SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ] દર્શન અને ચિંતન -ઉન્મેષ અર્થે નેત્રોજનની અચૂક ગરજ સારે તેવું છે. એ આખું પ્રકરણ મનનપૂર્વક વાંચવા જેવું જ છે. અહીં તે આપણે તેમાંના કેટલાક ઉગારે જોઈએઃ “જે ધર્મગ્રંથની મૂળ પ્રેરણા જીવનમાંની કેન્દ્રસ્થ વસ્તુઓમાંથી મળેલી હોય છે તેના વિકાસને સહેજે અટકાવ થઈ શકતું નથી. મનુષ્યજાતિનું જીવન જેમ જેમ સમૃદ્ધ થતું જાય છે તેમ તેમ ગીતાનાં વચનોને અર્થ વ્યાપક, ગૂઢ અને સમૃદ્ધ થતો ગયે છે. આવી સ્થિતિ અનંતકાળ સુધી ટકશે એમ તે કોણ કહી શકશે ? પણ ગીતાગ્રંથને હજી ઘડપણ આવ્યાનાં ચિહ્નો દેખાતાં નથી એટલું તે જરૂર કહી શકાશે'...“ગીતાના લેખકને જીવનધર્મનું જેટલું રહસ્ય સમજાયું હતું તેટલું જ ગીતાના શબ્દમાં છે એમ માની લેવામાં ભૂલ છે. ગીતાગ્રંથ એ એક જીવંત વ્યક્તિ છે. તેનું જીવન ગીતાના લેખકથી અલગ, સ્વતંત્ર અને વર્ધમાન છે, એટલું સ્વીકાર્યા પછી ગીતાના મૂળ ઉપદેશને વળગી રહીને નવી દષ્ટિથી નવા અર્થે તેમાં જેવા એમાં સત્યને કઈ દ્રોહ નથી, પણ બંનેની કૃતાર્થતા જ છે.” ગીતાધર્મમાં કુલ ૩૫ પ્રકરણ છે. ગીતામાં પ્રતિપાદેલા ૨૬ દેવી ગુણે પૈકી યજ્ઞ, દાન અને તપ એ ત્રણ ગુણોને એક જ પ્રકરણમાં ચર્ચા છે અને શમ-દમ એ બે ગુણ પણ એક જ પ્રકરણમાં લીધા છે. બાકીના દરેક ગુણ પર સ્વતંત્ર પ્રકરણ હેવાથી દેવી સંપતીને લગતાં ૨૩ પ્રકરણે થાય છે. વધારાનાં ૧૨ પ્રકરણો ગીતા સમગ્રને સમજવામાં સહાયક થઈ શકે એવા કેટલાક મુદ્દાઓને સ્પર્શી તેમ જ દૈવી ગુણ-સંપતિને આધારે રચાનાર સમાજના સ્વરૂપને સ્પષ્ટ કરવાના ખ્યાલથી લખાયેલાં છે. તે પ્રકરણોને ક્રમ આ પ્રમાણે છે: ૧. ગીતાનું લેકશાસ્ત્ર, ૨. અભય, ૩. સત્વસંશુદ્ધિ, ૪. ધૃતિ, ૫. શમદમ, ૬. તેજ, ૭. યજ્ઞ, દાન અને તપ, ૮. ક્ષમાં, ૯. માર્દવ, ૧૦. આજંવ, ૧૧. અહ, ૧૨. અપશુન, ૧૩. વ્હી, ૧૪. શૌચ, ૧૫. અલેલુપત, ૧૬. અચાપલ, ૧૭. નાતિમાનિતા, ૧૮. અક્રોધ, ૧૯. જ્ઞાનયોગ-વ્યવસ્થિતિ, ૨૦. સ્વાધ્યાય, ૨૧. દયા, ૨૨. અહિંસા, ૨૩. સત્ય, ૨૪. શાંતિ, ૨૫. ચાતુર્વણ્ય, ૨૬. ગીતામાં હિંસા કે અહિંસા ? ૨૦. બ્રહ્મ એટલે શું ? ૨૮. કર્મવાદની પૂર્વ પીઠિકા, ૨૯. બ્રહ્મચર્ય, ૩૦. જીવનગ, ૩૧. શિષ્ણાઃ કમાન્, ૩૨. બે વાધિકારસ્ત, ૩૩. આશ્રમવ્યવસ્થા, ૩૪. ગીતામાંનું રૂપકાત્મક યુદ્ધ, ૩૫. ગીતાગ્રંથનું જીવંતપણું. . સમાજને ધારણ કરનાર લેખે દેવીસંપનું નિરૂપણ કરવા કાકા ઈચ્છે છે. તેથી તેમને સમાજની વ્યાખ્યા કરવાનું અને સાથે સાથે સમાજશાસ્ત્રની વિષયમર્યાદા નિરૂપવાનું પ્રાપ્ત થાય છે. માટે પ્રથમ પ્રકરણમાં તેમણે આ બધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy