________________
૧૮૪ ]
દર્શન અને ચિંતન આ અને આમાંથી ફલિત થતાં બીજાં એવાં જ લક્ષણે ઉપરથી જૈન ધર્મને આત્મા ઓળખી શકાય છે. એવાં જ લક્ષણ દ્વારા જૈન આચારવિચારને અને તેનાં પ્રતિપાદક શાસ્ત્રોને દેહ ઘડાય છે. જેને ભગવાન મહાવીર કે બીજા કેઈ તેવા વિશિષ્ટ પુરુષને ક્રાંતિકાર, સુધારક કે પૂજ્ય તરીકે લેખતા–લેખાવતા હોય તે એમના એ દાવાની યથાર્થતા ઉપર સૂચવેલ જૈન ધર્મના પ્રાણને અમલમાં મૂકવાની શક્તિ ઉપર જ અવલંબિત છે. એવી શક્તિ જેનામાં ન હોય તેને જેને ગુરુ કે પૂજ્ય તરીકે માની શકે નહિ, અને જેઓ એવું ધ્યેય ભાનતા ન હોય અગર માનવા-મનાવવામાં આડે આવતા હોય તેઓ જૈન પણ હોઈ શકે નહિ. આ બાબતમાં કઈ પણ જેને વાંધો લે એ સંભવ જ નથી. આ દૃષ્ટિએ જ જૈન ધર્મને વિચાર થઈ શકે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન ધર્મ હંમેશાં ધર્મનિમિત્તે થનાર હિંસાને વિષેધ કરતે આવ્યો છે, અને અહિંસાની પ્રતિષ્ઠામાં પિતાનો ફાળો દેતે આવ્યો છે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન ધર્મ પિતાને જ સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ માનનાર બ્રાહ્મણવર્ગના ગુનો ઇનકાર કરતા આવ્યા છે અને ઊંચનીચનો ભેદ ગણ્યા સિવાય ગમે તે વર્ણના ધર્મજિજ્ઞાસુને પોતાના સંધમાં સ્થાન આપતો આવ્યો છે. તે એટલે લગી કે જેઓ સમાજમાં સાવ નીચી પાયરીએ લેખાતા અને જેઓ સમાજમાં તદ્દન હડધૂત થતા તેવા ચાંડાલ આદિને પણ જૈન ધર્મે ગુરુપદ આપ્યું છે, એટલું જ નહિ, પણ જે ઉચ્ચત્વાભિમાની બ્રાહ્મણે જૈન શ્રમણને, એની ક્રાન્તિકારિતાને કારણે, અદર્શનીય કે શત લેખતા, તેવા બ્રાહ્મણવર્ગને પણ, ધાર્મિક સમાનતાને સિદ્ધાન્ત સજીવ બનાવવા માટે, જૈન ધર્મ પિતાના ગુરુવર્ગમાં
સ્થાન આપતે આવ્યો છે. - જૈન આચાર્યોનું એવું વલણ રહ્યું છે કે તેઓ હંમેશાં પિતાના ધ્યેયને સિદ્ધ કરવામાં બને તેટલું વધારેમાં વધારે જાતે ભાગ લે અને પિતાની આસપાસ વધારે શક્તિશાળી હોય એવી બધી સત્તાઓનો ઉપયોગ કરે. જે કામ તેઓ પોતે સરળતાથી ન કરી શકે તે કામ સિદ્ધ કરવા તેઓ પિતાના અનુયાયી કે અનુયાયી ન હોય એવા રાજા, મંત્રી, બીજા અધિકારી કે અન્ય સમર્થ જનોને પૂરેપૂરે ઉપયોગ કરે. જૈન ધર્મની મૂળ પ્રકૃતિ અને આચાર્યોએ કે વિચારવાન જૈન ગૃહસ્થોએ લીધેલું ધાર્મિક વલણ એ બન્ને જોતાં કણુ એમ કહી શકે કે હરિજન પતે જૈન ધર્મસ્થાનમાં આવવા માગતા હેય તે તેમને આવતા રોકવા ? જે કાભ જૈન ધર્મગુરુઓનું અને જૈન સંસ્થાઓનું હતું અને હોવું જોઈએ તે તેમના અજ્ઞાન ને પ્રમાદને લીધે બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org