SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવૃત્તિલક્ષ કલ્યાણુમાર્ગ [૧૨] સ્વસ્થ માણસને બે ફેફસાં હોય છે. બન્ને યોગ્ય રીતે કામ કરે ત્યારે જ જીવનને સંવાદ સચવાય છે. એક બગડે, નબળું પડે કે કાઢી નાખવામાં આવે ત્યારે જીવન ચાલતું હોય તોય તે એક રીતે બહુ પામર ને પાંગળા જેવું બની જાય છે. વ્યક્તિ-ધર્મ અને સમાજ-ધર્મની પણ કાંઈક એવી જ દશા છે. કોઈ વ્યક્તિ જ્યારે અંતર્મુખ થઈ પિતાની શક્તિઓને વિકસાવવા ઈચ્છે ત્યારે તેને માટે પહેલું કામ એ હેય છે કે પોતાનામાં રહેલી ખામીઓને ટાળે; પણ સાથે જ તેણે ખરેખર શક્તિઓ વિકસાવવી હેય તે તેને બીજું એ કામ કરવાનું હોય છે કે, તે પિતામાં રહેલી શક્તિઓને વધારેમાં વધારે વિવેકપૂર્વક યોગ્ય માર્ગે વાળે અને તેને ઉપયોગ કરે. આમ કરે તો જ એને વૈયક્તિક ધર્મ સચવાય અને વિકાસ પામે. સમાજધર્મની પણ એ જ રીત છે. કોઈ પણ સમાજ સબળ થવા છે ત્યારે તેણે નબળાઈઓ ખંખેરવી જ રહી. પણ તે પરિસ્થિતિ પ્રમાણે શક્તિઓને કામમાં ન લે તો એ નબળાઈઓ ખંખેરતી દેખાય, છતાં પાછલા બારણેથી તે દાખલ થતી જ રહે અને પરિણામે એ સમાજ ક્ષીણ જે જ બની રહે. ધર્મને ઈતિહાસ તપાસીએ તો એમ જણાય છે કે ક્યારેક તે વિશેષ બહિર્લક્ષી બને છે અને ક્યારેક અંતરલક્ષી. જ્યારે સાચા અર્થમાં ધર્મ અંતરલક્ષી હોય છે ત્યારે તે મુખ્યપણે વ્યક્તિમાં વિકાસ પામે છે. કોઈ એક વ્યક્તિ ખરેખર અંતરલક્ષી હોય ત્યારે એની આસપાસ સમાજ આકર્ષાય છે. સમાજમાનસ એવું છે કે તેને સંતોષવા સ્થળ પણ રસદાયક પ્રવૃત્તિઓ જોઈએ. એ વલણમાંથી અંતરલક્ષી વ્યક્તિની આસપાસ પણ ક્રિયાકાંડે, ઉત્સવો અને વિધિવિધાનોની જમાવટ થાય જ છે. આ જમાવટનું જોર વધતાં જ્યારે અંતરલક્ષી વલણ મંદ થઈ જાય છે, કે ક્યારેક સાવ ભૂંસાઈ જાય છે, ત્યારે વળી કોઈ વિરલ વ્યકિત એવું વલણ આણવા પ્રયત્ન કરે છે. એ પ્રયત્નમાંથી પાછું એકાદ ન ફાટે જન્મે છે અને કાળક્રમે તે ફાંટામાં પણ સમાજમાનસ પિતાને અનુકૂળ હોય એવા ક્રિયાકાંડે અને ઉત્સવ યોજે છે. આમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy