________________
મહત્પર્વ [૧૬]
વગરકો પણ દરેક જૈન સમજે છે કે સાંવત્સરિક પર્વ એ મહત્પર્વ છે. બીજા કોઈ પણ પર્વે કરતાં એ મહત્વ છે. એની મહત્તા શેમાં છે એ જ સમજવાનું રહે છે. બધા જૈને એને એકસરખી રીતે સ્વીકારે છે તે એની મહત્તાનું મુખ્ય સૂચક નથી. એવા તે દિવાળી આદિ અનેક પર્વો છે, જેને જેને ઉપરાંત બીજો પણ મટે વર્ગ માને છે. તે દિવસે ઉપવાસ અને તપની પ્રથા છે એ પણ એની મહત્તાની મુખ્ય પ્રતીક નથી. જ્ઞાનપંચમી અને બીજી તિથિઓમાં પણ તપને આદર છે નથી. ત્યારે એની મહત્તા શિમાં ખરી રીતે સમાયેલી છે, એ સાંવત્સરિક પર્વ આવ્યા પહેલાં વિચારકેએ વિચારી રાખવું ઘટે.
અત્રે જે મુદ્દો સૂચવવાને છે તે પણ કાંઈ તદ્દન અજ્ઞાત નથી, પણ જે એ મુદ્દો સાચો હોય, અને ખરેખર સાચો છે જ, તે તેની સમજણ જેટલા પ્રમાણમાં વિકસે, વિસ્તરે અને ઊંડી ઊતરે એટલું સારું, એ જ પ્રસ્તુત લેખને ઉદ્દેશ છે.
કોઈ પણ વ્યક્તિએ ખરી શાનિત અનુભવવી હોય, અગવડ સગવડ, આપદા કે સંપદામાં સ્વસ્થતા કેળવવી હોય અને વ્યક્તિત્વને ખંડિત ન થવા દેતાં તેનું આન્તરિક અખંડપણું સાચવી રાખવું હોય તે એને એકમાત્ર અને મખ્ય ઉપાય એ છે કે તે વ્યક્તિ પોતાની જીવનપ્રવૃત્તિના દરેક ક્ષેત્રનું બારીકીથી અવલોકન કરે. એ આન્તરિક અનલોકનને હેતુ એ જ રહે કે તેણે ક્યાં ક્યાં, કેવી કેવી રીતે, કેની કોની સાથે નાની કે મોટી ભૂલ કરી છે તે જોવું. જ્યારે કોઈ માણસ સાચા દિલથી નમ્રપણે પિતાની ભૂલ જોઈ લે છે ત્યારે તેને તે ભૂલ, ગમે તેટલી નાનામાં નાની હોય તોય, પહાડ જેવી મોટી લાગે છે અને તેને તે સહી શકતું નથી. પિતાની ભૂલ અને ખામીનું ભાન એ માણસને જાગતે અને વિવેકી બનાવે છે. જાગૃતિ અને વિવેક માણસને બીજા સાથે સંબંધે કેમ રાખવા, કેમ કેળવવા એની સૂઝ પાડે છે. એ રીતે આન્તરિક અવકન માણસની ચેતનાને ખંડિત થતાં રિકે છે. આવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org