SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી [૪૧. કરેલ અને તે તે સમયની પરિસ્થિતિમાં તેમને જે અને જેટલું મૂક્યું તેને અમલમાં મૂકવા પણ તેમણે નાનામોટા અનેક પ્રયત્નો કર્યા છે. એને જ લીધે મૃતને અનન્ય વારસે આપણને મળ્યો છે. જે કાળે પ્રેસ ન હતા, કાગળ ન હતા, વિશેષ શું ?—તાડપત્રે પણ ન હતા, અગર તે તે ઉપર લખી સંગ્રહ કરવાની સર્વમાન્ય ધર્મપ્રથા ન હતી, તે કાળમાં જે પૂર્વજોએ મૃત સાચવ્યું અને જે રીતે સાચવ્યું તે સામાન્ય વસ્તુ નથી. વધારામાં દેશ અને પરદેશનાં વિનાશક બળો તેમ જ કુદરતી વિનાશક બળોથી પણ એમણે શ્રત–સંપત્તિ સાચવવામાં અને વધારવામાં કશી ભણું નથી રાખી એમ પણ ઇતિહાસ કહે છે.. આ આપણી શ્રતપરંપરા પ્રત્યેની જવાબદારીને ઉત્તમમાં ઉત્તમ અંશ છે; અને તે, હું સમજું છું ત્યાં લગી, દરેક જૈનના લોહીમાં ઊતરી આવ્યા છે. એમ ન હોત તો આજે જૈન પરંપરાના જુદા જુદા, નાનામોટા બધા ફિરકાઓ પોતપોતાની સમજ અને સાધન પ્રમાણે શ્રતરક્ષા, કૃતપ્રચાર આદિ માટે જે કાળજી સેવે છે ને પ્રયત્ન કરે છે તે કદી સંભવત નહિ. એ ખરું છે કે પાડોશી સંપ્રદાયે અને પરંપરાઓની શાસ્ત્રરક્ષા અને શાસ્ત્ર પ્રચાર આદિની હિલચાલનો પ્રભાવ જૈન ફિરકાઓ ઉપર પડે તે અનિવાર્ય છે, પણ જે એ ફિરકાઓને વારસામાં મૃતનિષ્ઠાનો સંસ્કાર લાવ્યો ન હોત તો, માત્ર બાહ્ય સંજોગો એમનામાં ગરમી પેદા કરી શકતા નહિ અને કરત તેયે તે ટકી શકત નહિ અગર પ્રયત્નાભિમુખ થઈ શકત નહિ. એટલે આપણામાં શ્રત પ્રત્યેની નિષ્ઠા કે આદરનો સંસ્કાર વારસાગત છે એમાં શક જ નથી. અને એ એક આપણું વારસાગત ગુણસંપત્તિ છે. આપણી કેટલીક ખામીઓ આ બધું છતાં એ ગુણસંપત્તિની સાથે સાથે આપણા વારસામાં કેટલીક ખામીઓ કે ત્રુટિઓ પણ ઊતરી આવી છે. આપણે ભલે એ ભૂતકાળથી ઊતરી આવેલ ખામીઓ આડે આંખ મીચીએ, પણ તેથી લેહીમાં ઊતરેલી એ ખામીઓને કઈ ઈન્કાર કરી શકે તેમ નથી અને ઈન્કારમાત્રથી રસ્તો પણ સરળ થતું નથી. જે ગુણસંપત્તિ વિશે ઉપર સૂચન કર્યું છે તેનો વિસ્તાર, રેચક રીતે કરી શકાય તેમ છે, પણ જ્યારે જવાબદારીને પ્રશ્ન વિચારવાને હોય અને તે અર્થે ટૂંકમાં લેવા જોઈતા માર્ગને નિર્દેશ કરવો હોય ત્યારે તે વારસામાં કઈ ખામીઓ ઊતરી છે અને તે કેવી રીતે અત્યારે આપણને બાધક બની રહી છે એનું જ સાધાર સૂચન કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy