SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ] દર્શન અને ચિંતન મેળ કે કંગધડ ન હોય તો એનાથી દુન્યવી લાભ અને પ્રતિષ્ઠા સુધ્ધાં મળતાં નથી, એટલે પછી આધ્યાત્મિક વિકાસની તો વાત જ શી કરવી ? જે કામ કરીએ તેમાં એના સાધ્યની સિદ્ધિની દૃષ્ટિએ શરીરની પણ સ્થિરતા આવશ્યક બને છે. આ રીતે ગમે તે ક્ષેત્રમાં બુદ્ધિ સાથેની સ્થિરતા જ સિદ્ધિને પામે છે. તેથી જ તે “યોગશાસ્ત્રમાં સ્થિરતા કેળવવા ઉપર ભાર આપવામાં આવ્યો છે. ઉપાધ્યાય યશેવિયજી જ્યારે સ્થિરતા–અષ્ટકમાં એનું મહત્ત્વ ગાય છે, ત્યારે ચારિત્રની વ્યાખ્યામાં સ્થિરતાને જ મુખ્યપણે સમાવેશ કરે છે. દેવચંદ્રજીએ ઉપાધ્યાયજીનાં અખકે ઉપર ટીકા લખી છે, તેથી સ્થિરતાનું મહત્વ તેમના ધ્યાન બહાર રહી શકે નહિ. એટલે જ તો તેમણે પૂર્વાર્ધમાં બીજી રીતે કહી દીધું કે મારા જીવનમાં જે મન, વચન અને શરીરની અસ્થિરતા છે, અને તેના પરિણામે જે એકાંતદષ્ટિ તરફ ઢળી જવાય છે તે સતત વિદ્યમાન એવા વસ્તુસ્વભાવનું દર્શન થવા દેતી નથી. દેવચંદ્રજીને અસલી વેદના એ બાબતની છે કે વસ્તુસ્થિતિનું સાચું જ્ઞાન થવામાં અસ્થિરતા આડી આવે છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાનની આપણને અગોચર એવી ભૂમિકાની વાત બાજુએ રાખીએ તોય દેવચંદ્રજીના કથનનું રહસ્ય આપણે સમજવા જેવું છે, અને તે એટલું જ કે જે જૈનપણું કે ધાર્મિકપણું કેળવવું હોય તે મન, વચન અને કાયાની એકરૂપતા સાચવવી. વિચારવું એક, બેલિવું બીજું, કરવું ત્રીજું એ સ્થિતિ કદી સત્ય તરફ લઈ જઈ શકે નહિ.' આ જ કડીના ઉત્તરાર્ધમાં દેવચંદ્રજી બીજું એક સામાજિક નબળાઈનું તત્વ પ્રગટ કરી પિતાના અંતરની વેદના ઠાલવે છે. સામાન્ય રીતે જૈન સમાજ જ્યારે દેવ વિશે વાત કરે છે ત્યારે હંમેશાં એમ જ કહ્યા કરે છે કે જૈને તે વીતરાગના પૂજક છે, સરામના નહિ. જેની દેવ વિશેની માન્યતા ગુણમૂલક છે; વૈભવ, લાલચ કે ભયમૂલક નથી. પણ આજે આપણે સમાજમાં જે જોઈ રહ્યા છીએ તે જ દેવચંદ્રજીએ પિતાની આસપાસ સમાજમાં પ્રવર્તતું. જોયું, અને તેમાં પિતાની જાતને પણ વિલિપ્ત થયેલી જોઈ. પણ એમણે એ ખામીને આરેપ સમાજ ઉપર ન કરતાં પોતાની જાત ઉપર કર્યો છે.. તેમણે કહ્યું કે હું તો તે લેકેત્તર દેવની–વીતરાગની કરું છું, જેને રાગદેશની વૃત્તિઓનો લેશ પણ લેપ નથી એવી જ વ્યક્તિ જીવનને આદર્શ છે એમ સૌની સમક્ષ કહ્યા કરું છું અને છતાંય નબળાઈ એવી કે તેવા આદર્શગત દેવને જ્યારે નમું છું કે જ્યારે તેની પ્રાર્થના, સ્તુતિ કે સેવા કરું છું ત્યારે તે પણ અહિક લાલચે અને ભયથી જ પ્રેરાઈને. મેથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy