SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અદ્ધિશતક [૨૪૧ મૂળ સંસ્કૃત ગ્રંથના ટિબેટન ભાષાન્તરે કરવા તિબેટમાં ગયે હતે. એ લિખિત પ્રતિ શ્રી. રાહુલજીએ પિતાની ત્રીજી ટિબેટ યાત્રામાં મેળવી હતી. આ પ્રતિ ક્યાંથી કેવી રીતે અને કેવા સંજોગોમાં તેમને મળી તેમ જ આ પ્રતિની લંબાઈ પહોળાઈ વગેરેનું શું સ્વરૂપ છે એનું વર્ણન બહુ જ રેચક છે છતાં અહીં તે જતું કરવું પડે છે, કેમ કે મારે આશય આ સ્થળે મુખ્યપણે અધ્યદ્ધશતકના બાહ્ય–આન્તર હાર્દને જ બતાવવાનો છે. પરંતુ જેઓ શેધળ અને ભારતીય વિદ્યા સંપત્તિમાં રસ ધરાવતા હોય તેઓ પૂર્વોક્ત જર્નલના પુસ્તક નં. ૨૧, ૨૩ અને ૨૪માં પ્રસિદ્ધ થયેલ ટિબેટમાંની શેપ વિશેના શ્રી. રાહુલજીના લેખે અવશ્ય વાંચે. તેમાંથી તેઓ બહુ જ નવીન જ્ઞાતવ્ય વસ્તુ મેળવી શકશે. પ્રસ્તુત અધ્યદ્ધશતકનું ટિબેટન ભાષાંતર પણ શ્રી. રાહુલજીને પ્રાપ્ત થયેલું. એનું ચીની ભાષાંતર થયેલું છે એ વાત તો પહેલાં કહેવાઈ ગઈ છે; પણ એના તે ખારિયન ભાષાંતરના અવશેષો સુધ્ધાં પ્રસિદ્ધ થયા છે. આ વિવિધ ભાષાન્તરે એટલું પુરવાર કરવા માટે બસ છે કે અનેક શતાબ્દીઓ લગી પ્રસ્તુત અધ્યદ્ધશતકની ખ્યાતિ અને પ્રચાર જુદા જુદા દેશોમાં રહ્યાં છે. એના જન્મસ્થાન ભારતમાંથી એ ભલે અદશ્ય થયું હોય, છતાં તે અનેક રૂપોમાં ભારત બહાર પણ આજે વિદ્યમાન છે. અધ્યદ્ધશતકના પર્યાય તરીકે મેં સરલતા ખાતર સાર્ધશતક શબ્દ માતચેટના પરિચયમાં વાપર્યો છે. અને શબ્દને અર્થ એક જ છે અને તે અર્થ એટલે “એકસો પચાસ સંખ્યાના કેનું સ્તોત્ર. અધ્યદ્ધશતક એ નામનું ટિબેટન ઉપરથી સંસ્કૃત રૂપાન્તર “શતપંચાશિકાસ્તોત્ર” એવું પણ કરવામાં આવ્યું છે. તેમ છતાં એ સ્તોત્રનું અસલ નામ તે અધ્યદ્ધશતક જ છે. એમાં ખરી રીતે પડ્યો એકસે પચાસ નહિ પણ એકસો ત્રેપન મળે છે, જે બધાં માતૃચેટરચિત જ ભાસે છે. પચાસ ઉપર ત્રણ પદ્યો વધારે હેવા છતાં તે અર્ધ શબ્દથી સોના અર્ધ તરીકે ગણવામાં આવ્યાં છે. સામાન્ય રીતે લેકે એમ સમજે છે કે અર્ધ એટલે આખાનો બરાબર અર્ધ ભાગ. પણ અર્ધ શબ્દ આખાના બે સમાન અંશ પૈકી એક અંશની પેઠે તેના નાનામોટા બે અસમાન અંશ પૈકી કોઈ પણ એક અંશ માટે પણ વપરાય છે. એટલે પ્રસ્તુત ઑત્ર સો ઉપરાંત ત્રેપન ગ્લૅકપ્રમાણ હેય તેય એનું અધ્યદ્ધશતક નામ તદ્દન શાસ્ત્રીય અને યથાર્થ છે. 1. ૩. જુઓ સિદ્ધહેમશબ્દાનુશાસનનું સૂત્ર “ શે વા' (૩-૧-૫૪), અને તેની બહવૃત્તિ ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy