SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન પ્રત્યાઘાતમાંથી અને વિવિધ વાસનાઓનાં ભરતીઓટમાંથી પસાર થઈ ત્યાગની તીવ્ર અભિલાષા આવ્યા બાદ જ સંન્યાસાશ્રમમાં જવું એ સલામતી ભરેલું છે. બીજે કહે છે કે ગૃહસ્થાશ્રમના જાળામાં સ્યા એટલે નિવાઈ જવાના. તેથી બધી શક્તિઓ તાજી અને જાગતી હોય ત્યારે જ સન્યાસ ફળદ્રુપ નીવડે. માટે બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સીધે સંન્યાસાશ્રમ સ્વીકારવામાં, અથવા તે બ્રહ્મચર્ય અને સંન્યાસ બને આશ્રમનું એકીકરણ કરવામાં જ જીવનને મુખ્ય આદર્શ આવી જાય છે. આ મતભેદ જમાનાજૂનો છે અને એની રસભરી તેમ જ તીખી ચર્ચાઓ પણ શાસ્ત્રોમાં મળે છે. આવી સ્થિતિ છતાં એટલું તે જાણવું જ જોઈએ કે બૌદ્ધ અને જૈન સંપ્રદાયની સામાન્ય જનતા ચતુરાશ્રમધર્મનું નામ આપ્યા સિવાય પણ તે ધર્મને જીવનમાં તે પાળે જ છે. એ જ રીતે બ્રાહ્મણ સંપ્રદાયમાં એકાશ્રમધર્મને સ્વીકાર ન હોવા છતાં પણ એ ધર્મને સ્વીકારનાર વ્યક્તિઓના દાખલા મળી જ આવે છે. આટલી તે સંન્યાસના પ્રારંભની ઉંમર પરત્વે વાત થઈ. હવે એની પૂર્ણાહુતિ તરફ વળીએ. બ્રાહ્મણસન્યાસ સ્વીકાર્યા પછી તે જીવનપર્યત ધારણ કરવો જ પડે છે; જીવનના અંત પહેલાં તેને અંત આવતું નથી. બૌદ્ધ અને જેને સંન્યાસ નાની ઉંમરમાં પણ સ્વીકારવામાં તે આવે છે, પણ બંને વચ્ચે તફાવત છે, તે તફાવત એ છે કે, બૌદ્ધ વ્યક્તિ સંન્યાસ લેતી વખતે જીવનપર્યતને સંન્યાસ લેવા બંધાયેલ નથી. તે અમુક માસને સંન્યાસ લે, અને તેમાં રસ પડે તે તેની મુદત વધારતે જાય અને કદાચ આજીવન સંન્યાસ પાળવાની પ્રતિજ્ઞા પણ લે. અને જે રસ ન પડે તે સ્વીકારેલી ટૂંક મુદત પૂર્ણ થતાં જ તે પાછો ઘેર ગૃહસ્થાશ્રમમાં આવે. એટલે કે બૌદ્ધસંન્યાસ એ માનસિક સ્થિતિ ઉપર અવલંબિત છે. સંન્યાસ લેનારને એ મારફત સંતોષ લીધે તે તેમાં આજીવન રહે અને એ જીવનના નિયમે સામે ઊભવાની શક્તિ ન હોય તે પાછો ઘેર પણ ફરે; જ્યારે જેના સંન્યાસમાં એમ નથી. એમાં તો એકવાર–પછી ભલે પાંચ કે આઠ વર્ષની ઉંમરે અથવા તે એંશી વર્ષની ઉંમરે–સંન્યાસ લીધો એટલે તે મરણની છેલ્લી ક્ષણ સુધી નભાવ જ પડે. ટૂંકમાં જૈનદીક્ષા એ આજીવન દીક્ષા છે. એમાંથી પ્રતિજ્ઞા પ્રમાણે તે જીવતાં સુધીમાં છટકી શકાય જ નહિ. * બ્રાહ્મણ સંપ્રદાયમાં બાળ અને તરણું ઉંમરે પરમહંસનું વિધાન ખાસ ને હેવાથી એમાં સંન્યાસ છોડી પાછા ઘેર ભાગવાના દાખલાઓ વિરલ બને છે, અને જ્યારે એવા દાખલાઓ બને પણ છે ત્યારે એ સંન્યાસ છોડી પાછા ફરનારની પ્રતિષ્ઠા એ સમાજમાં ખાસ નથી હોતી. જૈન સમાજમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy