________________
ટૂંક પરિચય
સાથે બેસીને ઘંટી તાણવાને લહાવો લેતાં લેતાં હાથમાં ફરફેલા ઊડ્યાની પંડિતજીની વાત આજે પણ સાંભળનારને ઈર્ષ્યા ઉપજાવે છે. પણ થોડા વખતમાં એમણે જોઈ લીધું કે પિતાના જેવી પરાધીન સ્થિતિવાળાને માટે આ કર્મવેગનું પૂર્ણ પણે અનુસરણ કર્યું નથી એટલે એ પાછા બનારસ અને આગ્રા રહેવા ચાલ્યા ગયા. ગાંધીજીના આ સહવાસની કાયમી અસર થઈ સાદાઈ અને જાતમહેનત તરફ મન વધારે ઢળ્યું દળવું, વાસણ માંજવાં વગેરે કામે કરવામાં એ આનંદ માનવા લાગ્યા. આ સમય હતો વિ. સં. ૧૯૭૩ને.
જીવનને વધારે સંયમશીલ બનાવવા પાંચ વર્ષ સુધી તે ઘી-દૂધને પણ ત્યાગ કર્યો અને ખાવા-પીવાની ઝાઝી માથાકૂટ ન કરવી પડે તેમ જ ઝાઝે ખર્ચ વેઠ ન પડે એ માટે સાવ સાદા ખોરાકને ભસે દિવસે કાઢવા લાગ્યા. પણ છેવટે સને ૧૯૨૦માં પંડિત ભયંકર હરસના રોગમાં સપડાયા અને મરતા મરતા માંડ બચ્યા. આ બોધપાઠે પંડિતજીને શરીરની દરકાર લેતા કર્યા.
અત્યાર સુધી તે પંડિતજીનું મુખ્ય કાર્ય અધ્યાપનનું જ હતું. પણ વિ. સં. ૧૯૭૪ની સાલમાં પૂ. શાંતમૂર્તિ, સન્મિત્ર મુનિશ્રી કરવિજ્યજીએ પંડિવછના મિત્ર વ્રજલાલજીને એક વેળા કહ્યું કે તમે લખી શકે એમ છે, એટલે ગ્રંથ રચે, અને સુખલાલજીથી લખી શકાય એમ નથી એટલે એ વિદ્વાને તૈયાર કરે. પંડિતજીને આ વાતથી ચાનક ચડી, અને પોતાની લાચારી ખટકવા લાગી. એમને થયું, ભલે હું જાતે લખી ન શકું, પણ લખાવી શકું તે ખરે ને ? અને તરત જ એમણે કર્મતત્ત્વજ્ઞાનને પ્રાકૃતભાષાને “કર્મગ્રંથ' હાથ ધર્યો. હિન્દીભાષામાં અનુવાદ, વિવેચન અને અભ્યાસ પૂર્ણ પ્રસ્તાવના સાથે એ કઠિન ગ્રંથ પ્રગટ થયો ત્યારે પંડિતજીના ગંભીર પાંડિત્યને વિદ્વાનને પહેલવહેલે પરિચય થયો. પછી તે ગ્રંથરચનાની પરંપરા જ શરૂ થઈ, જે અત્યારે પણ ચાલુ છે.
આમ ત્રણેક વર્ષ ગયાં, અને પંડિતજીએ આગ્રામાં સન્મતિત જેવા મહાન દાર્શનિક ગ્રંથના સંપાદનનો આરંભ કર્યો. પણ ત્યાં તો અમદાવાદમાં મહાત્મા ગાંધીજીએ સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠના ગુજરાત પુરાતત્ત્વ મંદિરમાં ભારતીય દર્શનશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાવાનો મિત્રોએ આગ્રહ કર્યો. ગાંધીજી પ્રત્યેનું આકર્ષણ તે હતું જ, એમાં જ્ઞાન સાથે એમના સહવાસને આ સુગ મળે. પંડિતજી વિ. સં. ૧૯૭૮માં ત્યાં જોડાઈ ગયા.
ગુજરાત વિદ્યાપીઠ અને સાબરમતીને સત્યાગ્રહ આશ્રમ તો તે કાળે દેશનાં તીર્થધામ બની ગયાં હતાં. વિદ્યાપીઠમાં ઉચ્ચ કોટીના અનેક વિદ્વાને
[૨૩].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org