SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન ઋષભદેવ અને તેમને પરિવાર ગીતાને આશ્રય લઈ હેમચંદ્ર કરેલ નિવૃત્તિધર્મમાં સંશોધન ઉપર એ કહેવામાં આવ્યું છે કે હેમચંદ્ર પોતે વારસાગત એકાન્તિક નિવૃત્તિધર્મના સંસ્કાર ધરાવતા અને છતાંય તેમને ઋષભના જીવનની બધી સાવદ્ય લેખાતી પ્રવૃત્તિઓને બચાવ કર હતા. તેમને વાસ્તે આ એક ચક્રાવો હતો, પણ તેમની સર્વ શાસ્ત્રને સ્પર્શનારી અને ગમે ત્યાંથી સત્યને અપનાવનારી ગુણગ્રાહક દૃષ્ટિએ ઉક્ત ચક્રાવામાંથી છૂટવાની બારી ગીતામાં જોઈ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચેના લાંબા કલહમય વિરોધને નિકાલ ગીતાકારે અનાસક્ત દૃષ્ટિ મૂકી આપ્યો હતો. તે જ અનાસક્ત દષ્ટિ હેમચંદ્ર અપનાવી અને ભગવાન ઋષભે આચરેલી સમગ્ર જીવનવ્યાપ્તિ કર્મમાં લાગુ પાડી. હેમચંદ્રની મૂંઝવણને અંત આવ્યો. તેમણે બહુ ઉલ્લાસ અને નિર્ભયતાથી કહી દીધું કે ભગનાને જ્ઞાની હેઈ જાણવા છતાં પણ સાવધ કર્મો કર્તવ્ય લેખી આચર્યા. હેમચંદ્રનું આ સમર્થન એક બાજુ જૂની જેન ઘરેડની દિશાભૂલ સૂચવે છે ને બીજી બાજુ તે આપણને નવું સ્વરૂપ ઘડવા પ્રકાશ આપે છે. ખરી રીતે જ્ઞાની હોય તે તે દેશનું સ્વરૂપ પૂરેપૂરું સમજે અને તેથી જ તે સ્થૂલ ગમે તેવા લાભો છતાં દોષમય પ્રવૃત્તિ ન આચરે. એટલે જે દુન્યવી જીવનોપયોગી પ્રવૃત્તિ પણ એકાંત દોષવાળી જ હેય તે જ્ઞાનીએ તે એને ત્યાગ જ કરી રહ્યો. છતાં જો એ પ્રવૃત્તિનું વિષ અનાસક્તભાવને લીધે દૂર થતું હોય અને અનાસક્ત દૃષ્ટિથી એવી પ્રવૃત્તિ પણું કર્તવ્ય ઠરતી હોય તે અત્યારના જૈન સમાજે પિતાના સંસ્કારમાં આ દષ્ટિ દાખલ કરી સુધારો કરે જ રહ્યો. એ વિના જૈન સમાજ વાસ્તે બીજે વ્યવહારૂ અને શાસ્ત્રીય માર્ગ છે જ નહિ. આપણા દેશમાં ભણેલા અને અભણ બંને વર્ગમાં એક જાતની અપંગતા છે. ભણેલ વર્ગ ખૂબ ભણ્યા છતાં અભણવર્ગ કરતાંય પાંગળો છે; કારણ કે, તેણે કર્મેન્ટિને કેળવવામાં લઘુતા માની પા૫ સેવ્યું છે. અભણ વર્ગમાં કમેંજિયોની તાલીમ છતાં તે બુદ્ધિની યોગ્ય તાલીમ ને સાચી વિચારદિશા સિવાય અંધ જે છે. જૈન સમાજના ત્યાગી અને તેને અનુસરનાર બધા વર્ગની સ્થિતિ બરાબર એવી જ કડી છે. તેઓ ત્યાગની મોટી મોટી વાતો કરે છે, પણ તેમને બીજાઓનાં કર્મો ઉપર જીવવાનું અનિવાર્ય હેઈ સાચી રીતે તેઓ ત્યાગ સાધી શકતા નથી ને કર્મ પથ આચરી શક્તા નથી. જેઓ પ્રત્તિમાં પડેલા છે તેઓ મુસીબત આવતાં અને ટાંકણે તેમાંથી માર્ગ કાઢવાનું ભૂલી જઈ ભળતા જ ત્યાગને ચીલે પસંદ કરે છે, તેથી જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy