SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] દર્શન અને ચિંતન બ્રાહ્મણકાળમાં વિકસે છે. તેમાં ઐહિક ઉપરાંત પારલૌકિક ભાગ સાધવાના નવનવા માર્ગે જાય છે. પરંતુ, આ સકામ ધર્મદષ્ટિ સમાજને વ્યાપી રહી હતી, તેવામાં જ એકાએક ધર્મદષ્ટિનું વલણ બદલાતું દેખાય છે. કેઈ તપસ્વી યા ત્રાષિને સૂઝયું કે આ બીજા લોકના સુખભોગ વાંછવા અને તે પણ પોતાપૂરતા અને બહુ બહુ તે પરિવાર યા જનપદ પૂરતા, તેમ જ બીજા કરતાં વધારે ચડિયાતા, તે આ કાંઈ ધર્મદષ્ટિ કહેવાય નહિ. ધર્મદષ્ટિમાં કામનાનું તત્વ હોય તે તે એક અધૂરાપણું જ છે. આ વિચારમાંથી નવું પ્રસ્થાન શરૂ થયું અને એને જાદુ વ્યાપક બન્યું. ઈ. સ. પહેલાના આઠસો કે હજાર વર્ષ જેટલા જુના યુગમાં અકામ ધર્મદષ્ટિના અનેક અખતરા થતા દેખાય છે. ઉપનિષદે એ જ ધર્મદષ્ટિનું વિવરણ કરે છે. જૈન, બૌદ્ધ આદિ સંઘને તો પા જ એ દષ્ટિમાં છે. આ અકામ ધર્મ દષ્ટિ એ અન્તરાભદષ્ટિ યા ધર્મવિકાસની બીજી ભૂમિકા છે. આમાં મનુષ્ય પ્રથમ પિતાની જાતને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે અને સમગ્ર વિશ્વ સાથે તાદાસ્યભાવ કેળવવા મથે છે. આમાં ઐહિક કે પારલૌકિક એવા કેઈ સ્કૂલ ભોગની વાંછાનો આદર છે જ નહિ કુટુંબ અને સમાજમાં નિષ્કામતા સાધી ન શકાય, એ વિચારમાંથી એકાન્તવાસ અને અનગારભાવની વૃત્તિ બળ પકડે છે. અને આવી વૃત્તિ એ જ જાણે નિષ્કામતા હોય યા વાસનાનિવૃત્તિ હેય એવી રીતે એની પ્રતિષ્ઠા જામે છે. કામતૃષ્ણની નિવૃત્તિ યા શુદ્ધીકરણનું સ્થાન મુખ્યપણે પ્રવૃત્તિત્યાગ જ લે છે, અને જાણે જીવન જીવવું એ એક પાપ કે શાપ હોય તેવી મનોવૃત્તિ સમાજમાં પ્રવેશે છે. આવે વખતે વળી અકામ ધર્મદષ્ટિનું સંકરણ થાય છે. ઈશાવાસ્ય ઘેષણ કરે છે કે આખું જગત આપણા જેવા ચિતન્યથી ભરેલું છે, તેથી જ્યાં જશો ત્યાં બીજા પણ ભેગીઓ તે છે જ. વસ્તુભોગ એ કઈ મૂળગત દેશ નથી, એ જીવન માટે અનિવાર્ય છે. એટલું જ કરે કે બીજાની સગવડનો ખ્યાલ રાખી જીવન જીવે અને કેાઈના ધન પ્રત્યે ન લેભાઓ. પ્રાપ્તકર્તવ્ય કર્યું જાઓ અને જિવાય તેટલું જીવવા ઈચ્છો. આમ કરવાથી નથી કેઈ કામતૃષ્ણાનું બંધન નડવાનું કે નથી બીજો કોઈ લેપ લાગવાને. ખરેખર, ઈશાવાસ્ય નિષ્કામ ધર્મદષ્ટિને અંતિમ અર્થ દર્શાવી મનુષ્યજાતને ધર્મદષ્ટિના ઊધ્વકરણ તરફ પ્રયાણ કરવામાં ભારે મદદ કરી છે. ગીતાના ભવ્ય મહેલને પાયે ઈશાવાસ્યની જ સૂઝ છે. મહાવીરે તૃષ્ણદોષ અને તેમાંથી ઉદ્ભવતા બીજા દોષે નિર્મૂળ કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy