________________
દર્શન અને ચિંતન ધર્મવૃત્તિને સંતોષવાના પ્રયત્નમાંથી જ નિવૃત્તિ અને પ્રવૃત્તિની બે બાજુઓ ઊભી થાય છે. ક્યારેક બંને સાથે ચાલે છે, ક્યારેક એકનું પ્રાધાન્ય હોય છે તે ક્યારેક બંને પરસ્પર અથડાય છે.
જૈન પરંપરા મૂળે અંતરલક્ષી અને તેથી કરીને વ્યક્તિગત નિવૃત્તિબાજુમાંથી શરૂ થઈ છે. હિંસા ન કરવી, મનને નિગ્રહ કરે, ઉપવાસ અને બીજાં એવાં ત્રો દ્વારા તપ સાધવું એ બધું નિવૃત્તિમાં આવે છે. નિવૃત્તિનો આશય મૂળે તે ચિત્તગત દેને રોકવાને જ છે, પણ એવી સૂક્ષ્મ સમજ કાંઈ સૌને હોતી નથી, એટલે સામાન્ય રીતે નિવૃત્તિની શરૂઆત જુદી રીતે થાય છે. જે જે નિમિત્તે દોષના પિષક થવા સંભવ હોય તેને ત્યજવા એ નિવૃત્તિને સ્થૂળ અર્થ અસ્તિત્વમાં આવે છે. આ અર્થ સમાજગત રૂઢ થતાં કાંઈક એવું જ વાતાવરણ સર્જાય છે કે, જ્યારે કેઈને પણ ધર્મની ભૂખ જાગે ત્યારે પ્રથમ એવાં નિમિત્તો ત્યજવા તે તૈયાર થાય છે; પણ જેમ એક જ ફેફસાથી જીવન સ્વસ્થપણે નથી ચાલતું, તેમ માત્ર તેવાં નિમિત્તે ટાળવાથી વૈયક્તિક કે સામાજિક ધર્મનું જીવન નિર્વિકારપણે નથી ચાલતું. કારણ એ છે કે જે નિમિત્તે દેવના પિષક માની ત્યજવામાં આવે તે નિમિત્તો કાંઈ એકાંત દેષના પિષક બને જ એમ નથી હોતું. દોષનું મૂળ ચિત્તમાં હોય છે. જો એ મૂળ કાયમ હોય તો જ એવાં નિમિત્તે દેશનાં પિષક બને છે. જે એ મૂળ ચિતમાં ન હોય કે અલ્પ હોય તે તેટલા પ્રમાણમાં બહારનાં નિમિત્તે પણ દેશના પોષક નથી થતાં કે ઓછો થાય છે. એ જ રીતે ચિત્તગત દોષો ઓછા કરીએ તેની સાથે સાથે ચિત્તની શકિતઓને વિસાવવા, બહલાવવા, અને તેનાં લેકહિતકારી પરિણામ લાવવા માટે પણ એ જ બાહ્ય નિમિત્તે ઉપયોગી બને છે. ચિત્તગત દેને કારણે જે સાધનો વ્યક્તિ કે સમાજને નીચે પાડે છે તે જ સાધનો ચિત્તશુદ્ધિ અને વિવેક જાગતાં વ્યક્તિ અને સમાજને ઉપકારક બને છે. આ વસ્તુ ભુલાઈ જવાથી નિવૃત્તિની બાજુ પ્રબળ થાય છે, ત્યારે બાહ્ય ત્યાગ ઉપર ભાર અપાય છે અને પરિણામે શકિતવિકાસ રૂધાઈ જાય છે. એક બાજુથી અંતરગત દે કાયમ હોય છે અને બીજી બાજુથી જીવનની સાધક શક્તિઓને વિકસાવવા માટે જોઈતું પ્રવૃત્તિક્ષેત્ર મળતું નથી.
જૈન પરંપરાના ઈતિહાસમાં, બીજી નિવૃત્તિલક્ષી પરંપરાઓની પેઠે, આ વસ્તુ અનેક રીતે જોવા મળે છે. કાંઈક સમાજમાનસ એવું ઘડાઈ જાય છે કે પછી તે પૂર્વપરંપરા છોડી એકાએક પ્રવૃત્તિક્ષેત્ર પસંદ કરતું નથી અને નિવૃત્તિને સાચે ભાવ પચાવી શકતું નથી. તેને લીધે આવું માનસ નિવૃત્તિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org