SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪] દર્શન અને ચિંતન હું ધારું છું કે ઉપરનું સંક્ષિપ્ત વર્ણન સાંપ્રદાયિક મનોવૃત્તિ સમજવા વાસ્તે પૂરતું છે. સાંપ્રદાયિક ભાવનાથી મન એટલું બધું નાનું તેમ જ નિષ્ક્રિય જેવું થઈ જાય છે કે તેને વિશાળ કાર્યપ્રદેશ તરફ વળવાનું અને સક્રિયપણું દાખવવાનું સૂઝતું નથી. તેથી જ જ્યારે તિલક અને લાલાજીની ભાવના રાજકીય ક્ષેત્રમાં મુખ્ય ભાગ ભજવતી ત્યારે પણ મહાભારત, ગીતા અને ચાણક્યનીતિના ભક્ત કટ્ટર હિંદુઓએ, કટ્ટર સંન્યાસીઓએ કોંગ્રેસને પિતાનું કાર્યક્ષેત્ર ન જ માન્યું. તેઓ એક કે બીજું બહાનું કરી પોતાની ધાર્મિકતા કોંગ્રેસની બહાર રહેવામાં જ સાબિત કરતા. એ જ રીતે જ્યારે ગાંધીજીની સત્ય અને અહિંસાની તાત્વિક દૃષ્ટિ રાજકીય ક્ષેત્રમાં દાખલ થઈ ત્યારે પણ અહિંસાના અનન્ય ઉપાસક અને પ્રચારક તરીકે પોતાની જાતને માનતામનાવતા કટ્ટર જૈન ગૃહસ્થ અને જૈન સાધુઓ કેગ્રેસના દરવાજાથી દૂરજ રહ્યા, અને તેની બહાર રહેવામાં જ પિતાના ધર્મની રક્ષા કરવાનો સંતોષ. પિષવા લાગ્યા. પણ દવ કેળવણી દ્વારા જુદી સૃષ્ટિ ઘડી રહ્યું હતું. દરેક સંપ્રદાયના યુવકેમાં ઓછા કે વત્તા પ્રમાણમાં કેળવણીએ પરિવર્તન શરૂ કરી દીધું હતું. યુવકનું વિચારબિંદુ ઝપાટાભેર બદલાવા માંડયું હતું. કેળવણુએ કટ્ટર સાંપ્રદાયિક પિતાના પુત્રમાં તેમના પિતા કરતાં મોટું મન અને વિશાળ દષ્ટિબિંદુ નિર્માણ કર્યું હતું. તેથી દરેક સંપ્રદાયની નવી પેઢીને, પછી તે પિતાના ધર્મશાસ્ત્રના મૂળ સિદ્ધાતે બહુ ઝીણવટથી જાણતી હોય કે નહિ છતાં, એમ સ્પષ્ટ જણાવા લાગ્યું કે આપણા વડીલે અને ધર્માચાર્યો જે જે ધર્મસિદ્ધાન્તની અને સાંપ્રદાયિક વિશેષતાઓની મહત્તા ગાય છે તે સિદ્ધાંતોને તેઓ પિતતાના વાડા સુધ્ધામાં સજીવ કે કાર્યશીલ કરતા નથી અગર કરી શકતા નથી, તેમ જ પિતાના વાડા બહાર કોગ્રેસ જેવા વ્યાપક ક્ષેત્રમાં પણ તેઓ પિતાના સિદ્ધાંતની સક્રિયતા અને શક્યતામાં માનતા નથી. એટલે નવી પેઢીએ જોઈ લીધું કે તેમને વાસ્તે પિતપોતાના સંપ્રદાયે વ્યવહાર અને ધર્મ_બંને દષ્ટિએ માત્ર બંધનરૂપ છે. આ સમજથી દરેક સંપ્રદાયની શિક્ષિત નવી પેઢી રાષ્ટ્રીય મહાસભા તરફ વળી; અને સાંપ્રદાયિક ભાવ છોડી તેને જ પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. આ ક્ષણે સંપ્રદાયના કટ્ટર પંડિત, ધર્માચાર્યો તેમ જ હિંદુ મહાસભાનુગામી નવી પેઢી વચ્ચે વિચારવં શરૂ થયું. કટ્ટર મુલ્લા કે મોલવી તરુણ મુસ્લિમને કહે કે તમે કોંગ્રેસમાં જાઓ છે, પણ ત્યાં તે ઈસ્લામ વિરુદ્ધ ઘણું બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy