SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને પરિષહ [ ૪૪૭ આપણે આપણા એ વારસાના ઉપયોગ રાષ્ટ્રના અભ્યુદય અર્થે કાં ન કરીએ ? રાષ્ટ્રના અભ્યુદય સાથે આપણે આધ્યાત્મિક શાંતિ મેળવવી હાય તા વચ્ચે કાણું આડું આવે છે ? પણ ન નાચનારીને આંગણું વાંકું——એ ન્યાયે આપણાં આળસી અંગેા આપણી પાસે એમ કહેવરાવે છે કે અમે દેશકાય માં શી રીતે પડીએ? રાષ્ટ્રપ્રવૃત્તિ એ તો ભાગભૂમિકા છે અને અમે તે આધ્યાત્મિક કલ્યાણ સાધવા માગીએ છીએ. ભેગભૂમિકામાં પડીએ તે। એ શી રીતે સધાય ? ખરેખર, આ કથનની પાછળ પુષ્કળ અજ્ઞાન રહેલું છે. જેનું મન સ્થિર હાય, જેને કરી છૂટવું હાય એને માટે રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને આધ્યાત્મિક કલ્યાણ વચ્ચે કશા જ વિરાધ નથી. જેમ શરીર ધારણ કરવા છતાં એનાથી આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે તેમ ઇચ્છા અને આવડત હોય તે રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરવા છતાં આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે, અને જો ઈચ્છા અને આવડત ન હોય તે આધ્યાત્મિક કલ્યાણને નામે તપ તપવા છતાં તેનુ પરિણામ ઊલટું જ આવે—જેવું આજે દેખાય છે. આવીસ પરિષહેામાં ભૂખ તૃષા, ટાઢ–તડકા, જીવ-જંતુ, માન-અપમાન વગેરેનાં સ’કટા મુખ્ય છે. એ સંકટાથી પેતાને વધારેમાં વધારે ટેવાયેલ માનનાર એક મોટા શ્રમણવ દેશને સદ્ભાગ્યે માજુદ છે. સરકાર અને સમાજના અન્યાય સામે થનાર અહિંસક અને સત્યપ્રિય યાદ્દાઓમાં એ જ ગુણોની વધારે અપેક્ષા રહે છે. આ ગુણે જૈનવને વારસાગત જેવા છે. એટલે જ્યારે દેશને અન્યાયના વિજય માટે સૈનિકાની જરૂર હેાય ત્યારે તે ધ યુદ્ધમાં એ પરિષહસહિષ્ણુએ જ માખરે હાવા જોઈ એ. એમ તે કાઈ નહિ કહે કે દેશની સ્વત ંત્રતા તેમને નથી જોઈતી કે નથી ગમતી, અગર તો એ સ્વતંત્રતા મળ્યા પછી તે પરદેશમાં ચાલ્યા જશે. વળી એમ પણ કાઈ નહિ કહી શકે કે આવી શાંત સ્વતંત્રતા વધારેમાં વધારે સહન કર્યાં વિના મળી શકે. જો આમ છે તે આપણી ફરજ સ્પષ્ટ છે કે આપણે—ખાસ કરી તપ અને પરિષહ સહેવાની શક્તિ ધરાવનારા—દેશકાય માં વધારે ભાગ આપીએ. લડાઈ મારવાની નહિ પણ જાતે ખમવાની છે. જેલે હોય કે ખીજી સ્થળ હોય, આજનું યુદ્ધ બધે જ સહન કરવા માટે છે, જે સહન કરવામાં એક્કો અને તપ તપવામાં મજબૂત તે જ આજને ખરા સેવક. બહેન હા કે ભાઈ હા, જે ખમી ન જાણે તે આજ ફાળા આપી ન શકે. જૈન ત્યાગીવર્ગ અને ગૃહસ્થવર્ગ ખીજાતે મારવામાં નહિ, પણ જાતે સહન કરવામાં પેાતાને ચડિયાતા માને છે અને ખીજા પાસે મનાવે છે. એટલે તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy