________________
જન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર
[ પરપ. એને નથી હોતી; અર્થાત્ એનું ઉત્તમ બ્રહ્મચર્ય બાકીની કોટીએ લીધેલું હોય છે. આંશિક બ્રહ્મચર્ય લેવાને આ છ પદ્ધતિઓ છે:
' (૧) દ્વિવિધ ત્રિવિધે, (૨) દિવિધે દિવિધે, (૩) દિવિધે એકવિધે, તથા (૪) એકવિધે ત્રિવિધે (૫) એકવિધે તિવિધે (૬) એકવિધે એકવિધે. આમાંના કઈ એક પ્રકારને ગૃહસ્થ પિતાની શક્તિ પ્રમાણે બ્રહ્મચર્ય માટે સ્વીકારે છે. તિવિધે એટલે કરવું અને કરાવવું એ અપેક્ષાએ અને ત્રિવિધે એટલે મન વચન અને શરીરથી અર્થાત મનથી કરવા-કરાવવાને ત્યાગ, વચનથી કરવા. કરાવવાને ત્યાગ અને શરીરથી કરવા-કરાવવાનો ત્યાગ. એ પ્રથમ પદ્ધતિ છે. આ જ રીતે બીજી બધી પદ્ધતિઓ લેવાની છે.
૬. બ્રહ્મચર્યના અતિચારે
કઈ પણ પ્રતિજ્ઞાને લગતાં ચાર દૂષણો હોય છે. તેમાં લૌકિક દષ્ટિથી દૂષિતપણાનું તારતમ્ય માનવામાં આવે છે. એ ચારે પ્રતિજ્ઞાના ઘાતક તે છે. જ, પણ વ્યવહાર તે પ્રતિજ્ઞાના દશ્ય ધાતને જ વાત માને છે. એ ચારનાં નામ અને સ્વરૂપ આ પ્રમાણે છે :
૧. પ્રતિજ્ઞાને અતિક્રમ કરે એટલે પ્રતિજ્ઞાના ભંગનો માનસિક સંકલ્પ કરે.
૨. પ્રતિજ્ઞાને વ્યતિક્રમ કરે એટલે એ સંકલ્પની સહાયક સામગ્રીના સગની ચેજના કરવી. આ બન્ને દૂષણરૂપ હોવા છતાં વ્યવહાર એ બન્નેને ક્ષમ્ય ગણે છે, અર્થાત મનુષ્યની અપૂર્ણ ભૂમિકા અને તેની આસપાસનું વાતાવરણ જોતાં એ બન્ને દેશો ચલાવી લેવાય ખરા.
૩. પણ જે પ્રવૃત્તિને લીધે વ્યવહારમાં પણ લીધેલી પ્રતિજ્ઞાને આંશિક ભંગ મનાય, અર્થાત જે પ્રવૃત્તિ વડે મનુષ્યનું વર્તન વ્યવહારમાં દૂષિત મનાય તે પ્રવૃત્તિને ત્યાજ્ય માનવામાં આવી છે. એવી પ્રવૃત્તિનું જ નામ અતિચાર વા દોષ છે, અને એ ત્રીજે દોષ ગણાય છે.
૪. અનાચાર એટલે પ્રતિજ્ઞાને સર્વથા નાશ. એ મહાદેષ છે.
અહીં સર્વથા બ્રહ્મચર્ય કે આંશિક બ્રહ્મચર્ય સાથે જે અતિચાર રૂપ દેષ સંબંધ ધરાવે છે તેમનું વિવેચન કરવાનું છે અને તે નીચે પ્રમાણે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org