SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન તા સવિશેષ પ્રાચીન છે, એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈ એ. અગ પછીના સાહિત્યમાં આવશ્યકનિયુક્તિ અને તેનુ ભાષ્ય આવે છે, જેમાં મહાવીરના જીવનને લગતી ઉપર્યુક્ત ઘટનાઓ આવે છે. અહીં એટલું યાદ રાખવું જોઈએ કે જોકે એ નિયુŚક્તિ અને ભાષ્યમાં એ લટનાને નિર્દેશ છે, પણ તે બહુ ટૂંકમાં અને પ્રમાણમાં ઓછા છે. ત્યાર બાદ એ જ નિયુક્તિ અને ભાષ્યની ચૂર્ણિનું સ્થાન આવે છે, જેમાં એ ઘટનાએ વિસ્તારથી અને પ્રમાણમાં વધારે વર્ણવાયેલી છે. આ ચૂર્ણિ સાતમા અને આઠમા સૈકા વચ્ચે બનેલી હૈય એમ મનાય છે. મૂળ નિયુક્તિ ઈ. સ. પહેલાંની હાવા છતાં એના અંતિમ સમય ઇ. સ. પાંચમા સૈકાથી અને ભાષ્યના સમય સાતમા સૈકાથી અર્વાચીન નથી. ણિ કાર પછી મહાવીરના જીવનનો વધારેમાં વધારે અને પૂરા હેવાલ પૂરા પાડનાર આચાય હેમચંદ્ર છે. એમણે ત્રિષષ્ટિશલાકાપુરુષરિત્રના દશમ પર્વમાં મહાવીરજીવન સંબંધી પૂર્વવર્તી બધા જ ગ્રન્થાનું દોહન કરી પોતાના કવિત્વની કલ્પનાના રંગે સાથે આખું જીવનવર્ણન આપ્યું છે. એ વર્ણનમાંથી અમે ઉપર લીધેલી બધી જ ઘટનાઓ બેંકે ણિમાં છે, પણ તે હેમચંદ્રના વર્ષોંન અને ભાગવતમાંના કૃષ્ણવષ્ણુનને એકસાથે સામે રાખી વાંચવામાં આવે તા એમ જરૂર લાગે કે હેમચંદ્ર ભાગવતકારની કવિત્વશક્તિના સંસ્કારોને અપનાવ્યા છે. જેમ જેમ અંગ સાહિત્યથી હેમચંદ્રના કવિત્વ{ય ચરિત્ર સુધી આપણે ઉત્તરાત્તર વાંચતા જઈએ છીએ તેમ તેમ મહાવીરના જીવનની સહજ ઘટના કાયમ રહેવા છતાં તેના ઉપર દૈવી અને ચમત્કારી ઘટનાના રંગે વધારે ને વધારે પૂરાતા જાય છે ત્યારે એમ માનવાને કારણ ભળે છે કે જે બધી અસહજ દેખાતી અને જેના વિના પણ મૂળ જૈન ભાવના અખાધિત રહી શકે છે એવી ધટનાએ, એક અથવા બીજે કારણે, જૈન સાહિત્યમાંના મહાવીરવનમાં બહારથી પ્રવેશ પામતી ગઈ છે. આ વસ્તુની સાબિતી માટે અહીં એક ઘટના ઉપર ખાસ વિચાર કરીએ તે! તે પ્રાસંગિક જ ગણાશે. આવશ્યકનિયુક્તિ, તેનું ભાષ્ય અને થૂણિ એમાં મહાવીરના જીવનની બધી ઘટના સક્ષિપ્ત કે વિસ્તારથી વણાયેલી છે. નાનીમોટી બધી ઘટનાને સંગ્રહી સાચવી રાખનાર નિયુક્તિ, ભાષ્ય અને સૃષ્ટિના લેખકાએ મહાવીરે કરેલા મેરુમ્પન જેવા આકર્ષક મહાબનાવની નોંધ લીધી નથી, જ્યારે ઉક્ત ગ્રન્થાને આધારે નહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy