________________
હરિજને અને જેને
[ ૧૮૩ હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મને એક શરીર માનીએ અને તેના ભેદ તથા પિટભેદેને હાથ–પગ જેવા અવયવ અગર અંગૂઠા–આંગળી જેવા પેટા અવયવ માનીએ તે હરિજનો એ હિન્દુ ધર્મને અનુસરતા હિન્દુ સમાજના બીજા મેટા એવા એક વૈદિક–પૌરાણિક ધમનુયાયી સમાજમાં જ સ્થાન પામી શકે, નહિ કે જૈન સમાજમાં. હરિજનો હિન્દુ છે, જેને પણ હિન્દુ છે. તેથી હરિજને અને જેને એ બન્ને અભિન્ન સાબિત નથી થતા, જેમ કે બ્રાહ્મણે અને રજપૂતે અગર રજપૂતો અને મુસલમાનો. મનુષ્ય સમાજના બ્રાહ્મણ, રજપૂત અને મુસલમાન એ બધા અંગે છે તેટલા માત્રથી તે પ્રત્યેક, મનુષ્ય તરીકે એક હોવા છતાં, અંદરોઅંદર તેઓ બિલકુલ ભિન્ન જ છે તેમ હરિજનો અને જૈન હિન્દુ હોવા છતાં અંદરોઅંદર સમાજ અને ધર્મની દૃષ્ટિએ સાવ જુદા છે. આ વિચાર બીજા પક્ષ તરફથી ઉપસ્થિત થાય તે તે સાધાર લેખી શકાય. તેથી હવે આ પક્ષ ઉપર જ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. આપણે અત્રે જૈન ધર્મના અસલી પ્રાણુને ન ઓળખીએ તે પ્રસ્તુત વિચાર તદ્દન અસ્પષ્ટ રહે અને લાંબા કાળથી પિષાતી આવેલી ભ્રમણાઓ ચાલુ રહે. તેથી જૈન ધર્મને વાસ્તવિક આત્મા છે અને કે છે તેનો ટૂંકમાં પ્રથમ વિચાર કરીએ. - જેમ દરેક ધર્મનું કઈ ને કઈ વિશિષ્ટ ધ્યેય હોય છે તેમ જૈન ધર્મનું પણ એક વિશિષ્ટ ધ્યેય છે. તે જ જૈન ધર્મને અસલી પ્રાણ છે. તે એયને સંક્ષેપમાં આ પ્રમાણે દર્શાવી શકાયઃ માનવતાના સર્વાંગીણ વિકાસમાં આડે આવે તેવા બધા જ પ્રત્યવાયો નિવારવા મથવું અને સાર્વત્રિક નિરપવાદ ભૂતયાના અર્થાત આત્મૌપમના સિદ્ધાન્તને આધારે પ્રાણીમાત્રને અને સવિશેષે માનવમાત્રને ઊંચ—નીચ, ગરીબ-તવંગર કે એવા કેઈ પણ જાતના ભેદભાવ સિવાય સુખસગવડની અને વિકાસની તક પૂરી પાડવી. આ મૂળભૂત એયમાંથી જ કેટલાંક જૈન ધર્મનાં વિશિષ્ટ લક્ષણે આવિર્ભાવ પામ્યાં છે, જેમ કે (૧) કોઈ પણ દેવ દેવીના ભય કે અનુગ્રહ ઉપર જીવન જીવવાના વહેમથી મુક્તિ મેળવવી; (૨) એવી મુક્તિમાં બાધા નાખે તેવાં શાસ્ત્રો કે તેવી પરંપરાઓને પ્રમાણ તરીકે માનવાને સદંતર ઇનકાર કરે; (૩) એવાં શાસ્ત્રો, પરંપરાઓ ઉપર એકહથ્થુ સત્તા ધરાવતા હોય ને તેને આધારે જ લેકમાં વહેમ પિષતા હોય તેવા વર્ગને ગુરુ તરીકે સદંતર ઇનકાર કરે; (૪) જે શાસ્ત્રો અને જે ગુરુવર્ગ એક અથવા બીજી રીતે હિંસાનું કે ધર્મક્ષેત્રમાં માનવ માનવ વચ્ચે અસમાનતાનું સ્થાપન-પષણ કરતાં હોય તેને વિરોધ કરે અને સાથે જ સૌને માટે ગુણની દૃષ્ટિએ ધર્મનાં દ્વારે ઉન્મુક્ત કરવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org