SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાધર્મનું પરિશીલન [ ૧૩૫ એક અથવા બીજી રીતે પડેલે છે, પણ એ સંસ્કારનું શ્રવણમનન દ્વારા સંશોધન કરવું અને એક ચોક્કસ નિર્ણય પર પહોંચવું એ કામ સૌને માટે સરળ નથી. કાંઈ નિર્ણય બાંધે તેયે તે આચરણની કસોટીએ કસાયેલે જ હેય એવું તે ભાગ્યે જ હોય છે. કાકાને નિર્ણય માત્ર દલીલમૂલક કે બુદ્ધિવાદમૂલક નથી. એમણે આચરણનાં વિવિધ ક્ષેત્રમાં હિંસા વિરુદ્ધ અહિંસાવૃત્તિને પ્રવેગ કરી અહિંસાશક્તિને કાંઈક પણ અનુભવ કર્યો છે અને તેથી જ એમની અહિંસાની સમર્થક તકશેલીમાં વિશેષ તેજ પ્રતીત થાય છે. - સત્યની ચર્ચામાં જ્ઞાતવ્ય તે ઘણું જ છે, પણ એમાં ઉપમાકૌશલ લેખે બે ઉપમાઓ ધ્યાન દેવા જેવી છે. બાળક જન્મતાં વેંત ભાનો સંબંધ લઈને જ આવે છે. તે સંબંધ તેના હાડપિંજરના બંધારણ સાથે જ ઘડાયેલે છે, તેમ સત્ય એ જીવનના અસ્તિત્વ સાથે જ સંકલિત છે. જીવન પહેલું અને સત્ય પછી એમ નથી. તેથી સત્યની ભૂમિકા ઉપર જ જીવનની ગતિવિધિ એ સ્વાભાવિક ગતિવિધિ છે એમ ઉપમાને ભાવ છે. બાળક જન્મ્યા પછી મોટું થઈ ગમે ત્યાં ગમે તે રીતે વિચરે અને વિહરે છતાં માતા તરફથી મળેલ સૂક્ષ્મ અને સ્થૂળ વારસાની ભૂમિકા જે તે ગુમાવે છે તેનું અસ્તિત્વ જ ન રહે અથવા વિકૃતના બને. દી એક જ જગાએ સ્થિર હોય તે તે માત્ર તે જ સ્થળમાં પ્રકાશ આપે અને નવા પ્રદેશો તમસાત જ રહે, પણ ચાલવા સાથે બત્તીને પણ ચાલવા દઈએ તે નવાં જીવનક્ષેત્રમાં પણ તે પ્રકાશ આપે. પ્રકાશ અને જીવન તેમ જ પ્રકાશ અને વ્યવહાર છૂટાંજ ન પડે તેમ જ સત્ય જો પ્રત્યેક જીવનવ્યવહારમાં સાથે હેય તે જીવનની તમસાત ગલીથીઓમાં કે અધારી ગુફાઓમાં પણ તે રસ્તે બતાવે. સત્યના તેર આકારે મહાભારતમાંથી દર્શાવ્યા છે. આને અર્થ એટલે જ છે કે મૂળમાં સત્ય હોય તે તે વ્યવહારમાં જુદે જુદે નામે પ્રસિદ્ધ એવા અનેક ગુણરૂપે આવિર્ભાવ પામે છે. બીજા ગુણ એ તેમાં નાનાવિધ રૂપ છે જેમ એક ધાતુનાં અનેક રૂપ હેય તેમ. દ્રષ્ટાઓ કોઈ પણ એક સગુણને જ્યારે એના મૂળ અર્થમાં વ્યાપક રીતે જોતા અને વર્ણવતા ત્યારે બાકીમા સલ્લુને એના આકારે જ માનતા. જેમ શિવને મુખ્ય દેવ માનનાર બાકીના દેવોને તેનાં જ રૂપ માનતે; વિષ્ણુને પરમ દત માનનાર પણ એ જ રીતે કલ્પના કરતે; તે રીતે જે સાધક જે સગુણને આશરે મુખ્યપણે. વતંતે તે બીજા ગુણેને તેના વર્તુળમાં તેના અંગ તરીકે ગોઠવતે. દા. ત. અહિંસાની અનન્ય સાધના કરનાર બુદ્ધ કે મહાવીરે બીજા બધા ગુણોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy