SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ] દર્શન અને ચિંતન છે કે સ્વામી દયાનંદે ઉપસ્થિત કરેલ બધો જ કાર્યક્રમ તેમનાય દૃષ્ટિબિંદુ કરતાં વધારે વ્યાપક દૃષ્ટિબિંદુથી અને વધારે વિશાલ ક્ષેત્રમાં અમલમાં મૂકવાનું કામ કેગ્રેસ કરી રહી છે. મુસ્લિમ નવીન પેઢી પણ પિતાના પગમ્બર સાહેબના ભ્રાતૃભાવના સિદ્ધાંતને કેગ્રેસના પંડાલમાં જ મૂર્તિમાન થતો જોઈ રહી છે. કૃષ્ણના વંશજ અને ભક્તોની નવી પેઢી તેમના કર્મગની શક્તિ કોંગ્રેસમાં જ જેવા પામે છે. નવી જન પેઢી પણ મહાવીરની અહિંસા કે અનેકાંતદષ્ટિની વ્યવહારુ તેમ જ તાત્ત્વિક ઉપયોગિતા કેગ્રેસના કાર્યક્રમ સિવાય અન્યત્ર જોતી જ નથી. આમ હવાથી અત્યારે જૈન સમાજમાં એક જાતને #ભ ઊભું થયું છે કે, જેનાં બીજ તે ઘણા દિવસો અગાઉ વવયાં જ હતાં. અત્યારે વિચારક યુવકે સામે મુદ્દો એ છે કે તેમણે પિતાના વિચાર અને કાર્યનીતિ પર આખરી ફેંસલે ઘડી જ કાઢવો જોઈએ, જેથી જેને સમજાય તે એ ફેંસલાને અનુસરે, જેને ન સમજાય એ ભલે જૂની ધરેડ તરફ ચાલ્યા કરે. હવે પછીની નવીન પેઢી વાસ્તે પણ તદ્દન ચેખા શબ્દોમાં એવા ફેંસલા અને કાર્યક્રમની અનિવાર્ય જરૂર છે. હું સ્પષ્ટપણે જોઉં અને માનું છું કે રાષ્ટ્રીય મહાસભાના ધ્યેય, તેની વિચારસરણી અને તેના કાર્યપ્રદેશમાં અહિંસા અને અનેકાન્તદષ્ટિ, જે જન ત્વનાં પ્રાણ છે તે, વધારે તાત્વિક રીતે અને વધારે ઉપયોગીપણે કામ કરી રહ્યાં છે. હા, કેગ્રેસના પંડાલનાં આસન ઉપર પતિ કે શ્વેત વસ્ત્રધારી યા નગ્નમૂર્તિ જૈન સાધુઓ બેઠેલા નહિ દેખાય, ત્યાં તેમના મોઢેથી નીકળતી અહિંસાની ઝીણામાં ઝીણી વ્યાખ્યા તેમ જ અહિંસાના રક્ષણ માટે જ પ્રશસ્ત હિંસા કરવાની વાગ્ધારા નહિ સંભળાય એ ખરું. ત્યાં ભગવાનની મૂર્તિઓ, તેમની પૂજા વાસ્તેની ફૂલની છાબડીઓ, સુગંધી દ્રવ્યો, આરતીના ઘંટનાદો એ પણ નહિ જ હોવાનાં. ત્યાં કઈ ચાલતા વ્યાખ્યાને ‘તહત્તિ, તહત્તિ, કરનાર ભક્તો કે ગલી ગાનાર બહેને પણ નહિ મળવાની. કેગ્રેસના રડે ઉપધાન તપ વાતેની આગળની તૈયારીરૂપ વિવિધ મિષ્ટા પણ નજરે નહિ ચડવાનાં. તેમ છતાં જેને વિચારદષ્ટિ હશે તે જોઈ શકશે કે કેસની એકેએક વિચારણા અને એકેએક કાર્યક્રમ પાછળ વ્યવહારુ અહિંસા અને વ્યવહારુ અનેકાન્તદષ્ટિ કામ કરી રહી છે. ' ખાદી ઉત્પન્ન કરવી-કરાવવી અને તેને જ વાપરવી–એ કાર્યક્રમમાં છે તે કરતાં વધારે અહિંસાનું તત્ત્વ બીજી કઈ રીતે કપડાં તૈયાર કરી વાપરવામાં છે એમ કઈ જૈન સાધુ બતાવશે માત્ર નાની નાની જાતિઓ જ નહિ, નાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy