SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ - - પંડિત સુખલાલજી બાલકૃષ્ણ મિશ્ર હતા તે પંડિતજી કરતાં નાની ઉંમરના, પણ ન્યાયશાસ્ત્ર અને ખાસ કરીને સર્વ દર્શનના પૂરા પારંગત વિદ્વાન સાથે કવિ પણ ખરા; અને સૌથી વિશેષ તે એ ભારે સહદય અને સજજન પુરુષ. પંડિતજીનું મન એમની પાસે ઠર્યું. અને ગુરુ પણ આ નવા શિષ્ય ઉપર ખૂબ પ્રસન્ન થયા. શ્રી બાલકૃષ્ણ મિશ્ર પાછળથી બનારસની ઓરિયેન્ટલ કોલેજના પ્રિન્સિ પાલ બન્યા અને એમની ભલામણથી મહામના પંડિત માલવીયજી અને સાક્ષરવર્ય શ્રી આનંદશંકર ધ્રુવે, સને ૧૯૩૩ની સાલમાં, પંડિતજીની જેનદર્શન નના અધ્યાપક તરીકે નિમણૂક કરી. બનારસમાં અધ્યાપક બનીને ગયા છતાં પંડિતજી લગભગ હમેશાં શ્રી. બાલકૃષ્ણ મિશ્રના વર્ગમાં હાજરી આપતા – એવો તે પંડિતજીને જીવંત વિદ્યાથીભાવ! પંડિતજીના મન ઉપર આ ગુરુના પાંડિત્ય અને સૌજન્યની ભારે અસર છે. આજે પણ એમનું નામ આવતાં પંડિતજી ભક્તિ, આદર અને આભારની લાગણીથી ગદ્ગદિત બની જાય છે. આ રીતે વિ. સં. ૧૯૬ થી ૧૯૬૯ સીધીનાં નવ વર્ષ અધ્યયનમાં ગયાં; અને પંડિતજીને અભ્યાસકાળ એક રીતે પૂરે થે. હવે મેળવેલ જ્ઞાનધનનું વિતરણ કરવાનો સમય પાકી ગયો. ત્યારે પંડિતજીની ઉંમર ૩૨ વર્ષની હતી. એક વાત અહીં નોંધવી જોઈએ કે અભ્યાસકાળને આ બધા સમય દરમ્યાન પંડિતજી કેવળ વિદ્યાધ્યયન જ કરતા રહ્યા એમ નથી; બંગભંગથી શરૂ થઈને જુદા જુદા રૂપે વિકસી રહેલી રાષ્ટ્રીય આંદોલનથી પણ એ માહિતગાર રહેતા, તેમ જ ધાર્મિક અને સામાજિક સમસ્યાઓને પણ વિચાર કરતા રહેતા. આમ પંડિતજીની દૃષ્ટિ આરંભથી જ વ્યાપક બનવા લાગી હતી. એમ કહી શકાય કે, આ પણ સદા જાગતી રહેતી જિજ્ઞાસાનું જ એક અંગ હતું. અધ્યાપન, ચંથરચના અને બીજી પ્રવૃત્તિ શ્રી. બાબુ દયાલચંદજી જોહરી વગેરે તરવરતા યુવાનોથી આકર્ષાઈ પંડિતજીએ બનારસના બદલે હવે આગ્રાને કેન્દ્ર બનાવ્યું ત્યાંથી જુદા જુદા સ્થળે મુનિવરેને ભણાવવા ચાર-છ માસ જાય અને વળી પાછા આગ્રા આવી જાય. આમ ત્રણ-ચાર વર્ષ વીત્યાં ત્યાં તે ગાંધીયુગનાં ત્રબાળાં દેશના ખૂણે ખૂણે ગાજવા માંડયાં. પછી તે પંડિતજીથી કેમ રહી શકાય ? તેઓ ગાંધીછના કર્મોથી આકર્ષાઈને અમદાવાદમાં શરૂઆતમાં કોચરબ આશ્રમમાં અને પછી સાબરમતી આશ્રમમાં અવારનવાર જવા લાગ્યા. ગાંધીજીની ના [૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy