SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન નેમિનાથ અને કૃષ્ણ [૩૧૫ દ્વારા બચાવ્યા અને આજે પણ ઠેર ઠેર ગોશાળાએ બ્રાહ્મણ સંસ્કૃતિના અનુયાયીઓ તરફથી ચાલે છે. આ શાળામાં મોટે ભાગે ગાયો જ હોય છે. બીજા પ્રાન્તમાં ગાય માટે રક્ષણની વ્યવસ્થા છે, પણ ગાયે ઉપરાંત બીજાં પ્રાણીઓના રક્ષણની પણ વ્યવસ્થા ગુજરાતમાં આપણે વધુ જોઈએ છીએ, અને તેનું કારણ નેમિનાથને બંધ હોય તેમ જણાય છે. એટલે આપણે કૃષ્ણને ગોરક્ષક અને નેમિનાથને પશુરક્ષક તરીકે ઓળખાવી શકીએ. કૃષ્ણને સંબંધ ગેપાલન–ગોવર્ધન સાથે જોડવામાં આવ્યો છે, તેવી જ રીતે નેમિનાથને સંબંધ પશુરક્ષણ અને પશુપાલન સાથે જોડવામાં આવ્યો છે. તેની સાબિતીઓ કાઠિયાવાડમાં અને ગિરનાર ઉપર મળે છે. નેમિનાથને કાંઈ જ સંબંધ વ્યવહારમાર્ગ અર્થાત પ્રવૃત્તિમાર્ગની સાથે ન હોય તેમ લાગે છે. ત્યાગ કર્યા પછી જે તેમની પાસે આવે તેમને માટે તેમના જીવનમાં ઘણું છે, જ્યારે કૃષ્ણનું આખું જીવન વ્યવહારપૂર્ણ છે. સંસારમાં રહ્યા છતાં સંસારથી અલિપ્ત રહેવાને બોધ તેમના જીવનમાંથી જડે છે. હિંદમાં નેમિનાથ અને કૃષ્ણના બે આદર્શોમાં આપણું આર્યસંસ્કૃતિની રજૂઆત થાય છે. આર્યસંસ્કૃતિમાં હીનયાન અને મહાયાન એવા બે આદર્શ છે. હીનયાન આદર્શ પિતા પૂરતું જ પર્યાપ્ત છે. પિતાનું કલ્યાણ કરતાં બીજાનું કલ્યાણ થઈ જાય તે ભલે, પણ ખાસ તે તે પિતા માટે છે; જ્યારે મહાયાન આદર્શ સર્વ લેકોના કલ્યાણને પહેલું સ્થાન આપે છે. જેમાં હીનયાનને વધુ પસંદગી આપવામાં આવી હોય તેમ જણાય છે, જ્યારે બ્રાહ્મણ લેકેએ મહાયાનના આદર્શને પણ સ્વીકાર્યો છે. કૃષ્ણના જીવનમાં સુદામાની વાત આવે છે. વૈભવે ભોગવવા છતાં પિતે અલિપ્ત રહે છે. સમરાંગણમાં પણ તે તટસ્થભાવે રહે છે. પણ આ બન્ને આદર્શોને અલગ પાડવાથી આપણે ઘણું વેર્યું છે. બ્રાહ્મણ અને જેને એ પરસ્પરના મહાન પુરુષો વિશે કેટલું ઓછું જાણ્યું છે ? હીનયાની અને મહયાની આદર્શો જે આજે ક્ટા પડી ગયા છે તે બરાબર નથી. ભારતીય સંસ્કૃતિને જે આપણે સમજવા માગતા હોઈએ તે નેમિનાથ અને કૃષ્ણ બન્નેને આપણે સમજવા જોઈએ. રસવૃત્તિ, બુદ્ધિ અને તત્વજ્ઞાનની દૃષ્ટિએ જે આપણે કૃષ્ણને ન જાણીએ તે નેમિનાથને પણ, આપણે બરાબર નહિ જાણું શકીએ. કૃષ્ણભક્તો, જેઓ મહાયાની છે, તેમણે નેમિનાથના જીવનમાંથી ઘણું શીખવાનું છે. કૃષ્ણને નામે પિતાની તામસ. અને રાજસવૃત્તિને તેઓ પિષી રહ્યા છે. તેમણે નેમિનાથ અને રાજુમતીના જીવનમાંથી ત્યાગ અને તપશ્ચર્યા શીખવાં જોઈએ. પણ વ્યવહારમાં તમે કાંઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy