SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ] દર્શન અને ચિંતન પ્રત્યેક વ્યક્તિનો વિચાર એમાં આવી જ જાય છે. જૈન સમાજનું ધર્મની દૃષ્ટિએ પ્રથમ અંગ છે સાધુસંસ્થા. આ વિશે વિચાર કરનાર અને ચાલુ સ્થિતિ નિહાળનાર કોઈ પણ એમ -નહિ માનતા હોય કે આજની સાધુસંસ્થા જે કરે છે તેમાં કાંઈ જવાબદારીનું તવ રહેલું છે. જેટલા સાધુ એટલા જ ગુરુ અને તેટલા જ વાડા. એમની વચ્ચે કેઈ કાર્યસાધક જીવનદાયી સુમેળ નથી. એટલું જ નહિ, પણ ઘણીવાર તે બે આચાર્યો કે બે ગુરુ- શિષ્યના નિષ્ણાણુ ઝઘડા પાછળ વધારેમાં વધારે સામાજિક બળ ખર્ચાઈ જાય છે અને માત્ર નવા યુગને જ જૈન નહિ પણ શ્રદ્ધાળુ ગણાતે જુનવાણી જૈન પણ ઊંડે ઊંડે મૂંગે મોઢે પ્રથમ પિતાના માનીતા રહ્યા હોય એવા સાધુ કે ગુરુ પ્રત્યે અશ્રદ્ધા સેવ હોય છે. પર્વતિથિને વિવાદ જાણીતા છે. હજી તે એના પૂર્વયુદ્ધનો વિરામ આવ્યો નથી—એ વિરામ કેટે આણે કે અધિષ્ઠાયક દેવ આણે એ અજ્ઞાત છે–ત્યાં તે આવતા વર્ષમાં આવનાર પર્વતિથિના પ્રશ્નને અત્યારથી જ ચાળવામાં આવ્યો છે. ખરી રીતે પર્વતિથિની તાણખેંચ એ શ્વેતાઅર સમાજમાં દાખલ થયેલ પાકિસ્તાનહિંદુસ્તાનની તાણખેંચ છે. ફેર એટલે જ છે કે પર્વ તિથિના વિવાદના બને પક્ષકારે કાયદે આઝમની મનોદશા સેવે છે. જે આ સ્થિતિ હોય તો એક નહિ હજાર પજુસણુપર્વે આવે કે જાય છતાંય સમાજમાં બુદ્ધિપૂર્વક શો ફેર પડવાને ? એટલે જ્યાં હતાં ત્યાં જ રહેવાના. પર્વતિથિના વિવાદનું તે મેં એક જાણીતું ઉદાહરણ માત્ર આપ્યું છે. બીજી એવી ઘણી બાબતો ગણાવી શકાય. સસ્તા અને સાંધારતના યુગમાં સાધુઓ વાસ્તે ગમે તેટલો ખર્ચ થતો તે સમાજને પાલવડે; માસામાં એવો ખર્ચ લેકે હોંસથી કરતા. આજે સ્થિતિ સાવ બદલાઈ છે. સમાજનો મોટે ભાગે પિતાનાં બાળબચ્ચાં અને કુટુંબને જોઈતું પિષણ આપી નથી શકતા. આમ છતાં મોટા મોટા પ્રતિષ્ઠિત ગણાતા સાધુઓનો ખર્ચ માસામાં અને શેષ કાળમાં એકસરખે જ ચાલુ છે. ઘણુવાર વર્તમાન ફુગાવા સાથે એમના ખર્ચને ફુગાવ દેખાય છે. શું આમાં સમાજ પ્રત્યેની કોઈ જવાબદારીનું તત્ત્વ છે? શું આને લીધે લેકમાં સાધુસંસ્થા પ્રત્યે અણગમાનાં બીજો નથી વવાતાં? જો આમ છે તો ગમે તેટલાં સંપર્વો આવે કે જાય, તેથી સમાજની ભૂમિકામાં શો ફેર પડવાને? તીર્થ અને મંદિરનો પ્રશ્ન સામૂહિક છે. જેને ચોક્કસપણે એમ માને છે કે તેમનાં મંદિરમાં હોય છે તેવી ચેખાઈ અન્યત્ર નથી હોતી. પણ શું કાઈ જૈન એમ કહી શકશે કે મંદિરની આસપાસ અને તીર્થભૂમિમાં અગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy