________________
સપ્રદાયા અને રાષ્ટ્રીય મહાસભા
| ૧૪૫
તમારી ફરજ સથી પહેલાં પોતાના દીન ઇસ્લામને પ્રકાશવાની અને પોતાના દીન મુસલમાનાને વધારે સબળ બનાવવાની છે. તેમને મુસલમાન તરુણા જવાબ આપતા કે રાષ્ટ્રીય વિશાળ ક્ષેત્રમાં તા ઊલટું મહમ્મદ સાહેબના ભ્રાતૃભાવના સિદ્ધાન્તને વિશેષ વ્યાપક રીતે જીવતા બનવાનું શકય છે. માત્ર ઇસ્લામી વાડામાં તો એ સિદ્ધાંત શિયા, સુન્ની વગેરે અનેક નાના ભેદમાં વહેચાઈ ખંડિત થઈ ગયા છે, અને સમગ્ર દેશના પેાતાના પાડોશી ભાઈએને પર મનાવતા થઈ ગયા છે. મુલ્લા કે મેાલવી એ તરુણાને નાસ્તિક ગણી ઘૂરકતા. સનાતન પડિતા તે સનાતનપથી ખાવા સંન્યાસીએ એ જ રીતે પેાતાની નવ પેઢીને કહેતા કે તમારે કઈ કરવું છે તે હિન્દુ કામનુ ક્ષેત્ર કયાં નાનુ છે ? તમે કાંગ્રેસમાં જઈને તે ધમ, કમ અને શાસ્ત્રોના ધાણુ વાળવાના. નવી પેઢી તેમને કહેતી કે જે ધર્મ, કર્મ અને શાસ્ત્રોના નાશની વાત કરી છે. તે જ ધર્મ, કર્મ અને શાસ્ત્રો હવે નવી રીતે જીવવાનાં છે. જો જૂની રીતે તેમનુ જીવન શકય હેાત તો આટલા બધા પડિતા અને સંન્યાસીએ હોવા છતાં હિંદુ ધર્મનું તેજ હણાયું ન હોત. જ્યારે કટ્ટર મનના જૈન ગૃહસ્થા અને ખાસ કરી ધમગુરુઓ તરુણ પેઢીને કહેતા કે તમે બધા ગાંધી ગાંધી કહી કાંગ્રેસ તરફ દોડા છે, પણ તમારે કાંઈ કામ જ કરવું છે તે પોતાના સમાજ અને પેાતાની કામ વાસ્તે કાંઈ કેમ નથી કરતા ? નવી પેઢીએ ચોખ્ખું ચટ સંભળાવ્યું કે જો સમાજ અને કામમાં કામ કરવાનું શક્ય હોત અને તમે ઇચ્છતા જ હે! તે તમે પોતે એમાં કાંઈ કામ મ કરી નથી શકતા ? તમારી કામી અને ૫થી ભાવનાએ તમારા નાનકડા જ સમાજમાં સેકડા ભેોપભેદ જન્માવી ક્રિયાકાંડનાં કલ્પિત જાળાંઓની વાડ ઊભી કરી તમારા પેાતાને જ માટે જ્યારે કાંઈ કરવાનું શકય રાખ્યું નથી ત્યારે વળી અમે એ વાડામાં પુરાઈ વધારે લીલું શું કરવાના રીતે જૂના સાંપ્રદાયિક અને નવા રાષ્ટ્રીય માનસ વચ્ચે સધણુ ચાલતું રહ્યું, જે હજી પણ ચાલે છે.
હતા ? આ
વિચારસ'ધણુ અને વધારે ઊહાપાતથી, જેમ રાષ્ટ્રીય મહાસભાનુ ધ્યેય અને તેને કાર્યક્રમ વધારે સ્પષ્ટ અને વધારે વ્યાપક બન્યા છે તેમ નવી પેઢીનું માનસ પણ વધારે સમજણું અને વધારે અસ ંદિગ્ધ બન્યું છે. અત્યારના તરુણ ખ્રિસ્તી એમ સ્પષ્ટપણે સમજે છે કે ગરીખે અને દુઃખીઓની વહારે ધાવાના ખ્રિસ્તના પ્રેમસંદેશ જીવનમાં સાચી રીતે ઉતારવા હેાય તે તે વાસ્તે હિંદુસ્તાનમાં રહી રાષ્ટ્રીય મહાસભા જેટલું બીજું વિશાળ અને અસ'કુચિત ક્ષેત્ર મળવાનું શકય જ નથી. આ સમાજની નવ પેઢીને પણ નિશ્ચય
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org