SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન તેને સમક્ષ મૂકતાં વિદ્વાન લેખકે સુધ્ધાં કરે છે, સંકેચાય છે. જે વસ્તુ હું. મનમાં વિચારતે હૈઉં, મિત્રોને કહેતે હૈઉં ને જેના પ્રત્યે મારું વિશિષ્ટ વિલણ હોય તે જ વસ્તુ હું જે સમભાવે લેકસમક્ષ વિચાર અર્થે ન મૂકું તે વિચારની પ્રગતિશીલ ધારાઓ ઉદયમાં જ ન આવે. કેશાબીજી એવા ડરથી પર છે. એક વાર તેમને જે સત્ય લાગ્યું તે પછી તેઓ કહી જ દે છે. આ કાંઈ દોષ જ છે એમ ન કહી શકાય. તેથી એમણે પિતાનાં મંતવ્ય જે છૂટથી ચર્ચા છે, તથા પિતાના અવકન અને કલ્પનાબળનો ઉપયોગ કરી પિતાના કથનનું જે સમર્થન કર્યું છે તે પુનઃ વિચારવા વાતે સૌને માટે ખુલ્લું છે. વિચારકને વિચાર અને ચિંતનની, લેખકને લખવાની અને શોધકને સંશોધનની ઘણું સામગ્રી પૂરી પાડવા બદલ ગુણ તે કેશાબીજીના સમર્થ શ્રમના આભારી જ રહેવું જોઈએ. કેશાબીજી આ પુસ્તક મરાઠીમાં લખી રહ્યા હતા તે જ વખતે એવો નિર્ણય મેં સાંભળેલ કે આનું હિન્દી ભાષાન્તર પ્રથમ જ અને જલદી પ્રગટ થશે. તે વખતે મને સંદેહ તે થયેલો કે કાશી જેવા સનાતન રૂઢિના કિલામાં વસતા ઉદારચેતા પ્રકાશકો પણ આવું ભાષાન્તર જલદી અને પ્રથમ પ્રગટ કરે તો એટલી વાત સાબિત થશે કે એ કિલ્લામાં હવે ગાબડાં પડવા લાગ્યાં છે. કોણ જાણે કયે કારણે હજી હિન્દી ભાષાન્તર પ્રસિદ્ધ થયું નથી. મરાઠી ઉપરથી હિન્દી લખાયું છે કે નહિ તે પણ અજ્ઞાત છે, પરંતુ ખુશીની વાત છે કે ગૂજરાતી ભાષાન્તર પ્રથમ જ પ્રસિદ્ધ થાય છે. ગુજરાતની વ્યાપારી પ્રકૃતિસુલભ ઉદારતા, સાહસવૃત્તિ અને રૂઢિદાસવની મુક્તિ આ પ્રકાશનથી સિદ્ધ થાય છે. શ્રીયુત જીવણલાલે આ ગુજરાતી ભાષાન્તર પ્રગટ કરી ગૂજરાતી સાહિત્યમાં એક નવી ભાતના કીમતી અને ભાગ્યે જ બીજાથી લખાય એવા પુસ્તકનું ઉમેરણ કરી ગુજરાતી વાચકવર્ગ ઉપર ઉપકાર કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy