SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ પુનઃ પંચાવન વર્ષે– [ ૫૫૯ એનો અર્થ એ છે કે નિર્દોષ અને ગરીબડાં પ્રાણીઓનો શિકાર કરી તેમાં પુરુષાર્થ ચરિતાર્થ થયાને ગર્વ ન લેશે. આ પણ એક હિંસામાંથી અહિંસા ભણું પગલાં માંડવાની શરૂઆત છે. લેખકે વાર્તામાં કહ્યું છે તેમ જે કર્મમાં એટલે કોઈને પજવવાના કર્મમાં રા હોય તે જ વૃત્તિચક્ર બદલાતાં ધર્મમાં એટલે સહુનું હિત સાધવાના કાર્યમાં શૌર્ય લેખતા થઈ જાય છે. સંયતિરાજની કથામાં હિંસાવૃત્તિમાંથી અહિંસાને સાવ બીજે છેડે જઈ બેસવાનો જે ધ્વનિ છે તે પ્રત્યેક સમજદાર માણસના મનમાં ઓછેવત્તે અંશે ક્યારેક રણકાર કરે જ છે. આ વાર્તામાં સંયતિરાજ અને મુનિ એ બન્નેના મૌન મિલનપ્રસંગનું જે ચિત્ર લેખકે આલેખ્યું છે તે વાંચતાં એમ થઈ આવે છે કે જાણે બનેની મનવૃત્તિની છબી જ ન પડી હોય ! ત્રીજી વાર્તા છે માની. એ દશપુર (વર્તમાન મંદિર)ના એક રાજપુરોહિતની પત્ની છે. જનમે અને સ્વભાવે પણ એ બ્રાહ્મણી છે. એના વંશ અને કુટુંબમાં બ્રાહ્મણપરંપરાને વિદ્યાસંસ્કાર જ ઉત્તરોત્તર વિકસતે ચાલ્યો આવે છે. તે વારસે પિતાના જયેષ્ઠ પુત્રને મળે અને તેને તે વિકસાવે એ દષ્ટિ એ પુરોહિત અને પુરેહિત પત્નીની રહી છે. જયેષ્ઠ પુત્ર રક્ષિત તે સમયમાં વિદ્યાધામ તરીકે જાણીતા પાટલિપુત્રમાં બાર વર્ષ લગી વિદ્યાભ્યાસ કરી જ્યારે વતનમાં પાછા ફરે છે ત્યારે તેનો રાજ્ય તરફથી ભારે આદર થાય છે. રક્ષિત શાસ્ત્રીય વિદ્યાઓ ભણીને આવ્યા છે, પણ તે માતૃભક્ત હાઈ માતાનું દર્શન કરવા ને તેનું વાત્સલ્ય ઝીલવા તલસી રહ્યો છે. માતાનું પુત્ર પ્રત્યે વાત્સલ્ય પણ જેવું તેવું નથી. તે પુત્રની વિદ્યાસમૃદ્ધિથી પ્રસન્ન છે ખરી, પણ તેના મનમાં ઊંડે અને વાસ્તવિક સંતોષ નથી. સામાન્ય માતાઓ સંતતિની જે વિદ્યા અને જે સમૃદ્ધિથી સંતોષાય તે કરતાં સોમાનું ઘડતર મૂળે જ જાદુ છું. તેથી જ્યારે રક્ષિત માતાના પગમાં જઈ પડે છે ત્યારે તેને માતા જોઈએ તેટલી પ્રસન્ન નથી જણાતી. છેવટે ઘટસ્ફોટ થાય છે અને રક્ષિત જાણવા પામે છે કે હું જે અને જેટલી શાસ્ત્રીય વિદ્યાઓ શીખ્યો છું તેમ જ જે સરસ્વતી–ઉપાસના કરી છે, તેટલામાત્રથી મારી માતાને પૂર્ણ સંતોષ નથી. હું અપરા વિદ્યા (લૌકિક વિદ્યાઓ) ઉપરાંત પર વિદ્યા (આધ્યાત્મિક વિદ્યાઓ) પણ મેળવું ને સાચે બ્રાહ્મણ થાઉં એવી માતાની તીવ્ર ઝંખના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy