________________
નચિકેતા અને નવા અવતાર
[ ૫૫ તેમ જ અખંડ કૌટુમ્બિકતાની વૃત્તિ જોઈ યમ ત્રણ વર ઉપરાંત કંઈક વધારે આપતાં નચિકેતાને કહે છે કે બીજા વરમાં જે તેં સ્વર્ગ્યુ અગ્નિ વિશે જાણવાની માગણી કરી છે તે અગ્નિ હવે પછી તારા નામથી પ્રસિદ્ધ થશે. ' બીજું વરદાન નચિકેતાએ માગ્યું તે એ છે કે કર્યો અને કેવા પ્રકારનો અગ્નિ સ્વર્ગપ્રદ બને છે તે જ્ઞાન આપે. યમ આ માગણી સહેલાઈથી સ્વીકારી નચિકેતાને એ જ્ઞાન આપે છે. તે કાળમાં યાજ્ઞિકે સ્વર્ગ પ્રાપ્તિના એક સાધન લેખે અગ્નિના ચયન અને યજનને એક આવશ્યક કર્મ લેખતા. બ્રાહ્મણ માટે એવું જ્ઞાન મેળવવું તે જરૂરી પણ મનાતું. તેથી એ કુળ પરંપરાગત કર્મઠ સંસ્કારને નચિકેતાએ પિષ્યા અને બ્રાહ્મણ થઈ કુળધર્મ નથી જાણત એવા રૂઢ આક્ષેપથી મુક્તિ મેળવી. જીવનમાં સદાસ્થાયી તત્વ
આમ છતાં નચિકેતાની સૂક્ષ્મ દૃષ્ટિને સ્વર્ગને આદર્શ સારહીન અને અપૂર્ણ લાગે. તેથી જ તેણે ત્રીજું વરદાન એવું માગ્યું કે જે એની મૂળ જિજ્ઞાસાને વિષય અને સાધનાનું ધ્યેય હતું. નચિકેતા યમને કહે છે કે, “જો તમે પ્રસન્ન જ છે તે મને એ જ્ઞાન આપો કે જેનાથી મારે મૂળ સંશય ટળે. મનુષ્ય અગર પ્રાણું મૃત્યુ પામ્યા પછી નથી રહેતે એમ કેટલાક માને છે;
જ્યારે બીજા કહે છે કે તે મૃત્યુ પછી પણ રહે છે. આવા બે સાવ વિરોધી પક્ષે હોવાથી લેકમાં સંશય પ્રવર્તે છે કે જીવનમાં કોઈ સદાસ્થાયી તત્ત્વ જેવું છે કે નહિ?” - યમ નચિકેતાને એની આ માગણીથી ચલિત કરી બીજી અનેક માગણીઓ કરવા પ્રલેભન આપે છે અને એની મૂળ માગણીની દુ:સાધ્યતા પણ દર્શાવે છે. યમ કહે છે કે, “હે, નચિકેત ! તારો પ્રશ્ન એ છે કે જે બાબત દે પણ પહેલેથી સંશય કરતા આવ્યા છે, અને તારી જિજ્ઞાસાનો વિષય સરળતાથી જાણી શકાય તેમ પણ નથી; તે અત્યંત સૂક્ષ્મ છે. તેથી તું મને આ માગણથી મુક્ત કર અને આગ્રહ ન ધર.”
પરંતુ નચિકેતા જેવોતે સાધક ન હતું. તે હસ્તગત થયેલ રત્નને જવા દે કે પ્રાપ્ત તકને વેડફે એ ઢીલેપિચો ન હતો. તેથી જ તેણે નમ્રપણે પણુ યુકિતક જવાબ આપ્યો કે, “અલબત્ત, મારા પ્રશ્ન વિશે દેવને પણ સંદેહ થયો છે. પરંતુ હે યમ ! તમે મૃત્યુ છે, એટલે તમે તે વર્તમાન જીવન અને પછીના જીવનના સાક્ષી દેવ મનાવ છે. અને છતાં કહે છે કે એ તત્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
: www.jainelibrary.org