________________
હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા
[૧૯૭ સંજોગે વચ્ચે પણ અક્ષોભ્ય રહી શકતા. એટલે જે વિચાર કરવાનું રહે છે તે તો એટલે જ કે તેવો માણસ અહિંસાના બાહ્ય પરિણામની દરકાર રાખે કે નહિ ? હું ધારું છું કે, કોઈ પણ સમજદાર એ સ્વીકાર્યા વિના નહિ રહે કે, જેના જીવનમાં સ્વયંભૂપણે જ અહિંસા ઉદય પામી હોય અને જેણે એ જ આધ્યાત્મિક બળને આધારે સામાજિક જીવનમાં ક્રાંતિ કરે એવી પદ્ધતિઓ અખત્યાર કરી હોય તે માણસ બહારનાં પરિણામેથી તટસ્થ રહી શકે જ નહિ. ઊલટું, તેવો માણસ સતત જાગરૂક હોવાથી પિતાની પદ્ધતિ કેટલે અંશે કાર્યસાધક થાય છે અને કેટલે અંશે નથી થતી, ક્યાં અને ક્યારે એના પ્રયોગની રીતમાં ફેરફાર કરવાની જરૂર છે ઈત્યાદિ વિશે વધારે કાળજી વાળો હોય છે. તેમ છતાં એ તટસ્થ એટલા જ અર્થમાં હોય છે કે ધારેલ પરિણામ આવવાથી કે ન આવવાથી તે પોતાનું સમત્વ લેશ પણ ગુમાવતે નથી, આધ્યાત્મિક ચેતનાની ઉચ્ચ ભૂમિથી તે સહેજે પણ નીચે ઊતરતો નથી. ખરી રીતે તો આધ્યાત્મિક અહિંસા સિદ્ધ થઈ છે કે નહિ તેની કસોટી જ જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં તેના પ્રયોગ ઉપરથી અને તેમાં કદી હાર ન માનવાની વૃત્તિ ઉપરથી જ થાય છે. આપણા જેવા સાધારણ માણસે જે અહિંસાનાં બાહ્ય પરિણામો પ્રત્યે મુખ્ય દૃષ્ટિ ધરાવે છે તેથી એટલું જ સિદ્ધ થાય છે કે આપણુ જેવાએ હજી અંતર્મુખ થઈ વાસ્તવિક રીતે
અહિંસા સાધવાની રહે છે. કસોટીમાં દેખાતી નિષ્ફળતા એ કાંઈ સદ્ગણો વિકસાવવાની અયોગ્યતાનું છેલ્લું પ્રમાણપત્ર નથી, પણ એ તે એ દિશામાં વધારે સાવધાન થવાની એક સૂચના માત્ર છે. જે વસ્તુ એક વ્યક્તિમાં આધ્યાત્મિક સત્ય લેખે ઓછેવત્તે અંશે સિદ્ધ થઈ હોય તે સામૂહિક જીવનમાં પ્રગટ થયા સિવાય રહી શકે જ નહિ. ફેર એટલે છે કે સામૂહિક જીવનમાં એનું પ્રકટીકરણ પ્રમાણમાં મંદગતિએ દેખા દે છે.
ત્રીજા મુદ્દામાં પુરાણીને ભાર એ વસ્તુ પર છે કે આત્મરક્ષા કે ધર્મરક્ષા જેવા હેતુસર પ્રાચીન કાળથી ક્ષત્રિયે શસ્ત્ર વાપરતા આવ્યા છે અને તેથી શસ્ત્રહિંસાની પદ્ધતિ એ જ ગીતાકથિત આર્યમાર્ગ છે. એના સ્થાનમાં અશસ્ત્રપ્રતિકાર કે અહિંસામૂલક પદ્ધતિનો ઉપયોગ કરે એ આર્યક્ષત્રિયત્વની ભાવનાને નાશ કરવા જેવું છે. પુરાણીની આ માન્યતા મળે જ મિથ્યા પૂર્વગ્રહ ઉપર બંધાયેલી છે. “કર્મ અને કર્મવેગ” નામક પિતાના જ લેખમાં પુરાણું પિતાના મિત્રને સંબોધીને કહે છે કે ગીતાને યોગ જ્યાં પૂરે થાય છે ત્યાંથી જ શ્રી. અરવિંદના નવીન ગની શરૂઆત થાય છે. આને અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org