________________
૩૧૬ ].
દર્શન અને ચિંતન કરવા માગતા હો તો તમારે કૃષ્ણના જીવનમાંથી મેળવવું પડશે. જૈન આચામેંને હાથે કૃષ્ણની કથા લખાઈ છે, તેમના પિતા વસુદેવની વાત લખાઈ છે. અત્યંત રસભરી છે. કૃષ્ણના જીવનના વાસ્તવિક અંશેને નેમિનાથના જીવન સાથે જોડીને આપણે આર્યસંસ્કૃતિનું સાચું રૂપ ઓળખી શકીશું. ગોપાલન અને પશુપાલન એ વસ્તુની અગત્ય પણ આપણે તેમના જીવનમાંથી મેળવવાની છે. અંતિમ સમયે પિતાને બાણ મારનારને કૃષ્ણ ઉદારચિતે ક્ષમા આપે છે; એટલું જ નહિ, પણ તેને પશુપાલનને બંધ આપે છે. મહાવીર, બુદ્ધ બધાના જીવનમાં આવા દાખલાઓ મળી આવે છે. તેઓ સ્કૂલ જીવન પ્રત્યે નિર્મમ હોય છે.
એટલે હું જેને કૃષ્ણના જીવન વિશે વાંચવાનું કહું છું, તેમ જૈનેતરને નેમિનાથ અને રાજુમતી વિશે સહાનુભૂતિથી જાણવાની સૂચના કરું છું. આથી અરસ્પરસના પૂર્વગ્રહ દૂર થશે અને આર્યસંસ્કૃતિના બન્ને પાસાનું દર્શન થશે. વ્યવહારમાં કામ કરવા છતાં અલિપ્ત રહેવાની ભાવના કૃષ્ણના જીવનમાંથી મળે છે, નેમિનાથ અને કૃષ્ણના આદર્શોમાં લોકોને જણાય છે તેવો વિરોધ નથી. વિધ દેખાય છે તે સ્થૂલ છે.
–પ્રબુદ્ધ જૈન, ૧૫–૧૧–૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org