________________
વિચારકણિકા
[ ૨૦૫ દૃષ્ટિએ જ વિચાર ઘટે અને સામૂહિક જીવનની જવાબદારીના ખ્યાલથી જ જીવન પ્રત્યેક વ્યવહાર ગોઠવે તેમ જ ચલાવો ઘટે. એક કાળે વૈયક્તિક દષ્ટિ પ્રધાનપદ ભગવતી હોય ત્યારે તે જ દષ્ટિએ તે કાળના ચિંતકે અમુક નિયમો બાંધે. તેથી તે નિયમમાં અર્થવિસ્તાર સંભવિત જ નથી એમ માનવું તે દેશકાળની મર્યાદામાં સર્વથા જકડાઈ જવા જેવું છે. સામૂહિક દૃષ્ટિએ કર્મફલને નિયમ વિચારીએ કે ઘટાવીએ ત્યારે પણ વૈયક્તિક દૃષ્ટિનો લેપ તે થતો જ નથી; ઊલટું સામૂહિક જીવનમાં વૈયકિતક જીવન પૂર્ણપણે સમાઈ જતું હોવાથી વૈયકિતક દૃષ્ટિ સામૂહિક દૃષ્ટિ સુધી વિસ્તરે છે અને વધારે શુદ્ધ બને છે. કર્મફલના કાયદાને સાચો આત્મા તો એ જ છે કે કોઈ પણ કર્મ નિષ્ફળ જતું નથી અને કોઈ પણ પરિણામ કારણ વિના ઉત્પન્ન થતું નથી. જેવું પરિણામ તેવું જ તેનું કારણ હોવું જોઈએ. સારું પરિણામ ઇચ્છનાર સારું કામ ન કરે તે તે તેનું પરિણામ પામી શકે નહિ. કર્મફલ– નિયમને આ આત્મા સામૂહિક દૃષ્ટિએ કર્મફલનો વિચાર કરતાં લેશ પણ લપાતો નથી. માત્ર તે વૈયક્તિક સીમાના બંધનથી મુક્ત થઈ જીવનવ્યવહાર ઘડવામાં સહાયક બને છે. આત્મસમાનતાના સિદ્ધાન્ત પ્રમાણે કે આત્મા-- દૈતના સિદ્ધાન્ત પ્રમાણે ગમે તે રીતે વિચાર કરીએ તોય એક વાત સુનિશ્ચિત છે કે કોઈ વ્યક્તિ સમૂહથી સાવ અળગી છે જ નહિ, અને રહી શકે પણ નહિ. એક વ્યક્તિના જીવનઈતિહાસના લાંબા પટ ઉપર નજર નાખી વિચાર કરીએ તો આપણને તરત દેખાશે કે તેના ઉપર પડેલ અને પડતા સંસ્કારમાં સીધી કે આડકતરી રીતે બીજી અસંખ્ય વ્યક્તિઓના સંસ્કારને હાથ છે, અને તે વ્યક્તિ જે સંસ્કાર નિર્માણ કરે છે તે પણ માત્ર તેનામાં જ મર્યાદિત ન રહેતાં સમૂહગત અન્ય વ્યક્તિઓમાં સાક્ષાત્ કે પરંપરાથી સંક્રમણ પાગ્યે જ જાય છે. ખરી રીતે સમૂહ યા સમષ્ટિ એટલે વ્યક્તિ કે વ્યષ્ટિનો પૂર્ણ સરવાળે.
જે પ્રત્યેક વ્યક્તિ પિતાનાં કર્મ અને ફલ માટે પૂર્ણપણે જવાબદાર હોય અને અન્ય વ્યક્તિઓથી તદ્દન સ્વતંત્ર હેઈ તેના શ્રેય–અશ્રેયનો વિચાર માત્ર તેની જ સાથે સંકળાતો હોય તે સામૂહિક જીવનને શો અર્થ ? કારણ કે, સાવ નિરાળી, સ્વતંત્ર અને પરસ્પર અસરથી મુક્ત એવી વ્યક્તિએનો સામૂહિક જીવનમાં પ્રવેશ એ તે માત્ર આકસ્મિક જ હોઈ શકે. જે સામૂહિક જીવનથી વૈયક્તિક જીવન સાવ અલગ રીતે છવાતું નથી, એ અનુભવ થતો હોય તે તત્વજ્ઞાન પણ એ જ અનુભવને આધારે કહે છે કે ગમે તેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org