SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ ] દર્શન અને ચિંતન સામે પ્રશ્ન એ ઊભે થાય છે કે જૈન સમાજના વર્તમાન ભૂક ંપને શમવાન કાઈ માર્ગ છે? જવાબ હકાર અને નકાર એય છે. વર્તમાન ભૂકંપ શમવાના માર્ગ આજની અને હવે પછીની પેઢી નવીન શિક્ષણના દરવાજે તાળાં લગાડી પોતાનામાં આવેલા નવશિક્ષણના સંસ્કારને છેક ભૂંસી નાખે તો એ ભૂકપ શમે ખરે. એ જ રીતે કાં તો સાધુવગ પોતાની સકી દૃષ્ટિમર્યાદા માકળી કરી નવશિક્ષણનાં દ્વારામાં પ્રવેશ કરે તેાય એ ભૂક ંપ શમવાની સંભાવના ખરી. નશિક્ષણનાં દ્વારામાં પ્રવેશ કર્યો વિના અને બારમી કે અઢારમી સદીની જૂની પ્રણાલીનુ શિક્ષણ પ્રાપ્ત કરવાનું કામ ચાલુ રાખ્યા છતાં પણ જો શ્વેતાંબર સાધુએ સ્થાનકવાસી સાધુની પેઠે ધર્મને નામે નવપેઢીની વિચારણા કે પ્રવૃત્તિમાં અધિકાર માથું મારવાનુ છેડી દે તાય એ ભૂકંપ શમે ખરા. ભૂકંપ શમવાને કાં તો સાવગ વાસ્તે પાપ અને પાદરીઓની પેઠે પેાતાની વિચાર અને કા મર્યાદા બદલવાની અનિવાર્ય આવશ્યકતા છે અને કાંતા નવીન પેઢીએ હમેશને વાસ્તે મુક્ત નાનદારો બંધ કરવાની આવશ્યકતા છે. પણ ઉપર દર્શાવ્યા પ્રમાણે એમાંથી એકે વર્ગ કાંઈ નમતું આપે તેમ છે? જવાબ સ્પષ્ટ છે કે કાઈ પામર પણ અત્યારની અને હવે પછીની શિક્ષણની મુક્ત તકે ગુમાવે જ નહિ. હવેનું જીવન જ નશિક્ષણ વિના શકય રહ્યું નથી, એટલે નવી પેઢી તો પાછળ પગલાં ભરે એવું છે જ નહિ. સાધુવગે જે અત્યાર લગી પૈતૃક તપસ ંપત્તિને અને ગૃહસ્થા ઉપર રાજ્ય કર્યું છે, જે અનધિકાર સત્તાના ઘૂંટડા પીધા છે, તે મુદ્ધિપૂર્વક છેડી જૂના જમાનાથી આગળ વધી નવા જમાનાને અનુકૂળ આપમેળે માનસ કેળવે એવે ભાગ્યે જ સભવ છે. તેથી જ અહીં પ્રશ્ન ઉદ્ભવે છે કે નવીન માનસને કાણુ દોરી શકે ? નવીન માનસને કાણુ દોરી શકે ? આને ઉત્તર એ રીતે આપી શકાયઃ કાં તો આજ લગી ગુરુપદે રહી શ્રાવકના માનસને દારા આવેલ સાવ નવમાનસને ઘેરી શકે; અગર નવમાનસ પોતે જ પોતાની દોરવણી કરે. પહેલા પ્રકાર તદ્દન અસંભવિત છે. આપણે જોયુ કે અત્યારના સાધુની શિક્ષણમર્યાદા છેક જ સાંકડી છે. એ પણ જોયુ કે દૃષ્ટિમર્યાદા તે એથીયે વધારે સાંકડી છે. જ્યારે નવમાનસ છેક જુદા પ્રકારનુ છે. એવી સ્થિતિમાં આજના સાવ માંથી જૂની શાસ્ત્રસંપત્તિને નવી દૃષ્ટિથી વાંચનાર્ વિવેકાનંદ, રામકૃષ્ણ જેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy