________________
ગાંધીજી અને જૈનત્વ
[ ૫૭૧:
જ નહોતી. હથિયાર ન પકડવાં, કાઈ સામે હાથ ન ઉગામવેા, ધરમાં, ગુફામાં કે જંગલમાં મૌન લઈ નિષ્ક્રિય થઈ બેસી ન રહેવું, બધાં જ ક્ષેત્રામાં ઝઝૂમવું, છતાં કાઈ પણ સ્થળે ન હારવાના તેમ જ બધા ઉપર વિજય મેળવવાન ઉત્સાહ અને નિશ્ચય એ ગાંધીજીની અહિંસાનું નવુ અને સ્પષ્ટ રૂપ છે. પોતાના વિચારા અને સિદ્ધાન્તામાં અતિ આગ્રહી રહ્યા છતાં કાઈ પણ કટ્ટરમાં કટ્ટર બીજા પક્ષકારની દલીલને સમજવાતા ઉદાર પ્રયત્ન અને સામાની દૃષ્ટિમાંથી કાંઈ લેવા જેવું ન જણાય તેપણ તેને તેના રસ્તે જવા દેવાની ઉદારતા, એ ગાંધીજીના અનેકાંતવાદનુ જીવતું દિવ્ય સ્વરૂપ છે. વિરોધી પક્ષકારા ગાંધીજીને ન અનુસરવા છતાં કેમ ચાહે છે તેની કૂંચી એમના અનેકાન્ત દૃષ્ટિએ ઘડાયેલ જીવનમાં છે. અનેકાંતદૃષ્ટિ એટલે એક જ બાબત પરત્વે અનેક વિરોધી દેખાતી દૃષ્ટિએના મેળ સાધવે! તે, જેને સમન્વય કહી શકાય. આ દૃષ્ટિ ગાંધીજીના વ્યાવહારિક જીવનમાં સંપૂર્ણપણે તરવરે છે. અહિંસાનું અને અનેકાંતદૃષ્ટિનું બીજ કાંથી આવ્યું, કેમ વિકસ્યું એ જોવા કરતાં એ ગાંધીજીના જીવનમાં કઈ રીતે કામ કરી રહ્યું છે, એ જોવુ બહુ જ જીવનપ્રદ અને અગત્યનું છે. ખરી રીતે તે હવે ગાંધીજીની અહિંસા અને ગાંધીજીના અનેકાંત એ એમના જીવનની તદ્દન વિશિષ્ટ જ ખાખત થઈ પડી છે અને તેથી જ તે જૈન પંથના બીબાબ૬ એ એ તત્ત્વા કરતાં જુદી પણ પડે છે.
આમ હોવા છતાં જ્યારે અહિંસા તત્ત્વતી અપારતા અને અનેકાંતતત્ત્વની વિશાળતાને વિચાર આવે છે ત્યારે ચોખ્ખુ લાગે છે કે ગમે તેટલા વિકાસ કર્યો છતાં અને ગમે તેટલું ઉપયોગી પરિવર્તન કર્યાં છતાં એ તત્ત્વોની બાબતમાં ગાંધીજી બીજા ધ પંથે કરતાં વધારેમાં વધારે જૈન ધર્મની જ નજીક છે. ગાંધીજી જૈન કહેવાય તેથી જૈન પથે મેટ વિજય સાધ્યા અગર જૈન પંથ બહુ કર્યાં છે એમ અહીં કહેવાતુ નથી. એ જ રીતે ગાંધીજી જૈન ન કહેવાય તેાયે જૈન પંથનાં વિશિષ્ટ તત્ત્વા જો સાચે જ ઉપયોગી હોય તો તેથી જૈન પથનુ ગૌરવ ઘટવાનુ નથી. અહીં તે ફક્ત વિચારવાનુ એટલું જ છે કે ગાંધીજીની પ્રકૃતિમાં જે જે વિશિષ્ટ તત્ત્વો ભાગ ભજવી રહ્યાં છે તે તત્ત્વામાંનાં કયાં તત્ત્વા જૈન ધર્મના મૂળ સિદ્ધાન્તામાં આવે છે. આ દૃષ્ટિએ હું ગાંધીજીને ઉપર કહેલ એ તત્ત્વાની બાબતમાં જૈન સમજુ છું.
હજારા જ નહિ પણ લાખા જેનાને પૂછે તે એમ જ કહેવાના કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org