SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૨ ] દર્શન અને ચિંતન અહિંસાના વ્યાપક વર્તેલમાં તેના અંગ લેખે ગોઠવ્યા છે, જેમ ગાંધીજીએ સત્યના વર્તુળમાં અન્ય સદગુણોને ગોઠવ્યા છે તેમ. આ એક સાધનાની અનન્ય નિષ્ઠાનું સૂચન માત્ર છે. ગાદમાં સત્ય અને ઋત એ શબ્દો છે. તેમાં ઋતનો અર્થ સહજ નિયમ કરવામાં આવે છે. સૂર્યને ઉદય-અસ્ત અને ઋતુચક્રનું ગમનાગમન નિયમ પ્રમાણે જ થાય છે. આ રીતે નિયમ એ ત છે અને એ નિયમ જે સત ઉપર પ્રતિષ્ઠિત છે તે સત્ય. પરંતુ બારીકીથી જોતાં ત્રિકાલાબાધિત નિયમ અને સત્ય એ બે જુદાં હોય તેમ સમજાતું નથી. છતાં એટલું ખરું કે ઋત એટલે ગતિ-નિયમબદ્ધ ગતિ, અને તેમાં જે સંવાદીપણું તે સત્ય. ચિત્રમાં રેખાઓ અને સંગીતમાં સ્વરે એ ઋત હોય તે તેનું સંવાદિત્વ એ સત્ય છે, કેમ કે સંવાદિવ વિના રેખા અને સ્વરે માત્ર બેખું છે અને એ બેખા વિના સંવાદિતને, મીઠાશને, રસ, કળાને આવિર્ભાવ જ શક્ય નથી. ઋતના સ્થાનમાં અવેસ્તામાં “અશ” શબ્દ આવે છે. અર્થ એ જ છે. છેવટે ઋત અને અશ એ ધર્મ છે. એને જૈન, બૌદ્ધો, બ્રાહ્મણે બધા જ ધર્મ શબ્દથી વ્યવહારે છે. આજે તો ધર્મ શબ્દ જ પ્રચલિત થઈ ગયું છે. ચાતુર્વણ્યના મથાળા નીચે કાકાએ જે ચર્ચા કરી છે તે હિંદુઓની જ કહેવાતી એક સનાતન ચતુર્વર્ણવ્યવસ્થાને લગતી છે. ગીતામાં પણ તેને નિર્દેશ છે જ. ચતુર્વર્ણનું ખોખું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, જ્યારે આવ્યું અને ક્યાં કયાં બળને લીધે ઘડાયું એ વિશે હજાર વર્ષ થયાં અનેક જાતના વિચારે પ્રવર્તે છે, અને તેના ઉલ્લેખ પણ હિન્દુ સાહિત્યના મોટા ભાગને રોકે છે. ચાતુર્વણ્યના અર્થની કલ્પના વિશે અને તેનું સ્વરૂપ બદલવા વિશે પણ જમાને જમાને અનેક જણે અનેક પ્રયત્ન કર્યો છે. કેટલાકને એમાં થોડીઘણી સફળતા મળી છે, છતાં હજી હિન્દુસમાજના જીવનવ્યવહારનું નિષ્ણાણુ જેવું ખોખું તે ચાતુર્વણ્યના રૂપમાં વર્તમાન છે. કાકાએ પિતાની દૃષ્ટિથી વેદ, ઉપનિષદ અને મહાભારત આદિ ગ્રંથના અમુક અમુક ઉતારાઓને આધારે ચાતુર્વણ્યને વિકાસક્રમ ઘટા છે, અને સાથે સાથે વર્ણ એટલે શું, તેની વ્યવસ્થા એટલે શું, એ પણ પિતાની પરિમાર્જિત સામાજિક દષ્ટિએ બતાવ્યું છે. તેમણે એક બાજુથી ચતુર્વર્ણવ્યવસ્થાનું ચાર પ્રકારના સમાજપષક ધંધાના ચાર વર્ણરૂપે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy