SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત સુખલાલજી જૂથ જામ્યું હતું. કાકા કાલેલકર, આચાર્ય કૃપલાની, નાનાભાઈ ભટ્ટ, આચાર્ય ગિડવાણી, પંડિત બેચરદાસજી, આચાર્ય જિનવિજયજી, અધ્યાપક ધર્માનદ કોસમ્બી, નરહરિભાઈ પરીખ, કિશોરલાલ મશરૂવાળા, શ્રી રામનારાયણ પાઠક, શ્રી. રસિકલાલ પરીખ વગેરે કંઈ કંઈ વિદ્વાને મૂઠી લઈને ખોબે આપવાની સમર્પણવૃત્તિથી ત્યાં આવ્યા હતા. પંડિતજીને આ સુગ બહુ ગમી ગયે. વિદ્યાપીઠમાં રહ્યા તે દરમ્યાન પંડિતજીએ અધ્યાપન સાથે અધ્યાપક કસબીજી પાસેથી પાલીભાવાનું અધ્યયન કર્યું; ઉપરાંત, ૮-૯ વર્ષના સતત પરિશ્રમને અંતે, પંડિતશ્રી બેચરદાસજીના સહકારમાં, સન્મતિતર્કના સંપાદનનું મહાભારત કામ પણ પૂરું કર્યું. વિદ્વાનોએ એ ગ્રંથ (મૂળ પાંચ ભાગમાં અને અનુવાદ-વિવેચનને છઠ્ઠો ભાગ)ના મુક્તક ઠે વખાણ કર્યા. ડો. હર્મન યાકેબી, છે. લેયમન અને પ્રે. લ્યુડર્સ જેવા પશ્ચિમના વિદ્વાનોએ પણ એની ખૂબ પ્રશંસા કરી. ગાંધીજીને પણ એથી ખૂબ સતિષ થયે; અને એમણે તે કહ્યું કે–આટલે શ્રમ લીધા પછી ભલે સુખલાલજી એકાદ વર્ષ આરામ કરે. - ત્યાં તે સને ૧૯૩૦ની ઐતિહાસિક સાલ આવી પહોંચી. દેશમાં સર્વત્ર સ્વાતંત્ર્યસંગ્રામનાં નગારાં ગગડી રહ્યાં. સત્યાગ્રહના સંગ્રામની હાકલ થઈ ગાંધીજીએ એતિહાસિક દાંડીકૂચ કરીઅને પંડિતજીના બધા સાથીઓ લડતમાં જોડાઈ ગયા. પંડિતજીનું મન પણ સૈનિક બનવા તલપાપડ બની રહ્યું, પણ એમને માટે એ શક્ય ન હતું. છેવટે મનને સંયમમાં લઈને, એ સમયનો ઉપયોગ એક વધુ સિદ્ધિ મેળવવામાં એમણે કરી લીધે. અંગ્રેજી ભાષામાં દરેક વિષયના નવાનવા ગ્રંથો પ્રગટ થતા જોઈને પંડિતજીને અંગ્રેજી ભાષાની બિનજાણકારી ભારે ખટકતી હતી. એમણે ૧૯૩૦૩૧નાં વર્ષો દરમ્યાન અંગ્રેજી ભાષાનું પ્રાથમિક જ્ઞાન મેળવી લીધું. આ માટે તેઓ સને ૧૯૩૧માં, ત્રણ માસ માટે, શાંતિનિકેતનમાં પણ રહી આવ્યા. પછી સને ૧૯૩૩માં પંડિતજી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે જોડાયા. આ સ્થાને દશ વર્ષ સુધી કામ કરીને પંડિતજી સને ૧૯૪૪માં નિવૃત્ત થયા તે દરમ્યાન એમણે અનેક વિદ્વાને (જેને પંડિતજી ચેતનગ્રંથ ' કહે છે) તૈયાર કર્યા અને અનેક ગ્રંથોનું સંપાદન પણ કર્યું. પંડિતજી બનાસમાંથી નિવૃત્ત થયા ત્યારે, તે વખતના હિન્દુ યુનિવર્સિ ટીના વાઈસ ચાન્સેલર અને અત્યારના ઉપરાષ્ટ્રપતિ સર રાધાકૃષ્ણને યુનિ [૨૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy