SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન [ કર૫ કરું છું ત્યારે એમ લાગ્યા વિના નથી રહેતુ કે લેખકે નાનકડા લાગતા પ્રસ્તુત પુસ્તકની ગાગરમાં મહાભારતનો સાગર સમાવી છે.' આ પૂર્વકાલીન અને સમકાલીન સંસ્કૃતિનાં અનેકવિધ પીઓ અને અંગેનું જે પ્રતિબિંબ પ્રત્યક્ષ અનુભવ દ્વારા તેમ જ અનેક શાસ્ત્રોના કવિત્વસમુચિત અધ્યયન દ્વારા બાણની પ્રતિભામાં પડેલું અને જે તેણે કાદમ્બરી અને હર્ષચરિત એ બે કૃતિઓમાં શબ્દબદ્ધ કરેલું છે તેનું સર્વાગીણ અધ્યયન કરી તેને સાહિત્ય-જગત સમક્ષ સુચારુ અને વિશદ રૂપમાં રજૂ કરવાની ઊંડી નેમ શ્રીયુત અગ્રવાલ સેવે છે. એવા સમગ્ર સાંસ્કૃતિક અધ્યયનની દષ્ટિએ શું શું કરવું આવશ્યક છે તેને નિર્દેશ પ્રસ્તુત હર્ષચરિતની ભૂમિકામાં સાત મુદ્દા રૂપે તેઓએ કર્યો છે. તેને સાર એ છે કે કાદમ્બરી અને હર્ષ ચરિતનું શુદ્ધ તેમ જ પ્રામાણિક સંસ્કરણ તૈયાર કરવું. સાથે સાથે સુલભ બધી પૂર્વ ટીકાઓને આધારે તેના શ્લેષમાં છુપાયેલ અર્થોનાં રહસ્ય પ્રકટ કરવાં. તદુપરાંત બન્ને કૃતિમાંના શબ્દોને સમ્મિલિત પૂર્ણ કેશ-ઈન્ડેકસ વરરમ તૈયાર કરે, અને એ બને કૃતિઓને આધારે બાણની સપૂર્ણ સાંસ્કૃતિક સામગ્રીનું એતિહાસિક દૃષ્ટિએ વિવેચન, ઈત્યાદિ. આવા સર્વાગીણ કામને સફળતાપૂર્વક પૂરું કરવાની પાકી ધારણું હેવા છતાં તે ક્રમેક્રમે યોગ્ય રીતે થઈ શકે એવી ધીર અને દીર્ધ દૃષ્ટિથી તેમણે પ્રથમ હર્ષચરિતનું સાંસ્કૃતિક અધ્યયન કર્યું અને તે જ પ્રસ્તુત પુસ્તકમાં રજૂ કર્યું છે. બાણની બીજી અને મેટી કૃતિ કાદમ્બરીનું એવું સાંસ્કૃતિક અધ્યયન કરવું અને પ્રકાશિત કરવું એ હજી બાકી છે એમ ઉપર ઉપરથી જોતાં જરૂર લાગે, પણ તેમની અત્યાર સુધીની તૈયારી અને તે કામ માટે પિષે સંકલ્પ એ બધું જોતાં બાકીનું કામ તેઓ જ પતાવશે; પતાવશે એટલું જ નહિ, પણ વિશેષ સારી રીતે પતાવશે એ વિશે મને લેશ પણ શંકા નથી. જ્યારે મેં તેમની પાસેથી જાણ્યું કે તેમણે હૈદરાબાદમાં બણની કાદમ્બરી વિષે વ્યાખ્યાન આપવાનું હમણુ જ રવીકાર્યું છે ત્યારે મારી પ્રતીતિ વધારે દઢ બની. પ્રસ્તુત હર્ષચરિતના અધ્યયન દ્વારા તેમણે બાણને પૂર્વકાલીન અને સમકાલીન અનેક સાંસ્કૃતિક અંગ ઉપર જે પ્રકાશ નાખ્યો છેતે કેવળ બાણુંના પૂર્ણ સાંસ્કૃતિક અધ્યયનનું જ ધાર નથી ઉઘાડતો, પણ બાણના પૂર્વકાલીન વાલ્મીકિ, ભાસ, અશ્વઘોષ, કાલિદાસ, સુબંધુ આદિ મહાન કવિઓના એવા જ અધ્યયનનું દ્વાર ઉઘાડવાની ચાવી બને છે, અને બાણના સમકાલીન કે ઉત્તરકાલીન અન્ય મહાકવિઓના વિશિષ્ટ સાંસ્કૃતિ અધ્યયનની ભૂમિકા પૂરી પાડે છે. આ દષ્ટિએ જોતાં હર્ષચરિતનું પ્રસ્તુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy