SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપર્વ કે જ્ઞાન પર્વ [૩૪૩ અને ખાનગી જ હતી, છતાં શ્રેતૃવગ પ્રમાણમાં સારે એકત્ર થ. બધા લગભગ જિજ્ઞાસુ આવતા. વિદ્વાનો ખાસ ભાગ લેતા. જેનેતરે પણ, જેને માલુમ પડે તે, આવતા. વિષયે પણ વ્યાપક રખાયા હતા. બેલનારાઓ પણ જાણીતા જ હતા. દષ્ટિ જરા પણ સંકુચિત ન રાખતાં તદ્દન ઉદાર રખાઈ હતી. તેથી ગમે તે માણસ પિતાના વિચાર થી દર્શાવે એવી તક મળી હતી. આ તે માત્ર પ્રથમ પ્રવેગ ગણાય. અનેક વિષય ઉપર જુદા જુદા વિચારકેએ ઉદાર ચિત્તે જે જે વિચારે જણાવ્યા તે બધાને અહીં સંગ્રહ આપવામાં આવે છે. આમાનાં ઘણું પ્રવચને તે તે વક્તાઓએ લખીને જ વાંચેલાં અગર પાછળથી તેમણે પોતે જ લખીને આપેલાં છે. કેટલાકની તે વખતે નોંધ લેવાયેલી; તે ખાસ તપાસ્યા પછી અહીં આપવામાં આવે છે. આ પ્રવચનસંગ્રહ દરેક વાચકને સુલભ થાય તે માટે “સુષા'ના સંપાદકે એક ખાસ અંક કાઢવા ધાર્યો છે, તે યોગ્ય જ થયું છે. આથી નીચેનાં પરિણામે આવવાનો સંભવ છેઃ (ક) જે ચાલુ પ્રથામાં રસ ન લેતા હોય કે ઓછો લેતા હોય અને છતાં ધર્મપર્વ ઊજવવાનો આગ્રહ રાખતા હોય તે તેમને માટે એક જાતનું માર્ગ સૂચન (a) અનેક વિચારકે પાસેથી તેમના વિચારનું દહન કરી વિચારશીલતા કેળવવી અને અનેક બાજુથી વસ્તુને વિચાર કરવાની દષ્ટિ ખીલવવી; તેમ જ આવે નિમિત્તે જૈનેતર વિદ્વાને અને શ્રદ્ધાળુઓને જેને સાથે મળતા કરવા અને વિચારમાં ઉદારતા આણવી. () લિખિત પ્રવચનને લીધે કઈ એક સ્થળે અપાયેલ પ્રવચનને અનેક સ્થળે ઉપયોગ થશે અને તે રીતે વિચાર તેમજ ઉત્સાહમાં જાગૃતિ થવી. સુષા, આશ્વિન ૧૯૮૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy