SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાની ચાર ભૂમિકાઓ * [૧] આજે તમારી સૌની સમક્ષ બેલતી વખતે જે હું પ્રત્યેક વ્યક્તિને ચહેરે જોઈ શકતે હેત, અથવા તે શબ્દ સાંભળીને પણ બધાને ઓળખી શકતે હેત તે મને વધારે સગવડ રહેત. મારે શું કહેવું તેનો મેં બહુ વિચાર કર્યો નથી, પણ અહીં આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં એક વિચાર સૂઝી. આવ્ય, તે તમને કહી સંભળાવું છું. આપણે બધાં એકત્ર થયાં છીએ તે એક જ પંથનાં છીએ માટે. અન્ય સંબંધમાં જુદા જુદા વ્યવસાયીઓને અવકાશ રહે છે, પણ આપણે તો વિદ્યાધ્યયન અને સંશોધન અર્થે જ એકત્ર થયાં છીએ. તે અધ્યયન સંબંધી જ કંઈક કહું. પદ્ધતિસર અથવા વૈજ્ઞાનિક રીતે કામ કરવાની જેવી તાલીમ તમને મળી છે તેવી મને મળી નથી; એટલે મારે તે વગર તાલીમે ફાંફાં મારતાં જે રસ્તે મને સૂઝી આવ્યો હતો તેની જ વાત કરવાની છે. જે માણસે બીજા રસ્તા જોયા જ ન હોય અને હાથ લાગેલી અમુક કેડીથી જેણે જંગલ પસાર કર્યું હોય તે કેવળ પિતાની કેડીનું જ વર્ણન કરી શકે. એનો અર્થ એ તે નહિ જ કે બીજી કેડીઓ જ નથી, અથવા છે તો એનાથી ઊતરતી છે. બીજી કેડીઓ એનાથી પણ સારી હોય એ બનવાજોગ છે, છતાં એટલું કહું કે મારી કેડીમાંથી મને આનંદ અને સ્થિરતા મળી રહ્યાં છે. વિદ્યાર્થી જીવન આપણે ચાર વિભાગમાં કે ભૂમિકાઓમાં વહેંચાયેલું જોઈએ છીએ. પ્રાથમિકથી માધ્યમિક સુધીને તે પહેલે વિભાગ; માધ્યમિથી ઉચ્ચશિક્ષણ અર્થાત આપણે જેને બી. એ. કે સ્નાતક થતાં સુધીનું શિક્ષણ ગણુએ છીએ તે પામતાં સુધી બીજો વિભાગ અનુસ્નાતકને તે ત્રીજો અને તે પછી તે ચોથે વિભાગ. આપણું પ્રારંભનું શિક્ષણ શબ્દપ્રધાન અને સ્મૃતિપ્રધાન હોય છે. એમાં શીખનાર અને શીખવનાર બંનેની સમજવા તેમ જ સમજાવવાની પ્રવૃત્તિ ભાષાના સાધન દ્વારા જ થતી હોય છે. સીધું વસ્તુગ્રહણ તેમાં થતું નથી. માત્ર ભાષા દ્વારા જે સંસ્કાર પડે તે સ્મૃતિથી પકડી રાખવામાં આવે છે. અહીં મઃ ગુજરાત વિદ્યાસભાની અનુસ્નાતક વિદ્યાથી સભાને આશ્રયે, અધ્યાપક અને વિદ્યાથીઓ સમક્ષ, ૧૯૪૭ના પહેલા સત્રમાં પૂ. પંડિતજીએ કરેલું મંગલપ્રવચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy