________________
પ૧૨ ]
દર્શન અને ચિંતન છે અને પ્રાતઃકાળમાં આબાલવૃદ્ધ દરેક જૈન કેટલાક વિશિષ્ટ સન્દુરુષનાં નામેની સાથે એ મહાસતીઓનાં નામોને પણ પાઠ કરે છે, અને તેઓના સ્મરણને પરમમંગળ માને છે.
(આ) કેટલાંક બ્રહ્મચારીઓ અને બ્રહ્મચારિણુઓ બ્રહ્મચર્યજીવનમાં શિથિલ થયાના દાખલારું છે. તેમ તેથીયે વધારે આકર્ષક દાખલાઓ બ્રહ્મચર્યમાં અદ્ભુત સ્થિરતા બતાવનાર સ્ત્રીપુરુષના છે. એવામાં માત્ર ત્યાગી વ્યક્તિઓ જ નહિ, પણ ગૃહસ્થાશ્રમમાં રહેલી વ્યક્તિઓ પણ આવે છે. બિસિાર શ્રેણિક રાજાને પુત્ર ભિક્ષુ નન્દિષેણ માત્ર કામરાગને વશ થઈ બ્રહ્મ ચર્યથી વ્યુત થઈ બાર વર્ષ ફરી ભોગજીવન સ્વીકારે છે. આષાઢભૂતિ નામક મુનિએ પણ તેમ જ કરેલું. આદ્રકુમાર નામને રાજપુત્ર બ્રહ્મચર્યજીવનથી શિથિલ થઈ ચોવીસ વર્ષ સુધી ફરી ગૃહસ્થાશ્રમ તરફ વળે છે; અને છેવટે એકવાર ચલિત થયેલા આ ત્રણે મુનિઓ પાછા બેવડા બળથી બ્રહ્મચર્યમાં સ્થિર થાય છે. આથી ઊલટું, ભગવાન મહાવીરના પટ્ટધર શિષ્ય શ્રીસુધર્મા ગુરુ પાસેથી વર્તમાન જૈનાગમોને ઝીલનાર તરીકે પ્રસિદ્ધ થયેલ શ્રી અંબૂ નામક વૈશ્યકુમાર પરણવાને દિવસે જ પિતાની આઠ સ્ત્રીઓને, તેઓનું અત્યંત આકર્ષણ છતાં, છોડીને તારુણ્યમાં જ સર્વથા બ્રહ્મચર્ય સ્વીકારે છે, અને એ અદ્ભુત અને અખંડ પ્રતિજ્ઞા વડે આઠે નવપરિણીત બાળાઓને પિતાને માર્ગે આવવા પ્રેરે છે. કોશા નામક વૈશ્યાના પ્રભક હાવભાવ અને રસપૂર્ણ ભજન છતાં, તેમ જ તેને જ ઘેર એકાન્તવાસ છતાં, નન્દમસ્ત્રી સકાળના પુત્ર સ્થૂલભદ્ર પિતાને બ્રહ્મચર્યને જરાયે આંચ આવવા દીધી નહિ અને
૩. મુખ્ય મુખ્ય મહાસતીઓનાં નામે આ છે?
તુલસા, ચંદનબાળા, મનેરમા, મદનરેખા, દમયંતી, નર્મદાસુંદરી, સીતા, નંદા, ભદ્રા, સુભદ્રા, રામતી, ઋષિદના, પદ્માવતી, અંજના, શ્રીદેવી, છા, સુયેષ્ઠા, મૃગાવતી, પ્રભાવતી, ચેલણું, બ્રાહ્મી, સુંદરી, રુકિમણ, રેવતી, કુંતી, શિવા, જયંતી, દેવકી, દ્રૌપદી, ધારિણું, કલાવતી, પુષ્પચૂલા, પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણ, સુસીમા, જબુમતી, સત્યભામા, રુકિમણું, ચક્ષા, ચદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેના, વેના અને રેના.
આ સતીઓના વિશેષ પરિચય માટે જુઓ ભરતબાહુબલિની વૃત્તિ, મૂળપાડ માટે જુઓ પંચપ્રતિક્રમણ : સરફેસરની સઝાય.
૪. નંદિપેણ અને આદ્રકુમારના વૃત્તાંત માટે જુઓ ત્રિષષ્ટિમહાવીરચરિત સર્ગ ૬-૭, જંબૂકુમારના અને સ્થૂલભદ્ર તથા કોશાના વૃત્તાંત માટે જુઓ પરિશિષ્ટપર્વ, સર્ગ ૧-૩-૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org