________________
૩૮૮ ]
દર્શન અને ચિંતન હોતી જ નથી. તેથી તેઓ વિજ્ઞાનને ટેકે ત્યારે જ લે છે જ્યારે તેમને પિતાના ભતસમર્થનમાં વિજ્ઞાનમાંથી કાંઈ અનુકૂળ મળી આવે. ખરા ઈતિહાસને તેઓ ત્યારે જ પ્રશંસે છે, જ્યારે તેમની માન્યતાને અનુકૂળ કાંઈ તેમાંથી મળી આવે. તાર્કિક સ્વતંત્રતાની વાત તેઓ ત્યારે જ કરે છે જ્યારે તે તર્કને ઉપયોગ અન્ય મતોના ખંડનમાં કરવાનું હોય. આ રીતે વિજ્ઞાન, ઈતિહાસ, તર્ક અને તુલના એ ચારે શિક્ષણવિષયક દૃષ્ટિઓનું તેમના શિક્ષણમાં નિષ્પક્ષ સ્થાન છે જ નહિ. આધુનિક નવીન શિક્ષણ
આથી ઊલટું, આ દેશમાં કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાતાં જ આદિથી અંત સુધી શિક્ષણના વિષયે, તેની પ્રણાલી અને શિક્ષકે એ બધામાં પરિવર્તન થઈ ગયું છે. માત્ર કૉલેજમાં જ નહિ, પણ વર્નાક્યુલર નિશાળથી માંડી હાઈસ્કૂલ સુધીમાં પણ શિક્ષણની પ્રત્યક્ષ પદ્ધતિ દાખલ થઈ છે. વિજ્ઞાન કોઈ પણ જાતના પક્ષ કે ભેદભાવ સિવાય સત્યના પાયા ઉપર શિક્ષણમાં દાખલ થયું છે. ઈતિહાસ અને ભૂગોળના વિષયે પૂરી એકસાઈથી એવી રીતે શીખવાય છે કે કોઈ પણ ભૂલ કે ભ્રમણ સાબિત થતાં એનું સંશોધન થઈ જાય છે. ભાષા, કાવ્ય આદિ પણ વિશાળ તુલનાત્મક દૃષ્ટિએ શીખવાય છે. ટૂંકમાં કહીએ તે, નવીન શિક્ષણમાં પ્રત્યક્ષસિદ્ધ વૈજ્ઞાનિક કસોટી દાખલ થઈ છે, નિષ્પક્ષ ઐતિહાસિક દષ્ટિને સ્થાન મળ્યું છે અને ઉદાર તુલનાત્મક પદ્ધતિએ સાંકડી મર્યાદાઓ વટાવી છે. આ ઉપરાંત નવીન શિક્ષણ આપનાર માસ્તરો કે પ્રોફેસરે કાંઈ શીખનાર વિદ્યાર્થીઓને પંથ પિષવા કે તેમના પિતૃક ઘરેડી માનસને સંતોષવા બંધાયેલા નથી—જેવી રીતે પશુની પેઠે દાસ થયેલા પેલા પતિ કમરજીએ પણ બંધાયેલા હોય છે. વાતાવરણ ને વાચનાલયે
માત્ર આટલે જ ભેદ નથી, પણ વાતાવરણ અને વાચનાલયને પણ ભારે તફાવત છે. સાધુઓનું ઉન્નતમાં ઉન્નત વાતાવરણ એટલે અમદાવાદ કે મુંબઈ જેવા શહેરની સાંકડી શેરીમાં આવેલ એકાદ વિશાળ ઉપાશ્રયમાં પાંચ-પંદર ગોખણિયા સાધુઓનું ઉદાસીન સાહચર્યા. એમને કઈ વિશાળ અભ્યાસી પ્રોફેસરના ચિંતન-મનનને લાભ નથી કે સહવાસનું સૌરભ નથી. એમનાં પુસ્તકાલયમાં નાનાવિધ છતાં એક જ જાતનું સાહિત્ય હોય છે. નવીન શિક્ષણનો પ્રદેશ આખે નિરાલે છે. એમાં તરેહતરેહના વિષય ઉપર ગંભીર અને વ્યાપકપણે અભ્યાસ કરેલ પ્રોફેસરોની વિચારધારાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org