________________
૨૮૪ ]
દર્શન અને ચિંતન સ્તુત્ય તત્ત્વને બુદ્ધ કહે છે, શંકર કહે છે, વિધાતા કહે છે અને પુરુષોત્તમ કહે છે ત્યારે તે સગુણાતની ભૂમિકાને જ સ્પર્શે છે. આનંદધન “રામ રહિમાન કાન' વગેરે સંપ્રદાય પ્રચલિત શબ્દો વાપરી એવા જ કઈ પરમતત્ત્વને સ્તવે છે. તે જ રીતે આજે આપણે મહાન વીરને સમજીએ.
ભગવાન મહાવીરે જે મંગળ વારસો આપણને સે છે, ઉપદે છે તે માત્ર તેમણે વિચારપ્રદેશમાં જ સંઘરી મૂક્યો ન હતો. એમણે એને જીવનમાં ઉતારી, પરિપકવ કરી, પછી જ આપણી સમક્ષ રજૂ કર્યો છે; એટલે તે વારસો માત્ર ઉપદેશ પૂરત નથી, પણ આચરણને વિષય છે.
ભગવાન મહાવીરે ઉપદેશેલ વારસાને સંક્ષેપમાં કહેવો હોય તે તેને ચાર ભાગમાં વહેંચી શકાય : (૧) જીવનદષ્ટિ, (૨) જીવનશુદ્ધિ, (૩) રહેકરણીનું પરિવર્તન અને (૪) પુરુષાર્થ.
ભગવાનની જીવન વિશેની દષ્ટિ શી હતી તે પ્રથમ સમજીએ. જીવનની દૃષ્ટિ એટલે તેનું મૂલ્ય આંકવાની દષ્ટિ. આપણે સહુ પિતપિતાના જીવનનું મૂલ્ય આંકીએ છીએ. બહુ તે જે કુટુંબ, જે ગામ, જે સમાજ કે જે રાષ્ટ્ર સાથે આપણે સંબંધ હોય તેના જીવનનું મૂલ્ય આંકીએ છીએ. આથી આગળ વધીએ તો આખા માનવસમાજ અને તેથી આગળ વધીએ તો આપણી સાથે સંબંધ ધરાવતા પશુપક્ષીના જીવનનું પણ મૂલ્ય આંકીએ છીએ. પણ મહાવીરની સ્વસંવેદનદષ્ટિ તેથી પણ આગળ વધી હતી. ગયા એપ્રિલની વીસમી તારીખે અમદાવાદમાં કાકાસાહેબે ભગવાન મહાવીરની જીવનદૃષ્ટિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેઓ એક એવા ધૈર્યસંપન્ન અને સૂમ પ્રજ્ઞ હતા કે તેમણે કીટ-પતંગ તે શું પણ પાણી અને વનસ્પતિ જેવી જીવનશન્ય ગણાતી ભૌતિક વસ્તુઓમાં પણ જીવનતત્વ જોયું હતું. મહાવીરે પિતાની જીવનદષ્ટિ લેકો સમક્ષ રજૂ કરી ત્યારે કોણ તેને ગ્રહણ કરી શકશે એ ન વિચારતાં એટલું જ વિચાર્યું કે કાળ નિરવધિ છે અને પૃથ્વી વિશાળ છે. ગમે ત્યારે કેાઈ તે એને સમજવાનું જ. જેને ઊંડામાં ઊંડી સ્પષ્ટ પ્રતીતિ થઈ હોય તે અધીરે થઈ એમ નથી માની લે કે મારી પ્રતીતિને તત્કાળ લે કે કેમ નથી સમજતા ?
મહાવીરે આચારાંગ નામના પિતાના પ્રાચીન ઉપદેશગ્રંથમાં બહુ સાદી રીતે એ વાત રજૂ કરી છે અને કહ્યું છે કે દરેકને જીવન પ્રિય છે, જેવું આપણને પિતાને. ભગવાનની સરળ સર્વગ્રાહ્ય દલીલ એટલી જ છે કે “હું આનંદ અને સુખ ચાહું છું તેથી જ હું પોતે છું. તે પછી એ જ ન્યાયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org