________________
ભગવાન મહાવીર
એમાં મંતવ્યભેદ જન્મે છે અને શાને લીધે તેઓ એકમત થઈ શકતા નથી. જે જિજ્ઞાસુવર્ગ શ્રવણવાચનની પ્રાથમિક શ્રદ્ધા-ભૂમિકામાં હોય છે તે દૂરથી ચિત્ર કે મૂર્તિ જેનાર જે શબ્દસ્પર્શી શ્રદ્ધાળુ હૈય છે. તેને મન પ્રત્યેક શબ્દ યથાર્થ હકીકતને બેધક હોય છે. તે શબ્દના વાચ્યાર્થની આગળ જઈ તેની સંગતિ–અસંગતિ વિશે વિચાર કરતું નથી, અને એ શાસ્ત્ર મિથ્યા કરે એવા મિથ્યા ભ્રમથી શ્રદ્ધાને બળે વિચારપ્રકાશનો વિરોધ કરે છે, તેનું દ્વાર જ બંધ કરવા મથે છે.
બીજે તર્કવાદી જિજ્ઞાસુવર્ગ મુખ્યપણે શબ્દના વાગ્યાની અસંગતિ “ઉપર જ ધ્યાન આપે છે, અને એ દેખાતી અસંગતિઓની પાછળ રહેલ સંગતિઓની સાવ અવગણના કરી જીવનકથાને જ કપિત માની બેસે છે. આમ અપરિમાર્જિત શ્રદ્ધા અને ઉપરછલે તર્ક એ બે જ અથડામણનાં કારણે છે. સંશોધન અને નિદિધ્યાસનની ભૂમિકામાં આ કારણે નથી રહેતાં, તિથી મન સ્વસ્થપણે શ્રદ્ધા અને બુદ્ધિ બને પાંખોને આશ્રય લઈ સત્ય ભણી આગળ વધે છે. - ત્રીજી ભૂમિકામાં અત્યાર સુધી જે પ્રગતિ મારા અને સાધી છે, તે જોતાં તેમાં પહેલી અને બીજી ભૂમિકા અવિરોધપણે સમાઈ જાય છે. અત્યારે મારી સામે ભગવાન મહાવીરનું જે ચિત્ર કે જે મૂર્તિ ઉપસ્થિત છે તેમાં તેમને જીવનકથામાં જન્મથી નિર્વાણ પર્યન્ત ડગલે ને પગલે ઉપસ્થિત થતા કરોડ દેવેની દેખીતી અસંગતિ તેમ જ ગર્ભપહરણ જેવી અસંગતિ ગળી જાય છે. મારી સંશોધન નિર્મિત કલ્પનાના મહાવીર કેવળ માનવકેટિના અને તે માનવતાની સામાન્ય ભૂમિકાને પુરુષાર્થ બળે વટાવી ગયા હોઈ મહામાનવરૂપ છે. જેમ દરેક સમ્પ્રદાયના પ્રચારકે પિતાના ઇષ્ટદેવને સાધારણ લેકેના ચિત્તમાં પ્રતિષ્ઠિત કરવા માટે તેઓને સરળતાથી સમજાય એ દેવી ચમત્કાર તેના જીવનમાં ગૂંથી કાઢે છે, તેમ જૈન સમ્પ્રદાયના આચાર્યો પણ કરે, તે એ માત્ર ચાલુ પ્રથાનું પ્રતિબિંબ ગણવું જોઈએ. લલિતવિસ્તર વગેરે ગ્રંથ બુદ્ધના જીવનમાં આવા જ ચમત્કારો વર્ણવે છે. હરિવંશ અને ભાગવત પણ કૃષ્ણના જીવનને આ જ રીતે આલેખે છે. ાઈબલ પણ દિવ્ય ચમત્કારથી મુક્ત નથી. પણ મહાવીરના જીવનમાં દેવની ઉપસ્થિતિને અર્થ ધટાવાતે હોય તો તે એક જ રીતે ઘટી શકે કે મહાવીરે પપુરુષાર્થ વડે પિતાના જીવનમાં માનવતાના આધ્યાત્મિક અનેક દિવ્ય સગુણોની વિભૂતિ પ્રાપ્ત કરી હતી. આવી સૂક્ષ્મ મને ગમ્ય વિભૂતિ સાધારણ લોના મનમાં ઠસાવવી હોય તે તે સ્થૂળ રૂપકે દ્વારા જ ઠસાવી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org