________________
૩૪ર 1
દર્શન અને શિત એક વાર એક વિદ્વાન મિત્રે મને કહેલું કે જ્યારે બારસા વાંચવા લાગ્યા ત્યારે જરાય રસ ન આવવાથી મેં ધાર્મિક પુસ્તક લઈ ત્યાં જ બેસી વાંચી કર્યું અને તેમાં ઘણું જાણવાનું મળ્યું. દરેક ભાઈબહેન, જે નિયમિત કલ્પસૂત્ર સાંભળતાં આવે છે તે, ભગવાનના જીવનને કઈ પણ પ્રસંગ પૂછયથી તરત વર્ણવી શકે. જો તમે તે બાબત તેમને કાંઈ ઊંડાણથી પૂછે તે કાં તો એ ચિડાઈ જઈ એમ કહેશે કે એમાં પ્રશ્ન છે અને શંકા શી ? અને કઈ ધીરજવાન હશે તે ન ચિડાતાં એટલું જ કહેશે કે ત્યારે તમે જ કહે. આ વસ્તુસ્થિતિ છે. ભગવાનના અસાધારણ તપસ્વી અને જ્ઞાની તરીકેના જીવનના કેયડા એ અસાધારણ જ હેય. આપણે એને સમજવા ધાર્મિક થવું વટ અને વિચારક તો થવું ઘટે જ.
પર્યુષણુની ચાલુ પ્રથાને ૩૦ વર્ષને અનુભવ મને કહે છે કે હવે વિચારવૃદ્ધિ થાય અને ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુએ ઉદારતાપૂર્વક ધર્મ અને સમાજના એક એક અંગ ઉપર વિચાર કરવામાં આવે તે જ તરુણ સમાજ અને ભાવી પેઢીને સતિષ આપી શકાય અને બહારની દુનિયામાં જાગરિતા દષ્ટિએ ઊભી શકાય. છે. આ કલ્પના તે કેટલાયે વર્ષ અગાઉ આવેલી; એકવાર ભાવનગરમાં સન્મિત્ર કપૂરવિજયજી સમક્ષ વ્યાખ્યાન વખતે આ કલ્પના મૂક્વામાં પણ આવેલી, પણ કેટલાંક કારણસર તે વખતે તેને અમલ થઈ શક્યો નહિ. બે વર્ષ અગાઉ એક મિત્રને ત્યાં આ કલ્પનાને મૂર્તરૂપ આપવામાં આવ્યું હતું. આ વખતે અનેક મિત્રો સાથે વિચાર કરતાં બધાને એ કલ્પના પસંદ આવી. તે કલ્પના આ હતી: (૧) પ્રતિક્રમણ, પૂજન આદિ ચાલુ ક્રિયાકાણમાં રસ લેનાર તેમાં ભાગ લેવા ઉપરાંત પ્રવચનને લાભ લઈ શકે એવી રીતે સભ્ય ગોઠવો. (૨) પ્રવચનો એક વાર તે ભગવાનના જીવનને અંગેજ થાય અને બીજી વાર ભિન્ન ભિન્ન વિષય ઉપર થાય. એ વિષય જીવનસ્પી અને તાત્વિક હેય. (૩) પ્રવચન માટે જાહેર વિચારક અને વક્તઓને આમંત્રણ આપવું અને તેમને વિચારે છૂટથી મૂકવાની તક આપવી. (૪) બની શકે. ત્યાં સુધી એ પ્રવચને લખેલાં હોય અને પ્રવચનને અંતે પ્રશ્નોત્તરી રાખવી. અનુકૂળ કે પ્રતિકૂળ પક્ષકારે છૂટથી શાંતિ અને વિચારપૂર્વક ચર્ચા કરવી. ' . આ કલ્પના પ્રમાણે આ વર્ષે પ્રવચનને ક્રમ ગોઠવી ધર્મ સાથે જ્ઞાનનું પર્વ ઊજવવાની મિત્રોએ વ્યવસ્થા કરી. તે પ્રમાણે સવારે પ્રવચને નવ વાગે હમેશાં થતાં અને બીજીવાર બપોરે કે રાતે વક્તાની અનુકૂળતા પ્રમાણે થતાં. આ વર્ષે ખાસ જાહેરાત કરવામાં આવી ન હતી. જગ્યા પણ શહેરથી દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org