિશાળી કવિભગિની ગૂજરાતીમાં છન્દોબદ્ધ કરશે તે તે એક ગેય કાવ્ય બની રહેશે અને જે કોઈ યોગ્ય વ્યક્તિ એને સંવાદશૈલીએ ગેય નાટયનું રૂપ આપશે તો તે એ ચમત્કારી અસર ઉપજાવશે. એ ઉક્તિઓ આ રહી? આયંજન કપડાનું આવરણ ન હોય તોય જતાં-આવતાં, ઊઠતાં– બેસતાં બધે જ શોભી નીકળે છે. ૪૪ Page #725 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચૈતન જેવી રીતે ખુલબુલ રૂપથી અને સ્વરથી રાભે છે તેવી રીતે આયજન પડદા વિના પણ, ખેલે કે મૌન રહે તોય, શોભે છે. ** ૬૯૦ ] (6 આય હાય તે નિર્વસ્ત્ર હોય કે કુશ–ચીવરધારી હાય, અગર છણ વસ્ત્રધારી કે દુળ શરીરધારી હાય, છતાં તે ગુણવાન હાવાથી પેાતાના તેજથી જ શોભી ઊઠે છે. 66 જેના મનમાં કાઈ પાપ નથી તે આય ગમે તે સ્થિતિમાં શાભી ઊઠે છે. તેથી ઊલટું મિલનવૃત્તિવાળો અનાય પુષ્કળ આભૂષણો ધરાવતા હોય તાય નથી શાભતા. “ જેનું મન પથ્થર જેવુ કાણુ છે અને જેના હૃદયમાં પાપ ભર્યું છે છતાં વાણીમાં માધુર્ય છે તેવાઓ અમૃત છાંટેલ પણ ઝેરથી ભરેલ ઘડાની પેડે બધાને માટે હમેશાં અદનીય છે. “ જે આર્યાં દરેકના પ્રત્યે બાળકની પેઠે નૌષ અને સૌમ્યવૃત્તિવાળા છે તેમ જ બધાને માટે તીર્થની પેઠે સેવનીય છે, તેવા આર્યોનું દર્શન દહી અને દૂધથી ભરેલા ધડાની પેઠે સુમંગળ લેખાય છે. re જેમાં પાપવૃત્તિ નથી અને જેઓ પુણ્યવૃત્તિથી રોાલે છે તેવાઓનું દર્શોન સુમગળ છે અને સફળ પણ છે. tr જે શરીર, વચન અને ઇન્દ્રિમાં સયત છે અને પ્રસન્ન મનવાળા છે તેવાઓ માટે મેઢું ઢાંકવું કે પડદો કરવા નકામેા છે. .. જેએનું મન નિરંકુશ કે સ્વચ્છંદી છે, જેતે લાજ કે શરમ નથી અને જેનામાં ઉપર કહ્યા તેવા ગુણા કે સત્યભાષિતા નથી તેવાએ જો ઢગલા અધ વસ્ત્રાથી પેાતાની જાતને ઢાંકે તેય ખરી રીતે તે પેાતાના દોષોને જ ઢાંકે છે. અર્થાત્ તે શરીરે સવસ્ત્ર છતાં દુનિયામાં નશિરામણિ નાગડાઓના જેવા જ વિચરે છે. “ જે આ નારી ઇન્દ્રિય અને મનથી સયત છે તેમ જ જે સ્વપતિમાં સંતુષ્ટ હાઈ ખીજા કાઈ પુરુષના વિચાર સુધ્ધાં કરતી નથી તેવી આર્યાં, સૂ અને ચંદ્રના પ્રકાશની પેઠે, પોતાના રૂપને ઢાંકતી નથી. તેને માટે મોઢું ઢાંકવું, લાજ કાઢવી એ નિરર્થક છે. '' વળી, ખીજાનું મન સમજી શકનાર ઋષિ-મહાત્મા અને દેવગણા મારું હૃદય તેમ જ મારું શીલ જાણે છે. તે પછી મુખનું અવગુન મને શું કરવાનું છે? હું જેવી છું તેવી ઋષિએ અને દેવાની નજરમાં દેખાઉં જ છું —પછી મુખાવગું ન હોય કે ન હોય. —ગૃહમાધુરી, જુલાઈ ૧૯૫૪. Page #726 -------------------------------------------------------------------------- ________________ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [ ૧૭ ] શ્રીયુત અંબાલાલ પુરાણુને “દક્ષિણ” વર્ષ ૨, અંક બીજામાં અહિંસા એ મથાળા નીચે એક વિસ્તૃત લેખ પ્રસિદ્ધ થયો છે. આ આખો લેખ પ્રશ્નોત્તર રૂપમાં છે. કેટલાક પ્રશ્નોત્તરે તે એવા છે કે જેનું વિચારમાં નજીવું મહત્વ છે, છતાં વિચારણીય કહી શકાય એવા મહત્વના પ્રશ્નોત્તરે પણું ઘણું છે. જોકે એ પ્રશ્નોત્તરે વિશે વિસ્તારથી ચર્ચા કરવી ઈષ્ટ છે, પણ મૂળે એ પ્રશ્નોત્તરે જ વિસ્તૃત છે અને તેની વિગતવાર ચર્ચા કરવા જતાં અતિવિસ્તાર થયા સિવાય રહે નહિ. વળી, ચર્ચામાં પ્રશ્નોત્તરે લેખકની ભાષામાં રજૂ કર્યા હોય તો જ વાંચનારને બંને બાજુનો કાંઈક ખ્યાલ આવી શકે અને તે ઉપર પિતાનો વિચાર બાંધી શકે. આ બધું કરવા જતાં જે અતિવિસ્તાર થાય તેને મર્યાદિત કદનું કઈ પણ સામયિક પત્ર એક જ અંકમાં ભાગ્યે જ છાપી શકે અને ખંડશઃ છપાતાં સામાન્ય વાંચનારનો વિચારપ્રવાહ પણ ખંડિત જેવો બની જવાને ભય છે. તેથી પ્રસ્તુત ચર્ચામાં શ્રીયુત પુરાણીના ખાસ મુદ્દાઓને સ્પર્શી વિચાર કર ઉચિત છે. શ્રી. પુરાણી ગુજરાતી છે અને સુશિક્ષિત પણ છે. મૂળે તે વ્યાયામનિષ્ણાત તરીકે ઘણાને જાણીતા હતા, પણ અનેક વર્ષો થયાં તેઓ શ્રી. અરવિંદની સાધનાને વરેલા છે, અને પિડેચેરી, શ્રી. અરવિંદ આશ્રમમાં રહે છે. અનેક વર્ષો પછી તેઓ ૧૯૪૭માં ગુજરાતમાં પહેલવહેલા આવેલા. હું પહેલાં કે પછી તેમને કદી મળ્યો નથી, પણ પ્રથમ તે તેમના લખાણ દ્વારા, અને પછી કેટલાક મિત્રો દ્વારા તેમને વિશે પરોક્ષપણે કાંઈક જાણવા પામ્યો છું. મેં સૌથી પહેલાં શ્રી અરવિંદના પૂર્ણગનું તેમણે ગુજરાતીમાં કરેલ ભાષાંતર સાંભળ્યું ત્યારે જ, જોકે હું એ ભાષાન્તરથી પરિતૃપ્ત ન હતો છતાં, એવા ગંભીર અને દુરૂહ તત્ત્વચિંતનને ગુજરાતીમાં ઉતારવાના તેમના સાહસથી તેમના પ્રત્યે આકર્ષાયા હતા. તેમને પ્રત્યક્ષ જાણનાર એવા વિશ્વસ્ત તેમ જ સહૃદય વિદ્વાન મિત્ર દ્વારા જ્યારે મેં તેમની યૌવનસુલભ ચપળતા અને કર્મકસુલભ કાર્યશીલતા વિશે સાંભળ્યું ત્યારે તેમના પ્રત્યે મારું આક WWW.jainelibrary.org Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ ] દર્શન અને ચિતન વણુ એર વધ્યું. શ્રી. અરવિંદ જેવા યોગીન્દ્રના સમીપમાં લાંખો વખત સતત રહેવાની અને સાધનામાં ભાગીદાર બનવાની તક એ પણ આકર્ષણનુ જેવુ તેવું નિમિત્ત નથી. શ્રી. સુંદરમ્ તો મારા ઘેાડાણા પરિચિત છે જ. તેમની શક્તિ વિશે મારા પ્રથમથી જ અતિ આદર રહ્યો છે. એટલે તેમના તંત્રીપદે સ ંપાદિત થતા ‘દક્ષિણા’ના લેખા અવારનવાર વાંચવા પ્રેરાઉ છું. છેલ્લે જ્યારે અહિંસા વિશેને વિસ્તૃત લેખ વાંચ્યો ત્યારે હું અનેક રીતે વિચારમાં પડી ગયા. યેાગીન્દ્રની પરિચર્યામાં રહેનાર અને યોગસાધનામાં ભાગ લેનાર પ્રૌઢ વ્યક્તિને હાથે સદા વિકાસ પામતા અને ઉત્તરાત્તર વધારે ઊહાપોહ માગતા અહિંસા જેવા કાળજાના સૂક્ષ્મ તત્ત્વ વિશે જે કાંઈ લખાયુ હોય તે સાધારણ, તુચ્છ કે ઉપેક્ષાપાત્ર હોઈ ન શકે એ વિચારે એ લેખને હું અનેક વાર સાંભળી ગયા અને તે ઉપર યથાશક્તિ સ્વતંત્ર તેમ જ તટસ્થપણે મનન પણ કર્યું; પરંતુ દુઃખ સાથે કહેવુ પડે છે કે શ્રીયુત પુરાણીની અહિંસા વિશેની ચર્ચા ઘણે સ્થળે વિચાર, તર્ક અને સત્યથી વેગળી છે. કેટલીક વાર એમ લાગે કે આ સતલક્ષી તત્ત્વમીમાંસા નહિ, પણ એક પૂર્વગ્રહપ્રેરિત પીંજણ્ અને શબ્દળ માત્ર છે. વળી, આખા લેખને ઝેક એમ સૂચવતા લાગે છે કે તે અહિંસાની તટસ્થ અને મૂળગામી ચર્ચાને નિમિત્તે માત્ર ગાંધીજીની પદ્ધતિની સામે કાંઈ ને કાંઈ કહેવા ખેડા છે. શ્રી. પુરાણી અહિંસાતત્ત્વને નથી માનતા એમ તેા નથી જ. એમણે અહિંસાની ઉપયેાગિતા સ્વીકારી છે અને અહિંસાની વ્યાખ્યા પણ કરી છે. છતાં તેમની પ્રશ્નોત્તરીમાં મધ્યસ્થાને જાણે ગાંધીજી જ ન હોય તેમ ગાંધીજીમાં ઉદ્ય પામેલી અને વિકસેલી અહિંસાના વિચાર આવે છે તેમ જ તેમની અહિંસક પદ્ધતિને પ્રશ્ન આવે છે ત્યારે શ્રી. પુરાણી માત્ર મનનુ યાગસુલભ સમતાલપણું જ નથી ગુમાવતા, પણ તે જે પૂણ્યેાગની દિશાના પ્રવાસી છે અને જે પૂણ્યેાગની મહત્તા શ્રી. અરવિંદના તથા શ્રી. માતાજીના ધ્રુવ મંત્ર જેવા પ્રસન્ન અને ગંભીર લેખામાં પ્રતિપાદિત થઈ છે. તેને જ અન્યાય કરે છે. જ્યારે હું ફરીફરીને દક્ષિણાના પ્રથમ વર્ષના પ્રથમ અંકમાં પ્રસિદ્ધ થયેલા શ્રી. માતાજીના વિશ્વસવાદની સ્થાપના ' અને શ્રી. અરવિંદના • અમાશ પ્રસ્થાન ’ એ લેખા વાંચું છું તેમ જ પ્રથમ થયેલ શ્રી. અરવિંદને આદર્શો એ લેખ : " આદર્શ ' તેમ જ · રૂપાંતર ’, ‘ નવું વના ખીન્ન અંકમાં પ્રસિદ્ધ Page #728 -------------------------------------------------------------------------- ________________ [૧૯૩ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા વાંચું છું ત્યારે એ બન્ને વ્યક્તિઓની વિશાળ દષ્ટિ અને દરેક પક્ષને વાજબી રીતે તળવાની તેમ જ કઈ પણ પક્ષને અન્યાય ન થાય તેવી રીતે ચર્ચા કરવાની સમતોલ વૃત્તિ પ્રત્યે ઊંડા આદરથી મસ્તક નમી પડે છે. એની જ સાથે જ્યારે હું શ્રી. પુરાણીના અહિંસા વિશેના દૃષ્ટિકોણને સરખાવું છું ત્યારે મને તદ્દન ખેચેખું એમ લાગે છે કે પુરાણી પિતાના ગુરુ શ્રી. અરવિંદ અને શ્રી. માતાજીના વિચાર અને ધ્યેયને જ જોખમાવી રહ્યા છે. “આદર્શ” નામના લેખમાં શ્રી અરવિંદે કહ્યું છે તે પિતાને વિશે કેટલું લાગુ પડે છે એ શ્રી. પુરાણ અંતર્મુખ થઈ વિચારી જુએ તે તેઓ ભાગ્યે જ સત્યને અન્યાય કરશે. શ્રી. અરવિંદ કહે છે: “એ પ્રચારક પિલા સ્કૂલ વ્યવહારુ ભાણસની કેટિનો જ છે. પેલા આદર્શ કે ભાવનાનો તે સાચે સ્વામી નથી છે, પણ તેને ગુલામ હોય છે. કોઈ બીજાની પકડમાં તે આવી ગયેલ હોય છે. એ ભાવના તેને ધકેલતી હોય છે. એની ઈચ્છાશક્તિ તે ભાવનાને આધીન થઈ ગયેલી હોય છે. એ ભાવનાને સારો પ્રકાશ તેને મળેલ નથી હોતો” (પૃ. ૯૯). આ સ્થળે હું દરેક જિજ્ઞાસુને ઉપર સૂચવેલા લેખ ફરી ફરી સમજપૂર્વક વાંચી જવા ભલામણ કરું છું. જે એ લેખો વાંચી શ્રી. પુરાણીની અહિંસા વિશેની ચર્ચા વાંચશે તેને મારું કશન વજૂદવાળું છે કે નહિ તેની ખાતરી થયા વિના નહિ રહે. કઈ એક ભાઈ, જે શ્રી અરવિંદાશ્રમમાં રહેતા હશે અને પછી અમદાવાદ જઈને પિતાના કામમાં પડ્યા હશે, તેમને સંબંધી શ્રી. પુરાણીએ પિતે જ એક લાંબે પત્ર લખેલ છે, જે ખરી રીતે એક સુસંબદ્ધ લેખ છે. એ પત્ર પ્રથમ વર્ષના ત્રીજા અંકમાં “કર્મ અને કર્મગ' એ મથાળા નીચે છપાયેલું છે. શ્રી. પુરાણીને આ પત્ર અને તેમને અહિંસા વિશે દૃષ્ટિકોણ બંને સરખાવું છું ત્યારે મારી સમજમાં જ એ નથી આવતું કે તેઓ અમદાવાદવાળા પિતાના પરિચિત સાધક મિત્રને જે સલાહ ગંભીરપણે આપી રહ્યા છે તે જ સલાહને વ્યાપક રીતે આપમેળે જીવનમાં ઉતારનાર ગાંધીજીના અહિંસક કર્મવેગને તેઓ શા માટે અવગણતા હશે? શ્રી. પુરાણ સ્પષ્ટ લખે છે: “જે કામ લીધું હોય, યા તે પ્રકૃતિની એજનામાં જે આપણે કરવાનું આવ્યું હોય, અને જેના પ્રત્યે આપણે અંતરાત્મા વિરેાધ કે પ્રતિ રોધ કરતા ન હોય તે તે કામ કરવામાં આપણું આધ્યાત્મિક પ્રગતિને કઈ જાતને બાધ આવતું નથી, એ વાત ઘણું લેકે સમજતા નથી.” * પૃ. ૧૫૮). આ સ્થળે હું અત્યંત વિનમ્રભાવે શ્રી. પુરાણને પૂછવા ઈચ્છું Page #729 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ ] દર્શન અને ચિંતન છું કે તમે કમંગ માટે જે વિધાન કર્યું છે તે વિધાનને વધારે વ્યાપક રૂપમાં અને સ્વયંભૂ સ્કૂર્તિથી ગાંધીજીએ અમલમાં મૂક્યું અને તેની દુનિયાના બધા જ ભાગમાં ઓછેવત્તે અંશે ઊંડી અસર થઈ શું એ જ ગાંધીજીના કર્મવેગની ખામી છે ? શ્રી. પુરાણીની દૃષ્ટિએ એમ હવાનો સંભવ છે કે શ્રી. અરવિંદની આધ્યાત્મિકતા ગાંધીજીની આધ્યાત્મિકતા કરતાં ઘણું જ ઉન્નત છે, એની સરખામણીમાં ગાંધીજીની આધ્યાત્મિકતા હોય તે એ બહુ સાધારણ કેટિની છે. તેમની આ માન્યતા હોય તે તે સામે મારે કશું જ કહેવાનું નથી. હું જે કહેવા ઈચ્છું છું તે તો એટલું જ છે કે ગાંધીજીમાં પ્રકટેલું નર, પછી એને નામ આધ્યત્મિક આપે કે વ્યાવહારિક, પણ તે નર અને તેણે સ્થાપેલા માર્ગો શ્રી. માતાજીના વિશ્વસંવાદને મૂર્ત કરતા હોય તેવા છે. આ બધું આખી દુનિયાના ઊંડામાં ઊંડા વિચારકેને તે દીવા જેવું દેખાય છે. શું મારા જેવાએ આ બધા તટસ્થ અને સૂક્ષમ વિચાર કરતાં શ્રી. પુરાણીનું દષ્ટિબિન્દુ વધારે તટસ્થ અને સારગ્રાહી સમજવું? મન ના પાડે છે. આટલી પ્રરતાવના પછી પુરાણીએ ચર્ચેલ મુદ્દાઓમાંથી થોડાક તારવી મારી પોતાની ભાષામાં અહીં રજૂ કરી તેની સમીક્ષા કરવા હું ધારું છું. તે મુદ્દા આ રહ્યા– (૧) શુદ્ધ આદર્શ તેમ જ વ્યવહારની દૃષ્ટિએ અહિંસા વિશે વિચાર (૨) આધ્યાત્મિક સત્ય લેખે તેમ જ જીવનોપયોગી સત્ય લેખે અહિંસાનો વિચાર. " (૩) આત્મરક્ષા તેમ જ ધર્મ, ન્યાયની સ્થાપના જેવા સારા હેતુ માટે પ્રાચીનએ શસ્ત્રયુદ્ધને માર્ગ સ્વીકારેલો તેની, તે જ હેતુ માટે વપરાતી અહિંસક પદ્ધતિ સાથે સરખામણી. પહેલા મુદ્દામાં શુદ્ધ આદર્શની દષ્ટિએ અહિંસાની અશક્યતા બતાવતાં પુરાણીની દલીલ એ છે કે જીવન જીવવું હોય તે બીજાનું જીવન પિતામાં સમાવ્યા સિવાય તે જિવાતું જ નથી. ગી નીવય મHM કે મોટું માછલું નાના માછલાને ગળે એ કહેવત જીવનનો સિદ્ધાંત જ રજૂ કરે છે. ખાવાપીવા, બેસવા આદિમાં થતી ઓછામાં ઓછી હિંસા કે શાકાહાર જેવા તદ્દન સાદા ખેરાકમાં થતી અતિ અલ્પ હિંસા પણ ખરી રીતે હિંસા જ છે. શુદ્ધ આદર્શની દષ્ટિએ ઓછી કે વત્તી, નાની કે મોટી હિંસામાં ફેર પડતો જ નથી. તેથી Page #730 -------------------------------------------------------------------------- ________________ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [ zev તેઓ કહે છે કે શુદ્ધ આદર્શની દૃષ્ટિએ અહિંસા શકય જ નથી. ત્યારબાદ તે વ્યવહારુ રીતે અહિંસાની શક્યાશક્યતા વિશે વિચાર કરતાં પ્રતિપાદન કરે છે કે વ્યવહારુ દૃષ્ટિએ પણ અત્યારે અહિંસા શક્ય નથી. તેની લીલ એ છે કે જો એક માણુસ પણ સંપૂર્ણ અહિંસા આચરી શકતા નથી તે આખી પ્રજા કે આખા સમાજ પાસે અહિંસાના પાલનની આશા રાખવી એ તો આખા સમાજ પાસેથી શહીદી આચરવાની આશા રાખવા ખરાખર છે, કે જે કદી શક્ય નથી. શ્રી. પુરાણીની વિચારપતિને મોટામાં મોટા અને તરત જ નજરે ચડે એવા દોષ એ છે કે તેઓ ગાંધીજીની અહિંસક કાર્ય પદ્ધતિની અપૂર્ણતા અને વ્યવહારુતા ખતાવવાની એકમાત્ર તેમથી જ વિચાર કરવા ખેડા છે. તેથી તે શુદ્ધ આદર્શ અને વ્યવહારુ ષ્ટ એવા એ વિકલ્પે માત્ર ખડનદષ્ટિએ ઊભા કરે છે. માત્ર ખંડનદષ્ટિથી ઊભા કરવામાં આવતા વિકા, તક અને દર્શનશાસ્ત્રમાં શુષ્કવાદ કે અધમ વાદ તરીકે જાણીતા છે, કારણ કે એવા વિકલ્પો ઊભા કરી યેન કેન પ્રકારેણ સામા પક્ષનું ખંડન કરવું એમાં ખુલ્લી રીતે સત્યની અવગણના હાય છે. પુરાણી પેાતાની આખી ચર્ચા દરમ્યાન શુષ્કવાદ કે અધર્મવાદના ભાગ બન્યા છે. તેઓ ખંડનદષ્ટિના એકપક્ષી વહેણમ પાતાના ગુરુ શ્રી. અરવિંğ વિધાન જ ભૂલી જાય છે. શ્રી. અરિવંદે પોતે જ કહ્યું છે કે પૂર્ણ આદર્શ હંમેશા અસિદ્ધ જ રહે છે, છતાં એની પ્રેરણા જ વ્યવહારુ અમલમાં પ્રાણદાયી નીવડે છે અને વ્યવહારમાં ઉત્તરાત્તર માણસને આગળ વધારે છે. ગાંધીજી પણ અહિંસા વિશે ખીજું શું કહેતા અને માનતા ? તેઓએ અનેક વાર કરીકરીને કહ્યું છે કે પૂર્ણ અહિંસા તા પરમેશ્વરમાં જ સંભવે, પણ માણસને ધમ એ છે કે એની દિશામાં પોતાથી ખનતું બધું જ પ્રામાણિકપણે કરી છૂટે. એમ કરનાર જ કાંઈક ને કાંઈક આદર્શોની નજીક જતા જાય છે. ગાંધીજી પાતે જ પોતાની અહિંસક પતિને અહિંસાના શુદ્ધ આદર્શને સંપૂર્ણ પણે અમલમાં મૂકનાર તરીકે નથી ઓળખાવતા, તો પછી એ પતિને એ દૃષ્ટિએ વગેાવવી તે ખેદું નહિ તેા શું છે ? વ્યવહારુ દૃષ્ટિએ પણ કાઈ એક વ્યક્તિ પાસેથી યા આખા સમાજ પાસેથી ગાંધીજીએ સંપૂર્ણ અહિંસા-પાલનની આશા રાખી જ નથી. તેઓ પોતે પણ પેાતાને સંપૂર્ણ પણે અહિંસાના આચરનાર તરીકે ઓળખાવતા નહિ. એવી સ્થિતિમાં સ’પૂર્ણ પણે વ્યક્તિ કે સમાજ અહિંસા આચરી ન શકે એમ અતાવી વ્યવહારુ દૃષ્ટિએ પણ અહિંસક પદ્ધતિની ખામી ખતાવવી એ નયુ Ο અજ્ઞાન છે. Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] દર્શન અને ચિંતન પ્રકૃતિના બંધારણમાં જ હિંસાને સ્થાન છે એમ કહી પુરાણી હિંસા વિના જીવનને અશક્ય બતાવે છે, તે પણ હિંસા કે અહિંસાના અના વિપર્યોસ રવા ખરાખર છે. અહિંસાને સિદ્ધ કરનાર સંતો પ્રકૃતિના બંધારણની વાત ખરાખર જાણતા, તેથી જ તેમણે પ્રકૃતિના તંત્રમાં રહેનાર દરેકને માટે એટલું જ સૂચવ્યું છે કે માણસ પેાતાના પ્રત્યે ખીજાની પાસેથી જે અને જેવા વ્યવહારની આશા રાખે તે અને તેવા જ વ્યવહાર તેણે બીજા પ્રત્યે આચરવા. આવી આત્મૌપમ્યની સાચી ભાવનાને પ્રામાણિકપણે અમલમાં મૂકવી અને ઉત્તરાત્તર વિકસાવવી તે જ વાસ્તવિક અહિંસા છે. સતાએ અહિંસાના અનુભવેલ અને બતાવેલ આ સ્વરૂપમાં આછા કે વત્તા, નાના કે મેટા જીવાના નાશ ઉપર ઓછીવત્તી કે નાનીમોટી હિંસાની ગણતરીને સ્થાન નથી. અહિસાના ઉપર સૂચવેલા સ્વરૂપમાં ખીજા પ્રાણી પ્રત્યે સમદષ્ટિ કેળવવી એ એક જ વસ્તુ મુખ્યપણે સમાયેલી છે. સમદષ્ટિ દ્વારા જ પ્રકૃતિના આસુરી બધારણમાંથી દૈવી સ્વરૂપ તરફ આગળ વધાય છે, એ ગીતામાં ઠેર ઠેર કહ્યું છે. એટલે પેાતાના અને ખીજાના વચ્ચે વિષમદૃષ્ટિમૂલક વ્યવહાર તે હિંસા અને સમદષ્ટિમૂલક વ્યવહાર તે અહિંસા, આ વસ્તુ સમાન્ય છે. કાઈ પણ પ્રાણીને દેખીતા નારા ન થતા હોય ત્યારે પણ હિંસા સંભવે અને ધણીવાર દેખીતા નાશ થતા હાય છતાં તેમાં હિંસા ન પણ હેાય. આવી વસ્તુસ્થિતિ હાવા છતાં માત્ર પ્રાણીવધ કે જીવનાશને જ હિંસા માની જીવન જીવવામાં અહિં - સાની અશકયતા ખતાવવી એ તે દૈવી પ્રકૃતિને અગર તે તરફ પ્રયાણુ કરવાના ઇન્કાર કરવા ખરાખર છે. ખીજા મુદ્દાના સંબંધમાં આધ્યાત્મિક સત્ય તરીકે અહિંસાનું જે મૂલ્યાંકન પુરાણીએ કર્યું છે તે સાચુ છે. તેએ કહે છે કે, ' આધ્યાત્મિક ઉન્નતિને માટે અહિંસાનું આચરણ કરનાર માણસ એક એવી ચેતનાવસ્થાને પહેાંચવા માગે છે, જેમાં સર્વ પ્રકારનાં પ્રેરક અને ઉત્તેજક કારણેાની વચ્ચે પણ પોતે શાંત અને અહિંસામય રહી શકે. એની દૃષ્ટિએ અંતરની અહિંસાવાળી સ્થિતિ જાળવવી એ જ મુખ્ય ધ્યેય છે. અંતરની અહિંસામય સ્થિતિને જરા પણ ભંગ ન થાય એ એને મન અતિ આવશ્યક છે. અહિં‘સાના પાલનથી કાઈ ખાદ્ય પરિણામેા આવે છે કે નહિ એ બાબત એને મન ગૌણ હોય છે.' આધ્યાત્મિક સત્ય લેખે ગાંધીજીમાં અહિંસા સિદ્ધ થઈ હતી કે નહિ તેની સાબિતી અનેક પ્રસંગે મળી ચૂકી છે. અને તેમના ગમે તેવા વિરાધીએ પણ એ વાત સ્વીકારી છે કે ગાંધીજી પ્રશ્નલમાં પ્રબલ ઉત્તેજક Page #732 -------------------------------------------------------------------------- ________________ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [૧૯૭ સંજોગે વચ્ચે પણ અક્ષોભ્ય રહી શકતા. એટલે જે વિચાર કરવાનું રહે છે તે તો એટલે જ કે તેવો માણસ અહિંસાના બાહ્ય પરિણામની દરકાર રાખે કે નહિ ? હું ધારું છું કે, કોઈ પણ સમજદાર એ સ્વીકાર્યા વિના નહિ રહે કે, જેના જીવનમાં સ્વયંભૂપણે જ અહિંસા ઉદય પામી હોય અને જેણે એ જ આધ્યાત્મિક બળને આધારે સામાજિક જીવનમાં ક્રાંતિ કરે એવી પદ્ધતિઓ અખત્યાર કરી હોય તે માણસ બહારનાં પરિણામેથી તટસ્થ રહી શકે જ નહિ. ઊલટું, તેવો માણસ સતત જાગરૂક હોવાથી પિતાની પદ્ધતિ કેટલે અંશે કાર્યસાધક થાય છે અને કેટલે અંશે નથી થતી, ક્યાં અને ક્યારે એના પ્રયોગની રીતમાં ફેરફાર કરવાની જરૂર છે ઈત્યાદિ વિશે વધારે કાળજી વાળો હોય છે. તેમ છતાં એ તટસ્થ એટલા જ અર્થમાં હોય છે કે ધારેલ પરિણામ આવવાથી કે ન આવવાથી તે પોતાનું સમત્વ લેશ પણ ગુમાવતે નથી, આધ્યાત્મિક ચેતનાની ઉચ્ચ ભૂમિથી તે સહેજે પણ નીચે ઊતરતો નથી. ખરી રીતે તો આધ્યાત્મિક અહિંસા સિદ્ધ થઈ છે કે નહિ તેની કસોટી જ જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં તેના પ્રયોગ ઉપરથી અને તેમાં કદી હાર ન માનવાની વૃત્તિ ઉપરથી જ થાય છે. આપણા જેવા સાધારણ માણસે જે અહિંસાનાં બાહ્ય પરિણામો પ્રત્યે મુખ્ય દૃષ્ટિ ધરાવે છે તેથી એટલું જ સિદ્ધ થાય છે કે આપણુ જેવાએ હજી અંતર્મુખ થઈ વાસ્તવિક રીતે અહિંસા સાધવાની રહે છે. કસોટીમાં દેખાતી નિષ્ફળતા એ કાંઈ સદ્ગણો વિકસાવવાની અયોગ્યતાનું છેલ્લું પ્રમાણપત્ર નથી, પણ એ તે એ દિશામાં વધારે સાવધાન થવાની એક સૂચના માત્ર છે. જે વસ્તુ એક વ્યક્તિમાં આધ્યાત્મિક સત્ય લેખે ઓછેવત્તે અંશે સિદ્ધ થઈ હોય તે સામૂહિક જીવનમાં પ્રગટ થયા સિવાય રહી શકે જ નહિ. ફેર એટલે છે કે સામૂહિક જીવનમાં એનું પ્રકટીકરણ પ્રમાણમાં મંદગતિએ દેખા દે છે. ત્રીજા મુદ્દામાં પુરાણીને ભાર એ વસ્તુ પર છે કે આત્મરક્ષા કે ધર્મરક્ષા જેવા હેતુસર પ્રાચીન કાળથી ક્ષત્રિયે શસ્ત્ર વાપરતા આવ્યા છે અને તેથી શસ્ત્રહિંસાની પદ્ધતિ એ જ ગીતાકથિત આર્યમાર્ગ છે. એના સ્થાનમાં અશસ્ત્રપ્રતિકાર કે અહિંસામૂલક પદ્ધતિનો ઉપયોગ કરે એ આર્યક્ષત્રિયત્વની ભાવનાને નાશ કરવા જેવું છે. પુરાણીની આ માન્યતા મળે જ મિથ્યા પૂર્વગ્રહ ઉપર બંધાયેલી છે. “કર્મ અને કર્મવેગ” નામક પિતાના જ લેખમાં પુરાણું પિતાના મિત્રને સંબોધીને કહે છે કે ગીતાને યોગ જ્યાં પૂરે થાય છે ત્યાંથી જ શ્રી. અરવિંદના નવીન ગની શરૂઆત થાય છે. આને અર્થ Page #733 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] દર્શન અને ચિંતન એ થયો કે ગીતાકારના સમય સુધીમાં આર્ય માનસ અને આર્ય પ્રજાએ જે પ્રગતિ કરી હતી તે છેવટની ન હતી. તેથી જ એક આર્ય પુરુષ એવો પ્રકટયો કે જેણે પિતાના પૂર્વજોએ પ્રારંભેલ માર્ગમાં ઘણું મટી ફાળ ભરી. જે વેગની બાબતમાં આ વસ્તુ સાચી હોય તે ક્ષત્રિયની ભાવનાની બાબતમાં એ વાત શાને વિસારવી જોઈએ ? આર્ય ક્ષત્રિયત્વની ભાવનાને ગીતાએ પ્રતિપાદેલ સિદ્ધાંત મૂળે તે એટલે જ છે કે આત્મરક્ષા કે સામાજિક સગુણે કે અન્ય પ્રકારના ન્યાય માટે તેજસ્વી અને સમજદાર માણસોએ. જાનને જોખમે પણ બધું જ કરી છૂટવું. જ્યાં લગી શરા ધર્મવીરને શસ્ત્રને માર્ગ જાણતા હતા ત્યાં લગી તેઓએ તે આચર્યો. હવે બીજા કોઈ પુરુષમાં આર્ય ક્ષત્રિયત્વની ભાવના અન્ય રૂપે પ્રકટ ન જ થઈ શકે અથવા ન જ થવી જોઈએ એવું તે કાંઈ ગીતાએ કહ્યું નથી. ગાંધીજીએ તે આર્ય ક્ષત્રિયત્વની ભાવના ને જ એક નવો આકાર આપે છે. એમણે શૌર્ય, નિર્ભયતા વગેરે બધા જ ક્ષત્રિયગ્ય સદ્ગુણોને વિકસાવવા ઉપર વધારેમાં વધારે ભાર આપી પિતાના જીવન દ્વારા એ બતાવી આવ્યું છે કે જન્મથી ક્ષત્રિય ન લેખાતે એવો માનવી પણ ક્ષત્રિય-મૂર્ધન્ય થઈ શકે છે અને તે પણ શસ્ત્ર ઉઠાવ્યા. વિના કે વિધીનું ગળું કાપ્યા વિના. એટલે પુરાણીની જ ભાષામાં કહેવું હેય તે એમ કહી શકાય કે ગીતાએ પ્રતિપાદેલ શસ્ત્રધારીનું ક્ષત્રિયત્વ પૂર્ણ થયું અને ગાંધીજીનું અહિંસક ક્ષત્રિયત્વ નવે રૂપે અવતર્યું. આર્ય પ્રજામાં કાંઈ પણ આર્ય જેવી વિશેષતા હોય તે તે ગાંધીજીએ સિદ્ધ કરી બતાવી છે. એટલે આ બાબતમાં પુરાણીએ આર્ય ક્ષત્રિયધર્મના નાશથી ડરવાની જરૂર નથી. આત્મા નિત્ય ફૂટસ્થ હેઈહ હણાતું નથી અને દેહ તે વિનશ્વર જ છે એ ગીતાના કથનને આશ્રય લઈ પુરાણુએ તેને ભારે દુરુપયોગ કર્યો છે. તેઓ કહે છે, “હિંસાથી આત્મા તે નાશ પામતું નથી. શરીરની હિંસાને એટલું બધું મહત્ત્વ આપવું એ પણ એક લેખે અતિશયોક્તિભરેલું લાગે છે.” ગીતાનું એ મંતવ્ય તાત્વિક રૂપે ખોટું નથી, પણ તેને ઉપયોગ ક્યા હેતુસર ક્યાં અને કેવી રીતે કરે એ જ પ્રશ્ન છે. પુરાણીનું કથન વાચકમાં અહિંસાવૃત્તિને ઉત્તેજવા કરતાં હિંસાવૃત્તિને વધારે ઉત્તેજે એવું છે. સાધારણ રીતે મનુષ્યમાત્રમાં હિંસાને–બીજાને ભેગ લેવાનો-સંસ્કાર એટલે પ્રબળ હોય છે એટલે બીજા માટે ઘસાવાને સંસ્કાર પ્રબળ નથી હોતો. એટલે પુરાણનું વિધાન વાંચનાર સામાન્ય માણસ એમ જ માનવા પ્રેરાય કે આત્મા તો. Page #734 -------------------------------------------------------------------------- ________________ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [૬૯૯ હણાતો નથી અને દેહ તે આપણે ન મારીએ તોય મર્યા વિના રહેવાને. નથી. તેથી જ્યારે આપણું પ્રવૃત્તિથી બીજાને દેહ નાશ પામે કે ઘસાય ત્યારે તેમાં આપણે કશું નવું ઉમેરતા નથી. આવી સમજણ છેવટે ક્રૂરતામાં જ પરિણામ પામે. ગીતાનું ઉક્ત કથન એ જ અર્થમાં સાચું છે કે ઉચ્ચ ધ્યેય સાધવા કે સારું કામ કરવામાં મરણથી ન ડરવું, દેહરખું ન થવું. ગમે તેટલું ઘસાવું પડે તેય પિતાની જાતને ઘસીને પણ વ્યક્તિ તેમ જ સમાજને ઊંચે ઉઠાવવામાં પાછી પાની ન કરવી. ગાંધીજીએ ગીતાનો એ અર્થ જીવનમાં જીવી બતાવ્યું છે, ને તેને જ બળે અત્યાર લગી નહિ ખેડાયેલાં એવાં રાજકીય, સામાજિક વગેરે અનેક ક્ષેત્રમાં પણ તેમણે નવી અહિંસક પદ્ધતિનું દર્શન કરાવ્યું છે. ગાંધીજીએ જીવી બતાવેલ અને સૌને ક્ષેમકર થાય એવો ગીતાને સવળો અર્થ છોડી કાળજૂના રૂઢિગત અર્થને આશ્રય લેવામાં પુરાણીને શું નવું રહસ્ય બતાવવાનું છે, એ જ સમજમાં ઊતરતું નથી. પુરાણી પિતાના લેખમાં એક સ્થળે કહે છે કે નાઝીવાદને નાશ કરવો હોય તો કેટલાક નાઝીઓને માર્યા વિના તે ન બને. આ સ્થળે કોઈ પુરાણુને એમ પૂછી શકે કે મૂડીવાદી અમેરિકા સામ્યવાદને ઉચ્છેદ કરવા માગે તે શું તેણે કેટલાક સામ્યવાદીઓને ઠાર કરવા ? એ જ રીતે સામ્યવાદી રશિયા મૂડીવાદનો મૂળોછેદ કરવા ઈચ્છે તે શું તેણે કેટલાક સમર્થ મૂડીવાદીઓને મારવા ? જે આ વસ્તુ પુરાણીને કરવા જેવી દેખાય તે પછી નાઝીવાદીઓના નાશની ગઈ ગુજરી વાત ભૂલી જઈ અત્યારે મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચે જે સંધર્ષ ચાલી રહ્યો છે તેના ઈલાજ લેખે તેમણે મૂડીવાદીઓ અને સામ્યવાદીઓના પરસ્પર નાશને સંહારક માર્ગ જ સૂચવો જોઈ તે હતો, કેમ કે તેમના મતે કોઈ પણ સિદ્ધાંતની સ્થાપના તેના કેટલાક વિરોધીઓના નાશ વિના શક્ય જ નથી. એટલે પુરાણીની ગણતરી પ્રમાણે જગતના સંવાદી તંત્ર માટે સંદેપસુંદ ન્યાય જ મહત્ત્વનું છે એમ ઠર્યું. પુરાણના લેખને મુખ્ય ઝોક હિંસક વૃત્તિની અનિવાર્યતા તેમ જ તેના લાભો સૂચવી વિરોધીઓ સામે શસ્ત્ર ઉગામવાની વૃત્તિને ઉત્તેજન આપવાને છે. તેથી જ તેઓ અહિંસાના અમલથી સિદ્ધ થયેલા લાભોને કાં તે ધ્યાનમાં જ નથી લેતા અને કાં તે તેને હળવામાં હળવી રીતે રજૂ કરે છે. તેથી ઊલટું, અહિંસાના અમલ દરમ્યાન એક યા બીજે કારણે અનિષ્ટ જમ્મુ Page #735 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ ] દર્શન અને ચિંતન હિય અગર તે કેઈએ અહિંસાના આચરણમાં દંભ સેવ્યો હોય એ બીજી બાજુને વધારેમાં વધારે અસરકારક રીતે રજૂ કરે છે. રજૂઆતની આવી વિકૃત મનોદશા વખતે પુરાણું એક સાદું સત્ય ભૂલી જાય છે કે ખેતરને “કઈ પણ પાક ચાર યા ઘાસ વિના એકલું અનાજ પેદા કરી શકે નહિ. હું અંતમાં પુરાણીને એટલું વીનવીશ કે તેમને પ્રભુના રુદ્રરૂપની કે લોકક્ષયકારી કાળરૂપની પણ ઉપાસના કરવી હોય તે તે માટે માર્ગ જાહેર કાર્યક્ષેત્રમાં આવી પિતાની માન્યતા અજમાવવી એ જ છે, નહિ કે પાછળ રહી પરિણામશુન્ય બુદ્ધિભેદ ઉત્પન્ન કરે છે. –પ્રબુદ્ધ જીવન, ૧૫ જૂન ૧૯૪૯, Page #736 -------------------------------------------------------------------------- ________________ આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [ ૧૧ ]. બહુ જૂના વખતમાં, જ્યારે આર્ય ઋષિઓએ પુનર્જન્મની શોધ કરી. ત્યારે, પુનર્જન્મના વિચાર સાથે જ તેમને કર્મના નિયમે અને આ લેક તેમ જ પરલેકની કલ્પના પણ આવી. કર્મતત્વ, ઈહલેક અને પરલોક એટલું તે પુનર્જન્મ સાથે સંકળાયેલું છે જ. આ વસ્તુ એકદમ સીધેસીધી અને સૌને સહેલાઈથી ગળે ઊતરે તેવી તો નથી જ, એટલે હંમેશાં એને વિશે ઓછોવત્તો મતભેદ રહે છે. તે જૂના જમાનામાં પણ એક નાને કે મોટા એવો વર્ગ હતો કે જે પુનર્જન્મ અને કર્મચક્ર વગેરે માનવા તદ્દન તૈયાર ન હતો, અને પુનર્જન્મવાદીઓ સાથે વખતે ચર્ચા પણ કરતો. તે વખતે પુનર્જન્મશેધક અને પુનર્જન્મવાદી ઋષિઓએ પિતાના મંતવ્યને ન માનનાર પુનર્જન્મવિધી સામા પક્ષને નાસ્તિક કહી ઓળખાવ્યા, અને પિતાના પક્ષને આસ્તિક તરીકે જણાવ્યું. આ શાન્ત અને વિદ્વાન ઋષિઓએ જ્યારે પિતાના પક્ષને આસ્તિક કહ્યો ત્યારે એનો અર્થ એટલે જ હતો કે અમે પુનર્જન્મ, કર્મતત્ત્વ નથી માનતે તેને માત્ર અમારા પક્ષથી ભિન્ન પક્ષ તરીકે ઓળખાવવા “ન’ શબ્દ ઉમેરી નાસ્તિક કહીએ છીએ. એ સમભાવી ઋષિઓ તે વખતે આસ્તિક અને નાસ્તિક એ બે શબ્દ માત્ર અમુક પ્રકારના બે ભિન્ન પક્ષને સૂચવવા માટે જ વાપરતા; તે સિવાય એથી વધારે એ શબ્દના, વાપરની પાછળ કાંઈ અર્થ ન હતા. આ શબ્દો ખૂબ ગમ્યા અને સૌને અનુકૂળ થઈ પડ્યા. વખત જતાં વળી ઈશ્વરની માન્યતાને પ્રશ્ન આવ્યો. ઈશ્વર છે અને તે જગતનો કર્તા પણ છે એમ માનનાર એક પક્ષ હતું. બીજે પક્ષ કહેતા કે સ્વતંત્ર અલગ ઈશ્વર જેવું તત્ત્વ નથી અને હોય તે પણ તેને જગતના સર્જન સાથે કંઈ સંબંધ નથી. આ બે ભિન્ન પક્ષો અને તેની અનેક શાખાઓ અસ્તિત્વમાં આવી ત્યારે પેલા આસ્તિક અને નાસ્તિક શબ્દ, જે એક વખતે માત્ર પુનર્જન્મ-વાદી અને પુનર્જન્મ–વિરોધી પક્ષ પૂરતા જ હતા, તે બને શબ્દો ઈશ્વરવાદી અને ઈશ્વર-વિધી એ બે પક્ષ માટે પણ વપરાવા લાગ્યા. આ રીતે આસ્તિક અને નાસ્તિક શબ્દના અર્થનું ક્ષેત્ર પુનર્જન્મના અસ્તિત્વનાસ્તિત્વથી વધારે વિસ્તૃત ઈશ્વરના અસ્તિત્વ-નાસ્તિત્વ સુધી ગયું. હવે પુન-- Page #737 -------------------------------------------------------------------------- ________________ .૭૦૨ ]. દર્શન અને ચિંતન ર્જન્મ માનનાર વર્ગમાં પણ ઈશ્વરને માનનાર અને ન માનનાર બે પક્ષે પડી ગયા હતા, એટલે પિતાને આસ્તિક તરીકે ઓળખાવનાર આચાર્યોની સામે પણ પિતાની પરંપરામાં બે ભિન્ન “પાર્ટીઓ હતી અને તે વખતે પણ તેઓને ઈશ્વર ન માનનાર પક્ષ, જોકે તે પક્ષ પુનર્જન્મવાદી હોઈ પિતાની આસ્તિક શ્રેણીને હતું છતાં, તેને નાસ્તિક કહેવાની એટલે કે તેને નાસ્તિક તરીકે ઓળખાવવાની ફરજ પડી. પરંતુ હજી સુધી એ શબ્દોની પાછળ અમુક માનવું અને અમુક ન માનવું એટલા ભાવ સિવાય બીજે વધારે ખાસ ભાવ ન હતો. તેથી આ હિસાબે પુનર્જન્મવાદી આર્ય પુરુષોએ પિતાના જ પક્ષના પણ ઈશ્વરને ન માનનાર પિતાના ભાઈઓને ફક્ત પિતાનાથી અમુક માન્યતામાં જુદા પડે છે એટલું જણાવવા નાસ્તિક કહ્યા. તે રીતે સાંખ્ય, મીમાંસક, જૈન, અને બૌદ્ધ એ બધા પુનર્જન્મવાદીઓ પણ એક રીતે આસ્તિક છતાં બીજી રીતે નાસ્તિક કહેવાયા. વળી, એક બીજો પ્રશ્ન ઊભો થયો હતો અને તે શાસ્ત્રના પ્રામાણ્યો. વેદશાસ્ત્રની પ્રતિષ્ઠા રૂઢ થઈ ગઈ હતી. પુનર્જન્મ માનનાર અને ઈશ્વરતત્વને પણ માનનાર એક એ મોટો પક્ષ હતો કે જે વેદનું પ્રામાણ્ય પૂરેપૂરું સ્વીકારતે. તેની સાથે જ એક એ પણ મટે અને પ્રાચીન પક્ષ હતો કે જે પુનર્જન્મમાં માનત, વેદનું પ્રામાણ્ય સંપૂર્ણતયા સ્વીકારતા, છતાં ઈશ્વર તત્વમાં ન માનતે. હવે અહીં આસ્તિક-નાસ્તિક શબ્દને ભારે ગોટાળો થયો. ઈશ્વરને ન માનવાથી જે નાસ્તિક કહેવામાં આવે તે પુનર્જન્મ અને વિદને પ્રામાણ્ય સ્વીકારનાર પિતાના સગા ભાઈ મીમાંસકને પણ નાસ્તિક કહેવા પડે. એટલે મનુ મહારાજે આ ગૂંચમાંથી મુક્તિ મેળવવા નાસ્તિક શબ્દની ટૂંકી વ્યાખ્યા કરી દીધી અને તે એ કે વેદદિક હોય તે નાસ્તિક. આ હિસાબે સાંખ્ય લેકે, જે નિરીશ્વરવાદી હોઈ એકવાર નાસ્તિક ગણાતા, તે પણ વેદનું અમુક અંશે પ્રામાણ્ય સ્વીકારતા હોવાથી ધીરે ધીરે નાસ્તિક કહેવાતા મટી આસ્તિક ગણાવા લાગ્યા; અને જૈન, બૌદ્ધ જેવા જે વેદનું પ્રામાણ્ય તદ્દન જ ન સ્વીકારતા તેઓ નાસ્તિક પક્ષમાં રહ્યા. અહીં સુધી તે આસ્તિક-નાસ્તિક શબ્દના પ્રયોગ વિશે થયું. હવે બીજી બાજુએ, જેમ પુનર્જન્મવાદી અને વેદવાદી લેકે પિતાથી વિભિન્ન એવા પક્ષને માટે ઓળખાણ ખાતર નાસ્તિક શબ્દ વાપરતા, અને વ્યવહારમાં કઈક શબ્દ વાપરવાની જરૂર તો પડે જ, તેમ પેલા વિભિન્ન પક્ષવાળાઓ પણ પિતાના પક્ષને અને સામા પક્ષને ઓળખાવવા અમુક Page #738 -------------------------------------------------------------------------- ________________ આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [ ૭૦૩ શબ્દો વાપરતા. તે શબ્દો ખીજા કાઈ નહિ, પણ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ. પુનર્જન્મને માનવા છતાં પણ કેટલાક વિચારકા પોતાના ઊંડા વિચાર અને મનનને પરિણામે એમ જોઈ શકયા હતા કે સ્વતંત્ર ઈશ્વર જેવી વસ્તુ નથી; અને તેથી તેઓએ ભારેમાં ભારે વિરાધ અને જોખમ વહેારીને પણ પેાતાને વિચાર લાક સમક્ષ મૂકયો હતા. એ વિચાર મૂકવા જતાં છેવટે વેદોનુ પ્રામાણ્ય સ્વીકારવાની ના પાડી હતી. એ લોકેા એમ ધારતા, અને સાચે જ પ્રામાણિકપણે ધારતા, કે તેની દૃષ્ટિ એટલે માન્યતા સમ્યક્ એટલે સાચી છે અને સામા વેદવાળા પક્ષની માન્યતા મિથ્યા એટલે ભ્રાન્ત છે. તેથી માત્ર સમભાવે તેમણે પોતાના પક્ષને સમ્યગ્દષ્ટિ અને સામાને મિથ્યાદૃષ્ટિ તરીકે ઓળખાવ્યા. આ રીતે જેમ સંસ્કૃતજીવી વિદ્વાનોએ પોતાના પક્ષ માટે આસ્તિક અને પાતાથી ભિન્ન પક્ષ માટે નાસ્તિક એ શબ્દો -વ્યવહાર ખાતર યાજ્યા હતા તેમ પ્રાકૃતજીવી જૈન અને બૌદ્ધ તપસ્વીઓએ પણ પોતાના પક્ષ માટે સમ્યગ્દષ્ટિ ( સમ્માİિટ્ટ ) અને પાતાથી ભિન્ન પક્ષ માટે મિથ્યાદષ્ટિ (મિચ્છર્દિદ્ધિ ) શબ્દ યાજ્યા. પણ એટલાથી કંઈ અંત આવે તેમ ઘેાડું હતું ? મત અને મતભેદનું વટવૃક્ષ તે જમાના સાથે જ ફેલાતું જાય છે, એટલે જૈન અને બોદ્ધ બન્ને વેદવિરોધી હોવા છતાં તે બન્ને વચ્ચે પણ પ્રબળ મતભેદ હતા. તેથી જેનેાએ માત્ર પેાતાના જ પક્ષને સમ્યગ્દષ્ટિ કહી વેદનુ પ્રામાણ્ય ન સ્વીકારવામાં સગા ભાઈ જેવા પોતાના બોદ્ધ મિત્રને પણ મિથ્યાદષ્ટિ કહ્યા. એ જ રીતે બૌદ્દોએ માત્ર પેાતાને સમ્યગ્દષ્ટિ અને પેાતાના મેટા ભાઈ જેવા જૈન પક્ષને મિથ્યાદષ્ટિ કહ્યો. ખરી રીતે જેમ આસ્તિક અને નાસ્તિક તેમ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિએ એ શબ્દો પણ ફક્ત અમુક અંશે ભિન્ન માન્યતા ધરાવનાર બે પક્ષો પૂરતા જ હતા, જેમાં એક સ્વપક્ષ અને એક પરપક્ષ. દરેક પેાતાના પક્ષને આસ્તિક કે સમ્યગ્દષ્ટિ કહે અને પરપક્ષને નાસ્તિક કે મિથ્યાદષ્ટિ તરીકે ગણાવે. અહીં સુધી તે સામાન્યભાવ કહેવાય. પણ મનુષ્ય પ્રકૃતિમાં જેમ મીઠાશ તેમ કડવાશનું પણ તત્ત્વ છે. આ તત્ત્વ દરેક જમાનામાં એન્ડ્રુવન્તુ દેખાય છે. શબ્દો કાંઈ જાતે સારા કે નરસા નથી હાતા. તેના મધુરપણા અને કડવાપણાને અથવા તો તેની પ્રિયતા અને અપ્રિયતાના આધાર તેની પાછળના મનોભાવ ઉપર અવલ'ખિત Page #739 -------------------------------------------------------------------------- ________________ ૦૪ ] દર્શન અને ચિંતન. હોય છે. આ વસ્તુ આપણે ડાક દાખલાઓથી વધારે સ્પષ્ટ કરીને સમજી શકીશું. નાગે, લુચ્ચે અને બા એ શબ્દો લે અને વિચારે. નાગે. સંસ્કૃતમાં નગ્ન અને પ્રાકૃતમાં નગિણુ. લુચ્ચો સંસ્કૃતમાં લુંચક અને પ્રાકૃત માં લુંચઓ. બા સંસ્કૃતમાં વસ્તા અને પ્રાકૃતમાં વMા અથવા બપ્પા. જે માત્ર કુટુંબ અને માલમત્તા જ નહિ, પણ કપડાં સુધ્ધાને તદ્દન ત્યાગ કરી આત્મશોધન માટે નિર્મમત્વવત ધારણ કરતો અને મહાન આદર્શ નજર સામે રાખી જંગલમાં એકાકી સિંહની પેઠે વિચરતે તે પૂજ્ય પુરુષ નગ્ન કહેવાત. ભગવાન મહાવીર આ જ અર્થમાં નગ્ન તરીકે પ્રખ્યાતિ પામ્યા છે. પરિગ્રહનો ત્યાગ કરી અને દેહદમનનું વ્રત સ્વીકારી આત્મસાધના માટે જે ત્યાગી થતા અને પિતાના મસ્તકના વાળને પિતાને જ હાથે ખેંચી કાઢતે તે લુંચક અર્થાત્ લોચ કરનાર કહેવાતો. આમ એ શબ્દ શુદ્ધ ત્યાગ, અને દેહદમન સૂચવનાર હતા. વિપ્તા એટલે સર્જક અને સર્જક એટલે વડીલ અને સંતાનને પૂજ્ય. આ અર્થમાં બપ્પા અને બાવા શબ્દ વપરાતે. પરંતુ હંમેશાં શબ્દોના વપરાશની મર્યાદા એકસરખી નથી રહેતી. તેનું ક્ષેત્ર નાનુંમોટું અને વખતે વિકૃત થઈ જાય છે. નગ્ન એટલે વસ્ત્રરહિત તપસ્વી; ને આ તપસ્વી એટલે માત્ર એક કુટુંબ અગર એક જ પરિ. વારની જવાબદારી છેડી વસુધાકૌટુંબિક બનનાર અને આખા વિશ્વની જવાબદારીને વિચાર કરનાર. પરંતુ કેટલાક માણસો કુટુંબમાં એવા નીકળે કે જેઓ નબળાઈને લીધે પિતાની કૌટુંબિક જવાબદારી ફેંકી દે છે, અને તેની જગ્યાએ વધારે સારી અને વધારે વ્યાપક જવાબદારી સ્વીકારવાને બદલે આળસ અને અજ્ઞાનને લીધે તેઓ પિતાના કુટુંબને અને પિતાની જાત સુધ્ધાંને બિનજવાબદાર થઈ ભટકતા અને રખડતા રામ થઈ જાય છે. આવા માણસ અને પેલા જવાબદાર નગ્ન તપસ્વીઓ વચ્ચે ઘર પ્રત્યેની બિનજવાબદારી પૂરતું, ઘર છોડી ગમે ત્યાં ભટકવા પૂરતું, સામ્ય હોય છે. આટલા સામ્યને લીધે પેલા બિનજવાબદાર માણસના લાગતાવળગતાઓએ તે રખડતા રામને તિરસ્કારસૂચક તરીકે અગર પિતાની અરુચિ દર્શાવવા તરીકે નાગે (નગ્ન) કહ્યો. આ રીતે વ્યવહારમાં જ્યારે કોઈ એક જવાબદારી છોડે, આપેલું વચન ન પાળે, માથેનું કરજ અદા ન કરે, તેને દાદ ન આપે ત્યારે પણ તે તિરસ્કાર અને અણગમાના વિષય તરીકે નગ્ન કહેવા. બસ! ધીરે ધીરે પેલે મૂળ નગ્ન શબ્દ પિતાના મહાન તપ, ત્યાગ અને પૂજ્યતાના અર્થમાંથી સરી માત્ર બિનજવાબદાર એ Page #740 -------------------------------------------------------------------------- ________________ આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [ ૭૦૫ અર્થમાં આવીને અટક્યો અને આજે તો એમ બની ગયું છે કે કઈ ત્યાગી સુધ્ધાં પિતાને માટે નાગે શબ્દ પસંદ નથી કરતા. દિગંબર ભિક્ષુકે, જેઓ તદ્દન નગ્ન હોય છે તેઓને પણ જે નાગ કહેવામાં આવે તે તેઓ પિતાનો તિરસ્કાર અને અપમાન માને. લુંચક શબ્દ પણ પિતાનું પવિત્ર સ્થાન ગુમાવ્યું છે, અને કહેલું ન પાળે, બીજાને ઠગે તેટલા જ અર્થમાં સ્થાન લીધું છે. બે શબ્દ તે ઘણીવાર બાળકેને ભડકાવવાના અર્થમાં જ વપરાય છે, અને કેટલીક વાર તે કશી જ જવાબદારી ન ધરાવતું હોય તેવા આળસી અને પેટભરુ માટે પણ વપરાય છે. આ રીતે ઉપયોગની પાછળના સારા કે નરસા, આદર કે તિરસ્કાર, સંકુચિત કે વિસ્તૃત ભાવને લીધે શબ્દો પણ એક જ છતાં ક્યારેક સારા, ક્યારેક નરસા, ક્યારેક આદરસૂચક, ક્યારેક તિરસ્કારસૂચક અને ક્યારેક સંકુચિત અર્થવાળા તેમ જ વિસ્તૃત અર્થવાળા જોવામાં આવે છે. આ દાખલાઓ આપણને પ્રસ્તુત ચર્ચામાં બહુ કામના છે. ઉપર કહેલ નાસ્તિક અને મિથ્યાદષ્ટિ શબ્દની શ્રેણીમાં વળી બીજા બે શબ્દો ઉમેરવા જેવા છે. તેમાંનો એક નિદ્ભવ શબ્દ છે, જે શ્વેતાબર શાસ્ત્રમાં વપરાયેલે છે અને બીજે જૈનાભાસ શબ્દ છે, જે દિગંબર ગ્રન્થોમાં વપરાચેલે છે. આ બંને શબ્દો પણ અમુક અંશે જૈન છતાં બીજા કેટલાક અંશમાં વિરોધી મત ધરાવનાર માટે વપરાયેલા છે. નદ્ભવ શબ્દ તે જરા જૂને પણ છે, પરંતુ જૈનાભાસ એટલે કૃત્રિમ જન એ શબ્દ એટલે જૂને. નથી અને તે રીતે વિલક્ષણ રીતે વપરાયેલું છે. દિગંબર શાખાની મૂળ સંધ, માથુર સંધ, કાષ્ઠા સંઘ એવી કેટલીક પેટા શાખાઓ છે. તેમાં જે મૂળ સંધને ન હોય તે હરકોઈને જેનાભાસ તરીકે ઓળખાવવામાં આવ્યો છે, જેમાં શ્વેતાંબર પણ આવી જાય છે. શ્વેતાંબર શાસ્ત્રકારેએ જૂના વખતમાં તે અમુક જ મતભેદ ધરાવનાર અમુક જ પક્ષોને નિહ્નવ કહેલા, પણ પાછળથી જ્યારે દિગંબર શાખા તદ્દન જુદી પડી ત્યારે તેને પણ નિહ્નવ કહાં. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે બે મુખ્ય શાખાઓ શ્વેતાંબર અને દિગંબર એકબીજાને પિતાનાથી ભિન્ન શાખા તરીકે ઓળખાવવા અમુક શબ્દ યોજે છે અને પછી ધીરે ધીરે એક જ શાખામાં જ્યારે પિટાભેદો થવા લાગે છે ત્યારે પણ કોઈ એક પેટભેદ બીજા પેટભેદ માટે તે શબ્દો વાપરે છે. અહીં આપણે એક બાબત ઉપર લક્ષ આપ્યા સિવાય રહી શકતા ૪૫ Page #741 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦૬ ] દર્શન અને ચિંતન નથી અને તે એ છે કે આસ્તિક અને નાસ્તિક શબ્દોની પાછળ માત્ર હકાર અને નકારને જ ભાવ છે, જ્યારે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ શબ્દની પાછળ તેથી કાંઈક વધારે ભાવ છે. તેમાં પિતાનું યથાર્થપણું અને બીજા પક્ષનું બ્રાન્તપણું ખાતરીથી સૂચવાય છે. એ ભાવ જરા આકરે અને કાંઈક અંશે કડ પણ છે, એટલે પ્રથમના શબ્દો કરતાં પાછળના શબ્દોમાં જરા ઉગ્રતા સૂચવાય છે. વળી જેમ જેમ સાંપ્રદાયિકતા અને મતાંધતા વધતી ચાલી તેમ તેમ કટુકતા વધારે ઉગ્ર બની. તેને પરિણામે નિદ્ભવ અને જેનાભાસ જેવા ઉગ્ર શબ્દો સામા પક્ષ માટે અસ્તિત્વમાં આવ્યા. અહીં સુધી તે માત્ર આ શબ્દોનો કાંઈક ઈતિહાસ જ આવ્યો. હવે આપણે વર્તમાન સ્થિતિ ઉપર નજર કરીએ. અત્યારે આ શબ્દોમાં ભારે ગેટાળે થઈ ગયો છે. એ શબ્દો હવે તેના મૂળ અર્થમાં નથી રહ્યા, તેમ જ નવા અર્થમાં પણ ચોક્કસ અને મર્યાદિત રીતે નથી જાતા. ખરું કહીએ તે અત્યારે એ શબ્દો નાગો, લુચ્ચો અને બો શબ્દની પેઠે માત્ર ગાળરૂપે અથવા તિરસ્કાર સૂચક રીતે હરકોઈ વાપરે છે. સાચી બાબત રજૂ કરનાર અને આગળ જતાં જે વિચાર પિતાને અગર પિતાની સંતતિને અવશ્યમેવ સ્વીકારવાલાયક હોય છે તે વિચાર મૂકનારને પણ શરૂઆતમાં રૂઢિગામી, સ્વાર્થી અને અવિચારી લેકે નાસ્તિક કહી ઉતારી પાડવા પ્રયત્ન કરે છે. મથુરા-વૃંદાવનમાં મંદિરના ઢગલા ખડકી તે દ્વારા માત્ર પેટ ભરનાર અને ઘણીવાર તે ભયંકર અનાચાર પિષનાર પંડ્યા કે ગેસાઈઓના પાખંડને મહર્ષિ દયાનંદે વિરોધ કર્યો અને કહ્યું કે આ તે મૂર્તિપૂજા નહિ પણ ઉદરપૂજા અને ભોગપૂજા છે. વળી કાશી અને ગયાના શ્રાદ્ધ સરાવી તાગડધિન્ના કરનાર અને વધારામાં અનાચાર પિષનાર પંડયાઓને સ્વામીજીએ કહ્યું કે આ શ્રાદ્ધપિંડ પિતરને નથી પહોંચતા, પણ તમારા પેટમાં જરૂર પહોંચે છે એમ કહી તેમણે સમાજમાં સદાચાર, વિદ્યા અને બળનું વાતાવરણ સરજવાન જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે તુરત જ પેલા વેદપુરાણમાની પંડયાપક્ષે સ્વામીજીને નાસ્તિક કહ્યા. એ લેકોએ સ્વામીજીને માત્ર પિતાથી ભિન્ન મતદર્શક છે એટલા અર્થમાં નાસ્તિક કહ્યા હતા તે તે કાંઈ ખોટું ન હતું, પણ જૂના લેકે, જે મૂર્તિ અને શ્રાદ્ધમાં જ મહત્ત્વ માનતા, તેમને ભડકાવવા અને તેમની વચ્ચે સ્વામીજીની પ્રતિષ્ઠા ઘટાડવા એ નાસ્તિક શબ્દ વાપર્યો. એ જ રીતે મિથ્યાદષ્ટિ શબ્દની પણ કદર્શન થઈ. જૈન વર્ગમાં કઈ વિચારક નીકળ્યો અને કોઈ વસ્તુની ઉચિતતા-અનુચિતતાને Page #742 -------------------------------------------------------------------------- ________________ આસ્તિક અને નાસ્તિક શબ્દ નમીમાંસા [૭૦૭ વિચાર તેણે મૂક્યો કે તરત જ રૂઢિપ્રિય વર્ગે તેને મિથ્યાદષ્ટિ કહ્યો. એક જતિ જે કલ્પસૂત્ર જેવાં પવિત્ર પુસ્તકે વાંચે અને લેકે પાસે તેની પૂજા કરાવી જે દીનદક્ષિણ આવે તે પોતે પચાવી લે; વળી બીજે જતિ મંદિરની આવકને માલિક થાય અને એ પિસાથી અનાચાર વધારે; આમ બનતું જઈ તેની અગ્યતા જ્યારે કોઈએ બતાવવા માંડી ત્યારે શરૂઆતમાં તે પેલા સ્વાથી જતિઓએ એ વિચારકને પિતાના વર્ગમાં ઉતારી પાડવા મિથ્યાદષ્ટિ સુધ્ધાં કહ્યું. આ રીતે શરૂઆતમાં નાસ્તિક અને મિથ્યાદષ્ટિ શબ્દો સુધારક અને વિચારક માટે વપરાવા લાગ્યા, અને હવે તે તે એવા સ્થિર થઈ ગયા છે કે જે મોટેભાગે વિચારશીલ, સુધારક અને કઈ વસ્તુની યેચાયેગ્યતાની પરીક્ષા કરનાર માટે જ વપરાય છે. જૂનાં બંધ, જૂના નિયમે, જૂની મર્યાદાઓ અને જૂના રીતરિવાજો દેશકાળ અને પરિસ્થિતિને લીધે અમુક અંશે બંધબેસતાં નથી. તેના સ્થાનમાં અમુક પ્રકારનું બંધન અને અમુક પ્રકારની મર્યાદા રાખીએ તે સમાજને વધારે લાભ થાય, અજ્ઞાન અને સંકુચિતતાની જગાએ જ્ઞાન અને ઉદારતા સ્થાપીએ તે જ સમાજ સુખી રહી શકે, ધર્મ એ જે વિખવાદ વધારતો હોય તો તે ધર્મ હોઈ ન શકે–એવી સીધીસાદી અને સર્વમાન્ય બાબત કહેનાર કોઈ નીકળે કે તરત જ અત્યારે તેને નાસ્તિક, મિથ્યાદષ્ટિ અગર જૈનાભાસ કહેવામાં આવે છે. આ રીતે શબ્દોના ઉપયોગની અંધાધૂધીનું પરિણામ એ આવ્યું છે કે હવે નાસ્તિક શબ્દની જ પ્રતિષ્ઠા વધી ગઈ છે. એક વખતે રાજમાન્ય શબ્દની અને લોકમાન્ય શબ્દની પ્રતિષ્ઠા હતી, પણ જ્યારે સમાજ ઊંચે ઊડ્યો ત્યારે તેને રાજમાન્ય શબ્દ ખટક્યો અને રાજમાન્ય થવામાં ઘણીવાર સમાજદ્રોહ તેમ જ દેશદ્રોહ પણ જણા; અને રાજદ્રોહ શબ્દ જે એકવાર ભારે ગુનાહિત માટે જ વપરાત અને અપમાનસૂચક દેખાતે તેની પ્રતિષ્ઠા વધી પડી. આજે તે દેશ અને સમાજમાં એવું વાતાવરણ પેદા થયું છે કે તે રાજદ્રોહ શબ્દને પૂજે છે અને પિતાને રાજદ્રોહી જાહેર રીતે કહેવરાવવા હજારે જ નહિ પણ લાખ સ્ત્રી અને યુષ બહાર આવે છે અને લેકે તેમને સત્કારે છે. માત્ર હિન્દુસ્તાનને જ નહિ પણ આખી દુનિયાને મહાન સંત એ મહાન રાજદ્રોહના અર્થમાં જ રાજદ્રોહી છે. આ રીતે નાસ્તિક અને મિથ્યાદષ્ટિ જે એક વખતે ફક્ત પિતાથી ભિન્ન પક્ષ ધરાવનાર માટે વપરાતા અને પછી કાંઈક કદર્થનાના ભાવમાં વપરાતા તે અત્યારે પ્રતિષ્ઠિત જેવા થતા જાય છે. અંત્યજે એ પણ માણસ છે. એની સેવા લઈ એને તિરસ્કાર કરે એમાં બેવડે ગુને છે. વૈધવ્ય મરજિયાત હોઈ શકે, ફરજિયાત નહિ, એવો વિચાર ગાંધીજીએ Page #743 -------------------------------------------------------------------------- ________________ ૭૮] દર્શન અને ચિંતન મૂકયો કે તેમને પણ મનુના વારસદાર કાશીના પડિતાએ પ્રથમ નાસ્તિક કહ્યા, મીઠા શબ્દમાં આર્યસમાજી કહ્યા અને કેાઈએ ક્રિશ્ચિયન કહ્યા. વાંદરા અને વાછડાની ચર્ચા આવી કે વળી કેાઈ એ તેમને હિંસક કહ્યા અને ખરેખર ગાંધીજી જો રાજપ્રકરણમાં પડયા ન હોત અને આવડી મેડી સલ્તનત સામે ઝઝૂમ્યા ન હોત તેમ જ તેમનામાં પોતાના વિચારો જગન્ધ્યાપી કરવાની શક્તિ ન હોત તા તે અત્યારે જે કહે છે તે જ અંત્યજ અને વિધવા વિશે કહેતાં હોત, છતાં ભારે નાસ્તિક અને મૂર્ખ મનાત અને મનુના વારસદાર તેમનુ ચાલત તે તેમને શૂળીએ પણ ચડાવત. આ રીતે જ્યારે આવેશી પુરાતનપ્રેમીએએ આવેશમાં આવી વગર વિચારે ગમે તેવા વિચારી અને ગમે તેવા લાયક માણસને પણ ઉતારી પાડવા અને તેની વિરુદ્ધ લોકાને ઉશ્કેરવા નાસ્તિક જેવા શબ્દો વાપર્યાં ત્યારે તે શબ્દોમાં પણ ક્રાન્તિ દાખલ થઈ અને એનું અ’ચક્ર બદલાતાં મહત્તાચક્ર અદલાવા લાગ્યું અને સ્થિતિ લગભગ એવી આવી ઊભી છે કે રાજદ્રોહની પેડે નાસ્તિક, મિથ્યાદષ્ટિ આદિ શબ્દો માન્ય થતા ચાલ્યા છે. કદાચ જોઈતા પ્રમાણમાં માન્ય ન થયા હાય તાપણુ હવે એનાથી કાઈ ભાગ્યે જ ડરે છે. ઊલટુ પાતાને રાજદ્રોહી કહેવડાવવા જેમ ધણા આગળ આવે છે તેમ ઘણા તે નિર્ભયતા કેળવવા પોતાને નાસ્તિક કહેવડાવતાં જરાય ખચકાતા નથી અને જ્યારે સારામાં સારા વિચારકેશ, લાયક કાર્યકર્તા અને ઉદાર મનના પુરુષોને પણ કાઈ નાસ્તિક કહે છે ત્યારે આસ્તિક અને સમ્યગ્દષ્ટિ જેવા શબ્દોના અર્થ મદલાઈ જાય છે. અને હવે તા આસ્તિક તેમ જ સમ્યગ્દષ્ટિ શબ્દને લગભગ વ્યવહારમાં લોક એ જ અર્થ કહે છે કે જે સાચી કે ખોટી ગમે તેવી જૂની રૂઢિને વળગી રહે, તેમાં ઉચિતપણા કે અનુચિતપણાને વિચાર ન કરે, કાઈ પણ વસ્તુની પરીક્ષા અગર તર્ક – કોટી સહન ન કરે, સાચુ કે ખાટુ કાંઈ પણ તપાસ્યા સિવાય નવા વિચાર, નવી શોધ અને નવી પદ્ધતિમાત્રથી ભડકે અને છતાંય કાળક્રમે એને પરાણે વશ થતા જાય તે આસ્તિક, તે સમ્યગ્દષ્ટિ. આ રીતે વિચારક અને પરીક્ષક અગર તર્ક પ્રધાન અર્થમાં નાસ્તિક આદિ શબ્દોની પ્રતિષ્ઠા જામતી જાય છે અને કદાગ્રહી, ઝનૂની એવા અર્થમાં આસ્તિક આદિ શબ્દોની દુર્દશા થતી દેખાય છે. આ જમાનામાં જ્યારે શસ્ત્રથી લડવાનું ન હતું. ત્યારે દરેકને માટે લડવાની વૃત્તિ તૃપ્ત કરવાને આવા શાબ્દિક માર્ગ રહ્યો હતા અને નાસ્તિક કે મિથ્યાદષ્ટિ શબ્દોના ગાળા ફેંકાતા, પશુ આ અહિંસક યુદ્ધે જેમ શસ્ત્રને Page #744 -------------------------------------------------------------------------- ________________ આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [sv& નિષ્ક્રિય કર્યો તેમ પેલા નાસ્તિક આદિ શબ્દો, જે વિષમય અસ્ત્રની પેઠે ફેં કાતા, તેને પણ નિષિ અને ધણીવાર તેા જીવનપ્રદ અમૃત જેવા બનાવ્યા. આ ક્રાન્તિયુગના પ્રભાવ છે, પણ આથી કેાઈ વિચારકે કે સુધારકે હરખાઈ પેાતાનું કર્તવ્ય ભૂલી જવાનું નથી. ધણીવાર ક્ષુલ્લક વિચારકા અને ભીરુ સ્વાથી સુધારકા પોતાને નાસ્તિક કહેવડાવીને પણ સામા પક્ષને અન્યાય કરવા તૈયાર થાય છે. તેઓએ પણ ચેતવાનું છે. ખરી રીતે કાઈ પક્ષકારે આવેશ કે ઝનૂનમાં આવી જઈ ખીજા પક્ષને માત્ર વગેાવવા ખાતર કાઈ પણ જાતના શબ્દને! પ્રયાગ કરવા એ તાત્ત્વિક દૃષ્ટિએ હિંસા જ છે. પાતાનાથી ભિન્ન વિચાર ધરાવનાર માટે સમભાવે અને પ્રેમથી ચાગ્ય શબ્દ વાપરવા એ એક વાત છે અને ઝનૂનમાં આવી ખીજાને ઉતારી પાડવા હદ ઓળંગી અમુક શબ્દો વાપરવા એ બીજી વાત છે; છતાં દરેક ખેલનારતે મોઢે કાંઈ તાળુ દેવાતુ નથી, અગર દરેક લખનારના હાથ કાંઈ ખૂંધાતા નથી, એટલે કાઈ ઉતાવળિયાએ જ્યારે ભિન્ન મત ધરાવનારા માટે અમુક શબ્દ વાપરે ત્યારે ભિન્ન મત ધરાવનારની અહિંસક ફરજ શી છે તે છેવટે આપણે વિચારી જવી જોઈ એ. પહેલું તો એ કે પોતાના માટે જ્યારે કાઈ એ નાસ્તિક કે એવા ખીજે શબ્દ વાપર્યો હાય ત્યારે એટલું જ વિચારવું કે તે સામા ભાઈએ મારે માટે ક્ત જુદો મત ધરાવનાર અથવા એના મતને ન માનનાર એટલા જ અમાં સમભાવે અને વસ્તુસ્થિતિસૂચક શબ્દ વાપર્યોં છે. એ ભાઈની એ શબ્દ વાપરવાની પાછળ કાઈ દુત્તિ નથી, એમ વિચારી તેના પ્રત્યે પણ પ્રેમવૃત્તિ અને ઉદારતા કેળવવી. ખીજું એ કે જો એમ જ લાગે કે અમુક પક્ષકારે મારે માટે આવેશમાં આવી નિંદાની દૃષ્ટિથી અમુક શબ્દ વાપર્યો છે ત્યારે એમ વિચારવું કે એ ભાઈની ભૂમિકામાં આવેશ અને સંકુચિતપણાનાં તત્ત્વો છે. એ તત્ત્વોને એ માલિક છે અને જે વસ્તુને જે માલિક હોય તે માણસ તે વસ્તુને મરજી પ્રમાણે ઉપયોગ કરવા સર્જાયેલ છે. તેનામાં જે આવેશનું તત્ત્વ હોય તા ધીરજ કયાંથી આવવાની ? અને જો સંકુચિતપણું હાય તો ઉદારતા કથાંથી પ્રગટવાની ? અને જો આવેશ અને સંકુચિતતાના સ્થાનમાં ધૈય અને ઉદારતા તેનામાં લાવવાં હોય તો તે એ જ રીતે આવી શકે કે તેણે ગમે તેવા કડવા શબ્દો વચ્ચે પણ પોતાનામાં ધીરજ અને ઉદારતા કેળવવી; કારણ કે, કાદવ કાંઈ ખીજા કાદવથી ન ધાવાય, પણ પાણીથી જ ધાવાય. Page #745 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ ] દર્શન અને ચિંતન ત્રીજું એ કે જ્યારે કોઈ પિતાના મત અને વિચારની વિરુદ્ધ આવેશ કે શાતિથી કાંઈ પણ કહેતે હૈય ત્યારે તેના કથન ઉપર સહાનુભૂતિથી વિચાર કરે. જો સામાના આવેશી કથનમાં પણ સત્ય લાગે તે તેને પચાવવાની ઉદારતા રાખવી અને પિતાના વિચારમાં સત્ય દેખાય તે ગમે તેટલે પ્રચંડ વિરોધ છતાં પણ, અને ગમે તેટલું જોખમ આવી પડે છતાં પણ, નમ્રભાવે એ જ સત્યને વળગી રહેવું. જે આ રીતે વિચારવામાં આવે અને વર્તવામાં આવે તે શબ્દની મારામારીનું ઝેર ઓછું થઈ જાય. ભાષાસમિતિની અને વચનગુપ્તિની જે પ્રતિષ્ઠા લગભગ લેપ પામતી જાય છે તે પાછી જામે અને શાન્તિનું વાતાવરણ ઊભું થાય. આ પુણ્ય-દિવસમાં આપણે એટલું જ ઈચ્છીએ. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, ૧૯૩૨ Page #746 -------------------------------------------------------------------------- ________________ વારસાનું વિતરણુ [ ૧૨ ] શ્વેતુપાત વિના જ નવા જન્મ ધારણ કરવાની—જિત્વ પામવાની– શક્તિ મનુષ્યજાતને જ વરેલી છે. ખાળક આંખ, કાન આદિ સ્થૂળ ઇન્દ્રિયા દ્વારા પશુપક્ષીઓની જેમ માત્ર રાજિંદું જીવન જીવવા પૂરતી તાલીમ મેળવી લે છે, ત્યારે એના પ્રથમ જન્મ પૂરા થાય છે; અને તે જ્યારે વર્ષો જ નહિ, પણ પેઢીઓ પહેલાંના માનવજાતે મેળવેલા આચારવિચારના વારસાને મેળવવા પગરણ માંડે છે ત્યારથી જ તેને બીજો જન્મ શરૂ થાય છે. સામાન્ય રીતે આવા બીજા જન્મની પૂર્તિ ધર અને સમાજમાં થાય તે કરતાં વધારે સારી રીતે શાળા-મહાશાળાના વ્યવસ્થિત વર્ગોમાં થાય છે. ત્યાં શિક્ષક કે અધ્યાપક પોતે મેળવેલ અતીત વારસાનું તેમ જ પેાતાની કલ્પના અને આવડતથી એમાં કરેલ વધારાનું વિતરણ કરે છે. આમ જિત્વની સાધનાના સમયે જે જ્ઞાનની લેવડ-દેવડ ચાલે છે તે જ ખરું વારસાનું વિતરણ છે. પરંતુ માત્ર વર્ગમાં સામૂહિક રીતે થયેલી એ લેવડ-દેવડ જ્યારે લેખખદ્ધ થઈ વધારે વ્યવસ્થિત અને વધારે સુંદર રીતે સર્વાંગમ્ય થાય છે ત્યારે એ વિતરણ સમાજવ્યાપી અને છે. પ્રસ્તુત પુસ્તક એ એવા એક વિતરણનું ઉદાહરણ છે. પુરુષસૂક્તમાં સમાજજીવનને આવશ્યક એવાં કર્મોના ચાર વિભાગ કરી જનસમાજને ચાર વિભાગમાં કલ્પ્યા છે. તે કાળે એ વિભાગે ભલે અભેદ્ય ન હાય, છતાં કાળક્રમે એ વિભાગે જન્મસિદ્ધ મનાતાં અને તે સાથે ઊંચનીચપણાની ભાવના જોડાતાં અભેદ્ય નહિ તે દુર્ભેદ્ય બન્યા જ હતા. એ દુર્ભેદ્યતા ભેદાવાને અને ફરી તે પાછી અસ્તિત્વમાં આવવાના, એવા એ યુગે પણ વીત્યા. ગુણુક' દ્વારા જ વર્ણવિભાગ અને નહિ કે માત્ર જન્મ દ્વારા જ, એ વસ્તુ સિદ્ધ કરવાના કેટલાય પ્રયત્ના થયા ને તેમાં કેટલેક અંશે સફળતા પણ આવી. પરંતુ મહાત્મા ગાંધીજી પહેલાં કાઈ વ્યક્તિએ એ સત્યનું સ્પષ્ટ દર્શોન; નિર્ભય પ્રતિપાદન અને સ્વજીવનથી આચરણ કર્યું ન હતું કે પ્રત્યેક જીવંત વ્યક્તિએ જીવનને આવશ્યક એવા ચતુર્વિ`ભાગી કર્મોની તાલીમ મેળવવી જ જોઈ એ અર્થાત માત્ર આખા સમાજે નહિં પણ સમાજધટક પ્રત્યેક વ્યક્તિએ ચતુવણ થવું જોઈ એ. માણસ મુખ્યપણે ભલે કાઈ એક જ વણ ને લગતું Page #747 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ ] દર્શન અને ચિંતન જીવન જીવે, પણ તેણે ચારે વર્ણને લગતાં કર્મોની આવડત કેળવવી જોઈએ. એ વિના જેમ સમાજ બહારથી સુરક્ષિત નથી થવાને, તેમ તે ઊંચનીચપણના મિથ્યા અભિમાનથી પણ મુક્ત નથી થવાનો. ગાંધીજીની આ અનુભવસિદ્ધ વિચારસરણી આખા દેશમાં થોડાં પણ સમજદાર માણસેએ ઝીલી અને દેશના અનેક ખૂણાઓમાં એને લગતી સાધના પણ શરૂ થઈ. સૌરાષ્ટ્રમાં આવી સાધનાનું એક જાણીતું કેન્દ્ર છે—ગ્રામ દક્ષિણામૂર્તિ. તેના મુખ્ય સૂત્રધાર છે વયેવૃદ્ધ વિદ્વાન શ્રી. નાનાભાઈ ભટ્ટ. તેમણે સાધનાની જે પરંપરા વિકસાવી છે તેને પિતાનામાં મૂર્ત કરનાર ‘દર્શક’ નામે જાણીતા શ્રી. મનુભાઈ પળી એ જ આ “વારસા'ના લેખક છે. ઈતિહાસયુગ અને તે પહેલાંના યુગ, એમએકંદર લગભગ ૫૦૦૦ વર્ષોને માનવજાતે જે વારસે મૂક્યો છે, ને જે ખાસ કરી ભારત સાથે સંબંધ ધરાવે છે તેની ક્રમવાર સુસંબદ્ધ રીતે રજૂઆત આ પુસ્તકમાં થયેલી છે. લેખકે શરૂઆત બહુ પ્રાચીન સમયથી કરી છે, પણ એની સમાપ્તિ ઈ. સ.ના સાતમા સૈકામાં થયેલ હર્ષવર્ધનની સાથે જ થાય છે. હર્ષવર્ધનથી માંડી આજ સુધીનાં ૧૨૦૦-૧૩૦૦ વર્ષોને, “પૂર્વરંગના લેખકોની પેઠે, પ્રસ્તુત લેખક પણ સ્પર્યા નથી. ખરી રીતે પ્રસ્તુત પુસ્તક એ “પૂર્વરંગની એક વિશિષ્ટ પૂર્તિ જ નહિ પણ ઘણી બાબતમાં તેનું સ્પષ્ટીકરણ પણ છે. કાકા જેવા બહુશ્રુત પ્રતિભાસંપન્ન અને શ્રી. નરહરિભાઈ જેવા પારદર્શી વિચારક, એ બંનેને તે વખતે પલાંઠી બાંધી બેસવાને અને સ્વસ્થ મને લખવાને જોઈ તે સળંગ સમય મળ્યો હોત તે એ ‘પૂર્વરંગની ભાત જુદી જ હોત, પણ તે યુગ વિદેશી સત્તા સામે ગાંધીજીએ ફેકેલ સત્યાગ્રહના બ્રહ્માસ્ત્રમાં સાથ દેવાને વીરયુગ હતા. એટલે થવું જોઈતું કામ કાંઈક રહી જ ગયું. પ્રસ્તુત લેખક જેમ એક લોકશાળાના શિક્ષક છે, તેમ એ અધ્યાપન મંદિરના પણ અધ્યાપક છે; એટલું જ નહિ, પણ સાથે સાથે તેમને લેકજીવનનાં બધાં પાસાને ઠીકઠીક પ્રત્યક્ષ સંપર્ક સાધવાના પ્રસંગે પણ મળતા જ રહે છે. તેથી જ શ્રી. મનુભાઈએ પલાંઠી વાળી સ્વસ્થ મને પોતાના વર્ગો માટે જે પૂરી તૈયારી કરેલી તેનું સંકલન આ પુસ્તકમાં નજરે પડે છે. પ્રસ્તુત પુસ્તક ૧૩ પ્રકરણમાં પૂરું થાય છે. આગળ આગળનાં પ્રકરણ પહેલાંનાં પ્રકરણે સાથે કાળક્રમની દૃષ્ટિએ તેમ જ વિષયની દષ્ટિએ એવાં સુસંબદ્ધ ગોઠવાયાં છે કે પહેલું પ્રકરણ પૂરું થાય ત્યારે બીજા પ્રકરણમાંના વિષયની જિજ્ઞાસાનાં બીજ નંખાઈ જાય છે, એટલે વાચક સહેલાઈથી આગલું પ્રકરણ વાંચવા લલચાય છે અને તે વાંચ્યા વિના તેને તૃપ્તિ જ થતો નથી. Page #748 -------------------------------------------------------------------------- ________________ વારસાનું વિતરણ [ ૭૧૩ લેખકનો આ ઇતિહાસ શાળા-મહાશાળામાં ચાલતા ઈતિહાસ કરતાં જુદો પડે છે, કેમ કે એ માત્ર રાજાને ન સ્પર્શતાં સમગ્ર પ્રજાજીવન વ્યાપી સંસ્કારને સ્પર્શે છે, અર્થાત પ્રસ્તુત ઈતિહાસ સંસ્કૃતિને ઈતિહાસ છે. આમુખમાં લેખકે જોડના કથનને આધારે સંસ્કૃતિને અર્થ દર્શાવી તેનું સ્પષ્ટીકરણ કર્યું છે, તે ખાસ ધ્યાન ખેંચે છે. પહેલા પ્રકરણમાં કદના ઉપરથી ફલિત થતી આર્યોની અહિક જીવનપરાયણ પુસ્નાથ, તેમ જ સાદી અને નિર્બન્ધન જીવનચર્યાનું તાદશ ચિત્ર રજૂ થયેલ છે. તેમ જ આર્યોને દેશના જે મૂળનિવાસીઓના સંપર્કમાં આવવું પડે છે તે મૂળનિવાસીઓને સ્પષ્ટ પરિચય આપવામાં આવ્યું છે. સિંધુસંસ્કૃતિના લેકે, ઠાવિડિયો અને કોલ, સંથાલ આદિ જ, જે બધા આ દેશના આદિવાસીઓ, તેમનાં મૂળ સ્થાને ક્યાં હતાં અને શોધળે તે ઉપર શું અજવાળું નાખ્યું છે વગેરે વિસ્તૃત પરિચય કરાવી લેખકે આર્યો અને અનાર્યો એ બંને વર્ગ વચ્ચે થયેલ સંઘર્ષ અને છેવટે થયેલ સમન્વયની પૂર્વભૂમિકા રજૂ કરી છે. બીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યોનું મિલન, તેના પુરસ્કર્તા કોણ કોણ હતા તે, સમન્વય માટે ચાલેલી ગડમથલે અને સધાયેલ સમન્વયનાં ઈષ્ટ પરિણામે–એ બધું સુરેખ રીતે દર્શાવવામાં આવ્યું છે. પ્રકરણ ત્રીજામાં આર્યઅનાર્યના એ સમન્વયકારી મિલનને પડશે પાડતા રામાયણ લેખકે તલસ્પર્શી મનોરમ પરિચય કરાવ્યો છે. રામાયણના કર્તા વાલ્મીકિ કળી લૂંટારા હતા, જ્યારે મહાભારતના કર્તા વ્યાસ એ પરાશર ઋષિ અને માછણના કૃષ્ણવર્ણ પુત્ર હતા. આ બંને આર્ય-અનાર્યના મિલનના સૂચક છે, અને એમના ગ્રંથે પણ એ મિલન જ સૂચવે છે. સાચા અર્થમાં વ્યાસ અને વાલ્મીકિ ગમે તે હોય. કદાચ આર્ય—અનાર્થનું મિલન સૂચવવા ખાતર જ એ બેની એવી જાતિઓ ગ્રંથકારે ચીતરી હોય, જેથી જાતિમદમાં ઝૂલતા આર્યોને ગર્વ ગળે ને દીનતામાં રાચનાર અનાને પાને ચઢે, તેમ જ રામાયણ અને મહાભારતને બધા એકસરખી રીતે સ્વીકારે. વાલ્મીકિ પિતે અનાર્ય હોવાથી જ તેમણે અનાર્યને એક એક વર્ગની મદદ દ્વારા જ રામને મહિમા વધ્યાની વાત ગાઈ છે. અનાર્યોની મદદ વિના રામ ન જીતત, ન રામ બનત. એટલે એ સ્પષ્ટ છે કે જેણે ગ્રંથકાર તરીકે કેળી વાલ્મીકિને નિર્દેશ્યા તેને ઉદ્દેશ અનાર્યોનું બળ દર્શાવવાને, આર્યોને માન આપવાને અને એ રીતે બનેનું એક્ય સાધવાને હતે. મદદરી વિભીષણને પરણે, તારા દિયરને પરણે, રાવણ અને વિભીષણ Page #749 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ ] દર્શન અને ચિંતન જુદા પડે, સુગ્રીવ અને વાલી લડે ત્યારે રામબ્રાતાઓ અખંડ રહે–આ લક્ષણ કદાચ આર્ય-અનાર્યનું ભેદસૂચક હેય.ગ્રંથકારે આર્યઆદર્શ દર્શાવવા ગ્રંથ લખ્યો હેય ને તેમાં અનાર્ય વ્યવહાર કેવો છે એ સાથે સાથે દર્શાવી આર્યજીવનની સુરેખતા ઉપસાવી હોય. જે કવિ ખરેખર કેળી જ હોય તે તેને પિતાની જાતિમાં એટલે કે અનાર્યમાં રહેલા સડાને નિવારવાની દૃષ્ટિ હોવી જોઈએ. અને એ પણ કવિને વસેલું હશે કે આવડા મેટા દેશમાં બહારથી આવેલા આ છેવટે ફાવ્યા તે કૌટુમ્બિક એકતાને કારણે. એટલે એને પિતાની જાતિનાં કુસંપ અને શુદ્રવૃત્તિ ખટક્યાં હોય અને તેનું ચિત્ર પોતાની જાતને અનાર્યો દ્વારા રજુ કર્યું હોય. ચોથા પ્રકરણમાં બ્રાહ્મણયુગનું ચિત્ર છે. લેખકે ઐતરેય આદિ બ્રાહ્મણગ્રંથને આધારે દર્શાવ્યું છે કે ધીરે ધીરે સાદા યજ્ઞોમાંથી ખર્ચાળ અને આડંબરી મહાયો કેવી રીતે વિકસ્યા. એ જ રીતે એ પણ દર્શાવ્યું છે કે પુરે હિતવર્ગની ક્ષત્રિય જેવા યજમાનવર્ગ ઉપર કેવી ધાક બેઠી અને તેઓ કેવા દક્ષિણાલુપ તથા મોજીલા બની ગયા. આની સામે કઈ રીતે ક્ષત્રિયોને વિધવંટોળ ઊડ્યો અને પુરોહિતોની પકડમાંથી છૂટતાં તેઓએ કયા પ્રકારની નવસંસ્કૃતિના નિર્માણમાં ભાગ લેવા માંડ્યો, એ બધું લેખકે સાધાર દર્શાવ્યું છે. પાંચમા પ્રકરણમાં મહાભારતનો પરિચય આવે છે. રામાયણના પરિચય કરતાં આ પરિચય કાંઈક વિસ્તૃત છે, તે ગ્રંથનું કદ અને વિષયવૈવિધ્ય જોતાં ગ્ય જ છે. “વેરથી વેર શમતું નથી” એવી તથાગતની વાણી “ધમ્મપદ 'માં માત્ર સિદ્ધાંતરૂપે રજૂ થઈ છે, જ્યારે મહાભારતમાં એ સિદ્ધાંત અનેક કથા, ઉપકથા અને બીજા પ્રસંગે દ્વારા સુરેખ રીતે વ્યંજિત થયેલ છે, એટલે તે વાચકને પિતાના રસપ્રવાહમાં ખેંચે જ જાય છે, ને જરાય કંટાળો આવવા. દેતું નથી. બુદ્ધની એ વાણી અશકે એવું જીવન જીવી શિલાલેખમાં મૂર્ત કરી છે, જ્યારે મહાભારતમાં એ વાણી કવિની રસવાહી શૈલી દ્વારા તેમ જ અતિહાસિક, અર્ધ ઐતિહાસિક અને કાલ્પનિક કથા-પ્રસંગે દ્વારા મૂર્ત થઈ છે. આમ મહાભારત અને તથાગતને મૂળ સૂર એક જ છે કે જીતનારના હાથમાં છેવટે પસ્તા ને દુઃખ જ રહે છે. લેખકે મહાભારતનો પરિચય આયમર્યાદાને ઉલટાવી નાખનાર યુદ્ધરૂપે આપેલ છે તે બરાબર છે. રામાયણ અને મહાભારતનાં કેટલાંક પાત્રો ઉપરથી જ આ અંતર સ્પષ્ટ થઈ જાય છે, જેમ કે રામ નિષ્ઠાવાન, તે યુધિષ્ઠિર તક જોઈ જૂઠું પણ બેલે; સીતા બધું હસતે મોઢે સહી લે, તે પતિભક્તા છતાં દ્રૌપદી પતિઓ અને બીજા વડીલેને પણ વાઘણની પેઠે ત્રાડી ઊઠી ઠપકે Page #750 -------------------------------------------------------------------------- ________________ વારસાનું વિતરણ [[ ૭૧૫ આપે; વિશ્વામિત્ર અને વસિષ્ઠનું ગુરુપદને છાજે તેવું વર્તન ને વર્ચસ્વ જ્યારે દ્રોણ, કૃપાચાર્ય આદિનું અર્થ તેમ જ ક્ષત્રિયેનું દાસત્વ. મહાભારતમાં કૃષ્ણનું જે ચરિત્ર આલેખાયું છે તે, ને રણગણમાં ગીતાના ઉપદેશક તરીકે એની જે ખ્યાતિ છે તે, કૃષ્ણ પ્રત્યે ભક્તિ ઉપજાવ્યા વિના નથી રહેતાં. કૃષ્ણ જ્યારે મહાભારતના યુદ્ધમાં મહાસંહાર માટે અર્જુનને ઉત્તેજે છે, ત્યારે જ સાથે સાથે એક ટિટોડીનાં બચ્ચાને બચાવવા અહિંસક સાધુ જેટલી કાળજી રાખે છે. મહાભારતમાં ગ્રંથકાર વૈશ્ય તુલાધાર જાજલિને ત્રાજવાની દાંડીથી સમતોલ રહેવાને ઉપદેશ આપે છે અને એક કર્તવ્યપરાયણ ગૃહસ્થ બ્રાહ્મણી, માબાપની સેવા છોડી કઠોર તપ તપેલ દુર્વાસા પ્રકૃતિના કૌશિક તાપસને ધર્મવ્યાધ દ્વારા પ્રાપ્ત ધર્મ છોડી વનમાં નીકળી જવા બદલ શીખ આપે છે. આવાં અનેક સુરેખ. ચિત્રો આ પ્રકરણમાં છે. છઠ્ઠા પ્રકરણમાં ઉપનિષદનું વાતાવરણ તાદશ આલેખતાં લેખકે જે તે વખતના વિચારણીય પ્રશ્નો મૂક્યા છે, તે ઉપનિષદના તત્વજ્ઞાનને સમજવા માટે ચાવીરૂપ છે. એ પ્રશ્નો આ રહ્યા : “ય શાશ્વત સુખ આપે છે ? દાન-તપ એ આપે છે? આ સુખની ઈચ્છા એ શું છે? કોણે એ ઈચ્છાને જન્મ આપે ? મૃત્યું શું છે ? પુનર્જન્મ છે ખરે કે વાયુ સાથે વાયુ ભળી ગયા પછી કશું રહેતું જ નથી? જીવ, જગત ને ઈશ્વર વચ્ચે શો સંબંધ છે ? બધું એકાકાર છે કે અલગ અલગ કેણ આ રચે છે? કોણ ભાંગે છે? શું છે આ બધી ભાંજગડ ? ” ઈત્યાદિ. આવા પ્રશ્નોના ચિંતનને પરિણામે પ્રકૃતિ અને દેવની બ્રહ્માંડગત વિવિધતામાં એકતા જોવાની વેદકાલીન પ્રાચીન ભાવના પિંડમાં એકતા જોવામાં પરિણમી કે જે “તત્વમસિ” જેવાં વાક્યોથી દર્શાવવામાં આવી. છે. આવો ભાવનાપરિપાક કૂદકે ને ભૂસકે ભાગ્યે જ થઈ શકે. તેનું ખેડાણ સદીઓ લગી અને અનેક દ્વારા થયેલું છે. એ ખેડાણમાં ક્ષત્રિયવર્ગને ક્રાંતિકારી સ્વભાવ મુખ્ય ભાગ ભજવે છે, અને બ્રાહ્મણે પણ કેવા નવનવવિદ્યા-તરસ્યા કે. જેઓ ગમે તેવાં સંકટ વેઠીને પણ વિદ્યા મેળવે. આનું ઉદાહરણ નચિકેતા. જેવાં અનેક આખ્યાને પૂરું પાડે છે. તે કાળે યાને મહિમા ઓસરતો જ હતો, છતાં સામાન્ય જનસમાજ ઉપર તેની પકડ હતી જ, એમ કહી લેખકે (૧) યજ્ઞને સહેલે માર્ગે વળવું, પુરુષાર્થ બાજુ પર રાખો, (૨) બ્રાહ્મણ પુરે હિતેની સર્વોપરિતા, (૩) યજમાનપુરહિત બંનેનું પરસ્પરાવલંબન, આદિ જે યજ્ઞયુગનાં ત્રણ પરિણામે સૂચિત કર્યા છે તે યથાર્થ છે. સાતમા પ્રકરણમાં શ્રમણધર્મના બે સમકાલીન આગેવાને બુદ્ધ અને Page #751 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭૧૬ ] દર્શન અને ચિંતન મહાવીરનું ચિત્રણ છે. બુદ્ધ અને મહાવીરના આચારવિચારમાં મુખ્ય સામ્ય શું છે તે સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે અને બુદ્ધિની જીવનકથા ઠીક ઠીક વિસ્તારપૂર્વક આપી તેનાં અનેક પાસાં દર્શાવવામાં આવ્યાં છે. ઉપનિષદના વિચારમાં ક્ષત્રિયે હતા, પણ તેમના સંઘે અસ્તિત્વમાં આવ્યા જાણ્યા નથી; જ્યારે બુદ્ધ અને મહાવીરના સંઘે માત્ર અસ્તિત્વમાં જ ન આવ્યા, પણ તે દેશના અનેક ભાગમાં અને દેશ બહાર પણ ફેલાયા, એનું શું કારણ? એ પ્રશ્ન ઉઠાવી લેખકે જે જવાબ આપે છે તે યથાર્થ છે. જવાબ એ છે કે બુદ્ધ અને મહાવીર પિતે સિદ્ધ કરેલ કરણ અને અહિંસામૂલક આચારને સ્વપર્યાપ્ત ન રાખતાં સમાજવ્યાપી કરવાની વૃત્તિવાળા હતા અને તેથી જ તેમના સંઘને અનાર્યો, આદિવાસીઓ તેમ જ ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ વગેરે અનેક વર્ગોને ટેકો મળી ગયો. આઠમા પ્રકરણમાં ધ્યાન ખેંચે એવી મુખ્ય ચર્ચા એ છે કે ગણરાજ્યમાંથી મહારાજને કેવી કેવી રીતે અને કયા કારણથી અસ્તિત્વમાં આવ્યાં. મહારાજ્યના વિચારને મજબૂત પાયે નાખનાર ચાણક્ય કહેવાય છે. તેની ચકેર રાજનીતિનું દિગ્દર્શન તેના અર્થશાસ્ત્રના આધારે કરાવવામાં આવ્યું છે, જે ચાણક્યની અનુભવસિદ્ધ કુશળતાનું પ્રતિબિંબ પાડે છે. ચન્દ્રગુપ્ત પછી વધારે ધ્યાન ખેંચે એવી વ્યક્તિ છે અશક. તેને યુદ્ધવિજય ધર્મવિજયમાં કેવી રીતે પરિણમે, ને તે જોતજોતામાં ચોમેર કેવી રીતે પ્રસર્યો એનું હૃદયહારી વર્ણન લેખકે આપ્યું છે. નવમા પ્રકરણમાં આર્યોએ આપેલ સંસ્કૃતિનાં અંગોને નિર્દેશ કરી તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તે અંગે આ છેઃ (૧) અનેમાં એક જોવાની દ્રષ્ટિ અને અહિંસા. (૨) સ્ત્રી સન્માન. ( ૩) વર્ણાશ્રમવ્યવસ્થા. (૪) તર્કશુદ્ધ વ્યવસ્થિત વિચાર કરવાની ટેવ. દશમા પ્રકરણમાં વેદકાળથી માંડી બુદ્ધના સમય સુધીની વિવિધ રાજ્યપ્રણાલીઓનું નિરૂપણ છે, અને ત્યાર બાદ અંતમાં રાજકીય, ધાર્મિક તેમ જ આર્થિક જીવનની સુરેખ છબી આવે છે. જીવનનાં આ ત્રણે પાસાંમાં ગણ અને સંધનું તત્ત્વ મુખ્ય દેખાય છે. રાજ્યમાં ગણવ્યવસ્થા છે, ધર્મોમાં સંધવ્યવસ્થા છે અને ઉદ્યોગધંધા આદિમાં નિગમ કે એણું–વ્યવસ્થા છે. અગિયારમા પ્રકરણમાં હિન્દુસ્તાનની અંદર અને એની બહાર એશિયાના Page #752 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭. વારસાનું વિતરણ ખૂણે ખૂણે બૌદ્ધ ભિક્ષુકોએ, શિલ્પીઓએ, વ્યાપારીઓએ અને રાજાઓએ કેવી રીતે, કેટલા પ્રમાણમાં ને ક્યાં ક્યાં સંસ્કૃતિ વિવિધ રીતે વિસ્તારી, વિકસાવી ને અમર બનાવી તેનું દૂબહૂ ચિત્ર છે. - અહીં ફાહિયાન અને હ્યુએનસંગના સમયનું સંસ્કૃતિવિનિમયનું ચિત્ર છે, પણ પૂર્વ રંગમાં ફાહિયાન અને હ્યુએનસંગે કરેલ લેકસ્થિતિનું જેટલું વિસ્તૃત વર્ણન છે તેટલું અહીં નથી. તે હેત તે ભારે અસરકારક પુરવણી થાત. બારમા પ્રકરણમાં “અશ્વમેધપુનરુદ્ધારયુગ”નું લગભગ છ વર્ષનું ચિત્ર. છે. મૌર્યયુગ પછી જે પુરોહિતવર્ચસ્વને યુગ આવ્યો અને જેમાં બ્રાહ્મણ કે શ્રમણ બધા જ મુખ્યપણે પિતપોતાના ધર્મપ્રસાર અને પ્રભાવ અર્થે રાજ્યાશ્રય તરફ વળ્યા અને છેવટે શ્રમણ ઉપર પુરોહિતોનું વર્ચસ્વ સ્થાપિત થયું તેનું ઐતિહાસિક ચિત્ર છે. બૌદ્ધસંધની સિદ્ધિઓ અને નબળાઈ એ તેમ જ પુરોહિતવર્ગની પણ સિદ્ધિઓ અને નબળાઈએ એ બધું વિશ્લેષણપૂર્વક લેખકે દર્શાવ્યું છે, અને શ્રમણપ્રભાવ કરતાં પુરોહિતપ્રભાવ વધ્યા છતાં તેણે શ્રમણ પરંપરાના કયા કયા દેશે અપનાવી લીધા અને નવા પૌરાણિક ધર્મને કે આકાર આપે એ બધું નિરૂપવામાં આવ્યું છે. શ્રમણ અને પુરેહિતવર્ગે પોતપિતાની ભાવના તેમ જ સંસ્કૃતિનાં વિવિધ અંગેના પ્રસાર માટે જે હોડ શરૂ કરેલી તેનાં અનેકવિધ સુંદર અને સુંદરતમ પરિણામ આવ્યાં છે. એ પરિણામે વૈદક, ગણિત, ખગોળ, શિલ્પ, સ્થાપત્ય, કાવ્ય, સાહિત્ય, ભાષા, લિપિ આદિ અનેક રૂપમાં આવેલાં છે. તેનું લેખકે છેલ્લા પ્રકરણમાં પુરુષાર્થ પ્રેરક ચિત્ર રજૂ કર્યું છે અને છેવટે એ પુરુષાર્થમાં જે ઓટ આવી તે પણ સૂચવ્યું છે. - આ રીતે વેદ પહેલાંના યુગથી માંડી મધ્યકાળ સુધીના કાળપટને સ્પર્શતાં સંસ્કૃતિચિ લેખકે આધારપૂર્વક આલેખ્યાં છે. અવનવી તેમ જ રોચક–અરોચક ઘટનાઓ અને બનાના વર્ણન દ્વારા વિદ્યાર્થીઓના માનસને તૃપ્તિ આપવી એ જ ઈતિહાસના શિક્ષણનું મુખ્ય પ્રયજન નથી; એવી તૃપ્તિ તે ચમત્કારી કિસ્સાઓ દ્વારા અને બીજી ઘણી. રીતે આપી શકાય; પણ ઈતિહાસશિક્ષણનું ખરું અને મૂળ પ્રયોજન તે એ છે કે ભણનાર વિદ્યાથી એ દ્વારા પ્રત્યેક બનાવને ખુલાસો મેળવી શકે કે આ અને આવાં કારણને લીધે જ એ બનાવ બનવા પામ્યો છે તેની કાર્ય. કારણભાવની સાંકળ સમજવાની શક્તિ સાચું ઈતિહાસશિક્ષણ એટલી હદ સુધી કેળવી શકે કે એ વિદ્યાથી અમુક પરિસ્થિતિ જોઈને જ કહી શકે કે Page #753 -------------------------------------------------------------------------- ________________ .૭૧૮ ] દર્શન અને ચિંતન આમાંથી આવું અને આ જ પરિણામ નીપજશે. ખરી રીતે ઈતિહાસશિક્ષણ જૂના અનુભવોને આધારે કેળવેલ કાર્યકારણભાવના જ્ઞાન દ્વારા માણસને સાચો પુરુષાર્થ કરવા પ્રેરે છે, અને ભૂતકાળની ભૂલોથી બચી જવાનું જ્ઞાનસામર્થ પણ આપે છે. પ્રસ્તુત પુસ્તક એ માત્ર ઘટનાઓ કે બનાવનું વર્ણન નથી કરતું, પણ દરેક ઘટના અને પરિણામની પૃષ્ઠભૂમિકામાં કેવી પરિસ્થિતિ હતી કે જેને લીધે તેવાં પરિણામ આવ્યાં, એવી કાર્યકારણભાવની -શંખલા જોડતું એક સંકલિત નિરૂપણ છે. તેથી જ આ પુસ્તક ગુજરાતી અતિહાસિક સાહિત્યમાં એક ગણનાપાત્ર ફાળો ગણાવું જોઈએ. લેખકે જે જે મુખ્ય સામગ્રીને આધારે પ્રકરણ લખ્યાં છે તે તે સામગ્રીને પ્રકરણવાર નિર્દેશ અંતમાં કર્યો છે, જેથી પિતાનું કથન કેટલું સાધાર છે એ વાચકને માલૂમ પડે અને વધારામાં જેઓ આ વિષયને મૂળગામી અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેઓને આવી સામગ્રીનો પરિચય થાય. એકંદર શ્રી. મનુભાઈને આ પ્રયત્ન બહુ જ સફળ થયો છે, જેની પ્રતીતિ હરકોઈ વાચકને થયા વિના નહિ રહે. એમની ભાષા તે સિદ્ધહસ્ત ગુજરાતી લેખકની ભાષા છે, એ એમનાં લખાણ વાંચનાર સૌ કોઈ જાણે છે. પણ એમનું જે વિશાળ વાચન છે, જે વિચારની સમૃદ્ધિ છે અને તેથીયે ચડી જાય એવું તેમનામાં જે મધ્યસ્થતાનું ને નિર્ભયતાનું બળ છે—એ બધું તેમના આ લખાણને ચિરંજીવી અને સર્વપ્રિય બનાવવા માટે પૂરતું છે. શ્રી. મનુભાઈ મેટ્રિક પણ નથી થયા અને છતાં એમણે જે વ્યવસ્થિત, સાધાર અને તર્કસંગત નિરૂપણ સમતલપણે કર્યું છે, તે સૂચવે છે કે જેનામાં સહજ પ્રતિભા અને પુરુષાર્થને સુભગ યોગ હોય તે મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયોનાં આંગણાંમાં ગયા સિવાય પણ ધાય ફળે નિપજાવી શકે છે. જેઓને ગુજરાતી ભાષાની શક્તિ વિશે–અર્થપ્રકટન-સામર્થ્ય વિશે–ડી પણ શંકા હોય તેઓને આ પુસ્તક ખાતરી કરી આપશે કે વિદ્યાનાં વિવિધ ક્ષેત્રે ખેડવાની શક્તિ ગુજરાતી ભાષામાં કેટલી છે ! આ પુસ્તક વિનીત કક્ષાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને પણ ઉપયોગી થઈ પડે તેવું છે. એકવાર વાંચવું શરૂ કરીએ કે પૂરું કર્યા સિવાય ઊઠવાનું મન ન થાય એવી સરસ શૈલી હોવાથી તે હરકોઈ સંસ્કૃતિપ્રિય જિજ્ઞાસુને આકર્ષ્યા વિના નહિ જ રહે. * * શ્રી મનુભાઈ પંચોળી-દર્શક’–ના પુસ્તક “આપણે વારસે અને વૈભવની પ્રસ્તાવના, Page #754 -------------------------------------------------------------------------- ________________ ચેતન-ગ્રંથો [૧૩] સાહિત્યનું પ્રકાશન એટલે પ્રાચીન સાહિત્ય જેવા રૂપમાં મળી આવે તેવા જ રૂપમાં પુસ્તકે પ્રગટ કરવા એમ ન સમજવું. જે કંઈ પ્રાચીન કે અર્વાચીન સાહિત્ય પ્રગટ કરવામાં આવે તે નવા વિચારપ્રવાહોથી યુક્ત હવું ઘટે અને એમ થાય તો જ તેની ઉપયોગિતા કહી શકાય. નવા વિચારપ્રવાહોથી યુક્ત એટલે ઈતિહાસને બરાબર ન્યાય આપીને તૈયાર કરવામાં આવેલું અને વર્તમાન જીવનને ઉપયોગી થઈ શકે એવી દૃષ્ટિવાળું પ્રમાણભૂત પ્રકાશન. અને ગ્રંથમાળા એટલે માત્ર જડ પુસ્તકો જ નહિ, માત્ર પુસ્તક છપાવીને પ્રગટ કર્યો જવા એટલું જ એનું કાર્યક્ષેત્ર ન હોઈ શકે. ખરી જરૂર તે ચેતન-ગ્રંથ તૈયાર કરવાની છે, અને અત્યારે તો એ કાર્ય જ સૌથી પ્રથમ કરવા જેવું છે. ચેતન એટલે નહિ, ગ્રંથકાર-વિદ્વાને સમજવા. અત્યાર લગી આવા ચેતન-થે તૈયાર કરવા માટે આપણે શું કર્યું છે એ વિચારે, અને એ તરફની ઉપેક્ષાનું પરિણામ કેવું અનિષ્ટ આવ્યું છે એ પણ વિચારે. આપણે—આપણે આખો સમાજ–અંધશ્રદ્ધાના ફૂપમાં જઈ પડ્યો છે. નવીન યુગના પ્રવાહોએ આપણી સમજણને કંઈક સતેજ કરી છે અને આપણું દર્શનશક્તિમાં વધારે કર્યો છે. તેથી આ અંધશ્રદ્ધા આપણને વધુ સમજાવા લાગી છે ખરી, છતાં એ સમજણને અનુરૂપ આપણું પ્રવૃત્તિ નથી એ દુઃખની વાત છે. માણસે–ચેતન– –તૈયાર કરવા માટે શું કરવું ધટે એને હજીય આપણને જોઈએ તે વિચાર આવતો નથી. અત્યારની આપણું સંસ્થાઓ એવી જડતંત્ર જેવી બની ગઈ છે કે તેમાં મારા જેવાનું ઈજેશન કારગત નથી નીવડતું. ભાવનગર અને બીજું સ્થાનમાંની પણ સંસ્થાઓ શ્રી છૂટી રહે તે કોઈ કાર્યસાધક પરિણામ ન નિપજાવી શકે. નામથી સંસ્થાઓ ભલે જુદી જુદી હોય, પણ કાર્યની દૃષ્ટિએ તો બધી સંસ્થાએમાં એકરસતા અને એકબીજાના પૂરક થવાની સંપૂર્ણ સહકારની ભાવના હોવી જોઈએ. ચેતન– –માણસો તૈયાર કરવા હોય તે સૌથી પ્રથમ તેની આર્થિક Page #755 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ ] દર્શન અને ચિંતન ભૂમિકા સારી હોવી ઘટે. જે આર્થિક ભૂમિકા નબળી રહી છે આ વિજ્ઞાનપ્રધાન યુગમાં સાયન્સ છેડી તત્ત્વજ્ઞાન કેણ લે છે અને આપણા ક્ષેત્રમાં તે આર્ટસ કૉલેજને જ ભાગ આવે છે, જે અત્યારે આર્થિક દૃષ્ટિએ નબળો છે. હજુ પણ એને આપણે નબળા જ રહેવા દઈએ તે તત્ત્વજ્ઞાન કે ઈન્ડલજીને અભ્યાસ, જે તરફ સમાજકલ્યાણની દૃષ્ટિએ આપણી ચાહના છે, તેને કોણ અપનાવે ? માણસ છેવટે ભણે છે તે તો ગુલામ થવા માટે નહિ, પણ પિતે પિતાની મેળે ઊભા રહી શકે તે માટે જ. એટલે જે તત્ત્વજ્ઞાનના કે ઈન્ડલેજના અભ્યાસીઓની આર્થિક ભૂમિકા સારી ન થાય તે એ ક્ષેત્રમાં પ્રથમ પંક્તિના માણસે નહિ પડવાના અને જે થર્ડ કલાસ (નીચી કેટીના ) માણસે જ મળવાના હોય તે એવા હજારે માણસે કે એવી હજાર સંસ્થાએથી પણ શું થઈ શકે ? આ આર્થિક ભૂમિકા સારી થવાની સાથે સાથે તત્ત્વજ્ઞાન જેવા શુષ્ક લાગતા ક્ષેત્રને ખેડનારના કામનું મૂલ્યાંકન અને તેની વિદ્યાની પ્રતિષ્ઠા પણ થવી ઘટે. અત્યારે તે સ્થિતિ કેવળ અર્થપ્રધાન દષ્ટિવાળી જ પ્રવર્તે છે. એમાં મૂલ્યાંકન કે પ્રતિષ્ઠાને જાણે અવકાશ જ નથી રહ્યો. એક સાદે દાખલે લઈ એ. તમારે કે મારે એક બહેન કે દીકરી હોય. તેની એગ્ય ઉમર થતાં એ કન્યા પિતે વર પસંદ કરી શકે એવી ન હય, અને આપણે એના માટે વરની પસંદગી કરવાની હેય. વિજ્ઞાનશાસ્ત્રી અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી વચ્ચે વરની પસંદગી કરવાની હોય તે પ્રતિષ્ઠા અને અર્થ બને દૃષ્ટિએ વિજ્ઞાનશાસ્ત્રીની જ પસંદગી થવાની એ નિઃશંક છે. આનો અર્થ એ નથી કે તત્ત્વજ્ઞાનને આપણે નકામું ગણીએ છીએ. તત્ત્વજ્ઞાનની પણ પૂરેપૂરી જરૂરિઆત આપણે સ્વીકારીએ જ છીએ. ફેર માત્ર એટલે જ કે વ્યવહારમાં તત્વજ્ઞાનને જે પ્રતિષ્ઠા અને આર્થિક ભૂમિકા મળવી ઘટે તે મળી નથી. પણ હવે આ સ્થિતિ વધુ વખત નભાવવા જેવી નથી, નહિ તો પ્રથમ પંક્તિને તત્ત્વજ્ઞાનના અભ્યાસીના ક્ષેત્રમાં આપણું દેવાળું જ નીકળી જવાનું. આ માટે આપણે આપણી વિભક્ત શક્તિઓને એકત્રિત કરવી ઘટે અને અત્યાર સુધી દ્રવ્ય (એટલે બાહ્ય વસ્તુ) ઉપર જે વજન મૂક્યું છે તેના બદલે ભાવ ઉપર વજન આપવું ઘટે. જે તાત્વિક કામ ન થતું હોય તે કેવળ દ્રવ્ય (નાણું) ભેગું કરવાનું છે અર્થ છે ? મને તે લાગે છે કે દરેક સંસ્થાએ દ્રવ્યની મર્યાદા રાખવી ઘટે. જે યોગ્ય માણસે નહિ હોય તે એ નાણાં શું કરી શકશે ? એટલે જેટલું બને તેટલું બધું નાણું માણસોને–ચેતન-ને Page #756 -------------------------------------------------------------------------- ________________ ચેતન છે [૭૨૧ તયાર કરવા પાછળ ખર્ચવું ઘટે અને તેથી માણસને-ચેતન-ગ્રંથોને તૈયાર કરવા તરફ આપણી દૃષ્ટિ નથી તે સ્થિતિ હવે તે શીધ્ર દૂર થવી જ ઘટે. જો આમ નહિ થાય અને જેવું સત્વહીન, દષ્ટિહીન અને બિનઉપયોગી સાહિત્ય અત્યાર લગી આપણે પ્રગટ કરતા રહ્યા છીએ એ જ પ્રવૃત્તિ જો ચાલુ રહી તે સાચે જ માનજો કે હવે વખત એવો આવ્યો છે કે સામે પક્ષે આપવા છતાં એવું સાહિત્ય કોઈ વાંચશે નહિ. ખરી વાત તે એ હતી કે સંશોધનની પાશ્ચાત્ય પ્રગતિની સાથે સાથે જ લાંબા સમય પહેલાં જ ઊંચા પ્રકારે સંશોધિત સાહિત્યને પ્રગટ કરવાની જરૂર હતી. તે તે ન થયું, પણ હવે મોડા મેડા પણ આપણે જાણીએ અને જુના સાથે વર્તમાન પરિસ્થિતિને સમન્વય સાધીએ. ' જૈન સમાજમાં જેને અભાવ છે તેનું જ્ઞાન અને જ્ઞાની પ્રત્યેની આદર અને બહુમાન કે પ્રતિષ્ઠાની વૃત્તિ બ્રાહ્મણ સમાજમાં આજે પણ જોવા મળે છે. જગદગુરુ શંકરાચાર્ય કરતાં વિશિષ્ટ પંડિતનું આસન પહેલા મૂકવામાં આવે છે, એ શું સૂચવે છે ? તમે કલકત્તા યુનિવર્સિટીમાં જાઓ અને વિદ્યાની પ્રતિષ્ઠા શું એ તરત જ તમને સમજાશે. આપણે ત્યાં પ્રતિષ્ઠા શુષ્ક ક્રિયાકાંડની છે, જ્ઞાનની નથી એ કમનસીબી છે. જાણે એમ લાગે છે કે આપણે ત્યાં જીવતા માણસેને જ તે પડી ગયું છે. આ સ્થિતિ ટાળવી જ રહી, અને એ ટાળવાનો એકમાત્ર ઉપાય માણસે–ચેતન–પ્રથે તૈયાર કરવા એ જ છે. ઈતિહાસને અર્થ આપણે માત્ર પ્રશસ્તિ જ કરીએ છીએ. એ આપણી ભૂલ છે. એમ માનવાથી કશું કામ નહિ થાય. એમાં તે સારા-ખોટા, પૂર્ણતા– અપૂર્ણતા એ બધાનો સમાવેશ થ જોઈએ. એમ કરીએ તો જ નવી ભૂલ કરતાં આપણે અટકી શકીએ અને નવસર્જનમાં જરૂરી ફાળો આપી શકીએ. વળી, મોટામાં મોટું દુઃખ તે એ કે આપણી પાસે જે છે એને નભાવવાની આપણી વૃત્તિ, દષ્ટિ કે તૈયારી નથી. આપણે ત્યાં સૌને પિતપતાને જુદે કે જોઈએ છે અને એ માટે સૌ પોતપોતાને ગમતી રીતે નાનીમેટી સંસ્થાઓ રચવાની માયાજાળમાં ફસાયા છે. પણ ખરી રીતે તે હવે નવાં નવાં મંદિરે કરાવવાની મને વૃત્તિના બદલે સંસ્કાપાગી સાધને પાછળ નાણાં ખર્ચવાં ઘટે. એમાંથી જ નવસર્જનને અનુકૂળ એવા માણસે–ચેતનગ્રંથ તૈયાર થઈ શકશે. આજે એ ચેતન-ગ્રંથ સમે–એટલે કે દક્ષિણામૂર્તિવાળા શ્રી. નાનાભાઈ ભટ્ટ જે–એક માણસ તે આપણું સમાજમાં બતાવે જેના નામથી ખેંચા ४६ Page #757 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ ] દર્શન અને ચિંતન ઈને વિદ્યાર્થી આ ચાલ્યા આવે. પેાતાની આસપાસના જ વિચાર કર્યાં કરવા અને ખીજે બીજે સ્થળે જે વિદ્યાધામેા આદર્શ રીતે ચાલતાં હોય તે તરફ ધ્યાન ન આપવું અને આપણી જૂની દૃષ્ટિ મુજબ જ નવી નવી સંસ્થા ઊભી કર્યાં કરવી એ ખરાબર નથી. ખરી રીતે જ્યાં જ્યાં આદર્શ વિદ્યાધામ હોય ત્યાં જઈ કામ કરી બતાવવું અને ત્યાંથી સાચી પ્રેરણા લઈ આવવી. એ વડે જ આપણી જ્ઞાનની ભૂમિકા ઊંચી થઈ શકે. આપણે ત્યાં સૂરિએ ધણાય છે, પણ મારે મન તે! એ જ સાચા સૂરિ છે કે જે સાર્વજનિક સંસ્થામાં જઈ કામ કરી શકે. અંતમાં મારે એટલુ' જ કહેવું છે કે તમે તમારા પુત્રના સમગ્ર ભવિઅને જેમ વિચાર કરે છે તેમ જે વિદ્યાથી હાય—વિદ્યાના અથી હાય~~~ તેના ભવિષ્યને પણ તમારા ભાઈ તરીકે જ વિચાર કરજો. આપણા ત્યાગી ગણાતા વર્ગની ભૂમિકા ઊંચી કરવી હાય અને પછીના યુગમાં તેમની પ્રતિષ્ઠા સાચવી રાખવી હોય તો મારી તમને સૌને એક જ સંદેશા છે કે માણસા—ચેતન—ગ્રંથીથી જ આપણા ત્યાગીવને સ્વતઃ પ્રેરણા મળશે, અને એ રસ્તે આપોઆપ તૈયાર થવાની ફરજ પડશે. ~~ પ્રમુદ્ જીવન, ૧ નવેમ્બર ૧૯૪૭, Page #758 -------------------------------------------------------------------------- ________________ હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન [૧૪] બિહારરાષ્ટ્રભાષા પરિષદે પટણામાં ડો. વાસુદેવશરણ અગ્રવાલ પાસે હર્ષચરિત' ઉપર વ્યાખ્યાને કરાવેલાં. એ વ્યાખ્યાન એમણે પાંચ દિવસ એક એક કલાક આપેલાં, જે એ જ પરિષદ તરફથી હર્ષચરિતઃ એક સાંસ્કૃતિક અધ્યયન' નામક પુસ્તકરૂપે સુવિસ્તૃત અને સુગ્રથિતરૂપે ૧૯૫૩ની સાલમાં પ્રસિદ્ધ થયાં છે. (પુસ્તકની સાઈઝ ૮ પેજી રેયલ અને પૂર્ણ સંખ્યા લગભગ ૩૦૦ છે. કિંમત કાચું પૂઠું રૂ. ૮ અને પાકું પૂરું રૂા. ૯ છે.) શ્રીયુત અગ્રવાલજી ગુજરાતના સાક્ષને અપરિચિત નથી. તેઓ એકવાર-ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે ચાલતી વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળામાં મથુરાના શિલ્પ–સ્થાપત્ય ઉપર ભાષણ આપવા આવેલા. તેઓ લગભગ દશ વર્ષ લગી મથુરા મ્યુઝિયમના ક્યુરેટર પદે રહેલા. તેઓ પી. એચડી. ઉપરાંત ડી. લિફ્ટ પણ છે અને તેમણે દિલ્હીમાં સેન્ટ્રલ એશિયન એન્ટીકવીટિઝ મ્યુઝિયમને સુપરિન્ટેન્ડેન્ટ પદે અને ભારતીય પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષ પદે રહી મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે. તેમણે ઈ. સ. ૧૯પરમાં લખનઉ વિશ્વવિદ્યાલયમાં રાધાકુમુદ મુખરજી વ્યાખ્યાનમાળામાં “ પાણિનિ” ઉપર ભાષણે આપેલાં. હમણું તેઓ હિંદુ યુનિવર્સિટી, બનારસમાં ઇન્ડિયન આર્ટ એન્ડ આર્કિપેલોજીના મુખ્ય પ્રાધ્યાપક તરીકે કોલેજ ઓફ ઇન્ડોલોજી (ભારતીય મહાવિદ્યાલય)માં ૧૯૫૧થી કામ કરે છે. તેમનાં લખાણે હિંદી ઉપરાંત અંગ્રેજીમાં પણ પ્રસિદ્ધ થયાં છે. હિંદીમાં ચાર સંગ્રહો વિશે હું જાણું છું. પહેલે સંગ્રહ “ઉરતિ ” છે જેમાં વૈદિક નિબંધે છે. બીજા “પૃથ્વીપુત્ર” સંગ્રહમાં જનપદીય–જોકસાહિત્યને લગતા નિબંધે છે. ત્રીજા “ કલા ઔર સંસ્કૃતિ' સંગ્રહમાં કલા અને સંસ્કૃતિને લગતા નિબંધે છે. ચોથા માતા ભૂમિ” સંગ્રહમાં અનેક વિષયને લગતા પરચૂરણ નિબંધ છે. પાંચમું પુસ્તક પ્રસ્તુત “હર્ષચરિતઃ એક સાંસ્કૃતિક અધ્યયન” એ છે. હર્ષચરિત એ બાણુની ગદ આખ્યાયિકા છે. કાદમ્બરીના વિશ્વવિખ્યાત નામે બાણને પણ વિશ્વવિખ્યાત કરેલ છે અને એને વિશે પાળોઝિટ્ટ - ન એવી સંસ્કૃત વાયકા પ્રસિદ્ધ છે. બાણ ઈ. સ. ના સાતમા સકામાં Page #759 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ ] દર્શન અને ચિંતન હયાત હતા. એના પહેલાં પણ સંસ્કૃત અને વિવિધ પ્રાકૃત ભાષાના અનેક ગદ્યપદ્ય કવિ—વિદ્યાના જાણીતા છે, જેનેા બાણે પણ કાબરીની પ્રસ્તાવનામાં જ સમ્માનપૂર્વક નિર્દેશ કર્યો છે. કાદમ્બરી રચાયા પછી તરત જ સંસ્કૃત અને પ્રાકૃત કવિ-વિદ્વાનોએ તેના અનુકરણમાં ગદ્યકથાઓ લખી છે અને બાણુના હર્ષચરિતની પ્રથમથી ચાલતી અનુકરણપર પરા પણ આગળ ચાલતી રહી છે. કાદમ્બરીના અનુકરણમાં રચાયેલ યશસ્તિલકચમ્પૂ અને તિલકમજરી એ એ ગદ્યકાવ્યોને નિર્દેશ અહીં જરૂરી છે. બન્નેના લેખક જૈન છે, પણ યશસ્તિલકના લેખક સેામદેવ એ જૈન આચાય છે, જ્યારે ધનપાલ જૈન પણ બ્રાહ્મણ છે. બન્ને કાદમ્બરીની અનુકૃતિ હોવા છતાં યુરસ્તિલક કરતાં તિલકમ જરીની ભાત જુદી પડે છે. યશસ્તિલકનાં સાંસ્કૃતિક અધ્યયનરૂપે પ્રે. કૃષ્ણકાન્ત હિન્દિકીના એક અભ્યાસગ્રંથ નામે યશસ્તિલક એન્ડ ઇંડિયન કલ્ચર ' અંગ્રેજીમાં હમણાં જ પ્રસિદ્ધ થયા છે, જેમાં લેખકના ગંભીર અભ્યાસ પ્રતિચ્છિત થયેલા છે. C પ્રસ્તુત પુસ્તકમાં ડૉ. અગ્રવાલે હરિતને અવલખી તેમાં આલેખાયેલ કે સૂચવાયેલ ભારતીય સંસ્કૃતિને લગતાં અનેક પાસાંઓનું અતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિએ શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, ઇતર લલિતકળા, શાસનપટ્ટ, સિક્કા અને સાહિત્યિક પુરાવાઓને આધારે નિરૂપણ કર્યું છે અને તે તે નિરૂપણની સજીવ રજૂઆત માટે તેમણે ૨૮ ક્લકા ઉપર ૧૦૦ જેટલાં ચિત્રા પણ આપ્યાં છે, જેમાંનાં કેટલાંક તો ઉપલબ્ધ મૂર્તિ, મકાનખડ, વાસણુ, અલંકાર, વસ્ત્ર, સિક્કા, ચિત્ર આદિ અનેકવિધ સામગ્રી ઉપરથી ફોટા લઈ તૈયાર કરાવેલાં છે. અને જ્યાં એવી સામગ્રી મળી નથી ત્યાં ખાણનું નિરૂપણ સ્પષ્ટ કરવા તેમણે પોતે નિરૂપિત વસ્તુની પોતાની જ કલ્પના આકૃતિ રચી તેનાં ચિત્રા આપ્યાં છે. આ ચિત્રસામગ્રીને લીધે તેમણે તે તે વસ્તુનુ કરેલ નિરૂપણ વાંચનારને એટલું પ્રતીતિકર થાય છે કે જો નરૂપિત વસ્તુને સામે જ નઈ રહ્યો હોય. .રન્તુ સાંસ્કૃતિક અધ્યયન તૈયાર કરવામાં એમણે ઉપર સૂચવેલ શિલ્પ, * આદિની અનેકવિધ સામગ્રી ઉપરાંત જર્મન, ફ્રેંચ, અંગ્રેજી આદિ પાન્ય અનેક ભાષાઓમાં લખાયેલ સાહિત્યના તથા ભારતીય સંસ્કૃત, પ્રાકૃત, પાલી, ગુજરાતી, હિંદી આદિ ભાષાઓમાં લખાયેલ પ્રાચીન–અર્વાચીન સાહિત્યના જે વિશાળ. અને કીમતી ઉપયોગ કર્યાં છે તેની યાદી જ એક સંપૂર્ણ લેખ અને એટલી છે. એ સમગ્ર આધારભૂત સામગ્રીના આકલનના તેમ જ તેને આધારે લખાયેલ પ્રસ્તુત સાંસ્કૃતિક અધ્યયનને વિચાર Page #760 -------------------------------------------------------------------------- ________________ હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન [ કર૫ કરું છું ત્યારે એમ લાગ્યા વિના નથી રહેતુ કે લેખકે નાનકડા લાગતા પ્રસ્તુત પુસ્તકની ગાગરમાં મહાભારતનો સાગર સમાવી છે.' આ પૂર્વકાલીન અને સમકાલીન સંસ્કૃતિનાં અનેકવિધ પીઓ અને અંગેનું જે પ્રતિબિંબ પ્રત્યક્ષ અનુભવ દ્વારા તેમ જ અનેક શાસ્ત્રોના કવિત્વસમુચિત અધ્યયન દ્વારા બાણની પ્રતિભામાં પડેલું અને જે તેણે કાદમ્બરી અને હર્ષચરિત એ બે કૃતિઓમાં શબ્દબદ્ધ કરેલું છે તેનું સર્વાગીણ અધ્યયન કરી તેને સાહિત્ય-જગત સમક્ષ સુચારુ અને વિશદ રૂપમાં રજૂ કરવાની ઊંડી નેમ શ્રીયુત અગ્રવાલ સેવે છે. એવા સમગ્ર સાંસ્કૃતિક અધ્યયનની દષ્ટિએ શું શું કરવું આવશ્યક છે તેને નિર્દેશ પ્રસ્તુત હર્ષચરિતની ભૂમિકામાં સાત મુદ્દા રૂપે તેઓએ કર્યો છે. તેને સાર એ છે કે કાદમ્બરી અને હર્ષ ચરિતનું શુદ્ધ તેમ જ પ્રામાણિક સંસ્કરણ તૈયાર કરવું. સાથે સાથે સુલભ બધી પૂર્વ ટીકાઓને આધારે તેના શ્લેષમાં છુપાયેલ અર્થોનાં રહસ્ય પ્રકટ કરવાં. તદુપરાંત બન્ને કૃતિમાંના શબ્દોને સમ્મિલિત પૂર્ણ કેશ-ઈન્ડેકસ વરરમ તૈયાર કરે, અને એ બને કૃતિઓને આધારે બાણની સપૂર્ણ સાંસ્કૃતિક સામગ્રીનું એતિહાસિક દૃષ્ટિએ વિવેચન, ઈત્યાદિ. આવા સર્વાગીણ કામને સફળતાપૂર્વક પૂરું કરવાની પાકી ધારણું હેવા છતાં તે ક્રમેક્રમે યોગ્ય રીતે થઈ શકે એવી ધીર અને દીર્ધ દૃષ્ટિથી તેમણે પ્રથમ હર્ષચરિતનું સાંસ્કૃતિક અધ્યયન કર્યું અને તે જ પ્રસ્તુત પુસ્તકમાં રજૂ કર્યું છે. બાણની બીજી અને મેટી કૃતિ કાદમ્બરીનું એવું સાંસ્કૃતિક અધ્યયન કરવું અને પ્રકાશિત કરવું એ હજી બાકી છે એમ ઉપર ઉપરથી જોતાં જરૂર લાગે, પણ તેમની અત્યાર સુધીની તૈયારી અને તે કામ માટે પિષે સંકલ્પ એ બધું જોતાં બાકીનું કામ તેઓ જ પતાવશે; પતાવશે એટલું જ નહિ, પણ વિશેષ સારી રીતે પતાવશે એ વિશે મને લેશ પણ શંકા નથી. જ્યારે મેં તેમની પાસેથી જાણ્યું કે તેમણે હૈદરાબાદમાં બણની કાદમ્બરી વિષે વ્યાખ્યાન આપવાનું હમણુ જ રવીકાર્યું છે ત્યારે મારી પ્રતીતિ વધારે દઢ બની. પ્રસ્તુત હર્ષચરિતના અધ્યયન દ્વારા તેમણે બાણને પૂર્વકાલીન અને સમકાલીન અનેક સાંસ્કૃતિક અંગ ઉપર જે પ્રકાશ નાખ્યો છેતે કેવળ બાણુંના પૂર્ણ સાંસ્કૃતિક અધ્યયનનું જ ધાર નથી ઉઘાડતો, પણ બાણના પૂર્વકાલીન વાલ્મીકિ, ભાસ, અશ્વઘોષ, કાલિદાસ, સુબંધુ આદિ મહાન કવિઓના એવા જ અધ્યયનનું દ્વાર ઉઘાડવાની ચાવી બને છે, અને બાણના સમકાલીન કે ઉત્તરકાલીન અન્ય મહાકવિઓના વિશિષ્ટ સાંસ્કૃતિ અધ્યયનની ભૂમિકા પૂરી પાડે છે. આ દષ્ટિએ જોતાં હર્ષચરિતનું પ્રસ્તુત Page #761 -------------------------------------------------------------------------- ________________ ૭ર૬ ] દર્શન અને ચિંતન અધ્યયન માનવીય સંસ્કૃતિને, તેમાંય ખાસ કરી ભારતીય સંસ્કૃતિને ઉકેલવાની આંખ અર્પે છે. એ કેવી રીતે આંખ અર્પે છે તેના કેટલાક દાખલાઓ અહીં પ્રસ્તુત પુસ્તકમાંથી ટાંકવા વિશેષ રસપ્રદ થઈ પડશે. . અગ્રવાલે જે એક સ્વાનુભવ રજૂ કર્યો છે અને જે સર્વીશે સત્ય છે તે એ છે કે બાણને અજ્ઞાત અને અસ્કુટ અર્થોને યથાવત સમજવાની ચાવી ભારતીય કલાની પ્રાપ્ત સામગ્રીમાંથી તેમને મળી છે. એ જ રીતે એમને એ અનુભવ પણ તદ્દન સાચું છે કે કાવ્ય અને કળાઓ એ બન્ને એકબીજાને અર્થે યા ભાવ ફુટ કરે છે. કાવ્યને ગૂઢ અર્થ ચિત્ર, શિલ્પ અને રથાપત્યના નમૂનાઓથી ઘણી વાર બહુ જ સ્પષ્ટપણે ઉકેલાય છે, તે કેટલીક વાર એવી કળાઓને ભાવ સમજવામાં કાવ્યનું વિશદ વર્ણન પણ મદદગાર બને છે, કાવ્ય હોય કે કળાઓ, છેવટે એ બધું લેકજીવનમાંથી જ ઉભવે છે - અને એમાં જીવનનાં જ સત્યે પ્રતિબિંબિત થાય છે. સાચે કવિ અને સાચો કળાકાર પતે પિતાની કૃતિઓમાં જીવનનાં જ પાસાંઓ પિતાની કલ્પનાશક્તિ પ્રમાણે આલેખે છે. એટલે કવિએ પિતાના કાવ્યમાં જે જીવન શબ્દબહ કર્યું હોય તે જ જીવન ચિત્રકાર પિતાના ચિત્રોમાં, શિલ્પકાર પાષાણ ધાતુ આદિ ઉપરનાં પિતાનાં શિલ્પમાં, સ્થપતિ પિતાના ભવનનિર્માણમાં –એમ વિવિધ રીતે અંકિત કરે છે. કાલિદાસ અને બાણ વગેરે કવિઓએ જીવનમાંથી જે સમૃદ્ધિ તિપિતાનાં કાવ્યમાં કવિકૌશલથી વર્ણવી છે તે જ સમૃદ્ધિ તક્ષશિલા, અજંતા વગેરેના કલાકારોએ પિતા પોતાની કળામાં મૂર્ત કરી છે. તેથી જ શ્રીયુત અગ્રવાલને બાણના અનેક અજ્ઞાત અને અસ્કુટ અભિપ્રાયે ફુટપણે દર્શાવવામાં તે તે કાળના ઊંડા અભ્યાસે કીમતી મદદ આપી છે. આ મુદ્દાને સમજવા અર્થે જ તેમનાં લખાણમાંથી, ઉપર સૂચવ્યા મુજબ, કેટલાક દાખલાઓ અત્રે આપ્યા છે. પાંચમ ઉડ્યાસમાં વર્ણન છે કે રાજમહિષી યશોમતી જ્યારે એના પતિ પ્રભાકરવર્ધનને ભરણુકાળ નિશ્ચિત જુએ છે ત્યારે તે અનુમરણ-સતી થવાની પૂરી તૈયારી કરે છે. એટલામાં પુત્ર હર્ષવર્ધન આવી ભેટે છે અને માતાને સતી થવાના નિશ્ચયથી રોકવા પગમાં પડે છે. માતા ગદ થઈ પુત્રને નિશ્ચય આઈ આવતાં વારે છે. તેમ કરતાં તેની આંખો આંસુભીની હોવાથી તે પાસે પડેલ એક હંસની આકૃતિવાળા પાત્રમાંથી મે દેવા પાણું લે છે. એ પાત્ર છે રૂપાનું અને તે એક તામ્રજ્ય સુન્દર પૂતળી ઉપર રાખેલું છે. એ પૂતળી આ વર્ષની સુન્દર કન્યાની આકૃતિ ધરાવે Page #762 -------------------------------------------------------------------------- ________________ હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન [ ર૭ છે અને તેનું લાવણ્ય શરીર સાથે ચોંટી ગયેલ એવા અત્યંત ઝીણું વસ્ત્રના છેડામાં આવેલી પાતળી લાલ રંગની કિનારીથી અંકિત છે. આ પૂતળી અને તે ઉપર રાખેલ રૂપાના પાત્રનું મરમ લેષમાં વર્ણન કરતાં બાણે જે સમાસગર્ભિત વાક્ય ક્યું છે તે આ मग्नांशुरूपटान्ततनुताम्रलेखालांछितलावण्यकुब्जिकावर्जितराजतराजहंसास्यसमुद्गीणेन पयसा प्रक्षाल्य मुखकमलम् । આ ૧૬ શબ્દોના શ્લેષપ્રધાન સમાસના અઘરા અર્થો ઠીક ઠીક સમ જવા અને શબ્દોને માર્યા-મચડ્યા વિના તેમાંથી તે અર્થો ઘટાવવા ડૉ. અગ્રવાલને ખૂબ પ્રયત્ન કરવો પડયો, પણ જ્યારે તેમણે તક્ષશિલામાંથી સિરપની દાઈ કરતાં મળેલ એક ચાંદીનું હંસાકૃતિ પાત્ર જોયું અને સાથે જ શ્રી. કુમારસ્વામીના હિસ્ટરી ઓફ ઈન્ડિયન એન્ડ ઇન્ડોનેશિયન આર્ટ' નામના પુસ્તકમાં ફલક ૪૦માના ચિત્ર ૧૫૯માં ગુપ્તકાલીન તામ્રમય બુદ્ધમૂર્તિનું અવલોકન કર્યું ત્યારે તેમને શ્લેષમાંથી ફલિત કરેલા પાંચ અર્થે પૈકી પ્રથમ અને મહત્ત્વને અર્થ પૂરેપૂરે સમજાયે, અને તેમણે ઊંડી નિરાંત અનુભવી. એ પચે અર્થે તેમણે પૃ. ૯૮ થી ૧૦૨ સુધીમાં બહુ કુશળતાથી દર્શાવ્યા છે. આપણે અહીં પ્રથમ અને મુખ્ય અર્થ શું છે અને તે ઉપર સૂચવેલ પાત્ર અને મૂર્તિ એ બે કલાકૃતિઓની મદદથી કેવી રીતે સ્પષ્ટ કર્યો છે તે જોઈએ. તક્ષશિલાથી મળેલું પાત્ર એક તે ચાંદીનું એટલે કે રાજત છે અને બીજું તે રાજહંસની આકૃતિવાળું ૬૩ ઈંચ ઊંચું છે. એ જ રીતે શ્રી. કુમારસ્વામીવાળી બુદ્ધ પૂર્તિ એક તે તામ્રમય છે અને બીજું, તેના ઉપર સાવ પલળીને શરીર સાથે ચેટી ગઈ હોય તેવી ઝીણું ચાદરના છેડાની એક પાતળી ધારી છાતી ઉપર અંકિત છે. એ જ રીતે છે. આર. સી. હાજરાને લેખ ( A Passage in Bana Bhatta's Harshacharita, Poona Orientalist ) Hi sluor's MEMIL અર્થ દ્રય મલ આદિ તંત્ર ગ્રંથને આધારે આઠ વર્ષની અવિવાહિત કન્યા દર્શાવાયેલ છે તે અર્થ . અગ્રવાલે એક શિલ્પાકૃતિમાં છે અને શ્રી. હાજરાએ તંત્રને આધારે દર્શાવેલા અર્થના ખરાણુની પ્રતીતિ કરી. એ શિલ્પાકૃતિ મહોલી (મથુરા)માંથી પ્રાપ્ત થયેલ રાણુને પડખે ઊભેલ એક પરિચારિકા સેવિકાની છે, જેના હાથમાં મધુપાનનું પાત્ર છે અને જે હજુ સ્ત્રીભાવનાં પ્રકટ લક્ષણ વિનાની છે. ઉપર સૂચવેલ તક્ષશિલાવાળું ચાંદીનું Page #763 -------------------------------------------------------------------------- ________________ ૯૨૮ ] દર્શન અને ચિંતન રાજહંસકૃતિ પાત્ર, શરીરથી અલગ ન દેખાય એવું તેની સાથે ચૂંટી ગયેલ ઝીણું વસ્ત્ર ધારણ કરનાર અને માત્ર છાતી ઉપર દેખાતી :પાતળી ધારીથી કપડાની કિનારીને ખ્યાલ પૂરો પાડનાર તાંબાની બનેલી લાલ ગુપ્તકાલીન બુદ્ધમૂર્તિ, તેમ જ મહોલીમાંથી પ્રાપ્ત થયેલ હાથમાં મધુપાનનું પાત્ર લઈ રાણુ પાસે ઊભી રહેલ તેની પરિચારિકા–કુન્નિકાની આકૃતિ–આ ત્રણ શિલ્પને આધારે ડૉ. વાસુદેવે હર્ષચરિતમાંના ઉપર નિર્દેશલ ૧૬ પદના સમાસ–વાક્યમાંથી જે મુખ્ય અર્થ કાઢ્યો છે તે જ બાણને અભિપ્રેત છે, એ વિશે હવે લેશ પણ શંકા રહેતી નથી. ઉક્ત કલામય શિલ્ય પ્રાપ્ત થયાં ન હતા અને પ્રાપ્ત છતાં કુશળ નેત્ર સામે ઉપસ્થિત થયાં ન હેત તેમ જ ઉપસ્થિત છતાં તેને મર્મ પકડાયે ન હોત કે એ મર્મને બાણુના કથન સાથે મેળ સંધાયો ન હેત તે બાણુનું ખરું વક્તવ્ય શું છે તે અત્યારે બાણ વિના કે બીજા કોઈ સર્વજ્ઞ યોગી વિના કોઈ કહી શક્ત નહિ એ ચોક્કસ છે અને તેથી જ આજ સુધીમાં બાણને એ ગ્રં પઠન પાઠનમાં કે વાચનમાં ચાલુ હોવા છતાં કોઈ ખરો અર્થ દર્શાવી શક્યો નથી, જયારે એ ખરો અર્થ દર્શાવવાનું માન ડૉ. વાસુદેવને ફાળે જાય છે અને તે અર્થની શોધના આધાર કહી શકાય એવાં કળાશિલ્પોને ફાળે જાય છે. તે વાક્યો ખરે અને પૂરે અર્થ આ પ્રમાણે નીકળે છે? રાણી યશોમતીએ આ વર્ષ જેટલી ઉંમરની કન્યા કુન્બિકાએ નમાવેલ ચાંદીના હંસાકૃતિ પાત્રમાંથી પાણું લઈ મોટું ધોયું. એ કુશ્વિકા સજીવ કન્યા હે કે તેવી આકૃતિની પૂતળી હોય, બન્ને સંભવે છે. એનું લાવણ્ય શરીર ઉપર ઓઢેલ બહુ જ ઝીણું વસ્ત્રની લાલ તાબા જેવી ધારથી વિશિષ્ટ રૂપે લક્ષિત થતું. વસ્ત્ર એવું ઝીણું હતું કે તે શરીરથી જુદું ન પડતું હેવાને લીધે એ ભાસ કરાવે કે જાણે પાણીથી પલળેલું હોઈ શરીર સાથે ચોંટી ગયું હોય. આવા વેષને માટે અંગ્રેજીમાં “વેટ ડ્રેપરી” શબ્દ છે તે તરફ ડૉકટરે ધ્યાન ખેંચ્યું છે. રાજ્યવર્ધનના વીરરસવર્ણન પ્રસંગે બાણે જે એક વાક્ય પ્રર્યું છે તે આ છે : • दर्यात् पगमृशन् नखकिरणसलिलनिर्झरैः समरभारसम्भावनाभिषेक मन चकार दिङ्नागकुम्भकूट विकटस्य बाहुशिखरकोशस्य वामः पाणिपल्लवः । Page #764 -------------------------------------------------------------------------- ________________ “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન [ ૭ર૯ આને અર્થ સ્પષ્ટ કરવામાં ડો. વાસુદેવે અહિચ્છત્રામાંથી પ્રાપ્ત થયેલ એક રમકડા ઉપરની ગુપ્તકાલીન વીરવેષની આકૃતિને આધાર લીધે છે, જેમાં પુરુષની ડાબી બાજુએ લાંબી તલવાર છે અને જમણી બાજુએ નાની તલવાર લટકે છે. નાની એટલે કોણીથી આંગળી સુધી લાંબી, જેને સંસ્કૃતમાં અસિપત્તિકા કે છુરિકા (છરી) કહે છે અને ભુજ પાલિકા ઉપરથી બનેલે ભુજલી શબ્દ પણ તે માટે હિંદીમાં પ્રચલિત છે. સામાન્ય રીતે એ ભુજાલીને એક પ્રકારની કટારી કે કૃપણ કહી શકાય. બીજે આધાર તેમણે અજંતાના ચિત્રનો લીધે છે, જેમાં એવી નાની તલવાર જમણું હાથમાં ધારણ કરેલ પુરુષ ચિત્રિત છે અને તેની મૂઠ પાસે સ્થાન ઉપર હતિમસ્તકની આકૃતિ છે. ઉક્ત રમકડા અને ચિત્રમાંની વીરવેબસૂચક આકૃતિને આધારે બાણે જેલ ઉપર લિખિત વાક્યને (પૃ. ૧૨૦) અર્થ છે. વાસુદેવે એવી કુશળતાથી ઘટાવ્યો છે કે તે જ બાણને અભિપ્રેત હેવા વિશે જેમ શંકા નથી રહેતી તેમ એ બાબતમાં પણ શંકા નથી રહેતી કે બાણે જે વર્ણન કર્યું છે તે નજરે જોયેલ કઈ વાસ્તવિક દૃશ્યનું જ વર્ણન છે. ઉપર સુચિત વાક્યના એકંદર ત્રણ અર્થે શ્લેષ–ચમત્કાર દ્વારા ફલિત કરવામાં આવ્યા છે. તેમાંથી એક અર્થ દિવ્ય પરીક્ષાને લગતે છે, જેમાં અપરાધી મનાતી વ્યક્તિ પિતાની સચ્ચાઈ કે નિર્દોષતા સિદ્ધ કરવા તત્કાલીન પ્રથા પ્રમાણે સવસ્ત્ર સ્નાન કરી ભીના કપડે કૂંડાળામાં ઊભી રહે છે અને ઇષ્ટ દેવમૂર્તિનું અભિષેક-જળ અંજલિમાં લઈ પીએ છે. બીજો અર્થ તે વખતે જાણીતી એક કિંવદન્તી કે લેકવાયકાને સૂચવનારે છે. એ કિંવદન્તી કાલિદાસના મેઘદૂતકાવ્યમાંની “રિનાનાનાં છ વનિરર્ ધૂતારપાન ” એ કડીમાં પણ સૂચવાયેલી માનવામાં આવે છે. એને ભાવ એ છે કે પાંચમા સૈકામાં થયેલ સુપ્રસિદ્ધ બદ્ધ તાર્કિક દિનારા પિતાના ગુરુ વસુબધુના રચેલ અભિધમકશની સૂક્ષ્મ અને તાર્કિક સ્થાપના પ્રતિપક્ષીઓ સમક્ષ સાભિમાન કરતો. ત્રીજો, પણ પ્રસ્તુત અર્થ તે રાજ્યવર્ધનને લગતે છે. જ્યારે રાજ્યવર્ધન પોતાના પિતા પ્રભાકરવર્ધનના મૃત્યુથી શકાતુર હતા અને શોકના આવેગમાં વિરક્ત વૃત્તિથી વલ્કલ ધારણ કરવાની તૈયારીમાં હતા ત્યારે એણે અચાનક પિતાના બનેવી ગ્રહવર્માના માલવરાજ દ્વારા થયેલ વધના તેમ જ પોતાની બહેન રાજ્યશ્રી કેદ થયાના સમાચાર સાંભળ્યા અને તરત જ શેકનું સ્થાન ક્રોધે લીધું, તેમ જ તેને ડાબે હાથ ક્ષત્રિયોચિત Page #765 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦ ] દર્શન અને ચિંતન વીરવૃત્તિથી જમણી બાજુએ બાંધેલ કૃપાની મૂઠ ઉપર પડ્યો. એ મૂઠ હસ્તિમસ્તકની આકૃતિના અલંકારથી સુશોભિત હતી. બાણ રાજ્યવર્ધનની એ ક્ષાત્રધર્મયોગ્ય વીરવૃત્તિનું ઉઝેક્ષાથી વર્ણન કરતાં કહે છે કે એને ડાબે હાથ કેશ (મ્યાનબંધ) એવી બહુશિખર ભુજાલી (કૃપાણીની મૂઠ કે જે દિનાગ-કુંભકૂટકિટ અર્થાત વિશાળ હસ્તિ ભરતકથી શોભતી, તેના ઉપર પડ્યો. તે વખતે જાણે એમ લાગતું હતું કે ડાબે હાથ દર્પ અર્થાત વીરવૃતિના આવેગથી (પરામુશન) કૃપાણને અડકતી વખતે નખમાંથી નીકળતાં કિરણરૂપ જળના પ્રવાહ દ્વારા એ નાનાશા કુમાણને પણ યુદ્ધભાર માટે સમર્થ છે એવી ધારણાથી અભિષેક કરતે ન હોય બાણ પહેલવહેલાં હર્ષના આમંત્રણથી એને મળવા ગયા ત્યારે એ હર્ષના દરબારમાં એની ચોથી કક્યા—સૌથી પાછળના ભાગ–માં હર્ષને મળેલ છે. બાણે હર્ષના મહેલનું હૂબહૂ શબ્દચિત્ર સવિસ્તર આલેખ્યું છે. એ ચિત્રણમાં સેનાસ્થાન (છાવણું) થી માંડી નાની-મોટી અનેક ચીજો અને બાબતનું પ્રચલિત પરિભાષામાં વર્ણન છે. શ્રીયુત અગ્રવાલે એ વર્ણન પૂરેપૂરું સમજાય અને એમાં આવેલી પરિભાષાઓ સ્પષ્ટ થાય તેટલા માટે બાણના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન એવાં રાજભવન-વર્ણની બાણના વર્ણન સાથે અતિવિરતૃત છતાં મને રંજક અને જ્ઞાનપ્રદ ઐતિહાસિક તુલના કરી છે. વાલ્મીકિના સુન્દરકાંડમાં આવેલ રાવણના ભવનનું વર્ણન, અયોધ્યા કાંડમાં આવેલ રાજા દશરથના ભવનનું અને રાજકુમાર રામના ભવનનું વર્ણન, મહાભારતના ઉદ્યોગપર્વમાં આવેલ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનાં ભવનનું વર્ણન, શકરાજ કનિષ્ણકાલીન અશ્વઘોષના સૌન્દરનન્દ કાવ્યમાં આવેલ નન્દના ભવનનું વર્ણન, ગુપ્તકાલીન પાદતાડિતકમાં આવેલ વારવનિતાઓનાં ભવ નેનું વર્ણન, કાદમ્બરીમાંના શુદ્રક અને ચંદ્રાપીડના ભવનનું વર્ણન, મૃચ્છકટિકમાંના વસન્તસેનાને ભવનનું વર્ણન, હેમચંદ્રના કુમારપાલચરિતમાના રાજભવનનું વર્ણન, વિદ્યાપતિનું કીર્તિલતાગત વર્ણન, પૃથ્વીચંદ્રચરિતમાનું મહેલનું વર્ણન, આમેરગઢના મહેલનું વર્ણન, દિલીના લાલ કિલ્લામાં આવેલ અકબર અને શાહજહાંના મહેલોનું વર્ણન અને લંડનમાંના હેપ્ટન કોર્ટ મહેલનું વર્ણન, છેવટે રાષ્ટ્રપતિના રાજમહેલનું વર્ણન આપી પ્રભાકરવર્ધનના રાજભવન અને હર્ષના કુમારભવનના બાણે કરેલ વર્ણન સાથે તુલના કરી વીસ બાબતોને લગતું એક સૂચક કોષ્ટક આપ્યું છે, જે બાણવર્ણિત મહેલ, લાલ કિલ્લામાં મહેલ અને લંડનનો હેપ્ટન કોર્ટ નામનો રાજમહેલ–એ ત્રણેયની નખશિખ સરખામણું પૂરી પાડે છે Page #766 -------------------------------------------------------------------------- ________________ A [ હ૩ હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન અને આખા ઈતિહાસકાળમાં જુદા જુદા દેશોમાં અને જુદી જુદી રાજ્ય સંસ્થા એમાં પણ કમાગત કે સ્વાભાવિક કેવું કેવું સામ્ય ઊપસી આવે છે. તેનું જિજ્ઞાસાવર્ધક ચિત્ર (પૃ. ૨૦૩ થી) રજૂ કરે છે. - રાજભવનની વિગતો સમજાવવા તેમણે કેટલાંક ચિત્રો પણ પાછળ આપ્યાં છે. હર્ષવર્ધન પોતાની ગુમ થયેલ વિધવા બહેન રાજ્યશ્રીની શોધમાં નીકળે છે. છેવટે તે વિધ્યાટવીમાં એક આશ્રમમાં. જઈ પહોંચે છે. તે આશ્રમ દિવાકરમિત્ર નામના એક અસાધારણ બૌદ્ધ વિદ્વાન ભિક્ષુને છે. એના વર્ણનપ્રસંગે બાણે એ આશ્રમનું હૂબહૂ ચિત્ર શબ્દોમાં રજૂ કર્યું છે. તેમાંથી આપણે અહીં તે આશ્રમમાં એકત્ર થયેલ ૧૯ દાર્શનિક અગર ધર્મસંપ્રદાયને ટૂંક પરિચય કરીશું. દિવાકરમિત્ર બૌદ્ધ ભિક્ષ છે, જ્યારે બાણ વૈદિક બ્રાહ્મણ છે, તેમ છતાં બાણે દિવાકરમિત્રની અસાધારણ વિદ્વતા અને મહત્તાને જે નિર્દેશ કર્યો છે તે એક બાજુથી બાણની યથાર્થ તટસ્થતા સૂચવે છે અને બીજી બાજુથી તે સમયમાં પ્રસિદ્ધ એવાં વિદ્યાપીઠે કે ગુરુકુળની યાદ આપે છે. તક્ષશિલાનું વિદ્યાપીઠ તે પ્રથમથી પ્રસિદ્ધ હતું જ, પણ બાણના સમયમાં નાલંદાની કીર્તિધજા પણ ગગનચુંબની હતી. એ દાર્શનિકના વર્ણનમાં બાણે તે કાળે ચાલુ પણ પરિપાક પામેલી અભ્યાસ પ્રથાને સંકેત સુધ્ધાં કર્યો છે. વિદ્યાર્થીઓ પ્રથમ ગ્રન્થપાઠ કરતા, પછી ગુરુમુખે તે તે શાસ્ત્રના સિદ્ધાન્ત સાંભળી તે ઉપર શંકા-સમાધાન કરતા, ત્યાર બાદ ઈતર મંતવ્યોનું ખંડન કરતા–એ ક્રમે તુલનાત્મક અધ્યયન દ્વારા વિદ્યાને સ્થિર અને વિમળ કરતા. જે ૧૯ દાર્શનિકેને ઉલેખ બાણે કર્યો છે તે પ્રથમથી ચાલ્યા આવતા સાતમા સૈકા સુધીના અને ત્યાર બાદ વિકસેલા આજ સુધીના ધાર્મિક તેમ જ દાર્શનિક ઈતિહાસ ઉપર પુષ્કળ પ્રકાશ પાથરે છે. બાણે ૧. આહંત, ૨. મશ્કરી, ૩. શ્વેતપટ, ૪. પાંડુરિભિક્ષુ, પ. ભાગવત, ૬. વર્ણ, ૭. કેશલુંચન, ૮. કપિલ, ૯, જૈન, ૧૦. લેકાયતિક, ૧૧. કણાદ, ૧૨. ઔપનિષદ, ૧૩. ઐશ્વરકારણિક, ૧૪. કારધી, ૧૫. ધર્મશાસ્ત્રી, ૧૬. પૌરાણિક, ૧૭. સાપ્તતત્તવ, ૧૮. શાબ્દ અને ૧૯. પાંચરત્રિક ધર્મપથનો ઉલ્લેખ કર્યો. છે. આ પથેનું ઓળખાણ ડૉ. અગ્રવાલજીએ કુષાણ તેમ જ ગુપ્તકાલની મથુરા અને અહિચ્છત્રા આદિમાંથી પ્રાપ્ત થયેલ મૂર્તિઓ અને કલાકૃતિઓને આધારે તેમ જ યશસ્તિલચંપૂ, નૈષધ મહાકાવ્ય અને પ્રધચન્દ્રોદય નાટક આદિ અનેકવિધ સાહિત્યિક પુરાવાઓને આધારે કરાવ્યું છે. સાથે સાથે હર્ષચરિતના જ પાંચમાં ઉલ્લાસમાં શ્લેષ દ્વારા નિર્દેશેલ ૨૧ પથેની પ્રસ્તુત ૧૯ પશે. Page #767 -------------------------------------------------------------------------- ________________ પ૭૩ર ] દર્શન અને ચિંતન સાથે સરખામણી પણ કરી છે. એ ઓળખાણ અને સરખામણીને ટૂંક સાર એ છે કે આહંત, શ્વેતપટ અને કેશલુંચન એ ત્રણ ફિરકાઓ જૈન પરંપરાના છે અને એ યાદીમાં આવતું નવમું જૈન વિશેષણ બૌદ્ધ પરંપરાનું સૂચક છે. અત્યારે આપણે “જૈન” પદ સાંભળતાં જ મહાવીરના અનુયાયીઓને બોધ કરીએ છીએ, પણ બાણુના સમય સુધીમાં જૈન વિશેષણ મહાવીરના અનુયાયીઓ માટે ખાસ પ્રચલિત ન હતું. “જિન” શબ્દ ઉપરથી જૈન પદ બને છે. જિન શબ્દ જેમ મહાવીર આદિ તીર્થંકરનો સૂચક છે તેમ જ તે તથાગત આદિ ઇતર શ્રમણને પણ સૂચક છે. તેમ છતાં તે વખત સુધીમાં જૈન પદ મોટેભાગે બૌદ્ધ સમ્પ્રદાય માટે વપરાતું અને અત્યારે જાણીતા જૈન ફિરકાઓ તે કાળમાં અન્ય અન્ય વિશેષણ દ્વારા ઓળખાતા. અત્યારે શ્વેતાંબર, દિગમ્બર, સ્થાનકવાસી અને તેરાપંથ એમ ચાર મુખ્ય જૈન ફિરકાઓ છે, પણ બાણુના સમયમાં મુખ્ય ત્રણ હતા. દિગંબર, શ્વેતાંબર અને યાપિનીય. આ ત્રણ ફિરકાઓ અનુક્રમે આહંત, શ્વેતપટ અને કેશલુંચન એવાં વિશેષણોથી બાણે નિર્દેશ કર્યાનું તારણ શ્રી. અગ્રવાલજીએ કાઢયું છે. એ ગમે તેમ હો, છતાં એ ખરું કે બાણ જૈન પરંપરાના તત્કાલીન બધા ફિરકાઓથી પરિચિત હતો. યાપનીય સંઘ આજે જુદું અસ્તિત્વ નથી ધરાવત, પણ તે કાળે પ્રધાનતા ભગવતો. યાપનીય સાધુઓ રહેતા નગ્ન એટલે દિગંબર, પણ ઘણી બાબતમાં શ્વેતાંબર–તપટને મળતા આવતા, તેથી આખરે એ સંઘ જુદું અસ્તિત્વ ગુમાવી દિગંબર–શ્વેતાંબરમાં જ સમાઈ ગયા છે. મશ્કરી એટલે શે કે પાશુપત. તેઓ મસ્કર એટલે દંડ ધારણ કરતા. પાંડરિભિક્ષુ એ આજીવક પરંપરાના ભિક્ષુઓ. મહાવીરના સમકાલીન અને પ્રતિસ્પર્ધી ગૅશાલકની પરંપરામાં થનારા ભિક્ષુઓ આવક કહેવાતા. તેઓ પણ નગ્ન રહેતા. આજે આવક પરંપરા જુદી નથી રહી, પણ મારી દષ્ટિએ ગિરનાર, હિમાલય વગેરેમાં રહેતા નાગા બાવાઓની પરંપરામાં તે રૂપાંતર પામી છે. વણ તે નૈષ્ઠિક બ્રહ્મચારીને વર્ગ. કપિલ એ સાંખ્ય. કાયતિક એ ચાવક, કણાદ એ વૈશેષિક અને અશ્વરકારણિક એ નિયાયિક. ઔપનિષદ એ પ્રાચીન વેદાન્તી. કારબ્ધમી એ રસાયન બનાવનાર ધાતુવાદી, ધર્મશાસ્ત્રી એ સ્માર્ત. પૌરાણિક એ પુરાણજીવી. સાપ્તતન્તવ એ કર્મકાંડી મીમાંસક–જે સપ્તતંતુ એટલે યજ્ઞ કરે-કરાવે. શાબ્દ એ શબ્દબ્રહ્મવાદી વૈયાકરણ. શ્રી. અગ્રવાલજી લખે છે કે કુષાણ અને ગુપ્તકાળમાં ભાગવત ધર્મના અનેક ફાંટાઓ હતા, જેમાંથી ઉખાન વિષ્ણુ ઉપરાંત તેના સહચારી અર્ચ્યુત, સત્ય, પુરુષ અને અનિરુદ્ધની ઉપાસના કરતા; જ્યારે Page #768 -------------------------------------------------------------------------- ________________ “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન [૩૩ સાત્વતો વિષ્ણુને નારાયણરૂપે ઉપાસતા, તેમ જ નૃસિંહ અને વરાહરૂપે મહાવિષ્ણુની મૂર્તિની કલ્પના કરતા. એવી ગુપ્તકાલીન મૂર્તિઓ મથુરાકળામાં મળી આવે છે. ખાન અને સાત્વતે કરતાં પ્રાચીન હતા મૂલપંચરાત્ર આગમ. એને અનુસરનાર તે પાંચરાત્રિક. અત્યારે તે આ બધા ફાંટા એ એક ભાગવતમાં સમાઈ ગયા છે. - પ્રાયોતિષ (કામરૂપ-આસામ)ના તત્કાલીન અધિપતિ ભાસ્કર વર્માને હંસવેગ નામનો દૂત હર્ષવર્ધનને મળે છે. એનું વર્ણન કર્યા બાદ બાણે રાજ્યકર્મચારીઓ અને દરબારી નેકરની વિવિધ મનોવૃત્તિઓનું ઊંડું વિશ્લેષણ કર્યું છે. તેમાં બાણ એવા નોકરેની અરસપરસ ખટપટ, ચડસાચડસી, ખુશામતખોરી અને નિન્ય વ્યવહાર આદિનું અનુભવસિદ્ધ ચિત્ર રજૂ કરે છે, જે હમેશાં સુલભ એવી નેકની મનોદશાનું યથાર્થ પ્રતિબિંબ માત્ર છે. છેવટે બાણ ત્યાં સુધી કહે છે કે “જે સ્વમાની હોય તેને વાસ્તે એક ક્ષણ માત્ર પણ માનવોચિત ગૌરવ સાથે જીવવું સારું છે; પણ જે માથું ઝુકાવવું પડે તે મનસ્વી માટે ત્રણેય વિશ્વનું રાજ્ય પણ સારું નહિ.” શ્રી. અગ્રવાલ લખે છે કે બાણની આ સમીક્ષાનો જે વિશ્વસાહિત્યમાં મળવો દુર્લભ છે. છેલ્લા યુદ્ધ વખતે લશ્કરની અને લશ્કરી સામાનની થતી ત્વરિત હેરફેર વખતે પ્રજાની જે બરબાદી અને બેહાલી આપણે નિહાળી છે તેવી જ હર્ષ વર્ધનની વિજ્યયાત્રા વખતે લશ્કરની કૂચથી થતી બાણે વર્ણવી છે. હાથીઓ. વચમાં આવતાં ઝૂંપડાને કચરી નાખતા. એ ત્રાસ જેઈ બિચારા ઝૂંપડાવાસીઓ મહાવત ઉપર ઢેફાં—પથ્થર ફેંકી એવા ભાગી જતા કે મહાવતે જોતા જ રહી જાય. ઘેડેસવારે પિતાના ઘડાઓને અને માલસામાન લાદી જનારાઓ પિતાનાં ખચ્ચરે કે બળદને રસ્તામાં પડતાં ખેતરમાંથી ઊભો પાક ખવડાવી દેતા અને ખેડૂતને તેબા કિરાવતા. સૈનિકેમાં પણ પાછળ હોય તે આગળ ચાલનારને જલદી ચાલવા ને રસ્તો આપવા વીનવે અગર ધમકી આપે તે આગળ ચાલનાર પાછળ ચાલનારને ધીરે થવા ધમકાવે. અરસપરસ મશ્કરી, ટોળટપ્પાં અને વિનોદ કરતાં સૈનિકે ચાલ્યા કરે, ઇત્યાદિ. બાણે હર્ષના સૈનિક–વર્ણનનું જે દૂબહૂ ચિત્ર ખેંચ્યું છે, તેમાં વહેલી સવારે ત્રણ વાગ્યાથી ઊપડવાની તૈયારીઓ થઈ રહી છે. એ ૭૭ સમાસવાળા વિસ્તૃત વર્ણનમાં એક “રિનનોરથાપન વ્યાકૃતવ્યTરિળિ” એવું પદ આવે છે. કાણેએ અને કાલે “વ્યવહારિન' પદનો અર્થ વ્યાપારી અથવા અધિકારી Page #769 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ ] દશન અને ચિંતન એવો કર્યો છે, પરંતુ ડો. અગ્રવાલની સૂમેક્ષિકાને પ્રશ્ન થયો કે સવારે ત્રણ વાગે લશ્કર સૂતું હોય ત્યારે વ્યાપારી અને અધિકારી સૌથી પહેલાં આવે કેવી રીતે? એ પ્રશ્નના ઉત્તરમાંથી તેમને સૂઝી આવ્યું કે “વ્યવહારિન ” ને અર્થ ઝાડૂ દેનાર જ ઘટે. સૌથી પહેલાં ઝાડૂ દેનારાઓ આવી સૂતેલ નોકરચાકરને જગાડી દે છે અને વ્યવહારિન ” એ પદ હિન્દી શબ્દ સુ”નું સંસ્કૃત રૂપ છે. “બુહારી ને અર્થ હિન્દીમાં ઝાડૂ કે સાવરણી થાય છે અને હિન્દીમાં સર્વત્ર ઝાડૂવાળા યા બુહારી દેનેવાલા–બુહારનેવાલા એમ વપરાય છે. શ્રી. અગ્રવાલની દૃષ્ટિ વસ્તુસ્થિતિના મૂળને કેવી રીતે પકડે છે એનું આ એક ઉદાહરણ છે. બાણે ભિન્ન ભિન્ન પ્રસંગે તે કાળમાં પ્રચલિત પ્રથાને અનુસરી અનેક ભાત, પિત અને જાતનાં વસ્ત્રોનું વર્ણન જુદાં જુદાં ખાસ નામેથી કરેલ છે. તે બધાં નામોને યથાવત અર્થ શું છે અને તેમાં વસ્ત્રત્વ એ સામાન્ય તત્વ હોવા છતાં કેટકેટલે અને કયા પ્રકારને તફાવત છે એ વિગતે (પૃ. ૭૬થી) શ્રી. અગ્રવાલે દર્શાવ્યું છે, જે વસ્ત્રની જાતે બનાવટો આદિના ઈતિહાસ ઉપર પુષ્કળ પ્રકાશ નાખે છે અને ભારતમાં કેટકેટલા પ્રકારની વસ્ત્રની જાતે અને રંગેનો વિકાસ થયો હતો તેની માહિતી પૂરી પાડે છે. સાથે જ ઈરાન, ચીન જેવા દેશમાં બનતાં અને વપરાતાં વસ્ત્રો ભારતમાં પણ વપરાવા લાગ્યાં હતાં અને એ દેશને વ્યાપાર તેમ જ અવરજવરને સંબંધ કેવો હતિ એવી એવી અનેક જ્ઞાતવ્ય બાબતનું પ્રકરણ તેઓ ઉમેરે છે, જેમાંથી અહીં તો માત્ર સ્તવરક અને બાંધણી (પૃ. 'ઉ૩) બેને નિર્દેશ કરીશું. સ્તવરક એ મૂળમાં ઈરાની બનાવટ છે. પહેલવી ભાષામાં સ્તવ કહેવાય છે, પણ ફારસી અને અરબીમાં તેને ઇસ્તબફ કહે છે. કુરાનમાં પણ એને ઉલ્લેખ છે. શ્રી. અગ્રવાલજીએ ગુપ્તકાલીન સૂર્યની મૂર્તિઓ ઉપરના જરીના કીમતી કોટના કપડાને તથા અહિચ્છત્રાથી પ્રાપ્ત સૂર્યની તેમ જ નર્તકીની મૃમેય પૂતળીઓના કોટ અને લેધાને એ જ સ્તવરકના બનેલ દર્શાવ્યા છે અને વરાહમિહિરે એ વેષને ઉદીચેષ તરીકે ઓળખાવ્યો છે તેની સંગતિ શ્રી. અગ્રવાલે બેસાડી છે ગુજરાતની પેઠે ભારતના બીજા અનેક ભાગમાં કપડાં ઉપર બાંધણીનું કામ અને રંગાટ થતાં. બાણે એવા વસ્ત્રને ઉલેખ કરેલ છે. તેની સમજૂતી શ્રી. અગ્રવાલે લગભગ આખા દેશમાં થતાં બાંધણીનાં કામોનું વર્ણન કરી અતિમનોરંજક આપી છે.' બાણે રાજાઓની વેષભૂષાના વર્ણનપ્રસંગે ત્રણ પ્રકારના પાયજામા અને Page #770 -------------------------------------------------------------------------- ________________ ૨૫ હુચરિત ના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન ચાર પ્રકારના કોટનું વર્ણન કર્યું છે. પાયજામાનાં નામ આ રહ્યાં : સ્વસ્થાન, પિંગ અને સતુલા. કેટનાં નામ : કંચુક, ચીનલક, વારબાણ અને કૂપસક. આપણે અહીં માત્ર પાયજામા વિશે શ્રી. અગ્રવાલે આપેલ (પૃ. ૧૪૮) માહિતીને જ ટૂંકમાં નિર્દેશ કરીશું. તેઓ જણાવે છે કે આ દેશમાં પાયજામા પહેરવાને સાર્વજનિક રિવાજ શકના આગમની સાથે ઈ. સ. પૂર્વે પહેલી શતાબ્દીથી શરૂ થયેલો છે. ઈ. સ. ની પહેલી શતાબ્દીમાં તે મથુરા કલામાં એના નમૂનાઓ મળે છે. શક રાજાઓ પછી ગુપ્તકાળમાં તે સૈનિક પોષાકમાં પાયજામાએ નિશ્ચિત સ્થાન લીધું છે. એટલું જ નહિ, પણ સમુદ્રગુપ્ત અને ચન્દ્રગુપ્તના કેટલાક સિક્કાઓ ઉપર તે સમ્રાટ પિતે પણ પાયજામે પહેરેલ અંકિત છે. બાણના સમય સુધીમાં તે બધી જાતના પાયજામા પિષાકમાં સ્થિર જેવા થઈ ગયેલા. તેથી જ તે પાયજામાઓનું તાદશ વર્ણન અને વર્ગકરણ કરે છે. જેને બાણ વરસ્થાન કહે છે તે ગુજરાતીમાં સંથણે કે ચૂંથણી છે. હિન્દીમાં લૂથના કહેવાય છે. સૂથરું અને જૂથના ને સ્વસ્થાન શબ્દને જ અપભ્રંશ છે; અથવા એમ કહે ચૂંથણું કે સૂથના શબ્દ ઉપરથી કવિએ સ્વસ્થાન શબ્દ સંસ્કૃતમાં સંસ્કાર્યો છે. ગમે તેમ હો, પણ એ શબ્દ અન્વર્થ છે, એટલે કે અર્થ પ્રમાણે યોજાયો છે. સ્થાએ એક એવા પ્રકારનો ચારણ કે સુરવાળ છે જે પિંડીઓ નીચે આવતાં સાવ સાંકડા મોઢાનો થઈ જાય છે; એટલે કે તે પોતાના, સ્થાન=જગ્યા ઉપર ચોટી રહે છે અને આમતેમ ખસતિ નથી. કચ્છ-કાઠિયાવાડના રજપૂત વગેરેમાં આ પાયજામે પ્રચલિત છે. દેવગઢના મંદિરમાં નર્તકીનું એક ચિત્ર છે, જેમાં તે નર્તકી એવું જ સ્થાણું પહેરેલ આલેખેલી છે. અગ્રવાલજીએ ફલક ૧૯ ચિત્ર નં. ૬૯માં એ નર્તકીનું ચિત્ર દર્શાવ્યું છે. ટૂંથણું નેત્ર નામક કપડાથી બનતું. નેત્ર એ એક પ્રકારનું રેશમી વસ્ત્ર હતું, જે સફેદ હોય. નેત્ર શબ્દનું પાલીમાં નેત્ત અને ગુજરાતીમાં નેતર કે નેતરાં એવું રૂપ મળે છે. ગુજરાતીમાં રવૈયે વલવવાની જે દેરી હોય છે તે * શ્રી ગણપતિ શાસ્ત્રી અર્થશાસ્ત્ર ૧. પૃ. ૧૯૪ ઉપર લંgrટા શબ્દનો અર્થ કરતાં समे छ । जंघात्राणं सुस्थानाभिधानमिति क्वचिट्टीकादर्श लिखितम्, सन्थनमित्यन्यत्र શિક્ષિત રથ ડે. મેતીચંદજી (પ્રાચીન ભારતીય વેષભૂષા પૃ. ૨૪) કહે છે કે પાયજામા માટે હિન્દીમાં સૂચના અને ગુજરાતીમાં સુંથણું) શબ્દ છે જ, પણ સંસ્કૃતમાં તે સુન્નત્તે કહેવાય છે. અગ્રવાલજી બાણને આધારે દેવસ્થાન શબ્દ ઉપરથી સૂથના શબ્દ ઊપજાવે છે. મારું એક સૂચન એ છે કે ભૂતન અર્થાત સૂત્રથી બાંધવું) એ શબ્દ ઉપરથી સૂથના, સૂણું બની શકે. Page #771 -------------------------------------------------------------------------- ________________ @3† ] દર્શન અને ચિંતન નેતા અને મહાભારતમાં તે જ અર્થાંમાં નેત્ર શબ્દ વપરાયેલા છે. નેત્ર ઘેાડાને ગળે અધાતી રાશનું પણ નામ છે. પિંગા એ એવી સલવાર છે કે જેને મેઢિયે પટ્ટી હોય અને જે પહેરવામાં ખૂલતી હોય. અત્યારે એ આમ પજામી પોશાક છે જ. પિંગા શબ્દ ઉપર ચર્ચા કરતાં અગ્રવાલજી મધ્ય એશિયા સુધી ગયા છે. મધ્ય એશિયાના શિલાલેખાંમાં શૃંગા નામના વસ્રને ઉલ્લેખ છે. મહાવ્યુત્પત્તિ નામક બૌદ્ધ ગ્રંથમાં પૃંગા વસ્ત્રનો ઉલ્લેખ આવે છે. અગ્રવાલજીની કલ્પના ઠીક લાગે છે કે તે જ પ્રંગા શબ્દ પ્રાકૃત રૂપમાં ખાણે વિા તરીકે વાપર્યાં છે. આ પિંગા સલવારને એક નમૂને અહિચ્છત્રામાંથી પ્રાપ્ત એક પુરુષ મૂર્તિમાં મળી આવે છે, જેનુ' ચિત્ર ફલક ૧૯, નબર ૭૦ ઉપર અગ્રવાલજીએ દર્શાવ્યું છે. સતુલા એ ઢીંચણુ સુધી કે કાંઈક તે ઉપર સુધી પહેરાતા જાધિયા છે ને તે જુદા જુદા રંગની પટ્ટીએ સાંધી એવી રીતે બનાવાતો કે જેનાથી વિશેષ શોભી ઊઠે. અગ્રવાલજીએ અજંતાનાં ગુઢ્ઢાચિત્રામાંથી સતુલા પહેરેલ એક પુરુષ અને એક સ્ત્રીનાં ચિત્રો લક નં. ૨૪, ચિત્ર નં. ૧ અને ૭૧ માં આપેલ છે. * આથી વધારે દાખલા આપી વિવેચન કરવું. એ વાચકાને ત્રાસ આપવા ખરાખર છે. અહીં તે આટલું ટૂંકાણુ અને છતાંય એક રીતે લંબાણુ એટલા માટે કર્યું છે કે માત્ર બાણુના જ નહિ પણ સાહિત્યમાત્રના અભ્યાસીએ ડૉ. વાસુદેવશરણે કરેલ ‘ હરિત 'ના અધ્યયનને કાળજીપૂર્વક વાંચવાવિચારવા અને એ જ દિશાએ કામ કરવા પ્રેરાય. ગુજરાતી ભાષામાં આવાં ગંભીર સાંસ્કૃતિક અધ્યયને પ્રકટ કરવાની વેળા કથારનીયે પાકી ગઈ છે અને સંસ્કૃત-પ્રાકૃત જૂની ગુજરાતી આદિ અનેક કવિકૃતિઓ એવા અધ્યયનની રાહ પણ જોઈ રહી છે. —સંસ્કૃતિ, ફેબ્રુઆરી ૧૯૫૪ Page #772 -------------------------------------------------------------------------- ________________