________________
૫૮૮ ].
દર્શન અને ચિંતન જેને હું ભાષા કહું છું તેમાં લખવાનું, બોલવા વાંચવા અને ઉચ્ચારવાનું બધું આવી ગયું એમ ગણવાનું છે. આ પ્રવૃત્તિથી સમજણ, તર્ક બધું ઉત્તેજિત થાય છે, પણ તે મોટે ભાગે ઉમરના પ્રમાણમાં.
ત્યાર પછીની બીજી ભૂમિકા સંજ્ઞાન અર્થાત સમજણપ્રધાન છે. વિદ્યાથી કોલેજમાં દાખલ થાય ત્યારે પણ ભાષા અને શણું મહત્ત્વ તે રહે છે જ, પણ એ ભૂમિકામાં એને વિષયને પકડીને ચાલવાનું થાય છે. તેથી જ અભ્યાસક્રમમાં ઘણું પુસ્તકે હેવા છતાં તે બધાં પૂરાં થાય છે. જે એને ત્યાં પણ માત્ર સ્મૃતિ પર આધાર રાખીને ચાલવાનું હોય તે એમ થઈ શકે નહિ. ત્યાં શબ્દ નહિ પણ અર્થ મહત્વ ભગવે છે. એ અર્થ ગ્રહણ કરવાની પદ્ધતિમાં ફેર હોઈ શકે, પણ મુખ્ય વસ્તુસ્થિતિ આ પ્રકારની હેય છે.
ત્યાર પછીની ભૂમિકામાં સમજણ ઉપરાંત એક નવું તત્ત્વ આવે છે. એની પહેલાંની ભૂમિકાઓમાં શિક્ષણ, ચર્ચા, ટીકા બધું અન્યની કનેથી આવતું હતું અને સમજી લેવાતું હતું, પણ હવે આ નવી ત્રીજી ભૂમિકામાં તારતમ્ય, પરીક્ષણવૃત્તિ—કઈ પણ મતને પિતાની બુદ્ધિથી કસી જવાની પરીક્ષવૃત્તિઉમેરાય છે. આ વખતે વિદ્યાથી આમ કરી શકવા જેટલી ઉંમરે પણ પહોંચ્યો હોય છે, એટલે પહેલાં જે પુસ્તક કે અધ્યાપકને તે પ્રમાણભૂત માનતે હોય તેની સામે પણ એ શીંગડા માંડે એ સ્થિતિ આવે છે.
તે પછીની ભૂમિકા તે પીએચ. ડી. થવા માટે જે જાતની પ્રવૃત્તિ થતી હોય છે તેની છે. શબ્દપ્રધાન, સમજણપ્રધાન અને પરીક્ષાપ્રધાન વિદ્યાધ્યયનને ઉપયોગ એ ભૂમિકામાં થાય છે. એ ભૂમિકાવાળાએ પોતાના વિષયને અંગે જેટલું કામ થયું હોય તે બધું સમજી લઈને, ઉપલભ્ય હોય એટલું જ્ઞાન મેળવી લઈને કંઈક નવું શોધવાનું, સર્જવાનું, ઉમેરવાનું હોય છે–પેલી શબ્દસૃતિ, સંજ્ઞાન અને પરીક્ષાની ત્રિવેણુને આધારે. એણે કરેલા કામનું પ્રમાણ જોવાનું હોતું નથી, એટલે કે પાનાંની સંખ્યા જોવાની હોતી નથી, પણ એની મૌલિકતા, એને અધિકાર જેવાનાં હોય છે. એની નવી શોધ એકાદ વાક્યમાં જણાઈ આવે એમ પણ બને; પણ મારે જે કહેવાનું છે તે તે આ જ કે એ ભૂમિકા નવું શોધવાની, સર્જનશક્તિને વ્યક્ત કરવાની ભૂમિકા છે.
આપણે આજે જેઓ અહીં એકત્ર થયાં છીએ તે ત્રીજી અને એથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org