SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦] દર્શન અને ચિંતન માની તેનું અનુકરણ કરે છે. અસંગ અને વસુબધુ જેવા ધિસ પણ માતૃચેટની બહુ પ્રશંસા કરતા. સમગ્ર ભારતમાં બૌદ્ધ ઉપાસક કે ભિક્ષ થનાર દરેકને પાંચ કે દશ શીલનો પાઠ શીખી લીધા પછી તરત જ માતૃચેટની સ્તુતિઓ શીખવવામાં આવે છે. આ પદ્ધતિ મહાયાન, હીનયાન બન્ને પરંપરાઓમાં પ્રચલિત છે. ઈ–સિંગ એ સ્તુતિઓની પ્રશંસા કરવા પિતાને અસમર્થ માને છે, અને તે ઉમેરે છે કે આ સ્તુતિઓના ઘણું વ્યાખ્યાકારે અને અનકરણકારે થયા છે, ત્યાં લગી કે છેવટે પ્રસિદ્ધ બૌદ્ધ તાર્કિક દિડનાગે પણ માતૃચેટના સાર્ધશતકગત દરેક શ્લેકની આગળ એક એક શ્લેક રચી એક ત્રણસે કને સંગ્રહ તૈયાર કરેલ જે “મિસ્તોત્ર તરીકે જાણીતા છે. ઈ-સિંગે પોતે સાર્ધશતકનો ચીની ભાષામાં અનુવાદ કરે છે અને ટિબેટન ભાષામાં તે માતૃચેટની સાર્ધશતક અને ચતુ શતક એ બંને કૃતિઓનાં ભાષાંતરે છે. ચતુશતકનું નામ ટિબેટન અનુવાદમાં “વર્ણનાર્યવર્ણન' એવું છે, અને એ જ નામ મધ્ય એશિયામાંથી પ્રાપ્ત અવશેષની અંતિમ પ્રશસ્તિમાં પણ છે. આ સિવાય માતૃચેટને નામે ટિબેટન ભાષામાં જે બીજી કૃતિઓ ચડેલી છે, તેની યાદી એફ. ડબલ્યુ. થૉમસ મહાશયે આપેલી છે. જેકે ટિબેટન પરમ્પરા માતૃચેટ અને અસ્વષ બન્નેને એક જ દર્શાવે છે, છતાં ખરી રીતે એ બંને વ્યક્તિઓ ભિન્ન ભિન્ન જ હતી અને માતૃચેટ અસ્વષને વૃદ્ધ સમકાલીન હતા. ચીની પરંપરા એ બન્નેને જુદા જુદા જ માને છે અને તે જ પરંપરા સાચી છે. આ પરંપરાનું સમર્થન ભિક્ષુ રાહુલજીએ અધ્યદ્ધશતકની પ્રસ્તાવનામાં સબળ દલીલથી કરેલું છે. અધદ્ધશતકને પરિચય જે અધ્યદ્ધશતક પરિચય વાચકોને કરાવવો અહીં ઈષ્ટ છે. તે મૂળ સંતમાં જ જર્નલ ઓફ ધી બિહાર એન્ડ ઉડીસા રીસર્ચ સંસાયટી, પુસ્તક ૨૩. ખંડ ૪ (૧૯૩૭)માં છપાયેલ છે. એનું સંપાદન શ્રી. કે. પી. જાયસવાલ અને ભિક્ષ રાહુલજીએ કર્યું છે. આ સંસ્કરણ જે લિખિત પ્રતિને આધારે પ્રસિદ્ધ થયું છે, તે લિખિત પ્રતિ ભિક્ષુ રાહુલજીએ ટિબેટમાંથી મેળવેલી અને તે મૂળ ઈ. ૧૧મા સૈકાના સુનયશ્રીમિત્ર નામક નેપાલી વિદ્વાનની માલિકીની હતી, જેણે નેપાલમાં પાટણ નગરમાં એક વિહાર સ્થાપ્યો હતો અને જે * ટિબેટન ઉપરથી લગભગ અર્ધા ભાગનું અંગ્રેજી ભાષાંતર એફ. ડબલ્યુ મસે કર્યું છે અને તે ઇન્ડિયન એન્ટિકરી ૨૪, ૧૯૦૫, પૃ. ૧૪૫માં પ્રસિદ્ધ થયું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy