________________
જીવન પથ
[ ૨૧
પણ સર્વથા ટાળી શકતી નથી. શેધને યાત્રાપથ જેટલું લાંબે છે તેટલું જ પ્રાચીન છે. એ યાત્રાએ નીકળેલ બધા જ યાત્રીઓ કઈ એક જ પડાવ ઉપર વિસામે કે વાસ કરતા નથી હોતા. કઈ ધના એક બિંદુએ, કઈ બીજા બિંદુએ તે કોઈ ત્રીજા બિંદુએ પડાવ નાખે છે અને વળી પાછો આગળ ચાલે છે. કેટલીક વાર ધકે કોઈ એક પડાવને જ કાયમને વાસ કે રહેઠાણ બનાવી લે છે. લક્ષ્મ એક જ હોવા છતાં શક્તિ, જિજ્ઞાસા, પ્રયત્ન અને રુચિના તારતમ્યને લીધે ક્યારેક માર્ગમાં તો ક્યારેક વિશ્રાન્તિસ્થાનમાં શોધકે શેધક વચ્ચે અંતર દેખાય છે. આધ્યાત્મિક વિષયની શેધને ઉદ્દેશી સ્પષ્ટીકરણ કરવું હોય તે એમ કહી શકાય કે કોઈ શોધક તપમાર્ગને જ અવલંબી યાત્રા શરૂ કરે છે અને કોઈને કોઈ પ્રકારનાં તપને જ આશ્રય લઈ ત્યાં વિસામો કરે છે અને એમાંથી જ એક કાયમી “તપ” પડાવ સ્થિર થાય છે. બીજો શોધક ધ્યાન અને અને માર્ગે પ્રસ્થાન શરૂ કરે છે ને એ જ માર્ગે ક્યાંઈક સ્થિરવાસ કરે છે. ત્રીજો શોધક જ્ઞાન-વિજ્ઞાનની નવી નવી દિશાઓને સ્પર્શ કરતા કોઈ એક બિંદુએ જઈ થંભે છે ને ત્યાં જ ડેરે ડાલે છે. કેઈ ઉપાસના, નિકા કે ઇષ્ટ તત્ત્વની ભક્તિમાં લીન થતું. થત ભક્તિના અમુક બિંદુએ વિસામે લે છે, ને પછી તે જ તેનું કેન્દ્ર બને છે. જેમ માર્ગની બાબતમાં તેમ વિષયની બાબતમાં પણ બને છે. કઈ શેધક વિશ્વચેતના કે જીવનના સામાન્ય સ્વરૂપને લક્ષમાં રાખી શોધ કરે છે, તો કોઈ બીજો વિશ્વચેતનાના દેખાતા અને અનુભવાતા વિવિધ પાસાઓ અને ભેદના સ્વરૂપ તેમ જ તેના કારણ વિશે શેધ ચલાવે છે. કોઈ એ કારણની શોધમાંથી કર્મતત્વને વિચાર કરવા, તે કઈ ઈશ્વરતત્વને વિચાર કરવા, તે બીજો કોઈ કાળતત્વ કે નિયતિ, સ્વભાવ આદિ તની શોધ અને વિચારણામાં ગૂંથાઈ જાય છે. આને લીધે ભારતીય આધ્યાત્મિક ચિંતનની દીર્ધ યાત્રામાં અનેક માર્ગોના જુદાં જુદાં પ્રસ્થાન તેમ જ નાનાવિધ વિષયનાં જુદાં જુદાં નિરૂપણે જોવા મળે છે. એક રીતે એમ કહી શકાય કે જેટલું ભારતીય કે વિશ્વ વાક્ય ઉપલબ્ધ છે તે બધું એકંદર આ શિધને જ પ્રત્યક્ષ પુરા છે.
–અપ્રકાશિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org